Updates [ Hollywood ]

Nebraska , 2013

મોન્ટાના’માં [ અમેરિકા ] રહેતા એક અતિવૃધ્ધ એવા વુડી ગ્રાંટ‘ની આ વાત છે , સરવાળે તો જોકે આખા ગ્રાંટ પરિવારની વાત છે . . આ મુવી’માં કોમેડી ડ્રામા’ની ભરપુર છાંટ વર્તાઈ શકે , પણ સાથે સાથે તે એટલી જ ડ્રામેટિક / ઈમોશનલ અને ફૂલ ઓફ ટ્રેજેડી છે ! ફિલ્મ’ની કઈ ફ્રેમ તમને કઈ ઘડીએ શો આંચકો આપે , તે તો તમે અનુમાન પણ ન બાંધી શકો !! વુડી ગ્રાંટ’ને [ Bruce Dern ] એક મેગેઝીન’માંથી એક લોટરી કુપન મળે છે કે તમને દસ મિલિયન લાગ્યા છે !!! અને મહદઅંશે ખોવયેલા રહેતા વુડી’ને એક દિશા મળે છે અને તે પરબારો પગપાળા લિંકન શહેર તરફ ચાલી નીકળે છે ! [ 1300 કિ.મી + , વાહન’માં જાઓ તો પણ ત્રણ’થી ચાર દિવસ લાગે ! અને આ ભાઈ પગપાળા !! ] માંડ માંડ તેને ઘરે પાછો લવાય છે અને સમજાવાય છે કે આ બધું જુઠ્ઠાણું છે પણ વળી પાછો તે ચુપકે’થી નીકળી જાય છે અને આવું ઘણી વખત બને છે . . આખરે તેનો નાનો દીકરો ડેવિડ [ Will Forte ] કંટાળીને અને કઈક તો દયા ખાઈને તેને પોતાની ગાડીમાં લિંકન શહેર [ નેબ્રાસ્કા ] લઇ જવા તૈયાર થાય છે , અને શરુ થાય છે વિચિત્ર અનુભવોની દાસ્તાન કમ એક અનુભવોને સમૃદ્ધ કરતી રોડ ટ્રીપ કમ પરિવારોનું મળવું કમ ટ્રેજિક ઘટનાઓની હારમાળ કમ ભૂતકાળ’ની ભૂલો અને સ્મૃતિઓને ઉખેળવાની કવાયત કમ દિશાવિહીન રસ્તાઓમાં મળતી એક દિશા ઉર્ફે મંઝીલ 🙂

અહીંયા વુડી’ને રસ્તામાં જ થોડું લાગી જતા તેમને રસ્તામાં જ પડતા વુડી’નાં વતન એવા ” Hawthorne ” રોકાવાનું બને છે અને છબરડામાં છબરડો ભળતા લોકોને એવી જાણ થાય છે કે વુડી’ને જબરદસ્ત લોટરી લાગી છે અને વુડી ત્યાં સેલેબ્રીટી બની જાય છે ! આ બધી ઘટમાળ’માં વુડી કોણ હતો ? કેવો હતો ? તેની ઘટનાઓ ફૂટવા લાગે છે અને ડેવિડ’ને એક અલગ જ વુડી’ની ઓળખાણ થવા લાગે છે . વુડી આમ તો એક સામાન્ય મિકેનિક કમ ભૂતપૂર્વ સૈનિક અને મહાદારૂડિયો હોય છે અને આમ પણ અત્યાર સુધી ડેવિડ પર તેના પિતાની કોઈ ખાસ અસર હોતી નથી છતાં પણ ઘટના બાદ ઘટના , તે તેના પિતાની કોઈ અકળ ઉપસ્થિતિ અનુભવવા લાગે છે અને તેની સાથે [ એક સામાન્ય અને ભૂલોથી ભરેલા દારૂડિયા માણસ ] એક ભાવાનુબંધ’થી જોડાય છે .

