ટૅગ્સ
2 સ્ટેટ્સ, 2 States, Anita Karwal and Atul Karwal, ખુશવંત સિંહ, ગેમ ઓફ થ્રોન્સ, ચેતન ભગત, જયા મહેતા, થિંક એવરેસ્ટ - અતુલ કરવલ અને અનીતા કરવલ, નવભારત સાહિત્ય મંદિર, બિન્દાસ ખુશવંત, રશ્મી બંસલ, રેવન્યુ સ્ટેમ્પ - અમૃતા પ્રીતમ'ની આત્મકથા, રેવોલ્યુશન 2020, સપના'નાં સોદાગરો, સોનલ મોદી, સૌરભ શાહ, Chetan bhagat, Game of Throne, Game of Thrones : Season 4 - Unofficial posters, Gujarati Translation of Absolute Khushvant, Gujarati Translation of I Have a Dream, Gujarati Translation of Think Everest, JSK - || જય શ્રી કૃષ્ણ || : જય વસાવડા, revenue stamp - An Autobiography by Amruta Pritam, Revolution 2020 - Chetan Bhagat
પુસ્તકો’ની પોસ્ટ્સ બંધ થતા થોડુક નિરાશ થવાયું , પણ આખરે તેની ખોટ પૂરી કરવા તાજેતર’માં વંચાયેલ પુસ્તકો’ની વાતો બ્લોગ પર મુકવાની ઈચ્છા સળવળી અને તે બહાને પુસ્તકો’ની પોસ્ટ્સ જીવંત પણ રહેશે . . . .
અહીંયા ટૂંક’માં જ આપ સૌ સાથે પુસ્તકો’નો અનુભવ વહેંચીશ અને તેની સાથે સાથે જે કોઈ ટીવી સીરીઝ કે ડોક્યુમેન્ટ્રી કે નાટક કે એવું કાંઇક જોયું હોય તો , તેની પણ વાત કરીશ અને હાં જો લટકામાં ટ્રેઇલર્સ મળશે તો એ પણ ભભરાવતો રહીશ . . . મિક્સ ભેળ’ની આ જ તો મજા છે . . . ભાવ ય ઓછો અને ચટ્કારો પણ ઝાઝો 🙂
તો શરુ કરીએ . . . Recent Read , Recent Watch .
>>> 6 Books & 1 TV Series [ Last 3 Months ] <<<
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
Recent Read
બિન્દાસ ખુશવંત – ખુશવંત સિંહ , હુમ્રા કુરેશી સાથે [ ભાવાનુવાદ – આદિત્ય વાસુ ]
Gujarati Translation of Absolute Khushwant
– – પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર , [ Link ] , Rs. 150
ખુશવંત સિંહ વિષે વાંચન’નાં અને પત્રકારત્વ’નાં રસિયાઓ તો જાણતા જ હશે પણ જેઓને આ બંનેમાં રસ ન હોય તેઓ’ને પણ આ પુસ્તક ખુબ જ રોચક લાગશે . . . આમ તો , આ પુસ્તક તેમની આત્મકથા નથી , પણ અંગત અને જાહેર જીવન’ની વિવિધ ઘટનાઓ / તબક્કાઓ અને સંસ્મરણો’ની સ્મૃતીગાથા છે . . . જરૂરથી વાંચશો , ભારતે મેળવેલા એક તેજસ્વી અને ફાયરબ્રાંડ પત્રકાર’ની જીવની , તેમની સફર .
તેમની ઝુબાન’માં અને અદા’માં આઝાદી પહેલા’ના ભારત’થી લઈને આઝાદી પછીના ભારત અને ઉદારીકરણ પછીના ભારતની છબી અને છબછબીયા ઝીલાશે કે જે જુના સંસ્મરણો’નો પટારો ખોલી દેશે .
રેવન્યુ સ્ટેમ્પ ( અમૃતા પ્રીતમ‘ની આત્મકથા ) – [ અનુવાદ : જયા મહેતા ]
Revenue stamp – An Autobiography by Amruta Pritam
– – પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર [ Books for you ] , Rs. 140
ભારત’માં લખાયેલી કેટલીક અદભુત આત્મકથાઓ’માની એક . . . . જયારે આ પુસ્તક પ્રકાશિત થયું હતું , ત્યારે ઘણાએ તેને વિવાદો ઉભું કરનાર ગણાવ્યું હતું , તો ઘણાએ તેને અત્યંત સાહસિક ગણાવ્યું હતું . . . પણ , મારા મતે આ પુસ્તક હૃદય’થી લખાયેલું હતું અને હૃદયથી જ પ્રકાશિત થયું હતું , તેટલી હદે આ પુસ્તક સત્ય અને લાગણી’થી છલકાયેલું છે . . . પુસ્તક’ની ભાષા અને તેનો અનુવાદ અત્યંત સમૃદ્ધ છે . . . એક તબક્કે હું આ પુસ્તક’માંથી એક આખી પોસ્ટ બનાવવાનો હતો , પણ હોડી કિનારે ન પહોંચી ( પણ આશા અમર છે . )
