ટૅગ્સ
' Cu ' Dog, American Sniper, Andrey Zvyagintsev, Animation, અમેરિકન સ્નાઈપર, આઈરીશ લોકકથા, એનીમી, જુરાસિક વર્લ્ડ, ડીઝની, ધ થિયરી ઓફ એવરીથિંગ, ફોક્ષકેચર, બીગ હીરો 6, માર્વેલ, રોબોટ, લેવીઅથાન, વાઈલ્ડ, વાઈલ્ડ ટેલ્સ, સોંગ ઓફ ધ સી, સ્ટીફન હોકિંગ, સ્ટીલ ધ વોટર, Ben, Bennett Miller, Big Hero 6, Bradley Cooper, Bronach, Bryce Dallas Howard, Cartoon Saloon, Channing Tatum, Cheryl Strayed, Chris Kyle, Chris Pratt, Clint Eastwood, Conor, Conor / Mac Lir, Corruption, Damián Szifrón, David Schultz, Denis Villeneuve, Dmitriy Seleznyov, Enemy, Feelings & pain, Foxcatcher, Granny / Macha, Hero & Baymax, Hiking, Irish Folklore, Irrfan khan, Jake Gyllenhaal, Jean-Marc Vallée, John du Pont, Jurassic World, Kolya, Laura Dern, Leviathan, Lilya, Macha, Mark Ruffalo, Mark Schultz, Mélanie Laurent, Motor Neuron Desease, Navy, Owls, Pacific Trail, Reese Witherspoon, Repeatetion Theory, Saoirse, Sarah Gadon, SEAL, Sienna Miller, Six short stories, Song of the Sea, Stephen Hawking & Jane Hawking, Steve Carell, Still the Water, The Great Seanachaí, The Theory of Everything, Thriller, Tomm Moore, Trail, Wild, Wild Tales, Wrestling
1] આજની પોસ્ટ બનાવતા બનાવતા પણ ફરી પાછી મજા પડી ગઈ છે – મગજ’નું દહીં થઇ ગયું છે પણ દહીં ગુણકારી હોય છે અને મગજ માટે સારું પણ ! [ મોજ , બોજ નથી બની રહી એ સારું છે 🙂 ]
2] આજની પોસ્ટ’થી મેં અંદાજે 14’થી 15 મુવીઝ’ને ટૂંકાવ્યા છે [ આજની પોસ્ટ’માં + આવતી પોસ્ટ’માં ] કે જેથી કરીને હું 2014’ની મુવીઝ્નું આવતી પોસ્ટ’માં જ સમાપન કરી શકું [ અને તેમ કરીને આજની પોસ્ટ’માં જ ચાર ઉચ્ચ ગુણવત્તા’વાળી મુવીઝ’નું હું રસાસ્વાદ નથી કરી શક્યો 😦 ]
3] આવતી પોસ્ટ’માં પણ કદાચ એવું જ થશે – 6/7 મુવીઝ’ની વાત થશે અને 6/7’ની વાત ટૂંકાવાશે .
Total Movies – 7 + (4) ~ ~ ~ Pictures – 55 Still & 8 Gif
It would take 5 to 6 minutes to load the whole post .
Couldn’t elaborate or Talk’upon
Leviathan , 2014 [ Russia ]
ઉત્તરી રશિયાના એક છેવાડા’નાં નાનકડા શહેર’માં કોલ્યા’ને પોતાના બાપ’દાદા’નું ઘર ખાલી કરવા માટે સ્થાનિક સત્તા તરફથી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે [ મેયર + પોલીસ’વડો , શહેરી વિકાસ કમિટી’નાં પ્રમુખ અને સ્થાનિક ચર્ચ’નો પોપ પણ ! ]
તે દરમ્યાન જ મોસ્કો’થી આવેલ તેના દિલોજાન મિત્ર કમ વકીલ એવા દમિત્રી ચિત્ર’માં પ્રવેશે છે અને પરિસ્થિતિઓ વળાંક મારે છે [ કેસ’માં પણ અને અંગત જિંદગીમાં પણ !]
અત્યંત ધીમી ધારે ઉકળતું મુવી અને ઘેરો માહૌલ , અદભુત એટલે અદભુત સિનેમેટોગ્રાફી , ભ્રષ્ટ તંત્ર અને અંગત જીવન’માં ભેરવાતા કોલ્યા’ની વિષાદ’યુક્ત દાસ્તાન [ અને સામે પક્ષે , કોલ્યા’ની બીજી પત્ની’નાં પાત્રમાં લીલ્યા પણ ]
Me : 8.5 / 10 < God sees everything, son.
IMDb : 7.7 / 10 [ by 19,000 + People ] by June 2015
Foxcatcher , 2014
જ્હોન અને માર્ક બંને ભાઈઓ રેસલિંગ ચેમ્પિયન હોય છે . મોટાભાઈ જ્હોન’ની નિશ્રા’માં જ નાદાન માર્ક ઓલમ્પિક ચેમ્પિયન બનવા સુધી પહોંચ્યો હોય છે પણ આ જોડી તૂટે છે , અબજોપતિ એવા જ્હોન ડુ પોન્ટ’નાં એક આમંત્રણ’થી / પ્રસ્તાવથી !
. . કે હવે માર્ક , ડુ પોન્ટ’ની સ્પોર્ટ’ફર્મ ‘ ફોક્ષકેચર ‘નાં બેનર હેઠળ આગામી ઓલમ્પિક’માં રમવા ઉતરશે પણ જ્હોન ડુ પોન્ટ શું અકળ માયા હતો તેની માર્ક’ને તો શું કોઈને પણ કાઈ ખબર નહોતી ! [ સિવાય કે એની માં’ને 😉 ]
સ્ટીવ કેરલ અને માર્ક રફેલો’નો ડિફરન્ટ મેનેરીઝ્મ સાથેનો અત્યંત અદભુત અભિનય [ એમાય સ્ટીવ કેરલ તો બસ અકળ અને અગમ્ય અંદાજ’માં ઘડીક વાર ચક કરી જાય છે : ચક & મેટ 😉 ] સત્યઘટના પરથી બનેલું રેસલિંગ’ની રમત’નાં ઇતિહાસનું એક ગોઝારું પ્રકરણ .
Me : 8.5 / 10 < I don’t care about trains, Mother. I am leading men !
IMDb : 7.1 / 10 [ by 75,000 + People ] by June 2015
Wild , 2014
Cheryl ચાલી પડી છે , 1100+ માઈલ’ની Pacific Crest Trail પર ! આ અગાઉ તેને હાઈકિંગ’નો કોઈ કરતા કોઈ અનુભવ ન્હોતો ! તો શું આ કોઈ તેનું નાનપણ’નું સ્વપ્ન હતું ? નાં ! આ તો તેનું દુ:સ્વપ્ન હતું કે જેનાથી પીછો છોડાવવા અને પોતાની જાતને ફરીથી મળવા તે નિસર્ગ’ની કેડીએ ચાલી નીકળી હતી .
અત્યંત પ્રેમાળ અને સકારાત્મક એવી માં’ને ગુમાવ્યા બાદ ભાંગી પડેલી Cheryl જીવન’ને ગોઝારું બનાવી મુકે છે ( એક અદભુત પાત્ર’માં Laura Dern ) . . ડ્રગ્સ અને સ્વછંદતા’ને કારણે તેનું ખુદનું લગ્નજીવન ડામાડોળ થઇ જાય છે અને એકદા તે હેબતાઈ જાય છે કે તેણે પોતે જ પોતાના જીવન સાથે આ શું કર્યું ? અને જાત પાસેથી જવાબ મેળવવા અને કુદરત પાસેથી જીવન મેળવવા તે આ દુ:સાહસ આદરે છે કે જ્યાં પ્રોફેશનલ હાઈકર્સ પણ થાકી હારી’ને પીછેહઠ કરી જાય છે !
અદભુત મ્યુઝીક અને સતત ફ્લેશબેકમાં વહેતી સ્ટોરી એક સંવેદનશીલ માહૌલ ઉભો કરે છે , આ પાત્રમાં ‘ રીઝ ‘ રીતસર’ની છવાઈ જાય છે ! સમગ્ર ટ્રેઈલ એક અદભુત યાત્રા બની રહે છે [ આપણા માટે પણ ] છેક અંતમાં આવતું ગીત , If i Could તો રીતસર હૃદય’નાં તાર ઝંકૃત કરી જાય છે . [ આ મુવી વિષે વિસ્તાર’માં વાત છેડવાની બહુ ઈચ્છા હતી 😦 ]
Me : 8.5 to 9 / 10 < What if I forgave myself ?
IMDb : 7.2 / 10 [ by 51,000 + People ] by June 2015
American Sniper , 2014
અમેરિકન SEAL ટીમ’નાં અત્યાર સુધીના સૌથી સફળ નિશાનેબાજ એવા ક્રિસ કાઈલ’નું બાયોપિક એટલે ક્લીન્ટ ઇસ્ટવુડ’નું આ બહેતરીન મુવી .
યુધ્ધ માણસને શું શું દેખાડે છે અને શું શું કરાવે છે , તે એક સૈનિક સિવાય કોણ વર્ણવી શકે !? યુદ્ધ ન ચાલતું હોય ત્યારે પણ મોત’નું એ તાંડવ દિમાગમાં ચાલતું રહે છે , નજરો સમક્ષ ભજવાતું રહે છે ! દેશભક્તિ , પરિવાર અને ખુદ’ની ઓળખ મેળવવા’ની વચ્ચે મથતા એક SEAL સૈનિકના પાત્રમાં બ્રેડલી કુપર દંગ કરી જાય છે .
શરુઆત’નું દ્રશ્ય જ ચોંકાવી દે તેવું છે , ઈરાક’ની શેરીમાં એક બાળક હેન્ડ’ગ્રેનેડ લઈને ઘા કરવા જઈ રહ્યું હોય છે અને ક્રિસ’ને એ નાજુક ક્ષણે નક્કી કરવાનું હોય છે કે ટ્રીગર દબાવું કે નહિ !!! [ ઘણા સમયે સિએના મિલર’ને એક સારા પાત્રમાં જોઈ – ક્રિસ’ની પત્ની તરીકે ]
Me : 8 to 8.5 / 10 < God, country, family, right ?
IMDb : 7.4 / 10 [ by 2,19,000 + People ] by June 2015
In Detail . . .
