ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

કઈક જાણવું હોય કે કઈક માણવું હોય તો સંગ કરવો પડે છે . . . વ્યક્તિ સાથે , સમુદાય સાથે , સંજોગો સાથે કે પછી કુદરત સાથે . . . એક અતિ જાણીતો પ્રકાર સત્સંગ તરીકે ઓળખાય છે અને બીજો . . . પ્રસંગ તરીકે !

p

પ્રકાશભાઈ વેગડ :: Source : બિરેનભાઈ કોઠારીના બ્લોગ પરથી

કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિવિશેષનાં જીવનના પ્રસંગની પરાગરજ અનેક પુષ્પો ખીલવે છે અને તેનાથી ફેલાય છે મહેક , . . . તેમના વ્યક્તિત્વની અને વિવિધ સંજોગોમાં તેમણે ઝીલેલા પડકારોની .

આવા જ હળવા / સામાન્ય / વિશેષ પ્રસંગોની હારમાળા સર્જી છે , પ્રકાશભાઈ વેગડે { કે જેઓ વ્યવસાયે ગ્રંથપાલ છે અને ઘણા વર્ષોના વાંચન બાદ તેમણે અનેક કિસ્સાઓનું આલેખન તેમજ યથાયોગ્ય લાઘવ સ્વરૂપ આપ્યું છે }. . . જગતના નામાંકિત 100થી વધુ હસ્તીઓના જીવનની ભીતર ડોકિયું કરીને .

a1

અહીંયા અંગત સ્તરે મને પસંદ પડેલા થોડાક કિસ્સાઓ રજુ કરું છું , અને તમને ખબર જ છે કે હું થોડું કહું એટલે . . . 😉

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

રાજ કપૂર , Page / 4

Kedar sharma

Kedar sharma

ફિલ્મ અભિનેતા રાજ કપૂરના વિદ્યાર્થીકાળના એક નાજુક પ્રસંગનું વર્ણન કરતા કેદાર શર્માએ કહ્યું છે કે , ” એક વાર પૃથ્વીરાજ કપૂરે મને જણાવ્યું કે એના દીકરા રાજને ભણવામાં જરા પણ રસ નથી અને એ મારા માટે એક સમસ્યા બની ગયો છે ”

આથી તેમણે પૃથ્વીરાજ કપૂરને મદદ કરવાની તૈયારી બતાવતા કહ્યું : હું એને મારે ત્યાં કામ પર રાખવા તૈયાર છું , પણ એક શરતે કે તમે અમારી વચ્ચે માથું મારશો નહી ” આ બાહેંધરી મેળવ્યા પછી એમણે રાજ કપૂરને ” ક્લેપરબોય “નું કામ સોંપ્યું .

રાજ કપૂરની કામગીરી અંગે બોલતા કેદાર શર્માએ જણાવ્યું છે કે રાજ કપૂરની એક હાસ્યાસ્પદ ટેવ એ હતી કે એ વારંવાર અરીસામાં ડોકિયું કરતો અને પોતાના જુલ્ફો સંવારતો . એની આ રમુજી ટેવને લીધે એ આખા યુનિટમાં લોકપ્રિય થઇ ગયો હતો .

એક વાર એક ફિલ્મ માટે સંધ્યાનું દ્રશ્ય ઝીલવા હું મારા યુનિટ સાથે મુંબઈની બહાર ગયો હતો . અને ડૂબતા સુરજની ક્ષણ ઝડપી લેવા માટે અમે કેમેરા ગોઠવીને બેઠા હતા , પણ રાજ કપૂર ત્યાં હાજર નહોતો . કદાચ મેકઅપરૂમમાં પોતાના ઝુલ્ફો સંવારતો હશે . અમે સૌ પ્રતીક્ષામાં બેઠા હતા , ત્યા તો એ લફડલફડ કરતો આવી પહોંચ્યો અને હીરોની એટલી નજીક જઈને ફિલ્મશોટના પાટિયાની પટ્ટી પછાડી કે હીરોની નકલી દાઢી એમાં ફસાઈને ઉખડી ગઈ . એ જોઇને હું ખુબ ગુસ્સે થઇ ગયોને આવેશમાં આવી એના ગાલ પર એક લાફો ચોડી દીધો !

