ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

1} ઘણા મિત્રો અને વાચક’મિત્રો લાંબા સમયથી કહેતા હતા કે ભઈ’સાબ હવે બહુ ફિલ્મી થયા , કૈક વાંચવા અંગે વાંચવા આપો તો ભગવાન તમને દૂધો નહાવશે અને પુતો ફલાવશે 😉

2} સિરીઝ બહુ મોટા ઉપાડે શરુ કરાયેલી પણ પછી હું મારા ભાર હેઠળ જ દબાઈ ગયેલો [ આ સીરીઝ’નો છેલ્લો ભાગ છેક મે – 2014’માં આપેલો ! ] પણ હવે લાગે છે કે ‘ થોડા હે હ’થોડે કી ઝરૂરત હૈ ‘ની ઉક્તિ પ્રમાણે થોડું તો થોડું વહેંચતું રહેવું પડશે નહિતર ખુદ’ને જ કાટ ચડી જશે ! [ જય ઓકસીડાઈઝેશન ! ]

3} માટે આ સીરીઝ’નાં સારા સ્વાસ્થ્ય માટે ભવિષ્ય’માં ટૂંક’માં તો ટૂંક‘માં પણ ટુંક ચડાશે અને વાવટો ખોડાશે 🙂


– – –  4 Books & 2 TV Series [ Last 2 Months ] – – –

Pictures : 29 Steady & 1 Gif


Recent Read


બક્ષીનામાચંદ્રકાંત બક્ષી

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર , ( 470 Pages ) , Rs. 300

[ Link , Link , Link , Link ]

આ એક આત્મવૃતાંત છે કે જે જીવનને આલેખે છે , મતલબ કે ફિલ્મી ભાષામાં કહીએ તો આ જીવન’નો કરાયેલ રીવ્યુ છે અને એ માટે પહેલા તો સંઘર્ષો’થી ઘેરાયેલું અને સંઘર્ષો’થી જીતાયેલું જીવન જોઈએ અને તે જ જીવન’ની ધૂંધળી સ્મૃતિઓ’ને જીવનભર પોતાના એક અંશમાં સમાવી રાખ્યા બાદ ફરી એ જ જીજીવિષા’થી તેને સતેજ કરીને શબ્દો’નું પડળ ચડાવતા આવડવું જોઈએ ! . . અને અહીંયા આપણે કોની વાત કરીએ છીએ ? એક અને એક માત્ર ” ચંદ્રકાંત બક્ષી’ની ” કે જેમનું આખેઆખું વ્યક્તિત્વ જ ધારદાર હતું અને તેમની એ જ સફર તેમના જ ભડાકે દે તેવા શબ્દો અને વિચારોમાં જાણવા મળે તો શું મજા પડી શકે અને શું શીખવા અને સમજવા મળે એ તો આપ સૌ અંદાજો લગાવી જ શકો છો !

એક ભર્યા’ભાદર્યાં ધનવાન કુટુંબ સાથે એક નાના શહેરથી લઈને એક મહાકાય શહેર’માં મુફલિસી’માં જયારે તેઓ પોતાનું અંગત જીવન શરુ કરે છે , ત્યાર સુધીની તમામ સ્મૃતિઓ’ની ધાર એટલી તો તેજ છે કે આપણને પણ લાગે કે હજુ આ ગઈકાલની જ વાત છે ! મોજ’ની વાત હોય કે ખોજની , રસ’ની વાત હોય કે સંઘર્ષ’ની , મિત્રતા’ની વાત હોય કે દુશ્મની’ની , સાહિત્ય’ની વાત હોય કે વિશ્વકક્ષાની ફિલ્મોની , અંગત વ્યાપાર’ની વાત હોય કે પછી તદ્દન સામા છેડાના અધ્યાપન’નાં વ્યવસાય’ની , લોકપ્રિયતા’ની વાત હોય કે પછી ફાલતું કોર્ટ’કેસ’નાં કારણે કોરાણે મુકાયેલા વ્યક્તિત્વ’ની અને કરવા પડેલા સમાધાનો’ની . . . આ વ્યક્તિ’એ બઘડાટી બોલાવી દીધી છે ! [ જાહેર અને અંગત જીવન’માં જાણે ઓછી હોય તેમાં વળી પોતાની બઘડાટી લટકામાં ! ] આ પુસ્તક’ની એક પણ લીટી પર તેમણે નથી શબ્દો ચોર્યા કે નથી કોઈ બહાના કર્યા ! ખુદ્દારી જ તેમનું પ્રાણતત્વ બની રહ્યું છે , તે ત્યાં સુધી કે જયારે એક કોર્ટ’કેસ દરમ્યાન તેમને હાર્ટ’એટેક આવ્યો ત્યારે પણ તેઓ ઘડી થંભી ગયા પણ છેવટે નાનો તો નાનો એક ખોંખારો ખાઈને પોતાના અડગ હોવાની સાબિતી આપી દીધી [ અને આખરે એ કેસ જીત્યા પણ ખરા – સામી છાતી’એ સામા પ્રવાહે ! ]

તેમનો મિજાજ જુઓ અને તેમની મજા પણ ! : [ ઘણા વર્ષો પહેલા મારે એક નોકરી માટે ફોર્મ ભરવાનું હતું . એ ફોર્મમાં એક પ્રશ્ન હતો : તમને શું ગમે છે ? મને યાદ છે , મેં શરારતી ઉત્તર ભરી દીધો હતો : અકસ્માતો ! અને પછીની જિંદગી એ ઉત્તર’ને અનુરૂપ રહી . . . ] તેમનું પૂરું જીવન એક વિસ્ફોટ સમાન હતું કે જ્યાં પોતાની શરતે જામગીરી ચાંપવાની તેમની એક અદા હતી ! કાં તો તમે તેમના પ્રભાવ’માં આવો અને નહિ તો તમે તેમને ભૂલી જ નાં શકો !! જો આ પુરેપુરા પુસ્તકને થોડા જ શબ્દોમાં આવરી લેવું હોય તો કહી શકાય કે ખુદ્દારી / સ્વમાન અને પડકાર ! મહતમ લોકોએ બક્ષી વિષે કહ્યું છે કે તેઓ જબ્બરદસ્ત એરોગેંટ હતા પણ અહીંયા પુસ્તક’નાં એક પણ શબ્દ અને અભિવ્યક્તિ’માં મને તેઓ મિથ્યાભિમાની ન લાગ્યા [ હાં , તેઓ એમ જરૂર કહેતા કે મને અભિમાન શબ્દ ગમે છે અને તેના માટેનું મુલ્ય પણ મેં ચુકવ્યું છે અને તેના માટેની ત્રેવડ પણ હું ધરાવું છું 🙂 ] તેઓના સ્વાભિમાન અને સંવેદનશીલતા’નું એક ઉદાહરણ : જયારે એક સિનીયર પ્રોફેસરે તેમને તેમનો ખાલી થયેલ ચા’નો કપ લઇ લેવા જણાવ્યું હતું ત્યારે તેમને ભયંકર માનહાની લાગી હતી [ અને તેમણે નહોતો પણ ઉપાડયો ] પણ તેમણે તે ઘટના’નાં સંદર્ભ’માં કહ્યું હતું કે મેં કદી મારા સ્ટોર’ના નોકર પાસે પણ મારો કપ નહોતો ઉપાડાવ્યો અને હું ખુદ મારી જવાબદારીઓ પૂરી કરતો !!

