Updates [ Hollywood ]

The Reluctant Fundamentalist , 2012

rf

મેં આ મુવી વિશેથી અહીંયા જાણ્યું હતું ,  માટે તમે પણ સ્ટોરી અને જેના પરથી તે બન્યું છે તે ત્યાં જ જાણી લો  . . હવે સીધે-સીધું જો હું એમ કહું કે આ મીરાં નાયર’ની ફિલ્મ હતી , તો અપેક્ષાઓ કેવી વધી જાય ! મારે પણ એવું જ થયું પણ સરવાળે ફિલ્મ એટલી પક્કડ ન જમાવી શકી  . . . સતત કઈક ખૂટતું હોય તેવું લાગ્યું , પણ પાકિસ્તાન’નાં અસલી લોકેશન્સ પર તેનું શુટિંગ અફલાતુન રહ્યું .

Me : 6.5 / 10

IMDb : 6.9 / 10 [ 7,300 + people ] – July 2014


Frida , 2002

ફ્રીદા કાહલો એક મેક્સિકન પેઈન્ટર હતી . . એક અલાલું અને અલગારી કલાકાર હતી અને જીવન’નાં વિવિધ તબક્કે બનતી વિવિધ ઘટનાઓ’નું એક અલગ જ વિચિત્ર નિરૂપણ તેણી તેના ચિત્રોમાં કરતી  . . . મહતમ તો અભિવ્યક્તિઓ દુખદ ઘટનાઓ’માંથી જ આવતી કે જે શારીરિક અને માનસિક એમ બંને સ્તર પર હતી  . . . સલમાં હાયેક , પહેલેથી લઈને છેલ્લે સુધી ચંચળ’થી લઈને પાકીને પરિપક્વ બનેલી એક સ્ત્રી સુધીના બધા જ આયામોને એક અલગ જ રંગ આપે છે  . . . એક સારું મુવી / ધીરજ રાખીને જોજો 🙂

Me : 8 / 10

IMDb : 7.4 / 10 [ 51,000 + people ] – July 2014


Cloverfield , 2008

cl

આ સાઈ-ફાઈ થ્રિલર માટે બહુ ઉત્સુકતા હતી [ શહેર પર કોઈક સાવ અજાણ્યા મહાકાય જીવોનો હુમલો ] , પણ છેલ્લે બધી કંટાળા’માં પરિણમી !! સમગ્ર ફિલ્મ એક હેન્ડીકેમ’માં થયેલા શુટિંગ સ્વરૂપે બતાવી છે  . . . નો ડાઉટ કે તે રીતે ફિલ્મ ઘણી સાહસિક અને પ્રયોગશીલ કહેવાય , પણ મને તેનો આ જ આયામ ન ગમ્યો 😦

Me : 5.5 / 10

IMDb : 7.1 / 10 [ 2,39,000 + people ] – July 2014


Just Married , 2003

jm

એક નવુંસવું યુગલ હનીમુન માટે યુરોપ ઉપડે છે અને પછી શરુ થાય છે તેમના આ સ્વપ્ન સમાન ભાસતા લગ્ન’ની ધજ્જીયા ઉડવાની શરૂઆત . . એક રોમેન્ટિક કોમેડી . . ખાસ તો આ મુવી બ્રિટની મર્ફી માટે જોવાયેલું [ બહુ નાની ઉંમરમાં આ કાનુડી પેલે પાર ચાલી નીકળી  ] . . ઓકેઇશ ટાઈમપાસ મુવી .

Me : 6 / 10

IMDb : 5.4 / 10 [ 48,000 + people ] – July 2014


A Passage to India , 1984

આ મુવી વિષે કશેક સાંભળેલું  . . અને ઘણા સમય પહેલા અડધું જોવાઈ પણ ગયેલું પણ ત્યારબાદ અચાનક ડીલીટ થઇ જતા આટલી બધી વાર લાગી મુવી પૂરું કરવામાં  . . . ખાસ તો આ મુવી બ્રિટીશ ઇન્ડીયામાં આકાર લેતું હોય તે સમય’નો ગાળો જોવાનો લ્હાવો જ કઈક ઔર છે . . સ્ટોરીમાં , એક સીટી મેજીસ્ટ્રેટ’ની માતા અને તેની પરણેતર ભારત જોવા આવે છે અને અહીંયા એક ભારતીય ડોક્ટર સાથે તેમને મૈત્રી બંધાઈ જતા તેઓ તેની સાથે નજીકની એક હેરીટેજ ગુફાઓ જોવા નીકળે છે  . . . બાકી તો આપ જ જોઈ લેજો , પણ નથી આ સ્ટોરી કોઈ ડ્રામા કે પછી થ્રિલર કે કોઈ હિસ્ટોરિક ડ્રામા !!

