ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

1] ચાલો ઘણા દિવસે પવિત્ર ઝાડ’ની આસપાસ પ્રદક્ષિણા કરવાનું થયું , તો બોલો તારા રારા !

2] આ વખતે ખબર નહિ પણ કયા જન્મો’નો પુણ્યોદય થયો હશે , તે પોસ્ટ એટલી તો નિરાંતે અનેકાગ’નું બેસવું ને ડાળ’નું પડવુંએટલી સમયસર રીલીઝ થઇ શકી છે ! જય કાગ 🙂

3] આ પોસ્ટ’થી હું ફરી મારી મનપસંદ સીરીઝ ” IMDb Top 250 “ને જીવંત કરી રહ્યો છું અને ઓલમોસ્ટ દર અઠવાડિયે [ સંભવિત રીતે દર શનિવારે ] હું ઓછામાં ઓછી બે લિજેન્ડરી ફિલ્મો’ની વાતો કરવાની સાથે વડા પણ તળીશ કે જે ક્યારેક ને ક્યારેક તે માનદ લિસ્ટ’માં રહી ચુકી હોય અથવા તો હજુ પણ અંગદ’ની જેમ પગ જમાવીને બેસી ગઈ હોય ! [ અને તે બહાને મારે પણ તે ક્લાસિક મુવીઝ જોવાનું ધીમે ધીમે ચાલુ થશે અને તે રીતે અંદાજે 200’થી પણ વધુ બાકી રહેલ ક્લાસિક મુવીઝ’ને જોવાવા’ની શરૂઆત થશે ! ]

4] આજે વાત છે , બે મુવીઝ‘ની કે જેઓ એક સમયે તે લીસ્ટ’માં હતી : કલાઉડ એટલાસ અને ધ પર્કસ ઓફ બીઈંગ વોલફ્લાવર [ આજ સુધીમાં અંદાજે IMDb Top 250‘માંથી 100 + મુવીઝ જોવાઈ ચુકી છે અને આવનાર સમય માટે 50‘થી પણ વધુ મુવીઝ હાથવગી થઇ ચુકી છે !! ]

Click Here : Updates IMDb Top 250


Total Movies – 8+3 ~ ~ ~ Pictures – 45 Steady & 5 Gif

It would take 3 to 4 minutes to load the whole post .


The Boxtrolls , 2014

બોક્ષટ્રોલ્સ એટલે સ્ટોપ મોશન એનીમેશન’નું એક બહેતરીન ઉદાહરણ ! [ આ લાઇકા’નું એનીમેશન છે , કે જેમણે આ પહેલા પણ સ્ટોપ મોશન’માં જ પેરાનોર્મન આપ્યું હતું અને મેં તેનો અહીંયા ઉલ્લેખ પણ કર્યો હતો , Link ] એક શહેર , કે જે પહાડી પરના ઢોળાવ પર વસેલું છે , ત્યાં રાતોરાત એક તહેલકો મચી જાય છે કે જયારે એક નાનકડા દૈત્ય જેવું પ્રાણી [ બોક્ષટ્રોલ્સ – કે જે બોક્ષ પહેરતું હોય છે ] તે એક બાળકને ઉઠાવી જાય છે અને ત્યારબાદ એક દુષ્ટ માણસ આ તક’નો લાભ લઈને બધા જ બોક્ષટ્રોલ્સ’ને ખતમ કરવા મચી પડે છે !

પણ શું બોક્ષટ્રોલ્સ હત્યારા’ઓ હતા ? નાં ! , એ તો અતિ’માસુમ એવા અદભુત બિલ્ડર હતા કે જે જરી’પુરાણી ચીજો’માંથી નવસર્જન કરતા હતા ! પેલું બાળક હવે આ બોક્ષટ્રોલ્સ’ની દુનિયામાં જ ઉછરે છે અને આગળ કઈક એવું થાય છે કે તેને માણસો’ની દુનિયામાં પાછું ફરવું પડે છે અને તેનો સામનો થાય છે પેલા દુષ્ટ માણસ સાથે અને એક રહસ્ય સાથે . . .

એક અતિ’અદભુત એનીમેશન , પણ વાર્તા અને અસર ઉપજાવવા’માં થોડું ઢીલું અને વચ્ચે ક્યાંક ક્યાંક ઘણું ઇરીટેટીંગ [ ખાસ કરીને વિલન’ની સ્ટોરી’માં ] પણ જેમકે મેં કહ્યું તેમ આ એક સ્ટોપ મોશન એનીમેશન છે અને માટે જ અત્યંત રીચ એનીમેશન છે કે જેનો એક સીન ફિલ્માવવામાં જ કલાકો નીકળી જાય , જુઓ નીચે !

Me :  7 to 7.5 / 10 < Box-boy or Boy-trolls !

IMDb : 6.9 / 10 [ 23,800 + People ] – by March 2015


22 Jump Street , 2014

આ ફિલ્મ મુખ્યત્વેPhil Lord, Christopher Millerની ડીરેક્ટર જોડી અને જોનાહ હિલ’ને કારણે જોવાયેલી [ આ ડિરેક્ટર ડ્યુઓ લેગો મુવી’નાં ડિરેક્ટર્સ હતા , માટે 21 જંપ સ્ટ્રીટ જોવાયેલી અને તેમાં જોનાહ હિલ’ને લીધે જલસો પડી ગયો એટલે તે જ ફિલ્મ’ની વારસદાર એવી આ સિકવલ 22 જંપ સ્ટ્રીટ જોવાઈ ! ] કે જ્યાં પહેલા ભાગમાં આ બંને હાઈ’સ્કુલ’માં અંડરકવર હતા તો અહીંયા કોલેજ’માં અંડરકવર બને છે ! પણ મુકદમો ચલાવ્યા વિના જો સીધો જ ચુકાદો  દેવો હોય તો કહી શકાય કે પહેલા ભાગ’ની સરખામણી’એ શરૂઆત મસ્ત થાય છે પણ છેક છેલ્લે સુધી પહોંચતા ક્યાંક ક્યાંક રીધમ પણ ગુમાવે છે , મતલબ કે થોડુક પરાણે પ્રીત જેવું !!

