ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,


1) તમને યાદ છે , પેલો દિવાળીનો દળદાર અંક ?! [ કે જેને વેચીએ તો પણ બે દિવસ પુરતું કોઈ ગરીબનું દળદર ફીટી જાય ! ] બસ આજની પોસ્ટ એવી જ છે , જાણે કે અવેકન ધ જાયન્ટ વિધીન

2) તેનું પણ એક કારણ છે ; તે એ કે છેલ્લી રિસેન્ટ રીડ , રિસેન્ટ વોચ’ની પોસ્ટ છેક ફેબ્રુઆરીમાં આવેલી [ અરે હમણાં ગયો તે નહિ પણ વર્ષ 2015’નો ! ] અને ત્યારનું થોડું થોડું કરતા આ ટીપે ટીપે ટીપણું ભરાઈ ગયું !!

3) અને વધારામાં આ પોસ્ટ નહિ નહિ ને 15થી 20 ટુકડાઓમાં વર્ષના અલગ અલગ સમયે ટાઢ, તડકા અને વરસતી હેલીમાં લખાઈ છે માટે જ સળંગ પોસ્ટ એકસુત્ર’માં ન લાગે તો પણ ફરિયાદ ન કરવી કેમકે તે બહેરા કાને જ અથડાશે ~ જય આઘાત , જય પ્રતિઘાત અને જય ન્યુટન

4) આજની આ પોસ્ટ , મારી ફિલ્મોની પોસ્ટ કરતા પણ ક્યાય વધુ અંતહીન બની હોય તો તેમાં વાંક સંજોગોનો જ છે કેમકે સમય બળવાન છે [ અને સુનીલ શેટ્ટી પણ ! ] પણ વિચારો કે આટલા મહિનાઓમાં આટલા પુસ્તકો વંચાય અને આટલી સીરીઝ તો જોવાય જ ને . . રોજ થોડું થોડું યે વાંચશો તોયે વેકેશન પૂરું થઇ જશે 🙂

5) હાં , એક વાત પાક્કી કે રીરી’રિવો સીરીઝ ભવિષ્યમાં પણ જીવંત રાખવા માટે , આવનાર સમયમાં લખાણ’વાઈઝ ઘણી કાપકૂપ થશે અને ઓવરઓલ પોસ્ટની લંબાઈ પણ ઘટાડાશે ~ પણ હવે આજે જાન આંગણે પહોંચી જ ગઈ છે , તો પછી કરો કંકુ’નાં . . .

અને હાં , આજે ગુજરાત સ્થાપના દિન છે , તો . . . વાંચે ગુજરાત 🙂


– – –  18 Books & 8 TV Series / A Special Episode / A Documentary – – –

  [ Last 9 to 10 Months ]

Pictures : 58 Steady & 3 Gif

[ Will take 2 to 3 minutes to load the post ]


Recent Read


જગતનાં ઈતિહાસ’નું સંક્ષિપ્ત રેખાદર્શન by જવાહરલાલ નહેરુ

[ અનુવાદક અને સંક્ષેપક : મણિભાઈ ભ. દેસાઈ  ]

પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર / Rs. 450 , [ Link , Link , Link , Link , Link ]

પહેલી આવૃત્તિનું પાંચમું પુનર્મુદ્રણ , એપ્રિલ 2014 / 680 pages

Gujarati Translation of

Glimpses of the World History ” by Jawaharlal Nehru

પહેલી વાત તો એ કે નહેરુ’નું કોઇપણ પુસ્તક મારા દ્વારા વંચાશે એ વિષે ભારોભાર આશંકા હતી [ પૂર્વગ્રહ , યુ સી ! ] પણ પુસ્તકો કોને કહેવાય , એ કે જે મગજ’ની ધૂળ ખંખેરે , આંખો પરની બાજી ગયેલી છારી સાફ કરે અને , માન્યતાઓ અને અફવાઓથી દુર લઇ જઈને તટસ્થ દ્રષ્ટિથી એક વ્યક્તિ અને એક ઘટના’નું મૂલ્યાંકન કરતા શીખવાડે . તેઓ સાચા અર્થમાં પંડિત હતા , વિચારો તો ખરા કે જેલમાં રહીને નાની શી દીકરી’ને પત્રો દ્વારા ઈતિહાસ’બોધ કરાવવો એટલે !! [ જ્ઞાન તો ઠીક પણ કેવડી ધીરજ માંગી લીધું હશે એ કાર્યે !જ્ઞાન હોવું એ અલગ વાત છે અને તેની ઊંડી સમજ અને સમજાવવાની કળા હોવી એ એક અલગ વિષય અને આવડત’ની વાત છે ! ] આ દળદાર પુસ્તક વાંચતા વાંચતા સતત એક તટસ્થતા’ની લાગણી ઉભરી આવી કે આ વ્યક્તિ’એ કેટલી નાજુકતાથી ધર્મ , ગરીબી , સત્તા , સમાજ , લોકો , સંસ્કૃતિ , નૈતિકતા’ની વાતો આલેખી છે . . .

b1

એક તબકકે જયારે પુસ્તક મોટા ઉપાડે શરુ કરાયું ત્યારબાદ થોડા જ દિવસોમાં તે બાજુમાં મુકાઈ ગયું [ મારી આળસ’ને કારણે જ સ્તો ! 650+ પન્ના’ઓ ] પણ ‘ વાંચે નિરવ ‘ કાર્યક્રમ અંતર્ગત આખરે રોજના 25’થી 30 પેઈજીસ’નું વાંચન કરવાનું એકમતે નક્કી કરાયું [ હું એકલો હોઉં તો એકમત જ થાય ને ! લગ્ન બાદ પણ એકમત જ થશે , એનો 😉 ] અને પછી તો રોજેરોજ ઇતિહાસની કૈક નવી જ ઘટના અને તેનો ઉદય / અંત વાંચ્યા વિના રહેવાતું જ નહિ . . જાણે કે એક કોટડીમાં જ બેસીને તેમણે પોતાની દીકરીને તો ઠીક પણ મારા જેવા આળસુઓને આખી પૃથ્વી’ની પરિક્રમા કરાવી નાખી [ જય ગણેશ ] પુસ્તક’નાં વિધવિવિધ પાસાઓ’નું નિરાંતે આલેખન તો નહિ કરી શકાય પણ તે દરમ્યાન મેં જે મુદ્દાઓ / ઘટના નોંધી હતી તેની આછેરી ઝલક પણ જો લેખું અને લખું તો પણ એક આખી અલગ જ સમરાઈઝડ પોસ્ટ બને તેમ હતી , માટે તે વાત અધુરી રહી !

ઈતિહાસ’ના બનવા બગડવાથી લઈને વર્તમાન પર ઘેરી છાપ છોડવા દરમ્યાન પંડિતજીએ વિવિધ પ્રકરણો દરમ્યાન ધનિક અને ગરીબ લોકો કેમ સતત તેમના આત્યંતિક બિંદુ’ઓએ જ આગળ વધતા રહે છે , તેની સાદી છતાં સચોટ સમજ આલેખેલી છે . જોઈએ કેટલાક ક્વોટસ અને તારણો [ તે સમયને અનુલક્ષીને અને હજુ આજના સમયમાં પણ તેમાં મહતમત: કોઈ ફેર નથી પડ્યો એ જ દર્શાવે છે કે કેટલાક મુલ્યો અને કેટલીક હકીકતોમાં ઈતિહાસ પોતાની જાતને પુનરાવર્તિત કર્યે રાખે છે અને લોકો ઈતિહાસમાંથી હજુ કશું જ શીખ્યા નથી ! ]

