ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,


1} આશરે 5 મહિના થયા છેલ્લી પોસ્ટને , કે જે પાછી 5 વર્ષ પુરા થયાના નિમિત્ત માત્રની ખોંખારો ખાતી ટબુકડી પોસ્ટ હતી ! તેની પહેલાની ફૂલ ફ્લેજ્ડ પોસ્ટ 17 જૂને આવેલી ‘ બેસ્ટ ઇન્ડિયન મુવીઝ’વાળી ‘ , તેની પહેલાની ‘ સુભાષ ભટ્ટ’વળી પોસ્ટ ‘ 2016’ના 9માં મહિનામાં અને તેની પહેલા ‘ બેસ્ટ હોલીવુડ & વર્લ્ડ મુવીઝ’વાળી ‘ પોસ્ટ છેક જૂન 2016માં આવેલી ! મતલબ કે , દોઢ વર્ષમાં મૌલિક લખેલી માત્ર બે જ પોસ્ટસ . . . [ બીજી બે તો વર્ષ પૂરું થયાના ખોંખારા હતી અને એક શેર હતી. ] સમજી ગયા ને ? હું શું કહેવા માંગુ છું ? ફુલ ઓન વાટ લાગેલ છે , ભીડુ લોગ 😦 પણ કદાચિત એ જ સમયનો તકાજો હશે કે ક્યારે આપણે ખિલાડીમાંથી કોમેન્ટ્રી કરતા થઇ જાય ખબર જ ના રહે [ જય નહેરાજી ] પણ અમારામાં થોડું ઇંધણ હજુ બાકી છે કેમકે અમોએ અમોને જ પુરા 10 વર્ષ બ્લોગીંગ કરવાની ચેલેન્જ આપી દીધી હતી. [ કે જેમાના 5 તો ગયા 😉 ]

2} ચાલો મુકો એ બધુ કોરાણે , આજે હું મારા પુસ્તકોના નાનકડા તળાવમાંથી ગુજરાતી આત્મકથાઓની ઝાંખી કરાવતા પુસ્તકોની માત્ર માહિતી વહેંચી રહ્યો છું કેમકે સાહિત્યના વિધવિવિધ પ્રકારોમાંથી મને આત્મકથાનક / સંસ્મરણો / સ્મૃતિ આલેખન / રેખાચિત્રો / મુલાકાતો / સંવાદ ઉર્ફે ઇન્ટરવ્યુઝ / વિષય-વિશેષને લગતા સંપાદનો ખુબ જ આકર્ષે છે. તો આજે થઇ જાય કેટલીક જાણી-અજાણી ગુજરાતી આત્મકથાઓની ઝાંખી ?

3} મને જેટલી જાણ હતી , મારી જેટલી પહોંચ હતી કે પછી મને જે કોઈ મહાપુરુષોના ચરિત્ર આકર્ષતા હતા એ તમામને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે – એ તમામની જીવનગાથા મેળવવાનો પ્રયત્ન કર્યો છે [ એ વાત અલગ છે કે એમાની ઘણી એટલે ઘણી બુક્સ હજુ વાંચવાની અને પચાવવાની બાકી છે. ] મહત્તમ ગુજરાતી પ્રતિભાઓની આત્મકથા ગાંધીયુગની આસપાસ પ્રગટી છે , મતલબ કે આ સમયગાળા દરમ્યાન એકથી ચડે એવી એક પ્રતિભાઓ આ ભૂમિ પર અવતરી છે. મહત્તમ સ્વાતંત્રય સેનાનીઓ અને સાહિત્યકારોની જ આત્મકથાઓ છે. કેટલીક જાતે તો કેટલીક લખાવાયેલી છે , તો કેટલીક ઓથેન્ટિકેટ રિસર્ચડ લેખિની છે , તો ઘણી અંશ સ્વરૂપે સ્મૃતિઓની આલેખનયાત્રા છે,સંસ્મરણો છે.

