ટૅગ્સ

, , ,


1] ગયા વર્ષે છેક વર્ષાન્તે 2013’ની મુવીઝ’નું સરવૈયું આપ્યું હતું અને એ મહેનત લેખે પણ લાગી હતી . તે વખતે એવું લાગ્યું હતું કે બાપરે આવડી મોટી પોસ્ટ કોઈ જોશે કે નહિ , પણ નાં . . નાં . . નાં . . [ અ’જય એકતા કપૂર ! ] ઘણા મિત્રો’એ પોસ્ટ બનાવવાની મહેનત’ને દુધે ધોઈને કમેન્ટ સ્વરૂપે પાછી વાળી હતી 🙂

2] 2014’નું વર્ષ પૂરું થવાને આડે અંદાજે બે’એક મહિના રહ્યા હશે ત્યારે લાગ્યું હતું કે 2014 ઠીકઠાક ગયું છે પણ હરહંમેશ થાય છે એમ પાછલા બે મહિનામાં વિધવીવિધ મુવીઝ્નું જે ફાટ’પ્રસ્ફોટન થયું છે કે ઘડીક તો હકકા’બકકા રહી જવાયું [ તે વખતે આ સરવૈયું ફેબ્રુઆરી’નાં અંતમાં આપવાનું વિચાર્યું હતું કે જે ધીમે ધીમે એપ્રિલ’નાં અંત’થી લઈને હવે છેક જુલાઈ’નાં મધ્ય સુધી પહોંચવા આવ્યું છે . ]

3] આ બીજું વર્ષ એવું રહ્યું કે જેની 90%થી વધુ ફિલ્મો જોઈ કાઢી [ ખરેખર ઘડીક તો તારા રમ પમ થઇ ગયેલું ! ] અને હવે એ જ શિરસ્તો 2015’માં પણ ચાલુ રાખવાની ઈચ્છા છે . . . પણ સાથે સાથે IMDB Top 250’ની ઘણી ફિલ્મો અને ઢગલો એનીમેશન્સ પણ જોવાના બાકી છે ! તો એના ઈલાજ માટે એવું ઠ્સાવાયુ ઠરાવાયું છે કે 8.5’ની નીચેની રેટીન્ગ્સ’ની મુવીનો  આછેરો ચિત્તાર જ આપીશ અને 8.5 કે તેથી વધુની થોડી વધુ વાતો થશે [ જોકે ભૂતકાળ’માં આ બાબતે મને ધોબી’પછાડ મળી ચુકી છે પણ કદાચ હવે તે બાબતે હું સફળ રહી શકું કેમકે ઇન્ડીયન મુવીઝ’ની વિસ્તૃત વાતો બંધ કરાઈ છે :: જોકે તેના પેઈજ પર હું નાના મોટા છમકલા કરતો રહીશ , એ જાહેર હિત’માં 🙂 ]

Previous Installment

~ The Best Movies of 2013 ~

[ Hollywood & World cinema ]


It would take 5 to 6 minutes to load the whole post .


Total movies watched , those released in 2014

~ ~ ~ ~ ~

1] Captain America: The Winter Soldier 2] The Amazing Spider-Man 2 3] Godzilla 4] X-Men: Days of Future Past 5] 300: Rise of an Empire 6] Dawn of the Planet of the Apes 7] Guardians of the Galaxy 8] Transformers: Age of Extinction 9] Jack Ryan: Shadow Recruit 10] Mr. Peabody & Sherman 11] Divergent 12] Non-Stop 13] Noah 14] Hercules 15] How to Train Your Dragon 2 16] Rio 2 17] The Lego Movie 18] Into the Storm 19] Teenage Mutant Ninja Turtles 20] Lucy

21] Edge of Tomorrow 22] The Fault in Our Stars 23] Chef 24] The Boxtrolls 25] Predestination 26] Two Night Stand 27] Selma 28] The Rover 29] Hector and the Search for Happiness 30] 22 Jump Street 31] Obvious Child 32] Fury 33] John Wick 34] Gone Girl 35] The Homesman 36] The Skeleton Twins 37] Boyhood 38] The Hunger Games: Mockingjay – Part 1 39] The Raid 2 40] Laggies

41] The Hobbit: The Battle of the Five Armies 42] The Grand Budapest Hotel 43] The Interview 44] Magic in the Moonlight 45] The Trip to Italy 46] Exodus: Gods and Kings 47] Paddington 48] Seventh Son 49] Calvary 50] Mommy 51] ’71 52] Tracks 53] Unbroken 54] Song One 55] Locke 56] The Tale of The Princess Kaguya 57] Into the Woods 58]  Maleficent 59] Inherent Vice 60] Under the Skin

61] Pride 62] The Double 63] Still the Water 64] Leviathan 65] Song of the Sea 66] Foxcatcher 67] Enemy 68] Wild Tales 69] Wild 70] Big Hero 6 71] The Theory of Everything 72] American Sniper 73] Interstellar 74] Ida 75] Whiplash 76] Only Lovers Left Alive 77] Penguins of Madagascar 78] Still Alice 79] Nightcrawler 80] A Most Violent Year

81] The Imitation Game 82] Birdman 83] Timbuktu 84] Two Days , One Night 85] Tangerines 86] The Maze Runner 87] The Immigrant .


Yet to watch ‘ movies of the year 2014

( As some got released in 2015 & some movies were just missed ! )

~ ~ ~ ~ ~

The Book Of Life , Winter Sleep , Listen Up Philip , The Judge

Blue ruin , Love Is Strange , A Most Wanted Man , Like Father Like Son

Omar , Goodbye to Language , Frank , Starred Up , Mr. Turner , Joe

 Nymphomaniac ( Vol. 1 & 2 ) , Life itself , Force Majeure , Stray Dogs

A Girl Walks Home Alone at Night ,  We are the Best !

Why Don’t You Play in Hell ? , Stranger by the Lake , Ernest and Celestine

The Monuments Men , Maps to the Stars , Belle , The Drop , Neighbors

The Disappearance of Eleanor Rigby ( Him , Her & Them : Versions )

  A Walk Among the Tombstones , Clouds of Sils Maria , The Congress

[ Any suggestion from these movies for me ? if you’ve watched it already !? ]


Failed to impressed despite it’s Legacy / Character – Theme / Actors !