આ સ્ત્રી’એ ખુબ જ વિશાળ દ્રષ્ટિકોણ’થી સમગ્ર આલેખન કર્યું છે અને તેના માટે તેણીએ ખરેખર હૃદય’નાં ઊંડાણ’થી સત્યો પ્રગટ કર્યા છે ( કે જેને ઘણા ઉતાવળીયા લોકોએ પ્રસિદ્ધિ પામવા માટે’નું તેણીનું BOLD પગલું ગણ્યું છે અને તેણી પર ઘણી પસ્તાળ પણ પાડી છે . )
>> Must Read <<
[ પુસ્તક’નો એક સુંદર અંશ ‘ અક્ષરનાદ ‘ પર : Link ]
[ અમૃતા પ્રીતમ વિષે એક સુંદર પોસ્ટ્ : Link ]
2 સ્ટેટ્સ – ચેતન ભગત [ અનુવાદ : વિજય દવે ]
2 States – Chetan Bhagat
– – પ્રકાશક : આર આર શેઠ [ Flipkart , Infibeam , Amazon ] , Rs. 150
મારા માટે ચેતન ભગત’ને વાંચવું એટલે . . . ” મોજ , મોજ અને મોજ ” ( વિદ્યા બાલન એન્ટરટેઈનમેન્ટ’થી શોભે . . . વિનય’થી નહિ ! – 21મી સદી’નું સૂત્ર 😉 ) . . . . અને 2 સ્ટેટ્સ , એ રીતે ફૂલ ઓન મસ્તી છે કે જેવી હંમેશા તેમને વાંચવામાં રહી છે। અત્યાર સુધીનું તેમનું મારું પ્રિય પુસ્તક ” 5.1 સમવન ” જ રહ્યું છે અને કદાચિત રહેશે જ . . . અને એક રીતે જ્યાંથી 5.1 સમવન પૂરું થાય છે , ત્યાંથી જ આ પુસ્તક 2 સ્ટેટ્સ શરુ થાય છે ( મતલબ કે ક્રિશ’નાં IIT પૂરું કર્યા બાદ IIMA અને અનન્યા સાથેના સંબંધ અને તેમના લગ્ન અંગેની સફર )
ચેતન ભગત એટલે ચિક્કાર અવલોકન . . રોજબરોજનું ( કામ’નું કે પછી નકામ’નું ) . . . વાંચતા વાંચતા મોં પર મલકાટ આવી જાય તેવી સરળ રજૂઆત . . . અહીંયા વાત છે , ક્રિશ ( ઉતર ભારતીય છોકરો ) અને અનન્યા’ની ( દક્ષીણ ભારતીય છોકરી ) , તેમના ચિત્ર-વિચિત્ર પ્રેમની , ભવિષ્યમાં લગ્ન માટે માં-બાપ’ને મનાવવા’મા પડતા રમુજી સંઘર્ષ’ની . . . અને ઉતર ભારત અને દક્ષીણ ભારત’નાં લોકો’ની એકબીજા માટે ધારી લીધેલ ધારણાઓ’ની અને સંસ્કૃતિ’ભેદની . . .
>> Plesant Read <<
રેવોલ્યુશન 2020 – ચેતન ભગત [ અનુવાદ : વર્ષા પાઠક ]
Revolution 2020 – Chetan Bhagat
– – પ્રકાશક : આર આર શેઠ [ Books on click , Amazon , Flipkart ] , Rs. 150
પણ ‘ રેવોલ્યુશન 2020 ‘માં ચેતન ભગત ક્યા માર ખાઈ ગયા , તે ખ્યાલ જ ન આવ્યો ( તેમના ઝીણવટ’ભર્યા અવલોકનો અને ફની નેરેટીવ’નો અહીંયા સદંતર અભાવ જણાયો – – અને પ્રમુખ એવા વાર્તા’તત્વ’નો પણ ) . . . પૂરી સ્ટોરી વાંચી લીધા બાદ ઘણી સામાન્ય લાગે છે ( થોડીક ક્ષણો અને ઘટના’ઓને બાદ કરતા ) અને ગોપાલ , આરતી અને રાઘવ એમ ત્રણ પાત્ર’માંથી એક પણ પાત્ર તમારા મન પર છવાઈ જાય તેમ નથી લાગતું . . . પણ હાં , હમણાં’નાં સમયમાં જે એન્જીનીયરીંગ કોલેજો’નો રાફડો ફાટ્યો છે , તે સમગ્ર ઘટનાક્રમ’ની ચેતન ભગતે ખુબ જ સરસ રીતે દુખતી રગ દબાવી છે . . . . ફાઈનલી , ચેતન ભગત’નું સૌથી નબળુ પુસ્તક ( મારા મતે )
સપના’નાં સોદાગરો – રશ્મી બંસલ [ ભાવાનુવાદ – સોનલ મોદી ]
Gujarati Translation of I Have a Dream
– – પ્રકાશક : એકલવ્ય એજ્યુકેશન ફાઉન્ડેશન , અમદાવાદ [ Books for you ] , Rs. 150
રશ્મી બંસલ’નાં બે અદભુત પુસ્તકો ‘ ખભે કોથળો ને દેશ મોકળો ‘ અને ‘ શૂન્ય’માંથી સર્જન ‘ બાદ આ પુસ્તક પણ ઈન્ટરવ્યુ’ઝની સીરીઝ સમાન જ લાગતું હતું કે જ્યાં લોકોએ કૈક હટકે સફળતા મેળવી હોય . . . પણ , એકવાર આ પુસ્તક શરુ કર્યા બાદ આ પુસ્તક તમને હૃદય’થી સ્પર્શી જશે તેટલી હદે આ પુસ્તકે મને આશ્ચર્ય’માં અને અવઢવ’માં નાખી દીધો છે . . . કારણકે , અહીંયા શરુઆત થઇ હતી સમાજસેવાથી અને અંત’માં જઈને ધીરજ’નાં મીઠા ફળ જેવો નફો મળ્યો . . . . જુઓ ત્રણ નાનકડા સાર સમાન ઘટનાઓ’નો ઘટનાક્રમ। . . .