આખા યુનીટમાં સન્નાટો છવાઈ ગયો ! રાજ કપૂર એક શબ્દ બોલ્યો નહિ . તે રાત્રે હું ઊંઘી શક્યો નહિ ને વિચારતો રહ્યો કે રાજ કપૂરે મારો પ્રહાર કેટલી સહજતાથી ચુપચાપ સહન કરી લીધો . ઘણી ગડમથલને અંતે હું એક નિર્ણય પર પહોંચ્યો . બીજા દિવસે સવારે મેં એને મારી ઓફિસમાં બોલાવ્યો . રાજ કપૂરે આવતાની સાથે ગઈકાલની ભૂલ માટે પોતાની દિલગરી વ્યક્ત કરી અને આદરપૂર્વક મારી સામે ઉભો રહ્યો . મેં એના હાથમાં ” કોન્ટ્રેક્ટ પેપર ” અને પાંચ હાજર રૂપિયા રાખી દીધા !

એ જોઇને રાજ કપૂર આભો બની ગયો . મારી સામે આંખો ફાડીને અવિશ્વાસ અને આશ્ચર્યની નજરે જોઈ રહ્યો ને મારા ચહેરા પરના ભાવ વાંચી એની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી . મેં એને મારી આગામી ફિલ્મ ” નીલકમલ “નાં હીરો તરીકે પસંદ કર્યો હતો .

Neel kamal

Neel kamal

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Sardar Patel

Sardar Patel

સરદાર વલ્લભભાઈ પટેલ , Page / 6

ચરોતરના પાટીદાર કુટુંબની એક કન્યાના વિવાહ માટે વર – પરિવારની વ્યક્તિઓ સાથે દહેજની વાટાઘાટો ચાલતી હતી . પણ દહેજની રકમ અંગેની કોઈ સમજુતી સધાતી નહોતી .

સરદાર વલ્લભભાઈ પટેલને આ બાબતની જાણ થતા , તેઓ ગુસ્સે થયા અને વર – કન્યા બંનેના માં-બાપને બોલાવીને તાડૂક્યા : તમે લોકો દહેજની ભાટાઈ અને ભાંજગડ છોડો અને વર – કન્યાને શુક્રવારીમાં મૂકી ડો ! ત્યાં જે ભાવ નક્કી થાય તે ફાઈનલ !

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

ભુલાભાઈ દેસાઈ , Page / 7

ગાંધીયુગના સ્વાતંત્ર્યસેનાની ભુલાભાઈ દેસાઈએ ઘણી જ ઓછી ઉંમરમાં વકીલાતની શરૂઆત કરી દિધી હતી . કોર્ટમાં અન્ય વયોવૃદ્ધ વકીલો અને જજોની સામે તેઓ એક છોકરડા જેવા દેખાતા હતા . એક વાર એક અંગ્રેજ જજે એમની મશ્કરી કરતા કહ્યું : મી ભુલાભાઈ , You are a Child in Law

એ સાંભળીને ભુલાભાઈએ તરત જ જવાબ આપ્યો : You are right my lord , i am child in law & you are are father in law !

Bhulabhai with Gandhiji

Bhulabhai with Gandhiji

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Pandit Govind Vallabh Pant ગોવિંદ વલ્લભ પંત , Page / 13

એક વાર ગોવિંદ વલ્લભ પંતે પોતાના કેટલાક મિત્રો માટે ભોજન સમારંભ ગોઠવ્યો હતો . એમાં આવેલા મહેમાનોએ જમી લીધું હતું ત્યારે રફી અહમદ કીડવઈ ત્યાં પહોંચ્યા . એમણે જોયું કે બધા લોકોએ જમી લીધું છે , આથી એમણે દરવાજા પાસે જ ઉભા રહીને બુમ પાડી : પંતસાહેબ , ” મેં જૂતા ઉતારું ? “
પંતજીએ એમનો કટાક્ષ ઝીલતા જવાબ આપ્યો : ” અરે યાર , ક્યા બાત કરતે હો ! જૂતા ઉતારોગે નહિ તો , ખાઓગે કયા ? “

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

edmund kean એડમંડ કિન , Page / 15

એડમંડ કિન [ 1787 – 1833 ] પોતાના સમયમાં ઇંગ્લેન્ડનો એક મહાન શેકસપીરીયન અભિનેતા હતો . એણે ‘ ધ મર્ચન્ટ ઓફ વેનિસ ‘માં શાયલોકની ભૂમિકા ભજવીને અભિનયક્ષેત્રે પ્રથમ સફળતા મેળવી હતી . એ પછી તો શેકસપિયરના લગભગ બધા નાટકોમાં એને મહત્વપૂર્ણ પાત્રની ભૂમિકા પ્રાપ્ત થઇ હતી . આ જગત પરની એની અંતિમ ક્ષણો વિષે એક દંતકથા પ્રચલિત છે .

