ટૅગ્સ
4th year of nirav says, Fools Gold by Zak Stolltz, Gotham City SF, Hi I'm carl by Jack Tew, Le Gouffre, Short Movies, The Gift by Miniestudio, The man with two mouths, The Pavement
1] ચાર વર્ષ !!!! [ ચાર આશ્ચર્યચિન્હ સાથે ] અમેરિકનો મારો બ્લોગ બર્થડે ખૂબ જ ભાવથી ઉજવે છે , તે તેમની મોટપ છે [ માટે જ ત્યાં મોટાપો મોં ફાડીને ઉભો છે ! ] પણ એ વાત જવા દ્યો . . કેમકે આજે હું શું કહું અને કેમ કહું , એ જ મને સૂઝતું નથી ! ચાર વર્ષ થવા આવ્યા તો ય હું સુધર્યો નથી એમ જો તમે કહેવા માંગતા હો તો , તમારી જાણ ખાતર એ વાત મને પહેલા વર્ષથી જ ખબર છે 🙂
2] આ ચાર વર્ષો દરમ્યાન ઘણું શિખાયું છે , ઘણું વહેંચાયું છે અને ઘણું અનુભવાયું પણ છે . . હજુ પણ બ્લોગીંગનો ઉત્સાહ [ અને એ પરિણામે કેડ ભાંગી નાખે તેવી લાંબી પોસ્ટ્સ ] ઘટ્યો નથી. પણ જેમ સમય ગયે આંખમાં ઝાંખપ આવે , પગ લથડવા માંડે , માથેથી વાળ ઘેરહજાર રહેવા લાગે અને દિવસમાં 10 વાર હેં ! કરતા થઈએ તેવી રીતે જ પાછલા વર્ષમાં બ્લોગીંગમા ઘણો બ્રેક પડ્યો છે , મનેકમને અટકવું પડ્યું છે છતાં પણ તમારા સૌની બીક રાખ્યા વગર કહું તો હજુ પણ પુરા 10 વર્ષો સુધી બ્લોગીંગ કરવાનો ઈરાદો છે. [ પછી ભલેને વર્ષની એક જ પોસ્ટ હોય ! ]
3] આ જ દરમ્યાન ઘણા ઉત્તમ ઈંગ્લીશ મુવી બ્લોગ્સ બંધ થતા જોયા છે [ આ જ વર્ષમાં 4 બ્લોગ્સ ~ ઘણા જ પ્રભાવી અને માહિતી તથા તકનિકી’ના જાણકાર : એમાં એક તો ઇન્ડોનેશિયાના લેડી બ્લોગર પણ હતા! ] ત્યારે મને પણ એમ થાય છે કે , સાલું કોઈ દી હું પણ અડફેટે નહીં ચડી જાઉં ને !? આજથી 5 વર્ષ પછી હું શું કરતો હોઈશ ? સંજોગો અનુકૂળ હશે !? ચટકારા ભરતું પેશન યથાવત હશે ? . . . પણ આવું બધું જ્યારે બ્લોગીંગ શરૂ નહોતું કર્યું કે પછી શરૂ કર્યું ત્યારે પણ ન્હોતું વિચાર્યું તો હવે શું કામ વિચારવાનું ! વિચારીને ક્યાં દિવસે બ્લોગીંગ થયું હતું તો હવે થશે ! 😉 તો પછી હું તમને ધક્કો મારું અને તમે મને ધક્કો મારો એ ન્યાયે ગાડી ખેંચતા જઈએ અને માઈલેજની ફિકર છોડીને ફકીર બનીને એય ને મોજ નો કરીએ બાપલીયાવ . . .
4] થોડા સમય પહેલા જ એક પ્રમુખ ગુજરાતી વેબસાઈટ તરફથી મુવીઝ પર લખવા સપ્રેમ નિમંત્રણ મળ્યું ત્યારે અચાનક ઝટકો લાગ્યો કે રમત રમતા રમતા ક્યાં સુધી આવી પહોંચ્યા ! અને સમાંતરે ત્યારે જ ભાન થયું કે આટલા સન્માનીય પ્લેટફોર્મ પર લખવા માટે જરૂરી સજ્જતા મારી પાસે નથી !! પણ નિશ્ચય જરૂર કરાયો છે કે એ સ્તરે પહોંચવું તો ખરું જ. [ ઈરાદો મજબૂત હશે અને મહેનત થશે તો આવતા વર્ષે ત્યાં પણ કૈક રજૂ કરવાની ઈચ્છા છે. ]
5] અને એક મુખ્ય વાત તો ભુલાઈ જ ગઈ ! . . . તમે સૌ યાર 🙂 અવાચક કરી દેતા વાચકો. [ આજુબાજુમાં જુઓ માં , તમને જ કહું છું ] આભાર મિત્રો , તમે ના હોત તો હું પણ ન હોત.