Still the Water , 2014 [ Japan ]
દરિયો તોફાને ચઢ્યો છે , તેના અનેક સ્વરૂપો પૈકીનું આ રૌદ્ર સ્વરૂપ છે પણ ધીમે ધીમે તે તેની મૂળ પ્રકૃતિ’એ આવી પહોંચે છે , કે જે હતી : પવન’ની લહેરખીઓ’ની સંગે હિલોળા લેતું આનંદ’સ્વરૂપ . કુદરત અને માનવજીવન અનેક સ્તરે સમાન રીતે વર્તે છે પણ બંને વચ્ચે’નો તંતુ ખુબ નાજુક હોય છે અને આ તંતુ’માંથી સેતુ’નું નિર્માણ થવા માટે સંવાદ’ની જરૂર હોય છે નહિ કે વાદ’ની ! માણસ’ની કુદરત સાથેની સંવાદિતા જ તેના અંગત જીવન’નાં મુલ્યો અને સંઘર્ષો’ને સમજવામાં અને પચાવવામાં મદદ કરે છે અને એક આવી જ વાત હતી જાપાન’નાં , એક છેવાડે આવેલ ટાપુ પર વસતા બે કુટુંબો’ની , ઉલટા’નું એ બંને કુટુંબો’નાં એકમાત્ર ટીનેજર્સ’ની !
રાક્ષસી અને ઘોંઘાટીયા શહેરો કરતા ક્યાય દુર એવા આ છેવાડા’નાં સ્થળે જો કોઈ અવાજ સંભળાય છે તો તે છે , પ્રકૃતિ’નો . અને એ જ પરિસર’માં ઘણી શમણાઓ શમે છે અને વિટંબણાઓ પણ ! કાઈતો [ Nijirô Murakami ] અને ક્યોકો [ Jun Yoshinaga ] બંને નાનપણ’થી જ મિત્રો છે અને તરુણાવસ્થા’નાં આ પડાવે બંને એકસરખી મૂંઝવણ અને વ્યથા અનુભવી રહ્યા છે , બંને’નાં પરિવારો મુશ્કેલી વેઠી ચુક્યા હતા અને હજુ પણ વેઠી રહ્યા હતા . કાઈતો’નાં પેરેન્ટ્સ’નાં ડિવોર્સ થઇ ચુક્યા હતા અને કાઈતો એ બાબતે મૂંઝવણ અનુભવી રહ્યો હતો કે તેની માં અન્ય કોઈ વ્યક્તિ સાથે રીલેશન’માં હતી ! જયારે ક્યોકો એ બાબતે નસીબદાર હતી કે તેના પેરેન્ટ્સ એકમેક’ને ખુબ જ પ્રેમ કરતા હતા પણ તેમનો એ સાથ પણ ખુબ જ ટૂંકો રહી જવાનો હતો ! કેમકે ક્યોકો’ની માં મરણપથારી’એ હતી . . . આમ બંને , કાઈતો અને ક્યોકો પરિવાર’નાં તૂટવા’ની વેદના અનુભવી રહ્યા હતા અને જાણે’અજાણે એકમેક પ્રત્યે આકર્ષણ’રૂપી અસમંજસ પણ અનુભવી રહ્યા હતા !
સ્ટોરી અને બેકગ્રાઉંડ’ની બાબતે જેટલું આ મુવી રીચ છે તેટલું જ અદભુત છે તેનું ધીરે ધીરે ઊઘડવું [ શરૂઆત’ની ઝડપ અને વિષય’વિસ્તાર તો અનહદ ધીમા અને ધીર’ગંભીર છે , છેક આખીરની અડધી કલાકમાં સમગ્ર વિષય , ઘટના અને વાર્તા એકાકાર થાય છે અને એ તાદાત્મ્ય અનુભવાય છે .] એક તરફ પિતાની ગેરહાજરી’નાં સંદર્ભે માતાની અવહેલના કરતો તરુણ અને બીજી તરફ પોતાના નાનકડા પરિવારની આધારસ્થંભ એવી માં’ને ધીમે ધીમે મોત’નાં મુખમાં જતી જોઇને ઉંમર કરતા વહેલા સમજણી થતી તરુણી’નાં પાત્રમાં આ બંને એક્ટર્સે પોતાની ઉંમર કરતા વધુ મેચ્યોરિટી દેખાડી છે [ ખાસ કરીને ચુલબુલી અને ગમગીન એમ બંને સ્થિતિઓ’માં તદ્દન અલગ ભાસતી ક્યોકો’નાં પાત્રમાં Jun Yoshinaga ]
મૂવીની શરૂઆત’નાં દ્રશ્યો જ તોફાન અને એક બકરીને હલાલ કરવાના છે [ કે જેમનું અનુસંધાન છેક આખરી કલાકમાં પકડાય છે ] કે જે જીવન’ની અનિશ્ચિતતા અને મૃત્યુ’ની અનિવાર્યતા [ અને તે સમયની અસહાયતા ] દર્શાવે છે . જીવંત હોવું એટલે શું ? મૃત્યુ તરફ જવા સમયે દેખાતું જગત શુ એટલું જ અર્થસભર લાગે છે કે પછી તે સમયે આપણે જીવન’ની વધુ નજીક આવીએ છીએ !? પ્રેમ , અલગાવ , રોગ , મૃત્યુ , જીવન , કુદરત , કઠીન સંજોગો’નો કુદરતી આફતો’ની જેમ જ સ્વીકાર કરવાની ભાવના અને તેમાં જીવન’નું એક અલગ જ સ્વરૂપ નીરખવાની દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ . . . એ તમામ પાસાઓ અને ઘટના’ઓ આ મુવી’ને એક અલગ જ ફિલોસોફિકલ ઉંચાઈ’એ પહોંચાડે છે .
વાર્તા’ને એક અદભુત આધાર આપતો આટલો સૌંદર્ય અને રૌદ્ર’મય દરિયો પહેલા ક્યારેય નહોતો જોયો [ છેલ્લે , અંડર ધ સ્કીન’માં જોયેલો ] સાગર’નાં મોજાઓ અને વડ’ની વડવાઈઓ’નું એકબીજા સાથેનું અનુસંધાન મુવી’માં કમાલનું સિમ્બોલીઝમ અને મેટાફોર રચે છે . વડ’ની એ ઘેરી છાયા હેઠળ નાનકડું પરિવાર એકબીજાના ખોળામાં બેસીને જયારે એ શાંત ક્ષણોને પોતાનામાં ઉતરતું જોતું હોય છે ત્યારે પાંદડાઓ’નો એ શાંત કોલાહલ આપણા અસ્તિત્વ સાથે એક અનુનાદ રચે છે [ ડીટ્ટો , સાગર’નાં મોજાઓનો નિરંતર અવાજ અને તેના પેટાળમાં આવનાર ભવિષ્ય’ની માફક શું ધરબાયું હશે , તેનું અગમ્ય રહસ્ય ! ] વિઝનરી એવા આ મુવી પાછળ જેનું વિઝન છે , એવા Naomi Kawase આ અગાઉ પણ Suzaku { 1997 – Camera D’or prize , Cannes }, Hanezu , The Mourning Forest { 2007 – Grand Jury prize , Cannes } જેવા અર્થપૂર્ણ મુવીઝ બનાવી ચુક્યા છે . એક સંદર્ભ’માં તેઓને જાપાન’નાં ટેરેન્સ મલિક કહેવાય છે [ કે જેઓ તાત્વિક અને અર્થપૂર્ણ એવી કુદરત સાથે અનુસંધાન રચતી મુવીઝ બનાવવા માટે જાણીતા છે ] પણ જાપાનીઝ લોકો ટેરેન્સ મલિક’ને યુ.એસ’નાં નાઓમી કવાસે કહે છે 🙂
કેટલાક અદભુત દ્રશ્યોમાં : 1] શરૂઆત’નું જ ટાઈફૂન’વાળું દ્રશ્ય અને ત્યારબાદ બકરી’નું દ્રશ્ય અને જાપાનીઝ ફોક સોંગ્સ 2] કાઈતો અને ક્યોકો’ની પહેલી કિસ અને અસમંજસતા’નું અદભુત દ્રશ્ય 3] વડ’નાં વૃક્ષને જોતી ક્યોકો’ની માં’ની આંખો .
4] જયારે ક્યોકો કાઈતો’ને આઈ લવ યુ કહે છે ત્યારનો કાઈતો’નો પ્રત્યુતર ! 5] વિકેન્ડ’માં પોતાના પિતા પાસે ટોક્યો જતો કાઈતો અને વળતા સમયે પિતા’એ આપેલી પ્રોમિસ નોટ 6] કાઈતો’ની પાછળ સાઇકલ’માં ઉભી રહેતી ક્યોકો’નાં અદભુત દ્રશ્યો .
7] બકરી’ને અસહાય અવસ્થામાં મૃત્યુ પામતી જોતા કાઈતો અને ક્યોકો 8] વડ’ની ઘેઘુર છાયા હેઠળ ક્યોકો , તેની માં અને પિતાનું મસ્તી-મજાક અને સંવાદ રચતું અદભુત દ્રશ્ય 9] ક્યોકો’ની માં’ની અંતિમ ક્ષણોનું ખુબ જ લાંબુ અને ધીરજ માંગી લેતું દ્રશ્ય 10] અને આખરે , કુદરત’નાં ખોળે ખીલતું અને ખેલતું કાઈતો અને ક્યોકો’નું અદભુત યુગલ .
ખુબ જ ધીમું ઉઘડતું અને શાંત ઝરુખે નીરખવા જેવું સૌંદર્ય એટલે , અનહદ ઓફબીટ એવું આ મુવી [ જરા ધીરજ રાખીને જોવા વિનંતી ]
Me : 8.5 to 9 / 10 < As with serenity , so with sorrow .
Neither one can be measured .
IMDb : 6.9 / 10 [ 1,100 + People ] by June 2015
The Theory of Everything , 2014
પહેલી વાત તો એ કે , આ કોઈ બાયોપિક નથી [ ભલે એ લોકો કહેતા . . કુછ તો લોગ કહેંગે , પણ તમારે લોગ’આઉટ થઇ જવાનું ! ] ખરેખર તો આ મુવી સ્ટિફન હોકિંગ’ની પ્રથમ પત્ની જેન વાઈલ્ડ’નાં પુસ્તક Travelling to Infinity : My life with Stephen પર આધારિત છે કે જેની શરૂઆત તેમના પ્રણય’થી થઈ અને ત્યારબાદ વૈવાહિક સફર’નાં સંભારણા અને મુશ્કેલીઓ સુધી આ ઘટના વિસ્તરે છે . સ્ટિફન હોકિંગ’નો પરિચય સૌ પ્રથમ , ઘણા વર્ષો પહેલા કાંતિ ભટ્ટ’ની કોલમ થકી થયેલો [ હજુ હમણાં સુધી એ આર્ટીકલ મેં સાચવી રાખેલો – જય કાંતિ ભટ્ટ ] તેમના વિષે પણ સૌ’પ્રથમ જાણ્યું અને હજારોમાં’થી કોઈ એકને થતા આ વિચિત્ર Motor neuron disease વિષે પણ ત્યાંથી જ ખબર પડી કે જેમાં સ્નાયુઓ પરનો કંટ્રોલ જ ચાલ્યો જાય છે અને તમે ચામડીની જેલમાં કેદ થઇ જાઓ છો !