પહેલો ભાગ એ રીતે ફૂલ’ઓન મસ્તી હતો , પ્યોર મૂર્ખાવેડા , અને કેટલાય સિન્સ’માં ખડખડાટ હસી પડાય એવી ઓરીજનાલીટી અને ખાસ તો જોનાહ હિલ 🙂 જયારે બીજા ભાગમાં ય જોનાહ હિલ એઝ યુઝઅલ જબરદસ્ત જ છે પણ ચેનીંગ ટેટ્મ થોડોક આઉટ ઓફ સાઈટ લાગે છે અને એની સ્ટોરી પણ થોડીક વધુ પડતી ખેંચી હોય તેમ લાગે છે !

પણ એઝ યુઝઅલ , આ બંને’નો બોસ મિ.ડિકિન્સન [ આઈસ ક્યુબ – બરફ’નો ચોસલો 😉 ] મજા પાડી દે છે અને પેલા બે ચાઇનીઝ-આફ્રિકન જોડિયા ભાઈ પણ [ ખરેખર ઓન ધ સિંકક્યા આ બંને અને ક્યા પેલા તીસમારખા’નાં રઘુ અને રાજીવ ! . . . જેટલી ઈઝ’થી આ બંને પરફોર્મ કરતા હતા , તેનું દસ’માં ભાગનું ય પેલા રોડીઝ’નાં રાડકા જજ નહોતા કરી શકયા !જોકે , એન્ડ’ક્રેડિટ્સ ખરેખર મસ્ત ઉર્ફે અલમસ્ત છે ! 21 જમ્પ સ્ટ્રીટ’થી લઈને 2121 જમ્પ સ્ટ્રીટ સુધી પહોંચી ગયા છે 😀

Me :  7.5 / 10Do the same thing as last time. Everyone’s happy.

IMDb : 7.2 / 10 [ 1,76,000 + People ] – by March 2015


Hector and the Search for Happiness , 2014

એક સાઇકાયાટ્રીસ્ટ હતો , હેક્ટર [ Simon Pegg ] – સેટ કેરિયર , ગમતીલી ગર્લફ્રેન્ડ , સોશ્યલ સ્ટેટસ અને ઘણુંબધું . . પણ તેને ક્યાંક ઊંડે ઊંડે એવી ફીલિંગ આવતી હતી કે “હું” કોઈક પ્રકારે ખરો “હું” નથી ! હું સાચે જ ખુશ નથી , મારી જિંદગી અત્યંત રૂટીન છે , ટીડીયસ છે , પ્રીડીક્ટેબલ છે !! અને કદાચ આ બધાથી જ ભાગી છૂટવા તે આ બધું થોડા દિવસો માટે કોરાણે મુકીને પોતાને પણ ખબર ન હોય તેમ અજાણ્યા સ્થળોએ નીકળી પડે છે , શરૂઆત કરે છે ચીન’થી , બાદમાં આફ્રિકા અને ત્યારબાદ ઘણા વર્ષો’ની એક સુષુપ્ત ઈચ્છા’ને પૂરી કરવા લોસ’એન્જલેસ . પણ તેનું મુખ્ય લક્ષ્ય હોય છે કે માણસ’ની ખુશી શેમાં રહેલી હોય છે ? અને વ્યક્તિ’એ ખરેખર શેની પાછળ દોટ મુકવી જોઈએ ? અને એ જ તેને શોધવું હતું , અનુભવવું હતું .

1

તેની સફર દરમ્યાન’નાં નિરીક્ષણ કહો તો નિરીક્ષણ અને અનુભવ કહો તો અનુભવ કૈક આવા હતા . . 1) ખુશી , પૈસા’થી અને ચિક્કાર કામથી મળે છે , કોઈની સાથે વ્યર્થ સરખામણી ટાળવાથી મળે છે . 2) ખુશી , એકસાથે બબ્બે સ્ત્રીઓ’નાં ચાહવાથી મળે છે ( પુરુષ દ્રષ્ટિકોણ – દૈહિક પાસું ! ) 3) ખુશી , ભવિષ્ય’નાં શમણાં ગૂંથવા’માં અને તેને પુરા કરવા મચી પડવામાં મળે છે . 4) ખુશી , દુખ’નો સામનો કરવામાં મળે છે . 5) ખુશી , બધું જ જાણવાનો મોહ ન રાખવામાં મળે છે . 6) ખુશી , તમારા હોવા થકી તમારા સ્વજનો’ની ઉર્ધ્વ’ગતી કે પછી વિકાસ થયો કે નહિ ? તે જાણવામાં મળે છે .

7) ખુશી , પરિવાર અને બાળક’ની આસપાસ નાનકડું વિશ્વ રચવાની 8) ખુશી , અંતરાત્મા’નો અવાજ સાંભળવામાં 9) ખુશી , અજ્ઞાન’માં રાચ્યા કરવાની અથવા તો અંધાધુંધ સાહસ ખેડી નાખવાની ! 10) ખુશી , તમે જેવા છો તેવા સ્વીકાર પામવાની 11) ખુશી , મ્યુઝીક + ફૂડ + પાર્ટી = જલસા કરવાથી , મતલબ કે ક્ષણ’માં મણ મેળવી લેવાની આનંદી વૃતિ’ની 12) ખુશી , ડર’નો સામનો કરવાની અને અધૂરા સ્વપનો’ને નીરખવાની 13) ખુશી , જીવંત હોવાના અહેસાસ’ની , મુક્તિ’ની . . . અને આખરે 14) ખુશી , લોકો’નું દુખ સહાનુભુતિ’થી સાંભળીને તેમને હળવા કરવા’માં . . આ બધા જ ઉતાર ચડાવ અને આઘાત તથા આશ્ચર્ય’નાં સરવાળા સરવાળા સમાન સફર જ એ સંસ્મરણો’ની યાદગાર મૂડી બને છે કે જેમાંથી આખરે હેક્ટર’ને કૈક અમુલ્ય જડે છે કે જે પાસે જ હતું પણ વણસ્પર્શ્યું હતું !!

4

જેટલો રીચ બેકગ્રાઊંડ સ્કોર છે , કન્સેપ્ટ છે , સિનેમેટોગ્રાફી છે , અભિનય અને પાત્રો છે , તેના સંદર્ભે સ્ટોરી થોડી ઢીલી પડે છે ! મતલબ કે તેઓ પાસે યોગ્ય પ્રશ્ન તો છે પણ યોગ્ય ખુલાસો નથી !! વચ્ચે વચ્ચે ક્યાંક ફિલ્મ મૂંઝાઈ જાય છે પણ આખરે મારા ગમતીલા એવા બે કલાકારો સાઈમન પેગ અને રોસ્મંડ પાઈક’ને લીધે મુવી પોતાનો ક્લાસ જાળવી રાખે છે . એકવાર જરૂર જોવા જેવું અને સ્વયં’ને પૂછવા જેવું કે . . . શું હું ખુશ છું ?

3

Me :  7.5 to 8 / 10 < Listening is loving | No more pretending !

IMDb : 6.9 / 10 [ 9,900 + People ] – by March 2015


Obvious Child , 2014

કદાચિત 2014’ની આ એક ખુબ જ અંડર’રેટેડ ગ્રે કોમેડી છે અને માટે જ હર’કોઈને આ મુવી અજાણ્યું લાગી શકે ! તો પહેલે’થી વાત માંડીએ તો . . . ડોના એક બુક’સ્ટોર’માં કામ કરતી હોય છે પણ તેનું મેઈન પેશન અને હથોટી તો તેણીના સ્ટેન્ડ’અપ કોમેડિયન’નાં શોખ’માં અને પ્રવૃત્તિ’માં રહેલી હોય છે ! તેણીની સેન્સ ઓફ હ્યુમર જબરદસ્ત હોય છે અને બીજાની ઉડાડતા પહેલા તે શરૂઆત ખુદ પર જ કરતી હોય છે પણ એક દિવસ અચાનક તેનો બોયફ્રેન્ડ તેને કહે છે કે : બ્રેકઅપ !!!

અને ડોના’ની હાલત જોવા જેવી થાય છે ! પહેલા તો તેની સ્ટેન્ડ’અપ કોમેડી’માંથી પેલું એક્સ-ફેક્ટર નીકળી જાય છે અને તે ફૂલ’ઓન ટલ્લી જ રહ્યા કરે છે અને દિવસરાત આ ઝટકા’માંથી નીચોવાતી રહે છે , તેણીને કઈ કારણ જડતું નથી કે નથી જડતું કાઈ ધ્યેય અથવા વિષયાંતર ! પણ એક રાતે જયારે તે પબ’માં એક સ્ટ્રેન્જર’ને મળે છે ત્યારે તે બંને’ની જોડી જામે છે અને બંને ફૂલ’ઓન ટલ્લી થઈને ફૂલ’ટુ મસ્તી કરે છે , વાનર’વેડા કરે છે અને ધરાઈ જાય એટલા ગાંડા ગદોડે છે !!! [ આ સિક્વન્સ ખરેખર મજાની છે , લોલે-લોલ 🙂 ] પણ તે વન’નાઈટ સ્ટેન્ડ બાદ જયારે ઘણા દિવસો બાદ અચાનક જ એક બીજો ઘટસ્ફોટ થાય છે કે : તેણી પ્રેગ્નેન્ટ હતી o_O આ બાજુ ડોના’ની પેલા ગમતીલા સ્ટ્રેન્જર’ને કહેવાની હિંમત નથી થતી અને બીજી બાજુ બુક’સ્ટોર બંધ થઇ રહ્યો હોય છે અને તે પોતાના માતાપિતા’થી જુદી રહેતી હોય છે અને આ બધામાંથી જ ફૂટે છે , ફ્રસ્ટેશન’નાં ફુવારા . . અને આગળ શું થાય છે ડોના’ની સાથે અને ડોના પોતાની જિંદગી’ની સાથે શું કરે છે ? તે તો તમારે જ જોવું રહ્યું 🙂

ઓલમોસ્ટ આખી મુવી પર એકલપંડે ડોના’નાં પાત્રમાં Jenny Slate છવાયેલી છે ! એક એટલે એક બીટ પર તેણી આઉટ ઓફ સિંક નથી થતી , તે હદે તેણીનું કોમિક ટાઈમિંગ આલાતરીન રહ્યું છે . મુવી’ના માહોલ’માં સેટ થતા થોડી વાર લાગી શકે કારણકે સ્ટેન્ડ’અપ એકટ ઘણો હિસ્સો રોકે છે [ મસ્ત અને ક્રિયેટીવ ] પણ જેમજેમ સ્ટોરી અને તેની અનિશ્ચિતતા આગળ વધતી જાય તેમ તેમ ડોના’નું આ ચક્રમ જેવું ધૂની કેરેક્ટર તમને અગમ્ય રીતે ગમવા લાગશે , એ વાત પાક્કી 🙂 ડોના’ના ડિવોર્સી પેરેન્ટ્સ સાથેના તેણીના અલગ અલગ દ્રશ્યો જુજ છે પણ તેમાં ઘણી જીવંતતા અને ઊંડાણ છે [ જેમકે ; જયારે ડોના પોતાની માં’ને આ વિષે વાત કરે છે , ત્યારનું સુંદર દ્રશ્ય ] કન્સેપ્ટ’વાઈઝ આ મુવી કદાચ જૂની હોઈ શકે [ જુનો & નોક્ડ અપ ] પણ સ્ક્રીપ્ટ’વાઈઝ આ મુવી એકદમ ધાંસુ છે , તેટલી હદે બધાય ડાયલોગ્સ અને વન’લાઈનર્સ ઝક્કાસ છે [ જય અનીલ કપૂર ! ]  ખાસ તો આ મુવી અંત તરફ કૈક નવીન જ સુર છેડે છે પણ મને તે ગમ્યો , તેનું ફીનીશીંગ અને તેનું સેટલ થવું ગમ્યું . . . ખાસ કરીને Jenny Slate’નાં ક્રેકિંગ પરફોર્મન્સ માટે જોવા જેવું એક ઈન્ડી કોમેડી .

Me :  8 / 10I Would love to just murder-suicide them !

IMDb : 6.8 / 10 [ 10,000 + People ] – by March 2015


Fury , 2014

બીજું વિશ્વયુદ્ધ તેના નિર્ણાયક તબક્કામાં છે અને મિત્રદેશો’માનું અમેરિકા હવે જર્મની’ની અંદર સુધી આવી પહોંચ્યું છે , દિનરાત તેઓ વિમાનો અને ટેન્કો’ની મદદ વડે તેઓની રક્ષણાત્મક હરોળ ભેદતા જાય છે અને જેતે પ્રદેશો’નો કબજો લેતા જતા હોય છે , આવા જ એક મિશન દરમ્યાન એક સંવેદનશીલ સ્થળ’નો કબજો લેવા ટેન્કો’ની એક ટુકડી રવાના થાય છે પણ રસ્તામાં જ અણધાર્યા હુમલાઓમાં એક ટેંક ‘ફ્યુરી ‘ને બાદ કરતા બધી જ ટેંક તબાહ થઇ જાય છે અને હવે આગળ’નું મિશન આ એકમાત્ર ટેંક અને તેના પાંચ સૈનિકોને માથે આવી પડે છે . . .

ફ્યુરી એટલે એક ટેંક’ની વાત અને તેમાં સવારી કરતા સૈનિકો’ની વાર્તા ! એવી વાર્તા કે જે પહેલેથી લઈને છેલ્લે સુધી સળંગ નથી , ઓલમોસ્ટ ત્રણ અલગ અલગ એક્ટ’માં આખી મુવી ફેલાઈ છે કે જેમનો મુખ્ય અને નિર્ણાયક એક્ટ તો માત્ર ત્રીજો અને આખરી જ છે ! મતલબ કે પહેલા એકટ’માં ઘટના અને પાત્રો’નું એસ્ટાબ્લીશમેંટ અને બીજા એકટ’માં આ લોકો’નું એક મિશન પૂરું થાય ત્યાર બાદ’નો ઉત્સાહ અને આવનાર મિશન કેવું હશે તેની વ્યગ્રતા અને ઉત્કંઠા !! પણ મુવી’નો ખરો રોમાંચ તો છેક તેના ફાઈનલ એકટ’માં આવે છે જયારે એકબીજાથી તદ્દન ભિન્ન સ્વભાવ અને વિચારો ધરાવતા આ સામાન્ય સૈનિકો દુશ્મન પ્રદેશ’માં સલવાઈ જાય છે અને મરણીયા કરવાના આરે પહોંચે છે ! પણ તે છેક આખરી તબક્કા સુધીની સફર’માં મુવી વચ્ચે લથડીયા ખાતું હોય તેમ લાગે છે , જાણે કે તેમને કૈક કહેવું છે પણ તેઓ વાત લંબાવે જાય છે !

3

યુદ્ધ’ની ભિષણતા અને વણથંભી કત્લે’આમ’ના અદભુત પડઘા’ઓ અને પ્રત્યાઘાતો અહી સુપેરે ઝીલાયા છે અને એ વાત તથા દ્રષ્ટિકોણ અહી એક મૂછો’નાં દોરા ફૂટેલા એક ટાઈપરાઈટર’ની જયારે આ જ ટેંક’માં એક ગન’ઓપરેટર તરીકે પરાણે ભરતી થાય છે , ત્યારે દર્શાવાઈ છે . બીજું એક સુંદર પાસું આ ફિલ્મ’નું એ કે , દ્રશ્યો અને સ્થળો’ની રીતે આ ફિલ્મ ગજબ’ની ઓથેન્ટીકેટ લાગે છે . આ સમગ્ર ભિષણ સંહાર’ની વચ્ચે આસ્તિકતા અને નાસ્તિકતા વચ્ચે પણ એક હળવી ટકકર દર્શાવાઈ છે , કહેવાય છે ને કે યુદ્ધ જ શાંતિ અને ફિલોસોફી’નું જનક છે ! બ્રાડ પીટ એક લીડર અને યુદ્ધ’નો વરવો ભાર વેઠી રહેલા એક સૈનિક તરીકે એકદમ ફીટ બેસે છે જયારે તેની વિપરીત પરિસ્થિતિ’એ હજુ નવાસવા આવી પડેલા છોકરડા તરીકે લોગન લર્મન પણ ગજબ’ની ટક્કર આપે છે , પણ બાકીના પાત્રો થોડાક વિચિત્ર લાગ્યા ! બ્રાડ પીટ અને વર્લ્ડ’વોર મુવીઝ માટે જોવા જેવું , નહિતર નહિ !

4

Me :  7.5 / 10Ideals are peaceful. History is violent.

IMDb : 7.7 / 10 [ 1,77,000 + People ] – by March 2015


Predestination , 2014

દ્રશ્ય 1] ન્યુયોર્ક’માં એક ભેદી બોમ્બરે આતંક મચાવી દિધો હતો અને એક પછી એક આ બોમ્બ’ની વણઝાર’થી સેંકડો લોકો હણાઈ ચુક્યા હતા. દ્રશ્ય 2] એક આવા જ બોમ્બ’ને નિષ્ફળ બનાવવાના નિષ્ફળ પ્રયાસમાં એક એજન્ટ ચહેરે’થી સખત દાઝી જાય છે અને તેને ઘણા મહિનાઓ’ની સઘન સારવાર બાદ એક નવો ચહેરો મળે છે. દ્રષ્ય 3] આ જ એજન્ટ એક બાર’માં એક ટ્રાન્સજેન્ડર’ની [ પહેલા સ્ત્રી (જેન) અને હવે એક પુરુષ (જોન) – ઉપનામ : અનમેરીડ મધર ] દર્દ’થી ઘૂંટાયેલી રોમાંચક ભૂતકાળ વાગોળતી દાસ્તાન સાંભળે છે . . . પછી ? . . . પછી પીઓ લચ્છી 😉 મતલબ કે આ પોઈન્ટ’થી આગળ હું તમને કશું જ નાં કહી શકું . [ અહીંથી રસ્તો બંધ છે , અને ગટર’નાં ઢાંકણા ખુલ્લા છે – હુકમથી ! ]

આ ફિલ્મ’નો મુખ્ય કન્સેપ્ટ , તેની સ્ટોરીલાઈન કે તેને અપાયેલ ટ્વિસ્ટ , પાત્રો , ટાઈમ લુપ અને ઘટતો ઘટનાક્રમ એટલો તો કોમ્પ્લેક્ષ છે કે ઘડીક તો મગજ’નું દહીં થઇ જાય અને આ મુવી પરથી વાતોના વડા થાય તેટલી લાંબી પોસ્ટ બની શકે ! [ જય દહીં વડા 🙂 ] છેક એટલે છેક છેલ્લી પાંચ મિનીટ સુધી તમે તમારી ખુરશી કે આસનીયા (!) પરથી જો ચસકો તો તમારું ચસકી ગયું છે , તેમ સમજવું 😉 પહેલા તો આ એક ટાઈમ’ટ્રાવેલ બેઇઝ્ડ મુવી છે કે જેના પહેલા અડધા ભાગમાં ટાઈમ’ટ્રાવેલ જ નથી આવતી અને છતાયે કહાની એટલી તો ધીમી રાહે ગાળિયો ભીંસે છે કે ઘડીક તો એમ થાય કે , ઓ તેરી ! [ પીકે ઉર્ફે એકે ] અને જયારે ટાઈમ’ટ્રાવેલ શરુ થાય છે ત્યારે જે બઘડાટી બોલે છે કે તમને થાય કે ગયા કામથી ! અહીંયા તમને સ્ટોરી કે સંબંધિત હિંટ્સ એટલા માટે નથી આપતો કે આ મુવી તમે જેટલું અજાણ્યા રહીને જોશો તેટલા જ તમે ચોંકી ઉઠશો !

તમને યાદ છે , પેલી પઝલ કમ જોક ? મરઘી પહેલા આવી કે ઈંડું ? એ જ થીમ આ મુવી’ની છે કે જે 1959’માં આવેલ Robert A. Heinlan‘ની શોર્ટ સ્ટોરી ” All You Zombies “પર આધારિત છે. પણ જો હું ફિલ્મ’ની વાત કરું તો આ મુવી’ની ખરી જીવંત ક્ષણો છેક આખિર’ની 10 મિનીટ છે કે જેમાં ભલભલા’ની ખો ભુલાઈ જાય !!! આવું સિક્રેટ ??? આ જ સિક્રેટ પરથી એક વર્ગ આ ફિલ્મ’ને મોટી ડંફાસ કહી શકે અને બીજો વર્ગ આ મુવીને જીનીયસ કહી શકે ! પણ ખરી વાત એ છે કે શું આ સંભવ છે ? ફરીથી કહું તો , લોજીકલી આ સંભવ છે ??? ફિલ્મ અને ઘટના’ની મુખ્ય હાર્દ સમાન આ ભેદી ઘટના શક્ય છે ?

આ મુખ્ય ઘટના જયારે આરંભ થઇ અને જયારે તેનો પ્રવાહ એવો તો પલટાયો કે તે એક નવા જ આરંભ પર જઈ પહોંચી – તો શું એવું થઇ શકે ? . . . ભૂત / વર્તમાન / ભવિષ્ય એક જ કેમ હોઈ શકે અને છતાયે તેની અસરો જુદી જુદી ? આરંભ , મધ્ય અને અંત એક જ કેમ હોઈ શકે ? [ જેમણે મુવી જોઈ છે તેમને ખ્યાલ આવશે કે હું શું કહી રહ્યો છું. ] આ મુવી તેના ઓવરઓલ ડેવલપમેંટ બદલ મને ખુબ જ ગમી છે પણ અંત વિષે હું હજુયે વિચારું છું કે આવું શક્ય કેમ બને ? તે ક્ષણો દરમ્યાન હું થોડો મૂંઝાયો છું , અટક્યો છું ! બાય ધ વે , બંને મુખ્ય કલાકારો Ethan Hawke અને Sarah Snook‘નો લાજવાબ અભિનય [ ખાસ કરીને એક સ્ત્રી અને પુરુષ’ને બખૂબીથી ઉભારનાર સારાહહેટ્સ ઓફ ] જબ્બર રહસ્ય અને આસપાસ ગૂંથાતી સ્ટોરીલાઈન. મસ્ટ વોચ .