એ જ્યારે મરણપથારીએ પડ્યો હતો , ત્યારે એના પુત્રે નીચું નમીને , રૂમાલથી એમનો ચહેરો લૂછતાં પૂછ્યું કે : બાપા તમે તકલીફ અનુભવી રહ્યા છો ?

નાં ! , એડમંડે જવાબ આપ્યો : મરવું તો સહેલું છે , પણ કોમેડી ઘણી મુશ્કેલ છે !

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Adil mansuri આદીલ મન્સૂરી , Page / 17

એક વાર જ્યોતીન્દ્ર દવેના પ્રમુખપણા હેઠળ એક મુશાયરો યોજાયો હતો . એના સમાપન પછી હળવી વાતોમાં આદિલે જ્યોતીન્દ્ર દવે સામે એક આખી સોપારી ધરતા કહ્યું : ફરમાઈએ !

આખી સોપારી તો હું ચાવી નહિ શકું . જ્યોતીન્દ્રે નમ્રતાથી જવાબ  આપ્યો .

દાંત જેવા દાંત તમે ચાવી ગયા , ને આટલી સોપારી માટે નાં પાડો છો ! ” , આદિલે હસીને કહ્યું .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Chandravadan Mehta ચંદ્રવદન મહેતા  , Page / 25

ચંદ્રવદન મહેતાનાં માતાનું અવસાન થયું . એમના સગાસંબંધીઓ એમની નનામી બાંધતા હતા ,ત્યારે એમના એક મિત્ર ઘરમાં પ્રવેશ્યા અને ચં.ચી નાં ખભે હાથ રાખીને ગળગળા સાદે બોલ્યા : બા ગયા ?

નાટ્યકાર ચં.ચી એ જવાબ આપ્યો : તો શું આ રીહર્સલ કરી રહ્યો છું ?

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

J104162401 વિન્સ્ટન ચર્ચિલ  , Page / 26

બીજા વિશ્વયુદ્ધ વખતે હિટલરની સરમુખત્યારી હેઠળ જર્મની એક પછી એક દેશ પર વિજય મેળવી રહ્યું હતું . આથી અમેરિકાના તે વખતના પ્રમુખ રૂઝવેલ્ટ એ અંગે તાત્કાલિક ચર્ચા કરવા માટે ઇંગ્લેન્ડ પહોંચ્યા . રૂઝવેલ્ટનો ઉતારો ચર્ચિલના નિવાસની બાજુમાં જ રખાયો હતો . એક વખત જયારે વિચારમાં ને વિચારમાં ઉતાવળમાં ચર્ચિલના બારણે ટકોરા માર્યા વિના તેઓ અંદર પ્રવેશી ગયા , ત્યારે ચર્ચિલ ટબમાં નહાતા હતા . . . તેઓ એકદમ ઉભા થઇ ગયા અને કમર ફરતે ટુવાલ વીંટાળી લીધો .

ઝંખવાણા રૂઝવેલ્ટે નમ્રતાથી કહ્યું : માફ કરજો ; હું બારણે ટકોરા મારવાનું ભૂલી ગયો . . નાઝી વિમાનદળો ગમે ત્યારે બોમ્બમારો કરે તેવી શક્યતા છે !

આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં ચર્ચીલે મરકતા મરકતા જવાબ આપ્યો : આ અમારી રાજનીતિનો એક અંશ છે . ઇંગ્લેન્ડ અમેરિકાનું ગાઢ મિત્ર છે અને ઇંગ્લેન્ડે અમેરિકાથી કશું છુપાવવાનું નથી , એનો પુરાવો તો તમે જોઈ જ લીધો ને !