[ એક તારણ કમ નોંધ : ચીની સંસ્કૃતિ અને તે લોકોની ખુબ ઉદાર હૃદયે પ્રશંસા અને એકરીતે તેમના તરફ પંડિતજીનો વધુ પડતો ઝુકાવ ભવિષ્ય’ની કેટલીક ઘટનાઓ કમ દુર્ઘટનાઓ પરત્વે’નો પૂર્વગ્રહ પણ સમજાવી દે છે ! ]

b2

કેટલાક ક્વોટસ અને અદભુત નિરીક્ષણો

ઈતિહાસ ધાર્મિક દમન અને યુદ્ધોથી ભરાયેલો પડ્યો છે ! | લોકોએ ઈતિહાસ’માં થયેલા મહાન લોકોને દેવ બનાવી દઈને તેમના ઉપદેશો અને આચરણ’ની ઘોર ખોદી નાખી છે . | પ્રકરણ 49 : ” માનવીની ખોજ ” આખેઆખું તેમના સમય કરતા આગળ અને ભવિષ્ય તરફનું તેમનું દર્શન બતાવે છે | પ્રકરણ 71 : રેનેસાં અથવા નવજીવન’નો યુગ’માં લિયોનાર્દો-દ-વિંચી’ની પ્રશંસા સ્પેન’ના પાંચમાં ચાર્લ્સ’નાં અમલ દરમ્યાન કહેવાતું હતું કે તેના સામ્રાજ્યમાં સૂર્ય કદી આથમતો નથી . આ જ વચન આજના એક ગર્વિષ્ઠ અને ઘમંડી સામ્રાજ્યની બાબતમાં ઘણીવાર ઉચ્ચારવામાં આવે છે ! [ page 260 : બ્રિટન પર કટાક્ષ ]

1298ની સાલમાં વેનિસ અને જિનોઆ વચ્ચે ભીષણ નૌકયુધ્ધ થયું . વેનિસ હાર્યું અને હજારો પકડાયેલા કેદીઓમાં એક માર્કો પોલો પણ હતો ! જેલમાં બેઠા બેઠા તેણે પોતાના પ્રવાસનો હેવાલ લખ્યો અથવા લખાવ્યો ! આ રીતે ‘ માર્કો પોલોનાં પ્રવાસો ‘ એ નામનો ગ્રંથ ઉદભવ્યો . સારું કાર્ય કરવા માટે જેલ કેવું ઉપયોગી સ્થાન છે ! [ page 197 ]

પહેલા લોકો ધાર્મિક રીતે અસહિષ્ણુ હતા જયારે હવે આર્થિક અને સામાજિક મુદ્દે અસહિષ્ણુ થવા માંડ્યા છે . [ page 301 ] | કઈ પણ કરવામાં જયારે લાભ હોય ત્યારે લોકો પોતાની જાતને તેમ જ બીજાઓને કેવી રીતે છેતરે છે , એ સાચે જ ભારે આશ્ચર્યકારક છે ! [ page 319 ] | અંગ્રેજી કેળવણી અને વિચારોથી સંકુચિત થતું ભારત & સમાંતરે કુઠારાઘાત પામીને ચેતનવંતુ બનતા અને રાષ્ટ્રીયતા’ની ભાવના ખીલવતા એક દેશ તરીકે ભારત’ની વાતો | તે સમયે નહેરુ’નો વરતારો કે સમય ગયે બ્રિટન પરાવલંબી અને ખુવાર થશે 1915’ની આસપાસમાં ગાંધીજીનું આગમન અને તેમનાં ઉગતા પ્રભાવની વાતો . . .

ફયુડ્લવાદ , મૂડીવાદ , સમાજવાદ , સંઘવાદ , અરાજકતાવાદ , સામ્યવાદ – દુનિયામાં આજે કેટલા વાદો છે ?! અને એ બધાની પાછળ તકસાધુપણું અથવા તકવાદ તરાપ મારવાને તૈયાર થઈને બેઠો છે ! પરંતુ એ ઉપરાંત દુનિયામાં એક બીજો વાદ છે : આદર્શવાદ . જે કોઈને એની પડી હોય તે એને અપનાવી શકે છે ,પરંતુ એ આદર્શવાદ એટલે પોકળ કલ્પનાઓ કે તરંગ નહિ પણ ઉદાત માનવીધ્યેય માટેનો – જે મહાન ધ્યેયને આપણે સિદ્ધ કરવા માંગીએ છીએ તેને માટે કાર્ય કરવાનો આદર્શવાદ છે . [ page 640 ]

વિચાર કાર્યમાં પરીણમવો જોઈએ . એમાં જ એની યથાર્થતા રહેલી છે . આપણા મિત્ર રોમાં રોલા કહે છે કે , કાર્ય એ વિચારની પરીસમાપ્તિ છે . જે વિચારો કાર્ય તરફ ઢળતા નથી તે બધાયે વિચારો વ્યર્થ છે , ધોકાબાજી છે ! એટલે આપણે જો વિચારોના સેવકો હોઈએ તો આપણે કાર્યના સેવક બનવું જોઈએ [ page 646 ] ~ 101% Agree

ઈતિહાસ’ની ભાગોળે કેવા કેવા પાત્રો / ઘટનાઓ ઉદભવ્યા , પાંગર્યા અને નામશેષ બન્યા તેનો ચિતાર એક અનુભવી અને સંવેદનશીલ આંખોએ આપતું પુસ્તક .


સો વર્ષ એકલતાનાં by ગેબ્રીયેલ ગાર્શીયા માર્કેઝ

[ અનુવાદ : રવીન્દ્ર ઠાકોર ]

પ્રકાશક : હર્ષ પ્રકાશન , અમદાવાદ / Rs. 220

[ Link , Link , Link , Link ]

પ્રથમ આવૃત્તિ , ઓક્ટોબર 2008 / 328 pages

Gujarati Translation of

One Hundred Years of Solitude ” by Gabriel García Márquez

સૌ પહેલા તો આખરી પૂંઠા પર અપાયેલ શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળા’નો કૃતિ વિશેનો મત અને સારાંશ જાણીએ : નવલકથા ક્રમસંખ્યા વગરના વીસ પ્રકરણમાં વહેંચાયેલી છે . કથા સીધી લીંટીમાં આગળ વધતી નથી પણ પાત્રોની સ્મૃતિમાં થઈને આડીઅવળી વહેતી રહે છે . કુટુંબનો પહેલો વડો જોસ આર્કાડિયો અને તેની પત્ની ઉર્સુલાના સગોત્ર લગ્ન છે અને સગોત્ર લગ્નથી ડુક્કર’ની પૂંછડી સાથે બેડોળ બાળક જન્મે એવા ભયને કારણે ઉર્સુલા પત્નીધર્મ નિભાવતી નથી . પણ એકવાર મહેણું મારનાર એગ્લીવાર’ને ભાલાથી ખત્મ કરીને આગભભકો થયેલો આર્કાડીયો પત્ની પર બળાત્કાર કરે છે , આ પછી એને અને એની પત્નીને એગ્લીવારનું ભૂત સતાવતા રહેતા બ્યુન્દીયાસ કુટુંબના એના મિત્રો સાથે જંગલમાં જઈ લાંબો  પ્રવાસ આદરે છે . ત્યાં આર્કાડીયો’ને અરીસાની દીવાલોમાં મકાનોના નગરનું સ્વપ્ન આવે છે અને એ મેકેન્ડો ગામની સ્થાપના કરે છે . ત્યાંથી સાત પેઢી સુધી વાત આગળ ચાલે છે . મેકેન્ડોમાં પશુપંખી-માણસોને પાગલ કરી નાખે તેવું ગરમીનું મોજું આવે છે , પછી અનિંદ્રાનો રોગ ફેલાય છે અને બધાની સ્મૃતિ ઘસાતી ઘસાતી નાશ પામે છે , છેવટે બ્યુન્દીયાસ કુટુંબમાં બાકી રહેલા બે સભ્યો પર કુટુંબનો શાપ ઉતરે છે , પુછ્ડીયું બાળક જન્મે છે અને જન્મતાવેંત પહેલે જ દહાડે એને કીડીઓ ખત્મ કરી નાખે છે !

