ટૅગ્સ
1 – Nenokkadine, 2 States, Action Jackson, Amit Sahni Ki List, Ankhon Dekhi, Bang Bang, Bangalore Days, Bewakoofiyaan, Bhoothnath Returns, Bobby Jasoos, City Lights, Daawat-e-Ishq, Dedh Ishqiya, Dekh Tamasha Dekh, Ek Villain, Filmistaan, Finding Fanny, Good Indian movies of 2014, Great Indian movies of 2014, Gulaab Gang, Gunday, Haider, Happy Ending, Happy New Year, Hasee Toh Phasee, Hawaa Hawaai, Heropanti, Highway, Holiday, Humpty Sharma Ki Dulhania, Humshakals, Jai Ho, Khoobsurat, Kick, Kill Dil, Kochadaiiyaan, Kya Dilli Kya Lahore, Lekar Hum Deewana Dil, Main Tera Hero, Mardaani, Mary Kom, PK, Queen, Rang Rasiya, Samrat & Co., Shaadi Ke Side Effects, Singham Returns, Sonali Cable, Sulemani Keeda, The Best Indian Films of 2014, The Shaukeens, Top movies of Indian cinema, Total Chaos, Ugly, Ungli
1] ઓકે , તો 2014’માં પણ ઢગલો’બંધ મુવીઝ જોવાયા અને અમે રહ્યા ખોવાયા ! એકંદરે ગયા વર્ષ કરતા આ સમયે આ સરવૈયા’ની પોસ્ટ વહેલી આવી ; તેમ છતાં નહિ નહિ નેય આ પોસ્ટ દસેક દિવસ મોડી પડી , બોલો !
2] આ સમયે પણ ટોકીઝ’માં માત્ર બે જ ઇન્ડિયન મુવીઝ જોવાયા [ એક તો વર્ષ’ની શરૂઆત’માં ક્વિન અને વર્ષાંતે પી.કે ! – જોયું હું તમારી જેમ ટોકીઝ’ની ધાણીઓ નથી ફોડતો 😉 ]
3] ગયા વર્ષે પણ 50’ની આસપાસ મુવીઝ જોવાયેલા અને આ વર્ષે પણ તેટલા જ ! [ આખરી ક્ષણો’માં મતલબ કે દિવસોમાં જે 7 મુવીઝ જોવાયેલા તેમની પોસ્ટ બનાવવાનું માંડી વળાયું અને માત્ર રેટિંગ’વાઈઝ ઉલ્લેખ જ અહી આખીરમાં કરાયો છે , કે જેમાંની બે મુવીઝ મારા ટોપ લિસ્ટ’માં પસંદગી પામી છે . ]
4] અને બેસ્ટ ફિલ્મો’નું વર્ષ’વાર સરવૈયું આપવાની આ ઓફિશિયલ 4’થી પોસ્ટ હોવાથી તેને અંતર્ગત એક સ્વતંત્ર પેઈજ જ બનાવી કાઢવામાં આવ્યું છે કે જ્યાં આવનાર બે મહિનામાં આવનારી હોલીવુડ મુવીઝ’નાં સરવૈયા સહીત’ની બધી જ પોસ્ટ એક જ ક્લીકે હાજીર થશે , આ રહી ત્યારે લિંક | link . . તો પ્રેમ સે બોલો જય માતા દી 🙂
Please share your favorite Indian films of 2014 at last in Comment area
Total Images : 85 [ Small & Steady ] 17 [ Gif ]
It would take 5 to 6 minutes to load the whole post .