Timeline - Credit : Nuke-vizard.deviantart.com

Timeline – Credit : Nuke-vizard.deviantart.com

Me :  8.5 / 10 < Time , Love & Unmarried Mother !

IMDb : 7.4 / 10 [ 93,000 + People ] – by March 2015


Begin again , 2014

એક હતો મ્યુઝીક પ્રોડ્યુસર , ડેન ( Mark Ruffalo ) . અને તેની શની’ની સાડી સાતી ચાલી રહી હતી , મતલબ કે 1] તેના ડિવોર્સ થઇ ચુક્યા હોય છે , 2] ટીનેજર પુત્રી’થી તેના સંબંધો બસ માત્ર નામના જ રહી ગયા હોય છે , 3] પોતાની કારકિર્દી’ની પથારી ફરી ગઈ હોય છે અને અધૂરામાં પૂરું 4] દારુ પાછળ તે ખુવાર થઇ ગયો હોય છે ! પણ અચાનક એક દિવસ એક પબ’માં તેના કાને એક છોકરી ગ્રેટા’નું ( Keira Knightley ) ગીત પડે છે અને તેની લબુકઝબુક થતી જિંદગીમાં એક શેરડો પથરાય છે , કે . . . આજ તો હતો તે અવાજ , તે ઓરીજ્નાલીટી , એ શબ્દો , નજાકત , ફીલિંગ ! અને એ આદુ ખાઈને પેલી પાછળ પડી જાય છે કે તું મારી સાથે એક આલ્બમ બનાવ ! હવે બને છે એવું કે પેલી પણ તાજેતર’માં હૃદય’ભંગ થયેલી હોય છે o_O એક નિરાશ નવીસવી રાઈટર કમ સિંગર અને એક સાવ ધોવાઈ ગયેલો મ્યુઝીક પ્રોડ્યુસર ! અને તમને તો ખબર જ છે ને કે માઈનસ માઈનસ પ્લસ થાય 🙂

બે મસ્ત મજાના એક્ટર્સ , સિમ્પલ અને સોબર સ્ટોરી’લાઈન , અદભુત અને જીવંત એવું ન્યુ’યોર્ક’નું લાઈવ મ્યુઝીક પ્રોડ્યુસ કરતુ બેકગ્રાઊંડ અને સતત મન’માં છવાઈ જતા અને સાંભળવા ગમતા અદભુત ગીતો [ મારું પ્રિય ગીત રહ્યું : લોસ્ટ સ્ટાર્સ ( આખરે અંત’માં તો ખરેખર અદભુત રહ્યુંAdam Levine’s version ) ] બે નિષ્ફળ લોકો જયારે વાતો કરે છે ત્યારે તેઓ જીવંત થઇ ઉઠે છે ( એવું મારું માનવું છે ! શરત માત્ર એટલી જ કે તેઓમાં કઈક તો અદભુત તત્વ ઉછાળા મારતું હોવું જોઈએ 😉 ) અને અહીંયા તો બંને’નું જીવન સમું પેશન એક જ હતું અને તે હતું , માત્ર મ્યુઝીક અને તે પણ 24 કેરેટ’નું ! તે લોકો મ્યુઝીક બનાવે છે , ગીતો લખે છે અને છેલ્લે તે જ બીટ્સ પર તેને પરફોર્મ કરે છે પણ આ બધું જ તેઓ સૌ’પ્રથમ પોતાને માટે કરે છે , જો ખુદને જ કોઈ ફિલ ન આવતી હોય કે પછી ખુદ જ તેમાં ડૂબી નાં જતા હોય તો પછી સાંભળનાર સુધી આ વાઈબ્સ કેવી રીતે પહોંચે ? અને એ જ આ મુવી’ની ખરી જાન છે , ખરું પ્રાણ’તત્વ છે [ & Pran ! ] કે આ લોકોને ગાતા , નાચતા અને પરફોર્મ કરતા જોઇને ખરેખર આપણને પણ એ ફીલિંગ અનુભવાય છે અને એક તબકકે તમે પણ સાથે ગાવા માંડો કે પછી રૂમ’માં સાંભા કરવા માંડો તો નક્કી નહિ 😉

માર્ક અને કિરા’ની જોડી ખરેખર ઓન ધ રોક્સ લાગે છે [ એમાં પણ જયારે એ બંને પ્લેયર’માંથી મ્યુઝીક શેર કરીને ન્યુ’યોર્ક’ને એક્સ્પ્લોર કરે છે તે સિક્વન્સ ગજબ’ની જીવંત છે ] આમ પણ મને મ્યુઝીકલ ડ્રામા ગમે છે અને આ જ ડિરેક્ટર’નું આ જ થીમ પર અગાઉ આવેલ ” Once (2006) ” તો કે’દાડા’નું વિશ’લીસ્ટ’માં છે ! જોકે મને આ ફિલ્મ’નો એન્ડ થોડો સુષ્ટુ સુષ્ટુ લાગ્યો ! નો ડાઉટ , કે મને હેપ્પી એન્ડીંગ બહુ જ ગમે છે પણ આટલા બધા પણ નહિ !! છતાં પણ આ મુવી માર્ક રફેલો , કિરા અને લાજવાબ ગીતો’ને કારણે તમારા માનસ’પટ પર ઘણા સમય સુધી છવાયેલું રહેશે , એ ગેરેંટી .

b6

Dan: You can tell a lot about a person by what’s on their playlist.

Greta: I know you can. That’s what’s worrying me 🙂

b5

Me :  8 to 8.5 / 10 < Are we all Lost stars ?

