ટૅગ્સ

, , , , , , , , ,

પુસ્તકો તો હજી બાકી જ છે , પણ વચ્ચે થોડું રીફ્રેશમેન્ટ થઇ જાય તો કાઈ વાંધો નહિ કેમ 😉 . . . અને સાથે સાથે , મારોય ભરાવો થોડો ઓછો થાય [ અરે ડ્રાફ્ટ એરીયામાંથી 😉 ] . . . તો કરો કંકુના 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Our Side { Bollywood } :

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

1} Son of Sardaar , 2012

હજી , ફેસ્ટીવ સિઝનમાં આવા ઘનચક્કર વિષય પર મુવીઝ બને છે અને રીલીઝ થાય છે . . . અને પાછી , આવી જ બીજી વાહિયાત ફિલ્મ બની શકે તેટલો નફો પણ રળી લ્યે છે 😀 . . . કોમિક ટાઈમિંગમાં , બે અત્યંત વાહિયાત અને છાપેલ કાટલાં જેવા એક્ટર્સ . . . એટલે અજય અને સંજય 😉 . . . . શરૂઆતનો જ પાઘડીની ફાઈટવાળો સીન જ ભયંકર બકવાસ હતો ❗ . . . હા , હવે ધીરે ધીરે , ” વિન્દુ ” જેવા દિગ્ગજ કલાકારનેસન્માનનીયરોલ્સ { 😉 + 😀 } મળવા લાગ્યા છે [ બીગ બોસની સાઈડ ઈફેક્ટ ! ] . . . બોગસ કન્સેપ્ટ + બોગસ દિગ્દર્શન + બીજી વાર તો શું પહેલી વાર પણ સીટી ન વાગે એવા બોગસ ડાયલોગ્સ = અક્ષય કુમારની દિશામાં જતો અજય દેવગન 😉 . . .અને સંજય અને અજયરૂપી મોટા ફોડ્વાઓ થોડા સીધે સીધા ગળે ઉતરે ? . . . એટલેસોનાક્ષીરૂપી વઘાર કરવો પડ્યો

લાલ છડી મેદાન ખડી !

લાલ છડી મેદાન ખડી !

[ પણ , બાપ રે ! પેલારાની તું મેં રાજા ” વાળા ગીતમાં લાલ સાડીમાં કેવી ભયાનક લાગે છે . . . જાણે કે હમણાં જ સૃષ્ટિનો વિનાશ કરી નાખશે 😀 ] ,  અરે , હાં પેલો ” ટ્રીન ટ્રીન ” કરતો છોકરો મસ્ત હતો 😆 { અને , તનુજાનું અહી શું રોલ હતો ? કાઈ કામ ધંધા નહિ હોય એટલે આવું કરવાનું 😉 અરે , હાં એ તો અજયની સાસુ થાય ❗ }  અને ઉભા રહો , એક મિનીટ . . . પેલું , સંજય દતે શું જીથરા ભાભા જેવા વેશ કાઢ્યા હતા ? કાઈ ખબર પડી ? પડે તો ટોલ ફ્રિ નંબર પર ફોન કરજો 😉

[ બાય ધ વે : પેલો ઘોડો કે જેસંજય દતથી” ભરેલી જીપ ઠેકી ગયો હતો . . . એ હવે માનસિક આઘાતમાંથી બહાર આવી ગયો છે ❗ અને હવે આવા ગધેડાઓથી દુર રહેવા માંગે છે 😀  ]

કોઈ , મેનકા ગાંધીને બોલાવશો . . પ્લીઝ !

કોઈ , મેનકા ગાંધીને બોલાવશો . . પ્લીઝ !