cb4

નાનકડા એવા નવાબી પાલનપુર’થી લઈને હિંદુસ્તાન’ના મહાકાય / વૈશ્વિક શહેર કલકત્તા તથા સ્વપ્નો દેખાડતી અને મોહભંગ કરતી મુંબઈ’થી લઈને પોતીકા છતાં પણ અણજાણ્યા એવા અમદાવાદ સુધી તેમની જીવનગાથા ચાર’ચાર શહેરો’માં પથરાયેલી છે ! તેઓના કહેવા મુજબ તેમની જિંદગીમાં હર એક દશકે જીવન’નું એક આખું ચક્ર ફરી જતું કે જ્યાં એક દશકામાં મોજ ,જાહોજલાલી અને જીવંતતા હતી ત્યાં આગલા જ મોડ’રૂપી દશકામાં મૃત્યુ , ફટકાઓ અને પારાવાર સંઘર્ષ રાહ જોઇને જ ઉભો રહેતો ! તેમનું જીવન’વૃતાંત રૂપી પુસ્તક આટલું સમૃદ્ધ એટલા માટે લાગ્યું છે કેમકે તેઓ ઘણા વર્ષો સુધી તેમની હકીકતો / અનુભવો અને સમજ પોતાની વાસરિકા’માં [ રોજનીશી ] ઠાલવતા રહ્યા છે અને એ પણ એક સૈનિક’ની શિસ્ત’માં ! તેઓએ ચિક્કાર લખ્યું છે અને જેમકે તેઓ કહે છે કે તેમને લખવા માટે કોઈ કરતા કોઈ વિશિષ્ટ વાતાવરણ’ની જરૂરત ન રહેતી [ તેઓને માત્ર એક પેન અને એક પેપર મળી જાય પછી એ શબ્દો’રૂપી ભાગીરથી અવતરણ પામવા માંડે છેઅને મારા મતે એ જ એક લેખક’નું જમાપાસું હોવું જોઈએ કે એ સંવેદનશીલ હોવો જોઈએ પણ તેને કોઈ ચલાયમાન ન કરી શકવું જોઈએ ] તેમનું એક સ્વકથન : લેખક’નો ધર્મ છે એકલા રહેવાનો અને એકલો માણસ હંમેશમાં બહુમતીમાં હોય છે ! પ્રાણી’માંથી મનુષ્ય બનવાની પ્રક્રિયા બારાખડી’નાં ઘૂંટાતા અક્ષરોમાંથી શરુ થાય છે અને જયારે અક્ષરો શબ્દો’નું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે મનુષ્ય સર્જક બને છે . . ! લખવું એક ક્રાંતિ છે . વાંચવું એ બીજી ક્રાંતિ છે .

અને આવી કૈક નોખી’અનોખી ફિલસુફી અને તેમની મનસુફી’નો અદકેરો સંગમ આ પુસ્તક’માં થયો છે , હરેક એક ચેપ્ટર પર તેમની અંગત ફિલસુફી તો ખરી જ પણ વૈશ્વિક ચિંતકો અને બૌદ્ધિકો’ની વિચાર’વાણી’ને પણ તેમણે અદભુત રીતે પોતાના સંજોગો અને સમય’નાં એ ગાળા સાથે ગુંથી લીધી છે . મને આ પુસ્તક કોઈ અભિમાની સર્જક’નું નહિ પણ એક સંવેદનશીલ સર્જક’ની સાચી સ્મરણયાત્રા લાગી છે . તેઓએ અદકેરું સર્જન પણ કર્યું છે અને તેથીયે વધુ તેઓ અદકેરું જીવી ગયા છે , જેમકે તેઓ કહેતા તેમ મૃત્યુ આવે ત્યારે થવું જોઈએ કે : જીવવાની મજા પડી ગઈ 🙂 But , it’s a lark !

આ પુસ્તક વિષે , આ જીવાયેલા જીવન વિષે અને હરેક ક્ષણ વિષે ઘણું કહેવાય તેવું છે , પણ છતાં અટકું છું . એ અલભ્ય તસ્વીરો , એ ચહેરો , વિસ્ફોટક વિચારો અને છતાં એક સામાન્ય સહજ અને પ્રેમાળ એવો પરિવાર’કેન્દ્રી વ્યક્તિ પુસ્તક’નાં હરેક શબ્દો’માં અને પુસ્તક પૂરું થયા બાદ પણ સામે તરવરતો દેખાય છે . . . કહે છે ને કે વ્યક્તિ મરે છે પણ વિચારો નહિ ! એક અનહદ અને અદભુત આત્મકથાઓ’માની આત્મકથા એટલે ‘ બક્ષીનામા ‘ :: મસ્ટ & મસ્ત રીડ .

[ કદાચિત નજીક’નાં ભવિષ્યમાં આ પુસ્તક’નાં ગમતીલા અંશો’ની પોસ્ટ આપું ! પણ આખરે તો સમય બળવાન છે – જય સમય . ]


મહાત્મા અને ગાંધી by ચંદ્રકાંત બક્ષી 

પ્રકાશક : આર.આર.શેઠ , ( 164 Pages ) , Rs. 150

[ Link , Link ]

આ પુસ્તક ગાંધીજી પર સળંગ નથી લખાયું , મતલબ કે આ પુસ્તક ચંદ્રકાંત બક્ષી’ની કટાર’માં આલેખાયેલા લેખો’નું સંપાદન છે કે જે વિધ’વિવિધ દિવસે / ખાસ દિવસે ગાંધીજી પર’નાં તેમના વિચારો અને ગાંધીજી’નો તેમના પર પ્રભાવ દર્શાવે છે . તેઓ ગાંધીજી’ને સાચા અર્થ’માં ભારત’નો એક સાચો ચહેરો માનતા હતા કે જેને બ્રિટન’નાં કિંગ’થી લઈને પેટ’નાં આંતરડા દેખાઈ જાય તેવો અતિ’ગરીબ પણ મળી શકતો ! આ વ્યક્તિ જનતા’નો સાચો જનાર્દન હતો  , તેણે સત્ય’ની ઉજળી અને તેટલો જ ભોગ લેતી બાજુ મોડી દીઠી હશે પણ આખરી ક્ષણ સુધી એ વ્યક્તિ સત્ય’ની ખાંડા’ની ધાર પર ચાલ્યો હતો અને એમાય તેના અંતર’આત્મા’નાં અવાજના પોકાર’થી જયારે તેણે સાવ ઢળતી ઉંમરે 21 દિવસ’નાં ઉપવાસ આદર્યા હતા ત્યારે તો ભયંકર ઉથલપાથલ મચી ગઈ હતી , પણ આખરે સત્ય’નો તે ઉપાસક – સત્ય’ને જ ઈશ્વર માનનાર તે સુકલકડી માણસ તે સમયના હુલ્લડો’ને નાથી શક્યો હતો . . જી , હાં આ વાત છે રાષ્ટ્ર’ના સપૂત અને રાષ્ટ્રપિતા ગાંધીજીની અને તે પણ તેજાબી કલમ’નાં સ્વામી એવા ચંદ્રકાંત બક્ષી દ્વારા . . .