Total 51 Indian films watched , released in 2014
1] Jai Ho 2] Queen 3] Hasee Toh Phasee 4] Shaadi Ke Side Effects 5] Total Chaos 6] Gulaab Gang 7] Highway 8] Gunday 9] Bewakoofiyaan 10] Main Tera Hero 11] Bhoothnath Returns 12] 2 States 13] Holiday 14] Humpty Sharma Ki Dulhania 15] Heropanti 16] Humshakals 17] Kochadaiiyaan 18] Singham Returns 19] Kick 20] Bobby Jasoos
21] Lekar Hum Deewana Dil 22] Ek Villain 23] Mardaani 24] Mary Kom 25] Daawat-e-Ishq 26] Filmistaan 27] 1 – Nenokkadine 28] Samrat & Co. 29] Dedh Ishqiya 30] Bang Bang 31] Dekh Tamasha Dekh 32] City Lights 33] Khoobsurat 34] Hawaa Hawaai 35] Kya Dilli Kya Lahore 36] Ankhon Dekhi 37] Finding Fanny 38] Bangalore Days 39] PK 40] Kill Dil
41] Happy New Year 42] Happy Ending 43] The Shaukeens 44] Haider 45] Sonali Cable [ 2/10 ] 46] Rang Rasiya [ 6/10 ] 47] Sulemani Keeda [ 8 to 8.5/10 ] 48] Ugly [ 8 to 8.5/10 ] 49] Ungli [ 5/10 ] 50] Action Jackson [ 1/10 ] 51] Amit Sahni Ki List [ 7 to 7.5/10 ]
Worst / Nonsensical
OR
Okaish / Stereotyped MOVIES
Over rated (Or) OR Over hyped MOVIES (Oh)
&
Could have been done better [ C ]
[ Point your cursor on IMAGE ]
Honorable mentions [ H ]
Best 14
Movies
of
2014
🙂 as per my opinion 🙂
~ 14 ~ [ Read in brief , here ]
Hasee Toh Phasee
ઓકે , પહેલા તો આ મુવી’નું સેટઅપ અને આસપાસ’નું વિચિત્ર વાતાવરણ [ અને તેમાંના નમુના’ઓ પણ ] જ મને ગમી ગયેલું અને લટકામાં મન’ગમતી પરીનીતી ભળી ! પછી તો મારે થોડીક એવી ક્યાંક લુઝ સ્ક્રીપ્ટ હોવા છતાં પણ ફસવું જ પડ્યું 🙂 એક રીતે નિખિલ અને મિતા’નાં બંને પાત્રો’ની અલગ જ છતાં પણ સંવેદનશીલ દુનિયા’ની એ અંતરંગ અને સ્પર્શતી મોમેન્ટસ જ સમગ્ર મુવીને ઉંચે ઉઠાવે છે !
” ઈશ્ક બુલાવા , મનચલા અને ઝેહનસીબ ” જેવા અદભુત ગીતો અને સંતુલિત અભિનય . . . અને બાકી તો ” સરસરાહટ , સનસહાટ , ગુદગુદાહટ , ડગમહાટ , ફરફરાહટ અને થરથરાહટ જેવા આવેગો અને લાગણીઓ અને પેલું ગુજરાતી રેપ સોંગ ” બધુ ભેગું સે , બધુ ભેગું સે ” 😀 જસ્ટ જબરદસ્ત ! [ link ]
~ 13 ~ [ Read in brief , here ]
2 States
મને ચેતન ભગત’ની સેમી’બાયોગ્રાફી કમ ફૂલ રોમેન્ટિક એવી વાસ્તવિકતા અને કલ્પના’ની “સંતોષ ભેળ” જેવી ” 2 સ્ટેટ્સ ” ખુબ જ ગમી હતી અને જયારે આ ફિલ્મ વિષે અને તેની કાસ્ટિંગ વિષે જાણ થઇ હતી ત્યારે થોડુક નિરાશ થવાયું હતું ! પણ જયારે ફિલ્મ જોવાઈ ત્યારે પુસ્તક’નો એ ચાર્મ મહતમ હદે ઓન’સ્ક્રીન ઉતારવામાં તેઓ સફળ રહ્યા હતા . ખાસ તો સુંદર છોકરીઓ’ને જોઇને જેના બાર વાગી જાય છે અને ચેનલ મ્યુટ થઇ જાય છે , તેવો ક્રિશ [ અદ્દલ હું – દુરથી કોઈ સુંદર કન્યા આવવાના એંધાણ દેખાતા જ મારું ચેતન ઉડી જાય છે અને હું ભગત થઇ જાઉં છું 😀 ] અને ચાર્મ’નાં ફુવારા છોડતી અનન્યા ઉર્ફે હાવભાવ’ની ક્વિન ” આલિયા ” , એ બંને’ની લવ’લાઈફ અને લવ’સ્ટ્રગલ જોવાની મજા પડી .
એકંદરે અનન્યા’નાં માતા’પિતા’નાં પાત્રોમાં ડેવલપમેંટ થોડુક ઓછું લાગ્યું પણ તેની ભરપાઈ ક્રિશ’નાં ક્રેઝી પેરેન્ટ્સે પૂરી કરી દીધી ! ફરી પાછા કર્ણ’મંજુલ ગીતો અને ક્યાય ઓવરએક્ટિંગ’નો લસરકો નહિ . . પહેલી વાર જ ફિલ્મ ડીરેક્ટ કરી રહેલા ડિરેક્ટર’નું અદભુત સંતુલન – અભિષેક વર્મન [ હસી તો ફસી’માં – વિનીલ મેથ્યુ પણ ]
~ 12 ~ [ Read here ]
Dedh Ishqiya
આ મુવી’માં બે મુખ્ય જોડીઓ હતી પણ બે સુંદર રમણીઓની જોડી’ને પણ જેઓ માત આપી શકે , તે તો બસ ખાલું’જાન અને બબ્બન જ હોઈ શકે ને !? 🙂 ક્રેઝી કેરેક્ટર્સ’ની અગોચર દુનિયા જેવી ઈશ્કિયા સીરીઝ હજુ પણ જીવંત રહી શકી તો તેનો મુખ્ય ફાળો અર્શદ વારસી’ને જ જવો ઘટે ! અને લટકામાં પાછો ગબ્બર એવો વિજય રાઝ ભળ્યો 🙂
પહેલા ભાગ જેટલું આ મુવી આટાપાટા વાળું અને બઘડાટી બોલાવતું ન લાગ્યું પણ આ લોકોના ચક્રમ’વેડા અને મૂર્ખાઈ’ભર્યા સાહસો જોવાની મજા પડી . ખાસ તો એ નવાબી માહૌલ અને યુ.પી’ને જીવંત કરવા બદલ ડિરેક્ટર અભિષેક ચૌબે’ને હેટ્સ ઓફ .
~ 11 ~ [ Read here ]
Mardaani
મર્દાની – એક સાહસ’ગાથા બની રહી . . જરૂરત હતી માત્ર એક ઈરાદા’ને દ્રઢ બનાવવાની અને તેની પાછળ પડી જવા’ની . . અને એક સુંદર સ્ટોરી અને ગંભીર રણકા’ની સાથે આ કન્સેપ્ટ ક્લીક થયો . હ્યુમન ટ્રાફિકિંગ’ની ભયંકર વાત કહેતી અને આખરે તેના મુળિયા દબોચી લેતી રાની’ને જોવાની ઘણા દિવસે મજા પડી ! ખરેખર જકડી રાખનારી સ્ટોરી’ની સાથે કોલ્ડ’માઈન્ડેડ વિલન’નો ઝબકારો પણ કાઈ કમ નહોતો .
ઘણા સમયે એક વાસ્તવિક અતિ ગંભીર મુદ્દા’ને સ્ટોરી’માં વણી લઈને બનેલી એક અદભુત થ્રિલર . ફરી કોઈક વાસ્તવિક અને ગંભીર મુદ્દા’ને ધ્યાનમાં લઈને આ મુવી’ની સિકવલ બને તો મજા આવે .
~ 10 ~ [ Read here ]
Filmistaan
એક ફિલ્મો’નો રસિયો ! અમારા જેવા તો તેની સામે કાઈ નાં લેખાય !! કેમ ? કેમકે દુશ્મન દેશ’માં વિપરીત સંજોગો’માં તેના આ જ હુન્નરે અથવા કહો કે ગાંડપણે તેને જીવતો રાખ્યો અથવા તો કહો કે જીવંત રાખ્યો !
અજાણ્યા કલાકારો , કસબી દ્વારા બનાવાયેલ એક સુંદર અને હૃદય’સ્પર્શી ફિલ્મ એટલે નાં હિન્દુસ્તાન , નાં પાકિસ્તાન . . આ તો છે બંને લોકો’માં જીવતું ફિલ્મીસ્તાન ! ડિરેક્ટર નીતિન કક્કર’નું સુંદર દિગ્દર્શન અને મુખ્ય અભિનેતા શારીબ હાશ્મી’નું આલાતરીન હૃદયંગમ પરફોર્મન્સ .