 ક્યાં જોયું અને કેમ ? : સાઢે ઘર વિચ દેખ્યા સી / ટાઈમને થોડો નાપાસ કરાય ! માટે ટાઈમને પાસ કરી દીધો 😉

Verdict : [ 😦 ] < 😐 < 🙂 < 😎 < 😀 < 😆 ,

પો પો પોપો પો . . પો પોપો પો { બસ , હવે આવું જ કરવાનું ? 😀 એ તો હું ઘરે ય કરું જ છું 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

2} Straight , 2009

ઓકે , અહીંયા છે . . . વિનય પાઠક , ગુલ પનાગ અને હિન્દી ફિલ્મો માટે એક નવો ટોપિક [ 2009ની વાત છે ] . . . કે કન્ફયુઝ હોવું એ શરમની વાત છે ? . . . અસમાન્ય હોવું એ અસામાન્ય ઘટના છે ?. . . અનેગે ‘ હોવું એ શરમજનક છે ? . . .  તો સ્ટોરીમાં , પીનું પટેલ [ વિનય પાઠક ] , એક સાવ ગરીબ ગાય જેવો અને હર હંમેશ મુન્ઝ્વાયેલો બંદો છે ! . . . અને એક વાર , ભારતમાં તેના લગ્ન સમયે જ તેની દુલ્હન તેને છોડીને ભાગી જાય છે . . . . અને ત્યારથી તે સતત એક સ્ટેપ પાછળ રહેવા લાગે છે અને એક પ્રકારની લઘુતાગ્રંથીથી પીડાવા માંડે છે . .  અને , એક તબક્કે તો કોઈ છોકરી તેના પ્રત્યે આકર્ષાતી ન હોવાથી અથવા તો જે કોઈ આકર્ષાય તે તેના પૈસાથી જ મતલબ રાખતી હોય , ઘડીક તો તે ખુદને ‘ ગે ‘ માનવા માંડે છે અને ખુદે જ ઉભા કરેલા આ કાલ્પનિક ડરને કારણે અજબ ગજબ છબરડા વાળે છે ! . . . .

સ્ટોરી બોલીવુડ માટે થોડીક હટકે છે અને પાછી તે પણ બનાવાઈ છે , એક સ્ત્રી દિગ્દર્શક ” પાર્વતી બાલાગોપાલન ” દ્વારા [ યાદ છે  રૂલ્સ : પ્યાર ક સુપરહિટ ફોર્મ્યુલા ? ] . . . હાં , તેમણે એક વણછેડાયેલો ટોપિક ઉપાડ્યો છે કે જે ખુબ જ વ્યવસ્થિત વિચારણા માંગી લે તેવો છે કે લોકો કેવા કેવા માનસિક ભય ઉભા કરી દે છે કે જેના માટે તેને કોઈ સાચી સલાહ આપવા વાળું પણ નથી અને ચારેબાજુ ઊંટવૈદો રૂપી સલાહકારો જ ઉભરાયા કરે છે કે જે તેને વધુ ને વધુ તેમાં ધકેલ્યા જ કરે છે ! . . . વધુ નહિ કહું , તમે જાતે જ જોઈ લ્યો . . .

સોણી કુડી

સોણી કુડી

સહકલાકારોમાં , સિદ્ધાર્થ મકર [ રજત ] અને ગુલ પનાગનું [ રેણું ] કામ સારું છે , પણ ફિલ્મ સરવાળે ખુબ જ શુષ્ક ટ્રીટમેન્ટ પામેલી લાગે છે અને ઘણીવાર ખુબ ધીમી પડી ગયેલ લાગે છે 😦 . . . કે પછી , વાસ્તવિક જિંદગી આવી જ હશે ? કે પછી આપણે જ તેને તેવી બનાવી દિધી હશે ? . . .

ફિલ્મનો એક સંવાદ ખુબ જ મસ્ત છે કે એક વાર કહી દો કેI refuse to live without LOVE “. . પછી જોજો , તમારી જીંદગીમાં કશું જ ખરાબ નહિ થાય 🙂

ક્યાં જોયું અને કેમ ? : સ્ટ્રેઈટ “ઘરે” થી જ / ગુલ + વિનય પાઠક 🙂

Verdict : 😦 < 😐 < [ 🙂 ] < 😎 < 😀 < 😆 ,

ક્યારેય કોઈને ઈમેઈલ ન કરવા ! . . ” ઈમેઈલ “મતલબ મોશનલ બ્લેકમેઈલ 🙂 [ ફિલ્મનો એક સંવાદ ]

