ટૅગ્સ
Bollywood, Gangoobai, Kai po che, Making of Kai po che, Monthly Reviews, old Chashme Buddoor, Special chabis, Trailer of Lootere
Good bye for Two Months ! + ! = !!
ક્યારેક તમારે તો ક્યારેક મારે . . . અટકવું જ પડે છે , પરાણે અથવા તો પ્રેમથી . . . કામ સબબ અથવા તો કંટાળ્યા હોય માટે ! . . . વિરામ હોય અથવા તો રામ રામ હોય !! . . . માટે , ઉપરોક્ત કારણોમાંથી કોઈ એકને કારણે , મુજ ‘નિજ’ને પણ વિરામ લેવો પડી રહ્યો છે , આ અદભુત અને મોજથી ભરપુર બ્લોગીંગમાંથી 😦 . . . અંદાજે બે – અઢી મહિના સુધી હું નિષ્ક્રિય રહીશ , હા તે દરમિયાન પુસ્તકો અને મુવીઝમાંથી પસાર થવાનું રહેશે જ . . . પણ , બ્લોગીંગ નહિ થઇ શકે 😦 . . . પણ જતા જતા , એક લાંબી લચક અને ચિત્ર અને વિચિત્ર [ GIF images ]થી ભરપુર , આ મનભાવન પોસ્ટ ખાસ તમારે માટે 🙂 . . . હાં , જો મેળ પડશે , તો ફિલ્મોના ટ્રેઇલર્સ જેવી હાથવગી પોસ્ટ જરૂર મુકીશ 🙂
Our Side { Bollywood } :
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
1} Special Chabbis , 2013
સર્વે વાચકમંડળને ખ્યાલ જ હશે કે કથાવસ્તુ અને સાચી વસ્તુ શું છે 😉 . . . ફિલ્મની શરૂઆતની જ 15 થી 20 મિનીટ જ બઘબઘાટી , ધબધબાટી અને અરેરાટી મચાવવા પુરતી છે 🙂 . . . ફિલ્મના કેટલાક દ્રશ્યોમાં તે ક્ષણો દર્શકોના દિમાગમાં સજ્જડ બેસી ગઈ અને એક જ અવાજ ગુંજી ઉઠ્યો . . . . અસલી પાવર દિલ મેં હોતી હૈ !!! [ હવે હું મારો મોબાઈલ મારા દિલથી ચાર્જ કરીશ 😀 ] . . . ઘણા દિવસે આપણી બોલીવુડ ફિલ્મોમાં અદભુત ઓપનીંગ સિક્વન્સ જોઈ 🙂 . . એ દ્રશ્યોમાં ખરેખર , દર્શકોને મોજ પડી ગઈ અને તેનો જવાબ તેમણે સીટી મારીને આપ્યો અને ચીસાચીસ કરીને પણ 🙂 🙂 [ અને , મેં લુચ્ચું હસીને ❗ ]
મૂળ કથાવસ્તુ . . . 1987માં થયેલ મુંબઈના ઓપેરા હાઉસ પર ધોળે દહાડે પડેલી નકલી CID ની રેઇડ પર આધારિત છે અને કદાચિત તેઓ હજી સુધી પકડાયા પણ નથી ! . . . અને તે જ દિલધડક કવાયત પર બની છે , આશરે પાંચ વર્ષનાં વિરામ બાદ , ” અ વેનસ્ડે ” નાં દિગ્દર્શક , નીરજ પાંડે તરફથી આ મોજે-દરિયા ફિલ્મ 🙂 . . . ફિલ્મની કાસ્ટના ત્રણ અનમોલ રતન છે . . . અક્ષય , અનુપમ ખેર અને મનોજ બાજપાઈ . . . અક્ષય કુમારનું પોતાનું એક ઓડીયન્સ છે , ક્યારેક હું પણ તેમાં સામેલ હતો ! + ! = !! . . . પણ, સતત ઉટ અને પટાંગ પ્રકારની ફિલ્મો દ્વારા તે મને ખોઈ બેસ્યો 😉 . . . અને મનોજ તો જાણે વાસેપુરથી રીચાર્જ થઈને જ આવ્યો છે 😉 . . . પણ પણ , આ ફિલ્મમાં સૌથી વધુ મોજ જો મારા મતે કોઈએ પાડી હોય તો તે છે . . . પમ પમ . . ” અનુપમ ખેર ” સાહેબે 🙂
તેમના ચહેરાના હાવભાવની કક્ષા તો તમે જોઈ જ હશે કે જયારે તે CID ઓફિસર હોય છે ત્યારથી લઈને જયારે તે એક સામાન્ય લલ્લુ – પંજુ ગૃહસ્થ હોય છે , ત્યાં સુધી 🙂 . . . આટલા અદ્ભુત હાવભાવ થોડાક જ કલાકાર દેખાડી શક્યા છે , બોલીવુડમાંથી . . . [ , એમાં ગોવિંદા પણ આવી જાય હો 🙂 ] . . . બોલીવુડ તરફથી હંમેશા આવી ઉંદર બિલાડી ટાઈપ ચોર પુલીસની , ચબરાક લુંટ-કથાની [ Smart Heist movies ] કમી રહી છે 😦 . . . કે જે અહી મહદઅંશે પૂરી થઇ છે [ ધૂમ , સીરીઝ તો એક નંબરનો ડબ્બો હતી 🙂 – શુધ્ધ સોરઠી ભાષામાં એને ફીશ્યારી કહેવાય 😉 , સજ્જન લોકોએ બંટી – બબલીનું નામ પણ ન લેવું 😉 ]
હકીકતે , સ્પેશિઅલ છ્બ્બીસ . . શુધ્ધ Thriller નહિ , પણ [ Thriller +Drama + Entertainment ] નું મસ્ત કોકટેઈલ કહી શકાય 🙂 પાવરફુલ એન્ટ્રી . . . સોલીડ બેકગ્રાઉન્ડ મ્યુઝીક . . . દર પંદરથી વીસ મીનીટે ચોંકવાની મજા . . . સાઈડમાં ચાલતો , સોફ્ટ પ્રેમ – મુહબ્બતનો ટ્રેક [ જેઠાલાલની ભાષામાં કહીએ તો , રોમાનસ્ટીક 😀 ] . . . 80નાં દશકાનું વાયરોનાં ગૂંચળાથી ભેરવાયેલું ભારત [ મતલબ કે , Urgencyથી મુક્ત એવું મોબાઈલ અને કોમ્પ્યુટર વિહીન એવું BSNLનાં ભૂંગળાઓનું જગત 😆 ] . . . એ જ દિલ્હી / કોલકત્તા/ પટના / ચંદીગઢની ખાલી અને ખમ ગલીઓ અને પહોળા રસ્તાઓ . . . કનોટ પેલેસ તથા ખરબચડા અને ઉજ્જડ એરપોર્ટનો નજારો . . . દરેકે દરેક દ્રશ્યોનું એ ભરાવદારપણું , મતલબ કે દરેક દ્રશ્યને એકદમ વાસ્તવિક બનાવવા , તેની પાછળની હર એ વસ્તુઓને હાજર રાખવી કે જેના થકી , તે જ જુનો અને જાણીતો માહોલ તાદ્રશ થાય . . .
