ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,


1] અને આજના જ દિવસે ગુજરાતી બ્લોગ’જગતમાં હું જન્મ્યો હતો . . . ત્રણ વર્ષ !!! મને તો એકાદ વર્ષ પણ જશે કે કેમ એ આશંકા હતી કેમકે મારા બ્લોગ પર મહત્તમ વાતો મુવીઝ’ને લગતી જ થતી હોય છે , છતાં પણ આટલે સુધી પહોંચાયું તો તે માત્ર ને માત્ર બ્લોગ’લાડીલા વાંચકો કમ મિત્રો’ને કારણે જ સ્તો 🙂

2] ધીમે ધીમે કરીને થોડું થોડું તો લખાયું , રંગ પુરાયા , ચિત્રો અને (વિ)ચિત્રો’ની વણઝાર ઉમેરાઈ , અંગત ફિલોસોફી’ની માત્રા વધતી ગઈ . . . બ્લોગ’નો ખૂણે ખૂણો સજાવાતો ગયો , નવા નવા ફીચર્સ અને પેઈજ ઉમેરાતા ગયા અને આખરે આ નાજુક બ્લોગ’શમણું મારો શોખ , લગાવ અને રોમાંચ’નું કારણ બની રહ્યો . . . [ અને માટે જ મારા કારણે બ્લોગ નહિ પણ બ્લોગ’ને કારણે હું ટકી રહ્યો ! ]

3] હજુ આવતા વર્ષે પણ બ્લોગીંગ કરતો હોઈશ કે નહિ તેની પણ આશંકા છે [ મૂળે , હું મૂડી માણસ રહ્યો ને ! ] પોસ્ટ’નું લખાણ ટૂંકાવવાની અને એ બહાને સમય બચાવવાની નિષ્ફળ કવાયત આ બ્લોગ પર ઘણી વખત થઇ ચુકી છે અને માટે જ આ વર્ષથી હું બોલીવુડ મુવીઝ’ની વાતો અને રિવ્યુઝ બંધ કરી રહ્યો છું [ માત્ર હોલીવુડ અને વર્લ્ડ સિનેમાને તે પણ શક્ય તેટલા ટૂંકાવીને ]

4] પુસ્તકો’નું જીવંત તત્વ બ્લોગ’ને સ્પર્શતું રહે તે માટે Recent Read , Recent watch સીરીઝ તો છે જ પણ વધારામાં હું દર 10 દિવસ’નાં અંતરાલે મારા પુસ્તકો’ની માત્ર ઝલક આપતી પોસ્ટ રજુ કરીશમારા પુસ્તકો’ની ઝાંખીસીરીઝ હેઠળ [ એ બહાને મારા પુસ્તકોની યાદી અને અનુક્રમ બ્લોગ પર સચવાતો થશે 🙂 ]

5] આજની કેડ ભાંગી નાખે તેવી લાંબીબીબીબીબી . . પોસ્ટ’થી 2014’ની હોલીવુડ અને વર્લ્ડ મુવીઝ’નું સમાપન થાય છે [ ત્રણ ચાર મુવીઝ હજુ પણ બાકી છે પણ તે માત્ર જોવાશે જ , ચર્ચાશે નહિ ] અને માટે જ આવતી પોસ્ટ 2014’નાં મુવીઝ’ના સરવૈયા’ની હશે :: ગ્રેટ મુવીઝ ઓફ 2014 .

6] ગયા વર્ષે અને તેના અનુસંધાન’માં આ વર્ષે પણ ઘણા વર્લ્ડ મુવીઝ જોવાયા [ હોલીવુડ અને ઇન્ડિયન સિનેમા’ને બાદ કરતા , બાકી’નાં દેશો’ની મુવીઝ ] જેમ આપણી પ્રાદેશિક મુવીઝ’ની શરૂઆત સાઉથ’ની ફિલ્મોથી જ થતી હોય છે [ મહત્તમ ભાગે અર્થસભર એવી બંગાળી / મરાઠી અને મલયાલમ મુવીઝ તો જોવાતી જ નથી ] તેવી જ રીતે વર્લ્ડ મુવીઝ’નાં સીમાડે સૌ પ્રથમ પરિચય ચાઇનીઝ મુવીઝ’થી જ થયેલો 🙂 પણ ધીમે ધીમે બાદમાં ખરી અને ક્લાસિક એવી વર્લ્ડ’સિનેમા’નો પરિચય થતો થયેલો અને આ બે વર્ષો’નાં પરિણામે જ અંદાજે 25’થી 30 ગુણવત્તા’સભર ફિલ્મો જોવાતી થયેલી [ જેમાં ઈરાની , જાપાની , કોરીયન , આફ્રિકી , ફ્રેંચ અને બ્રિટીશ સિનેમા’નો અદભુત અનુભવ થયેલો ] માટે જ , જયારે હવે ગાડી સાચા પાટા પર ચાલી નીકળી છે ત્યારે બધી જ જોયેલી વર્લ્ડ મુવીઝ’ની માત્ર યાદી અહીંયા પ્રદર્શિત કરાશેWorld Cinema , I’ve Seen . . so far


Total Movies – 5 + (8) ~ ~ ~ Pictures – 64 Still & 8 Gif

It would take 5 to 6 minutes to load the whole post .


Couldn’t Elaborate or Talk’upon


Ida , 2014 [ Poland ]

1960’નાં પોલેન્ડ’ની વાત છે . એના’ને [ Agata Trzebuchowska ] નન તરીકે’નાં આખરી શપથ લેવાના બાકી હતા ત્યારે મધર સુપીરીયરે એના’ને કહ્યું કે તારા માતા’પિતા તો હયાત નથી પણ એક માસી છે તેણે પણ કોઈ’દી સંપર્ક રાખ્યો નથી તો તારે તેમને શપથ પહેલા મળવા જવું હોય તો જઈ આવ અને મહદઅંશે ચર્ચ’ની બહારની દુનિયાથી અજાણ એવી એના શહેર’માં માસીને મળવા નીકળી પડે છે પણ બંને’એ એકબીજાને કોઈ દિવસ જોયા સુધ્ધા નથી !

i3

માસી ‘વાંડા’ [ Agata Kulesza ] તરફ’થી ઠંડો આવકાર મળે છે કે જે કમ્યુનીસ્ટ પોલેન્ડ’ની એક કઠોર જજ હતી પણ આખરે જૂની સ્મૃતિઓ સળવળતા અને કૈક ઋણાનુબંધ’થી દોરવાઈને વાંડા એના’ને તેની ખરી ઓળખ વિષે જણાવે છે કે ખરેખર તો તેણી જ્યું હતી અને તેનું અસલી નામ ઈડા હોય છે અને તેના માતા’પિતાની બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન હિટલરે કરેલા યહૂદી’સંહાર દરમ્યાન જ કતલ થઇ હતી !! પણ છેવટે બંને ઈડા’નાં માં’બાપ’ની ખોવાયેલી કબર શોધવા નીકળે છે અને શરુ થાય છે એક રોડ’ટ્રીપ’ની શરૂઆત , સફર’ની શરૂઆત અને ઈડા અને વાંડા’નાં મનોમંથન અને મથામણ’ની શરૂઆત .

i4

દુનિયા ન દેખેલી ‘ઈડા’ અને વધુ પડતી દુનિયા જોઈ ચુકેલી ‘વાંડા’ની જોડી એકમેક સાથે અદભુત કોન્ટ્રાસ્ટ રચે છે ! મહદઅંશે વાંડા’નું પરિસર બોલે છે જ્યારે ઈડા’ની મોટી આંખો ! મોનોક્રોમ’માં બનેલી અને સ્કવેર આસ્પેક્ટ રેશિયોમાં શૂટ થયેલી ” ઈડા ” એક અલગ જ દુનિયા દેખાડે છે [ ગયા વર્ષે પણ બ્લેક & વ્હાઈટ’માં બે અદભુત મુવીઝ જોયેલી : નેબ્રાસ્કા અને ફ્રાન્સેસ હા ] મહત્તમ ફ્રેમ્સ એ રીતે શૂટ થયેલી છે કે વ્યક્તિ કોઈ ખુણામાં આવે અને પાછળ’નો માહૌલ છવાઈ જાય ! કે જે અદભુત ભાસે છે . યહૂદી સંહાર’નાં હજુ તાજા ઘાવ વેઠેલો પોલેન્ડ’નો એ ગાળો ઘણો હોન્ટેડ છતાં પણ અદભુત સુંદર બતાવ્યો છે . ક્લોઝ’અપ શોટ્સ અને ક્લાસિક સિનેમેટોગ્રાફી એ બંને તત્વોએ વ્યક્તિ અને સ્થળ એ બંને’ને કઈક અલગ જ મોહક બતાવ્યા છે . . જોકે અંત તરફ કલાયમેક્ષ’માં જે બે ઝડપી ઘટનાક્રમ ઘટી જાય છે , તે થોડાક ન ગમ્યા !

Me : 8.5 / 10 < I haven’t been anywhere !

IMDb : 7.4 / 10 [ by 26,000 + People ] by July 2015


Penguins of Madagascar , 2014

પેન્ગ્વીંસ ઉડી નથી શકતા ! પણ જો એ ઉય્ડા [ મતલબ કે ઉડયા 😉 ] તો બાકી બધા ગયા કામ’થી ! પેન્ગ્વીંસ અને મિનિઅન્સ આ બે એવા કેરેક્ટર્સ છે કે જેઓ સહાયક ભૂમિકામાં હતા પણ લોકો’ને આજે તેઓ જ યાદ છે અને મુખ્ય પાત્રો યાદ નથી , તેઓએ રીતસર’નાં મુખ્ય પાત્રોને હાઇજેક કરી લીધા છે !

p3

તો આ વખતે માડાગાસ્કર સીરીઝ’માના આ ખેપાની પેન્ગ્વીંસ’ને સ્પીન’ઓફ મુવી મળ્યું . . સોલો સ્ટેજ મળ્યું અને ફરી વખત તેઓએ રોલો પાડી દીધો 🙂 પેન્ગ્વીંસ’નાં કેરેક્ટર્સનાં આ ચાર નમૂનાઓ એટલા માટે મને વધુ ગમે છે કે તેઓ જેટલા બોલ’બચ્ચન છે તેટલા જ રાઉડી રાઠોડ પણ છેડેન્જરસ દબંગ .

p4

ઘણા લોકોને આ મુવી ઠીકઠાક લાગ્યું [ જેમકે : રાજીવ મસંદ , પણ એમ તો તેઓએ જુરાસિક વર્લ્ડ’ને પણ 3.5 આપેલા 😉 છતાં પણ એ ક્રિટિક પર મને માન છે , કેમકે તેનાં સ્ટેટમેન્ટ કરતા પ્રીડકટમેન્ટ વધુ સોલીડ હોય છે ] સોલીડ પંચ લાઈન્સ , ક્વર્કી સ્ક્રીન’પ્લે અને વિજળીક એનીમેશન – જસ્ટ ઓફ માય ટાઈપ ( જોકે અંત તરફ જતા જતા થોડી પકડ ઢીલી થઇ ગઈ હોય તેવું લાગ્યું ! ) : ડાયલોગ્સ’નો એક નમુનો જુઓ

Charlize, they’re on the ray! Helen, hunt them down! Will, hurt them! Halle, bury them! Hugh! Jack! Man the battle stations! Kevin! Bake on! We’re still going to need that victory cake! [ ખબર પડી ? 😉 ] . . & Nicolas! Cage them 😀

Me : 7.5 to 8 / 10 < Kowalski, what’s our trajectory ?