4} હજુ ઘણી ગુજરાતી આત્મકથાઓ બાકી છે ( વાંચવાની અને લેવાની પણ ) અને કેટલીક તો અપ્રાપ્ય હોવાથી માત્ર સપના જ જોવાના બાકી રહી ગયા છે ! લેવામાં બાકી રહેતી કેટલીક બુક્સમાં . . . ઇંદુલાલ યાજ્ઞિકની વિશાળ આત્મકથાના પુસ્તકો , મોરારજીભાઈ દેસાઈની આત્મકથા , નર્મદની આત્મકથા [ પ્રથમ ગુજરાતી આત્મકથા ] સુરેશ દલાલનું સંવાદ સ્વરૂપે ઝીલાયેલ આત્મકથાનક ‘ ડાયલોગ ‘ [ કોઈ મિત્ર મને તે પુસ્તક પ્રાપ્ત કરાવી આપે તો તેમનો હું ઋણી રહીશ.વિનેશ અંતાણીની હમણાં જ પ્રગટ થયેલ ‘ એક હતો વીનેશ ‘ , સંજય છેલ સંપાદિત ‘ મુઠ્ઠી ઉંચેરા કાન્તિ મડિયા ‘ અને કઈ કેટલીય કે જે સ્મૃતિમાંથી અલોપ થઇ ગઈ છે ! હજુ તો કઈ કેટલાયે એવા આપણા સાહિત્યકારો છે કે જેઓએ આત્મકથા નથી લખી અથવા તો તેઓ સદગત થયા છે [ કવિશ્રી અનિલ જોશીની આત્મકથા નવનીત સમર્પણમાં હાલમાં ચાલી જ રહી છે. ] જોકે , મને એક સર્જકની આત્મકથા ન લખાઈ શકી એનો આજીવન અફસોસ રહેશે , અને તેઓ છે : કવિવર રમેશ પારેખ. [ તમારા કોઈ પ્રિય સાહિત્યકાર / વ્યક્તિત્વની આત્મકથાની કોઈ આવી ખ્વાઈશ ખરી ? ]

5} આવનાર મહિનામા મારા પુસ્તકોની ઝાંખીનો કદાચિત ચોથો અને અંતિમ ભાગ , હું મુકવાનો પ્રયત્ન કરીશ કે જેમાં રેખાચિત્રો / સંસ્મરણો / ચરિત્ર-આલેખન / મુલાકાત / વાર્તાલાપ – સંવાદ / વ્યક્તિ વિશેષ હશે કે જે સ્વયંમા જ નાના તો નાના અંશે આત્મકથાની એક ઝલક પુરી પાડશે.

” ત્યારબાદ કોઈ પણ આવી સચિત્ર પોસ્ટ નહીં મુકું અને સીધું જ એક અલગ પેઈજ બનાવીને મારા દરેકેદરેક પુસ્તકોની માહિતી તે પેઈજ પર મૂકી દઈશ અને નવા પુસ્તકો આવ્યે અપડેટ કરતો રહીશ. ”

અહિંયા કોઈ ગુજરાતી આત્મકથાનક છૂટી ગયું હોય તો કૃપયા જાણ કરશો મિત્રો .

{ પૂર્વે } મારા પુસ્તકોની ઝાંખી – ભાગ 1 & 2

! બ્રેકીંગ ન્યુઝ !

વર્ષોના અજ્ઞાતવાસ બાદ બંદા હવે ફેસબુકના આંગણે ઠેકડા-ઠેકડ કરી રહ્યા છે , તો જે મિત્રો ત્યાં મારી સાથે ‘ જંપ વિથ જોય ‘ કરવા માંગતા હોય તે સિમ્પલી સર્ચ કરો : Nirav Says 🙂


સત્યના પ્રયોગો [ ગાંધીજી ] | નવજીવન

મારી જીવનકથા : જવાહરલાલ નહેરુઅનુ: મહાદેવભાઈ દેસાઈ

નવજીવન । 500


સરદાર પટેલએક સમપિર્ત જીવન [ by રાજમોહન ગાંધી ] । અનુ. : નગીનદાસ સંઘવી

નવજીવન । 300

સફળ નેતૃત્વની કથા : સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર – 1&2 । યશવંત દોશી

નવજીવન । 400


ઝલક : બાળપણની [ ઓશો ] । અનુ. : દુભાષી

[ Gujarati Translation of ‘ Glimpses of a golden childhood ‘ ]