6] તો લ્યો ત્યારે , આંગણે આવ્યા જ છો તો માણો આ શોર્ટસ [ ઘણા દિવસોથી શોર્ટ ફિલ્મો બ્લોગ પર મુકાતી જ ન્હોતી , ઓલમોસ્ટ સો’એક શોર્ટ્સ માળિયામાં ધૂળ ખાતી પડી છે અને ભવિષ્યમાં મહિનામાં એક પોસ્ટ તો શોર્ટની મુકવી જ છે. ] તો લો ત્યારે ત્રણેક મહિના સુધી મને રજા આપો અને તમેય ઘડીક પોરો ખાવ . . [ ‘પોરો’ યુ નો નાં !? ]
7] અને હાં , આટલા અપડેટ પેઇજીસ ઓછા હતા ત્યાં હજુ એક અપડેટ પેઈજ બનાવાયું છે : Hollywood ~ Pre 2013
:: બાય ધ વે ::
પહેલી અને છેલ્લી શોર્ટ મુવી અમારી ફેવરિટ છે.
[ ટાઈમ લેપ્સ અને સ્લો મોશન ~ કેમેરાના બે કામણગારા તીર ! ]
:: (બાય) બાય ધ વે ::
અપડેટ પેઇજીસ પર તો હું સદાકાળ ઠૂમક ઠુમક કરતો જ રહીશ , એ તો જાણ હશે જ વારું ! પણ તમે મારું અપડેટેડ ‘ અબાઉટ પેઈજ ‘ જોયું !? [ કે જે દર બે વર્ષે અપડેટ કરવાના વિચિત્ર નિર્ણય તળે નિર્માણાધીન છે ! ]
jagdish48 said:
સાલું ! માથે ધોળા આવ્યા વિના ‘માથેથી વાળ ઘેરહજાર રહેવા લાગે’ હેં ?
LikeLike
નિરવ said:
ધોળા આવે તો ય એટલો હરખ તો હોય કે વાળ તો સાબૂત છે 🙂
ન સંભળાયાના ‘હેં’થી , સંભળાઈ ગયા બાદના ‘હેં’ સુધીની સફર એટલે જિંદગી 🙂
LikeLiked by 1 person
jugalkishor said:
અભીનંદન અને શુભેચ્છાઓ !
LikeLike
નિરવ said:
ખૂબ ખૂબ આભાર જુ.દાદા 🙂
LikeLike
Pinakin said:
Many congratulations bro, keep growing.
LikeLiked by 1 person
નિરવ said:
થેન્ક્સ દોસ્ત પિનું , વધશું તો ખરા જ પણ એક શરતે : ભેગા રહેજો રાજ . . . 🙂
LikeLiked by 2 people
કાર્તિક said:
લગે રહો. દસ વર્ષ પછી પહેલા-બીજા વર્ષની ‘પોસ્ટો’ જોશો ત્યારે મઝા આવશે!!
LikeLiked by 1 person
નિરવ said:
ખરેખર કાર્તિકભાઈ , આ વાતનો અણસાર તો આજથી જ આવવા લાગ્યો છે. ક્યારે આપણે છોકરમત કરતા કરતા નાના છોકરાઓને રમાડતા થઈ જઈએ કે ખબર જ ન પડે !!! આગળ ચાલતા ચાલતા પાછળ વળીને જોવાનું નામ જ જિંદગી 🙂
LikeLiked by 1 person
thenikitadongare said:
Hey ,
Congratulations !!!
And very happy birthday to ur blog 💐🎂
LikeLike
નિરવ said:
Thanks Nikita . My Blog birthday is more precious than my birthday 🙂
LikeLiked by 1 person
thenikitadongare said:
Hope u enjoyed and Did celebration 🎊🎉
LikeLike
નિરવ said:
Aek-Jet-Li 😀
LikeLiked by 1 person
D A R S H I T said:
વર્ષગાંઠ મુબારક હો! ખુબ ખુબ અભિનંદન… અને નિરંતર આગળ વધતા રહો એવી શુભેચ્છાઓ.
LikeLike
નિરવ said:
ભારોભાર આભાર , આપ તો જાનતે હી હૈ એક કમેન્ટ ઔર ચાર સાલ કી કિંમત દર્શિતબાબુ ! 🙂
LikeLike
Anila Patel said:
Khoob khoob abhinandan Nirav blogne. Foolifaline motu vatvrukah bahe evi shubhexhchho sah.