કુટુંબકથા દ્વારા કોલમ્બિયા’ની કથા અને કોલમ્બિયાની કથા દ્વારા સમગ્ર માનવજાતિની કથા કહેતી આ નવલકથા એક રીતે નહિ પણ અનેક રીતે વાંચવી પડે તેવી છે , ઝટ ગળે ઉતરે તેવી નથી . પણ એકવાર ગળે ઉતરે તો પછી દિવસો સુધી એ જુદા જુદા માર્ગો’એ લઇ જઈને ભમાવ્યા કરે તેવી પ્રાણવાન છે . આથી જ પાબ્લો નેરુદા આ નવલકથાને ” દોન કીહોતે ” પછીનો સ્પેનીશ ભાષામાં થયેલો સૌથી મોટો આવિષ્કાર સમજે છે .

b3

વાંચ્યું !? કેટલી વિચિત્ર વાત અને વાર્તા ! અહીંથી જ કેટલાક લોકોએ પાછા વળી જવું જોઈએ પણ અમારા જેવા અળવીતરા લોકોને અહીંથી જ શરૂઆત કરવા જેવું લાગે છે 😉 માટે અમે પણ કુદ્યા [ અથવા તો કોઈકે પાછળ’થી ધક્કો માર્યો ! :: મેઈન ક્યા હૈ , બાબુજી – કુદના ~ જય પ્રફુલ ] અને પછી તો જે મજા આવી છે / ધિક્કાર આવ્યો છે / કંટાળો આવ્યો છે / ખેંચાણ અનુભવાયું છે / ચોપડી’નો ઘા કરવાનું મન થયું છે અને એવું તો કઈ કેટલુંયે કરવાના તરંગી વિચારો આવ્યા છે , કે . . . પણ પુસ્તક પૂરું કર્યે કૈક નકકર અનુભવાયું પણ છે કે , કૈક તો હતું આ બધી બઘડાટી’માં , આ રમખાણ’માં ! શું હતું એ વણસમજાયું , વણકલ્પેલું , તરંગી છતાં રંગબેરંગી શબ્દોનું , પાત્રોનું અને ઘટનાઓ’નું શબ્દ’વિશ્વ ? . . . માટે જ હું સીધો મારો ભાવાનુભવ કહીશ , મને ગમેલું કહીશ અને બાકીનું [ ગમાડવું કે ન ગમાડવું ] તમારા માથે ઝીંકીશ છોડીશ 😉

કેટલાક પ્રવાહો / મુદ્દા’ઓ / તત્વ / ટ્વિસ્ટ / ફિલોસોફી

છેડાતા તરંગ અને તરંગીપણું

 સમજાયેલું અને ગૂંચવાયેલું

અત્યંત પ્રગાઢ અને રસપ્રચુર વર્ણન અને તેટલું જ આટાપાટા’વાળું અને કઠીન | અંત અને આરંભની નહિ પણ મધ્યથી વિસ્તરતી ગાથા | એક વિમુખ થયેલ માનવસમૂહ’ની અને સમાંતરે વિકસતા અને ખુવાર થતા પરિવારની કહાની | કે જ્યાં એક તબક્કા સુધી મૃત્યુ જન્મતું જ નહોતું અને જયારે પ્રથમ પગરણ સંભળાયો ત્યારે શરુ થતી મૃત્યુની હારમાળા | આઘાત , અનિશ્ચિતતા , પાગલપન , મૃત્યુ , અનિંદ્રા , સ્મૃતિલોપ , વિરહ , છળ , આકર્ષણ’ની અને સરવાળે સમય’ની ગાથા ! | ધૂની અને સ્વ’માં ફેલાતું અને સંકોચાતું પુસ્તક | અનહદ એટલે અનહદ આશ્ચર્ય અને અચંબા’નું જગત – એક પણ લીટી જો ચુક્યા તો વાત કયાની ક્યા નીકળે તેનો કોઈ અંદાજો નહિ !

પાત્રો’ની ભુલભુલામણી વચ્ચે અને સમયના બદલાતા પ્રવાહોની વચ્ચે ખુદ વાંચક’નો થતો સ્મૃતિ’લોપ [ આખી બ્યુંએન્ડીયા પરિવારની વંશાવલી આગળના પેઈજ પર સતત જોતી જ રહેવી પડે છે નહિ તો મગજમાં દહીં જામતા વાર નથી લાગતી ! ~ જય લેકટોબેસીલસ ] | સ્વ’ધૂનમાં રાચતા અને પીડા’નાં ઝરણા’માં ન્હાતા એવા પીડિત પાત્રો | સ્ત્રીઓ પાછળ ખુવાર થતા , અલોપ થતા અને વળી પરત ફરતા પુરુષ પાત્રો’ની અકળ દુનિયા | રહસ્યોદ્ઘાટન’ની એવી અકળ દુનિયા કે જ્યાં કશું જ સરળ નથી અને એવી જ દુનિયામાં આ લોકો તરસે છે , ત્રસે છે અને શ્વસે છે ! | રૂપ’નું વર્ણન , સ્વરૂપ’નું વર્ણન , ઇન્દ્રિયો’નું વર્ણન , ભાવ-સ્વભાવ’નું વર્ણન , અગમ્યતા’નું વર્ણન , એકંદરે અવર્ણીય’નું વર્ણન , બદલાતા સમય અને બદલાતા માણસ’નું વર્ણન છતાં પણ ન બદલાતી વૃતિ’નું વર્ણન [ બાપ રે ! અહો વર્ણન !! ]

સ્મૃતિ’થી વિસ્મૃતિ સુધી વિસ્તરતું સંવેદનશીલ છતાં સમાંતરે સંવેદન’શૂન્ય જગત :: ગૂઢતા અને મૂઢતા’નો સરવાળો | એકમાંથી અનેક થવાની ઘટમાળ અને ઝંઝાળ | કે જ્યાં સરળતા અને મૂર્ખાઈ એક સિક્કા’ની બે બાજુ છે | જ્યાં હરેક નવું સંતાન એક નવી જ દુનિયા ઉઘાડી નવો જ ચીલો ચાતરે છે અને નવી જ સમસ્યાઓ ઉભી કરે છે ! | કે જ્યાં ઉર્સુલા નામનું પાત્ર અંધ થયે વધુ સમજણું અને ઠાવકું બને છેહવે તેને આ અગમ્ય્તા કૈક અંશે ઉકેલાતી લાગે છે ! | કોઈ પાત્રો સ્મૃતિઓ’માં અટવાતા રહે છે તો કોઈ સ્મૃતિઓથી ભાગતા ફરે છે . | એકલતા અને રાહ’ની અફાટ કેડી’એ સર્જન – વિસર્જન’ની કથા | આ વર્ષો હતા ભોગવિલાસ’નાં , ખુવારીના , વિસ્તરવાના , વિરોધના , યુદ્ધ’નાં , શાંતિના અને સન્નાટા’નાં , સમર્પણ’નાં , એકલતાના , સહનશીલતા’નાં , તપ’નાં – તપવાના , ગમગીનતા’નાં અને મૃત્યુઓ’ની હારમાળા વચ્ચે પાંગરતા જીવન’નાં !