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

3} I Am 24 , 2010

બે સ્ટ્રગલર્સ . . . એક સાચો અને પ્રમાણિક લેખક [ 42 વર્ષ – રજત કપૂર ] અને બીજો મસ્તીખોર અને ઉડાઉ એક્ટર (!) [ 25 થી 30 વર્ષની આસપાસ – રણવીર શૌરી ] . . . . મોટાભાગે તો રણવીર , રજતના પૈસાથી જ મોજ ઉડાવતો હોય છે અને લટકામાં તેને ધમકાવતો પણ હોય છે . . .પણ હોય છે સાચો દોસ્ત 🙂 . . . હર હંમેશની નિષ્ફળતાઓ અને ધીમે ધીમે હાથમાંથી સરકતી ઉંમર અને ઉપરથી ઘટતા જતા વાળથી હેરાન , ” રજત ” એક દિવસ અચાનક જ મળેલી ચેટ ફેન્ડ

બીજી , સોણી કુડી !

બીજી , સોણી કુડી !

[ મંજરી ફડનીસખંજરી જેવો અવાજ અને મંજરી જેવું અદભુત નામવાળી  , મસ્ત પરી 🙂 ] ને જુઠ્ઠું બોલી બેસે છે કે , તે એક સફળ અને પ્રતિભાશાળી 24 વર્ષનો લેખક છે અને પોતાના માથે વાળથી લહેરાતું “કાળું”છમ ખેતર છે 😉 [ પુરુષોના જીવથી વ્હાલા વાળ જયારે જવાની તૈયારી થાય છે , ત્યારે તેને કન્યાવિદાય જેટલું જ દુખ થતું હોય છે 😉 ] . . .અને ધીમે ધીમે આ ચેટીંગથી શરુ થયેલ દોસ્તી , એકપક્ષીય પ્રેમ અને સરવાળે એક + એકપક્ષીય પ્રેમમાં ફેરવાતી જાય છે , અને એક દિવસે મંજરી તેને કહે છે કે તે મુંબઈ આવે છે અને શરુ થાય છે . . . મસ્તી + ભૂલ + નબળાઈ અને જુઠ્ઠાણાથી ભરપુર સફર 🙂 . . . . .

ફિલ્મની શરૂઆતની 15 મિનીટ એકદમ જીવંત છે . . . ફિલ્મની ખરી જાન તો નહિ મંજરી કે નહિ રજત કપૂર , પણ . . . ઝક્કાસ એક્ટિંગ કરતો ” રણવીર શૌરી ” છે . . . ઘડીક તો તે તમને ઈરીટેટ કરી નાખશે અથવા તો મોજ પાડી દેશે 🙂 . . . નેહા ધૂપિયા પણ રણવીર શૌરીની ગર્લફ્રેન્ડનાં રોલમાં પ્રાણ ફૂંકી જાય છે [ બાય ધ વે , ” પ્રાણ ” સાહેબ તો નાઈન્ટીઝમાં રાચે છે . . . આટ આટલા ફૂંકાયા બાદ , પણ 😉 < મારા પ્રિય અભિનેતા 🙂 ] . . . અને , ભયાનક પતિ-પત્નીનાં રોલ્સમાં સૌરભ શુક્લા [ મારા બીજા પ્રિય અભિનેતા ! ] અને લીલેટ દુબે , તો બસ મોજે મોજ છે 🙂 . . . . છતાં પણ જે રીતે શરૂઆત હતી , તેટલી મોજ છેલ્લે સુધી જાળવી નથી શક્યા . . . પણ , સરવાળે એક માણવાલાયક મસ્ત મુવી છે 🙂

ક્યાં જોયું અને કેમ ? : એકમાત્ર ઘર / સૌરભ + રણવીર શૌરી + મંજરી 🙂

Verdict : 😦 < 😐 < [ 🙂 ] < 😎 < 😀 < 😆 ,

મસ્તકના વાળમાંથી પસાર થતા હવાની લહેરખીઓનું સુખ તો યોગીઓને પણ દુર્લભ હોય છે 😀 { તેમના , કેસમાં દાઢીનો ઉલ્લેખ કરી શકાય 😉 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

