ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,


1} હાશ , માંડ પૂરું થયું ! છેલ્લા ત્રણ મહિનાથી કટકે કટકે આ પોસ્ટ બનાવવામાં હું ખાલી થઇ ગયો અને ભરી ભરીને ખાલી પણ ચડી ગઈ [ ખાલી ખાલી કે ખાલી ખોટી વાત નથી દોસ્તો – વર્ડપ્રેસ’ના સમ બસ . . ]

2} પાંચ વર્ષ પહેલા જે ભૂસકો મરાઈ ગયો હતો આ એન્યુઅલ પોસ્ટ આપવા માટે મુવીઝ’રૂપી સાગરમાં તે હજુ કિનારે નથી પહોંચ્યો ! હા , પાંચ વર્ષ થઇ ગયા મિત્રો આ વાર્ષિક સરવૈયાની પોસ્ટ બનાવતા બનાવતા . . પણ હવે થાકી જવાય છે. [ લ્યા, તમે વાંચતા વાંચતા થાકી જાઓ તો હું લખતા ને મઠારતા થાકી નો જાઉં ? હેં! ]

3} એક સમય એવો હતો કે મને આવા આર્ટિકલ્સ’ની રાહ રહેતી કે જ્યાં વિશ્વભરની ઉમદા ફિલ્મોની કોઈ વાત કરે અને લિટરલી વિહંગવાલોકન કરાવે પણ ખુબ ઓછા લેખકો કે રસિયાઓ આવું જોખમ ખેડવાનો પ્રયત્ન કરતા ! બા , મા અને બાપા’ની ભાષા ગુજરાતીમાં કોઈ ફિલ્મોની વાત છેડે એવું તો ઘણીવાર બનતું પણ ઘણા મર્યાદિત સ્તરે. [ આપણી જેમ કોઈ નવરું થોડી હોય લ્યાં ! બાય ધ વે : નવરા માણસો જ સૌથી વધુ વ્યસ્ત હોય છે. ] મતલબ કે અખબારી આલમ’માં જય વસાવડા , શિશિર રામાવત , જયેશ અધ્યારૂ જેવા કોલમ લખતા કટાર લેખકો ઘણીવાર કોઈ વિશિષ્ટ ફિલ્મોની વાત કરતા , મમળાવતા [ અને બંદા પાછા સોશ્યલ મીડિયા પર પણ ન્હોતા !પણ આપણે તો રહ્યા ભુખા માનુસ ! આપણે તો ફૂલ થાળી ને એ પણ અનલિમિટેડ અને એ પણ કાઠીયાવાડી ચટકા’માં જોઈએ . . તો ?

4} ગાંધીજીએ કહ્યું જ તું ને કે બી ધ ચેન્જ ! કોઈ આવી ફૂલ થાળી આપે ને લટકામાં પીરસે પણ , એની રાહ જોઉં એના કરતા હું જ જેવું આવડે એવું નો બનાવું , હેં ! અને બંદા’એ છેક નવેમ્બર 2014’માં વર્ષ 2013’ની બેસ્ટ ફિલ્મોની વાતો માંડતો એક છોટો સો બટ ફૂલ ફ્લેજ્ડ લેખ કમ બ્લોગપોસ્ટ ઢસડી મારી અને રીતસરનું બ્યુગલ ફૂંકાયું કે જ્યાં વર્ષોવર્ષ મહત્તમ મુવીઝને આવરી લેવાના ચક્કરમાં હું ખુદને જ ચક્કરે ચડાવીને ફૂંકી મારી કામિકાઝી બ્લોગીંગના યુગની શરૂઆત કરવાનો હતો !

5} કામિકાઝી બ્લોગીંગ ? જી હા , ગુજરાતી બ્લોગજગત’માં માત્ર મૌલિક લખતા અને લેખક ન હોય એવા બ્લોગર્સ’માં આ બંદા લાંબી લચાક પોસ્ટ લખવામાં કદાચ પહેલા નંબરે આવતા હશે ! આ પોસ્ટ જ 16,000 શબ્દોથી વધુની બની છે ! [ જય માહિષ્મતી ] અને માટે જ તેને એક જ બેઠકે વાંચવા કરતા એય ને આખું અઠવાડિયું નિરાંતે ઘરના ઉંબરે કે અપ-ડાઉનમાં બારી બાજુની સીટ પર વાંચજો અને ધીમે ધીમે મોજના ઘૂંટડા ભરજો , ભૈ સાબ અને બાઈ સાહિબા 🙂

6} હવે એક બ્રેકીંગ ન્યુઝ : તમે બીજા પોઇન્ટ’માં જ વાંચ્યું ને કે હવે થાકી જવાય છે ,તો એ અમથા નથી લખ્યું ! કેમકે બેસ્ટ ફિલ્મોના સરવૈયાની આ પાંચમા સાલ નિમિતે આ આખરી એન્યુઅલ પોસ્ટ છે ! મને ખ્યાલ છે કે ઘણા મિત્રો આ વર્ષે જ બેસ્ટ ઇન્ડિયન ફિલ્મોની પોસ્ટ બંધ કર્યાના ખાર’માં હતા અને હવે હોલીવુડ/વર્લ્ડ સિનેમા પણ ? કેમકે આખાય વર્ષ દરમ્યાન અંદાજે 90થી વધુ બહારની અને 40થી વધુ ઇન્ડિયન ફિલ્મો જોવાયા બાદ મારે જે IMDb 250 સિરીઝ અને AFI 100 સિરીઝ’ની કેટકેટલીય બહેતરીન ફિલ્મો જોવાની બાકી રહી ગઈ છે તેનો તો નિકાલ છેલ્લા ઘણા વર્ષોથી આવતો જ નથી ! હવે બસ . . ખુબ લખી લીધું , હવે તો એ ખજાના’ની મહામૂલી ફિલ્મો જોવી છે.

7} અને માટે જ હવે થોડા મહિનાના અંતરાલ બાદ એ ઓલ ટાઈમ ગ્રેટેસ્ટ ફિલ્મો જોવાયે કેટલીક સ્પર્શી ગયેલી મુવીઝની વાત હવે હું બ્લોગ પર માંડીશ. [ અંદાજે 200થી વધુ ફિલ્મો છે એ વિશલિસ્ટ’માં , તો વરી & ડોન્ટ વરી : કેમકે હજુ તો બ્લોગીંગ’માં બઘડાટી બોલાવવાની બાકી છે 🙂

8} આવી દમદાર તો ખબર નહીં પણ દળદાર પોસ્ટ બનાવવામાં પણ એક ગજબ મોજ પડી છે ~ કૈક કરી બતાવવાની , સ્વપ્ન સમાન લક્ષ્ય આંબવા મથવાની અને મુખ્ય તો કોઈ શરૂ કરે તેના સ્થાને ખુદ’થી જ શરૂઆત કરવાની. ચાલો , વર્ષ દરમ્યાન રિલીઝ થયેલી બહેતરીન ફિલ્મોના સરવૈયા બનાવવાની બ્લોગીંગ’ની આ ચેલેન્જ હું આપું છું , છે કોઈ રસિકજન ? છે કોઈ સિનેફાઇલ / મુવિગોર ? ત્યાં સુધી તો બંદા’નું નામ જ તમને ગુગલ સર્ચમાં દેખાશે 🙂

9} અને હવે આજના લકઝરીયસ લિસ્ટ’ની કેટલીક ટ્રીવીયા જેવી વાતો :

:- મારા બહેતરીન 25 મુવીના લિસ્ટ’માં ટોટલ 31 ફિલ્મો સમાવાયેલી છે [ કે જેમાંની 10 ફિલ્મોની વાતો સમય અને ઈરાદા’ના અભાવે લખી શકાઈ નથી તો વે+રી+સો+રી ! ]

:- તેમાંથી 14 મુવીઝ વર્લ્ડ સિનેમા છે [ જય જગત ]

:-એ લિસ્ટ’માંથી 6 અને કુલ જોવાયેલ મુવીઝમાંથી 14 મુવીઝ લેડી ડિરેક્ટરે બનાવેલી છે [ હેઈલ મહિલા ! ]

:- આ 5 વર્ષો દરમ્યાન આવી સરવૈયાઓની પોસ્ટ થકી હું કુલ 466 નોન-ઇન્ડિયન મુવીઝ જોઈ શક્યો છું અને 250 ઇન્ડિયન મુવીઝ ! [ કભી કભી લગતા હૈ અપુન હી ભગવાન હૈ 😉 ~ આઇલા મારે હજુ સેક્રેડ ગેમ્સ જોવાની પણ બાકી છે ! ]

#at LAST : અને હાં , નેક્સ્ટ પોસ્ટ આ 5 વર્ષોમાં જોવાયેલ સઘળી મુવીઝમાંથીબેસ્ટ 50ફિલ્મોની હશે તો પોપકોર્ન’નું પેકેટ નહીં પણ દસ બાર અમેરિકન ડોડા લઈને બેસજો!


વિઝ્યુઅલી આ પોસ્ટને વધુ માણવા મોબાઈલને બદલે ડેસ્કટોપ પર વાઈડ સ્ક્રીનમાં વાંચવા વિનંતી.


Previous Installments

~ The Greatest Movies of 2016 ~

~ The Greatest Movies of 2015 ~

~ The Greatest Movies of 2014 ~

~ The Greatest Movies of 2013 ~

[ Hollywood & World cinema ]


IMAGES : 27 + 17 + 106 [ Still ] & 28 [ GIf’s ]

It would take a while to load the whole post .


Total movies watched ( released in 2017 )

~ ~ ~ ~ ~

1] Guardians of the Galaxy Vol. 2 ~ 8.5 2] Wonder Woman ~ 8.5 3] Spider-Man: Homecoming ~ 7.5 4] Kingsman: The Golden Circle ~ 6 5] The Mummy ~ 5 6] Thor: Ragnarok ~ 7.5 7] Justice League ~ 7 8] Coco ~ 8.5 9] Star Wars: The Last Jedi ~ 8.5 10] King Arthur: Legend of the Sword ~ 7 11] Kong : Skull Island ~ 7.5 12] Pirates of the Caribbean: Dead Men Tell No Tales ~ 6 13] The Fate of the Furious ~ 7.5 14] The Hitman’s Bodyguard ~ 8 15] Valerian and the City of a Thousand Planets ( France ) ~ 7 16] John Wick: Chapter 2 ~ 8 17] Paris can wait ~ 7 18] Colossal ~ 8 19] Despicable me 3 ~ 7 to 7.5 20] Logan Lucky ~ 7.5 21] The Space between us ~ 7.5 22] Baby Driver ~ 7.5 to 8 23] Jumanji: Welcome to the Jungle ~ 6 24] Beauty and the Beast ~ 7.5 25] Atomic Blonde ~ 7.5 26] Murder on the Orient Express ~ 6 27] Blade of the Immortal ( Japan ) ~ 8 ( Japan28] Ingrid goes west ~ 7 29] The Lovers ~ 7.5 30] Logan ~ 8 to 8.5

31] The Zookeeper’s Wife ~ 7 to 7.5 32] War for the Planet of the Apes ~ 8 33] Our souls at night ~ 7.5 to 8 34] The Disaster artist ~ 8.5 35] The Shape of water ~ 8 to 8.5 36] The Mountain between us ~ 5 37] Thelma ( Norway ) ~ 8.5 38] The Death of Stalin ~ 8.5 39] Ferdinand ~ 8 40] Molly’s Game ~ 8 41] Dunkirk ~ 8.5 42] A Quiet Passion ~ 8.5 43] Downsizing  ~ 7 44] My Cousin Rachel ~ 4 45] Darkest Hour ( England ) ~ 8 46] Maudie ( Canada / Ireland ) ~ 8 47] Mother! ~ 8 to 8.5 48] Wonder Wheel ~ 7 49] The Beguiled ~ 8 50] In This Corner of the World ( Japan ) ~ 8.5 51] All the Money in the World ~ 8 52] The Lego Batman Movie ~ 8 53] The Breadwinner ( Ireland / Canada ) ~ 8 to 8.5 54] Wind River ~ 8 to 8.5 55] In the fade ( Germany ) ~ 7.5 to 8 56] Phantom Thread ~ 8 to 8.5 57] Blade Runner 2049 ~ 8.5 58] Lady Macbeth ( England ) ~ 8.5 59] Kedi ( Turkey ) ~ 8.5 to 9 60] Hostiles ~ 8 to 8.5

61] Sweet Country ( Australia ) ~ 8 to 8.5 62] The Square ( Sweden ) ~ 8.5 63] Okja ( US / South Korea ) ~ 7 64] Call me by your name ( Italy ) ~ 8.5 65] The Post – 8 to 8.5 66] The Killing of a Sacred Deer ( UK ) ~ 8 67] The Invisible Guest ( Spain ) ~ 7.5 to 8 68] Get Out ~ 8 to 8.5 69] Columbus ~ 8.5 70] The Third Murder ~ 8 ( Japan ) 71] Good Time ~ 8.5 72] Summer 1993 ~ 8.5 ( Spain ) 73] The Lost City of Z ~ 8 74] Mudbound ~ 8.5 75] The Big Sick ~ 7.5 to 8 76] You Were Never Really Here ~ 8 ( UK ) 77] I ,Tonya ~ 8.5 78] On Body and Soul ~ 8 to 8.5 ( Hungary ) 79] Faces Places ~ 8.5 to 9 ( France ) 80] Detroit ~ 8.5 81] The Florida Project ~ 8.5 to 9 82] Lady Bird ~ 8.5 83] A Fantastic Woman ~ 8.5 ( Chile ) 84] Loveless ~ 8.5 ( Russia ) 85] A Ghost Story ~ 7 86] Three Billboards Outside Ebbing Missouri ~ 8.5 87] The other side of hope ~ 8 to 8.5 ( Finland ) 88] Loving Vincent ~ 8 to 8.5 ( Poland / UK )


Yet to watch ‘ movies of the year 2017

( As some movies were just missed or Skipped or Ignored ! )

xXx – Return of Xander Cage , Song to Song , Life , Power Rangers , Wonder

Gifted , The Boss Baby , Going in style , The Circle , The Snowman , Una

Transformers – The Last Knight , Dark Tower , Viceroy’s House

Fifty Shades Darker , Alien- Covenant , Brawl in Cell Block 99 , The Bachelors

Goodbye Christopher Robin , The Book of Henry , The Foreigner

The Meyerowitz Stories New and Selected , Beatriz at Dinner , Free Fire

Ghost In The Shell , Lost in Paris , Their Finest , The Little hours , Girls Trip

The Sense Of An Ending , Captain Underpants – The First Epic Movie

T2 : Trainspotting , God’s Own Country , Sweet Virginia , The Insult

Menashe ,The LEGO Ninjago , Wonderstruck , First They Killed My Father

 Stronger , Spielberg , On the Beach at Night Alone

 A Bad Moms Christmas , American Made , All These Sleepless Nights

 Battle of the Sexes , Geostorm , Victoria & Abdul , The Light of the Moon

Roman.J.Israel Esq. , The Greatest Showman , Raw , BPM , Foxtrot

Last Flag Flying , The Glass Castle , Suburbicon , Beach Rats

It Comes at Night , The Trip to Spain , The Villainess

[ Any strong recommendations , from these movies ? ]


Failed to impress , despite it’s Legacy / Character / Theme / Casting !

~ ~ ~ ~ ~

Kingsman: The Golden Circle , The Mountain between us

 Wonder Wheel , Downsizing , Okja , The Mummy

 Jumanji: Welcome to the Jungle , Murder on the Orient Express

Pirates of the Caribbean: Dead Men Tell No Tales


Entertainer / Adorable / Not ‘ The Bestbut approaching it !

~ ~ ~ ~ ~


Honourable Mentions

Worth a Watch | Genuine & Sensible Cinema

~ ~ ~ ~ ~

Loving Vincent


My Final List

Of

The Greatest Movies

of

~ 2 0 1 7 ~


~ 25 ~ ( Tied )


~ 24 ~ ( Tied )


~ 23 ~ ( Tied )


~ 22 ~ ( Tied )


~ 21 ~ ( Tied )


~ 20 ~

Lady Macbeth [ England ] ~ Official Trailer

આ મુવી વિષે જયારે સૌપ્રથમ જાણવા મળ્યું ત્યારે થયું કે મોટાભાગે તો સ્કિપ જ કરીશ પણ કર્ણોપકર્ણ જયારે આ મુવી વિષે બે નહીં પણ બાવીસ બોલ સારા સાંભળવા મળ્યા ત્યારે થયું કે ચાલો . . પહેલી નજરમાં લાગે કે શેક્સપીયરના મેકબેથ જેવું જ કૈક હશે , પણ ના ! નો ડાઉટ કે તેના પર મેકબેથ’ની છાંટ છે જ પણ મેડમ બોવરી’ની પણ વાંછટ છે અને લટકામાં પાછું મૂળ માટીની મહેંક પણ ખરી ! આમ રશિયન એવા Nikolai Leskov‘ની કૃતિ ” Lady Macbeth of the Mtsensk District ” કે જે તે સમયે Fyodor Dostoyevsky‘ના Epoch મેગેઝીનમાં પબ્લિશ થતી તે પાછું અહિંયા વિક્ટોરિયન યુગ મઁઝે 18’મી સદીના ઇંગ્લેન્ડ’ના એક કન્ટ્રીસાઈડમાં નિરૂપાઈ છે અને શું નિરૂપાઈ છે ,કે ટાયઢ’નું લખલખું ફરી વળે ! અને તમને તો ખબર જ છે ને કે ટાઢ જયારે અંદરથી આવતી હોય ત્યારે ટાઢિયો તાવ ચડી જાય છે [ ટાઢિયો તાવ : વન ઓફ ધ ગ્રેટેસ્ટ કોન્ટ્રાસ્ટ ઓફ નેચર

તો ચાલો હવે ગંભીર થાઉં . . કેથરીન’ને [ પા પા પગલી કરતી કમાલની નવી અદાકારા  – Florence Pugh ] સાટા પેટે તેનાથી બમણી વયના પુરુષ જોડે પરણાવાઈ હોય છે અને એના પતિને તેણીમાં લગીરેય રસ નથી , લટકામાં આખો દહાડો કોઠીમાં બંધને બંધ જ રહેવાનું [ સજ્જા’ની લાઈફ ! ] વિક્ટોરિયન યુગના તે સમયના નારીને દરેક દ્રષ્ટિએ પુરુષોથી ઉતરતી ચીતરવાના હરેક હથકંડા અહિંયા છે અને એક દિવસ કેથરીન’નો લંપટ પતિ અને અજડ સસરો થોડા દિવસો માટે બહારગામ જાય છે અને કેથરીન’રૂપી લહેરખી બારી વાટે નીસરે છે અને કોઈને અડી જાય છે ! અને પછી શરૂ થાય છે વ્યભિચાર , વિશ્વાસઘાત , લાગણીશૂન્યતા , બર્બરતા’ની એક એવી દાસ્તાન કે બે ઘડી તમને થશે કે આ શું નું શું થઇ ગયું !

Dir. William Oldroyd (R)

ચર્ચમાં થતા લગ્નનો ઓપનિંગ સીન જ કેથરીન’ની વ્યાકુળતા દેખાડે છે કે જે એક રીતે ચંચળતા તો બીજી રીતે તેની નફિકરાઈ અને આગાઝ પણ દર્શાવે છે. અન્યાય કરનાર અને સહનાર દરેકે દરેક પાત્રો અહિંયા કોઈને કોઈ રીતે અમાનવીય રીતે વર્તે છે ! કેથરીન કે જે એક તાજી હવાની લહેરખી સમી ભાસતી હતી ,તેનો જયારે સુસવાટો જુઓ ત્યારે ‘એના’ કેમ મૂંગી પોંક મૂકીને રડી હતી તેનો ખ્યાલ આવે !. .એના ? ઘરની આફ્રો-અમેરિકન મેઇડ [ ચહેરાના હાવભાવથી સોંસરવી ઉતરી જતીNaomi Ackie ] – એકમાત્ર એવું પાત્ર કે જેણે પોતાનું કેરેક્ટર ગુમાવ્યું ન્હોતું , તેણીની ઈન્ટેગ્રિટી સાબૂત હતી. ક્યારેક ક્યારેક તો એના’ના દ્રશ્યો કેથરીન’ની ભૂમિકાને ય ટપી જાય એવા બન્યા છે [ ગાંસડી’માં તોલવાનું દ્રશ્ય , મૂંગું હૈયાફાટ રુદન , એનિમલ લાઈક ટ્રીટમેન્ટ અને આખિરનું દ્રશ્ય ] એક દ્રશ્યમાં કેથરીન એના’ને તેણીના ઘર વિષે પૂછે છે ત્યારે એના’ની આંખોમાં સવાલ ઉઠે છે કે, ઘર ?

પણ આ વાત કેથરીન’ની મુખ્ય છે – સત્તા અને સ્વતંત્રતાના ઉપભોગથી લઈને સેક્સ્યુઅલ ડિઝાયર’ના જાગરણ સુધીની તેની સફર કૈક અગમ્ય છે , ખુદ તેય અજાણ છે છતાંયે બેબાક છે ! ઘરમાં સતત ફરતી-કૂદતી બિલાડી અને સોફામાં એકદમ સ્થિર થઇને બેઠેલી કેથરીન એકબીજાની આંખોમાં આંખ નાખીને કૈક ગજબ અનુસંધાન સાધે છે ! પૂરું મુવી નથી ધીમું કે નથી ફાસ્ટ , ક્યારે દોઢ કલાક પુરી થઇ જશે ખબર ય નહીં પડે અને ઠંડી હવાના સુસવાટાની તીણી ચીસ કાનમાં ચિલ્લાતી રહી જશે ! આખીય મુવીમાં બેકગ્રાઉન્ડ સ્કોર નહિવત છે પણ સિનેમેટોગ્રાફી એવી તો અવ્વ્લ દરજ્જાની બની છે કે પવનનો દરિયો રીતસરનો તમારા કાનોમાં ઘુઘવાતો જ રહે ! વિક્ટોરિયન યુગના છેવાડા’ના પંથકમાં ચિલિંગ અને કિલિંગ કથાનક અને બબ્બે આલાતરીન પર્ફોર્મન્સીસ માટે જોવા જેવું મસ્ટ વોચ મુવી .


~ 19 ~

Loveless [ Russia ] ~ Official Trailer 

વ્હાલવિહોણું ! આ કથાનકનું બાળક તો વ્હાલથી વંચિત છે જ પણ . . 12 વર્ષનો ઍંલ્યોશા ગુમસુમ ને એકલો એકલો જ રહેતો હતો. કારણ ? મમ્મી-પપ્પા’ના હદ વટાવી જતા ઝઘડા અને હવે તો વાત ડિવોર્સ સુધી પણ પહોંચી ગઈ હતી અને લટકામાં મમ્મીનું (ઝેન્યા) બીજે અફેયર ચાલતું હતું ને પપ્પાની (બોરિસ) બીજી ગર્લફ્રેન્ડ તો પ્રેગ્નેન્ટ સુધ્ધાં હતી ! બસ હવે તો આ ફ્લેટ વેચાઈ જાય અને બંનેને પોતપોતાનો હિસ્સો મળી જાય એટલે છૂટ્યા ! પણ ઍંલ્યોશા ? તે કોની સાથે રહેશે ? અને આ બાબતે જ એકદા ઝઘડો એટલો ભયાવહ સ્વરૂપ ધારણ કરી ગયો કે તેનું પરિણામ આ બંનેને બે દિવસ પછીના સન્નાટા સ્વરૂપે મળ્યું. [ ઝઘડો એ ન્હોતો કે ઍંલ્યોશા મારી સાથે રહેશે ,પણ એ હતો કે તારી સાથે રહેશે ! એ તારું બાળક છે! ] ઍંલ્યોશા સ્કૂલેથી પાછો આવ્યો જ ન્હોતો અને આ બાબતની જાણ મમ્મીને બે દિવસ પછી થઇ હતી (!) અને મમ્મીએ કહ્યું ન હોત તો પપ્પાને તો કોણ જાણે કે’દી ખબર પડેત ! બંને પોતપોતાના પ્રિય પાત્રો સાથે ઉષ્માનો અહેસાસ કરી રહ્યા હતા અને અહિંયા બાળક ઠંડા ને શુષ્ક પડેલ સંબંધોને તરછોડીને બહારની દુનિયામાં કશેક ઓગળી ગયો હતો ! કોઈ કહે કે આવું થોડું હોય ? પણ છે. વાત 2012ના રશિયાની છે કે જ્યાં સમાજ અને કુટુંબવ્યવસ્થા એ હદે કથળી ગયા હતા ,ને ઉષ્મા અલોપ થઈ સંબંધો એ હદે ઠુંઠવાઇ ગયા હતા કે જેની સામે રશિયાનું કઠોર ને વિષમ વાતાવરણ ય વામણું ઠરે !