~ ~ ~ ~ ~

300: Rise of an Empire , Transformers: Age of Extinction , Divergent ,

Non-Stop , Noah , Rio 2 , Teenage Mutant Ninja Turtles , Unbroken ,

The Hunger Games: Mockingjay – Part 1 , Exodus: Gods and Kings


Entertainer / Adorable / Not ‘ The Great ‘ but approaching it !

~ ~ ~ ~ ~

 


Honorable Mentions / Amazing Watch / Genuine & Sensible Cinema

~ ~ ~ ~ ~

Captain America: The Winter Soldier [ link ] , How to Train Your Dragon 2 [ link

Obvious Child & Begin again & The Rover [ link ] , The Homesman [ link ] 

Magic in the Moonlight [ link, ’71 & Paddington & Tracks [ link ] ,

Pride & The Double [ link ] , American Sniper & Leviathan [ link ]

Only Lovers Left Alive & Two Days One Night & Tangerines & Ida [ link ]

& The Immigrant

ca1 hd1 oc ba1 rvr1 hm1

mm1

71a

pd1

tr1

pr1

dbl

as1

leviathan

oll1 ‘Mesmerising’: Marion Cotillard as Belgian factory worker Sandra with screen husband Fabrizio Rongio t1 id1

imgrnt


My Final List

Of

The Greatest Movies

of

2014

[ 28 movies in 25 places ]


~ 25 ~

Timbuktu 

[ Read Here ]

timbuktu

જેવા ઓસ્કાર’ની ફોરેઇન કેટેગરી’નાં નોમીનેશન્સ ફાઈનલાઈઝડ થયા કે બે નામો સખ્ખત અજાણ્યા લાગ્યા ; એક તો ટેન્જેરીન્સ અને બીજું આ ટિમ્બકટુ !! ટિમ્બકટુ એટલે ફતવાઓ’ની પ્રયોગશાળા ! વહેતા જળ’ને પણ જડ એવા પથ્થરો કાંઠો બનાવીને વહેતું રાખે છે પણ જડ એવા એ જ પથ્થરો જળ’નાં પ્રવાહમાં આડા ફાંટે તો ?! તો જીવન’રૂપી વહેણ ખોરવાઈ જાય . . .

Director : Abderrahmane Sissako

Director : Abderrahmane Sissako

જીવન’માં નિયમ હોય છે , ધર્મ હોય છે – નહિ કે ધર્મ અને નિયમોના અકુદરતી પાલનમાં જ જીવન ! અજડ લોકો દ્વારા લદાયેલા જડ ફતવાઓ’ની હાસ્યાસ્પદ , કટાક્ષમય અને અંતત: બિહામણી ધરી પર ફુદરડી ફરતી દુનિયા એટલેટિમ્બકટુ ‘ [ જે લોકોને સ્વતંત્રતા’નો ખરો મતલબ અને યથાર્થ ન સમજાય , તેમના માટે રામબાણ મુવી ! ]

tc


~ 24 ~

Foxcatcher

[ Read Here ]

fa

મુવી પૂરું થયે સડસડાટ જો ફ્લેશબેક’માં જોઈ જઈએ તો લાગે કે ઓહો ! એકંદરે બસ આટલું જ ઘટ્યું હતું !! બસ આટલા જ મુખ્ય પ્રવાહો ! પણ એ જ કથાનક સત્યઘટના’ની છાંટ લઈને એકદમ ધીમો ઉઘાડ લઇ વિસ્તરણ પામે ત્યારે સિનેમાની ખરી ઝલક તમને દેખાય .

Director : Bennett Miller

Director : Bennett Miller

એ મેનેરીઝ્મ , સિનેમેટોગ્રાફી , માર્ક રફેલો અને સ્ટીવ કેરેલ’નો અવર્ણીય અભિનય . . અને સતત ફેલાતો અસમંજસતા’નો માહૌલ . [ ખાસ કરીને અકળ અને વળ ખાઈ ગયેલા સ્ટીવ કેરેલ’નાં અભિનય થકી જ સ્તો ! ]

fc


~ 23 ~

A Most Violent Year

[ Read Here ]

ma

ફરી પાછુ એ જ . . થોરા’માં ઘન્નું ! ફિલ્મ પૂરું થયે , એમ લાગે કે ડિરેક્ટર’એ વાર્તા અને વાત’નો શું થ્રિલીંગ અને ચિલીંગ વિસ્તાર કર્યો છે ! સતત સંઘર્ષ’ની સાથે કેરેકટર’નું કેરેકટર અને આપણી ધીરજ પણ કસોટી’ની એરણે ચડતા હોય એવું લાગ્યા કરે . .

Director : J.C. Chandor

Director : J.C. Chandor

ઉપર ઉપરથી સામાન્ય લાગતી વાર્તા’નો પ્રવાહ , કસબી અને કલાકારો’નાં સુભગ સમન્વય સાથે કેટલો ઉત્તેજક બની શકે તેનું મસ્ત ઉદાહરણ . ઓસ્કર (આઈઝેક)’ને ઓસ્કર નોમીનેશન પણ આ મુવી માટે ન મળ્યું એ જ દેખાડે છે કે ઓસ્કર કાગડા બધે કાળા જ હોય છે 😉 [ અને શાણપણ’ની સાથે તાણ’પણ ઉભું કરતો મસ્ત બેકગ્રાઊંડ’સ્કોર તો ખરો જ ]

mb


~ 22 ( Tied ) ~

Guardians of the Galaxy

[ Read Here ]

ga

પહેલી વાત તો એ કે , માર્વેલ’ની આ મુવી ક્યારે બારણે ટકોરા મારતી આવી પુગી , તે ખ્યાલ જ નાં રહ્યો ! અને બીજું એ કે ટ્રેઇલર અને બાકી બધા હાઈપ બાદ પણ મુવી જોવાની જરાય ઈચ્છા નહોતી થતી પણ આખરે છેલ્લા દિવસે એકમાત્ર શો’માં આ મુવી જોવા’નું થયું અને શું મજા આવી છે કે કહેવાનું મન થઇ ગયું કે , We are Groot !

Director : James Gunn

Director : James Gunn

પહેલી વાત તો એ કે આ મુવીથી માર્વેલ યુનિવર્સ’ની શરૂઆત થઇ , બીજી કે તદ્દન અજાણી ટોળકી’નાં (દુ)સાહસો અને ધાંસુ પાત્રો’નું કમાલ’નું પાત્રાલેખન મોજેમોજ કરાવી ગયું [ ખાસ તો ગબ્બર અને શાંભા’ની જોડી એવા રોકેટ અને ગૃટ ] આ મુવીથી ડેબ્યુ કરી રહેલા ડિરેક્ટર James Gunn રાતોરાત શહેર’ની વાત બની ગયા [ ટોક ઓફ ધ ટાઉન , યુ સી ! ] હવે જોઈએ કે એવેન્જર્સ’નાં બીજા ભાગથી જે છિન્ન’ભિન્ન હાલ Joss whedon’નાં થયા તે James Gunn’નાં થાય છે કે નહિ !

gc


~ 22 ( Tied ) ~

X-Men: Days of Future Past

[ Read Here ]

xa

એક્સ’મેન સીરીઝ મરણ પથારી’એ હતી અને ખરો જીવ ફૂંકાયો તેની પ્રિકવલ’થી [ જુવાનીયાવ એવા મેગ્નેટો અને પ્રોફેસર.એક્સ’ની દોસ્તી અને દુશ્મની આલેખતી ગાથા થકી ] અને એકંદરે એ જ મૂવીની આમ જોવા જાઓ તો દુર’ની સિકવલ પણ એક રીતે પ્રિકવલ’ની સિકવલ જેવી આ મુવીએ ગ્રાંડ’એકશનનું ઘોડાપુર લાવી દીધું !

Director : Bryan Singer

Director : Bryan Singer

ખાલી ઓવરઓલ સ્ટારકાસ્ટ જુઓ તોયે બખ્ખા થઇ જાય [ આવતા ભાગમાં ઉપર વાત થઇ એ ઓસ્કર આઈઝેક જ આદિ મ્યુટંટ એવા એપોકેલીપ્સ’નો રોલ કરવાનો છે ] આ મુવીમાં ફેન્ટસી , એકશન , સ્ટોરી , ટ્વિસ્ટ અને કોમિક્સ એલિમેન્ટ’નું ધાંસુ સંતુલન હતું [ જો ખાયે વો ખો જાયે 😉 ]

xc


~ 21 ( Tied ) ~

Dawn of the Planet of the Apes

[ Read Here ]

dp1

પહેલા તો આ ઉપર’નાં પોસ્ટર’માં સીઝર’ની આંખો અને તિવ્રતા જુઓ ! અને થોડેક જ નીચે પેલા બાળ’વાનર’ની પિતાને ખોળે હુંફ અને સબ’સલામત’ની ભાવના જુઓ ! . . પોસ્ટર’માં જ આટલું ઊંડાણ હોય ત્યાં વાર્તા’ની વાત શું કરવી !? સ્પેશીયલ ઈફેક્ટ કરતાયે તેના ભરોસે જીવંત ઉઠેલી એક્ટિંગ જ આ મુવીને એ તેજ ધાર આપે છે કે જેને ખાંડા’ની ધાર પર ચાલવું કહી શકાય !

Director : Matt Reeves

Director : Matt Reeves

જુજ ઓછી સિકવલ હોય છે કે જે પ્રિકવલ’ને પણ ટકકર આપી શકે . સંજોગો અને ઘટના તો ઉત્તેજક બની જ રહ્યા પણ પૂરું માળખું પણ એટલું જ વિચારોત્તેજક બની રહ્યું . [ એમાય વાનરો’ની સેના’નો માણસો’ને વોર્નિંગ આપવા જનારો સીન તો બસ ! ] . . ત્રીજા ભાગ’ની રાહમાં .

dp3


~ 21 ( Tied ) ~

The Grand Budapest Hotel

[ Read Here ]

gb1

એક પછી એક ધૂની અને તરંગી પાત્રો આમથી તેમ હડીયા’પટ્ટી કાઢતા હોય એટલે સમજવાનું કે મિ.એન્ડરસન જ હોવાના [ મેટ્રીક્સ વાળા મિ.એન્ડરસન નહિ , પણ વેસ એન્ડરસન રે બાબા , ઉઠા લે રે દેવા 😉 ] જેટલા પાત્રો અટપટા હોવાના એટલો જ માહૌલ પણ વિચિત્ર હોવાની પૂરી ગેરેંટી , આ મહાશય’ની ફિલ્મોમાં ! અને એમાં પણ અહીંયા તો હોટેલ અને આસપાસનું પરિસર ઉભું કરવામાં રીતસર’ની કમાલ જ કરી નાખી છે , આ ભઈલા’એ 🙂

Director : Wes Anderson

Director : Wes Anderson

ફિલ્મો’માં ભાતભાત’ની જોડીઓ જોવા મળશે પણ અહીંયા જોડી છે એક લોબી’બોય અને માલિક’ની [ કમ મેનેજર’ની ] અને શું મોજ પડી છે કે રીતસર’નું ઉલ્લા’લા ઉલ્લા’લા થઇ ગ્યું [ જય વિદ્યા બાલન ! ] અને નાના’મોટા જાણીતા’અજાણ્યા કલાકારોનો મસ્ત ભેગો થયેલો શંભુમેળો [ અને જ્યાં મેળો હોવાનો ત્યાં મેળ તો પાડવાનો જ 😉 ]

gb2


~ 20 ~

Interstellar

[ Read Here ]

i1

પાછલા વર્ષોમાં સ્પીલબર્ગ’નાં નામે મુવી જોવા દોડી જવાતું અને હવે એ નામ ટ્રાન્સફર થયું છે ક્રિસ્ટોફર નોલાન’ને ખાતે ! કે જેની ઓલમોસ્ટ હરેક મુવી IMDb Top 250’માં વટ્ટ’ભેર મુળિયા જમાવીને બેસી ગઈ છે ! એક એવી વ્યક્તિ કે જેના નામે કોઈ પ્રોજેક્ટ એનાઉન્સ થાય , તે રીલીઝ થાય ત્યાં સુધી અમારા જેવા રસિયાઓ’ને ચેન ન પડે ! અને એમાં પણ આ તો અમારું સાઈ’ફાઈ જેનર [ જય જગત , જય અંતરીક્ષ ]

