ટૅગ્સ

, , , , , , , , , , , ,

Lots of Gif Images are used in this post . Please be kind & Wait for a while { 2 to 3 minutes }. . . & feel the JOY . . . . . . ENJOY 🙂

અદભુત ફિલ્મોમાં પણ બે પ્રકારની ફિલ્મો હોય છે 1} કે જે આપણને અંતરના ઊંડાણથી વિચારતા કરી દે અને , 2} જે જાજી લપ્પનછપ્પન કર્યા વગર બસ મોજ કરાવી દ્યે . . . અને તમને ખબર જ છે કે આજે આવી જ બે ફિલ્મોની વાતો થશે 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Their Side { Hollywood }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

24} Zero Dark Thirty , 2012

દ્રશ્ય પહેલું :. . . એકદમ કાળી ડીબાંગ સ્ક્રીન . . . અને પાછળ ભયાવહ ચીસો અને . . . મદદની પોકારથી એક ફોન કોલ ગુંજી ઉઠે છે , તે ફોન હોય છે વર્લ્ડ ટ્રેડ સેન્ટરની અંદરથી . . . અદ્દલ તે જ સમયે જયારે ટ્વીન ટાવર્સ ધરાશાઈ થઇ રહ્યા હતા અને અમેરિકનોની સામે જ પોતાના અમેરિકનો મરી રહ્યા હતા . . . થિયેટર સ્ક્રીન પર હજુ કોઈ દ્રશ્ય નથી , પણ જે લોકો પર તે વીત્યું છે , તે હવે આગળના ઘટનાક્રમ માટે સાબદા થઇ જાય છે અને તેમના મનમાં તે લોહીયાળ 9/11 તાજો થઇ જાય છે . દ્રશ્ય પૂરું .

દ્રશ્ય બીજું . બે વર્ષ બાદ . વચ્ચે રાજકારણ કે મૃતકો કે મીડીયાના કોઈ દ્રશ્યો નહિ . . . સીધું જ આપણી નજર અટકે છે , પાકિસ્તાન સ્થિત અમેરિકન કચેરી પર . માયા પર ( જેસિકા ચેસ્ટિયન ) , કે જે એક CIA ટ્રેઈની હોય છે અને તાજેતરમાં જ તેણીની માંગણીથી તેને ફિલ્ડવર્કમાં મુકાઈ હોય છે , અને તે પણ સીધી પાકિસ્તાનમાં !

દ્રશ્ય ત્રીજું : સીધી જ તેણીને એક મોટા હોલમાં લઇ જવાય છે કે જ્યાં એક CIA ઉપરી ‘ ડેન ‘ ( જેસન ક્લાર્ક ) એક શકમંદની પૂછપરછ કરતો હોય છે . . .  એમ જ કહોને કે , ધોકાવતો હોય છે અને એ બહાને ઓકાવતો હોય છે . . . જોઈએ છે એક માહિતી . . એક કડી , , , કે જે અમેરિકન્સને લઇ જાય પાછલા દશકના તેના સૌથી મોટા દુશ્મન એવા ” બિન લાદેન ” તરફ . . . . હજુ તો આ શરૂઆત હતી . 9/11 ને હજુ તો બે જ વર્ષ થયા હતા , છતાં પણ હજુ સુધી તેનું પગલું તો શું પગલાનું નિશાન પણ નહોતું મળતું ! અને CIA’નાં લોકો થાકી ગયા હતા . . . કદાચિત આ સમય તે લોકોનો ધીમો પડવાનો હતો , અને સમય હતો ઉદય થવાનો . . .  એક સુકલકડી અને ભીરુ છોકરીનો . . . કે જેને ખુદને પણ ખબર નહોતી કે . . . . . જે એક શોધ હતી તે કાળક્રમે એક ઝનુન બની જવાની છે !

