ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

1] ઓકે , તો 2014’માં પણ ઢગલો’બંધ મુવીઝ જોવાયા અને અમે રહ્યા ખોવાયા ! એકંદરે ગયા વર્ષ કરતા આ સમયે આ સરવૈયા’ની પોસ્ટ વહેલી આવી ;  તેમ છતાં નહિ નહિ નેય આ પોસ્ટ દસેક દિવસ મોડી પડી , બોલો !

2] આ સમયે પણ ટોકીઝ’માં માત્ર બે જ ઇન્ડિયન મુવીઝ જોવાયા [ એક તો વર્ષ’ની શરૂઆત’માં ક્વિન અને વર્ષાંતે પી.કે !જોયું હું તમારી જેમ ટોકીઝ’ની ધાણીઓ નથી ફોડતો 😉 ]

3] ગયા વર્ષે પણ 50’ની આસપાસ મુવીઝ જોવાયેલા અને આ વર્ષે પણ તેટલા જ ! [ આખરી ક્ષણો’માં મતલબ કે દિવસોમાં જે 7 મુવીઝ જોવાયેલા તેમની પોસ્ટ બનાવવાનું માંડી વળાયું અને માત્ર રેટિંગ’વાઈઝ ઉલ્લેખ જ અહી આખીરમાં કરાયો છે , કે જેમાંની બે મુવીઝ મારા ટોપ લિસ્ટ’માં પસંદગી પામી છે . ]

4] અને બેસ્ટ ફિલ્મો’નું વર્ષ’વાર સરવૈયું આપવાની આ ઓફિશિયલ 4’થી પોસ્ટ હોવાથી તેને અંતર્ગત એક સ્વતંત્ર પેઈજ જ બનાવી કાઢવામાં આવ્યું છે કે જ્યાં આવનાર બે મહિનામાં આવનારી હોલીવુડ મુવીઝ’નાં સરવૈયા સહીત’ની બધી જ પોસ્ટ એક જ ક્લીકે હાજીર થશે , આ રહી ત્યારે લિંક | link . . તો પ્રેમ સે બોલો જય માતા દી 🙂

Please share your favorite Indian films of 2014 at last in Comment area


Total Images : 85 [ Small & Steady ] 17 [ Gif ]

It would take 5 to 6 minutes to load the whole post .


Total 51 Indian films watched , released in 2014

1] Jai Ho 2] Queen 3] Hasee Toh Phasee 4] Shaadi Ke Side Effects 5] Total Chaos 6] Gulaab Gang 7] Highway 8] Gunday 9] Bewakoofiyaan 10] Main Tera Hero 11] Bhoothnath Returns 12] 2 States 13] Holiday 14] Humpty Sharma Ki Dulhania 15] Heropanti 16] Humshakals 17] Kochadaiiyaan 18] Singham Returns 19] Kick 20] Bobby Jasoos

21] Lekar Hum Deewana Dil 22] Ek Villain 23] Mardaani 24] Mary Kom 25] Daawat-e-Ishq 26] Filmistaan 27] 1 – Nenokkadine 28] Samrat & Co. 29] Dedh Ishqiya 30] Bang Bang 31] Dekh Tamasha Dekh 32] City Lights 33] Khoobsurat 34] Hawaa Hawaai 35] Kya Dilli Kya Lahore 36] Ankhon Dekhi 37] Finding Fanny 38] Bangalore Days 39] PK 40] Kill Dil

41] Happy New Year 42] Happy Ending 43] The Shaukeens 44] Haider 45] Sonali Cable [ 2/10 ] 46] Rang Rasiya [ 6/10 ] 47] Sulemani Keeda [ 8 to 8.5/10 ] 48] Ugly [ 8 to 8.5/10 ] 49] Ungli [ 5/10 ] 50] Action Jackson [ 1/10 ] 51] Amit Sahni Ki List [ 7 to 7.5/10 ]


Worst / Nonsensical 

OR

Okaish / Stereotyped MOVIES


Over rated (Or) OR Over hyped MOVIES (Oh)

&

Could have been done better [ C ]

[ Point your cursor on IMAGE ]

Oh & Or & C

Oh & Or & C o_O


Honorable mentions [ H ]

City Lights : For Rajkumar Rao

City Lights : For Rajkumar Rao

Hawaa Hawaai : For Father & Son Duo

Hawaa Hawaai : For Father & Son Duo

Amit Sahni Ki List : For Vir Das & Confusion !

Amit Sahni Ki List : For Vir Das & Confusion !

Bhoothnath Returns : For Bachchan , Boman & Akhrot !

Bhoothnath Returns : For Bachchan , Boman & Akhrot !


Best 14

Movies

of

2014

🙂 as per my opinion 🙂


~ 14  ~ [ Read in brief , here ]

Hasee Toh Phasee

6

ઓકે , પહેલા તો આ મુવી’નું સેટઅપ અને આસપાસ’નું વિચિત્ર વાતાવરણ [ અને તેમાંના નમુના’ઓ પણ ] જ મને ગમી ગયેલું અને લટકામાં મન’ગમતી પરીનીતી ભળી ! પછી તો મારે થોડીક એવી ક્યાંક લુઝ સ્ક્રીપ્ટ હોવા છતાં પણ ફસવું જ પડ્યું 🙂 એક રીતે નિખિલ અને મિતા’નાં બંને પાત્રો’ની અલગ જ છતાં પણ સંવેદનશીલ દુનિયા’ની એ અંતરંગ અને સ્પર્શતી મોમેન્ટસ જ સમગ્ર મુવીને ઉંચે ઉઠાવે છે !

ઈશ્ક બુલાવા , મનચલા અને ઝેહનસીબ ” જેવા અદભુત ગીતો અને સંતુલિત અભિનય  . . . અને બાકી તો ” સરસરાહટ  , સનસહાટ , ગુદગુદાહટ , ડગમહાટ , ફરફરાહટ અને થરથરાહટ જેવા આવેગો અને લાગણીઓ o_O અને પેલું ગુજરાતી રેપ સોંગ ” બધુ ભેગું સે , બધુ ભેગું સે ” 😀 જસ્ટ જબરદસ્ત ! [ link ]


~ 13 ~ [ Read in brief , here ]

2 States

મને ચેતન ભગત’ની સેમી’બાયોગ્રાફી કમ ફૂલ રોમેન્ટિક એવી વાસ્તવિકતા અને કલ્પના’ની “સંતોષ ભેળ” જેવી ” 2 સ્ટેટ્સ ” ખુબ જ ગમી હતી અને જયારે આ ફિલ્મ વિષે અને તેની કાસ્ટિંગ વિષે જાણ થઇ હતી ત્યારે થોડુક નિરાશ થવાયું હતું ! પણ જયારે ફિલ્મ જોવાઈ ત્યારે પુસ્તક’નો એ ચાર્મ મહતમ હદે ઓન’સ્ક્રીન ઉતારવામાં તેઓ સફળ રહ્યા હતા . ખાસ તો સુંદર છોકરીઓ’ને જોઇને જેના બાર વાગી જાય છે અને ચેનલ મ્યુટ થઇ જાય છે , તેવો ક્રિશ [ અદ્દલ હુંદુરથી કોઈ સુંદર કન્યા આવવાના એંધાણ દેખાતા જ મારું ચેતન ઉડી જાય છે અને હું ભગત થઇ જાઉં છું 😀 ] અને ચાર્મ’નાં ફુવારા છોડતી અનન્યા ઉર્ફે હાવભાવ’ની ક્વિન ” આલિયા ” , એ બંને’ની લવ’લાઈફ અને લવ’સ્ટ્રગલ જોવાની મજા પડી .

એકંદરે અનન્યા’નાં માતા’પિતા’નાં પાત્રોમાં ડેવલપમેંટ થોડુક ઓછું લાગ્યું પણ તેની ભરપાઈ ક્રિશ’નાં ક્રેઝી પેરેન્ટ્સે પૂરી કરી દીધી ! ફરી પાછા કર્ણ’મંજુલ ગીતો અને ક્યાય ઓવરએક્ટિંગ’નો લસરકો નહિ . . પહેલી વાર જ  ફિલ્મ ડીરેક્ટ કરી રહેલા ડિરેક્ટર’નું અદભુત સંતુલન – અભિષેક વર્મન [ હસી તો ફસી’માં – વિનીલ મેથ્યુ પણ ]


~ 12 ~ [ Read here ]

Dedh Ishqiya

આ મુવી’માં બે મુખ્ય જોડીઓ હતી પણ બે સુંદર રમણીઓની જોડી’ને પણ જેઓ માત આપી શકે , તે તો બસ ખાલું’જાન અને બબ્બન જ હોઈ શકે ને !? 🙂 ક્રેઝી કેરેક્ટર્સ’ની અગોચર દુનિયા જેવી ઈશ્કિયા સીરીઝ હજુ પણ જીવંત રહી શકી તો તેનો મુખ્ય ફાળો અર્શદ વારસી’ને જ જવો ઘટે ! અને લટકામાં પાછો ગબ્બર એવો વિજય રાઝ ભળ્યો 🙂

3

પહેલા ભાગ જેટલું આ મુવી આટાપાટા વાળું અને બઘડાટી બોલાવતું ન લાગ્યું પણ આ લોકોના ચક્રમ’વેડા અને મૂર્ખાઈ’ભર્યા સાહસો જોવાની મજા પડી . ખાસ તો એ નવાબી માહૌલ અને યુ.પી’ને જીવંત કરવા બદલ ડિરેક્ટર અભિષેક ચૌબે’ને હેટ્સ ઓફ .


~ 11 ~ [ Read here ]

Mardaani

મર્દાની – એક સાહસ’ગાથા બની રહી . . જરૂરત હતી માત્ર એક ઈરાદા’ને દ્રઢ બનાવવાની અને તેની પાછળ પડી જવા’ની . . અને એક સુંદર સ્ટોરી અને ગંભીર રણકા’ની સાથે આ કન્સેપ્ટ ક્લીક થયો . હ્યુમન ટ્રાફિકિંગ’ની ભયંકર વાત કહેતી અને આખરે તેના મુળિયા દબોચી લેતી રાની’ને જોવાની ઘણા દિવસે મજા પડી ! ખરેખર જકડી રાખનારી સ્ટોરી’ની સાથે કોલ્ડ’માઈન્ડેડ વિલન’નો ઝબકારો પણ કાઈ કમ નહોતો .

ઘણા સમયે એક વાસ્તવિક અતિ ગંભીર મુદ્દા’ને સ્ટોરી’માં વણી લઈને બનેલી એક અદભુત થ્રિલર . ફરી કોઈક વાસ્તવિક અને ગંભીર મુદ્દા’ને ધ્યાનમાં લઈને આ મુવી’ની સિકવલ બને તો મજા આવે .


~ 10 ~ [ Read here ]

Filmistaan

1

એક ફિલ્મો’નો રસિયો ! અમારા જેવા તો તેની સામે કાઈ નાં લેખાય !! કેમ ? કેમકે દુશ્મન દેશ’માં વિપરીત સંજોગો’માં તેના આ જ હુન્નરે અથવા કહો કે ગાંડપણે તેને જીવતો રાખ્યો અથવા તો કહો કે જીવંત રાખ્યો !

અજાણ્યા કલાકારો , કસબી દ્વારા બનાવાયેલ એક સુંદર અને હૃદય’સ્પર્શી ફિલ્મ એટલે નાં હિન્દુસ્તાન , નાં પાકિસ્તાન . . આ તો છે બંને લોકો’માં જીવતું ફિલ્મીસ્તાન ! ડિરેક્ટર નીતિન કક્કર’નું સુંદર દિગ્દર્શન અને મુખ્ય અભિનેતા શારીબ હાશ્મી’નું આલાતરીન હૃદયંગમ પરફોર્મન્સ .

3


~ 9 ~

Sulemani Keeda

ભારત’માં જુજ બનતા અને જો બને તો લોકો સુધી જુજ પહોંચતા ઈન્ડી મુવીઝ’માનું એક બહેતરીન આછેરું ગ્રે કોમેડી મુવી એટલે સુલેમાની કિડા ! મતલબ કે એક પ્રકાર’નો ધખારો , ગાંડપણ અને સનક ! બે નવાસવા સંઘર્ષ’રત રાઈટર્સ [ દુલાલ : એક મુંઝાયેલો અને અંતર્મુખી અને મૈનાક : ખરેખરો લઘરો અને લબાડ 😉 << અદભુત એવો મયંક તિવારી : દાઢી બાવો ! ] ઘણી જગ્યા’એ આથડ્યા-કુટાયા બાદ એક વિચિત્ર નમુના’ને [ ગોન્ઝો : ખરેખર જબરદસ્ત નમુનો ] હીરો તરીકે ચમકાવતી ફિલ્મ માટે એમને લખવા મળ્યું . . . આ બાજુ દુલાલ’નું બ્રેક’અપ અને બીજી બાજુ સુંદર એવી ગમતીલી રૂમાં’નું [ અદિતિ વાસુદેવ – દો દુની ચાર’વાળી ] ગમી જવું ! અને બીજી કેટલીય ઘટનાઓ અને દુર્ઘટના’ઓમાં શિંગડા ભરાવવું . . . આટલું કાફી હતું , સુલેમાની કીડા’ને સળવળતો કરવા માટે 😉

1b

ચારે ચાર કેરેક્ટર્સ : મૈનાક , દુલાલ , રૂમાં અને ગોન્ઝો આસપાસ ફરતી એક પ્યોર અર્બન સ્ટોરી’માં ઘણી મજા આવી . હજુ આવી સ્ક્રીપ્ટ’લેખનમાં ચતુરાઈ’નાં ચમકારા મારતી સ્મોલ બજેટ ઈન્ડી મુવીઝ ભારતમાં બને તો અમ રસીયાઓને મજા પડી જાય .


~ 8 ~ [ Read in brief , here ]

Highway

હાઈવે”ની બે મુખ્ય હેડલાઈટ્સ હતી : આલિયા અને ઈમ્તિયાઝ અલી ! એકનું વિઝન અને બીજી’નું ખોળીયામાં પ્રવેશવું !! એક રોજ’નાં બોજ’માંથી મોજ’રૂપી ખોજ તરફ જતી સફર , એટલે હાઈવે ! કે જ્યાં સફર’ની શરૂઆત કે અંત નહિ પણ ખુદ સફર મહત્વ’ની નીવડે છે . બહુ થયું હવે શાણપણ’નું અને ડહાપણ’નું આ જગત , તેની પાસેથી તો ભયાનક યાદો જ મળી છે તો શા માટે આવી પડેલ આપત્તિ’ને જ અવસર ન બનાવી લેવાય !? જીવન’નો સાચો અનુભવ , સાચું પાસું તો ખરેખર તેને આ જ જોખમ’ભરી સફર’માં જ મળે છે કે જ્યાં કોઈ ભવિષ્ય નહોતું પણ હતી તો એક ખુશનુમા આજ .

અદભુત અને સંતુલિત અભિનય , ઘણા યાદગાર દ્રશ્યો અને કૈક નવું કહેવા મથતા અદભુત ડીરેક્શન’ની સાથે અનહદ સુંદર સિનેમેટોગ્રાફી અને આટલું ઓછું હતું તો તેમાં ભળ્યું અલ્લા રખ્ખા’નું સંગીત !

h2


~ 7 ~ [ Read here ]

Kya Dilli Kya Lahore

k1

ફરી પાછું એક અજાણ્યું સરપ્રાઈઝ ! બે અદભુત અને ભાવ’વાહી કલાકારો [ વિજય રાઝ અને મનુ રિશી ] અને એક સંવેદનશીલ મુદ્દો – આ જમીન સરખી , ધાન સરખું , હવામાન સરખું તો પછી આ લડાઈ શેની છે ? કોના વાંકે અને કોના પાપે આ લોકો અંદરો’અંદર વિનાકારણ લડી રહ્યા છે ? બે એવા લોકો’ની લડાઈ કમ સંવાદ , કે જ્યાં બંને’એ જન્મ એક માટી’માં લીધો છે અને શ્વાસ બીજી માટીમાં !

બંને કલાકારો’નું હૃદયસ્પર્શી પરફોર્મન્સ અને એકબીજા’નાં પાત્રો માટેની અનુભૂતિ કમ સહાનુભુતિ . એકંદરે લાંબા દીસતા આવા મોનોલોગ જેવા મુવીઝ મને ખુબ જ ગમે અને આ તો ગમતાનું ગુલાલ થયું !

k10


~ 6 ~ [ Read here ]

Dekh Tamasha Dekh

ભારત ક્યાં અટવાયું છે ? શું કામ અટવાયું છે ? અને શા માટે અટવાયેલું જ રહે છે ? તેનો એક કટાક્ષ’મય ચિત્તાર એટલે ફરી પાછું આ ઓછું જાણીતું મુવી ! હરેક દિવસ કોઈ તમાશા કે બફાટ’થી ઉગે અને હરેક સાંજ કોઈ અફરાતફરી કે ગડમથલ’માં પૂરી થાય ! જાણે કે આ જ નેશનલ કેઓસ થઇ ગયો છે !! કેવી નાની નાની ક્ષુલ્લક વાતો’માં વિવાદ’નું વંટોળ ઉપડે અને લાગતાવળગતા પોતપોતાનું સ્વાર્થ સાધીને થોડાક જ દિવસોમાં બની બેઠેલ મુદ્દા’ને વિસારે પાડી દે છે , ફરી કોઈક નવા તમાશા’ની રાહમાં . . .

ઘણા નાના નાના વાર્તાપ્રવાહો અલગ અલગ દિશામાં વહેતા અને છેલ્લે અજંપા’માં જઈને સ્થિર થતા  . . . હરેક કલાકારો’નું ઉમદા પરફોર્મન્સ અને જબરદસ્ત કટાક્ષ – મીડિયા પર , રાજકારણ પર , પોલીસ પ્રશાસન પર , કહેવાતી ધાર્મિક સંસ્થા’ઓ પર , ભાગલાવાદી તત્વો પર અને આખરે તો આમ નાગરિક પર !

2


~ 5 ~

Ugly

ભારતીય સિનેમા’માં જવલ્લે જ જોવા મળતા અને ધીમે ધીમે ભયંકર ગાળિયો ભીંસતા થોડાક દુર્લભ સાયકો થ્રિલર્સ’માનું એક એટલે માનવજાત’ની કદરૂપી બાજુ દેખાડતુંઅગ્લી ” . અનુરાગ કશ્યપ’નું સિનેમા ઘણીવાર શ્વાસ લેવો પણ ભારે પડે તેટલું ડાર્ક હોય છે ; જેમકે એક મુવી’બ્લોગને હું ફોલો કરું છું તેણીએ મસ્ત અવલોકન આપ્યું છે કે . . જેમ સુરજ બરજાત્યા અને રાજકુમાર હિરાની’ની ફિલ્મોમાં અતિ’હકારાત્મકતા અને પોઝીટીવીટી’નું ઘોડાપુર હોય છે તેમ જ અનુરાગ કશ્યપ’ની ફિલ્મો એટલી હદે ડાર્ક ગ્રે હોય છે કે આપણને ઘડીક લાગે કે આપણી આસપાસનું કોઈ પણ સારું નથી અને મહદ અંશે બધા જ સનકી છે 😉 છતાં પણ ફિલ્મ’ની પકકડ ગજબ’ની રહી , હરેક ક્ષણે એક ડર’નો માહૌલ બંધાતો રહ્યો પણ આખરે જે અંત બતાવાયો તેનાથી સંતોષ નાં થયો !!!

3

હું માનું છું કે આવું જ એક વિખરાયેલું જગત આપણી આસપાસ જ શ્વસે છે અને તેને સેલ્યુલોઈડ પર અનાવૃત ઉતારવામાં અનુરાગ કશ્યપ જેવું જ કોઈક ભેજું જોઈએ ! સૌથી જબરદસ્ત પાત્રાલેખન રહ્યું – રોનિત રોય’નું [ આવનાર સમય માટે એક જબરદસ્ત વિલન’નો ઉદય થઇ રહ્યો છે અને તેનો ચમકારો તેણે ઉડાન’થી જ આપી દીધો હતો !!! ]


~ 4 ~ [ Read here ]

Finding Fanny

હજુ તો હમણાં જ આપણે અગ્લી’ની વાત કરી ત્યાં આ પગલી’ઓની ફૌજ આવી પડી ! મતલબ કે સનકી નહિ પણ ધૂની અને તરંગી લોકો’ની ટોળકી કે જેઓ ફેની’ને શોધતા શોધતા ઘણું બધું શોધી કાઢે છે અને જાણેઅજાણે ઘણુબધું ગુમાવી પણ દે છે !

પહેલી વાત તો એ કે જબરદસ્ત સ્ટારકાસ્ટ – એમાં પણ સાવ છેડા’નાં બે પાત્રો’ને ભજવતા નસીરુદ્દીન શાહ અને પંકજ કપૂરે તો મોજ પાડી દીધી . ઘણા સામાન્ય રમુજ’નાં દ્રશ્યો પણ એ બારીકાઇ અને ચીવટ’થી ફિલ્માવાયા છે કે દાંતિયા કાઢીને હસી પડાય અને હસતા હસતા પણ જે ફિલોસોફી કરી જાય તે જ સાચો ફિલોસોફર !

f5


~ 3 ~ [ Read here ]

Ankhon Dekhi

જિંદગી આખી નીકળી જાય અને ઢળતી સાંજે ઝબકારો થાય કે . . અરે ! આ હું શું શીખ્યો , જાણ્યો અને જીવ્યો ? આ તો સત્ય હતું જ નહિ ! હતી તો માત્ર માહિતી અને ગેરમાહિતી’નું ગણિત , કે જેનો ઉદ્દેશ્ય જ ગણતરી પૂર્વક જીવન જીવવામાં હતો !! અહી જાત’અનુભવ અને પોતાની કંડારેલી કેડી તો હતી જ નહિ ! તો શું થયું !? હવે જેટલી પણ ઓવર્સ બાકી છે એમાં હું મારો ખેલ ખેલીશ , નિયમો પણ મારા હશે અને અનેરા અનુભવો નિપજાવતું સત્ય પણ મારું જાત’અનુભવેલું જ હશે 🙂

રજત કપૂર’ની અદભુત સૃષ્ટિ અને તેમાં સંજય મિશ્રા’નું પ્રાણ પૂરી દેવું . . સુંદર વિષય અને તેટલી જ અદભુત માવજત . સત્ય’નો આત્મા અને અનુભવો’નું ખોળિયું એટલે મનનીય મુવીઆંખો દેખી

5


~ 2 ~ [ Read here ]

Haider

હૈદર એટલે અસમંજસ , અણગમો અને અવહેલનાની દુનિયાના સામાન્ય અને અતિ’સામાન્ય માણસોનું મહત્વકાંક્ષી અને છતાં સરળ વિશ્વ ! અહીંયા હેમલેટ , વિશાલ ભારદ્વાજ અને કાશ્મીર’ની પશ્ચાદભુ’નો અદભુત ત્રિવેણી સંગમ થયો છે . . તબુ અને શાહિદ’નાં અફલાતુન અભિનય અને ઈરફાન તથા કેકે’નાં ચમકારા’ને કારણે વધુ તેજ બનેલું .

વિશાલ ભારદ્વાજ રૂપે દિગ્દર્શક , લેખક અને કમ્પોઝર/ગાયક એમ વિધવિવિધ ક્ષેત્રે કરાયેલું અદભુત ખેડાણ . સુંદર અને અર્થસભર ગીતો , સ્વર્ગીય સિનેમેટોગ્રાફી , ઝંકૃત કરી દે તેવો બેકગ્રાઊંડ સ્કોર અને સાચા કલાકારો’નો શંભુમેળો એટલે “ હૈદર


~ 1

Queen

a1

શરૂઆત’માં જ ધબડકો થઇ ગયો હોય , સફર અસમંજસ’માં જ પૂરી થવાની આશંકા હોય અને અંત’ની તો કલ્પના પણ નાં થાય , ત્યારે આવી અગોચર અને દિશાહીન સફર’ને  એક જ પરિબળ બચાવી શકે , અને તે છે . . મિત્રો 🙂 યસ , મને રાણી ઉર્ફે ક્વિન’ની સફર સ્વ’ને પામવા કરતા યે વધુ મિત્રો’ને પામવાની અને તેમના દ્રષ્ટિકોણ’થી આ લબાડ દુનિયાને મોજીલી રીતે જોવાની ઈ’સ્ટાયલ બહુ ગમી , રે બાબા 😉 [ ના’મુરાદ એવી દુનિયા અને રઝા મુરાદ’ની જેમ તેના પર ભારે પડતી ‘રાની’ ]

વર્ષ 2014’નું મારું અત્યંત પ્રિય મ્યુઝીક આલ્બમ [ આખ્ખે’આખ્ખું અને બખ્ખે’બખ્ખા બોલાવી દે તેવું જય અમિત ત્રિવેદી ] કંગના મને ઓન’સ્ક્રીન હંમેશા લબાડ લાગી છે પણ અહીંયા તો તેણે મને જ લબાડ ઠેરવી દીધો ! – જય કંગના ! ઇઝી’ગોઇંગ અને ચાર્મિંગ સ્ટોરી અને તેનું ઝક્કાસ સેટ’અપ તથા મસ્ત સપોર્ટીંગ કાસ્ટ [ ખાસ કરીને મદન’મોહના એવી માનુની ‘લિસા હેય્ડન ‘ અને લુચ્ચો’લબાડ એવો રાજકુમાર યાદવ ! ]

અદભુત સિનેમેટોગ્રાફી અને મસ્ત તથા ચુસ્ત ડિરેક્શન . ડિરેક્ટર વિકાસ બહલે રાજીવ મસંદ સાથેની વાત’માં કહેલું કે આ કોઈ વુમન એમ્પાવરમેંટ મુવી નથી ! મારે તો બસ એક વાર્તા કહેવી હતી અને કૈક મોજીલી અંદાઝ’માં કહેવી હતીબસ કર ગાંડા , અબ રુલાયેગા ક્યા ?! 😉 જય વિકાસ જય બહલ !!


& Now What’s your list of Favorite Indian films of 2014 ?