જે રીતે વાર્તા’નો પ્રવાહ ઈન્ટરવલ બાદ સાવ ભળતી જ દિશામાં ચાલ્યો ગયો તે મારે મન કઈક વિચિત્ર લાગ્યું !! પણ ખાસ તો એ સમયને જે રીતે અહીંયા જીવંત કરાયો છે તે કાબિલેતારીફ છે  . . . પણ પાછું , ભારતીય ડોક્ટર’ની ભૂમિકામાં વિક્ટર બેનર્જી થોડો વધુ પડતો અને અકુદરતી અભિનય કરી નાખતા હોય તેવું લાગ્યું !

Me : 7.5 / 10

IMDb : 7.4 / 10 [ 10,800 + people ] – July 2014


Prometheus , 2012

pr4

એલિયન અને એલિયન્સ’નાં ઘણા વર્ષો બાદ Ridley Scott’એ તે જબરદસ્ત ટ્રેન્ડ ઉભો કરનારી ફ્રેન્ચાઇઝી’ની પ્રીક્વલ બનાવવાનું નક્કી કર્યું અને મહાઅદભુત સ્પેશીયલ ઈફેક્ટ’થી સજ્જ ‘ પ્રોમેથીયસ ‘ બની . લોકોએ એક અંશે તેનાથી મોં ફેરવી લીધું પણ મને આ ફિલ્મ ઝક્કાસ લાગી  . . મારા ખ્યાલે એલીયન ક્યાંથી આવ્યા અને તેમને કોણે બનાવ્યા અને આખરે માણસોને કોણે બનાવ્યા ? આ પૃથ્વી કોણે બનાવી ? એ સમગ્ર તાણાવાણા ગૂંથીને એક જબરદસ્ત સ્ટોરી બની છે અને એમાં લાર્જર ધેન લાઈફ જીવ પૂર્યો છે , કલ્પનાઓ’નાં ઘોડાપુર સર્જતી સ્પેશીયલ ઇફેક્ટે !  . . જે રીતે બધો જ ટ્રેક ડેવલપ થાય છે અને આખરે એલીયન’ની એન્ટ્રી પડે છે એ તો બસ ગજબ જ છે !! પ્રોમેથીયસ’ની સિકવલ આવવાના એંધાણ દેખાય છે  . .

pr3

અને હાં , Noomi Rapace અને  Michael Fassbender’નું પરફોર્મન્સ બસ સોલીડ છે અને જે રીતે તે બંને આખિર’માં નીકળી પડે છે , તે તો બસ મજા આવી ગઈ 🙂

Me : 8 to 8.5 / 10

IMDb : 7.1 / 10 [ 3,58,000 + people ] – July 2014


Secretary , 2002

આ મુવી ” Maggie Gyllenhaal “ને કારણે જોવાયેલું કે જ્યાં એક મેન્ટલ હોસ્પિટલ’માંથી છુટેલી છોકરી એક વિચિત્ર વકીલ’ની ઓફિસમાં સેક્રેટરી તરીકે જોડાય છે અને બંને વિચિત્ર લોકો કૈક અલગ જ વિચિત્ર વર્લ્ડ ડેવલપ કરે છે  . . . ઓલમોસ્ટ સ્ટોરી ક્યાંથી ક્યાં જાય છે , તે ઘડીક તો અકળાવનારું બની રહે છે ! ફિલ્મ’માં સેક્સ્યુઅલ કન્ટેન્ટ પણ ભારોભાર છે છતાં પણ સ્ટોરી તેના લીધે નહિ પણ કૈક વિચિત્ર જ ઉપજાવવા જતા અલગ જ દિશામાં ફંટાઈ છે ! પણ ‘ Maggie Gyllenhaal ‘નો અભિનય જાનદાર છે , તેમાં કોઈ બેમત નથી .

Me : 5 / 10

IMDb : 7.1 / 10 [ 56,000 + people ] – July 2014


The Best Exotic Marigold Hotel , 2011

mgh

અલગ અલગ જરૂરિયાતો / ધારણાઓ / મજબુરીઓ અને કોઈ ને કોઈ ખોજ’નાં હેતુથી સાત થી આઠ વયોવૃદ્ધ લોકોનું એક ગ્રુપ ઇંગ્લેન્ડ’થી ભારત આવે છે અને રાજસ્થાનમાં આવેલ મેરીગોલ્ડ હોટેલ કે જે એક જુનો પેલેસ હતો ત્યાં રોકાય છે , પણ આ શું ? તેઓને હોટેલ’ની વેબસાઈટ’માં કૈક અલગ જ દેખાડ્યું હતું અને આ તો કોઈ જુનો / પુરાણો જર્જરિત મહેલ હોય છે ! હરેક જણ’ની અલગ પ્રતિક્રિયા હોય છે અને હરેક વ્યક્તિ આ સંજોગોને અલગ રીતે નિહાળે છે અને આખરે સમગ્ર ઘટનાક્રમ ક્યાંથી ક્યા પહોંચે છે , તે જોવા માટે તમારે આ મુવી જોવું રહ્યું  . . . હાં , મુવી થોડું ઓફબીટ છે માટે ફાવતું હોય તેઓએ જ આ હોટેલમાં રોકાણ કરવું 😉 [ એક વાત છે કે ફોરેઇનર્સ જયારે ભારતીય પશ્ચાદભૂ પર ફિલ્મ બનાવે છે , ત્યારે હંમેશા ભારતીયોને થોડીક લાઉડ એક્ટિંગ કરતા દેખાડે છે , તે સાલું હજમ નથી થતું ! જેમકે અહીંયા અને પેસેજ ઓફ ઇન્ડીયા મુવીમાં ! ]

Me : 7.5 / 10

IMDb : 7.3 / 10 [ 54,500 + people ] – July 2014


Grown Ups , 2010

?????????????????????

ઓકે તો આ એક માઈન્ડ-લેસ એડલ્ટ કોમેડી છે કે જે એડમ સેન્ડ્લર’ને કારણે જોવાયેલી  . . . ચારથી પાંચ મિત્રો છેક સ્કૂલિંગ બાદ હવે પોતાની ચાલીસીમાં ભેગા થાય છે , પોતપોતાના પરિવારો સાથે દુર એક લેક-હાઉસ’માં વિકેન્ડ ગોઠવે છે અને પછી શરુ થાય છે હરેક’ની વિચિત્રતા’ઓની ઘટમાળ  . . . ઘણા સીલી દ્રશ્યોમાં રીતસર’નું ખડખડાટ હસી પડાયું 🙂 જરૂરથી એક રિફ્રેશિંગ ટાઇમપાસ બની શકે .

Me : 6.5 / 10

IMDb : 5.9 / 10 [ 1,38,000 + people ] – July 2014


E.T. the Extra-Terrestrial , 1982

1

ઈ.ટી વિષે જબરદસ્ત જીજ્ઞાશા અને ખતરનાક અપેક્ષાઓ હતી  . . પણ સોરી ટુ સે [ ખેદપૂર્વક અને ભેદ્પુર્વક જણાવવામાં આવે છે કે !! ] ફિલ્મ કૈક અલગ જ નીકળ્યું [ એટલીસ્ટ મારા માટે ] જો હું ફિલ્મ’ની સ્પેશીયલ ઈફેક્ટ’નાં ફેક્ટર’ને બાદ કરી દઉં તો ચારેકોર જે લાગણીસભર ડ્રામા ભભરાવવા’માં આવ્યો છે તે પચાવવામાં ઘણો મુશ્કેલ બની રહ્યો  . . . ઓવરઓલ , જોઈએ તો ઘણા દ્રશ્યો ખતરનાક લાંબા અને બોરિંગ છે ; જેમકે એલિયન્સ તેમની શીપ લઈને આવે છે અને બાદમાં ઉડી જાય છે ત્યા સુધીના દ્રશ્યો !

2a

લીડ રોલ કરતો ‘ એલિયટ ‘ ઝબરદસ્ત એક્ટિંગ કરે છે , પણ ઘણુબધું દિશાવિહીન લાગે છે  . . . મને તો સૌથી વધુ નાનકડી ” Drew Barrymore “નું કામ ગમી ગયું 🙂

Me : 7 / 10

IMDb : 7.9 / 10 [ 2,25,000 + people ] – July 2014


26 thoughts on “Updates [ Hollywood ]”

 1. બોલીવુડ હોલીવુડની સરખામણીય કેમ કરવી..? સેવીંગ મી. બેંક્સ…, અમેરીકન હસલ… વોલ્ટર મીટ્ટી મજા આવી…અને આભાર તમારો કે તમે ફ્રીડા જેવા ટાઇટલ સાથે ભેટો કરાવ્યો… ક્યુરીઅસ ટુ વોચ નાઉ…!!!