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Agatha Christie અગાથા ક્રિસ્ટી  , Page / 27

જાસુસી નવલકથાઓની વિશ્વવિખ્યાત લેખિકા અગાથા ક્રિસ્ટીને એક પત્રકારે પૂછ્યું : તમે કોઈ સાહિત્યકારને પરણવાને બદલે એક આર્કિયોલોજીસ્ટને શા માટે પરણ્યા ?

એ સાંભળીને અગાથા ક્રિસ્ટીએ સ્મિતસભર જવાબ આપ્યો : મને એવો પતી જોઈતો હતો કે જે ઘડપણમાં પણ મને પ્રેમ કરતો રહે !

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Mark tven માર્ક ટ્વેઇન , Page / 31

વિલિયમ ડીન હોવેલ્સ અને માર્ક ટ્વેઇન એક પ્રાર્થનાસભામાં પતાવીને બહાર નીકળ્યા ,જોયું તો બહાર મેહુલો ગાજવીજ સાથે વરસી રહ્યો હતો .

હોવેલ્સે ટ્વેઇનને અમસ્તા કહ્યું , શું લાગે છે . . . વરસાદ બંધ થશે ?

આજ સુધી તો કાયમ એવું જ બન્યું છે ! માર્ક ટ્વેઇને હસીને જવાબ આપ્યો .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Sucheta Kriplani સુચેતા કૃપલાની , Page / 33

આંતરરાષ્ટ્રીય જીવનનો અનુભવ લેવા માટે કેટલાક અમેરિકન યુવક – યુવતીઓ ઉતરપ્રદેશનાં લખનૌ શહેરમાં અલગ અલગ કુટુંબોમાં વસ્યા હતા .

એક દિવસ એક અમેરિકન યુવતીએ સુચેતા કૃપલાનીને પૂછ્યું : અહી ગોરી સ્ત્રીઓ પણ અતિશય શૃંગાર સજાવટ શા માટે કરે છે ?

સુચેતાજીએ હસતા હસતા કહ્યું કે : બીજાના પતિઓને આકર્ષવા અને એમની પત્નીઓને બાળવા !

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

pt. omkarnath thakur પંડિત ઓમકારનાથ ઠાકુર , Page / 33

એક વાર પંડિતજી મેળામાં ગયા   .ત્યાં એમની નજર દિલરુબા [ એક વાદ્ય ] સાથે બેઠેલી એક અંધ વ્યક્તિ પર પડી .એ વ્યક્તિના ચહેરા પર નિરાશાના વાદળો ઘેરાયેલા હતા . પંડિતજીએ તેમને પૂછ્યું : ભાઈ તું દિલરુબા કેમ નથી વગાડતો ? ત્યારે એ વૃદ્ધે ગદગદ સ્વરે જણાવ્યું કે : મારી હથેળી ચગદાઈ ગઈ છે અને તેથી મારી કમાણી ભાંગી પડી છે !

આ સાંભળી પંડિતજીએ તેની પાસેથી દિલરુબા લીધું અને તેને વગાડવા માંડ્યા અને ચારેકોર મધુર સ્વરો થકી લોકોની ભીડ જામી ગઈ અને પૈસાનો થવા લાગ્યો . પંડિતજીએ બધી કમાણી  અંધ વ્યક્તિને સોપી દીધી અને તેના સ્વાસ્થ્યની કામના કરી વિદાય લીધી .

તે દિવસ પંડિતજી માટે ખુબ પ્રસન્નતાનો દિવસ હતો .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Taslima nasrin તસ્લિમા નસરીન , Page / 36

બાંગ્લાદેશની લેખિકા તસ્લિમા નસરીને પોતાના પુસ્તક ” લજ્જા “માં પોતાના થનાર પતિ માટે લગ્નોની આ મુજબની શરતો મૂકી હતી :

1] લગ્ન પહેલા તેણે મેડીકલ ટેસ્ટ કરાવીને એ સાબિત કરવું પડશે કે તેને એઇડ્સ કે કેન્સર નથી . 2 ] તેણે પોતાની દાઢી નિયમિત સાફ રાખવી પડશે . પશ્ચિમી વસ્ત્રો પહેરવા પડશે અને ફતવા બહાર પડવાનું બંધ કરવું પડશે .

