ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,


1] હજુ હું IMDb 250 સિરીઝ’ના ત્રીજા મણકા સમયે એ વાત કરતો હતો કે આ મહિનામાં ત્રણ પોસ્ટ હું લખી શક્યો , એનો આનંદ છે. અને લો સેલ્ફી’માં જેમ ખુદ જ ખુદનો ફોટો પાડી લે એમ મારી ખુદની જ નજર લાગી ગઈ ! ઓલમોસ્ટ એક મહિનો થવા આવશે , આખરી પોસ્ટને . . અને હજુ પણ નેક્સ્ટ પોસ્ટ તૈયાર થવામાં ફાંફા પડે છે અને માટે જ એક ટ્રીક કરી. . .

2] મને IMDB 250 સીરીઝ હેઠળ જોયેલી અને ત્યારબાદ બ્લોગના જ અલગ પેઈજ પર અપલોડ કરેલ એ પેઈજ’નુમા પોસ્ટ યાદ આવી ગઈ કે જેને મહત્તમ લોકોએ નહીં વાંચી હોય [ નહીં જ વાંચી હોય ! ] અને આજે એ જ પોસ્ટને રંગેરૂપે થોડી મઠારીને અહિંયા અપલોડ કરી રહ્યો છું [ જોકે , લખાણ નથી બદલ્યું , એટલે એમાં જુના લઢણની અસર વર્તાશે. ] છતાં પણ ન મામા કરતા , કાણો મામો સારો – એ ન્યાયે લો વાંચો.

3] આજની પોસ્ટમાં બે જાપાનીઝ એનાઇમ [ એનિમેશન નહીં ] , એક સોવિયેત યુનિયનમાં બનેલ વર્લ્ડક્લાસ સિનેમા અને ત્રણ હોલીવુડ ક્લાસિક્સ સમાવ્યા છે , મતલબ કે મુવીઝ જોવામાં અને સરવાળે તેમને વાંચવામાં વૈવિધતાનો પાર નથી ~ ઓલ ટુ વ્હોલ રેન્જ ! ઓકે , તો મળીએ કમેન્ટ્સમાં 🙂


વિઝ્યુઅલી આ પોસ્ટને વધુ માણવા,

 મોબાઈલને બદલે ડેસ્કટોપ પર વાઈડ સ્ક્રીનમાં

વાંચવા વિનંતી.


Solaris , 1972 [ Soviet Union ]

સોલારીસ એટલે સિનેમાના કેટલાક જૂજ માસ્ટર્સ’માના એક એવા Andrei Tarkovsky‘ની દુનિયામાં મારું પહેલું ડોકિયું. એક એવું સાઈ-ફાઈ કમ સાઈકોલોજીકલ થ્રિલર કે જ્યાં સ્પેશીયલ ઈફેક્ટસ કે જાજરમાન સેટ્સ નહિ પણ એક્ટર્સ’ની આંખો અને ચહેરાઓ બોલે છે. એક સામાન્ય સેટ’ની આસપાસ  [ અને છતાયે , ખુબ જ બિલીવેબલ એવો સેટ ] સમગ્ર કથાનક ગોળ ગોળ ઘૂમે રાખે છે [ વિધાઉટ એની સ્ટ્રોંગ બેકગ્રાઊંડ સ્કોર90% સ્ટીલ સાઈલેન્સ ] અને છતાયે તમને ઘડીક તો પેટ’માં પતંગિયાઓ ઉડવા માંડશે એની ગેરેંટી!