4} Raghu Romeo , 2003

રઘુ [ વિજય રાઝ – Secret to Win 😉 ] , એક બારમાં વેઈટર હોય છે અને એકદમ ભોળો અને વ્યવહારિક ભાષામાં કહીએ તો એકદમ ડોબો હતો ❗ . . . તેને કશાની લાલચ ન હતી . . . ન બારમાં નાચતી બારબાળાઓ તરફ તે નજર સુધ્ધા નાખતો કે ન જ્યાં ને ત્યાં પૈસા માટે દોડાદોડી કરતો . . . તેને તો બસ એક જ લગાવ હતો / શોખ હતો / ધ્યેય હતું , કહો કે ગાંડપણ હતું અને તે હતું . . . પ્રસિદ્ધ ટીવી સીરીયલની એક્ટ્રેસ ” નીતાજી “ની સીરીયલ જોવી . . . તેના સુખે સુખી થવું અને તેના દુખે દુખી થવું . . . તે પડદા પરની ગાથાથી એ હદે પ્રભાવિત હતો કે તે નીતાજીના પાત્રને સાચુ માની બેઠો અને તેને જ પોતાના મનમંદિરમાં સ્થાન આપી દીધું 😉 . .   Samya siddikiપણ એક દિવસ બારની નોકરી છૂટી જતા . . . તેને મજબુરીથી એક પ્રખ્યાત શુટર [ સૌરભ શુક્લા ]ને ત્યાં ડ્રાઈવરની નોકરી કરવી પડે છે અને ત્યાં અચાનક એક દિવસ ખબર પડે છે કે તે શુટર જ નીતાજીની પાછળ પડ્યો હોય છે , તેમને મારી નાખવા માટે !!! . . . Lover - Shooter - lover હવે , રઘુ શું કરે છે , નીતાજીને બચાવવા માટે . . . રઘુની પાછળ પાગલ , બારની જ એક બારગર્લ [ સાદિયા સિદ્દીકી – Surprisingly CHARMING 🙂  ] રઘુને પાછો મેળવવા શું કરે છે ? . . . અને , આ બારગર્લની જ પાછળ પાગલ પાછો પેલો શુટર હોય છે 🙂 .

રજત કપૂર , દિગ્દર્શિત આ ફિલ્મમાં તમને કોઈ એવા જાણીતા ચહેરાઓ નહિ મળે પણ હાં , એવા ચહેરાઓ જરૂર મળશે કે જેને જોઇને દિલ ગાર્ડન ગાર્ડન થઇ જાશે 🙂 . . . વિજય રાઝ , આખી ફિલ્મને એકલપંડે ઊંચકીને ફરે છે . . . સૌરભ શુક્લાની મજા જ કાઈ ઓર છે . . . અને , સાદિયા સિદ્દીક્કી તો બસ એકદમ વહ્યે જ જાય છે અને પેલી નીતાજીના રોલમાં , મારિયા ગોરેટી [ અર્શદ વારસીની વારસદાર 😉 મતલબ કે , પત્ની ] તો બસ , સુપર્બ સનકીવેડા કરે છે 🙂 . . . ઓવરઓલ , ફિલ્મ એકદમ હટકે છે અને આ ફિલ્મથી , વિજય રાઝની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી નોંધ લેવાઈ હતી , જોકે ત્યારબાદ તેને કોઈ એવા ખાસ મજબુત રોલ નહોતા મળ્યા 😦 . . પણ , હજી પણ પડદા પર તેની હાજરી એક કરંટ ભરી દે છે . . . . એમાં પણ , પડદા પર નીતાજી જયારે મરી જાય છે , ત્યારે રઘુ જે પોક મુકીને રડે છે . . . એ તો બસ જોવા જેવું દ્રશ્ય હતું 😆 . . . ચૂકવા જેવી મુવી નથી , બસ જોઈ જ નાખો 🙂

Raghu Romeo

ક્યાં જોયું અને કેમ ?ઘરનો રોમીઓ / માત્ર ને માત્ર , વિજય રાઝ . . . નહિ બીજો કોઈ રાઝ 🙂

Verdict : 😦 < 😐 < 🙂 < 😎 < [ 😀 ] < 😆 ,

આપણા બધામાં એક રઘુ રોમિયો ધરબાયેલો પડ્યો હોય છે . . . જરૂર છે માત્રનીતાજીની આવવાની અનેપિતાજીની બીક જવાની 😀 