3 ] ઇસ્લામી કાયદાઓ દ્વારા સ્ત્રીઓનું જે અપમાન થાય છે એની વિરુદ્ધ ચળવળ કરવી પડશે . 4 ] પોતાની તમામ મિલકત નસરીનના નામે લખી આપવી પડશે અને ‘ઢાકા’માં પરદા પાછળ રહીને ઘરનો કચરો સાફ કરવાથી માંડીને અન્ય તમામ કામ કરવા પડશે .

5 ] પોતાના અવસાન પછી પોતાની આંખો અને શરીર મેડીક્લ વિદ્યાર્થીઓના ઉપયોગ માટે સોંપવાની વસીયત કરવી પડશે . આ ઉપરાંત મૌલાનાએ [ તેમના પ્રેમી – મૌલાના રહીમબક્ષ ] નસરીનના પગ પાસે સુવું પડશે અને એ કહે ત્યારે એને મસાજ કરી આપવી પડશે .

6 ] મૌલાના સાથે લગ્ન કર્યા પછી નસરીન બીજા બે લગ્ન કરી શકશે . 7 ] છૂટાછેડા લેવા હોય તો માત્ર નસરીન ત્રણ વાર ‘ તલાક ‘ બોલી શકશે , મૌલાના આવું કરી શકશે નહિ .

આવી કુલ 20 શરતો એણે મૂકી હતી !

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

સંપાદક : પ્રકાશ વેગડ        કિંમત : 50 રૂ.

પ્રકાશક : અરુણોદય પ્રકાશન { arunodayprakashan@yahoo.co.in }

202 , હર્ષ કોમ્પ્લેક્ષ , ખત્રીપોળ , પાડાપોળ સામે ગાંધી રોડ , અમદાવાદ – 380001 

Ph : 079 22114108 , 65230135 ISBN : 973 – 93 – 80468 – 19 – 8

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

George Bernard Shaw જ્યોર્જ બર્નાડ શો , Page / 19

ઇંગ્લેન્ડની એક સમાજસેવાની સંસ્થાના લાભાર્થે નૃત્યસમારંભ ગોઠવાયો હતો . તેમાં પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાડ શોએ એક વૃદ્ધ સ્ત્રીને પોતાની સાથે નૃત્ય કરવાનું આમંત્રણ આપ્યું . આવી મહાન વ્યક્તિ સાથે નૃત્ય કરવાનો અવસર મળતા એ વૃદ્ધ સ્ત્રી અત્યંત ખુશીમાં તેમને પૂછી બેથી : કે તમે મારા જેવી વૃદ્ધાને નૃત્યનું આમંત્રણ કેમ આપ્યું ? બર્નાડ બોલ્યા : આ બધો ધર્માદાનો ખેલ છે !

– – – – – – – – – – – – – – – – – – – – –

વોલ્ટ ડિઝની , Page / 48

વોલ્ટ ડિઝનીએ હોલીવુડમાં પોતાનો સ્ટુડિયો શરુ કર્યો ત્યારે તેમની મદદનીશ તરીકે એક યુવતી કામ કરતી હતી . તેણી માત્ર શોખ માટે જ કામ કરતી હતી અને ક્યારેય પગાર તરીકે અપાયેલ ચેક વટાવતી નહતી . ધીમે ધીમે તેની પાસે એટલા બધા ચેક જમા થઇ ગયા કે વોલ્ટ અને રોય એ બંને ભાઈઓ ચિંતાતુર થઇ ગયા અને જો આ બધા ચેક એકસાથે વટાવાય તો આર્થિક સંકટ આવી પડે એવું તેમને લાગ્યું . વોલ્ટ ડિઝનીએ આ વિષે કહ્યું છે કે : આખરે મેં અને રોયએ તે યુવતી સાથે આ અંગે વાત કરવાનું નક્કી કર્યું અને તેને મળીને કહ્યું કે : જો તારે પૈસાની જરૂર ન હોય તો આ ચેક સંઘરે છે શા માટે ? એને ફાડી કેમ નથી નાખતી ? અને અમારા આશ્ચર્ય વચ્ચે તેણીએ બધા જ ચેક ફાડી નાખ્યા ! કદાચ , માટે જ તેણી અત્યારે મારી પત્ની છે 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

વધુ કિસ્સાઓ માટે ક્લિક કરો : રીડગુજરાતીની આ લિંકLink ]

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –