ટૅગ્સ

, , , , , , , , , , , , , ,

હજુ પણ થોડી ઘણી ઇન્ડિયન મુવીઝ બાકી છે , તો કદાચિત એક પોસ્ટ બાદ તુરંત જ વર્ષ 2013’ની ઇન્ડિયન ફિલ્મો’નું સરવૈયું ડીકલેર થશે.

. . આ મહિનામાં આ માત્ર બીજી જ પોસ્ટ છે [ બાપ રે ! પ્રભુ મને સદબુદ્ધિ અને સમય આપે ]

E n j o y y y y 🙂


Total Movies – 9 ~ ~ ~  Pictures – 37 steady & 4 Movable ( Gif )

It would take 2 to 3 minutes to load the whole post .


1} Shabdo , 2013 [ Bengali Film ]

શબ્દો  . . . મતલબ , અવાજ / ધ્વની / ઘોષ – ઉદઘોષ  . . . એક એવું સર્જન કે જેના સર્જન સાથે જ બ્રહ્માંડ’નું પણ સર્જન થયું હતું અને શાંત એવા આ અનંત બ્રહ્માંડ’માં બીગ બેંગ’રૂપી ધડાકાથી નાના નાના અને અવાજ’નો સંઘરો કરતા ગ્રહો જન્મ્યા હતા !!! ( શાંત બ્રહ્માંડ’રૂપી જળમાં , ગ્રહો એટલે જાણે કે અવાજના પરપોટા  . . . ) આપણો જન્મ થાય કે પછી આપણે નિંદ્રામાંથી જાગીએ , પણ આપણો સૌપ્રથમ પરિચય અવાજ સાથે જ થાય ( પછી ભલેને આપણે તેને સમજીએ કે નાં સમજીએ ! ) . . . જગત’માં કેટલા બધા અવાજો કે પછી અવાજો’નું જ એક અલાયદું જગત ? . . . . દ્રશ્યો’થી કંટાળીએ તો આંખ બંધ કરીએ પણ અવાજ બંધ કરવા શું કરવું ? કાન બંધ કરીએ તો અંદર ધબકારા’નો પડઘા સંભળાય ! . . . જેટલી શક્યતાઓ તેટલા અવાજો અને તેટલા જ ધ્વનીપટલ પર નાચતા સંવેદ્કો’રૂપી તંતુઓ !

કદાચિત એટલા માટે જ , સમગ્ર જીવસૃષ્ટી ઊંઘી જાય છે . . . કે અવાજ’ને રોકી નાં શકો તો કાઈ નહિ , પણ અવગણો ❗ જી , હાં એકરીતે નિંદ્રા અવાજ’ને અવગણવાનું જ વિજ્ઞાન છે !

આ મુવી અવાજ અને તેની દુનિયામાં ખોવાઈ જતા એક સાઉન્ડ રેકોર્ડિસ્ટ’ની છે કે જે તેના કામ’માં સમયાંતરે એટલો તો ખોવાઈ જાય છે કે ધીમે ધીમે તે અવાજ પ્રત્યે અતિ-સંવેદનશીલ થઇ જાય છે અને ક્રમશ: માણસ’નાં મુખ્ય શબ્દો’રૂપી અવાજ’ને અવગણી’ને આસપાસ’નાં વાતાવરણ’માંથી આવતા અવાજને જ સાંભળી શકે છે  . . . જેમ કે ,પક્ષીઓ’નો કલરવ , પાંદડાઓ’નો ખડખડાટ , પાણી’નું વહેવું , નોટબુક’નાં પેઈજ ફેરવવાનો અવાજ , ચા’ની પ્યાલી’ઓ મુકવાનો અવાજ ( ખાલી અને ભરેલી ) રસ્તા પર જતી સાયકલ’નો અવાજ અને તેની ચેઈન’નો અવાજ , નજીક આવતો અવાજ અને દુર જતો અવાજ , ઉધરસ ખાવાનો અવાજ અને ખોંખારો ખાવાનો અવાજ , ચાવવાનો અવાજ અને છીંક’વાનો અવાજ  . . . . એટએટલા અવાજ કે જેની કલ્પના પણ ન થઇ શકે !

ફિલ્મ , એક સાઈકોલોજીકલ ડ્રામા છે કે જેમાં પડદા પાછળ’ની અવાજો’ની એક અદભુત સૃષ્ટિ અને સામાન્ય લોકોની નજરમાં ધૂની કહેવાતા ફોલી આર્ટિસ્ટ’ની  વાત છે। ક્ષણ-પ્રતિક્ષણ તે એ જ અવઢવ’માં હોય છે કે આ અવાજ’ને હું સ્ટુડિયો’માં કેવી રીતે ઉત્પન કરીશ ? ફિલ્મ મહદઅંશે સાચુકલી ઘટના પર આધારિત છે અને ચીલાચાલુ ફિલ્મોથી હટીને એક અલગ જ દુનિયામાં લઇ જાય છે  . . . . અવનવા અવાજો અને તેની પ્રત્યે’નું એક અલગ જ ભાવવાહી સંવેદન અથવા તો કહો કે એક જુનુન અહી દેખાડ્યું છે . Must Watch .

