ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

1] મેં કહેલું કે હું ત્રણ પોસ્ટ્સ પુરતો આવ્યો છું [ આદમી મુસાફિર હૈ , આતા હૈ જાતા હૈ . . 😉 ] પણ ફટકે તેનું નામ જ માણસ એટલે આવતા મહીને કદાચ એક પોસ્ટ પુરતો આવું પણ ખરો. [ જય માવઠું ]

2] તો આજની પોસ્ટ એ સીરીઝને સમર્પિત છે કે જે મેં વર્ષ 2012માં ઉતાવળે શરુ કરેલી [ કે જે ઘણી અપૂર્ણ હતી ] અને તે બોધના કારણે જ 2013માં અંદાજે 90%થી ઉપરની મુવીઝ્નો ભર્યોભાદર્યો રીપોર્ટસ આપવામાં આવેલો (link) અને વર્ષ 2014’માં પણ તેવો જ ભારેભરખમ એક ગાઈડ જેવો રીપોર્ટ આપી શકેલો (link) અને આ વર્ષે હવે હેટ્રિક પૂરી થઇ [ અને એ પણ 97 ફિલ્મો સાથે ] હજુ પણ એ જ આશંકા છે કે શું આવતા વર્ષે પણ આ (દુ)સાહસ ખેડી શકાશે !?

3] વર્ષ 2014માં એક પુરા વર્ષમાં કેટલા મુવી/ટીવી સીરીઝ જોઈ શકેલો તેનું માપ રાખવાની ઈચ્છાના ફળરૂપે અમોએ વર્ષ 2015’માં તેનું કાઉન્ટર સેટ કર્યું અને 2015’નો આંકડો હતો : ” 215 ” [ પહેલી મુવી : Sonali Cable અને છેલ્લું મુવી : Blackhat ] અને વર્ષ 2016નો કરંટ આંકડો છે : ” 101 ” [ મેં’નાં અંત સુધી ] જોઈએ હવે , કે 2015ને ઓવરટેઈક થવાય છે કે નહિ !? [ અહીંયા ફ્લેશ જેવી ટીવી સીરીઝ’નાં 23 એપિસોડસની એક સીઝનને એક લેખે જ ગણી છે , નહિ કે 23 લેખે ! અને અન્ય ટીવી સીરીઝ’માં પણ તેમ ~ એક , ગેમ ઓફ થ્રોન્સનાં એપીસોડસને જ હું એપિસોડ વાઈઝ રેટિંગ આપું છું. ] અને વર્ષ 2015’માં થિયેટરમાં જોવાયેલા મુવીઝ્ની સંખ્યા હતી : આઠડે 8 .

4] બાય ધ વે , ટોટલ હોલીવુડ મુવીઝ જોવાયાનો આંકડો 993 એ પહોંચ્યો છે [ હવે સાત પગલા આકાશમાં જ બાકી રહ્યા છે ! ] અને ધીમે ધીમે કરીને વર્લ્ડ મુવીઝ પણ 100નાં આંકડાને પાર કરી ગયા છે . . તો આ હતી એ વિગતો કે જે તમારે ન્હોતી જાણવી છતાં પણ જણાવી દીધી ! તો હવે તમે પણ જણાવી દો કે કયું હોલીવુડ મુવી તમને વધુ ગમ્યું ? કયું અંડરરેટેડ લાગ્યું અને કયું ઓવરરેટેડ લાગ્યું ?

5] (બાય) બાય ધ વે : જયારે વર્ષ પૂરું થાય ત્યારે ઘણાબધા મુવી બ્લોગર્સની વર્ષની ટોપ મુવીઝ કઈ હતી , તે જાણવાની અને માણવાની મજા જ કઈ ઔર હોય છે અને ડીસેમ્બર’નાં આખરી અઠવાડિયાથી લઈને છેક માર્ચ એન્ડિંગ સુધી આવી મસ્ત મસ્ત એન્યુઅલ પોસ્ટ્સ આવતી જ રહે છે કે જે હું બુકમાર્ક કરી રાખું છું [ ટોટલ 57 પોસ્ટ્સ ~ સત્તાવન ] અને જયારે હું મારી વર્ષની ઓલમોસ્ટ તમામ મુવીઝ પૂરી કરી લઉં છું ત્યાર બાદ આ બધી પોસ્ટ્સને મારા લીસ્ટ સાથે સરખાવતા સરખાવતા આનંદ અને આઘાતના મોજાઓ વચ્ચે નાહવાની જે મજા આવે છે કે વાત જ પૂછો માં ! [ એ બધી રીલ ફરી નજર સામે ફરવા માંડે છે અને સ્મૃતિઓનું ચલચિત્ર બની જાય છે. ]


Previous Installments

~ The Best Movies of 2014 ~

~ The Best Movies of 2013 ~

[ Hollywood & World cinema ]


It would take 5 to 6 minutes to load the whole post .


Total movies watched ( released in 2015 )

~ ~ ~ ~ ~

1] Kingsman: The Secret Service 2] Avengers: Age of Ultron 3] Mad Max: Fury Road 4] Jurassic World 5] Focus 6] Ant-Man 7] Fifty Shades of Grey 8] Insurgent 9] The Boy Next Door 10] Cinderella 11] Mission: Impossible – Rogue Nation 12] The Second Best Exotic Marigold Hotel 13] Jupiter Ascending 14] While We’re Young 15] Far from the Madding Crowd England  16] The Age of Adaline 17] Spy 18] San Andreas 19] Tomorrowland 20] Fantastic Four

21] Terminator Genisys 22] Ex Machina England 23] Home 24] The Man from U.N.C.L.E. 25] Spectre 26] Minions 27] The Transporter Refueled France 28] Inside Out 29] A Little Chaos England 30] Madame Bovary France / Germany 31] Pan 32] A Most Wanted Man 33] Mr. Holmes 34] Z for Zachariah 35] Star Wars: Episode VII – The Force Awakens 36] Blackhat 37] Slow West 38] Sicario 39] Bone Tomahawk 40] The Water Diviner Australia

41] The Martian 42] The End of the Tour 43] The Intern 44] Everest 45] The Good Dinosaur 46] Me and Earl and the Dying Girl 47] The Assassin Taiwan / China 48] Steve Jobs 49] The Little Prince France 50] Gett: The Trial of Viviane Amsalem Israel  51] Creed 52] Irrational Man 53] The Prophet Lebanon / France 54] When Marnie Was There Japan 55] The Boy and the World Brazil 56] Brooklyn England / Ireland 57] Bridge of Spies 58] The Danish Girl England 59] Victoria Germany 60] Carol

61] Spotlight 62] White God Hungary 63] Room 64] Mistress America 65] Aferim! Romania 66] Theeb Jordan 67] In Your Eyes 68] In the Heart of the Sea 69] The Peanuts Movie 70] Labyrinth of Lies Germany 71] The Hateful Eight 72] The Lobster England 73] The Hunger Games: Mockingjay – Part 2 74] Phoenix Germany 75] A War Denmark 76] The Second Mother Brazil 77] The Big Short 78] Taxi Iran 79] The Dressmaker Australia 80] Our Little Sister Japan

81]  45 Years England 82] Loreak Spain 83] Anomalisa England 84] The Walk 85] Rams Iceland 86] Goosebumps 87] The Revenant 88] Beasts of no nation 89] Breathe France 90] Mustang Turkey / France 91] Shaun the Sheep Movie 92] Sweet Bean ( An ) Japan 93] Son of Saul Hungary 94] Youth Italy 95] The Gift 96] American Ultra 97] Kumiko, the Treasure Hunter Japan


Yet to watch ‘ movies of the year 2015

( As some movies were just missed or Skipped ! )

A Pigeon Sat on a Branch Reflecting on Its Existence

Girlhood , Unexpected , Dope , Love and Mercy , Crimson Peak , Viva

Magic Mike XXL , Diary Of A Teenage Girl , 99 Homes , Tangerine

Embrace of the Serpent , Macbeth , Arabian Nights , Sea Of Trees

The Tribe , The Duke of Burgundy , Serena , The Cobbler , Southpaw

The Lady in the Van , Queen of Earth , Chi-Raq , The Club ( Chile )

By the Sea , Joy , Suffragette , Pawn Sacrifice , Concussion

What We Do in the Shadows , Ned Rifle , Amy , Love

[ Any strong recommendations for me , from these movies ? ]


Failed to impress , despite it’s Legacy / Character / Theme / Casting !

~ ~ ~ ~ ~

Fifty Shades of Grey , Insurgent , Jupiter Ascending , Goosebumps

San Andreas , Fantastic Four , Terminator Genisys , Spectre

Minions , Pan , Everest , The Hunger Games: Mockingjay – Part 2


Entertainer / Adorable / NotThe Greatbut approaching it !

~ ~ ~ ~ ~

Furious 7


Honourable Mentions

Worth a Watch | Genuine & Sensible Cinema

~ ~ ~ ~ ~

ant1


My Final List

Of

The Greatest Movies

of

2015

[ 31 Movies in 25 Places ]


~ 25 ~

A War [ Denmark ]

wr1

વાત છે , કમાન્ડર ક્લોસ’ની [ Pilou Asbæk ] કે જે અફઘાનીસ્તાનમાં ડ્યુટી પર હોય છે અને એકદા એક વિષમ પરિસ્થિતિમાં એવી તે અફરાતફરી બોલી જાય છે કે સાથી સૈનિકોનો જીવ બચાવતા બચાવતા 10થી 11 નાગરિકો પણ માર્યા જાય છે ! અને તે સબબ ક્લોસ પર કોર્ટની કાર્યવાહી થાય છે કે તેનું જજમેન્ટ સાચું હતું કે ઉતાવળે લીધેલ એક બિનજવાબદાર પગલું હતું !?

Director : Tobias Lindholm

Director : Tobias Lindholm

યુદ્ધ શારીરિક સ્તરે અને તુમુલ યુદ્ધ માનસિક સ્તરે ! ખોટા માણસો સલવાઈ છે ત્યારે વધુ ખોટા અને વધુ ખંધા થઈને બહાર નીકળે છે જયારે કોઈ જવાબદાર અને ફરજપરસ્ત વ્યક્તિ આવા સંજોગોમાં બેવડા ઘા ઝીલે છે ; એક તો દુન્વયી કોર્ટનો અને બીજો આતમરામ’નો ! સતત દુવિધા અને વાસ્તવિકતા નામની બે તલવારો તેની માથે ઝળુંબતી રહે છે . . જબરદસ્ત ડ્રામા , જરા પણ ઓવરડ્રામેટીક થયા વિના [ ક્લોસનો એક જવાબદાર કમાન્ડર તરીકે અને તેની પત્ની મારિયાનો પણ સતત ઝઝુમતી ગૃહિણી તરીકે સુંદર અભિનય ] આ વોર મુવી પણ છે અને સાથોસાથ સિવિલ પણ , કેમકે ઘણી વાર દેખીતા દુશ્મનો સાથે લડવું સહેલું હોય છે પણ સંજોગોરૂપી દુશ્મન મૂંઝવી મારે છે ! સંજોગો તમારું કશુક અમુલ્ય તત્વ સાથે લેતા જાય છે અને સતત એવું લાગે છે , જાણેકે તમે ક્યાંકથી ખંડિત થઇ ચુક્યા છો .

wr4


~ 24 ~ ( Tied )

Anomalisa [ England ]

an1

કસ્ટમર કેર સર્વિસ અંગે જેનો અભિપ્રાય આખરી ગણાય છે તેવા અસામાન્ય માઈકલ સ્ટોનની સામાન્ય જિંદગીની એક અસામાન્ય સાંજની આ વાત છે કે જયારે બીજા શહેરમાં હોટેલ રોકાણ દરમ્યાન તેની મુલાકાત તેની એક્સ ગર્લફ્રેન્ડ અને એક સાવ અજાણી ફેન જેવી કસ્ટમર સર્વિસ આપતી યુવતી લીસા સાથે થાય છે અને આ બે ઘટનાઓની વચ્ચે તે કઈક નોખું વત્તા અનોખું અનુભવે છે [ બાય ધ વે : નોખા અને અનોખામાં શું ફેર ? ટેલ ટેલ ગોપી ટેલ ] તેની મૂંઝવણ વધે છે કે પછી કૈક નોખી જ મૂંઝવણ ઉભી થાય છે તેનો જવાબ તો તમારે આ ધીમી અને ધીંગી મુવી જોઇને અત્યંત ધીરજથી મેળવવો પડશે . અને એનોમલીસાનો અર્થ કમ ભાવાર્થ પણ તમને લટકામાં મળશે એ પણ નકકી !

Directors : Charlie Kaufman & Duke Johnson

Directors : Charlie Kaufman & Duke Johnson

એક ટેકનીકલ માસ્ટરપીસ ! એનીમેશન લેવલ પર પણ અને કોમ્પલેક્ષ એવા સ્ક્રીનપ્લે લેવલ પર પણ . જબરદસ્ત દુવીધાઓથી ભરપુર અને વિચિત્ર છતાં પણ જકડી રાખે તેવું [ આમ પણ સામાન્ય સંજોગો કંટાળો જ અવરાવે છે ! ] તમે કોના વખાણ કરો , પીસ બાય પીસ , સ્ટેપ બાય સ્ટેપ કંડારેલા સ્ટોપ મોશન એનીમેશનનાં કે આટલા અઘરા સેટઅપ બાદ પણ ક્લાસિક સ્ક્રીપ્ટનાં કે દિવ્ય એવી સિનેમેટોગ્રાફીના !!! ઘડીક તો કંટાળો આવશે કે હરેક દ્રશ્ય ક્યા દોરી જાય છે અને વાતમાંથી વાર્તા વહેતી થશે કે નહિ !? પણ આખરે જિંદગીને કોણ સમજી શક્યું છે !? [ યાદ કરો : વાડી અને મૂળા ] મુવીના બે સંવાદો યાદગાર છે અને તેમાંથી જ મહત્તમ અણસાર આવી જાય છે કે ઘાટ પર ઘટતી ઘટના ક્યા દોરી જાય છે . . 1] Our time is limited, we forget that. & 2] Sometimes there’s no lesson. That’s a lesson in itself. [ માર સૂટીયા , બાદશાહો ] P.Sમુવી ઘણું Explicit છે માટે સંભાળીને !

an2


~ 24 ~ ( Tied )

The Lobster [ England ]

lb2

નજીકના ભવિષ્યની વાત છે  . . કોઈને પણ એકલા રહેવાની છૂટ નથી , કાં તો કોઈ સાથી શોધો નહિતર તમને કોઈ પ્રાણીમાં પરિવર્તિત કરી નાખવામાં આવશે [ ઓય બાળી ! ] એક છેલ્લી તક રૂપે એક હોટેલમાં તમને થોડા દિવસો સુધી સાથી શોધવાની અવધી અપાશે , જો કોઈ મળી ગયું તો સીતારામ નહિતર રામ બોલો ભાઈ રામ 😉 અને ડેવિડભાઈ [ Colin Farrell ] પરાણે આવી પહોંચે છે આ હોટેલમાં અને શરુ થાય છે હાડમારી અને મારામારી !! પણ ઇન્ટરવલ બાદ વાત અને વહેણ બદલાય છે અને કૈક સામા છેડાનો જ મીઠો સંઘર્ષ માથે આવી પડે છે અને ફરી શરુ થાય છે કોમેડી અને ટ્રેજેડીનું કિલિંગ કોકટેઈલ. શું હતું એ ? એ તો તમારે જ જોવું રહ્યું ને . .

Director : Yorgos Lanthimos

Director : Yorgos Lanthimos

એક અનહદ વિચિત્ર કન્સેપ્ટ અને તેવી જ ઓફબીટ લવસ્ટોરી ! જો તમને આર્ટ હાઉસ ઉર્ફે ઈન્ડી મુવીઝ ગમતી હોય , લટકામાં મગજ બ્હેર મારી જાય તો પણ વાંધો ન આવતો હોય , તો તો આ મુવી તમારા ને મારા જેવા ઘનચકકરો માટે જ છે 😀 કન્ફયુઝડ વત્તા ડીફ્યુઝડ પાત્રમાં બરાબરનો ખીલી ઉઠતો Colin Farrell અને નમણી નાર એવી Rachel Weisz‘નાં આલાતરીન અભિનય માટે જોવા જેવું મસ્ટ વોચ મુવી [ બાય+ધ+વે અમો Rachel’નાં ધ મમ્મી’નાં જમાનાથી પંખા છીએ કે જેની જાણ પોતીકી મમ્મીને પણ નથીએ સઘળો ડાયસ્ટોપીયન માહૌલ જે રીતે ઉભો કરાયો છે કે તમને સતત લાગે કે હવામાં અને દાળમાં કૈક કાળું છે [ મતલબ કે પોઝીટીવ રીતે 😉 ] એક ક્રેઝી , મૂડી , ધૂની કે પછી જે કાઈ પણ કહો , આ મુવીમાં હ્યુમરનો સતત એક અંડર કરંટ વહે છે [ ટ્રેજિક ઘટનાઓ દરમ્યાન પણ ] કે જે કયારે પલટી મારીને ઉદાસીન કરી મુકે કહેવાય નહિ [ એક પળ એ એવી દેશે કે વિતાવી નહિ શકે ~ જય મરીઝ ] જય માહૌલ , જય પાત્રો અને જય વિસ્મય !


~ 23 ~

White God [ Hungary ]

wg1

વાર્તામાં કહીએ તો તેરી મહેરબાનીયા જેવું થોડું ઘણું [ એટલે કે થોડું જ ] ! અરે પેલું જેકી શ્રોફવાળું મુવી દોસ્તો , કે જ્યાં કુત્તે મેં તેરા ખૂન પી જાઉંગા નહિ પણ કુત્તો તમારું [ મતલબ કે એમનું ઉર્ફે દુષ્ટ માણસોનું ] ખૂન પી જશે 😉 લીલી’નાં [ Zsófia Psotta ] માબાપ અલગ થઇ ચુક્યા હોય છે અને લીલી પણ એક અલગાવની દુનિયામાં મોટી થઇ રહી હોય છે , બસ હુંફ હતી તો એકમાત્ર મૂક સાથી એવા ડોગી હેગનની . . કે જે સતત દિન રાત લીલી’નાં પડછાયાની જેમ તેની સાથે જ રહેતો હતો પણ અચાનક સંજોગો એવા ઉભા થયા કે લીલીના પિતાએ હેગનને અજાણ્યા રસ્તાઓ પર રખડતો છોડી મુક્યો કે જ્યાં બહારની દુનિયામાં બિનવારસી કુતરાઓની હાલત ખુબ જ ખરાબ હતી અને અહીંથી શરુ થાય છે વાત લીલીની અને મુખ્ય વાત હેગનની અને તેના પર વિતેલી આપવીતીની . . .

Director : Kornél Mundruczó ( Right )

Director : Kornél Mundruczó ( Right ) & Teresa Miller ~ Dog trainer ( Left )

મુવીને સામાન્ય કથાનકમાંથી અસામાન્ય બનાવતા બે પાસાઓ છે : એક તો વાસ્તવિક અને તીવ્ર અનુભૂતિ ધરાવતો લાગણી અને કાળજીવાળો સ્પર્શ અને બીજું સ્પેશીયલ ઈફેક્ટ વિના જ સેંકડો કુતરાઓને અદભુત રીતે ટ્રેઈન કરીને તેમની પાસેથી લીધેલું મોં ફાટ્યું જ રહી જાય તેવું અવિસ્મરણીય કામ !!! જી હાં , અહીંયા એક દ્રશ્યમાં અંદાજે 250થી પણ ઉપર શેરીના રખડું કૂતરાઓનું રસ્તાઓ પર ફરી વળતું એક જબરદસ્ત દ્રશ્ય છે કે જેને જોતા તો ઘડીક રૂંવાડા ઉભા થઇ જાય ! [ આ સિક્વન્સ માટે કુતરાઓને ટ્રેઈન કરવા માટે ટ્રેઈનર ટેરેસા મિલરને અડધું વર્ષ લાગ્યું હતું અને બીજા ટ્રેઈનરો તો અલગથી ! ] માણસ એટલે હિંસાનું બીજું નામ . . શોખ ખાતર પણ તે હિંસા કરી શકે એ જ કેવું અવળું વિધાન કહી શકાય તેનો જબરદસ્ત અહેસાસ તમને અહીંયા થશે .

wg3


~ 22 ~

Victoria [ Germany ]

vc1

નવીસવી બર્લિન જોબ માટે આવેલી વિક્ટોરિયા [ Laia Costa ] એક મોડી રાતે ક્લબીંગ કરતા કરતા ચાર જુવાનીયાવને મળે છે અને કેમેસ્ટ્રી ક્લિક થાય છે. જલસા પાણી અને મોજે દરિયાની છોળો ઉઠે છે અને મળસ્કું થતા થતા ક્યારે તે ચાર જણા વત્તા એક જણી એક મુસીબતમાં એવા સલવાઈ જાય છે કે તમને અંદાજો પણ નહિ આવે ! એક જબરદસ્ત ટીપે ટીપે સરોવર ભરાય તેવી રીતે રચાતું થ્રીલર , સુપર્બ અને લાઇવલી એક્ટિંગ , નેચરલ લાઈટમાં ફિલ્માવાયેલી અને કંડારેલી ક્લાસિક સિનેમેટોગ્રાફી.

Director : Sebastian Schipper

Director : Sebastian Schipper

બસ આટલું જ ! [ નહિહીહીહી…. જય ઠાકુર ] નાં ભાઈ/’ની બહેન , કાન દઈને સાંભળો પૂરું મુવી કુલ 140 મીનીટનું છે અને એ પણ સળંગે સળંગ એક જ શોટમાં ફિલ્માવાયેલું ! અને એ પણ 22 અલગ અલગ જગ્યાઓએ , કે જેમાં ભોંયરાથી લઈને અગાસી સુધ્ધા આવી જાય !!! [ ઢઢન ઢઢન ઢઢન ] તમને એમ લાગેને કે બે કલાકમાં આપણી સાથે શું થઇ શકે !? તો અહીંયા બે કલાક પણ તમને એક જુગ જેવડી મોટી લાગવા માંડશે ! એક ખોટો નિર્ણય ક્યા લાવીને પટકી દે તે કહેવાય નહિ. વધુ એક ટેકનીકલ માસ્ટરપીસ એવું વિક્ટોરિયસ વિક્ટોરિયા. [ બાય ધ વે : બર્ડમેન આખ્ખેઆખું વન ટેઈક મુવી નથી , હોં ! ]

vc3


~ 21 ~

Phoenix [ Germany ]

p1

સમયગાળો છે , વર્લ્ડવોર 2 બાદનાં જર્મનીનો અને વાત છે કોન્સનટ્રેશન કેમ્પમાંથી બચી ગયેલી નેલી’ની [ Nina Hoss ] અને તેના એ જાણવાની કે ખરેખર તેના જ પતિએ તેને નાઝીઓને સોંપી દીધી હતી કે શું !? શું આ કોઈ અકસ્માત હતો કે પછી નિર્બળતાની આડમાં રચાયેલું ષડ્યંત્ર ? અને ફરી શરુ થાય છે ધીમી આંચે ઉકળતું એક ક્લાસિક અને હૈયું વલોવી નાખે તેવું થ્રીલર. વાત એ રીતે આગળ વધે છે કે નેલીનો ચહેરો ઘણો વિકૃત થઇ ચુક્યો હોય છે અને તેણી તેની એક અત્યંત ભરોસાપાત્ર મિત્રના સહારે ફેસ રીકન્સ્ટ્રક્શન સર્જરી કરાવીને પરત ફરે છે અને જોગાનુજોગ નેલીનો પતિ જોની [ Ronald Zehrfeld ] તેણીને નેલી નહી પણ નેલી જેવી દેખાતી કોઈ બીજી જ સ્ત્રી સમજી તેને પોતાની એક યોજનામાં સાથ દેવાનું કહે છે કે જેમાં તે નેલીની પૈતૃક મિલકત ફરી હાંસિલ કરી શકે ! તો શું જોની ખરેખર દોષી હતો કે પછી જે દેખાતું હતું એ જ સત્ય હતું !? હંમેશા જે દેખાય છે એ જ સત્ય હોય છે ખરું કે પછી આપણે જ સત્યથી આઘા ભાગીએ છીએ ? ફરી પાછું કહીશ : ધીમું અને ધીંગુ

Director : Christian Petzold

Director : Christian Petzold

આ વખતે વર્લ્ડ વોર 2 સમયની અને બાદની જર્મનીમાં [અને આસપાસ] આકાર લેતી અંદાજે ચાર મુવી જોવાની થઇ [ એક તો Labyrinth of Lies , બીજું થોડું ઘણું એવું Bridge of Spies અને ત્રીજું આગળ પર જ આવશે ~ પહેલે ઇસ્તમાલ કરે ફિર વિશ્વાસ કરે ! ] નેલીનાં પાત્રમાં Nina Hossનો અવિસ્મરણીય અભિનય [ સતત આંખોથી જે શોધ ચાલે છે અને પ્રશ્નો પુંછાય છે કે સીધું હૈયા સોંસરવું ઉતરી જાય ~ A Most Wanted Manમાં જ તેણીને જોવાનું થયેલું પણ ત્યારે નહોતું લાગેલું કે આટલી દમદાર એક્ટ્રેસ હશે ! Philip Seymour Hoffmanનું ઓલમોસ્ટ આખરી મુવી , મિસ યુ 😦 ] કાટમાળ શોધતા શોધતા આખરે તો કાટમાળ જ હાથમાં આવે છે એ જાણતા હોવા છતાં ભૂતકાળ આપણને મુકતો નથી અને આપણે ભૂતકાળનો કેડો નથી છોડતા ! કદાચ પરિણામ જાણતા હોવા છતાં પણ આપણે ઝઝૂમીએ છીએ કે કાશ આ કોઈ દુસ્વપ્ન નીકળે ! નેલીની મિત્રના પાત્રમાં Nina Kunzendorfનો નાનકડો પણ વેધક અભિનય અને જોની તરીકે Ronald Zehrfeld એ હદે અકળ ઉપસી આવ્યો છે કે તમે ઓવારી જાઓ .


~ 20 ~

Taxi [ Iran ]

tx1

Jafar Panahi નામક ઈરાનીયન ફિલ્મમેકર વિષે તો તમે જાણતા જ હશો અને એ પણ કે હાલમાં તેઓ પર ફિલ્મો બનાવવા પર સરકારી પ્રતિબંધ છે ! [ જી હાં , 6 વર્ષની જેલ વત્તા મુવી બનાવવા પર 20 વર્ષનો પ્રતિબંધ વત્તા દેશ છોડવાની છૂટ નહિ ] આ મુવી તેમણે તહેરાનની સડકો પર ટેક્ષી ડ્રાઈવર બનીને ડેશબોર્ડમાં કેમેરો છુપાવીને કર્યું છે – એક પ્રકારનું ડોક્યુંફિક્શન કહી શકાય પણ ફિલ્મી એવી ફિલ્મોને પણ ઝાંખું પાડે તેવું ! [ આ અગાઉ પણ તેઓ This is Not a Film નામક મુવી બનાવીને કેક’ની અંદર છુપાવીને દેશ બહાર મોકલીને રીલીઝ કરાવી ચુક્યા છે !!! ]

tx4

65માં બર્લિન ઇન્ટરનેશનલ ફેસ્ટીવલમાં પોતાના અંકલ વતી ગોલ્ડન બેર એવોર્ડ સ્વીકારતી કાનુડી એવી Hanna Saedi ~ કે જે નાની જોગમાયા વિના આ મુવી અધૂરું રહી જાત !

65માં બર્લિન ઇન્ટરનેશનલ ફેસ્ટીવલમાં પોતાના અંકલ વતી ગોલ્ડન બેર એવોર્ડ સ્વીકારતી કાનુડી એવી Hanna Saedi ~ કે જે નાની જોગમાયા વિના આ મુવી અધૂરું રહી જાત !

આમ ફિલ્મ પણ આમ રીયાલીટી ટેલ ! આમ ડીરેક્ટર પણ આમ ડ્રાઈવર [ બંનેનું કામ રાહબરનું જ છે ને ! ] જે બોલે નહિ પણ બોલાવે . . વાત અને વાર્તા બોલવા કરતા પણ સાંભળયે વધુ મળે છે અને એ જ અખતરો અહી સોળે કળાએ ખીલ્યો છે . જેવી આપણને જાણ થાય છે કે કોઈની નજર આપણી ઉપર છે કે આપણે સભાન બની જઈએ છીએ , કોઈ ઔર બની જઈએ છીએ ,કોઈ આંચળો ઓઢી લઈએ છીએ અને વાતને બદલે આડવાત નીકળવા માંડે છે [ માટે જ અજાણતા ક્લિક થયેલા ફોટોઝ જીવંત હોય છે. ] બીજું તો શું કહું . . મુસાફિર બદલાય , વાત બદલાય ~ ધર્મની , રાજકારણની , દિનપ્રતિદિન વધતી કટ્ટરતા અને અસહિષ્ણુતા , ફિલ્મોની , મૌલીક્તાની , સમાજની , સમજની , વ્યક્તિની અને તેના પાછળ છુપાયેલ ચહેરાની , બાળકોના નિર્દંભ વ્યવહારની અને ક્યારેક તેઓ પણ આપણી જેમ જ દંભ કરતા  શીખી જશે તેના બોધની  . . મસ્ટ વોચ ~ સિમ્પલ એન્ડ સોબર [ સાદું અને દાદુ ] હવે થોડાક સંવાદો ફરજીયાત પણે વાંચો :

( Niece ~ reading teacher’s instructions on making cinema , about what to do & what not to )

She said we have to respect the following rules to make a distributable movie . 1] Respect for the Islamic headscarf. 2] No contact between men & women. 3] Avoid sordid realism. 4] Avoid Violence. 5] Avoid the use of a tie for good guys. 6] Avoid the use of Iranian names for good guys. Instead use the sacred names of the Islamic saints.

tx3

( Flower Lady ) : Do your thing . it’s more important . This is for the people of cinema (putting rose around hidden camera) Because the people of cinema can be relied upon .


~ 19 ~

The Hateful Eight

hea

અમેરિકાનો પ્રિ-સિવિલ વોર ટાઈમ છે. સ્થળ છે , ટાઢુંબોળ , લાકડાતોડ ઠંડીથી આચ્છાદિત અનંત બરફથી ઢંકાયેલું વ્યોમિંગ. એક ઘોડાગાડી એક બાઉંટી હન્ટર [ Kurt Russell ] અને તેણે દબોચેલા ક્રિમીનલને [ Jennifer Jason Leigh ] લઈને જઈ રહી છે અને અચાનક ગાડી ઉભી રહે છે અને વાર્તા ચાલુ થાય છે ! ફરી ગાડી ઉપડે છે અને તોફાન વચ્ચે એક વિસામાએ ઉભી રહે છે અને ફરી ફરીને વાર્તા શરુ થાય છે ! અને એ વિસામાએ આઠ અજાણ્યાઓ , આઠ અવળચંડાઓની જે ચિલીંગ અને કિલિંગ વાત વહેણમાં વળાંક લઇ લઈને વાર્તા બને છે કે બઘડાટી અને તડાફડી બોલી જાય છે ! ધિકકાર હૈ . . ગબ્બરનો એ ડાયલોગ યાદ છે ને ? બસ અહીંયા એકથી ચડે તેવા એક નિર્મમ અને નિર્લજ્જ લોકો એકબીજાને ધિક્કાર છૂટે તેમ એકબીજા સાથે શિંગડા ભેરવે છે. આ મૂવીનું ગુજરાતી ડબિંગ કૈક આમ કરી શકાય : ધિક્કારનાં ધણી ધીંગાણે ચડ્યા 😀

Director : Quentin Tarantino ( Left )

Director : Quentin Tarantino ( Left )

Quentin Tarantinoનો પોતાનો જ એક વર્ગ છે , દુર્ગ છે ! તેની ફિલ્મો સારી હતી કે નહિ તેની સરખામણી પણ તેની ફિલ્મો સાથે જ થાય છે [ પેલું જ્યાં ઉભા રહીએ ત્યાંથી લાઈન શરુ થાય તેવું ] તેની 10માંથી 5 ફિલ્મો IMDb ટોપ 250માં પલાંઠી વાળીને બેઠી છે. જોકે આ ફિલ્મ માટે તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે પણ અમો ઓવારી ગયા છીએ. શું સ્ટાઈલ , શું એરોગન્સ . . એ જ ધીમી જમાવટ અને ધીંગી પતાવટ ! ક્યારે કઈ દિશાએથી શું ફૂટી નીકળશે તેની સતત રહેતી ઇન્તેઝારી અને ગોલી ચલ ગઈ ધાંય !!! મને ખાસ તો કાળો પણ કાળોતરો એવો Samuel L. Jackson અને ઝેરીલી એવી Jennifer Jason Leighનાં કીરદારો ખુબ જ ગમી ગયા [ એ મસ્ત કાઉબોય ટાઈપનાં ઓલ્ડ અમેરિકન લહેકાઓ અને લઢણ અને પેલો તૂટી ચુકેલો દરવાજો 🙂 ] ખાસ્સું એવું બ્લડી અને એક્સ્પલીસીટ મુવી . માટે તમારા જોખમે જોજો , લાગે બાગે લોહીની ધાર. . કારણકે એક વાત તો પાકકી છે કે ~ Move a little strange, you’re gonna get a bullet. Not a warning, not a question . . . A bullet ! 😀


~ 18 ~

Youth [ Italy ]

yth1

ફ્રેડ [ Michael Caine ] એક રીટાયર્ડ કમ્પોઝર / કંડકટર હોય છે અને આજકાલ સ્વિત્ઝર્રલેન્ડમાં એક વૈભવી સ્પા’માં મિત્ર મિક [ Harvey Keitel ] અને દીકરી લીના [ Rachel Weisz ~ ઓહો ફરી પધાર્યા , અમ ભાગ ! ] સાથે સમય વિતાવી રહ્યો હોય છે કે જ્યાં તેને ઇંગ્લેન્ડની ક્વીનનું એક કમ્પોઝીશન માટે નોતરું મળે છે , તે દરમ્યાન જ મિક કે જે પોતે એક ડીરેક્ટર હોય છે તે પણ પોતાની આખરી ફિલ્મને ગ્રેટેસ્ટ બનાવવા મચી પડ્યો હોય છે અને દીકરી લીના પણ પોતાની પર્સનલ લાઈફમાં લમણાઝીંક અને બાપ સાથે કૈક મથામણ અનુભવી રહી હોય છે  . . તો આમાં યૌવન ઉર્ફે યુથ ક્યાંથી આવ્યું !? તે તો તમારે જ એઝ યુઝઅલ જોવું રહ્યું ને !!!

Director : Paolo Sorrentino

Director : Paolo Sorrentino

કેટલાક મુવીઝ કશી પણ છણાવટ કે જાણ બહાર જોયે જે સરપ્રાઈઝ આપે છે તેનો આનંદ વર્ણવવા મારી પાસે શબ્દો નથી [ આમ છે પણ આમ નથી ] યૌવન શું છે ? બે જવાબ છે : નવીન / તાજું તથા બીજું મુંઝવણ ! કૈક છે કે જે થનગને પણ છે અને અટવાય પણ છે. જુવાની બુઢાપાનો ભૂતકાળ છે , સોનેરી યાદ છે , ભૂલ છે , પસ્તાવો છે અને આજની તારીખમાં સ્વીકાર છે ! ખીજાવ માં 🙂 આમાંનું કાઈ અહીંયા નથી કે જે મારી જેમ તમને મુવીમાં ચીડ્વશે ! મુવી એક જ સમયે કોમિક અને ટ્રેજિક એ બંને બીટ્સ પર ખરી ઉતરે છે. ભૂલ પણ છે , તેના પર હસી નાખવાનું પણ છે અને તેનો સ્વીકાર પણ છે. માઈકલ કેઈનનો શુભાનઅલ્લાહ માબદૌલત અભિનય અને રાચેલની એ જ તીખી અને નમણી અદાકારી મુવીને બાપ-દીકરીનાં કેટલાક રેર મુવીઝ છે એમાં સ્થાન અપાવે છે [ અને હાં ડીરેક્ટર બનતા મિક [ Harvey Keitel ] અને સુપરસ્ટાર બનતા જીમ્મીને [ Paul Dano ] તો ભૂલાય જ કેમ ! બંને પોતપોતાની રીતે , અહો વિચિત્રમ ] મુવી જિંદગી અને મૌતની જેમ બે અંતિમ સત્યોની જેમ જ બે સંવાદોમાં ઝીલાઈ જાય છે : Emotions can be overrated too ! &  Emotions are all we’ve got .

yth3'


~ 17 ~

Boy & the World [ Brazil ]

bwa

માં, બાપ અને દીકરો – નાનો અને નાજુકલો સંસાર. પણ ત્રીજો ખૂણો છૂટો પડે છે અને બાપને રોજગારી માટે શહેર જવું પડે છે. દીકરો મૂંઝાઈ જાય છે , મુરઝાઈ જાય છે અને એકદા એ પણ ચુપકેથી નીકળી પડે છે પિતાને શોધવા શહેર તરફ અને પછી તેની વિસ્મય આંજેલી બાળનજરે વિશ્વ જુએ છે . . . બસ આ જ કન્સેપ્ટ , પણ આટલી વાતમાંથી જે વિશ્વ સર્જાયું છે , કૌતુક સર્જાયું છે , ક્ષણો સર્જાઈ છે કે વાત નાં પૂછો !

Director : Alê Abreu

Director : Alê Abreu

અદભુત , અદભુત અને તમે એકલા એકલા સ્ટેન્ડિંગ ઓવેશન આપી દો તેવું અદભુત એનીમેશન વિશ્વ અહીંયા પીંછીના લસરકે સર્જાયું છે. સર્જકે બાળકની નજરે એટલા તો મુદ્દા વણી લીધા છે કે તમને માન થઇ આવે : ગરીબીને કારણે તૂટતા કુટુંબો , વિખરાતા ગામડાઓ , શહેરીકરણની નાગચૂડ , ઔદ્યોગીકતાની ઓથમાં વળતો સોથ , સંસ્કૃતિઓનો થતો વિલય , ઘોંઘાટ , પ્રદુષણ , એકલતા , ઝુરાપો , મનુષ્યોની યાંત્રિકતા અને યંત્રીકરણ , કૈક સાર્થક પામવાને બદલે સતત નિરર્થકતા તરફ દોડતી માનવજાત . . અને આ બધું પણ કુતુહલનાં બાદશાહ એવા બાળકની નજરે ! કપાસનાં ઝીંડવા વીણતાં મજૂરોનું દ્રશ્ય હોય કે પછી રાત્રીના અજાણ્યા દોસ્તનાં ખભે સેંકડો પગથીયા ચડીને છેક ઉપલી મંઝીલે જવાનું દ્રશ્ય હોય કે પછી થનગનાટ કરાવી દે તેવું કાર્નિવલનું દ્રશ્ય હોય કે પછી રાત્રીનું તારામઢ્યું આકાશ હોય . . . એકેએક દ્રશ્ય ઓવારણા લેવરાવી દે તેવું છે – અદભુત ચીવટ અને સંવેદનાથી છલોછલ ~ હેટ્સ ઓફ. એનીમેશનનાં શોખીનોએ જોવા જેવું મસ્ટ વોચ મુવી.

bwc bwd

~ 16 ~

When Marnie Was There [ Japan ]

mrn1

એના કૈક અંશે ખોવાયેલી રહે છે. ક્યારેક પોતાનામાં તો ક્યારેક કશામાં પણ નહિ એમ બસ ગુમસુમ અને ગુપચુપ રહ્યા કરે છે. તેના પેરેન્ટ્સ નથી અને તેણી તેની આંટી દ્વારા એડપ્ટ કરાયેલી છે. તેણીની આંટી રજાઓ દરમ્યાન દુર છેવાડાના કંટ્રીસાઈડમાં તેમના એક સગાને ત્યાં તેને મોકલે છે કે કદાચ નૈસર્ગિક વાતાવરણમાં તે થોડી હળવી થાય , જીવન થોડું ખુલીને અને ખીલીને જીવે. કે જ્યાં એનાને દરિયાકિનારે એક ખાલી પડેલા મેન્શનમાં એક હમઉમ્ર છોકરી માર્નીનો ભેટો થાય છે કે જે ઘણી રીતે એનાથી પણ વિચિત્ર હતી અને તે માત્ર એનાને જ દેખાતી હતી [ ઓય બાડી ! જય હનુમાન ચાલીસા ] અને પછી શરુ થાય છે માર્નીની કહાની કે જે ઉંધો કાન પકડી એના સુધી પહોંચે છે ! [ એના સુધી નહિ પણ એના સુધી , સમજી ગયાને 😉 ]

Director : Hiromasa Yonebayashi

Director : Hiromasa Yonebayashi

જાપાનીઝ એનીમેશન લીજેન્ડ Studio Ghibli એટલે મારા માટે એનીમેશનની દુનિયામાં આરાધ્ય અને બોલતા જ ગદગદ થઇ જવાય તેવું આદરણીય નામ. અને વીજળી ત્યાં જ પડી કે આ મુવી Studio Ghibliનું છેલ્લું મુવી છે [ નહિહિહીહીહીહી !!!!! મેરે કરન અર્જુન આયેંગેની જેમ કાશ તેઓ પણ પોતાનો આ નિર્ણય બદલે તો હું તમને ગાંઠિયા જલેબી ખવડાવું ! ] હજુ તો હમણાં જ Hayao Miyazakiએ નિવૃત્તિ જાહેર કરી [ The Wind Rises ] અને હવે તો Studio Ghibli પણ  . . . એક યુગ પૂરો થયો 😦 [ તેઓ જેટલું પ્રકૃતિને કોઈ ન્હોતું સમજતું અને તેઓ જેટલું પ્રકૃતિને અલૌકિક રીતે કોઈ રજુ પણ ન કરી શકતું ~ એક ધબકાર મહેસુસ થતો અને એ હવાની લહેરખીઓમાં ફેલાતું મૌન તો બસ વાત જ પૂછો માં : જય અનુભૂતિ ] અહીંયા પણ એજ પ્રમુખ કુદરતી તત્વોની સંગાથે બે વ્યક્તિઓની વાત એકમેક સાથે સંકળાઈને ટ્વિસ્ટ અને લાગણીથી સભર એક ઉત્તમ વાર્તા બની રહે છે. એક મનનીય અને ઉત્તમ વાર્તાને એનિમેશનમાં પણ કેવી સરસ રીતે રજુ કરી શકાય તેનું અદભુત ઉદાહરણ એટલે વ્હેન માર્ની વોઝ ધેર. [ Studio Ghibliને તો હું પહેલી નજરનાં પ્રેમથી ઘીબ્લી જ કહું છું પણ તેનો ઉચ્ચાર જીબુરી થાય 😉 જુઓ અહીંયા ] ડીરેક્ટર Hiromasa Yonebayashiની આ માત્ર બીજી જ મુવી છે અને પહેલી તે મારી અત્યંત પ્રિય એવી 2010માં આવેલી The Secret World of Arrietty , વાંચો અહીંયા [ Studio Ghibli’નાં 10 મુવીઝ જોવાઈ ગયા છે અને 12 મુવીઝ બાકી છે અને સ્વતંત્રપણે બનેલા મુવીઝ્માંથી 1 જોવાયું છે અને 5 બાકી છે અને લટકામાં બે શોર્ટ મુવીઝ તો ખરી જ . . ]

mrn2


~ 15 ~

Slow West

swst1

18મી સદીની શરૂઆતનું અમેરિકા , એક સાવ મૂછોના દોરા હજુ તો ફૂટ્યા જ હોય તેવો જેય [ Kodi Smit-McPhee ] પોતાનાં પહેલા પ્રેમને શોધવા છેક સ્કોટલેન્ડથી અહી સુધી લાંબો થયો હોય છે અને રસ્તામાં મળે છે એક બાઉંટી હન્ટર સિલાસ [ Michael Fassbender ] કે જે તેને ઓફર કરે છે કે તે તેને પૈસાના બદલામાં તેની મંઝીલ સુધી પહોંચાડશે . . અને શરુ થાય છે સફર એક એવા પ્રદેશમાં કે જ્યાં એક જ ભાષા બોલાતી અને સંભળાતી હતી : ગોળીઓની ! બીજા ઘણા બાઉંટી હન્ટર્સ અને રેડ ઇન્ડિયન્સની વચ્ચે અને ખુદ સિલાસનાં કોઈ અગમ્ય ઈરાદાઓની વચ્ચે શું જેય પોતાના પ્રેમને શોધી શકશે !? એ તો તમે ધીમે ધીમે પશ્ચિમ તરફ જાશો એટલે ખબર પડશે કે કેટલી વિસે સો થાય છે 😉

Director : John Maclean

Director : John Maclean

ધીમું , ધીંગું , ધરખમ અને ધડબડાટીથી ભરપુર [ ધધધધ , થઇ ગયો ને શબ્દાનુંપ્રાસ અલંકાર ] આ મુવી મારે માટે એક સરપ્રાઈઝ બની ગયેલું [ અને આવું બીજું એક સરપ્રાઈઝ પણ આગળ જતા આવશે ] મને ઓલ્ડ અમેરિકન [ એટલે કે 17મીથી 18મી સદી દરમ્યાન આકાર પામતા ] મુવીઝ ખુબ જ ગમે છે [ ઓલમોસ્ટ આ જ જેનરનું 2010માં આવેલું કોએન બ્રધર્સનું ‘ટ્રુ ગ્રીટ’ તો મારું ફેવરીટ છે. ~ ગયા વર્ષે હોમ્સમેનની પણ વાત કરેલી , યાદ આયા !? ] તેવી જ રીતે અચાનક પરપોટાની જેમ આ મુવી ક્યાંથી આવી ચડ્યું અને મારી માથે ફૂટી ગયું કે ખબર જ નાં પડી ! સુપર્બ ગ્રીપ અને ઝેરની જેમ ધીમું પણ કાતિલાના ફેલાતું . . ક્યારે સ્મરણો ફૂટે અને ક્યારે ગોળી , કે ખબર જ નાં રહે ! જેય’ની માસુમિયત અને સિલાસ’નાં અગમ્ય વ્યવહારની વચ્ચે ઘણી સ્વીટ મોમેન્ટસ મુવીમાં પથરાયેલી છે. મુવી પૂરું થયે એક પ્રકારની સાદગી સમગ્રતયે વર્તાશે , કશી પણ હોં હા કર્યા વિના કરોડો રૂપિયાના બજેટ વિના પણ તેઓએ જે પકકડ અને થ્રિલ જન્માવી છે કે વાત પૂછો માં [ ખરેખર પૂછો માં ] મસ્ટ વોચ , મંદ પશ્ચિમ !

swst2

~ 14 ~

Bone Tomahawk

bt1

એક નાનકડા અમેરિકન ટાઉનમાંથી [ 18મી સદી ] એકદા કેટલાક જંગલીઓ ત્રણ ચાર વ્યક્તિઓને ઉપાડી જાય છે અને તેને છોડાવવા શેરીફ હંટ [ Kurt Russell ] તેનો ડેપ્યુટી , એક બીજો શુટર અને આર્થર નામે એક પગે લંગડાતો વ્યક્તિ તેમને છોડાવવા નીકળી પડે છે. આર્થર કેમ !? કેમકે તેની પત્નીને પણ પેલા અમાનુષી જંગલીઓ ઉપાડી ગયેલા !! અને પછી શરુ થાય છે , રીતસરનાં રૂંવાડા ઉભા કરી દે તેવી હોરીફીક સફર કે જ્યાં કઈ દિશામાંથી અને કયા રૂપે મૌત ત્રાટકશે તેનો વિચાર સુધ્ધા કરવો નિષ્ફળ છે.

Director : S. Craig Zahler

Director : S. Craig Zahler

આ ફિલ્મ એટલે મને મળેલું બીજું સરપ્રાઈઝ !! અને એ પણ બિહામણું ~ આ મુવીનો એક જેનર હોરર છે પણ અહીંયા કોઈ ભૂત-બૂત નથી પણ તેને પણ આંટી જાય એવી હોરર મોમેન્ટસ છે કે તમે છળી પડો !!! આઘા પાછા થઇ જાઓ . . એ દ્રશ્યો મનમાંથી ભૂંસાય જ નહિ ! [ અને કોમેડી કમ ટ્રેજેડીની વાત તો એ કે મને તેના આવા હોરરની ખબર જ ન્હોતી , જેવો આવ્યો એવો થપ્પો દા થઇ ગયો ] આ મુવી જોયા બાદ તમને વગડામાં જતા પહેલા એક વાર તો વિચાર આવશે જ 🙂 [ બાય ધ વે , તમારામાંથી કેટલા લોકો છેલ્લે વગડામાં , વનરાજીમાં ગયા હતા !? ] Kurt Russellનું ધ હેઇટફૂલ એઈટ કરતા પણ વધુ ચિલીંગ પરફોર્મન્સ . બિન્ધાસ્ત અજાણ્યા થઈને જોઈ કાઢો , લખલખું નીકળી ન જાય તો તમારું નામ બદલાવી નાખજો 😉 [ એમાય કેટલા દસ્તાવેજ કરવા પડે ! ]

bt3

~ 13 ~ ( Tied )

Son of Saul [ Hungary ]

ss1

વર્લ્ડ વોર 2’નો સમયગાળો છે , સ્થળ છે Auschwitz concentration camp કે જ્યાં હોલસેલનાં ભાવે કત્લેઆમ ચાલતી હોય છે !!! વાત છે Saul’ની કે જેને એકદા એક ટીનેજર છોકરાનું મૃત શરીર રફેદફે કરવા મળે છે અને તેને તે પોતાના દીકરા તરીકે ઓળખાવે છે અને એક વિચિત્ર જીદ પકડે છે કે તેને તે રબ્બી દ્વારા ધાર્મિક વિધિથી જ દફનાવશે અને તેના શરીરનો આડેધડ નિકાલ નહિ થવા દે !!! Saul ખુદ એક કેદી જ હોય છે , કે જે મૃતદેહોના નિકાલનું કામ કરતો હોય છે અને તે રીતે તેના નાના સ્તરે થોડાક સંપર્કો હોય છે , બસ બીજું કાઈ કરતા કાઈ નહિ ! . . પણ પછી જે મથામણ અને મુશ્કેલીઓનો દૌર શરુ થાય છે કે ઘડીક તો હેબતાઈ જવાય . . માણસોના આ કસાઈખાનામાં શું Saul એક મૃતદેહને યથાસ્થાને પહોંચાડી શકશે !? નાં , આ કોઈ એડવેન્ચર ડ્રામા નથી કે જ્યાં તડાફડી અને ધડબડાટી બોલાવીને પણ મિશન પાર પડે !  એના માટે તો તમારે જ . . .

Cinematographer : Mátyás Erdély (Middle) Director : László Nemes (Left)

Cinematographer : Mátyás Erdély (Middle) Director : László Nemes (Left)

આ મુવી એટલે હોરરનો છૂપો અને ધ્રાસકો પાડી દે તેવો પ્રકાર ! પોલેન્ડનાં કુખ્યાત Auschwitz કેમ્પની આસપાસ આંટા મારતી labyrinth of lies તો જોવાની થયેલી જ , પણ તેનું ખરું હોરર આ મુવીમાં જોવા મળ્યું. અને તે ભયાનક કરતા પણ ભયાનક દ્રશ્યો એટલા માટે જોઈ શકાયા કેમકે તે દુરદ્રષ્ટિ’માં ફિલ્માવાયેલા હતા. મતલબ ? મતલબ એમ કે પૂરું મુવી ક્લોઝઅપ’માં શૂટ થયેલું છે !!! કોઈ એક પાત્ર ફોકસમાં હોય અને પશ્ચાદભૂમાં સઘળા ભયાનક દ્રશ્યો ઘટતા હોય ! ગેસ ચેમ્બર’માં ધકેલાતા સેંકડો નગ્ન આબાલ વૃધ્ધ , પછી તેમનો થતો સામુહિક અગ્નિદાહ , ખટારા મોઢે નદીમાં ઠલવાતી મૃતકોની રાખ !!! – કલ્પનાઓને પેલે પાર ધરતી પર જ એક નર્ક આકાર લઇ ચુક્યું હતું અને તેવામાં Saul એક મૃતદેહને ધાર્મિક રીતે દફનાવા માટે રબ્બી’ને હાંફળો ફાંફળો થઇ શોધતો હતો ! શું કામ ? અને શું હતો આ માણસ ?! ખુબ જ ધીમું પણ અત્યંત અસરકારક , ઘણી જગ્યાએ અસ્પષ્ટ અને વણઉકેલ છતાં પણ જીજીવિષા અને જીવન શું છે તેનું ભાન કરાવતું મુવી એટલે Son of Saul. અને હાં , પુરા મુવી દરમ્યાન ચહેરાઓની રેખાઓ દ્વારા અદભુત અભિનય કરનાર લીડ એકટર Géza Röhrigને તો ભૂલાય જ કેમ !

sos2

~ 13( Tied )

Beasts of No Nation

bon1

અજાણ્યો આફ્રિકી દેશ છે , ગૃહયુદ્ધ ફાટી પડ્યું છે અને હંમેશા થતું આવ્યું છે તેમ નિર્દોષોનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે. પરિવારો પીંખાઇ રહ્યા છે અને બાળકો શેરીઓમાં રઝળતા થઇ ગયા છે. આવો જ એક પરિવાર તહસનહસ થઇ જાય છે અને એકમાત્ર દસ બાર વર્ષનો ટેણીયો આગુ [ Abraham Attah ] બચી જાય છે કે જે હજુ આનાથી પણ વધુ ખતરનાક નરકમાં જવામાં હોય છે કેમકે તે ગોરિલા વિદ્રોહીઓના કમાંડડંટનાં હાથમાં આવી જાય છે [ Idris Elba ] કે જે બાળકોને સૈનિક કમ આતંકવાદી બનાવતો હોય છે !!! અને પછી ક્રૂરતાનો જે નગ્ન નાચ શરુ થાય છે કે તમે કાંપી ઉઠો ! આગુ’નું શું થાય છે ? ફરી તે પોતાની દુનિયામાં ફરી શકશે !?

Director : Cary Joji Fukunaga

Director : Cary Joji Fukunaga

બાળક એટલે માસુમિયત. નિર્દોષ અને નિર્દંભનો સરવાળો. અને જયારે તે અજડતા અને ક્રુરતાનાં આવા દલદલમાં સલવાઈ જાય છે ત્યારે કેવી રીતે તે ધીમે ધીમે પોતાની સંવેદના ગુમાવે છે કે તમે ઘડીક તો ઓઝપાઈ જાઓ !!! અત્યંત ઇન્ટેન્સડ અને એક્સ્ટ્રીમ મુવી. વાસ્તવિક દુનિયામાં સેન્સરશીપ જેવું કાઈ હોતું નથી. અહીંયા આંખ આડા કાન નથી થઇ શકતા , અહીંયા તો પીંખાઇ જાય ત્યારે જ બે ઘડી નિરાંત મળે છે ! શેતાનને કોઈ સીમાડા નથી નડતા , કે ન કોઈ જાતિ / જ્ઞાતિ કે ઉંમર . . Abraham Attahનું અનબીલીવેબલ પરફોર્મન્સ કે ઘડીક તો તમને ડૂમો ભરાઈ આવે. આપણા દેશમાં તો આ પ્રકારના મુવી શૂટ તો શું દર્શાવી પણ નાં શકાય કેમકે લજામણી જેવી નાજુક પ્રજા છળી પડે. માણસ જયારે શેતાન બને છે ત્યારે શેતાન પણ થોડો પાછળ રહી જાય છે અને તેનું સૌથી મોટું હથિયાર છે : યુદ્ધ ! ‘યુદ્ધસ્ય કથા રમ્યા’ જેવું કાઈ હોતું જ નથી , જે પણ કાઈ હોય છે તે હોય છે ખંડેરો અને લાશો [ મૃત તો ખરી જ પણ જીવતી વધુ ] પીંખાઇ ગયેલું પક્ષી ફરી ઉડાન ભરી શકશે કે નહિ તેનું મનોમંથન ક્યારેય અનુભવ્યું છે !?

bon3 bn3

~ 12 ~ ( Tied )

Ex Machina [ England ]

em1

કેલબ [ Domhnall Gleeson ] કે જે એક પ્રોગ્રામર હોય છે , તે કંપનીની જ એક સ્પર્ધામાં વિજયી બનતા તેને કંપનીનાં CEO નાથનને [ Oscar Isaac ] મળવાનો અને એક એક્સક્લુસીવ ટેસ્ટમાં ભાગ લેવાનો મોકો મળે છે કે જ્યાં તે આર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સ એવી એવા [ Alicia Vikander ]ને મળે છે કે જેની સાથે તેને માનસિક અને ચૈતસિક સ્તરે જોડાણ સાધવાનું હોય છે અને તેને તેની ક્ષમતા અને મર્યાદાને ઓળખતા શીખવવાનું હોય છે. પણ શું આ બધું આટલું જ સરળ હતું !? નાથનના મનમાં શું હતું અને ખાસ તો એવાના મનમાં શું હતું ? ઉભા રહો . . એવાને મન હતું !?

Director : Alex Garland

Director : Alex Garland

પહેલો મુદ્દો : માણસ હોવું અને માણસ બનવું એ બંનેમાં હાથીઘોડાનો ફરક છે ! બીજો મુદ્દો : માણસ એટલે સર્વોપરી બન્યો છે કે તેની પાસે ઈચ્છા છે , વિચાર છે. આ બંને મુદ્દાઓ મને મુવીમાં સતત પડઘાતા જણાયા [ તમારી તમને ખબર ] મશીન ત્યારે માણસને ચિત્ત કરે છે કે જયારે તે માણસની ક્ષમતાને નહિ પણ તેની મર્યાદાને વળોટી જાય છે ! માણસને એમ લાગે છે કે તેણે મશીનને બનાવ્યું પણ તે ભૂલી જાય છે કે હવે બનવાનો વારો તેનો છે કેમકે એક સિન્થેટીક આર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સ આખરે તો માણસથી જ પ્રેરિત છે ને ! પહેલા તે તમારાથી શીખશે અને પછી તમને જ શીખવશે !! [ જેને કોઈ નો પહોંચે તેને તેનું પેટ પહોંચે ] માઈન્ડબ્લોઇંગ સાઈકોલોજીકલ થ્રીલર . . . સતત એક વિષાદ અને અસમંજસતાનો માહૌલ મુવીને ખાંડાની ધારે અધ્ધર જીવે રાખે છે. એવા કમ્પોઝીશન અને હાવભાવ એ બંનેમાં ઓન ધ નોટ લાગે છે. Alicia Vikander ડેનીશ ગર્લ કરતા પણ આ મુવીમાં ઓસ્કારની વધુ હકદાર લાગે છે. મસ્ટ વોચ અગેઇન , ત્રણે ત્રણ પ્રમુખ કિરદારો માટે . [ અને એક વાત : એક રીતે આ મૂવીની સરખામણી ગયા વર્ષે આવેલ ‘અંડર ધ સ્કીન’ અને તેની પ્રમુખ નાયિકા સાથે કરી શકાય ! ]

em4 em3

~ 12 ~ ( Tied )

45 Years [ England ]

45y1

લગ્નજીવનનાં 45 વર્ષોના વ્હાણા વીતી ગયા છે અને એક યુગલ તેમની 45મી એનીવર્સરી ઉજવવાની તૈયારીઓમાં પડ્યું છે , બંને અન્યોન્યથી સંતુષ્ઠ છે , વાગોળવા જેવી કૈક સ્મૃતિઓનું સુખ છે પણ તે દરમ્યાન જ પત્ની કેટ’ને [ Charlotte Rampling ] પતિ જ્યોફ’ના [ Tom Courtenay ] ભૂતકાળની એક એવી વાતની જાણ થાય છે કે ‘તે’ હચમચી જાય છે [ તે હોં ! તેણી નહિ 😀 જય પ્રીમાં ] ઘણા દામ્પત્યજીવનો સમાધાનો’નો સરવાળો હોય છે , તો શું અહીંયા પણ એમ જ થાય છે !? બધું થાળે પડે છે કે ખાડે જાય છે !? નાં . . આ કોઈ થ્રીલર નથી , પણ જીવન છે કે જેનો કોઈ જવાબ નથી !!!

Director : Andrew Haigh

Director : Andrew Haigh

લગ્નજીવનનાં બે પ્રમુખ સ્થંભ એટલે , પ્રેમ અને સન્માન. અને આ બંને હોવા છતાં મુળિયા જમાવી ગયેલું લગ્નજીવન ખોરંભે ચડી શકે !? હાં ચડી શકે , કેમકે આ બંને સ્થંભોનો આધાર વિશ્વાસ છે , સત્ય છે ! વિશ્વાસ જોઈતો હોય તો વિશ્વાસ કરવો પડે અને કેળવવો પડે અને છતાં પણ તમે છેતરાઈ શકો. અનહદ ધીમી ધારે વરસતા વરસાદ જેવું એકરસ મુવી. જાણેકે બંને પાત્રો એ વાતાવરણમાં ઓગળી ગયા છે , સહજ થઇ ગયા છે ~ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ . પત્ની એ જાણે છે કે પતિના ભૂતકાળમાં કોઈ હતું અને તે સબબ તે સ્વસ્થ ચર્ચા પણ કરી શકે છે પણ કહેવાય છે ને કે મીઠા ઝાડના મૂળ નો ખોદાય ! બીજું તો હું મુવી વિષે શું કહું , એ જ કે જો તમે પરિણીત છો તો અચૂક જોવા જેવું [ અમ વાંઢાઓએ જોઈ લીધું હવે તમેય અખતરો કરી લો ] મુવી પૂરું થયે Charlotte Ramplingનો અતીતમાં તાગતો મૌન વિષાદયુક્ત ચહેરો , ડૂમો ભરાયેલો કંઠ અને નીતરતી આંખો તમારી નજર સામેથી નહિ હઠે . . [ ઓસ્કારમાં Brie Larsonને ખરેખરની ટકકર આપેલી આ જાજરમાન અભિનેત્રીએ. ]

45yb

~ 11 ~

Inside Out

io1

ઇનસાઇડ આઉટની સ્ટોરી કોને નહિ ખબર હોય !? ખુશી , ઉદાસી , ગુસ્સો , ડર અને ધ્રુણા એ પાંચ માનસિક પંચતત્વોનું બનેલું માનવમન એટલે તાગી ન શકાય તેવો ઊંડો દરિયો અને એમાં પણ આ તો નાનકડી છોકરીનું મન અને એ પણ ઝુરાપાથી ભરેલું ! અદભુત , અદભુત અને અદભુત કન્સેપ્ટ વત્તા એક્ઝીક્યુશન. કદાચ અગાઉની કોઈ પોસ્ટ્સમાં મેં કહેલું કે એનીમેશન માણસજાત માટે આશાભરી આવતીકાલ છે , પ્રેરણા છે . . .કે જે તેને પ્રેમ , કરુણા , સહજતા અને કલ્પનાનું ઊંધિયું સુંઘાડતું અને ચખાડતું રહેશે [ એકદમ આ જ શબ્દોમાં નાં કહ્યું પણ આવું કઈક તો કહ્યું જ છે , થોડું અંદર બહાર ]

Directors : Ronnie Del Carmen & Pete Docter

Directors : Ronnie Del Carmen & Pete Docter

માણસના મનમાં શું ગડમથલ ચાલતી હોય , ઉથલપાથલ ચાલતી હોય એ તો રામ જ જાણે ! પણ જો કઈક આવું ચાલતું હોય તો !? મોજેમોજ 🙂 આપણે કદી વિચારેલું કે માણસ માટે ખુશીઓ જેટલું જ મહત્વ ઉદાસીનું પણ હોય છે !!! જો ખુશીઓમાં આપણે વહીએ છીએ , જીવંત બનીએ છીએ તો દુઃખના એ વિષાદભર્યા દિવસોમાં પણ શું આપણે સ્થિર અને સ્વ’માં સ્થિત થઇ વિચારશીલ બનીને વધુ મજબુત નથી બનતા !? સંઘર્ષના એ દિવસો ખરેખર તો આપણને સંતુલિત અને સંવેદનશીલ બનાવે છે. જી હાં , આવા જ અદભુત સંદેશને મોજના દરિયામાં અને લાગણીઓના મોજાઓમાં હિલોળે ચડાવીને આપણને નવડાવ્યા છે , આ પિક્સાર મુવીએ [ મારા માટે Ghibli બાદ આવતું આદરણીય નામ એટલે પિક્સાર સ્ટુડિયો ~ તો હવે બાકી વધ્યા કેટલા ? 😉 ] સ્વપ્નો એટલે સ્વ’માં અને આવતીકાલમાં વિહાર કરાવતો પ્રદેશ અને જયારે એ જ સ્વપ્નો દેખાડતો ભાગ / પાત્ર એક તબક્કે કુરબાની આપે છે ત્યારે ઘડીક તો થંભી જવાયું હતું . . . મારી રાહ જોજે , એક દિવસ હું તારા સ્વપ્નોમાં આવીશ ! નાનકડાઓએ તો જોવા જેવું જ પણ ખાસ કરીને મોટેરાઓએ પણ બધું કામ પડતું મુકીને પલાંઠી વાળીને જોવા જેવું મુવી .

io3

~ 10 ~

The Big Short

bs1

2000નાં દશકામાં અમેરિકાના હાઉસિંગ લોનનાં માર્કેટમાં એટલી તો તેજી હતી કે નાની મોટી ઘણી લોનો ફડચામાં જઈ રહી હતી તેમ છતાં નવા નવા મકાનો અને નવી નવી લોનો ઉભરાઈ રહ્યા હતા પણ એકદા માર્કેટ ક્રેશ થયું અને અમેરિકાએ કરેલા અણુધડાકાઓથી પણ મોટો ધડાકો થયો ! ઈકોનોમીનાં ફુરચા ઉડી ગયા અને લોકોનો એક મોટો સમૂહ તબાહ થઇ બેરોજગાર થઇ ભટકતો થઇ ગયો પણ આ દરમ્યાન કેટલાક એવા પણ લોકો હતા કે જેઓને આ અંદેશો પહેલાથી જ થઇ ગયો હતો અને તેઓએ તેના માટે પહેલેથી જ પાણી આડે પાળ બાંધી લીધી હતી ! એક જબરદસ્ત ટ્રેજિક કમ કોમિક સ્ટોરી.

Director : Adam Mckay

Director : Adam Mckay

મારા માટે અચાનક આવી ચડેલું અને તેમ છતાં ઘણા દિવસો સુધી ન જોવાયેલું એક સરપ્રાઈઝ મુવી ! કે જ્યાં સતત ધાણી ફૂટે તેમ સંવાદોની અને વિવાદોની વણઝાર ચાલે રાખતી હોય !! એકેએક સંવાદોમાં જ્ઞાન અને તર્કના તણખા તથા માનવજાતની લાલચ અને મુર્ખામીઓના લીરેલીરા ઉડતા હોય. પૂરું મુવી આર્થીક બાબતોની આર્થિક આંટીઘૂંટી પર રચાયેલું હોવા છતાં આટલું રસસભર અને સાથોસાથ એટલું જ સેન્ટીમેન્ટલ બની શકે એ જ જબરો જાદુ કહી શકાય [ મે તો જબરા ફેન હુઈ ગવા , રે બબુઆ ] અને સ્ટારકાસ્ટ તો જુઓ , ઓહોહો . . Christian Bale ,  Steve Carell, Ryan Gosling , Brad Pitt [ અધધધ ] ચારેય પ્રમુખ પાત્રોમાંથી ત્રણ અલગ અલગ સ્ટોરીઝ નીકળે છે કે જે ક્યાંય ઇન્ટરેક્ટ નથી થતી છતાં પણ એકબીજા સાથે એટલી તો તાલ મિલાવીને ચાલે છે કે ઘડીક તો એડીટીંગ માટે માન થઇ જાય. ખાસ તો સ્ટીવ કેરેલ [ Mark Baum ] અને ક્રિશ્ચિયન બેલ [ Michael Burry ]નાં પાત્રો અને તેમની સ્ટાઈલ / મેનેરીઝ્મ / એટ્ટીટ્યુડ જે ભી કહો ખુબ જ ગમ્યા. જેમકે મેં કહ્યું તેમ મુવી એક લાઇવ વાયર જેવી જ છે , તેમ છતાં તેની ઈમોશનલ કોર ખુબ જ સ્ટ્રોંગ છે.

bs3

~ 9 ~

Me and Earl and the Dying Girl

med1'

અર્લ [ RJ Cyler ] અને ગ્રેગ [ Thomas Mann ] ક્રેઝી અને લેઝી છોકરડાઓ હોય છે. બેયને એકબીજા સિવાય ત્રીજું મળતું નથી અને રસ પણ નથી ! ત્યાં જ ગ્રેગની મમ્મી તેને પરાણે તેની ફ્રેન્ડની દીકરી કે જેને તાજેતરમાં જ કેન્સર ડીટેકટ થયું હોય છે તેવી રાચેલ [ Olivia Cooke ] સાથે હળવા મળવાનું કહે છે કે જેમાં ગ્રેગને ઓબ્વીય્સ્લી કોઈ રસ હોતો નથી કેમકે પરાણે પ્રીત ન થાય પણ મમ્મી પાસે આ ક્વોટ ખોટું પડે છે [ મમ્મી પાસે ભલભલા ગોથું ખાઈ જાય તો હું , તમે અને આ ગ્રેગ કઈ વાડીના રેડીશ ! ] પણ ગ્રેગને હવે રસ પડે છે , મજા પડે છે . . શું કામ !? કેમકે રસ અને મજાને લોજીક સાથે નહિ મેજિક સાથે સંબંધ છે [ બોધ પૂરો , પ્રેમ સે બોલો જય માતા દી ]

Director : Alfonso Gomez-Rejon

Director : Alfonso Gomez-Rejon

ઘણી ફિલ્મોમાં કોઈ એવો ક્રેઝી અને દાદુ જાદુ હોય છે કે બસ આપણી ફ્રિકવન્સી ટયુન થઇ જાય. લોજીક , મેજીક અને ટ્રેજિકનાં સરવાળા જેવી જિંદગીનો એવો તે મીઠો સરવાળો હોય કે રમતા રમાડતા ઘણા પાઠો શીખી લઈએ અને એ મીઠી સ્મૃતિઓને વાગોળ્યા કરીએ ! ફર્સ્ટ ફેક્ટર : ગ્રેગ અને અર્લ’ની ક્રેઝી જોડી કે જેઓ નામાંકિત મુવીઝ્ની નામચીન પેરોડી બનાવીને એકલા એકલા જોયા કરે. [ રીતસરનું લાઈબ્રેરી ભરાય તેવડું કલેક્શન ~ એકટર , ડીરેક્ટર એ બંને જ 🙂 ] સેકન્ડ ફેક્ટર : તેવામાં આવી જ અંતર્મુખી રાચેલ સાથે ગ્રેગની એવી તે ક્રેકિંગ જોડી જામે છે કે વાત પૂછો માં ! [ જાણે માઈનસ માઈનસ પ્લસ ! ] થોડેઘણે અંશે ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ’ની યાદ આવી ગઈ ! [ નાકમાં નળી , બોયકટ અને બોયફ્રેન્ડ ~ જોકે અહીંયા ફ્રેન્ડ છે કે જે બોય છે ! ] એ ઓકવર્ડનેસનું જંગલી હરણ , વિચિત્રતાનું ઘર અને ઘરમાં વિચિત્રતા , મહેમાનની જેમ આવી ચડેલું મોત , નિષ્ફળતાની હેલી , અસ્વીકાર થવાનું હેવાયું થઇ જવું , અન્યોથી અલગ હોવું એ બધું જ અહીંયા કોઈ મસ્ત રીતે ગોઠવાઈ ગયું છે. ખાસ તો મને કાનુડી રાચેલનું [ Olivia Cooke ] મોટું કપાળ , એય ને ફાડિયા જેવી આંખો અને ગાલોમાં અનન્ય ખંજન જન્માવતું મોહક સ્માઈલ ગમી ગયું [ ઓલિવિયા ગમી ગઈ એટલે કાઈ ઊંચું રેટિંગ નથી આપ્યું , એમ કાઈ અમો રાજકોટિયન ક્વોલીટીની લીંટી નાની નથી કરતા : જય રાજકોટનું ફરસાણ અને અજય રાજકોટનો આઈસક્રીમ ] ફિલ્મ કોમિક છે પણ તેની ઈમોશનલ કોર પણ ગળામાં ડૂમો બજાવી દે તેવી ધાંસુ છે ~ જય આનંદ , કેમકે આનંદ મરા નહિ કરતે બાબુ મોશાય . . તો જોઈ નાખો : મિલ બેઠેંગે તીન યાર ~ હું , અર્લ અને મોત તરફ ઘસમસતી છોકરી !

med2 medd

~ 8 ~

The Martian

mrtn1

મંગળ પરના એક મિશન દરમ્યાન , એક ઝંઝાવાત વચ્ચે એક ક્રુ મેમ્બર પાછળ છૂટી જાય છે  નામે માર્ક [ Matt Damon ] અન્ય મેમ્બર્સને તો ઘણી પાછળથી જાણ થાય છે પણ ત્યાં સુધી આ ભડનો દીકરો પોતાના મન અને મગજના સથવારે ટકી જાય છે ! કઈ કેટલીયે મુશ્કેલીઓ વચ્ચે તે ઝઝૂમે છે અને ઝૂમે પણ છે અને મંગળને નડી બતાવે છે. એક ક્લાસિક & સ્માર્ટ સાઈફાઈ.

Director : Ridley Scott

Director : Ridley Scott

મોટાભાગનાં લોકોની જેમ મને પણ એમ હતું કે આ મુવી એક મસ્ત ટાઈમપાસ સાઈફાઈ એડવેન્ચર હશે કે જે એકવાર જોઇને તેના જેવા આવેલા ઘણા મુવીઝ્ની જેમ જ ભુલાઈ જશે ! પણ નાં ! આ તો મોજેદરીયા નીકળ્યું , ખોદા પહાડ અને રીતસરનું ડાયનૌસોર નીકળ્યું !! મંગળ ભલે વેરાન હોય પણ આ ભૈસાબ જીજીવિષાનું જંગલ નીકળ્યા [ જે બચી જાય છે તેને બાજીગર કહેવાય છે , કૈક એવું જ ! ] અને આ બધું કરવામાં અને દેખાડવામાં મુવી ક્યાય પણ આપણને ટેક્ન ફોર ગ્રાંટેડ નથી લેતી – બધી જ સાયન્ટીફિક ડીટેઈલ્સ અને લોજીકમાં જબરો જલસો પાડી દે છે ! એ થ્રિલ અને એ ટ્વિસ્ટ , સ્ટ્રોંગ ઈમોશનલ વેલ્યુઝ સાથે મસ્ત મિક્સ થઇ સ્માર્ટ સ્ક્રીનપ્લે’માં જબ્બર અને ગબ્બર એવી સ્ટારકાસ્ટ સાથે જાણે દાળ / ભાત / શાક / રોટલી / ફરસાણ / મીઠાઈ / પાપડ / કચુંબર જેવી દેવતાઓને પણ દુર્લભ હોય તેવી ગુજરાતી થાળીનો ચસ્કો લગાડે છે [ જય અન્નપુર્ણા , જય મમ્મીRidley Scottની ફિલ્મો આમ પણ સ્પીલબર્ગની જેમ પોતાનો એક અલગ જ ક્લાસ અને માસ ધરાવે છે [ પાછલા વર્ષોમાં જોઈએ તો : ગયા વર્ષની એકસોડસ ઠીક હતી અને કાઉન્સેલર જોવા પમાઈ નહોતી પણ પ્રોમેથીયસ ગજબની કિકએસ મુવી હતી ~ બે ત્રણ મુવીઝ્ને બાદ કરતા તેમના ઘણા મુવીઝ જોવાઈ ચુક્યા છે ] તો જોઈ નાખો , આ મંગલ પાંડેને !

m31

~ 7 ~

Far from the Madding Crowd [ England ]

ff1

1870નો દશકો છે. રૂપગર્વિતા એવી બાથશીબા એવરડીન’ને [ Carey Mulligan ] સમયના અલગ અલગ પડાવ પર , અલગ અલગ સંજોગોમાં ત્રણ અલગ અલગ પુરુષો લગ્ન પ્રસ્તાવ મુકે છે : સીધો , સરળ અને સાહસિક ખેડૂત ગેબ્રીઅલ , ઉંછાછ્ળો અને ચાલાક સૈનિક ફ્રેંક અને ધનિક પ્રૌઢ એવો વિલિયમ . ચતુર અને સાહસિક બાથશીબાનો જવાબ અને જીવનસાથી કોણ હશે , તે તો મુવી જોયે જ ખબર પડશે. [ 1967માં પણ far from the madding crowdનું એક વર્ઝન આવી ચુક્યું છે. ]

Director : Thomas Vinterberg

Director : Thomas Vinterberg

ઓહ… આ ફિલ્મનાં ક્લાસિક અને એલીગંટ ચાર્મે તો મારી નાખ્યા !!! હોય જ ને કમાલની કરીઝ્મેટીક બ્યુટી અને એક્સપ્રેશન્સની એક્સપ્રેસ એવી Carey Mulligan અહીંયા ટોડલે બેઠી છે [ રે મોર કાં બોલે ! ] તે ચાર્મ તો હોય જ ને ! એક તો વિક્ટોરિયન યુગના નોવેલીસ્ટ એવા થોમસ હાર્ડીની આ ક્લાસિક કલ્ટ નોવેલ છે ; બીજું અમારી અત્યંત પ્રિય એવી The Hunt (2012)નાં ડિરેક્ટર એવા Thomas Vinterbergનો મેજિકલ ટચ છે ; ત્રીજું સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડનાં રમણીય લોકેશન્સ છે ; ચોથું ક્લાસિક અને મેચ્યોર સ્ટારકાસ્ટ [ ક્લાસ ક્વીન એવી એલીગન્ટ Bathsheba Everdeneનાં પાત્રમાં મનનીય અને કમનીય એવી Carey Mulligan , સીધા સાદા ફાર્મર Gabriel તરીકે કમાલનો Matthias Schoenaerts અને ઠરેલ ધનિક William તરીકે માસ્ટર્સ ઓફ સેક્સ ફેઈમ Michael Sheen ] આ મુવીમાંથી કેરી મુલીગન કાઢી નાખો એટલે ખાલી ક્વિક ગન મુરુગન જ રહે 😉 [ કેરી’ની Never Let Me Go , Drive , Shame , An Education ઘણા દિવસોથી જોવાની બાકી છે અને અહીંયા અમો ‘કેરી’ ખાવામાંથી જ ઊંચા નથી આવતા ! ] પ્રેમ અને સન્માન , આકર્ષણ અને દગો , ભૂલ અને પસ્તાવો , મજબુરી અને માન , મૂર્ખાઈ અને ઠરેલપણું , સાદગી અને ભપકો , ગર્વ અને અભિમાન એ તમામ માનવીય તત્વોનું અહીંયા અદભુત આલેખન થયું છે અને બની છે , એક સુંદર રોમાંસ્ટીક ટેલ [ જય જેઠાલાલ ] જે લોકોને મારી જેમ રોમાંસ અને ડ્રામાનું ઊંધિયું ખુબ જ ગમે છે તે લોકોએ ચોક્કસથી જોવા જેવું , બાકીનાઓએ દુરથી સુગંધ લેવી 🙂

ff4

~ 6 ~ ( Tied )

Mustang [ Official entry from Turkey/France in Oscar ]

msta

ટર્કીનાં એક ટાઉનની વાત છે. અનાથ એવી પાંચ બહેનો તેમની દાદી અને અંકલ સાથે રહેતી હોય છે. એકદા સ્કુલેથી છૂટીને જયારે તેઓ સીધી બીચ પર મસ્તી કરવા પહોંચી જાય છે ત્યારે તેમની દાદી અને અંકલ તેમને લમધારી નાખે છે અને તેઓના ઘર છોડવા પર પ્રતિબંધ મૂકી દે છે ! તેમનું રીતસરનું અક્ષતયૌવના હોવાનું પરીક્ષણ સુધ્ધા થાય છે અને વારા પછી વારા તેમના લગ્ન કરીને તેમનાથી પીછો છોડાવવા મંડી પડાય છે !!!

Director : Deniz Gamze Ergüven

Director : Deniz Gamze Ergüven

પાંચ છોકરીઓ, જાણે કે પાંચ ઉન્મુક્ત આત્માઓ [ ઉન્માદથી ભરેલી અને મુક્તિ ઝંખતી ] સ્વપ્નાઓનાં ઉંબરે ઉભેલી અને મર્યાદાઓનાં વિચિત્ર પગથીયાઓએ અટકી પડેલું અલ્લડ યૌવન ! અને પછી તો તોફાન મચવાનું જ હતું અને મચ્યું પણ ખરું. . . કોઈકને આ દરમ્યાન બગાસા ખાતા પતાસું મળી ગયું , કોઈ ચગદાઈ ગઈ , તો કોઈક પીસાઈ ગઈ પણ એકે કૈક નોખું વિચાર્યું ને બાથ ભીડી અને સૌથી મોંઘેરું ઇનામ મેળવ્યું : સ્વતંત્રતાનું , આઝાદીનું , બેલગામ ઝીંદગીનું ! હવા , પાણી અને પૈસા કરતા પણ માનવજાત માટે સદીઓથી જે વસ્તુ અમુલ્ય રહી છે , તે છે સ્વતંત્રતા. અને જયારે તમે આ પાંચ રમણીઓને ઉંબરાની પેલે પાર જવા માટે મથતા જોશો ત્યારે ખ્યાલ આવશે કે મૂવીનું શીર્ષક મસ્ટાંગ શા માટે છે , મસ્ટાંગ એટલે મેદાનોમાં મુક્ત રીતે દોડતા ઉર્જાવાન ઘોડા ~ એક ફ્રી સ્પીરીટ ! મુવી પૂરી થયે પણ તાંબાની જેમ ચળકતી અને છુટા વાળોમાં ઘુમરાતી આ પાંચેય છોકરીઓ તમારી નજર સામેથી નહિ હઠે , એની ગેરેંટી ! દરિયાના પાણીમાં મોજાઓની ભેળે મોજું બનીને ખાબકતી હોય કે પછી ચુપચાપ વંડી ઠેકીને નજીકના શહેરમાં ફૂટબોલની મેચ જોવા પહોંચી ગઈ હોય કે પછી ઉન્માદ અને પ્રમાદનાં પ્રભાવ હેઠળ ઘરમાં જ અહીંયા ને ત્યાં પડી પાથરી રહેતી હોય કે પછી મુક વિરોધ દર્શાવવા ઘરમાં જ બીકીની પહેરીને રખડતી હોય [ દરિયાકિનારે ન જવા દેતા હોઈ માટે ] હરેક દ્રશ્ય લાઈવ વાયર જેવું ધબકે છે. [ એમાં પણ જયારે તેઓ ગુપચુપ ફૂટબોલ મેચ જોવા જતી રહી હોય છે ત્યારે તેમની દાદીને આ વાતની ખબર પડે છે અને પછી શું થાય છે , એ તો તમે જ જોજો 🙂 ] ફિલ્મનું હાર્દ કહો કે પછી મેઈન કન્સેપ્ટ , પોતાની પહેલી જ ફિલ્મ બનાવતી Deniz Gamze Ergüvenનો પોતીકો છે. જોકે તેણી કહે છે કે હું આટલી બળવાખોર ન હતી પણ કૈક અવનવા ચિત્રવિચિત્ર પ્રતિબંધો અમારી માથે પણ આમ જ ઝીંકી દેવાયા હતા ~ જેમકે સૌથી નાનકડી કાનુડી એવી Lale કહે છે કે આ ઘર નહિ ,પણ વર્ષે વર્ષે પત્નીઓ બહાર પડવાનું કારખાનું બની ગયું છે ! [ Laleનું આ પાત્ર સૌથી ઝમકદાર છે ~ સુપર્બ એવી Günes Sensoy ] આ પાંચેય છોકરીઓમાંથી માત્ર એક જ અનુભવી એક્ટ્રેસ છે , છતાયે ફિલ્મ એટલી સિમ્પલી સુપર્બ અને જીવંત બની છે કે તમને ફિલ્મ લાગે જ નહી [ જાણે કે બાજુના ઘરમાં ડોકિયું કરતા હોય ! ] અને એમાય કાળા સમુદ્રને કિનારે આવેલું ઉત્તરી ટર્કીશ ટાઉન ચાર ચાંદ લગાવી દે છે [ ઘડીક નેચર તો ઘડીક નેચરલ બ્યુટી ! ] બંધિયાર માનસિકતા અને અજડ પરંપરા સામે બળવો પોકારતા યૌવનની વાત એટલે મસ્ટાંગ . એક સેન્સિટીવ અને સેન્સીબલ મુવી.

mst2 mst4

~ 6 ~ ( Tied )

Our Little Sister [ Japan ]

ols4

ત્રણ બહેનો દાદાનાં પૈતૃક ઘરમાં રહેતી હોય છે , પગભર હોય છે. વર્ષો પહેલા જ પિતાએ બીજા લગ્ન કરી લીધા હોય છે અને માં પણ આ ઘર અને દીકરીઓને છોડી ચાલી ગઈ હોય છે ! આટલા વર્ષો બાદ સમાચાર મળે છે કે પિતાનું અવસાન થઇ ચુક્યું હોય છે અને મોટી બંને બહેનો Sachi [ રૂપ અને અભિનય બંનેમાં અદભુત એવી Haruka Ayase ] અને Yoshino ફ્યુનરલમાં જાય છે કે જ્યાં કૈક અજબ જ ઋણાનુંબંધથી દોરવાઈને તેઓ તેમની સૌથી નાની ઓરમાન બહેન Suzuને [ સુંદર અભિનય કરતી Suzu Hirose ] તેમની સાથે રહેવા આવવાનો પ્રસ્તાવ મુકે છે . .

Director : Hirokazu Koreeda

Director : Hirokazu Koreeda

જાણે એકદમ મારા માટે બનેલું અને મારી ફ્રિકવન્સીમાં અનુનાદ જગાવતું મુવી ! ~ સંવાદો અને સંજોગોનો અદભુત સંયોગ [ મને વાંચતા અને વાંચીને કદાચ તે મુવી જોવા બેસતા મિત્રોને કદાચ આ મુવી બોરિંગ લાગી શકે પણ મુવી ખરેખર માસ્ટરપીસ છે , દોસ્તો ] મસ્ટાંગ’થી તદ્દન સામા છેડાનું [ અહીંયા પણ બહેનોની જ વાત છે , પણ ચાર ] નિશાંત , નિર્લેપ અને નીરવ . . . પરિવાર તો કે’દાડાનો વિખરાઈ ગયો હતો પણ કદાચ એ મુશ્કેલીઓએ જ આટલી પરિપક્વતા અને જીવન પ્રત્યેનો જુદો જ દ્રષ્ટિકોણ આ બહેનોમાં ભરી દીધો છે. ધીમેધીમે પોતાની સાથે અને નવી ( ને નાની ) બહેન સાથેની ઔપચારિકતાઓ  અને અસહજતા ઓગળે છે અને ઘર ખરેખર પહેલી વાર જીવતું થઇ ઉઠે છે. દરેક બહેનની એક મુશ્કેલી , સંઘર્ષ અને સ્વપ્ન હોય છે કે જેની અંદરથી તેઓ હવે એકબીજાની સંગાથે પસાર થશે , ખભે ખભો મીલાવીને અને એકબીજામાં વિશ્વાસ રાખીને. કોઈને નાની બેન મળે છે તો કોઈ હવે માં હોવું મહેસુસ કરે છે.આમ પણ મને જાપાનીઝ ફિલ્મો પ્રત્યે થોડો વધુ લગાવ છે [ હમણાં જ When marnie was thereની વાત થઇ અને તાજેતરમાં જ જોવાયેલું અદભુત ફિલોસોફીકલ મુવી AN ( Sweet red bean paste ) તો ખરું જ , કે જેમના ડીરેક્ટર એવા Naomi Kawaseનું જ Still the Water પણ ગયા વર્ષે મારી ટોપ ફિલ્મોમાં સામેલ થયેલું. ] તમારે કુદરતની સાથે સાથે જો સ્વ સાથે પણ સંવાદ સાધવો હોય તો જાપાનીઝ ડ્રામાની તોલે કોઈ ન આવે ! [ અદભુત એવી ગુલાબી વસંત અને બાગની વચ્ચે ઉભેલું પૈતૃક ઘર. ] થોડાક જ માર્જીનથી ઈરાનીયન સિનેમાને હું બીજા સ્થાને મુકું. ફિલ્મને હું કોઈ શરૂઆત , મધ્ય કે અંતમાં નહિ બાંધી શકું કેમકે આ નદીનો એ પ્રવાહ છે કે જેની ભેળું શાંત ચિત્તે વહેવાનું જ છે. અહીંયા મંઝીલ નથી પણ પ્રવાસ જ તમારું ભાથું છે. ભૂલભર્યો ભૂતકાળ કે સ્વપ્નવત આવતીકાલ નથી પણ આજે પોંખાતી ક્ષણો છે. [ ડીરેક્ટર એવા Hirokazu Koreedaની Still Walking (2008) , Nobody Knows (2004) , Like Father Like Son (2013) ઓલરેડી વિશલીસ્ટ’માં છે.મૂવીનું એક ક્વોટ તો મને બહુ જ સ્પર્શી ગયું : I wonder what our last memories will be ! [ તમને ક્યારેય આવી જીજ્ઞાશા થઇ છે !? ]

ols3 ols5

~ 5 ~ ( Tied )

Room

roomp

એક નરાધમે એક યુવતીને [ Brie Larson ] એક કેબીન જેવડી જગ્યામાં વર્ષોથી કેદ કરી રાખી છે કે જ્યાં જ તેના બાળકનો જન્મ પણ થઇ જાય છે [ Jacob Tremblay ] !!! અને માં હવે બાળકને પણ આ નાનકડી દુનિયામાં જીવતા શીખવાડે છે પણ એકદા તે બંને આ નરકમાંથી ભાગી છૂટે છે અને હવે શરુ થાય છે મુશ્કેલીઓથી ભર્યો વધુ એક તબક્કો . . શું માં-દીકરો આ બીજો તબક્કો પાર કરી શકશે !?

Director : Lenny Abrahamson

Director : Lenny Abrahamson

ક્યારેક સમસ્યા કરતા સમાધાન અકળાવનારું હોય છે , કારણકે તેમાં ઉકેલ નહિ પણ સમાધાન હોય છે [ કે જેમાં સ્વીકાર અને સ્વતંત્રતા નથી હોતી ] પણ સાચો પ્રેમ અને કાળજી હરહંમેશ માણસજાતને સરપ્રાઈઝ કરતા આવ્યા છે , અવિશ્વસનીય રીતે દિગ્મૂઢ કરતા આવ્યા છે ! ક્યારેક વ્યક્તિ પાછળ વાળીને જુએ તો ઘડીક દંગ રહી જાય છે કે હું આવા ઝંઝાવાતમાંથી કેવી રીતે જીવી શકી , નીકળી શકી !? કદાચ કાલે કૈક સારું થશે તેની આશામાં અને જીવન ફરી ધબકશે તેની જીજીવિષામાં માણસે કેટલીયે મર્યાદાઓને પાર કરી બતાવી છે અને એમાય એ વ્યક્તિ મોંઘેરી માં હોય તો !? અને અહીંયા તો વાત જ એવા માં-દીકરાની છે કે જેઓ દુનિયાથી દુર એકમેકની દુનિયામાં જ શ્વસે છે , વસે છે. વિચારતા કરી મુકે અને ખાંભો થઈને ખોડાઈ જઈએ તેવી અદભુત મુવી એટલે રૂમ ! મૂવીની એ વાત વધુ ગમી કે તે થ્રીલર કમ ડ્રામા વધુ છે. આપણે બાળકને આપણા પર આધારિત માનીએ છીએ , મર્યાદિત માનીએ છીએ પણ એ નિર્દોષ વ્યક્તિત્વ જયારે તેનું મોં ખોલે છે ત્યારે તેમાં જોવા મળતી અખિલાઈ ઘણીવાર આપણને જ વામણા પુરવાર કરી દે છે ~ પહેલા માં બાળકને આવતીકાલ આપે છે અને પછી દીકરો માં’ને આશાભરી આવતીકાલથી ભીંજવે છે. એક તબક્કે માં ગળગળી થઈને કહે છે કે હું સારી માં નથી , ત્યારે પેલું ભોરુડું કહે છે , પણ તું માં તો છે ને ! ~ મસ્ટ મસ્ટ વોચ [ Brie Larson તો મને 2013માં આવેલી Short Term 12 થી જ ઈમ્પ્રેસ કરી ગયેલી અને તે મુવીને મેં નં. 1 સ્થાન પણ આપેલું અને આ કાનુડો Jacob Tremblay તો બસ અવર્ણનીય ~ એક તબક્કે તો એવી ઝુંબેશ ચાલેલી કે તેને ઓસ્કારની મેઈન એક્ટરની કેટેગરીમાં સ્થાન મળે ! અને જો મળ્યું હોત લિયોનાર્ડો આ વખતે પણ હાથ ઘસતો રહી ગયો હોત! Jacob Tremblay અને બિસ્ટ ઓફ નો નેશનનો Abraham Attah આ વર્ષની મોંઘેરી બાળપ્રતિભાઓ છે કે જેમને જોઇને મોં’માં આંગળા નાખી જઈએ ! ]

rm6

~ 5 ~ ( Tied )

Sicario

s1

બહાદુર અને આદર્શ FBI એજન્ટ કેટ’ને [ Emily Blunt ] મેટ [ Josh Brolin ] નામના કોઈ ઉચ્ચ અને વિચિત્ર અધિકારી દ્વારા , તેવા જ કોઈ વિચિત્ર સ્પેશીયલ એજન્ટ અલેહાન્દ્રો [ Benicio Del Toro ] સાથે મેક્સિકન ડ્રગ કાર્ટેલ સંબંધિત એક મહત્વના મિશન પર મોકલાય છે ત્યારે રહસ્યોના પડ પછી પડ ઉઘડતા જાય છે અને કેટની રાતોની નીંદ હરામ થઇ જાય છે. ખરું મિશન શું હતું ? આ લોકો કોણ હતા અને તેઓ શું છુપાવે છે અને તેણીને જ કેમ રીક્રુટ  કરાઈ છે !? તેવા કેટલાય સવાલોની આસપાસ આ મુવી ઘૂમરી મારતા મારતા તમને પણ ઘૂમરીએ ચડાવી દેશે , એ વાત પાક્કી .

Director : Denis Villeneuve

Director : Denis Villeneuve

મેક્સિકનમાં સિકારીઓ એટલે હિટ્મેન ! Denis Villeneuveની ફિલ્મોનાં તો અમો કાયલ છીએ જ [ તેમની Prisoners અને Enemy તો અમારી ઓલટાઈમ ફેવરીટ લીસ્ટમાં છે જ અને Incendies ઘણા સમયથી જોવાની બાકી જ રહી જાય છે ! ] તેમની ફિલ્મો એટલે માનવમનનાં તાગ ન લગાવી શકો એવા ઊંડા કુવામાં ડોકિયું કરાવતી દુનિયા , ક્યારે શું ઘટશે તેના સતત અજંપામાં નખ કોરી જવાની થ્રિલ કમ ધ્રાસકો અને ધીમે ધીમે કરતા ક્યારે રેલો પગ તળે આવીને તમને જ ડુબાડી જાય એનો આંચકો !!! મેક્સિકન ડ્રગ કાર્ટેલની એક એવી દુનિયા અહીંયા દર્શાવાઈ છે કે જોતા જ થરથરી ઉઠાય [ જોકે મેક્સિકોએ આને અતિશયોક્તિ જ ગણાવ્યું છે ! ] અને તેવી જ અને તેના કરતા પણ ક્રૂર અને ઠંડી બાજુ દેખાડી છે Benicio Del Toro અને Josh Brolin‘નાં પાત્રોમાં ! અને આ બધા વચ્ચે જયારે બહાદુર પણ સરળ એવી કેટ [ Emily Blunt ] સલવાઈ જાય છે ત્યારે જોવા મળતું હોરર ઘડીક તો ચેન છીનવી લે છે. ઓસ્કારમાં બેસ્ટ સિનેમેટોગ્રાફી માટે એવોર્ડ તો રેવેનન્ટ ઉપાડી ગઈ , અન્યથા અહીંયા પણ આલાતરીન અને થંભાવી દે તેવી બેનમુન સિનેમેટોગ્રાફી નીખરી આવી છે [ Roger Deakins : તેર તેર ફિલ્મો માટે ઓસ્કાર નોમીનેશન , પણ હજુ દિલ્લી દુર છે ! ] અને તેની સાથે બીટથી બીટ મેળવતું હૃદયના ધબકારા ઊંચા કરી દેતું ધાંસુ મ્યુઝીક પણ મુવીને એક અકળ માહૌલ આપે છે [ Jóhann Jóhannsson : અગેઇન ઓસ્કાર નોમિનેટેડ ~ તેનો એ એવોર્ડ The Hateful Eight ઢસડી ગઈ ! ] Emily Blunt અને Benicio Del Toroનાં બે તદ્દન સામા છેડાના પાત્રો અહીંયા એવા તો કંડારાયા છે કે તમે સમરકંદ બુખારા ઓવારી જાઓ [ ખરેખર તો Benicio Del Toroને ઓસ્કારમાં કોઈ નોમીનેશન કેમ ન મળ્યું એ નવાઈની વાત છે ! ] એક પાત્ર લોહીમાં નિંગળતું હોય છે અને બીજું પાત્ર ઠંડા કલેજે લોહીની નદી વહાવતું હોય છે ! [ કલાઇમેક્ષ ] કહે છે ને કે Revenge is the dish best served cold , પણ જયારે અહીંયા તમે તે ઠંડી અને મૂક આંખોમાં એ ભભૂકતી આગ જોશો ત્યારે ખ્યાલ આવશે કે તેની જિંદગી મોતથી શરુ થઈને મોત પર અટકી છે ! [ અને હાં , અમારી અતિપ્રિય એવી એમિલી બ્લંટને આ મુવી માટે એટલીસ્ટ ઓસ્કાર નોમીનેશન તો મળવું જ જોઈતું હતું , એ હું કેમ ભૂલી ગયો !? : આ વખતે મેં ઓસ્કાર નોમીનેશનની બૌ વાત કરી નહિ ! તે કરું જ ને પાસવર્ડ મારી પાસે છે 🙂 ]

sc4 s2

~ 4 ~

Aferim! [ Official entry from Romania in Oscar ]

af1

19મી સદીનું રોમાનિયા. એક જમીનદારનો ગુલામ નાસી છૂટે છે અને એક કોન્સ્ટેબલ અને તેનો દીકરો તેને નજીકના પ્રદેશોમાં શોધવા નીકળે છે અને પછી . . જે વ્યંગ અને ટ્રેજેડી કમ કોમેડીની હારમાળા સર્જાય છે કે તમે જોતા જ રહી જશો !

Director : Radu Jude

Director : Radu Jude

એક સ્પાર્કલીંગ બ્લેક કોમેડી કમ ટેરિફિક ટ્રેજેડી કમ ઇતિહાસબોધ કરાવતો ધાંસુ ડ્રામા કમ ક્લાસિક બ્લેક & વ્હાઈટ સિનેમેટોગ્રાફીમાં ફિલ્માવાયેલું અવર્ણનીય 19મી સદીનું ગરીબી , ગુલામી , ધર્માંધતા અને અજડતામાં સબડતું રોમાનિયા . . શું શું વિશેષણો હું વાપરું , આ મુવી માટે !? ઓટોમન તુર્ક સામ્રાજયનો આ શબ્દ : અફેરીમ [ જીભમાં ચાંદી પડી હોય તેમ ફટાફટ અને થોડું ન સમજાઈ તેમ બોલવાનું ] મતલબ કે બ્રાવો ! [ ડ્વાઈન નહિ ] અને એ પણ થોડાક કટાક્ષ અને વ્યંગમાં !! જ્યારથી બાપ-દીકરાની સફર ચાલુ થાય છે ત્યાંથી લઈને છેક અંત સુધી જાણેઅજાણે બંને એકેએક સંવાદોમાં આસપાસની એ દુનિયાને શબ્દોમાં આપણી સમક્ષ ખડી કરી દે છે ! તર્કસંગતતા અને શુધ્ધ વિસંગતતાનો અજોડ સમન્વય સધાય છે. એકબાજુ કટાક્ષના / મૂર્ખાઈનાં / સામાજિક અન્યાયોનાં / ધાર્મિક અજડતાથી ભરેલા સંવાદો મોં પર સતત મલકાટ રાખે છે ત્યાં વળતી જ પળે કૈક અમાનવીય ઘટી જાય છે ત્યારે ઘડીક તો વિચારતા જ રહી જવાય છે [ એક દ્રશ્યમાં ગુલામો ખુદ પોતાને જ વેંચતા હોય છે ! , એક પોલીસ બીજી પોલીસને લાંચ આપતી હોય છે ] એ જમાનાની શોષણખોર અને બળીયાના બે ભાગ જેવી અતિવાસ્તવિક દુનિયા ઉપસાવી દીધી છે , આ મુવીએ. આ લોકો તો ગુલામોને માણસ નથી માનતા પણ ગુલામો પણ પોતાને માણસ નથી માનતા !! પૂરું મુવી વ્યંગથી ભરેલું છે પણ સતત એ પડઘો પડતો જ રહે છે કે માણસજાતે અન્ય માણસોનું લોહી પીવામાં કાઈ બાકી રાખ્યું નથી , બસ કોઈ બહાનું જોઈએ . . કે તું કાળો છે , ઠીંગણો છે , નીચ કુળનો છે , ગરીબ છે અને એમાં પણ આ બધું કોઈ સ્ત્રી પાત્રમાં હોય તો તો ગઈ બિચારી બાપડી કામથી !!! ફિલ્મની હરેક ફ્રેમ દ્રશ્યે દ્રશ્યે બ્રાવો પોકારવા મજબુર કરે છે [ ઓસ્કારમાં ફોરેઇન કેટેગરીમાં આખરી 5 ફિલ્મોમાં Aferim!ને જગ્યા મળવી જોઈતી હતી. જોર્ડનની ‘થિબ’ સારી મુવી છે પણ ટોપ 5માં પહોંચી જાય તેટલી નહિજોકે અંત અત્યંત એક્સ્પલીસીટ છે , એ તમારી જાણ ખાતર .

af2

કેટલાક ક્રેકિંગ શોટ જેવા ડાયલોગ્સ તો તમારે વાંચવા જ પડશે : 1) The Rich look in the Mirror , the poor in their plate ! 2) Come on , let’s sleep . Sleep keeps hunger away . 3) A Starving dog dreams nothing but bones . 4) The rich man is like a hare , he leaps wherever he wants to ! 5) Fear is shameful , but healthy . It’s God’s gift .

af4

~ 3 ~ ( Tied )

Mad Max: Fury Road

mm

અસ્તિત્વ’નાં સંઘર્ષ , આશા , પાગલપન , સાહસ-દુ:સાહસ’ની અદભુત વાત છેડતી જબ્બર ઈમોશનલ કોર ધરાવતી પ્રચંડ પોસ્ટ’એપોકેલીપ્ટીક ગાથા એટલે Mad Max : Fury Road . . . મુવી વિષે અગાઉ હું ઘણું લખી જ ચુક્યો છું [ વાંચો અહીંયા ] એટલે વધુ કાઈ નહિ કહું [ કોણ હાશ બોલ્યું !? ]

Director : George Miller

Director : George Miller

પણ એક વાત મને કહેવા દો કે મેં જેટલા પણ 2015ની બેસ્ટ મુવીઝના અન્ય મુવી બ્લોગર્સનાં એન્યુઅલ રીપોર્ટસ વાંચ્યા છે તેમાંથી 57 [ સત્તાવને સત્તાવન ] રીપોર્ટસમાં મેડ મેક્ષ મુવી ટોપ 5’માં બિરાજે છે !!! [ અને હું અઠ્ઠાવન’મો ~ અબ તક અઠ્ઠાવન ]

mj mk

~ 3 ~ ( Tied )

Steve Jobs

sj1

આ મુવી સ્ટીવ જોબ્સનું બાયોપિક નથી પણ ત્રણ અલગ અલગ સમયગાળામાં લોન્ચિંગનાં જુદા જુદા તબક્કાઓમાં વહેંચાયેલું [ પહેલું Macintosh વખતે , બીજું NeXT વખતે અને ત્રીજું  iMac વખતે, 1998માં પૂરું થતું ] અને એ પણ ચાર જુદા જુદા વ્યક્તિઓ સાથે ઘર્ષણમાં ઉતરીને પોતાની વાત માંડતું Memoirs છે.

Director : Danny Boyle

Director : Danny Boyle

પહેલી વાત તો એ કે , મુવી બાયોપીકને બદલે ત્રણ અલગ સમયગાળામાં ત્રણ અલગ જ સંજોગોમાં [ ઘાટ , ઘડામણ અને મથામણ ] જે રીતે પ્રસર્યું છે તે જ મને ખુબ ગમી ગયું. અને એ દરમ્યાન જે એનર્જી , આરોહ અવરોહ અને ક્રેકિંગ / સ્પાર્કલીંગ ડાયલોગ્સની તડાફડી બોલી છે  કે વાત પૂછો માં ! સ્ટીવ જોબ્સ એટલે , એક કંટ્રોલીંગ ફ્રિક અને ગીક [ તેની આસપાસના લોકો તો એમ માને જ છે પણ કદાચ તે પણ જાણે છે ! કમાલનો Michael Fassbender : એટીટયુડ ,એરોગંસ એન્ડ એટીકેટનો ઓસમ સરવાળો ~ Leonardo DiCaprio કરતા પણ ઓસ્કારનો વધુ હકદાર , પણ ઓસ્કરને હંમેશા દર્દીલા પાત્રો વધુ ગમે છે ] સમય ગયે લોકો તેની પીઠ પાછળ ખુસપુસ નહિ પણ તેની સામે આવીને પડકારતા થયા તો પણ તે ન બદલ્યો , અકળ ,અણઘડ અને અનન્ય . . શરૂઆતનો સાથી કમ મિત્ર એવો Steve Wozniak તો કહે છે કે It’s not binary. You can be decent and gifted at the same time. [ સાલા ખડૂસ ] દીકરી Lisa કહે છે કે My mother may be a troubled woman, but what’s your excuse? That’s why I’m not impressed with your story, dad. [ દીકરી સાથે ઈમોશનલી અટેચ્ડ છે પણ સ્વીકારતો નથી ] હેડ ઓફ માર્કેટિંગ એવી જોઆના કહે છે કે I love that you don’t care how much money a person makes; you care what they make. [ કમાલનું કેરેક્ટર ~ આલાતરીન એક્ટ્રેસ અને અમારી ફર્સ્ટ ક્રશ એવી કેટ વિન્સલેટ દ્વારા :: Alicia Vikander સાવ ખોટેખોટી સપોર્ટીંગ રોલના નોમિનેશનમાં ઘુસી ગઈ નહિતર આ એવોર્ડ કેટ’ને જ મળેત , કેમકે ડેનીશ ગર્લમાં તેનું પાત્ર સપોર્ટીંગ નહિ પણ મેઈન કેટેગરીમાં પડે છે ! ] અને એક સમયનો ફાધર ફિગર એવો John Sculley [ સુપર્બ એવો Jeff Daniels] ગીન્નાઈને કહે છે કે You’re issuing contradictory instructions, you’re insubordinate, you make people miserable, our top engineers are fleeing to Sun, Dell, HP & Wall Street doesn’t know who’s driving the bus ! . . . આ બધા દેકારા અને પડકારા વચ્ચે તો પછી સ્ટીવ ખરેખર શું હતો !? તેના જ શબ્દોમાં : Musicians play their instruments. I play the orchestra 🙂 Aaron Sorkinનો ક્રેકિંગ અને ક્રિસ્પી એવો સ્ક્રીનપ્લે , Danny Boyle પર Slumdog Millionaire જોઇને જે ખાર ચડ્યો હતો તે આ મુવી જોઇને ઉતરી જાય તેવું ઈલેક્ટ્રીફાઈંગ ડીરેક્શન , બેકગ્રાઊંડમાં હિલોળા લેતો Daniel Pembertonનો ઓન ધ રોક્સ એવો સ્કોર અને ગ્રેટ સ્ટાર એસેમ્બલીંગ આ મુવીને મસ્ટ વોચ બનાવે છે.

sj5 sj2

~ 2 ~

Gett: The Trial of Viviane Amsalem [ Israel ]

gt1

ત્રીસ ત્રીસ વર્ષના લગ્નજીવન બાદ વિવિયને રબ્બી [ ઈઝરાયેલી ધર્મગુરુ અને ઉપદેશક ] સમક્ષ છુટ્ટાછેડાની અરજી કરી છે કે જેના માટે તેણી મહિનાઓ સુધી લડતી રહે છે . . . શું વિવિયનને છુટાછેડાનાં રૂપમાં છુટકારો મળે છે !?

Directors : Ronit Elkabetz & Shlomi Elkabetz

Directors : Ronit Elkabetz & Shlomi Elkabetz

એક જબરદસ્ત કોર્ટરૂમ ડ્રામા. સંવાદોથી મઢેલો , વિવાદોથી ઘેરાયેલો અને સંજોગોથી દોરવાતો અદભુત ઈમોશનલ ડ્રામા ! કોર્ટરૂમ ડ્રામા એક અલગ જ જોનર છે [ જેમકે 12 Angry Men અને Anatomy of a Murder જેવા મુવીઝ ] પણ અહીંયા તેનાથી પણ વધીને સંબંધોમાં ગૂંગળાતી એક વ્યક્તિની જે વાત વણી લેવાઈ છે કે તેના પર આફરીન પોકારી જવાય. વિવિયન’ને [ વીજળીના ચમકારા જેવી તેજસ્વીની એવી Ronit Elkabetz ] ચુકાદો આપનારા એવા રબ્બી પૂછે કે ; શું આ માણસે તારા પર હાથ ઉપાડ્યો છે ? શું એ તને જીવનજરૂરી વસ્તુઓથી વંચિત રાખે છે ? તેનું અન્ય કોઈ સાથે લફરું ચાલે છે ? વિવિયન નકારમાં માથું ધુણાવે છે ! રબ્બી : તો !? વિવિયન કહે છે તેની આંખોમાં મારા માટે સન્માન નથી દેખાતું , એક સમાન દરજ્જો નથી દેખાતો , જાણે એક તુચ્છ ભાવ ડોકાયા કરે છે , મારો એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે સ્વીકાર નથી દેખાતો !!! પણ આવી વાતો કાંઈ રબ્બી’ને પ્રભાવિત કરી શકે ? તેઓ તરત તેને રદબાતલ કરે છે અને તેના પતિને પૂછે છે કે શું તમે તમારી પત્નીને ડિવોર્સ આપવા માંગો છો ? પેલો નાં કહે છે અને કેસ પૂરો !! [ જી હાં , ઇઝરાયેલ’માં પત્ની તલાક નથી લઇ શકતી , પતિ જ તલાક આપી શકે છે અને તે સબબ પત્ની સિવિલ કોર્ટમાં પણ નથી જઈ શકતી કેમકે ડિવોર્સનાં કેસ રબ્બી’ની હાજરીમાં જ ચાલે છે !!! ] વળી પેલી કેસ દાખલ કરે છે અને વળી પેલો નકારે છે અને આમાંને આમાં મહિનાઓ નીકળી જાય છે . . . અદભુત , અદભુત અને માશાઅલ્લાહ પોકારાવી દે તેવું જડબેસલાક મુવી ! દ્રશ્ય બાદ દ્રશ્ય , સમય દર સમય વિવિયન’ના ચહેરા પરની બદલાતી રેખાઓ જુઓ , તેનો એ સંતાપ અને પીડા જુઓ , ભરાયેલો ડૂમો અને ઉઠતી ટીસ જુઓ તો ખ્યાલ આવે કે અભિનય કોને કહેવાય !!! એક તબક્કે કંટાળીને તે પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને રબ્બી તેને બહાર કાઢી મુકે છે પણ વળી તેણી સન્માનનાં ભોગે પાછી ફરે છે અને કહે છે કે : ‘Its easy to blame the one who yells. The one who whispers venom is innocent.’ સમાજે હંમેશા સ્વતંત્ર વ્યક્તિનો અર્થ  ‘સ્વતંત્ર પુરુષ’ જ કાઢ્યો છે , તો પછી સ્ત્રીનાં સમાન દરજ્જા અને વ્યક્તિત્વની તો વાત જ ક્યાંથી આવી !? પણ આ કોઈ ફેમીનીસ્ટ મુવી નથી , અહીંયા સ્ત્રી કે પુરુષની નહિ પણ માણસની વાત છેડાઈ છે. એક બાજુ નિંભરો પતિ Elisha છે અને બીજી બાજુ વિવિયનનો વકીલ Carmel છે કે જે જાણે ખુદનો કેસ લડતો હોય તેટલો સમર્પિત અને સંવેદનશીલ છે ! એક સ્ત્રીના ભાગ્યનો ફૈસલો બંને પુરુષો અને ત્રણ પુરુષ રબ્બીના હાથમાં છે !! લગ્નમાં સમાધાન હોતા હશે પણ લગ્ન એટલે સમાધાન નહિ એ વાત અહીંયા રાડો પાડીને કહેવાઈ છે ~ દ્રશ્ય દર દ્રશ્ય અને મહિનાઓ વીત્યે પાત્રોની બોલચાલમાં , તેમના પરિવેશમાં જે ધીમા અને અસરકારક ફેરફારો અને કટાક્ષો ભાઈ બહેનની ડીરેક્ટર બેલડીએ દેખાડ્યા છે , તે કાબિલેતારીફ છે [ Ronit Elkabetz અને Shlomi Elkabetz : જી હાં , વિવિયન પોતે જ ડીરેક્ટર પણ છે ! અને આ જ ભાઈબહેનની આ જ મૂવીની પૂર્વસુરી એવી ફિલ્મો To Take a Wife (2004) અને 7 Days (2008) પણ વિશલીસ્ટ’માં ઉમેરાઈ લેવામાં આવી છે. ] કન્ટેન્ટ અને ક્વોલીટીનાં શોખીનો માટે મસ્ટ વોચ .

gt6 gt3

~ 1 ~

Spotlight

s1

અમેરિકાનું બોસ્ટન શહેર કે જે સૌથી વધુ કેથોલિક વસ્તી ધરાવે છે અને જ્યાં રોમન કેથોલિક ચર્ચનો પ્રભાવ પણ અનહદ છે આવામાં બોસ્ટન ગ્લોબનો નવો આવેલો એડિટર આવતા વ્હેત જ એક સળગતી સ્ટોરી તેની સ્પોટલાઈટ ટીમ’ને આપે છે અને તેના પર વિસ્તૃત સ્ટોરી કમ અહેવાલ તૈયાર કરવાનું કહે છે . . . વિષય હતો : પાદરીઓ દ્વારા બાળકોનું યૌન શોષણ ! અને ધીમે ધીમે એક પછી એક પાદરીઓનાં નામ ખુલતા જાય છે અને અંતિમ આંકડો તો તેમની આંખો પહોળી કરી દે છે !! [ સત્યઘટના પર આધારિત : ધ ગ્લોબને આ બદલ 2003માં પત્રકારત્વનું નોબલ એવું પુલિત્ઝર પ્રાઈઝ પણ મળેલું ]

Ben Bradlee, Jr., Walter V. Robinson, Mike Rezendes, Tom McCarthy (Director), Michael Sugar, Sacha Pfeiffer ~ Director with Real Journalists .

Ben Bradlee, Jr., Walter V. Robinson, Mike Rezendes, Tom McCarthy (Director), Michael Sugar, Sacha Pfeiffer ~ Director with Real Journalists .

વાર્તા નહિ પણ પ્રક્રિયામાં , ઘટના નહિ પણ ઘટમાળમાં વિસ્તરતું અને કેન્દ્રિત થતું મુવી. ખરું પત્રકારત્વ શું છે અને શું હોવું જોઈએ એ દર્શાવતું એક માસ્ટરપીસ. વિચારો કે રોમન કેથોલિક ચર્ચના આ ચાઈલ્ડ સેક્સ અબ્યુઝ્ડ સ્કેન્ડલની વિગતો અને સત્ય જાણીને ઘડીક કંપારી છૂટી જતી હોય તો કદાચિત મૂળ ઘટનાઓને ઉજાગર કરતુ મુવી કેટલી હદે દુ:સ્વપ્ન સમાન બની રહે ! [ અને આ તર્જ પર મુવી બન્યું પણ છે , ચીલી’નું ધ ક્લબ ~ બાળકોનું યૌન શોષણ જોઈ શકવાની મારી ત્રેવડ ન હોઈ આ મુવી જોવામાં નથી આવ્યું , જો તમે જોઈ શકો તો જરૂર જોજો. ] પૂરું મુવી પડ પછી પડ એવું ઉખડતું જાય છે કે તમે મૂળ સોતા ઉખડી પડો ! આ કોઈ સનસનાટી મચાવવાની વાત નથી પણ નકકર પુરાવાઓ અને સજજડ અહેવાલો સાથે પાંગરતું પત્રકારત્વ કેવું હોઈ શકે અને તેની દુરગામી અસરો કેવા કેવા સામ્રાજ્યોને પણ ઉથલાવી શકે તેનું એક ઐતિહાસિક ઉદાહરણ છે. પાદરીઓ દ્વારા યૌન શોષણની વાતો તો કે’દાડાની આસપાસ ઉડતી હતી પણ મહત્તમ અહેવાલો માત્ર કાગળ પર આધારવિહીન જ હતા , પણ પછી આ પત્રકારો કડી પછી કડી જોડતા ગયા , ધીમી અને ધીંગી ધારે તાગ મેળવતા ગયા અને કોઈ એક વ્યક્તિને નહિ પણ પૂરી સંસ્થાને જ જડમૂળથી હચમચાવી મૂકી ! [ આપણે ગુજરાતમાં પણ એક ધાર્મિક સંસ્થામાં આવા અહેવાલો ઉડતા થયા હતા પણ પછી કાઈ થયું !? કેમકે આપણે અહીંયા પત્રકારત્વમાં નહિ પણ બ્રેકીંગ ન્યુઝમાં માનીએ છીએ ! ] 2015માં આવેલા કેટલાક જબરદસ્ત સ્ટાર અન્સેમ્બલમાં એક સરટોચ મુવી. [ Mark Ruffalo, Michael Keaton, Rachel McAdams, Liev Schreiber, John Slattery, Brian d’Arcy James & Stanley Tucci ] હરેક પાત્ર અને તેને ભજવતા કલાકારોની વાસ્તવિક એવી અસામાન્ય એક્ટિંગ જુઓ તો ખ્યાલ જ ન આવે કે કોઈ મુવી ચાલી રહ્યું છે ~ ડોક્યુંમેન્ટ્રી જેવું સટીક પણ પ્રવાહિતતા ધરાવતું. વિચારો કે અહીંયા કેવડો મોટો વેવલાવેડાથી ભરપુર મેલોડ્રામા સર્જાઈ શક્યો હોત પણ એમ નથી થયું ઉલટાનું બેકગ્રાઊંડ સ્કોર પણ અત્યંત માઈલ્ડ છે. પાત્રોની વાણી અને નિસ્બતમાં જે પ્રતિબધ્ધતા દેખાડાઈ છે કે તમે કથાનકથી એક પળ માટે પણ અળગા ન થઇ શકો , એમનો આક્રોશ એ તમારો આક્રોશ બની રહે , ક્યારેક તો ગળે ડૂમો બાઝી રહે અને આંખોનાં ખૂણાની કોર ભીની થઇ જાય. [ જેમકે ; માર્ક રફેલો’નું પાત્ર જયારે જાણે છે કે તેનો સ્કૂલનો જ એક મિત્ર શોષણનો ભોગ બન્યો છે ત્યારે તે કહે છે કે સ્કુલમાં તે પેલા પાદરીના ગ્રુપમાં જવા માંગતો હતો કેમકે તેઓ તે રમત માટે કોચિંગ આપતા હતા પણ જઈ ન શક્યો . . પણ જો હું ગયો હોત તો !! તો કદાચ આજે હું પણ વિકટીમ હોત . . ] માર્ક રફેલોનું અદભુત પાત્ર ~ તેની આંખોમાં એ વેદના અને સ્વરમાં એ ટીસ દેખાય છે કે કૈક ભયાનક ખોટું થયું છે અને કોઈ પણ ભોગે સત્ય ઉજાગર કરવું જ પડશે [ મને બ્રિજ ઓફ સ્પાઈસ’માં Mark Rylanceની એક્ટિંગ ગમી હતી કે જેઓ ઓસ્કાર જીતી ગયા હતા પણ તેમના પાત્ર કરતા ક્યાય વધુ હકદાર માર્ક રફેલો મને લાગ્યો હતો. ~ એક લાંબા મોનોલોગ જેવા દ્રશ્યમાં જયારે તે ફાટી પડે છે , તે દ્રશ્ય જ તમને તેની સાથે જોડી દે છે. ] અને તેવી જ રીતે Rachel McAdamsનું પાત્ર પણ અત્યંત સંવેદનશીલ અને જવાબદેહી દેખાડાયું છે કે જે ખુદ એક કેથોલિક છે અને તેનું પરિવાર તો અત્યંત પ્રતિબદ્ધ કેથોલિક છે ! મૂવીની ખાસિયત જ એ છે કે તેમાં ડોક્યુંમેન્ટ્રીની સટીક વાસ્તવિકતા અને પળે પળે બદલાતા માહૌલની ગંભીરતા પણ છે. જવાબદારી અને જવાબદેહી એમ બંને પાસાઓમાં ઉત્કૃષ્ઠ ઠરતું મુવી. અચૂકપણે અને એક જ બેઠકમાં જોઈ નાખવા જેવું મુવી.

spt6 spt4 spt5


What’s your favorite ?

What’s your opinion on this take ? Say it .