મુવી ,એ લીજેન્ડરી પોલીશ સાઈ’ફાઈ નોવેલીસ્ટ Stanisław Lem દ્વારા લખાયેલ નોવેલ’નું સિનેમેટિક લિબર્ટી લીધેલ એડપ્ટેશન છે કે જેઓએ તેમના સમય દરમ્યાન ‘ વર્ચ્યુઅલ રીયાલીટી ‘ અને ‘ નેનોટેકનોલોજી ‘ જેવા કન્સેપ્ટ્સ વિચારેલા કે જે આજના સમયમાં હકીકત બનીને આંખો સમક્ષ ઠેકડા મારે છે ! [ આઈઝેક આસીમોવ’ની જેમ જ તેમને આધુનિક યુગના જુલ્સ વર્ન’ની ઉપાધી પણ અપાઈ છેનામમાં ભૂલચૂક લેવા દેવી , જુલ્સ / જુલે / યુલ્સ 😉 જય શેકસપીયર ! ] અને તે ખુબ આવકાર પામેલી નોવેલને કદાચિત Andrei Tarkovskyએ એક ડગલું આગળ વધીને એક ક્લાસિક હાઈટ આપી છે. મુવી અત્યંત ધીમું અને લોંગ શોટ્સ’થી ભર્યું’ભાદર્યું છે [ પોણા ત્રણ કલાકકેમેરો પગથી લઈને આંખો સુધી પહોંચે અને પાછો પગની પાનીએ જે દ્રશ્ય હોય ત્યાં સ્થિર થાય  – પાત્રો સતત ચાલતા રહે અથવા તો મુખના સ્થિર દ્રશ્યો અથવા તો કોઈ પર્ટીક્યુલર સ્થળ’નું એકધારું વિઝનજેમકે સોલારીસ ઓશન કે પૃથ્વી પરનાં ઘર પાસેનું તળાવ ] કેમકે એક ચોક્ક્સ માહૌલ ઉભો કરવાની , તેમાં તરબોળ કરવાની અને આખરે સ્ટન કરી દેવાની આ એક મોડ્સ ઓપરેન્ડી છે કે જ્યાં તમે વાતાવરણ / પાત્રો’થી ટેવાઈ જાઓ અને ક્યારે અંત ત્રાટકે કે તમને ખુદને આખરી ક્ષણ સુધી ખ્યાલ જ ન રહે!

સોલારીસ નામક એક નવા દરિયાઈ ગ્રહ’ની ઓરબીટમાં એક સ્પેસ’સ્ટેશન કાર્યરત છે કે જ્યાંના વૈજ્ઞાનિકો અને એન્જીનીયર્સ પોતાના હોંશ ગુમાવી રહ્યા છે અને ન જોયેલા / જોયેલા / સ્વપ્નેલા / કલ્પેલા વ્યક્તિઓની વાત કહ્યા રાખે છે ! મહત્તમ લોકો ત્યાંથી ભાગી છૂટ્યા હોય છે અથવા તો પાગલ થઇ ચુક્યા હોય છે અથવા તો આત્મહત્યા કરી ચુક્યા હોય છે ! આખરે એક આખરી મિશન તરીકે સાઈકોલોજીસ્ટ કમ કોસ્મોનોટ ક્રિસ કેલ્વીન’ને [ Donatas Banionis ] ત્યાં મોકલાય છે અને . . . કહેવાની વધુ શક્યતા છે છતાં હું વધુ નહિ કહું કેમકે આંચકો ખાવાની પણ એક મજા છે [ શરુઆતની કલાક બાદ જ એ રહસ્ય’નો ધીમેકથી રહસ્યોદ્ઘાટન થાય છે! ] કન્સેપ્ટ’વાઈઝ , લોજીક’વાઈઝ અને ઈમેજીનેશન’ના હરેક તબક્કે આ મુવી માસ્ટર’સ્ટ્રોક ફટકારે છે. . આ મુવી સાઈ’ફાઈ જેનર’માં તો ફીટ બેસે જ છે પણ ચર્ચાત્મક અને ઈમોશનલી પણ આ મુવી હરેક સીમાડા વટાવી જાય છે [ હરેક મુદ્દે ચર્ચા / સંવાદ અને વાદ’વિવાદ થાય છેધર્મ , વિજ્ઞાન ,કલા , સાહિત્ય અને ઈતિહાસ વિશે : મોરાલીટી અને મોર્ટાલીટી વિશે : માનવીની ક્ષમતાઓ અને મર્યાદાઓ વિશે : કોન્શિયસ વિશે : નાસ્તિક , આસ્તિક અને વાસ્તવિક હોવા વિશે ]

મુવી’માં કેટલાય એવા લાંબા’લચક દ્રશ્યો છે કે જે 90% જેટલા ટૂંકાવી શકાય પણ તેમની વાસ્તવિક છબી અને ભવિષ્યની સંકલ્પના’નો તાલમેલ બેસાડવા તેમને આ સ્વરૂપે સ્વીકારવા જ રહ્યા [ જેમકે રશિયાના એક શહેરની લાંબી ટનલ’માંથી પસાર થતા કાર’માંના એક વ્યક્તિ અને બાળકનું દ્રશ્યઆ દ્રશ્ય આખીરમાં મેટાફોરીકલી ઝીલાય છે , જોકે કેવી રીતે એ મને ખ્યાલ નથી ! ] અને તે રીતે સમગ્ર મુવીમાં એક ઉતાવળની કમી વર્તાય છે કેમકે આ રિયલીસ્ટીક સિનેમા છે કે જ્યાં સમય પોતાની મૂળ ગતિથી પણ ધીમો અને નકકર વહે છે ! સતત મુવીમાં એક ફિલ આવે છે કે : નવું ઉભું કરતા પહેલા જૂનાને મઠારો , સમજો અને ભોગવો અને પછી નવી રાહમાં , નવા ભવિષ્ય તરફ આગળ વધો [ હજી જુનું પણ સમજી શક્યાં નથી , ભૂતકાળમાં’થી કશો બોધ લીધો નથી અને નવા વિસ્તરણ’ની વાતો ચાલે છે , અજ્ઞાત’ને ઉકેલવાની મથામણ ચાલે છે. ]