d

– – – – – – – – – – – – – – – – – – – –

2008માં આવેલ ધાંસુ ” The Hurt Locker “થી કેથરીન બીગેલોએ દર્શકો અને પુરુષપ્રધાન હોલીવુડ ઇન્ડસ્ટ્રીનો તો ઠીક પોતાના ભૂતપૂર્વ પતિનો ( જેમ્સ કેમરોન ) પણ ઓસ્કારની રેસમાં સફાયો બોલાવી દીધો હતો ! અને હવે ફરી તે જ લેખક / નિર્માતા જોડી ( માર્ક બોલ અને કેથરીન બીગેલો ) ત્રાટકી છે . . . સ્પેશિઅલ ઈફેક્ટથી જોજનો દુર એવી વાસ્તવિકતાની પૃષ્ઠભૂમિ પર અને એમાયે અઘરી એવી યુદ્ધની કથા લઈને . . . વાત છે . . . અમેરિકાના એક દશકા સુધી ચાલેલા સૌથી દુષ્કર માનવશિકારનાં ( Bin Laden ) અભિયાનની પાછળ રહેલ ભેજાની .  . . વાત છે , ” માયા “ની .

Kathryn Bigelow

Kathryn Bigelow

જે ઘટનાનું કથાનક પહેલેથી જ ખબર છે , ઉલટાનું જેનો અંત પણ ખ્યાલ જ છે . . . તેના પરથી કેથરીને ઓવારી જાય તેવી થ્રિલર ઉપ્પ્સ . . . ઘટનાત્મક થ્રીલર બનાવી છે ! આ વાત છે . . . મેથડ’ની (રીત ) , પ્રોસેસ’ની ( પ્રક્રિયા ) , આઘાત’ની – પ્રતિઘાત’ની , ઝીણવટ’ની , કંટાળા’ની , ગોટાળા’ની , ધીરજ’ની – રજે’રજ’ની , અને છેલ્લે સફર’ની . . . પણ , મંઝીલ’ની તો હરગીઝ નહિ ( કેમકે , લાદેન પર ત્રાટકવાવાળી વાત તો પોણા ત્રણ કલાક લાંબી ફિલ્મમાં માંડ 20 થી 25 મિનીટ જ છે ! )

સૌપ્રથમ આ ઘટનાની આસપાસ એક એક્શન પેક્ડ ફિલ્મ બનાવવાની વાત હતી , પણ આખરે એક ડોક્યુમેન્ટ્રી કક્ષાની થ્રીલર ઘટનાત્મક ફિલ્મ બનાવાઈ અને જે પ્રમાણે ફિલ્મ શરુ થાય છે ત્યારે તેની ઝડપ અત્યંત ધીમી છે ( ફિલ્મ અંદાજે અઢી’થી પોણા ત્રણ કલાક લાંબી છે અને ખરેખર તમારી ધીરજ’ની કસોટી કરી લે તેવી છે .), પણ ધીમે ધીમે ઘટનાક્રમ અને માયા’નું પાત્ર એ રીતે મંજાય છે કે આખરે તેનો ચળકાટ જ કઈક અનેરો નીવડે છે . અને એ પણ અદભુત બેકગ્રાઉન્ડ સ્કોર સાથે ( Alexander desplat ) . ” હર્ટ લોકર ” બાદ કેથરીન’ની આ ફિલ્મ પણ અગાઉની જેમ જ Character Obsessed ફિલ્મ છે ( એક જ પાત્રની નજરે સમગ્ર ઘટનાક્રમ અને તે જ પાત્રનું સશક્તિકરણ ), કે જેમાં તેણીની કુશળતા કાબીલેદાદ છે .

– – – – – – – – – – – – – – – – – – – –

1 જો માયા’નાં પાત્રની વાત કરીએ તો . . .  સમગ્ર ઘટના લાદેન કરતા માયાની વધુ છે . માત્ર હાઇસ્કુલ ( જી હા , ગ્રેજ્યુએશન પણ નહિ ! ) બાદ તુરંત જ તેણી CIA માં ટ્રેઈની તરીકે જોડાય છે અને થોડા વર્ષો બાદ ( 9/11નાં બે વર્ષ બાદ ) તેની માંગણી પર તેને ફિલ્ડવર્ક સોંપાય છે . અને તે પણ પાકિસ્તાનમાં . . . સૌથી પહેલું કામ તેણીનું એ રહ્યું કે જ્યાં તેને એક શકમંદની પૂછપરછ સાથેનું લાઈવ ટોર્ચર જોવા મળ્યું ❗ ( ફિલ્મમાં ટોર્ચરનાં આ દ્રશ્યો બદલ કેથરીન પર ઘણી પસ્તાળ પડી હતી , પણ છતાયે તેણીએ તે દ્રશ્યો ઘણા જબ્બર ફિલ્માવ્યા છે . )