nb5

વુડી’નાં પાત્રમાં Bruce Dern‘એ જબરદસ્ત જીવ રેડયો છે અથવા તો કહો કે જીવ કાઢી લીધો છે ! એક ખોવાયેલો / ગુમસુમ / વિચિત્ર / ધૂની / નિષ્ફળ / ઘણું ભૂલી ચુકેલો છતાં પણ તેજ સ્મૃતિઓ’માં રાચતો / એક સજ્જન છતાં પણ લોકો દ્વારા ધિકકારાતો અને છેતરાતો / કૈક છુપાવતો અને વળી કૈક શોધતો , તાગ મેળવતો એક નિર્દોષ અને અતિસામાન્ય વુડી . . કે જે સતત એક પીડા / ઘુટન’માં રાચતો લાગે પણ કહી ન શકાય ! કઈક પૂછતાં તે તરત જ હેં ! કહે . . શું ? મને ખબર નથી અથવા તો કઈક વિચિત્ર અને લબાડ જવાબ આપે [ જેમ જેમ વુડી આગળ વધતો જાય છે તેમ તેમ નીખરતો જાય છે , ગમતો જાય છે અને ઉકેલાતો જાય છે અને તેની આ જ વિચિત્ર પર્સનાલીટી’ને જ એકદમ ઝક્કાસ રીતે રજુ કરે છે , તેના વિજળી’નો શોક લાગ્યા હોય તેવા વેરવિખેર વાળ 🙂 ]

AE22SCNEBRASKAKENNEDY

અને આ પ્યારા અને અકળ બુઢ્ઢા’ની જેવું જ રસપ્રદ અને ધબધબાટી બોલાવી દેતું બીજું પાત્ર છે , વુડી’ની બટકબોલી અને આખાબોલી પત્ની કેટ [ June Squibb ] . તેની પાસે એકેએક વાત’ની ય એક પેટાવાત હોય છે , એક કહાની હોય છે અને એક રહસ્ય હોય છે [ તેણીના વનલાઈનર ગમે તેવી ભારે પરિસ્થિતિમાં પણ એક મુસ્કુરાહટ લાવી દેશે , એ ગેરેંટી 🙂 ] અને આ બંને અતિવૃધ્ધો’ની સામે ઝીંક ઝીલતો ડેવિડ પણ ખરો [ મંદી’માથી પસાર થતો અને તાજેતર’માં જ બ્રેકઅપ’નો ભોગ બનેલો ! ] અને આખરી વાત . . ફિલ્મ પુરેપુરી બ્લેક & વ્હાઈટ‘માં બની છે અને ઝક્કાસ સિનેમેટોગ્રાફી કરી છે Phedon Papamichael‘એ [ ખાલી આકાશમાં વિહરતા વાદળાઓ , વિશાળ એવા ખાલી ખેતરો , છુટ્ટાછવાયા ઘરો અને તેમાં ઉભરાતા વડીલો 😉 અને ખાસ તો મહતમત: લેવાયેલા હરેક પાત્રો’નાં ક્લોઝઅપસ ! ] ફિલ્મ શરૂઆત’માં એકદમ ધીમી છે પણ જેમજેમ ઉઘડતી જશે તેમતેમ ઉત્કંઠા વધતી જશે અને આખીરમાં વુડીને શું મળે છે , તે તો બસ મસ્ત મજાનું રહ્યું 🙂 Must Watch .

Me : 8.5 to 9 / 10 

IMDb :  7.8 / 10 [ 61,000 + People ] – Sept. 2014


Short Term 12 , 2013

આ એક ઈન્ડી ડ્રામા છે [ આ વખતે ખુબ સારી ઈન્ડી ફિલ્મો જોઈ અને મહતમ મારી ફ્રિકવન્સી’ને અનુનાદ કરાવી ગઈ ! ] વાત છે , એક ફોસ્ટર હોમ’ની [ જુવેનાઇલ કેર ફેસેલીટી ] અને તેની સુપરવાઈઝર કમ કાઉન્સેલર એવી ગ્રેસ’ની [ Brie Larson ] . . શોર્ટ ટર્મ 12 નામના આ ફોસ્ટર હોમ’માં એવા બાળકોને રાખવામાં આવે છે [ 18 વર્ષ સુધીનાં ] કે જેમની સાથે બચપણ’માં જ ખુબ ખરાબ વ્યવહાર થયો હોય અને તેઓ મેન્ટલી ડિસ્ટર્બ થઇ ચુક્યા હોય . . અહીંયા તેમને એક ઘર જેવું વાતાવરણ અને મિત્રો’ની સંગાથમાં ફરી જિંદગી’નાં મૂળ પાટે ચડાવવાની કવાયત હાથ ધરાય છે , કે જેના સ્ટાફ’માં તો માત્ર બે છોકરીઓ અને બે છોકરાઓ જ હોય છે કે જે પુરા શોર્ટ ટર્મ 12’ને સંભાળતા હોય છે . . જેમાંથી ગ્રેસ અને મેસન [ John Gallagher Jr. ] બંને લીવ ઇન’માં રહેતા હોય છે પણ ગ્રેસ’ની ભૂતકાળની કોઈ એક વાત સતત તેમને આગળ વધતા રોકતી હોય છે !