એક પ્રવાહ / વ્યક્તિમાંથી બીજા પ્રવાહમાં સુંદર ગમન થયેલ છે , વિષયાંતર’ની ખલેલ અનુભવાતી નથી , ઉલટાનું નવા જ વાર્તા’વહેણમાં હોવાનો અચંબો અનુભવાય છે ! ઘણી ઘટનાઓના અંત પહેલેથી જ કહેવાયા બાદ તે સમગ્ર ઘટનાની શરૂઆત થાય છે અને છતાં પણ અંત દિગ્મૂઢ કરી દે છે ! આ કૃતિનું એક બળકટ પાત્ર સમય પણ છે ; જેમકે એક પાત્ર કહે છે – સમય પસાર થાય છે , આમ જ તે જાય છે પણ ઝાઝો નથી જાતો ! સમગ્ર કૃતિમાં કોઈને કોઈ પાત્ર’ને કૈક  ને કૈક વળગણ રહ્યું જ છે , જેમકે એક પાત્રને સમય’નું વળગણ છે અને તે વારેવારે અતીત’માં સરી જાય છે અને ખોવાઈ જાય છે , થંભી જાય છે ! એકપણ પાત્ર અન્યોનય સામાન્ય સ્નેહ’વાળું , લાગણી કે વ્યવહાર’વાળું નથી – એકમાત્ર થોડુક સામાન્ય પાત્ર હોય તો તે છે : “સાન્તા સોફિયા દ લા પીયેદાદ ” અહીં સ્ત્રીઓ’નાં પાત્રો પુરુષોની તુલનાએ અત્યંત પ્રભાવશાળી બન્યા છે – ઉર્સુલા’થી લઈને આમરાંટા ઉર્સુલા સુધી [ વિચિત્ર તો વિચિત્ર રીતે પણ ] [ પણ જેમ હરેક કૃતિ સાથે બને છે તેમ જ , ઘણા નિરર્થક કિસ્સા’ઓ અને ઘટનાક્રમો’થી આ પુસ્તક વધુને વધુ વિચિત્ર બન્યું છે ]

આ કૃતિ સ્વપ્ન સમાન લાંબી પણ પૂરી થયે જીવન અને મૃત્યુ’ની વચ્ચે સડસડાટ નીકળી ગયેલ કોઈ સ્મૃતિ જેવી લાગશે કે જ્યાં સમજાયેલ કરતા ન સમજાયેલ ઝાઝું હતું ! માનસિક અને દૈહિક ગુંચવણો’ની આ ગાથા ઘડીક તો ચીડ ઉભી કરી દેશે પણ એક તબક્કે તેઓની આ નિરર્થક અને પાગલ કોશિશો ‘માં પણ કૈક જડી આવશે . અરાજકતા’ની આ દુનિયા તમને સ્મૃતિ’થી વિસ્મૃતિ સુધીનું અહો વૈચીત્રમ એવું જગત દેખાડશે [ એક લીટીમાં નોંધ કમ સાર કમ અનુભવ : અનહદ વિચિત્ર અને અગમ્ય પુસ્તક – જો વાંચવાની શરુઆત કરો તો પછી પૂરું કરશો , નહિ તો ભૂલે ચૂકેય તેને અડકશો નહિ ]

કુટુંબની વડી એવી ઉર્સુલાનું કુટુંબના પુરુષો વિશેનું અવલોકન જુઓ [ page 124 ] . . . તે બધા જ સરખા છે ! પહેલા તો તેઓ સારી પેઠે વરતતા , કહ્યું માનતા અને ચપળ હતા . માખી મારવાનું પણ તેમનામાં જોર નહોતું , પણ જેવી દાઢી ઉગે છે કે તેઓ ગાંડા થઇ ગમે તે રસ્તે જાય છે !

એક નોંધ કમ નિરીક્ષણ

શ્રી રવીન્દ્ર ઠાકોરનો અનુવાદ અદભુતની કક્ષાનો છે , ખરેખર એક અઘરો અનુવાદ !


મહાકવિ શેકસપિયર’ની નાટ્યકથાઓ by મધુસૂદન પારેખ

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , અમદાવાદ / Rs. 150 

પાંચમી આવૃત્તિનું પુનર્મુદ્રણ , જાન્યુઆરી 2012 / 224 pages

Shakespeare’s Plays in Story form , adopted in Gujarati

by Madhusudan Parekh

શેકસપિયર’ની મહત્તમ કૃતિઓ પ્રત્યે હું અજાણ હતો અને મહદ’અંશે રહેવાનો પણ ખરો ! પણ હંમેશા એક ઈચ્છા રહ્યા કરતી કે તેનું સઘળું સર્જન ટૂંક’માં તો ટૂંક’માં એકવાર વાંચવું અને તેનાથી પરિચિત થવું અને એ માટે બેસ્ટ રેફરન્સ મળેલો , પ્રો. સંતરામ ભટ્ટ’નાં શેકસપિયર પરના પુસ્તક પર’નો . . પણ એ પુસ્તક ન મળ્યું અને ત્યાં જ પુસ્તકમેળામાં આ પુસ્તક નજરે ચડી ગયું કે જ્યાં શેક્સપિયર’નાં સઘળા પ્લે’સને મધુસુદનભાઈ પારેખે વાર્તા’સ્વરૂપમાં ઢાળ્યું છે કે જેથી અમ સામાન્ય વાંચકો’ને સરળ અને સહજ સમજુતી મળી રહે .

અને થયું પણ તેમ જ ! અને એ પણ અદભુત’ની કક્ષાના અનુવાદ સાથે ! જી હાં , અનુવાદ અત્યંત સમૃધ્ધ છે એ તો આપ કોઈ વાંચશો ત્યારે જ ખ્યાલ આવશે . એક રીતે આ પુસ્તક લેવાયું અને ત્યાર બાદ પડ્યું રહેલું પણ હૈદર મુવી સમયે મને એ કથાનક વાંચવાની પણ ઈચ્છા થઇ કે જેનું પ્રસિધ્ધ નામ હેમલેટ હતું અને આ પુસ્તક વાંચવાની શરૂઆત થઇ . . . ખરેખર પુસ્તક ખુબ જ સુંદર બન્યું છે , જે લોકોને શેકસપિયર’ની કૃતિઓની ઝલક લેવી હોય અને શરૂઆત કરવી હોય તેમના માટે એક આદર્શ પુસ્તક .


તમે યાદ આવ્યા by વિનોદ ભટ્ટ

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , અમદાવાદ / Rs. 250

[ Link , Link , Link , Link ]

પ્રથમ આવૃત્તિ , 2014 / 180 pages

b4'''વાંચતા વાંચતા મલકાઈ જવાય અને સામાન્ય વાતોમાં પણ જેમની નિરીક્ષણ’શક્તિ’ને દાદ આપવાનું મન થાય એવા જુજ લેખકોમાં’નાં એક એટલે જુના અને જાણીતા ગોરધનભાઈ ચેવડા’વાળા વિનોદ ભટ્ટ 🙂 [ અલ્યા’વ અમારા રાજકોટના પ્રસિદ્ધ ચેવડા’નું આ લેજેન્ડરી સ્લોગન છે ! જય વિનોદ 😉 ] વિનોદ ભટ્ટ સાહેબ’ની કલમ અને કટાર’નો તો કેદાડા’નો પરિચય હતો જ પણ પુસ્તક સ્વરૂપે આજે પહેલી વાર તેઓ હાથમાં આવ્યા અને ખરેખર ખરા સમયે હાથમાં આવ્યા . . તાવ’નાં એ દિવસો હતા કે જ્યાં બે’ત્રણ અઠવાડિયા સમગ્ર તન’મન ચકડોળે ચડ્યું હતું અને એ દિવસોમાં જ્યાં કઈ જોવું ન ગમે , સુંઘવું ન ગમે , જમવું ન ગમે – ત્યારે આ પુસ્તકે થોડુક ટેઈક ઈટ ઇઝી રહેતા શીખવાડ્યું હતું [ હજુ પણ એક પુસ્તક રાધર પુસ્તિકા વંચાઈ હતી તે તાપીલા દિવસોમાં , એની વાત આગળ પર ] આ પુસ્તકમાં સ્મૃતિચિત્રો’નું આલેખન છે અને તે વિશેષ કરીને એટલા માટે વિશેષ બની રહે છે કેમકે મહત્તમ કિસ્સાઓ’માં તે અંગત ઘરોબા’ની છાંટ ઝીલીને લેખને સહજ બનાવે છે ( તેમના સમયના લોકો અથવા તો તેમની સાથે લવ-હેઇટ’નો સંબંધ ધરાવતા લોકો )

પણ આ જ મસ્ત ઘરેડ એક પુસ્તક તરીકે એ રીતે તૂટે છે કે જયારે મન્ટો , અમૃતા પ્રીતમ અને શેકસપિયર’ની વાતો વહેંચાય છે કેમકે તે વાતો / સ્મૃતિઓ કર્ણોપકર્ણ અથવા તો વાર્તાઓ તરીકે અથવા તો અફવાઓ તરીકે અથવા તો દંતકથાઓ તરીકે ઝીલાઈ હશે [ કેમકે તેઓ એક ગુજરાતી તરીકે અંગત પરિચયમાં ન્હોતા કે પછી સ્મૃતિઓ કે વારસામાં ન્હોતા ] મતલબ કે બધા જ ગ્રેટ ગુજરાતી’ની વાતમાં આ ત્રણ લોકો થોડા અલગ પડે છે અને લેખક સાથે તેમનો કોઈ સંબંધ તરત જ આંખે ઉડીને વળગતો નથી ! નો ડાઉટ , કે પ્રેરણાત્મક રીતે કે તેમના સર્જનની અસર તળે આવવાનું બનતું હોય પણ સુરેશ દલાલ , બક્ષી , હરકિસન મહેતા કે પછી શેખાદમઆબુવાલા’ની મસ્ત મજાની સ્મૃતિઓ અને વાતો છેડાઈ હોય ત્યાં અચાનક શેકસપિયર આવે તો નવાઈ તો લાગવાની જ ! પણ પણ ને પણ ત્યાં જ ઉભા રહો ! આ ત્રણેય લેખ કાઈ સામાન્ય નથી હો , એની પણ પોતાની એક આગવી જ વિનોદ સ્ટાઈલ છે અને તેમને પણ ભટ્ટ’સાહેબની કલમે જાણવાનો એક અલગ જ મિજાજ છે . હરેક લેખ અફલાતુન કહી શક્ય તેવો અદભુત સ્મૃતિઓથી ભરેલો છે . . એક હળવું છતાં પણ બળુકું પુસ્તક એટલે આવ્યા તે એવા આવ્યા કે ‘ તમે યાદ આવ્યા ‘ .


માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર by ગુલુ ઇઝીકયલ

પ્રકાશક : આર.આર.શેઠ , અમદાવાદ / Rs. 160

[ Link , Link , Link ]

પ્રથમ આવૃત્તિ , 2005 / 276 pages

Gujarati Translation of

Master Blaster Tendulker ” by Gulu Ezekiel

stઆ પુસ્તક કે દિવસ’નું લેવું લેવું થતું હતું અને આખરે ઘણા વર્ષો બાદ હાથમાં આવ્યું , પણ એકંદરે નિરાશા થઇ !! કેમકે પુસ્તક મહદઅંશે આંકડાકીય માહિતી અને સચિને રમેલી મહત્તમ મેચીસ’ની વિગતો’નું જ પુસ્તક બની રહ્યું છે ! મતલબ કે ; સચિન વેસ્ટઇન્ડીઝ’નાં પ્રવાસે ગયો તો તેણે પહેલી ટેસ્ટ’માં આટલા રન બનાવ્યા અને ટીમ જીતી કે નહિ . . બીજી ટેસ્ટ’માં આટલા અને ત્રીજી ટેસ્ટ’માં આટલા !! સચિન આટલા સમય માટે ફોર્મ’માં હતો અને જેતે સમય માટે આઉટ ઓફ ફોર્મ હતો .

ફાઈનલી , જે પણ સીરીઝ રમાઈ તેમાં સચિન’ના પ્રદર્શન’નું જ મહત્તમ આ પુસ્તક બની રહ્યું છે ! કે જેના માટે અંગત સ્તરે હું કહું તો મને નિરાશા સાંપડી , કારણકે તેથી પુસ્તક ઘણું નીરસ અને શુષ્ક બની જાય છે [ જોકે આંકડાકીય માહિતી અને જેતે પ્રદર્શન’ની માહિતીઓ’ની બાબતે આ પુસ્તક ઘણું સટીક અને ગુણવત્તા’વાળું છે , તે માટે લેખક’ને દાદ આપવી પડે ] આ જ લેખક’નું ગાંગુલી અને ધોની પર પણ પુસ્તક બહાર પડ્યું છે [ જોકે મને ગાંગુલી અને ધોની વિષે મોટાભાગે એટલી બધી ઉત્કંઠા ક્યારેય નથી થઇ !જોકે તેન્ડુલ્યા’ની સત્તાવાર ઓટોબાયોગ્રાફી વાંચવાની ઈચ્છા જરૂર છે .


મેઘધનુષી માનુનીઓ by રશ્મી બંસલ

[ ભાવાનુવાદ : સોનલ મોદી ]

પ્રકાશક : એકલવ્ય એજ્યુકેશન ફાઉન્ડેશન , અમદાવાદ / Rs. 175

[ Link , Link , Link , Link ]

પ્રથમ આવૃત્તિ , 2013 / 377 pages

Gujarati Translation of

Follow Every Rainbow ” by Rashmi Bansal

mmરશ્મી બંસલ’નાં અગાઉના હરેક પુસ્તકો મેં ખુબ જ ચાઉં’થી ચાવીને ચાવીને વાંચ્યા છે [ કેમકે એક રીતે વાર્તાની વાર્તા અને સાથે સાથે સાહસ અને અનુભવોની વાતો પણ લેખાતી જાય છે ] પણ આ પુસ્તક જો તેમના અગાઉના પુસ્તકો સાથે સરખાવીએ તો થોડું ઉણું ઉતરે છે ! નો ડાઉટ , કે અહીંયા જેટલી મહિલાઓ’નાં કિસ્સા’ઓ લેવાયા છે , વહેંચાયા છે તે હરેક મહિલા મકકમ મન’ની અદભુત સાહસી વ્યક્તિ છે પણ મહત્તમ કિસ્સાઓ આલેખવામાં એક પ્રકારની ઉતાવળ વર્તાય છે , જાણેકે ઘટના અને તે વ્યક્તિના મૂળ સુધી , ખરેખરા સંઘર્ષ સુધી નથી પહોંચાયું !

પણ પાછા સ્વતંત્ર પુસ્તક તરીકે અને પોતાના કાર્યક્ષેત્રમાં આ પુસ્તક ઘણું જાણવા જેવું અને શીખવા જેવું આપણી સાથે વહેંચે છે . કેટલીક મહિલાઓ તો સાવ ધૂળમાંથી ઉભી થઇ છે કે જેમને ખુદ’ને પોતાનો સંઘર્ષ યાદ કરવામાં કમકમાં આવી જતા હોય ! રશ્મી બંસલ’નું હજુ એક પુસ્તક કને પડ્યું છે , તો એ જયારે વંચાશે ત્યારની વાત ત્યારે [ BTW : આ પુસ્તકનો અનુવાદ તો હરહંમેશ’ની જેમ ગુણવત્તાસભર છે જ પણ પુસ્તકનું ટાઈટલ પણ કેટલું સુંદર અનુવાદિત કર્યું છે ! : મેઘધનુષી માનુનીઓ ! ]


ઘરથી સિનેમા સુધી by સુમંત રાવલ

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર / Rs. 150 [ Link , Link , Link ]

પ્રથમ આવૃત્તિ , 2013 / 106 pages

આ પુસ્તક’નું નામ કશેક વાંચ્યાનું યાદ હતું અને ત્યારબાદ એક સ્ટોર’માં જોયું અને અનુક્રમણિકા પર જે જે મુવીઝ વિશેની વાતો લિસ્ટેડ હતી તે જોઇને આ પુસ્તક લેવાયું [ કેમકે , અંદાજે 19 મુવીમાંથી 7-8 મુવીઝ જોવાઈ ચુકાયેલી અને ગમેલી પણ ખરી અને કેટલીક વિશ’લીસ્ટ’માની મુવીઝ પણ અહીંયા લેવાયેલ હતી ] કુલ 19માંથી 3 મુવીઝ ભારતીય હતી અને બાકી હતી હોલીવુડ અને વર્લ્ડ સિનેમાની કેટલીક મુવીઝ  .

gssપણ અહીંયા હું એક વાત ખાસ કહેવા ઈચ્છીશ કે આ પુસ્તક લખાયું છે સારું પણ મારી અંગત મહેચ્છા / જીજ્ઞાસા’ને સંતોષવામાં તે નિષ્ફળ ગયું છે [ આ વાત અંગત સ્તરે જ લેખું અને લખું છું , માટે કદાચિત કોઈને ગમી પણ શકે ખરું ! ] મને ફિલ્મોની એ રીતની વાત માંડવી નથી ગમતી કે વાંચવી નથી ગમતી . . કે જ્યાં લેખકો કે કટાર લેખકો પહેલા કોઈ મુવી’ને પકડે અને પછી રીતસર’ની આખે’આખી વાર્તા ઘસડી મારે ! [ જોકે અહીંયા બધા લેખોમાં એવું નથી , પણ . . ] જેમકે ;  જેટલા પણ ન્યુઝપેપર્સ’ની પૂર્તિ’માં જેટલી પણ સીને’કોલમ આવતી હશે ત્યાં જે તે સમયે જે તે કટાર’લેખક સીધે’સીધું અત’થી લઈને ઇતિ સુધી પૂરેપૂરું મુવી ઠલવી નાખીને આખીરમાં થોડો Trivia ભભરાવીને વાત પૂરી કરી નાખે છે [ અને આમ કરીને તેઓ આપણને મૂવીની જાણકારી નહિ પણ આખેઆખું મુવી જોયા પહેલા જ પધરાવી નાખે છે !એક જાણીતા ગુજરાતી સિને’કોલમીસ્ટની એક આવી જ આખી પરિચયશ્રેણી તો ક્યારની પૂરી થઇ ગઈ અને બીજા એક કટાર’લેખક પણ અત્યારે એવી જ શ્રેણી ચલાવી રહ્યા છે – જોકે બંને લેખકો’નાં લેખ હું નિયમિત વાંચું છું પણ તેમની પાસેથી આનાથી કઈક વધુની , કઈક ઊંચાની અપેક્ષા હતી !

મહત્તમ લેખકો / કટાર લેખકો . . . ડીરેક્ટર’ની સૂઝ’બુઝ અને વિઝન કમ મોડસ ઓપરેન્ડી / ફિલોસોફી / દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ’નો ઉપયોગ / સિનેમેટોગ્રાફી / મેટાફોર & મટીરીયલ / એડીટીંગ & રિયલ સોર્સ અથવા તે મુવી સાથેની તેમની યાદો / અનુભવો અને પ્રેરણા’ની વાતો તો કરતા જ નથી !! બસ એક મુવી ઉપાડો અને આખી વાર્તા છાપી નાખો [ હું આ પુસ્તક’ને સંદર્ભે નહિ પણ ઓવરઓલ વાત કરું છુંજેતે વ્યક્તિ’ની સિનેમેટિક સેન્સ વિષે કટાક્ષ કે ટીકા કરવાનો મારો કોઈ ભાવ પણ નથી અને ક્ષમતા પણ નથી ]


વાયુપુત્રો’નાં શપથ by અમીશ ત્રિપાઠી

[ ભાવાનુવાદ : આદિત્ય વાસુ ]

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર /  Rs. 425

[ Link , Link , Link , Link , Link , Link ]

પ્રથમ આવૃત્તિ , ફેબ્રુઆરી 2014 / 546 pages

Gujarati Translation of

The Oath of Vayuputras ” by Amish Tripathi

vsવાયુપુત્રોનાં શપથ વિષે એક આખી પોસ્ટ લખવાની ઈચ્છા હતી પણ તમારા ય નસીબ હોય ને . . તે બચી ગયા ! [ જે બચી ગયા તેને બાઝીગર કહેવાય છે .] પણ સમગ્ર શિવ કથન ખરેખર એક અદભુત અને અવિસ્મરણીય ગાથા બની રહી . [ વાંચો : મેલુહા અને નાગવંશ ] જાણીતી અને કહેવાયેલી કથામાંથી પણ કોઈ નવી કથા ગૂંથાઈ શકે તેનું મસ્ત ઉદાહરણ એટલે અમીશ’ની આ મૌલિક ન હોવા છતાં પણ અનહદ મૌલિક લાગતી શિવકથા . આ ત્રીજા ભાગમાં જે એક અંદેશો બીજા ભાગના અંતથી જ લાગી રહ્યો હતો તે સાચો પડ્યો ! પણ તે ભયાવહ ઘટના મૂળ કથાનકમાં પણ એટલી જ પીડાદાયી લાગતી હતી ત્યાં અહીંયા ફરી એ પીડામાંથી પસાર થવાનું થયું  . એ ભાવ , એ ખાલીપો અમીશે બરાબરનો ઝીલ્યો . પણ ખાસ તો વાયુપુત્રો’નું કથાનક અને તેમનાં પાત્રો જેટલી ઉત્કંઠા હતા તેટલા બરાબર’નાં નીખર્યા નહિ તેવું લાગ્યું [ અપેક્ષાઓનો ખેલ ! ] ‘ વાયુપુત્રો ‘ વિષે એક પ્રચંડ તાલાવેલી હતી [ અમીશની હવે ઈશ્વાકુ’નાં વંશજ વસાવી લેવામાં આવી છે અને આપણા ચિરાગભાઈ ઠકકર’એ જ તેનો અનુવાદ કર્યો છે ]

અહીંયા પણ કથાનકનો મુખ્ય સુર એ જ રહે છે કે ; સારપ અને બુરાઈ વચ્ચે એક પાતળી ભેદરેખા રહેલી હોય છે અને ક્યારેક તેઓ અન્યોન્યમાં રૂપાંતર પણ પામે છે ! ક્યારેક કલ્યાણ’નાં નામે કોઈનું અહિત પણ થઇ જાય તો પણ તેને શિષ્ટ શબ્દોમાં હળવી અને નગણ્ય આડપેદાશ ગણાવી દેવાય છે અને કલ્યાણના નામે મહાનતાનો દંભસુર મોટો થતો જ જાય છે [ સોમરસ , નાગાઓ અને કર્કરોગ ] સરસ્વતી નદીનાં વિલુપ્ત થવાની ઘટનાને એક સહજ પર્યાવરણીય બેદરકારીનો ઓપ અપાયો છે ! સોમરસનાં વિજ્ઞાનની સરળ સમજ આપતું એક આખું સુંદર પ્રકરણ આલેખાયેલું છે અને તેને કર્કરોગના ઉદભવ સાથે પણ ખુબ સરસ રીતે બહેલાવાયો છે , કે જે આગળ જતા સોમરસનાં સારાસાર’ની લંબાણપૂર્વકની ચર્ચા સાથે પૂર્ણ થાય છે .

સાથે સાથે કર્મ અને આકસ્મિકતા તથા નિયતિ અને આકસ્મિકતા’ની બે ધારાઓમાં ગોથા ખાવાની પણ ખુબ મજા આવે છે . [ વચ્ચે પેલી દેડકાગીરી’નો કન્સેપ્ટ પણ કમાલનો હતો : ત્વરિત પ્રતિક્રિયા અને ધીમું અનુકુલન ! ~ દેડકો કે જે માત્ર ડિજીટલ સંજ્ઞાનુવર્તી વર્તાવ કરે છે ; કા તો સ્થિર ‘0’ અથવા તો ઠેકડો ‘1’ 🙂 ] અને હા પેલી ત્રીજી આંખનું વિજ્ઞાન પણ મસ્ત આલેખાયેલું છે , હોં ! સાથોસાથ પાત્રોની ભાવસૃષ્ટિ પણ અદભુત આલેખાયેલી છે ; જેમકે ભિષ્મ જેવું જ કર્તવ્યનિષ્ઠ પાત્ર એટલે ‘પર્વતેશ્વર’ . અને શિવ અને સતી વિષે આ તો બે વાક્યોમાં જ બધું આવી જાય છે ::

શિવ : તું મારું જીવન છે . સતી : તમે તો મારા બધા જીવનોનો સરવાળો છો .

ભેગોભેગ બંને ભાઈઓ ગણેશ અને કાર્તિક વચ્ચે પણ એક સ્નિગ્ધ સ્નેહધારા વર્તાતી અને વહેતી રહે છે . [ એક વાત નોંધી !? અહીંયા ગણેશ કાર્તિક કરતા ઉંમરમાં મોટા છે !! ] અને હરેક નાના પાત્રોની પણ એક સૃષ્ટિ અને દરકાર તો ખરી જ . . એ જ બંધન છે કે અમીશનું આ સમગ્ર શિવકથન એકસાથે વાંચવા બેસીએ ત્યારે આપણને જકડી રાખે છે . સતત એક ઉચાટ અને ઉત્કંઠા બની રહે છે . શરૂઆતથી લઈને તે છેક સુધી શિવનો એક જ સુર અને એક જ સાર રહે છે કે ; યોગ્ય કાર્ય કરવાનો કોઈ અયોગ્ય માર્ગ હોતો નથી . તમારું આચરણ એ જ તમારી સાચી ઓળખ છે . [ યાદ આવ્યું !? : ગાંધીજી અને સાધન-શુદ્ધિ ] હાં પણ અનુવાદમાં એક જ વાત ખટકી અને તે એ કે ; અંગ્રેજી શબ્દોની ઘુસણખોરી ! [ લેથ / કાર્બન / ટેકનીકલ / પિનીયલ ગ્લેન્ડ / બાલ્કની / બ્રિગેડીયર ] ~ એક સુંદર કથાત્રયી 


મહર્ષિ વિનોબા by અમૃત મોદી

પ્રકાશક : યજ્ઞ પ્રકાશન , વડોદરા / Rs. 20

ત્રીજી આવૃત્તિનું ચોથું પુનર્મુદ્રણ , મેં 2012 / 80 pages

mvપેલા તાપીલા દિવસોમાં ખરેખર શાતા આપતું બીજું [ અને છતાં અનન્ય ] પુસ્તક તે આ પુસ્તક :: ક્યારેક વ્યક્તિને જાણવા માટે તેના સંબંધી વાતો કરતા વાર્તાઓ [ ઉર્ફે પ્રસંગો ] વધુ ઉપકારક બની રહેતી હોય છે . એક નાનકડી પુસ્તિકા , પણ ખરા અર્થમાં સાત્વિક અને સમજવાલાયક પુસ્તક . વિનોબા’ને વાંચવાની શરૂઆત કરવી હોય તો આ પુસ્તિકા એક નાનકડું છતાં ઉલ્લેખનીય પગલું બની રહેશે ~ જય જગત


બક્ષી : એક જીવની by જયંતીલાલ મહેતા

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર /  Rs. 102 [ Link , Link ]

પ્રથમ આવૃત્તિ , ઓગસ્ટ 1992 / 320 pages

bjજો બક્ષીનામા વાંચેલી હશે તો અહીંયા ઘણું કરીને પુનરાવર્તન થશે પણ આ પુસ્તકનું એક બળકટ પાસું છે , એ તે કે : બક્ષીબાબુ’ની નવલકથાઓ , વાર્તાઓ’ની અને તેમના પાત્રોની સુપેરે છણાવટ અને સોજ્જું વિવેચન . ઘણા બધા અંતરંગ કિસ્સાઓ , જેતે સમયના વિવાદો અને વાસ્તવિકતાઓની રસપ્રદ વાત આ પુસ્તક માંડે છે . થોડા ઘણા પુનરાવર્તન’ને બાદ કરતા પણ આ પુસ્તકનો એક પોતીકો પ્રભાવ છે એમાં નાં નહિ !


કમઠાણ by અશ્વિની ભટ્ટ

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર /  Rs. 150

[ Link , Link , Link , Link ]

પ્રથમ આવૃત્તિનું બીજું પુનર્મુદ્રણ , 2012 / 184 pages

બાપ રે ! પકડી પકડીને માર્યા છે !! કોને !? વો જિનકા નામ નહિ લિયા જાતા 😉 [ જય વોલ્ડેમોર્ટ ] તમને જાણીને જબ્બર અને ગબ્બર આંચકો લાગશે કે અશ્વિની ભટ્ટ’નું આ મારું પહેલું જ પુસ્તક હતું [ ઢેઢન ઢેઢન ઢેઢન . . . ] અને આ અદ્ભુત ભલામણ કરી હતી શ્રી ચિરાગભાઈ’એ [ ખુબ ભાલો , બાબુ મોશાય ] અને તેથી જ હવે સ્ટોક’માં ભટ્ટ’બાબુનાં બે અનુવાદો અને ત્રણ નવલકથાઓ આવી ચુક્યા છે [ બક્ષીબાબુ’ના કિસ્સામાં પણ આવું જ થયું હતું ~ જે લોકો શરૂઆતમાં વંચાવા જોઈએ તે આખીરમાં વંચાઈ રહ્યા છે ! કોઈ વાત નહિ , આખરી ઓવર્સ’ની ફટકાબાજી’ની મજા જ કૈક અલગ હશે 🙂 ]  બુક વિષે તો સૌને ખ્યાલ જ છે . . કે દાંત કઢાવી કઢાવીને પેટમાં આફરો ચડાવી દે છે [ હજુ સુધી કોઈએ કેમ આ કૃતિ પરથી મસ્ત ગુજરાતી ફિલ્મ નથી બનાવી ! અહો આશ્ચર્યમ !! ]

પ્રભુસિંહ’ના એ લીંટીએ લીંટીએ આવતા ચબરાક ચમકારા મોજ પડાવી દે છે અને પેલો હોસ્પીટલે લાગતો રોંગ નંબર તો બસ  . . [ હું એકલો એકલો હસતો હતો અને મમ્મીને લાગ્યું કે આનું હજુ ગોઠવવાનું બાકી છે અને લાગે છે કે આનું ખસી ગયું છે 😉 ] હું આ કૃતિ પરથી ફિલ્મ બનાવવાની વાત કરું છું પણ સમગ્ર કથાવસ્તુ’માં જે બેકગ્રાઉન્ડ નરેશન છે તે એટલું તો રીચ છે કે ફિલ્મ’માં તે શી રીતે ઉપસાવવું !? એ દેકારો અને એ અફરાતફરી , હું શું વાત કરું ? બસ મોજેમોજ પડી ગઈ 🙂 પણ એક વાત છે કે જે રીતે કથાનક ઉપડ્યું અને ઉડ્યું , એ રીતે તેનો અંત ટકકર ઝીલે તેવો ન લાગ્યો ! [ ફરી પાછા અપેક્ષાના ખેલ ! ] પણ આ યાદગાર કૃતિના માનમાં અશ્વિની’દાદાની હજુ બે હાસ્યનવલ જરુરથી લેવામાં આવશે : કસબ અને કરામત .