Director : Christopher Nolan

Director : Christopher Nolan

નો ડાઉટ , કે લોકો [ કે જેમાં હું પણ આવી જાઉં ] મુજબ તેની આખરી કેટલીક ફિલ્મોમાંથી આ સૌથી નબળી મુવી હતી પણ આખરે તો ગબ્બર’ની તુલના ગબ્બર સાથે જ થવાની ને !? એ રીતે જોવા જઈએ તો ઘણા પરિમાણો સાથે આ મુવી રોકિંગ સાબિત થઇ છે [ અને આમેય ફિલ્મ’માં 5D’ની વાત તો છે જ ને 😉 ] સોલીડ સ્ટારકાસ્ટ + ગ્રાંડ ડીરેક્શન = બિયોન્ડ ધ ટાઈમ એવું ઇન્ટરસ્ટેલર .

i3


~ 19 ~

Edge of Tomorrow

[ Read Here ]

ed1

ફરી એક સાઈ’ફાઈ અને એ પણ શુદ્ધ એન્ટરટેઈનમેન્ટ અને પ્યોર થ્રિલ સાથે . . ટ્વિસ્ટ’માં પણ ટ્વિસ્ટ અને ટાઈમ’લુપ’ની મસ્ત જલેબી જેવા વળાંકો ! જાગીને જોઉં તો જગ દિસે નહિ’ની ટોમ ક્રુઝ’ની એ લાજવાબ મોમેન્ટસ .

Director : Doug Liman

Director : Doug Liman

જબ્બર ડિરેક્ટર [ બોર્ન સીરીઝ’વાળા ] , ઝક્કાસ એક્ટર્સ [ ટોમ ક્રુઝ , એમિલી બ્લંટ અને બિલ પેક્સ્ટ્ન ] અને કમર સાથે મગજ પણ કસાવી દે તેવી સ્ટોરી , પછી બીજું શું જોઈએ આ નશ્વર જીવ’ને !? [ અહી પામર જીવ પણ લખી શકાય ! ] ગ્રાંડ એકશન અને રિપિટેટીવ ફ્રેમ્સ છતાં પણ ક્રમશ: વધુને વધુ ગાળીયો ભીંસતી લાજવાબ સ્ટોરી .

ed3


~ 18 ~

Predestination

[ Read Here ]

pr1

હજુ એક સાઈ-ફાઈ !!! જ્યાં વર્તુળ’નાં જ કેન્દ્રમાંથી ફણગો ફૂટે છે અને ચકરાવો લઈને વર્તુળ રચ્યાનો ભાસ રચી ફરી કેન્દ્ર’માં જ સમાઈ જાય છે ! નાં સમજાયું ? તો મુવી જુઓ , જોયું હોય તો ફરી જુઓ . . જેટલી વધુ વાર મુવી જોશો એટલા જ માથાનાં વાળ ખેંચવાની મજા આવશે ! [ વાળ અને કાળ’નો તાગ કોઈ પામી શક્યું નથી ! ]

Directors : The Spierig Brodhers

Directors : The Spierig Brothers

જેમ પુરાણો કહે છે ને  કે આરંભ પણ તે , મધ્ય પણ તે , અંત પણ તે જ . . . ભોગી પણ તે અને સાક્ષી પણ તે જ  . . તું મારો જ અંશ અને તારામાં સ્થિત હું ! . . . કાળની કેડીએ ગઈકાલ અને આવતીકાલ વચ્ચે ઝૂલતી આજ’ની મૂંઝવણ એટલે મંઝીલ પહેલાની મંઝીલ !


~ 17 ~

Still the Water

[ Read Here ]

sw1

જે ધીમું છે અને ધબકે છે , વેગીલું છે અને વહે છે  . . . શું ? જીવન જ સ્તો [ અને સમય પણ ! ] જીવન શું છે ? મૃત્યુ શું છે ? મૃત્યુ’ને આરે ઉભા રહીને થતું જીવનદર્શન શું છે ? પ્રેમ / ઉત્કંઠા / આવેગ અને આકર્ષણ શું છે ? એ બધા જ પ્રશ્નોનો લંબાણ’પૂર્વક કાં તો અછડતો ઉલ્લેખ તમને અહીંયા જોવા મળશે , પ્રકૃતિ’ની સાક્ષીએ .

Director : Naomi Kawase

Director : Naomi Kawase

એક શાંત , ગુઢ અને ઊંડાણ ધરાવતું સિનેમા કે જે મૌન અને ઘુઘવાટ’ની પરિભાષાઓ વડે વ્યક્ત થાય છે . . મૂવીની અંતિમ ક્ષણો જાણે કે પ્રકૃતિ’માં એકાકાર થવાની અને એ રીતે અજ્ઞાત અને અથાગ’નો તાગ લેવાની અદભુત ઘટના કંડારે છે .

sw3


~ 16 ~

Inherent Vice

[ Read Here ]

iv1

વિચિત્ર , અસ્તવ્યસ્ત , અકળ અને ગુઢ તથા મૂઢ’નો સરવાળો એટલે આ મુવી ! શું ચાલી રહ્યું છે કે શું થવા જઈ રહ્યું છે તેનો કોઈ અંદેશો નહિ . . બસ ઘટનામાં તણાયે જાઓ , કદાચિત કિનારો મળે કે નાં પણ મળે !

Director : Paul Thomas Anderson

Director : Paul Thomas Anderson

જેટલું અહીંયા હાસ્ય કે કટાક્ષ છે તેટલું જ ગમગીની અને બેપરવાહી પણ છે . કહાની કરતા પાત્રો’ની કહાની જોવાની વધુ મજા પડે ! કાઈ નથી બનતું છતાં પણ રહસ્ય’નો એ અંડરકરંટ વહેતો જ રહે છે . ડિરેક્ટર + એકટર’ની કમાલ’ની  જુગલબંધી એટલે ડોક’ની દાસ્તાન .

iv3


~ 15 ~

Wild

[ Read Here ]

wld1

વ્યક્તિ ભૂલો કરે છે , સંજોગો પણ પત્તર ઝીંકવા’માં ઓછા ઉતરતા નથી અને એ વ્યક્તિ ખુદ’ની નજરોમાં / પોતાના પ્રિયજન’ની આશા અને અપેક્ષાઓ’માં ઉણી ઉતરે છે , કહો કે નિરાશા અને ગિલ્ટ’ની ઊંડી ગર્તા’માં જઈ પડે છે પણ આખરે તેને ઉભું થવું પડે છે , કૈક અજાણી ફીલિંગ્સ’થી દોરવાઈને . . એક એવી સફર પર કે જ્યાં સૌ’પ્રથમ સામનો ખુદ’થી જ થવાનો છે !

Director : Jean-Marc Vallée

Director : Jean-Marc Vallée

ક્ષણો અને સ્મૃતિઓ’ની એવી સફર ખેડાય છે કે પેલી વ્યક્તિ ડગલે ને પગલે ધબકાર પામે છે , જીવન પામે છે . . સ્વીકૃતિ પામે છે ખુદની જ નજરોમાં . ખુદ’ને જ ક્ષમા આપવાની એ બુલંદી’એ પહોંચે છે કે જ્યાં ભૂલો અને સ્ખલનો સહીત સ્વ’નો સ્વીકાર હતો [ સાચે જ એ ક્ષણ વાઈલ્ડ હતી ! એ તગતગતી આંખો ]

wld3


~ 14 ~

Nightcrawler

[ Read Here ]

nc1

આ વ્યક્તિ જે કરી રહ્યો હતો એ લાલચ હતી કે ખેંચાણ ? આ સર્વાઇવલ હતું કે જસ્ટ અરાઈવલ ?? વ્યક્તિ’ને કોઈ અંદાજો હોઈ શકે કે એ કેટલી હદ સુધી નીચે જઈ શકે !? . . પેલો પ્રસિદ્ધ નારો છે ને કે ‘ તુમ મુઝે ખૂન દો , મેં તુમ્હે આઝાદી દુંગા ‘ તેના બદલે અહીંયા ચિત્ર ઊંધું છે ! : ‘ તુમ મુઝે ખૂન દો , મેં તુમ્હે ખૂન’ભરા ફૂટેજ દુંગા !

Director : Dan Gilroy

Director : Dan Gilroy

જયારે વ્યક્તિની નબળાઈ જ તેની ક્ષમતા બની બેઠે ત્યારે સંવેદના ક્યા છું થઇ જાય છે , તેનું વરવું છતાં પણ વાસ્તવિક ચિત્ર ઉભું કરતુ જર્નાલીઝમ’નાં નામે ચરી ખાતા ફૂટેજ ભૂખ્યા મીડિયા’ને ચીતરતું મુવી એટલે નાઈટક્રોલર !


~ 13 ~

Wild Tales

[ Read Here ]

w1

માણસ’ની આદિમ વૃતિ એટલે જંગલીયત ! કઈ પળે તે સંસ્કૃતિ , સમાજ અને સંસ્કાર’નાં બંધનો ફગાવીને પોતાના મૂળ રૂપ’માં આવે , તે કહી ન શકાય . . પ્રતિભાવ ક્યારે પ્રતિઘાત બની જાય અને ચિનગારી ક્યારે દાવાનળ’નું સ્વરૂપ ધારણ કરી લે તે આજના જમાનામાં કહી નાં શકાય ! વાત’નું વતેસર અને રાઈ’નો પહાડ પણ અહીંયા તુલનામાં નાના લાગી શકે ! કેટલીક ઘટના’ઓ ધીમી ખદબદી’ને ફાટે છે તો કેટલીક તત્કાલ ફાટીને ધુમાડે જાય છે . . .

Director : Damián Szifrón

Director : Damián Szifrón

ભ્રષ્ટાચાર , બેવફાઈ , સરકારી તંત્ર’ની અજડ્તા , હસવામાંથી ખસવું અને ખસતા ખસતા ધસી પડવું , જુનો બદલો અને સીધી બાત નો બકવાસ’નાં રૂપ’માં ત્રાટકતી વાર્તાઓ , આ છ શોર્ટ મુવીઝ’નાં ઝૂમખાને અદભુત ખટ્ટ’મીઠી બનાવે છે !

w3


~ 12 ( Tied ) ~

Boyhood

[ Read Here ]

b1

જીવન અને સમય એટલે એક જ સિક્કા’ની બે બાજુ ! બંને’નું વહેણ ધીમું પણ નક્કર . . વળાંકોમાં વહેતું અને સંજોગો’થી પ્રભાવિત થઈને જ આગામી સંજોગો’ને ઘડતા આ જીવન’માં જયારે પાછા વળીને જોવાનું થાય છે ત્યારે આ જ વહેણ ઘસમસતું લાગે છે , જાણે કે એ વર્ષો અને ઘટનાઓ આંખના પલકારામાં ઉડી ગઈ !! રહી જાય છે એ અનુભૂતિઓ અને સાક્ષીભાવ .

Director : Richard Linklater

Director : Richard Linklater

બોયહુડ વિષે મેં જયારે વાત છેડેલી ત્યારે જ કહેલું કે મુવીમાં દર એક વર્ષે એમ બાર બાર વર્ષો સુધીના એકધારા શુટિંગ’ની ટેકનીકલ જમા સાઈડ ન પણ હોત તો પણ સ્ટોરી અને સ્ક્રીનપ્લે’વાઈઝ આ મુવી ક્યાય વધુ સાઉન્ડ છે . . પહેલા લોટ’નાં સ્વરૂપે ઝીણું દળાતું અને ત્યારબાદ લોટ સ્વરૂપે ગાઢ ગુંદાતું , એ જ જીવન !

b3


~ 12 ( Tied ) ~

Selma

s1

સેલ્માં . . આ મુવી વિષે વાત કરવાની જ રહી ગયેલી !! માર્ટીન લ્યુથર કિંગ’ની લડત’નાં શરૂઆતી દિવસોની એ દાસ્તાન કે જેની શરૂઆત સેલ્માં’થી થયેલી અને બાદમાં આ ઘટનાથી જ પ્રભાવિત થઈને અશ્વેત નાગરિકોને સંબંધિત અધિકારોમાં વોટીંગ કરવાની નાગરિક સત્તા મળી હતી . પહેલી વાત તો એ કે , આ મુવી કિંગ’નાં પાત્રમાં સોંસરવા ઉતરી જતા David Oyelowo વિના અધુરી જ લાગેત . . શું છટા અને શું લહેકો !