અને હવે શરુ થાય છે એવી સફર . . . કે જ્યાં તે નવી અને અણઘડ તો હતી જ ( અનુભવ અને વાણીવર્તનમાં ) પણ સાથે સાથે તેનો પનારો પડે છે . . . . નાનામોટા રાજકારણથી ( દેશના અને પોતાની ઓફીસના પણ ), ઘણી પ્રક્રિયાઓમાં ઉપરી અધિકારીઓની અવગણનાથી , વારેવારે મળતી ખોટી માહિતી અને તેને પગેલ સાંપડતી નિષ્ફળતાથી . . . અને સૌથી અગત્યનું કે તેણીએ પોતાની જિંદગીના બહુમુલ્ય એવા જુવાનીના બાર બાર વર્ષો એક દાઢીબાવાની ખોજમાં વિતાવી નાખ્યા . . . પોતાની કોઈ પણ અંગત જિંદગી વિના જ ! માયાના પાત્રએ , આ દશકામાં ડર , આશંકા , થકાવટ , બગાવત , કડવાહટ , મિત્રો બની ગયેલા સહઅધિકારીઓની બદલી / રાજીનામું અને મૃત્યુ , પ્રિય પાત્રનો અભાવ અને આખરે ખુદનું પણ મોતના મુખમાંથી પાછું ફરવું . . . તે તમામે તમામ સંવેદનાઓ / લાગણીઓ / આક્રોશ આબેહુબ ઉપસાવ્યા છે .

5 અને આ અદભુત પાત્ર જીવંત કર્યું છે . . . આલાતરીન એવી ધાંસુ અભિનેત્રી ” જેસિકા ચેસ્ટીયને ” . શરૂઆતના દ્રશ્યોમાંના આંખોમાંના મુગ્ધભાવ , ભય , શંકા , અસમજણ’થી લઈને . . .વર્ષો બાદના થાકોડા / નિષ્ફળતાથી લઈને . . .નાનામાં નાની માહિતી માટે પોતાના ઉપરીઓ સાથે ખુદ્દારી અને ખુમારી સાથે આંખોમાં આંખો નાખીને લડતી ની’ડર’ અને લી’ડર’ એવી ” માયા ” તરીકે . . . . કે જ્યાં તેણીની આંખોના કુંડાળા જ તેના સતત ખંત’નું પ્રમાણપત્ર છે ! તેની યાદોમાં એક જ દુસ્વપ્ન ચાલી રહ્યું છે . . . લાદેન અને અલ-કાયદા ! . . . તેના સાથીઓ પણ તેને ખીજમાં UBL બોલાવવા લાગ્યા છે !

ફિલ્મ કોઈ સંદેશો કે બોધ આપનારી નથી , અને તેને તેમ જોતા પણ નહિ ❗ . . . કારણકે અહી છે નરી વાસ્તવિકતા અને થકાવનારી લાંબી સફર . . . આ તે ઘટના’નાં આઘાત  ( 9/11 ) અને તેના પ્રત્યાઘાત’ની ( પછી છેડાયેલું યુદ્ધ અને તપાસોનો સિલસિલો ) હારમાળા છે . . . એક શિકાર’ની શોધ છે અને શોધ’નો શિકાર છે કે જ્યાં મહતમ સહન શિકારી જ કરી રહ્યો છે !

ફિલ્મના અદભુત દ્રશ્યોમાં . . .

1] ટોર્ચરિંગ વખતે માયા’ની પહેલીવાર હાજરી . . . 2] લાદેન’નાં એક ખાસ માણસ ‘અબુ અહેમદ ‘ની માહિતી માટેનો સંઘર્ષ

3] પાકિસ્તાન’ની એક બજારમાં ખતરનાક ભીડ વચ્ચે એક લીડ ( શકમંદ’ની માહિતીની દોરવણી ) માટેની ભાગદોડ . . . 4] માયા’ના ઘર પરનો હુમલો

5] હોટેલમાં બોમ્બ વિસ્ફોટ 6] લાદેન’ની એક અત્યંત મહત્વની માહિતી મળી હોવા છતાં , ઉપરથી કોઈ પગલાઓ લેવાતા ન હતા ત્યારે માયા તેના બોસ’ની ઓફીસના કાચ પર રોજેરોજ પેન’થી દિવસો લખતી હતી ( કે . .  માહિતી મળ્યે આટલા દિવસો થયા , હવે તો જાગો ) ( અને રીતસર દિવસો વિતતા જાય તેમ ચોક’ને ભાર દઈને લખવાનો અવાજ અને સાથે માયાની મજબૂરી અને દર્દ પણ વધતા જાય  – પરફેક્શન , માય ગોડ ! )

zero-dark-thirty-quotes-13 7] CIA’નાં હેડક્વાર્ટરમાં જયારે એક અધિકારી તેણી’ને પૂછે છે કે તમે બીજું શું કર્યું છે ? ત્યારે તે કહે છે કે . . . બસ , લાદેન . . બીજું કઈ નહિ !

8] જ્યારે બધા જ ઉપરી અધિકારીઓ અંતિમ પ્લાન બનાવવાની તૈયારીમાં હતા , ત્યારે એક સૌથી મોટો અધિકારી પૂછે છે ( કંટાળા અને પરાણે’વાળી લાગણીથી ) કે આ બધી ભાંગજડ અને માથાકૂટ કોણ કરી રહ્યું છે ? અને આ બધું કોણે શોધ્યું છે ? ત્યારે માયા કહે છે : વો નામુરાદ મેં હું ! { ઈંગ્લીશમાં તો આ ડાયલોગ મહાસોલીડ છે અને તેનો અનુવાદ કરવા જઈએ તો તો કેટલાય નાં ભવા ચડી જાય ;)}

Strike 9] અને એ દ્રશ્ય કે જયારે રાતના સાડા બાર વાગે બે સ્ટીલ્થ હેલીકોપ્ટર્સ સીલ કમાન્ડો’ની ટુકડી સાથે ઉડે છે અને લાદેન જ્યાં છુપાયો હોય ત્યાં ત્રાટકે છે . . . મહતમ દ્રશ્ય કમાન્ડોના માથા પર લાગેલા કેમેરા’થી જ ફીલ્મ્વાયેલું છે અને તે પણ 25 મિનીટ લાંબુ { અસલી મિશન પણ અંદાજે 25 મિનીટ’ની આસપાસ જ હતું – માર સુટ્ટીયા 🙂 }

10] જયારે છેલ્લે તે લાદેન’ની લાશની અંતિમ ઓળખાણ કરે છે , ત્યારે માયા’નાં મોઢાના હાવભાવ જોવા જેવા હોય છે { ઓ તારી , આ એ મફતિયો હતો ! ભલા થાય તારી ચમના }

4 11] અને છેલ્લે , જયારે મિશન પૂરું થઇ જાય છે ત્યારે , એક પ્લેન તેને અમેરિકા લઇ જવા આવે છે , ત્યારે તેણી આખરે ભાંગી પડે છે અને રોઈ પડે છે { આઈ શપથ , દ્રશ્ય }

Verdict : 9 / 10 > Theater <

{ એબોટાબાદ’નાં એ ઘરમાં લાદેન છે , તેની સંભાવના . . . અમેરિકાએ જે રાસાયણિક શસ્ત્રો ઈરાક પાસે છે તેવી માહિતીની આધારે કરી હતી અને યુદ્ધ છેડી દીધું હતું . . . તે માહિતીના 10માં ભાગ કરતા પણ ઓછી હતી ❗ }

Any Theater moment ?

બકવાસ ઓડીયન્સ { કે જેમની બુદ્ધિ તેમના ઘૂંટણ’માં હતી } . . . અને સાથે સોલીડ માથું ચડ્યું હતું , અને આખરે મેં માથા પર રેમ્બોની જેમ કફન . . . ઉપ્પ્સ , રૂમાલ મુશ્કેટાટ બાંધીને સરદર્દ હળવું કર્યું !

મારા થીયેટર્સમાં જોયેલા સર્વશ્રેષ્ઠ મુવીઝ્માનું એક .

IMDb : 7.5 / 10 by 1,25,000 + People { by August 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

25} Iron Man 3 , 2013

1 સુપરહિરોમાં પણ સુપરહીરો એવા ત્રણ ધુરંધર એટલે . . . સુપરમેન , બેટમેન અને સ્પાઈડરમેન . . . કે જેમનો ઉગતો સુરજ ઉગી પણ ગયો , મધ્યાહને સોળે કળાએ તપી પણ ગયો અને આથમવામા પણ છે { હાં , ફરી આ ત્રણેયની રીબુટ થાય છે , એમાં ના નહિ } અને ત્યારબાદ વારો આવ્યો તેમના જ સપોર્ટીંગ કાસ્ટ જેવા બીજી હરોળના સુપરહીરોઝ’નો કે જેમનો થીયેટરનાં મોટા પડદે ઉદ્ધાર થવાની ખ્વાહીશનું ઉદઘાટન પણ કર્યું અને ધબધબાટી ભરી એન્ટ્રી પણ પાડી દીધી ” આર્યનમેને ” !!! { બીજી હરોળના સુપરહીરોઝ : કેપ્ટન અમેરિકા , થોર , ડો સ્ટ્રેન્જ , બ્લેક વિડો , ગ્રીન લેંટર્ન , ફ્લેશ}

હલ્ક :mrgreen: અને એક્સ-મેન ધીરે ધીરે લોકપ્રિય થઇ રહ્યા હતા ( જોકે એન્ગ લી’નું હલ્ક મને ધ ઈન્ક્રેડીબલ હલ્ક’ની સરખામણીએ ખુબ જ ગમ્યું હતું , પણ તેને રિવ્યુઝ નબળા મળ્યા હતા ! ) . . . ok , પણ જયારે માર્વેલ’વાળાઓએ PHASE – 1 ની શરૂઆત કરી , ત્યારે તેમને ખુદને પણ ખ્યાલ નહિ હોય કે શરૂઆત કેવી જબ્બર રહેશે . . . શરૂઆત થઇ આયર્નમેન’થી ( 2008 ). . . અને ટોની સ્ટાર્ક / આયર્નમેન તરીકે રોબર્ટ ડાઉની જુ. એ બધાયના સુપડા સાફ કરી નાખ્યા 🙂 ( માર્વેલ ફેઇઝ 1 ના મુવીઝ : ધ ઈન્ક્રેડીબલ હલ્ક – 2008 , આયર્નમેન – 2 – 2010 , થોર – 2011 , કેપ્ટન અમેરિકા – 2011 અને અંતિમ , ધ એવેન્જર્સ – 2012 ) અને હવે શરુ થયો , માર્વેલ’નો PHASE – 2 , કે જેનું પહેલું શ્રીફળ વધેર્યું . . . આયર્નમેન 3 ‘એ ( ફરી ધાંસુ હીટ ! ) { ફેઇઝ 2’ની ફિલ્મો : થોર ધ ડાર્ક વર્લ્ડ , કેપ્ટન અમેરિકા ધ વિન્ટર સોલ્જર , ગાર્ડિયન ઓફ ધ ગેલેક્ષી અને એન્ટમેન . . . . દર વર્ષે માર્વેલવાળાઓ માર્વેલ યુનિવર્સ’ની બે ફિલ્મો રીલીઝ કરશે .}

d સ્ટોરી જોઈએ તો . . . . .  અંતિમ સમયે આયર્નમેને દેખા દીધી હતી , ધ એવેન્જર્સમાં કે જ્યાં કલાયમેક્ષમાં તે વર્મહોલમાં મિસાઈલ લઈને ઘુસી જાય છે અને માંડ માંડ પાછો ફરે છે . . . હવે શરુ થાય છે ભાગ ત્રીજો : તે ભયાનક ઘટના બાદ ટોની’ને હવે રાત્રે નીંદ નથી આવતી . . સતત ભય લાગ્યે રાખે છે ( પોતાના પ્રિય પાત્રને ગુમાવવાનો / પ્રેમિકા – પેપર પોટ્સ ) . . . ઘણી વાર ગભરામણ’નાં હુમલા આવ્યે રાખે છે અને તે અસમંજસમાં મુકાઈ જાય છે . . . રાત દિવસ તે પોતાની લેબમાં કામ જ કર્યે રાખે છે . . . ક્યાય બહાર પણ નથી જતો અને આ બધાની અસર તેના અને પેપર’નાં સંબંધો પર પડે છે . . . બીજી બાજુ એક આતંકવાદી લીડર ” મેન્ડરીન “નો ઉદય થાય છે અને જયારે તેણે કરાવેલા સંખ્યાબંધ વિસ્ફોટોમાં ટોનીનો મિત્ર કમ સેક્રેટરી ઘાયલ થઇ જાય છે ત્યારે ટોની ખુલ્લેઆમ મેન્ડરીન’ને પડકાર ફેંકીને પોતાની સામે લડવાનું કહે છે અને બીજે જ દિવસે જયારે તે અને પેપર તેના ઘરમાં હોય છે ત્યાં જ મિસાઈલો’થી સજ્જ હેલીકોપ્ટર્સ દ્વારા તેના પર હુમલો થાય છે અને બધું જ ભાંગી પડે છે . . . ઘર પણ , સંબંધો પણ અને શાખ પણ . . . અને ક્રમશ: ટોની’ની અંગત અને જાહેર જીવનની વાટ લાગી જાય છે . . . આગળ તો તમે ખુદ જ . . . 🙂