આ પુસ્તક’માં ગાંધીજી વિષે લેખક’નાં વિચારો , તેમનો આદર , તેમનો અભ્યાસ , તેમની જાતે લેવાયેલી સાઉથ’આફ્રિકા’ની મુલાકાતો અને ભારત પર તથા વિશ્વ’નાં ઈતિહાસ પર પડેલી અસરો’નું દિર્ઘ વર્ણન તેમણે અહીંયા ઝીલ્યું છે , પણ આ સંપાદિત પુસ્તક વિશેની એક જ વાત આ પુસ્તક’ને થોડે આડે ફાંટે ચડાવે છે , અને તે છે અતિ પુનરાવર્તન !! કેમ કે આ લેખો તો તેમણે સ્વતંત્ર રીતે લખ્યા હતા , અલગ અલગ દિવસે અને અહીંયા પુસ્તક’માં સમાવતી સમયે તે લેખોને જેમને તેમ જ મૂકી દીધા છે ! [ જાણે કે કોઈએ તે બધાય લેખો સાચવી રાખ્યા હોય અને આખરે બધાયને સ્ટેપલર મારીને આપી દો એટલે પુસ્તક તૈયાર ! ] અને તેમાં જ અહીંયા એકની એક ઘટના’ઓ / પ્રસંગો’નું ઘણી વાર પુનરાવર્તન થયું છે ; જેમકે ” ફિલીપીન્સ’નાં ‘નીનોય એક્વીનો’વાળો કિસ્સો અને થયેલી ક્રાંતિ ” – આ કિસ્સો નહિ નહિ ને ચારથી પાંચ વાર બેઠે’બેઠો રીપીટ થયો છે અને બીજા તો નાનામોટા કેટલાય કિસ્સાઓ !! બીજી એક નિરાશાજનક વાત : આ પુસ્તક’માં કુલ 32 પ્રકરણ છે પણ તેમાંથી અંદાજે 5 થી 6 પ્રકરણ સાવ એટલે સાવ આડે પાટે ચડી ગયા છે ! મતલબ કે એક કટાર’નાં લેખ તરીકે તે આવકાર્ય છે પણ ગાંધી પરના પુસ્તક’માં સમાવેશ તરીકે સાવ એટલે સાવ અયોગ્ય છે ! દા.ત : પ્રકરણ 30 – ‘ ગાંધીજી’નો ચોથો વાંદરો એટલે ‘ . . . અને પ્રકરણ 32 [ કે જ્યાં સોનીયા ગાંધી અને કસ્તુરબા’ની સરખામણી’ની અને કટાક્ષ’ની વાત છે ! અને હજુ એક નબળું પાસું : બક્ષી લેખની અંતે જે ક્લોઝ’અપ મુકતા , તે અહીંયા પુસ્તક’માં પણ ભેગેભેગા જ મૂકી દીધા છે ! કેટલાક ક્લોઝ’અપમા તો ગાંધીજી સંબંધિત કશું જ નથી !! :: નબળું અને ઉતાવળું સંપાદન ]

પણ આ પુસ્તક ગાંધીજી વિષે એક અલગ જ પ્રકાશ પાડે છે , તેમાં કોઈ બેમત નથી [ ઘણા એટલે ઘણા કિસ્સાઓ તદ્દન અજાણ્યા છે અને ચકક કરી દે તેવા છે ! ] એક કિસ્સો : ( પ્રકરણ 19 , page 84 ) ગાંધીજીની દક્ષીણ આફ્રિકા’ની કારકિર્દી’નો આરંભ હતો અને નાતાલ’થી ટ્રાન્સવાલ જવાનું હતું , જ્યાં જવાની મનાઈ હતી . વચ્ચે એક છીછરી નદી આવતી હતી . ગાંધીજીની સાથે તમિલ અને હિન્દીભાષી શ્રમિકો હતા [ પુરુષો , સ્ત્રીઓ અને કેટલીક બાળકો’વાળી સ્ત્રીઓ પણ ] આગળ ગાંધીજી હતા બધા નદીના પટ’માં ઉતર્યા અને અચાનક નદીના વહેણ’માં એક તમિલ સ્ત્રી’નાં હાથમાંનું નાનું બે’ચાર માસ’નું બાળક તણાઈ ગયું ! ગાંધીજી ધ્રુજી ગયા , આવી દુર્ઘટના’ની તેમણે કલ્પના જ કરી ન હ્તી !! તેમણે કાંપતા સ્વરે શ્રમિક ગિરમિટીયાં’ઓને પૂછ્યું : શું કરીશું ? આપણે આગળ જઈશું કે પાછા ફરીશું ? અને એ અભણ ગિરમિટીયાં મજુર માતાએ કહ્યું : ભાઈ ! આગળ જઈશું ! . . . બાળક તો આવતે વર્ષે બીજું આવશે ! ( આ કિસ્સો સાંભળીને ઘડીક તો મને ટાઢ ચડી ગયેલી ! અને ગાંધીજી ઘણી વાર કહેતા કે દ.આફ્રિકા’નાં લોકો ભારતીયો કરતા ઘણા મકકમ અને દ્રઢ ઈરાદા’ઓ વાળા હતા . એકવાર તેઓ આગળ વધી જાય પછી તેઓ પાછીપાની ન કરતા – નોંધ : આ કિસ્સો પણ 2’થી 3 વાર આવે છે )

26’મુ પ્રકરણ તો અજાણ્યા તથ્યો અને માહિતીથી ફાટફાટ થાય છે , વાંચો કેટલીક વિગતો ( Page 129 ) : આશ્રમ‘નો વિચાર ગાંધીજીને રસ્કિન’માંથી મળેલો , સ્વરાજ માટે શિવાજી , દયાનંદ સરસ્વતી , ટિળક આદિ સુત્રો જવાબદાર હતા , દરિદ્રનારાયણ શબ્દ વિવેકાનંદ’થી પાસેથી લીધો , સર્વોદય‘નો વિચાર ઇંગ્લેન્ડ’ની યુટીલીટેરીયન ફિલસુફી’માંથી પ્રાપ્ત કરેલો ( વધુમાં વધુ લોકોનું કલ્યાણ ) , ઉપવાસનું શસ્ત્ર ભારતીય હતું પણ આમરણ ઉપવાસ મૂળ આયરીશ દેશભક્તો જેલમાં કરતા હતા , બોયકોટ સુરેન્દ્રનાથ બેનર્જી’નો વિચાર હતો અને એ પણ આયર્લેન્ડ’થી આવ્યો હતો ! સત્યાગ્રહ શબ્દ દક્ષીણ આફ્રિકાના એક ગુજરાતી’એ સુચવેલો ! નરસિંહ મહેતા’નાં ” એવા રે અમે એવા ” ભજનમાંથી હરીજન શબ્દ મેળવેલો અને ” રઘુપતિ રાઘવ રાજા રામ ” મૂળ શીખ ગુરુ ગોવિંદસિંહનું ભજન હતું , જે ગાંધીજીએ પ્રચલિત બનાવી દીધું હતું ! સવિનય કાનુનભંગ શબ્દપ્રયોગ ગાંધીજીને અમેરિકન દાર્શનિક થોરો પાસેથી મળેલો !