નાની નાની અને મીઠડી ક્ષણો . . કે જેમાં ” રાજેશ શર્મા – પેલો લવ શવ વાળો ટીટુ ” , સવારના પહોરમાં નીચે જમીન પર સુતા દસ બાર જણાંને ઠેકતો ઠેકતો , તેની બા ‘ને પગે લાગીને બીજાને ચૂનો ચોપડવા જાય છે . . . કે પછી , ચોથો ઠગ [ કિશોર કદમ ] , ઘરે નવરો પડ્યો નથી કે , બૈરી કામ લઈને હાજીર 🙂 કે પછી , જાડા અને ઘોઘરા અવાજવાળી ” કાજલ અગ્રવાલ ” 🙂
અને અને અને , કે.કે , કીર્તિ સાગઠીયા , અમન ત્રિખા અને એમ.એમ.કરીમનાં અવાજમાં ગવાયેલા . . . કાનથી લઈને હૃદય સુધી પહોંચી ગયેલા મસ્ત ઢાળવાળા ગીતો [ હાં , ગીતો ન નાખ્યા હોત તો ચાલેત . . . પણ , એટલી જ ટીકીટમાં ગીત જોવાઈ જાય તો વાંધો શું 😉 ]
અને , મારફાડ સંવાદો તો ખરા જ 😀
1} અસલી કામ તો યે લોગ કરતે હૈ , સરજી 😉 – જીમી અને દિવ્યા દત્તા [ એ પણ પાછું , દિવ્યા દત્તાના અવાજમાં 🙂 ] 2} હમારે ઝમાનેમે TV નહિ થા , ના ❗ – અનુપમની ખેર નથી 😉 3} અને , પાવર મેનેજમેન્ટવાળો , પેલો ડાયલોગ તો ચર્ચાય ગયો જ 😀
ક્યાં જોયું અને કેમ ? : બાહિરે , Special ” Galaxy ” / નીરજ પાંડે + અક્ષય + અનુપમ = અનુપમ
Any Theater Moment ? : બસ બધા મોજમાં હતા અને સીટીઓ મારતા હતા . . અને મને સીટી ન વગાડી શકવાનો અફસોસ હતો !
Verdict : 😦 < 😐 < 🙂 < 😎 < [ 😀 ] < 😆
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
2} Gangoobai , 2013
હજી તો લગ્નને એક વર્ષ પણ નહોતું થયું અને ગંગુનો પતિ , પતી ગયો 😦 . . . તે દહાડાની તે શરુ થઇ હતી . . . તે હવે સીનીયર સીટીઝન થઇ ગઈ ત્યાં સુધી , બસ . . . કેટલાય ઘરોના વૈતરા કરી કરીને . . . માથેરાનના રેલ્વે સ્ટેશને સામાન ઉપાડીને . . . ઉનાળામાં રસ્તા પર સરબત વેંચીને। . . જિંદગીરૂપી ઘડિયાળની રેતી ઓછી કર્યે જતી હતી 😦 . . . કુદરતે જેમ દારુણ ગરીબી અને અકાળે વૈધવ્ય આપીને ગંગુની મશ્કરી કરી , એમ ગંગુએ પણ સામે વિધાતાની મશ્કરી કરવા . . . જિંદગી સામે એક ફરિયાદ સુધ્ધા ન કરી . . બસ તેણી ભલી અને તેનું કામ ભલું . . . ઈમાનદારી અને કરુણા તો જાણે ગળથુંથીમાં જ તેને ડબલ ડોઝ પાયો હોય તેવી મળી હતી . . . સારાયે દિવસની તનતોડ અને મુખ્યત : અંતવિહીન મહેનતને અંતે , એકમાત્ર સખી ” માલણ “ની સાથે થોડી પેટ છૂટી વાતો અને નાનકડી રૂમમાં પડેલી એકમાત્ર ખાટલી પર સામેની બારીમાંથી દેખાતા નઝારાને જોતા જોતા ક્યારે નિંદ્રા આવે ને વહેલું પડે સવાર ❗ . . ને વળી પાછો એ જ ક્રમ શરુ . . . જિંદગી જાણે થાકતી જ નહોતી !