1) શાહીન મિસ્ત્રી – વિદ્યાર્થી કાળમાં જ શાહીને ઝુંપડપટ્ટી’માં બાળકોને ભણાવવાનું શરુ કરી દીધું હતું . પંદર બાળકોથી શરુ થયેલ એ પ્રવૃત્તિ આજે તો પાંત્રીસો બાળકોની સંખ્યાએ પહોંચી છે . હાલમાં આકાંક્ષા’ની છ શાળાઓ અને અઠ્ઠાવન સેન્ટર્સ છે. ભારતના જાગૃત યુવાનોને દેશ માટે કૈક કરી છૂટવાની પ્રેરણા આપવાનું શાહીને બીડું ઝડપ્યું છે .
2) બિંદેશ્વર પાઠક – ચુસ્ત બ્રાહ્મણ કુટુંબ’નાં ફરજંદ બિંદેશ્વર’ને બાળપણમાં ‘ સ્વશુદ્ધિકરણ ‘ માટે દાદીમાં’એ ગાયનું છાણ ખવડાવ્યું હતું !! કારણ ? તેઓ ‘ અસ્પૃશ્ય ‘ને અડી ગયા હતા . આ જ બ્રાહ્મણે જતે દિવસે એક એવી ચળવળ ચલાવી કે જેને ભારતભર’માં ‘ સુલભ ‘ તરીકે ઓળખ મળી છે . ‘ મેલું ઉપાડનાર ‘ પાયખાના’ના સફાઈ કામદારો’ને આ ક્રાંતિ દ્વારા સામાજિક મોભો મળ્યો છે .
3) હરીશ હાન્ડે – હરીશ હાન્ડે’ને ઘણા ગાંડો કે ધૂની વૈજ્ઞાનિક માને છે . Ph.D.ના અભ્યાસ દરમ્યાન તે શ્રીલંકા અને ભારતનાં ગામડાઓમાં અડ્ડો જમાવીને બેસી ગયો હતો . કારણ ? ભારતને ભગવાને આપેલ સૌથી મોટી ભેટ એવી સૌરઉર્જાને ગામડાઓ સુધી સસ્તા ભાવે પહોંચાડવાની ધૂન એના મગજ પર સવાર થઇ ગઈ છે . હાલમાં , ‘ સેલ્કો ‘ દ્વારા તેમણે કર્ણાટક’માં 1,20,000 સૌર વીજ પેનલ્સ બેસાડી છે તથા ધીમે ધીમે આખા ભારતના ગામડાઓમાં આ સસ્તી ઉર્જાનો સ્ત્રોત પહોંચાડવા ઈચ્છે છે .
>> Must Read <<
થિંક એવરેસ્ટ – અતુલ કરવલ અને અનીતા કરવલ { અનુવાદ : સૌરભ શાહ }
Gujarati Translation of Think Everest
– – પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર [ Gujarati Books , Books onClick ] , Rs. 275
જી હાં , આ એક ટ્રાવેલોગ છે , પણ જેવો તેવો નહિ . . . એક તો એ દુનિયાના ઉતુંગ શિખર એવરેસ્ટ’નાં આરોહણ’ની વિજયગાથા છે અને બીજું તે સનદી અધિકારી શ્રી અતુલ કરવલ દ્વારા ખેડાયેલી છે ( ભારત’ના સૌ પ્રથમ સનદી અધિકારી દ્વારા – IAS / IPS . . . ) . . . . ભારત’નાં પ્રથમ IPS અધિકારી દ્વારા અને લટકામાં ગુજરાત’નાં IPS અધિકારી દ્વારા। . . . ઘણા સમયથી સેવેલ સપનું જયારે હકીકત’માં પલટાવા’ની ક્ષણ નજીક આવે છે ત્યારથી તે છેક શિખર’નાં આરોહણ’ની ઘડી નજદીક આવે છે ત્યાં સુધીની એક અદભુત રોમાંચગાથા। . . . પુસ્તક ખુબ જ અદભુત સ્વસ્થતા’થી આલેખાયેલું છે ( તે હદે તેમાં દોરવણી , માર્ગદર્શન અને ઘટનાઓ’નું સુંદર આલેખન કરાયું છે। ) . . . . પુસ્તક’ને એક અનેરી ઉંચાઈ’એ પહોંચાડતું એક બીજું જમા પાસું એટલે , ડગલે ને પગલે આવતું તેમના પરિવાર’જનોનું સ્મરણ , ચિંતન / ચિંતા , સુખદ સ્મૃતિઓ’નું વર્ણન . . .
એક બાજુ તેઓ ઉપર’ને ઉપર ચઢાણ કરી રહ્યા છે અને બીજે તબક્કે ખુબ જ અદભુત ચિંતનયાત્રા ખેડીને મનોમન જીવન’નાં અદ્ભુત રહસ્યો ઉકેલી રહ્યા હોય છે . . . તન’થી પણ ચઢાણ અને મન’થી પણ ચઢાણ . . . જો , પુસ્તક’માં બ્લેક & વ્હાઈટ ફોટો’ઝના સ્થાને કલરફૂલ ફોટો’ઝ હોત તો પુસ્તકને ચાર ચાંદ લાગી જાત , તેવો મારો નમ્ર મત છે।
>> Must Read <<
JSK – || જય શ્રી કૃષ્ણ || : જય વસાવડા
– – પ્રકાશક : રીમઝીમ ક્રિયેશન / નવભારત સાહિત્ય મંદિર , Rs. 500
[ Gujarati books , Books for you , Amazon ]
પુસ્તક વિષે તો મહતમ લોકો જય વસાવડા’નાં બ્લોગ થકી જ જાણતા હશે , માટે વધુ કાઈ કહેવાનું તો થતું નથી ( મતલબ કે પુસ્તક’ની શરૂઆત પણ કૃષ્ણ અને અંત પણ કૃષ્ણ ) . . . કાનજી’ભાઈ વિશેની જાણીતી / અજાણી વાતો’નો રીતસર અહીંયા ઢગલો થયો છે . . . કેટલાક લેખ તો ખુબ જ અદભુત અને હૃદયસ્પર્શી છે . . . . થોડાક લેખ મને એવું લાગ્યું કે પહેલા પણ કદાચિત વંચાઈ ચુકાયા છે ( કદાચિત તેમની કોલમ’માં જ વાંચ્યા હશે ) . . . પુસ્તક તન અને મન’થી મતલબ કે કન્ટેન્ટ અને કવર એમ બંને રીતે રિચ છે , માટે કિંમત પણ જરા વધુ છે ( 500 / . . . પણ મેં તો તે સમયે છૂટ’નો લાભ લઈને 250 /માં મેળવ્યું હતું . ) . . . ઘણી જગ્યાએ એવું લાગ્યું કે વિષય કદાચિત થોડો વધુ લંબાવાઈ ગયો છે અને રીપીટેશન થઇ રહ્યું છે ( મારી પોસ્ટ’ની જેમ જ 😉 ) પણ આખરે તો પુસ્તક એ લેખક’નો જ દસ્તાવેજ હોય છે ( તેમાં લાંબા / ટૂંકું ન હોય )
. . . પ્યારા કાનજી વિષે હજુ મારે ગુણવંત શાહ અને નગીનદાસ સંઘવી અને ઓશો’નાં પુસ્તકો વાંચવાના બાકી છે . . . માટે , તે તરફ હવે નજર મંડાઈ છે , માટે વહેલી આવે તે સવાર કે જયારે થાઉં હું સવાર , રાખી પુસ્તક’ને ખોળે મસ્તક અને દઉં તેના દ્વારે દસ્તક . . .
Recent Watch
Game of Throne – SAGA ( Season 1 , 2 ,3 ) [ Link & Info. ]
મહાભારત વિષે એમ કહેવાય છે કે જે અહીંયા છે , તે બધે જ હશે પણ જે અહીંયા નથી તે ક્યાય નહિ હોવાનું !!! પણ , 21મી સદી’માં આ ટીવી સિરીઝે આ સ્લોગન કે વાયકા’ને છાતીના પાટિયા બેસાડી દ્યે તેટલી હદે પોતાના નામે ચડાવી દીધી છે ❗ ❗ ❗ જેમ હોલીવુડ’ની સામે બોલીવુડ’ની ફિલ્મો’ની ગુણવત્તા પાણી ભરે , તેમ HBO દ્વારા બનાવેલી આ સીરીઝ સામે હોલીવુડ પણ એક પગથીયું નીચે ઉભું રહે . . . . આ વાત છે , એક સિંહાસન આસપાસ રચાતી ગાથાની। . . . છળ – કપટ’ની , નિર્દયતા’ની – બર્બરતા’ની , દયા’ની અને ડાકણ’ની ( દયા ડાકણ’ને ખાય , તે કહેવત’ને અનુસરીને ! ) , સાહસ’ની – દુ:સાહસ’ની , બેવકૂફી’ની – આયોજન’ની , આશ્ચર્ય’ની – અચંબા’ની ( મોં’માં આંગળા નાખી જાવ તેટલી હદે મળતા ઝાટકાઓ’ની ) , સત્ય’ની – કડવા સત્ય’ની , જાદુ’ની – ડ્રેગન’ની . . . .
Season 1
આ અદભુત સીરીઝ’ની પહેલી સીઝન મારી પાસે હતી જ , પણ શરૂઆત કરવાનો મૂડ નહોતો થતો , પણ જયારે વિરાજભાઈ’એ પણ ફરી આ સીરીઝ’ની યાદ અપાવીને ભરપુર વખાણ કરી નાખ્યા એટલે પછી કર્યા કંકુના 🙂 { GOT વિષે ત્યાં જ જાણી લેજોને 🙂 }. . . અને ખરેખર કહું તો પાછલા બે મહિનાથી હું આ સીરીઝ’ને રોજ થોડું થોડું કરીને જોતો હતો કેમકે , ત્રણ સીરીઝ’નાં થઈને કુલ ત્રીસ એપિસોડ’સ થાય અને સાચું કહું તો રોજેરોજ જે જલસા પડ્યા છે કે વાત પૂછો માં 🙂 એક વખત તો એવો આવ્યો કે આ સીરીઝ પૂરી થવા આવી અને પછી થયું કે હવે શું ? હવે ચોથી સીઝન ક્યારે ? જાણે એક પ્રકારનો શૂન્યાવકાશ થઇ ગયો ❗ કારણકે ગમે તેવો મૂડ હોય કે પછી નાદુરસ્ત તબિયત હોય , જો એકવાર તમે જોવાનું ચાલુ કરો કે પછી ગયા કામથી ! . . . .એક પ્રકારે અફસોસ થયો કે સાલું આ સીરીઝ પહેલા કેમ ન જોવાઈ ? પણ , પછી મજાની વાત એ રહી કે ત્રણે ત્રણ સીઝન મે બેક ટુ બેક જોઈ અને સોરઠી ભાષામાં કહું તો રીતસર’નો ધરાઈ ગયો 😀 અને છેલ્લી વાત કે ભવિષ્યમાં ગેમ ઓફ થ્રોન્સ જેવું અદભુત સર્જન નાના પડદે કે મોટા પડદે જોવા મળે તેમાં ભારોભાર શંકા રહેશે , તેટલી હદે આ શો ગાભા કાઢી નાખે તેવો અદભુત છે .
Season 2
એટલી હદે આ સીરીઝ’નું સ્ટોરી’ટેલીંગ જબરદસ્ત છે કે કેટલીકવાર તો માત્ર બે જ લોકો સંવાદ કરતા હોય તો પણ તમને ચસકવા કે હલવા ન દે !!! તે હદે તેના સંવાદો રીચ છે અને તેટલી જ હદે તેમાં આવતા એકેએક ક્વોટ’સ . . . અને તે જ રીતે તેમાં આવતા એકથી ચડિયાતા એક એવા પાત્રો અને તેના’માં પ્રાણ ફૂંકતા અદભુત કલાકારો . . . . બાય ધ વે , જે લોકોએ આ સીરીઝ જોઈ છે , તેમને કહું તો મારા પ્રિય પાત્ર છે . . . ટાયવીન લેનીસ્ટર & આર્યા સ્ટાર્ક .
Season 3
Season 4 – Coming soon : this April
[ Game of Thrones : Season 4 – Unofficial posters ]
> Must <
>> Must Must <<
>>> Must Must Must <<<
Watch
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
વાહ! આભાર દોસ્ત. આવી પોસ્ટ્સ બંધ થાય તે ન ચાલે યાર… કયારેક શું વાંચવું તેવો પ્રશ્ન ઉભો થતો હોય છે ત્યારે આવી રીતે કોઇ મદદ મળી જાય તો ઘણો આનંદ-આનંદ થઇ આવે.
ઉપર જણાવેલા પુસ્તકોમાંથી ચેતન ભગત અને રશ્મી બંસલના સિવાયના દરેક પુસ્તકનો લ્હાવો લેવાનો બાકી છે. તેને લિસ્ટમાં ઉમેરી દેવામાં આવે છે. ફરીવાર આભાર.
LikeLike
આભાર , દર્શિતભાઈ . . . એક ફૂલ કરમાય છે , ત્યારે તેની જગ્યા પુરવા બીજા ફૂલે ખીલવું જ પડે છે ( બગીચાનો અફર સિધ્ધાંત 🙂 ) , તે ન્યાયે આ પોસ્ટ અસ્તિત્વ’માં આવી . . . .
આપ સૌ’ને પણ વિનંતી છે કે સારા પુસ્તકો સૂચવશો . . . મને પણ બુક્સ રીકમેન્ડેશન ખુબ જ પસંદ છે , હું સતત નવી બુક્સ ખોળતો રહું છું।
LikeLike
~>ઇન્ડિયન ઓથર્સની (ઈંગ્લીશ)નોવેલ્સ વાંચવાનું સ્ટાર્ટ કર્યું હતું મેં ચેતન ભગતની રીવોલ્યુશન-૨૦૨૦ થી, અને એ પછી ચેતન અને બીજા ઓથર્સની નોવેલ્સ વાંચવાનું સ્ટાર્ટ કર્યું હતું મેં. એટલે એક રીતે જોવા જોઈએ તો રીવોલ્યુશન નું સ્થાન અલગ જ છે મારા માટે તો! 😛
~> ગેમ ઓફ થ્રોન્સ ની જે તમે વાત કરી કે એક વાર જોવાનું ચાલુ કર્યા પછી અટકવું બહુ જ અઘરું થઇ પડે છે, એને લઈને હમણાં ટી.વી.એફ. નામની એક યુ-ટ્યુબ ચેનલ પર કેટલાક મજેદાર લોકોએ એક મસ્ત મજાની 24ની મીની સીરીઝ બનાવી હતી. જેમાં 24 અને બીજી સીરીઝ ની પેરડી કરી છે.
આધા 24 નામની એ સીરીઝ અને એ લોકો ના બીજા વિડીઓઝ પણ જોવા જેવા છે…. 😀
Here’s the link of the first part of that mini series ~~~~~> https://www.youtube.com/watch?v=jH3ohpDrGJM
~> મેં નોન-ફિક્શન બુક્સ વાંચી જ નથી બહુ, પણ હવે તમારા રિવ્યુઝ જોઇને લાગે છે કઈ શીખવા મળતું હોય તો એ આ બધી બુક્સથી જ મળે….હવે વાંચવી પડશે 🙂
LikeLike
છેલ્લા ઘણા સમય’થી યુવા ભારતીય લેખકો’ની ઈંગ્લીશ નોવેલ્સ’ની સંખ્યા વધી રહી છે ( ખાસ કરીને IIM અને IIT વાળા . . . અને તે ટ્રેન્ડ ચેતન ભગતે જ કદાચિત કરેલો 🙂 )
ગેમ ઓફ થ્રોન્સ વિષે તો કાઈ ન જ કહેવું બહેતર છે ,છતાં પણ એક શબ્દ ” Ultimate or Never before ” અને આ સીરીઝ માટેની કિક મારવા માટે આભાર 🙂
આધા 24 તો ગજબ રહી . . . સંવાદે સંવાદે , શોટ + ફ્રિ હીટ ! 😉 Thanks again .