મુવી મેટાફોરીક્લી અત્યંત સમૃદ્ધ છે અને તેટલું રશિયન ખોળિયે પણ [ ડિરેક્ટર’નો પોતાના દેશ પર એક તબકકે કટાક્ષ તો છે જ પણ તેનાથી પણ વધૂ દેશની કલા / સંસ્કૃતિ / વિજ્ઞાન / વિદ્વાનો પર માન , આદર અને ગર્વ’ની લાગણી પણ સતત છલકે છેએક જબરદસ્ત સોવિયેત યુનિયન સ્ટાઈલ ! ] ફિલ્મ’નાં ત્રણેય પ્રમુખ કિરદારો Kris Kelvin , Khari અને Doktor Snaut અનહદ વાસ્તવિક અભિનય કરે છે [ ત્રણેય માટે હેટ્સ ઓફ! ]  . . . બસ હવે અટકું ?! પણ એક આખરી ચેતવણી : કંટાળ્યા હોય કે મુડ ખરાબ હોય ત્યારે ભૂલે ચૂકેય આ બાજુ ન ફરકવું નહિતર મુવી તમારી ડગળી ચસકાવી દેશે! [ એના કરતા રોજ 30 – 35 મિનીટ સવાર સાંજ ભૂખ્યા પેટે જોઈ લેવું વધારે હિતાવહ છે! 😉 ]

~ નોંધ ~

આ જ મૂવીનું 2002’માં આવેલું Steven Soderbergh’નું ટૂંકું અને ઇઝીલી એક્સેસીબલ વર્ઝન જોવાનું બાકી છે .

IMDb Top 250 Highest Rank : 238

Current IMDb Status : Not on the list.

> > Me : 8.5 to 9 / 10 < <


Nausicaä of the Valley of the Wind , 1984 [ Japan ]

Studio Ghibliનાં હરેક એનીમેશન્સ જોવાની તાલાવેલી જે દિવસથી ઉપડી હતી તે જ ક્ષણ’થી જેટલા પણ મુવીઝ હાથવગા થાય એમ હતા , તે કરવાનું શરુ થઇ ગયું હતું અને મહત્તમ જાણીતા મુવીઝ પાસે આવી ચુક્યા હતા [ જોકે હજુ કેટલાક ઓછા જાણીતા અને ભૂલાયેલા મુવીઝ હાથવગા કરવાના બાકી છે. ] પણ , Ghibli‘નાં એનીમેશન સ્ટ્રીક’માનું કદાચિત સૌથી જુનું ગણાતું આ મુવી અને લિજેન્ડરી ડીરેક્ટર Hayao Miyazaki‘નું બીજું જ એવું આ મુવી કદાચિત દોઢેક વર્ષથી પાસે પડ્યું હશે અને છતાયે છેક હવે મારો મોક્ષ થવા આવ્યો અને આખરે જયારે સાક્ષાત્કાર થયો ત્યારે મોં ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું ! છેકક્ક્કક 1984’ની સાલમાં આ મુવી કેવી રીતે બની શક્યું હશે તેનું આશ્ચર્ય કમ અચંબો હજુ પણ મને સતાવે છે. અને છેક આટલા વર્ષે પણ મારા જેવા કચકચિયા જીવ’ને ઘડીક સ્તબ્ધ અને નીરવ કરી દે , તેનું તો શું કહેવું !. . વ્હોટ અ બ્યુટી , આય સેય!