બાપ રે ! આ માણસની જીજીવિષા તો જુઓ [ અહીંયા આખા દિવસ’માં બે વાર મિની’ડીપ્રેશન’નાં હુમલા આવી જતા હોય છે અને આ વ્યક્તિ 2 વર્ષમાંથી 50 વર્ષ ખેંચી ગયો , લડતો રહ્યો ] સમાજને , વિજ્ઞાન’ને અને આખરે માણસ’ને ખુદને ખોટી પાડતી ઘટના એટલે ‘ જીજીવિષા ‘ ! સુખ અને દુખ’નાં પટ્ટ’માં વહેતું આપણું જીવન સતત નિરાશા અને જીજીવિષા’ના બે કાંઠે આમથી તેમ ફંગોળાતું રહે છે પણ જીજીવિષા’નો એ ઘસાયેલો કાંઠો જ ધીરે ધીરે આપણને ખરો જીવંત બનાવે છે અને જયારે સ્ટિફન હોકિંગ જેવા જીનીયસ વૈજ્ઞાનિક’ને આપણે આ રીતે આગળ વધતા જોઈએ છીએ ત્યારે ઘડીક તો એ આપણી જિંદગી’ની દિશા પણ બદલતા જાય છે [ એક વાત નોંધવા જેવી ખરી કે માણસ મર્યાદાઓ’નો બન્યો છે પણ તેના મનોબળ’ની / સહનશક્તિની કોઈ મર્યાદાઓ નથી ]
જયારે એક વ્યક્તિ પીડાય છે ત્યારે તેનું સ્વજન પણ ધીમું મોત મરે છે , તેની એ પીડા અકથ્ય હોય છે , તેનું જગત પણ સંકોચાય જાય છે અને એ વાત અહીંયા બહેતરીન રીતે જેન હોકિંગ’ની નજરો વડે દર્શાવાઈ છે . નો ડાઉટ કે , Eddie Redmayne‘એ અદભુત રીતે સ્ટિફન હોકિંગ’ના પાત્રને જીવી બતાવ્યું છે [ એ ચાર્મ , એક્સપ્રેશન્સ , મજબુરી , ચતુરાઈ’નાં ચમકારા અને ઓવરઓલ ફિઝીકલ પર્સોના ] અને તે માટે તે ઓસ્કાર’ને લાયક પણ છે પણ તેની સામે Felicity Jones‘એ પણ એકંદરે તેના પ્રથમ મજબુત રોલ’માં જબ્બર ટક્કર લીધી છે , ખરેખર તો આ બંને’ની કેમેસ્ટ્રી જ આ મુવીને નિરાંતે નીરખવા જેવી મુવી બનાવે છે .
પણ જે રીતે મુવી’નાં સમગ્ર આયામ’ને એક અતિ’આદર્શ ટચ અપાયો છે તે ઘણી વાર ખુંચે છે [ કેમકે મહદઅંશે જેન’ને એક અત્યંત પ્રેમાળ અને સપોર્ટીવ વાઈફ તરીકે જ પ્રેઝન્ટ કરાઈ છે અને તેણી મહદઅંશે હશે પણ ખરા ] પણ મુવીમાં બંને’નાં એકમેક પ્રત્યેના આકર્ષણ અને શરૂઆતી જવાબદારી’નાં દૌરને જે સુંદર રીતે દર્શાવાયો છે તેટલો અસરકારક એ તબક્કો નથી દર્શાવાયો કે જયાં બંને’નું વૈવાહિક જીવન સમતુલા ગુમાવે છે અને ખોરંભે ચડે છે ! એ ગ્રે અને વાસ્તવિક જીવન’ની ક્ષણો ગાયબ છે ! . . મહદઅંશે સ્ટોરી હોકિંગ’ની થીયરીઝ પર જવાનો પ્રયત્ન કરે છે [ અને તેમના સંશોધનો અને બુક્સ પર ] પણ નકકર રીતે નથી એ પૂરેપૂરું વલોવાતું કે નહિ તેમનું અંગત જીવન ! ફરી કહું કે કથાનક કરતા પણ પાત્રો’એ આ ઘટના’ને વધુ ઉંચાઈ આપી છે . [ આ અપેક્ષાઓ એટલા માટે વધુ હોઈ શકે કેમકે આ એક બાયોપિક કહેવાય છે નહિ કે કોઈ કાલ્પનિક ઘટના : કલ્પનાઓ’માં આદર્શ તેની ટોચ પર હોય છે ! ]
થોડાક અદભુત દ્રશ્યોમાં : 1] સ્ટિફન અને જેન’ની પ્રથમ મુલાકાત અને ડાંસ બોલ’નું એ ફ્લુરોસંટ દ્રશ્ય 2] સ્ટિફન , જેન અને જોનાથન’નું ડીનર ટેબલ પરનું દશ્ય [ અને જેન’નું વટાણા અને બટેટા વડે કવાંટમ થીયરી અને જનરલ રીલેટીવિટી સમજાવવું ! ] 3] સ્ટીફન’નાં કોમા દરમ્યાન જેન’નો તેને બચાવવાનો કઠીન નિર્ણય
4] વ્હીલચેર સાથે જડાયેલા સ્ટીફન’નો અવાજ પણ હવે તેનો ટોન ગુમાવે છે અને પેલું મશીન મોનોટોનસ રીતે હરેક શબ્દ ઉચ્ચારે છે ! 5] અને આખરે , સ્ટીફન જેન’ને પૂછે છે કે કેટલા વર્ષો ? ત્યારે જેન કહે છે કે તેમણે તો બે જ કહ્યા હતા [ તે સમય’ની અકથય્તા તે બંને એક્ટર્સે અદભુત રીતે જીવી બતાવી છે ] સમય , બ્રહ્માંડ અને માનવ’જીવન’ની મર્યાદાઓ અને અમાપ શક્યતા’ઓ દર્શાવતું સુંદર મુવી .
Me : 8 / 10 < Look what we made !
IMDb : 7.8 / 10 [ 1,75,000 + People ] by June 2015
Enemy , 2014 [ Canada ]
યાદ છે , ગયા વર્ષે આવેલું થ્રિલર ” Prisoners ” ? તે જ ડિરેક્ટર Denis Villeneuve‘નું તે જ વર્ષે બનેલું પણ થોડુક મોડું રીલીઝ થયેલું મુવી એટલે ” Enemy ” – એક સાઈકોલોજીકલ થ્રિલર . . . શરૂઆત જ એક ભેદી ન્યુડ સીન’થી થાય છે કે જ્યાં કશું જ સમજાતું નથી , એક વણઉકેલ પઝલ [ અને ત્યારબાદ’ની બીજી એક મોમેન્ટ પણ ] પછી નોર્મલ દ્રશ્ય’વિસ્તાર થતા ઘટના ઘટવાની અને વધવાની શરૂઆત થાય છે . . આપણી કહાની’નું મુખ્ય પાત્ર Adam એક હિસ્ટ્રી પ્રોફેસર છે કે જે ઘણો વિચિત્ર અને અકળ વ્યક્તિ છે , તેની જિંદગી’ની ઘરેડ કૈક સુમસામ અને અગમ્ય છે : સવારે ઉઠવું , નાસ્તો કરવો , ભણાવવા જવું , કોઈની સાથે ભળવું નહિ , તેના ફલેટ’માં પણ બધું ખાલીખાલી અને ભેંકાર /વેરવિખેર દીસે છે , પણ તેમ છતાં તેની એક ગર્લફ્રેન્ડ છે કે જેની સાથે તેને દેહસંબંધ સુધી જ નિસ્બત છે કેમકે તે બંનેનું કોઈ અન્ય પહેલું નજરમાં આવતું જ નથી !
ભણાવવા સમયે પણ વારંવાર કહેવાતા Hegel‘નાં શબ્દો કે : ઘણી દુન્વયી ઘટનાઓ ઈતિહાસમાં બે વાર ઘટે છે અને Karl Marx‘નાં શબ્દો કે : પહેલી ઘટના ટ્રેજેડી’માં પરિણમે છે અને બીજી ફારસ’માં [ હાંસી’માં ! ] એ ક્યાંક’ને ક્યાંક એડમ’ની દુનિયામાં પડઘાય છે , કૈક તો એવું છે કે તેને સતત અજંપો રહ્યા કરે છે , ક્યાય મન નથી લાગતું , સતત પહેલા દ્રશ્ય’માં વર્ણવી તેવી ગુઢ દ્રશ્યાવલી’ઓ દેખાયા કરે છે . . તે સતત કૈક’ની શોધમાં છે અને એક દિવસ ધડાકો થાય છે : એક લોકલ મુવી જોવા સમયે બેકગ્રાઊંડ’નાં એક દ્રશ્યમાં તેને એક ચહેરો જોવા મળે છે : અદ્દલ તેનાં જેવો : એ જ વાળ , હાસ્ય , બાંધો , વાન – મીનમેખ’નો પણ ફરક નહિ !!! અને હવે તેની ખાલી જિંદગીમાં કૈક સખળ’ડખળ થાય છે . . તે પેલા હમશકલ’ની બધી જ વિગતો મેળવે છે , ઘર’ની / વ્યવસાય’ની / રૂટીન’ની અને એક દિવસ ખુદ તેને મળે પણ છે , પણ . . . બસ , હવે વધુ કાઈ નહિ કહું કેમકે જેમ તમે આ મુવી અજાણ્યા રહીને જોશો તેમ તમે વધુને વધુ આશ્ચર્ય’ની ગર્તા’માં ખેંચાતા જશો . . .ઓલમોસ્ટ 90% મુવી પત્યા પછી પણ એકંદરે કશું જ અસાધારણ એવું બનતું નથી કે તમને એમ થાય કે ગજબ થયું હોં !! પણ પણ ને (ત્રીજી વાર) પણ આ મુવી તેની આખીરની ક્ષણોમાં જે રીત’નો રંગ બદલે છે કે મુવી પૂરું થયા પછી પણ તમને ઘડીક ખ્યાલ નહિ આવે કે થયું શું ? આનો મતલબ શું ? આપણે ક્યા આવી પહોંચ્યા અને આ અંત છે કે શરૂઆત ??