– – – – – – – – – – – – – – – – – – – –

bb બેટમેન’ની જેમ જ આર્યનમેન દેવી શક્તિઓથી રહિત એક સામાન્ય માણસ જ છે કે જે પોતાની પ્રતિભાને જોરે સુપરહીરોનું સ્થાન હાંસિલ કરે છે ( હાં , એ વાત અલગ છે કે ક્રિસ્ટીયન બેલ વગર બેટમેનની કલ્પના કદાચ થઇ શકે , પણ રોબર્ટ ડાઉની જુ. વગર . . . કોઈ સવાલ હી ચ પેદા નહિ હોતા ! ). . . આર્યનમેન 3ની મધ્યસ્થ કથા આર્યનમેન કરતા ટોની’ની આસપાસ વધુ ચકરાવા લ્યે છે . . . અહિયા તેની માનવીય લાગણીઓની અને નબળાઈઓની બાજુ દર્શાવાઈ છે . . . કે જેમાં આર્યનમેન તરીકેની તેની આબરૂનું સરેઆમ ધોવાણ થઇ જાય છે  . . . પોતાનાઓથી દુર , તે એકલો પડી જાય છે ( ટેનેસી શહેરમાં ) . . . અને ફરી પોતાના કાતિલ દિમાગ ( with outstanding sense of humor ) અને મનોબળથી તે ઉભો થાય છે અને રો’ક્કળ’ કર્યા વગર છળ / બળ / કળ થી દુશ્મનો’ની બેન્ડ બજાવી દયે છે . back with a bang ! { જેવી રીતે પહેલા ભાગમાં , તેણે અફઘાનિસ્તાન’ની ગુફામાં જીવલેણ ઈજાઓ સાથે ટાંચા સાધનોની મદદથી માર્ક – 1 સ્યુટ બનાવીને આયર્નમેન’ને જન્મ આપ્યો હતો . . . જયારે અહીંયા ફર્ક માત્ર એટલો જ છે કે ઈજાઓ આંતરિક ઉર્ફે માનસિક છે ! મતલબ કે પોતાની સાથે શું થઇ રહ્યું છે અને પોતાનાઓની સાથે શું થઇ રહ્યું છે , તેની સતત ગડમથલની વચ્ચે .}

જો વિલન’ની વાત કરીએ તો મેન્ડરીન અને એલ્ડ્રીચ કીલીયન નામક મસ્ત નામવાળા વિલન છે , પણ જ્યાં મેન્ડરીન’ની સ્ટોરી એક મસ્ત વળાંક લે છે ( બેન કિંગ્સલે જ તો વળી ! ) , ત્યાં એલ્ડ્રીચ કીલીયન’નું પાત્ર જરા નબળું લાગે છે . . . તેના બદલા પાછળનો કોઈ મોટીવ કે પછી . . . તે શા માટે વિરોધપક્ષમાંથી ચુંટણી લડવા ઉભો થયો 😉 તે કાઈ મજા ન આવી ! પણ પણ પણ . . . આર્યનમેન સીરીઝ હંમેશા ટોની સ્ટાર્ક ઉર્ફે રોબર્ટ ડાઉની જુ. ની જ રહી છે . . . તેને કોઈ વિલન’ની જરૂર નથી . . . તે પોતે જ પોતાની પથારી ફેરવી શકે તેટલો નાદાન અને ઘમંડી છે અને બીજી જ ક્ષણે પોતાને જીનીયસ સાબિત કરતો આલાતરીન મિકેનિક કમ એન્જીનીયર કમ પ્રેમી ( ઉપ્પ્સ પ્રમાણિક પ્રેમી ) કમ સુપરહીરો છે

ટોની સ્ટાર્ક એટલે . . . . સતત દલીલ થકી પોતાની જ તુંબડી ઉંચી રાખતો , દોઢ ડહાપણ’નો ખજાનો , અતિ હોંશિયાર , ચાલાક લોમડી જેવો , દુશ્મનો માટે અતિ લુચ્ચો , એકલવાયો ( પેપર’નાં આગમન પહેલા ) , અતિ ધનવાન નબીરો , ખુબ લફરાઓ કરનારો . . . છોકરી જોયી નથી કે તેની દાઢ સળકી નથી . . . . પણ , પાછો તે જ જયારે પોતાની સેક્રેટરી પેપર પોટ્સમાં પ્રેમમાં પડે છે ત્યારે . . . વફાદારી પૂર્વક એક જ સ્ત્રીને વળગી રહેનારો , ખુલ્લેઆમ પ્રેમિકા સામે પોતાના ભૂતપૂર્વ અફેયર્સ’નો ઈકરાર કરનારો , હૃદયના કોઈક ખૂણેથી ખુબ જ સંવેદનશીલ અને માનવીય , સતત ધ્યાનાકર્ષક અને સમય આવ્યે એક ખુણામાં ચુપચાપ કામ કરનારો , બેલગામ , અકળ ( કે જેણે કોઈ પણ જાતની પૂર્વશરત વિના એવેન્જર્સ’નાં અંતમાં પોતાની જાતને રીતસર હોમી દિધી હતી ) એક સાચો માણસ કે જેમાં -5 v થી +5 v નાં વોલ્ટની રેન્જની જેમ બધા જ ગુણ અને અવગુણ છે .

જે વિચાર્યા વગર પણ વિચારીને બોલી શકે છે અને સાચું પણ કરી બતાવે છેOne of the coolest Superhero till date 🙂

c વુલ્વરીન’ની જેમ ટોની પણ કોઈને થેન્ક્સ નથી કહેતો , પણ અહીંયા તેને ઝૂકવું પડે છે અને તે પણ એક નાનકડા ટાબરિયા આગળ ( Ty Simpkins ) . . . જી હા , અહીંયા એક નાનકડા જીનીયસ સાથે તેની એક નાનકડી વાર્તા પણ ચકરાવા લ્યે છે . ( અને મોટાભાગે તેમાંથી બેટમેન / રોબીન જેવી હિંટ ઉઠતી દેખાય તો આશ્ચર્ય પામવા જેવું નથી ! ) ઓલમોસ્ટ ફિલ્મના દરેક ભાગમાં ટોની કોઈ ને કોઈ સાથે સ્ક્રીન શેર કરે છે અને મોજ પણ કરાવે છે , જેમ કે . . . ટોની & ટાબરિયો , ટોની & પેપર , ટોની & જનરલ રહોડ અને ટોની & જાર્વિસ 🙂

ઓવરઓલ અહીંયા ચાર નવા પાત્રો ઘટનાક્રમમાં પ્રવેશે છે : મેન્ડરીન , એલડ્રીચ કીલીયન , માયા ( રેબેકા હોલ ) અને પેલો ટાબરિયો . . . કે જેમાંથી માત્ર મેન્ડરીન અને ટેણીયા’નું પાત્ર જ મસ્ત વળાંક લે છે . . . રેબેકા હોલ સાવ વેડફાઈ ગઈ છે ! પણ પણ પણ . . .  પેપર પોટ્સ’નું પાત્ર ક્લાયમેક્ષમાં જબ્બર વળાંક લે છે અને આગામી ભાગમાં એક નવા જ કથાબીજને જન્મ પણ આપી શકે છે { અંગત નોંધ : ગ્વેનીથ પેલ્ટ્રો મારી પ્રિયતમ અભિનેત્રીઓમાની એક છે : મસ્ત નોંધ પૂરી 🙂 } .

e

ફિલ્મ દરમ્યાન એક જ પ્રશ્ન અથવા તો નિરાશા ઉભી થઇ કે . . . . . આ ભાગ ધ એવેન્જર્સ પછી આવ્યો , તે મુજબ , પૂરી ફિલ્મ દરમ્યાન એક પણ એવેન્જર અથવા તો કાણીયો નીક ફ્યુરી કેમ કશે નાં દેખાયા

અને આ જોરદાર ભાગ પાછળ ભાગ છે મતલબ કે હાથ છે : ડીરેક્ટર શેન બ્લેક‘નો ( રોબર્ટ ડા જુ. ‘નો તો ખરો જ ) કે જેમની આ બીજી જ ફિલ્મ છે અને પોતાની પહેલી ફિલ્મ પણ તેમણે રોબર્ટ ડાઉની જુનીયર’ની સાથે 2005માં કરેલી ( Kiss kiss bang bang ડાર્ક કોમેડી થ્રીલર – મસ્ત & મસ્ટ ફિલ્મ ) અને તે ઉપરાંત 1990નાં દશકની લેથલ વેપન સીરીઝના પણ તેઓ લેખક હતા .

ફિલ્મના અદભુત દ્રશ્યોમાં . . .

1] ઢગલાબંધ સેન્સર્સ અને નેવીગેશન સિસ્ટમથી સજ્જ ધાંસુ આયર્નમેન સ્યુટ / સ્યુટસ 2] હોલમાં મુકેલું વિશાળ અને વિચિત્ર બની ( સસલું )

3] હેલીકોપ્ટર્સનાં મિસાઈલો વડે દરિયાકિનારેનાં મેન્શન પર એટેક્સ 4] તે જ એટેક દરમ્યાન ટોની’નું પેપર’ને અદભુત રીતે બચાવવું

5] જ્યારે ટેનેસી શહેરના સીમાડે ટોની જઈ પડે છે અને ત્યારબાદ પોતાના જ સ્યુટ’ને માંડ માંડ ઘસડીને શહેર સુધી લઇ જાય છે 6]  ટેનેસી શહેરમાં ટેણીયા સાથેની મોજ મસ્તી અને માથાકૂટ !

b 7] દુશ્મનો’નાં અડ્ડામાં જયારે તે નિશસ્ત્ર મતલબ કે સ્યુટ વિના જ બંધાયેલી હાલતમાં તેઓને ચેલેન્જ કરે છે , અને પછી . . . 8] પ્રેસિડેન્ટ’નાં એરફોર્સ વન પ્લેનમાં જયારે આકાશની મધ્યે વિસ્ફોટ થાય છે , ત્યારે જે રીતે તે એક પછી એક લોકોને બચાવે છે , તે તો . . વાત જ જવા દ્યો . . માર સુટ્યા ❗

અને આખરે 9] ફિલ્મનો ક્લાયમેક્ષ : હાઉસ પાર્ટી પ્રોટોકોલ – જબ્બરદસ્તત્તત્ત્તત્ત .

અને આખરે એ સવાલનો જવાબ મળે છે કે : Does the suit make man or the man made the suit ?

Verdict : 8 / 10 > Theater <

Tony Stark : you know it’s times like these when i realize what a superhero i am ! 🙂 . . . Enjoy the greatest period of SUPERHEROES 🙂

Any Theater moment ?

ફરીવાર માથાની બેન્ડ વાગી ગઈ હતી અને . . . અંદર અને બહાર ઘમસાણ ચાલી રહ્યું હતું . . . આ વખતે બાલ્કની’માં જગ્યા ગ્રહણ કરાઈ હતી અને વાહિયાત ઓડીયન્સનો ત્રાસ નહોતો 🙂

IMDb : 7.6 / 10 by  2,14,000 + People { by August 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Winner : Zero dark thirty    Pleasant watch : Iron man 3

Looser : – –

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

} Thor : The Dark world , 2013 ( 2nd new Trailer – updated lately )

} The Secret life of Walter mitty , 2013 ( Awesome one . . . )

The secret life of walter mitty

} Ender’s Game , 2013 ( 1st full fledged trailer )

Advertisements