Kaushik Ganguly ( Director ) , Srijit Mukherji,Raima Sen and Churni Ganguly

Kaushik Ganguly ( Director ) , Srijit Mukherji,Raima Sen and Churni Ganguly

My Rating : 8 / 10 > Home <

IMDb : 7.8 / 10 by 160 + People { by Jan. 2013 }

ફિલ્મ’નો એક સંવાદ :  . . . પણ આપણે જે બોલીએ છીએ , સાંભળીએ છીએ તેમાંથી મહતમ’નું કાંઈ મહત્વ હોય છે , ખરું ? ખરેખર તે બધું જ સાંભળવા લાયક હોય છે કે પછી નકામ’ની બકબક અને દેકારો જ  . . . તો પછી તેને પ્રકૃતિ’નાં અવાજો જ સાંભળવા દો ને ! તે તેમાં ખોવાઈ જાય , તો તેમાં ખોટું શું ? આપણે કોણ , આ બધું સાચું છે કે ખોટું , તે નક્કી કરવાવાળા ?


2} Shahid , 2013

શાહિદ ફિલ્મ’માં વાત છે , ક્રિમીનલ કેસ લડતા પ્રખ્યાત વકીલ એવા ” શાહિદ આઝમી “ની  . . . એક એવી વ્યક્તિ’ની કે જેની શરૂઆત જ એક ભોગ બનેલા નિર્દોષ અને ગભરુ યુવાન તરીકે થાય છે  . . . શાહિદ અને તેનું પરિવાર 1993’માં મુંબઈ રમખાણો’નો ભોગ બને છે અને ત્યારબાદ જુવાની’નાં અણઘડ જોશમાં ને જોશમાં તે કોઈની ભેરવણી’થી તે છેક પાકિસ્તાન દ્વારા પચાવી પાડેલ કાશ્મીર ( POKPakistan Occupied Kashmir ) પહોંચી જાય છે , એક આતંકવાદી બનવા !!! પણ , ત્યારબાદ ત્યાની વરવી / ગમખ્વાર વાસ્તવિકતા અને શેખચિલ્લી જેવી હકીકતો જોઇને ત્યાંથી ભાગી છૂટે છે  . . . અને પરત મુંબઈ આવી પહોંચે છે , પરંતુ અહીંયા તેને પોલીસ પકડી જાય છે અને કોઈ અલગ જ કેસ’માં તેને ખુબ જ ટોર્ચર કરીને ભેરવી દે છે !!! અને તેને તિહાર જેલમાં સાત – સાત વર્ષ વિતાવવા પડે છે ! પણ આખરે તેને નિર્દોષ જાહેર કરાય છે પણ જેલમાં ગુમાવેલ આ ગાળો તે અભ્યાસ કરીને પસાર કરે છે અને છેવટે વકીલ બને છે , એક એવો વકીલ કે જે માત્ર એવા ક્રિમીનલ કેસ લડતો હોય છે કે જેમાં કોઈ નિર્દોષ’ને બલી’નો બકરો બનાવીને આતંકવાદી કૃત્ય સબબ ઘટનામાં સંડોવાઈ  દેવાયો હોય છે અને જેમને કોઈ કરતા કોઈ પણ મદદ કરવા તૈયાર હોતું નથી !

2013’નાં વર્ષમાં જો કોઈને પૂછીએ કે હમણાં હમણાં આવેલ કોઈ સારું બાયોપિક ( કોઈ વ્યક્તિ’ની જિંદગીને આત્મકથાનક સ્વરૂપે રજુ કરવું ) મુવી કયું ? તો મહતમ લોકો તરત જ ભાગ મિલ્ખા ભાગ કહેશે , કારણકે ચિક્કાર પ્રમોશન અને સ્ટાર્સ’ની હાજરીને કારણે તેનું છવાઈ જવું સ્વાભાવિક હતું  . . . પણ , સામાન્ય’થી થોડુક જ ઉપર એવા ભાગ મિલ્ખા ભાગ’ની સરખામણી’એ ઘણી ઉંચી ગુણવત્તા’વાળું અને કોઈ પણ મેલોડ્રામા વગર’નું એવું ” શાહિદ ” ક્યારે આવીને ચાલ્યું પણ ગયું , તે મહતમ લોકોને ખ્યાલ પણ નહિ હોય !!!

ખરેખર તો , એક રીતે શાહિદ’ની જીવનગાથા’ને માધ્યમ બનાવીને ભારતીય ન્યાયપ્રણાલી અને પોલીસતંત્ર’માં કેટલા કેટલા છીંડા છે , તે અહીંયા સુપેરે રજુ કરાયું છે અને તે પણ કોઈ વિવાદો વગર  . . . ભારત’ની કોર્ટો’માં રોજબરોજ એટલા કેસ દાખલ થાય છે કે થોડા દિવસો બાદ તો તે સબબ બધી જ અફરાતફરી શાંત થઇ ચુકી હોય છે અને તેવા સમયે મહતમ નુકશાન એવા નિર્દોષો’ને પહોંચે છે કે જેઓ નાહક’નાં કોઈની ( અહીંયા વાંચો , કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારી અને નીતીવીહીન વકીલો ) આળસ / બેદરકારી / કિન્નાખોરી’નાં ભોગે વર્ષોના વર્ષો દોજખ જેવી જેલો’માં પોતાની જિંદગીના મુલ્યવાન ગાળા’ને ગુમાવી દે છે !!

જો ફિલ્મ’ની વાત કરીએ તો માત્ર સાત જ વર્ષમાં ગોકળગાય જેવી ધીમી અને પંગુ ન્યાયપ્રણાલી’માં સત્તર સત્તર જેટલા નિર્દોષો’ને છોડાવનાર શાહિદ આઝમી તરીકે અભિનય કરીનેરાજકુમાર યાદવરીતસર’નો છવાઈ જાય છે  . . .  તે હદે તેણે Effortless અને Flawless અભિનય કર્યો છે  . . . . તેણે એક જ ફિલ્મ’માં કેટકેટલા ચહેરાઓ અને અભિવ્યક્તિઓ જીવંત કરી છે , તે જરા જોઈએ તો . . . એક રમખાણ’નો અસરગ્રસ્ત , ટ્રેઈની આતંકવાદી , ભાગેડુ , ખોટી રીતે સંડોવાઈ ગયેલો એક યુવાન / કેદી , એક સંઘર્ષરત વકીલથી લઈને એક ફાયરબ્રાંડ સફળ વકીલ , નાનો ભાઈ અને પરિવાર’નો લાડકો પુત્ર , નિષ્ફળ પતિ અને છેવટે નિર્દોષો માટે આવી પહોચેલો એક મસીહા ! . . . થોડોક બાઘો ( ઘરથી છુપાઈને કરેલા લગ્ન સમયે ) , થોડો નિર્દોષ ( આતંકવાદી કેમ્પ’ની ઘટના સમયે ) , થોડો ઉતાવળિયો ( કોર્ટરૂમ’માં ચાલતી ટ્રાયલ સમયે ) અને ભોગ બનેલા’ઓ માટે કઈક કરી છૂટવા માટે દિન-રાત એક કરી છૂટતોશાહિદ ‘ . . . તેમના દર્દ’ને અને તેમણે વેઠવા પડતા વિલંબ’ને અનુભવતો એક સંવેદનશીલ વકીલ { મહતમ તો , સંવેદનશીલતા અને વકીલ એકબીજાની વિરોધી પ્રયુક્તિઓ ગણાય છે ! }

આ મુવી’ની રાજકુમાર યાદવ વિના કલ્પના કરવી પણ શકાય નથી , તેટલી હદે તે આ ફિલ્મ જીવી ગયો છે ( તદુપરાંત , વર્ષ’ની શરૂઆતમાં જ તેની આવેલ ‘ કાઈપો છે ‘ તો કેમ ભૂલાય ? ) ફિલ્મ’માં અન્ય પ્રતિભાશાળી કલાકારો / પાત્રો’નો પણ રીતસર ઢગલો છે , કે જેમાં જેલમાં જ શાહિદ’ને આ ભ્રષ્ટ સિસ્ટમ સામે લડવા માટે આ સિસ્ટમ’ની સામે પડીને નહિ , પણ આ સિસ્ટમ’માં ભળીને જ ન્યાય મેળવવાનું શિખવાડનાર , દ્રઢનિશ્ચયીકે.કે.મેનન ‘ , ઘરમાં શાહિદ’નાં અચાનક જ જેલમાં જવાથી પડેલી મુશ્કેલીઓથી લઈને છેક છેલ્લે સુધી ઘરનું ગાડુ ગબડાવનાર મોટા ભાઈ ‘ આરીફ ‘ની ભૂમિકામાં મોહંમદ ઝીશાન અયુબ  . . . શાહિદ’ની પત્ની’નાં પાત્રમાં પ્રભાવશાળી એવી ” પ્રભલીન સંધુ ” , અને વિરોધી સરકારી વકીલ’નાં પાત્રમાં ” વિપિન શર્મા ” એ જબ્બર જમાવટ કરી છે .

ફિલ્મ એટલી અદભુત રીતે કહેવાઈ છે તથા ઓરીજીનલ વાતાવરણ / લોકેશન પર શૂટ કરાઈ છે કે તમને વિશ્વાસ કરવાનું મન થાય અને આસપાસ’ની જિંદગીમાં જ આવા સંઘર્ષરત પાત્રો’નું સ્મરણ  થઇ આવે . ફિલ્મ’નો બેકગ્રાઉન્ડ સ્કોર પણ તેટલો જ જીવંત છે અને આ બધુ જીવંત કર્યું છે અચાનક જ રાખમાંથી ઉઠેલા ( મતલબ કે ભુલાઈ ગયેલા અને ખુદ સંઘર્ષ કરતા ) એવા દિગ્દર્શક , ” હંસલ મહેતા “એ

Hansal Maheta

શાહિદ’માં ખુબ જ સહજ અને વેદનાસભર રીતે ભારત’માં વસતા મુસ્લિમ માઈનોરીટી’ની તટસ્થ અને હકારાત્મક વાત પણ પ્રસ્તુત થઇ છે  . . . કે જેમાં એક મુસ્લિમ હોવાને લીધે તેમને વેઠવા પડતા હાલાકીના સંજોગોથી લઈને , મોડેથી પણ જયારે ન્યાય મળે ત્યારે ભારતીય ન્યાયતંત્ર પર મુકેલ વિશ્વાસ’ની પણ દાસ્તાન છે . { તેનો એક પુરાવો તો ખુદ આ ફિલ્મ જ છે ! }

ફિલ્મ’નાં કેટલાક પ્રભાવશાળી દ્રશ્યોમાં  . . .

1] ભારતીય ફિલ્મજગત’નાં ઈતિહાસમાં ફિલ્માવાયેલા , કેટલાક અદભુત એવા કોર્ટરૂમ’માં ચાલતી ટ્રાયલો’નાં દ્રશ્યો ( આ દ્રશ્યો જ ફિલ્મોનો મહતમ ભાગ રોકે છે અને ક્યાય કરતા ક્યાય પણ તમને આંખ’નું એક મટકું નહિ મારવા દે , તે હદે તેને રાજકુમાર યાદવે અને હંસલ મહેતા’એ જીવંત કર્યા છે ) 2] એક જુનીયર પત્રકાર’ને જયારે તેનો સીનીયર કેટલાક બીબાઢાળ સવાલો’નું લીસ્ટ તૈયાર કરીને ‘ શાહિદ ‘ પાસે ઇન્ટરવ્યુ માટે મોકલે છે .

3] કોર્ટ’માં ટ્રાયલ ચાલતી હોય છે અને અચાનક જ શાહિદ વિરોધપક્ષ’નાં મહિલા વકીલ’ને Good Morning કહી દે છે , કારણકે તે બગાસું ખાતી હોય છે ( તે ક્ષણો ખરેખર જોરદાર બતાવાઈ છે 😉 )

Good morning . . !

4] બંને વકીલો અંદરોઅંદર ધુંવાધાર દલીલો કરતા હોય છે અને જજ તેમને રોકતો હોય છે  . . . આખરે કંટાળીને તે ચાલ્યો જાય છે અને રિશેષ ઘોષિત થઇ જાય છે !!! 5] શાહિદ , તેના અસીલ’ને ધીરજ બંધાવતા બંધાવતા સમજાવતો હોય છે કે देर लगती है , पर हो जाता है ( તું એક દિવસ ખરેખર તારા કુટુંબીજનો પાસે હોઈશ અને ફરીથી સામાન્ય જિંદગી જીવતો હોઈશ )

6] કોર્ટ’માં કરેલી એક ટીપ્પણી’નો અવળો અર્થ કાઢી’ને કેટલાક ફાલતું અને જડ સાંસ્કૃતિક સંગઠનો શાહિદ’નું મોં કાળું કરી નાખે છે , તે દ્રશ્ય . 7] અને ફિલ્મ’ની હોમ એડીશન’માં આખરે એડિટ કરાઈ’ને કપાઈ ચુકેલા દ્રશ્યો પણ છે કે જેમાં મહતમ તો શાહિદે આતંકવાદી કેમ્પ’માં ગુજારેલા દિવસો છે ( અદભુત એવા કાશ્મીર’માં કેવા કેવા બેવકૂફી’થી ભરેલા જડ આતંકવાદીઓ તાલીમ આપતા હોય છે , તેનું અદભુત ચિત્રણ છે . )

શાહિદ પોતાની ઓફિસમાં હંમેશા એક કાગળ રાખતો હતો કે જેમાં પ્રખ્યાત એટર્ની ” રોય બ્લેક “નું અવતરણ રહેતું હતું , તમે પણ વાંચો એ અદભુત શબ્દો , Click & Zoom the Picture

a

Click & Zoom to read this fantastic words

My Rating : 8.5 to 9 / 10 > Home <

IMDb : 8.4 / 10 by 1260 + People { by Jan. 2013 }

અને આખિર’માં એન્ડ ક્રેડીટ’માં ચાલતું અદભુત ગીત ” બેપરવા  . . ” જરૂર સાંભળજો .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Below 6 / 10


3} Krrish 3 , 2013

ભારતીય સુપરહીરો’નું નિર્માણ કરવું અને તેની પણ પાછી શ્રુંખલા ઉભી કરવી અને તેમાં બાળકોનો વિશ્વાસ પણ બેસાડી બતાવવો , એ નાની વાત નથી અને મહદઅંશે રાકેશ રોશન અને ઋત્વિક રોશને તે કામ કરી બતાવ્યું છે।  . . . ભલે આપણે મોટેરાઓ તેમાંથી સત્તર વાંધાઓ કાઢવાના હોય { અને હું કાઢીશ પણ ખરો . . મોટેરા સ્ટેડીયમ’માં મેચ જોતો એક મોટેરો 😉 } પણ આખરે તેઓએ એક ભારતીય સુપરહીરો ઉભો કરી બતાવ્યો છે , ભાઈ !!!

હવે વાત પાટે ચડાવીએ ? . . . . પહેલા જ થોડાક દ્રશ્યો બાદ સીધી એડ’ઝનો મારો શરુ ( જાણે આપણે ક્રિશ 3 નહિ પણ , એડવર્ટાઈઝ 300 જોતા હોઈએ 😉 . . . . બોર્નવીટા , ફ્લેર પેન , એર ઇન્ડીયા , BIBA , WorldOO , SIS Security , Tata Cars , હેવમોર આઈસક્રીમ , Akai , Presto , RADO , Fortis Hospital , Microfine , Yamaha , મેકડોનાલ્ડ , Aaj Tak . . . હાશ . . . થોડુક પાણી મળશે ? બિસલેરી નહિ આપતા . . વળી તેનું માર્કેટિંગ થઇ જશે 😉 )

X-Men સીરીઝ’માંથી પાત્રો અને ફાઈટ સિક્વન્સ’ની ધૂમ ચોરી આ લોકોએ કરી લીધી છે।  . . . બેઠે બેઠી ! . . . .  જેમ કે , કાયા – મિસ્ટિક , કાલ – ( મેગ્નેટો + પ્રોફેસર એક્ષ ) અને બાકીના પેલા બધા માનવર પણ ( માનવ + જાનવર – – – આ નવું ગોતી આવ્યા , હોં પણ ! ) . . . . . થોડીક Original સિક્વન્સ’માંથી શરૂઆત’માં જ આવતી પ્લેન’નાં ટાયર વાળી સિક્વન્સ નવીન લાગી પણ તે પણ એકદમ ડલ ફિલ્માવાઈ હોય તેવું લાગ્યું ! . . . . અને રાકેશ રોશન’ની ફીલ્મોમાંનું એક સબળ પાસું , તેવા ગીતો તો અહીંયા એટલા બેકાર છે કે ગીત જ પૂછો માં ! . . . ઉપ્સ , વાત જ પૂછો માં 😉 ફિલ્મ’નો કલાયમેક્ષ તેમણે હમણાં જ આવેલ મેન ઓફ સ્ટીલ’માંથી બેઠે બેઠો ગપચાવી લીધો છે અને છતાં એનો પણ કોઈ વાંધો નહિ , પણ . . . CGI ઈફેક્ટસ એટલી તો બંડલ રીતે ફિલ્મ’માં વપરાઈ છે કે તેના કરતા તો અત્યાર’ની સીરીયલ્સ’માં વધુ સારી ઈફેક્ટ આવે છે !

k2 પણ આ બધી ચવાઈ ગયેલ વાતો બાદ પણ ફિલ્મ એકવાર જોવા જેવી બની છે , તો તે માત્ર ઋત્વિક’નાં કારણે . . . બાપ – બેટા’નાં ડબલ રોલમાં તેણે રોહિત મહેરા અને ક્રિષ્ના મહેરા / ક્રિશ’નાં પાત્રમાં રીતસર જીવ રેડી દીધો છે।  . . . . ફિલ્મ’ની ઈમોશનલ કોર એ રીતે ખુબ જ સુંદર અને  સ્પર્શી જાય તેવી  બની છે . . . ખાસ તો , પિતા’નાં પાત્રમાં રોહિત મહેરા તરીકે તે ગજબ’નો વિશ્વસનીય લાગે છે . ( જાદુ . . જાદુ )

My Rating : 5 to 5.5 / 10 > Home <

IMDb : 6.2 / 10 by 8,500 + People { by Jan. 2013 }

અને છેલ્લે આ ફિલ્મ’નું નામ ક્રિશ – 3 શું કામ છે ? ક્રિશ – 2 , ન હોવું જોઈએ !!!


4} Jayantabhai Ki Luv Story , 2013

એક ગુંડા અને એક સ્ટ્રગલર છોકરીની પ્રેમકથા  . . . .

ઓકે , તો આ મુવી નેહા શર્મા’ને કારણે જોવાયેલી 🙂 પણ દુ:સ્વપ્ન તરીકે વિવેક ઓબેરોય યાદ રહી ગયો 😦 આટલી રેઢીયાળ ફિલ્મ બનાવવા માટે પણ ક્રિયેટીવીટી જોઈએ  . . . !!! બાકી તો આપ સમજી જ ગયા હશો ! { આપ એટલે ‘આમ આદમી પાર્ટી ‘ નહિ હોં !}

ccc

My Rating : 2 / 10 > Home <

IMDb : 5.1 / 10 by 540 + People { by Jan. 2013 }


5} Satyanweshi , 2013

સત્યાન્વેશી સાથે બે મોટી બાબતો સંકળાયેલી હતી  . . . 1) બ્યોમકેશ બક્ષી અને 2) રીતુપર્ણો ઘોષ  . . . . પણ , આ ફિલ્મ’માં જાણે બંને’ની કમી વર્તાય છે  . . . રીતુપર્ણો તો આમેય આપણી વચ્ચે નથી રહ્યા  . . . પણ , અફસોસ એક જ કે આ ફિલ્મ પણ કોઈ રીતે સ્મૃતિ’માં રહી જાય તેવી નથી બની 😦

સ્ટોરીમાં  . . . બલબંતપુર’નાં મહારાજા કે જેઓ એક સમયે બોમકેશ’ના મિત્ર પણ રહી ચુક્યા હોય છે  . . . તેઓ તેને એક રહસ્ય’ને ઉકેલવા અહી આવવા કહે છે કે જ્યાં તેણે મહેલ’નાં ગ્રંથપાલ’ને ખોળી કાઢવાનો હોય છે કે જે અચાનક જ ગુમ થઇ ગયો હોય છે અને ક્યાય કરતા ક્યાય તેનો પતો નથી મળી રહ્યો !

ઈન્ટરવલ સુધી તો ફિલ્મ એકપણ ખૂણે’થી રહસ્યમય નથી લાગતી . . . 80% ફિલ્મ મહા-બોરિંગ અને વિચિત્ર એક્ટિંગ’થી ભરપુર છે  . . . .ક્યાય કરતા ક્યાય જરા પણ રોમાંચ’નું નામ નહિ ❗ બોમકેશ અને અજીત’ની જોડી’નો કોઈ ચાર્મ નહિ . . . અને જેમ શેરલોક હોમ્સ’ની કથાઓમાં લંડન એક પાત્ર તરીકે ઉભરે છે તેમ જ બોમકેશ’ની બાબતમાં કોલકાતા ઉભરે છે , પણ અહીંયા તે પણ નહિ  . . . સુજોય ઘોષ , બોમકેશ બક્ષી તરીકે જરાય છાપ નથી છોડી શક્યા  . . . 

My Rating : 4 / 10 > HomeOne of the Biggest Disappointment !

IMDb : 6.6 / 10 by 160 + People { by Jan. 2013 }


6} The Good Road , 2013

Summary of movie : from ” Shishir Ramavat’s Blog

શું છે આ ફિલ્મમાં? ફિલ્મ કચ્છની ભૂમિ પર આકાર લે છે. મુંબઈનું એક યુગલ કારમાં વતન જઈ રહ્યું છે. સાથે આઠ-દસ વર્ષનો દીકરો છે. રસ્તા પર ધાબા જેવી જગ્યાએ ચંચળ છોકરો ઊતરી જાય છે અને મા-બાપ ભૂલથી એને ત્યાં જ છોડીને આગળ નીકળી જાય છે. પછી દીકરો ગાયબ છે એવી ખબર પડતાં ઘાંઘાં થાય છે. ટેણિયો મમ્મી-પપ્પાની રાહ જોવાને બદલે કોઈ ટ્રક ડ્રાઇવર સાથે નીકળી પડે છે. ઔર એક ટ્રેક દસેક વર્ષની બાળકીનો છે. તે રસ્તા પર શરીર વેચતી વેશ્યાઓની ગેંગનો હિસ્સો બની જાય છે. છેલ્લે અફકોર્સ, સૌ સારા વાના થઈ જાય છે.

આ ફિલ્મ માટે એક શબ્દ તરત જ મન’માં સળવળ્યો  . . . ” અલેલટપ્પુ ” ❗ તેટલી હદે આ ફિલ્મ વિચિત્ર જ નહિ પણ મહાવિચિત્ર છે , કહો કે વિચિત્ર’ની વિચિત્ર ઘાત છે ( સૌજન્ય : પ્રિય વિષય ગણિત ) અહીંયા જેટલી સ્ટોરી વિચિત્ર છે , તેટલા જ વિચિત્ર તેના કહેવાતા ઓરીજીનલ કલાકારો છે { એકમાત્ર ટ્રક’નાં ક્લીનર સિવાય કોઈ કરતા કોઈને ઢંગ’થી સંવાદ બોલતા પણ નથી આવડતો } . . . આ ફિલ્મ’ને આટલા રેટિંગ પણ એટલા માટે  આપ્યા કે ફિલ્મ વિઝ્યુઅલી થોડી સારી શૂટ થઇ છે અને તેમાં આપણા ગુજરાત’નું રણ છે . { કચ્છડો બારેમાસ  . . . પણ આવી ફિલ્મો જો તેમાં શૂટ થવાનું ચાલુ રહેશે , તો કાઈ નક્કી નહિ ! }

હવે આ ફિલ્મે લંચબોક્ષ’ને પાછળ મુકીને કેવી રીતે ઓસ્કાર’માં એન્ટ્રી મેળવી હશે ,  તે બાબતે ભલભલા જાણકારો બાળકોની જેમ ગોથું ખાઈ ગયા છે { નોંધ : હું જાણકાર નથી પણ બાળક જરૂર છું  . . . તો ચાલો જરાક ગોથું મારતો આવું 😉 }

My Rating : 3 / 10 > Home <

IMDb : 6.3 / 10 by 320 + People { by Jan. 2013 }

Read the detailed review : HERE


7} Bullett Raja , 2013

આ મુવી’નું ટાઈટલ ‘ બુલેટ રાજા ‘ એટલા માટે છે કે રાજા’એ બુલેટ ચલાવી હતી કે પછી રાજા’એ બુલેટ છોડી હતી ? 😉 આ ફિલ્મ’થી તિગ્માંશુ ધુલિયા અને સૈફ અલી ખાન એ બંને એકસાથે ખાડે ગયા છે !

આ ફિલ્મ નથી મસાલા ફિલ્મ કે નથી ઢોસો ફિલ્મ ! મતલબ કે સ્ટાયલીશ મુવી વિથ ટ્વિસ્ટ  . . .  સૈફ અલી ખાન ક્યાય કરતા ક્યાય ગેન્ગસ્ટર જેવો નથી લાગતો  . . . ફરી અહીંયા પરાણે પ્રીત જેવું જ છે ! સોનાક્ષી હવે ધીમે ધીમે ચવાતી જાય છે ( વચ્ચે વળી , લુંટેરા આવી ગયું એટલે થોડી બચી ગઈ ! ) . . .

My Rating : 4 / 10 > Home <

IMDb : 5.6 / 10 by 1130 + People { by Jan. 2013 }

એક સંવાદ : હમ આયેંગે તો ગર્મી બઢેગી  . . ( જાણે કે , તે ઉનાળો હોય 😉 )


8} R… Rajkumar , 2013

આપણી ગુજરાતી ફિલ્મો કેવી ખાડે ગયેલી . . ( હજુ જાય જ છે  . . . ખબર નહિ કે ફિલ્મો જ એવી છે કે ખાડાઓ એટલા મોટા છે ! ) એવો જ હાલ પ્રભુદેવા’એ આ ફિલ્મ બનાવીને કરવાની શરૂઆત કરી છે !!! { અગાઉ પણ રાઉડી રાઠોડ’થી શરૂઆત થઇ જ ગયેલી , પણ આ ફિલ્મ’થી શિખર અંબાઈ ગયું લાગે છે ! } આજની તારીખ’માં પણ આટલી રેઢીયાળ ફિલ્મ બની શકે એ એક અચંબો જ કહી શકાય ( કદાચ એટલે જ ફિલ્મ’નાં ટાઈટલ’માં જે પહેલો R છે , તેનો અર્થ  રેઢીયાળ થતો હશે 😉 ).

પૂરી ફિલ્મ’માં સોનાક્ષી’ને એટલા કલરે-કલર’નાં કપડા પહેરાવ્યા છે કે જાણે પ્રભુદેવા ગુજરી બજાર’નું પ્રમોશન કરતા હોય ! . . . આખી મુવી’માં એક જ દ્રશ્ય મજાનું છે કે જેમાં શાહિદ એક વૃદ્ધ’નો જીવ આગ’માંથી બચાવી રહ્યો હોય છે  . . . અને છેલ્લે , શાહિદ આ ફિલ્મ’માં એટલો તો લઘરો લાગે છે કે માથે પાઘડી બાંધી હોત તો અસલ બિન લાદેન લાગેત 😀

My Rating : 2 / 10 > Home <

IMDb : 5.2 / 10 by 1400 + People { by Jan. 2013 }


9} Gori Tere Pyaar Mein , 2013

ઇમરાન ખાન’ને જયારે જોઉં ત્યારે એમ લાગે કે જાણે જુનીયર જોહન અબ્રાહમ ( બેય પાસે મોઢું તો છે , પણ હાવભાવ ? ) . . . ફિલ્મ પાસેથી તો આમ પણ કઈ આશા ન હતી , પણ તેની સાપેક્ષે ફર્સ્ટ હાફ ઘણો ફની અને ક્રિસ્પી લાગ્યો  . . . . કરીના’નો ચાર્મ પણ ક્યાંક ક્યાંક ઢીલો પડતો લાગ્યો ( હાં , પણ આંજણ આંજેલી આંખોમાં હજી પણ તે માશા અલ્લાહ લાગે છે 🙂 ) . . .

રોમ-કોમ ફિલ્મો જોવા’ના શોખીન માટે એક વાર જોવાય તેવો ટાઈમપાસ ( મારા જેવા ! ) , અને હાં , ‘ દિલ ડફર ‘ ગીત મસ્ત છે ( જો તમે ડફર હો તો જરૂર સાંભળજો , મેં તો સાંભળ્યું . )

શ્રધ્ધા કપૂર’નો કેમિયો ઠીકઠાક છે , પણ શ્રધ્ધા એઝ યુઝવલ સુંદર’ની સુંદર ઘાત જેટલી સોહામણી લાગે છે 🙂

આ ફિલ્મ બાવાઓ પર હોત તો , તેનું ટાઈટલ કૈક આવું હોત  . . . અઘોરી તેરે પ્યાર મેં 😉

My Rating : 5 / 10 > Home <

IMDb : 5.1 / 10 by 1070 + People { by Jan. 2013 }

ઇમરાન : હેલ્લો , આઈ એમ શ્રી રામ . . .

કરીના : અરે આ તો શ્રી દેવી જેવું લાગે છે 😉 . . .


Winner : Shahid , Shabdo Plesant Watch : – – –

Looser :  Jayantabhai Ki Luv Story , The Good Road ,  R… Rajkumar


at Last . . !

That Day After Every Day , 2013 { Short film by Anurag Kashyap }

તે દિવસ બાદ તો જાણે ઉલટા’ની પરિસ્થિતિ વણસી ગઈ { દિલ્હી’ની તે ગોઝારી ઘટના } . . . આવા હેવાનિયત ભર્યા કિસ્સાઓ વધવા લાગ્યા  . . . જાણે તે હેવાનો’એ તેમનો ડર વાંચી લીધો અને સ્ત્રીઓ’ના તે ઘુટન અને ધૂંધવાટ’નાં દિવસો જાણે લંબાઈ ગયા  . . . જ્યાં જુઓ ત્યાં ડર’થી , મજબૂરી’થી , ધમકી’થી , તેઓને પરાણે પળાવાતી કહેવાતી મર્યાદાઓ’થી , કટાક્ષ’થી અને આખરે ન્યુઝ ચેનલો’નાં અતિરેકથી આ પરિસ્થિતિ’એ ભયાનક ડર’નું સ્થાન લઇ લીધું  . . . પણ , હવે જાગવાનો સમય આપણે જ નક્કી કરવાનો છે  . . . અત્યારે નહિ તો ક્યારેય નહિ .

આંખો’માંના ડર’થી શરુ કરીને ગળામાં ઘૂંટાતી ગુંગળામણ’થી , છેક . . . ફાટી નીકળતા આક્રોશ’ને  પડદા પર જીવંત કરતી અદભુત શોર્ટ ફિલ્મ  . . . સમય નાં હોય તો પણ નીકાળી’ને જોઈ લો  . . . તે ઘુટન , ગુંગળામણ અને આક્રોશ તમે પણ અનુભવશો .

Watch Whole Short Movie : Must Watch