મૂવીની ખરી સ્ટોરી મુવી પત્યે શરુ થાય છે ત્યાં સુધી તો Sepia ટોન’નું એ બ્રાઈટ એટ્મોસ્ફીયર અને ગ્રે કેરેક્ટર્સ તમને સતત પોતાની તરફ મુવીના જ ધીમા આગળ વધતા એંગલ’ની જેમ ખેંચ્યા કરશે , ગાળો ભીંસ્યા કરશે , જાણે એક નિષ્ક્રિય વાતાવરણ ! સિમ્બોલીઝમ અને મેટાફોર’ની દુનિયા તો અહીંયા ડગલે’ને પગલે હાઉકલી કરી જશે અને તેમ છતાં ખબર નહિ પડે ! એક પ્રકારે એવો શાંત કોલાહલ કે જેનો છેડો નથી જડતો . . સતત એ જ વિચાર ચાલ્યા કરે કે મુવી શરુ થયું કે પૂરું થયું ?!
~ ~ Mega Spoiler ~ ~
મુવી જોયું ન હોય તો આગળ ન વાંચશો , મુવી જોયા બાદ જ અહીં વાંચવા આવજો .
હવે હું મુવી’નું મારું અર્થઘટન કહીશ કે મને શું લાગ્યું , મને શું સમજાયું અને શું ઉપરથી ગયું ! તમે હતા છતાં પણ ન્હોતા , તમને ખબર છે પણ તમે અજાણ છો ! એક તબકકે આ બધું એટલું સ્વાભાવિક થઇ જાય છે કે તમે સ્વાભાવિકતા ગુમાવી બેસો છો ! તમે જિંદગી’માંથી જાગ્યા કે સ્વપ્ન’માંથી તેનો જ ફોડ પડતો નથી . . . એક રીતે આ બધી માનસિક બબાલ મારા મન’માં બબલ સ્વરૂપે ફૂટી નીકળી જયારે મને ખરેખર ખ્યાલ આવ્યો કે મુવીમાં ખરેખર શું હતું ! ડફોળ : ધ ગ્રાંડ ડફોળ‘ની પદવી મને આપી શકાય કેમકે મુવી મને એટલું તો જબરદસ્ત ઉલ્લુ બનાવી ગયું કે ઘડીક તો ખબર જ ન પડી પણ ધીમે ધીમે એકમાંથી બીજા વિચાર’માં કુદાકુદી કરતા આખરે મને મર્કટ’જ્ઞાન લાધ્યું કે આખરે તો હું આદિ’મર્કટ જ ને !? મુવી પ્રમાણે એડમ એન્થની’ને મળે છે પણ સમયાંતરે એન્થની’ની નિયત આ સંજોગોમાં બદલાય છે અને તે એડમ બનીને એડમ’ની ગર્લફ્રેન્ડ’નો નાજાયઝ લાભ લેવા મથે છે , આ બાજુ એડમ એન્થની’નાં ફ્લેટ પર પહોંચી જાય છે ,એન્થની’ની પત્ની પાસે ! પણ એન્થની’ની પત્ની હેલન એક તબક્કે એડમ’ને ઓળખી જાય છે છતાં પણ ચુપ રહી’ને તેને રોકી લે છે અને પેલી બાજુ એન્થની અને એડમ’ની ગર્લફ્રેન્ડ’નો કાર’માં ઝઘડો થતા કાર પલટી ખાય જાય છે અને કદાચિત તેઓ મૃત્યુ પામે છે અને મુવી ઓલમોસ્ટ પૂરું થાય છે . . . પણ નાં , [ ઢેનટેણે ણેણે ણેણે ] બીજા દિવસે એડમ’ને પાર્સલમાં પેલી ચાવી મળે છે અને તે હેલન’ને કહે છે કે આજે રાત્રે મારે કઈ કામ છે માટે હું જલ્દી નહિ આવું અને તેમ કહીને જ્યાં રૂમ’માં જુએ છે ત્યાં તો એક જાયન્ટ સ્પાઈડર !!! અને એડમ’નાં મોં પર એક વિચિત્ર મુસ્કાન સાથે મુવી પૂરું થાય છે
ઓય બાપલીયા ! આ બધું શું હતું ? એડમ , એન્થની , હેલન અને સ્પાઈડર ❗ તો હવે વાંચો કે મને શું સમજાયું . . . . એડમ અને એન્થની બંને એક જ વ્યક્તિ હતા ! શરૂઆત થાય છે એન્થની’ની પોતાની પત્ની હેલન સાથેની બેવફાઈ’થી , પણ એક તબક્કે પેલા એકસીડંટ’માં તેઓ [ એન્થની + ગર્લફ્રેન્ડ ] ઘવાય તો છે પણ તેમની પોલ પણ હેલન સમક્ષ છતી થઇ જાય છે ! સમયાંતરે બેવફાઈ’ના ગિલ્ટ અને પોતાની માં તથા પત્ની’નાં વધુ પડતા કંટ્રોલીંગ બિહેવિયર’થી એન્થની’ના એક અલગ જ વ્યક્તિત્વ’નો જન્મ થાય છે : એડમ . . . કે જે હવે ટીચર છે , સજ્જન છે , એક ગૃહસ્થ’નાં માળખામાં ફીટ થાય છે ! પણ આ બંને વ્યક્તિત્વો’ની ખુદ એડમ’ને જ ખબર નથી અને તે એન્થની’ને પોતાનો હમશકલ સમજી બેસે છે અને એન્થની’નાં ઘરે ફોન કરતા જ હેલન તેનો અવાજ ઓળખી લે છે કેમકે તે એડમ નહિ પણ ખુદ’થી અજાણ એવો એન્થની જ હતો ! હવે ગૃહસ્થ’નાં માળખામાં રહીને પણ એક જુદા વ્યક્તિ તરીકે તે અફેયર કરી શકે છે , સ્વછંદ જીવી શકે છે , મુક્ત વિહરી શકે છે કેમકે તે તો એન્થની હતો જ નહિ ! [ અને છતાં પણ હતો !! ] અને એક તબકકે , જયારે હેલન કોલેજ’માં એન્થની’ને મળવા જાય છે ત્યારે એડમ તેને ઓળખી નથી શકતો તે સમયે અને ત્યારબાદ ઘરે એન્થની સમક્ષ જે મુંઝારો અને અકળામણ અનુભવાય છે તે ઘટનાક્રમ જ આ સ્પ્લીટ પર્સનાલીટી’ને હેલન સમક્ષ છતી કરી દે છે !
એન્થની’ની માં પણ તેને કહે છે કે તું જ મારો એકમાત્ર દીકરો છો અને તારું થર્ડ’ગ્રેડ એક્ટીંગ’નું સ્વપ્ન તું હવે છોડી દે : તે પણ એમ દર્શાવે છે કે બંને એક જ છે ! છાતી પરનો પેલો ઘાવ પણ એમ જ દર્શાવે છે કે બંને એક જ છે ! અકસ્માત’ને , હેલન’ની પ્રેગનન્સી’ને અને એન્થની’ની પેલી એજન્સી પર ગયે એકસરખો સમય ( છ મહિના ) જ થયો હતો અને રહ્યો પેલો સ્પાઈડર , તો તે પ્રતિક હતો :: બેવફાઈ’નો , ડર’નો , ગિલ્ટ’નો , વ્યભિચાર’નો , કંટ્રોલ’નો [ ગ્રીક સીમ્બોલીઝ્મ ] જયારે એડમ તેની માં’ને મળીને આવે છે ત્યારે શહેર પર દેખાતો એ જાયન્ટ સ્પાઈડર તેની જિંદગી પર તેની માં’ના વધુ પડતા પ્રભાવને દેખાડે છે અને આખરી દ્રશ્યમાં જયારે , એડમ હેલન’નાં રૂમ’માં ડોક્યું કરે છે ત્યારે હેલન’ને જાણ થઇ જાય છે કે તે જુઠ્ઠું બોલે છે – તે પણ સ્પાઈડર’નો મેટાફોર દર્શાવે છે .
પુરા મુવીને જો સમજવું હોય તો એમ સમજો કે બે અલગ અલગ ટ્રેક છે : એક ભૂતકાળનો અને બીજો વર્તમાન’નો અને બંને સાથે ચાલે છે . . . પણ એક ઉપરથી નીચે અને બીજો નીચે’થી ઉપર – વચ્ચે વચ્ચે ક્રોનોલોજીકલ ઓર્ડર ભંગ કરીને [ અને માટે જ કેઓસ ઉભો થાય છે ] હવે , આખિર’ની ક્ષણો’નાં પેલા સ્પાઈડર’નું અને શરૂઆત’નાં સૌથી પહેલા દ્રશ્ય’ની હેલન’નાં દ્રશ્ય’નો મેળ બેસાડો [ થઇ ગયું ને અનુસંધાન ! ] મતલબ કે શરૂઆતમાં મુવી પૂરું થાય છે અને અંતમાં શરુ !!! હવે પેલી હિસ્ટ્રી’ની ડિકટેટર’શીપ’ની કંટ્રોલીંગ અને સેન્સર’શીપ વાળી થિયરી એન્થની’ની જિંદગી સાથે જોડો [ તેની માં અને પત્ની’નાં નિયંત્રણ’માં રહેતા એક બેલગામ પુરુષ’નાં સંદર્ભે ] અને ત્યારબાદ Hegel અને Karl Marx’ની થિયરીઝ : એન્થની’નો એક્સીડંટ અને પકડાઈ જવું [ કે પહેલા ટ્રેજેડી થાય છે ] અને છેક છેલ્લે સ્પાઈડર’નાં મેટાફોર’માં હેલન’નું તેને ફરી પકડી પાડવું કે ફરી આ ભાઈ ફરકતા થવામાં છે [ અને ત્યારબાદ ફારસ / ફિયાસ્કો ]
– – Spoiler Ends – –
આ મુવી પોર્ટુગીઝ લેખક José Saramago‘ની 2002’માં આવેલ નોવેલ The Double પરથી પ્રેરિત છે [ થોડાક કન્સેપ્ટ’ના ફેરફાર સાથે ] જેઓને તેમના સાહિત્ય’માં પ્રદાન બદલ 1998’માં નોબેલ પ્રાઈઝ પણ મળી ચુક્યું છે . એક એવું અદભુત મુવી કે તમે જેમ જેમ વિચારતા જાઓ તેમ તેમ સ્ટોરી’નાં અલગ અલગ વર્ઝન મળતા જાય , કોઈક આમ અર્થઘટન કરે ને કોઈ આમ કરે !! અને જેમ જેમ વિચારતા જઈએ તેમ તેમ મૂળ થિયરી ભૂલતા જઈએ અને કૈક નવું જ આંચકાજનક સપાટી પર આવ્યા કરે !
હેટ્સ ઓફ ટુ ડિરેક્ટર [ Denis Villeneuve ] + એક્ટર [ Jake Gyllenhaal ] . સ્ટોરી અને તેના અર્થઘટન’માં તો આ બંને જીનીયસ ભુલાઈ જ ગયા ! Jake Gyllenhaal‘એ તો બસ કમાલ જ કરી નાખી છે કે ખુદ એક તબક્કે તમે ભૂલી જાઓ કે પડદા પર કોણ છે , એડમ કે એન્થની ? અને થોડી તો થોડી ક્ષણો માટે પણ Helan’નાં પાત્રમાં Sarah Gadon‘એ પણ જબરદસ્ત ટકકર લીધી છે . Must Watch for Fans of Psychological Thriller .
Me : 9 / 10 < Chaos is order yet undeciphered.
IMDb : 6.8 / 10 [ 66,000 + People ] by June 2015
Wild Tales , 2014 [ Argentina ]
પહેલા તો આ મુવી 2014’માં ક્યારે આવેલું તે જ ખબર ન્હોતી અને બીજું કમાલ’નું આશ્ચર્ય એ નીવડ્યું કે આ મુવી IMDb Top 250’માં ચુપકે’થી એન્ટ્રી મારી ચૂકેલું ! માટે જ આ વાઇલ્ડ ટેલ’ને જોવાના વાઇલ્ડ પ્રયત્નો શરુ થયા અને ખરેખર માણસજાત’ની એક વાઈલ્ડ સાઈડ , આ વાઈલ્ડ ચાઈલ્ડ’ને જોવા મળી 😉 પહેલી વાત તો એ કે આ મુવી 6 શોર્ટ મુવીઝ’નો ગુચ્છો છે અને એ વાત છેક મને પહેલી બે શોર્ટ મુવીઝ પૂરી થયે ખબર પડી ! [ અમથા મમ્મી’લોગ એમ નહિ કહેતા હોય કે તમે ભણ્યા છો પણ ગણ્યા નથી 😀 જય મમ્મી , જય ગણતર ! ] પણ આ મુવીનું હું પૂરું આલેખન નહિ કરું કેમકે તદ્દન અજાણી વાર્તા સાથે તદ્દન અજાણ્યા રહેવાનો એક અલગ જ રોમાંચ હોય છે , છતાં પણ વાત માંડી છે તો થોડાક અમીછાંટણા કરી લઉં [ (કુ)ટેવ મુજબ ]
1] પહેલી મુવી : ‘ Pasternak ‘ , કે જેમાં એક પ્લેન’માં અજાણ્યા લોકો સમયાંતરે એકબીજા સાથે વાતે વળગે છે પણ ધીમે ધીમે તેમને દાળ’માં કૈક કાળું હોવાની આશંકા પડે છે કે તેઓ વચ્ચે એક કડી કોમન હતી , શું હતી તે ? અને તે કયા અંત તરફ લઇ જશે ?? ધીમી શરૂઆત અને જબ્બર અંત !
2] બીજી મુવી : ‘ The Rats ‘ , એક તોફાની વરસાદી રાતે એક ખાલી પડેલી રેસ્ટોરાં’માં એક ગ્રાહક આવે છે પણ તેને જોતા જ એકમાત્ર એવી વેઈટ્રસ’ને ધ્રાસકો પડે છે ! તેણીનું પેલા વ્યક્તિ સાથે શું કનેક્શન હતું ? અને રસોડામાં અને તેમ કરીને પડદા પાછળ હવે શું રંધાવાનું હતું ? . . ડીરેક્ટ એક્શન & વ્હોટ અ રીએક્શન !
3] ત્રીજી મુવી ‘ The Strongest ‘ , હાઈવે પર એક પોશ કાર’માં એક વ્યક્તિ મસ્ત હંકારે જતો હોય છે પણ આગળ જતી એક ખટારા જેવી ગાડી ઘડીક વાર તેને આગળ જ જવા નથી દેતી ! થોડીક શાબ્દિક બોલાચાલી બાદ પેલી પોશ કાર ઓવરટેક કરી જાય છે પણ આગળ જતા તે કારમાં પંક્ચર પડી જાય છે અને . . . રાઈ’નો પહાડ ન થાય , પણ જો થાય તો કેવો થઈ શકે તેનો અંદાજો પણ તમે લગાડી ન શકો !
4] ચોથી મુવી ‘ Little Bomb‘ , એક પ્રોફેશનલ એકસપ્લોઝીવ એકસપર્ટ’ની ગાડી જયારે ખોટા કારણોસર ‘ ટો ‘ થઇ જાય છે , ત્યારે શું પલીતો ચંપાય છે તેની જાણ તો તેને ખુદને પણ નહોતી !
5] પાંચમી મુવી ‘ The Proposal ‘ , એક ધનાઢ્ય બીઝનેસમેન’નાં એકના એક દિકરાથી એક્સીડેન્ટ થઇ જાય છે અને વધુમાં હિટ & રન’નો કેસ બને છે અને આ બધી માંડવાળ’માં મોકાણ ત્યાં પહોંચે છે , કે ઘડીક એક પક્ષ ભાઈ’સાબ બાપા કરતો હોય તો ઘડીક બીજો પક્ષ . . . જરૂરિયાત , મજબૂરી અને લાલચ’નું મસ્ત કોકટેઈલ !
6] છઠ્ઠી મુવી ‘ Till death do us part ‘ , વેડિંગ રીસેપ્શન’ની ભવ્ય ઉજવણી’નાં દિવસે જ બ્રાઇડ’ને ખબર પડે છે કે મુરતિયા’એ તો પોતાને દગો દીધો હતો !! અને પછી જે બઘડાટી બોલે છે કે કદાચ ‘ બઘડાટી ‘ શબ્દ જ આ ઘટના પરથી ઉદભવ્યો હશે ! . . . આઘાત અને પ્રત્યાઘાત બંને સમાન બળ’નાં અને વિરુદ્ધ દિશામાં હોય છે 😉
માણસ સામાજિક નહિ પણ જંગલી પ્રાણી છે , અન્ય દરેક પ્રાણીઓની જેમ જ [ અને એ વાત મસ્ત રીતે ઓપનીંગ ક્રેડીટ્સ’માં બતાવાઈ છે ] બસ ફર્ક એટલો જ છે કે જયારે એ પશુતા પર ઉતરી આવે છે ત્યારે પશુ’થી યે ચડી જાય છે [ કદાચ , ટાગોર’દાદાએ જ કહેલું ] માણસ’નું મન , બુદ્ધિ , વિચારો , પ્રત્યાઘાત અને પ્રતિક્રિયા ક્યા સંજોગોમાં કેવી કરવટ બદલીને શું કરવત મુકે , એ તો ખુદ તે પણ જાણતો નથી હોતો !! ઘડીક પહેલાની મસ્ત અને સામાન્ય લાગતી જિંદગી ક્યા વળાંકે ઉથલી પડે અને ભાવી’ના ગર્ભ’માંથી તમારા માટે શું સરપ્રાઈઝ નીકળે , તેની તો કોઈ કલ્પના જ કરવી અહીંયા વ્યર્થ છે ! આર્જેન્ટીના’નાં મસ્ત બેકગ્રાઊંડ’માં અજાણ્યા એવા જીવંત કલાકારો’નું બનેલું મસ્ત સરપ્રાઈઝ મુવી [ અહી સરપ્રાઈઝ એટલે આંચકો વાંચવું . હરેક સ્ટોરી એક બ્લેક કોમેડી’ની છાંટ ધરાવે છે પણ કઈ ઘડી’એ તમને એ આંચકો આપી દે , કઈ કહી શકાય નહિ ! ]
. . મારી મનપસંદ રહી , ત્રીજી અને છઠ્ઠી સ્ટોરીઝ , The Strongest અને Till death do us part . . . એમાય આ આખરી સ્ટોરી તો વાવાઝોડું છે ! [ જરા સંભાળીને , વાઈલ્ડ ટેલ્સ છે માટે વાઈલ્ડ મોમેન્ટસ પણ રહેવાની ]
Me : 8.5 to 9 / 10 < Shoot this, Néstor !
IMDb : 8.2 / 10 [ 38,000 + People ] by June 2015
IMDb Top 250 : Currently in midst of 220 to 230 . [ by June 2015 ]
Jurassic World , 2015
મેડ મેક્ષ’ની જેમ જ આ મુવી પણ થિયેટર’માં જોવાનો પ્લાન ન હતો પણ ભાણીયા’ને તેના બર્થ’ડે પર મોન્સટ્રસ ગિફ્ટ આપવામાં આવી 🙂 એની મજા એ જ મારી મજા , એનું આશ્ચર્ય એ જ મારું આશ્ચર્ય ! ઘણા વર્ષો પહેલા હું પણ આવી જ રીતે જુરાસિક પાર્ક જોવા ગયેલો એ વાત તો આ બ્લોગ વાંચવા’વાળા લોગ જાણતા જ હશે [ બાપ રે ! કેટલા વર્ષો ડાયનોસૌર’ની જેમ વીતી ગયા !! ક્યારેક આપણે પણ ડાયનોસૌર’ની જેમ નામશેષ થઇ જશું , રહી જશે બસ આ યાદો અને મજા 🙂 ]
આ મુવી’નું બીજું પણ એક આકર્ષણ હતું , સ્પીલબર્ગ’નું બેકગ્રાઊંડ ઇન્વોલ્વમેંટ . . . પણ તેમ છતાં આ મુવી ઘણા તબકકે એ મૂળ કૃતિ કરતા ફિક્કી પડે છે ! સ્ટોરી તો રીતસર’ની પહેલા ભાગને ડેડીકેટેડ જ દર્શાવાઈ છે , પણ ઈમોશનલી તથા રોમેન્ટિકલી લેવલે પણ ઘણી નબળી પડે છે [ આફતો’માં રોમાન્સ વધુ ખીલે , માટે મેં એ મુદ્દો લીધો ! બાકી , Bryce Dallas Howard ખુબ જ સુંદર લાગે છે , એ વાત આપણા સૌ’ની જાણ ખાતર કહી દઉં 🙂 ] અને બીજી વાત મને એ કઠિ કે મુવી તેના મૂળ પ્લોટ પર આવતા આવતા ખાસ્સો એવો સમય લઇ લે છે . અને ત્રીજી અને મુખ્ય વાત એ કે સૌથી મુખ્ય પાત્ર એવું Indominus rex પહેલા તો ઠીક પણ બાદમાં પણ ઘણું અલપઝલપ દેખાડાય છે [ તેના વિધવિવિધ DNA’નાં મિશ્રણ’વાળો કન્સેપ્ટ પણ ન ગમ્યો ! ]
પેલા બંને ભાઈઓ અને તેમના ફેમિલીની ટ્રબલ્ડ લાઈફ’ની વાતો અને બેકગ્રાઉંડ પણ મૂવીની ખાસ્સી એવી જગ્યા રોકી લે છે ! [ આ બધી વાતો અને મુદ્દા મેં એટલા માટે લીધા કેમકે એકંદરે સૌથી પહેલા ભાગમાં પણ ક્યાંક ને ક્યાંક આ એલિમેન્ટ્સ હતા અને ખાસ્સા ઈફેક્ટીવલી યુઝ થયા હતા ] અને બાકી રહી જતી વાત , તો એ છે કે ક્યાય કરતા ક્યાય પણ જરા સરખી થ્રિલ ન અનુભવાઈ [ એવું નથી કે મોટા (!) થઇ ગયા છીએ અને આવું બધું પહેલા પણ ઘણું જોઈ લીધું છે , માટે થ્રિલ નથી અનુભવાતી . . . અમે તો થ્રિલ માટે કાગડોળે રાહ જોઇને બેઠા છીએ પણ કોઈ થ્રિલાવે તો ને 😉 ]
પણ પણ ને ત્રીજી વાર પણ , . . . ચાલાક લોમડી જેવા રેપ્ટર્સ [ પહેલા ભાગમાં તેમનો જ દબદબો હતો ને !? ] , રેપ્ટર્સ’ને ટ્રેઈન કરવાની વાત અને ટ્રેઈનર એવો Chris Pratt , Chris Pratt’ની રેપ્ટર્સ સાથેની ચેઝ , થોડીક નોસ્ટાલ્જિક હિંટ આપતો આપણો ઈરફાન ખાન , પેલું મેમથ દરિયાઈ Mosasauras [ અને કલાયમેક્ષ’નો સીન ] અને પેલા ઉડતા Di Morphodon તથા Pteranodon‘ની ઊછળ’ફેંક જોવાની બહુ મજા આવી .
Me : 7.5 / 10 < The key to a happy life is to accept ,
you are never in control.
IMDb : 7.6 / 10 [ 89,000 + People ] by June 2015
Song of the Sea , 2014 [ Ireland ]
યાદ છે જલપરી’ઓની વાર્તા !? કે જ્યાં એક મર્ત્ય માનવ સાથે જલપરી’ને પ્રેમ થઇ જાય છે અને તેઓ એક સુખી સંસાર વસાવે છે પણ એકદિવસ આ સ્વપ્ન તૂટે છે અને જલપરી’ને પરત જવું પડે છે . . તો શું આ કોઈ રોમ-કોમ કે કોઈ ટ્રેજેડી છે ? જી નાં , અહીંયા વાત ભલે આ બંને’નાં પ્રેમ અને અલગાવ’થી શરુ થતી હોય પણ મૂળ વાર્તા તો બંને’નાં સંતાન એવા ભાઈ-બહેન’ની છે . . . ઢઢન , ઢઢન , ઢઢન ! [ એકતા'(કપૂર)માં વિવિધતા ]
વાત જાણે એમ હતી કે , આ સુખી યુગલ તેમના બીજા સંતાન’ની રાહ જોઈ રહ્યું હતું અને તેમનો નાનકડો દીકરો Ben પણ . . પણ અચાનક એક તોફાની રાતે પેલી જલપરી ચાલી જાય છે , તેની પાછળ એક નાનકડી દીકરી મુકીને ! છ’એક વર્ષો વીતી જાય છે પણ આ નાનકડી ગુડિયા Saoirse‘ને એ ધબકતું ઘર નથી મળ્યું , કેમકે પિતા Conor તો પ્રેમાળ હતા જ , પણ હજુ પણ તેઓ ગમગીન જ રહેતા હતા અને એ ઘેરી ઉદાસી’ભરી યાદો તેમનો પીછો જ નહોતો છોડતી અને ભાઈ Ben . . એ તો , તે દિવસથી જ નારાજ હતો કેમકે તેણીના લીધે તેની વ્હાલી માં તેમને છોડીને જતી રહી હતી ! એક પ્રકારની નિરાશા આ ઘર’ને ઘેરી વળી હતી . . એ આશા , પ્રેમ , લાગણીઓ , ધબકતું જીવન છીનવાઈ ગયા હતા અને માટે જ છ વર્ષ’ની થવા છતાં Saoirse હજુ સુધી બોલી શકતી નહોતી !!
પણ Saoirse’નાં છઠ્ઠા જન્મદિવસે આ ઘેરી ઘટમાળ તૂટે છે , બંને ભાઈ’બહેનોને પિતાથી છુટા પડીને [ આખું કુટુંબ એક લાઈટહાઉસ’માં રહેતું હોય છે ] પોતાની દાદીમાં સાથે રહેવા જવું પડે છે [ શહેર’માં ] Ben નારાજ છે કેમકે એક તો તેને એ ઘર છોડવું પડે છે કે જ્યાં તેની માં’ની સ્મૃતિઓ અને વાર્તાઓ વહેતી હતી અને બીજું તો તેને પોતાના અત્યંત પ્રિય એવા ડોગી ” Cu “થી જુદા થવું પડે છે . . પોતાના ઘર અને Cu‘ને પાછું મેળવવા Ben એક રાત્રે ભાગી નીકળે છે અને હવે જ શરુ થાય છે , વાર્તાની અસલી શરૂઆત . . Saoirse આટલી ઉદાસ કેમ હતી ? ખરેખર તે કોણ હતી અને તેની આસપાસ વિંટળાયેલ રહસ્ય શું હતું ? શું Ben ઘરે પહોંચી શકશે ? નાનપણમાં માં પાસેથી સાંભળેલી વાર્તાઓ શું અસલી હતી ? શું વાર્તાઓમાં’નાં ફેરી’ઝ અને દુષ્ટ માકા ખરેખર હતા ? વાર્તા’ની વાર્તા થોડી લંબાઈ જાય છે પણ હજુ એક વાત વાંચો : માકા એ દુષ્ટ પરી હતી કે જેણે પરીઓ’ની લાગણી’ઓ છીનવી લીધી હતી અને માટે મહત્તમ પરીઓ પથ્થર’માં ફેરવાઈ ગઈ હતી અને હવે માકા’નાં દુષ્ટ ઘુવડો આ ભાઈ’બહેન’ની પાછળ પડે છે , શું કામ ? તે તો તમારે જ જોવું રહ્યું ને !
અદભુત , અદભુત અને સમરકંદ – બુખારા વારી જાય તેવું અદભુત એનીમેશન ! જાણે કે એનીમેશન’ની દુનિયાના બારે મેઘ અહીં ખાંગા થયા છે ! જાણે કે એનીમેશન’ની સર્જનાત્મકતા’નું સુનામી આવી પહોંચ્યું છે . . દિગ્ગજ જાપાનીઝ એનીમેશન Studio Ghibli‘નો આજની તારીખમાં એકમાત્ર હરીફ બની શકે તો એ છે : આ મુવીના એનીમેટર અને ડીરેક્ટર એવા Cartoon Saloon‘નાં Tomm Moore [ કે જેમના નામે 2009’માં આવેલું ઓસ્કાર નોમિનેટેડ The Secret of Kells બોલે છે – કે જે વર્ષે Up વિજેતા રહેલું , BTW : The Secret of Kells પાસે પડ્યું છે અને એઝ યુઝઅલ જોવાનું બાકી છે ! ] આ મુવીઝ’ની વોટર કલર્સ એનીમેશન ફ્રેમ્સ અને સ્ટોરીબોર્ડસ બનાવીને પડદા પર જીવંત કરતા તેમને છ વર્ષ લાગ્યા . . . પણ આખરે શું જીવંત થયું છે એ વિશ્વ !!! [ મોઢામાં આંગળા નાખી જાવ એટલું , પણ તે પહેલા હાથ ધોઈ નાખવા ! (જાહેર હિત’માં) ]
એનીમેશન જેટલું બિયોન્ડ ધ ઈમેજીનેશન રીચ છે તેટલી જ અદભુત અને ઊંડાણ’વાળી તેની સ્ટોરી અને તેને અપાયેલ ટ્રીટમેંટ છે : આ મુવી એટલું તો ઈમોશનલ છે કે પહેલી જ ફ્રેમથી તમને એ ઉદાસી અને લોસ અનુભવાય , તમને એ લોકો પ્રત્યે અનુકંપા અનુભવાય [ જરાપણ મેલોડ્રામા વિના ] એ મૂળ સ્હોતું ઉખડેલું ઘર અને સ્વપ્ન દેખાય 😦 એનીમેશન , ઈમોશનલ સ્ટોરી અને બેકગ્રાઉંડ સ્કોર’નો આ ત્રિકોણ એક અલગ જ ભાવ’વિશ્વ’ની બારી ખોલી નાખે છે કે તમે નજર જ હટાડી ન શકો ! જાણે કે તમારું જગત સ્થિર અને સ્થિત થઇ જાય . . એક તબકકે કલાયમેક્ષ તરફ જયારે જયારે નાનકડી સેલ્કી ઉર્ફે જલપરી ગીત ગાય છે ત્યારનું વાંસળી અને સંતુર’નું અદભુત સંગીત તો રીતસર અનુનાદ જન્માવી દે તેમ છે , એ મોમેન્ટસ ડિવાઈન બની જાય છે .
આ મુવી’ની મુખ્ય થીમ છે : દુ:ખો અને લાગણીઓ . જયારે હદ બહારનું દુ:ખ તૂટી પડે ત્યારે લાગણીઓ’નું પુર ઉમટી પડે છે પણ આખરે એ લાગણીઓ જ સમયાંતરે દુઃખને વહાવી જાય છે પણ જો કઈ એવું થાય કે લાગણીઓ જ ન અનુભવાય તો ? દુઃખ જ નહિ રહે !!! અને આપણે જડ થઇ જશું ! દુઃખની એ યાદો , અનુભવ અને પીડા જ તબકકા’વાર સંવેદનશીલ માણસ’નું સર્જન કરતી હોય છે પણ તેનાથી ડરીને જો તેની જ બાદબાકી થઇ જાય તો જીવંત રહ્યું શું ? તમે કાઈ અનુભવી જ ન શકો , રડી ન શકો કે ગીત ન ગાઈ શકો , તો પછી આપણા હોવાનો મતલબ જ શું ? આ સઘળી ઘટમાળ જ આ મુવીને એક ભાવવિશ્વ આપે છે . સંવેદના’ની , પીડા’ની , પ્રેમ’ની અને ખાસ તો જવાબદારી’ની .
હવે થોડીક વાત મુવીના પાત્રો’ની કરું તો . . Ben અને Saoirse એ બંને ભાઈ’બહેન’ની જોડી જવાબદારી લઈને મુસીબતોથી ન ભાગતા સંબંધોની કેડી કંડારતા શીખડાવે છે અને તે જ રીતે સહાયક પાત્રોમાં ફેરી’જાયન્ટ એવા Mac Lir અને બંને બાળકોના પિતા Conor તથા લાગણીઓ ચૂસી લેતી દુષ્ટ Macha અને બાળકોની દાદી એવી Granny‘નાં પાત્રોનું અરસપરસ’નું Parallelism અદભુત રીતે આકાર પામ્યું છે અને બાકી વધ્યો , ક્યુટી પાઈ એવો ‘ Cu ‘ – એ તો બસ ઉફ’યુમ્માં ! [ એનીમેશન’ની દુનિયાએ ડોગી’ઝ્નું હંમેશા કૈક અદભુત ચિત્રણ જ કર્યું છે : હેટ્સઓફ ] અરે હાં , The Great Seanachaí’નું પાત્ર અને તેના અમાપ વાળ’ની દુનિયાનું જગત કે જ્યાં હરેક વાળમાં એક સ્ટોરી ધબકતી હોય છે , તે તો બસ કમાલ’નું જ છે અને તેનાથી તદ્દન ઉલટું એવું સાંકડું અને વિષાદ’થી ભરેલું એવું માકા’નું ઘર પણ !
ઈમેજીનેશન , એનીમેશન , પેશન , ઈમોશન અને વિઝ્યુઅલ્સ’નો ગ્રાંડ જલસો એટલે આઈરીશ ફોક’ટેલ એવી ” Song of the Sea ” . . . MUST WATCH .
Me : 9 to 9.5 / 10 < Remember me in your stories ,
and in your songs.
IMDb : 8.2 / 10 [ 10,600 + People ] by June 2015
Big Hero 6 , 2014
બિગ હિરો 6 માટે બહુ અપેક્ષાઓ હતી . . કેમકે , એક તો તે માર્વેલ અને ડીઝની’નું સહિયારું સાહસ હતું અને બીજું તે ગયા વર્ષનું ઓસ્કાર વિજેતા હતું [ અને તે પણ મારા અતિપ્રિય એવા સોંગ ઓફ ધ સી , ધ ટેલ ઓફ પ્રિન્સેસ કાગુયા અને હાઉ ટુ ટ્રેઈન યોર ડ્રેગન 2 એમ ત્રણેય’ને પાછળ રાખીને અને પાછું ક્લાસિક એવા લેગો મુવીને તો નોમીનેશન પણ નહોતું મળ્યું !!! લો બોલો !? . . . ગોલ્ડન ગ્લોબ’માં , હાઉ ટુ ટ્રેઈન… જીતેલું જ્યારે બાફ્ટા’માં લેગો મુવી જીતેલું . . . એટલીસ્ટ , ઓસ્કાર’મા યે ડફોળ’વેડા થાય છે , નહિ તો પ્રથમ સ્થાને કદાચ લેગો મુવી / સોંગ ઓફ ધ સી / પ્રિન્સેસ કાગુયા’ની વચ્ચે જ કાંટા’ની હરીફાઈ હતી ! ]
પણ જે અંદેશો હતો તે જ આખરે સાચો પડ્યો [ એટલીસ્ટ મારા અંગત સ્તરે તો ખરો જ ] નો ડાઉટ કે બિગ હિરો 6 એક મસ્ત ટાઈમપાસ અને ધાંસુ એનીમેશન છે પણ સળંગ મુવી જોયે સતત કઈક ખૂટતું હોય તેવું લાગે છે જાણે કે ક્યાય ને ક્યાય આ બધું જ જોઈ લીધું છે ! સ્ટોરી’ની મેઈન થીમ અહીંયા ઈમોશનલ છે પણઆખીરમાં છેક કલાયમેક્ષ’ની પાસે તે ફીલિંગ અનુભવાય છે !
તદઉપરાંત , પાત્રો પણ ઘણા નબળા અને બિનજરૂરી લાગે છે , ન ઉમેર્યા હોય તો પણ ચાલી જાત તેવા ! એકંદરે જો હીરો અને બાયમેક્ષ માત્ર’ની સ્ટોરી પણ જો હોત તો ચાલી જાત [ હાં , પણ પેલો ચક્રમ જેવો ફ્રેડ મજાનો લાગ્યો અને છેક છેલ્લે આવતો સ્ટેન લી’નો કેમિયો પણ 😉 ] પણ આ બધામાં રણ’માં મીઠી વીરડી જેવું કોઈ પાત્ર હોય તો તે છે : બાયમેક્ષ [ એક મેડીકલ નર્સ એવો રોબોટ ] હીરો’નાં ભાઈ તદ્દાશી’એ જ મહિનાઓની મહેનત’ને અંતે બનાવેલો એક ભાવ’વિહીન પોચો’પોચો ઉંચો કાંઠારો રોબોટિક નર્સ ! ખરેખર તો તે ભાવ’વિહીન રોબો જ આખી મુવીમાં ખરેખરું કેન્દ્રસ્થાન બને છે , તેની ધીર અને ગંભીર મુવમેન્ટ દ્વારા અને સટીક જજમેન્ટ દ્વારા [ નહિ કે , નાનકડો હીરો – તેનું કેરીકેચર પણ બહુ ખાસ ન લાગ્યું ! થોડુક ઉતાવળું અને ઓવર’જીનીયસ ! ]
આ બધી જ ઘટમાળ અને સુપરહીરોઝ જેવી ટીમ’બિલ્ટ-અપ’નું માળખું ક્યાંકને ક્યાંક ‘ ધ ઇન્ક્રેડીબલ ‘ની અસર વાળું હોય તેવું લાગ્યું ! જોકે જાપાનીઝ સીટી જેવું લાગતું સાન ફ્રાન્સોકયો ગમ્યું અને તેના પેલા હવામાં તરતા જાયન્ટ જનરેટર્સ પણ [ કે જેની ઉપર જ હીરો અને બાયમેક્ષ’નું એક યાદગાર દ્રશ્ય પણ છે ] અને હાં , ધુમ્મસ’માં ઢંકાયેલો પેલો બ્રીજ પણ અદભુત ભાસે છે . હીરો અને બાયમેક્ષ’ની કેટલીક પોઝીંગ મોમેન્ટસ પણ મસ્ત ફિલ્માવાઈ છે કે જ્યાં ઘડી વાર મોં ખુલ્લા’ને ખુલ્લા રહી જતા હોય 😉 અને પેલો માઈક્રોબોટ્સ’નો કન્સેપ્ટ પણ ગમ્યો [ જોકે , આવું જ પહેલા પણ ક્યાંક જોયેલું પણ યાદ નથી આવતું ] પણ પાછો પેલો એન્ટી’હીરો જેવા માસ્ક’મેન’નો કન્સેપ્ટ ન ગમ્યો ! આ મુવી જો બીજી વાર અને ત્રીજી વાર પણ જોવાનું મન થશે તો તે માત્ર ને માત્ર પોંચા પોંચા હગ કરવા ગમે તેવા ક્યુટી પાઈ એવા બાયમેક્ષ’ને કારણે જ , અન્યથા નહિ મી’લોર્ડ 🙂
Me : 7.5 to 8 / 10 < Are you satisfied with your care ?
IMDb : 7.9 / 10 [ 1,78,000 + People ] by June 2015
અદભૂત સફર રહી…
ફોક્ષ કેચર અને ક્લીન્ટ ઈસ્ટવુડના અમેરિકન સ્નાઈપર વિષે વાંચીને એમનું મિલિયન ડોલર બેબી યાદ આવ્યું. એ વિષે અહીં લખ્યું હોય તો શેર કરજો અને જોવાનું બાકી હોય તો લિસ્ટમાં ખાસ ઉમેરી દેજો. 🙂
LikeLike
આભાર , મૌલિકા મેમ 🙂 મેં ઘણા મુવીઝ જોયા છે પણ તેનાથી પણ વધુ મારે ઘણા સારા મુવીઝ જોવાનું હજુ બાકી છે , મિલિયન ડોલર બેબી તેમાંનું જ એક મુવી છે [ આશ્વાસન એ વાતનું છે કે તે મુવી મારી પાસે પડ્યું છે ! ]
ક્લિન્ટ ઇસ્ટવુડ કેટલાક જુજ વ્યક્તિઓમાંના એક છે કે જેમણે પહેલા એક્ટર તરીકે અને બાદમાં ડિરેક્ટર તરીકે નામના મેળવી હોય ! એક રીતે અમેરિકન સ્નાઈપર’નો પ્રોજેક્ટ મુવીના હીરો બ્રેડલી કૂપરે જ શરુ કર્યો હતો અને ત્યારબાદ તેણે ક્લીન્ટ ઇસ્ટવુડ’ને મુવી ડીરેક્ટ કરવા માટે મનાવી લીધા હતા [ આ મુવી માટે બ્રેડલી’ને ઓસ્કાર નોમીનેશન પણ મળ્યું હતું ] જ્યારે ફોક્ષકેચર’ને તો 5 નોમીનેશન્સ મળ્યા હતા [ ડિરેક્ટર + એક્ટર + સપોર્ટીંગ એકટર + ઓરીજીનલ સ્ક્રીનપ્લે + મેકઅપ ]
LikeLike
Million dollar baby is must must must must watch.
LikeLike
Sure . . i’ll watch ASAP & thanks for forcing 🙂
LikeLike
Did you watch it?
LikeLike
Yet to watch 😦
LikeLike
Planning for some of these movies 🙂
I really search for movies from your blog and go for them and never get disappointed with movies
Keep sharing…
LikeLike
That’s Vitamin D , i get from these comments through you all friends & from that consumption the next post is made 🙂
LikeLiked by 1 person
Ba la la la….
આપણા વિચારો Jurassic World & Big Hero 6 પર મોટે ભાગે મળતા આવે છે (દર વખતની જેમ જ!). બીજું એક આવ્યું કે તમારા અને મારા થીએટરમાં જોયેલા છેલ્લા 6 મૂવીઝ સરખા જ છે.
(બીજું એ કે સ્પેલિંગ ભલે Stephen થાય પણ બોલાય તો સ્ટીવન!)
LikeLike
બિગ હીરો 6 અને જુરાસિક વર્લ્ડ થોડા ખાલી ખાલી લાગ્યા !