~ 9 ~
Sulemani Keeda
ભારત’માં જુજ બનતા અને જો બને તો લોકો સુધી જુજ પહોંચતા ઈન્ડી મુવીઝ’માનું એક બહેતરીન આછેરું ગ્રે કોમેડી મુવી એટલે સુલેમાની કિડા ! મતલબ કે એક પ્રકાર’નો ધખારો , ગાંડપણ અને સનક ! બે નવાસવા સંઘર્ષ’રત રાઈટર્સ [ દુલાલ : એક મુંઝાયેલો અને અંતર્મુખી અને મૈનાક : ખરેખરો લઘરો અને લબાડ 😉 << અદભુત એવો મયંક તિવારી : દાઢી બાવો ! ] ઘણી જગ્યા’એ આથડ્યા-કુટાયા બાદ એક વિચિત્ર નમુના’ને [ ગોન્ઝો : ખરેખર જબરદસ્ત નમુનો ] હીરો તરીકે ચમકાવતી ફિલ્મ માટે એમને લખવા મળ્યું . . . આ બાજુ દુલાલ’નું બ્રેક’અપ અને બીજી બાજુ સુંદર એવી ગમતીલી રૂમાં’નું [ અદિતિ વાસુદેવ – દો દુની ચાર’વાળી ] ગમી જવું ! અને બીજી કેટલીય ઘટનાઓ અને દુર્ઘટના’ઓમાં શિંગડા ભરાવવું . . . આટલું કાફી હતું , સુલેમાની કીડા’ને સળવળતો કરવા માટે 😉
ચારે ચાર કેરેક્ટર્સ : મૈનાક , દુલાલ , રૂમાં અને ગોન્ઝો આસપાસ ફરતી એક પ્યોર અર્બન સ્ટોરી’માં ઘણી મજા આવી . હજુ આવી સ્ક્રીપ્ટ’લેખનમાં ચતુરાઈ’નાં ચમકારા મારતી સ્મોલ બજેટ ઈન્ડી મુવીઝ ભારતમાં બને તો અમ રસીયાઓને મજા પડી જાય .
~ 8 ~ [ Read in brief , here ]
Highway
હાઈવે”ની બે મુખ્ય હેડલાઈટ્સ હતી : આલિયા અને ઈમ્તિયાઝ અલી ! એકનું વિઝન અને બીજી’નું ખોળીયામાં પ્રવેશવું !! એક રોજ’નાં બોજ’માંથી મોજ’રૂપી ખોજ તરફ જતી સફર , એટલે હાઈવે ! કે જ્યાં સફર’ની શરૂઆત કે અંત નહિ પણ ખુદ સફર મહત્વ’ની નીવડે છે . બહુ થયું હવે શાણપણ’નું અને ડહાપણ’નું આ જગત , તેની પાસેથી તો ભયાનક યાદો જ મળી છે તો શા માટે આવી પડેલ આપત્તિ’ને જ અવસર ન બનાવી લેવાય !? જીવન’નો સાચો અનુભવ , સાચું પાસું તો ખરેખર તેને આ જ જોખમ’ભરી સફર’માં જ મળે છે કે જ્યાં કોઈ ભવિષ્ય નહોતું પણ હતી તો એક ખુશનુમા આજ .
અદભુત અને સંતુલિત અભિનય , ઘણા યાદગાર દ્રશ્યો અને કૈક નવું કહેવા મથતા અદભુત ડીરેક્શન’ની સાથે અનહદ સુંદર સિનેમેટોગ્રાફી અને આટલું ઓછું હતું તો તેમાં ભળ્યું અલ્લા રખ્ખા’નું સંગીત !
~ 7 ~ [ Read here ]
Kya Dilli Kya Lahore
ફરી પાછું એક અજાણ્યું સરપ્રાઈઝ ! બે અદભુત અને ભાવ’વાહી કલાકારો [ વિજય રાઝ અને મનુ રિશી ] અને એક સંવેદનશીલ મુદ્દો – આ જમીન સરખી , ધાન સરખું , હવામાન સરખું તો પછી આ લડાઈ શેની છે ? કોના વાંકે અને કોના પાપે આ લોકો અંદરો’અંદર વિનાકારણ લડી રહ્યા છે ? બે એવા લોકો’ની લડાઈ કમ સંવાદ , કે જ્યાં બંને’એ જન્મ એક માટી’માં લીધો છે અને શ્વાસ બીજી માટીમાં !
બંને કલાકારો’નું હૃદયસ્પર્શી પરફોર્મન્સ અને એકબીજા’નાં પાત્રો માટેની અનુભૂતિ કમ સહાનુભુતિ . એકંદરે લાંબા દીસતા આવા મોનોલોગ જેવા મુવીઝ મને ખુબ જ ગમે અને આ તો ગમતાનું ગુલાલ થયું !
~ 6 ~ [ Read here ]
Dekh Tamasha Dekh
ભારત ક્યાં અટવાયું છે ? શું કામ અટવાયું છે ? અને શા માટે અટવાયેલું જ રહે છે ? તેનો એક કટાક્ષ’મય ચિત્તાર એટલે ફરી પાછું આ ઓછું જાણીતું મુવી ! હરેક દિવસ કોઈ તમાશા કે બફાટ’થી ઉગે અને હરેક સાંજ કોઈ અફરાતફરી કે ગડમથલ’માં પૂરી થાય ! જાણે કે આ જ નેશનલ કેઓસ થઇ ગયો છે !! કેવી નાની નાની ક્ષુલ્લક વાતો’માં વિવાદ’નું વંટોળ ઉપડે અને લાગતાવળગતા પોતપોતાનું સ્વાર્થ સાધીને થોડાક જ દિવસોમાં બની બેઠેલ મુદ્દા’ને વિસારે પાડી દે છે , ફરી કોઈક નવા તમાશા’ની રાહમાં . . .
ઘણા નાના નાના વાર્તાપ્રવાહો અલગ અલગ દિશામાં વહેતા અને છેલ્લે અજંપા’માં જઈને સ્થિર થતા . . . હરેક કલાકારો’નું ઉમદા પરફોર્મન્સ અને જબરદસ્ત કટાક્ષ – મીડિયા પર , રાજકારણ પર , પોલીસ પ્રશાસન પર , કહેવાતી ધાર્મિક સંસ્થા’ઓ પર , ભાગલાવાદી તત્વો પર અને આખરે તો આમ નાગરિક પર !
~ 5 ~
Ugly
ભારતીય સિનેમા’માં જવલ્લે જ જોવા મળતા અને ધીમે ધીમે ભયંકર ગાળિયો ભીંસતા થોડાક દુર્લભ સાયકો થ્રિલર્સ’માનું એક એટલે માનવજાત’ની કદરૂપી બાજુ દેખાડતું ” અગ્લી ” . અનુરાગ કશ્યપ’નું સિનેમા ઘણીવાર શ્વાસ લેવો પણ ભારે પડે તેટલું ડાર્ક હોય છે ; જેમકે એક મુવી’બ્લોગને હું ફોલો કરું છું તેણીએ મસ્ત અવલોકન આપ્યું છે કે . . જેમ સુરજ બરજાત્યા અને રાજકુમાર હિરાની’ની ફિલ્મોમાં અતિ’હકારાત્મકતા અને પોઝીટીવીટી’નું ઘોડાપુર હોય છે તેમ જ અનુરાગ કશ્યપ’ની ફિલ્મો એટલી હદે ડાર્ક ગ્રે હોય છે કે આપણને ઘડીક લાગે કે આપણી આસપાસનું કોઈ પણ સારું નથી અને મહદ અંશે બધા જ સનકી છે 😉 છતાં પણ ફિલ્મ’ની પકકડ ગજબ’ની રહી , હરેક ક્ષણે એક ડર’નો માહૌલ બંધાતો રહ્યો પણ આખરે જે અંત બતાવાયો તેનાથી સંતોષ નાં થયો !!!
હું માનું છું કે આવું જ એક વિખરાયેલું જગત આપણી આસપાસ જ શ્વસે છે અને તેને સેલ્યુલોઈડ પર અનાવૃત ઉતારવામાં અનુરાગ કશ્યપ જેવું જ કોઈક ભેજું જોઈએ ! સૌથી જબરદસ્ત પાત્રાલેખન રહ્યું – રોનિત રોય’નું [ આવનાર સમય માટે એક જબરદસ્ત વિલન’નો ઉદય થઇ રહ્યો છે અને તેનો ચમકારો તેણે ઉડાન’થી જ આપી દીધો હતો !!! ]
~ 4 ~ [ Read here ]
Finding Fanny
હજુ તો હમણાં જ આપણે અગ્લી’ની વાત કરી ત્યાં આ પગલી’ઓની ફૌજ આવી પડી ! મતલબ કે સનકી નહિ પણ ધૂની અને તરંગી લોકો’ની ટોળકી કે જેઓ ફેની’ને શોધતા શોધતા ઘણું બધું શોધી કાઢે છે અને જાણેઅજાણે ઘણુબધું ગુમાવી પણ દે છે !
