1] શું કહું ? જયારે કઈ કહેવાનું આવે છે ત્યારે હું ડાબે જમણે જોવા લાગુ છું ! . . અરે ! ફાટકે ઉભો છું અને ટ્રેન આવે છે કે નહીં , એ જોવા માટે નહીં પણ ડાફોળીયા મારવા લાગુ છું , માખી મારવા લાગુ છું – એ સંદર્ભે ભૈ સાબ 🙂 બ્લોગીંગ કરતા છ વર્ષ થઇ ગયા , હૈ ! [ યસ , દોઢ ચોકુ છ એ જ . . ચોંકો મત ! ] અને હજુ બસ નવાઈ જ લાગ્યા રાખે છે અને પાછળથી ગીત વાગ્યા રાખે છે ” યે કહાં આ ગયે હમ . . . ”
2] અને પાછું આ વખતે તો હું ફેસબુક પર ય ત્રાસ વર્તાવવા આવી પોગ્યો છું ~ મતલબ કે આમેય બ્લોગીંગ ઓછું થતું હતું ને લટકામાં આ ફેસબુકીયું ફાટક ય ખુલ-બંધ થયા કરે ! કદાચ આ જ જિંદગી છે કે જ્યાં , ક્યારે કઈ ટ્રેન આવે ને આપણે ફાટકે ઉભા રહીને મુગ્ધ નજરે જોતા રહી જઈએ , ને ડબ્બા’માનો કોઈ મુસાફિર હાથ ફરકાવી ફરી જગાડી દે ! ~ બસ મંશા એ જ કે દર્શન અટકવું ન જોઈએ , શબ્દો રેલાતા બંધ ન થવા જોઈએ . . ને ક્યારેક આમ જ લખતા લખતા શબ્દબ્રહ્મ’નો ભેંટો થઇ જશે અને હું નિઃશબ્દ થઇ જઈશ ! ખૂલેલું ફાટક રોડ બની જશે , ટ્રેન ચાલી જશે ને હું પણ ચાલી જઈશ . . .
3] આ બધું શું હતું ? કાંઈ ખબર નથી ! છ વર્ષ થઇ ગયા એટલે કાંઈક લખવું હતું ને કૈક લખાઈ ગયું ! અચાનક ટ્રેન યાદ આવી ગઈ ને અચાનક હું ય યાદ આવી ગયો ! લખવાનો સમય નથી મળતો , તોયે લખવું છે કેમકે ,જો એકવાર આપણે જ આપણને લખવાનું કોઈ બહાનું ન આપીએ તો આતમરામ ય પડખું ફેરવી લે છે , ને પછી તો અવલોકન ય ઓલવાઈ જાય ને વિસ્મય ય વિસરાય જાય ! કેમકે ક્યારેક લખવાના બહાને જાતમાં ડોકિયું થઇ જતું હોય છે ને નસીબદાર હોઈએ તો એ અગાધ’માં ભૂંસકો ય મારવા મળે છે. વાણીને ફૂલ આવે છે ને સ્વ’ની સુગંધમાં કૈક મ્હોરી ઉઠે છે.
4] આટલા વર્ષો વીતી ગયા અને મને એમ લાગતું હતું કે હું ફિલ્મો અને પુસ્તકો વિષે વાત કરું છું પણ લખતા વલખતાં એ ખ્યાલ ન આવ્યો કે મહદંશે તો હું મારા વિસ્મયની જ વાત કરતો હતો , જીવનની વાત કરતો હતો ! ઘણીવાર આપણને એમ લાગે છે કે આપણે તરીએ છીએ પણ મોડે મોડે જયારે કોઈ અલગ જ કિનારે પહોંચીએ ત્યારે આંખ ઉઘડે છે , કે આપણે તો વહેતા હતા . . . મતલબ કે બ્લોગને હું નહીં પણ બ્લોગ મને લખતો હતો ! પાછળ વળીને જોઉં છું તો ખ્યાલ આવે છે કે મારી મર્યાદા કહો તો મર્યાદા ને ક્ષમતા કહો તો ક્ષમતા પણ ઘણુંખરું લખાયું છે ને એથીય ઝાઝું અનુભવાયું છે. 🙂
5] પુસ્તકો વિષે તો હવે ખુબ જ ઓછી વાત થાય છે , રાધર વાત થતી જ નથી તો મુવીઝ વિશે ય વાતો કર્યે દિવસોના દિવસોના વહી ગયા છે ! લાગે છે કે બધુંય અટકી ગયું છે , સુકાઈ ગયું છે અને તોયે ફરી ફરીને પાછળ જોવાય જવાય છે અને શબ્દોની એ અધઃ મ્હોરેલી વાડી લ્હેરાતી દેખાય છે અને ફરી લખવા માટે કીબોર્ડ પર આંગળીઓ ડાઉનલોડ થાય છે – જાણેકે ભૂતકાળ જ વર્તમાનને સતત ભૂતકાળ બનતા અટકાવે છે !
6] બસ હવે અટકું ? કારણકે કોઈએ તો આટલીવારમાં બગાસું ખાઈ જ લીધું હશે 😉 થેન્ક્સ ટુ ઓલ યુ ગાય્સ , મને વાંચવા બદલ અને ટહુકો કરવા બદલ . . દોઢ બે મહિનામાં જ 2017’ની બેસ્ટ હોલીવુડ અને વર્લ્ડ સિનેમાની દળદાર પોસ્ટ લઈને આવી રહ્યો છું ત્યારે વધુ વાતો થશે.
** #Denali , હવે અહિંયા સુધી ધક્કો ખાધો જ છે અને આટઆટલું વિચિત્ર વાંચ્યું જ છે , તો જુઓ આ રસતરબોળ કરી દે તેવી , અકથ્ય અનુભૂતિ અને ભારોભાર પ્રેમ અને સમર્પણથી છલકાતી આ શોર્ટ મુવી ” ડેનાલી ” . . . ક્લાસિક સિનેમેટોગ્રાફી વત્તા સોંસરવી ઉતરી જાય એવી સાઉન્ડ ડિઝાઇનથી ફાટફાટ થાતી આ શોર્ટ જોશો તો સ્મૃતિઓના આભલામાં લાંબા સમય સુધી કૈક ઝગમગ થતું રહેશે . . .
Congratulations. Hoping more posts in near future.
LikeLiked by 1 person
Indeed 😇
LikeLike
Keep writing!
LikeLiked by 1 person
That’s for sure 😇
LikeLike
Congratulations and happy birthday to this wonderful place .. અને ફેસબુક પર આવવા માટે અમે આભારી છી તમારા…😊🙏🏼
LikeLiked by 1 person
ઓહ…આભાર તો વાંચનારા આપ સૌ મિત્રોનો કે જેમણે ખૂબ વ્હાલ આપ્યું છે.
ફેસબુક પર ય સાંજ પડ્યે કેટલાય ક્રિએટિવ મિત્રો પાસેથી ઘણું શીખવા મળે છે , એટલે મોજેમોજ 😇
LikeLiked by 1 person
congratulation ભૂરા. હવે તો પોતાની વેબસાઈટ બનાવો સાહેબ.
LikeLiked by 1 person
થેન્ક્સ પીનુ 😇
પણ બ્લોગમાં જે મજા છે એ વેબસાઈટમાં કદાચ નહિ આવે એવું હમણાંથી લાગી રહ્યું છે! તોયે વહેલા મોડું તો ઇ બાજુ જાવું જ રહ્યું.
બાય ધ વે : ભૂરા’થી સાહેબ સુધી જબ્બર કોન્ટ્રાસ્ટ રચાયો છે.😂
LikeLiked by 1 person
ખૂબ ખૂબ અભિનંદન નિરવભાઇ.
LikeLiked by 1 person
આભાર અનિલા મેમ 😇🙏
LikeLike
નેટ ઉપર રખડવું એટલે હોડકાથી માડાગાસ્કર થી ઓસ્ટ્રેલીયા મુસાફરી કરવી.
રોજે રોજ કંઇક નવું જાંણવા મળે. બ્લોગ જગતમાં નીરવ સેય્સ… પર આંટો મારું એ હીસાબે કોમેન્ટ ઓછી લખેલ છે…
LikeLike
સાચી વાત વોરાસાહેબ , નેટ પર કઈ ક્ષિતિજે કોઈ દિવસે કૈક નવો જ સૂર્યોદય થતો રહેતો હોય છે.
બ્લોગની મુલાકાત લેતા રહેશો. 🙂
LikeLike
અભિનંદન.. કંઇક લખતા રહો એવી શુભેચ્છા અને આપશ્રી દ્વારા કંઇક લખાતું રહે એવી આશા…
(આપશ્રીએ જણાવેલ મુદ્દા નંબર ૩ ની સ્થિતિમાં જણાવ્યું એમ અમારા આતમરામે પડખું ફેરવી લીધું છે કે પછી અમારા સમયસારણીના સેટીંગ ફરી ગયા છે કે અમે જ ફરી ગયા છીએ.. કાંઇ સમજાતું નથી. આપશ્રીએ અમોને માર્ગદર્શન કરવા વિનંતી.)
LikeLiked by 1 person
થેન્ક્સ દર્શિતભાઈ 😇
માર્ગદર્શન તો હું શું આપું ? હું ખુદ ઠેબા ખાઈ રહ્યો છું! બસ એટલું જ કે , અઠવાડિયે કે પખવાડિયામાં એક વાર તો એકવાર લોગઇન થઈને થોડુંક લખી લેવું. પછી આપોઆપ અમીછાંટણા થશે.☺
LikeLike
ખૂબ ખૂબ અભિનંદન નિરવભાઇ… લખતા રહો … નવું નવું પીરસતા રહો …
LikeLike
આભાર કલ્પેશભાઈ 🙂
LikeLike
ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ! Reading your blog is a cherished activity, expect the unexpected…always something beautiful…keep writing 🙂
LikeLiked by 1 person
થેંક્સ નેહલ મેમ ,
આવી મોડી ,પણ મોળી નહિ એવી મીઠી કમેન્ટ્સ ચાર તારની ચાસણીની જેમ અંતરને તાર તાર ઝંકૃત કરી દે છે.😇🙏
LikeLiked by 1 person