અણઘડ , ઉતાવળી અને પ્રદુષણ’ની જનક ગણાતી એવી બિલાડીના ટોપની જેમ ફાટીને ધુમાડે ગયેલી ઇન્ડસ્ટ્રીઅલાઈઝડ સિવીલાઈઝેશન ધ્વંસ થઇ ચુકી છે ! ઝેરી જંગલો’નો રાફડો ફાટ્યો છે અને મહાકાય કીડાઓ / ઈયળો એવા ઓહ્મ’નું દળકટક ચારેકોર ફરી વળ્યું છે અને શહેરો’નાં શહેરો’નો સોથ વાળી દીધો છે! એક સ્ટન કરી દેતો સન્નાટો જ પૃથ્વી’નાં મહત્તમ ભાગોમાં સંભળાય છે અને આજે 1000 વર્ષો બાદ પણ એ ભયાનક છતાં પણ ક્રિયેટીવ એવા જીવંત અને ઝેરી જંગલો’નું સામ્રાજય વધ્યે જ જાય છે , વાતાવરણમાં માનવજાતિનો વિનાશ કરી દેતો ઝેરી ગેસ ફૂંકાયે જ જાય છે છતાં પણ થોડીક સભ્યતાઓ અને કેટલાક નાના સામ્રાજ્ય વધ્યા છે કે જેઓ જીવનમાં આગળ વધી રહ્યા છે પણ વાસ્તવ’માં પીછે’હઠ કરી રહ્યા હોય છે !

અને એક આવી જ નાનકડી સભ્યતા વસેલી હોય છે , વેલી ઓફ ધ વિન્ડ’માં [ મરુતખીણ ] કે જેની એકમાત્ર ઝીંદાદિલ , સાહસી અને કરુણાસભર રાજકુમારી Nausicaäએ હજુ પોતાની આશા નથી છોડી હોતી ! તે હરહંમેશ કોઈ નવી જ આવતીકાલની તલાશમાં , કોઈ ઉપાય’ની રાહમાં , કોઈ ચમત્કાર’ની અપેક્ષા’એ તે ઝેરી જંગલો’માં ઘૂમતી રહેતી હતી ! કોઈ વિશાળકાય ઓહ્મ’ને જોઇને તે ધ્રુણા’ની બદલે આશ્ચર્ય અને ઈજન અનુભવતી હતી . પણ આખરે એક દિવસ એવો ઉગે છે કે જયારે આ માંડમાંડ સધાયેલું સંતુલન ખોરંભે ચડે છે અને વાત યુદ્ધ અને વિનાશને આરે આવીને ઉભી રહે છે !

ક્લાસિક હેવન્લી એનીમેશન , ઈમેજીનેશન , કન્સેપ્ટ , સ્ટોરી’ટેલીંગ , ઈમોશન + એક્શન , બેકગ્રાઊંડ સ્કોર , વાર્તા’ની આસપાસના પરિસર’ની નાજુક અને ઝીણવટ ભરી ગૂંથણી , મજબુત સ્ટોરી અને અડીખમ નાયિકા , વાત – આવરણ – વાતાવરણ’નો ત્રિવેણી સંગમ , વિસર્જન’ને આરે ઉભેલી સૃષ્ટિ’નું અદભુત સર્જન [ જીવલેણ એવા કુદરતી અને કરામાતી ટોક્ષીક જંગલો’ની દુનિયા અને તેના જીવો તો બસ અદભુત જ છે ! ] , જે રહસ્ય અને હકીકત પર સારો ય માહૌલ ખડો કરાયો છે – તે સઘળા’નો સમય આવ્યે ફિલોસોફીકલ + લોજીકલ ખુલાસો , વિચારવા પ્રેરે અને સ્થિર કરે તેવો મધ્ય હિસ્સો અને આખરે અદભુત અંત !  . . . ઉઈ માં !!! એક મુવીને દાયકાઓ સુધી ક્લાસિક બનાવે અને માનસપટ પર અખંડિત રાખે તેવા સઘળા તત્વો અહીંયા ઠાંસી ઠાંસી’ને ભભરાવાયા છે ! ક્યારેક સ્ટોરી’ટેલીંગ પોતાની ગતી પકડે છે , તો કયારેક ડ્રામા , તો ક્યારેક અદભુત બેકગ્રાઊંડ સ્કોર [ Joe Hisaishiપિયાનો બીટ્સ , સંતુર જેવું વાદ્ય , રોકી અને સ્પોર્ટી મ્યુઝીક’નું અદભુત ફ્યુઝન અને કઈ કેટલુંયે! ] તો ક્યારેક હવાની લહેરો પર તરતી નૌસીકા’ની ગ્લાઈડીંગ મોમેન્ટસ [ એક તબકકે તો મેં મુવી અટકાવી દીધું હતું , રખે ને પૂરું થઇ જશે તો! ]

મૂળે આ મુવી Pre-Ghibli વર્ક ગણાય છે [ મતલબ કે , સ્ટુડિયો’ની ઓફિશિયલ સ્થાપના થઇ તે પહેલાનું ગણનાપાત્ર કામ ] અને તે 1984’ની જ સિરિયલ ગ્રાફિક નોવેલ પરથી બન્યું છે કે જેનાં ત્રણ ત્રણ મહત્વ’નાં વિભાગોમાં ડિરેક્ટરHayao Miyazaki‘એ એકલપંડે વાવટા ખોડી દીધા છે : સ્ટોરી + સ્ક્રીનપ્લે + ડીરેક્શન! આજના જમાનામાં પણ જે આધુનિક ગણાય તે એન્ટી-વોર અને એન્વાયરમેન્ટલ થીમ તે જમાના’થી [ અને તે સમયગાળા’થી ખાસ્સી આગળ પણ ] લઈને આજની તારીખે હરેક Ghibli ફિલ્મો’ની સિગ્નેચર ટયુન રહી છે .

તેમની મહત્તમ ફિલ્મોમાં ત્રણ વસ્તુઓ હોવાની જ [ અને છતાયે તમે આશ્ચર્ય’નાં કોગળા કરતા રહી જવાના ! ] મજબુત નાયિકા + હવાની લહેરખી’ઓનું સામ્રાજ્ય + ગોથા ખવડાવી દે તેવું ઈમેજીનેશન! ક્યારેક તો એવું લાગે કે ઈમેજીનેશન અને એનીમેશન’નું આટલું કાતિલાના કોકટેઈલ Ghibli સિવાય શક્ય જ ન બની શક્યું હોત [ આમ પણ , ડ્રામા અને સ્ટોરી’ટેલીંગ’માં તેઓ અન્ય એનીમેશન સ્ટુડિયો’ઝ્થી ખાસ્સા આગળ છે ; જી હાં ડીઝની પણ પાણી ભરે!તેઓ કલ્પના , કરામાત અને કામણ દ્વારા વાર્તા’ને જીવંત કરવામાં જોજનો આગળ છે .

IMDb Top 250 Highest Rank : 189

Current IMDb Status : 214

> > Me : 9.5 / 10 < <


The Man Who Shot Liberty Valance , 1962

ઘણા દિવસોથી ક્લાસિક વેસ્ટર્ન જોવાની ઈચ્છા હતી અને શરૂઆત જ થઇ , John Wayne જેવા મોટા નામથી [ અને આજ દાદા’નાં હજુ ત્રણ મુવી પણ કતાર’માં જ છે , અબુધાબી’માં નહિ ! ] પણ પહેલા બે વાત : એક તો આ હાર્ડકોર કાઉબોય વેસ્ટર્ન નથી અને બીજું કે જે ટાઈટલ’માં જ ક્લીયર થઇ ગયું છે તે ‘ લીબર્ટી વેલેન્સ ‘ નામનો વિલન મરવાનો છે , એ નક્કી જ છે પણ તેનું અહીંયા ઝાઝું યોગદાન પણ નથી ! [ જાણેકે શોલે’માં ગબ્બર’ની હાજરી ઘટાડી નાખી હોય ! ] અને લીબર્ટી એટલો બધો ખૂંખાર પણ નથી દેખાડાયો , છતાં પણ મૂવીની એક મજા છે , શું કામ ?. . જવાબ છે : કેરેકટર બિલ્ડીંગ અને આસપાસનો જીવંત અને અંધાધુંધ માહૌલ ! જી હાં , અહીંયા પાત્રો / સંવાદ / સ્ટાઈલ – મેનેરીઝ્મ / પોઝ & પ્લે’ની હરેક મોમેન્ટસ / કોમિક & ટ્રેજિક ટ્વિસ્ટ – એ દરેકમાં મુવી આલાતરીન રીતે જીવંત થઇ ઉઠ્યું છે.

નાં ! આ કોઈ પ્રણયત્રિકોણ નથી કે નથી આ કોઈ શોલે’ની જેમ જય-વીરુની દાસ્તાન કે જેઓ ગબ્બર’ને ઠેકાણે પાડે છે , પણ આ તો એ માણસની વાત છે કે જેણે લીબર્ટી’ને વીંધી નાખ્યો . . સુપર્બ નરેશન વિથ ક્લાસિક કેરેક્ટર બિલ્ડીંગ એન્ડ લાઇવલી સરાઉન્ડીંગ ! મસ્ત કલાકારો માટે અચૂક જોવા જેવું . [ James Stewart અને John Wayne’ની ઘણી ફીલ્મો આગળ પર જોવાની થશે પણ મને આ મુવી માટે એમ લાગ્યું કે જો આ મુવી જૂની હિન્દી ફિલ્મ’માં અવતરી હોત તો અનુક્રમે સુનીલ દત્ત અને ફિરોઝ ખાન આ બંને પાત્રો માટે જબ્બર સુટ થાત!એક વાત તો રહી જ ગઈ : બીકણ શેરીફ અને દારૂડિયા તંત્રી’નાં પાત્રો બહુ મસ્ત ઉર્ફે અલમસ્ત છે. 🙂 અને હા , જતા જતા આ ડાયલોગ વાંચતા જાઓ કે જે વેસ્ટર્ન મુવીનો ટેમ્પો જમાવી દેશે. This is the West, sir . When the legend becomes fact, PRINT THE LEGEND!

IMDb Top 250 Highest Rank : 125

Current IMDb Status : Not on the list.

> > Me : 8 to 8.5 / 10 < <


The Hustler , 1961

પૌલ ન્યુમેન વિષે ઘણું સાંભળ્યું હતું અને આખરે તેમની પહેલી મુવી જોવાનો મોકો મળી ગયો , ધ હસલર’થી ! આ મુવી એક ક્લાસિક સ્પોર્ટ મુવી + ડીટેઈલ્ડ સ્ક્રિપ્ટ’રાઈટીંગ + અકળ અને કરીઝ્મેટીક કેરેક્ટર્સ માટે જોવા જેવું બન્યું છે. આછો’પાતળો ખ્યાલ હતો કે મુવી પુલ’ગેમ્સ’ની આસપાસ ફરે છે અને પહેલી અડધી / પોણી કલાક એ જ દિશામાં કાતિલાના ટેમ્પો પણ જગાવે છે [ મીનેસોટા ફેટ્સ – કમાલ’નો Jackie Gleason અને ફાસ્ટ એડી’ની 25 કલાક લાંબી ક્લાસિક પુલ’ગેમ સાથે ]

પણ જેવું મુવીએ બીજા હાફ તરફ જતા પોતાનું કલેવર અને ફ્લેવર બદલી કે ચોંકી જવાયું ! કેમકે એ એ પાર્ટ’માં પણ મુવી પોતાના કેરેક્ટર્સ’ની મિસ્ટિક યેટ સિમ્પલ દુનિયાને અદભુત આલેખે છે. [ સારાહ’નાં પાત્રની એન્ટ્રીથી મુવીને એક મસ્ત વળાંક મળે છે – ફરી પાછું અદભુત એક્ટ્રેસ એવી Piper Laurie ] જોકે આખરી ત્રીજા ભાગ તરફ જે ચોંકાવનારો [ અને મારા મતે બિન’જરૂરી ] આંચકો મુવીએ આપ્યો તે કૈક અજીબ લાગ્યું [ એક બળકટ પાત્ર’નું ધ એન્ડ! ] અને એને અનુસંધાને જે કલાઈમેક્ષ રચાયો તે પણ જાણે બીજી દિશામાં ફગી ગયેલો લાગ્યું [ મતલબ કે ફિલ્મ જે ગતી અને દિશા પકડી રહી હતી તે પ્રમાણે તેની અપેક્ષિત મંઝીલ ન લાગી! ]

અદભુત એવી બ્લેક & વ્હાઈટ સિનેમેટોગ્રાફી’માં આ મુવીનો ધીમો પણ ઈલેક્ટ્રીફાઈંગ માહૌલ જોવાની મજા પડી ગઈ અને એમાં પણ પૌલ ન્યુમેન’નું મેનેરીઝ્મ અને ચાર્મિંગ + ક્નીંગ સ્માઈલ તો બસ માર સુટીયા છે. મુવીમાં બેકગ્રાઉંડ સ્કોર નહીવત છે પણ એક રીતે એ તેનું જમા પાસું બની રહે છે અને તે દરમ્યાન પણ બે દ્રશ્યો એકબીજામાં ઓગળતા હોય તે રીતે થયેલું એનેલોગ ટ્રાન્ઝીશન કમ એડીટીંગ કમ સ્વીચઓવર પણ મુવીને એક સ્થિત અને સંતુલિત છબી બક્ષે છે. જેટલા પણ કેરેક્ટર્સ છે તે સઘળા એક્ટર્સ’નાં ઉમદા અને ઠસ્સા’દાર ક્લાસિક અભિનય માટે જોવા જેવું મુવી. આ જ મૂવીની લાંબાગાળે આવેલી માર્ટીન સ્કોર્સીસ’ની સિકવલ એવી જુવાનીયા એવા ટોમ ક્રુઝ’ની The Color of Money પણ હવે વિશલીસ્ટ’માં ઉમેરવામાં આવી છે [ કે જે ફિલ્મ માટે પૌલ ન્યુમેન’ને ઓસ્કાર પણ મળેલો. ]

IMDb Top 250 Highest Rank : 136

Current IMDb Status : Not on the list.

