ટૅગ્સ

, , , , , , , ,

1] ચાર વર્ષ !!!! [ ચાર આશ્ચર્યચિન્હ સાથે ] અમેરિકનો મારો બ્લોગ બર્થડે ખૂબ જ ભાવથી ઉજવે છે , તે તેમની મોટપ છે [ માટે જ ત્યાં મોટાપો મોં ફાડીને ઉભો છે ! ] પણ એ વાત જવા દ્યો . . કેમકે આજે હું શું કહું અને કેમ કહું , એ જ મને સૂઝતું નથી ! ચાર વર્ષ થવા આવ્યા તો ય હું સુધર્યો નથી એમ જો તમે કહેવા માંગતા હો તો , તમારી જાણ ખાતર એ વાત મને પહેલા વર્ષથી જ ખબર છે 🙂

2] આ ચાર વર્ષો દરમ્યાન ઘણું શિખાયું છે , ઘણું વહેંચાયું છે અને ઘણું અનુભવાયું પણ છે . . હજુ પણ બ્લોગીંગનો ઉત્સાહ [ અને એ પરિણામે કેડ ભાંગી નાખે તેવી લાંબી પોસ્ટ્સ ] ઘટ્યો નથી. પણ જેમ સમય ગયે આંખમાં ઝાંખપ આવે , પગ લથડવા માંડે , માથેથી વાળ ઘેરહજાર રહેવા લાગે અને દિવસમાં 10 વાર હેં ! કરતા થઈએ તેવી રીતે જ પાછલા વર્ષમાં બ્લોગીંગમા ઘણો બ્રેક પડ્યો છે , મનેકમને અટકવું પડ્યું છે છતાં પણ તમારા સૌની બીક રાખ્યા વગર કહું તો હજુ પણ પુરા 10 વર્ષો સુધી બ્લોગીંગ કરવાનો ઈરાદો છે. [ પછી ભલેને વર્ષની એક જ પોસ્ટ હોય ! ]

3] આ જ દરમ્યાન ઘણા ઉત્તમ ઈંગ્લીશ મુવી બ્લોગ્સ બંધ થતા જોયા છે [ આ જ વર્ષમાં 4 બ્લોગ્સ ~ ઘણા જ પ્રભાવી અને માહિતી તથા તકનિકી’ના જાણકાર : એમાં એક તો ઇન્ડોનેશિયાના લેડી બ્લોગર પણ હતા! ] ત્યારે મને પણ એમ થાય છે કે , સાલું કોઈ દી હું પણ અડફેટે નહીં ચડી જાઉં ને !? આજથી 5 વર્ષ પછી હું શું કરતો હોઈશ ? સંજોગો અનુકૂળ હશે !? ચટકારા ભરતું પેશન યથાવત હશે ? . . . પણ આવું બધું જ્યારે બ્લોગીંગ શરૂ નહોતું કર્યું કે પછી શરૂ કર્યું ત્યારે પણ ન્હોતું વિચાર્યું તો હવે શું કામ વિચારવાનું ! વિચારીને ક્યાં દિવસે બ્લોગીંગ થયું હતું તો હવે થશે ! 😉 તો પછી હું તમને ધક્કો મારું અને તમે મને ધક્કો મારો એ ન્યાયે ગાડી ખેંચતા જઈએ અને માઈલેજની ફિકર છોડીને ફકીર બનીને એય ને મોજ નો કરીએ બાપલીયાવ . . .

4] થોડા સમય પહેલા જ એક પ્રમુખ ગુજરાતી વેબસાઈટ તરફથી મુવીઝ પર લખવા સપ્રેમ નિમંત્રણ મળ્યું ત્યારે અચાનક ઝટકો લાગ્યો કે રમત રમતા રમતા ક્યાં સુધી આવી પહોંચ્યા ! અને સમાંતરે ત્યારે જ ભાન થયું કે આટલા સન્માનીય પ્લેટફોર્મ પર લખવા માટે જરૂરી સજ્જતા મારી પાસે નથી !! પણ નિશ્ચય જરૂર કરાયો છે કે એ સ્તરે પહોંચવું તો ખરું જ. [ ઈરાદો મજબૂત હશે અને મહેનત થશે તો આવતા વર્ષે ત્યાં પણ કૈક રજૂ કરવાની ઈચ્છા છે. ]

5] અને એક મુખ્ય વાત તો ભુલાઈ જ ગઈ !  . . . તમે સૌ યાર 🙂 અવાચક કરી દેતા વાચકો. [ આજુબાજુમાં જુઓ માં , તમને જ કહું છું ] આભાર મિત્રો , તમે ના હોત તો હું પણ ન હોત.

6] તો લ્યો ત્યારે , આંગણે આવ્યા જ છો તો માણો આ શોર્ટસ [ ઘણા દિવસોથી શોર્ટ ફિલ્મો બ્લોગ પર મુકાતી જ ન્હોતી , ઓલમોસ્ટ સો’એક શોર્ટ્સ માળિયામાં ધૂળ ખાતી પડી છે અને ભવિષ્યમાં મહિનામાં એક પોસ્ટ તો શોર્ટની મુકવી જ છે. ] તો લો ત્યારે ત્રણેક મહિના સુધી મને રજા આપો અને તમેય ઘડીક પોરો ખાવ . . [ ‘પોરો’ યુ નો નાં !? ]

z - blg2

7] અને હાં , આટલા અપડેટ પેઇજીસ ઓછા હતા ત્યાં હજુ એક અપડેટ પેઈજ બનાવાયું છે : Hollywood ~ Pre 2013

:: બાય ધ વે ::

પહેલી અને છેલ્લી શોર્ટ મુવી અમારી ફેવરિટ છે.

[ ટાઈમ લેપ્સ અને સ્લો મોશન ~ કેમેરાના બે કામણગારા તીર ! ]

:: (બાય) બાય ધ વે ::

અપડેટ પેઇજીસ પર તો હું સદાકાળ ઠૂમક ઠુમક કરતો જ રહીશ , એ તો જાણ હશે જ વારું ! પણ તમે મારું અપડેટેડઅબાઉટ પેઈજજોયું !? [ કે જે દર બે વર્ષે અપડેટ કરવાના વિચિત્ર નિર્ણય તળે નિર્માણાધીન છે ! ]