થિયેટર’માં સરખા જોયેલા મુવી માટે ” મુવી’પથી ” શબ્દ વાપરી શકાય 😉
તમારી વાત સાચી છે કે ઉચ્ચાર ‘સ્ટીવન’ થાય [ શિશિર રામાવત’નાં લેખમાં પણ વાંચેલું ] પણ આ ટેંડેન્સી એક પ્રકારે પેલી જુલ્સ / જુલે / યુલ્સ વર્ન અને કંગના રાણાવત / રનૌત જેવી થઇ ગઈ ! મતલબ કે આપણે ઘણા સમય સુધી તે જુનું નામ સાંભળે રાખ્યું હોય અને તે નામ જ અવચેતન મન પર છપાઈ ગયું હોય ! તમે ‘ સ્ટીફન હોકિંગ ‘ એમ ગુજરાતીમાં સર્ચ કરશો તો તમને અનેક પરિણામો મળશે [ એક વાર તો જય વસાવડા’ના લેખ’માં પણ છે અને ઉર્વીશ કોઠારી’નાં લેખમાં પણ ] મતલબ કે આ એવી વાત થઇ ગઈ કે ઈંગ્લીશ ભાષા’ની સ્પેલિંગ્સ અને ઉચ્ચારો’ની આ માથાકૂટ આપણું મગજ ફેરવતી જ રહેવાની 😉 જોકે મુવીમાં પણ સ્ટીવન જ ઉચ્ચાર છે [ ધ્યાન દોરવા બદલ આભાર , મિત્ર . . તે એમ દર્શાવે છે કે તમે સૌ વાંચો છો અને સીધું કુદાકુદ કરીને એન્ડ પર નથી પહોંચી જતા 😉 ]
LikeLiked by 1 person
Wild the movie hardly does the book any justice. The essence of the story is not so much in what she does but rather in all the afterthoughts and little revelations that she writes about. In fact the movie was extremely poorly executed and yet if you liked it this much, you must (x1000) read the book.
Btw the full quote:
“What if I forgave myself? I thought. What if I forgave myself even though I’d done something I shouldn’t have? What if I was a liar and a cheat and there was no excuse for what I’d done other than because it was what I wanted and needed to do? What if I was sorry, but if I could go back in time I wouldn’t do anything differently than I had done? What if I’d actually wanted to fuck every one of those men? What if heroin taught me something? What if yes was the right answer instead of no? What if what made me do all those things everyone thought I shouldn’t have done was what also had got me here? What if I was never redeemed? What if I already was?”
and another favourite
“I knew that if I allowed fear to overtake me, my journey was doomed. Fear, to a great extent, is born of a story we tell ourselves, and so I chose to tell myself a different story from the one women are told. I decided I was safe. I was strong. I was brave. Nothing could vanquish me.”
LikeLike
વાઈલ્ડ , મુવી તો મને ખુબ જ ગમ્યું પણ તમારા કહેવા મુજબ મને બુક તેથી પણ વધુ ગમી શકવાની શક્યતા ખરી ! [ ફ્લેશબેક / સ્કોર / સિનેમેટોગ્રાફી / એક્ટિંગ આ દરેક બાબતે મુવી મને આઉટસ્ટેન્ડિંગ લાગ્યું ]
. . . “What if I forgave myself? એ પેરા તો મારો ખુબ પસંદીદા ભાગ રહ્યો – આપણો સ્વીકાર ભૂલો સાથે ! એ ચંદ લીટીઓ’માં જ ફિલોસોફી’ની અને જીવન’ની કઈ કેટલીયે શક્યતાઓ ઉઘડે છે અને એ તો જેણે બધામાંથી પસાર થવાનું થયું હોય તે જ લખી શકે .
LikeLiked by 1 person
She’s amazing. There’s another book of hers called ‘Tiny beautiful things’. It’s amazing as well. I was gifted that book first, loved it, then read Wild. I bought it right before my USA trip because it was kinda relevant I thought. Never read more than a couple of pages whilst on the trip though. Read it all after coming back. 🙂
LikeLike
સફર પૂરી થયા પછી શરુ થયેલી સફર [ પુસ્તક / મુવીમાં પણ એમ છે અને તમારા કિસ્સા’માં પણ એવું જ થયું – સફર દરમ્યાન નહિ પણ સફર બાદ બુક શરુ થઇ 🙂 ]
જો કે Tiny beautiful things વિષે જરા પણ અંદાજો ન હતો [ કદાચ નજીકના ભવિષ્ય’માં વાંચવાનું બને પણ ખરા ! ]
LikeLiked by 1 person
Oh for sure! It’s been crazy ever since I came back to Perth and came back out here again and what not. Will obviously write more about it after the photos are all shared. 🙂
P.S. http://www.brainpickings.org/2012/07/13/tiny-beautiful-things-dear-sugar/
LikeLike
Waiting for your write-up . . besides , that’s fabulously written , specially highlighted first para. [ Thanks for sharing . ]
BTW : seen Enemy / Song of the Sea ? Any remarks ??
LikeLike
Narr haven’t yet. Did watch Big Hero 6 though. Funny enough once u mentioned that concept is used somewhere before I had a crazy realization where! In a frikking Rajanikant movie! There’s a video out there where he makes all these forms with millions of tiny things which is Rajani himself
LikeLiked by 1 person
YES , how can i forget ? the hybrids of rajni & robot
Theory of Rajni’vity 😉
LikeLike
જુરાસિક વર્લ્ડ વિષે મારા વિચારો પણ કઈક આવા જ છે. મજા તો આવી.
https://shaileshlimbachiya.wordpress.com/
LikeLike
શૈલેશભાઈ આપ પણ બ્લોગીંગ’ની દુનિયામાં છો !? અરે વાહ . . . ચાલો મજા આવશે 🙂
LikeLike
Searched on google >
Best movies of 2014 >
the rover >
whiplash>
starred up (Bookmarked)>
ida>
the physician>
the railway man>
before I go to sleep>
the little death>
joe>
mud>
take shelter (mmm…lets take a look)
& then watched TAKE SHELTER 🙂
LikeLike
Almost great titles , yet many not covered !
Rover & Mud is already talked’upon here on blog & Whiplash / Ida are coming soon in the very next post .
LikeLike
ફર્સ્ટ જુરાસિક પાર્ક મે થિયેટરમાં જોયું હતું પછી તો એ પ્રકારના ઘણા મૂવી અને કાર્ટૂન કે ડોક્યુમેન્ટરી આવવા લાગી એટ્લે પછી ડાયનાસોર વિષે નવાઈ ના રહી. તે પછી છેક હવે ડાયનાસોરની મૂવી જુરાસિક વર્લ્ડ જોયું. પહેલા મૂવી જેવી ઉત્સુકતા તો ના લાગી પણ થ્રિલ જરૂર અનુભવ્યું! બંને ભાઈઓના સંબંધને થોડો ફોકસ કર્યો હોત તો સારું ઈમોશનલ બની રહેત. બાય ધ વે આ ભાઈની કિંગ્સ ઓફ સમર તમારા રિવ્યુ પછી હમણા જ જોઈ..
LikeLike
@ જુરાસિક વર્લ્ડ : ઈમોશનલ કે રોમેન્ટિક ટ્રેક હવાની હળવી લહેરખીઓ’માં જ ઉડી જાય તેવા ઉડાઉ હતા !
આશા છે કે કિંગ્સ ઓફ સમર તમને ગમ્યું હશે 🙂
LikeLike
ઘણા વર્ષો પછી લવ એક્ચુયલી ફરીથી જોઇ…મજા આવી ગઇ…ઇન્સીડીયસ ચેપ્ટર 3 જોવા જવું છે હોપફુલી, બીવડાવ તો હારુ (LOL) કે (રે.લોલ) 🙂
LikeLike
લવ એક્ચ્યુંઅલી તો કે’દાડા’ની વિશલીસ્ટ’માં છે [ અને ઓલરેડી પાસે પણ ! ] પણ હજુયે જોવાઈ નથી ! આવા ઘણા મુવીઝ જોવાના બાકી છે તે જ મોટું હોરર કહેવાય 😉
LikeLike
http://www.altpress.com/news/entry/ohio_theater_accidentally_screens_insidious_chapter_3_in_place_of_inside_ou
નક્કી કોઇ જેઠાલાલને બેહાડ્યા હશે..
LikeLike
અમારે રાજકોટ’માં જો ગેલેક્સી ટોકીઝ’માં કૈક આવું થયું હોય તો લોકો મુવી તો જોઈ જ લે પણ પાછળ’થી ટીકીટ’નાં પૈસા પણ પાછા માંગી લે !! [ ફિલ્મોના હોરર કરતા સમાજ અને માણસોના હોરર જબરદસ્ત હોય છે ] – માણસ માત્ર ભૂલવાને પાત્ર 😉
LikeLike
ગઇકાલે અબકડ-બે (ત્રીપરિમાણીય) જોયું. ગીતોની વચ્ચે થોડી વધારે સ્ટોરી મુકી હોત તો વધારે મજા અાવત. જો કે સ્ટેપ-અપ સીરીસ જોઇ છે એટલે અપેક્ષાઓ વધારે હતી. પણ હું કરીએ રેમોને ગમ્યું એ ખરું. 🙂
LikeLike
જો મુવીમાં સ્ટોરી પર ધ્યાન દેવા ગયા હોત તો , એની બડી કેન ડાંસ’ને બદલે . . કેન એની બડી ડાંસ ? થઇ જાત 😉
રેમો રાખે તેને કોણ ચાખે 😀
LikeLike
You must be thinking that where this “SAM” suddenly come from? Making comments every day.
Actually, I found your blog via somewhere (don’t remember how) but glad I found. Now you can count me as your regular reader. You are a fantastic writer. (Really mean it). I like movies, music and books as well so this is a perfect place for me.
“Game of thrones” sounds thrilling ride. I haven’t started yet. 😦
Actually, I have been watching HIMYM, The big bang theory (Bazinga!) and two and a half man seasons alternatively. All the funny characters that make you laugh enough to get you survive for the next day at work. (LOL)
But I will start to watch GOT soon so that I don’t need to skip your GOT’s post.
Keep writing. Jai Labhuma 🙂
LikeLike
Most Welcome , Sam . . . readers are needed 24/7 here at Blog 🙂 Thanks for adoring .
The Big bang theory & How i met your mother are already in my wishlist [ & many series’s too ] but i couldn’t manage to find additional time of 25th hour 😉 but eventually will . .
You’ll find goosebumps as you progress watching GOT . That’s a must watch show .
( Go to ) hail Labhu’ma 😉
LikeLike