ના , આ 2013’માં આવેલી પ્રિઝનર્સ જેવી કોઈ થ્રિલર મુવી નથી કે જ્યા બાળક ક્યાં ચાલ્યું ગયું કે કોણ તેને ઉપાડી ગયું કે પછી બાળક સાથે શું થયું – તેની વીતકકથા હોય , પણ આ વાત શુષ્ક અને ઠંડી રશિયન સોસાયટીની છે ! મે શરૂઆતમાં જ કહ્યું ને કે માત્ર બાળક જ વ્હાલવિહોણું ન્હોતું પણ . . . જી આ ‘ પણ ‘ કથાનકના સર્વે પાત્રોને લાગુ પડે છે કેમકે મા એવી ઝેન્યા’નું બાળપણ પણ ખુબ જ કડવું વીત્યું હતું ને એક દ્રશ્યમાં પતિ સાથે લડતા તે કહે પણ છે કે મારે મારી કચકચ કરતી અતિ’ધાર્મિક એવી મા’થી છૂટવું નો હોત તો હું તારી સાથે લગ્ન પણ ના કરેત [ કેમકે , સાવ નાની વયે ઝેન્યા પ્રેગ્નેન્ટ થઇ ચુકી હતી ! ] ને અન્ય એક દ્રશ્યમાં પ્રેમીને કહે છે કે તેને આ બાળક પણ ન્હોતું જોઈતું અને સરવાળે તેની છાતીમાં ઉમળકા’નું દૂધ પણ ન્હોતું છલકાયું ! પ્રેગ્નન્સી અનવોન્ટેડ હોઈ શકે પણ માતૃત્વ ? અને બાપ પણ એનું માથું ભાંગે એવો કોરોકટ્ટ હતો પણ એ વાત જવા દ્યો . . જયારે ઝેન્યા બાળક ગુમ થયાની ફરિયાદ પોલીસને કરે છે ત્યારે પોલીસ પણ અત્યંત ઠંડો પ્રતિભાવ આપે છે [ એ સમયની રાજકીય/લશ્કરી પરિસ્થિતિ પ્રમાણે અને લોકશાહી પર જયારે લશ્કરના વાદળો મંડાઈ રહ્યા હતા ત્યારે પોલીસને પણ આવા સામાન્ય (!) કેસીસ’માં મદદ કરવાનો કોઈ ઉમળકો ન્હોતો ! ] અને પોલીસ પણ રેસ્ક્યૂઅર’ના એક સેવાભાવી સંગઠન’નું સરનામું ઝેન્યા અને બોરિસ’ને સોંપીને પોતે હાથ ખંખેરીને જતી રહે છે ! ઍંલ્યોશા , ઝેન્યા , ઝેન્યા’ની મા , બોરિસ , પોલીસ અને કઈ કેટલાય ગુમનામ પાત્રો અહીં સાવ એટલે સાવ પ્રેમ કે લાગણીથી વંચિત છેમાટે લવલેસ.

સારુંયે મુવી એટલી તન્મયતાથી બનાવ્યું છે કે તમને એ માહૌલ છોડીને ભાગી જવાનું મન થાય ! કેટકેટલા સ્ટીલ વત્તા બેક પોઝ અને ટીપે ટીપે તેમાં ઓગળતો ને લોન્ગ શોટ’માં સોંસરવો ઉતરી જતો કેમેરો એક અલગ જ ભાવશૂન્ય જગત રચે છે , અહીં પાત્રો તો ઠીક ‘પાત્રો’ ચાલ્યા ગયે પરિસરમાં પણ કેમેરો અટકી જઈને ડોકિયું કરે છે અને એ સ્તબ્ધતા ભાર સ્વરૂપે સતત વરતાય છે. પ્રકાશ અને અંધકાર’ના સંયોજન મઢી ફ્રેમ અહીં સતત એ તાણ અને છલના’નો આભાસ કરાવે છે. અને હાં , પાત્રોની મનોદશામાં ડોકિયું કરાવતી મનપસંદ રિફ્લેક્ટિવ ફ્રેમ્સનો તો અહિંયા ચિક્કાર ઉપયોગ કરાયો છે. ચારેકોર છવાયેલ અનંત ભાસતા બરફથી જાણે મૌન થતું પરિસર , તૂટેલા ને ઢળી પડેલા વૃક્ષો , ભેંકાર ઇમારતોના ખંડેરો’માં ખોવાયેલ ભૂતકાળ અને પાત્રોના દિલોદિમાગમાં છવાયેલ ઈર્ષ્યા , નફરત , નિરાશા , ઉપેક્ષા ને ભાવશૂન્યતા જાણે આ સમગ્ર માહૌલને ઔર ઘેરો કરે છે. અને આ સઘળા માહૌલને અદભુત રીતે જીવંત (!) કરી બતાવ્યો છે 2014’ની બહેતરીન એવી Leviathan’ના ડિરેક્ટર એવા Andrey Zvyagintsev અને અદભુત સિનેમેટોગ્રાફી થકી Mikhail Krichman’એ ~ હેટ્સ ઓફ.

Dir. Andrey Zvyagintsev (C)

કેટલાક અદભુત દ્રશ્યોમાં : 1) ગુમસુમ બારીની બહાર જોયા રાખતો ઍંલ્યોશા 2) ડાઇનિંગ ટેબલ પર રડતા ઍંલ્યોશા’ને ન જોઈ શકતી ને પરાણે થેન્ક યુ બોલાવતી મોબાઈલમાં ખોવાયેલ મા 3) જયારે ઝેન્યા અને બોરિસ બંને ઝઘડતા હોય છે અને કેમેરો ઝેન્યાને ફોલો કરતો કરતો અચાનક ધડામ કરીને બંધ થતા બારણાં પાછળ ડોકિયું કરે છે , કે જ્યાં હોય છે ડરેલો ને ચિક્કાર રડેલો ને બધું સાંભળતો એવો માસુમ ઍંલ્યોશા [ વર્ષના શ્રેષ્ઠ દ્રશ્યોમાંનું એક ] 4) નજીકના જંગલમાં રેસ્ક્યૂઅર’ની ટીમ સાથે બોરિસ’નું એક ખંડેર જેવી તોતિંગ ઇમારતમાં ઍંલ્યોશા’ને શોધવા નીકળવું 5) ઝેન્યા’ની મા’ના ઘરે દુર્ગમ વિસ્તારમાં શોધખોળ માટે જવું અને સઘળી માથાકૂટ 6) મૉર્ગ’માં એક બેનામ લાશને ઓળખવા જવું ને આખરે બંધ તૂટી પડવો ! 7) અને આખિરના ઝેન્યા અને બોરિસ’ના પોતપોતાની જિંદગીમાં ગોઠવાઈ જવાના માર્મિક દ્રશ્યો કે જેને જોઈએ તો લાગે કે જ્યાં ,ભૂલથી બાળક નથી જન્મ્યું પણ ભૂલથી ભૂલભરેલા મા-બાપો જન્મ્યા છે ! ~ સતત એક અલગાવ અને વેધક વાસ્તવિકતા નિરૂપતી એક સજ્જડ સત્યઘટના .


~ 18 ~

A Fantastic Woman [ Chile ] ~ Official Trailer 

{ Winner of Best Foreign Language Film of the Year , 2018 at OSCARS }

ચારેબાજુએથી નીર ભેગા થઇને કેન્દ્રમાં પ્રચંડ ધોધ પડી રહ્યો છે ને ઝણઝણાટી થઇ આવે એવી ઝયણ’નું તોફાન ઉમટ્યું છે , કઈ સંભળાતું નથી ~ જાણેકે સ્તબ્ધતા’નું એક જીવલેણ સૌંદર્ય ! એક એવું સ્વપ્ન કે જે વાસ્તવિકતા’ના કિનારે પહોંચતું જ નથી , જાણે બધું કડડભૂસ થઈને રેલાઈ જવા માટે જ સર્જાયું છે અને આખરે ક્યાં કિનારે નિશ્ચેતન થઈને નીકળશું એ સવાલ તો લટકામાં લહેરાતો જ રહે ! હા , આ જ સ્વપ્ન કહો તો સ્વપ્ન ને ઈચ્છા કહો તો ઈચ્છા ~ Iguazu Falls’ને જોવાનું ને બધીર બની તેના સૌંદર્યને પીવાનું , ઓરલાન્ડો અને મરીના’એ સાથે મળીને જોયું હતું. અને એ સાંજ કે જયારે મરીના’નો જન્મદિવસ હતો ત્યારે મસ્ત ચાઈનીઝ ડિનર પર મ્યુઝિકલ કેક સાથે ઓરલાન્ડો’એ ફોલ-વિઝીટની બે ટીકીટ્સ’ની સરપ્રાઈઝ આપી હતી અને આખરે એ સાંજ પણ સ્વપ્નવત જઈ રહી હતી , ત્યાં જ મધરાતે ઓરલાન્ડોને કૈક અસુખ જેવું લાગતા મરીના તેને તાબડતોબ હોસ્પિટલે લઇ ગઈ અને ઓરલાન્ડો’એ અંતિમ શ્વાસ લીધા અને ફરી મરીના’ના જીવનની એ કાળરાત્રી શરૂ થઇ કે જેનો મૂંઝારો જ કૈક અકળ હતો ! પણ આ કથાનકમાં અસામાન્ય શું હતું ? તો જાણો કે ; ઓરલાન્ડો એ 50 વટાવી ગયેલો ડિવોર્સી અને મરીના ત્રીસી’માં વિહરતી એક ટ્રાન્સવુમન હતી [ પૂર્વે પુરુષ પણ બાદમાં સેક્સ ચેન્જ કરાવીને બનેલી સ્ત્રી ]

હજુ પુરી દુનિયામાં એક સ્ત્રી/પુરુષ કોઈ અન્ય જ્ઞાતિ/જાતિ/ધર્મ/વંશ’ના પુરુષ/સ્ત્રી સાથે પ્રેમ કરી બેસે કે તેનાથી ય આગળ જઈને સજાતીય પ્રેમ કરી બેસે છે ત્યારે થતો હોબાળો તો આપણે જાણીએ છીએ પણ તેથીયે આગળ જઈએ તો એક એવી દુનિયા છે કે જે મહદઅંશે ગુમનામ જ રહી ગઈ છે કે જેમના અસ્તિત્વ પર જ સવાલ ખડો કરી દેવાયો છે ~ ” ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી “. અને અહિંયા મરીના કે જે એક સ્વપ્નવત જીવન જીવી રહી હતી , તેની સાથે આ બધું જ પુનરાવર્તન પામવા જઈ રહ્યું હતું. શરૂઆત થાય છે હોસ્પિટલથી કે જ્યાં તેને એક સેક્સવર્કર સમજી લેવાય છે , સતત તેના અસ્તિત્વ અંગે અણીયારા સવાલો થકી તેની સેક્સ્યુઆલિટી પર કટાક્ષ કરાય છે , તેને પૂર્વે’ના પુરુષ નામ વડે બોલાવાય છે અને બાદમાં ઓરલાન્ડો’ના કથિત મૃત્યુ’માં તેની સંડોવણી સાબિત કરવા પ્રયત્નો સુધ્ધાં થાય છે અને આટલું ઓછું હોય તેમ ઓરલાન્ડો’ના પૂર્વ પત્ની અને દીકરા દ્વારા તેને માનસિક/શારીરિક ત્રાસ પણ અપાય છે અને એક સમયે તો તે ખુદ પણ સતત અરીસામાં જોતી રહે છે કે આખરે તે છે કોણ ? પણ જેમ એક દ્રશ્યમાં કહેવાયું હતું તેમ જ ; જે તમને મારી નથી શકતું તે તમને ઔર મજબૂત બનાવે છે.

મરિના’ને પોતાનાવ માટે તો લડવું જ પડે છે [ ઓરલાન્ડો’ને છેલ્લી વાર જોવા અને ગુડબાય કહેવા માટે તેના કુટુંબ સામેનો સંઘર્ષ ને અવહેલના ] પણ પોતાના માટે પણ સતત ઝઝૂમવું પડે છે , પોતે જ પોતાનો સ્વીકાર કરતી રહીને લડતી રહે છે અને કહેતી રહે છે કે તે પણ આપણા જેવી જ છે – હાડમાંસ’નું પૂતળું ! અને તેને પણ એ જ ઈચ્છાઓ અને જીવન જીવવાનો હક મળવો જોઈએ કે જે એક સામાન્ય સ્ત્રી/પુરુષ’ને મળે છે , કે તે ‘જે કઈ પણ છે તે છે’ એમાં તમારે શું ? – She is who she is ! સતત ટ્રોમા’નો એક ગુમસુમ ને ગુમનામ માહૌલ જીવંત થયો છે. અને આ જ સઘળી વ્યથા ને વીતકકથા બેસુમાર ‘ Still પોઝ ‘ ને ‘ રિફ્લેક્ટિવ ફ્રેમ્સ ‘ થકી ઉજાગર કરાઈ છે. અરીસો અહિંયા એક અલગ જ ભાવજગત ઉઘાડી આપે છે [ પછી એ જાયન્ટ રોડસાઈડ ફ્રેમ હોય કે બે જાંઘો’ની વચ્ચે રખાયેલ આઈના’માં પ્રતિબિંબિત થતું પોતાનું મુખ હોય! ] અને મરીના અને આપણે તેમાં તાગતાં જ રહી જઈએ છીએ ! તે જ રીતે અદભુત ફેન્ટસી ફ્રેમ્સ’માં જોઈએ તો ; તોફાની પવન સામે ઝીંક ઝીલતી મરીના , એક ડાન્સ સિક્વન્સમાં લીડ કરતી ને બધો જ સંતાપ કાઢી નાખતી મરીના , સતત મૃત ઓરલાન્ડો’ને પોતાની આસપાસ મહેસુસ કરતી ને લાસ્ટ ગુડબાય કિસ કરતી મરીના . . આવી રિયાલિટી વત્તા ફેન્ટસી સિક્વન્સથી સારુંયે મુવી એક અલગ જ ભાવજગત ને મનોદશા’નો ચિત્તાર આપતું જાય છે.

ફિલ્મના કેટલાક અદભુત દ્રશ્યોમાં : 1) હોસ્પિટલમાં ડિટેક્ટિવ’ની ઉપેક્ષિત નજર સમક્ષ થતું મરીના’નું શારીરિક પરીક્ષણ 2) તોફાની પવન સામે ઝઝૂમતી , ને ટ્રોમા ડાન્સ’ની મરીના’ની એ સિક્વન્સિસ 3) મરીના’ને કિડનેપ કરીને કાર’માં થતું ટોર્ચર ,ને ઉતરીને કારના વિન્ડસ્ક્રીન’માં ખુદને જોવું 4) સોના બાથ’માં મરીના’નું જવું અને સ્ત્રી તથા પુરુષ એમ બંને વિભાગોમાં સતત એક ક્ષોભ અનુભવવો . . . Trilogy of Women’s Spirit [ વિશલિસ્ટેડ એવું Gloria (2013) , A Fantastic Woman (2017) , ફરી વિશલિસ્ટેડ એવું બબ્બે મનગમતી અભિનેત્રીઓ’વાળું Disobedience (2018) ] થકી જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે એવા ચિલિયન ડિરેક્ટર Sebastián Lelio કહે છે કે સ્ત્રી’ના આ એક વણખેડાયેલા ભાવજગતને તેઓ કોઈ રીતે પડદા પર લાવવા માંગતા હતા પણ તેમને ખુદને પણ એ કેવી રીતે કહેવું તેનો ખ્યાલ ન્હોતો આવતો અને ત્યાં જ પ્રવેશ થયો ફિલ્મના મુખ્ય કિરદાર’માં ચિલી’ની પહેલી ટ્રાન્સજેન્ડર મોડેલ કમ એક્ટ્રેસ એવી ” Daniela Vega “નો અને સઘળો માહૌલ જ જીવંત થઇ ઉઠ્યો ! હવે એ કહેવાની જરૂરત નહોતી કે કોઈ પુરુષ અભિનેતા’એ કેવી બખૂબીથી એક ટ્રાન્સજેન્ડર કેરેક્ટર ભજવી બતાવ્યું કેમકે અદભુત અભિનય અને કઈ કેટલાયે સંજોગોમાંથી સાંગોપાંગ નીકળેલી Daniela Vega’એ જ મરીના’ની એ સઘળી મનોદશા જીવી બતાવી હતી. આ મુવી પૂરું થયે એક બ્લોગર’નું અવલોકન હું વાંચી રહ્યો હતો ત્યારે તેણે એક દ્રશ્યના પરિપ્રેક્ષ્ય’માં કહ્યું એ દોહરાવું તો ; ઓરલાન્ડો’ની પૂર્વ પત્ની મરીના’ને ધૃણાથી કહે છે કે When i look at you i dont know what i am looking at ! ત્યારે મરીના વતી જાણે કથાનક એમ કહેવા માંગે છે કે ” A Fantastic Woman “.

Dir. Sebastián Lelio


~ 17 ~

The Death of Stalin~ Official Trailer 

વાત છે રશિયાની , રશિયા પર સ્તાલિન’ના લોખંડી પંજાની અને જયારે એ પંજારૂપી સ્તાલિનનું મૃત્યુ થાય છે ત્યારે એકબીજા સાથે ભીડાતી આંગળીઓની . . વર્ષ હતું 1953’નું ,ને સારાયે રશિયામાં અત’થી લઈને ઇતિ સુધી બરફ કરતાંયે ક્યાંય વધુ છવાયેલું હતું તો એ હતું સર્પદંશ અને હિમડંખના વદ્દી’વાળા સરવાળા જેવું સ્તાલિન’નું નામ! -એક ખૌફ હતો એક દહેશત હતી ! સામાન્ય લોકો તો શું આલા દરજ્જા’ના અફસરો પણ એકલા હોય તોય વાતો કરતા ડરતા હતા ! રખે ને સ્તાલિન સુધી વાત પહોંચી જાય ને વૈકુંઠ’નું તેડું આવે ! આવામાં સ્તાલિન અચાનક જ પર્ણ ખરી પડે તેમ ટપકી જાય છે અને પાછળ જે રશિયા’રૂપી ઝાડ વધ્યું તેના પર એવી તે હલ્લાબોલ મચે છે કે દાંત કાઢીને બોખા થઇ જાવ ને બખ્ખા પડી જાય ! હૈ!. . દાંત કાઢીને અ.કા હસીને મતલબ ? મંજે યે ભાઉ કી . . . યે ફિલ્લમ ફૂલટૂ બ્લેક કોમેડી હૈ , કી જહાં પે ,કેહ કી લી ગઈ હૈ 😉

યસ આ મુવી ફૂલટૂ સટાયર’નું સટ્ટાક કરીને મીઠામાં ઝબોળેલું ચાબુક છે ! ક્યારે ખૌફ’માંથી હાસ્યાસ્પદ સ્થિતિમાં આવી ચડીએ અને ક્યારે ફરી એ ખૌફ કોઈનું ગળું વેતરી નાખે , ખબર જ નો પડે ~ સતત નવા ને સુધારેલા કિલિંગ લિસ્ટ બન્યા જ કરે ,કે જ્યા વિરોધીઓ અને સાથે સાથે આડે આવ્યા ઈ બધાયના ફિફા ખાંડી નાખવામાં આવે [ અદ્દલ હિટલરની ગેસ્ટાપો’ની જેમ જ સ્તાલિન’ની NKVD ] સ્તાલિન’ના ગયા બાદ કમિટી ‘કમીની’ બને છે મતલબ કે સત્તા હડપ કરવા માટે NKVD’નો હેડ એવો Lavrentiy Beria અને Nikita Khrushchev એવા તો એકબીજાને હડફેટે ચડાવે છે કે ઘડીક તો કોઈ તનાવ ભર્યો માહૌલ ચાલે છે એ ખ્યાલ જ ના રહે !

જી હા , આ મુવી તેની કોમિક ટાઈમિંગ , વીટી સ્ક્રીનપ્લે , ધારદાર ડાયલોગ્સ અને બધાયે એક્ટર્સની ક્લાસિક એક્ટિંગથી મોજે દરિયાનો રોલો પડાવી દ્યે છે. સતત કોમેડી અને ટ્રેજેડી’નું એક સંતુલન રહે છે , તમે ફિકર ય કરો છો અને ફિકર નોટ પણ રહો છો ! સમાજવાદના આંચળા નીચે બધા જ પોતપોતાની અનુકૂળ રજાઈ ઓઢીને બેઠા છે અને ક્યારે કોઈ પડખું ફેરવીને બીજાની પથારી ફેરવી નાખે એ કળી શકાતું નથી ! કેટલાય સીન્સ એવી તો ચબરાકીથી કોઈ બીજા જ ટોન’માં પલટાઈ જાય છે કે ટોન મારી લીધો એ ખબર પણ ના રહે ! સતત એક ઓકવર્ડ લાફ્ટર રેલાતું રહે છે , પડદા પાછળ મુખ્ય ઘટનાપ્રવાહ રેલાતો રહે છે અને તમારા મોં પર કનિંગ સ્માઈલ !

કેટકેટલાંયે દ્રશ્યો સુપ્પક બન્યા છે ; જેમકે 1] શરૂઆતની જ મ્યુઝિકલ ઇમર્જન્સી 2] ગ્રેનેડથી વોર્મઅપ અને એવી કેટકેટલીયે સ્ટોરી કમ જોક્સ’વાળી વાતો 3] એકમતે પણ આમ ભિન્નમતે પસાર થતા ઠરાવ 4] Georgy Malenkov’ના નવા શાસક બન્યાના ભોટ અને મીંઢા ઉધામા 5] સ્તાલિન’ના ક્રેઝી દીકરાનું થૂંકવાનું દ્રશ્ય ! 6] ફ્યુનરલ સેરેમની અને પછીની જાહેર સ્પીચ 7] આર્મી હેડ એવા યુદ્ધખોર માર્શલ ઝુકોવ’ની હરેક સિક્વન્સ 8] આર્ટિકલ્સ પર ચાલતું તંત્ર અને નવી વ્યાખ્યા પણ સ્તાલિન’ની જૂની વ્યાખ્યા પરથી કરવાની મથામણ અને એ બહાને કૈક રિફોર્મ્સ કર્યાનો સંતોષ , ને ઝાઝું બધ્ધું ! . . . મુવી Fabien Nury અને Thierry Robin’ની ફ્રેન્ચ ગ્રાફિક નોવેલ The Death of Stalin પરથી રાઇટર/ ડિરેક્ટર એવા Armando Iannucci‘એ બનાવેલ ફ્રેન્ચ/બ્રિટિશ/અમેરિકન સાહસ છે કે જે ઓલરેડી રશિયામાં પ્રતિબંધ પામી ચૂક્યું છે! [ આ જ ડિરેક્ટરની Veep અને In the Loop સંસ્થાના વિશ’લીસ્ટમાં ઓલરેડી છે ~ અહો વિષ’લીસ્ટ ! ] ઇંગ્લેન્ડ અને યુક્રેન’ના લોકેશન્સ પર બનેલા ક્રેમલિન અને સ્તાલિન તથા કમિટી મેમ્બર્સની સળી નહીં પણ સાવરણો કરી લેતું આ મુવી એક હિસ્ટરી લેસન પણ છે અને વ્યંગથી વાત અને વિરોધ કેટલી અસરકારક રીતે કહી શકાય છે તેનું રાપચીક ઉદાહરણ પણ છે ,હો સૌ વ્હાલા કોમરેડ્સ 😉

Dir. Armando Iannucci ( L Corner )


~ 16 ~

The Disaster artist ~ Official Trailer

Tommy Wiseau નામના એક વિચિત્ર નબીરાએ 2003’માં એક મુવી બનાવેલું કે જેની ગણના દુનિયાના ટોપ 100 બકવાસ મુવીમાં થાય છે કે જેની સ્ક્રિપ્ટ , ડિરેક્શન અને પ્રોડક્શન સુધ્ધાં એનું ખુદનું હતું ! કેમ ? કેમકે કોઈ એને બે ઘડી પણ ખમી ન શકે એટલી વાહિયાત એક્ટિંગ એ કરતો અને ક્રિટીક , ઓડિયન્સ કે સોસાયટી પોતાની ટેલેન્ટની કદર નથી કરી શકતી એના બળાપામાં એ ખુદ મુવી બનાવવા ઉતરી પડ્યો ! [ 2003’માં આ મુવી 6 મિલિયન ડોલરનું બનેલું ! ] ધ ડિઝાસ્ટર આર્ટિસ્ટ એ જ ટોમી’ની અને તેની એ મુવી-મેકિંગની વાત છેડતું અને એ બહાને તેને ખુદને ય છેડી લેતું મેમોઇર કમ બાયોગ્રાફિકલ ટ્રિબ્યુટ છે !

કોઈ મુવી કેટલી હદ સુધી બકવાસ , વાહિયાત અને ટોટલી દિશાહીન હોઈ શકે , તેનો જગજાણીતો દાખલો એટલે The Room (2003) અને આ જ મૂવીની વાત કરતું અને એ બહાને સળી નહીં પણ સાવરણો કરી લેતું ને છતાંયે કૈક અકળ રિસ્પેક્ટ પામેલ ‘બિહાઇન્ડ ધ સીન્સ’નું કોલાજ મુવી કેટલી હદે મોજેદરિયા હોઈ શકે , તેનું તાદ્રશ્ય ઉદાહરણ એટલે The Disaster artist ! James Franco’એ ખુદ ટોમી’ની જેમ જ એક્ટર કમ પ્રોડ્યુસર કમ ડિરેક્ટર બનીને આ મુવી Tommy Wiseau’ના જ બેસ્ટ ફ્રેન્ડ અને તેના કો-એક્ટર એવા Greg Sestero’ની પોતાના જ ભયાવહ કમ ભીના અનુભવોના ભાથા જેવી બુક ” The Disaster Artist: My Life Inside The Room, the Greatest Bad Movie Ever Made ” પરથી બનાવી છે કે જ્યા મુવી એ હદે રિયલ બનાવાયું છે કે આખરી ક્ષણોમાં જયારે ઓરીજીનલ અને આ મૂવીની ફ્રેમ બાય ફ્રેમ સરખામણી આવે , લુક અને લોકેશન આવે , અદા અને એરોગન્સ આવે ત્યારે મોં’માં આંગળા નાખી જવાય કે એક મુવી કેટલી હદે ડિઝાસ્ટર બન્યું ને બીજું એના જ મોજે તરી ગયું! જાણે કોઈ ફ્લોપ કમ ફજેતા’ની વાત હિટ એન્ડ હેપનિંગ બની ગઈ અને કોપી’ની કોપી ઓરીજીનલ બની ગઈ !

અને આ મુવીનો જો કોઈ સ્ટાર હોય તો , એ છે ક્લાસીકાનો ઇસ્ટર્ન યુરોપિયન એક્સેન્ટ ધરાવતો , રેડ ઇન્ડિયન લુકમાં લાંબા વાળોને ખુલ્લેઆમ લહેરાવતો ને ખુદને વીસી’માં વિહરતો કહેતો Tommy Wiseau’ના પાત્રને ઘોળી ને પી જનારો James Franco! લિટરલી તમે ઇરિટેટ થઇ જાવ ને વળતી પળે બઠ્ઠા ય વળી જાવ , એટલા માટે નહિ કે એ કોમેડી કરતો હોય પણ એટલા માટે કે એ ફૂલટૂ સિરિયસ હોય અને તમને સિરિયસ કરી દેવાની ભયાવહ ક્ષમતા રાખતો હોય ! કૈક કરવું છે ને બસ કરી નાખે ~ ‘હા હા હા‘ એવી રીતે કરે કે ધુમ્બો મારીને એને બેવડો વાળી દેવાનું મન થાય ને વળતી જ પળે એ કેટલો એકલો ને તરછોડાયેલો છે એ જાણ થતા પીઠ પસરાવવાનું મન થાય ~ આ પાત્ર અને ધ રૂમ’ની મુવી મેકિંગની પ્રોસેસ વત્તા બેસ્ટ ફ્રેન્ડ કમ સ્ટ્રગલિંગ એકટર એવા Greg Sestero સાથેની જુગલબંધી એટલી તો મસ્ત રીતે વણાઈ છે કે ગરમા ગરમ વણાયેલા ગાંઠિયા યાદ આવે 🙂

તેના એ ” સ્ટેલા . . .ના નામના બરાડા યાદ આવે , હ્યુમન બિહેવિયરની ફિલોસોફી યાદ આવે , પિંકી પ્રોમિસ યાદ આવે , એ મૅનરિઝમ અને આપણને અફેકટ ( ઈન અ નેગેટિવ વે ) કરી દે એવી અનઅફેક્ટેડ પર્સોના યાદ આવે . . કેમકે મુવી પૂરું થયે આ યાદો જ તમને મંદ મંદ મુસ્કુરાતા કરી દેશે એની ગેરેંટી તમને આ James Franco , Dave Franco , Seth Rogen , Zac Efron’ની ફેન્ટાસ્ટિક ફોર’ની ટોળકી આપશે. સ્માર્ટ સ્ક્રીનપ્લે ને ધાંસુ એકટીંગથી સજ્જ એક ભવાડા’ની ય રિસ્પેક્ટફૂલ ભવાઈ’થી સજ્જ મુવી એટલેધ ડિઝાસ્ટર આર્ટિસ્ટ

Dir. James Franco


~ 15 ~

Summer 1993 [ Spain~ Official Trailer

આ વાત છે ‘‘ વર્ષની ફ્રીદા’ની , કાચી વયે ‘મા’ ગુમાવાથી લઈને નવું કુટુંબ મળવાની , સ્થળાંતર થયે નવી જગ્યાએ ઉગવાની મથામણની – વાત છે ઉનાળાના એ ગરમાળાની કે જેણે તેના જીવનને એક વળાંક આપ્યો , અને એ વળાંકે એક નવો ઉજાસ આપ્યો. 1993’નો એ ઉનાળો ફ્રીદા માટે ગોઝારો નીવડ્યો હતો ! મા’ને શું થયું હતું એ કોઈ જણાવતું ન્હોતું , મા પાસે જવા દેતું ન્હોતું ને અચાનક એક દી ‘મા’ પણ પપ્પા’ની જેમ ચાલી નીકળી! ને આટલું ઓછું હોય એમ હવે તેને પોતીકું ઘર એવું બાર્સેલોના છોડીને તેના મામા ( અથવા કાકા ) સાથે કન્ટ્રીસાઈડ’માં કોઈ અજાણી ને દૂર જગ્યાએ જવાનું હતું ! ને હવે જ શરૂ થાય છે 1993ના ઉનાળાના ઈન્ટરવલ પછીનો એ બીજો ભાગ કે જે સમયાંતરે ડેબ્યુટન્ટ ડિરેક્ટર એવી Carla Simónની જ ઓટોબાયોગ્રાફીકલ ટેલ બની જવાની હતી ! જી હા , આ મુવી ડિરેક્ટર એવી Carla Simón’ની પોતાની જ વાત છે. પહેલા તો અહિંયા નથી કાંઈ ઘટનાવિશેષ કે નથી એવું કાંઈ લાઈફ-ચેંજીગ ,કે એ ઉનાળો કૈક સોનેરી અક્ષરે આલેખવો પડે . . ના , આ તો સ્મૃતિઓમાં તગતગતો એ તાંબાવર્ણો તડકો છે કે જેની હૂંફ હજીયે વર્તાયે જ રાખે છે. કૈક એવું સ્પર્શેલું છે કે જે વણકહ્યું છે , કૈક એવું ગુહ્ય ને છતાંયે સરળ ને સહજ છે . . એક એવા બાળપણની વાત છે કે જ્યાં ઘર તો ઠીક માબાપ પણ નવા છે ને અકળામણથી છલોછલ સતત તાગતી નજર પણ.

એક રીતે જોવા જઈએ તો સ્ક્રીન પર સતત કૈક ને કૈક ચાલતું જ રહે છે , જાણે નવુંનવું ચાલતા શીખેલું બાળક ! અને છતાંયે પહેલી અડધી પોણી કલાક કઈ કરતા કઈ વિશેષ બનતું જ નથી ! ને છતાંયે એ વિસ્મય , એ કૌતુક રહે કે હમણાં તો કંઈક ઘટશે જ , પણ ના ! જી હા , આ કોઈ આરંભ ને અંત’થી બંધાયેલ વાર્તા નથી પણ છુટ્ટી પડેલી વાર્તાની એક કડી છે કે જે અતીતની સ્મૃતિઓને સતત સાંકળે રાખે છે , ઝકઝોળે રાખે છે ~ એક બાળક જયારે મૂળ સોતું ઉખડે છે ને નવી ભૂમિમાં રોપાય છે ત્યાર સુધીનો એક વિષાદ ને આનંદનો સંકુલ સરવાળો છે ! ફ્રીદા મોટેભાગે ગુમસુમ ને તરંગી રીતે વરતતી રહે છે ને પાછું અંકલ-આંટી બહુ જ કેરિંગ હોઈ ને તેમની પાસે નખરા પણ એટલા જ કરતી રહે છે. વળી પાછું અચાનક જ નાની ઢીંગલી જેવી એક બહેન ‘એના’ની કંપની પણ મળી જતા એય ને હડિયાપટ્ટી ને રખડપટ્ટી ! પણ વળી પાછું કૈક નોખું જ વેન ,ને નોખું તોફાન કુટુંબમાં અશાંતિ ફેલાવે ને વળી પાછું પ્રશાંત પરોઢ ઉગે ~ જાણે કે બાળપણ એટલે સતત થતો સરવાળો ને બાદબાકી ,ને લટકામાં હિસાબના કોઈ ઠેકાણા નહીં ! અહીં ફ્રીદા’એ બાળકના એ હરેક મૂડ’સ્વિન્ગ ચીતરી બતાવ્યા છે : મનમાનીપણું , ચીડ , બેફિકરી , નિજાનંદ , બાળસહજ ઈર્ષ્યા , નિર્દોષ જૂઠ , અસમંજસતા અને દર સવારે બધું જ ભૂલીને ઉઠતું એક ભોળપણ.

બાય ગોડ ને માય ગોડ ! આ મુવી એટલી તો નેચરલી શૂટ થયેલી છે કે લાગે જ નહીં કે પડદા પર કંઈક ચાલી રહ્યું છે ! જાણે લાગે કે બારીમાંથી કોઈના બાળપણમાં ડોકિયું કરતા હોઈએ ! ફ્રીદા અને એના , આ બેય ટબુકડી’ઓએ તો રંગ રાખ્યો છે બાપ! મુવીમાં 70%થી વધુ તો હિસ્સો આ બેય જોગમાયા’ઓએ જ રોક્યો છે અને આ બંનેની હરએક રમત , દોડાદોડી , મેજીકલ અને ઇલ’લોજિકલ વાતો તમે જુઓ તો લાગે કે આ દ્રશ્યોનું શૂટિંગ કેવી રીતે શક્ય બન્યું હશે ? આ મુવી’નું કોઈ શૂટિંગ હશે જ નહીં અને આ બંનેય ટેણકીઓ જયારે વાતો/ધમાલ કરતી હશે ત્યારે ચુપકેથી રેકોર્ડિંગ કરી લેવાયું હશે – પણ ના ! રાઇટર કમ ડિરેક્ટર એવી Carla Simón અને બાળકની ઊંચાઇએથી મહત્તમ સિનેમેટોગ્રાફી જેણે કરેલ છે એવા Santiago Racaj’ની આ જુગલજૉડીએ જ આ મેજીકલ માસ્ટરપીસ શક્ય બનાવ્યું છે. આ બેય બાળકીઓના કાસ્ટિંગ’માં જ એટલી બધી મથામણ થયેલી અને આખરે આ બેય’ના એક સંયુક્ત ઓડિશન કમ મસ્તીમજાકમાં જ આ બંનેને સિલેક્ટ કરી લેવાયેલા – પાછું ફ્રીદા’ના મેઈન કેરેક્ટર માટે અંદાજે 1000 જેટલી છોકરીઓના સ્ક્રીન-ટેસ્ટ લેવાયેલા કે જેમાં 998’મે ક્રમે Laia Artigas હતી કે જે આખરે ફ્રીદા બની!

કથાનક કરતાંય ચડિયાતા કેટકેટલાય દ્રશ્યો મુવી પુરી થયે અચાનક જ સ્મૃતિના પટ પર તરી વળે છે : 1) ઓપનિંગ સીન ; કે જ્યા ફટાકડાની તડાફડી બોલતી હોય છે ને ફ્રીદા’ની ખામોશ આંખો આકાશમાં તાગતી હોય છે. 2) ફ્રીદા’ના દાદી પ્રાર્થના શીખવાડતા સમયે પોતાના પાપો’ને અવગણવા કહે છે ! 3) ફ્રીદા અને એના’ની [ કમાલની કયુટી કાનુડી એવી Paula Robles ] હરેક એ હરકતો અને રમતો’ના અત્યંત સ્વાભાવિક દ્રશ્યો 4) ફ્રીદા’નું એના’ને ઝાડીઓ’માં છોડી આવવું અને સફેદ જૂઠ 5) ફ્રીદા’ના અગમ્ય મેડિકલ ટેસ્ટ્સ અને લોકોનો તે સંબંધે વિચિત્ર વ્યવહાર અને સામે આન્ટ માર્ગા’નો [ કેરિંગ ને કરીઝમેટિક એવી Bruna Cusí ] એટલો જ સહજ ને કાળજીભર્યો એટીટ્યુડ ~ યસ , આન્ટ માર્ગા અને ફ્રીદા વચ્ચે કેટકેટલી વાર તણખા ઝરે છે , સહજ સંઘર્ષ થાય છે પણ આખરે જીત પ્રેમની જ થાય છે. 6) માર્ગા અનઈઝી ફીલ કરતી હોયને સૂતી હોય ત્યારે ધીમેકથી તેણીના શ્વાસ ચાલુ છે કે નહીં તે ચેક કરતી ફ્રીદા ( કે ક્યાંક નવી મમ્મી પણ છોડીને ન ચાલી જાય ! ) 7) દાદી’ને જૂઠ કહેવું કે માર્ગા તેની પાસે ઘરના બધાય કામ કરાવે છે ! 8) અડધી રાત્રે ઘર છોડીને ચાલી જતી ફ્રીદા ! 9) અને ઓપન એન્ડિંગ . . . ‘કેટલન’ કન્ટ્રીસાઈડમાં કુદરત અને સહજતાના પર્યાય સમી આ સમર 1993 અલ્ટીમેટ વિઝ્યુઅલ મેમોઇર છે – છેલ્લા કેટલાય વર્ષોમાં આનાથી ચડિયાતું નેચરલ ફિલ્મમેકિંગ તમે નહીં જોયું હોય એની ખાતરી મારી [ સ્પેન’ની ઓફિશિયલ ઓસ્કાર એન્ટ્રી ]

Dir. Carla Simón


~ 14 ~

Detroit ~ Official Trailer

1960’નો દસકો અમેરિકામાં જાણે એક બીજા ગૃહયુધ્ધ જેવો ભાસતો હતો , એ ગૃહયુધ્ધ કે જે હજુ કોઈને કોઈને ખૂણે ચાલતું જ રહ્યું છે ને કેટલાય નિર્દોષોને ભરખી ચૂક્યું છે ~ વાત છે રંગભેદ’ની અકા રેસિઝમ’ની ! 1967’ની સાલ છે , સ્થળ છે – અમેરિકાનું પાંચમું સૌથી મોટું શહેર ‘ ડેટ્રોઇટ ‘ કે જ્યાં કેટલાય સમયથી રંગભેદી માનસિકતાનો અગ્નિ સપાટી નીચે સળવળી રહ્યો છે , બીક હતી તો બસ એક ચિનગારીની અને આખરે એ ચંપાઈ ,ને દાવાનળ ફાટી નીકળ્યો ! ડેટ્રોઇટ’ના એક અશ્વેત બહુમતી વાળા વિસ્તારમાં જયારે પોલીસની એક બાર પર રેઇડ પડે છે અને સેંકડોની સંખ્યામાં ગિરફ્તારીઓ થાય છે ત્યારે નાદાનીમાં ને કૈક તો ભૂતકાળના અપમાનો અને અન્યાયો’ના સિલસિલાથી સમસમીને અશ્વેત લોકો તોફાનો શરૂ કરી દે છે. આગજની અને લૂંટફાંટના સિલસિલાઓ શરૂ થાય છે અને વધુ ને વધુ અરાજકતા ફેલાતી જાય છે. ધીમેધીમે આ હુલ્લડો એટલું તો ભયંકર સ્વરૂપ ધારણ કરી લે છે કે લોકલ પોલીસ , સ્ટેટ પોલીસ , નેશનલ ગાર્ડ અને આખરે તો આર્મીની ટુકડીઓ ઉતારવી પડે છે ને ચારે તરફ કર્ફ્યુ ઠોકી દેવાય છે. પણ કહે છે ને કે ભડકો ઠરતાં ઠરતાં એક આખરી લબકારો મારવાની ફિરાકમાં જ હોય છે ને એક અત્યંત દારુણ ઘટના ઘટે છે ને ઇતિહાસમાં એ દુર્ઘટનાAlgiers Motel Incidentના લોહિયાળ અક્ષરોમાં કોતરાઈ જાય છે!

1863ના ન્યુયોર્ક’ના સિવિલ વોર સમયેના હુલ્લડો અને 1992ના લોસ એન્જેલસના હુલ્લડો બાદ ડેટ્રોઇટ’ના આ હુલ્લડો , અમેરિકાન હુલ્લડો’ના ઇતિહાસમાં ત્રીજા ક્રમે આવે છે કે જ્યાં આશરે 43 લોકોના મૃત્યુ થયા હતા ને આશરે 7,000થી યે વધુની ધરપકડો થઇ હતી ! પણ એ બધાયમાં ઉપરોક્ત એ ઘટના ” કે જ્યાં ત્રણ અશ્વેતો’ના મોત અને 9 અન્ય લોકો કે જેમને બર્બરતાપૂર્વક ટોર્ચર કરાયા હતા ને ખુબ જ ખરાબ રીતે મારપીટ કરાઈ હતી ” , એ તો જે તે સમયે ચકચાર મચાવી દીધી હતી ! . . અને હવે આટઆટલી પૂર્વભૂમિકા બાદ સીધો ઘટસ્ફોટ કરું તો આ મુવીએ ઇતિહાસનું ફરી એ ભયાવહ અને ફાડી નાખેલું પન્નુ , આજે 50 વર્ષો બાદ તાદ્રશ સાંધી બતાવ્યું છે. રાઇટર-ડિરેક્ટર Kathryn Bigelow અને Mark Boal’ની જોડી કે જેઓએ આ અગાઉ પણ The Hurt Locker અને Zero Dark Thirty એમ બબ્બે ધાંસુ ફિલ્મો આપી હતી અને હવે અહિંયા પણ ,તમે વ્યથિત થઇ ઉઠો એ રીતનું વાતાવરણ તેઓએ જીવંત કરી બતાવ્યું છે. મૂવીની શરૂઆત જ Jacob Lawrence‘ની ” The Migration Series ” નામે જાણીતી અદભુત એનિમેશન સિક્વન્સથી થાય છે અને આશરે પહેલી ત્રીસ ચાલીસ મિનિટોના તંગ સેટઅપ બાદ કથાનક મુખ્ય પ્રવાહમાં પ્રવેશે છે. રેસિસ્ટ માનસિકતાથી ફાટફાટ થતા ત્રણ પોલીસ જુવાનિયાવ તો કાળો કેર વર્તાવે છે ને અન્યો ચુપચાપ જોતા રહીને તેમના આ બર્બર કૃત્યમાં સાથ આપે છે ! પરસાળ અને બંધ બારણાં પાછળ એવો તો ખેલ રચાય છે કે માણસાઈના લીરેલીરા ઉડે છે ! મુવીના એક પાત્ર પ્રમાણે ક્રિમીનાલીટી કરતા પણ ય ક્યાંય વધુ બર્બર જો કોઈ છે તો એ છે ‘પોલીસ ક્રિમીનાલીટી‘ અને એ બદલ તેમને અસામાન્ય સજા થવી જોઈએ.

પુરા કથાનકમાં કોઈ મુખ્ય હિરોઈક કેરેક્ટર નથી પણ સામા પક્ષે ત્રણ ત્રણ [ અને એકંદરે પુરી સિસ્ટમ ] પોલીસકર્મી ગુંડાઓને પણ શરમાવે એવી માનસિકતાથી ફાટફાટ થતા બતાવાયા છે અને એમાં મુખ્ય છે ‘ ક્રોસ ‘ [ સુપર્બ એન્ડ ઓન ધ સિંક એવો Will Poulter ] કે જેને ટ્રીગર દબાવતા ક્ષણ’ની ય વાર નથી લાગતી અને એકપણ દ્રષ્ટિકોણથી તેને પોતાનું એ કૃત્ય એબ્નોર્મલ નથી લાગતું જયારે અન્ય બે પોલીસકર્મી એવા ‘ અંતિમવાદી ફ્લિન અને ડફોળ ડીમેન્સ ‘ પણ ક્રોસ’નું આંધળુ અનુકરણ કરીને હાહાકાર મચાવી દ્યે છે! ટોર્ચરિંગ’ના દ્રશ્યો અને એ કાળરાત્રી Barry Ackroyd’ની હેન્ડહેલ્ડ અને શેકી એવી ડોક્યુમેન્ટરી સ્ટાઇલમાં ફિલ્માવાયેલી સિનેમેટોગ્રાફીમાં આપણને વ્યગ્ર કરી જાય છે ~ સતત ગુસ્સો , ઉદાસી , આક્રોશ , ચિંતાથી પણ વટીને નખ કરડી ખાઓ એવી વ્યગ્રતા ચિત્તમાં ફરી વળે છે ,ને ત્યારે ડિસમ્યુક નામે એક અશ્વેત સિક્યોરિટી ગાર્ડ [ કે જે નજીકના જ પરિસરમાં હતો ને ફાયરિંગ સાંભળતા આ બાજુ દોડી આવ્યો હતો. ~ સભાન અને સ્થિતપ્રજ્ઞ એવા સંતુલિત પાત્રમાં કમાલનો John Boyega ] સતત એ વાત પેલા અશ્વેત જુવાનિયાવને કહેતો ફરે છે કે કાંઈ ઉતાવળ ન કરતા ને આ રાત કોઈ રીતે કાઢી નાખજો ! સ્ટેજ પરના પરફોર્મન્સથી લઈને મોત સામે ઉભું હોય ત્યારની પ્રાર્થના સુધી , શબવત પડ્યા રહેવાથી બાજુમાં જ લોહી નીંગળતાં મૃતદેહ સુધી , સ્ટાર્ટર પિસ્ટલ’ના એ ફોલ્સ શુટિંગથી લઈને પોઇન્ટ બ્લેન્ક રેંજથી ઠાર થવા સુધી ,આ ઘટમાળ સ્તબ્ધ કરી દે છે , સુન્ન કરી દે છે !

કેટલાક સ્તબ્ધ કરી દે તેવા દ્રશ્યોમાં : 1) રસ્તા પરથી પસાર થતી ટેંક’ને જોઈને એક છોકરી બારીમાંથી પડદો હટાવીને જોવાની કોશીષ કરે છે ત્યાં જ ગનહોલ્ડર’ને એમ લાગે છે કે ત્યાં કોઈ સ્નાઇપર/શૂટર છે અને ધડાધડ ફાયરિંગ શરૂ કરી દે છે ! 2) અશ્વેત સિક્યોરિટી ગાર્ડને ડિસમ્યુક’ને એક ગોરો સૈનિક પૂછે છે કે આ નિગ્રો લોકો ક્યારે અટકવાના છે ? 3) ઉંધી પીઠે અંધાધૂંધ પ્રાર્થના કરવા લાગતા અરેસ્ટેડ અશ્વેતો 4) ડફોળાઈ’માં પ્લેયિંગ ગેમ’ને વાસ્તવિકતા સમજીને એક અશ્વેત યુવકને ઠાર કરતો ડફોળ ડીમેન્સ ! 5) શરૂઆતના જ દ્રશ્યોમાં , ગ્રોસરી લૂંટીને ભાગતા એક યુવકને ગોળીએ દેતો અને તે બદલ તદ્દન વાજબી અનુભવતો ક્રોસ ! . . જોકે , મૂવીની આખરી ક્ષણોમાં એક પ્રકારે જે તાર-સ્વર જળવાઈ રહેવો જોઈએ તે થોડો ઢીલો પડ્યો હોય તેવું લાગ્યું પણ ‘ડેટ્રોઇટ’ એ હોલીવુડ મુવીઝનું એ પ્રકરણ છે કે જ્યાં હર વર્ષે મેકર્સ આવા શોષિત ને મૂંગા થઇ ગયેલા પ્રકરણોને વાચા આપીને સામાજિક ક્રાંતિમાં પોતાનો ઠોસ સહયોગ આપે છે. [ પૂર્વે ; 12 યર્સ અ સ્લેવ , ફ્રુટવેલ સ્ટેશન , સેલ્મા , ધ હેલ્પ વગેરે. . ]

Dir. Kathryn Bigelow


~ 13 ~

Mudbound Official Trailer

1940’ના દસક’ની વાત છે અને એક રીતે કઈ કેટલાય પાત્રોની વાત છે. પહેલું પાત્ર , થોડો ગર્વિત ને અક્ક્ડ એવો હેન્રી મેકએલન [ Jason Clarke ] કે જે પોતાનું એક સ્વપ્ન કમ સાહસ આટોપવા અમેરિકાના દક્ષિણ ભાગ મિસિસિપી’માં કેટલાય એકર કપાસનું ફાર્મ ખરીદે છે – સાહસ કમ સ્વપ્ન એ રીતે કે વડવાઓએ આપેલી કેટલીયે જમીન અકડુ , અભિમાની ને રેસિસ્ટ બાપે [ બ્રેકીંગ બેડ’વાળો પેલો Mike EhrmantrautJonathan Banks ] ગુમાવી દીધી હતી કે જે હવે પાછી મેળવીને મબલખ પાક થકી અઢળક કમાણી કરીને તેને કૈક કરી બતાવવું હતું ! બીજું પાત્ર તે હેન્રી’ની વાઈફ એવી સ્વમાની ને માયાળુ લૌરા [ કરિઝમેટિક એવી Carey Mulligan ] કે જે સીટી લાઈફના સ્વપ્નો જોતી અહિંયા અને ખુદના લગ્નજીવનમાં પણ સલવાઇ ગઈ હતી ! ત્રીજું તે હેન્રી’નો નાનો ભાઈ જેમી [ ખરજ’વાળા ગરજતાં અવાજનો માલિક એવો Garrett Hedlund ] કે જે બીજા વિશ્વયુધ્દ્દ’માં પાઇલટ હતો અને હમણાં જ હેમખેમ ને ગુમસુમ પાછો ફર્યો હતો. અને બાકીના પાત્રો તે વિશાળ ખેતરમાં પેઢીઓની પેઢીઓથી બળદની જેમ જોતરાઈને કામ કરતા અશ્વેત ખેતમજૂરો’નું આઠ સભ્યોનું જેક્શન પરિવાર કે જેમાં ; સ્વમાની ને માયાળુ મા એવી ફ્લોરેન્સ [ આ મુવી માટે જ બબ્બે ઓસ્કાર નોમિનેશન મેળવનારી Mary J. Blige ] , ઉદાર ને સ્વપ્નદ્રષ્ટા એવો બાપ હેપ [ Rob Morgan ] અને યુદ્ધમાં ભાગ લેવા ગયેલો ને જેમી’ની જેમ જ પરત ફરેલો પણ જેનું યુદ્ધ હજુ પૂરું ન્હોતું થયું એવો દીકરો રોન્સેલ. [ Jason Mitchell ] બીજું વિશ્વયુદ્ધ પૂરું થાય છે , પણ સધર્ન અમેરિકાના આ ભાગમાં – કે જ્યાં તીવ્ર રંગભેદ લોકોના લોહીમાં વહીને આંખોમાં ખુન્નસ’ની જેમ ટપકે છે ત્યાં હજુ પણ બીજું ગૃહયુદ્ધ સપાટીની નીચે ખદબદે છે ! હજુપણ અશ્વેત લોકોને એ નીગર સિવાય બોલાવતા નથી , કોઈપણ સ્ટોર કે જાહેર ઇમારતોમાં તેમને પાછલા દરવાજેથી જ આવન-જાવન કરવી પડે છે , વિના કારણે સતત માફીઓ માંગતી રહેવી પડે છે , અફાટ ખેતરો જ જેમની ગુમનામ કબરો બની ગયા છે અને આવા જ ઉકળતા ચરુ’માં એકદા ચિનગારી સળગે છે અને દક્ષિણની આ ફળદ્રુપ ને કાદવ-કીચડ’વાળી જમીન કોઈને ભરખી જાય છે તો કોઈના સ્વપ્નોને. .