Director : Ava Duvernay

Director : Ava Duvernay

મુવી દરમ્યાન એ ક્ષણો જીવંત થઇ ઉઠી છે કે જ્યાં ડો.કિંગ’નાં ભાષણો એક લહેરખી’માંથી મોજું બનીને ચારેબાજુ ફરી વળે છે . . જાત સાથેનો સંઘર્ષ અને ખુદમાં વિશ્વાસ , પરિવાર પ્રત્યે ફરજ અને એક્સ્ટેન્ડેડ પરિવાર એવા અશ્વેત લોકોને અધિકાર અપાવવા વેઠવી પડેલી મુશ્કેલીઓ , રાષ્ટ્રપતી પાસે ખુદનો પક્ષ રજુ કરતી દરખાસ્તો અને મૃત વ્યક્તિના દાદા’ને સાંત્વના આપતું દ્રશ્ય મુવીને ગજબનું બિલીવેબલ બનાવે છે . . મસ્ટ વોચ .

s3


~ 11 ~

Calvary

[ Read Here ]

c1

સમાજ’નું અવમુલ્યન થઇ ચુક્યું છે , વ્યક્તિઓ અને ધાર્મિક સંસ્થાઓ પણ સ્ખલન ખાળી શક્યા નથી ! નૈતિકતા અને માણસાઈ’નાં મુલ્યો ફાધર જેમ્સ જેવી વ્યક્તિઓ થકી જ એકલ’દોકલ છુટા’છવાયા કિસ્સા’ઓમાં નજરે પડી રહ્યા છે . પણ હરહંમેશ બને છે તેમ કસોટી સજ્જન’ની જ થાય છે , અગ્નિપરીક્ષામાંથી તેઓએ જ પસાર થવું પડે છે !

Director : John Michael McDonagh

Director : John Michael McDonagh

ધર્મ , નૈતિકતા અને માણસાઈ’નાં મુલ્યો’ની આ પરીક્ષા એક તબક્કે ફાધર જેમ્સ’ને પણ છેક ધાર સુધી લઇ જાય છે . શું તેમનું માનવું સાચું ઠરશે ?! કે તેમની માન્યતા’ઓ અને આદર્શો’નો ભુક્કો બોલી જશે ?! ક્ષણે ક્ષણે અજબ’ની થ્રિલ થરથરાવતી મુવી એટલે . . .

c3


~ 10 ~

Locke

[ Read Here ]

l1

જે ભૂલમાંથી ભૂતકાળ જન્મ્યો હતો , તે જ ભૂલ ફરી એ જ રૂપમાં ભવિષ્ય તરીકે આકાર લે તો !? જે ભૂલને તમે ગુના’નું સ્વરૂપ આપીને લગભગ ધિક્કારતા હતા તેવી જ ભૂલ સાથે તમે ખુદ કેવી રીતે વર્તો ? તેનો ઇન્કાર કરીને તેને ગપચાવી જાઓ કે પછી સામી છાતી’એ ધસી જાઓ ?!

Director : Steven Knight

Director : Steven Knight

જે ઘટના’ને તમે કોસતા હો તેવી જ ઘટના’નો ભાગ બનવાનું આવે ત્યારે શું મુંઝારો હોઈ શકે !? આ પ્રાયશ્ચિત હતું કે પછી દુ:સાહસ , કોને ખબર ? મોનોલોગ’માં રચાતું એક અદભુત ભાવ’વિશ્વ અને ક્લાસિક એક્ટિંગ . . વાદ અને સંવાદ’માં રચાતું અદભુત સમીકરણ એટલે . . .

l3


~ 9 ~

The Tale of The Princess Kaguya

[ Read Here ]

k1

સતત બીજા વર્ષે પણ ઘીબ્લી’નું એનીમેશન જોવા મળે એ સતત બીજા વર્ષે પણ સારો વરસાદ થાય તેટલી ખુશનુમા ઘટના કહેવાય [ હું ઘીબ્લી જ કહીશ , હોં 😉 ] તેમની ફિલ્મો’માં એ ઠહેરાવ હોય છે , સ્પર્શ અને સંવેદન’નું એક અલગ ભાવવિશ્વ હોય છે અને ખાસ તો એનિમેશનમાં મોસ્ટ ઓફ ડ્રામા’ઝ આ જ સ્ટુડિયો’એ આપ્યા છે . કુદરત સાથેનો તેમનો લગાવ અને અપાયેલો અલૌકિક સ્પર્શ તેમની મુવીઝ’ને અનબીટેબલ બનાવે છે .

Director : Isao Takahata

Director : Isao Takahata

અને ગયા વર્ષે જેમ Hayao Miyazaki‘એ આવજો કહીને The Wind Rises રૂપે આખરી યાદગીરી આપી હતી તેવી જ રીતે આ વર્ષે આ દિગ્ગજે ( Isao Takahata ) પણ એક દિગ્ગજ લોકકથા’ને સુંદર અંજલી આપી છે . . વોટરકલર્સ’નાં એ સ્કેચીસ જીવંત થઇ ઉઠ્યા , એક સ્વર્ગીય અનુભવ .

k3


~ 8 ~

Mommy

[ Read Here ]

mm1

એક બાજુ છે : એક વિશિષ્ટ કાયદો , દુર્ગમ સંજોગો અને એક હાઈપર એક્ટીવ બોય અને બીજી બાજુ છે : મોમી ઉર્ફે સારાભાઇ’નાં શબ્દોમાં કહીએ તો મોમાં , મારા શબ્દો’માં કહીએ તો મમ્મી અને આદર્શ સંજોગોમાં કહીએ તો માતા !!! બે ખુબ જ એકપ્રેસિવ અને એક અત્યંત અંતર્મુખી વ્યક્તિ ભેગા થાય છે ત્યારે ઘડીક તો સંજોગો સાઈડ’માં રહી જાય છે . .

Director : Xavier Dolan

Director : Xavier Dolan

ત્રિકોણ’નાં ત્રણેય ખૂણાઓની જેમ આ લોકો એકબીજાને પૂર્ણ કરે છે અને મોજેમોજ’ભરી બઘડાટી બોલાવી દે છે ! પણ એક વાત સમજી લો કે તમે ભલે સંજોગોને સાઈડ’માં રાખી દો , પણ સંજોગો તમને હડફેટે લીધા વગર છોડવાના નથી . . જેટલી જીવંત એટલી જ હૃદયદ્રાવક મુવી એટલે . . .

mm3


~ 7 ~

Gone Girl

[ Read Here ]

gg1

જે જતું રહે છે , પણ ફરી’થી પાછું બેંગ થવા ! . . સ્ટોરી અને તેના આફ્ટર’શોકસ , ડેવિડ ફીંચર અને રોસ્મંડ પાઈક , બેસ્ટ’સેલર નોવેલ આ બધું જ એટલું પરફેક્ટલી ભેળસેળ થયું છે કે દુરદુર સુધી ભેળસેળ’નું નામોનિશાન ન દેખાય !!! ડેવિડ ફીંચર’ની મુવીઝ વિષે એક ટેગ’લાઈન શકાય : અમારી અન્ય કોઈ શાખા નથી , થ્રીલાવા અને થરથરાવવા અમે એક જ કાફી છીએ ! [ હજુ અમને સેવન’નું નામ સાંભળીને પરસેવો છૂટી જાય છે ! ]

Director : David Fincher

Director : David Fincher

રોસ્મંડ પાઈક આ મુવીથી તેની એક્ટિંગ’ની ઉંચાઈ’એ પહોંચી છે [ ક્યારેક આવા કેરેક્ટર્સ’ને ઓસ્કર નથી મળતો એમાં ઓસ્કર’ની યે મર્યાદા છતી થાય છે ! ] થ્રિલર એક એવો પ્રકાર છે કે જ્યાં એ ટુ ઝેડ સુધી માત્ર સ્ટોરી જ રાજ કરે છે , અને આ તો સ્ટોરી વિથ ક્લાસિક નરેશન છે [ જય વાર્તા , જય વળાંક ! ]

gg3


~ 6 ~

Birdman: Or (The Unexpected Virtue of Ignorance)

[ Read Here ]

b1

બર્ડમેન એટલે એવો માણસ કે જેને વિહરવું છે પણ મુળિયા રોકી પાડે છે ! હોવું અને થવું એ બંને વચ્ચે’નો તુમુલ ટકરાવ . બાહ્ય અને આંતરિક સૃષ્ટિ વચ્ચે મચેલું રમખાણ [ જાણે કે શેકસપીયર’નાં હેમ્લેટ’ની જ મથામણ ]

 Director : Alejandro González Iñárritu

Director : Alejandro González Iñárritu

જીવન અને નાટક વચ્ચેની અદભુત સામ્યતા ચીતરતું મુવી એટલે આલાતરીન દિગ્દર્શન , સળંગ કેમેરા મુવમેન્ટ અને અદભુત’ની કક્ષાએ મૌખિક હાવભાવ’થી છવાઈ જનારા માઈકલ કીટન’ના પુનર્જન્મ જેવું પક્ષી’માનવ ! [ મારા અંગત મતે કીટન ઓસ્કર’નો અસલી હકદાર હોવો જોઈતો હતો , બીજા ક્રમે સ્ટીવ કેરલ ]

b3


~ 5 ~

Whiplash

[ Read Here ]

w1

ક્રોધ થકી બોધ ! [ કદાચ બાળવાર્તા તરીકે આવું નામાભિધાન થઇ શકે 😉 ] જરાક ઉંચે સાદે કોઈ બોલી જાય તો ખલેલ પડે છે ? તો તો આ મુવી તમારા માટે જ છે 🙂 દુર્વાસા’નાં આધુનિક અવતાર એવા ફ્લેચર’ને જે.કે.સિમન્સ’એ જે રીતે ફાટ’પ્રસ્ફોટન ‘માંથી લાવા વહે છે તે રીતે ચાતરી બતાવ્યા છે કે કદાચીત જ કોઈ માઈ’નો લાલ આટલું એકાકાર થઇને કરી શકેત ! [ એક તબક્કે મને એવો પણ વિચાર આવેલો કે તેમને સપોર્ટીંગ કેટેગરી’માં શું કામ નોમીનેશન અપાયેલું ?! તે તો મુખ્ય પાત્રને પણ ખાઈ જાય તેવું ભક્ષય’પાત્ર છે ! ]

Director : Damien Chazelle

Director : Damien Chazelle

અદભુત પેશન , કમાલ’નું એડીટીંગ અને 100’ની સ્પીડે ધબકારા’ઓને ધબકાવતો બેકગ્રાઊંડ સ્કોર અને બે કેન્દ્રો વચ્ચે રચાતા વર્તુળ જેવો મુશ્કેટાટ વાર્તા’પ્રવાહ એટલે ચાબુક’નાં સોળ’ની જેમ સોળે કળાએ ખીલી ઉઠેલું વ્હીપ્લેશ [ . . . સ્સ્સ્સસ’સટ્ટાક ]

w3


~ 4 ~

Enemy

[ Read Here ]

e1

રહીને રહીને થાય તેને લાઈટ નહિ , ટ્યુબ’લાઈટ કહેતે હૈ , મુન્ના [ કર્ટસી : લોટીયા પઠાણ ] આ ખી ખી ખી કરવાની વાત નથી મિત્રો ! આ મુવીઝે રીતસર’ની મને છક્કડ ખવડાવી દીધી હતી [ ગોથા અને ગોટા તો હું કે’દાડાનો ખાતો જ હતો , પણ છક્કડ . . ! ] ઉફ’યુમ્માં ! જેવું મુવી મેં પૂરું કર્યું કે તરત જ ફીલિંગ આવેલી કે 8/10 . પણ કઈક લોચો લાગતો હતો કે દાળ’માં કૈક કાળું નહિ પણ આખેઆખા કાળુંભાઈ જ છે !! પણ જયારે ઝબકાર થયો ત્યારે એ ઝબકાર ટ્યુબ’લાઈટ ચાલુ થવાનો નહિ પણ ” વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનબાઈ ” એ કક્ષાનો હતો [ મારું અત્યંત પ્રિય ભજન , પુરેપુરા આદર સાથે ]