ઉપનિષદ ચેરીટેબલ ટ્રસ્ટ । 200

મુક્ત ગગનનું મસ્ત પંખી [ ઓશો જીવન દર્શન ] । અનુ : એન.જી.વખારિયા

ઓશો પ્રેમાંજલિ ધ્યાન કેન્દ્ર / ઉપનિષદ ચેરીટેબલ ટ્રસ્ટ । 200


મારી જીવનયાત્રા : બબલભાઈસંકલન / સંપાદન : મહેન્દ્ર ભટ્ટ

યજ્ઞ પ્રકાશન । 20

મારી જીવનકથા : મામાસાહેબ ફડકે

નવજીવન પ્રકાશન મંદિર । 60


ખુદાઈ ખિદમતગાર [ ખાન અબ્દુલ ગફારખાન ] | અનુવાદ : અમૃત મોદી

યજ્ઞ પ્રકાશન । 100

એક સાધિકાની જીવનયાત્રા [ મીરાબહેન ( મેડેલિન સ્લેડ ) ] | અનુવાદ : વનમાળા દેસાઈ

યજ્ઞ પ્રકાશન । 200


મઝધાર [ હેલન કેલર ] । અનુવાદ : વિઠ્ઠલદાસ મગનલાલ કોઠારી

નવજીવન ટ્રસ્ટ । 150

મારી આત્મકથા [ ચાર્લી ચેપ્લિન ] । અનુ. : રવિન્દ્ર ઠાકોર

[ Gujarati Translation of Charles Chaplin’s ‘ My Autobiography ‘ ]

ગુર્જર । 160


અંતર છબિ [ ઝવેરચંદ મેઘાણી ] । સંપાદક : હિમાંશી શેલત , વિનોદ મેઘાણી

ગુર્જર પ્રકાશન । 300

પ્રજાવત્સલ રાજવી [ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ] | લેખક : ડો.ગંભીરસિંહ ગોહેલ

રાજવી પ્રકાશન । 600


મનીષીની સ્નેહગાથા [ દાદા ધર્માધિકારી ] । અનુવાદ : કાંતિલાલ શાહ

યજ્ઞ પ્રકાશન । 40

મારી જીવનકથા : જુગતરામ દવે

નવજીવન ટ્રસ્ટ । 70


અડધે રસ્તે , સીધા ચઢાણ , સ્વપ્નસિદ્ધિની શોધમાં [ કનૈયાલાલ મુનશી ]

ભારતીય વિદ્યા ભવન & ગુર્જર । 100 / 170 / 220 respectively


સ્મરણયાત્રા ~ નાનપણનાં કેટલાંક સંસ્મરણો [ કાકાસાહેબ કાલેલકર ]

નવજીવન । 60

પરિવ્રાજકનું પાથેય ~ કાકા કાલેલકરની જીવનકથાલેખક : જ્યોતિ થાનકી

શબ્દલોક પ્રકાશન । 150


મણિલાલ.ન.દ્રિવેદીનું આત્મવૃતાંતસંપાદક : ધીરુભાઈ ઠાકર

ગુર્જર । 130

ઘડતર અને ચણતર [ નાનાભાઈ ભટ્ટ ]

સંસ્કાર સાહિત્ય મંદિર & ગુર્જર । 300


ફૂટનોટ [ યશવંત મહેતા ]

ગુર્જર । 150

બાંધ ગઠરિયા : 1 & 2 [ ચં.ચી.મહેતા ]

નવભારત । 250


સોગંદનામુ [ ખલીલ ધનતેજવી ]

ઇમેજ પબ્લિકેશન । 250

મુક્તિ-વૃતાંત [ હિમાંશી શેલત ]

અરુણોદય પ્રકાશન । 180


વનાંચલ [ જયંત પાઠક ]

શબ્દલોક પ્રકાશન । 100

સદમાતાનો ખાંચો [ ઉશનસ ]

આદર્શ પ્રકાશન । 150


જલસા અવતાર [ ચિનુ મોદી ]

બૂક્પબ । 325

મારો આતમરામ [ ચંદ્રકાન્ત ટોપીવાળા ]

પાર્શ્વ પબ્લિકેશન । 250


જે.કૃષ્ણમૂર્તિની જીવનકથા । બબાભાઈ પટેલ

ગુર્જર । 180

અનંતનો અઠંગ અભ્યાસી : શ્રીનિવાસ રામાનુજન [ by રોબર્ટ કાનિજેલ ]

 અનુ. : અરુણ મ.વૈદ્ય , નટવર ન. રોઘેલિયા

[ Gujarati Translation of ‘ The Man who knew infinity : A Life of the genius Ramanujan  ‘ ]

નેશનલ બુક ટ્રસ્ટ । 430


મકરંદ સમીપે [ મકરંદ દવે ] । સંપાદન : ઈશા-કુન્દનિકા , વિમલ વ.દવે

નવભારત । 200


નોખા મિજાજનો અનોખો ચિત્રકાર : ભૂપેન ખખ્ખર [ by મહેન્દ્ર દેસાઈ ] । અનુવાદ : હિમાંશી શેલત