મુવીનું પહેલું દ્રશ્ય જ , કે જે અંતિમ દ્રશ્ય પણ હતું એ જ કથાનકના તોફાની વાવડનું સાક્ષી હતું ! બંને ભાઈઓ બાપની કબર ખોદી રહ્યા હતા ને માથે તોતિંગ વાવાઝોડું ઝળુંબી રહ્યું હતું , ને બે નાનકડી દીકરીઓ સાથે દૂર ઉભેલી લૌરા કૈક અગમ્ય ભાવ સાથે આ બધું પૂરું થવાની રાહ જોતી હતી ને ત્યાં જ કબરમાં વજનદાર કોફીન ઉતારવામાં મુશ્કેલી પડતા હેન્રી ત્યાંથી જ પસાર થતા જેક્શન ફેમિલીની ઘોડાગાડી રોકીને હેપ’ને મદદ કરવા જણાવે છે ને લૌરા અને જેમી’નો શ્વાસ અધ્ધર ચડી જાય છે ! આ બધું શું હતું ? હેન્રી’નો બાપ કેમ કરીને મરી ગયો હતો ? જેક્શન ફેમિલી કેમ આ બધું છોડીને જઈ રહ્યું હતું ? લૌરા ને જેમી શું જાણતા હતા ? ના અને સાડી સત્તર વાર નાઆ કોઈ થ્રિલર નથી પણ આ જિંદગી છે કે જેની થ્રિલ’એ ભલભલા ચમરબંધીઓની નાકાબંધી કરી નાખી છે કે જેને મોત સિવાય કોઈ નથ પૂગી અગ્યું બાપ [ જય સૌરાષ્ટ્રની રસધાર ]

ઘડીક હેન્રી , જેમી , લૌરા તો ઘડીક ફ્લોરેન્સ , હેપ , રોન્સેલ‘ના મિસ્ટિક યેટ માર્વેલસ વોઇસઓવરમાં ટુકડે ટુકડે સંધાતી આ વાર્તામાં વહેંણ ક્યારે વમળ બનીને તાણી જશે એ ખ્યાલ જ નહીં આવે ! અડધા મુવી સુધી આમ તો કોઈ કરતા કોઈ મેજર ટ્વીસ્ટ નથી આવતા છતાંયે હવાનો એ ભેંકાર સૂંસવાટો કથાનકને ધીમે આંચે ઉકાળતો રહે છે ! લૌરા અને હેન્રી’નું લગ્નજીવન ખોરંભે ચડતું જતું જાય છે , જેમી યુદ્ધ’માં મોતના નગ્ન નાચને જોઈને PTSD ( પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડિસઓર્ડર ) થી પીડાતો હોઈને દારૂના રવાડે ચડી ચુક્યો હોય છે જયારે રોન્સેલ’ના હાલ પણ આવા હોવા છતાં તેની પાસે આવી કોઈ લકઝરી ન્હોતી કેમકે ગરીબી ને અવહેલના’ની જિંદગી જ તેના માટે કાયમી PTSD બની ચુકી હતી. આ મૂવીની થીમ ભલે અમેરિકામાં અશ્વેતો પર થયેલા અગણિત અત્યાચારોની હોય પણ પુરા કથાનકમાં માણસજાતમાં રહેલી જન્મજાત ક્રૂરતા ને કરુણાના સંકુલ સરવાળા , વિષમ વાતાવરણની સામે વામન ઠરતાં મનુષ્ય , યુદ્ધની બર્બરતા , તૂટતાં પરિવારો , છિન્નભિન્ન થતું અર્થતંત્ર ને સરવાળે સર્જાતી બેરોજગારી , ને આખિરમાં કઈ કેટલાયે ઘાવ વેઠ્યા બાદ પણ ન બદલાતી નઘરોળ માનસિકતા રૂપી ગારા’ના જે છાંટા ઉડ્યા છે , કે લાગે કે સતત અહિંયા કોઈ ને કોઈ કળણ કૈક ને કૈક ગળતું જ રહે છે ~ અહીં માણસ કુદરત સામે તો પછી , પહેલા ખુદ માણસજાત સામે જ અવિરત લડતો રહે છે !

કેટલાક વધારાના ટ્રેક્સ હોવા છતાંયે પણ [ અને સરવાળે મુવી ખાસ્સી પંદરેક મિનિટ ટૂંકાવી શકાઈ હોત ,મારા લખાણની જેમ 😉 ] છુટ્ટાછવાયા ને સરવાળે છવાઈ જનારા દ્રશ્યોમાં ; 1) ઓપનિંગ સીન અને ખાડામાં’થી નીકળતું સાંકળ બાંધેલું હાડપીંજર 2) અશ્વેતોના ચર્ચમાં ગવાતી ‘ મોર્નીગ ‘ પ્રેયર [ . . કે એક દિવસ એ સવાર આવશે ] 3) હેપ’ અને ફ્લોરેન્સ’ના મોનોલોગ જેવા વોઇસઓવર 4) ગાડી સ્ટાર્ટ થયે બેકફાયર થતા તેને ધડાકો સમજીને પડી જતો જેમી અને તેને ધ્રુજતા હાથે ઉભો કરતો રોન્સેલ 4) કાર’ની ફ્રન્ટ સીટ’માં કોઈ ગોરો આવતો દેખાય તો રોન્સેલ’નું ઢળીને નીચે બેસી જવું ! 5) લૌરા’નો વિષાદયોગ અને જેમી’નું તેના માટે શાવર માટે કેબીન બાંધી આપવું તથા તેણીનું અવિરત ન્હાતું જ રહેવું ! 6) અને સમગ્ર કથાનકને ઝકઝોળીને સુન્ન કરી દેતો પ્રિ-ક્લાઈમેક્સ ! મુવી પૂરું થયે ચિત્ત’માં જે વિષાદ જન્મી ચુક્યો હોય છે તેને શબ્દદેહ આપતું ઓસ્કાર નોમિનેટેડ સોંગમાઇટી રિવરએક ક્ષણ માટે સ્થિર કરી દે છે ; શબ્દો છે ” Life is a teacher, time is a healer And I’m a believer like a river wild. Ego’s a killer, greed is a monster But love is stronger, stronger than them allઉભા રહો . . હજુ એક વાત , ચાર ચાર ઓસ્કાર નોમિનેશન વાળું આ મુવી Hillary Jordan‘ની નોવેલ પરથી એડોપ્ટેડ છે , ડિરેક્શન 2011’ની બહુચર્ચિત એવી Pariah બનાવનાર અશ્વેત મહિલા Dee Rees‘નું છે , અફલાતૂન સિનેમેટોગ્રાફી માટે ઓસ્કાર નોમિનેટેડ એવી Rachel Morrison , ચુસ્ત નહીં પણ નોંધનીય એડિટિંગ કરનાર એવી જાપાનીઝ Mako Kamitsuna , મ્યુઝિક આફ્રો-અમેરિકન એવી Tamar-kali‘નું છે. કઈ લાઈટ થઇ , મિત્રોઓઓઓ ? છેલ્લે એક પ્રોજેક્ટમાં આટઆટલી લેડીઝ ક્યારે ભેગી થયેલી ! ~ જય જોગમાયા જય જગત .

Dir. Dee Rees (R)


~ 12 ~

I, Tonya ~ Official Trailer

વાત છે ટોન્યા’ની , તેની જિંદગીમાં રહેલ વન એન્ડ ઓન્લી લવ એવા આઈસ સ્કેટ’ની , અંતે વાત છે ધ ઇન્સિડન્ટ’ની ! આ મુવી પહેલા ક્યારેય ટોન્યા હાર્ડિંગ’નું નામ સુધ્ધાં ન્હોતું સાંભળ્યું પણ જેવું સાંભળ્યું કે આ મુવીમાં Margot Robbie છે કે બેકગ્રાઉન્ડમાં ” ઘનનનન ઘનનનન ઘીર આયે બદરા ” સંભળાવા લાગ્યું ને લટકામાં માર્ગો અહિંયા પ્રોડ્યુસર પણ હતી , ને જેવું પહેલીવાર ટ્રેઇલર જોયું ત્યારે જ લાગ્યું કે પોયરી આ વખતે એટલીસ્ટ ઓસ્કાર નોમિનેશન લીધે પાર કરશે ! એન્ડ સી , રેસ્ટ હીઝ . . . ચાલો ત્યારે ખોટું માર્ગો’પુરાણ ચાલુ થઇ જાય એ પહેલા ટોન્યા’નો પક્ષ રાખતી ને ધ ઇન્સિડન્ટના મૂળ સુધી લઇ જતી ( એટલીસ્ટ ટોન્યા મુજબ જ ) આ દાસ્તાન વિષે જાણીએ , પણ એ પહેલા એ જાણવું પડે કે ટોન્યા કોણ હતી ?, કેમ હતી રાધર આવી કેમ હતી ? ને આ રામાયણ કમ ટોન્યાણ શું હતી ?

અત્યંત નાની વયે ( મુવી પ્રમાણે 4 વર્ષે ) ગોડ ગિફ્ટેડ એવી ટોન્યાને એની બંડખોર મા કમ મદારી એવી LaVona [ ટ’થી ટેરિબલ ને ટેરિફિક એવી Allison Janney ] આઈસ રિંગમાં ઢસડી જાય છે ! ના એ મેન્ટર પણ ન્હોતી ને મા તો હરગીઝ ન્હોતી – એ તો બસ મૂંહફટ્ટ , કોરું કટ્ટ ને સીધું સટ્ટ તબડાવતી એવી મા છે કે જેનું એક જ લક્ષ્ય છે કે ટોન્યા ફિગર સ્કેટિંગમાં નંબર વન હોય ! બીજી કોઈ વાત નહિ ને દલીલ તો હરગીઝ નહીં – નકર પડે એક મોઢા ઉપર સટ્ટાક ! જાણે વ્હીપ્લેશના પેલા કોચની લેડી એડિશન ! તો આમ નાનપણથી જ ટોન્યા મમ્મી-પપ્પા’નો ડિવોર્સ થઇ ચુક્યો હોવાથી પરિવાર શું એ તો ન્હોતી જ જાણતી પણ મા નામની મિરાત’થી પણ એ વંચિત હતી ! ને આમાં ને આમાં એ ફર્સ્ટ લવ’માં ખાબકી ને ત્યાં પણ ભંગાણી ! એ ભાયડો ય આડેધડ હાથ ઉપાડી લેતો હતો અને લટકામાં એનો દોસ્ત શોન . . ઉભા રહો એ તો નંગ છે નંગ , એની વાત આગળ પર ! – આમ ટોન્યા’ને માર ને આંચકા ખાવાની નવાઈ ન્હોતી પણ આખરે ક્યાં સુધી ? અને ત્યારે જ પેલો ઇન્સિડન્ટ બને છે – ઓલમ્પિક ટાણે જ પ્રતિસ્પર્ધી એવી નેન્સી’ના કોઈ ગોઠણ ભાંગી જાય છે ને એના છાંટા ટોન્યા પર ઉડે છે . . . लाहौल विला कुव्वत !

મુવી ચાલુ થાય તે પૂરું થાય ત્યાં સુધી એક કરતા એક પણ ડલ મોમેન્ટ નથી – સટીક ને સ્લીક સટ્ટાસટી ! નિરંતર એબ્યુઝ ને એક્શન’નો વઘાર થયા જ કરે છે , સતત ચરુ ઉકળતો જ રહે છે અને આ બધુંય સાંગોપાંગ ઝીલાયું છે ને જીવાયું છે એક મસ્ત નરેશન વત્તા ક્વર્કી સ્ક્રીનપ્લે દ્વારા – અહિંયા બધા જ પાત્રો ટોન્યા , ટોન્યા’ની મા , ટોન્યા’નો હસબન્ડ જેફ , જેફ’નો સિલી ને સાઈકો ફ્રેન્ડ શોન , ટોન્યા’ની કોચ ને એક વણજોઈતો રિપોર્ટર એમ બધા જ ફોર્થ વોલ બ્રેક કરીને ઇન્ટરવ્યુઝ થકી મારી ને તમારી સાથે સંવાદ કમ વાદ છેડે છે – જાણેકે મોક્યુમેન્ટ્રી અને એ પણ રોશોમન ઇફેક્ટથી લબાલબ ! ધીમે ધીમે બધું ઉઘડે છે ને ઉઘાડું ય થાય છે ને આખરે ઉઘાડ પણ થાય છે. મુવીને સતત એક બ્લેક કોમિક ટેલ’નો સ્વાંગ અપાયો છે કે જ્યાં ઘડીક એ બધાની મુર્ખામી પર હસવું આવે તો ઘડીક થાય કે બિચારી સંજોગોની મારી છે ~ જોકે ટોન્યા સાવ માસુમ ય ન્હોતી ! થોડી બબુચક ને ઝાઝી બિન્ધાસ્ત , રો , એનર્જીથી ફાટફાટ થતી ને વળતી જ પળે ફસડાઈ ને ફસાઈ જતી , નાની ઉંમરે મોટી થઇ ગયેલી ( એક મસ્ત સીન છે : ટોન્યા’ની બરોબરની માઠી બેઠી હોય છે ને લાંબાગાળે મા મળવા આવે છે ને કહે છે કે તું ઘણી યંગ લાગે છે ત્યારે ટોન્યા સહસા બોલી ઉઠે છે : મા , હું હજી 23’ની જ છું ! ) જાણે એક ભોળું ગાંડપણ કે જેને સતત અબ્યુઝીવ માહૌલ જ મળ્યો હોય છે – પહેલા મા , પછી પતિ ને આખરે સમાજ ! એ અમેરિકા વિષે કહે છે કે અમેરિકાને કોઈ ચાહવા વાળું જોઈએ છીએ પણ એથીય વધીને એને કોઈ ધિક્કારવા વાળું જોઈએ છે. સત્ય જેવું કઈ હોતું જ નથી , બસ પોતપોતાનો પક્ષ ને પ્રતિદલીલ . . એક જજ’ને જયારે એ પોતાના ક્લાસિક પરફોર્મન્સ બાદ પણ શું ઘટે છે એમ પૂછે ત્યારે જવાબ મળે છે : એક વ્હોલ્સમ અમેરિકન ફેમિલીને રિપ્રેઝન્ટ કરે તેવી મોડેલ – ત્યારે એ કહે છે કે મને પરિવાર શું છે એ જ ખબર નથી ને તમે . . . આ એકોએક દ્રશ્યમાં માર્ગો મેદાન મારી ગઈ છે ને એમાંય આખરે કોર્ટહાઉસ સીન’માં તો એ જયારે રડી પડતા કહે છે કે મને માત્ર સ્કેટ કરતા જ આવડે છે બીજું કાંઈ નહીં પ્લીઝ . . . ત્યારનો સન્નાટો જ કૈક ઔર છે.

અને હા , લાયક એવી એલિસન જેની તો આ મુવી માટે સપોર્ટિંગ એક્ટ્રેસ’નો ઓસ્કાર જીતી જ ગઈ પણ સપોર્ટિંગ એક્ટર માટે પણ આ મુવીમાંથી એક એક્ટરને નોમિનેશન મળવું જોઈતું હતું અને એ છે જેફ’નો સાઈકો કમ સિલી ફ્રેન્ડ ને ટોન્યા’નો બોડીગાર્ડ એવો ચાર સ્ટેપ આગળ રહેતો શોન ( અત્યંત નેચરલ ને ઓન ધ બીટ એવો સુપર્બ Paul Walter Hauser ) વત્તા , પુરા મુવીમાં હરકોઈના નરેશન અને ટ્રીટમેન્ટ સાથે એક વસ્તુ સજ્જડ ટેમ્પો જમાવે છે અને એ છે સોલિડ સોંગ્સ ” Sleeping Bag , Devil Woman , Goodbye Stranger , How Can You Mend a Broken Heart , Every 1’s a Winner , Feels Like the First Time , Little Girl Bad . . . યસ , આ સોંગ્સ વિના એ ગુસ્સો , ગમ , અરાજકતા , એ જીજીવિષા ન ઝીલાઈ હોત ! મુવીમાં ઘણા એટલે ઘણા દ્રશ્યો યાદગાર છે પણ માત્ર બે-ત્રણ દ્રશ્યોનો ઉલ્લેખ કરીને અટકું તો ; 1) નેન્સી પર હુમલો થાય છે એ કન્ફ્યુઝડ ને ક્રેઝી સીન ! 2) પોતાની જ દીકરીને ઉશ્કેરવા અજાણ્યાને પૈસા આપીને એના પરફોર્મન્સની ધાર કમ અણી કાઢતી મા ! 3) અરીસામાં જોઈને મોં પરના હાવભાવની અલ્ટીમેટ રેંજ સાથે ટોન્યા’નું જે રડવાનું દ્રશ્ય છે તે જુવો તો માર્ગો’ની એક્ટિંગ સ્કિલ પર ઓવારી જવાનું મન થાય ! બસ હવે અટકું ? આ એ ગાળો હતો કે જયારે અમેરિકન ક્લચરમાં નવુંસવું 24 કલાક ચાલતું અમેરિકન મીડિયા જન્મ્યું હતું ને પછી આ ઘટના ઘટી ,ને પછી તો પૂછવું જ શું ? તો જોઈ નાખો ટોન્યા’ના ટ્રીમેન્ડસ ટ્રિપલ એક્સેલ અને આ મસ્ત મૂવી કમ બાયોપિક , કે જેના ડિરેક્ટર Craig Gillespie ( Million Dollar Arm અને Lars and the Real Girl માટે જાણીતા ) ની સ્ટાઇલ જોઈને ઘડીક સ્કોર્સીસ તો ઘડીક કોએન બ્રધર્સ તો ઘડીક ડેવિડ.ઓ.રસેલ યાદ આવી જશે.

Dir. Craig Gillespie (C)


~ 11 ~

The Square [ Sweden~ Official Trailer

વાત છે સ્વીડન’ના સ્ટોકહોમ’માં આવેલ એક અત્યંત જાણીતા મ્યુઝિયમની , ક્રિશ્ચિયન’ની [ કમાલનો કરિઝમેટિક ને કન્ફ્યુઝડ એવો Claes Bang ] કે જે મ્યુઝિયમ’નો ક્યુરેટર કમ મીડિયા ફેઈસ કમ સ્વપ્નદ્રષ્ટા હોય છે – વાત છે સમાજની ( એઝ યુઝ્વલ ) , ચહેરાઓની અને તેમના પર ઓઢેલા દંભ’ની ( અગેઇન એઝ યુઝ્વલ ) , વાત છે મદદ’ની – દિનપ્રતિદિન તેના સંકોચાતા જતા માપદંડ અને દાયરા’ની અને ફાઈનલી વાત છે ,પાછળ વળીને ખુદમાં જ ડોકિયું કરીને એક નવા જ ઇન્સાન’ને ભાળી જઈને સહસા છળી જવા’ની ! ક્રિશ્ચિયન કે જે ગોરો ચિટ્ટો છે , હાઈલી એજ્યુકેટેડ છે ને પોતે એક જેન્ટલમેન હોવાની છાપ ધરાવે છે ( કે જે છે પણ ) અને આવનારા વર્ષોમાં મ્યુઝિયમ અને એ બહાને પોતે અને સમાજ કેવી રીતે કલા’ને જુવે છે અને તેની સાથે સંકળાઈ શકે છે , કેવી રીતે કલા’ના આયામો વિસ્તરી શકે છે – તેની જદ્દો-જહદ’માં પડ્યો હોય છે. પણ ત્યાં જ ઘટમાળમાં ઘટ આવે છે અને એક મદદનો પોકાર ઉઠે છે ~ એક યુવતી સરાજાહેર મદદનો પોકાર કરતી ક્રિશ્ચિયન તરફ આવી ચડે છે અને તે મદદ પણ કરે છે પણ અંતે તો એટલું જ જાણે છે કે તેણીને મદદ કરવાના ચકકર’માં તે ખુદ લૂંટાઈ ચુક્યો હોય છે : મોબાઈલ + વોલેટ + કફ’લિંક્સ વગેરે વગેરે . . . ગોન વિથ ધ વિન્ડ !

આવનારા સમયમાં જેનું પ્રદર્શન ગોઠવાવવાનું હતું તે બહુચર્ચિત ” સ્કવેર ” ( અંદાજે ત્રણ બાય ત્રણનો ખાલી ચકચકિત ચોરસ ) કે જેની નીચે લખેલ હતું કે : The Square is a sanctuary of trust and caring. Within it we all share equal rights and obligations. એક એવી વિભાવના કે આ ચોરસની મધ્યેથી જો કોઈ મદદનો પોકાર કરશે તો તેને મદદ જરૂર મળી રહેશે ! અને પછી જ શરૂ થાય છે મદદ’ની માથાકૂટ ! એક લેડી જાહેર ચોકમાં બોલતી ફરે છે કે Do you want to save a human life ? અને કોઈક કહે છે Not right now ! આંચકો ય લાગ્યો ને હસવું પણ આવ્યું ને ? આ તો શરૂઆત હતી કેમકે પછી ક્રિશ્ચિયન પોતાનો ફોન/વોલેટ લેવા માટે પોતાના જુનિયરની સલાહ પ્રમાણે જે રીતે વર્તે છે , તેને લીધે તે એક વિચિત્ર જ ઝંઝટ કમ ઝંઝાવાત’માં સલવાઇ જાય છે – એક નાનકડો છોકરો તેની પાછળ આદુ ખાઈને પડી જાય છે [ કેમ? તમે જ જોજો ને ! ] અને આ દરમ્યાન જ ક્રિશ્ચિયન’નું એક અમેરિકન રિપોર્ટર સાથે વન નાઈટ સ્ટેન્ડ જેવું અફેર થાય છે અને એ પણ તેની પાછળ પડે છે , ક્રિશ્ચિયન ડિવોર્સી હોય અને તેની બંને દીકરીઓ તેની સાથે વિકેન્ડમાં રહેવા આવે છે ( એકબીજા સાથે ઝઘડતી ) અને પાછલા કેટલાય અઠવાડિયાથી જેની તડામાર તૈયારીઓ થઇ રહી હોય છે તે ‘ધ સ્કવેર’ના માર્કેટિંગનો વિડીયો વાઇરલ થઇ જાય છે , અલબત્ત મુસીબતો નોતરીને જ ! અને આખરે એક અલ્ટીમેટ પબ્લિસિટી સ્ટંટ તરીકે સેંકડો આમંત્રિતોની વચ્ચે જયારે એક વ્યક્તિ ઓરાંગઉટાંગ તરીકે પરફોર્મન્સ આપે છે ત્યારે તો રીતસરની નાસભાગ મચી જાય છે 😀

શું છે આ બધુ ? મગજનું દહીં કરી નાખ્યું અને એ ય પાછું ખાટું ! કંટાળશો નહીં દોસ્તો ,કેમકે આ બધું જ અત્યંત પ્રમાદી અને પ્રભાવી રીતે જયારે ઓનસ્ક્રીન તમે જોશો એમ તમને સીન બાય સીન મોજના ફુવારા ફૂટવાના છે . . મુવી ગજબનાક રીતે કટાક્ષોથી ફાટફાટ થાય છે અને એ જ મજા છે એક બ્લેક કોમેડીની. એકોએક સામાન્ય ઘટમાળ જયારે કૈક નવા ને નવીન જ અંત પર જયારે આવી ચડે છે ત્યારની ક્રિશ્ચિયન’ની હાલત તમે જુઓ તો ખ્યાલ આવશે કે વાત ભલે એની હોય પણ વાર્તા તો છેવટે આપણી ઉર્ફે સમાજની જ છે ! અત્યંત વિલક્ષણ ને વિચિત્ર વાર્તા , જાણે કે વિષાદ અને સંવાદનો સુભગ સમન્વય ! કેટકેટલાય મુદ્દે અહીં ફીરકી લેવાઈ છે , જુઓ – મોર્ડન આર્ટ’ના નામે કઈ પણ પ્રદર્શિત કરવાની વાત હોય કે પછી કોઈપણ રેન્ડમ વસ્તુ ( રેતીના ઢગલાઓ ) તો ઠીક જીવંત વ્યક્તિને ( પેલો એપમેન ) પણ આર્ટ’ના નામે ઠઠાડી દેવાની વાત હોય , મદદ કરવાના માપદંડ ( ભિખારીઓ’ને મસ્ત રીતે વાર્તામાં વણી લઈને ) અને વિશ્વાસ મુકવાની દંભી માનસિકતા હોય , ફ્રીડમ ઓફ સ્પીચ’ની મોટીમોટી વાતો હોય , પબ્લિસિટી ફંડા’ના ફંદા હોય કે પછી ઇન્ટરનેટ’માં વાઇરલ થવાની માનસિકતાનો વાઇરલ તાવ હોય . . . એક જ સમયે કથાનકમાં એટએટલી બધી વાતો વણી લીધી છે કે જાણે કેઓસ કમ મેજીક રિયાલિઝમ’માં ડોકિયું કરી આવ્યા હોય એમ લાગે !