LikeLike
નિરવ said:
આભાર અનિલામેમ. હમઉમ્ર મિત્રો તો વાંચે જ છે પણ આપ સૌ વડીલો પણ બ્લોગ વાંચતા રહો છો તેને હું મારી ખુશનસીબી સમજુ છું. [ આમેય ગુજરાતી બ્લોગજગતમા યુવાઓ કરતા વધુ સક્રિય આપ સૌ વડીલો જ છો. ]
LikeLike
Sam said:
Congratulations for the fourth ‘4th of July’ 🙂
and we want
LikeLike
નિરવ said:
થેંક્સ સેમ , અમો તો મોર પણ ઈચ્છીએ છીએ અને શિર’મોર’ થવા પણ ઇચ્છીએ છીએ કેમકે ; બ્લોગીંગ’ની બાબતમાં તો હંમેશા ” મન મોર બની થનગનાટ જ કરે છે . . ” 🙂
LikeLike
Prashant Goda said:
ખુબ ખુબ અભિનંદન…
LikeLike
નિરવ said:
આભાર . . જુના અને જાણીતા (અને માનીતા) મિત્ર 🙂
LikeLike
gujjuwanderer said:
Have you written about ‘Lava’ anywhere yet?
LikeLike
નિરવ said:
Not written . . but watched already . Nice Disney Short .
BTW : Nice Gravatar , I say .
LikeLiked by 1 person
gujjuwanderer said:
Cool! Thanks dude. That’s from one of the shows I performed in last year. 🙂
LikeLike
નિરવ said:
તો તો , તે પરફોર્મન્સ પર એક પોસ્ટ તો બને જ છે , પ્રિમા 🙂
LikeLike
gujjuwanderer said:
That was last year dude. Ages ago. Almost a year ago in fact. 🙂 It’s definitely not post-worthy. For now I am struggling through about 300 odd photos of Montreal deleting copies and such before I can share them. Then it’s London story time 🙂
LikeLike
નિરવ said:
જોકે ; સ્મૃતિઓ અને વાઈન તો જૂની થયે વધુ ઘટ્ટ અને નશીલી બનતી જાય છે [ બાકી પાસવર્ડ તો તમારી પાસે જ છે 😉 ]
300 ફોટોઝ ! માટે જ હું પુનરાવર્તન’ના ભયે પણ કહેતો રહુ છું કે ફોટોઝ ક્યાં !?
ઓય બાપલીયા . . લંડન !! [ કંટ્રીસાઈડ જોવા મળે તો અમોને બખ્ખા થઇ જાય . . . અમોને તો એક જ સર્વોચ્ચ મહેચ્છા છે કે કોઈ દી અમ નશ્વર જીવ શાશ્વત એવા સાઉથ ઓફ ફ્રાંસ’ના દર્શન કરી શકીએ ! ] બાકી અત્યારે તો તમે જ ખરા ‘વાન્ડરર’ છો જયારે અમો ‘વાંદરાઓ’ ઘરે બેઠા હૂપાહૂપ કરીએ છીએ 😀 ‘
LikeLiked by 1 person
gujjuwanderer said:
Yeah it’s been insane. An exam Ive been preparing for and a show to perpare for at the end of the month (as I found out literally today) and the daily grind = not much time for blog.
And yet, I have a bunch of things I need to do on the blog soon enough.
1) sort through and upload Montreal photos
2) Try to migrate the blog to Medium
3) Write an open letter on the blog I’ve been meaning to write for over a month now
4) Write about London before the next trip and sort through hundreds of photos of London and upload
LikeLike
નિરવ said:
That happens as it happens , as life happens . In short ‘ That’s that ‘ 🙂
But why migrating !? you can start new blog at Medium & then think over it .
Open Letter !!!
WinterLetter is coming . . . 😉 Waiting eagerly .LikeLiked by 1 person
gujjuwanderer said:
May be I’ll keep both for a while and see how I feel and all. Medium just has a lot of audience and no Gujarati content on it (yet). and I love its clean interface and integrations and such. WordPress just feels like its days are over.
LikeLike
નિરવ said:
Once you will be there at Medium & that would be ” Gujarati Medium ” 😀
& by saying clean interface , are you pointing towards my blog , where each & every space is covered by something !? 😉 😉
LikeLike
gujjuwanderer said:
Lol nop, trust me I didn’t mean to point to anyone’s blog at all. The Medium thing is now up and running btw. Link on my ‘About me’ page when you get a chance 🙂
P.S. I definitely believe that we need to start a Guj community there. Medium is huge for writing these days.
LikeLike
નિરવ said:
Just visited . . that’s slick & simple . [ Link on about page is not whole ]
Community . . Hmm , let’s see what happens ahead . by the way That would be really nice thought .
LikeLiked by 1 person
gujjuwanderer said:
Corrected. Thanks for leeting me know 🙂
LikeLike
Chirag said:
Congratulations..
ઘણા સમય પછી તમારી થોડી પોસ્ટ જોઈને આનંદ થયો, હજુ વાંચવાની બાકી હોવાથી એ વિષે પછી કમેંટ કરીશ.