> > Me : 8 to 8.5  / 10 < <


The Graduate , 1967

મુવી તો ઠીક પણ મૂવીનું પોસ્ટર પણ અમર થઇ જાય તે કેવું કહેવાય ! . . ગજબ કહેવાય! અને આખરે કેટલા દિવસો એ પોસ્ટર જોઈ જોઈ કરીને આખરે મુવી જોવાનું થયું અને મજા પડી ગઈ . ફિલ્મ’નાં વિષય પ્રત્યે સદંતર અજાણ રહીને ય મુવી જોવાની એક મજા છે. Dustin Hoffman અને Anne Bancroft એ બંને ધાંસુ એક્ટર્સ’ને કારણે કોમ્પ્લેક્ષ સ્ટોરી ખાસ્સી હદે સહજ અને સરળ બની છે [ જોકે સરળ બનાવવું એ ખાસ્સું અઘરું કામ કહી શકાય! ]

આપણા બધાય’ની જેમજ બેન [ Dustin Hoffman ] ગ્રેજયુએશન બાદ શું કરવું તેની અવઢવ’માં અને મહત્તમ તો શૂન્યમનસ્ક્તા’માં જ હોય છે અને તે દરમ્યાન જ તેના એક અફેયર’ની શરૂઆત થાય છે . પણ અફેયર તો થાય , એમાં નવું શું ?! પણ આ અફેયર તેની ફેમીલી ફ્રેન્ડ એવી એક આંટી સાથેનું હતું ! બસ , હવે આગળ તમે જ જોજો [ દિગ્મૂઢ થવાની ય એક મજા હોય છે ] સ્ટોરી’ને ય અતિક્રમિ જાય તેવા કેરેક્ટર્સ ખુબ જુજ જોવા મળે છે , અને એવા બે કેરેક્ટર્સ અહીંયા ડેવલપ થયા છે : બેન અને મિસિસ.રોબીન્સન .

ખાસ તો મીસીસ રોબીન્સન’નાં પાત્રમાં Anne Bancroft‘એ રીતસર’નો રોલો પાડી દીધો છે. તેણીનો એ Class , Arrogance અને Attitude રીતસર’નું તમારી પર ત્રાટક કરશે અને તેની સામે બેન શરૂઆત’માં જે ઝીઝક અને ખચકાટ દર્શાવે છે , એ તો બસ નેચરલ એક્ટિંગ’ની હદ છે! [ જોકે મધ્યાંતર બાદ પલટાતા પ્રવાહમાં તેણીના પાત્રનો થોડોક ઉલાળિયો કરી નાખ્યો હોય તેવું લાગ્યું. જેટલું બેન’નાં પાત્રની ચડઉતર અહીંયા નિરાંતે આલેખાઈ છે , તેટલું જ મહત્વ મિસિસ.રોબીન્સન’નાં પાત્રનું પણ હતું. ]

ક્લાસિક રાઈટઅપ ( Calder Willingham and Buck Henry ) અને સિચ્યુએશનલ સેટઅપ , બે દ્રશ્યો વચ્ચેનું ક્વિક ટ્રાન્ઝીશન , લોંગ શોટ્સ અને ક્લોઝઅપસ સાથેની બેનમુન સીનેમેટોગ્રાફી ( Robert Surtees ) અને ક્લાસિક બેકગ્રાઉન્ડ સ્કોર ( Specially songs by Simon & Garfunkel ) સાથે આ વિચિત્ર ગાથાને સરળ અંદાજમાં કંડારવાની ડિરેક્ટર Mike Nichols‘ની અદા મને તો ગમી ગઈ [ આ તેમનું બીજું જ મુવી હતું અને તેમનું પહેલું મુવી Who’s Afraid of Virginia Woolf? પણ લાઈનમાં જ છે! ]

IMDb Top 250 Highest Rank : 60

Current IMDb Status : Not on the list.