2014’માં આવેલી અને મારે એઝ યુઝવલ જોવાની બાકી એવી Force Majeure‘ના સ્વીડિશ ડિરેક્ટર એવા Ruben Östlundની આ સટાયરિકલ કોમિક કમ ટ્રેજિક ટેલ’એ આ વર્ષના કેટકેટલાય એવોર્ડ્સને ઉસેડી લીધા છે કે જેમાં Cannes બહુચિર્ચત એવો Palme d’Or પણ આવી જાય. મૂવીની મેજીકલ તાકાત એ છે કે મુવી પૂરું થયે પણ એ સઘળા દ્રશ્યો નજર સામેથી હટે જ નહીં ને મોં પર મંદ મંદ મુસ્કાન રોકાવાનું નામ જ ન લે ! જેમાંના કેટલાક દ્રશ્યો : 1) એક મસ્તમૌલા ભિખારણનું બર્ગર માંગવું અને પણ ડુંગળી વિના’નું ઓછા તેલવાળું ને વધુ ચીઝવાળું ! 2) મોર્ડન આર્ટના પેલા ઢગલાઓ 3) એક ઇન્ટરવ્યૂ સમયે ઓડીયન્સ’માંથી એક વ્યક્તિને ટુરેટ્સ’ની બીમારી હોવાથી ચાલુ શો’એ બકવાસ કરતા ગાળાગાળી કરવા લાગે છે તે દ્રશ્ય ( સોલિડ અને ફૂલ ઓફ પંચ ) 4) પેલો નાનો છોકરો અને ધમકીની ચિઠ્ઠી 5) પેલી અમેરિકન પત્રકાર અને કોન્ડમ’વાળો સીન 6) વાઇરલ થયેલો પેલો વિચિત્ર વિડીયો અને ફ્રીડમ ઓફ સ્પીચની માથાકૂટ અને આખરે ધ અલ્ટીમેટ એવો ઓરાંગઉટાંગ’ના ખોળિયામાં ઘૂસેલો એક આર્ટિસ્ટ અને એનો આતંક ! [ વન ઓફ ધ બેસ્ટ સીન ઓફ ધ યર : પ્લેનેટ ઓફ ધ એપ્સ’નો માસ્ટર આર્ટિસ્ટ એવો Terry Notary ] ~ અને આ બધાય પાછળ જયારે બેકગ્રાઉન્ડ સ્કોર તરીકે ” ડુડુડુડુડુ . . . ” વાગતું જાય છે ત્યારની મોજ કૈક ઔર જ છે 🙂 આ બધી બબાલ વચ્ચે પણ સતત એક સંવાદ નજર સમક્ષ તરતો રહે છે : How much inhumanity does it take to wake your humanity ? ~ એક મસ્ત અને મસ્ટ વોચ સિનેમા.

Dir. Ruben Östlund (C)


~ 10 ~

Thelma [ Norway ] ~ Official Trailer

એક લડકી થી‘ થી લઈને ‘વો કોન થી‘ , સુધી વિસ્તરતી ગાથા એટલે થેલ્મા ! થેલ્મા ઘણા વર્ષો સુધી નોર્વેના શહેરોથી દૂર માબાપ સાથે રહેતી હોય છે – નહીં કોઈ ભાઈબહેન કે મિત્રબંધુ , ચુસ્ત ક્રિશ્ચિયન. અને હવે તે ઓસ્લો યુનિવર્સીટીમાં એકલી ભણવા આવે છે અને શરૂ થાય છે , ભેદી તાણ’નો સિલસિલો. થેલ્મા’ને અહિંયા પહેલી જ નજરે અંજા સાથે નજરો મળી જાય છે પણ હવે જ કૈક એવું ભયાવહ ઘટવા લાગે છે કે ખુદ તમને અને થેલ્માને પણ ખ્યાલ ન આવે કે આ શું ઘટી રહ્યું છે ને શું ને શું અગોચર દિનપ્રતિદિન વધી રહ્યું છે !

વન ઓફ ધ ક્લાસિક કમિંગ ઓફ એજ સુપરનેચરલ થ્રિલર ! અચાનક જ માસુમ તાગતી એ આંખો ક્યારે ખાલી થઇ જાય અને અકળ’ને તાગવા માંડે અને હવાનો રૂખ બદલાઈ જાય , પક્ષીઓ પોતાનો મારગ ભૂલીને અથડાવા લાગે , ઈલેક્ટ્રીસીટી ખોરવાવા માંડે અને જાણે સમગ્ર અસ્તિત્વ થેલ્માની અંદર ડોકિયું કરીને ઉથલપાથલ મચાવી દે ! થેલ્મા’ને કશું જ યાદ નથી આવતું કે ભૂતકાળમાં ય કઈ આવું થયું હતું કે પછી કોઈને પરિવારમાં કઈ આવું કે કૈક … ? સતત ભેદભરમના આંટાપાટા ચીતરાતા રહે છે ને દિનબદિન સ્વ’ની ઓળખ ભૂંસાતી લાગે. કથાનક એ હદે ધીમી આંચે ઉકળે છે કે ક્યારે અચાનક ઉભરો આવી જાય અને તમને નાગની જેમ ભરડો લઇ લે અને આંખો ફાંટી ની ફાંટી રહી જાય . . કે જ્યાં કોઈ વાત કરતા ચોપાસ’નું વાતાવરણ વધુ પડતું બોલકું છે !

સ્વ’ના અસ્વીકારથી લઈને સ્વ’ના આકાર ઘડાવાની કેડી એટલે થેલ્મા. જાણેકે અફાટ બરફની ચાદર નીચે કેદ એક જીવડો કે જે સતત ઉપર આવવા મથે છે પણ જ્યાં બુદ્ધિથી લઈને લાગણીઓ સુધીનું બધું થીજી ગયું છે ! એક અતિચુસ્ત ધાર્મિક પરિવારમાં બંધનો નીચે મોટી થયેલી થેલ્મા જયારે સમાજ , દોસ્તો , સેક્સથી લઈને દારૂની નજીક આવે છે ત્યારે કૈક પડળ તૂટે છે , અસ્તિત્વ એમાં ગરક થાય છે ને અકળ અને અગોચર ઈચ્છાઓનું જાગરણ ઉદભવે છે. લીડ રોલમાં Eili Harboe એ હદે બિલીવેબલ લાગે છે કે તમે એની મજબૂરી અને અગમ્યતા સાથે સંધાન કરી શકો. તેણીએ તેના હરેક અંડરવોટર સ્ટંટ્સથી લઈને વાઈ તથા વાઈ’ની ટ્રીટમેન્ટ સુધીના દરેક દ્રશ્યો આબેહૂબ ચીતરી બતાવ્યા છે , પછી ભલે એ સરી જતું આંસુડું હોય કે ભીંસાઈ જતા હોંઠ . .

પણ જયારે સ્વ’ની ઓળખ થાય છે ત્યારે એ જ થેલ્મા ખુદ પોતાની નિયતિ કંડારે છે અને ઘટનાઓનું ફાટ-પ્રસ્ફોટન થાય છે ! સારીય મુવીમાં ડીટેઈલિંગ અને કુદરતની અસીમતા એ હદે ઝીલાઈ છે કે ક્યારેક એમાં ગરક થઇ જવાનો ડર રહે ! એ પછી મૂવીનું પહેલું જ બાપ-દીકરી’વાળું ચિલિંગ દ્રશ્ય હોય કે પછી કાચ’ની આરપાર સલવાયેલી ને અંદર સ્થિર તથા બહાર લહેરાતી વાળની લટ્ટ હોય કે પછી વિશાળ ઝુમ્મર’નું ઝુલવું હોય કે પછી બરફની જાડી ચાદર નીચે કોઈનું અચાનક પહોંચી જવું હોય ! હેટ્સ ઑફ ટુ ડિરેક્ટર એવા Joachim Trier [ કે જેમની Reprise અને Oslo, August 31st ઓલરેડી વિશ-લીસ્ટ’માં છે. ] અને સિનેમેટોગ્રાફર એવા Jakob Ihre [ ક્લાસિક વાઈડ & લૉંગ શોટ્સ ]’ની જોડીને કે જેમના વિઝન અને ઈમેજનરી વિના મુવી કૈક ખાલી રહેત. જ્યાંથી હરેક બોલકી ને વધુ પડતી સ્પેશિયલ ઇફેક્ટ્સ ભભરાવેલી સુપર નેચરલ હોલીવુડ મુવીઝ પુરી થાય છે ત્યાંથી જ થેલ્મા’નો ઉપાડ શરૂ થાય છે કેમકે ક્યારેક સન્નાટો જ કાનમાં ધાક પાડી જાય છે અને આંખો ખુદને જોવા મંડે છે!

Dir. Joachim Trier


~ 9 ~

A Quite Passion ~ Official Trailer

સત્ય અને સંવેદન’ની સાંખે સહજ ઉગતી અભિવ્યક્તિ એટલે કાવ્ય , પ્રેમથી લઈને પીડા સુધી અનુભવાતો પરમ’નો સ્પર્શ એટલે કાવ્ય. . એમિલી , અસ્તિત્વનું એક આવું જ સોપાન હતી કે જ્યાં થડિયું ભલે કઠોર ને રુક્ષ દેખાતું હોય પણ જયારે ફુંટેલી કૂંપળ એ રેલાતા સૂર્યકિરણોને પીવા મથતી ત્યારે કૈક નોખો જ ઉદય થાતો , કૈક અલગ જ સળવળાટ થતો ~ કાવ્યની સાક્ષીએ તેણીએ એ હરેક સત્ય , સંબંધ અને પીડા જીવી લીધી કે જેનો અણસાર ખુદ તેને જ ન્હોતો ! 19મી સદીના એ પિતૃસત્તાક માનસિકતા ધરાવતા અત્યંત રૂઢિચુસ્ત સમાજમાં એક સર્જક સ્ત્રી તરીકે સાંગોપાંગ જીવી જવું એ કોઈ સંતાપથી ભરેલા તપથી કમ ન્હોતું ! કવિતાની પંક્તિઓ જાણે મનોવિસ્તારથી લઈને ચોપાસ’ના સમાજમાંથી ઉદભવતી અને એ વ્યક્તિત્વ દિનબદિન પીડાયે જતું ! સૌંદર્ય અને પીડામાંથી તેની કવિતાઓ પ્રસવ પામતી અને બાદમાં એ જ તેને ખોળે લેતી . . . જાતમાં ગૂંગળાતી ને સ્વ’માં વિહરતી , મૌન અને ડુમા વચ્ચે અટવાતી , સેન્સ ઓફ હ્યુમર અને સેન્સિબિલિટીથી છલોછલ , ઋજુ અને એવી જ બળવાખોર , કડવી ને અળગી એવી સતત સ્વ’ને ખોજતી રહેતી સ્ત્રી એટલે એમિલી ડિકિન્સન. . યસ અમેરિકન કવિયત્રી એવી એમિલી ડિકિન્સન’નું આ બાયોપિક છે.

કવિતા કૂંપળ જેટલી નાજુક ભલે હોય પણ જયારે એ અસ્તિત્વને ફાડીને ઉગે છે ત્યારે જાત સાથેનો અકથ્ય સંવાદ જે વણકહ્યા પડળો ખોલી નાખે છે એ મૂંઝારો અને બાદમાં થતો છુટકારો અહીં બખૂબી ઝીલાયો છે. કાચી ઉંમરે ધાર્મિક સ્કૂલમાં પોતે આધ્યાત્મિક રીતે જાગૃત નથી થઇ એ વિષે સ્પષ્ટવક્તા બનીને શાંત બળવો પોકારવાની વાત હોય કે પછી સમયાંતરે સમાજ / યુદ્ધ / લિંગભેદ / ચર્ચ અને તેના પ્રાયશ્ચિતના એકરાર’ની રીતો કે પિતૃસત્તાક માનસિકતા / ભાઈનો રોમેન્ટિક દંભ કે સંયુક્ત પરિવાર અને પ્રેમાળ વત્તા સમજદાર બહેનનો સતત સહયોગ કે બૌદ્ધિક અને સ્પષ્ટવક્તા એવી મિત્રનો સાથ અને વિયોગ કે હૃદયભંગ પછી પોતાની અત્યંત પીડાદાયી એવી બીમારી હોય . . . સતત સ્વ’માંથી એક વમળ ઉઠ્યું છે , કૈક વછૂટ્યું છે , એક કાવ્ય ફૂંટયુ છે. અને એ જ સઘળા કાવ્યો અદભુત વોઇસઓવરમાં જયારે એમિલી ઉર્ફે Cynthia Nixon બોલે છે ત્યારે ઘડીક તો શાંત નદીના પ્રવાહમાં પવનની લહેરખીઓ અડી ગયાનો અહેસાસ થઇ આવે છે ~ અલૌકિક ને અદભુત !

પૂરું મુવી જેટલું તો શાંત ને સ્થિર છે તેટલો જ ભારોભાર આક્રોશ પણ તેમાં વ્યક્ત થયો છે અને પાછું એટલું જ એમાં સુપર્બ ક્વોટ્સ કમ પંચ પણ ઠૂંસી ઠૂંસીને ભર્યા છે , જાણે કે અદ્દલ ઝીંદગી – ઘડીક પંપાળે ને ઘડીક પાડે ! બાયોપીક’નું એક અદભુત સંતુલન કમ સંવેદન અહીં સચવાયું છે અને એના માટે બાકાયદા જવાબદાર છે , ગયા વર્ષની જ બહેતરીન એવી ” Sunset Song “ના ડિરેક્ટર એવા Terence Davies કે જેઓ પોતે પણ એક અલગારી ને એકલા ચાલો’માં માનતા સર્જક છે. પણ આ મુવી એમિલી બનતી Cynthia Nixon વિના કોરું કટ્ટ રહે એટલી હદે તેણે અહિંયા મને ભીંજવી દીધો છે ~ આંખોથી લઈને વાણી સુધી એ કૈક ગજબની વિસ્તરી છે અને જયારે તેને તાણ’ના હુમલા આવે એ દ્રશ્યો જુઓ તો રીતસર દ્રવી ઉઠો !

કેટલાય એવા દ્રશ્યો છે કે જે મુવી પૂરું થયે પણ નજર સામે તરવરતા રહેશે ! જેમકે ; 1] શરૂઆતનું જ ધાર્મિક સ્કૂલનું શાંત ને સટીક બળવાનું એકલવીર સ્વરૂપ 2] રૂમ’માં જયારે સૌ કુટુંબીજનો વચ્ચે એક પઠન થઇ રહ્યું હોય છે ત્યારનું 360 ડિગ્રીએ ફરી વળતું અને એક ખાલીપો જન્માવતું દ્રશ્ય 3] એઈજ લીપ દર્શાવતું ટાઈમ લેપ્સ’નું આલાતરીન દ્રશ્ય 4] પ્લેટ ગંદી છે’ વાળું બાપ દીકરીનું દ્રશ્ય 5] બહેન વિની ( ક્લાસિક એવી Jennifer Ehle ) સાથેના એ હરેક સંવેદન અને વેદનાથી ભરેલા સંવાદમય દ્રશ્યો 6] સટીક અને સટ્ટાક જવાબ વાળનારી ને સેન્સ ઓફ હ્યુમરથી ફાટફાટ થતી મિત્ર એવી મિસ બફેમ ( ઝક્કાસ એવી Catherine Bailey ) સાથેના દરેક સ્ફટોક દ્રશ્યો . . . 56 વર્ષની [ 1830-1886 ] જિંદગી દરમ્યાન આખું આયખું એક જ ઘરમાં વિતાવનાર ને બાહરી દુનિયાથી વિખુટી પડી ગયેલી એમિલી’ના ડઝન કાવ્યો સુધ્ધાં પ્રકાશિત ન્હોતા થયા [ પ્રકાશકો/તંત્રી’ની આડોડાઈ અથવા તો મૂળ કાવ્ય’માં ફેરફાર કરવાની જીદ’ને લીધે ] એમિલી’એ કુલ મળીને 1800થી વધુ કાવ્યો રચ્યા હતા ! અને આજની તારીખે તે અમેરિકામાં કલ્ટ સ્ટેટ્સ ભોગવે છે. આવો જોઈએ તેનું મૃત્યુ વિશેનું એક સંવેદન : Because I could not stop for death, he kindly stopped for me. ~ મસ્ટ વોચ .

Dir. Terence Davies


~ 8 ~

In this corner of the world Japan ~ Official Trailer

ઘણી ફિલ્મો જોવાઈ ચુકી છે છતાંયે આ મૂવી જેટલું પારેવડાં જેવું માસુમ અને આંખોમાં વિસ્મય આંજેલું પાત્ર સ્મૃતિમાં તગતગતું નથી ! સુઝુ એટલે ,સમયના એક ચોક્કસ ખંડમાં એક સામાન્યજન’ની અસામાન્ય જિંદગીમાં ડોકિયું કરાવતું કુતુહુલ ! જેની આંખો સતત કૈક શોધતી રહે છે કે જેને આકાશમાં ફાટતા બૉમ્બ’માં પણ પેઇન્ટિંગ’ના બ્રશ-સ્ટ્રોક્સ દેખાય છે , સાગરના હિલોળા લેતા મોજામાં સસલાના ટોળા કૂદાકૂદ કરતા દેખાય છે ! આ પાત્ર એટલું તો અતિસામાન્યતા અને અસામાન્યતા વચ્ચે ફંગોળાય છે કે લાગે , કે હવે તો એની ઉડાન જ કૈક ઔર હશે , ત્યાં તો બીજી જ ક્ષણે કોઈ નાના બાળકની જેમ ભાંખોડિયા ભરી ચાલી જતી હોય! . . એવી છે સુઝુ અને એની સામાન્ય જિંદગી. છેક 1930’ના દશકથી લઈને હિરોશિમા પર અણુબોમ્બ ફેંકાય છે એ 1945’ના ઓગષ્ટ સુધીના કાલખંડ’ના જાપાનની આ વાત છે અને મુખ્યત્વે તો આંખમાં વિસ્મયના આંજણને આંસુડાં’થી ધોતી એવી પહુડી સુઝુ’ની આ વાત છે !

સાવ કાચી વય અને એમાં પણ મુગ્ધતા વત્તા સર્જક જીવ’નું અલગારીપણુ લઈ જીવતી સુઝુ હિરોશિમા શહેરથી દૂર કુરે નામક કન્ટ્રીસાઈડ’માં સાસરિયે રહેવા જાય છે અને એટલું ઓછું હોય એમ યુદ્ધ એની પરાકાષ્ઠાએ પહોંચે છે , છતાંયે અનહદના કોઈક અલગારી જ સુર સાંભળતી સુઝુ આ બધામાંથી પડતી આખડતી જિંદગીના એ દરેક દિવસોને કોઈ અલગ જ રંગોથી ચીતરી બતાવે છે. હરેક દ્રશ્ય એના માટે પ્રકૃતિનું કોઈ કેન્વાસ છે , ચિત્રની કલ્પનાથી લઈને જીવનની સંકલ્પના સુધી એના તાર જોડાય છે.

આખું મુવી ટાઈમલાઈનથી ખચોખચ ભરેલું છે ~ શરૂઆતના ભાઈભાંડુ સાથેના બેફિકરી’ના દિવસો હોય કે પછી સતત દોરાતા સ્કેચીસ હોય કે પછી અચાનક જ લેવાતા લગ્ન હોય કે યુદ્ધ દરમ્યાન રેશનિંગ’ની લાઈન કે સાસરા’માં કડક નણંદ’ની કડકાઈ હોય કે પછી ભોળાનાથ પછી બીજા નંબરે આવતી ભોંરૂડી સુઝુ’ને જાસૂસ સમજી લેવાઈ હોય કે અચાનક જ રેડ લાઈટ એરિયામાં ભૂલી પડી ગઈ હોય . . એવી સુઝુ સમયની એ દરેક કરચલી’ઓમાં તરુણી’માંથી એક સ્ત્રી બનવા સુધીની સફર ખેડે છે. સતત સ્વ’માં ખોવાયેલી ને સ્વજનો’ને સાચવતી સુઝુ’ને તેનો ‘દોસ્ત કમ ક્રશ’ એવો સૈનિક કહે છે : સુઝુ , તું આવી જ રહેજેસાદી ને સરળ , સમયે તારી માસુમિયત પર હજુ સળ નથી આંક્યા !

આજનું અવલોકન ને આવતીકાલનું વિસ્મય , આ બે વચ્ચે આંખો પટપટાવતી સુઝુ જયારે કૈક અનન્ય ને પોતીકું ગુમાવે છે ત્યારે એ જ આંખો કોરી ધાકડ થઇ જાય છે ! ના . .આ કોઈ ટ્રેજિક ગાથા નથી ! અણુબોંબ ઝીંકાયા’નું દ્રશ્ય પણ કાંઈ ઔર જ તરીકાથી ફિલ્મમાં પોતાની એક ફ્રેમ રોકે છે. કેમકે મુખ્ય વાત તો છે સતત ધબકતી સુઝુ’ની અને તેની સામાન્ય જિંદગીની. મુવી’ની શરૂઆત કમ ઉઘાડ જ ક્લાસિકલી ફિલોસોફિકલ બન્યો છે અને થોડા અંતરાલે આવતુ What if..વાળું ડાબા-જમણા હાથ’નું ઈલ્યુસ્ટ્રેશન્સ તો અદભુત અદકેરૂ નિપજાવ્યુ છે ! એ જ રીતે 1 કલાકને 35મી મિનિટે આવતો એક મોનોલોગ તો રીતસર હૈયું દળી નાખે એવો કરુણ બન્યો છે. કોઈના અચાનક જવાથી સાંકડુ ઘર પણ એકાએક કેવું મોટું દિસવા માંડે છે’થી લઈને આંસુડાં તો ખારાશનો બગાડ છે , જેવા સંવાદો કથાનક’નું એક અલગ જ ભાવવિશ્વ ઉજાગર કરે છે. Fumiyo Kono’ની આ જ નામની Manga સિરીઝ પરથી 1989માં આવેલી Hayao Miyazaki‘ની આલાતરીન એવી Kiki’s Delivery Service‘ના સેકન્ડ યુનિટ ડિરેક્ટર એવા Sunao Katabuchi‘નું આ પહેલું ને મોટું ડિરેક્ટલ કમબેક છે. એક ધીમું ને ઢળતું મુવી , જાણેકે ‘એક એવો દિવસ’ કે જે ક્યારે પૂરો થશે એની ને એની રાહમાં રાત પડી જાય અને બાદમાં , એ જ દિવસના સપના રાતે આવી બીજો દિવસ પાડી દ્યે ! સતત ભીંસતી ને વિસ્તરતી જિંદગી ! આ મુવી જોયે ને જીવ્યે , તમેય સુઝુ’ની માફક ઇચ્છશો કે ; ” I wanted to die a daydreamer

Dir. Sunao Katabuchi


~ 7 ~

Columbus ~ Official Trailer

કોલંબસ વિશે મારે કૈક કહેવું હતું પણ કાંઈ નક્કર શબ્દોમાં ઢળાતું ન્હોતું – જાણે ઘાટ ન્હોતો ઘડામણ ન્હોતી બસ હતી તો મથામણ , તો પછી થયું કે આ મથામણ જ ઉતારું ને જોઉં કે આ બધું શું હતું ? કોલંબસ જૉવાયાને દિવસો થઇ ગયા હતા ને આખરે નથી લખવું એમ માનીને આ મૂવીની વાત સ્કીપ કરી હતી પણ એકદા અચાનક જ આ મુવીનો સાઉન્ડટ્રેક સાંભળવા બેઠો ને એ અનુભૂતિમાં તરવા માંડ્યો ને ફરી કૈક કહેવાની ઈચ્છા થઇ આવી ! તો વાત હતી કેસી’ની [ ઘેટુડી એવી આલાતરીન એક્ટ્રેસ એવી Haley Lu Richardson ] જીન’ની [ સ્ટાર ટ્રેક ફેઈમ John Cho ] આર્કિટેક્ચર’ની , વિષાદ’ની , એકલતા’ની , કૈક અકથ્ય ને અગમ્યની સાથોસાથ કૈક સરળ ને સહજ છતાંયે કહેવામાં મુશ્કેલ એવું વહેંચવાની , વાત હતી જિંદગીની આંખોમાં તાકતા રહેવાની કે જ્યાં – કા તો યાદો નડે છે કા તો સ્વપ્નો કનડે છે ને સરવાળે ભીની આંખો પજવે છે ~ અહીં વાર્તા નહીં મળે પણ વાત’નું વાતાવરણ મળશે કે જેનો કોઈ વરતારો નથી હોતો ! બસ વાતમાંથી વાત નીકળતી જશે ને અજાણી કેડી રચાતી જશે.

કેસી’એ હજુ સ્કૂલ પુરી જ કરી હોય છે અને પૈસાના અભાવે કોલેજ જવાના ફાંફા હોય છે કેમકે મા’ના ડિવોર્સ થઇ ચુક્યા હોય છે અને પૈસા તો ન્હોતા જ પણ મા પણ હમણાં થોડા મહિનાઓથી જ ડ્રગ્સ’ની કાતિલ ચુંગાલમાંથી છૂટીને જિંદગીમાં નવીસવી ઠરીઠામ થઇ હતી અને તેથી જ કેસી એક લાઈબ્રેરીમાં જોબ કરતી હોય છે ! આ બધી મુસીબતો ને મથામણમાં કોઈ અજાણી જગ્યાએ ભાગી છૂટવા કેસી એકદા એક બિલ્ડીંગ’થી ખેંચાઈને કલાકો સુધી તેને તાકતી બેસી રહે છે અને અહિંયાંથી જ શરૂ થાય છે તેનો ઇમારતો પ્રત્યેનો અકળ અહોભાવ કે જ્યાં તેને હરકોઈ ઇમારત પોતાની કોઈ દાસ્તાન , કોઈ હિસ્ટરી કહેતી દેખાય છે – જાણે હરએક ઇમારતની એક પર્સનાલીટી , એક આભા , એક પઝલ હોય છે ! એ નિર્જીવ વળાંકો , ધારદાર ખૂણા , ધરબાયેલા પાયા , ઉગતી દિવાલો , માંહેનો અવકાશ ને એમાં જીવ પૂરતો હવાની લહેરખીઓ સજાવતો તડકો અને સરવાળે સર્જાતી નક્કર આકારોની સ્થિતપ્રજ્ઞતા કેસી’ની ચેતનાને પેલે પાર’ના પ્રદેશમાં પહોંચાડી દે છે અને આમ કેસી આર્કિટેક્ચર’નો અને સરવાળે તેના હિલિંગ પાવરનો અભ્યાસ કરતી મથતી રહે છે.

અને ત્યારે જ કથાનકમાં પ્રવેશ થાય છે જીન’નો કે જે એક પ્રખ્યાત આર્કિટેક્ચર / પ્રોફેસરનો દીકરો હોય છે અને પિતા મરણપથારીએ પડ્યા હોય ,તેમની સાથે કમને રહેવા આવે છે ! જી હાં , બાપ દીકરો ઘણા સમયથી બોલ્યા તો શું મળ્યા પણ ન્હોતા અને હવે જીન જાણે ફોર્માલિટી પતાવવા જ આવ્યો હતો અને ત્યારે જ અચાનક તેની મુલાકાત કેસી સાથે થઇ જાય છે. ~ જી ના . . . તમે એવું કાંઈ વિચારો એ પહેલા જ કહી દઉં કે આ કોઈ રોમેન્ટિક ડ્રામા નથી ! અહિંયા કોઈ પાસે એવો ક્વોલિટી ટાઈમ જ નથી કે જ્યાં કોઈ કોઈની આંખોમાં ખોવાઈ શકે ! એક આંખો’ની જોડી તો આ દુનિયાથી ભાગી છૂટવા ઇમારતોની સાકાર કૃતિમાં નિરાકાર જ ગોતતી ફરે છે અને બીજી આંખો’ની જોડી સમયને તાકતી ફરે છે – બંને વિષાદના એક એવા વ્હેણમાં વહી રહ્યા છે કે જેનો કોઈ કાંઠો નથી પણ બંને વચ્ચે સંવાદનો એક સેતુ રચાય છે કે જ્યાં પેલે પાર’નો પ્રદેશ જીવંત ભાસવા લાગે છે.

કઈ કેટલાય દ્રશ્યોમાં પરાવર્તન’નો [ મિરર રિફ્લેક્શન ] બખૂબી પ્રયોગ થયો છે , સતત કઈ ને કઈ સામે પાર કશાકમાં ઝીલાતું રહ્યું છે ને તાગતું રહ્યું છે. આંખો ઠારતી વૃક્ષોની અલૌકિક હરિયાળી સંગે જયારે નિર્જીવ ઇમારતો સાયુજ્ય રચે છે ત્યારે કોલંબસ શહેર પણ એક પાત્ર તરીકે નિખરી ઉઠે છે. – જી હા , અમેરિકાના ઇન્ડિયાનાપોલીસ’ની દક્ષિણે આવેલ આ શહેર ખરેખરમાં ” હોમ ઓફ મોર્ડનિસ્ટ આર્ટ & આર્કિટેક્ચર ” કહેવાય છે , સાદા શબ્દોમાં કહું તો મોર્ડન આર્કિટેક્ચરનું મક્કા-મદીના ! અને જયારે બે વિષાદી વ્યક્તિત્વો એની સાંખે વહે છે ત્યારે વોક & ટોક’વાળા Richard Linklater [ બિલવ્ડ ‘બીફોર ટ્રાયોલોજી’ ફેઈમ ] અને ગયા વર્ષની જ કાવ્યાત્મક એવી પેટરસન’ના મિનિમલિઝ્મ વત્તા ઝેન મ્યુઝિકના મહારથી Jim Jarmusch‘ની છાંટ વર્તાય છે ~ અને કેમ ન હોય , આ મુવી બનાવનાર અજાયબ નામધારી એવા મૂળે કોરિયન Kogonada પર એમની અસર છે જ ! Kogonada એક પ્રખર વિડીયો એસેયીસ્ટ છે અને કઈ કેટલાય ધુરંધર પ્રોજેક્ટ્સમાં કામ કરી ચુક્યા છે અને આ પહેલી જ મૂવીથી તેમણે જબબર ધ્યાન ખેંચી અને ધરી બતાવ્યું છે ! અહિંયા તેઓએ ડિરેક્શન ઉપરાંત રાઇટિંગ અને એડિટિંગ’માં પણ હાથ અજમાવીને હેટ્રિક મારી છે. અહિંયા ઉદાસીની એ છાંટ’માં પણ કૈક દિવ્ય વાંછટ ભીંજવે છે , હિજરાતા પાત્રોની સંવેદના જાણે પરિસર ઝીલે છે [ ક્લાસિક સિનેમેટોગ્રાફી ~ Elisha Christian ] અને દૂર કૈક સુર રેલાય છે [ લિટરલી ડિવાઇન એન્ડ સૂફી સાઉન્ડટ્રેકHammock : મારુ ફેવરિટ – ‘ Meier ‘ ]

Dir. Kogonada ( Standing )


~ 6 ~ ( Tied )

Call me by your name [ Italy~ Official Trailer

Queer સિનેમા કહો કે LGBT કોમ્યુનિટી બેઇઝડ સિનેમા – કે જેની એક સમયે વાત છેડવી પણ છંછેડાઇ જવા સમાન હતી – કે જેનું વોલ્ડેમોર્ટ’ની જેમ નામ લેવું પણ નિષેધ હતું. સમયાંતરે એક સમય એવો આવ્યો કે આ સબબ ફિલ્મો / દ્રષ્ટિકોણ વિસ્તરતા ગયા ને પટ મોકળો થતો ગયો અને હવે 2017ના સમયખંડમાં જયારે આ મુવીને જોઈએ ત્યારે થાય કે આ મુદ્દે અને આ દિશામાં કૈક નવા સ્થાને કૈક નવીન જ સોપાન આ મુવી સર કરી ગઈ છે ! 1983’ના સમર’ના નોર્ધન ઈટાલીના કોઈ છેવાડાના નયનરમ્ય સ્થળની ચોપાસ ઉગી નીકળેલી આ વાત છે. – વાત છે એલિયો’ની ( જાણેકે નવો લિયોનાર્દો એવો Timothée Chalamet ) કે જે પોતાના અમેરિકન-ઇટાલિયન પેરેન્ટ્સ સાથે સમર વેકેશનમાં ઈટાલીના આ સ્થળે પોતાના જુનવાણી વિલા’માં આવ્યો હતો અને વાત છે ઓલિવર’ની ( કોન્ફિડન્ટ & કરિઝમેટિક એવો Armie Hammer ) કે જે એલિયો’ના પિતા કે જે ગ્રેકો-રોમન સ્કલ્પ્ચર’માં પ્રોફેસર હતા ,તેમની હેઠળ પોતાનું ડોક્ટરેટ પૂરું કરવા અમેરિકાથી આવ્યો હતો. પણ મુખ્ય વાત છે પહેલી નજરના અદમ્ય ખેંચાણની , પ્રથમ સ્પર્શની , એ ઝંખનાની , પહેલા પ્રેમની , ખુદના સ્વીકાર’થી લઈને પ્રિય પાત્રના સ્વીકાર’ની , પ્રેમથી લઈને પીડા સુધી વિસ્તરવાની , એકબીજામાં ઓગળી જવા’ની અને અંતે એકબીજાની આંખોમાં અન્યોન્ય’ને નિહાળીને બીજાના નામથી સ્વંયને પુકારવાની . . .

ગયા વર્ષે જ આવેલી સેન્સ્યુઅલ એવી A Bigger Splash‘ના ડિરેક્ટર એવા Luca Guadagnino‘ની ડિઝાયર ટ્રાયોલોજી‘નો આ મુવી ત્રીજો મણકો છે. [ પહેલી તે 2009’ની I Am Love ~ કેજે એઝ યુઝ્વલ વિશલીસ્ટ’માં છે અને બીજી તે છલના’થી છલોછલ એવી A Bigger Splash ] અહિંયા 90’ના દાયકાની શરૂઆતમાં ઇટાલીનો ઉનાળો અને એલિયો-ઓલિવરનો ગરમાળો જે ખીલ્યા છે કે ઘડીક તમે ભૂલી જાવ કે આ આકર્ષણ કૈક નોખું છે ! પહેલા તો એ વાત જ ભૂલી જાવ કે આ કોઈ સજાતીય આકર્ષણની વાત છે – એ મુદ્દાને તો આ મુવી લગીરેય ગણકારતી જ નથી અને જો તમે એ મુદ્દાને લઈને અસહજતા અનુભવતા હોવ તો તમારે માટે આ મુવી નથી ~ બસ સીધી ને સટ્ટ વાત ! માટે જો હજીયે કૈક નોખું જ અનુભવવું હોય તો જ આ મુવિ જોજો અને આગળ વાંચજો. એલિયો કે જે પોતાની ઉંમર કરતા ક્યાંય મેચ્યોર છે , નોલેજેબલ છે , સેન્સિબલ છે – ત્રણ ચાર ભાષાઓ સડસડાટ બોલી લે છે , બાક’ની સિમ્ફની તેને સાધ્ય છે , તેની આંખો સતત કૈક વાંચતી રહે છે અથવા તો કુદરતને ખોળે ખીલતી રહે છે અને આ પડાવે જ ઓલિવર’ના આગમનથી એને કૈક ખલેલ અનુભવાય છે ~ પહેલા તો અપાકર્ષણ ને ઈર્ષ્યા અને ત્યારબાદ અદમ્ય આકર્ષણ ને નીતરતો પ્રેમ આ બંનેને ભીંજવે છે.

શિયાળાની ફુલગુલાબી ઠંડીમાં તડકે પડ્યા રહેવા જેવી એક અલગારી સુસ્તી સમગ્ર કથાનકમાંથી છલકે છે , ને છતાંયે કૈક અદમ્ય ખેંચાણ અનુભવાય છે – મુવીના મહત્તમ ભાગોમાં કઈ એટલે કઈ નથી થતું બસ સતત મૂડ જ બંધાયે રાખે છે , વાદળો જ ગોરંભાય છે પણ આખરી એક્ટ’માં એલિયો અને ઓલિવર અનરાધાર વરસે છે અને પીડા’ના સ્વીકારનો ઉઘાડ થાય છે. સ્વંય પોતાનામાં જ રાચતું આ મુવી એટલું તો સ્વીટ , સલ્ટ્રી , સિડક્ટિવ ને સેન્સ્યુઅલ બન્યું છે કે જો વિજાતીય આકર્ષણની આસપાસ ગૂંથાયું હોત તો અત્યારે કલ્ટ ક્લાસિક રોમેન્ટિક મુવીનો દબદબો ભોગવતું હોત ! એલિયો’નું કેરેક્ટર એટલે તરૂણાઈ’ને ઉંબરે ઉગતી અનુભૂતિ , ઉન્માદ, વિષાદ ને અસમંજસતાનો સરવાળો અને ઓલિવર એટલે બોર્ન ચાર્મિંગ ને અલ્ટ્રા કોન્ફિડન્ટ એવો પુરુષ પ્રતિનિધિ ! અહિંયા લસ્ટ’થી છલોછલ એવી કોઈ ઈરોટિકા’ની વાત નથી ઉલટું 2007’ની André Aciman‘ની આ જ નામની નોવેલ કે જેના પરથી મુવી એડ્પ્ટ થયું છે તેના કરતા તો ક્યાંય વામન સ્વરૂપે લસ્ટ અહીં ઝીલાયું છે. પણ મૂળ વાત તો છે પ્રથમ આકર્ષણની કે જે પ્રથમ પ્રેમ’માં નિરૂપાયું કે જેણે પીડાનો સ્વીકાર ને પ્રેમનો ઓચ્છવ કરતા શીખવાડ્યું.

સમગ્ર મુવીમાં એલિયો અને ઓલિવરની લગોલગ જો કોઈ ઔર કેરેક્ટર ઉપસ્યું હોય તો એ છે નોર્ધન ઇટાલીનું એ પરગણું કે જે પ્રેમની એ પળોનું સાક્ષી બન્યું છે ~ હવાની લહેરખીઓ સાથે કલબલાટ કરતા પર્ણોની વચ્ચેથી ડોકાતા સૂર્યકિરણોમાં આરામોરા શેકાઈને જયારે તળાવના ઠંડા પાણીમાં બે શરીરો ખાબકે છે ત્યારે ઈન્દ્રિયોનું કૈક અલગ જ જાગરણ થાય છે , લાહા પાણા જડેલી એ શેરીઓમાં જયારે યૌવન સાઇકલ પર સડસડાટ વહે છે ત્યારે હવાને બથ ભરવા બંને હાથ ખુલી જાય છે ને ફળોથી લથબથ એ વૃક્ષોને જોઈએ તો થાય કે રસના’નું રસાયણ હમણાં તાણી જશે ! યસ , Sayombhu Mukdeeprom‘ની ઓવારણાં લઈ લેવાનું મન થાય એવી સિનેમેટોગ્રાફી જુઓ તો આ વર્ષે તેર તેર નોમિનેશન્સ બાદ જીતેલા રોજર ડિકિન્સ પાસેથી યે ઓસ્કાર’ની ટ્રોફી ઝુંટવી લેવાનું મન થઇ આવે !

અને ભેગોભેગ પૉપ સોંગથી ( John Adams ) લઈને ઓરીજીનલ કંપોઝીશનથી ( Sufjan Stevens ) ભર્યોભાદર્યો બેકગ્રાઉન્ડ સ્કોર સાંભળો તો એ તાર સાથે અનુસંધાન સંધાઈ જાય. ખાસ તો એન્ડ ક્રેડિટ’નુંવિઝન ઓફ ગીડીયનસોંગ વત્તા અગ્નિમાં તપતા એલિયોની ભીની આંખો જુઓ તો ખ્યાલ આવે કે ઉર્ધ્વગમન કોને કહેવાય ! અને આ સીન પહેલાના જ બાપ-દીકરાના સંવાદમાં જે પરિપક્વતા ઝલકે છે તેના પર તો વારી જવાનું જ મન થઇ આવે. ત્રીજા એકટને બાદ કરતા સાવ સામાન્ય સંવાદો , અચાનક જ કપાઈ જતા પ્રસંગો ને કેટલાયે નિરર્થક દ્રશ્યો અને ખાસ તો પીચ’વાળું એક જબ્બર દ્રશ્યમુવીમાં ઘણી અસહજતા અને વિક્ષેપ સર્જે છે , લય તોડે છે છતાંયે મુવી પૂરું થયે એ બેય પાત્રો , એ કુદરત , એ ભાવ-સંજોગ ને એ સુરાવલીઓ તાદ્રશ થઇ થઈ ઉઠે છે અને ત્યાં જ આ મુવી એલિયો અને ઓલિવર’ના રૂમની વચ્ચે આવેલ દરવાજા’ની જેમ જોડે ય છે અને જુદા પણ પાડે છે. અને હાં , આ ફિલ્મ માટે ઓસ્કાર જીતેલા સ્ક્રીનપ્લે લખનાર એવા James Ivory’ની ~ એઝ અ ડિરેક્ટર , Maurice (1987) પણ વિશલિસ્ટ’માં છે કે જે કૈક આવા જ વિષય પર આધારિત છે!

Dir. Luca Guadagnino


~ 6 ~ ( Tied )

Lady Bird ~ Official Trailer

We’re afraid that we will never escape our past. We’re afraid of what the future will bring. We’re afraid we won’t be loved, we won’t be liked. And we won’t succeed. . . અને મુવીમાં એક પાદરીના બોલાયેલા આ શબ્દો જ જાણે લેડી બર્ડ’ની પર્સનાલિટીમાં ક્યાંકને ક્યાંક પડઘાય છે! એક પરફેક્ટ કમિંગ ઓફ એજ ડ્રામા કે જે કોમિક અને ઓકવર્ડ મોમેન્ટ્સથી ફાટફાટ થાય છે ! ટીનેજ’નો એક એવો ગાળો કે જ્યા સતત લાગ્યા કરે કે હું સ્પેશિયલ છું અને મને કોઈ સમજતું નથી. અને આવી જ ખાસ હતી ક્રિસ્ટિન ( મસ્ત માંહ્યલી એવી ‘બ્રુકલીન’ ફેઈમ Saoirse Ronan ) કે જેણે પોતાના પેરેન્ટ્સે આપેલ નામ ન ગમતું હોઈ પોતે જ પોતાને એક નામ આપેલું ” લેડી બર્ડ ” અને એ નામેથી જ પોતાને બોલાવવાનો દુરાગ્રહ એટલે મુવીનો શરૂઆતનો એ સીન કે જ્યાં મા-દીકરી કાર’માં જતા હોય છે અને ધડામ . . . – જાણેકે રાતોરાત પરિસ્થિતિ’ઓથી ભાગી છૂટવું ! લેડી બર્ડ’ને આ શહેર તો શું પોતાનું ઘર , એડોપ્ટેડ ભાઈ અને તેની પોતાના જ ઘરે રહેતી ગર્લફ્રેન્ડ , કેથોલિક સ્કૂલ અને એકંદરે પોતાની ઓવર’સ્ટ્રીક્ટ મમ્મી પણ ન્હોતી ગમતી ! એને આ બધુંય છોડીને ઇસ્ટ-કોસ્ટ સાઈડના કોઈ મોટા શહેરમાં ચાલ્યા જવું હતું કે જ્યાં એને ઉડવાનું ખુલ્લું આસમાન મળે અને કોઈને ખુલાસા પણ આપવા ન પડે!

આ વાત જેટલી 17’ના ઉંબરે ઉભેલી ,ને પાંખો ફફડાવવા થનગનતી લેડી બર્ડ’ની છે તેટલી જ તેની માં મેરિઅન’ની ( આ મુવી માટે જ ઓસ્કાર નોમિનેટેડ એવી ઠરેલ એક્ટ્રેસ Laurie Metcalf ) પણ છે કે જે પોતે એક અબ્યુસીવ અને આલ્કોહોલિક મા’ની દીકરી હતી કે જેણે સ્વપ્નોથી વધુ સંઘર્ષ જોયા હતા અને હજુ પણ જોઈ જ રહી છે – પતિ’ની નોકરી છૂટી જવી અને ડિપ્રેશન , એડોપ્ટેડ છોકરો અને તેની ગર્લફ્રેન્ડ’ને સાચવવા , ઘરના બધાય કામ કરવા સાથે ડબલ શિફ્ટ’માં નોકરી કરવી ! એ લેડી બર્ડ’ને સતત ટોકટોક કરે છે કેમકે જે મુશ્કેલીઓ તેણે જોઈ હતી તે પોતાની દીકરી ન વેઠે અને જીવનમાં કૈક કરી બતાવે એ જ એનું એકમાત્ર ધ્યેય હતું. જોકે લેડી બર્ડ પણ પોતાની મા’ની એકદમ નજીક છે અને મેરિઅન પણ તે સંતુલન જાળવી રાખે છે પણ મહદંશે બંને માને છે કે કોઈ કોઈને સમજતું નથી ~ એક મસ્ત દ્રશ્યમાં : મેરિઅન કહે છે – આઈ લવ યુ અને મને તારી ચિંતા છે. ત્યારે દીકરી કહે છે એ તો ઠીક પણ તને હું ગમું છું ? આ જ સંવાદ આગળ વધે છે ત્યારે મા એમ કહે છે કે હું તારું શ્રેષ્ઠતમ જોવા માંગુ છું ત્યારે લેડી બર્ડ કહે છે કે શું થાય કે ,આ જ મારુ શ્રેષ્ઠતમ હોય ? – બસ આવા જ સંઘર્ષોથી મા-દીકરીના સંબંધોનો પિંડ ઘડાયો હતો કે જેને કયો આકાર મળશે , તે બંને જાણતા ન હતા ! પણ આ બધા વચ્ચે દરવાજે નોક કરીને આવતા પપ્પા પોતાને જાણતા/સમજતા હતા તેની ક્રિસ્ટિન . . ઉપ્સ ! લેડી બર્ડ’ને ખુશી હતી પણ એક સમય એવો પણ આવે છે કે જયારે લેડી બર્ડને જાણ થાય છે કે પપ્પા તો લાંબા સમયથી ડિપ્રેશનની ગોળીઓ લેતા હતા અને તેને એની ખબર સુધ્ધાં ન્હોતી! પપ્પા ડિપ્રેસ્ડ હતા તો પોતે ડેસ્પરેટ હતી ~ ફર્સ્ટ ક્રસ્ટ કમ લવ શોધવા ને રોમેન્ટિક લા લા લા કરવા ! અને એ દરમ્યાન જ તે બે સંબંધોમાં પછડાટ પણ ખાય છે ને લટકામાં પોતાની બેસ્ટ ફ્રેન્ડ સાથે પણ બગાડી બેસે છે ! તો છે ને , આ એક પોતે રોંગ સાઈડ ઓફ ટ્રેકસ પર રહેતી , ફેન્ટસીમાં ઊડતી ને રિયાલિટી’ના ઝાડી-ઝાંખરા’માં ભેરવાઈ પડતી પરફેક્ટ ટીનેજ ટેલ ?

Greta Gerwig ઉર્ફે અમારા માટે ધ ગ્રેટ ગ્રેટા ! Lola Versus , Frances Ha [ પર્સનલ ફેવરિટ ] , Mistress America , Maggie’s Plan , Jackie , 20th Century Women જેવી મારી પસંદીદા ફિલ્મોની લેડી અમોલ પાલેકર અને એક બ્રિલિયન્ટ રાઇટર. અને તેની આ ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મથી કદાચ ભવિષ્યની વુડી એલન પણ કહેવાય તો નવાઈ નહીં , એ હદે અહીં તેણે પોતાનો ચાર્મ વિખેર્યો છે. એક રીતે આ મુવી તેની મેમોઇર કમ સેમી-ઓટોબાયોગ્રાફિકલ ટેલ જ છે કેમકે તે પણ 2000’ના દશકાની શરૂઆતમાં લેડી બર્ડ’ની જેમ જ કેલિફોર્નિયા’ના સેક્રેમેન્ટો શહેરમાં એક મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મી હતી ને કેથોલિક સ્કૂલમાં ભણી હતી ને તેને પણ એ શહેર ન્હોતું ગમતું અને ત્યાંથી ભાગી છૂટવું હતું ! [ આખી ફિલ્મ પણ તેણે જ લખી છે અને સતત 10 વર્ષથી મઠારતી પણ આવી છે ! ] ટીનેજ’ની આવી જ કમિંગ ઓફ એજ સ્ટોરી પહેલા પણ ઘણીવાર કહેવાઈ ચુકાઈ છે અને અહિંયા પણ એ જ રિપીટ એલીમેન્ટ્સ છે ,છતાં પણ Saoirse Ronan અને Greta Gerwigની આ જોડી અને સહજ છતાં સટલ એવી કથાવસ્તુએ એક ફરીફરીને મમળાવવા જેવી કૃતિનું સર્જન કરી બતાવ્યું છે. અને કેટલીયે ઓકવર્ડ પણ ઈમોશનલ મોમેન્ટ્સ’થી ભરેલ આ મુવી ” રોટન ટૉમેટોઝપર ટોય સ્ટોરી-2’ને પછાડીને અત્યાર સુધીનું બેસ્ટ રિવ્યૂ’ડ મુવી બની ગયું છે! યસ ,મુવીમાં એ વિધવિધ પ્રકારના પાત્રો અને મુડસ વત્તા શેડ્સ પણ છે અને સટલ સંવાદો અને સટ્ટાક દઈને અડી જતા ચબરાકિયાં પણ છે : જેમકે ; લેડી બર્ડને એક ઓફિશિયલ દ્વારા એમ કહેવામાં આવે છે કે તેમનું કામ તેણીને વાસ્તવિકતાનું ભાન કરાવવાનું છે ત્યારે પેલી જવાબ આપે છે કે બધાય ઈ જ કરી રહ્યા છે 😀 એકવાર કૈક બઘડાટી બોલી જાય છે ત્યારે લેડી બર્ડ પપ્પાને કહે છે કે શું તમારા ને મમ્મીના ડિવોર્સ થઇ જશે ? ત્યારે પપ્પા હસતા હસતા કહે છે કે પોહાય એમ નથ !

કેટલાક મસ્ત દ્રશ્યોમાં : 1) મા-દીકરી’નો પેલો કાર’વાળો આત્યંતિક સીન 2) મેથ્સ’ની ગ્રેડબુક’નું ગાયબ થઇ જવું ! 3) ડાન્સ કરતા સ્ટુડન્ટ્સ’ને હોલી સ્પિરિટ’ના નામે છ ઇંચ’ની દુરી રાખવાનું કહેતા સિસ્ટર! 😀 4) ડિપ્રેસ્ડ એવા ફાધર કમ પ્લે કોચ’નું સૌથી પહેલા કોણ રડી બતાવે વાળું દ્રશ્ય 5) દીવાલની કિનારીએ ક્રશ’નું નામ લખતી/ભૂંસતી લેડી બર્ડ 6) નવા પ્લે [ નાટક ] કોચ તરીકે ફૂટબોલ [ પ્લે ] કોચ અને તેમનું બોર્ડ ચિતરવું ! 7) સેલફોન’ને ટ્રેકિંગ ડિવાઇસ ગણાવતો મિસ્ટિકલી સેડ એવો બોયફ્રેન્ડ વત્તા સમજુ એવો ફર્સ્ટ બોયફ્રેન્ડ અને બેસ્ટ ફ્રેન્ડ એવી જુલી સાથેના દરેક દ્રશ્યો 8) ફેવરિટ સન્ડે એક્ટિવિટી તરીકે નવા નવા ઘર જોવા જતી મા-દીકરી 9) અને અબોર્શન શું કામ ન કરાવવું જોઈએ તેના ગેસ્ટ લેક્ચરમાં લેડી બર્ડ’નો ધડાકો ! 10) એક જ નોકરી માટે જતા બાપ-દીકરો 11) અને દીકરીને કાગળ લખીને ફેંકી દેતી મા અને છેલ્લે ચુપકેથી દીકરીને તે પત્રો પહોંચાડતો બાપ . . .

આ સઘળું ય કથાનક એટલે લેડી બર્ડ’નો એક હૂંફાળો માળો કે જેને છોડીને તે ઉડી જવાની હતી , ફરીફરીને એટલું જ સમજવા કે ફ્રીડમ’ની સાથે ફિઅર અને ફોલ પણ આવે છે , ઘરઝુરાપો પણ આવે છે અને મા’ની જેમ તે પણ જાણેઅજાણે તેની જ જગ્યાએ કાર હંકારીને હવે યાદ આવતા અણમાનીતા પણ પોતીકા શહેર સેક્રેમેન્ટો’ની સ્મૃતિઓ વાગોળે છે અને કાંડે બાંધેલી સ્ટ્રીપ’માં ક્રિસ્ટિન નામ વાંચીને પોતાનું અસ્તિત્વ જાણે છે. ~ મસ્ત & મસ્ટ વોચ.

Dir. Greta Gerwig (R)


~ 5 ~

Kedi  [ Turkey ] ~ Documentary ~ Official Trailer

લંકાની લાડી ને . . ટર્કી’ની બિલાડી ! 🙂 યસ આ ઓસમ ડોક્યુમેન્ટરી છે બિલાડીઓ વિશે , સ્પેસિફિકલી કહું તો ટર્કી ઉર્ફે એક સમયના કોન્સ્ટેન્ટિનોપલ’ના ઈસ્તાંબુલ શહેરની બિલાડીઓ વિશે. જેમ આપણે ભારતના કોઈ દર બીજા શહેરમાં ગાય/કુતરાઓને શેરી/રસ્તાઓ પર ટહેલતા જોઈએ છીએ ને તેવી જ રીતે ઈસ્તાંબુલની શેરી/રસ્તાઓ બિલાડીઓથી અંકિત અને ઈંગિત થયેલી છે , વધારામાં અહીં ચાલતા ચાલતા ક્યાંક ઉપર નજર નાખો તો બાલ્કની , રૂફટોપ અને ઝાડની ડાળીએ પણ તમને મ્યાઉં’રૂપી વેલકમ દેખાશે! યસ આ વાત તો છે બિલાડીઓની પણ વધુ તો બિલાડીઓને બેઇંતેહા વ્હાલ ને અઢળક કાળજી રાખતા ટર્કી’વાસીઓની ! કે જેમાં આપણી વિદેશ સ્થાયી થયેલી અને બાદમાં પોતાના વતનને મીસ કરતી અને વધુમાં તો બિલાડીઓથી હર્યાભર્યા પાડોશને મીસ કરતી ડેબ્યુટન્ટ ડિરેક્ટર Ceyda Torun પણ આવી જાય !

ઈસ્તાંબુલ એટલે સેંકડો હજારો બિલાડીઓની વૈશ્વિક રાજધાની ! અહિંયા ને ત્યાં , જ્યાં જુઓ ત્યાં તમને તાકતી માંજરી આંખોવાળી મુંછાળી માસી દેખાશે જ. બિલાડી એટલે સ્તબ્ધ ને નિશાંત આંખો , બિલ્લીપગે થતું અવતરણ , પોઝિટિવ વાઇબ’નો કોમળ સ્પર્શ , આરામપ્રિય , કલાસિક જેસ્ચર અને પોશ્ચરથી શોભતી , કેરેક્ટરથી લબાલબ , વન્ડરીંગ & વાન્ડરિંગ સોલ , સતત નિશાન તાકીને કૂદતી રહેતી , ઘર બહાર આવી ઉભી હોય તો અતિથિ અને અંદર આવે તો ઘરનું સદસ્ય બની જતી , ચીનાઓની જેમ ઝીણી આંખો કરીને નાક પર ઉભી જીભ ફેરવતી , દરિયાઈ લહેરો પર હવાની લહેરખીની જેમ સતત સ્પર્શતી ઉર્જા એટલે બિલાડી ! . . .

ના રે ના ,આ હું નથી કહેતો , આ તો ટર્કી’ના રહેવાસીઓની ઝુબાની છે. અહિંયા વાત ભલે બિલાડીઓની થતી હોય પણ અસલી વાત લોકોના બિલાડીઓ પ્રત્યેના દ્રષ્ટિકોણ અને વાટકી-વહેવાર’ની છે ! અહિંયા લોકો માટે પાડોશ એટલે બીજા લોકો નહીં પણ બિલાડીઓ ! દરેકની વાત બિલાડીઓની કોઈની કોઈ વાત સાથે વણાઈને વાર્તા બને છેકોક માટે એ આગંતુક છે તો કોક માટે ગુડ લક , તો કોઈ માટે મિત્ર તો કોઈ માટે રાહગીર ! કોઈ નિસ્વાર્થ ભાવે બિલાડી સાથે નાતો જાળવે છે તો કોઈક બિલાડીઓની દુનિયા સાથે જોડાતા નિસ્વાર્થ પ્રેમ પામ્યા છે , તેમની એકલતા દૂર થઇ છે , વિષાદ દૂર થયો છે. એક મસ્ત ઓબ્ઝર્વેશન જુઓ : A Cat meowing at your feet, looking up at you is life smiling at you .

આ ડોક્યુમેન્ટરી’માં ડિરેક્ટર Ceyda Torun‘એ અલગ અલગ સાત બિલાડીઓની વાત કમ વટ કમ વ્હેણ ઝીલી લીધા છે. કોઈક અલગારી ને લાડકું છે , તો કોઈ પોતાના વિસ્તાર અને પતિ પર એકહથ્થુ શાસન ભોગવે છે , તો કોઈ રેસ્ટોરાંની બહાર એક તહઝીબ સાથે ઉભી રાહ જુવે છે , તો કોઈ બાલ્કની’માં વણનોતરી આવી ચડે છે , તો કોઈ આખો દિવસ સૂતું રહીને રાતે ઉંદરો અને માછલીઓ પકડી ખાય છે , તો કોઈ વ્યવસ્થિત દરકાર ને માન ઝંખી ફેમિનિઝમ’ના સિમ્બોલ સમું ઉભરી આવે છે ,તો કોઈ માટે માર્કેટ જ એનું ઘર છે અને દરેક સ્ટોલ્સ અલગ અલગ રૂમ્સ ! . . . સમગ્ર ડોક્યુમેન્ટરી એટલી તો રસાળ ને પ્રવાહી બની છે કે ક્યારે બિલાડીઓના સંદર્ભે આપણી , સમાજની ને સંસ્કૃતિની વાત વણાઈને કહેવાય જાય કે ખ્યાલ જ ના રહે ! મરૂન રુફટોપ્સ , ટર્કોઈશ ગ્રીન શેડ્સ’વાળા દરિયા સંગે ઉડતા સી-ગલ અને રસ્તાથી એક બે ફૂટની ઊંચાઈએ વિહરતી બિલાડીઓનું આ જગત જુઓ તો ખ્યાલ આવે કે વિઝન અને સિનેમેટોગ્રાફી’નો કેવો સુભગ સમન્વય થયો છે! [ કેનન 5D કેમેરા + ખાસ વિકસિત કેમેરા + રિમોટ કન્ટ્રોલ્ડ ગાડીઓ + ડ્રોન + CCTV ફૂટેજ + નાઈટ વિઝન કેમેરા થકી આ આખું ભાવજગત ફિલ્માવાયું છે , એ મારી ને તમારી જાણ સારું , ઓ વારુ ! ]

Dir. Ceyda Torun


~ 4 ~

Dunkirk ~ Official Trailer

બીજા વિશ્વયુદ્ધના સમયે કે જયારે હિટલરનું પલડું ભારી હતું ત્યારે જર્મનોએ ફ્રાંસના ડંકર્ક’ના કિનારે મિત્રસેના’ના આશરે ચાર લાખ જેટલા સૈનિકોને ત્રણ બાજુએથી ઘેરી લીધા હતા અને દરિયાકિનારે સતત હવાઈ અને દરિયાઈ આક્રમણોથી ઘડીક તો એવો માહૌલ ઉભો થયો હતો કે બ્રિટન અને સાથી પક્ષોને ગજબની ખુવારી વેઠવી પડે , ત્યારે ઓપરેશન ડાયનેમો હેઠળ સ્થાનિકોને અરજ કરાઈ કે તેઓ શક્ય તેટલા સૈનિકોને તેમની બોટમાં બચાવે અને આખરે સવા ત્રણ લાખથી પણ વધુ સૈનિકો આવી બોટ્સ અને બાદમાં બ્રિટિશ નેવીની મદદ વડે ઘર પહોંચે છે ! [ 800 Boats & 39 Destroyers ] એક ઐતિહાસિક પીછેહઠ પણ એક અભૂતપૂર્વ બચાવ મિશન , કે જેણે બ્રિટનનો જુસ્સો ઔર વધાર્યો . . 

પહેલા તો આ કોઈ બ્લડશેડેડ R-Rated વોર મુવી નથી કે નથી કોઈ ગ્રાન્ડ વિક્ટરીની ઓવર ધ ટોપ જઈને કહેવાયેલી વાત ! પણ આ વાત છે પીછેહઠની અને એમ કરીને ફરી આગળ ધપવાની વાર્તાની. અહિંયા કોઈ પાત્રો લાઉડ થઈને યુદ્ધની ભયાનકતા નથી વર્ણવતા કે નથી કોઈ કેરેક્ટરની બેકસ્ટોરી કે ફ્લેશબેક’માં તેમના ઘર’પરિવાર કે તેમના પ્રણયના વિરહની વાતો આવતી ! નથી અહિંયા કોઈ ગ્રેટ વોર સ્ટ્રેટેજીની વાતો આવતી કે ન કોઈ ગ્રાન્ડ સ્પીચ , ઉલટાનું અહિંયા મુખ્ય કહેવાય એવું કોઈ હ્યુમન કેરેક્ટર જ નથી કે જેની સાથે અતથી ઇતિ સુધી સમગ્ર ઘટનાપ્રવાહ આપણને તાણતો રહે. કેમકે અહિંયા હરઘડી માથે લપકતુ મૌત ઉર્ફે યુદ્ધ જ મુખ્ય પાત્ર છે – આંખો સતત ઘર દમણી મંડાયેલી રહે છે અને કાન ગોળીઓના સનન’ની દિશામાં , આગળ સમુદ્ર ઘૂઘવે છે અને એનીયે આગળ આશા . .

કેટલાય પાત્રો યુદ્ધમાંથી ભાગતા દેખાય છે તો કેટલાયે પ્રવેશતા. કોઈ પોતાની સુધબુધ ગુમાવી ચૂક્યું છે તો કોઈ પોતાના ઘાવ ઢાંકીને ફરી મેદાનમાં ઉતરી રહ્યું છે ! કોઈ પોતાની માનવતા નેવે મૂકી રહ્યું છે તો કોઈ અજાણ્યા માટે મન મક્કમ કરીને તેને માફ કરી રહ્યું છે. કેરેક્ટરલેસ નેરેટિવ છે , તોયે કેરેક્ટર્સની ક્લાસિક રેન્જ અહિંયા પથરાયેલી છે : યુદ્ધમાં પોતાનો મોટો પુત્ર ગુમાવી ચુકેલા અલ્ટીમેટ ઠરેલ એવા સિવિલિયન મિ.ડોસન [ સુપ્પક BFG એવા Mark Rylance ] , તેમનો જ નાનો દીકરો પીટર અને તેનું જૂઠ , 90% દ્રશ્યોમાં આંખોથી બોલતો ફાઈટર પાઇલટ ફેરિયર [ છેલ્લી ઘડીએ મૂંહ’દીખાઈ કરતો અદભુત Tom Hardy ] , પહેલી ફ્રેમથી લઈને સતત ભાગતો સૈનિક ટોમી [ નવોદિત એવો Fionn Whitehead : ખોટું નથી કરવા માંગતો પણ જો કરવું પડે તો એ ગિલ્ટ સાથે પણ જીવી લે તેવો! ] , મિ.ડોસન’ની બોટમાં જ રેસ્ક્યુ થયેલો ને સાનભાન ગુમાવી ચુકેલો સૈનિક [ Cillian Murphy ~ દાઝ અને કરુણા આવે એવું પાત્રાલેખન ] , સ્થિર ને સ્થિતિપ્રજ્ઞ એવા નેવી કમાન્ડર બોલ્ટન [ Kenneth Branagh ~ હેઈલ પાયરો ]

શરૂઆતની સતત એક કલાક સુધી સ્ટોરીલાઇન બિલ્ટ-અપ થતી રહે છે , જાણે કે કશું થતું જ નથી છતાં પણ પ્રવાહ સતત પડખા ફેરવતો જ રહે છેજયારે બીજો હાફ પોતાનો પથારો પાથરે ત્યારે , ક્યારે આપણે એક ધીમી આંચે ઉકળતા થ્રિલરમાં પ્રવેશી ગયા તેની જાણ સુધ્ધાં નથી રહેતી અને છતાંયે સમગ્ર કથાનકમાં સંવેદનની સરવાણીથી સતત ભીના થયેલાનું ભાન થાય છે ! ચહેરા/આંખો ને વર્તણૂકથી બોલતા પાત્રો અકળ મૌનમાં રહે છે ! ઘર આટલું આઘું ક્યારેય ન્હોતું લાગ્યું [ ઘરનો છેડો દેખાય ત્યાંથી જ ઘર શરૂ થતું હોય છે અને આખરે ઘર સામેથી જ તેડવા આવે છે ત્યારે આંખોમાં થતો આશા’નો સૂર્યોદય કૈક અજબ જ આભ પાથરે છે ! ] ઘણુંબધું થઇ ચૂક્યું હોય છે : સતત મૌતને હાથતાળી દેતા રહેવું ને સતત આગળ વધીને પણ પાછા પડતા રહેવું. જાણેકે દરિયાના મોજા તમને તાણી જ એટલે જાય છે કે ફરી ફરીને તમને કિનારા પર પટકી શકે ! ઘર તો ઠીક ઘરની વિભાવના પણ સમયની સાથે ઓઝલ થતી જણાય છે !

અને એ સઘળી ઘટનાને નોલાન બાબુએ નોન-લિનિયર સ્ટાઇલમાં હવા , પાણી ને જમીન પર મસ્ત રીતે ચીતરી બતાવી છે , ને સરવાળે ચાતરી બતાવી છે. – જમીન પર અઠવાડિયાના હિસાબે , પાણી પર દિવસના હિસાબે અને હવામાં કલાકોના હિસાબે આ સ્ટોરીટેલિંગ આખરે એકમેકમાં એવી તો ઓગળે છે કે તમને અચાનક બેકગ્રાઉન્ડમાં ચાલતો અનહદ અને અદભુત સ્કોર યાદ આવે [ ક્લાસીકાનો Hans Zimmer : એનિમી પ્લેનને ચેઝ કરતા ફેરિયર’ની ‘ઈમ્પલ્સ’ થીમ , હવાઈ દ્રશ્યોની સૌથી લાંબી એવી ‘સુપરમરીન’ થીમ કે પછી હોમ થીમ અને આખરે આવતી એન્ડિંગ થીમ સતત એકસૂત્રે અધ્ધર જીવે જોડી રાખે છે! ] આઇમેક્સ’માં શૂટ થયેલા વાઈડ અને લોન્ગ શોટ્સ જુઓ તો ખ્યાલ આવે કે અનંત આકાશ અને અફાટ સાગર’ની વચ્ચે મર્યાદિત જમીનના ટુકડામાં ઝઝૂમવું શું કહેવાય ! [ Hoyte Van HoytemaInterstellar અને Her’ના સિનેમેટોગ્રાફર ]

બીજા વિશ્વયુદ્ધ સમયના યુદ્ધ જહાજો અને હજારો એક્સ્ટ્રા કલાકારો વડે પ્રેક્ટિકલ ઇફેક્ટ્સમાં મિનિમમ CGI’માં શૂટ થયેલ આ સાગા – અંગત સંઘર્ષ અને દેશભક્તિ , ત્યાગ અને આશા , યુદ્ધ અને માનવતા , માનવીય મર્યાદા અને ઉદારતાની એવી દાસ્તાન માંડે છે કે ફિલ્મ પુરી થયે એ દ્રશ્યોની હારમાળા અને એ અસામાન્ય પાત્રો નજર સામેથી રીલની જેમ સરકવા માંડશે. ઘણાય એટલે ઘણાય દ્રશ્યો આલાતરીન બન્યા છે અને સ્મૃતિઓમાં કંડારાઈ ચુક્યા છે પણ હવે વધુ નહીં કહું ! પ્રેમ સે બોલો જય નોલાન .

Dir. Christopher Nolan


~ 3 ~

Three Billboards Outside Ebbing, Missouri ~ Official Trailer

પહેલી વાત તો એ કે ,ટાઇટલ જ કેવડું મોટું છે રે બાબા! અને એટલું જ ગ્રાન્ડ છે દરેક કેરેક્ટર્સનું પરફોર્મન્સ – જી હા , આ એ મુવિઝમાંની એક છે કે જ્યા પાત્રો જે સ્ટોરીમાં જન્મ્યા હોય તેને પણ વળોટી જાય , લાર્જર ધેન લાઈફ બની જાય ! વાત છે મિલ્ડ્રેડ’ની [ ફેન્ટાસ્ટિકલી ફ્યુરિઅસ એવી Frances McDormand કે જેને જોઈને સતત એવું લાગેલું કે આને ક્યાંક જોઈ છે અને પછી યાદ આવ્યું Moonrise Kingdom અને પછી વાંહોવાહ્ય ( અલ્ટીમેટ સૌરાષ્ટ્રીયન શબ્દ ! ) યાદ આવ્યો એ ચહેરો કે જે વિશલિસ્ટેડ એવી Fargo’ના પોસ્ટર પર કેટલાય વર્ષોથી જોવાતો આવ્યો છે!  ] કે જેની દીકરીની હત્યા સાત મહિના પહેલા થઇ હતી અને આજ સુધી ખૂની’નું પગેરું સુધ્ધા ન્હોતું મળ્યું ! અને એ જ ઉશ્કેરાટમાં એક છેલ્લો ઘા કરવા મિલ્ડ્રેડ પોતાના ઘરની થોડે દૂર સામેથી નીકળતા જ માર્ગ પરના ત્રણ બિલબોર્ડ્સ ભાડે લઈને તેના પર લખાવે છે કે ” ચીફ વિલોબી , દીકરી મર્યે આટલો સમય થયો – હજુ સુધી કોઈ ધરપકડ કેમ નહીં ? ” અને પછી જેમ ધાર્યું હતું એમ જ એ નાનકડા ટાઉન’માં ગરમાગરમી વ્યાપી જાય છે અને તીર ધાર્યા નિશાને જઈ પડે છે ,સીધુ પોલીસ સ્ટેશન’માં . . અને ફરી એ કેસ ટોક ઓફ ધ ટાઉન બની જાય છે , એ 3 બિલબોર્ડ્સ અને મિલ્ડ્રેડ ટોક ઓફ ધ સ્ટેટ બની જાય છે. તો શું ચીફ વિલોબી’એ [ મનગમતો Woody Harrelsonઅહિંયા તેનું જે કેરેક્ટર ડેવલપ થયું છે કે છેક સુધી સાથે રહે એવો સ્પર્શ પામ્યું છે ~ ટચ’વુડી ! ] આ કેસ સોલ્વ કરવા કઈ કરતા કઈ ન્હોતું કર્યું ? ના , એણે તો જીવ રેડી દીધો હતો પણ આ એ કેસીસ’માનો એક કેસ હતો કે જ્યા કઈ કરતા કઈ સગડ ન્હોતા મળ્યા પણ મિલ્ડ્રેડ’ને એનાથી કાંઈ લાગતું વળગતું ન્હોતું , એને તો બસ રિઝલ્ટ જોઈતું હતું અને તેના માટે એ કઈ પણ કરી શકે એવી ખુદ્દાર અને ખુરાંટ હતી !

ઉભા રહો , બસ ત્યાં જ ઉભા રહી જાવ ! આ કોઈ રિવેન્જ ડ્રિવન યુઝઅલ ડ્રામા કમ મેલોડ્રામા નથી કે નથી કોઈ સોશિયલ કોમેન્ટ્રી પણ મુવી જોવાયે ધીમે ધીમે ખબર પડતી જાય અને ખ્યાલ આવે એમ એક ‘ બ્લેક કોમેડી ‘ છે કે જ્યા આંસુઓ અધ્ધર જીવે અધરે આવીને હાસ્યમાં ફરી ભીંજાય છે ~ મૂવીમેકિંગ’નો વન ઓફ ધ ટફેસ્ટ પ્રકાર કે જ્યા કરુણા અને હાસ્યની એક અત્યંત પાતળી ભેદરેખા હોય છે અને એ સંતુલન જાળવવામાં જો ગફલત થઇ જાય તો લીટરલી જૂતા પડે ! મિલ્ડ્રેડ ‘ની સાઈડ જોઈએ તો થાય કે બરોબર છે , આમ જ કરવું જોઈએ નહીં તો આ નિંભર તંત્ર સળવળે એમ નથી ! વળતી જ ક્ષણે જવાબદાર અને કાર્યદક્ષ ચીફ વિલોબી’ને જોઈએ કે જેને પેન્ક્રીઆટીક કેન્સર’નું નિદાન થયેલું અને આ કેસ’ને સોલ્વ કરવામાં તેણે જીવ લગાડી દીધેલો કે જે આખા ટાઉનમાં લોકપ્રિય હતો , તેનો શું વાંક ? પણ નાઆ લાઈફ છે કે જ્યા તમે સેન્ટિમેન્ટલ થઇ શકો ,પણ ‘ લાઈફ’ એ તો લિટરલી મેન્ટલ છે કે જે તમારું મેટલ માપી લેવાની છે , ટીપી ટીપી ને . . .

અને ત્યાં જ એક નવું પાત્ર ખાબકે છે , નામ છે ડીક્ષનએક ધૂની , રેસિસ્ટ ને 40 વટ્યા બાદ પણ એકલો મમ્મી ભેગો રહેતો ને વળતી જ પળે મારપીટ’થી જ જવાબ આપવામાં ને ન્યાય કરવામાં માનતો એવો પોલીસ ઓફિસર [ વન ઓફ ધ ક્લાસિક કેરેક્ટર : મેઈન કેરેક્ટર કરતાંયે વધુ ધ્યાન ખેંચનારું ને કઈ કેટલાયે શેડ્સ ધરાવતુંઆઈ શપથ ઓરીજનલ એવો હેન્ડ્સ ફ્રી’યુક્ત ને દંડાધારી એવો Sam Rockwell ] અને ત્રણેય એકબીજામાં ભેરવાય છે અને તમને લાગે કે સ્ટોરી કોઈ ચોક્કસ દિશામાં જઈ રહી છે ને ધડામ . . . [ ના ભાઈ , બારણું બંધ નથી કર્યું ] ને કોઈ ચોંકાવનારો ટ્વીસ્ટ તમને રીતસરનો ઝકઝોળી નાખે ! અહીંનો માહૌલ સતત ઘટનાપ્રધાન છે – ગૂંચવાયેલો ,ગાંઠ પડેલો ને છતાંયે લોહી નીંગળતી હાલતમાં ઢસડાતો છતાંય ન અટકતો . બધા જ કોઈને કોઈ પ્રકારે પોતાની લિમિટ્સ ઓળંગી રહ્યા છે , કે જ્યાં રેઈનબોમાં એક રંગ ઔર છે – ‘ ગ્રે ‘ ! કે જ્યાં ન્યાય અને બદલો એક જ સિક્કાની બે બાજુઓ જેવા લાગે છે ~ સતત જોડાયેલા પણ એકબીજાથી વિરુધ્ધ ! અને એ જ એક કલાસિક ફિલ્મમેકિંગ’ની નિશાની છે ~ તમને ચકિત કરી દેવાની , તમને છક્ક કરી દેવાની ! એક પળે મલકાટ તો વળતી પળે ઘેરી ઉદાસી. અહીં નથી કોઈ જવાબ કે નથી કોઈ ઉપાય – છે તો બસ મથામણ. અરે એન્ડિંગ પણ વાઈડ ઓપન છે કે જ્યા શક્યતાઓ જ શક્યતાઓ હોય. દુર્ઘટનાઓની આસપાસ જીવતી જિંદગીઓ કાળક્રમે એટલી સામાન્ય બની જાય છે કે તેને કોઈ આવો ઓપન એન્ડ જ ફરી પાટે ચડાવી શકે !

યસ આ ફિલ્મના ડિરેક્ટર છે Martin McDonagh કે જેમને બ્લેક કોમેડી Genre’ના ઉસ્તાદ મનાય છે કે જેમની પહેલી જ લાઈવ એક્શન શોર્ટ ‘ Six Shooter ‘ 2004’માં ઓસ્કાર જીતેલી અને જેમની બબ્બે ફીલમું In Bruges અને Seven Psychopaths કે’દાડા’ની આ બિંદાસ બંદા’ના વિશલીસ્ટ’માં છે ! કે જેમણે અહીં પણ અગાઉની જેમ મારફાડ વનલાઈનર્સ અને સેન્સિબલ મોનોલોગ’ના ચમકારા બતાવ્યા છે. મૂવીનું મને બીજું એક પાસું પણ આકર્ષી ગયું અને એ હતું ક્લાસિકલ વત્તા કંટ્રી વત્તા વિષાદી ને અકળ સુરાવલીઓ રેલાવતું મ્યુઝિક. કે અનાયાસે જેમની ક્રેડિટ્સ ચેક કરતા ખ્યાલ આવ્યો કે આ જ મુવી માટે Carter Burwell‘ને ઓસ્કાર નોમિનેશન પણ મળ્યું હતું બોલો ! [ વ્હોટ અ બોય આય એમ , આય વન્ડર 🙂 ]

કેટલાક ક્લાસીકાનો દ્રશ્યોમાં : 1) મિલ્ડ્રેડ’નું એડ એજન્સી’માં જવું અને બારી પાસેના પેલા ઊંધા પડેલ બીટલ’નો સીન 2) ઘરે આવેલા ફાધરને ધમકાવી નાખતી મિલ્ડ્રેડ 3) Nigger- torturing business અને Color’-torturing business મુદ્દે બાખડતાં મિલ્ડ્રેડ અને ડીક્ષન 4) મિલ્ડ્રેડ’નું પોલીસ સ્ટેશનમાં આવીને ડીક્ષન’ને એક ખાસ નામથી બોલાવવું અને ડીક્ષન’નો હોંકારો આપવો 😉 5) મિલ્ડ્રેડ’નો હરણ સાથેનો મોનોલોગ 6) ચીફ વિલોબી’નો પરિવાર સાથેનો એક પરફેક્ટ મેમોરેબલ ડે 7) ચીફ વિલોબી’ના લેટર્સ અને તેની અસરો 8) ડીક્ષન’નું સામેની એડવર્ટાઇઝિંગ એજન્સી’માં ઘુસી જવું અને બેંગ બેંગ’રૂપી બિગ બેંગ ! 9) ડીક્ષન’નું સ્ટેશનમાં મધરાતે ઘુસવું અને મિલ્ડ્રેડ’નું સ્વાહા . . . 10) હોસ્પિટલ’માં ડીક્ષન અને તેની બાજુનો બેડ વત્તા રેડ ! 11) ડીક્ષન’નું એક સસ્પેક્ટ’નું DNA લેવાનું કારસ્તાન ! . . . શોધ અને પ્રતિશોધ’ની આ વાર્તા’માં વહેંણ વત્તા વમળની મોજ વત્તા ખોજ કૈક અલગ જ છે , તો વહેલી તકે જોઈ જ નાખો ત્રણ હોર્ડિંગ્સ . . .

Dir. Martin McDonagh (R)

 


~ 2 ~

Faces Places [ France ] ~ Documentary ~ Official Trailer

ચહેરાઓની એક ભૂગોળ હોય છે , તેવી રીતે જ સ્થળો અને લોકો’ની પણ . . બંને ભાગોળે આવીને જ અટકે છે અને ત્યાંથી જ શરૂ પણ થાય છે ! એ ઢોળાવોમાં કઈ કેટલીયે યાત્રાઓ થઇ ચુકી હોય છે. સમયની સારણીએ એ સરવાણી કઈ કેટલાય પડાવોમાં વહી ચુકી હોય છે અને કૈક અગમ્ય એના પટ ઉપર કોતરાઈ ચૂક્યું હોય છે ! સ્થળ જીર્ણ થઈને ફરી ફરીને નવો કલેવર ધારે છે ,જયારે ચહેરાઓ જીર્ણ થયે સમયના સળે અંકાઈને આખરે કરમાઈ જાય છે. પણ આખરે બંને ‘જડ અને જીવંત’ જોડાય છે અને જીવી પણ ઉઠે છે , સ્મૃતિઓના સમંદરમાં. અચ્છા , સ્મૃતિઓને જીવતી કરવી હોય તો ? તો કાં તો તેને કહીને વહેતી રાખવી પડે , કા તો તેને કેદ કરવી પડે. એન્ડ ધેર કમ્સ ફોટોઝ ! ફોટોઝ એટલે થીજેલી ક્ષણ ને ઓગળતી સ્મૃતિઓ , ક્ષિતિજને પેલે પાર ભાળેલું અને પકડાયેલું કૈક !

આમ વાર્તા કરતા વાત માંડવાનું કારણ એટલું જ કે આ એક ડોક્યુમેન્ટરી છે ! જી હા , આ વાત છે અફલાતૂન ડોક્યુમેન્ટરી “ફેસિસ પ્લેસીસ“ની કે જ્યાં ફ્રેંચ ન્યુ વેવ સિનેમાના લીજેન્ડરી મેકર એવા 88 વર્ષના ડેશિંગ દાદીમા Agnès Varda અને 33 વર્ષનો અલગારી ને અલ્લડ એવો મ્યુરલ આર્ટિસ્ટ કમ ફોટોગ્રાફર JR હાથ ઉપરાંત ખભે ખભો પણ મિલાવે છે , એક એવા પ્રોજેક્ટમાં કે જે સાકાર થયે લોકોની આંખોની સાથે સાથે તેમના મોં પણ ખુલ્લા કરી દેવાનો હતો ! યસ ,આ બંને વિઝનરી ને વરણાગી વ્હાલુડાવ’નું સિમ્પલ યેટ સ્ટનિંગ કામ હતું ; સામાન્ય / અસામાન્ય લોકોના જાયન્ટ સાઈઝ ફોટોઝ ડેવલપ કરીને કોઈ નોંધનીય કે સામાન્ય ઇમારતો/દીવાલો પર ચીપકાવીને તેમની નોંધ લેવડાવવાનું અને તે બહાને એક ઘટનાપ્રવાહને જન્મ આપવાનું. લે આલે ! , સમજાયું પણ કઈ સમજાયું નહીં ! અને તેનાથી થાય શું ? – શું થાય ? એ તો તમે જ જયારે એ ઘટનાને અંજામ અપાતા જુઓ ત્યારે ખ્યાલ આવે કે મારુ બેટુ આ તો કૈક આઉટ ઓફ ધ વર્લ્ડ અનુભવ છે.

બંને નીકળી પડે છે ફ્રેંચ કન્ટ્રીસાઈડની સોંસરવા ,કૈક નવા લોકોને મળવા અને તેમની કથની કમ જીવની જાણવા. અને કોણ કોણ મળે છે અને કેવા કેવા ફોટોઝ હાથમાં આવે છે ,આ દરમ્યાન એમને ? 1) 12-14 રેન્ડમ લોકોનો ફેઈસ ક્લોઝઅપ અને હાથમાં પકડેલી Baguette નામે ફ્રેન્ચ બ્રેડ’નો સળંગ જાયન્ટ ફોટો 2) ખાણીયાઓનું એક ખાલી થયેલું શહેર અને વર્ષોથી રહેતી એક વૃદ્ધા અને જુના ખાણિયાઓને અંજલિ 3) મશીનરીઝ’ની મદદથી એકલપંડે પોતાની 500 અને અન્યોની 1500 એકર [ હા , એકર! ] જમીન ખેડતો એક ખેડૂત અને તેનું વિશાળ બાર્ન ! 4) એક લોકલ લેડી બારટેન્ડર અને ખૂણેની બિલ્ડીંગ પરનો તેનો ક્લાસિક છત્રીવાળો ફોટો ! 5) હાઈડ્રોક્લોરીક એસિડની એક ફેક્ટરી અને ત્યાંના કર્મચારીઓનું એક મસ્ત ગ્રુપ કોલાજ 6) વર્દા’નું આઈ ટેસ્ટિંગ અને આઈ ટેસ્ટિંગના પેલા નાનેથી મોટા થતા જતા અક્ષરો ! 7) અર્ધું બનીને તરછોડાયેલું ગામ 8) ક્યારેય કામ ન કરેલ એવો એકલરામ હિપ્પી અને એની ફર્સ્ટહેન્ડ ફિલોસોફી 9) એક પ્રૌઢ યુગલ કે જે બકરીઓના દૂધમાંથી ચીઝ બનાવતા હોય છે અને તેમનો બકરીઓનો શીંગડા સહિત કરેલો સ્વીકાર અને ગોટ વિથ હોર્ન પોઝ ! 10) એક અંતહીન બીચ અને કરાડ પરથી ગબડેલ વિશાળ શિલા પર એક યુવકનું અથાગમાં તાગતું હોય એવું 90 ડિગ્રીએ આલાતરીન પોશ્ચર ! 11) સી-પોર્ટ પર વર્કર્સ’ની પત્નીઓનો કન્ટેઇનર પર જાયન્ટ પોઝ 12) અને અંતે ; વર્દા’ની કરચલીવાળી આંખો ને પગની ઠેડી આંગળીઓનું માલગાડી પર પેસ્ટિંગ . . .

ઉપરોક્ત દર્શાવેલ દરેક સ્થળ/સંજોગ/સ્ટોરી સામાન્ય લાગી શકે પણ જયારે એ વિઝન વત્તા વિઝડમ જુઓ તો મોં’માંથી ‘વાઉ….‘ સિવાય કશું જ ન નીકળે. સારીયે ડોક્યુમેન્ટરી જાણે અસ્તિત્વ’ના સ્વીકાર સમી અંજલી ભાસે છે. અહિંયા ફોટોઝ છે , યાદોની યાયાવર યાત્રા છે , સરવાળે મજા નહીં પણ મોજ’ની ભરતી ઓટ છે. ઓટ? જી હા ,અહિંયા વિષાદ’નો પણ એક વિયોગી સુર છે કે જે ઝાંખપના ઝાંપે ઉભેલ જીવનમાં ડોકિયું કરાવીને આંખોના ખૂણા ભીંજવી જાય છે. મહદ અંશે નવા લોકો અને સ્થળોને લાગતી વળગતી કોઈને કોઈ સ્મૃતિઓ અને સામ્યતા વર્દા’ના માનસમાં ઉભરી આવે છે ને સતત Jean-Luc Godard સાથેના એ સંસ્મરણો યાદ આવી જાય છે ! Jean-Luc Godard ? હા , પણ એમનો સંદર્ભ તમે જાતે જ જોજો , હું વધુ નહીં કહું !

વર્દા આ ડોક્યુમેન્ટ્રીનું વિઝન વત્તા ડિરેક્શન’રૂપી પાસું તો છે જ પણ જયારે આબેટોન’માં કલર કરેલા ઊંધા ટોપા જેવા હેરસ્ટાઇલ’વાળા GrandMa બોલે છે , ચાલે છે ને દરેક ઘટના/સ્થળોને હાઇજેક કરી લે છે ત્યારે લિટરલી Grandeur સર્જાય છે. અને લટકામાં ટોપિમાનવ એવો નિતાંત ગોગલ્સ’ધારી JR પણ એક પાત્ર તરીકે જયારે કથાનકમાં ઓગળે છે ત્યારે તો નકરી મોજ જ છલકાય છે. એ બંને’ના દરેક નવા સ્થળે બેઠેલા બેક’પોઝ , બટકબોલી વાતો ને મીઠી નોંકઝોંક , બડી આર્ટિસ્ટની ગુરુ-ચેલા જેવી છેલછબીલી જોડી સતત જાણે વૈવિધ્યની વાંછટથી ભીંજવી જાય છે , ને વળતી જ ક્ષણે એક ક્લિક ને બધું કોરું કટ્ટ !

બીજા કેટલાય યાદગાર દ્રશ્યોમાં ; 1) JR’ના શતાયુ દાદીમા’ની મુલાકાત ને વર્દા’ની એક સિમેટ્રી’ની મુલાકાત 2) શીંગડા’વાળી બકરીઓ અને શીંગડા ભરાવતા માણસની વાત 3) ખાણમજૂરોને અપાયેલ અંજલિ અને પોર્ટવર્કર્સ’ની પત્નીઓના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર 4) લુવ્ર મ્યુઝિયમમાં ગોડાર્ડ’ની Band of Outsidersનું રિક્રિએશન કરતા વર્દા અને JR 5) આખરે JR’ના ચશ્મા ઉતરે છે એ ઝાંખું દ્રશ્ય! 6) દરિયાકિનારે રેલાતી રેત , વહેતા પવન અને ઘટતા સમયની સાથે કાળમાં ઓગળી જવાની વાતો અને એ સુપર્બ સિનેમેટોગ્રાફી જાણે આ રસાળ પદ્ય જેવી ડોક્યુમેન્ટ્રીનો કોઈ અંત જ નથી એમ મહેસુસ કરાવે છે ! [ જોકે , આખિરમાં ગોડાર્ડ’ના ઘરની મુલાકાત અને એન્ડ મને થોડો વિચિત્ર લાગ્યો ,બટ ધેટ્સ ધેટ . . . ] બીજી એક વાત : આ ફીચર પૂરું થતા બે વર્ષ લાગેલા અને 89 વર્ષના આ ગ્રાન્ડમા સૌથી મોટી ઉંમરે ઓસ્કાર નોમિનેશન મેળવનાર વ્યક્તિ બની ગયા છે ! [ તેમને ઓલરેડી એક ઓનરરી ઓસ્કાર તો મળી જ ચુક્યો છે ! ] અને અંતે ટોરોન્ટો ફેસ્ટિવલ’માં ઓડિયન્સ એવોર્ડ જીતનારી આ કૃતિ વિષે એક અંતિમ ક્વોટ કહીને વિરમું ? It’s surprising . . . But isn’t that what art is made for sometimes ?

Dir DUO


~ 1 ~

The Florida Project ~ Official Trailer

પહેલો જ સીન : એક બાળક રાડો પાડતું દોડતું આવી રહ્યું હોય છે અને સામે છેડે બે બાળકો સતત રાડો પાડીને જવાબ આપીને વળતો પ્રશ્ન પૂછી રહ્યા હોય છે કે – What . . . ? માય ગોડ વત્તા બાય ગોડ ; આ પહેલા સીન’થી જ ટેમ્પો તો શું JCB પણ જામી જાય છે અને લિટરલી તમે એ બચ્ચાવ’ની રોજબરોજની મોજભરી હડિયાપટ્ટી’થી લઈને હકાલપટ્ટી વાળી દુનિયામાં પ્રવેશી જાવ છો! ને પછી બીજા જ સીન’માં એ બચ્ચાવ સતત દોડ્યા બાદ એક મોટેલમાં પહેલા માળે ગેલેરીમાં બેસીને એક રમત શરૂ કરે છે : જેના પહેલા ભાગનું નામ હતુંહાંક . . . અને બીજા ભાગનું નામ હતુંથૂ‘ 😀 યસ , નીચે પડેલી ગાડી પર કોણ સૌથી દૂર સુધી થૂંકી શકે એની રમત ! સમર બ્રેક ચાલી રહ્યો હોય છે અને આ બાળકો રોજેરોજ અથવા તો અઠવાડિયાનું ભાડું ચૂકવી મોટેલમાં રહેનારા લોકોના સંતાનો હતા ; મતલબ કે અમેરિકાની એક એવી વણદીઠી સાઈડ કે જ્યા લોકો પોતાનું તો ઠીક ભાડાનું મકાન સુધ્ધાં અફોર્ડ નથી કરી શકતા ! પણ કથાનકનો સુર એ તરફી નથી પણ કૈક અનોખો જ મેજીકલ છે કે તમે વણદીઠી ભોમકા તરફ દોડતા દોડતા ઉડવા માંડો ! વાત છે મૂની , સ્કૂટી અને જેન્સી’ની – વાત છે મૂની’ની સિંગલ મધર એવી હોમલેસ & જોબલૅસ એવી હેલી’નીવાત છે મોજ’ની ,રોજેરોજ’ની – વાત છે આજમાં રાધર ક્ષણમાં જીવવાની – વાત છે આખરે કઈ ન બોલી શકવાની ને ભાગી છૂટવાની!

હવે મને સીધી વાત ને વાર્તાનું વ્હેણ મૂની [ સાત વર્ષની આલાતરીન એક્ટ્રેસ એવી Brooklynn Prince કે જેને આ વર્ષે ઓસ્કાર નોમિનેશન કેમ ન મળ્યું એ બદલ જ ઓસ્કરને ઠાર કરવો જોઈએ ! ] તરફ લઇ જવા દો , બાકી બધી વાત પછી ! છેલ્લે આટલું સ્પોન્ટેનિયસ , અનહદ નેચરલ , ક્વર્કી ને ટાટા સોલ્ટ જેવું ફ્રી ફ્લો ચાઈલ્ડ પરફોર્મન્સ મેં ક્યારે જોયેલું , એ યાદ નથી ! [ સમર 1993’નું ચાઈલ્ડ પરફોર્મન્સ અને આ , એ બંને સાવ અલગ જ યુનિવર્સ છે – તો નો કમ્પૅરિઝન પ્લીઝ ] હા , હું છ વર્ષની ટેણકી એવી ટેરિફિક મૂની’ની વાત કરી રહ્યો છું – તમે મુવી પૂરું થયે એને ચિત્ત’માંથી હટાવી નહિ શકો એની ગેરેન્ટી મારી. બટકબોલી ને મૂંહફટ્ટ , એનર્જી ને તરંગી તુક્કા’ઓથી ઉભરાતી , અત્યંત ચંચળ , મસ્તીખોર , અબ્યુસીવ વત્તા અલ્લડ અને છતાં માસૂમિયતથી ઝગમગતો એક કાચો હીરો એટલે ભંભોટીયુ બચ્ચુ એવી મૂની ! મૂની , સ્કૂટી અને જેન્સી’ની આ ટોળકી એય ને આખો દિવસ અહિંયાંથી ત્યાં ને ત્યાંથી પાછું બીજે ક્યાંક , બસ રખડવું ને રખડી ખાવું – રોજેરોજ મોજેમોજ !

પણ મૂની’ની સિંગલ મધર એવી હેલી’ની [ ઇન્સ્ટાગ્રામ પરથી મળેલી સ્પોન્ટેનિયસ એક્ટ્રેસ એવી Bria Vinaite ] દુનિયા આટલી સ્ટ્રેઇટ ન્હોતી – એક તો સિંગલ પેરેન્ટ ને લટકામાં કોઈ જોબ નહીં , ઉલટું એક્સ-સ્ટ્રીપર હોઈ અને કેટલાય ગોરખધંધામાંથી નીકળી ચુકી હોય એકવાર જેલ પણ જઈ આવેલી ! હવે તો રોજેરોજ કોઈ તુક્કાઓ , તફડંચી , ઉધારી ને હાથચાલાકી કરીને મૂની અને પોતાને માટે એક છત ટકાવી રાખતી હતી પણ આવું બધું ક્યાં સુધી ચાલવાનું હતું અને આખરે એ સમય આવ્યો કે જયારે બચ્ચાવ’ની મોજને હકીકત આભડી ગઈ ! શું થયું એ નહીં કહું કેમકે ફ્રેમ બાય ફ્રેમ આ બધું ઓગળવાનો એક અલગ જ સંતાપ છે ! ના ; એકપણ એંગલથી ડિરેક્ટરે અહિંયા એવું ઠસાવવાનો પ્રયત્ન નથી કર્યો કે આ કોઈ ટ્રેજેડી છે કે આ કોઈ લાઈટ-હાર્ટેડ ડ્રામા છે – બસ એટલું જ કે જે કઈ પણ છે એ આવું છે ને આનાથી યે વિશેષ છે. મોજની સાથે સતત અહિંયા એક ઓકવર્ડનેસ પણ છે ; જાણે નાના અને મોટાઓની બે અલગ દુનિયા એકસાથે શ્વસે છે ! આ એક હાર્ટબ્રેકીંગ સ્ટોરી તો છે જ પણ એથીયે વધુ ફૂલ ઓફ હાર્ટ’વાળી સ્ટોરી છે. ~ અદ્દલ જિંદગી કે જેને કેટેગરાઈઝડ કરવી મુશ્કેલ છે !

અનબિલીવેબલી અનબિલીવેબલ . . . ” જાણે કે એક પ્રકારનું મેજીક રિઆલીઝમ ! પોતાની એક નાનકડી દુનિયા અને એમાં પોતાના જ નિયમો , રાધર કોઈ નિયમો જ નહીં ! હેલી અને મૂનીઆ બેય મા-દીકરી’ની લાઈફસ્ટાઇલ જુઓ તો લાગે કે બાળકનો ઉછેર કાંઈ આમ કરાય ? અને ન જ કરાય પણ જયારે તમે એ બંનેને જુઓ ત્યારે અચાનક ભાન થાય કે એ બંને સાથે કેટલા ખુશ છે ! સતત એકેએક ક્ષણ આનંદનો ઉભરો આવી રહ્યો છે ને કાલની કોઈ ફિકર નહીં. એક્પ્રકારે ડિપ્રેસિવ ફીલ થાય પણ સતત એ મોજના છાંટા ઉડે રાખે અને મોજબ્રહ્મ એવી મૂની જ દેખાયા રાખે ! જાણેકે મૂની’નું એ ફેવરિટ ઝાડ કે જે આડુ પડી ગયા બાદ પણ વધ્યે જતું હતું ! પુરી ફિલ્મમાં ત્રણ પાત્રો મુખ્ય છે કે જેમાંના બે’નો તો અહીં ઉલ્લેખ થઇ ગયો , રહ્યો ત્રીજો તે મોટેલ મેનેજર એવો બોબી [ ગ્રીન ગોબ્લિન એવો ગ્રેટ Willem Dafoe ~ અને આ કેરેક્ટર માટે ઓસ્કાર નોમિનેટેડ ] : કડક છતાં માયાળુ , મા-દીકરી’ની આ કપાયેલ પતંગ જેવી દુનિયામાં જાણે કે એક અદ્રશ્ય ફાધર ફિગર. અને ચોથું છતાં વણદીઠું પાત્ર એટલે સતત ઉડાઉડ કરતું ને હાથમાં ન આવતું હેલીકૉપટર્સ’ની દુનિયાનું સામા કાંઠે આવેલું , સતત વાસ્તવિકતાનો ભાન કરાવતું ને આવા હોમલેસ કિડ્સ પર પોતાનો પડછાયો પાથરતું બાળકોનું સ્વર્ગ એવું ડિઝનીલેન્ડ ! [ થોડું લાબું થઇ ગયું નહીં ? લાંબી તો જિંદગી પણ હોય છે સાહેબ ! PJ 😉 ] યસ , આ મૂવીનું નામ ફ્લોરિડા પ્રોજેક્ટ એટલા માટે છે કે ડિઝનીલેન્ડ’નો સમગ્ર પ્રોજેક્ટ અને આસપાસનું બધુંય ડેવલપમેન્ટ પૂર્વે ‘ ધ ફ્લોરિડા પ્રોજેક્ટ’થી નામાભિધાન હતું અને આખરે આસપાસનું બધું પડતું મૂકીને માત્ર ડિઝનીલેન્ડ’નો વિસ્તાર જ ડેવલપ કરાયો અને બાકી રહ્યું એમ ને એમ ~ જાણેકે અપૂર્ણ ને અધૂરા પ્રોજેક્ટનો મેટાફોર એટલે આ મૂવીનું ટાઇટલ !

એક પ્રકારે રિયાલિટી મોક્યુમેન્ટ્રી જેવું લાગતું આ અત્યંત સ્વાભાવિક ને હૃદયસ્પર્શી મુવી Sean Baker‘એ બનાવ્યું છે [ અને કો-રાઈટ અને એડિટ પણ કર્યું છે ! ] કે જેઓએ 2015’માં Tangerine નામક ચર્ચાસ્પદ મુવી બનાવેલું કે જે આખ્ખેઆખું આઈફોન’થી શૂટ થયેલું હતું ! [ કે જે એઝ યુઝઅલ હમો’ના એન્ડલેસ વિશલિસ્ટ’માં છે ! ] જયારે અહિંયા 35mm’માં સિનેમેટોગ્રાફર Alexis Zabe‘એ શૂટ કરેલી કેટલીક સિક્વન્સ તેના સંદર્ભે ઓવારણાં લેવડાવી દે તેવી માઈન્ડગોબલિંગ છે : જેમકે ; રેઈનબો ઓવર પર્પલ મેજીક કેસલ મોટેલ , હેલી અને મૂની’નો સાયંકાળે લેવાયેલો ક્લાસિક ડાઉન શોટ , જેન્સી’ના બર્થડે માટે દૂર જઈને આકાશમાં ફટાકડાંઓની ઝગમગ રોશની જોવા’નું દ્રશ્ય અને મૂની & ટોળકી’ના લેવલે થયેલ દરેક લો કેમેરા એન્ગલ ડાઉન દ્રશ્યોની ઘટમાળ . .

અન્ય કેટલાક અત્યંત મોજીલા ને છક્ક કરી દેનાર દ્રશ્યોમાં : 1) પહેલા બે સીન બાદ’નો મોટેલના હરેક રૂમમાં કોણ કોણ રહે છે તેનું તેમની વિચિત્રતાઓ સાથેનું મૂનિ’નું વર્ણનવાળું દ્રશ્ય 2) ફ્રી આઈસ્ક્રીમ મેળવવાની ટ્રિક્સ અને બોબી’ની ઓફિસમાં આઈસ્ક્રીમ ચાટી ચાટીને ખાવું ! 3) બચ્ચાવ’ની બોબી-બુબિઝ’ની રાડો અને બાદમાં બોબી’નું એક પેડોફાઇલ’ને ભગાવવું ! 4) મૂનિ’ની સ્કૂટી અને જેન્સી સાથેની હરેક એ રખડપટ્ટી’ના એકોએક સીન્સ અને બઘડાટી તથા એવી જ રીતે હેલી સાથે મા-દીકરીના એ દરેક કેરિંગ દ્રશ્યો 5) અધૂરા રહેલા પ્રોજેક્ટ્સના એ અવાવરું મકાનો’માં આગ લાગવી અને સામાનની તોડફોડ ! 6) હેલી’ની દોસ્ત’ના રેસ્ટોરા’માં અનહદ ખાવું અને માથાકૂટ 7) બાજુના જ એક રિસોર્ટમાં બિન્દાસ ઘુસી જઈને મૂની’ની સ્પેશિયલ લાઈવ કમેન્ટ્રી સાથે અલ્ટ્રા રિચ લંચ ખાઈ આવવું અને હેલી’ની સજળ આંખો ! 8) અને આખરે ક્લાયમેક્સ’માં મૂની’નોI cant say it . . . Bye !નો ડૂમો ભરાવી દેતો ક્લાસિક એક્ટ અને ડિઝનીલેન્ડ વાળું ઓપન એન્ડિંગ . . મૂની , હેલી અને એમની દુનિયામાં ખેંચી જનારું હાર્ટબ્રેકીંગ અને જોયફુલ મુવી એટલે અચૂકપણે જોવા જેવું ‘ ધ ફ્લોરિડા પ્રોજેક્ટ ‘ , કે જ્યાં મરેલી માછલીઓ પણ ઉછળકૂદ કરવા લાગશે , કે જ્યાં જવાની મનાઈ હોય ત્યાં તો અચૂક જવાશે જ અને જ્યાં રાસ્પબેરી અને સ્ટ્રોબેરી સાથે ખવાઈને વખોડાશે 🙂

Dir. Sean Baker


What’s your favorite ?

What’s your opinion on this take ? Say it .