IMDb : 7.5 / 10 [ 59,000 + People ] – by March 2015


The Rover , 2014

10 વર્ષ વીતી ગયા ઓસ્ટ્રેલીયા’ને સામાજિક રીતે અને આર્થિક રીતે તબાહ થયે , વેર’વિખેર થયે  . . હવે સર્વત્ર અંધાધુંધી , અફરાતફરી અને સન્નાટા’નો ભેદી માહોલ જ દેખાય છે ! દુર’નાં વેરાન પ્રદેશો’ની આ વાત છે , એરિક [ Guy Pearce ] પોતાની કાર’ને રસ્તા’ની કોરે મુકીને એક બાર’માં જાય છે અને તે દરમ્યાન જ ત્રણ લોકોની એક કાર પલટી ખાઈ જતા તેઓ આ વ્યક્તિ’ની કારને લઈને નાસી જાય છે અને આ કારનામાં’ની જાણ થતા જ એરિક ધૂંધવાઈ જાય છે , થોથવાઈ જાય છે ! અને પેલી પલટી ખાઈ ગયેલી કારને જ જેમતેમ કરીને રસ્તા પર ચડાવીને પેલા લોકોનો પીછો કરે છે , પોતાની ગાડી પાછી મેળવવા ! પણ શું કામ ? તે ગાડીમાં એવું તે શું હોય છે કે જે નિરર્થક એવી દોડ’નો આરંભ કરે છે ? ઉલટાનું હજુ એક કુતુહલ બને છે , જે લોકો ગાડી લઈને નાસી ગયા હતા તેમાંના એક વ્યક્તિ’નો ભાઈ એરિક’ને રસ્તામાં ઘાયલ થયેલો મળે છે કે જે થોડો મંદબુદ્ધિ હોય છે – રે [ Robert Pattinson ] અને તેને લઈને ફરી એરિક તેઓનો પીછો કરે છે કે કદાચ રે’ને આ લોકોનું ભાવી ઠેકાણું ખબર હોય . . .

r1

થકવી નાખે તેવા લાંબા દ્રશ્યો’ની ઘટમાળ છતાં આ મુવીમાં એવું કઈક જકડી રાખનાર તત્વ છે કે ઘડીક તમે થંભી જાઓ કે આગલી ઘડી’એ શું બનશે ?! એક રીતે મુવી પૂરું થયા બાદ તમને લાગે કે સમગ્ર ઘટનાક્રમ ઘણો સરળ હતો પણ જે રીતે પૂરું મુવી આકાર પામ્યું છે અને હરેક દ્રશ્યો’માં ઝીલાયું અને જીવાયું છે , તે રીતે લાગે કે ડિરેક્ટર ખરેખર એ જાણે છે કે તેને શું કહેવું છે અને તે શું બતાવવા માંગે છે ! આ ફિલ્મ એકરીતે તો થ્રિલર-ડ્રામા જ કહેવાય પણ મહતમ દ્રશ્યો’માં એટલું તો જબરદસ્ત ટેન્શન ઉભું થાય છે કે ઘડીક તો તમને લાગે કે એ ગયા !!! ચહેરા’ઓના અકળ હાવભાવ , ગૂંચવાયેલા સંજોગો અને આંખો’નાં એ ખુન્નસ ઘડીક તો તમને ઝકઝોળી નાખશે ! ક્યારેક આ લોકો પર તમને દયા આવશે અને વળતી જ ક્ષણે તેમનામાં રહેલું એ ભયંકર ગુઢ તત્વ તમને દિગ્મૂઢ કરી દેશે !

r2

તે રીતે સમગ્ર ઘટનાક્રમ છેક છેલ્લી મીનીટો સુધી જબરદસ્ત રીતે ઝકડી રાખનારો બન્યો છે અને અદભુત સિનેમેટોગ્રાફી તેમાં એ ભયાવહ માહોલ અને અનિશ્ચિતતા’નો રંગ પૂરે છે . . . Guy Pearce અને Robert Pattinson એ બંને’નો આલાતરીન અભિનય [ ખાસ તો , એક મંદબુદ્ધિ પાત્રમાં Robert Pattinson’એ પોતાનો જીવ નીચોવી દીધો છેહેટ્સ ઓફ ] તે બંને જયારે એક ડોક્ટર’નું ઠેકાણું શોધતા કલીનીક પર પહોંચે છે તે દ્રશ્ય તથા બાદ’ની ઘટમાળ અને જયારે શરૂઆત’માં એરિક એક વિચિત્ર ઘર’માં એક ભેદી સ્ત્રી’ને પોતાની ગાડી અને ત્રણ અજાણ્યા લોકો વિષે પૂછપરછ કરે છે તે દ્રશ્ય , ખરેખર ઝકડી રાખનારા બન્યા છે . તમારી ધીરજ’ની કસોટી કરે તેવું અને આખરે ધીરજ’નાં ફળ મીઠા હોય તે ઉક્તિ’ને સાર્થક કરતુ એક સરપ્રાઈઝ મુવી [ આ જ ડિરેક્ટર’નું હજુ એક મુવી ” એનિમલ કિંગડમ ” પણ વિશ’લીસ્ટ’માં છે . ]

Me :  8 to 8.5 / 10Not everything has to be about something .

IMDb : 6.4 / 10 [ 25,000 + People ] – by March 2015


At last . . . At a glance !


Jack Reacher , 2012

શરૂઆત’ની 15 મિનીટ કદાચિત જોયાને બેએક વર્ષ જેવું થઇ ગયું અને તે’દિવસ’નું આ મુવી મને પોકાર કરતુ હતું 😉 એક થ્રિલર . . પણ જેવી શરૂઆત રહી તેવો જકડી રાખે તેવો અંત ન રહ્યો !

ટોમ ક્રુઝ અને રોસમંડ પાઈક’ની ચાર્મિંગ જોડી’ને કારણે મજા આવી પણ ઓવરઓલ જે રહસ્ય’નું જાળું બંધાયેલું હતું , તેને અનુરૂપ સ્ટોરી અંત’માં લય ન જાળવી શકી !! છતાં પણ ટોમ અને જેરી માટે મતલબ કે , રોસમંડ માટે જોવું જ રહ્યું 🙂

Me :  7 to 7.5 / 10I’m impossible to find.

IMDb : 7 / 10 [ 1,89,000 + People ] – by March 2015


The Impossible , 2012

આ મુવી સત્ય’ઘટનાથી પ્રેરિત છે કે જ્યાં વાત છે એક પરિવાર’ની કે જે થાઇલેન્ડમાં રજાઓ ગાળવા એક બીચ’હાઉસ પર આવે છે અને તે જ અરસામાં (2004) સુનામી ત્રાટકે છે અને પતિ-પત્ની તથા ત્રણ નાના છોકરા’ઓનો આ સુખી પરિવાર પાણીના તાંડવ સામે ફંગોળાય જાય છે ! સૌ અલગ પડી જાય છે અને પછી એ અફરાતફરી’માં અને આઘાત’માં શરુ થાય છે એકબીજાને શોધવાની દુર્ગમ દોડ અને માનસિક પીડા વધે કે શારીરિક પીડા , તેની હરીફાઈ !

અદભુત ફિલ્માંકન , અરેરાટી અને આઘાત’ને ઝીલતા અદભુત હાવભાવ અને અભિનય [ ખાસ કરીને નાઓમી વોટ્સમારી પ્રિય અભિનેત્રીઓ’માની એક ] એક રીતે તો આ મનમોહન દેસાઈ બ્રાંડ’ની ફિલ્મ લાગી શકે પણ અભિનય અને અભિવ્યક્તિ’ઓના ઊંડાણ’માં આ ફિલ્મ મેદાન મારી જાય છે , તેટલી હદે વાસ્તવિક અને આઘાતજનક ચિત્રણ અહી થયું છે .

i3

ખાસ કરીને , માં-દિકરો એકબીજાને સથવારો પૂરો પાડતા અને એકબીજાને આશા તથા હિંમત બંધાવતા જે સફર ખેડે છે , તે દ્રશ્યો કાબીલેદાદ છે . નાઓમી વોટ્સ’નાં અફલાતુન અભિનય માટે ખાસ જોવા જેવું અને અદભુત સિનેમેટોગ્રાફી તો ખરી જ !

i4

~ એક સુંદર સંવાદ ~

Old Woman: Some of those stars have been burnt out for a long, long time. They’re dead, but once they were so bright that their light is still travelling through space. We can still see them.

Thomas: How can you tell which one is dead and which one is not?

Old Woman: No,you can’t , it’s impossible. It”s a beautiful mystery , isn’t it?

Me :  8 / 10Go help people. You’re good at it.

IMDb : 7.6 / 10 [ 1,25,000 + People ] – by March 2015


The Sessions , 2012

વાત છે , નાની વયથી પોલીયો’ને કારણે ગરદન’થી નીચેના સમગ્ર શરીરમાં પેરેલાઈઝડ થયેલ એક વ્યક્તિ’ની , એક કવિ’ની , માર્ક ઓ’બ્રાયન‘ની ! જયારે એક સંસ્થા દ્વારા તેને એક આર્ટીકલ સબબ એક વિષય પર પોતાના અનુભવો જણાવવાનું કહેવાય છે , ત્યારે તે થોડોક ઓઝપાઈ જાય છે , કારણ કે વિષય હતો : ” Sex & Disabled ” . . . નાં ! સેકસ’નું નામ સાંભળીને નહિ પણ તે હજુ સુધી વર્જિન હતો માટે !!

s1

તેણે 38 વર્ષ પુરા કરી લીધા હોય છે , 24 કલાકમાંથી અંદાજે 18 કલાક તેને એક કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપતી મશીન’ની અંદર રહેવું પડતું હોય છે [ Iron lung ] પણ હવે તેને આ દિશામાં એક ડગલું માંડવા’ની ઈચ્છા થાય છે અને તે એક સેકસ સરોગેટ’ની મદદ લે છે અને શરૂઆત’ની ઝીઝક ટાળવા અને આગળ વધવા તેને પ્રોત્સાહન પણ એક પાદરી આપે છે !!

s2

આ વાત હતી , તે સેકસ સરોગેટ’ની સાથેના છ સેશન્સ’ની અને ક્રમિક આવેલા બદલાવ’ની ! [ બંને’માંજિંદગી અને તેને જોવા પરત્વે’નાં દ્રષ્ટિકોણ પ્રત્યે ] કે જ્યાં માત્ર પ્રેમ’ની જ ખુશ્બો હવામાં ફેલાયેલી હોય છે અને સમજણ’નો શ્વાસ લેવાઈ રહ્યો હતો . [ જી હાં , આ એક સત્યઘટના પર આધારિત મુવી છે ] મુખ્ય પાત્ર John Hawkes અને સરોગેટ’નાં પાત્ર’માં Helen Hunt‘નો લાજવાબ અને સંવેદનશીલ અભિનય ! એક અનહદ નાજુક પ્રસંગ અને ઘટનાક્રમ’નું અદભુત ચિત્રણ .

s3

~ એક સુંદર સંવાદ ~

Mark : What happens when people become attached to each other ?

Cheryl : They write poems . they have sex . Mark : & then ?

Cheryl : Nothing or everything . The rest is by negotiation , as it were !

Mark : What do you mean ?

Cheryl : I mean you can leave it at love & attraction , or you can make things complicated . Like most people do .

s4

Me :  8 to 8.5 / 10I believe in a God with a sense of humor.

IMDb : 7.2 / 10 [ 33,000 + People ] – by March 2015