સરદાર પટેલ : એક સમર્પિત જીવન by રાજમોહન ગાંધી

[ અનુવાદ : નગીનદાસ સંઘવી ]

Gujarati Translation of

Patel – A Life by Rajmohan Gandhi [ Link ]

પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર , ( 635 Pages ) , Rs. 150

[ Link , Link , Link ]

સૌથી પહેલા પુસ્તક’નાં અંદરના ભાગ પર આવેલ પુંઠા પર , શરૂઆત કહો તો શરૂઆત અને સમાપન કહો તો સમાપન પણ જે ટૂંક સાર આપ્યો છે , તે મેં જયારે પુસ્તક પૂરું કર્યું ત્યાર’ની સ્થિતિ અને મનોસ્થિતિ સાથે એકદમ સચોટ રીતે બંધ બેસતું હતું ! શું હતા તે શબ્દો ? વાંચો:

આરંભ :: ” સરદાર પટેલ – એક સમર્પિત જીવન ” (પુસ્તક) એ સરદારે લખેલા પત્રો તથા તેમના પર આવેલા પત્રો , સમકાલીનો’ની ડાયરીઓ , ખાસ તો સરદારશ્રી’ની પુત્રી મણિબહેને રાખેલી નોંધપાત્ર ગણાય તેવી ડાયરી પરથી લખાયેલું સૌથી પહેલું સંપૂર્ણ ચરિત્ર છે . આ ચરિત્ર જેટલું આધારભૂત છે તેટલું જ પ્રવાહી અને આત્મીય પણ છે અને મળેલી સામગ્રીના આધારે જેટલું પૂર્ણ કરી શકાય તેટલું પૂર્ણ છે . મે 1959’માં ડો.રાજેન્દ્રપ્રસાદે લખ્યું હતું કે ” આજે આપણે જેનો વિચાર કરીએ છીએ અને જેની વાત કરીએ છીએ તે ભારત ઘણે અંશે સરદાર’ની મુત્સદીગીરી અને દ્રઢ વહીવટી કુનેહ’ને કારણે છે ” આટલું લખી તેઓ ઉમેરે છે , તેમ છતાં તેમને અવગણવા’માં આવે છે એ આપણને ખૂંચતું નથી ! વહીવટીતંત્ર પર સરદાર’ની જે પકકડ હતી તે મુશ્કેલીઓ’નાં કપરા દિવસોમાં યાદ આવે છે , તેમણે આ પક્કડ કેવી રીતે મેળવી હતી તે આ ચરિત્ર’નો એક વિષય છે . ભારતના પ્રથમ પ્રધાનમંત્રી’ની પસંદગી થયાને પચીસ વરસ બાદ ચક્રવર્તી રાજગોપાલાચારી’એ એ પ્રસંગ’ને યાદ કરીને લખ્યું છે ‘ નેહરુને વિદેશ પ્રધાન થવાનું જણાવાયું હોત અને  પ્રધાનમંત્રી બનાવ્યા હોત તો ખરેખર સારું થાત એ શંકા વગરની વાત છે ‘ ખંતપૂર્વક’નું સંશોધન કરી નિખાલસપણે આલેખાયેલા આ ચરિત્ર’માં જે પ્રશ્નો’નાં જવાબ મળે છે તેમના કેટલાક પ્રશ્નો આ પ્રમાણે છે : શા કારણે ગાંધીજીના ટેકાથી નેહરુ પ્રધાનમંત્રી બન્યા અને સરદાર ન બન્યા ? શું સરદાર મુસ્લિમો’નાં વિરોધી હતા ? મૌલાના આઝાદ , નેહરુ , સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજી સાથેના તેમના સંબંધો કેવા હતા ?તેમને સમાજવાદી’ઓ સાથે શા કારણે ફાવતું ન હતું ? તેમણે ભારતને કઈ રીતે એકસૂત્રે બાંધ્યું ? તેમણે ભાગલા કેમ સ્વીકાર્યા ?વરસો પહેલા સુખસાહેબી અને ધનદોલત છોડી ગાંધીજી સાથે રહી કઠણ રીતે જીવવું પડે તેવું જીવન તેમણે કેમ સ્વીકાર્યું ? આવા પ્રશ્નો’નાં ઉત્તરો સાથે સરદારશ્રી’નાં જીવન અને જીવનકાળની શોધ કરતુ આ ચરિત્ર ઇતિહાસનો એક ભાગ બની જાયે તેવું છે . :: સમાપ્ત

આ પુસ્તક કેવી રીતે જનમ્યું ? વાંચો અહીંયા . . . સરદાર પટેલ વિષે ગુજરાતી / હિન્દી / અંગ્રેજીમાં અત્યાર સુધીમાં નાનામોટા થઈને કુલ ચાલીસ જેટલા જીવનચરિત્રો લખાયા છે !! તેમ છતાં સરદાર’શ્રીની સર્વતોમુખી પ્રતિભાને બરાબર બહાર લાવે તેવું ચરિત્ર લખાવું જોઈએ એમ લાગતા સરદાર પટેલ મેમોરીયલ સોસાયટી તરફથી જાણીતા ચરિત્રલેખક શ્રી રાજમોહન ગાંધીને ( ગાંધીજીના પૌત્ર ) તેમનું જીવનચરિત્ર લખવાનું કામ સોંપવામાં આવ્યું હતું .તેમણે ત્રણેક વર્ષ સુધી સરદાર અંગે લખાયેલ તમામ સાહિત્યનો , સરદાર’શ્રીના પુત્રી સ્વ. મણિબહેન પટેલ પાસેની ડાયરીઓનો , સરદાર સાથે કામ કરેલ સાથીઓ’ની મુલાકાતોનો અને સ્વાતંત્ર’સંગ્રામ’ની ઉપલબ્ધ લગભગ તમામ સામગ્રીઓનો અભ્યાસ કરી ” Patel : A Life ” નામનું સરદારશ્રી’નું સંપૂર્ણ ગણાય તેવું જીવનચરિત્ર તૈયાર કર્યું . 1991’માં તેની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ થઇ અને વરસેક’માં જ તેનું પુન: મુદ્રણ થયું .

આ તો થઇ , પુસ્તક’માં અપાયેલ પ્રસ્તાવના અને પૂર્વભૂમિકા ! પણ મારો અંગત મત શું છે ? મને એક સરદાર’નાં ચાહક તરીકે કેવો સંતોષ મળ્યો ? શું મને તેમના જાણ્યા’અજાણ્યા પાસા’ઓ જાણવા મળ્યા ? તેમની વિચારસરણી અને તેમની કાર્યશૈલી’નો પ્રભાવ બરાબર ઝીલાયો ? તો જવાબ છે : જબરદસ્ત રીતે હાં , હાં અને હાં !!! હું તો ત્યાં સુધી કહીશ કે જેમ ગાંધીજી વિશેનું એક પ્રમાણભૂત પુસ્તક એટલે તેમનું સ્વરચિત પુસ્તક : સત્ય’નાં પ્રયોગો , તેવી રીતે જ વલ્લભભાઈ પટેલ’થી લઈને સરદાર’નાં જન્મ સુધીની એક પ્રતિભા’નું અદભુત કથન કહેતી કથા એટલે આ અનહદ અભ્યાસ પામેલું અને લખાયેલું પુસ્તક ” સરદાર પટેલ : એક સમર્પિત જીવન ” .

