Books

મિત્રો , બાળમિત્રો અને વડીલમિત્રો . . . આ કેફિયત તો પહેલા જ રજુ કરી દેવાની જરૂર હતી , પણ ચાલો હવે મોડા આવ્યા પણ ચડીને ઘોડા આવ્યા ( देर आये पर दुरुस्त आये ) એ ન્યાયે રજુ કરી જ દઉં .

મિત્રો હું ક્યારેય પુસ્તકો અને ફિલ્મોના રિવ્યુઝ લખતો જ નથી ! { તો આ બધી મોકાણ શું માંડી છે ! } મતલબ કે ફિલ્મોમાં ” Monthly Reviews ” એવું હું જરૂર લખું છું , પણ તે માત્ર ને માત્ર મારા ને મારા અંગત સ્તરે નિપજેલા લાગણીઓના પડઘા માત્ર જ હોય છે . { ફિલ્મો અને પુસ્તકો વિશેની ગમતીલી અને સ્પર્શેલી વાતો . . . અને વાતોના તો વડા જ થાય ને } કદાચિત તે ફિલ્મ / પુસ્તક આપને ન પણ ગમે અને તેથી ઉલટું પણ સંભવ છે . { & Vice versa – ડાહ્યી વર્ષા }

અને છેલ્લે , આ એક સામાન્ય વ્યક્તિ દ્વારા બનાવાયેલો સામાન્ય બ્લોગ જ છે કે જેમને આપ સૌએ અસામાન્ય બનાવ્યો છે .અને સાચું કહું તો સાચી મજા સામાન્ય બનવામાં જ છે . Mango people . Mind it . . I Say 🙂 }


27} જયંત મેઘાણી ~ પોતાના શહેરના જ્ઞાનમાળી [ Link ]

( આરપાર મેગેઝીનમાં શ્રી સંજય શ્રીપાદ ભાવે દ્વારા ‘જયંત મેઘાણી’ને અપાયેલ અંજલિ સમાન લેખ. )


26} સુભાષ ભટ્ટ સાથે સંવાદ [ Link ]

( નવનીત સમર્પણ જુલાઈ 2016’માં પ્રકાશિત અને શ્રી દીપક દોશી સાથે થયેલ સંવાદ )


25} Recent Read , Recent Watch ~ 4 [ Link ]

( Recent Read : જગતનાં ઈતિહાસ’નું સંક્ષિપ્ત રેખાદર્શન : Gujarati Translation of ” Glimpses of the World History , સો વર્ષ એકલતાનાં : Gujarati Translation of ” One Hundred Years of Solitude , મહાકવિ શેકસપિયર’ની નાટ્યકથાઓ , તમે યાદ આવ્યા , માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર , મેઘધનુષી માનુનીઓ , ઘરથી સિનેમા સુધી , વાયુપુત્રો’નાં શપથ , Gujarati Translation of ” The Oath of Vayuputras ” , મહર્ષિ વિનોબા , બક્ષી : એક જીવની , કમઠાણ , યુગયાત્રા , ઓ’હેન્રી’ની સદાબહાર વાર્તાઓ , સમુદ્રાન્તિકે , રમેશાયણ , સાંભરે રે . . . બાળપણનાં સંભારણા , ધરતીનો છેડો ઘર , એવા રે અમે એવા )

( Recent Watch : Breaking Bad : All 5 Seasons , Chale Chalo: The Lunacy of Film Making ( Documentary ) , Permanent Roommates : Season 1 & 2 , Man’s World : Season 1 , Bang Baaja Baaraat : Season 1 , TVF Pitchers : Season 1 , On Air with AIB : Season 1 , Baked : Season 1 , The Flash : Season 1 & Season 2 , Sherlock ~ The Abominable Bride )


24} મારા પુસ્તકોની ઝાંખી – 1 : વૈશ્વિક સાહિત્ય : Two [ Link ]

[ દુખિયારા – લેખક : વિક્ટર હ્યુગો , સળગતા સુરજમુખી – લેખક : અરવિન્ગ સ્ટોન , પીકવીક પેપર્સ – લેખક : ચાર્લ્સ ડિકન્સ , વુધરીંગ હાઈટ્સ – લેખક : એમિલી બ્રોન્ટી , જ્વાલા અને જ્યોત – લેખક : વિક્ટર હ્યુગો , કઝીન બેટ્ટી – લેખક : ઓનરે દ. બાલ્ઝાક , આશા અને ધીરજ – લેખક : એલેકઝાંડર ડૂમા , ક્રાંતિ કે ઉત્ક્રાંતિ ? – લેખક : વિક્ટર હ્યુગો , ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી – લેખક : અર્નેસ્ટ હેમિંગ્વે , ગુડ અર્થ – લેખક : પર્લ બક , એલ્કેમિસ્ટ – લેખક : પોલો કોએલો , સિદ્ધાર્થ – લેખક : હરમાન હેસ , હકલબરી ફિન’નાં પરાક્રમો – લેખક : માર્ક ટ્વેઇન , ટોમ સોયરના પરાક્રમો – લેખક : માર્ક ટ્વેઇન , મારી આત્મકથા – લેખક : ચાર્લી ચેપ્લીન , સો વર્ષ એકલતાનાં – લેખક : ગેબ્રીયેલ ગાર્શીયા માર્કવેઝ , પાથસ ઓફ ગ્લોરી – લેખક : જેફરી આર્ચર , ગોડફાધર – લેખક : મારિયો પૂઝો , સત્યની મુખોમુખ – લેખક : પાબ્લો નેરુદા , વિશ્વશ્રેષ્ઠ નવલકથાઓ – લેખક / સંપાદક : યશવંત મહેતા , મન્ટો : કેટલીક વાર્તાઓ – લેખક : સઆદત હસન મન્ટો , મન્ટો જીવે છે – લેખક : નરેન્દ્ર મોહન , ધ અધર સાઈડ ઓફ મિડનાઈટ – લેખક : સિડની શેલ્ડન , રેજ ઓફ એન્જલ્સ – લેખક : સિડની શેલ્ડન , ગુર્જયેફ : તત્વજ્ઞાનની રહસ્યયાત્રા – લેખક : માવજી સાવલા , ગુર્જયેફ : એક ઘટના – લેખક : ભાલચંદ્ર દવે , ઓ’હેન્રી’ની સદાબહાર વાર્તાઓ – અનુવાદક : પરેશ પ્ર. વ્યાસ , મહાકવિ શેકસપિયરની નાટ્યકથાઓ – [ નાટકો પરથી વાર્તાંતર ] આલેખક : મધુસુદન પારેખ , સ્ટીવ જોબ્સ – લેખક : વોલ્ટર આઈઝેકસન , અર્ધી રાતે આઝાદી – લેખક : લેરી કોલીન્સ & ડોમિનિક લેપિયરે , લવ સ્ટોરી – લેખક : એરિક સેગલ , અનોખી ભેટ – લેખક : જીમ સ્ટોવેલ , જિંદગી જીતવાની જડીબુટ્ટી – લેખક : ડેલ કાર્નેગી , પુનરાવતાર – લેખક : લિયો ટોલ્સટોય , વીસરાતી વિરાસત – લેખક : જેમ્સ હિલ્ટન ]


23} મારા પુસ્તકોની ઝાંખી – 1 : વૈશ્વિક સાહિત્ય : One [ Link ]

[ અપહ્યત – લેખક : રોબર્ટ લુઇસ સ્ટીવેન્સન , અમે ત્રણ – લેખક : જેરોમ કે જેરોમ , પાસ્કુઅલ ડયુરેટનો પરિવાર – લેખક : કેમીલો જોન સેલા , લેડી ઓફ ધ કેમીલીઆઝ – લેખક : એલેકઝાન્ડર ડુમા , બરાબસ – લેખક : લાગર ક્વિસ્ટ , આઉટસાઈડર – લેખક : આલ્બેર કામૂ , સ્નો કન્ટ્રી – લેખક : યાસુનારી કાવાબાતા , મેઘ અને ધરતી – લેખક : આલબર્તો મોરાવિયા , ડેવિડ કોપરફિલ્ડ – લેખક : ચાર્લ્સ ડિકન્સ , પ્રણયયજ્ઞ – લેખક : પ્રોસ્પર મેરીમી , શૂટિંગ પાર્ટી – લેખક : એન્તવ ચેખોવ , સૌંદર્યો હજુ જન્મ્યા નથી – લેખક : યી કવે આમ્હ્ર , ટોલ્સટોયની 23 વાર્તાઓ – લેખક : લીઓ ટોલ્સટોય , ત્યારે કરીશું શું ? – લેખક : લીઓ ટોલ્સટોય , અનન્યા : ( વૈશ્વિક વાર્તાઓ’નાં અનુવાદ ) – અનુવાદક : શરીફા વીજળીવાળા , પોલીએના – લેખક : એલીનોર પોર્ટર , ખજાનાની શોધમાં – લેખક : રોબર્ટ લુઈ સ્ટીવન્સન , અજાતશત્રુ લિંકન – લેખક : મણીભાઈ ભ.દેસાઈ , કોન-ટિકિ – લેખક : થોર હાયરડાલ , શેરલોક હોમ્સ – લેખક : સર આર્થર કોનન ડોઈલ , હેરી પોટર અને પારસમણી – લેખક : જે.કે.રોલિંગ , ખોવાયેલાની ખોજમાં – લેખક : જુલે વર્ન , પાતાળપ્રવેશ – લેખક : જુલે વર્ન , સાહસિકોની સૃષ્ટિ – લેખક : જુલે વર્ન , સાગરસમ્રાટ – લેખક : જુલે વર્ન , સોનેરી ધૂમકેતુનો પીછો – લેખક : જુલે વર્ન , મિખાઈલ સ્ટ્રગોવ – લેખક : જુલે વર્ન , એક શિયાળો બરફમાં – લેખક : જુલે વર્ન , મોં બ્લાં – લેખક : જુલે વર્ન ]


22} નાનકભાઈ મેઘાણી | ગ્રંથાગાર [ Link ]

( નવનીત સમર્પણ‘નાં સપ્ટેમ્બર 2014’નાં અંકમાં , શ્રી સંજય શ્રીપાદ ભાવે‘ની ” નાનકભાઈ અને ગ્રંથાગાર “ને અપાયેલ અંજલી સમાન લેખ. )


21} Recent Read , Recent Watch3 [ Link ]

( Recent Read : બક્ષીનામા , મહાત્મા અને ગાંધી , સરદાર પટેલ : એક સમર્પિત જીવન , સરદાર : સાચો માણસ સાચી વાત )

( Recent Watch : Masters of Sex [ Season 1 ] , Agents of S.H.I.E.L.D. [ Season 1 ] )


2nd year of Blogging


20} મરીઝએક તરબતર ઘટના [ Link ]

( સાર્થક મેગેઝીન‘નાં બીજા અંકમાં [ એપ્રિલ ] પ્રકાશિત શ્રી જીગ્નેશ મેવાણી‘નાં લેખમાંથી કેટલાક અંશો સાભાર . )


19} Recent Read , Recent Watch2 [ Link ]

( Recent Read : વિવેકાનંદ – Translation of The Monk as Man: The Unknown Life of Swami Vivekananda , માણસાઈ’ની થાપણ – Translation of The day i stopped drinking milk )

( Recent Watch : 24 – Indian Version , Koffee with Karan – Season 4 , Sherlock – Seasons 1, 2 & 3 )


18} Recent Read , Recent WatchNew Feature [ Link ]

Recent Read : બિન્દાસ ખુશવંત – Translation of Absolute Khushwant , રેવન્યુ સ્ટેમ્પ – અમૃતા પ્રીતમ’ની આત્મકથા – Translation of Revenue Stamp , 2 States , Revolution 2020 , થિંક એવરેસ્ટ – Gujarati Translation of Think Everest , સપના’નાં સોદાગરો – Gujarati Translation of I have a Dream , JSK – || જય શ્રી કૃષ્ણ || : જય વસાવડા )

( Recent Watch : Game Of Thrones – Season 1 to 3 : Back to back )


17} સાહિત્ય અને સર્જન : ચંદ્રકાંત બક્ષી ~ ચતુર્થ ( અંતિમ ) પગલું [ Link ]

લેખક : ચંદ્રકાંત બક્ષી ( ઇ.સ 2000 સુધીના ચંદ્રકાંત બક્ષી’નાં અપ્રકટ લેખો’નું સંકલન  )


16} સાહિત્ય અને સર્જન : ચંદ્રકાંત બક્ષી ~ તૃતીય પગલું [ Link ]

લેખક : ચંદ્રકાંત બક્ષી ( ઇ.સ 2000 સુધીના ચંદ્રકાંત બક્ષી’નાં અપ્રકટ લેખો’નું સંકલન  )


15} સાહિત્ય અને સર્જન : ચંદ્રકાંત બક્ષી ~ દ્રિતીય પગલું [ Link ]

લેખક : ચંદ્રકાંત બક્ષી ( ઇ.સ 2000 સુધીના ચંદ્રકાંત બક્ષી’નાં અપ્રકટ લેખો’નું સંકલન  )


14} સાહિત્ય અને સર્જન : ચંદ્રકાંત બક્ષી ~ પ્રથમ પગલું [ Link ]

લેખક : ચંદ્રકાંત બક્ષી ( ઇ.સ 2000 સુધીના ચંદ્રકાંત બક્ષી’નાં અપ્રકટ લેખો’નું સંકલન  )


13} નાગવંશ – The Secret of Nagas [ Link ]

લેખક : અમીશ ત્રિપાઠી       અનુવાદક : વર્ષા પાઠક


1st year of Blogging


12} રવીન્દ્રનાથ ટાગોરનો વિનોદ વૈભવ [ Link ]

સંપાદક : પ્રકાશભાઈ વેગડ


11} નાના મોટા માણસ , ઝીણી ઝીણી વાત [ Link ]

સંપાદક : પ્રકાશભાઈ વેગડ


10} જીના ઇસી કા નામ હૈ , [ Link ]

લેખક : ઉમેશ અગ્રવાલ   , અનુવાદક : સૌરભ શાહ


9} મારું સત્ય – 3 , [ Link ]

સંપાદક : હર્ષ ભટ્ટ અને અંકિત ત્રિવેદી


8} મારું સત્ય – 2 , [ Link ]

સંપાદક : હર્ષ ભટ્ટ અને અંકિત ત્રિવેદી


7} મારું સત્ય – 1 , [ Link ]

સંપાદક : હર્ષ ભટ્ટ અને અંકિત ત્રિવેદી


6} રવીન્દ્રનાથ સાથે વાંચનયાત્રા , [ Link ] 

સંપાદક : મહેન્દ્રભાઈ મેઘાણી


5} પાંદડે પાંદડે રવિ , [ Link ]

સંપાદક / આલેખક : મહેશ દવે


4} ચાલો રવીન્દ્ર સફરે . . ! – તૃતીય પગલું , [ Link ]

સંપાદક : નિવ્યા પટેલ  ,  અનુવાદક : અંબાલાલ પુરાણી


3} ચાલો રવીન્દ્ર સફરે . . ! – દ્રિતીય પગલું , [ Link ]

સંપાદક : નિવ્યા પટેલ  ,  અનુવાદક : અંબાલાલ પુરાણી


2} ચાલો રવીન્દ્ર સફરે . . ! – પ્રથમ પગલું , [ Link ]

સંપાદક : નિવ્યા પટેલ  ,  અનુવાદક : અંબાલાલ પુરાણી


 1} મેલુહા ( The Immortals of Meluha ) , [ Link ]

સંપાદક : અમીષ ત્રિપાઠી  ,  અનુવાદક : વર્ષા પાઠક

11 thoughts on “Books”

 1. હેલ્લો નીરવભાઈ,
  એક પુસ્તક વિષે માહિતી જોઈએ છે.
  યશવંત મહેતાનું પુસ્તક “વિશ્વશ્રેષ્ઠ વાર્તાઓ”.
  http://www.amazon.in/VISHVASHRESHTH-VARTAO-%E0%AA%AF%E0%AA%B6%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%A4-%E0%AA%AE%E0%AA%B9-%E0%AA%A4-Yeshwant/dp/8184809646/ref=sr_1_8?ie=UTF8&qid=1496980058&sr=8-8&keywords=vartao

  એ આ પુસ્તકનું ટ્રાસ્લેશન છે? “The World’s Greatest Short Stories”
  http://www.amazon.in/Worlds-Greatest-Short-Stories/dp/8172240589/ref=sr_1_3?ie=UTF8&qid=1496981223&sr=8-3&keywords=short+stories+collection

  તમને કદાચ ખબર ન હોય તો ક્યાંકથી માહિતી શોધી આપજો.

  થેંક્યું.

  Like

  • બનતા સુધી આ સ્વતંત્રપણે રજુ કરાયેલો અનુવાદ છે ; મતલબ કે લેખકને પસંદ પડેલી વિખ્યાત વાર્તાઓ [ નહિ કે તમે કહેલ પુસ્તકનો અનુવાદ ]

   બીજું તો કઈ ખ્યાલ નથી પણ મહદંશે ‘ વિશ્વશ્રેષ્ઠ વાર્તાઓ ‘ ગુર્જર’નું જ પ્રકાશન છે અને મળી શકશે [ એમેઝોન પર પણ હશે જ ને ] જવાબ આપવામાં કૈક સમજફેર થઇ હોય તો ધ્યાન દોરશો .

   Like

   • નિરવભાઈ, આ ગુજરાતી પુસ્તકો ઓનલાઈન ખરીદવા માટે વાંચક ખચકાય છે એનું આ એક કારણ છે કે, મોટા ભાગે કોઈપણ ગુજરાતી પુસ્તકો વિષે સંક્ષિપ્તમાં વર્ણન ‘Details about book’માં કશું જ મુક્તા નથી (સિવાય ફોટો). પુસ્તક વિષે કોઈ જ માહિતી ન હોય તો અમુક વાંચકો પડતું મૂકે. રેવાદે! હવે કઈ ખરીદવું નથી…
    પુસ્તકો વિષે પ્રોપર માહિતી મૂકી હોય તો લેવું કે ન લેવું નક્કી કરી શકાય?! અને આવું ખાતું લગભગ બધી સાઇટો ઉપર છે.
    આમાં જોકે આપણે કશું ન કરી શકીએ. પણ આતો જસ્ટ વાત છે!

    Like

    • ડિટ્ટો ! મારી મનની વાત કહી દીધી . .

     બીજું કે જે પુસ્તકોનું તેઓએ અને પ્રકાશકોએ નક્કી જ કરી લીધું હોય કે આ જ પુસ્તકો જ્યા હોય ત્યાં લોકોની નજરમાં ચડવા જોઈએ ; જેમકે સેલ્ફ હેલ્પ / મોટિવેશનલ / ટાર્ગેટેડ નોવેલ્સ / હોઠનો ખૂણો પણ ન મલકે એવું હાસ્યસાહિત્ય અને કઈ કેટલુંય . . .

     ત્રીજું કે કોઈ વાર જે તે પ્રકાશન સંસ્થામાં હું કોઈ જુના પુસ્તક વિષે ફોન કરું તો મહત્તમ કિસ્સામાં તેઓને ખ્યાલ જ ન હોય કે આ પુસ્તક તેમનું જ છે અને પ્રાપ્ય છે કે અપ્રાપ્ય ! ગુજરાતી સાહિત્યના કઈ કેટલાયે જુના ક્લાસિક પુસ્તકો ધીમે ધીમે ખૂણામાં ધકેલાતા જાય છે અને તેમના વિષે જે તે પ્રકાશન જ ઉદાસીન વલણ સેવે છે.

     જોકે ‘ http://www.prathamgujaratibooks.com/ ‘ ઘણી સારી સાઈટ છે , ઘણા એટલે ઘણા જુના / દુર્લભ પુસ્તકો ત્યાંથી ખુબ જ ઉમદા સહકાર થકી મેળવી શકાય છે ( અને તેઓ જે તે પુસ્તક વિષે સંક્ષિપ્ત માહિતી પણ આપે છે. )

     Like

 2. ગુજરાતી સાહિત્યને આજના સમયમાં જીવતું કરી શકાય?
  નીરવભાઈ, એક વાત મારા મનમાં ઘણા સમયથી ઘોળાયે જાય છે. આજે એ વાત તમારી સાથે શેર કરવાની ઈચ્છા થાય છે.
  હું માનું છું કે, આજના આ ડિજિટલ યુગમાં આપણાં શ્રેષ્ઠ ગુજરાતી લેખકોના પુસ્તકોનું વાંચન ગઇકાલ કરતાં આજે ઘટ્યું છે. વાંચકો ધીરે-ધીરે વેરાતાં જાય છે. કારણ? સ્માર્ટફોન અને ઇન્ટરનેટ. વાંચકોને ટૂંકું ટૂંકું અને તરત જ વાંચી લેવાય એવું જોઈએ છે જે વોટ્સેપ અને ફેસબૂક પર પુષ્કળ માત્રમાં હોય છે. સ્ક્રોલ અપ કરીને જોઈ જોવે કે મોટું છે! અને હોય તો પડતુંયે મૂકે.
  આ સ્માર્ટફોન અને ઇન્ટરનેટ પર ટૂંકું ટૂંકું વાંચે છે એનો વાંધો નથી. પણ જે ગુજરાતી સાહિત્યના ઉત્કૃષ્ટ સાહિત્ય છે એ ઓછું વંચાય છે. હરકિશન મહેતા, અશ્વિની ભટ્ટ, કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ, વર્ષા અડલજા, ચંદ્રકાંત બક્ષી બીજા કેટલાય દિગ્ગજ લેખકોએ અદભૂત પુસ્તકો ગુજરાતી સાહિત્યને આપ્યા છે. પણ કેટલા લોકો એ સાહિત્યને વાંચે છે? કેટલા લોકો એ પુસ્તકોને ખરીદે છે?
  સાવ એવું પણ નથી કે ગુજરાતી વાંચકો લાંબુ વાંચતાં નથી. જો પુસ્તકનો કથનરસ રસાળ અને તલ્લીન કરે એવું હોય તો વાંચક એ વાર્તા પૂરી કર્યા વિના પુસ્તક મૂકે નહીં. (પીળા રુમાલની ગાંઠ, જડ ચેતન વાંચ્યા પછી અનુભવ્યું. જોકે હું ગુજરાતી સાહિત્ય છેલ્લા બે વર્ષથી વાંચવાનું શરૂ કર્યું છે અને લખવાનું છેલ્લા એક વર્ષથી. અંગ્રેજી અને ગુજરાતી બન્ને. હું કઈ પ્રોફેસનલ લેખક નથી, પણ એક દિવસ જરૂર. ઈન્સાહઅલ્લાહ.)
  નીરવભાઈ, મારો એક અનુભવ અને વિચાર શેર કરું છું.
  ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત લેખકના પુસ્તકો પણ લાઇબ્રેરીમાં આવેલેબલ નથી હોતા! હા, એ પુસ્તક કોઈ વાંચવા લઈ ગયું હોય તો એ વાત વ્યાજબી લાગે, પણ એમના પુસ્તકો હોતા જ નથી અને જો ગમતું પુસ્તકો મળે એમાં વચ્ચેના અડધા પત્તા ફાટી ગયેલા હોય, અમુકમાં છુટ્ટા રખડતા હોય, અમુકમાં પાછળના દસ-બાર પત્તાં જ ન હોય! હવે ખૂની કોણ હતો એ જાણવા અહીં હું તલપાપડ થતો હોઉ ને તો સાલું આગળ કશું વાંચવા જ મળે!
  ગુજરાતમાં ગુજરાતી પુસ્તકોની લાઇબ્રેરીમાં શ્રેષ્ઠ લેખકોના ગુજરાતી પુસ્તકો જ ના મળે આનાથી મોટી કરુણતા ગુજરાતી સાહિત્ય માટે શું હોય? મેં હમણાં ક્યાક સાંભળ્યુ હતું કે એક ભાઈ શિકાગોના એક ગામમાં બસ અમસ્તું જ ટ્રાવેલલિંગ કરવા ગયા હતા, ને એમણે ત્યાનું પુસ્તકાલય જોયું તો છક્ક થઈ ગયા ! વડોદરાની એમએસ યુનિવર્સિટીના મુખ્ય પુસ્તકાલય કરતાંયે એ મોટું હતું. અને એમાંયે તમને નવાઈ પમાડે એવી તો વાત એ છે કે; ત્યાં ગુજરાતીના 20 પુસ્તકો આવેલેબલ હતા. સરસ્વતીચંદ્રના 1-4 ભાગ અને બીજા ત્રણેક નામ કહ્યા હતા. (પણ યાદ નથી.) એ ભાઈએ લિબ્રેરીયનને પૂછ્યું કે; ‘ગુજરાતી પુસ્તકો અહીં કેમ રાખો છો?‘ પેલા ભાઈએ કહ્યું; ‘ અહીં કેટલાક ગુજરાતી પરિવાર પણ રહે છે એટ્લે એમના માટે ખાસ વસાવ્યા છે.‘
  આપણે ત્યાં તો સમગ્ર ગુજરાતી ભાષા બોલાય એવા ગુજરાતીઓ ખુદ ગુજરાતમાં વસે છે અને છતાંય આપણી લાઈબ્રેરીમાં ગુજરાતીના શ્રેષ્ઠ લેખકોના પોપ્યુલર પુસ્તકો મળતા નથી, જો ગુજરાતીના પુસ્તકો વેચાય કે વંચાય નહીં તો આપણી ભાષા જેટલી સમૃધ્ધ ગઇકાલે હતી એટ્લે સમૃધ્ધ આવતીકાલે હોવાની? આ મેં પાલનપુર લાઇબ્રેરીની વાત કરી. બબ્બે મુખ્ય લાઇબ્રેરીમાં મેમ્બરશિપ લીધી છે તોયે આવી હાલત છે.
  ચાલો આતો ખોટ-ખામીઓ કાઢી ગુજરાતી સાહિત્યની જર્જરિત લાઈબ્રેરીની.
  ગુજરાતી સાહિત્યને વધુ જીવંત અને વધુ વંચાતું કરવા શું કરવું? (મેં શરૂઆતમાં જે વિચાર મનમાં ઘૂંટાયે જતો એની વાત હવે કરું છું)
  મૃત્યુ પામેલા ફોરેનના અદભૂત અને વિશ્વવિખ્યાત લેખકોએ ખૂબ ઉમદા અને સાહિત્યની દુનિયામાં એક અલગ છાપ છોડીને ગયા છે. આજે પણ એમનું સાહિત્ય જીવંત છે અને પુષ્કળ લોકો વાંચે છે-ખરીદે છે. શેક્સપિયર, ચાર્લ્સ ડીકીન્સ, લીયો ટોસ્ટટોય, ઓસ્કર વાઇલ્ડ, ક્રિઝોયસ્કી, દોસ્તોવયસ્કી, આર્થર કોનન ડોએલ (શેરલોક હોમ્સ) બીજા ઢગલો લેખકો છે. આ લેખકો તો વર્ષો પહેલા મૃત્યુ પામ્યા છે પણ એમની સાહિત્ય આજ પણ લોકો વાંચે છે. કારણ?
  એમનું સાહિત્ય આજની દુનિયાના સમયમાં પથરાઈ બધે જ વિસ્તૃત થયું છે.
  આજનો સમય એટ્લે ડિજિટલ યુગ.
  એ લેખકોએ કાગળ ઉપર લખેલું સાહિત્ય આજે કોમ્યુટરમાં ટાઈપ થઈ મોબાઈલની સ્કીન પર છેક જઈને પહોંચ્યું છે. વિસ્તર્યું છે. 1500 પેજ માત્ર સ્કીન પર વંચાય. 700gm ના ફોનને હથેળીમાં પકડીને. આજના સમયમાં લોકોની મેંટાલિટી ધીરે-ધીરે ડિજિટલ થઈ ગઈ છે. જોકે એ ખોટું નથી જ. લોકો ડિજિટલ મીડિયમને પહેલું પ્રાધાન્ય આપે છે. પણ વાત એ છે કે જૂના ગુજરાતી પુસ્તકો માત્ર હાર્ડકોપીમાં જ આવેલેબલ છે. પ્રકાશકો પુસ્તકોનો થકડો કરી કાઉન્ટર ઉપર વાંચક ક્યારે આવે ને પુસ્તક ખરીદે એની રાહ જોવે છે. વાંચક પુસ્તક ખરીદવા આવે પણ છે. પણ એ કાઉન્ટર ઉપર નહિઁ. વેબસાઇટ ઉપર ડિજિટલ કોપી પરચેજ કરવા મળતી હોય તો! એમને એમનો મોબાઈલ છોડવો નથી. એ એમનું વળગણ છે. અને એ ખૂબ ગમે છે. એના સિવાય એમનો સુરજ ઊગતો જ નથી. પબ્લિસરોએ વાંચકો જ્યાં ઈચ્છે છે અથવા શોધે છે એ જગ્યાએ એમને જોઈતી વસ્તુ આપો તો એ ખરીદશે. અને જો એમને પુસ્તક ખૂબ ગમશે તો ખરીદશે પણ.
  ટૂંકમાં કહું તો, જૂના ગુજરાતી સાહિત્યને પુસ્તકમાંથી ડિજિટલ ઇ-બૂકમાં લાવો. જો એકવખત ઇ-બૂકમાં સાહિત્ય આવી ગયું પછી એ અમર થઈ ગયું સમજો. એ ગુજરાતી લેખકનું સાહિત્ય જ્યાં સુધી ડિજિટલ યુગ છે ત્યાં સુધી જીવશે અને વાંચશે. આવું હું માનું છે. આતો જસ્ટ વિચાર છે કે આવું કરીએ તો!
  એકબીજી વાત, વાંચકને ક્યાક પુસ્તક મોંઘું પડે છે. જ્યારે અંગ્રેજીના પુસ્તકો એટલાજ પેજમાં હોય તો પણ સાવ સસ્તા હોય છે. ગુજરાતી બુક્સને હાર્ડકવર (પેપરબેક રાખીએ તો!) અને પેજની ગુણવત્તા થોડીક નીચી રાખે તો! વાંચકોને વાર્તામાં રસ છે. હાર્ડકવર અને પેજમાં… કદાચ નહીં.
  ખેર, મને લાગે છે કે નિરવભાઈ તમે આ વિષય પર અદભૂત લેખ લખી એક વિચાર વાંચકો સમક્ષ મૂકી શકો છો. જો તમે આ વિચાર સાથે અગ્રી હોવ તો… 🙂