વિકલ્પ પ્રકાશન । 200

અંતરનાદ [ મૃણાલિની સારાભાઈ ] । અનુ: બકુલા ઘાસવાલા

ગુર્જર । 475


આત્માની ધધખ [ સૈયદ હૈદર રઝા ] । અનુવાદ : જનક ત્રિવેદી

આર્ચર । 300

દાદાનો ડંગોરો લીધો , તેનો તો મેં ઘોડો કીધો [ એમ.એફ.હુસૈન ] । અનુ : જગદીપ સ્માર્ત

આર્ચર । 300


ગુજરાતમાં કલાના પગરણ [ રવિશંકર રાવળ ]

આર્ચર । 500

સુરત મુજ ઘાયલ ભૂમિ [ ભગવતીકુમાર શર્મા ]

સાહિત્ય સંગમ । 500


છબી ભીતરની [ અશ્વિન મહેતા ]

રંગદ્વાર પ્રકાશન । 150

પુરુષાર્થ પોતાનો : પ્રસાદ પ્રભુનો [ ડો.એચ.એલ.ત્રિવેદી ] । ભાવાનુવાદ : ડો.અરુણા વિશ્વનાથ વણીકર

[ Gujarati Translation of ‘ Tryst with Destiny ‘ ]

નવજીવન । 300


એક્શન રિપ્લે : ભાગ 1&2 [ તારક મહેતા ]

નવભારત । 400


બિલ્લો ટિલ્લો ટચ [ ગુણવંત શાહ ]

આર.આર.શેઠ । 175

જાત ભણીની જાત્રા [ ગુણવંત શાહ ]

આર.આર.શેઠ । 175


બક્ષીનામા [ ચંદ્રકાંત બક્ષી ]

નવભારત । 300

એવા રે અમે એવા [ વિનોદ ભટ્ટ ]

ગુર્જર । 180


રેવન્યુ સ્ટેમ્પ [ અમૃતા પ્રીતમ ] । અનુ. : જ્યા મહેતા

[ Gujarati Translation of ‘ Revenue Stamp ‘ ]

ગુર્જર । 140

બિન્દાસ ખુશવંત [ ખુશવંત સિંહ ] । અનુ. : આદિત્ય વાસુ

[ Gujarati Translation of ‘ Absolute Khushwant ‘ ]

નવભારત । 150


મારા અનુભવો [ સ્વામી સચ્ચિદાનંદ ]

ગુર્જર । 100

યોગી કથામૃત [ પરમહંસ યોગાનંદ ]

જયકો । 100


ઈડલી , ઓર્કિડ અને મનોબળ [ વિઠ્ઠલ વ્યંકટેશ કામત ] । અનુ. : અરુણા જાડેજા

મીડિયા પબ્લિકેશન । 160

સપનાથી સફળતા [ કિશોર બિયાણી ]

આર.આર.શેઠ । 150


મારુ સ્વપ્ન [ વર્ગીસ કુરિયન ] । અનુ : સુધા મહેતા

[ Gujarati Translation of ‘ I too had a dream ‘ ]

આર.આર.શેઠ । 150

અગનપંખ [ ડો.એ.પી.જે અબુલ કલામ ] । અનુ. : હરેશ ધોળકિયા

[ Gujarati Translation of ‘ Wings of Fire ‘ ]

ગુર્જર । 125


આત્મકથા : સ્વરૂપ અને વિકાસ [ by રસીલા કડિયા ]

પાર્શ્વ । 300


સત્યની મુખોમુખ [ પાબ્લો નેરુદા ] । અનુ : ધીરુભાઈ ઠાકર

[ Gujarati Translation of ‘ Memoirs ‘ ]

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ । 300

શબ્દો [ જયાં પૉલ સાર્ત્ર ] । અનુ : રવિન્દ્ર ઠાકોર

[ Gujarati Translation of ‘ The Words ‘ ]

અરુણોદય પ્રકાશન । 100


અજાતશત્રુ લિંકન [ અબ્રાહમ લિંકન ] । અનુ. : મણીભાઈ ભ. દેસાઈ

નવજીવન । 30

સ્ટીવ જોબ્સ [ by વોલ્ટર આઇઝેકસન ] । અનુ : દિલીપ ગોહિલ

આર.આર.શેઠ । 399