s1

તેમના બાળપણ , ભણતર , ઘડતર , પડકાર , બે સંતાનો નાના હતા ત્યારે જ થયેલ પત્ની’નું મૃત્યુ , સત્યાગ્રહ’માં ઝંપલાવી’ને તેજસ્વી કારકિર્દી’નો અંત આણનાર વકીલ’થી સત્યાગ્રહી બનનાર વ્યક્તિ , ગાંધીજીના પ્રભાવ’ની નીચે અને ક્યારેક તેમના પ્રભાવ’થી પણ ઉપર ઉઠીને સ્વ’મત વ્યકત કરનાર સ્પષ્ટવક્તા , તેમનું દેશી બરછટપણું , મનસ્વીપણું , મકકમ સ્વભાવ , ધૈર્ય , સલુકાઇ અને વ્યવસ્થાપન , સમયથી આગળ રહેનાર અને આવનાર પરિવર્તનો’નો અણસાર પામી શકનાર , એક કડક છતા પણ પ્રેમાળ પિતા , સિધ્ધાંતપ્રિય , વિચક્ષણ અને વિલક્ષણ , ચુપચાપ નિરીક્ષણ કરીને સટ્ટાક’નારો સપાટો બોલાવનાર , વિવેક અને તેજ’નાં સમન્વય સમાન , અંગત જીવન અને પરિવાર’ને રાજકારણ અને સત્તાથી અલગ રાખનાર તેમનાં વ્યક્તિત્વ અને બીજી ઘણીયે ન જાણેલી આશ્ચર્યજનક બાબતો , ઘટનાઓ અને તથ્યો અહીંયા એકેએક રેફરન્સ આપીને અપાયેલી છે [ અહીંયા હર બીજી કે ત્રીજી લીટીએ તેમનો પ્રમાણભૂત આધાર આપ્યો છે , તેટલી હદે આ પુસ્તક રેફરન્સ’થી સજ્જ છેઅહીંયા એક એટલે એક વાત પણ હવામાં બસ પ્રશસ્તિ કરવા માટે આલેખાયેલી નથી ! માત્ર રેફરન્સ’ની યાદી જ , કે જે આખરી પન્ના’ઓમાં અપાયેલી છે તે જ 92 પન્ના’ઓની છે]

આ એક ચિકકાર રિસર્ચ કરીને બનેલું પુસ્તક છે અને ખરેખર હરેક તબકકે ચરિત્રકાર એવા રાજમોહન ગાંધી ગજબ’નાં તટસ્થ રહ્યા છે અને તે જ આ પુસ્તકને એક અમુલ્ય દરજ્જો પ્રદાન કરે છે . . . જો કોઈ સરદાર પટેલ’નાં પ્રશંસક હોય કે પછી તેમના ટીકાકાર હોય કે પછી તેમના માટે જીજ્ઞાશા અનુભવતા હોય કે પછી તેમના વિષે’ની વિચિત્ર અફવાઓ’થી મૂંઝાયેલા હોય તેઓ માટે આ પુસ્તક સૌ’પ્રથમ પસંદગી અને સત્ય’નો ઉજાગર કરનારું માર્ગદર્શક બની રહેશે તેવો મારો સો ટકાનો દાવો છે ! આ પુસ્તક એટલું તો દળદાર અને તથ્યો’થી ભરપુર છે કે જયારે પુસ્તક સમાપ્ત થયું ત્યારે ઘડીક મન’માં ખાલીપો છવાઈ ગયો હતો ! [ અને માટે જ આવનાર દિવસોમાં આ પુસ્તક’નાં કેટલાક અંશો હું આપની માટે એક મોટી સીરીઝ બનાવીને વહેંચવાનો છું ! ઉદ્દેશ માત્ર એટલો જ કે તેમના વિષે કઈક ખરેખર જાણવા મળે અને તેમાંથી કૈક શીખવા મળે . – સીરીઝ’નો પહેલો ભાગ તો ઓલમોસ્ટ બનવાના આરે છે 🙂 ]

s2

આ પુસ્તક વિષે એક વાત મને ખુબ જ ગમી અને તે હતી , તેની ખોંખારો ખાઈને કહેવાની લાક્ષણીકતા ! જી હાં , અહીંયા સરદાર અને નહેરુ’નાં સંબંધો’ની વાત હોય કે પછી અન્ય સ્વાતંત્ર’સંગ્રામ’નાં આદરણીય મહાનુભાવો’ની નબળી માનવીય બાજુ હોય કે પછી સ્વતંત્રતા મેળવવા માટેની એકતાનો અભાવ હોય કે પછી સત્તા પામવાનો છૂપો અહં હોય . . હરેક જગ્યાએ આ પુસ્તક અને તેમ કરીને સ્વયં લેખક જવાબદારી’થી પોતાની વાત તટસ્થ રીતે કોઈની પણ શેહ રાખ્યા વિના બેધડક કહી શક્યા છે .


સરદાર : સાચો માણસ , સાચી વાત by ઉર્વીશ કોઠારી

પ્રકાશક : સાર્થક પ્રકાશન , ( 150 Pages ) , Rs. 250

[ Link , Link , Link , Link ]

આ પુસ્તક આમ ચરિત્રલેખન કહી શકાય પણ પાછું જેમ રાજમોહન ગાંધી’નાં પુસ્તકમાં જે રીતે ઇતિ’થી આરંભ થઈને હરેક તબક્કે સરદાર’નું આલેખન થયેલ હતું તેનાથી બીજા પ્રવાહમાં આ પુસ્તક ઝંપલાવે છે , મતલબ કે નરહરી પરીખ , યશવંત દોશી અને રાજમોહન ગાંધી જેવા લેખકો’એ સરદાર પટેલ’નું યથાયોગ્ય અને તર્કબધ્ધ ચિત્રણ કરેલું , માટે આ પુસ્તક’માં તેની તે કેડી ચીતરવા’ને બદલે કૈક હટકે થયું છે . મતલબ કે અહીંયા કોઈ ક્રમબદ્ધ સમયગાળામાં સરદાર’સાહેબના નાનપણ’થી લઈને તેમના ગૃહમંત્રી બનવા સુધીની સફર’ની આલેખન’ની વાત નથી પણ તેનાથી કૈક જુદી રીતે તેમના સમય’ના સમાજ / પડકાર / રાજકારણ / પત્રકારોની દુનિયા / ગાંધીજી સાથેની તેમની આત્મીયતા અને તેમની વિચારસરણી પર તેમનો અતુટ વિશ્વાસ  / નહેરુ સાથેના તેમના સંબંધો અને વિવાદ અને ખરી હકીકત / બારડોલી સમય’નાં સરદાર’થી લઈને વિલીનીકરણ સુધીના સરદાર’ની યાત્રા / તેમના પર થતા મૂડીવાદીઓ’નાં મિત્ર હોવાનો આક્ષેપ અને કટાક્ષ / તેમના પર થયેલ કાર્ટુનો ઉર્ફે વ્યંગચિત્રો / ફિલ્મ ઇન્ડીયામાં તેમની બાબુરાવ દ્વારા લેવાયેલ મુલાકાત / મુનશી પ્રેમચંદ’નો તેમના પરનો લેખ / તેમના પરિવાર’ના સભ્ય સાથેની મુલાકાત / ‘ સાચા ‘ સમાજવાદી’ઓએ તેમના મૃત્યુ બાદ કરેલ તેમનું સાચું મૂલ્યાંકન / એમ.એન.રોય’ની તેમને અંજલી અને એવું તે ઘણુય અલભ્ય આ પુસ્તક’માં સમાવિષ્ટ પામ્યું છે . . .

મૂળે આ પુસ્તક એક કોરા અને સતત પ્રશંસા’નાં ગાણા ગાતા ચરિત્ર આલેખન’ની જગ્યાએ કૈક નવીન જ ચીલો પાડવામાં સફળ રહ્યું છે. આ પુસ્તક’નું લખાણ જેટલું સંતુલિત છે , તેટલું જ હટકે છે તેનું એક પુસ્તક તરીકે અવતરણ ! મતલબ કે પુંઠા’થી લઈને પેઈજ’ની ગુણવત્તા સુધી અને અલભ્ય / દુર્લભ એવી તસ્વીરો’થી લઈને તેમના સમયના સમકાલીનો’નાં ચિત્રણ સુધી તથા તેમના સમય’માં થયેલ તેમના પરના વ્યંગચિત્રો આ પુસ્તકને સરદાર’ના ચાહકો માટે એક સુંદર નજરાણું બનાવી દેશે તેમાં કોઈ બેમત નથી.

તેઓ ભાષામાં જેટલા દેશી અને શુધ્ધ ગામઠી હતા તેટલા જ વિચારોમાં અને તે જ વિચારોને અનુકરણ’માં મુકવા જેટલી હિંમત દાખવનાર આધુનિક હતા [ કોઈ પણ સમકાલીન આધુનિક કરતા પણ આગળ ! ] અને તેમનો આ જ સ્વભાવ અહી વિધ’વિવિધ દ્રષ્ટાંતો અન્વયે સુપેરે આલેખાયેલો છે અને તેમના આ જ , કોઇપણ બાબત’માં સ્પષ્ટ હોવાના ગુણ’ને કારણે જ તેઓ પ્રશંસકો અને વિરોધીઓ , એ બંનેમાં સન્માનીય અને ‘ન’ અવગણી શકાય તેવું સ્થાન ભોગવતા . . .

વિવિધ કપરા સંજોગો’માં તેમના ઘડાયેલા નેતૃત્વ અને તે દરમ્યાન બનેલી બીનાઓ અહીંયા જુદાજુદા પ્રકરણો’માં અલગ અલગ દર્શાવાઈ છે ; જેમકે બારડોલી સમયે ( પ્રથમ સફળ નેતૃત્વ – રાષ્ટ્ર’કક્ષાએ ધ્યાન ખેંચનારું ) અને વિલીનીકરણ સમયે ( જે વિચારધારા’માં વિશ્વાસ રાખીને આઝાદી મેળવી હતી , તે જ આઝાદીને ટુકડે ટુકડે થતી રોકવા માટે ) અને ખાસ તો ગાંધીજી’નાં મૃત્યુ સમયે તેમના અંતરાત્મા’માંથી ઉદભવેલા ઢોળ ચડાવ્યા વિનાના શબ્દો ખરેખર એક સાચા માણસની અનુભૂતિ કરાવે તેવા સરળ અને સહજ છે. જરૂર’થી વસાવવા જેવું એક સુંદર પુસ્તક .

એક ટીખળી કિસ્સો ( Page 6 ) :: વિઠ્ઠલ’ભાઈની ( વલ્લભભાઈ’નાં મોટા ભાઈ ) અશોભનીય ગમ્મત કરીને આનંદ માણવાની તેમની ટેવ બેરિસ્ટર બન્યા પછી પણ ગઈ ન હતી ! તેમના ચરિત્રકાર ઈશ્વરભાઈ પટેલે નોંધ્યું છે : ” સરદારસાહેબ સાથે વખતોવખત’નું એમનું (વિઠ્ઠલભાઈ’નું) ટીખળ તે સરદારશ્રી’ને જાજરૂમાં પૂરી દેવાનું !! ” બોરસદ’માં એક વખત સરદારસાહેબ શૌચ ગયા ત્યારે એમણે બહાર સાંકળ ચઢાવી દીધી અને પેલા શૌચઘરમાં સંતાપ અનુભવે તે જોઇને આનંદ માણેલો !! એમ જ બારડોલીમાં કોંગ્રેસ કારોબારી’ની સભા હતી . વલ્લભભાઈ’એ બારડોલીના સફળ સેનાની તરીકે ત્યારે જ પ્રજા પાસેથી ‘સરદાર’નું વ્હાલસોયું બિરુદ પ્રાપ્ત કરેલું . સરદારશ્રી ટેવ મુજબ પાયખાને ગયા . એમને સામાન્ય માણસ કરતા ઘણો ઝાઝો વખત થતો . લાગ જોઇને વિઠ્ઠલ’ભાઈએ ચુપકીદી’થી બહારની સાંકળ ચઢાવી દીધી અને જાણે કઈ જ બન્યું ન હોય તેમ શૌચદ્વાર પર તીરછી નજર રાખી બાજુએ બેઠા ! સરદારશ્રી હાજતથી પરવાર્યા એટલે એમણે દ્વાર ખોલવા પ્રયાસ કર્યો પણ નિષ્ફળ નીવડ્યા . એકદમ તો એમને ય ક્યાંથી ક્યાસ આવે કે આ બડે ભાઈનું પરાક્રમ હશે ? જરા સવિશેષ જોરસહ એમણે બીજો ધક્કો માર્યો તોય એની એજ સ્થિતિ રહી . એટલે એ પામી ગયા કે કોઈની કરામત’નું આ કારણ છે . આજુબાજુ’નાં અન્ય કોઈનું ધ્યાન દોરાય તે હેતુસર એમણે દ્વારને ઠીક સમય માટે ખટખટાવ્યું . એટલે એકાદ બે ભાઈઓ દોડ્યા . વિઠ્ઠલ’ભાઈ તે જ વખતે સરકી શૌચાલય સમીપ પહોંચ્યા અને ટીખળ કરતા બોલ્યા : ” મોટા સરદાર થયા છો તો ખોલો ને ! આટલું બારણું ય ખુલતું નથી ? જયારે ત્યારે આવા ભરાઈ જાઓ છો અને પછી ભીડાયેલા દ્વાર અમારે ખોલવા પડે છે ! ”


Recent Watch


Masters of Sex [ Season 1 – 2013 ]

( 12 Episodes )

જેટલા સમયથી હું ઈંગ્લીશ ડ્રામા જોઉં છું અને જેટલી સીરીઝ વિષે હું જાણું છું , તે બધાય’માં આ સીરીઝ’નો મેઈન કન્સેપ્ટ એટલો તો હટકે અને નાજુક છે કે જેના પરથી આખી સીરીઝ ડેવલપ કરવી એ ખાંડા’ની ધાર પર ચાલવા જેવું છે ! આ સીરીઝ / આ ગાથા આધારિત છે : એક રિસર્ચ પર કામ કરતા બે રિસર્ચર્સ’ની . . . વધુ સ્પેસિફિક રહીને કહીએ તો એક સેક્સ સ્ટડી પર રીસર્ચ કરતા બે સેક્સોલોજીસ્ટ’ની ! [ કે જેમાં એક તો ડોકટર પણ નહોતું ! ] મૂળ સીરીઝ ખરેખર 1950’ના દાયકાના બે સેક્સોલોજીસ્ટ ‘ વિલિયમ માસ્ટર્સ ‘ અને ‘ વર્જીનીયા જોહ્ન્સન ‘ પર અને તેમના ગ્રાઉન્ડબ્રેકીંગ રીસર્ચ પર આધારિત છે કે જેણે તત્કાલીન સોસાયટી’માં ખળભળાટ મચાવી દીધો હતો !

આ સીરીઝ’નો મુખ્ય આધાર છે Thomas Maierની 2009’માં પબ્લીશ થયેલ બાયોગ્રાફીMasters of Sex: The Life and Times of William Masters and Virginia Johnson, the Couple Who Taught America How to Love ” કે જેના પરથી કદાચિત વાસ્તવિક ઘટનાઓ’ને પણ ટકકર મારે તેવી સીરીઝ બની છે ! આ સિરીઝ વિષે સૌ’પ્રથમ જાણ ત્યારે થઇ હતી કે જયારે હું  Lizzy Caplan‘ની ફિલ્મોગ્રાફી IMDb પર જોતો હતો અને ત્યાં જ આ સીરીઝ’નાં પ્રોડક્શન’નો ઉલ્લેખ હતો પણ જયારે તે સીરીઝ ઓન’એર થઇ ત્યારે પણ એટલો ઉત્સાહ કે આતુરતા ન હતી પણ જયારે તેના પોઝીટીવ રિવ્યુઝ મળવા લાગ્યા અને આખરે એક ગુજરાતી’એ [ રાધર , ગુજરાતણ – જય પ્રિમા 🙂 ] તેની મણ જેવી ભલા’મણ કરી ત્યારે નેક્સ્ટ સીરીઝ તરીકે ” Masters of Sex “ની વ્યવસ્થા થવા લાગી હતી !

અમેરિકા’ની એક પ્રખ્યાત હોસ્પિટલ’નો સૌથી મોટો ડોક્ટર [ William Masters ] , કે જે એક અદભુત ગાયનેક હતો અને હોસ્પિટલ’નું નામ અને મોભો તેની જ પ્રચંડ પ્રતિભાથી દિનબદિન ઉંચે જઈ રહ્યા હતા , પણ તેનું એક અલગ જ સ્વપ્ન હતું , એક અલગ જ અંતર્મુખી દુનિયા હતી , એક પેશન હતું , અને તે હતું ” હ્યુમન સેકસ્યુઆલીટીનાં રહસ્યો’ઉજાગર કરવાનું , આ છુપા તથ્યો’ને સમજવા’નું , સદીઓથી ચાલી આવતી ભ્રમણા’ઓને તોડવાનું . . . પણ તેના આ સમયથી આગળ એવા રીસર્ચ’ને ઓફીશીયલ સપોર્ટ નહોતો મળતો , મંજુરી નહોતી મળતી ! અને તેને તેનું આ કામ વેશ્યા’ઓને પોતાના અંગત પૈસા આપીને તેમના કસ્ટમર્સ સાથે’ની તેમની ક્રીડાઓ’ને ચોરીછુપી જોઇને અંગત ડેટા એકઠો કરવામાં જ લંબાયે જતું હતું અને સૌથી મોટું ભારણ એ હતું કે તેને આ કામ હોસ્પિટલ’ની બહાર વર્કિંગ અવર્સ પત્યા પછી ચોરીછૂપી કરવું પડતું હતું અને તેના લીધે તેની અંગત પ્રતિષ્ઠા તો ઠીક પણ પત્ની સાથેનું અંગત દાંપત્ય પણ ખોરંભે ચડ્યું હતું ! ઉલટાનું પત્ની ‘લીબી’ સાથેનું દામ્પત્ય તો કે’દાડા’નું ખાડે ગયું હતું કેમકે તે બંને નિસંતાન હતા ! હાં , જે ડોક્ટર ગાયનેક હોવા ઉપરાંત ફર્ટીલીટી’નો નિષ્ણાત હતો અને જેણે પોતાના અદભુત કસબ’થી કઈ કેટલાયના ઘરે પારણા બંધાવ્યા હતા તે જ પોતાના ઘરે નિસાસા નાખતો હતો !! પણ નાં , વાત હજુ કઈક ઔર જ હતી , તે તેની પત્ની સાથેનાં અંગત સંબંધો’માં અતિ’નીરસ હતો , પોતાના ભૂતકાળ’નું કઈક એવું રહસ્ય તેને ખુદને જ નડી રહ્યું હતું કે જે તેની પત્ની સાથેની અંગત દુરીઓમાં પરિણમતું હતું અને પારેવા જેવી પત્ની દુભાતી હતી અને ક્યાંક ને ક્યાંક તેનું દુખ વિલિયમ’ને પણ હતું !

Episode 104

આ જ સમયમાં તેની ઓફિસમાં એક નવી ફીમેલ આસીસ્ટંટ’ની નિમણુક થાય છેVirginia Johnson ‘ કે જેનાં આવવાથી ધીમેધીમે આ બધી સમસ્યાઓ હટતી જાય છે અને ઉલટાનું આ રીસર્ચ’ને વેગ મળે છે , પાંખો મળે છે . એક આસીસ્ટંટ હોવા છતાં સંબંધિત વિષય’માં તેણીની પકકડ છકકડ ખવડાવી દે તેવી હતી , ડો.વિલિયમ’ની સરખામણી’એ તેણીનું આ ‘કાર્ય અને લગાવ’ ‘પેશન’ નહિ પણ રસ’નો વિષય હતો ! સ્ત્રીઓ’ને સેક્સ દરમ્યાન આનંદ મળવા કરતા વેઠવું ઘણું પડતું હતું અને ઘણી વખત તેઓ આ અર્થવિહીન પ્રક્રિયા’થી જાણેઅજાણે સુગ અનુભવવા માંડતા ! પણ હવે આ રીસર્ચ’ને  એક અનુભવી સ્ત્રી’ની પાકટ નજર મળે છે અને અકળ એવા sex’નાં રહસ્યો’ની બીજી બાજુ ઉજાગર થાય છે ; જેમકે સેક્સ દરમ્યાન સ્ત્રી અને પુરુષ’ની ચરમસીમા’ઓ ઉર્ફે ઓર્ગેઝમ’ની કક્ષાઓ , ફોરપ્લે , ઇન્ટરકોર્સ , દૈહિક આકર્ષણ અને બૌદ્ધિક આકર્ષણ’ની સીમાઓ , પુરુષ’ને વહેલા સંતોષ આપવા માટે સ્ત્રીઓ’એ કરવું પડતું ” ફેઇક ઓર્ગેઝમ ” અને એવું કઈ કેટલુય !!!

EPISODE 105

પણ આ દરમ્યાન આ બંને વચ્ચે પણ એક ઘટના આકાર લે છે કે જેને સમજવા’માં તે બંને જ નિષ્ફળ જાય છે ! ડો.માસ્ટર્સ’નો ભૂતકાળ , તેમનું પેશન , નિસંતાન હોવું અને પત્ની સાથેની દુરી , માતા સાથેનો અલગાવ અને કડવાહટ અને આ બાજુ વર્જીનીયા’નું એક ડિવોર્સી હોવું , નાનકડી આવકમાંથી પોતાના બે બાળકો’નું એજ્યુકેશન / ભરણપોષણ અને તેણીનું ખુદ’નું ગ્રેજ્યુએશન . . એ બધું જ એક અદભુત ડ્રામા અને ડીલેમાં’ને જન્મ આપે છે ! અને આ બે મુખ્ય પાત્રોમાં Michael Sheen અને Lizzy Caplan રીતસર’નાં છવાઈ ગયા છે [ ખાસ કરીને , લીઝી ] આ ડ્રામા’નું બીજું ધ્યાન ખેંચતું કોઈ પાસું હોય તો તે છે , મુખ્ય પાત્રોની સાથોસાથ તેમને ટકકર આપતા સહાયક પાત્રો ! જી હાં , સાઈડ કેરેક્ટર્સ’ની એક આખી અલગ જ દુનિયા સમાંતરે ચાલી જ જાય છે ! કે જેમાં મને ચાર પાત્રો બહુ જ ગમ્યા [ અને ચારેચાર સ્ટ્રોંગ પાત્રો સ્ત્રીઓ’નાં જ છે ! ] :

1] ડો.વિલિયમ’ની પત્ની ‘લીબી’ ( ધીરજ /સંયમ અને આશા’નાં ભાર તળે દબાયેલી પતિ’નું ઉદાસીન વલણ વેઠતી પત્ની ) 2] ડીન’ની પત્ની માર્ગારેટ સ્કલી ( ડિટ્ટો , ઉપરની જ પરિસ્થિતિ પણ અલગ સંજોગોમાં ) 3] સ્ત્રી’કેન્સર’ની નિષ્ણાંત ડોક્ટર અને પોતે પણ ઝઝુમતી ડો.લિલિયન ડી’પોલ ( જીવન અને સમાજ સાથે સંઘર્ષ કરતી ) 4] ચુલબુલી આસીસ્ટંટ કમ વોલેન્ટિયર ‘ જેન ‘ .

પ્રોડક્ષન / કેરેક્ટર્સ / સ્ક્રીનપ્લે / સ્ટોરી’લાઈન / ટ્વિસ્ટ & ટેલ અને ખાસ તો સંવાદો’ની રીતે આ સીરીઝ અદભુત રહી : કેટલાક સ્માર્ટ સંવાદો કમ વન’લાઈનર્સ ( મહતમ પુરુષોને ઉદ્દેશીને ! ) . . .

1) Men don’t know what they want ! that’s why they have wife to tell them !! 2) You have to be your own best friend

mos3

3) Men are such idiots ! even the smart ones 😀 4) It’s easier to change their diapers than their minds !

Must 

WATCH


Agents of S.H.I.E.L.D. [ Season 1 – 2014 ]

( 22 Episodes )

જે લોકોને માર્વેલ’ની દુનિયામાં રસ હોય તેઓ માટે આ સીરીઝ એક મસ્ત સફર બની રહેશે પણ જેઓને તે સુપરહીરોઝ’ની દુનિયામાં મન નથી લાગતું તેઓ અહીંયા કંટાળો અનુભવશે ! આ સીરીઝ’નું ઉદગમસ્થાન છે , એવેન્જર્સ પછી’નો સમયગાળો કે જ્યાં એજન્ટ કોલ્સન મૃત્યુ પામી ચુક્યો હોય છે અને આ જ સીરીઝ’નાં પહેલા હપ્તા’થી તે પુનર્જીવન પામે છે !!! કેવી રીતે ? તે માટે જ આ સીરીઝ બની છે , ભઈલા’ઓ અને ભઈલી’ઓ 😉

એજન્ટ કોલ્સન ફરી જીવતા કેવી રીતે થયા હોય છે ? તેમને ખુદ કેમ કઈ યાદ નથી ? અને આ એ જ ગાળો છે કે જે દરમ્યાન કેપ્ટન અમેરિકા’નો ખુદ શિલ્ડ સાથે સંઘર્ષ ચાલુ હોય છે . . . ડિરેક્ટર ફ્યુરી તે હાદસા બાદ કોલ્સન’ને મળ્યા હોતા નથી પણ તેમણે તેને એક અતિ’આધુનિક બોઇંગ પ્લેન આપ્યું હોય છે ‘ બસ ‘ અને એક ઉડતી કાર ‘ લોલા ‘ ! આ મહેરબાની’નું કારણ ? આ વિષે કોઈક તો જાણતુ હોય છે , પણ કોણ ? અને એજન્ટ કોલ્સન વારેવારે ” તહીતી , ઈઝ અ મેજિકલ પ્લેસ ” એમ શા માટે કહ્યા કરે છે ? તે જાણવા તો તમારે આ સીરીઝ જોવી જ રહી 🙂

આ દરમ્યાન તેમને દુનિયાના ઘણા ભાગોમાં અલગ અલગ મિશન સોંપાય છે અને એક ટીમ પણ અપાય છે કે જેમાં 2 ફુલ્લી ટ્રેઈન્ડ કમાન્ડો જેવા સ્પેશીયલ એજન્ટ્સ [ વોર્ડ અને મેલિન્ડા ] , બે ક્યુટ એવા ટેકનોલોજી અને બાયોલોજી ‘ના ખેરખાં [ જેમ્માં અને ફીટ્ઝખાસ કરીને જેમ્માં (Elizabeth Henstridge) , અત્યંત ક્યુટી પાઈ કાનુડી 🙂 ] અને એક અનઓફીશીયલ મેમ્બર એવી હેકર – સ્કાય [ કે જેને આ મિશન પર લેવા માટે બાકીના સૌ અસંમત હતા પણ કોલ્સન નહિ ! ]

ખરેખર આ આખી સીરીઝ જી.આઈ.જો અને જેમ્સ બોન્ડ’નાં મિશ્રણ સમાન છે ! કે જ્યાં હાઈફાઈ ગેજેટ્સ છે અને સુપરહીરોઝ’વળી ફેન્ટસી પણ છે . . પણ શરૂઆત’નાં કેટલાય એપીસોડઝ ઢીલા’ઢફ્ફ લાગ્યા , તે છેક સીરીઝ મધ્ય સુધી પહોંચી ત્યાં સુધી ! તે પછી મુખ્ય વિલન’નું રહસ્ય અને ટીમ’માંથી જ કોઈ છુપું કાવતરું ઘડે છે , તે બાબતોએ સીરીઝને ફરી જીવંત અને રસ’પ્રચુર કરી [ તે રીતે કલેયરવોઈન્ટ નામક રહસ્યમય વિલન’ની આસપાસ સારો એવો માહૌલ ઉભો કરાયો છે ] અને એજ ગાળામાં બિલ પેકસ્ટન’ની એન્ટ્રી સીરીઝ’માં એક જાન પૂરે છે [ તેની એન્ટ્રી અને તેના પાત્ર’નું ડેવલપમેન્ટ ખરેખર મસ્ત છે ] પણ તેટલી જ હદે એજન્ટ કોલ્સન જીવતો કેમ થયો અને તેની આસપાસ’નું રહસ્ય થોડું ઢીલુંઢફ્ફ અને વધુ પડતું ખેંચાયેલું લાગ્યું ! [ તે રીતે પૂરી સીરીઝ પણ વધુ પડતી લાંબી લાગી22 એપીસોડઝ !!! – જેમકે પેલો લેડી સીફ’વાળો એપિસોડ સાવ આઉટ ઓફ ટ્રેક હતો અને બીજા કેટલાય એપીસોડઝ પણ ] પણ આખરી હપ્તાઓ’માં ખુબ મજા આવી [ ખાસ કરીને ફ્યુરી’વાળા હપ્તામાં 🙂 ] માર્વેલ’નાં ફેન્સ માટે જોવા જેવી સીરીઝ [ થોડી ધીરજ ધરીને ]

Pleasant

WATCH