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

5} Dabangg 2 , 2012

Spectacular spectacles

Spectacular spectacles

જે લોકોને દબંગનો પહેલો ભાગ ગમ્યો , તેમને બીજો કેમ ન ગમ્યો ! એ ખબર નથી 🙂 . . . પણ મારું એથી ઉલટું છે , મને પહેલી જ નજરે દબંગનો પહેલો ભાગ નહોતો ગમ્યો [ હાં , પણ Repeat Viewing માં પહેલો ભાગ સારો એવો ટાઈમપાસ કરાવે છે 🙂 ] અને તેનો બીજો ભાગ પહેલી જ નજરે ગમી ગયો ❗ . . હાં , એ વાત સાચી છે કે ફ્રેમ ટુ ફ્રેમ . . . આ સિકવલ . . . પ્રીક્વલની નકલ કહી શકાય [ બધા જ ગીતો પણ , એ જ પેટર્નમાં મુકાયા છે ! ] . . . પણ , આ વખતની દબંગ 2ની મસ્તી અને મોજથી ભરેલી ભરાવદાર (!) સાઈડ મને ગમી હો 😉 . . . . . એટલીસ્ટ ઈન્ટરવલ સુધી તો મોજે મોજ જ હતી 😀 . . . જે રીતે સલમાન તેના બાપને હેરાન કરે છે ,આસમાના નામે 😆   કે પછી નાની નાની મોમેન્ટસ , પેલી પાછળથી ચશ્માં લેવાની [ સોનાક્ષીમાં થી સલમાન તરફ ! ] કે પછી પેલી ” ચાર સીટી વાળી ક્ષણ 🙂 ” . . . કે પછી , દેશ ડેથ-બેડ પર છે અને તેની બંને કીડની ખલાસ થવા આવી છે 🙂 . . . ઉપરાંત , બચ્ચા અને ચુલબુલ પ્રથમવાર આમનેસામને આવે છે ત્યારે ચુલબુલ જે રીતે બચ્ચાની બધી જ વિગતો ડીકલેર કરે છે , એ 😉 . . . અને મુવીના સ્ટ્રોંગ દ્રશ્યમાં તો . . . પેલા ગેન્દાની ડોક . . . જે રીતે , ચુલબુલ 180 ડીગ્રીમાં . . ! [ એવું નથી લાગતું કે બધા મફતિયાઓ સાથે આવું જ થવું જોઈએ ! . . . આ મારો મત છે અને તે પવિત્ર છે 😉 ] . . . પણ જ્યાં , ઈન્ટરવલ પહેલા આટલી મોજ છે ત્યાં ઈન્ટરવલ બાદ એકદમ જાણે હવા નીકળી જાય છે . . . ” માહી ગીલ “વાળો એકદમ બોગસ કેમિયો છે અને ક્લાયમેક્ષ એકદમ ઢીલોઢફ છે અને વિલન પણ [ પ્રકાશ રાજ ] 😦 . . . પેલું થાના મેં ઓન ડ્યુટી અને પેલું ફરી દુબઈવાળું ગીત ન હોત પણ ચાલેત ! . . .

"બાઝ્"માં બાઝ . . દગાબાઝ !

“બાઝ્”માં બાઝ . . દગાબાઝ !

પણ હાં , રાહત ફતેહઅલી ખાનનાં સ્વરમાં ” દગાબાઝ રે ” બસ અદભુત છે [ જોયું , ‘બાઝ‘ના કેવા કેવા પ્રકાર હોય છે 😉 ] અને છેલ્લે મને તો “સોનાક્ષી ” ગમે છે , એ તમારી જાણ ખાતર . . ફરીથી 🙂 🙂 , { મગજ પર ચરબી હોય  , તેના કરતા શરીર પર ચરબી હોય તે વધુ સારું 😉 [ ‘તાવમાં કામ આવે 😀 ] }

ક્યાં જોયું અને કેમ ?ઘર 2 / Crash course for Brain Refreshment 😀

Verdict : 😦 < 😐 < [ 🙂 ] < 😎 < 😀 < 😆 ,

વક્ત તુમ્હારા ખરાબ આયા હૈ , ઓર દિન હમ ગીને . . .