પહેલી વાત તો એ કે જબરદસ્ત સ્ટારકાસ્ટ – એમાં પણ સાવ છેડા’નાં બે પાત્રો’ને ભજવતા નસીરુદ્દીન શાહ અને પંકજ કપૂરે તો મોજ પાડી દીધી . ઘણા સામાન્ય રમુજ’નાં દ્રશ્યો પણ એ બારીકાઇ અને ચીવટ’થી ફિલ્માવાયા છે કે દાંતિયા કાઢીને હસી પડાય અને હસતા હસતા પણ જે ફિલોસોફી કરી જાય તે જ સાચો ફિલોસોફર !
~ 3 ~ [ Read here ]
Ankhon Dekhi
જિંદગી આખી નીકળી જાય અને ઢળતી સાંજે ઝબકારો થાય કે . . અરે ! આ હું શું શીખ્યો , જાણ્યો અને જીવ્યો ? આ તો સત્ય હતું જ નહિ ! હતી તો માત્ર માહિતી અને ગેરમાહિતી’નું ગણિત , કે જેનો ઉદ્દેશ્ય જ ગણતરી પૂર્વક જીવન જીવવામાં હતો !! અહી જાત’અનુભવ અને પોતાની કંડારેલી કેડી તો હતી જ નહિ ! તો શું થયું !? હવે જેટલી પણ ઓવર્સ બાકી છે એમાં હું મારો ખેલ ખેલીશ , નિયમો પણ મારા હશે અને અનેરા અનુભવો નિપજાવતું સત્ય પણ મારું જાત’અનુભવેલું જ હશે 🙂
રજત કપૂર’ની અદભુત સૃષ્ટિ અને તેમાં સંજય મિશ્રા’નું પ્રાણ પૂરી દેવું . . સુંદર વિષય અને તેટલી જ અદભુત માવજત . સત્ય’નો આત્મા અને અનુભવો’નું ખોળિયું એટલે મનનીય મુવી ” આંખો દેખી ”
~ 2 ~ [ Read here ]
Haider
હૈદર એટલે અસમંજસ , અણગમો અને અવહેલના‘ની દુનિયાના સામાન્ય અને અતિ’સામાન્ય માણસોનું મહત્વકાંક્ષી અને છતાં સરળ વિશ્વ ! અહીંયા હેમલેટ , વિશાલ ભારદ્વાજ અને કાશ્મીર’ની પશ્ચાદભુ’નો અદભુત ત્રિવેણી સંગમ થયો છે . . તબુ અને શાહિદ’નાં અફલાતુન અભિનય અને ઈરફાન તથા કેકે’નાં ચમકારા’ને કારણે વધુ તેજ બનેલું .