હવે ઠેક , તેણી જીવનના આખરી ઉંબરે ઉભી હતી , અને . . . . . એક દિવસ શેઠની છોકરીને પારસીઓની એક અદભુત કલાકારીગરી અને ગુંથણવાળી ” ગારા ” સાડી પહેરેલી જોઈ અને , મગજમાં ધુનતાનાના થઇ ગયું . . . અરે આ શું ? આવો જાદુ ભગવાને કોના હાથમાં આપ્યો છે ? અને જાણે ક્યાથી આવીને , આ સાડી ગંગુબાઈનું દલડું ચીરી ગઈ 🙂 . . . મારો મરદ તો ખુશીઓ વિના મરી ગયો , પણ હું નહિ મરું ❗ બસ આજ એ સાડી છે કે જે હું પહેરીશ . . ભલે પછી મારી આખી જિંદગીની બચત સાફ થઇ જાય . . . સાડી હતી માત્ર 45000 રૂ ની ❗ ગંગુ દોડી ઘરે અને પેટી – પટારા , જે કાઈ હતું તે બધું વીંખી નાખ્યું અને નીકળ્યા , માત્ર પાંચેક હજાર 😦
અને , તે માત્ર મળે છે , મુંબઈના ” આદ્રા ડિઝાઈનર હાઉસ “માં ! . . . અને તે પણ 45000 માં !! . . . અને શરુ થાય છે , તનતોડ મહેનત . . . અને ભેગા થાય છે , પચ્ચીસ હજાર . . અને થોડા સમયમાં જ તે રૂપિયા બમણા કરવા , તેણી તે પૈસા ઘોડાની રેસમાં લગાડે છે અને ઉલટાનું 20000 રૂ હારી બેસે છે 😦
ફરી શરુ થાય છે , ચાર ચાર વર્ષનો તનતોડ અને દિશાવિહીન ઢસરડો . . અને , ભેગા થાય છે , 50,000 રૂ. , અને , હવે આખી જિંદગીની કમાણી લઈને તે મુંબઈનો રસ્તો પકડે છે . . કે , અત્યાર સુધીમાં તો તેણીએ “માથેરાન” બહાર કદી પગ પણ નહોતો મુક્યો અને હવે શરુ થાય છે , મુંબઈ તરફની મેરેથોન દોડ . . પોતાનું એકમાત્ર તોતિંગ સ્વપ્ન પૂરું કરવા !
એકેએક દ્રશ્યમાં , ” સરિતા જોશી “નો અદભુત અભિનય . . માત્રને માત્ર હાવભાવથી પણ સામેવાળાને ચલિત અને દ્રવિત કરી મુકવાની અદભુત કુશળતા . . . ગંગુનાં સરળ અને મોહક અસ્તિત્વથી , મુંબઈગરોના નીરસ અને ઉતાવળા . . કઈક અંશે સ્વાર્થી અને ખરબચડા બની ગયેલા સંબંધોમાં અદભુત જીવન ફૂંકાય છે 🙂 . . . ધીમે ધીમે તે સૌને પોતાના કરવાના અણજાણ્યા મિશન પર લાગી જાય છે અને નિષ્પ્રાણ બની રહેલા સંબંધોમાં અમૃત રેડે છે . . .
સાથે સાથે , વામન – આદ્રાનો એકાઉન્ટન્ટ [ પૂરબ કોહલી ] અને મોનીશા – આદ્રાની મુખ્ય મોડેલ [ નિધિ સુનીલ – કિંગફિશરની મોડેલ . . . કોને સારાભાઇ વાળી ચુલબુલી મોનીશા યાદ આવી ગઈ 😉 ] ની ખરબચડી અને સ્વીટ સ્વીટ લવ સ્ટોરી પણ પાંગરે છે . . . અને , તેને પણ દિશા દેખાડે છે , ગંગુ . . ઉપ્પ્સ ગંગુબાઈ ;). . . પણ આ બધામાં ગંગુબાઈની પેલી ” ગારા ” સાડીનું શું થયું ? શું તેની જિંદગીનું એકમાત્ર સ્વપ્ન પૂરું થાય છે કે પછી કિનારે આવીને હુડ્કું ડૂબી જાય છે ?? . . એ માટે તો તમારે , જાતે જ જોવું રહ્યું . . . NFDC દ્વારા નિર્માણાધીન [ NFDC , હવે ધીમે ધીમે મોજ પાડી રહી છે ! ] અને મહિલા દિગ્દર્શિકા , પ્રિયા ક્રિષ્નાસ્વામી દ્વારા બનેલી એકમાત્ર માયાળુ બાઈ . . . ગંગુબાઈ 🙂 . . અગ . . બાઈ 😀
શરુ શરૂમાં , આ ફિલ્મ પણ દરેક સ્ટારકાસ્ટ વિહીન ફિલ્મોની જેમ જ શરુ જ થઇ શકી નહોતી ! . . . પણ , આખેર ત્રણ વર્ષોના અથાગ પરિશ્રમ બાદ , NFDCની મંજુરી મળ્યા બાદ . . અને તે પણ અગાઉના બજેટ કરતા ત્રીજા ભાગમાં તેને બનાવવાની મંજુરી મળી . . . [ અંદાજે દોઢ થી બે કરોડમાં જ ! ] અને , તેને સૌ પ્રથમ મુંબઈ ફિલ્મ ફેસ્ટીવલમાં દર્શાવાઈ અને , ગંગુબાઈએ ખરેખર ગુણવત્તાનાં આગ્રહી દર્શકોને મોજ પાડી દીધી અને છાતીને ભેદતી તે સીધી હૃદયને અડી ગઈ 🙂 . . . ત્યારે , દિગ્દર્શિકા ” પ્રિયા ક્રિષ્નાસ્વામી “એ કહયું કે તેણી આ ફિલ્મ ખાસ કરીને ભારતના સીનીયર સીટીઝન અને પોતાની પ્યારી અને માયાળુ દાદીને અર્પણ કરે છે કારણકે ફિલ્મની પ્રેરણા તેઓએ જ આપી છે .
” ગંગુબાઈ “ની યાત્રામાં તમને રુદનની એવી પરાકાષ્ઠા પણ જોવા મળશે કે જ્યાં તેનું ડૂસકું પણ નહિ સંભળાય [ જેટલો મોટો ફટકો , તેટલું જ મૂંગું રુદન 😦 ] અને કોઈ ઋષિઓએ સેંકડો વર્ષોની તપસ્યા બાદ મળેલ , સિદ્ધિ જેવી ગંગુની સાહજીકતા , ત્યાગ અને વૈરાગ્ય પણ મળશે . . . લટકામાં , સ્પાઈડરમેન ફિલ્મ જેવી અપસાઈડ – ડાઉનસાઈડ ” કિસ ” પણ જોવા મળશે 🙂 . . . ફિલ્મ , એટલી તો હળવી અને સાહજિક છે . . જેવી કે ઉનાળામાં અગાશીએ સુતા હોઈએ અને હવાની લહેરખીઓ આપણી લટને એની સાથે જ ઉડાડી જવા મથતી હોય 🙂 . . To BUY Online : [ Flipkart Link ]
ફિલ્મના અદભુત સંવાદમાં . . .
પૌધો [ છોડવાઓ ] કો પતા હૈ , કહા મુડના હૈ . . . વો અપની રોશની ખુદ હી ઢુંઢ લેંગે , હમારા કામ હૈ ખાલી . . . પાની ડાલના . . જ્યાદા યા કમ 🙂
ક્યાં જોયું અને કેમ ? : અમે ભાઈમાણા , બીજે ક્યાં જઈએ . . . ઘરે 🙂 / અભિનયની લેડી અમિતાભ = સરિતા જોશી 🙂 + NFDC
Verdict : 😦 < 😐 < 🙂 < 😎 < 😀 < [ 😆 ]
સારું / હકારત્મક ,માણસ એક એવી ચેપી બીમારીનો રોગી છે કે જે આજે નહિ તો કાલે તમને ય સકંજામાં લઇ લેશે 🙂 અને , તમે પણ હકારાત્મકતા રૂપી હાક-છી કરવા માંડશો 😀
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
3} Kai po che! , 2013
ઓકે , હવે એ તો બધાને ખબર જ છે કે આ ફિલ્મ ચેતન ભગતની ત્રણ ભૂલો પરથી બની છે 😉 . . . તો , ચેતન અને તેમની અચેતન મન પર ચેતના પાડતી વાતો પછી કરીએ અને પહેલા , શરુ કરીએ કાઈ પો “ચે” . . . ઉપ્સ , ” કાઈ પો છે ” ને ઢીલ દેવાની વાતો 🙂 મૂળત: ચેતન ભગતની નોવેલ અને સરવાળે અભિષેક કપૂર દિગ્દર્શિત આ ફિલ્મ વણી લે છે , યુવાન ભારતની અને ક્રમશ : તેમાં જીવતા જુવાનીયાઓની એવી વાતો કે જ્યાં અત્ર તત્ર સર્વત્ર જોવા મળે છે . . . વિરોધાભાસ કે સંઘર્ષ . . . તેમના સપનાઓ જીવવાનો અને તેને પુરા કરવાનો ! . . . સંઘર્ષ , નાની નાની કે મોટી બાબતોમાં કે . . . વિચારધારાઓમાં અથવા તો લોંગટર્મ કે શોર્ટટર્મ સંબંધોમાં . . અથવા તો રૂઢિગત બાબતોમાં કે તેની સામે પાડીને તેને શીંગડા ભરાવવામાં . . .
ફિલ્મના ત્રણેય મુખ્ય પાત્રોમાં , એ જ સંઘર્ષ ઝીલાય છે પછી એ પૈસા બનાવવાની સામાન્ય ગુજરાતી માનસિકતા અને સામાન્ય છતાં અસમાન્ય જિંદગી જીવવામાં હોય [ ગોવિંદ – રાજકુમાર યાદવ ] કે પછી સામા પૂરે તરીને તોફાની વાવાઝોડાઓમાં એક નાજુક સપનું ઉછેરવાનું ઝનુન હોય [ ઇશાન – સુશાંતસિંહ રાજપૂત ] , કે પછી હવા જ્યાં લઇ જશે કે નદીનું વહેણ જે દિશામાં તાણશે , તેનાથી અજાણ એવા મિત્રોને જ ભરોસે મુકાયું હોય તેવું ભોળપણ હોય [ ઓમી – અમિત સાધ ] . . .
કે પછી સંઘર્ષ હોય . . . . શૈક્ષણીક ક્ષેત્રે સેઈફ કારકિર્દી બનાવવાનો કે સંઘર્ષમઢેલી રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવાનો ? . . . કે , રોજબરોજની વ્યવહારિકતા જાળવવાનો કે આદર્શોથી મઢેલા સિદ્ધાંતોની કેડીએ ચાલવાનો ? . . . કે પછી હળવો અને નાજુક, ગોવિંદનાં ગણિત અને વિદ્યાનાં બાયોલોજીનો સંઘર્ષ હોય 😉
ફિલ્મની કથાવસ્તુ ,આપણને એ માટે પોતીકી લાગશે કે . . . અહીંયા વાત થાય છે , ભારતના રોજબરોજના ચર્ચાતા એ ત્રણ મુદ્દાઓની . . . ક્રિકેટ , ધર્મ , પૈસો . . . અને તેની સાથે વણાયેલા ત્રણ બીજા જીવાદોરી જેવા . . . પ્રેમ , દોસ્તી અને સંબંધોની [ વિસ્તરતા જતા અને ક્યારેક નવું જ નામ પામતા ] ! સંઘર્ષની સાથે સાથે , 19મી સદીથી 20મી સદી તરફ જતો એ ગાળો પણ છે કે જ્યાં ઉદય થઇ રહ્યો છે , ખુદ ” ઉદય “નો . . . નવા અને પ્રાદેશિક રાજકીય પક્ષોનો ઉદય / નવી નેતાગીરીનો ઉદય / ઉદારીકરણનો ઉદય / ભારતનાં રાજકારણમાં ગુજરાતનો ઉદય / ક્રિકેટજગતમાં ભારતનો ઉદય / મોબાઈલ કોમ્યુનીકેશનનો ઉદય / મોલ કલ્ચરનો ઉદય . . . અને છેલ્લે , આ બધાનું સમીકરણ ઊંધું વાળી દેતી કુદરતી આફતોનો ઉદય . . . અને લટકામાં , તેમાં વધારો કરતી . . માનવીય ભૂલોનો ઉદય ❗ [ સારું છે , અહીંયા ઉદય ચોપડા નથી 😀 ]
અને આ કોલાહલમાં શ્વસે છે , ત્રણ જીગરજાન મિત્રો અને તેમની અતુટ દોસ્તી . . . ત્રણેય દોસ્તો એકબીજાના પુરક છે , કે જ્યાં ઇશાન ઝનૂની અને સ્વપ્નદ્રષ્ટા છે , ત્યાં ગોવિંદ ગણતરીબાજ ( છતાં પણ , સજ્જન ! ) , ઊંચા લક્ષ્યાંકવાળો અને બધાથી આગળ નીકળી જવામાં માને છે અને આ બંનેથી વિપરીત , મિત્રોને જ પોતાની દુનિયા માનતો ભોળોભટ્ટ અને આસાનીથી દોરવાઈ જતો ઓમકાર ( ઓમી ) છે . . . અને , ત્રણેયના મિશ્રણસમું સાહસ ખેડાય છે , એ દુકાન સ્વરૂપે કે જે એક રમતગમતનાં સાધનો વેંચતી જગ્યા પણ હોય છે અને ક્રિકેટનું પ્રશિક્ષણ આપતી એકેડમી પણ . . . અને બાકીના સમયમાં , ટ્યુશન કલાસીસ પણ !!!
ધીમે ધીમે જિંદગી ઘટતી જાય છે અને સપનાઓ વધતા જાય છે . . બધું જ સરખું થવા લાગતું હોય છે , ત્યાં જ . . . . શરુ થાય છે , જિંદગીની ઈનીંગ !!! કે જે , તમારે જ જોવી રહી 🙂
ઇશાનનું પાત્ર ભજવતા , પહેલા જ બોલમાં છક્કો માર્યો છે , સુશાંતસિંહ રાજપૂતે . . . તેની આંખોમાં એ ઝનુનની . . એ ઘેલછાની તરસ દેખાય છે . . . અને , તેનું નામ પણ જાણે એ રીતે જ રખાયું છે . . . ” ઇશાન ” ખૂણેથી વહેતો પવન 🙂 . . . . ગોવિંદનું પાત્ર ભજવતા રાજકુમાર યાદવ તો રંગભૂમિનો એક્કો છે અને જે રીતે તેણે એક સામાન્ય ગુજરાતી યુવકને ઉપસાવ્યો છે . . વાત જ જવા દ્યો [ તેણે પહેરેલા સાદા શર્ટ , તો જાણે તેના માટે જ સ્વર્ગમાંથી ઉતર્યા છે 🙂 ]
અને , આ બધામાં બાજી મારી જાય છે . . આંખોથી જ જાણે અભિનય કરવાનું નક્કી કરી લીધું હોય તેવો . . . આંખનું મટકું પણ ન મારતો , અમિત સાધ [ ઓમી ] . . . મૌખિક હાવભાવ અને બોડી લેંગ્વેજની તેણે જે રેંજ બતાવી છે 🙂 🙂 🙂 . . . અરે , મીઠડી ગુજરાતણ અને પોપટ જેવા અવાજવાળી એવી , અમૃતા પૂરી [ વિદ્યા ] ને કાઈ ભુલાઈ ખરી 🙂 . . . અને , ઓમીના બિટ્ટુમામાના પાત્રમાં માનવ કૌલનો રોલો કૈક અલગ જ છે અને તેમનો સાથ પુરાવ્યો છે , પહાડી અવાજ થકી ન ભુલાતા એવા ગુજરાતી , આશિષ કક્કડે 🙂
ચેતન ભગતની મૂળ કથામાંથી સ્ક્રિપ્ટ તરફ લઇ , જવામાં ચચ્ચાર લોકો . . ખુદ ભગત , અભિષેક કપૂર , પુબાતી ચૌધરી અને સુપ્રતિક સેને [ સંવાદ ] અદભુત રંગ રાખ્યો છે અને તેમાં કક્કાવાર અને તારીખવાર ક્લાસિક એડીટીંગ કર્યું છે , દીપા ભાટિયાએ [ કે જેમાં , ગુજરાતનો ભૂકંપ , કોલકાતાની એ ઐતીહાસિક ટેસ્ટ અને ગુજરાતના રમખાણોનો સમાવેશ થાય છે ] . . . અને આ બધું તાદ્રશ્ય કર્યું છે અદભુત સિનેમેટોગ્રાફી વડે ” અનય ગોસ્વામી “એ . . અને તેમાં ધબકાર પૂર્યો છે , બેકગ્રાઉન્ડ સ્કોર વડે ” હિતેશ સૌનીકે ” . . . પણ પણ પણ , અહીંયા પણ મેદાન મારી જાય છે અદભુત અને ” રોકિંગ ” દિગ્દર્શન વડે અભિષેક કપૂર અને માઈન્ડ બ્લોઇંગ મ્યુઝીક વડે ” અમિત ત્રિવેદી ” એ [ ત્રણ જ ગીત . . પણ વર્ષનું કદાચ શ્રેષ્ઠ આલ્બમ આવી ચુક્યું છે . . . મારું અંગત : મીઠી બોલીયા – મિલી નાયર 🙂 , “એ આર રહેમાન”નો જબરદસ્ત વિકલ્પ પાકી રહ્યો છે ] , અને , “સ્વાનંદ કીરકીરે“ને શબ્દોની અદભુત ગૂંથણી બદલ કોણ ભૂલી શકે ? , હું તો નહિ જ 🙂
ફિલ્મ અત્યંત અત્યંત અને ત્રીજી વાર . . . અત્યંત ખુબસુરત બની છે . . . બોલીવુડને ત્રણ દોસ્તોનો બ્રોમાન્સ [ Bromance ! ] હંમેશા ફળ્યો છે . . . ત્રણ દોસ્તોની જિંદગી / ભૂલોને , કુદરત પોતાનાં સ્પર્શ કે પછી કહો કે પાટુંપ્રહારથી કેવો આઘાત પહોંચાડે છે , એ તો તમારે જોવું જ રહ્યું ! . . . અદ્દલ જિંદગીની જેમ જ સૌપ્રથમ બાળસહજ શરૂઆત , ત્યારબાદ વિવિધ વિષયો અને ધ્યેય પ્રત્યે આકર્ષણ અને પછી કાળે/અકાળે ઝટકા ખાવાનો વારો અને , અંતત: સહજપણે અથવા તો પરાણે કેળવાતી પુખ્તતા [ Maturity ] .
ચેતન ભગતની , આ કૃતિનો વાચક વર્ગ અને ટીકાકારોનાં વર્ગ દ્વારા જબ્બર જવાબ મળ્યો હતો . . . તેમના ચાહકોને આ નોવેલ પ્રથમ બંને નોવેલ્સ કરતા થોડી ઉતરતી લાગી હતી અને ટીકાકારોએ તો ધબધબાટી બોલાવી દીધી હતી ! . . મેં પણ વાંચેલ છે , અલબત્ત ચેતન ભગત સાથેની અક્ષરદેહે આ મારી પ્રથમ મુલાકાત હતી અને મને શરૂઆતનો થોડો મેલોડ્રામા બાદ કરતા , અત્યંત તીક્ષ્ણ અને ચમકદાર લાગી હતી [ પણ , મારી અત્યંત અત્યંત પ્રિય : ફાઈવ પોઈન્ટ સમવન ], અને હવે તે જ કૃતિને અક્ષરદેહમાંથી , સિનેમાનાં દેહ રૂપે રજુ કરતા ચારેબાજુથી ફૂલોની વૃષ્ટિ થાય છે . . . અને , તે ત્યારે જ બને કે જયારે મૂળ કૃતિમાં કાઈ દમ હોય , તે વિના તેના પર બનેલ ફિલ્મ આવો દમ દાખવી નાં શકે . . . ચેતન ભગતે , પણ કહ્યું હતું કે મૂળ કૃતિમાં પણ કેટલીક કમી હતી [ હાં , જેમ ઘણા લોકો કહે છે , તેમ તે બકવાસ તો નહોતી જ . . . એટલી મારી ગેરેંટી 🙂 ]. . કે જે આટલા સમય દરમીયાન મેં અને અભિષેકે , તેમાં અવનવા તત્વોની રંગોળી પૂરીને સરભર કરવા પ્રયત્ન કર્યો છે , અને આ અક્ષરદેહને પોતાના સામર્થ્ય અને સ્પર્શથી અદભુત માસ્ટરપીસ બનાવ્યું છે , ડીરેક્ટર અભિષેક કપૂરે 🙂 . . . એકેએક દ્રશ્ય અને પાત્રોને નિખારવામાં તેની મહેનત આંખે ઉડીને વળગે છે , Two thumbs up ❗ ❗
ચેતન ભગતની , “રેડીફ.કોમ “ને આપેલી મસ્ત મુલાકાત માટે [ Link ]
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
ક્યા જોયું અને કેમ ? : બાહિરે , જોયું ચે 😉 / રોક ઓન + અમિત ત્રિવેદી + ચેતન ભગત + અમૃતા પૂરી 🙂 , અને આપણું ” ગુજરાત ” . . . ફિલ્મો જુવે , ગુજરાત !
Any Theater Moment ? : ગેલેક્સીએ પહોંચ્યા અને ખબર પડી , મુવી તો અડધી કલાકથી શરુ થઇ ગયું છે [ ન્યુઝપેપરનાં ટાઈમટેબલની એક બે ને (એક + બે) 😉 ] . . વળી પાછા , હડીયાપટ્ટી કરતા , સમય અને પેટ્રોલની ચકાસણી કરતા કરતા . . . છેક , ગામની બહાર કોસ્મોપ્લેક્ષમાં ગયા . . . અને ત્યાં તો , એયને ટીકીટ ઓછી અને જગ્યા ઝાઝી . . . તો ક્યા કરેગા કાઝી 😉 . . . કોસ્મોપ્લેક્ષની પુરા સૌરાષ્ટ્રમાં મસ્ત મઝાની , પોંચી પોંચી અને પહોળી પહોળી સીટ પર . . . પલાંઠી વાળીને . . . ” કાઈ પો છે ” 😀
Verdict : 😦 < 😐 < 🙂 < 😎 < 😀 < [ 😆 ]
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
Winner : Kai po che! , Gangoobai Pleasant Watch : Special Chabbis
Looser : હું પોતે , કે જે આ ત્રણેય પર દલડું હારી બેઠો 🙂
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
લટકામાં . . !
1} Trailer of , Aaditya Motwane‘s Next ” Lootera ”
2} From Behind the scenes , with Abhishek Kapoor from ” Kai Po Che ”
3} Old Chashme Buddoor getting re-releasing on 5th april
Anila Patel said:
મેતો એકેય ફિલ્મ જોઇ નથી.આપે જે રીવ્યુ આપ્યો એ પરથીતો જરુર જોવીજ પડશે ત્રણેય. આપનુ વર્ણન કરવાની અને મિમાંસા કરવાની અને તે માટે ના શબ્દોના સશોધન પાછળનુ રહ્સ્ય શુ છે ? ખરેખર ત્રણે ફિલ્મોનુ વિવેચન બહુજ સરસ જાણે ફિલ્મજ જોતા હોય એમ લાગ્યુ.
અફસોસ કે હવે બે માસ સુધી આપની પોસ્ટ વગર મૈલ્બોક્ષ ખાલી ખાલી લાગશે,
જલ્દી વળતા આજ્યોજી.
LikeLike
નિરવની નજરે . . ! said:
રહસ્ય એક જ . . . ” રસ ” 🙂 . . . અને , કોઈ આપણી રાહ જોતું હોય તો તો પાછા આવવાનું પણ મન થાય . . . જોઈએ , હવે આ બે મહિનામાં શું શીખાય છે ! . . . એ આશા સહ કે , જયારે પાછો આવીશ , ત્યારે પણ પહેલી કમેન્ટ આપની જ હશે 🙂
LikeLike
monomorpher said:
ફીશ્યારી…. મજા આવી ગઈ. અક્ષય જેવા મોટા ગજાના અભિનેતાઓ ફીશ્યારી માર્યા વગર કામ કરે ત્યારે ૨૬ જેવું પરિણામ મળે.
LikeLike
નિરવની નજરે . . ! said:
અંતે તો સૌ , મજા પામવા માટે જ ઝઝુમતા હોય છે . . . અને આ એક ક્ષેત્ર જ એવું છે કે જ્યાં પડી જઈએ તો પણ મજા આવે . . . મતલબ કે મજા પડવી 😉 . . . જોઈએ હવે અક્ષય 26 માંથી 27 તરફ ક્યારે ગતી કરે છે 😉
LikeLike
bits and pieces on photo said:
where are you going?
LikeLike
નિરવની નજરે . . ! said:
to have something . . to find something . . to prove something . . A Pause comes , sometimes . . somewhere in lifetime . . . & now it’s my turn to understand this TURN 🙂 . . . meet you at other side of these 2 months . . hope you’ll welcome me 🙂 Have nice clicks , Mekala .
LikeLike
Prashant Goda said:
અરે હજી તમે ગયા નથી જ્યાં જવાન હતા ત્યાં। 🙂
કઈ જ વાંધો નઈ નીરવભાઈ તમ તમારે tour કરીને આવો ત્યારે ફરી મળીશું (BLOG પર )
ત્યાં સુધીમાં જૂની પોસ્ટ “રવિ “ની સફર પુરી કરી લવ.
LikeLike
નિરવની નજરે . . ! said:
અરે પણ , જ્યાં સુધી તમ રસિયાઓની કમેન્ટ્સ આવતી હોય ત્યાં સુધી હું કાઈ થોડો જઈ શકું 🙂 . . . હા , મારાથી બ્લોગીંગ શક્ય ન બને પણ . . . પ્રત્યુતર તો શક્ય બને ખરું જ . . . . હાં , રવીન્દ્ર સફરે જતા આવો . . . પાછો આવીશ ત્યારે તેમાંથી ટેસ્ટ લઈશ 😉
LikeLike
Prashant Goda said:
“રવિ”ની સફર અદ્દભૂત રહી અને રવીન્દ્રનાથ ટાગોર ની અજાણી વાતો જાણવા મળી અને સાથે ખુબજ સરસ પુસ્તક પરિચય પણ થયો તે બદલ આભાર.
KAI પો છે પોસ્ટ પણ સરસ રહી.
(પ્રથમવાર “મેલુહા” ની શોધ વખતે “NIRAVSAYS ” WORLD માં અથડાયો હતો તે પણ સાથે “મેલુહા” પોસ્ટ માં જોયું અને તમારો REPLY પણ આજે જોયો 🙂
LikeLike
નિરવની નજરે . . ! said:
મેં તો સાંભળ્યું હતું કે ભારતની ટપાલો જ ક્યારેક ક્યારેક મોડી પહોંચે છે 😉 . . . આ તો લાઈવ રીપ્લાય પણ મોડો પહોંચ્યો 🙂
LikeLike
Prashant Goda said:
🙂 🙂 🙂 હા હાહા હાહા હાહા હા આને કેહવાઈ આળસ :)।
અને રવીન્દ્રનાથ ટાગોરે ની મને ગમતી પ્રાર્થના આ છે
“કરો રક્ષા વિપદ માંહી, ન એવી પ્રાર્થના મારી..
વિપદથી ના ડરું કો’દિ, પ્રભુ એ પ્રાર્થના મારી;”
LikeLike
નિરવની નજરે . . ! said:
મુખ્યત્વે તો આ પ્રાર્થનામાંથી મારે કઈક શીખવા જેવું છે 🙂 . . . આ અદભુત શબ્દો યાદ , કરાવવા બદલ આભાર .
LikeLike
Prashant Goda said:
પણ………………….. હા કવિતા પ્રત્યેની મારી માન્યતા બદલી નાખી રવીન્દ્રનાથ ટાગોર લેખમાળા યે
LikeLike
yuvrajjadeja said:
સ્પેશીયલ ૨૬ રીલીઝ થયું ત્યારે કોમેન્ટસમાં એ વિષે તમારી જોડે એની કશીક વાત થઇ અને તમે પણ તે ફિલ્મ વિષે કશી ટીપ્પણી કરી ત્યારે જ હું સમજી ગયેલો – કે નીરવભાઈ આ ફિલ્મ બાહિરે જોઈ આવ્યા લાગે છે – ગંગુબાઈ મેં પણ જોઈ નાખ્યું , ખરેખર સ્પર્શી જાય એવી ફિલ્મ છે
અને બીજું બધું છોડો , ખાસ તો એ કહેવાનું કે આ પોસ્ટ નિમિતે મારે વ્યક્ત કરવું છે – shock & શોક ! તું કલ ચલા જાયેગા તો મેં ક્યા કરૂંગા – તું યાદ બહૂત આયેગા , તો મેં ક્યા કરૂંગા !
LikeLike
નિરવની નજરે . . ! said:
આફ્ટર શોક : અરે , કોઈએ પહેલી વાર આપણી માટે ગીત મુક્યું 🙂 . . . પણ , ખ્યાલ રહે ગુજરાતમાં દારુબંધી છે 😉 . . . માટે જો આવો મોકો આવે તો , આપણે ” કેપેચીનો ” ગટગટાવીને પણ ચલાવી લઈશું 😀
એક નમ્ર ચેતવણી ;;; મેં બ્લોગીંગમાંથી વિરામ લીધો છે . . . કમેન્ટ્સ આપવામાંથી નહિ . . . 😀
LikeLike
KrunalC said:
નિરવભાઇ,
નસીબદાર છો કે તમે આટલા મૂવી જોઇ શકો છો અને આટલા પુસ્તકો વાંચી શકો છો. અહીં તો પઇની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં એના જેવો ઘાટ છે. બાકી ગઇ કાલે તમારી આ પોસ્ટ વાંચી અને બહુ ગલી ગલી થઇ એટલે ગઇ કાલ સાંજથી આજ સાંજ સુધીમાં “ગંગુબાઇ” અને “કાય્પો છે” નો વારો પડી ગયો. “ગંગુબાઇ” સાથે યુ ટ્યુબ પર પબ્લિક ટ્રાન્સપોર્ટમાં અથડાતા કૂટાતા મૂલાકાત કરી તો “કાય્પો છે” સાથે બાઅદબ થિયેટરમાં ગાંઠના 10 ડોલર ખર્ચીને ન્યાય કર્યો.
“ગંગુબાઇ” મૂવીની વાર્તાનો પ્લોટ સારો લાગ્યો, મૂવીનો સંદેશ પણ સારો છે પણ એટલી અસરકાર છાપ ના છોડી શકી. જો કે મને આવા નાનકડા હલકા ફૂલકા મૂવી જોવા ગમે છે એટલે સારુ લાગ્યુ એકંદરે.
“કાય્પો છે” સારુ લાગ્યુ પણ એટલુ અદ્દ્ભૂત પણ ના લાગ્યું. ચેતન ભગતની સૌથી નબળી વાર્તામાં “Revolution 2020” પછી “Three Mistakes of my life”નો નંબર કદાચ લાગે. પણ ફિલ્મમાં અમદાવાદના દર્શન કરીને ભાવૂક થઇ ગયો (અમારા જેવા NRI લોકોને એવું લાગ્યા કરે 🙂 ) મારા મતે 3/5 રેટીંગ આ મૂવી માટે.
હવે મને લાગે છે તમારો બ્લોગની મૂલાકાત લેવાનું બંધ કરવું પડશે… વાંચીને આવી મૂવી જોવાની ગલી ગલી થાય એ હાલમાં પોષાય એમ નથી 🙂
LikeLike
નિરવની નજરે . . ! said:
1} સૌ પ્રથમ તો આપને ” કાઈ પો છે ” . . . અંદાજીત 450ની આસપાસ પડી . . . તે બદલ અફસોસ છે 😉 કારણકે , મેં તો ખુબ જ શિસ્તસભર વાતાવરણમાં [ કે જે સૌરાષ્ટ્ર / ભારતમાં દુર્લભ છે 😉 ] માત્ર 80 રૂમાં જોઈ છે 🙂
2} ગંગુબાઈને , મેં એટલે માટે ખોબે ખોબે વધાવી કે કદાચિત તે મારા મનમાં રહેલ કોઈ અભિલાષા અથવા તો એષણાને પ્રતિબિંબિત કરતી હોય . . . કે સમાજમાં કઈક આવું હોવું જોઈએ . . . અથવા તો આવું પણ વ્યક્તિ હોઈ શકે . . . બીજું , સરિતા જોશી મારા અત્યંત પ્રિય અભિનેત્રી છે . . . . અને અંત: ફિલ્મ અત્યંત અત્યંત ટાઈટ બજેટમાં બની છે કે જે પણ એક કારણ હોઈ શકે કે દિગ્દર્શિકાએ કઈ કેટલાય સમાધાન કરવા પડ્યા હોય ! . . . અને , કદાચિત છેલ્લે છેલ્લે એડીટીંગ ટેબલ પર પણ કઈક કાતર ફરી હોવી જોઇએ !! , પણ એક નવોદિત દિગ્દર્શક તરીકે હું પ્રિયાને ફૂલ માર્ક્સ આપીશ , એક મસ્ત વિષય ચૂંટવા બદલ અને તેમાં વિશ્વાસ રાખવા બદલ 🙂
3} મેં આપેલ છેલ્લે છેલ્લે લિન્કમાં , ચેતન ભગતની “રેડીફ”વાળી મુલાકાત તો આપે જોઈ જ હશે . . . તેમાં તેમણે પણ કબુલ્યું છે કે કૃતિ નબળી હોઈ શકે પણ એટલી બધી પણ નહિ કે તેને કચરામા ઉલાળી દેવી ઘટે 🙂 [ હજી રીવોલ્યુશન 20 20 નથી વાંચી . . . પણ , એક પ્રયાસ જરૂર કરીશ ]. . . અને , ત્યારબાદ તેમણે તે ઘટ પૂરી કરવા ફિલ્મમાં યથાતથા પ્રદાન આપી મનનીય પ્રયાસ કર્યો છે . . . પણ , તમને ખ્યાલ જ હશે કે પૂરી નોવેલને જયારે ફિલ્માવાઈ છે , ત્યારે અદભુત ન્યાય અપાયો છે . . . પછી , એ પાત્રોની પસંદગી હોય કે પછી ભારતીય સિનેમાનું હાર્દ ગણાતા ગીતો અને સંગીત હોય કે પછી રીયલ લોકેશન્સની અદભુત ભરમાર હોય [ કે જે આપે કહી દીધું જ છે કે તમને ખરું અમદાવાદ જોયું હોય તેવો સંતોષ મળ્યો 🙂 ] . . . કે છેલ્લે છેલ્લે અપાયેલ ટ્વિસ્ટ હોય ❗ . . . માટે , ફરીવાર મારા માંહ્યલાને ધરવ મળતા . . . આ ફિલ્મને પુરા માર્ક્સ આપ્યા 😀
4} અને હાં , ગલી ગલીની કોઈ રસી બજારમાં મળતી નથી . . . અને તેનું કોઈ નિવારણ પણ નથી . . . માટે , એક જ રસ્તો વધે કે થોડા થોડા દિવસે , થોડી થોડી ગલી ગલી થઇ જાય તો વાંધો નહિ 😉 . . . એ બહાને ગલી ગલી કરાવનારનું પણ માન રહી જાય 😀 . . .
* * * આટલી લાંબી કમેન્ટ બદલ ” આભાર ” . . . અને , તેનો આટલો જ લાંબો રીપ્લાય લખાવવા બદલ ” ખાર ” 🙂
LikeLike