જો નરેશ કનોડિયા હોત તો , ગુજરાતીમાં પાછળથીડોબા”  ઉમેર્યું હોત 😉 , અને સ્નેહલતા હોત તો , ” મારા રોયા ” 😀 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

6} 10ml LOVE , 2010

એક ભેરવાયેલી અને નાનકડા મેજિક ઉર્ફે જાદુથી સંમોહિત થયેલ  લવ – સ્ટોરી . . . એટલે માત્ર 10 મિલીલીટર લવ 😉 . . . શ્વેતા [ તારા શર્મા ] કે જે એક ધનાઢય બાપની એકમાત્ર દીકરી હોય છે અને પીટર મીકેનીકને [ નિલ ભુપલમ ] પ્રેમ કરે છે . . . પીટર પાછો એકદમ બીકણ અને અતિ ધાર્મિક હોય છે ❗ . . . શ્વેતાને જ પાછો તેનો સ્કુલ-ટાઈમનો મિત્ર એકપક્ષીય પ્રેમ કરતો હોય છે , નીલ [ પૂરબ કોહલી ] અને તેણે , પારિવારિક લાગવગ લગાડીને શ્વેતા સાથે પરાણે બંધ-બેસતું કર્યું હોય છે 😉 . . . પાછો , પોતે કેટલાય સમયથી , તેની જ બીજી સ્કુલ સમયની મિત્ર , મીની [ કોયલ પૂરી ] સાથે લીવ-ઇન રીલેશનમાં રહેતો હોય છે અને નાની – મોટી કેટલીય વસ્તુઓ માટે તેણી પર આધારિત હોય છે . . . પણ , પરણવું હોય છે , માત્ર ક્લાસની જ એ પરી , શ્વેતાને !!! . . .બીજી તરફ , એક શંકાશીલ દેશી નુસ્ખાઓ બનાવતો હકીમ , ગાલીબ [ રજત કપૂર ] તેની જ પત્ની પર સતત શક કર્યે રાખે છે અને તેની પત્ની , રોશની [ ટીસ્કા ચોપરા ] પણ જાણે – અજાણે શંકાની આગને હવા દીધે રાખે છે ( તેના ભોળપણને લીધે જ સ્તો 😉 ) . . . અને આ બધો ઝમેલો ભેગો થાય છે ; શ્વેતા અને નિલનાં પરાણે ગોઠવાતા લગ્નમાં . . . અને ત્યાં પાછા , જે લોકો રસોઈ કરવા આવેલા હતા . . . તે લોકોનો પણ કઈક અલગ જ ઝમેલો હતો . . . ” રામલીલા ભજવવાનો અને તેમાં કોને ફાળે કયું પાત્ર આવે , તેની લમણાઝીંક કરવાનું ! ”

1

હવે , ગાલીબની માં [ સરિતા જોશી ] , તેને એક જાદુઈ પ્રવાહી આપે છે અને કહે છે કે પીવડાવી દે આ . . . તારી બીવીને . . . અને પછી , તેણી જેની તરફ સૌથી પહેલા જોઇશે . . તેના પ્રત્યે તેને પ્રેમ થઇ જશે . . . ગાલીબ નીકળી પડે છે , પોતાની બીવીને પોતાના જ પ્રેમમાં પાડવા . . . કે જ્યાં , તેણી પેલા લગ્નમાં મહેંદી મુકવા ગઈ હતી 😉 . . . અને શરુ થાય છે , 10 મિલીલીટર લવ ભરેલી શીશીનો જાદુ 😀 અને ધમાચકડી 🙂

Gaalib & Roshni

Gaalib & Roshni

નાના નાના અને મોટા મોટા 😉 ઘણા એવા કલાકારોથી આ ફિલ્મ ભરેલી છે કે જેમને એકસાથે જોવાનો લ્હાવો ચૂકવા જેવો નથી ! . . . અને મેદાન મારી જાય છે , કોયલ પૂરી . . .તારા શર્મા અને મનુ રિશી [ કે જેને કોઈ સારો રોલ નથી આપતા , રામલીલામાં 😉 ] . . . હાં , ક્લાયમેક્ષ ફિલ્મની સરખામણીએ થોડોક ઢીલો છે પણ એવું તો ચાલ્યા કરે 😉

અને છેલ્લે , આ ફિલ્મ , A Midsummer Night’s Dream નામની શેકસપિયરની નોવેલ પરથી પ્રેરણા પામેલી છે .

ક્યાં જોયું અને કેમ ? : 1 લીટર ઘર ❗ / ગમતા કલાકારોનો શંભુમેળો 🙂

Verdict : 😦 < 😐 < 🙂 < [ 😎 ] < 😀 < 😆 ,

અરે આ તો તોતડો છે ! . . . આને શું કામ રામનું પાત્ર આપો છો ? . . . કારણકે તેણે કઈ બોલવાનું નથી , માત્ર હસવાનું જ છે 🙂 [ ફિલ્મનો એક સંવાદ ]

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

7} Inkaar , 2013

સ્ટોરી તો આપ સૌ જાણતા જ હશો કે , એડ-વર્લ્ડનાં બે મહારથીઓની આ ટકરામણ છે . . . સન્માન , પદ , એટીટયુડ અને સત્તા માટે . . . માયા [ ચિત્રાંગદા ] , તેના જ ભૂતપૂર્વ બોસ / મેન્ટોર / ઓલમોસ્ટ પ્રેમી / ફ્રેન્ડ ફિલોસોફર કમ ગાઈડ રાહુલ [ અર્જુન રામપાલ ] પર જાતીય સતામણીનો કેસ કરી દે છે અને એડ-એજન્સીમાં ખળભળાટ મચી જાય છે . . આ વાત બહાર ન જાય તે માટે અંદરખાને બહુ પ્રયત્ન થાય છે , પણ છેવટે નિવેડો ન આવતા ઓફિસની જ એક જ્યુરી રચાય છે અને તેનો ફેંસલો અને બંને પક્ષની વાત જાણવા અને ચુકાદો આપવા આવે છે , એક સમાજસેવિકા મિસિસ કામદાર [ દીપ્તિ નવલ ]

Dazzling Duo

Dazzling Duo

 અને શરુ થાય છે , બંને પક્ષોની કરમ – કહાણી તેમની જ જુબાનીમાં અને એ પણ અલગ અલગ દ્રષ્ટિકોણથી . . . માયા અને રાહુલ બંને પોતપોતાના નજરિયાઓ પર અડગ છે અને તેમનો જ કક્કો સાચો ઠેરવ્યા રાખે છે . . . જેમને ધીમે ધીમે ઉખેળતા અને ધીરજની કસોટી કરી નાખે તેવા ડ્રામામાં રસ હોય તેઓ માટે જ આ ફિલ્મ છેકારણકે એક વાત તો સ્પષ્ટ છે જ કે આ કોઈ હાઈ – વોલ્ટેજ સેક્સ્યુઅલ સ્ટોરી નથી કે નથી કોઈ હાર્ડકોર થ્રીલર :। . . . સાચું શું છે , એ વાત પારખવામાં ઘડીક તો મીસીસ કામદાર પણ થાપ ખાઈ જાય છે . . . અડધી ઓફીસ એમ કહે છે કે કોઈ સ્ત્રી આવો આરોપ કરે તો તે સાચું જ હોય અને અડધી ઓફીસ એવું કહે છે કે રાહુલ કદી એવું કરી જ ન શકે . . . શું પુરુષને પણ કોઈ ઈજ્જત ન હોઈ શકે ? આ તો ગમે તે આરોપ નાખી દે , એટલે શું તે આરોપી થઇ ગયો ?? . . . અલગ અલગ સત્યો રજુ કરતી આવા ડ્રામા માટે ” અકીરા કુરુસોવાની  રશોમોન ”  પરથી આવી રજુઆતો અથવા તો સત્યોને હવે ” રશોમોન ઈફેક્ટ ” કહેવાય છે . . .

Deepti naval as Mrs. Kaamdar

Deepti naval as Mrs. Kaamdar

અર્જુન અને ચિત્રાંગદા , આ બે પાત્રો જ તમને ફિલ્મ સાથે જોડવા માટે બસ છે [ અર્જુન રામપાલનો અભિનય ખાસ્સો ઉંચે આવ્યો છે , સુધીર મિશ્રાની છાંયામાં અને ચિત્રાંગદા તો છે જ , કાં તો પ્રકાશ પાથરશે અથવા તો કરંટ આપશે :)]. . . બાકી બધા પાત્રો સારો એવો ટેકો પૂરો પાડે છે અને સુધીર મિશ્રાનું સ્ટોરી-ટેલીંગ તમને તેની સાથે જોડાઈ રહેવા માટે ચોંટાડી રાખશે . . . રાહુલ અને તેના પિતાને ફ્લેશબેકમાં લઇ જતા દ્રશ્યો ઘણાને મતે બિનજરૂરી લાગ્યા પણ , મને તેમાં આ આખી મથામણ શાને રચાઈ તેનું બીજ રોપાયું એવું લાગ્યું ! વળી પાછું , કલાયમેક્ષ મને સારો લાગ્યો કારણકે કે છેવટે સ્ટોરીની અથવા તો જિંદગીના અંતમાં કઈક તો થવું જોઈએ અને પાત્રોને તેમની દિશા મળવી જ જોઈએ . . . 🙂

અસહજતા , લાલસાઓ , મહત્વકાંક્ષા , ભય , પ્રેમ , નિષ્ફળતા , અહંકાર અને ભૂલોને . . સરસ માનવીય અંદાજમાં રજુ કરું આ સુંદર ગીત 🙂

યે જીંદગી કા કારવા , યે હસરતે ભી બેશુમાર

ખુદકે ગુરુર પર હો સવાર , ખુદ સે હી અપની જીત – હાર

ખુદ હી ખડે હે ખુદ કે ખિલાફ ખુદ કશ્તી હે ખુદ હી સૈલાબ

ખુદ હે સવાલ , ખુદ હી જવાબ . . . તુફાનોમે બનકે ચિરાગ , ખુદ જલતે જા રહે હે !

ક્યાં જોયું અને કેમ ? : થીયેટરમાં ઇનકાર કર્યો , માટે ઘરમાં 🙂 / સુધીર મિશ્રા + હાથમાં ગદાનું ચિત્ર લઈને ઉભેલી ચિત્રાંગદા 😉

Verdict : 😦 < 😐 < 🙂 < [ 😎 ] < 😀 < 😆 ,

પ્રેમ અથવા તો લગ્નજીવનમાં જાણે-અજાણે કોઈ એક પાત્ર તો ઉપરવટ હોય જ છે . . . અને જ્યાં બંને , એકબીજાના માથાના અથવા તો સર્જનાત્મક નીકળ્યા , ત્યાં  . . . ઇનકાર સંભવિત છે

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

WinnerRaghu Romeo                          Pleasant Watch : 10ml LOVE

LooserSon of Sardaar

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

તનુ વેડ્સ મનુંમાં , મને એક પાત્ર જે સૌથી વધુ ચુંબકીય લાગ્યું હતું . . . તે હતું , કંગના રાણાવતની મિત્રનો રોલ કરતી  ” સ્વરા ભાસ્કર ” 🙂 . . તે પછી તેની કોઈ એવી ફિલ્મ રીલીઝ નથી થઇ , પણ હમણાં જ ફેબ્રુઆરીમાં તેની ફિલ્મ આવી પણ ગઈ અને ઉતરી પણ ગઈ ❗ . . . અને એ પણ , ફારુક શેખ અને દીપ્તિ નવલનાં લીડ રોલ્સની સાથે સ્વરા ભાસ્કરનો પણ લીડ રોલ હોય તેવી મુવી ! . . . ” લિસન અમાયા ” . . . તો પહેલી વાર , ફિલ્મ રીલીઝ થઇ ગઈ હોય અને ઉતરી પણ ગઈ હોય ત્યારબાદ , તેનું ટ્રેઇલર 😉 હાં , હવે પછી ” સોનમ કપૂર “ની ” રાંજણા “માં તેનો રોલ છે . . . તો , ત્યારની વાત ત્યારે 🙂

મોટાભાગે તો હું , એડઝ નથી આપતો . . અહી , લટકામાં 🙂 . . પણ , આ બંને એડ્ઝ એકદમ ધૂનતાનાના છે . . . એક નાની નાની જવાબદારીઓ અને સમજદારીની મસ્ત વાત કહે છે અને બીજી હવા સંગ વાળની પ્રીત વર્ણવે છે 😀 . . તો , જુઓ અને જુઆડો [ મતલબ કે ; દેખાડો 😉 ]