> > Me : 8.5 / 10 < <


Akira , 1988 [ Japan ]

જાપાનીઝ એનીમેશન’નો એક ક્લાસ હોય છે , સ્તર હોય છે , વિષય હોય છે અને વિષય’નું વૈવિધ્ય તથા ગુણવત્તા હોય છે. આવું જ એક એનીમેશન છેક 1988’ની સાલમાં બનેલું પણ Studio Ghibli’ની માફક મુગ્ધ કરી દે તેવું નહિ પણ ગ્રાંડ એકશન’ની સાથે લોહિયાળ દ્રશ્યોથી સ્તબ્ધ કરી મુકે તેવું !!      ” અકીરા ” , ત્રીજા વિશ્વયુદ્ધ સમયે એક રહસ્યમય ઘટનામાં ટોકિયો તબાહ થઇ જાય છે અને હવે ત્રણ ત્રણ દશકના સમય બાદ થોડે દુર જ ભવ્યાતીભવ્ય એવું નિયો’ટોકિયો બની ચુક્યું છે , પણ ઘણા રહસ્યો અને મિલીટરી’ લોખંડી પંજા હેઠળ ! લોકોમાં સરકારી નીતિઓ તરફ વિદ્રોહ વધતો ગયો હોય છે અને રોજબરોજ ખૂણેખાચરે નાનામોટા છમકલા થતા જ રહેતા હોય છે અને કેટલાય ગુપ્ત જૂથો ગેરીલા એટેક્સ કરીને આ તંગ માહૌલ’ને સતત સળગતો રાખી રહ્યા હોય છે.

. . . પણ આ બધાની સમાંતરે જ એક વૃદ્ધ જેવા દેખાતા બાળક અને તેની સુપરનેચરલ શક્તિઓ સાથે એક રખડું અને અનાથ એવા બાઈકર ‘ ટેટસુઓ ‘ની ટક્કર’નો વાર્તાપ્રવાહ કૈક નવા જ વિચિત્ર અને દુર્ગમ એવા રહસ્યમયી પ્રવાહને જન્મ આપે છે! કોણ હતો પેલો વિચિત્ર બાળક ? તે આવો શા માટે થઇ ગયો હતો ?! તેની શક્તિઓ’નું કારણ ? ટેટસુઓ’ને નડેલા અકસ્માત બાદ તેની સાથે એવું તે શું થયું કે પરિસ્થતિ’ઓ ઔર વણસી ગઈ ?! અને વાત’નું વતેસર થઇ જાય તે પહેલા મૂળ વાત : આ અકીરા શું છે ? વસ્તુ કે વ્યક્તિ ? મૂળ રહસ્ય કે પછી રહસ્ય’ની શરૂઆત ??

છેક 1988’ની સાલમાં આટલું કોમ્પ્લેક્ષ એનીમેશન [ વિથ અ કોમ્પ્લેક્ષ સ્ટોરી ] બનાવવું એ લોઢાના ચણા ચાવવા જેવું કામ કહી શકાય! તેની ડીટેઇલીંગ અને દ્રશ્યો વચ્ચેની ત્વરા’નો કોઈ જવાબ નથી એમ કહી શકાય. પણ એક તબકકે મુવીનો મેઈન પ્લોટ ખુબ ખેંચાયો હોય તેવું લાગે છે [ મતલબ કે મૂળ વાર્તાપ્રવાહે પહોંચવામાં તેઓ ઘણા આડાઅવળા ફંટાય છે! ] અને બીજું તેઓએ લોહિયાળ દ્રશ્યો બતાવવામાં થોડીક હદ વટાવી ગયા છે [ આમ પણ , જાપાનીઝ એનીમેશન હિંસા બતાવવામાં ખાસ્સા આગળ છે. ] પણ અકીરા’ની આસપાસ છેક છેલ્લે સુધી અદભુત રહસ્ય જાળવી રખાયું છે , તે બદલ હેટ્સ ઓફ , પણ આખરે જે રહસ્ય નીકળે છે તેમાંનો ખુલાસો ગળે ઉતરે તેવો નહોતો [ મતલબ કે આમતેમ કરીને ફીંડલુ વાળી દીધા જેવું લાગ્યું! ] આ મુવી તેના સમયથી આગળ હોવાને નાતે અને ક્લાસિક વિઝ્યુલાઈઝેશન માટે યાદગાર રહેશે.

IMDb Top 250 Highest Rank : 166

Current IMDb Status : 240

> > Me : 8.5 / 10 < <