હજુ તો તમારી ઉંમર નાની છે , અત્યારથી બહુ ગંભીર [ નોન-ફિક્શન ] ન વંચાય 😉 આ ટેન્શન-ફ્રિ દિવસો ફરી નહિ આવે { વણમાંગી વિચિત્ર સલાહ 🙂 }
LikeLike
Game of Thrones ખરેખર જોરદાર , તમે તો સળંગ જોઈ મેં તો જોડે જોડે જોયેલી એટલે તમે વિચારો મારી સુ હાલત થઇ હશે અને એમાં પણ Season 3ના 9 માં એપિસોડ પછી …!!
I am not a much of a reader but i’ve read all the books of Chetan Bhagat and some other books ,and i tell you that 5 point someone is the best of Chetan Bhagat…
I am also reading Amish’s Meluha trilogy which is quite awesome…
Some more shows i suggest that you should watch:
Arrow, Spartacus , Luther, Hannibal ,The walking Dead, The News Room, American Horror Story And Arrested Development (Best Comedy TV series ever made) and lots of more
LikeLike
મહતમ દરેક સીઝન’નો નવમો એપિસોડ જબરદસ્ત રહેતો હતો ❗ મારે તો અત્યારથી જ એપ્રીલ’ની રાહ નથી જોવાતી !
Arrow , Luther , Doctor Who & Arrested Development આગળ જોવાનો પ્લાન છે જ , બસ સમય મળે એટલે વાત પૂરી 🙂
અત્યારે એક બીજી સીરીઝ જોઈ રહ્યો છું , કદાચિત આવતી Recent read . . પોસ્ટ’માં તેની વાત થાય અને તેના પછી પણ એક સીરીઝ ઓલરેડી લાઈન’માં છે , માટે તેના પુરા થયા બાદ જ ઉપરોક્ત સીરીઝ તરફ આગળ વધાશે 🙂
મેલુહાં ટ્રાયોલોજી’નાં બે પુસ્તકો તો વંચાઈ ગયા અને અહીંયા બ્લોગ પર ઉલ્લેખ પણ કરી ચુક્યો છું . . . જુઓ અહીંયા 1} મેલુહાં – http://wp.me/p2z7vI-7 2} નાગવંશ – http://wp.me/p2z7vI-1c1
LikeLike
I was going to wrinte about got and I was indeed going to mention about the 9th episode of every season . May be in next week I will publish about few other tv series… Secret of nagas is on hold for now I want to complete it but something comes up everytime…
Keep writing I love to read your posts…
Thank you…
LikeLike
it’s very rare in Gujarati blog’world to read about Movies / TV Series from fellow bloggers . . . so , post related to that would be always welcome , my friend 🙂 { special mention – 9th episode of season 3 !!! }
when you finish that meluha triology , share your views .
& finally appreciation from readers ( turned friends) is always SPECIAL . . . C’ya at next post ( yours or mine 🙂 )
LikeLike
Nice to read enjoyed
LikeLike
Thanks Nilam mam . . . Happy to see you here after long time 🙂
LikeLike
આ લિસ્ટમાંથી અતુલ કરવલની ‘થિંક એવરેસ્ટ’ વાંચી છે. પુરી નથી વાંચી લગભગ ૭૦-૮૦ ટકા વાંચી છે. પુરી નથી વાંચી એમાં જો કે પુસ્તકનો વાંક નથી. પુસ્તક તો ખરેખર સરસ છે. પણ મે આ પહેલા જેફ્રી આર્ચરની પાથ્સ ઓફ ગ્લોરી વાંચી લીધી હતી એટલે આ પુસ્તક વાંચતાં મને થોડું પરિચિત લાગ્યું બધુ. અતુલ કરવલ લગભગ તો અમદાવાદના IPS અધિકારી છે એવું પુસ્તકમાં કદાચ વાંચ્યું છે. અને એમની આ ઉપલબ્ધિ પછી અમદાવાદ પોલીસ કમિશ્નરની ઓફિસ ના ગેટ પાસે એમને બિરદાવતું ફોટો સાથેનું બેનર લગાવવામાં આવ્યું છે.
પુસ્તકો બાબતમાં મારી પસંદ થોડી અલગ છે. મને થ્રીલર પ્રકારનું વાંચન વધારે ગમે છે. એટલે બીજા પ્રકારના પુસ્તક જલ્દી વંચાતાં નથી.
ગેમ ઓફ થ્રોન જોવી પડશે. આ પહેલા મને આના વિષે કઈ જ ખબર નહોતી.
LikeLike
હાં , તેઓ અમદાવાદ’માં જ અધીકારી છે અને આટલા વ્યસ્ત અને તનાવ’યુક્ત જીવનમાં તેમણે સાકાર કરેલ સપનું ખરેખર અદભુત કહી શકાય .
. . . થ્રિલર કથાઓનો તો હું પણ શોખીન છું ( પાથ્સ ઓફ ગ્લોરી , પણ વિશલીસ્ટ’માં છે અને અન્ય ઘણી બધી પણ ) . એક વાર આખો મહિનો બસ થ્રિલર જ વાંચવાની મહેચ્છા છે ( હાં , એમ તો મેં શેરલોક હોમ્સ’નાં રમણલાલ સોની અનુવાદિત પાંચે પાંચ પુસ્તકો ક્યારના વાંચી લીધા છે , પણ બીજા હજુ ઘણા બાકી છે . )
ગેમ ઓફ થ્રોન , જરાપણ ચૂકવા જેવું નથી ( વહેલા તે પહેલા’ના ધોરણે જલ્દી દોટ મુકો 🙂 )
LikeLike
“5 પોઈન્ટ……” થોડું વાંચી ને રાખી દીધેલું.
પાથ્સ ઓફ ગ્લોરી પુસ્તક વાંચ્યું ગમ્યું.
આ રીતે પુસ્તક રીવ્યુ અમને આપતા રહો 🙂
(કારણકે હવે તો માત્ર રીવ્યુ જ મળશે 😉 )
LikeLike
5.1 . . . પુસ્તક એમનું પ્રથમ સર્જન છે અને એ બહાને તેઓ તેમાં તમને વધુ નેચરલ અને ઓન ધ ટ્રેક મળશે . . એક એવું સર્જન કે જે હજુ પ્રસિધ્ધી’ની ઝાકમઝોળ’થી દુર એવું પ્રથમ લખાણ છે અને તેમાં એ પુરબહાર’માં ખીલ્યા છે . Must Read 🙂
પ્રશાંતભાઈ , મુવીઝ’નું તો હું કદાચેય સરવૈયું કાઢી શકું પણ પુસ્તકો’નાં રીવ્યુ કરવાની મારી કોઈ ત્રેવડ નથી 🙂 આ તો બસ સૂચી છે અને તેના વાંચન દરમ્યાન આવેલ વિ’ચાર’ છે કે જે હું ચાર લોકો સાથે વહેંચું છું 🙂 . . . માત્ર પુસ્તકો અંગેની લાગણી અને તેમના તમારા સૌ દ્વારા મળતા પડઘા . . . .
LikeLike
તો પછી વિચારો વહેચતો રેહજો 🙂
Gm 🙂
LikeLike
આર્યાનું પાત્ર લગભગ બધાંનું ફેવરિટ છે! પ્રિન્સેસ માર્જરી તમારાં ફેવરીટ લિસ્ટમાં નથી એ આશ્ચર્ય છે 🙂
બાઈ ધ વે, આર્યનું પાત્ર ભજવે છે તે એક્ટ્રેસનો પેલો ફેમસ વિડીયો જોયો? “ધે ડેડ .. ધે સો ડેડ” LOL .. મિત્રો કહે છે કે, ટીવી સિરીઝમાં પુસ્તકો કરતાં ઘણી વિગતો અલગ છે એટલે ‘અ સોન્ગ ઓફ આઈસ એન્ડ ફાયર’ વાંચવામાં આવશે.
LikeLike
પ્રથમ તો બ્લોગ પર આપનું સ્વાગત છે , પ્રિમા 🙂
અને પોસ્ટ’માં બીજી એક ભૂલ એ થઇ કે ઉતાવળ’માં મેં Tyrion Lannister’ને બદલે Tywin Lannister લખી નાખ્યું ! , પહેલી ભૂલ એ કે , હું Daenerys Targaryen’ને યાદ કરતા જ ભૂલી ગયો !! The Mhysa !
પ્રિન્સેસ માર્જરી પ્રભાવશાળી રીતે છવાઈ જાય છે જ , પણ મારા ફેવરીટ’માં નથી ( I want to be ‘ The Queen ‘ ) 😉
નાં , તે વિડીયો નથી જોયો પણ જરૂર જોવામાં આવશે અને હાં , મૂળ પુસ્તક મારા વિશ લિસ્ટ’માં જ્યારથી તેના અંગે જાણવા મળ્યું , ત્યારથી છે પણ તે પહેલા હું સીરીઝ રૂપે તેને જોવા માંગું છું { હેરી પોટર’માં પણ એમ જ કર્યું હતું . . . પહેલા મુવીઝ જોયા અને ત્યારબાદ પુસ્તક !!! – – – જોકે જાણકારો’નાં મતે આ શાણપણ ન કહેવાય 🙂 }
LikeLike
Pleasure 🙂
Maisie Williams (Aarya) posted it as her reaction to ‘Red Wedding’ episode.
That was the exact dialogue that I was thinking of as well!
I haven’t read Harry Potter series yet at all! Only seen the movies 😉
LikeLike
Also, ‘Once upon a time’ is a good series. I’d say add it to your list if you haven’t already. Long unfolding storyline and bazillions of characters 🙂
Apologies for these couple of replies in English. Unfortunately had to be done this time and hopefully never again.
LikeLike
‘ Once upon a time ‘ is already in wishlist , Prima ( almost every fantasy series ! ) . . . right now , i am watching a series which will be stated in next ‘ recent watch ‘ & then after one other series already placed in queue . . . So , after that i’ll have chance to watch ( still not seen , two great series’s – Doctor Who , Breaking Bad . . . So . . you can understand :))
No Apologies please , as comments are always welcome in Gujarati or English except ‘ Gujlish ‘ 😉
Sorry for the late reply as here ( in Rajkot ) city is inversely proportional to Electri’city’ 🙂
LikeLike
I personally couldn’t stand breaking bad beyond an episode and Doctor who is something I’ve watched only on episode basis occasionally. (Not a big fan either). Another one that I’ve found fantastic is Masters of Sex. Based on life of doctors pair William and Virginia. Do give it a shot.
LikeLike
Let’s see , what will be my view & state about it ( i don’t wanna be disappointed – fingers crossed ! )
Oh . . I’ve just come to know about the show through ” Lizzy Caplan ” & besides getting positive notes too , through my following ( would Definitely watch that . . . i quite like talkative & Interesting Dramas . )
LikeLike
Dude that drama is awesome on so many levels hey! The actors and acting to start with. The way the era has been created (Fantastic cinematography). And a strong undertone about a whole heap of issues around that time along with the main plot. I.e. Queers and the belief that it could be ‘cured’, Women’s much oppressed roles in science etc and a very subtle way of showing how science – particularly medical science has/does evolved through some serious trial and errors. AND any of this doesn’t look like it’s been forced into the story at all! 🙂 (Apologies if I’ve oversold it to you 😛 )
LikeLike
This made me Curious . . . such a strong recommendation ( I say 🙂 ) Will definitely give a shot ASAP .
Hoping more from you in future . . . feel free to say / recommend any time . Nirav 🙂
LikeLike
Lol aka overselling. And sure I’ll try. 🙂
LikeLike
Two States is one of ma Favorite Book. Post is very rich by it’s content and helpfull.
And Left is game of thrown…. I have started. but because of lack of time. i have strictly decided. every day i will see only one episode. it is very interesting.
LikeLike
હાં , 2 સ્ટેટ્સ’માં એક હળવાશ અને મસ્તી છે કે જે સતત મારા ચહેરા પર મલકાટ લાવી શકી હતી 🙂
ગેમ ઓફ થ્રોન્સ , રોજ થોડું થોડું જ જોજો , રખેને એક સાથે જોઈ લેતા . . . ખુબ જ મજા / થ્રિલ આવશે .
LikeLike
અરે યાર એવી થ્રીલ પેદા કરે ને કે એમ થાય કે લાવ ને એક એપીસોડ હજુ જોઇ લવ..!!
LikeLike
અરે મારે પણ ઘણી વાર એવું થયું છે . . . ‘ Content is King ‘એ ઉક્તિ કદાચ Game of Thrones માટે જ બની હશે 🙂
LikeLike
Wonderful collection of books Nirav. Though I haven’t read any but I have put most of them onto my book reading list! Chetan Bhagat is a great author and Revolution 2020 seems like a great book. I had never heard of Think Everest, but after I read the blurb – it seems very insightful and an exciting journey! I also NEED to watch Game of Thrones. I have read some great reviews! And I must catch up! 🙂
LikeLike
Thanks Meera . . . yes , i would also love to read Chetan Bhagat 🙂 but i had slightly an ordinary feeling for Revolution 2020 [ somewhere he has lost that spark in this book ! ]
Think Everest is rather a wonderful Travelogue cum Memoirs ( have a shot on it . )
& nothing left to say / hear about Game of Thrones . . . . it’s just The One in the Century . . . must have it rather grab it , ASAP 🙂 [ Nice to see you here after a long time 🙂 ]
LikeLike
Yes, been very busy, but I have started posting and again and I’m back! Yes agree, I have read 3 Mistakes of My life – Chetan Bhagat, which is greatly written with strong characters and narrative.
I will definitely keep Think Everest on the top of my list! Likewise, I have heard lots of great things about Game of Thrones – So I must watch! Thanks for replying 🙂
LikeLike
My favorite Chetan bhagat’s book is ” 5.1 someone ” . . . & i adore all of his lightly yet meaningful creation . . . & yes , 3 mistakes had been nicely portrayed in KAI PO CHE . . .
See ya , would meet you on your blog , soon 🙂
LikeLike
Yes same, Kai Po Che is a wonderful film!
LikeLike
for those , who follow comments area . . . i just forgot to share the background score of Game of Thrones – by this fantastic group . . . . . this is just awesome 🙂
LikeLike
ઓહહ !! બહુ મોટી ડૂબકી લગાવડાવી તમે તો – આમ તો તમારી ડૂબકીઓ મોટી જ હોય છે ( જે તમે પણ જાણો છો ) પણ આ એ દરેક મોટી કરતાય મોટી !! પણ મોજીલી , રીફ્રેશ કરી દે તેવી ! રેવન્યુ સ્ટેમ્પ મારી મોસ્ટ ફેવરીટ ઓટોબાયોગ્રાફી છે, વન ઓફ ઓલટાઈમ મોસ્ટ ફેવરીટ બુક. બીજી કેટલીક વાંચી છે કેટલીક નથી વાંચી અને જે નથી વાંચી તેમાં ખુશવંત… વાંચવાનું આયોજન થશે 🙂
LikeLike
અરે પણ તમે ક્યા ખોવાઈ ગયેલા ! . . . અને આ બાજુમાં જ તમારી નવી પોસ્ટ પણ દેખાય છે , તો સારું જવાબ પણ ત્યાં જ મેળવી લઈશ 🙂
અને રેવન્યુ સ્ટેમ્પ ખરેખર એક ખુલ્લી કિતાબ છે કે જે હૃદય’માં સંઘરાયેલી પડી હતી . . . ખુશવંત સિંહ વિષે હજુ પણ એક અન્ય પુસ્તક લેવાની તૈયારી છે . . . જોઈએ કે હવે ક્યારે મેળ પડે છે ! ( કેમ કે ચંચલ મન અતિ રેન્ડમ 😉 )
LikeLike
good news for chetan bhagat’s fane……………………..!!!!!!
ચેતન ભગત ની “2-states” ઉપર મુવિ બને છે
આલિયા ભટ્ટ અને અર્જુન કપુર લિડ એક્ટર છે…
LikeLike
Hoping for the best , but fingers crossed as finding lead star-cast slightly weird !
LikeLike
મજા પડી ગઈ.ઘણાં સમય બાદ ફરી એકવાર આ સુંદર બ્લોગની મુલાકાત લેવાઈ.
ખૂબ ખૂબ સરસ.અભિનંદન નીરવ ભાઈ
LikeLike
આભાર મેમ,
હવે તો ઘણું ઓછું વંચાય છે અને લખાય છે.
પણ છતાંયે થોડું થોડું લખતો જ રહું છું.😊
LikeLike