IMDb : 6.8 / 10 [ by 43,000 + People ] by July 2015


Only Lovers Left Alive , 2014 [ Germany / UK ]

એડમ [ Tom Hiddleston ] અને ઈવ [ Tilda Swinton ] બંને વેમ્પાયર્સ હોય છે અને પતિ’પત્ની હોવા છતાં એકબીજાથી માઈલો દુર અલગ અલગ શહેર’માં રહેતા હોય છે , પોતપોતાના અલગ વિશ્વ’માં , ભાવવિશ્વ’માં . . સદીઓથી જીવતા અને વિધવિવિધ દશકા’ઓને ઉગતા અને ખરતા આ બંને પ્રેમી’જીવડા’ઓએ જોયેલા કે જેની અસર તળે એક જીવન’નું વર્તુળ સંકોચતો ગયેલો અને બીજું જીવન’નાં રંગબેરંગી પાસાઓને વિસ્તારતું ગયેલું .

o3

ઓકે , તો આ એક ઓફબીટ છતાં પણ કુલ , સ્ટાય્લીશ અને આર્ટિસ્ટીક મુવી છે કે જે માત્ર’ને માત્ર ગમતીલા કલાકારો એવા Tilda Swinton અને Tom Hiddleston’ને કારણે જ જોવાયેલું પણ જોવાયા બાદ એ આશંકા ખરી પડી કે કંટાળો આવશે ! મારા મૂડી સ્વભાવ’નાં એક અંગત ખૂણે આ મુવી મને સ્પર્શી ગયું  .

o4

સદીઓની ઉથલપાથલ , રાજકીય અને સામાજિક ઉતાર’ચડાવ , વિખ્યાત અને પ્રખ્યાત રાજકારણીઓ / વૈજ્ઞાનિકો / સર્જકો’ની સંગતી , યુધ્ધો , તેમની દ્રષ્ટિ’માં ઝોમ્બી જેવી માનવજાતિ’એ વેરેલો વિનાશ , ફેલાવેલું પ્રદુષિત વાતાવરણ , પ્રદુષિત પાણી અને સરવાળે તેમના ભાગે આવતું પ્રદુષિત લોહી એ હરેક મુદ્દે આ જોડી’ને સાંભળવા જેવા છે . . . એડમ અને ઈવ’ની અલગાવ’માં રાચતી અલગ એવી ધૂની અને તરંગો’માં રાચતી એકમેક ફરતે ફેરા ફરતી આ દુનિયા ઘણી અચંબિત કરશે [ થોડી ઓફબીટ છે પણ જીરવી શકો તો જરૂર જોવા જેવી ખરી ]

Me : 8 / 10 < You drank Ian !?

IMDb : 7.3 / 10 [ by 47,000 + People ] by July 2015


Still Alice , 2014

એલીસ એક પ્રખ્યાત અને સફળ લીંગ્વીસ્ટીક પ્રોફેસર હોય છે . પચાસે પહોંચ્યા બાદ પણ તેનો શબ્દો સાથેનો એ સંવાદ તુટ્યો નહોતો . પ્રેમાળ પતિ અને ત્રણ ત્રણ સંતાનો વચ્ચે તે જિંદગીની સફર માણી રહી હતી , ત્યાં અચાનક જ એક દિવસ તે અલ્ઝાઇમર ”નાં ભરડામાં આવી જાય છે ! અલ્ઝાઈમર થવા માટે હજુ તેની ઉંમર નાની પડતી હતી અને તેનાથી પણ ખરાબ , કદાચિત તે વારસાગત લક્ષણો ધરાવતો હતો [ માટે બાળકોમાં પણ તેના દેખાવાની આશંકા હતી ! ]

sa3

ધીમે ધીમે શબ્દો સાથેનું તેનું અનુસંધાન તૂટવા માંડે છે અને સામેનું જગત ઉકેલાતું નથી રહ્યું તેવી મથામણ થયા કરે છે [ અલ્ઝાઈમર’નું ગુજરાતી સ્મૃતિલોપ કે સ્મૃતિભ્રંશ કરવાને બદલે ‘ શૂન્યમનસ્ક્તા ‘ વધુ યોગ્ય લાગે છેકે જ્યાં વ્યક્તિ શૂન્ય તરફ ગતી કરે છે અને શૂન્ય’ની જેમ જ ફર્યા કરે છે , શૂન્ય’ની જેમ જ વધ્યા કરે છે . . . ]

sa4

જુલીયન મુર’નો એકેએક ફ્રેમ અને મોમેન્ટસ’માં કમાલ’નો અભિનય [ 2014’નાં વર્ષે કેવી કમાલ થઇ ! : બેસ્ટ એક્ટર’ને એ પાત્ર માટે (સ્ટીવન હોકિંગ) ઓસ્કાર મળ્યો કે જેનું મગજ ચાલે છે અને શરીર સ્થગિત થઇ ગયું છે અને બેસ્ટ એક્ટ્રેસ’ને એ પાત્ર માટે ઓસ્કાર મળ્યો કે જ્યાં તેનું મગજ તેની ઓળખ ગુમાવી રહ્યું છે અને શરીર સ્વસ્થ છે !! ] માં’દીકરીનું આખરી દ્રશ્ય મુવીને તેના ટાઈટલ’નો અર્થ સિદ્ધ કરી બતાવે છે [ Kristen Stewart‘નો પણ સંતુલિત એવો વાસ્તવિક અભિનય ]

Me : 8 / 10I am not suffering , i’m struggling .

IMDb : 7.5 / 10 [ by 48,000 + People ] by July 2015


A Most Violent Year , 2014

ટાઈટલ પરથી એમ લાગે કે આ મુવી અનહદ લોહીયાળ હશે પણ નાં ! આ મુવી તો લોહીયાળ માનસિકતા અને ઘટના’ઓથી જોજનો દુર છે ! યાદ છે , ગયા વર્ષનું મુવી All is Lost ? તે જ ડિરેક્ટર’નું આ મુવી છે . વર્ષ છે 1981’નું અને સ્થળ છે ન્યુયોર્ક [ ટાઈટલ એટલા માટે આવું છે કેમ કે 1981’નું વર્ષ ન્યુયોર્ક માટે ગોઝારું સાબિત થયેલું . એમ કહેવાય છે કે તે વર્ષે જેટલા ગુનાઓ ચોપડે નોંધાયેલા તેટલા તો કોઈ વર્ષે નહોતા નોંધાયેલાએ ગેંગસ્ટરો અને ભ્રષ્ટ પોલીસ’કર્મીઓ’નો સમય હતો ! ]

mv3

અબેલ [ Oscar Isaac ] ઓઈલ’નાં બિઝનેસમાં જબ્બર પ્રગતી કરી રહ્યો હતો અને હવે તેને તેની બાજુની જ જૂની જગ્યા તોતિંગ ભાવે ખરીદી લેવી હતી કેમકે તેનાથી તેને સીધું નદીના રસ્તે જ સસ્તું ટ્રાન્સપોર્ટેશન મળી રહેતું હતું અને તેણે તે માટે જબ્બર સાહસ ખેડીને અડધી રકમ પણ ડિપોઝીટ પેઠે આપી દીધી હતી અને બાકી રકમ માટે તેની પાસે મહિનો જ બાકી રહ્યો હતો ! પણ આ દરમ્યાન જ તેની ઓઈલ ટ્રકસ લુંટાવા માંડે છે અને તેના પર કર’ચોરીનું આળ પણ લાગેલું હોઈ જબ્બર તપાસ બેસવાની તૈયારી હોય છે . . આમ  ધીમે ધીમે તે બધી બાજુએથી ઘેરાવા લાગ્યો હોય છે અને અધૂરામાં પૂરું તેની પત્ની એના [ Jessica Chastain ] કે જે એક ગેંગસ્ટર’ની દીકરી હતી તે પોતાના લુંટાયેલા ટ્રકો’ને બચાવવા પોતાના પિતા અને ભાઈઓ’ની મદદ લેવાનું દબાણ કરી રહી હોય છે . . આ બધી લોહીયાળ ઘટનાઓ તરફ દોરી જતા રસ્તા’થી બચવા અબેલ ગજબ સંઘર્ષ કરે છે અને . . [ તે તો તમારે જ જોવું રહ્યું ને 🙂 ]

mv4

એક ધૈર્યવાન , ગર્વિષ્ઠ , સ્વપ્નશીલ , આંખોમાં આંખો નાખીને વાત કરનારા અડગ બીઝનેસમેન’નાં પાત્રમાં Oscar Isaacએ જબ્બર અભિનય કર્યો છે [ આ પાત્ર માટે તેને નોમીનેશન ન મળ્યું , તે જ નવાઈ’ની વાત કહેવાય ] સમગ્ર મુવી ખુબ ધીમી આંચ પર ઉકળે છે કે ઘડીક તો એમ થાય કે હમણાં બઘડાટી મચી જવાની ! એના’નાં પાત્રમાં Jessica Chastain’એ પણ અબેલ’નાં પાત્રને ઘડીક તો પરસેવો વળાવી દીધો છે ! સિનેમેટોગ્રાફીથી લઈને બેકગ્રાઊંડ સ્કોર’માં અવ્વલ . ગાડી સાથે અથડાયેલું હરણ’નું દ્રશ્ય અને હાઈજેક થયેલા ટ્રક’નો પીછો કરતા અબેલ’નું દ્રશ્ય ખુબ જ ઈન્ટેનસ્ડ બન્યા છે . પરફોર્મન્સ માટે જોવા જેવું મસ્ટ વોચ મુવી .

Me : 8.5 / 10 < Don’t look backward . Look forward , 

                                               that’s the only thing you can control 

IMDb : 7.1 / 10 [ by 27,000 + People ] by July 2015


Timbuktu , 2014 [ Mauritania ]

ટીંબકટુ નામ ક્યાંક સાંભળેલું લાગ્યું ને !? Mauritania નામ અજાણ્યું લાગ્યું ને ?! કારણકે ટીંબકટુ એ , ઓસ્કાર માટે’ની Mauritania તરફથી ઓફીશીયલ ફોરેઇન એન્ટ્રી હતી , કે જે ફાઈનલ ફાઈવ’માં સિલેક્ટ થયેલી ! Mauritania એ માલી અને સેનેગલ’ની બાજુમાં આવેલો એક આફ્રિકી દેશ છે . અને આ કથા એ કલ્પનો પર આધારિત છે કે જે વાસ્તવિકતા’ની ભારોભાર અસર તળે પ્રભાવિત છે !

t3

ટીંબકટુ નામના આ સ્થળે કેટલાક કહેવાતા [ અને જાતે બની બેઠેલા ધર્મ’નાં રખેવાળો એવા ] જીહાદી’ઓ રોજ સવાર ઊગ્યે કૈક વિચિત્ર નિયમો લોકો પર લાગુ પાડી દે ; જેમકે : પેન્ટ થોડુક ઊંચું પહેરવું ( કોઈએ વિરોધ નોંધાવ્યો પણ કઈ કારી ન ફાવતા પેન્ટ કાઢીને જ ચાલવા માંડ્યો ! ) સ્ત્રીઓ’એ હાથમાં મોજા પહેરવા ( ફરી એક સ્ત્રી’એ વિરોધ નોંધાવ્યો કે તેને લીધે હું કામ નહિ કરી શકું , તમારે મારા હાથ કાપી લેવા હોય તો કાપી લો ! પણ પેલો કહે : હાથ કાપી લઈશ તો મોજા ક્યા પહેરીશ ? 😀 ) કોઈએ મ્યુઝીક વગાડવું નહિ , શેરીઓમાં ઓટલે બેસવું નહિ , ફૂટબોલ રમવું નહિ ( તો કેટલાય જુવાનીયા’ઓ ફૂટબોલ વિના જ મેદાનમાં રમવા લાગ્યા ! અહીંથી ત્યાં ભાગ્યા કરે અને નેટ’માં ખાલે’ખાલી કિક માર્યા કરેફૂટબોલ જ ગેરહાજર !!! આ દ્રશ્ય તો 2014’ની ફિલ્મો’નાં ટોપ’ટેન દ્રશ્યોમાં સામેલ કરવું પડે તેવું જબ્બર છે 🙂 ) એક પોપ’રેપર એવો વ્યક્તિ આ લોકોમાં વટલાઈ ગયો હોય છે અને જયારે તેને મ્યુઝીક પાપ છે તેવું રેકોર્ડીંગ’માં કહેવાનું કહેવાય છે ત્યારે તેના મોં પરના અસમંજસતા’નાં જે ભાવ ઉપજી આવે છે તે દ્રશ્ય પણ અત્યંત અદભુત છે .

t4

શરુ શરૂમાં રમુજી અને કટાક્ષ મારતી ઘટનાઓ ક્યારે બિહામણી બનવા લાગે કે ઘડીક તો સ્તબ્ધ થઇ જવાય ! દુનિયાના એક ખૂણે ધર્મ’નાં નામે કેવા કેવા ફારસ ચાલે છે તેની મહત્તમ લોકોને તો કલ્પના પણ હોતી નથી . . પ્રાર્થનાસ્થળ’નાં મુખ્ય મૌલાના [ અથવા મૌલવી ] જયારે પેલા જેહાદીઓ’ને જીહાદ’નો સાચો અર્થ સમજાવે છે ત્યારે પણ પેલા ઢક્કનો કાઈ સમજતા નથી ! આ બધી વસાહત’થી દુર વસતું એક પશુપાલક નાનકડું પરિવાર કથાક્રમ આગળ વધ્યે આ લોકોની હડફેટે ચડી જાય છે અને એ નાનકડો હસતો ખેલતો માળો અનિશ્ચિતતા તરફ ધકેલાઈ જાય છે [ Kidane અને Satima એ બંને પાત્રો’નો અભિનય લાજવાબ છે ] અનહદ ધીમું મુવી પણ સ્ટોરી જેટલી સ્ટ્રોંગ છે તેટલું બળકટ તેનું સિનેમેટોગ્રાફી’નું પાસું છે [ કેટલાક લોંગ શોટ્સ તો આલાતરીન લેવાયા છે – જેમકે નદીકિનારે એક ખૂન થયા બાદનું ઢળતી સાંજનું દ્રશ્ય ] જો આ મુવી જોવાનું થશે તો તમે એક દિવસ તો ઓછામાં ઓછી એ ખલેલ અનુભવશો [ ખરેખર , ક્યારેક તો આદિવાસીઓ’ની ઈર્ષા થાય છે ! ]

Me : 8.5 to 9 / 10 < Your Arabic is not appropriate , say in English !

IMDb : 7.3 / 10 [ by 4,900 + People ] by July 2015


Two Days, One Night , 2014 [ Belgium ]

સાન્ડ્રા [ Marion Cotillard ] હમણાં જ ડિપ્રેશન’માંથી બહાર આવી શકી છે [ સ્નેહાળ પતિ અને બાળકો’નાં સહારે ] પણ ત્યાં જ એક માઠા સમાચાર ત્રાટકે છે કે જે સોલાર કંપની’માં સાન્ડ્રા કામ કરતી હતી , તેઓએ તેણીને છુટ્ટી કરવાનું નક્કી કરી લીધું છે [ પડદા પાછળ’ની વાત એ હતી કે ટોટલ 17 કર્મચારીઓ’માંથી જો સાન્ડ્રા’ને પાણીચું આપી દેવાય અને તેણીના ભાગનું કામ બાકીના 16 લોકોમાં ઓવરટાઈમ’નાં હિસાબે વહેંચી દેવાય તો તેમને 1000 યુરો’ઝ જેટલું બોનસ મળી શકે તેમ હતું !!! ] સાન્ડ્રા અને તેનો પતિ અઢળક મહેનત થકી પાંખી કમાણીમાં પોતાના ઘર સુધી પહોંચ્યા હતા અને જો હવે સાન્ડ્રા’ની નોકરી ચાલી જાય તો ઘર ગુમાવવું પડે તેવી સ્થિતિ આવી પડે તેમ હતી !

Two Days, One Night

પણ સ્નેહાળ અને સકારાત્મક પતિ’ને કારણે સાન્ડ્રા વિકેન્ડ ‘માં એ દરેક 16 લોકોના ઘરે જવાનું નકકી કરે છે [ બે દિવસ + એક રાત’નાં ગાળામાં ] , એ આશા’એ કે જો તેઓ પોત’પોતાનું બોનસ જતું કરી શકે તો તેને નોકરી ગુમાવવી નહિ પડે ! પણ તે પહેલા તો સાન્ડ્રા’ને ખુદને જ સંશય હતો , ડર હતો  . . કે ક્યાંક પોતાના આત્મ’સન્માન’ને ઠેંસ ન પહોંચે કે ક્યાંક કોઈ તેનું અપમાન ન કરી બેસે [ મંદીના એ ગાળામાં 1000 યુરો બહુ મોટી રકમ ગણાતી હતી ; જેમકે એક વ્યક્તિના કહેવા મુજબ આ રકમ એક તેના વર્ષના ગેસ અને ઈલેકટ્રીસીટી’નાં બિલ્સ ભરી શકે તેમ છે ! ] છતાં પણ તે નીકળે છે , કચવાતા અને થોથવાતા મને . . .

24

આ મુવી’નાં ડિરેક્ટર Dardenne બ્રધર્સ રિયાલીસ્ટીક એવી સામાજિક જવાબદારી’ઓ અને માનવીય અભિગમ અને મુલ્યો’વાળી ફિલ્મો બનાવવા માટે જાણીતા છે અને આ મુવી પણ તેમણે Naturalism મેથડ’થી બનાવેલી છે [ મતલબ કે એક પાત્ર ચાલીને સામે છેડે જઈ રહ્યું છે તો તે ખરેખર ત્યાં ચાલીને જશે અને તેટલો સમય લેશે , દિવસ’નાં સમયનું શુટિંગ પણ નેચરલ લાઈટ’માં અને આજુબાજુના પરિસર’નાં અસલી અવાજો વચ્ચે થશેતેમનું 1999’માં આવેલું Rosetta અને 2011’માં આવેલું The Kid with a Bike ઓલરેડી વિશ’લીસ્ટ’માં છે . ] તે પરથી એમ લાગે કે મુવી ખુબ જ ધીમું અને નીરસ હશે પણ તેમ નથી ! હરેક પાત્ર’ને ત્યાં સાન્ડ્રા’ને અલગ અલગ પ્રતિભાવો / આવકાર / નીરસતા અને જવાબો મળે છે . . દર નવી જગ્યાએ જતા એમ થાય છે કે હવે શું થશે ? તેના પક્ષમાં જવાબ મળશે કે પછી હડધૂત થઈને નીકળવું પડશે ? અને એ હરેક જગ્યા’એ શરુ’થી લઈને અંત સુધી હરેક ચાલમાં / હાવભાવ’માં / મૂંઝારા’માં / અવઢવ’માં અને આવકારમાં Marion Cotillardએ ગજબ’નો ઓતપ્રોત થઇ જવાય તેવો ઉમદા અભિનય કર્યો છે [ અમથા અમારી ફેવરીટ એક્ટ્રેસ’માંની એક નહિ હોય ! ] એક રીતે આ મુવી વન’વુમન શો બની રહ્યો છે – તેણી હરેક એક્સપ્રેશન’માં સંતુલિત રહી છે – જીતવા કે હારવા કરતા લડવું મહત્વનું છે , એ થીમ અહી કાબિલેતારીફ રીતે ઝીલાઈ છે :: મુવી’નો અંત ઘણો વાસ્તવિક રહ્યો [ અને તેમાં પણ કલાયમેક્ષ’માં આવતો એક નાનકડો ટ્વિસ્ટ પણ ખુબ જ ગમ્યોતમે જોશો એટલે ખ્યાલ આવી જશે . ]

Me : 8.5 / 10Everytime I feel like a beggar,

                                             a thief coming to take their money.

IMDb : 7.4 / 10 [ by 22,000 + people ] by July 2015


Tangerines , 2014 [ Estonia ]

1992’ની આસપાસની વાત છે , સમય છે Gerorgian Abkhasian War‘નાં યુદ્ધ’નો અને સ્થળ છે , એ નાનકડા ગામડાં’ની જગ્યા કે જ્યાં કેટલાક ઇસ્ટોનિયા’વાસીઓ છેક 19’મી સદીથી રહેતા હતા પણ હવે આરપારનું યુદ્ધ છેડાઈ જતા તેઓ ક્રમશ: પોતાના મૂળ વતન ઇસ્ટોનિયા તરફ હિજરત કરી જાય છે [ કેમકે તેઓ જ્યોર્જીયન અને ચેચેન આક્રમણખોરો વચ્ચે બલી’નો બકરો બની રહ્યા હતા ! ] પણ ઇવો [ Lembit Ulfsak ] નામક એક વૃદ્ધ અહી જ રોકાઈ પડ્યો હતો [ જોકે , તેની એકમાત્ર નજીકની કહી શકાય તેવી પૌત્રી ક્યારની ઇસ્ટોનિયા જતી રહી હતી ]

t4

ઇવો ,  તેના પડોશી માર્ગસ‘ને [ Elmo Nüganen ] મદદ કરી રહ્યો હતો કેમકે માર્ગસ’ની વાડીઓમાં આ વર્ષે સંતરાઓ’નો મબલખ પાક આવ્યો હતો અને તે જેટલી ત્વરાથી બની શકે તેટલું સંતરા’ઓ વહેંચીને ભંડોળ ભેગું કરીને ઇસ્ટોનિયા જતો રહેવા માંગતો હતો [ અને ઇવો તેને સંતરા’ઓ ભરવા માટે લાકડાના બોક્ષ બનાવી આપતો હતો ] એક દિવસ ક્યાંક’થી છુટા’છવાયા આક્રમણ’માં નાનકડા જૂથો પરસ્પર ભીડાય જાય છે અને આ લડાઈ’માં એક જ્યોર્જિયન અને એક ચેચેન સૈનિક ઘાયલ બચી જાય છે અને ઇવો તે બંને’ને પોતાના ઘરે લાવીને સારવાર કરે છે અને પછી જ અસલી વાર્તા અને મોંકાણ શરુ થાય છે . . બે દુશ્મન સૈનિકો સાથે આ યુદ્ધ’નાં માહૌલ’માં ઇવો કેવી રીતે પાર પાડે છે , તે તો તમારે જ જોવું રહ્યું .

t3

ટાંચા સાધનો , જુજ સંવાદો અને નાનકડા એવા વિસ્તાર સાથે આ વાર્તા’નો ગજબ’નો વિસ્તાર થયો છે ! યુદ્ધ’ની વાત હોવા છતાં ખુબ જ ઓછી લોહીયાળતા દેખાડયા છતાં પણ યુદ્ધ’નાં એ હિંસક માહૌલ’નો ભય બંધાય છે ! નાનકડી એ અનહદ કુદરતી સૌંદર્ય ધરાવતી જગ્યા આવા અફરાતફરી’નાં માહૌલમાં પણ ઇવો’ને સ્થિર રાખે છે ! તે કોઈ પણ જાતના ઉકળાટ , અજંપા કે ભય વિના રોજબરોજ’નું કામ કર્યે રાખે છે કેમકે તેને જીવન’માં વિશ્વાસ છે અને તેણે મૃત્યુ’નાં નામનો જામ તો ક્યાર’નો પી લીધો છે ! યુદ્ધ હંમેશા નિરર્થક જ હોય છે અને નિરર્થક કારણોથી જ લડાતું હોય છે એ વાત પેલા બંને દુશ્મન સૈનિકો અને ઇવો’નાં સંવાદમાં જ ઝીલાઈ જાય છે  . અદભુત સિનેમેટોગ્રાફી [ મેઘાડંબર અને ધુમ્મસ’ની વચ્ચે વાદી’માં ] અને રાવણહથ્થા જેવા વાદ્ય’વાળું બેકગ્રાન્ડ મ્યુઝીક પણ અદભુત માહૌલ બાંધે છે . ડિરેક્ટર કમ સ્ક્રીનપ્લે રાઈટર એવા Zaza Urushadzeનું ધીમું પણ નકકર દળતું સિનેમા . Warsaw ફિલ્મ ફેસ્ટીવલ‘માં આ મુવી વિષે એમ કહેવાયું હતું કે ; The director of the film succeeded in telling a simple, yet very powerful story in a manner that created a warm, delicate, sweet and sour world. “ Something like the fruit :: Tangerines !?

Me : 8.5 / 10 < The Cinema is one big cheating !

IMDb : 8.5 / 10 [ by 13,000 + people ] by July 2015


In Detail . . .


The Imitation Game , 2014 [ England ]

ig1

ધ ઈમિટેશન ગેઈમ . . આ મુવી જોવા માટે બે નામ જ કાફી હતા . એલન ટ્યુરીંગ અને બેનેડિક્ટ કંબરબેચ [ અને વળી પાછુ આ વર્લ્ડવોર’ની અસરથી પ્રભાવિત મુવી હતું અને વળી વળી’ને પાછુ આ બ્રિટીશ સિનેમા હતું 🙂 ] જર્મની’નાં એનિગ્મા વિષે કોણ નહિ જાણતું હોય ? [ એટલીસ્ટ સફારી વાંચવા’વાળા અમારા જેવા બાળ (!) તો જાણતા જ હશે ! ] જે સમયે સફારી’માં એનિગ્મા’નાં કોડ’બ્રેકીંગ વિશેની સ્ટોરી આવેલી ત્યારે ધૂન’તાનાનાના થઇ ગયેલું . . એ જ કોડ બ્રેકર એટલે મેઘાવી ગણિતજ્ઞ એલન ટ્યુરીંગ ! છેક આટલા વર્ષે આ વ્યક્તિ પર મુવી એટલા માટે બની કે તેમનું જીવન થોડુક ઉલઝેલું હતું [ તે સમયના કાયદાઓ પ્રમાણે !! ] તેમના જીવન’નો કેટલોક ભાગ ટોપ સિક્રેટ તળે આવતો હતો અને 50 વર્ષો બાદ તે જાહેર જીવન’ની નજર’માં આવ્યો છે . [ આ મુવી Andrew Hodges’ની બુક Alan Turing : The Enigma પરથી બનેલું છે . ]

ig3

મને એકસાથે બે’ત્રણ સમાંતર ટ્રેકસ પર ચાલતી ઘડીક વર્તમાનમાં તો ઘડીક ભૂતકાળમાં વહેતી સ્ટોરી’નું નેરેટીવ ખુબ જ ગમે છે , અને અહીંયા તો એકસાથે ત્રણ ત્રણ ટ્રેકસ એકમેકને સમાંતર ચાલે છે [ એક ટ્યુરીંગ’ની સ્કુલ’નો સમય , બીજો કોડ બ્રેકીંગ વખત’નો અને ત્રીજો યુદ્ધ પૂરું થયા બાદના દસ વર્ષનો ] અને મુવી તેનાથી પણ આગળ વધીને ત્રણ અલગ અલગ એક્ટ્સ‘માં પણ વહેંચાય છે , પણ આ સમગ્ર કથાનક પૂરું થયે જાણે એમ લાગે છે કે પહેલો અને ત્રીજો ટ્રેક [ સ્કૂલિંગ’નો અને યુદ્ધ પૂરું થયા બાદનો ] કૈક વેરવિખેર અને અધુરપ’થી ભરેલા છે [ ખાસ તો ત્રીજો ડિટેકટીવ’વાળો ટ્રેક મૂવીની ઘણી જગા રોકી પાડે છે ! ] મૂવીનું મેઈન ફોકસ મહત્તમ સમયે એનિગ્મા કોડ બ્રેકીંગ પર કેન્દ્રિત થયેલું છે [ કે જે હોવું વાજબી પણ છે ] પણ આખરી અને ત્રીજા ભાગમાં ટ્યુરીંગ’નો માનવીય , સામાજિક અને અંગત સ્તરે જે સંઘર્ષ પ્રકાશમાં આવે છે તે જોતા ખરેખર એમ લાગેલું કે મુવીનો મુખ્ય વિષય તે હોવો જોઈતો હતો [ એલન ટ્યુરીંગ’નું ખરું બાયોપિક ત્યારે બનેલું કહેવાત ]

ig5

પહેલેથી જ બાકી સૌ’થી અલગ અને આગળ , સમાજના ધારાધોરણ’માં બંધ ન બેસતા , મેઘાવી , અતડા અને સ્પષ્ટ , થોથવાતા એવા હોમોસેક્સ્યુઅલ ગણિતજ્ઞ ટ્યુરીંગ’નાં પાત્રમાં Benedict Cumberbatchએ જાત નીચોડી દીધી છે [ તમે તેના સમગ્ર વ્યક્તિત્વ’માં એ ભાર અને અલગાવ જોઈ શકોસમાજ’નાં ચોકઠા’માં તો તેઓ બંધ નહોતા બેસતા પણ કુદરત’નાં ચોકઠા’માંથી પણ તેઓ બહાર મુકાઈ ગયા હતા : જે તેમના માટે કુદરતી તય થયેલું હતું , તે અન્યો માટે અકુદરતી હતું !! ] તેમની બધી પ્રતિભા અને સિદ્ધિ’ઓ એકમાત્ર આ જ કારણે ચુંસાઈ ગઈ [ એ સમયના કાયદાઓ આજના પરીપેક્ષ’માં જોઈએ તો કેટલા હાસ્યાસ્પદ અને પોકળ લાગે છે !?કદાચ આજના સમયના કેટલાક કાયદાઓ પણ 60-70 વર્ષ પછી ફારસ લાગશે ! ]

ig2

ટ્યુરીંગ’નાં આ પડકાર’રૂપ પાત્ર’ની સામે જોન‘નું [ Keira Knightley ] ‘ કોયડામાં માહિર સ્ત્રી ‘નું પાત્ર પણ એટલું જ રૂઢિઓને તોડ્નારું દર્શાવાયું છે [ જેતે સમયના બ્રિટન’માં તમે હોંશિયાર છો , પુરુષો’થી પણ બે કદમ આગળ નીકળી શકો છો છતાં પણ તમારે સ્ત્રી હોવાના નાતે વારેવારે એ સાબિત કરતુ રહેવું પડે છે એજ મહાસત્તાઓ’ની દંભી માનસિકતા દેખાડે છે ! ] એક તબક્કે જોન’ને ખ્યાલ આવી જાય છે કે ટ્યુરીંગ’નું અંગત સિક્રેટ શું છે , છતાં પણ તે કહે છે કે આપણને એકબીજાની સંગત ગમે છે , એકબીજાનું ધ્યાન રાખીએ છીએ અને બૌદ્ધિક સ્તરે પણ આપણે ટકકર ઝીલનારા છીએ , તો શું આટલું કાફી નથી ? . . પણ જેટલા બળકટ આ બે પાત્રો છે [ ટ્યુરીંગ અને જોન ] તેટલી કાંટા’ની સપોર્ટીંગ કાસ્ટ મને નાં લાગી ! [ ખાસ તો Matthew Goode પુરેપુરો વેડફાઈ ગયો છેસ્ટોકર મુવીમાં હતો , યાદ આયા ? એસે એસે 😉 જય ગટ્ટુ ]

ig4

ટ્યુરીંગ’નો જોન’ને પ્રપોઝ કરવાનો સીન , ઝડપ પકડતો અને ઊંડાણ પામતો આખો ત્રીજો એક્ટ જ મુવીને ખરેખરી ઉંચાઈ આપે છે . Benedict Cumberbatch વિના આ મુવી અધરું લાગેત , તે હદે તે અહીંયા ઊંડે ઉતરી ગયો છે [ ક્યાં શેરલોક સીરીઝ’નો અતિ’ચાલાક શેરલોક હોમ્સ અને ક્યા આ અકળ માસુમ એલન – બસ અદભુત :: આ ઓસ્કાર’વાળા હંમેશા ફિઝીકલી ડિસેબલ્ડ કેરેક્ટર્સ’ને જ કેમ વધુ એવોર્ડ આપતા હશે !? એલન ટ્યુરીંગ’નું આ કેરેક્ટર ક્યાય વધુ પડકાર’રૂપ છે એવું મારું માનવું છે ]

Me : 8 / 10But who ever loved ordinary ?

IMDb : 8.1 / 10 [ by 3,00,000+ people ] by July 2015

IMDb Top 250 : Currently in midst of 210 to 220 [by July 2015]


Nightcrawler , 2014

nc1

નાઈટક્રોલર . . સોરઠી ભાષામાં આના માટે એક મસ્ત શબ્દ છે : ‘ રાતરોણીયો ‘ ! કે જે રાતે જ રખડે છે , આખડે છે , બાખડે છે ! તેને દિવસનાં પ્રકાશ કરતા રાત’ની રોશની વધુ ‘ વિટામીન ડી ‘પૂરું પાડે છે ! અહીંયા વાત છે , આવા જ એક રાત’રોણીયા Lou‘ની કે જેનો દિવસ રાત પડ્યે ઉગે છે , રાત્રે એ વાવે છે અને દિવસે એ લણે છે !! લોસ’એંજેલસ શહેર’ના દિન’બદીન વધતા ક્રાઈમ સાથે એક બીજી વસ્તુ પણ વધી છે અને તે છે ન્યુઝ ચેનલો અને તેનું કવરેજ [ એકંદરે તેમને ક્રાઈમ ચેનલો જ કહી શકાય કારણકે તેમાં ન્યુઝ કરતા વ્યુઝ’ની ઘેલછા ઝાઝી હોય છે ! ]

nc2

કહાનીનું મુખ્ય પાત્ર એવું Lou [ Jake Gyllenhaal ] બેકાર છે અને તેથી જ રાત પડે તે નાની’મોટી ચોરી કરીને દિવસો કાઢતો હોય છે . કોઈ તેને ઓળખતું નથી અને તે લોકો સાથે ભળતો નથી અને જે થોડાક લોકો તેને ઓળખે છે , તે પણ એક ચોર તરીકે ! આવા સંજોગોમાં એક રાત્રે તેને કાર’એક્સીડેન્ટ નજરે પડે છે કે જ્યાં એક કેમેરામેન આમતેમ ઘૂસીને પણ પેલી લોહીયાળ ઘટનાનું શુટિંગ કર્યે જ જતો હતો ! અને તે ફૂટેજ’નાં તેને જેતે ન્યુઝ ચેનલ્સ પાસેથી સંજોગો પ્રમાણેના પૈસા મળતા હતા . આ જોઇને Lou’ને એક ઝબકારો થાય છે – અરે આ તો હું પણ કરી શકું ! જરૂર છે , એક કેમકોર્ડર’ની અને પોલીસ રેડિયો સ્કેનર’ની . . જેવી રેડિયો પર જેતે ક્રાઈમ’સીન કે એક્સીડેન્ટ’ની જાણ મળે એટલે ભાગાભાગી શરુ ! અને શરુઆત થાય છે લોહીયાળ ઘટનાઓ પાછળ ભાગતા ભાગતા ખુદ લોહીથી ખરડાઈ જતા એક નાઈટક્રોલર’ની કે જેના માટે એમ કહી શકાય કે ઇસ રાત કી સુબહ નહિ

nc3

Lou પોતાને ફાસ્ટ લર્નર તરીકે ઓળખાવે છે , તેને કોઈ હિંટ મળી નથી કે તેનું મગજ ચકરાવે ચડ્યું નથી ! હું આમાંથી શું મેળવી શકું ? જે તે ઘટના’નો (અહી દુર્ઘટના વાંચવું !) પગથીયા તરીકે ઉપયોગ કરીને કેમ ઉપર ચડી જવું એ જ દિનબદિન તેનો ધ્યેય બની જાય છે ! જેમ વેમ્પાયર્સ લોહી’તરસ્યા હોય છે તેમ Lou ક્રાઈમ’સીન્સ માટે તરસ્યો હોય છે . તેને જીવતા લોકો કરતા લાશો’ની સંગત વધુ ફાવવા માંડી હોય છે ! લોહીયાળ સ્થળોએ પણ તે વાઈડ એંગલ’ની તલાશમાં હોય છે [ એક્સીડેન્ટ’નાં એક સ્થળ પર પોલીસ આવ્યા પહેલા તો તેણે લાશને થોડીક આગળ ઘસડી લઇ જઈને તેને માફક આવે તેવું રેકોર્ડીંગ સુધ્ધા કર્યું હતું !! ] ટીવી પ્રોડ્યુસર એવી નીના’નાં [ Rene Russo ] શબ્દો’ને તેણે હૃદય’માં અને મગજ’માં કોતરી લીધા હતા અને તે જ તેના ટેન કમાંડમેન્ટ્સ હતા : If it bleeds , it leads !

nc4

ક્યારેય તમને એવો વિચાર આવ્યો છે કે સતત આવી ક્રાઈમ સ્ટોરી’ઝ [ અને એ પણ મરી’મસાલા નાખીને અને બાદમાં વધારાનો વઘાર નાખીને ] શું કામ ઓન એર થતી જ રહે છે !? દિનબદિન જર્નાલીઝમ’નાં નામે તેઓ મર્યાદાઓ’ની એક’બે ને ત્રણ કરી રહ્યા છે . . શું કામ ? જવાબ એક જ છે : લોકો’ને જોવું છે ! જાહેર માધ્યમ’માં લોકો જેટલી ટીકા પેલી વેવલી અને લબાડ ટીવી સીરીયલ્સ’ની કરે છે તેની પા ભાગની પણ તેઓ આવી ક્રાઈમ’સ્ટોરીઝ પીરસ્યે રાખતી ન્યુઝ ચેનલ્સ’ની નથી કરતા હોતા [ ઉલટાનું હવે તો એન્ટરટેઈનમેંટ ચેનલ્સ પર પણ ક્રાઈમ સીરીઝો’નો રાફડો ફાટ્યો છે : જેમકે સોની & લાઈફ ઓકે પર અડધો દિવસ તો આવું જ બકવાસ ચાલ્યા રાખે છે 😉 ] મેં કદાચિત છેલ્લા 15 વર્ષથી ન્યુઝ ચેનલ્સ નથી જોઈ [ જો પ્રમાણભૂત ન્યુઝ જોવા જ હોય તો ડીડી અથવા તો આકાશવાણી પરથી સાંભળી લેવા ] અને આવી ક્રાઈમ’સ્ટોરીઝ વધુ મસાલા’વાળી અને વધુ બિહામણી કેમ બને ? તો એનો એક જ જવાબ હોઈ શકે કે શ્રાવ્ય સાથે દ્રશ્ય માધ્યમ જોડો – વિડીયો’સ દેખાડો , લોહિયાળ સ્થળો દેખાડો / લાશો દેખાડો – ડરાવો અને ચિંતા કરાવો  . . . અને આવા સંજોગો જ Lou અને Nina જેવી જોડી’ને જન્મ આપે છે કે જે લોકોને પહેલા બીવડાવે છે અને ત્યારબાદ તે જ ડર’નો વેપાર કરે છે [ અમેરિકાનું ગન’કલ્ચર સીધેસીધું તેનાથી પ્રભાવિત થાય છેવિચારો કે , બાજુના એરિયામાં આવી બે’ત્રણ ઘટના ઘટી નથી કે તમે ગન લેવા દોડ્યા નથી ! ] અને માટે જ Lou FEAR‘નો મતલબ કૈક આવો કરે છે : False Evidence Appearing Real ! અને આ બધું આડા’અવળું કરવા માટે એથીક્સ’ની જે પથારી ફરે છે , તેનો લુલો બચાવ કરતા તે એમ કહે છે કે : We work with what we’re given 😮

nc5

અહી કહાની કરતા પણ વધુ Lou અને Nina‘નાં પાત્રો ઘેરી અસર છોડે છે ; ખાસ તો Lou : ચાલાક , બેધડક , અસંવેદનશીલ , લાગણીઓ’થી સુક્કો , તકસાધુ , પોતે શોષણ’નો ભોગ બનેલો છતાં પોતાના જ આસીસ્ટંટ’નું શોષણ કરતો [ આસીસ્ટંટ તરીકે રીક’નાં પાત્રમાં ટેરિફિક એવો રીઝ અહેમદ ] , ચસકેલો , ખંધો અને અકળ , સ્વકેન્દ્રી , અંદર’થી ડિસ્ટર્બડ પણ બહારથી કોઈને ગંધ સુધ્ધા ન આવે તેવો , પોતાની જાતને એક સેલ્સમેન’ની અદાથી સતત વેંચતો અને મઠારતો , અનહદ બોલકો અને સમય આવે ત્યારે તેટલો જ ચુપ થઇ જનારો [ કારણકે તે સમયે તેનો કેમેરો બોલતો હોય છે ! ] ક્રાઈમ’સીન જોઇને હરખાતો , જેના માટે મરેલો માણસ એક વેંચવાની વસ્તુ છે ! અને Jake Gyllenhaal‘એ આ પાત્રને અનહદ ખુબીથી ઉપસાવ્યું છે [ એ ચળકતી ત્વચા , ઘેરી આંખો અને મોં પર હાસ્ય સાથે તેને રાતે જોઈએ તો તરત એક નેગેટીવ ફિલ આવેઆ પાત્ર માટે તેણે 25 પાઉન્ડ વજન ઉતારેલું !  Matthew McConaughey’ની જેમ જ પાછલા કેટલાક વર્ષોમાં અભિનય’ની ગજબની ઉંચાઈ પર પહોંચેલો એકટર . ]

nc6

કલાયમેક્ષ અને પ્રી-કલાયમેક્ષ નખ કરડી ખાઓ તેવા વાસ્તવિક અને ગોઝારા બન્યા છે . લોકોમાંથી જયારે ખરાબ કરવાની વૃતિનો ખચકાટ નીકળી જાય ત્યારે તેઓ કઈ હદે પતન પામી શકે તેનું ઉદાહરણ એટલે આ મુવી .

Me : 8.5 to 9 / 10 < Who am I? I’m a hard worker.

                                                           I set high goals ,

                                       and I’ve been told that I’m persistent.

IMDb : 7.9 / 10 [ by 2,05,000 + People ] by July 2015


Birdman: Or (The Unexpected Virtue of Ignorance) , 2014

b3

બર્ડમેન ,  2014’નું સૌથી વધુ ચર્ચાયેલું અને વખણાયેલું મુવી  . . તો શું ખરેખર એવું છે ? જો તમે નેગેટીવ વિચારવા માંડ્યા હોય તો ત્યાં જ અટકી જાઓ બંધુઓ [ અને તેમની ભગીની’ઓ ] કારણકે આ મુવી સાચે જ બઘડાટી બોલાવી દે તેવું રોકિંગ છે ! રીગન થોમ્પસન એક જમાના’નો સુપરહિટ એક્ટર હતો અને તેની સુપરહીરો ફ્રેન્ચાઈઝી ‘ બર્ડમેન ‘એ બોક્સ’ઓફીસ પર ટંકશાળ પાડી દીધી હતી પણ એ ઝળહળતા દિવસો પુરા થયા હતા . હજુ પણ લોકો તેને  જોવા માટે ટોળે વળે એટલો તો તે ફેમસ હતો જ , પણ ક્યાંક કૈક ખટકતું હતું , અધુરપ લાગતી હતી જાણે કે તેને તેની ક્ષમતા અને પાત્રતા કરતા કૈક ઓછું અને મોડું મળ્યું છે 😦 અને માટે જ તે એક આખરી દાવ ફેંકવા માંગતો હતો : થિયેટર’ની દુનિયામાં એક ધાંસુ પ્લે ભજવીને અને ડીરેકટ કરીને તે ફરી ચાહકોમાં છવાઈ જવા માંગતો હતો .

b9

પણ શું બધું જેટલું દેખાતું હતું એટલું શાંત હતું ? નાં . . શાંત પાણી ઊંડા હતા ! નવા નિશાળીયા જેવા એક્ટર્સ સુપરહીરો’ઝ્ની ફિલ્મોમાં એક પછી એક હિટ જઈ રહ્યા હતા [ સુપરહીરો ફિલ્મોનો જુવાળ ફાટી નીકળ્યો હતોઅત્યારના સમયની જેમ જ ! ] લોકો તેને એટલે કે બર્ડમેન’ને ભૂલી તો નથી ગયા ને !? અંગત જીવન’ની કે’દાડા’ની વાટ લાગી ચુકી હોય છે – ડિવોર્સ તો ક્યારના થઇ ચુક્યા હોય છે પણ સતત તે બધા માટે પોતાને જવાબદાર માનતો હતો , એકમાત્ર દિકરી ડ્રગ્સ’નાં રવાડે ચડી ચુકી હતી અને હમણાં જ તે રિહેબ’માંથી પાછી ફરી હતી અને અહીંયા થિયેટર’માં તેની આસીસ્ટંટ તરીકે કામ કરી રહી હોય છે પણ તે પણ તેના પિતાથી ખાસ્સી નારાજ હોય છે કેમકે જયારે તેને તેમની જરૂર હતી ત્યારે તે હાજર જ ન્હોતા !! , થિયેટર પર સાથે જ કામ કરતી ગર્લફ્રેન્ડ સાથેનું ટ્યુનીંગ ખોરંભે ચડ્યું છે , કો’એક્ટર તરીકે નવો આવેલ માર્ક (ઓવર)મેથડ એક્ટર હોઈને નાટક’નાં રીહર્સલ’ની એક’બે ને ત્રણ કરી નાખતો હોય છે , પોતાના બધા પૈસા અને પ્રસિદ્ધિ આ નાટક પર લગાવી દીધી હોવાથી એ ટેન્શન તેને જંપવા દેતું નથી અને વધારામાં ન્યુયોર્ક’ની ફેમસ ક્રિટિક તેના પ્લે’ની પથારી ફેરવવા બેઠી હોય છે ! અને આ બધી માથાઝીંક કરતા મોટી માથાઝીંક હતી : તેનો ઓલ્ટરઈગો ઉર્ફે બર્ડમેન 😀 [ કે જે સતત તેને આ થિયેટર’ની દુનિયા છોડી જવા ઉશ્કેરતો હોય છે અને બર્ડમેન’નો ચોથો ભાગ બનાવવા લલચાવતો હોય છે ! ]

b5

ઉપ્પ્સ . . આટલું બધું ! આટલી બધી બઘડાટી તો માણસ’નાં મનમાં જ મચતી હોય છે , જયારે અહીંયા તો અંગત / જાહેર જીવનમાં કઈ કરતા કઈ સમજમાં આવતું નથી . એકંદરે આ મુવી સ્ટોરી’ની લગોલગ કેરેક્ટર્સ’માં પણ અત્યંત રીચ બન્યું છે . એકમાત્ર રીગન’ની એક્સ’વાઈફ’ને બાદ કરતા બાકીના સૌ , કાં તો ભાગી રહ્યા છે / છુપાવી રહ્યા છે અથવા તો પોતાની જ આંતરિક દુનિયામાં રાચી રહ્યા છે ! કો’એકટર એવો માર્ક શાઈનર [ કમાલ’નો Edward Norton , ઘડીક તો મગજ’ની નસો તંગ કરી નાખે છે 😉 ] સ્ટેજ પર પાત્ર’માં એવો તો ઘુસી જાય છે કે બબાલ મચી જાય છે ! કો’એક્ટ્રેસ એવી લેસ્લી [ Naomi Wattsહરહંમેશ’ની જેમ અફલાતુન , કમાલ’ની અદાકારા ] માટે આ ગ્રાંડ થિયેટર પર કામ કરવાનો પહેલો જ અનુભવ છે અને તેણીનું સ્વપ્ન સિદ્ધ થવા જઈ રહ્યું છે માટે જ તે માર્ક’ની બધી જ આડોડળાઇ સહન કરી રહી છે ! લૌરા [ Andrea Riseborough ] રીગન’ની ગર્લફ્રેન્ડ , કે જે રીગન’નું ધ્યાન અને વખાણ બંને’ને મેળવવા વ્યર્થ મથામણ કરી રહી છે ! સેમ [ Emma Stoneફાયર’બ્રાંડ અને અમારી ગમતીલી : ગુસ્સો કરે ત્યારે વધુ મનમોહક લાગે છે 🙂 ] રીગન’ની દીકરી , કે જે બાપ’ને સંભળાવવા’નો એક પણ મોકો નથી છોડતી અને એ બહાને અંદરખાને પોતે પણ દુખી થતી રહે છે , પણ યુટ્યુબ પર પિતાનો વાઈરલ વિડીયો જોતા વળી પાછી ખુશ થઈ જાય છે ! જેક [ Zach Galifianakis – હેંગઓવર’નો પેલો દાઢીબાવો 🙂 ] હરહંમેશ કરતા સાવ ઉલટા જ પાત્રમાં , બધું ભેગું કરતો , એક્ટર્સ’ને સાચવતો / મનાવતો ધીરગંભીર પ્રોડ્યુસર

b4

પણ આ બધા’નાં કોઈ ને કોઈ લખણ સહન કરતો અને લટકામાં પોતાના ઓલ્ટર’ઈગો એવા અપલખણા બર્ડમેન’ને પણ સહન કરતો રીગન થોમ્પસન આ બધા જ કેરેક્ટર્સ’માં રીતસરનો છવાઈ જાય છે . ઘડીક તેના પર હસવું આવે તો ઘડીક દયા ! ઘડીક એમ થાય કે ‘ એ જ લાગ’નો છે ‘ તો ઘડીક થાય કે , નાં . . તેને એક આખરી મોકો મળવો જોઈએ . તે એટલો વિચિત્ર અને છતાં પણ સરળ છે કે પોતાની ભૂલો / મથામણ / વિચિત્ર સ્વપ્ના’ઓ અને ભ્રમણા’ઓ દીકરી , ગર્લફ્રેન્ડ કે મિત્ર પાસે  નહિ પણ પોતાની એક્સ’વાઈફ સાથે વહેંચે છે ! કમર્શિયલ સિનેમા’થી દુર નીકળી આવ્યો છે અને થિયેટર’માં હજુ સ્થિર અને સ્વીકૃતિ નથી પામ્યો [ દર્શકો / ચાહકો અને ક્રિટીક્સ એમ ત્રણેય’ની નજરે ] રીગન તરીકે તે આદર , માન અને સ્વીકૃતિ ઈચ્છે છે જયારે બર્ડમેન તરીકે પ્રસિદ્ધિ , પૈસા અને ફેન’પાવર ઈચ્છે છે ! તેના જ ટેબલ પર એક કાર્ડ’નું લખાણ એમ કહે છે કે : A thing is a thing, not what is said of that thing 🙂 તેની આંખો અને ચહેરાના હાવભાવ સતત એક અસહજતા અને અસ્તિત્વ’માં ખલેલ દેખાડે છે . આ મનોમંથન છે કે મથામણ તે જ તેને ખ્યાલ આવતો નથી ! ઘડીક ટેન્સ થઇ જાય છે તો ઘડીક ડીપ્રેસ્ડ . . ઘડીક ગુસ્સા’માં બઘડાટી બોલાવી દે છે તો ઘડીક ઓલ્ટર’ઈગો એવા બર્ડમેન’ની સંગાથે સ્વૈર’વિહાર કરી આવે છે !!! મૂળે આપણું આ પાત્ર વાસ્તવિકતા , વિચિત્રતા , કલ્પના અને ભ્રમણા’ઓ’ની મિક્સ ભેળ જેવું કોક્ટેલી પાત્ર છે 🙂

b7

સુપરહીરો મુવીઝ , કમર્શિયલ સિનેમા , સોશિયલ મીડિયા પર વર્ચ્યુઅલ એકઝીસ્ટંસ , કલાકારોની ઓવરનાઈટ પ્રસિદ્ધ થવાની ઘેલછા , પારિવારિક સંબંધો , કરિયર અને પ્રેમ’માં નિષ્ફળતા , મેથડ એક્ટીંગ , ક્રિટીક્સ , થિયેટર અને રિહર્સલ’ની દુનિયા , રીહર્સલ’રૂમની ઝાકમઝોળ અને તેની પાછળ’ના અંધારા અને કઈ કેટલાય વિષયો પર મુવી કટાક્ષ મારે છે અને એ પણ વિષાદ’વિહીન હળવા સુર’માં . . . આખું મુવી એક મસમોટા લોંગ શોટ’માં ફિલ્માવાયેલું છે [ વચ્ચે’વચ્ચે ડીજીટલી જોઈન્ટ કરીને ] ગ્રેવિટી મુવી’નાં અફલાતુન સિનેમેટોગ્રાફર એવા બેક’ટુ’બેક ઓસ્કાર જીતનારા Emmanuel Lubezki આંખો’થી અને પાંખો’થી સતત થિયેટર’ની અંદરની દુનિયા અને આસપાસ’નાં પરિસર’ની સફર કરાવે છે અને આ જ લોંગ શોટ અને તેની સાથે જ બેકગ્રાઊંડ’માં પરિસ્થિતિ’ઓ અનુસાર ઘડીક લય’માં તો ઘડીક પ્રલય’માં વાગતા ડ્રમ્સ સતત ટેન્શન’નો માહૌલ બાંધે છે અને સરવાળે એક જીવંત નાટક ભજવાઈ રહ્યું હોય તેવી જીવંત ફિલ આપે છે [ જીનીયસ ડિરેક્ટર એવા Alejandro González Iñárrituએ એક ઇન્ટરવ્યુ’માં કહેલું કે જિંદગી’માં કોઈ કટ્સ કે શોર્ટકટ્સ નથી હોતા ! જેતે ક્ષણ કે દિવસ તેમાંથી સોંસરવા નીકળીને જ વિતાવવા પડે છે ! ત્યાં બીજા કે ત્રીજા દિવસ’માં સીધું કુદી નથી શકાતું અને માટે જ લોંગ શોટ’માં મુવી શૂટ કરવાની ઈચ્છા થયેલી – અને તેમના ત્રણ ત્રણ મુવીઝ વિશલીસ્ટ’માં છે : 21 Grams  , Babel , Biutiful ]

કેટલાક અદભુત દ્રશ્યોમાં : 1] પહેલું જ હવામાં પલોંઠી વાળીને બેસેલા રીગન’નું દ્રશ્ય 🙂 2] મેથડ એક્ટર માર્ક શાઈનર’નાં ઓલમોસ્ટ હરેક દ્રશ્યો અને બબાલ 3] લૌરા અને લેસ્લી’નું ડ્રેસિંગરૂમ’માંનું દ્રશ્ય [ We are gross ]

b8

 

4] થિયેટર’ની અગાશી’એ સેમ અને માર્ક’નાં બંને દ્રશ્યો 5] રીગન’ની એ હરેક સુપરપાવર’થી ભરેલી હરકતો ! 6] ફાઈનલી , જયારે બર્ડમેન દેખા દે છે ત્યારની રીગન’ની મુક્ત ઉડાન [ અદભુત દ્રશ્ય ] 7] રીગન અને પેલી ક્રિટિક વચ્ચેનું દ્રશ્ય [ અને તેની પહેલા જ માર્ક’એ ક્રિટિક’ને કહેલું કે વ્યક્તિ જયારે સૈનિક નથી બની શકતી ત્યારે તે ખબરી બની જાય છે અને જયારે એક્ટર નથી બની શકતી ત્યારે તે ક્રિટિક બની જાય છે 😉 😀 ]

8] બાપ’દીકરી’નાં હરેક દ્રશ્યો [ You just wiped out the entire human race ! ] 9] રીગન’ની ચડ્ડી પહેન કે ફૂલ ખીલા હૈ’વાળી પદયાત્રા 🙂 10] અને આખરી દ્રશ્યમાં હોસ્પિટલ’માં સેમ’નાં મોં પર આવતી રહસ્યમયી મુસ્કાન !

b6

Me : 9 / 10 < Gravity doesn’t even apply to you !

IMDb : 7.9 / 10 [ by 2,79,000 + people ] by July 2015


Whiplash , 2014

w9

એક લડકો થો , દીવાનો સો . . અક્સર ડ્રમ બજાયા કરતો થો [ બેકગ્રાઉન્ડ’માં લાલાલાલાલા વાગે છે ] પણ ત્યાં જ કોક’નાં પગરવ સંભળાય છે અને નજરો ખોડાય છે ! [ બેંગ બેંગ ] . . આ તો લેજેન્ડરી મ્યુઝીક ટીચર કમ એરેન્જર એવા ‘ફ્લેચર’ છે અને પેલો જુવાનીયો તે ‘એન્ડ્રયુ’ ! [ ધક ધક કરને લગા  ! ]

ફ્લેચર : તું વગાડતો હતો ? કેમ બંધ કરી દીધું ??

છોકરો ફરી શરુ . . .     ફ્લેચર : તને કોણે કીધું વગાડવાનું ??     છોકરો ફરી બંધ !

ફ્લેચર : તને કોઈએ બંધ કરવાનું કીધું ?!  છોકરો સ્તબ્ધ . . .

ફ્લેચર : તને ડબલ સ્વીંગ આવડે છે ? . . એન્ડ્રુ ધબાધબ વગાડવા માંડે છે , ત્યાં તો ધબ્બ !

        જુએ છે તો ફ્લેચર ગાયબ અને બારણું બંધ ! . . . .

w12''

આ બધું શું હતું ? [ આ હતો ઓપનીંગ સીન ] એન્ડ્રુ અને ફ્લેચર નામના આ બેટમેન અને રોબીન કોણ છે ?? તો સમજી લો કે જેટલું એકશન એવેન્જર કે મેડ મેક્ષ મુવીઝ’માં પણ નહોતું એટલું બેંગ બેંગ એક્શન અહીંયા છે ! તો શું આ કોઈ એક્શન થ્રિલર કે મિસ્ટ્રી છે !? નાં રે [ રાજેશ ખન્ના’નાં પડઘા સંભળાય છે ! ] આ મુવી તો છે એક શુધ્ધ ડ્રામા . . છેલ્લા કેટલાય વર્ષોમાં ન જોયી હોય તેવા ટેન્શન અને સ્ટ્રેસ’ના બે કિનારા જેવી નદી જેવી વહેતી વાર્તા’વાળો !

એન્ડ્રુ [ Miles Teller ] ડ્રમ્સ અને જેઝ’ની દુનિયા પાછળ રીતસર દીવાનો છે અને તેનું એકમાત્ર પેશન કહો તો પેશન અને સ્વપ્ન સમાન જિંદગી કહો તો જિંદગી એ ડ્રમ્સ’ની દુનિયામાં ‘ ધ લેજન્ડ ‘ બનવાનું છે અને તેનામાં એ નેચરલ ટેલેન્ટ છે પણ ખરી અને તેના જ અનુસંધાનમાં તે એક ગ્રેટ મ્યુઝીક સ્કુલ’માં એડમીશન મેળવવામાં સફળ પણ રહે છે અને એકદા આવી જ રીતે પોતાની ધૂનમાં પ્રેક્ટીસ કરતા કરતા તે સ્કુલ’નાં ધ ગ્રેટ ટીચર એવા ફ્લેચર’ની [ J.K. Simmons ] નજરે ચડી જાય છે અને એક સેશન’માં તેને ચંદ ક્ષણો માટે ઓફિશિયલી ડ્રમ વગાડવા પણ મળે છે , પણ તેને ખબર નહોતી કે જે ફ્લેચર’ની નજર તેના પર પડી તેથી તે આટલો ખુશ છે તેને જ લોકો , ફ્લેચર’ની નજર લાગી જવું એમ કહેવું વધુ પસંદ કરે છે !!

w5

જી હાં , ફ્લેચર એ મોન્સ્ટર કમ જીનીયસ હતો કે જેની સાથે કામ કરવું કે જેની નીચે કામ કરવું એ જેટલી ગર્વ’ની વાત ગણાતી તેટલી જ ડર’ની વાત પણ ગણાતી ! આ વ્યક્તિ પરફેક્શન’નો એ હદે બંધાણી હતો કે જો ચાલુ સેશન’માં તેને એક પણ ફોલ્સ’નોટ અથવા તો લુઝ’નોટ મળી તો તમારી માથે ફ્લેચર નામનું સુનામી + ટાઈફુન + અર્થક્વેક ફરી વળે ! એ એટલો તો સંબંધિત વ્યક્તિ પર તૂટી પડતો કે ભોગ બનનાર ધ્રુસકે ધ્રુસકે રડી ન પડે ત્યાં સુધી , તે ત્યાંથી છૂટી ન શકે ! [ તમને તમારી સ્કુલ’નાં કોઈ આવા શિક્ષક યાદ આવે છે ? 😉 ] અને આવા જ તુફાન’માં એન્ડ્રુ આવી ચડે છે . ક્યારેક તો ભૂલ ન હોવા છતાં પણ તેની પથારી ફરી જતી , તેની લય તૂટી જતી અને ફ્લેચર નામનો પ્રલય ફરી વળતો ! શાબ્દિક / શારીરિક હિંસામાં તે એન્ડ્રુ’નું મોરલ તોડવાનો સતત પ્રયત્ન કરતો રહેતો અને આખરે એ ક્ષણ આવી પહોંચે છે કે જ્યારે એન્ડ્રુ’ની સહનશક્તિ’નો બંધ તૂટે છે અને . . . [ આગે કી કહાની મેલડી ખાઓ ઔર ખુદ જાન જાઓ અથવા તો પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે 😀 ]

w11

મુંઝવી’ને , છેતરી’ને , ચાર માણસોની વચ્ચે અપમાનિત કરીને , ગાળો’વાળી કરીને ( ભાત’ભાત’ની , લાંબી અને વિચિત્ર એવી હાઈબ્રીડ ગાળો ! ) , અંગત / પારિવારિક નબળાઈ પર જાહેરમાં કમેન્ટ કરીને , જુઠ્ઠું બોલીને , ખુરશી’નાં છુટ્ટા ઘા કરીને  . . . ફ્લેચર નામની આ વ્યક્તિ એન્ડ્રુ પર જે તૂટી પડી છે કે તમે મુવી જુઓ તો જ ખ્યાલ આવે [ શબ્દોમાં તેનું વર્ણન કરવું શક્ય નથી ! ] ફ્લેચર’નો એક જ એજેન્ડા હતો કે જે જબરદસ્ત છે / ટકાઉ છે / પડીને જે ઉભો થઇ શકે છે / જેનામાં સાચો દમ અને ખરેખરી ટેલેન્ટ છે તે જ મારી સામે ઝીંક ઝીલી શકવાનો અને મારે તો બસ એવો એક જ જોઈએ છીએ , બાકી બધા જાય ખાડામાં 😮 અને ખરેખર એન્ડ્રુ’ની અને ફ્લેચર’ની ટકકર જામે છે , તે ત્યાં સુધી કે માનસિક સ્તરે એન્ડ્રુ છિન્ન’ભિન્ન થઇ જાય છે , પિતાને મળવાનું ઓછું થઇ જાય છે , ગર્લફ્રેન્ડ સાથે તે ખુદ જ નાતો તોડી નાખે છે , એકલો પડી જાય છે , કોઈ મિત્રો બનતા નથી . . . બસ એક જ ધૂન કે હું ‘ ધ વન ‘ બનીશ અને ફ્લેચર પાસે શાબાશી મેળવીશ પણ ફ્લેચર કઈ માટી’નો બનેલો હતો તેની જાણ એન્ડ્રુ’ને હતી , છતાં પણ નહોતી !

તમને [ કે મને ] ડ્રમ્સ અને જેઝ’ની દુનિયા વિષે પઈ’ભાર પણ ખબર ન પડતી હોય છતાં પણ મિનિટે મિનિટે જે તંગ માહૌલ જામ્યો છે કે વાત પૂછો માં ! આંખોમાં સ્વપ્ન આંજીને આવેલા એન્ડ્રુ’નાં પાત્રમાં Miles Teller અને એ જ આંખોમાંથી બોર બોર જેવડા આંસુ પડાવનાર ફ્લેચર’નાં પાત્રમાં J.K. Simmons ગાભા કાઢી નાખે એવા જસ્ટ જબરદસ્ત લાગે છે . . ખાસ તો J.K. Simmons , આ વ્યક્તિ કદાચ આ મુવી માટે જ ઘરડો થયો હશે ! તેનો એ એટીટ્યુડ , એરોગંસ , સ્ટાઈલ , કાતર જેવી જીભ અને કરવત’ની જેમ ફરતા હાથો’ની મુવમેંટ તમને રીતસર’નાં હાઇજેક કરી લેશે [ ખાસ તો મુઠ્ઠી ભીંસી’ને સ્ટોપ કહેવાનો ઈશારો ] . . તેનો આ નેગેટીવ અને અનપ્રીડીક્ટેબલ અવતાર જોકર અને અમેઝિંગ એમી’ની લાઈનમાં બેસે તેમ છે [ અને માટે જ તે એક જ વર્ષના ત્રણ સર્વશ્રેષ્ઠ એવોર્ડ્સ જીતી ચુક્યા છે : ઓસ્કર + બાફ્ટા + ગોલ્ડન ગ્લોબ – – અંદાજે આ જ પાત્ર માટે તે 50 કરતા પણ વધુ એવોર્ડ્સ જીતી ચુક્યા છે – ઓય બાપલીયા 😮 ]

કૈક સારું થશે કે ખરાબ થશે ? , એન્ડ્રુ જીતશે કે ફ્લેચર જીતશે ? હવે શું થશે ? એ તમામ ધારણાઓ મુવી કલાયમેક્ષ પર પહોંચતા પહોંચતા ખોટી પાડી બતાવે છે ! કલાયમેક્ષ’ની શરૂઆત કયારે થઈ અને અચાનક જ કલાયમેક્ષ પૂરો પણ થઇ ગયો , એ ઘડીક તો ખબર જ નહિ પડે !! આ બદલો હતો કે બદલાવ / ફ્રસ્ટેશન હતું / હેરાનગતિ હતી / ઉર્ધ્વારોહણ હતું કે પછી અધ:પતન’ની શરૂઆત . . . તે કાઈ કરતા કાઈ ઘડીક તો ખ્યાલ જ નહિ આવે [ આ બધું કહેવામાં હું સ્પોઈલર આવી ન જાય તેની દરકાર રાખું છું પણ જયારે તમે મુવી જોશો ત્યારે આપોઆપ આ મણકાઓ ગોઠવવા માંડશે . :: કોઈના મણકાઓ ખસી ગયા હોય , મતલબ કે સ્લીપ’ડિસ્ક થઇ ગયું હોય તેમના પણ મણકાઓ ગોઠવાઈ જશે 😉 ] આ એવા ધૂની લોકોની દુનિયાની વાત છે કે જ્યાં જિંદગીમાં પેશન નહિ પણ પેશન’માં જ જિંદગી જીવાતી હોય છે અને આખરે જિંદગી’ની પણ બાદબાકી થઇ જતા માત્ર પેશન જ વધે છે [ મહત્તમ મુવીઝ’માં સકારાત્મક અને પ્રેરણાદાયી ટીચર્સ’ની વાત આવે છે કે જેઓ સ્ટુડંટ’ની ભૂલોને સુધારીને આગળ વધતા શીખવાડે છે પણ અહીંયા વાત , વાર્તા અને વહેણ જુદું જ છે ; આ ડાર્વિન’ની સર્વાઇવલ કરતા પણ એક ડગલું આગળ વધી જાય તેવી દુનિયા છે ! ]

w10

આ મુવી જોતા સતત એક ફીલિંગ એ આવેલી કે , કેટલું કોમ્પ્લેક્ષ એડીટીંગ રહ્યું હશે !? હેન્ડ-ટુ-આઈ કોર્ડીનેશન , મુવમેન્ટસ , નોટ્સ , એન્ગલ્સ આ બધ્ધે’બધું રીતસર એક ધસમસતા વહેણ’ની જેમ વધતું રહે છે , ક્યાય પણ લય તોડ્યા વિના ! [ મુવી પૂરું થયે જોયું તો ખ્યાલ આવ્યો કે બેસ્ટ એડીટીંગ’નો ઓસ્કાર એવોર્ડ આ જ એડિટર Tom Cross’ને મળ્યો છે !! અને સાઉન્ડ મિક્ષિંગ’નો ઓસ્કાર એવોર્ડ પણ ] ડિરેક્ટર એવા Damien Chazelle‘ની આ બીજી જ ફિચર ફિલ્મ છે કે જ્યાં તેમને આ જ કન્સેપ્ટ પર બનેલી સ્ક્રીપ્ટ માટે કદાચિત 2012’માં Best Unproduced film script‘નો એવોર્ડ મળેલો અને ત્યારબાદ તેના પરથી જ તેમણે Sundance Festival‘માં આ જ નામની શોર્ટ ફિલ્મ રીલીઝ કરેલી [ કે જેમાં પણ  J.K. Simmon  જ હતા અને ત્યાંથી જ ફિચર બનાવવા માટે ફંડ રેઇઝિંગ પણ થયેલું ! ]

કેટલાક અદભુત દ્રશ્યોમાં : 1] ઉપર વર્ણવેલુ પ્રથમ દ્રશ્ય 2] ફ્લેચર એક તબકકે એન્ડ્રુ’ની પાછળ પડી જાય છે કે , તું એક બીટ આગળ વગાડતો હતો કે એક બીટ પાછળ અને આખરે તેને પરાણે બોલાવડાવે છે કે ;  I am upset ! 3] ત્રણ ડ્રમર્સ’ને વારાફરતી કલાકો સુધી એક પછી એક વગાવડાવ્યા જ કરે છે , તે અનહદ તિવ્ર દ્રશ્ય 4] એન્ડ્રુ’નું એક્સીડેન્ટ થયા બાદ’ની મથામણ અને ઉતાવળ અને છતાં તેની પરાણે ડ્રમ્સ વગાડવાની જીદ અને પરિણામે બોલી જતી બઘડાટી ! 5] કલાયમેક્ષ’માં આવતા ચડાવ / ઉતાર અને બેંગ ! I cue you !

w8

Me : 9 / 10 < . . . Not quite my tempo

IMDb : 8.6 / 10 [ by 2,44,000 + People ] by July 2015

IMDb Top 250 : Currently in midst of 40 to 50 [by July 2015]


Interstellar , 2014

i9''

નોલાન અને ઇન્ટરસ્ટેલર . . આ બંને શબ્દો કેટલા મહિનાઓ’થી લોહીના દબાણ’ને ઉપર’નીચે કરી રહ્યા હતા અને છેલ્લે થયું શું !? ઓલમોસ્ટ આખા સૌરાષ્ટ્ર’માં મુવી રીલીઝ જ ન થયું 😦 ધ ડફોળ્સ , ધ લબાડ’સ . . .  પણ આખરે ધીમે ધીમે અને અને છેક છેલ્લે આ મુવીને ખુબ જ હાઈ’ક્વોલીટી’માં ઘરે જ જોવાયું પણ ક્યાંક કૈક અધુરપ રહી ગઈ હોવાનું લાગ્યું !!! પહેલી વાત તો એ કે આ મુવી ઓલમોસ્ટ 3 કલાક લાંબુ છે [ અને મને લાંબા મુવીઝ જોવાનો જરાય કંટાળો આવતો નથી , હું ‘ હવા હાયરે હાયલુ ગયું ‘ (ગોન વિથ ધ વિંડ) જો જોઈ શકું કે જે 4 કલાક લાંબુ હતું , તો આ તો . . ]

i7

સ્ટોરી તો ઓલમોસ્ટ બધાને ખ્યાલ જ હશે અને અંદાજે આ મુવી જોવામાં હું સૌથી છેલ્લો હોઈશ તો અહીંયા વાતો વિથ સ્પોઈલર થશે , માટે જે લોકોએ મુવી ન જોયું હોય તે અહીંથી જ રામે’રામ કરી લે ! પૃથ્વી પર ધાન્ય પાકો’માં રોગચાળો ફાટી નીકળ્યો છે અને રેતીના તોફાનો જમીન’ની ફળદ્રુપતા ઘટાડી રહ્યા છે , હવે તો માહૌલ એ રહ્યો છે કે માત્ર મકાઈ જ ઉગી રહી છે અને ટકી શકી છે , પણ થોડા વર્ષો’માં તેનો પણ અન્ય પાક જેવો જ હાલ થવાનો છે ! લોકો પાસે આગામી દિવસોમાં શુદ્ધ હવા અને પૌષ્ટિક ખોરાક’ની ભારે અછત ઉભી થવાની છે . આ સંજોગોમાં એક ફાર્મહાઉસ પર એક નાનકડું કુટુંબ પણ પોતાના પાક’નાં ઘેરાવા’ને નિરાશ નજરે જોઈ રહ્યું છે , મુખ્યત: તો એક ભૂતપૂર્વ સ્પેસ’શટલ પાઈલોટ એવો વર્તમાન ખેડૂત , કુપર [ Matthew McConaughey ] કે જેનો ભૂતકાળ ગમગીન હતો , વર્તમાન જવાબદારી અને નિરાશા’થી ભરપુર અને ભવિષ્ય ધૂંધળું હતું . . . પણ આ સંજોગોમાં તેની દીકરી મર્ફ‘નાં [ Mackenzie Foy ] રૂમ’માં ઘણા દિવસોથી કોઈ ભેદી ઘટના ઘટી રહી હતી ! બુકશેલ્ફ’માંથી બુક્સ પડી રહી હતી અને રેતી’માં કોઈ અજાયબ પેટર્નસ ઉભરી રહી હતી !! આખરે એક દિવસ આ પેટર્નસ તેમને અક્ષાંશ-રેખાંશ’નું એક એવું સરનામું ચિંધાડે છે કે જ્યાં નાસા’ની ખુફિયા જગા હોય છે . . ધીમે’ધીમે એ વાત બહાર આવે છે કે નાસા’ને એ વાતનો ખ્યાલ આવી ગયો છે કે પૃથ્વી પર માનવજાત’નાં દિવસો ભરાઈ ચુક્યા છે અને હવે તેમને અન્ય કોઈ ગ્રહ પર જીવન તલાશ કરવાની નોબત આવી ચુકી છે અને જોગાનુજોગ તેમને શની ગ્રહની પાસે ભેદી રીતે ઉભરી આવેલો વર્મ’હોલ મળી આવે છે કે જે બીજી ગેલેક્ષી’માં જવાનો શોર્ટકટ બની રહેવાનો હતો ! સાથોસાથ એક છેલ્લા સ્પેસ’રોકેટ મિશન પર જવા માટે પાઈલોટ’ની કમી હતી જે અચાનક આવી ચડેલા કુપર’થી પુરાવાની હતી . . દીકરી મર્ફ પિતાથી જુદા પડવા’નાં ડરે તેમને જવા દેતી નથી કેમકે તેઓ ક્યારે પાછા આવશે એ તો ઠીક પણ આવશે કે નહિ એ જ મોટો સવાલ હતો , પણ આખરે કુપર’ને નીકળવું પડે છે અને શરુ થાય છે , સમય’ની સફર તથા ઘટના’ઓની ઘટમાળ .

int3

આ મુવી રીલીઝ થયું ત્યારે મુવીમાં સંદર્ભ પામેલા વર્મહોલ , બ્લેકહોલ , થિયરી ઓફ રિલેટીવીટી , ટાઈમ પેરેડોક્ષ , સ્પેસ-ટાઈમ કંટીન્યુઅમ , ઇવેન્ટ હોરાઈઝન , સિંગ્યુલારીટી’ને સમજાવતી પોસ્ટ્સ અને પુસ્તકોનો રાફડો ફાટી નીકળ્યો હતો પણ આ કશામાંથી તમે કશું પણ ન જાણતા હો તો પણ મુવીમાં ઘણી નિરાંતે અને સરળતા’થી આ બધી જ કમઠાણ સમજાવાઈ છે [ અને છતાં પણ ઘણા લોકો એમ કહેતા સંભળાયા કે ઘણું બધું ઉપરથી ગયું !! ] જેમકે મેં કહ્યું તેમ તેઓએ સમજાવ્યું જ છે પણ અમોને તે એટલે આસન લાગ્યું કે ” સફારી ” નામનો ભોમિયો ઘણા સમય પહેલા જ અમ બચ્ચાઓ’ને આ સફર કરાવી ચુક્યો હતો [ થેંક યુ , સફારી અને નગેન્દ્ર વિજય સર 🙂 ]

i2

હવે મૂવીની જ સીધી વાત કરું તો . . મુવીને જો હું ત્રણ ભાગમાં વહેંચું તો પહેલો અને ત્રીજો ભાગ મને સ્ટોરી’નાં બે મુખ્ય પ્રવાહ લાગ્યા [ એ સંદર્ભે બીજો ભાગ સ્ટાર ટ્રેક સાગા’ની જેમ અવનવા ગ્રહો’ની અજાયબ મુલાકાત જેવો જ લાગ્યો , તે આખો વચલો હિસ્સો ટૂંકાવી શકાયો હોત કેમકે ઓવરઓલ તેમનો ઉપયોગ ટાઈમ પેરેડોક્ષ માટે જ થયો હતો કે જ્યાં એક ઝાટકે 23 વર્ષોનો છેદ ઉડી જાય છે ! :: વોટર પ્લેનેટ પર સમય’ની સરવાણી અને આઈસ પ્લેનેટ પર એકલવાયા સર્વાઇવલ માટે ભૂરાયા થતા એસ્ટ્રોનોટ’ની વાત ] અને અન્ય એ હિસ્સા’ઓ કે જ્યાં શટલ’નું ડોકીંગ થાય છે [ પણ એ હિસ્સા’ઓ મુવીને એક રિયાલીસ્ટીક ફિલ આપે છે કે જ્યાં ડોકીંગ’માં એક ક્ષણ’ની આઘા’પાછી પણ પુરા મિશન’ની વલે કરી નાખે તેમ છે ! ] . . . મતલબ કે આ બધું જ થોડે’ઘણે અંશે મુવીને પોતાના મૂળ પ્રવાહથી અલગ ચીલે ચાતરે છે [ કેમકે , આ મુવીને હું સાઈ-ફાઈ કરતા ઈમોશનલ લેવલ પર વધુ પસંદ કરી રહ્યો છું. ] આઈસ પ્લેનેટ પર ડો.માન’નાં કિસ્સામાં જે ભયંકર એકલપણું જોવાયું અને વિસ્તારાયુ તેના છઠ્ઠા ભાગનું વિસ્તરણ પણ ફિઝીસિસ્ટ રોમીલી’નાં કિસ્સામાં નથી બતાવાયુ કે જેઓએ સ્પેસ’સ્ટેશન પર જ એકલા એકલા 23 વર્ષો કાઢી નાખ્યા ! બીજી એક કઠતી વાત એ કે ; અંતરીક્ષ’નાં સન્નાટા’નો જે હોન્ટીંગ માહૌલ ગ્રેવિટી મુવીમાં ઉભો થયો હતો તે અહીંયા ઘણો આછો ભાસે છે . [ અનંત’માં એકલતા અને વાણી’નું તો ઠીક પણ આંખોનું પણ મૌન ] અને એક આખરી થોડીક ખૂંચેલી વાત : કે સૌ’પ્રથમ કુપર’ને નાસા’નાં ઓર્બીટ્સ ક્યાંથી મળ્યા ? જો પ્લાન A નિષ્ફળ ગયો હતો અને પ્લાન B સફળ તો રહ્યો હતો પણ ઘણા ફટકા વેઠીને , તો પછી આટલી એડવાન્સડ માનવજાત લિમિટેડ રીસોર્સીસ સાથે ક્યારે ઉદભવી કે જેમણે સ્પેસ-ટાઈમને કંટ્રોલ કરતા શીખ્યું !? [ અને વર્મ’હોલ સુધ્ધાનેઅને આખરે ફિફ્થ ડાઈમેન્શન સુધી પહોંચ્યા !

i8

પણ પણ ને (ત્રીજી વાર) પણ ; આ મુવીમાં જેટલું ખૂંચ્યું તે કરતા ગમ્યું વધુ . . . નોલાન’ની ફિલ્મો થોડીક નોઈર ટાઈપ’ની / કોલ્ડ બ્લડેડ અને પાત્રો’ની પરવા ન કરતી વાર્તા’ઓની ગણાવાતી પણ એક રીતે તે પ્રવાહ અહી થોડોક જુદે ફાંટે ફંટાયો ! નોલાન’ની ફિલ્મો’નું એક મહત્વ’નું પાસું ગણાતું ‘ પેરેન્ટહુડ ‘ અહીંયા તેની ટોચે છે , સ્ટોરી’નું એ જ મહત્વનું અંગ કે જ્યાં સંભાવના અને ભાવના એક સિક્કા’ની જ બે બાજુ બની રહે છે અને બંને શક્યતાઓ મર્ફ’માં સાકાર અને એકાકાર થાય છે [ મર્ફી’ઝ લો : જેની સંભાવના શક્ય છે તે થઈને જ રહે છે ( મહદઅંશે આ નિયમ નકારાત્મક મનાય છે ) ] પણ એ સંભાવના’ને બાપ’દીકરી’ની ભાવના’નું , પ્રેમ’નું અદભુત આવરણ ચડાવીને નોલાને ગજબની લહેર ઉભી કરી છે , વિચારો તો ખરા કે સ્પેસ-ટાઈમ’નાં ચોથા ડાઈમેન્શન બાદ પ્રેમનું પાંચમું ડાઈમેન્શન !! [ અંતરીક્ષ’નાં બીજા છેડે પણ કોઈ તમારાથી જોડાયું છે , એ અહેસાસ જ તમને સમય’નો માર સહન કરવાની જીજીવિષા બક્ષે છે , કોઈ છે કે જે રાહ જુએ છે – અનંત’ની વાટે ]

i1

અને બાપ’થી વિખુટી પડતી બે બે દીકરીઓ’ની વાત : મર્ફ અને એમિલિયા બ્રાંડ [ એક આખાબોલી અને આક્રોશ’થી ભરેલી તથા બીજી થોડીક અંતર્મુખી અને બાપ’નાં બોલે નીકળી પડનારી ] આ બંને પાત્રોમાં જેસિકા અને એન્નઓન ધ નોટ ‘ લાગે છે પણ ખરો જીવ તો જેસિકા’થી પુરાય છે , તેની એન્ટ્રી’થી મુવીમાં એક જાન આવે છે , એક આશા પુરાય છે [ અને તેટલો જ અદભુત અભિનય રહ્યો પેલી નાનકડી મર્ફ’નાં પાત્રમાં Mackenzie Foy દ્વારા પણ ] . . . સમય અને દર્દ’માં વધ્યે જતા એકતરફી સંદેશા’ઓની વણઝાર , પોતાના કરતા પોતાનાઓ માટે’ની વધુ ફિકર , Matthew McConaughey‘નો આલાતરીન ગ્રાંડ અભિનય [ બસ અદભુત : જયારે સંદેશાઓ’માં જ તેના સંતાનોને નાનામાંથી મોટા થતા જુએ છે ત્યારનું રોઈ પડવાનું દ્રશ્ય ક્લાસિક હતું : હજુ 5-6 વર્ષ પહેલા આ વ્યક્તિ’ની કોઈ ગણના નહોતી પણ ત્યારબાદ The Lincoln Lawyer , Killer Joe , Mud , Dallas Buyers Club અને True Detective સીરીઝ’થી જે એ ખાબક્યો છે કે વાત પૂછો માં ! ] બ્લેક હોલ’માં સમય’નું ફિઝીકલ ડાઈમેન્શન તરીકેનું નિરૂપણ , 5D’માં 3D યુનિવર્સ’નું નિરૂપણ અને અદભુત એવા વર્મહોલ અને બ્લેકહોલ’નું ક્રિએશન , કૈક અલગ જ એવો 90% પ્રમાણિકતા ધરાવતો રોબોટ TARS . . . ફિઝીસિસ્ટ Kip Thorne સાથે મળીને નોલાન બંધુઓ લિખિત આ મુવી હરહંમેશ’ની જેમ બ્લોકબસ્ટર તો ઠીક પણ ફૂડ ફોર બ્રેઈન અને લટકામાં લવ ફ્રોમ હાર્ટ પણ બની રહ્યું ! નોલાન’નાં લાર્જર ધેન લાઈફ મુવીઝ’ની સફર હંમેશા ગ્રાંડ બની રહી છે અને તેમના મુવી સ્પીલબર્ગ’ની જેમ જ કેટલીય વાર ફરી ફરીને જોવાય છે , અને એ જ તેમનો માસ્ટર’સ્ટ્રોક છે : ગ્રાંડ સ્કેલ / ગ્રાંડ વિઝન & ગ્રાંડ એક્ઝીક્યુશન  .

i13

મુવી વિષે હું હવે નિબંધ લખતો અટકું !? 😉 કેમકે મને અટકવાની તો ભાન જ નથી પડતી ! પણ થોડાક ક્વોટસ અને ટેકનીકલ વાતો અને ગમતીલા દ્રશ્યો’ની વાત કરીને વિરમું , તો  . . .

Nice Quotes & Dialogues

1] We used to look up at the sky and wonder at our place in the stars, now we just look down and worry about our place in the dirt. 2] Mankind was born on Earth. It was never meant to die here.

3] We’ve always defined ourselves by the ability to overcome the impossible. And we count these moments. These moments when we dare to aim higher, to break barriers, to reach for the stars, to make the unknown known. We count these moments as our proudest achievements. But we lost all that. Or perhaps we’ve just forgotten that we are still pioneers. And we’ve barely begun. And that our greatest accomplishments cannot be behind us, because our destiny lies above us.

4] This world’s a treasure, but it’s been telling us to leave for a while now. 5] Today is my birthday. And it’s a special one because you once told me that when you came back, we might be the same age. Well, now I’m the same age that you were when you left… and it’d be really great if you came back soon.

6] Once you’re a parent, you’re the ghost of your children’s future. 7] I’m not afraid of death. I’m afraid of time. 8]  Newton’s third law. You’ve got to leave something behind. 9] Accident is the first step in evolution .

i6

કેટલાક અદભુત દ્રશ્યોમાં . . . 1] કુપર’નું પોતાના પરિવારને છોડીને અનિશ્ચિત અવધી માટે જવું 2] આપણી આકાશગંગા’ને અલવિદા કહેવું 3] શની’નાં વલયો પાસે ગોળાકાર એવો અંદર’ની તરફ વિસ્તરતો વર્મહોલ .

e

4] Gargantua નામનો તેજ’નાં લિસોટા ચીતરતો પ્રચંડ બ્લેકહોલ 5] વોટર પ્લેનેટ પરના પેલા પર્વતો જેવા મોજા અને TARS‘નું એમિલિયા’ને બચાવવું – { TARS કેવી રીતે બનાવાયો , તે ભારે રસપ્રદ છે !6] આઈસ પ્લેનેટ પર’ની બરફ’ની પ્રચંડ સૃષ્ટિ [ બરફ’નાં વાદળાઓ ]

a

7] ઘુમરડી મારી રહેલા સ્પેસ’સ્ટેશન સાથે શટલ’નું ડોકીંગ 8] કુપર’નું બ્લેકહોલમાં પ્રવેશવું અને ટેસેરેક્ટ’ની સમય’ને ફિઝીકલ સ્વરૂપ’માં દર્શાવતું ફિફ્થ ડાઈમેન્શન અને મોર્સ કોડ વડે ઘડીયાળ’નાં કાંટા થકી મોકલાતી હિંટ 9] નળાકાર એવું સ્પેસ સ્ટેશન અને બાપ’દીકરી’ની મુલાકાતનું યાદગાર દ્રશ્ય .

Me : 8.5 / 10Love is the one thing ,

                                      we’re capable of perceiving ,

                                                that transcends time and space.

IMDb : 8.7 / 10 [ by 6,58,000 + People ] by July 2015

IMDb Top 250 : Currently in midst of 20 to 30 [by July 2015]