Director : Denis Villeneuve

Director : Denis Villeneuve

સ્ટોરી’માં એક તબક્કે બે ભિન્ન પ્રવાહો ચાલે છે એ પણ ખબર નહિ પડે , તેટલી હદે આ મુવી ગોવિંદા’નાં ઝટકા આપે તેવું છે ! એક સુપર્બ સાઈકો’થ્રિલર . . . વર્ષ 2014’નાં બે અનહદ અંડર’રેટેડ મુવીઝ્માનું એક [ તો , બીજું ? :: શાંત ગદાધારી ભીમ શાંત ! આગળ’નાં વળાંક પર તેનો જ ઉલ્લેખ છે ]

e3


~ 3 ~

The Lego Movie

[ Read Here ]

l1

આ મુવી’નું ટ્રેઇલર પણ ક્યારે આવેલું , એ મને ખબર નહોતી [ અથવા તો ચાય કરીને જ મેં તેને અવગણેલું :: BTW – આ ‘ ચાય કરીને ‘ સૌરાષ્ટ્ર’નો એક મીઠો શબદ છે , તેના પરથી જ છોકરીઓ’ને ચાય્ગલી અને છોકરા’ઓને ચાય્ગલા કહેવાતા હોય છે 😉 આને કહેવાય ‘ચાય’ પે ચર્ચા ❗ ] અને મુવી જયારે પાસે આવેલું , ત્યારે પણ ઘણા દિવસો સુધી પડી રહેલું કેમકે મને ઓરીજીનલ એનીમેશન ખુબ જ ગમે છે અને આ તો પાછુ ડીજીટલ તો ઠીક ઉલટાનું સંવેદન’હીન એવા લેગો બ્લોકસ’નું બનેલું હતું !

Directors : Phil Lord & Christopher Miller

Directors : Phil Lord & Christopher Miller

પણ જયારે હું ખોટો પડું છું ત્યારે ઉંધેમાથે પછડાઉ તેવો પડું છું ! શું મજા આવી છે  આ મુવીમાં , કે ઘડીક તો અનીલ કપૂર’નું ધીના’ધીન ધા અને પાર્વતી + તુલસીનું ધુન્તાના’નાનાના બેઉ સાથે થઇ ગયું 😀 ક્રિયેટીવીટી અને સ્માર્ટનેસ’નો વિસ્ફોટ કરતાયે ચાર ચાસણી ચડી જાય તેવો બિગ’બેંગ છે આ મુવી ! જોઈ નાખો અને ધોઈ નાખો [ મન’નો મેલ બીજું શું ?! ]

l3


~ 2 ~

Under the Skin

[ Read Here ]

u1

વર્ષ 2014’નું બીજું સૌથી અંડર’રેટેડ મુવી એટલે અંડર ધ સ્કીન [ ત્વચા તળે ! ] એક પ્રકારે એમ કહી શકાય કે 101% પરફેક્ટ સાઈ-ફાઈ મુવી ! દિમાગ’ને સુન્ન કરી દે અને કાનપુર’માં ટ્ન્ન કરી દે એટલું અદભુત , હોંટેડ અને ખલેલ પમાડી દે તેવું સંવેદનશીલ . પાછલા દસેક વર્ષોના મહત્તમ સાઈ-ફાઈ પર જો નજર નાખીએ તો તેમાં મોટાભાગે એક્શન કે એન્ટરટેઈનમેન્ટ જેવા એલીમેન્ટ્સ’ની ભરમાર રહેવાની પણ આ મુવી કૈક નોખું છે , એ જોડાણ આંખે ઉડીને દેખાય છે – એ અચંબો , અલગાવ , સંવેદન , આશ્ચર્ય અને અભાવ અનુભવાય છે . . .

Director : Jonathan Glazer

Director : Jonathan Glazer

મુવી લાંબા લાંબા શોટ્સ’માં ખુબ ધીરે રહીને ઉઘડે છે પણ જયારે અંત તરફ પહોંચે છે ત્યારે કૈક પીડાની અનુભૂતિ’નો અહેસાસ થાય છે . કથાનક જાણે’અજાણે સ્પર્શ કરી જાય છે , જાણે કે જેનો ડોળ કરી રહ્યા હતા તે જ બની ગયા ! સ્કારલેટ જહોન્સન’નો અદભુત અભિનય [ ફરી પાછા એક સારા અભિનય’ની નોંધ નહિ !! અત માઝી સટ્કલી ]

u3


~ 1 ~

Song of the Sea

[ Read Here ]

s1

એનીમેશન એટલે જીવંત થવું પણ આ મુવી તો રીતસર સ્પર્શી જાય છે [ નો ડાઉટ , કે એમાં અંગત પસંદ પણ ભાગ ભજવે છે ! ] આ મુવીમાં એ બધા જ તત્વો છે કે જે તમે કોઇપણ ઉગતા બાળકને બતાવી શકો કે જ્યાં તેને પ્રેમ , લાગણી , કાળજી અને સંબંધો’માં જવાબદારી એ સઘળા તત્વો શીખવા અને અનુભવવા મળે , આ તો થઇ વિષય અને તેના અત્યંત સમૃદ્ધ હોવાની વાત , પણ ટેકનીકલી ?! ટેકનીકલી તો આ મુવી જીવતે’જીવ સ્વર્ગારોહણ કરાવે એવું છે ! વોટરકલર્સ’નું એક અનુપમ અને અનન્ય જગત જાણે ઉગી નીકળ્યું છે અને બેકગ્રાઊંડ’નો એ અદભુત સ્કોર . . . કે વાત જ જવા ધ્યો [ આ મુવી તો આઈ’મેક્ષ’માં 3D’માં જોવા જેવું છે ]

Director : Tomm Moore

Director : Tomm Moore

સ્થિર થઇ ગયેલા સંબંધો’માં ફૂંટતી કુંપળ એટલે ‘ સોંગ ઓફ ધ સી ‘ . . નાદ’થી અનુનાદ તરફ’નું ઊર્ધ્વારોહણ એટલે ‘ સોંગ ઓફ ધ સી ‘ . . હક માંગતા પહેલા ફરજ નિભાવવાનું મન થાય એટલે ‘ સોંગ ઓફ ધ સી ‘ . . ઉષ્મા અને હુંફ’નો ધાબળો ઓઢાડતું ‘ સોંગ ઓફ ધ સી ‘ . . મુવી પૂરું થયે પણ જે ચિત્ત’માં ગુંજતું રહે તેસોંગ ઓફ ધ સી ‘ .

s3


 

What’s your favorite ?

What’s your opinion on this take ? Say it .