LikeLike
નિરવ said:
Thanks Chiragbhai 🙂
{ Waiting for that precious comment. }
LikeLike
saksharthakkar said:
Congratulations… I’m sorry I’m late… અત્યારે થોડી busy life ચાલે છે… irregular blog posting ની સાથે સાથે હમણાંનું irregular reading પણ થઇ ગયું છે… પણ reading ચાલુ જ છે… તમારી કોઈ પણ post વાંચ્યા વગર નથી જવા દેતો… અને તમારા reviews માંથી save કરેલી movies પણ list માંથી ધીમે ધીમે જોવાયા કરાય છે…એ તો ખતમ થવાની જ નથી અને કરવી પણ નથી…તમે નવી નવી movies આપ્યા જ કરો છો એ listમાં ઉમેરવા અને આપ્યા જ કરશો એવી શુભેચ્છાઓ… Keep it up!
LikeLike
નિરવ said:
આને જેટલેગ’ની જેમ બ્લોગ’લેગ કહેવાય 😉 પણ ઘરમાં કાનુડો આવે એટલે એવું જ થવાનું 🙂 [ આશા છે કે બાળરાજા ઉપર નજદીકના સમયમાં જ એક મસ્ત ક્રિયેટિવ પોસ્ટ આવશે ]
પણ તમે જે મુવીઝ ના ગમી હોય કે મારા દ્વારા ઓવરરેટેડ ડિક્લેર કરાઈ હોય તેનો પણ ખોંખારો ખાજો હો 🙂
તમે મોડા પડ્યાની ફરિયાદ કરો છો પણ અમો તો , તમે મોડેથી પણ કમેન્ટ કરીને બિરદાવો છો એમાં જ ધૂનતાનાના… થઇ જઈએ છીએ 😀
LikeLiked by 1 person
Prempriya said:
Congrats…. Keep it up
LikeLike
નિરવ said:
Thanks Mam 🙂
LikeLiked by 1 person
Prempriya said:
Whats this link?
LikeLike
નિરવ said:
Which One ? I don’t see any link here !
LikeLike
Prempriya said:
http://io.poll.fm/js/rating/rating.js
Can see with ur comment
LikeLike
નિરવ said:
That’s a Poll feature provided by wordpress ( kind of rating advertise ) , not from me .
Just usual , nothing else .
Plz ignore it 🙂
LikeLike
Prempriya said:
Yes…. I got it…. Active after so long so hv to understand new things… Want to be regular this time…
LikeLiked by 1 person
yuvrajjadeja said:
Congratulations bandhu…
9898228949 is my number.. I don’t exist in blogging anymore but In real world I do. I may not miss blogging but will always miss my blogger frnds.. n in that way I miss you the most .. v can talk, n stay connected if you wish
LikeLike
નિરવ said:
ઓહો!! યુવરાજભાઈ , કેટલા દિવસે !?
આપ બ્લોગીંગની દુનિયામાંથી ચાલ્યા ગયા છો ત્યારે એક અંગત મિત્ર ગુમાવ્યાનો અફસોસ રહ્યો છે , કારણકે તે એક જ ગાળામાં ઘણા બ્લોગરોએ ગુજરાતી બ્લોગીંગ’માં પ્રવેશ કર્યો હતો અને તે વર્ષ જ કૈક અનેરું હતું [ કાંઈ આવડતું નહોતું છતાં પણ સામાન્ય વાત પણ કહેવાની એક અલગ મજા , એક અલગ જોસ્સો હતો ] જોકે અમોએ આપના બ્લોગીંગ’માં પરત ફરવાની આશ છોડી નથી હોં . .
આપનો નંબર નોટ કરી લીધો છે પણ ખાટલે મોટી ખોડ એ થઇ કે હમણાં હું બહારગામ હતો અને રાજકોટમાં આવ્યો ત્યારે જ મોબાઈલ ગુમાવી દીધો !!! માટે હમણાં એ ભાંગજડમાં પડ્યો છું 🙂 પણ પૂર્વવત થયે આપને જરૂર સંપર્ક કરાશે અને ઢગલો વાતો કરાશે [ અમે તો હજુ પાદરે બેઠા બેઠા ફિલ્મોની વાતો કરીએ છીએ , જયાં તમો તો સર્જન સુધ્ધાં કરી ચુક્યા છો , માટે અમારે તો આપની પાસેથી ઘણું શીખવાનું બાકી છે ~ તમને થોડી રાહ જોવરાવશું , બાકી તમે ભલે ભૂલી જાવ અમે ક્યારેક તો તમને જરૂર ને જરૂર ભટકાશું 🙂 ]
ઘણા સમયે વાતો કરીને ખુબ આનંદ થયો , ભેરુ .
LikeLiked by 1 person