શું હોય છે આ વાત ? બધા’નાં ભૂતકાળના ઝખમ પર મલમ લગાડતી ગ્રેસ’નો શું ભૂતકાળ હોય છે કે જે સતત તેને પીડતો હોય છે ? . . બધું જ સરખું થવા જઈ રહ્યું હોય છે , ગ્રેસ’ને ખ્યાલ પડે છે કે તે માં બનવાની હોય છે અને મેસન તેને પ્રપોઝ કરે છે , ત્યાં જ આ ફોસ્ટર હોમ’માં એક છોકરી ‘ જેયડ્ન ‘ આવે છે કે જેની મહતમ પીડાઓ અને ભૂતકાળ ગ્રેસ’ને તેનો ભૂતકાળ યાદ અપાવે છે અને વધારામાં સમાચાર મળે છે કે ગ્રેસ’ના પિતા જેલમાંથી છૂટવામાં હોય છે ! આ બે ઘટનાઓ થકી કૈક અજીબ જ વળાંક આ પ્રવાહમાં આવે છે . . કે જેના માટે તો તમારે આ ઝક્કાસ ઈન્ડી મુવી જોવું જ રહ્યું .

s5

અહીંયા હરેક એટલે હરેક પાત્રનો એક ભૂતકાળ હોય છે , એક આક્રોશ હોય છે , એક ગળામાં બાઝેલો ડૂમો હોય છે કે આંખના ખૂણે ઝળુંબતું આંસુ હોય છે . . કારણકે હરેક’ની પીડા તેમના કોઈ અંગત / નજીકની વ્યક્તિએ જ આપેલ હોય છે [ મહતમ કિસ્સા’ઓમાં તેમના માં-બાપ જ ! અને કેટલાક આતતાયી કિસ્સાઓ’માં તો યૌન દુષ્કર્મ પણ ખરું !!! ] અને આટલી કુમળી ઉંમરમાં તેઓ દિગ્મૂઢ થઇ ચુક્યા હોય છે . . આ મૂવીની લાઈફ મુખ્ય અભિનેત્રી ” Brie Larson ” છે કે જેણે એકેએક દ્રશ્યમાં જરા પણ મેલોડ્રામા કર્યા વિના જેતે ક્ષણ’ને અનેરી ઉંચાઈ’એ જીવી બતાવી છે . . તેણી તે હદે જીવંત અને એકાકાર લાગે છે કે જાણે ખુદ આ બધામાંથી પસાર થઇ ચુકી હોય [ તેણીને ઓસ્કાર નોમીનેશન ન મળ્યું , તે ભારે નવાઈની વાત લાગી ! ]

Short Term 12 Brie Larson and Keith Stanfield

અને તેટલા જ ધારદાર બીજા બે પાત્રો એટલે 1] 18’ની ઉંમરે પહોંચવા આવેલો ઘરેલું હિંસા’નો ભોગ બનેલો ‘ માર્કસ ‘ [ Keith Stanfield ] ( મેસન’ના કહેવાથી માર્કસ મેસન’ને તેનું બનાવેલું રેપ સોંગ ગાઈ સંભળાવે છે – તે સાંભળજો , જાણે કે તેની પીડા તેના શબ્દો સ્વરૂપે ફૂંટી નીકળી છે ! ) અને 2] નવી નવી આવેલી અત્યંત અંતર્મુખી જેયડન [ Kaitlyn Dever ] . . જોકે પૂરી મુવી’માં આટઆટલી ગંભીરતા’ને અવકાશ હોવા છતાં ‘ મેસન ‘ નામનું પાત્ર એક અજબ જ હળવી લહેર છોડી જાય છે [ કે એવું લાગે , કે આવું કોઈ સરળ છતાં જવાબદાર વ્યક્તિ આસપાસ હોય તો જિંદગી’ને બીજો મોકો આપવાનું મન થાય ! ] . . સિનેમેટોગ્રાફી’થી લઈને હળવા હળવા મંદ સ્વરે છેડાતા સ્કોર સુધી આ મુવી’માં કૈક જકડી રાખનારું છે  . . . Must Watch .

s2

Me : 9 / 10 

IMDb :  8 / 10 [ 27,500 + People ] – Sept. 2014


The Wind Rises , 2013

ઘણા સમયથી હું ઈચ્છતો હતો કે કોઈ અદભુત ડ્રામા [ નો ફેન્ટસી / નો કોમેડી / નો એન્ટરટેઈનર / નો એક્શનમાત્ર શુદ્ધ વાસ્તવિક ડ્રામા , મી લોર્ડ ! ] એનીમેશન’માં જોવા મળે અને લ્યો આ હાજર થયું , આ માસ્ટર એનીમેટર ” Hayao Miyazak “નું ” ધ વિન્ડ રાઈઝીસ ” . . . આ વાત છે , ‘ Jiro Horikoshi ‘ની ( ઝીરો ફાઈટર એરક્રાફ્ટ પ્લેન’નાં ડીઝાઈનર ) અને સમયગાળો છે ઈ.સ 1918’ની આસપાસનો . જાપાન’નો સ્વયં સાથે , કુદરત સાથે અને બહારી દુનિયા સાથેનો સંઘર્ષ આ ગાળામાં ચરમ ઉપર હતો અને તે સમયે જાપાન , લોકોની પ્રાથમિક જરૂરિયાતો’ને અવગણી’ને પણ હાઈ ટેકનોલોજી’વાળા વિમાનો બનાવવાની ફિરાકમાં હતું અને તે સમયે જ તેઓને જડ્યો એક વિઝનરી / સ્વપ્નદ્રષ્ટા અને વિમાનોના પ્રેમ’માં પડેલો જુવાનીયો ‘ Jiro Horikoshi ‘ .

ફિલ્મ’માં એકસાથે ત્રણ ટ્રેક ચાલે છે . . 1] જાપાન’ની જેતે સમયની વાસ્તવિકતા અને સંઘર્ષ 2] જીરો’નો અદભુત સંઘર્ષ અને તેનું વિમાનો પ્રત્યેનું પેશન અને 3] જીરો’નો લવ-ટ્રેક ! અથવા તો એમ કહીએ કે જીરો’નું હૃદયના ઊંડાણથી થયેલો અને તે ઉંચાઈ’ઓને જીવી ગયેલો ‘ નાઓકો ‘ સાથેનો પ્રણય સંબંધ . સ્ટુડિયો ઘીબ્લી’નું નબળા’માં નબળું એનીમેશન પણ ધાંસુ હોય છે [ દિવાર’ના અમિતાભ’ની જેમ ડાબા હાથ પર લખવાની છૂટ 😉 ] અને મારી અત્યંત પ્રિય એવી કેટેગરી ” એનીમેશન “માં બધા જ નિયમો તોડીને પણ , હું એનીમેશન’ને વાર્તા’તત્વ કરતા આગળ મુકું છું [ મતલબ કે સ્ટોરી નબળી હોય તો ચાલશે પણ એનીમેશન અને ઈમેજીનેશન તો નબળું ન જ હોવું જોઈએ ! ] અને આ મુવી તો બંને પાસાંઓમાં અદભુત છે .

w3

જીરો’નું પોતાના સ્વપ્ન પ્રત્યે’નું ગાંડપણ / ધગશ અને નાઓકો સાથેનો કલ્પનાતીત નિસ્વાર્થ પ્રેમ બે અલગ જ જીરો’ને દર્શાવે છે . . નાનપણથી લઈને છેક આખરી માસ્ટર ડીઝાઇન સુધી તેના આદર્શ એવા ઇટાલિયન પ્લેન-મેકર ” કેપ્રોની ” સાથે પોતાના સ્વપ્ન’માં સંવાદ [ જી હાં , સ્વપ્ન’માં ] અને તે જ સ્વપ્નો’માં તેને પોતાની મર્યાદા’ઓમાંથી બહાર નીકળીને પોતાની ક્ષમતા હાંસિલ કરતા શીખડાવવું [ એકલવ્ય કેવો એકલો એકલો દ્રોણાચાર્ય’ની મૂર્તિ સામે શીખતો હોય છે , બિલકુલ તેમ જ ! ] અને બીજી બાજુ એક પ્લેટોનિક લવ સ્ટોરી [ અહીંયા આ બંને પાસાઓ એકબીજામાં અદભુત રીતે વણાઈ ગયા છે ] નાઓકો અને જીરો મહતમ એકબીજા સાથે મૌન સંગાથ’માં રહે છે કે જ્યાં એકબીજાનું એકબીજા સાથે હોવું જ એકબીજા માટે સાર્થકતા’ની અનુભૂતિ કરાવે છે , પણ આ લવસ્ટોરી’માં પણ દુખદ વળાંક છે ! શું હતો તે ? તે તો તમારે જ જોવું રહ્યું , આ કલ્પનાતીત સ્વર્ગ સમાન રીચ એનીમેશન’માં [ ખરેખર તો આ મુવી 2013’ની ઓસ્કાર’ની રેસમાં ફ્રોઝન કરતા ઘણું સવાયું નીવડે છે , પણ બેડ લક 😦 ] – – ખાસ કરીને Spring’નાં દ્રશ્યો તો એટલા અદભુત છે કે ઘડીભર તમે દંગ રહી જાઓ , તે હદે તેમાં એક સોંદર્ય / નજાકત / ઠહેરાવ અને ક્લાસ છે . . વૃક્ષો / પાંદડાઓ , ઝરણાઓ અને પવન’ની લહેરખીઓ એટલી તો ચેતનવંતી દર્શાવી છે કે તે સ્પર્શ’નો તમને અહેસાસ થશે : Must Watch .

જીરો’નાં સ્વપ્નમાં કેપ્રોની’નાં ( Caproni ) મુખે કહેવાયેલા થોડાક અદભુત સંવાદો / ઉક્તિઓ :

1} Inspiration unlocks the future. 2} Airplanes are beautiful, cursed dreams, waiting for the sky to swallow them up. 3} She was beautiful, just like the wind.

4} Airplanes are beautiful dreams, engineers turn dreams into reality.

Me : 8.5 / 10 

IMDb :  7.9 / 10 [ 17,500 + People ] – Sept. 2014


Frances Ha , 2013

આ વાત છે ફ્રાન્સેસ‘ની [ Greta Gerwig ] . . એક એવી છોકરી કે જેને શું બનવું છે , શું કરવું છે કે શું મેળવવું છે ? – કાઈ કરતા કઈ ખબર નથી ! એ ન સમજાય તેવી છે , થોડી વિચિત્ર છે પણ ભારે ગમતીલી છે . 27’ની થઇ ગઈ છે પણ પરિપક્વ નથી ! તે ક્ષણ’માં જીવે છે પણ આગલી ક્ષણ’ની ખબર નથી [ કે શું થશે ? અને ક્યા પનારો પડશે ? ] તેની ખાસ દોસ્ત ‘ સોફી ‘ [ Mickey Sumner – એકદમ Cate Blanchett જેવી જ લાગે છે ! ] સાથે એક જ ફલેટ’માં રહેવા અને મજ્જા’ની લાઈફ જીવવા તે પોતાના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી નાખે છે જયારે ઉલટાનું થોડા દિવસો બાદ જ સોફી તેણીના બોયફ્રેન્ડ સાથે જતી રહે છે !! ફ્રાન્સેસ એક ડાન્સ એકેડમી’માં એપ્રેન્ટીસ છે , પણ તેને એ ખબર નથી કે તેને ડાન્સર બનવું છે કે કોરિયોગ્રાફર !! . . પણ તેની આ જ બધી બાબતોને લીધે ધીમેધીમે તે બધાથી પાછળ પડતી જાય છે [ કોઈને બોયફ્રેન્ડ મળી ગયો છે , તો કોઈને નોકરી , તો કોઈએ લગ્ન કરી લીધા છે ! ] તેનો એક મિત્ર તો તેને ‘ અનડેટેબલ ‘ કહે છે !

પણ સબૂર ! આ કોઈ વ્યક્તિના પતન’ની વાત નથી કે નથી અહીંયા કોઈ ફરિયાદોના પોટલા ! આ ફ્રાન્સેસ’ની વાત છે કે કેવી રીતે તે સતત હસતી હસતી [ ક્યારેક આંખ’નાં ખૂણે આંસુ લઈને ] આ બધામાંથી શીખતી શીખાવતી નીકળી અને મને અડી ગઈ 😉 [ ફ્રાન્સેસ’નું પાત્ર એ રીતે ઘણો સમય મારી જાત’ને પ્રતિબિંબિત કરતું લાગ્યું કે આ બંદો કે બંદી કઈક વિચિત્ર છે , કૈક લબાડ છે 😉 ]

f1

પણ એક વાત કહી દઉં કે તેની જિંદગીમાંથી જતા રહેલા કે આવી રહેલા બધા જ લોકોને ફ્રાન્સેસ ગમે છે જાણે તેનામાં કઈક ગમતીલું છે , મોજીલું છે ! બીજા શબ્દોમાં કહું તો તે જીવંત છે 🙂 તમને તે વિચિત્ર લાગશે , લબાડ લાગશે , તેણીએ પ્રેક્ટીકલ થવું જોઈએ એવું લાગશે , ગુસ્સો પણ આવશે , તેના ઉપર હસવાનું અને તેની સાથે હસવાનું મન થાશે . . એકંદરે તે તમને પોતાનું પાત્ર લાગશે અને તેણી ક્યારેય ન બદલાય તેવું તમે ઇચ્છશો .

f5

આ મુવીને ત્રણ પરિબળો સિમ્પલ બટ સ્ટાયલીશ બનાવે છે , 1) ફ્રાન્સેસ’નું પાત્ર ભજવતી ” Greta Gerwig2) ન્યુયોર્ક સીટી 3) અને બ્લેક & વ્હાઈટ ફોર્મેટ . . જી હાં , પૂરી મુવી બ્લેક & વ્હાઈટ’માં છે કે જે તેને એક નોસ્ટાલ્જિક અને ક્લાસિક ફીલિંગ આપે છે . અને હજુ એક વાત કહી દઉં કે Greta Gerwig’એ આ મુવી’નો સ્ક્રીનપ્લે પણ ડિરેક્ટર Noah Baumbach’ સાથે લખ્યો છે !! આ મુવી ઘણી જગ્યાએ ઝરણાં જેવી વાંકીચુકી પણ સરળ અને ઘણી જગ્યાએ શાંત અને ઊંડા જળ જેવી ઉદાસીન પણ છે , પણ કદાચિત એ જ જિંદગીના રંગો છે . . ઘણી વિચિત્ર પણ મસ્ત મજાની ઈન્ડી મુવી એટલે ” ફ્રાન્સેસ હા ” [ આ ‘ હા ‘ એટલે શું ?છેક અંત’માં તેનો ખુલાસો છે : એકદમ સીલી અને સિમ્પલ 🙂 ]

Me : 8.5 / 10 

IMDb :  7.5 / 10 [ 27,000 + People ] – Sept. 2014


Philomena , 2013

આ વાત ફિલોમીના [ Judi Dench ] નામની એક વયોવૃદ્ધ નન’ની છે અને વાત છે , તેનાથી વિખૂટા પાડી દેવાયેલા તેના દિકરા’ની ! જી હાં , આ મુવી સત્યઘટના પર આધારિત છે . . આયુષ્ય’નાં આખરી દાયકામાં ફિલોમીના આ રહસ્ય પોતાની દીકરી આગળ છતું કરે છે કે તેણીનો એક દીકરો તેની પાસેથી છીનવી લેવાયો હતો [ નન’સ કોન્વેન્ટ્રી’માં ] અને તેને એક દંપતીને દત્તક આપી દેવામાં આવ્યો હતો , પણ હવે તે તેને શોધવા માંગે છે ! [ 50 વર્ષો બાદ !! ] અને આ શોધમાં તેની મદદ કરે છે , એક ધીર-ગંભીર , મિતભાષી અને ઓછું બોલનાર / અકડો [ છતાં પણ સારો , સાચો અને નાસ્તિક ! ] એવો BBC’નો એક્સ-પત્રકાર માર્ટિન સિકસ્થસ્મિથ [ Steve Coogan ] .

p1

આ મુવી પહેલી નજરે એક રોડ’મુવી અને કૈક અંશે કોમેડી હોવાનો ભાસ તેના પોસ્ટર અને ટ્રેઇલર પરથી લાગી શકે , પણ જયારે આપણે ફિલોમીના’ની જિંદગીના તે દોજખ જેવા વર્ષો’ની સફરે જઈએ ત્યારે તેની તકલીફો અને મજબૂરી’થી અભિભૂત થયા વિના ન રહી શકાય ! આ 1950’નાં સમયની વાત છે , સ્થળ છે – હાડોહાડ ચુસ્ત કેથોલિક નન’સ’નું સ્થળ / આયર્લેન્ડ [ કે જ્યાં ફિલોમીના’નાં પિતા તેને તરછોડી આવ્યા હતા કારણકે ધાર્મિક નજરોમાં તેણીએ અવૈધ સંબંધ બાંધ્યો હતો અને એક બાળકને જન્મ આપવાની હતી ! ] અને આ જ સ્થળે ફિલોમીના તેણીના જિંદગી’નાં આગલા ત્રણ વર્ષો એક નોકરડીની જેમ ગુજારવાની હતી !!!

p2

આ મુવી’ની જાન તો બેધડક એકએક ફ્રેમ્સ’માં તમને સ્પર્શી જતી જૂડી ડેંચ જ છે . . જે રીતે આટઆટલા અન્યાયો સહન કરીને પણ તેણી તેની આસ્થા નથી ગુમાવતી અને સાચા અર્થમાં ઇસુ’નાં ક્ષમા’નાં ગુણોને આત્મસાત કરે છે તે તો તમને આખરી ક્ષણોમાં જ જોવા મળશે , સાથોસાથ એ ગાળો કે જયારે આ બધા ધાર્મિક સંપ્રદાયો / સ્થળો’નો જે પડદા પાછળનો કાળો કેર હતો તેની પણ એક અંધારી દુનિયાનો તમને ઝાટકો આપતો પરિચય કરાવશે .

p4

મુવી એટલી તો ઇઝીલી સેટઅપ થાય છે કે ઘડીક તો થ્રિલર , તો ઘડીક પાછું એક અત્યંત સરળ મુવી લાગશે ! જેમજેમ એક પછી એક પડળ ઉખડતા જાય છે તેમ તેમ ફિલોમીના’ની એક ” માણસ ” તરીકે પાકી ચૂકવાની અનુભૂતિ થતી જણાશે અને તેની સામે જ અત્યંત સાહજિક રીતે એક કોન્ટ્રાસ્ટ તરીકે માર્ટિન’ની ભૂમિકામાં સ્ટીવ કુગન નાસ્તિક વ્યક્તિ’ની ભૂમિકામાં ખીલી ઉઠ્યો છે . . ફિલોમીના’ની એક પછી એક ઉઘડતી લાક્ષણિકતાઓ તમને અચંબિત કરી દેશે તેટલી હદે તેણી તેના હાવભાવ અને સંવાદ’માં સ્પોનટેનીયસ છે  . . . One of the descent & pleasant surprise 🙂

Me : 8 / 10 

IMDb :  7.7 / 10 [ 49,500 + People ] – Sept. 2014


26 thoughts on “Updates [ Hollywood ]”

 1. બોલીવુડ હોલીવુડની સરખામણીય કેમ કરવી..? સેવીંગ મી. બેંક્સ…, અમેરીકન હસલ… વોલ્ટર મીટ્ટી મજા આવી…અને આભાર તમારો કે તમે ફ્રીડા જેવા ટાઇટલ સાથે ભેટો કરાવ્યો… ક્યુરીઅસ ટુ વોચ નાઉ…!!!

  Like

  • ફ્રીદા’નાં પાત્રમાં સલમા હાયેક’એ જીવ રેડી દીધો છે . . એક મુગ્ધા’થી લઈને એક ઉભરતી કલાકાર , એક પ્રેમ’માં દગો પામેલી – સ્વાસ્થ્ય’માં દગો પામેલી , એક મિત્ર , એક સ્વછંદી છતાં સંપૂર્ણ કહી શકાય તેવી સ્ત્રી એ તમામ મનોભાવ તેણીએ ગજબની હદે ઉપસાવ્યા છે . . મસ્ટ વોચ .

   Like

 2. 300 : જક્કાસ movie (મને તો ગમી હો ભાઈ).

  Like

 3. નીરવભાઈ નેબ્રાસ્કાના ધાંસુ background music ને તો તમે ભૂલી જ ગયા.
  અદભુત અને અવિશ્મરણીય…. હજી મારા કાનોમાં ગુંજી રહ્યું છે.
  ઉપરાંત ડેવીડના પેલા બે આળસુ કઝિન…થોડીવાર માટે આવીને પણ મઝા કરાવી જાય છે.

  Like

  • માણસ માત્ર ભૂલ’ને પાત્ર 🙂 પણ હવે તો યાદ પણ નથી 😉 કદાચિત બીજી વાર જોઇશ ત્યારે તમને યાદ કરીશ 🙂

   હાં , એ બંને આળસુઓ જબ્બર હતા [ એ બંને પડ્યા પાથર્યા રહેતા હતા અને આ ડોહો પગપાળા નીકળી પડ્યો હતો 😉 ] આપને મુવી પસંદ પડ્યું તે બદલ આનંદ થયો [ હમણાં જય વસાવડા’એ તેનો સવિસ્તાર ઉલ્લેખ પણ કર્યો હતો , તેમની કટાર’માં ! ]

   Like

 4. ભૂલ-ચૂક લેવી-દેવી માફ કરજો પાસ કરજો (મારો મિત્ર પરિક્ષા પેપરમાં હંમેશા આ વાક્ય લખતો) એટલો કોન્ફિડન્સ 🙂
  તકલીફ બદલ સોરી..
  અને હા..બંને ફીલ્મ તમારા શબ્દોમાં કહું તો આલાતરીન બની છે.
  અને ધ વોક માં બેકગ્રાઉન્ડમાં વાગતો અત્યાર સુધીનો આપણે વારંવાર સાંભળેલો માસ્ટર પિયાનો પીસ

  Like

  • મિત્ર અહીંયા બ્લોગ પર નો સોરી / નો થેંક્યું – બસ ગમતાનો ગુલાલ 🙂 [ આ તો માત્ર એક સૂચન હતું કે જે મને પણ ભૂતકાળમાં કોઈએ કરેલું 😉 ]

   ખરેખર તો વોક , એવરેસ્ટ અને માર્શિયન એ ત્રણેય મુવીઝ ટોકીઝ’માં જ જોવી હતી , પણ પણ પણ . . .

   જયારે બીધોવન’નું નામ પણ ન્હોતું સાંભળ્યું તે પહેલાનું સાંભળેલુ આ અદભુત સર્જન ! મનોવિહાર’માં વિહરતા હોઈએ ત્યારે અને જાગતા સ્વપ્નો જોતા હોઈએ ત્યારે પણ એક તંતુ બંધતું અદભુત સંગીત [ જોકે તેમની અન્ય રચનાઓ સાંભળી નથી અથવા તો ખ્યાલ જ નથી ! તે બાબતે અમો જરા ઠોઠ નિશાળિયા છીએ 😉 ]

   Like

 5. ગઇકાલે Batman vs Superman જોયું.
  છેલ્લે…
  અેક છોકરો-અલ્યા તારી સુપરમેન મરી જ્યો?
  બીજો – સુપરમેન (ભાર દઇને) કદી મર જ નહિ
  ત્રીજો – જો અમણ કબર તોડી ન બાર આવશે
  and guess What?? 🙂

  Like

 6. Watched ‘The da Vinci code’ and ‘Angels & Demons’ back2back. mentally getting ready for Ron Howard’s next mystery/thriller.
  And a bit of laugh 😁

  Like

 7. Dunkirk 🙂

  Like

 8. edge of seventeen માં ટોપિક સારો છે, પણ જમાવટ કરી શકી નહિ. તમે મુક્યા એ ડાઈલોગ્સ સુપર્બ ..

  Liked by 1 person

 9. kingsman the golden circle
  IT

  Like

 10. Diwali vacation at home
  [Wind river
  Cold moon
  The big sick
  Baby driver
  Jungle
  Our souls at night]
  And many more…

  Like

તમે શું માનો છો ? જરા કહેશો . . !

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s