  Liked by 1 person

  • આપની વાત , અનુભવ અને વર્તારો સાચો છે પણ એ વિષે હું એમ માનુ છું કે વ્યક્તિ ત્રણ રીતે વાચક અને સરવાળે ભાવક બને છે. 1] કુટુંબમાંથી વાંચન અને તેની વાતો અને સરવાળે તેવી ઘડાયેલી વ્યક્તિની ઓથ તળે પુસ્તકો પ્રત્યે આકર્ષણ 2] શાળામાંથી તજજ્ઞ અને ખાસ તો જ્ઞાની અને સમજને પચાવી ગયેલ કોઈ વિરલ શિક્ષકની ભાવવાહી સાહિત્યિક કેળવણી અને વાણી વિદ્યાર્થી અવસ્થામાં આકર્ષી શકે 3] અથવા તો સાવ અંતરથી જ વાંચવાની કુદરતી સરવાણી ફૂટે . . નહિ માતાપિતા કે નહિ શાળા કે નહિ કોઈ અન્ય પ્રેરક [ જેમકે હું 🙂 ] આ ત્રણ સંજોગો સિવાય વ્યક્તિને વાંચક બનાવવી બહુ જ અઘરી છે કેમકે વાંચન એ પ્રેમ જેવું જ છે , કોઈ લોજીક નહિ માત્ર મૅજિક !

   હવે આજકાલના દિવસોમાં કુટુંબ અને શાળામાંથી તે સંસ્કાર તો બહુધા વિલુપ્ત જ થઇ ગયા છે તો રહ્યું ત્રીજું અને છેલ્લું વ્યક્તિ ખુદ જાગે , પણ તે પણ . . . મતલબ કે હું કિંમત [ હાર્ડ કવર કે પેપરબેક ] કે માધ્યમ [ પેપર કે ડિજિટલ ] ને આનો ઈલાજ નથી માનતો કેમકે એટલીસ્ટ દર મહિને કોઈપણ વાંચતો લખતો વ્યક્તિ ઓછામાં ઓછા બે પુસ્તકો તો વસાવી જ શકે [ એનાથી ત્રણ ચાર ગણું તો મોબાઈલ અને મુવીઝ ખાઈ જતા હોય છે અને એ પણ સ્વાભાવિક રીતે , તો પછી કોઈ પણ પ્રકારની ફરિયાદ માત્ર પુસ્તકો બાબતે જ કેમ થાય છે ? ] મતલબ કે હું સર્વે સમસ્યાનું મૂળ આસપાસના વાતાવરણને આપું છું કે જ્યા બાળક તરુણથી લઈને કિશોર બની જાય ત્યાં સુધી કઈ વાંચતા શીખ્યો , મૌલિક વિચારતા શીખ્યો કે નહિ તેના પ્રત્યે સેવાતી ઉદાસીનતાને આપું છું [ જેમકે હું નજીકના કેટલાક વ્યક્તિઓને વાંચવાની પ્રેરણા આપવામાં ઘણી મહેનત બાદ પણ નિષ્ફળ રહ્યો છું ~ તેઓની આંખોમાં પુસ્તકો પ્રત્યે એ કૌતુક દેખાતું જ નથી ! ] છતાં પણ પ્રયત્ન એ તો પ્રયત્ન જ છે , એક પણ વ્યક્તિ જો વાંચવાના રવાડે ચડ્યો તો તેના જેવું પુણ્ય કોઈ નથી.

   હું પણ ચાર પાંચ વર્ષોથી જ સાહિત્યના વધુ ઊંડાણમાં ઉતર્યો છું અને અનુભવ્યું પણ છે કે મોડું તો મોડું પણ સાચા ઠેકાણે પહોંચાયું છે.

   Liked by 1 person

 3. પણ ઇ-બુક એ એકદમ સરળ રીતે ઉપલબ્ધ થઈ શકે એવું મધ્યમ છે.

  Like

તમે શું માનો છો ? જરા કહેશો . . !

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s