વિશાલ ભારદ્વાજ રૂપે દિગ્દર્શક , લેખક અને કમ્પોઝર/ગાયક એમ વિધવિવિધ ક્ષેત્રે કરાયેલું અદભુત ખેડાણ . સુંદર અને અર્થસભર ગીતો , સ્વર્ગીય સિનેમેટોગ્રાફી , ઝંકૃત કરી દે તેવો બેકગ્રાઊંડ સ્કોર અને સાચા કલાકારો’નો શંભુમેળો એટલે “ હૈદર ”
~ 1 ~
Queen
શરૂઆત’માં જ ધબડકો થઇ ગયો હોય , સફર અસમંજસ’માં જ પૂરી થવાની આશંકા હોય અને અંત’ની તો કલ્પના પણ નાં થાય , ત્યારે આવી અગોચર અને દિશાહીન સફર’ને એક જ પરિબળ બચાવી શકે , અને તે છે . . મિત્રો 🙂 યસ , મને રાણી ઉર્ફે ક્વિન’ની સફર સ્વ’ને પામવા કરતા યે વધુ મિત્રો’ને પામવાની અને તેમના દ્રષ્ટિકોણ’થી આ લબાડ દુનિયાને મોજીલી રીતે જોવાની ઈ’સ્ટાયલ બહુ ગમી , રે બાબા 😉 [ ના’મુરાદ એવી દુનિયા અને રઝા મુરાદ’ની જેમ તેના પર ભારે પડતી ‘રાની’ ]
વર્ષ 2014’નું મારું અત્યંત પ્રિય મ્યુઝીક આલ્બમ [ આખ્ખે’આખ્ખું અને બખ્ખે’બખ્ખા બોલાવી દે તેવું – જય અમિત ત્રિવેદી ] કંગના મને ઓન’સ્ક્રીન હંમેશા લબાડ લાગી છે પણ અહીંયા તો તેણે મને જ લબાડ ઠેરવી દીધો ! – જય કંગના ! ઇઝી’ગોઇંગ અને ચાર્મિંગ સ્ટોરી અને તેનું ઝક્કાસ સેટ’અપ તથા મસ્ત સપોર્ટીંગ કાસ્ટ [ ખાસ કરીને મદન’મોહના એવી માનુની ‘લિસા હેય્ડન ‘ અને લુચ્ચો’લબાડ એવો રાજકુમાર યાદવ ! ]
અદભુત સિનેમેટોગ્રાફી અને મસ્ત તથા ચુસ્ત ડિરેક્શન . ડિરેક્ટર વિકાસ બહલે રાજીવ મસંદ સાથેની વાત’માં કહેલું કે આ કોઈ વુમન એમ્પાવરમેંટ મુવી નથી ! મારે તો બસ એક વાર્તા કહેવી હતી અને કૈક મોજીલી અંદાઝ’માં કહેવી હતી – બસ કર ગાંડા , અબ રુલાયેગા ક્યા ?! 😉 જય વિકાસ જય બહલ !!
& Now What’s your list of Favorite Indian films of 2014 ?
virajraol said:
સુલેમાની કીડા ક્યાંથી જોવા મળ્યું??? :O
LikeLike
saksharthakkar said:
નીરવોસ્કાર એવોર્ડ્સ… 🙂
LikeLike
નિરવ said:
‘ Make in India ‘ અંતર્ગત મારે પણ કઈક યોગદાન આપવું પડે ને 😉
LikeLike
Prempriya said:
My favorites are….
Queen
2 States
Holiday
Mary Kom
PK
Kick
LikeLike
નિરવ said:
કિક વાંચીને ખરેખર કિક લાગી ! 😉 પણ ઘણેખરે તબકકે હું પણ ટાઈમ’પાસ મુવીઝ એન્જોય કરું છું !
LikeLike
Prempriya said:
Yes Actually I included all type of movies…. n its pretty entertaining movie !! isn’t it ??
LikeLike
નિરવ said:
હમમમ . . . હું તેને એન્ટરટેઈનર તો નહિ કહું , પણ એક ટાઈમપાસ મુવી કહી શકું ! 😕
LikeLike
Prempriya said:
Agreed !!
LikeLike
Hiren Kavad said:
Movies that i enjoyed are finding fanny, queen, ankho dekhi(Suggested by you), Prayer for rain(Bhopal Story.)
LikeLike
નિરવ said:
અરે ‘પ્રેયર ફોર રેઇન’ તો રહી જ ગયું !!
હજુ ત્રણેક રીજીયોનલ મુવીઝ પણ રહી ગયેલા [ ક્યાંક સબટાઈટલ્સ’નો લોચો તો ક્યાંક પ્રિન્ટ’નો ! ]
LikeLiked by 1 person
Dalo 2013 said:
Such beautiful looking movies…in HK the Indian films are such hits, and since I am leaving for HK next week I will look forward to checking some out! Cheers!
LikeLike
નિરવ said:
Yes many Indian movies are full of colors & energy [ kinda different world though 😉 ] tell me if you watch any Indian movies over there in HK & whether liked it or not .
[ As largely Indian movies are only Masala films – just flat time-pass , no story on either side but some realistic & classy cinema are generating too these years . ]
LikeLike
Dalo 2013 said:
I remember the first Indian movie I saw (in Xi’an China), and it was the typical Bollywood song & dance and love it…my Chinese friends all loved it. Will let you know if I get to an Indian movie there. Cheers!
LikeLike
નિરવ said:
Sure . . 🙂
LikeLike