  Like

  • ફ્રીદા’નાં પાત્રમાં સલમા હાયેક’એ જીવ રેડી દીધો છે . . એક મુગ્ધા’થી લઈને એક ઉભરતી કલાકાર , એક પ્રેમ’માં દગો પામેલી – સ્વાસ્થ્ય’માં દગો પામેલી , એક મિત્ર , એક સ્વછંદી છતાં સંપૂર્ણ કહી શકાય તેવી સ્ત્રી એ તમામ મનોભાવ તેણીએ ગજબની હદે ઉપસાવ્યા છે . . મસ્ટ વોચ .

   Like

 2. 300 : જક્કાસ movie (મને તો ગમી હો ભાઈ).

  Like

 3. નીરવભાઈ નેબ્રાસ્કાના ધાંસુ background music ને તો તમે ભૂલી જ ગયા.
  અદભુત અને અવિશ્મરણીય…. હજી મારા કાનોમાં ગુંજી રહ્યું છે.
  ઉપરાંત ડેવીડના પેલા બે આળસુ કઝિન…થોડીવાર માટે આવીને પણ મઝા કરાવી જાય છે.

  Like

  • માણસ માત્ર ભૂલ’ને પાત્ર 🙂 પણ હવે તો યાદ પણ નથી 😉 કદાચિત બીજી વાર જોઇશ ત્યારે તમને યાદ કરીશ 🙂

   હાં , એ બંને આળસુઓ જબ્બર હતા [ એ બંને પડ્યા પાથર્યા રહેતા હતા અને આ ડોહો પગપાળા નીકળી પડ્યો હતો 😉 ] આપને મુવી પસંદ પડ્યું તે બદલ આનંદ થયો [ હમણાં જય વસાવડા’એ તેનો સવિસ્તાર ઉલ્લેખ પણ કર્યો હતો , તેમની કટાર’માં ! ]

   Like

 4. ભૂલ-ચૂક લેવી-દેવી માફ કરજો પાસ કરજો (મારો મિત્ર પરિક્ષા પેપરમાં હંમેશા આ વાક્ય લખતો) એટલો કોન્ફિડન્સ 🙂
  તકલીફ બદલ સોરી..
  અને હા..બંને ફીલ્મ તમારા શબ્દોમાં કહું તો આલાતરીન બની છે.
  અને ધ વોક માં બેકગ્રાઉન્ડમાં વાગતો અત્યાર સુધીનો આપણે વારંવાર સાંભળેલો માસ્ટર પિયાનો પીસ

  Like

  • મિત્ર અહીંયા બ્લોગ પર નો સોરી / નો થેંક્યું – બસ ગમતાનો ગુલાલ 🙂 [ આ તો માત્ર એક સૂચન હતું કે જે મને પણ ભૂતકાળમાં કોઈએ કરેલું 😉 ]

   ખરેખર તો વોક , એવરેસ્ટ અને માર્શિયન એ ત્રણેય મુવીઝ ટોકીઝ’માં જ જોવી હતી , પણ પણ પણ . . .

   જયારે બીધોવન’નું નામ પણ ન્હોતું સાંભળ્યું તે પહેલાનું સાંભળેલુ આ અદભુત સર્જન ! મનોવિહાર’માં વિહરતા હોઈએ ત્યારે અને જાગતા સ્વપ્નો જોતા હોઈએ ત્યારે પણ એક તંતુ બંધતું અદભુત સંગીત [ જોકે તેમની અન્ય રચનાઓ સાંભળી નથી અથવા તો ખ્યાલ જ નથી ! તે બાબતે અમો જરા ઠોઠ નિશાળિયા છીએ 😉 ]

   Like

 5. ગઇકાલે Batman vs Superman જોયું.
  છેલ્લે…
  અેક છોકરો-અલ્યા તારી સુપરમેન મરી જ્યો?
  બીજો – સુપરમેન (ભાર દઇને) કદી મર જ નહિ
  ત્રીજો – જો અમણ કબર તોડી ન બાર આવશે
  and guess What?? 🙂

  Like

 6. Watched ‘The da Vinci code’ and ‘Angels & Demons’ back2back. mentally getting ready for Ron Howard’s next mystery/thriller.
  And a bit of laugh 😁

  Like

 7. Dunkirk 🙂

  Like

 8. edge of seventeen માં ટોપિક સારો છે, પણ જમાવટ કરી શકી નહિ. તમે મુક્યા એ ડાઈલોગ્સ સુપર્બ ..

  Liked by 1 person

 9. kingsman the golden circle
  IT

  Like

 10. Diwali vacation at home
  [Wind river
  Cold moon
  The big sick
  Baby driver
  Jungle
  Our souls at night]
  And many more…

  Like

તમે શું માનો છો ? જરા કહેશો . . !

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s