યુગયાત્રા by યશવન્ત મહેતા

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , અમદાવાદ / Rs. 100 [ Link ]

બીજી આવૃત્તિ , ડીસેમ્બર 2010 / 168 pages

ચિત્ર : કાર્તિકભાઈના બ્લોગ પરથી

આ પુસ્તકની જબરી ભલામણ શ્રી શ્રી કાર્તિકભાઈ’એ કરેલી [ Link ] અને મુજ કિશોરને (!) ખરેખર મોજ પડી ગઈ ! કેવું મજાનું નાનું અને નાજુક્લું સાઈ-ફાઈ ! [ દયોં હાઈ-ફાઈ 🙂 ]

હવે આ પુસ્તક જુલે વર્ન’નાં સાહસિકો’ની સૃષ્ટિ’ની સાથે ભાણાભાઈ’ને આ વેકેશનમાં વાંચવા અપાશે [ અને હરી પુતર’નો પહેલો ભાગ પણ ખરો ~ આહ વેકેશન , વાહ વેકેશન ]

ફરી અગાઉની જેમ જ મુરબ્બી યશવંત મહેતાના બે પુસ્તકો વસાવી લેવાયા છે અને આગામી સમયમાં તેઓના ‘ ફૂટનોટ ‘ અને ‘ યશગાથા ‘ પણ સત્વરે વસાવવામાં આવશે ~ જય કળિયુગ , જય પુસ્તકયાત્રા


ઓ’હેન્રી’ની સદાબહાર વાર્તાઓ ( વાર્તાસંગ્રહ )

[ અનુવાદક : પરેશ પ્ર. વ્યાસ ]

પ્રકાશક : વંડરલેન્ડ પબ્લીકેશન , રાજકોટ / Rs. 250 [ Link , Link , Link , Link ]

તૃતીય આવૃત્તિ , મેં 2013 / 224 pages

A Collection of short stories by O’Henry ~ Translated in Gujarati

ઓ હેન્રી’ની કરમાતી અંત’થી ભરપુર વાર્તાઓ વાંચવાની ઈચ્છા તો કે’દાડાની હતી અને આખરે પુસ્તક વાંચવાનો મેળ ગુજરાતીમાં જ પડી ગયો ! જી હાં , આપણા ગુજરાતી બ્લોગજગત’નાં લાડીલા બા એવા પ્રજ્ઞાજુ’નાં પુત્ર શ્રી પરેશ પ્ર. વ્યાસ’એ જ પુસ્તકનો અનુવાદ કર્યો છે [ જી હાં તેઓ ઓ’હેન્રી’નાં જબરદસ્ત ચાહક છે અને રાજકોટ’માં જ મહાનગરપાલિકામાં નાયબ કમિશ્નર તરીકે ફરજ બજાવે છે ] આ પુસ્તક’નું મુખ્ય જમા પાસું તેનો અનુવાદ અને પન્ને પન્ને આપાયેલી ઢગલો પુરક માહિતી છે . [ અને પ્રત્યેક કહાનીની પશ્ચાદભૂ અને હિસ્ટરી તો ખરી જ ! ]

. . પણ મૂળ વાર્તાને એઝ ઈટ ઈઝ જ રાખીને લીંટીએ લીંટીનો થયેલો અનુવાદ ઘણી જગ્યાએ થકવી દે છે ! [ જેમકે સાતમી વાર્તા : પગરખા ~ 22 પન્ના’ઓમાં વિસ્તરતી ] આ પુસ્તકનો અનુવાદ વાંચતા વાંચતા થયું કે શું ક્યાંક ક્યાંક અનુવાદમાં ક્રિયેટીવ છૂટછાટ લઇ શકાય !? કે પછી તે મૂળ કથાનકને અન્યાય કરી બેસે ? [ તમે કોઈ વાંચો ત્યારે કેજો ] બીજી એક વાત : હરેક વાર્તા સાથે એક ચિત્ર પણ પુસ્તકમાં મુકાયું છે , શ્રી મહેન્દ્ર ઝીંઝુંવાડિયા દ્વારા . . પણ ચિત્રો એવા તો સામાન્ય કક્ષાના છે કે પુરા પુસ્તકનો ક્લાસ , તેની રીચનેસ નીચે ઉતરી જાય છે !! [ આશા રહે કે નવી આવૃત્તિમાં ચિત્રો રમણીય બની રહે અથવા તો નીકળી જાય ! ] મારી અતિપ્રિય વાર્તાઓ રહી 4થી : માસ્ટરપીસ ( The Last Leaf ~ કે જેના પરથી લુંટેરા મુવી બનેલું ) , 12મી : રેડ ચીફની અપહરણ ગાથા ( The Ransom of Red Chief ) અને 15મી : ગુનેગાર ( The Guilty Party ) વાર્તાઓ પૂરી થયે આવતા ઓ’હેન્રીના ક્વોટ્સ લાજ્વાબા બની રહ્યા :: જુઓ એક નમુનો [ જાણે કે મારા જેવા બ્લોગીંગ કરતા નમુના માટે જ લખાયેલો છે 🙂 ]

જે ગમે તે જ લખો . બીજા કોઈ નિયમ નથી , કોઈ બંધન નથી

[ સત્ય વિષે તેમનું મંતવ્ય ] ” સત્ય કહેવાની એક જ શક્યતા છે , એ માત્ર કાલ્પનિક કથા સ્વરૂપે જ કહી શકાય ” . . . ઓ’હેન્રી’નાં ચાહક તરફથી ઓ’હેન્રીના ચાહકોને એક સુંદર પુસ્તક ~ થેંક યુ પરેશભાઈ , પુસ્તકમાં તમારો અંગત સ્પર્શ દેખાઈ આવે છે .


સમુદ્રાન્તિકે by ધ્રુવ ભટ્ટ

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , અમદાવાદ / Rs. 100

[ Link , Link , Link , Link , Link , Link , Link ]

પહેલી આવૃત્તિનું સાતમું પુનર્મુદ્રણ , એપ્રિલ 2011 / 147 pages

સમુદ્રાન્તિકે’ને એક જ વાક્યમાં વર્ણવી હોય તો કહી શકાય કે ; ” સત્વ અને તત્વ’નો સરવાળો ” આનાથી વિશેષ હું કહેવા જઈશ તો કદાચિત મૂંઝાઈ જઈશ ! અદભુત , અદભુત અને બસ અદભુત  . . . આ ધ્રુવ ભટ્ટ અત્યાર સુધી ક્યા હતા ? ઉભા રહો , અત્યાર સુધી હું ક્યા હતો !? [ આ પુસ્તક તો છેક 1993’માં જન્મ લઈને બેઠું છે ! ] પણ કહે છે ને કે પાત્રતા ન કેળવાય ત્યાં સુધી હીરો પણ પથ્થર સમાન ભાસે છે . સમુદ્રાન્તિકે એટલે શાંત ઝરુખે વિહ્વળ કરી મુક્તિ ગાથા , વાચકને ભાવક બનાવતી કૃતિ .

સહજને કિનારે થતી ગોઠડી , સ્વ’ની સાથે ચાલતી યાત્રા , એક ખરું અધ્યાત્મ દેખાડતી દ્રષ્ટિ . . જાણે દરિયો નથી વલોવાતો પણ ચિત્ત વલોવાય છે ! અને એ વલોવાયેલા ચિત્ત’માંથી જયારે ખરા હું’ની પ્રાપ્તિ થાય છે ત્યારની એ સંતૃપ્તિ’ની તો વાત જ શી કરવી [ પુસ્તક વાંચતા વાંચતા હું નોટ્સ બનાવતા ભૂલી ગયો , નહિ તો એક ફૂલ-ફ્લેજ્ડ પોસ્ટ બનાવવી હતી મારે મારા બ્લોગ માટે , મારા માટે ] . . . એ કુવો , ખેડુબાળા અને પેલો મીઠો તુંકારો હજુ યે ચિત્ત’માં પડઘાય છે , સમુદ્ર’ની લહેરોની જેમ ! અને ” અવલ ” . . . ઓહોહો આ પાત્ર માટે તો હું શું કહું !? આટલી નાની શી કૃતિમાં આવડું બળકટ પાત્ર શી રીતે સર્જાઈ ગયું છે તે હું વર્ણવી નથી શકતો [ તેણીની હરેક વાત , ખુમારી અને સિંહસ્થ દ્રઢતા મને એવી રીતે મૌન કરી દે છે કે જેવી રીતે કથાનાયક મૌન થઈને તેણીને જોતો જ રહે છે ! ] અવલ’નાં આ પાત્ર સાથે હું એટલો તો ગૂંથાઈ ગયો હતો કે મને અચાનક એક વિચિત્ર વિચાર સુઝી ગયો , કે ભવિષ્યમાં મારે જો દીકરી આવશે તો તેણીનું નામ હું ‘ અવલ ‘ પાડીશ ! [ હજુ મૂડી’નાં ઠેકાણા નથી અને વ્યાજ’ની વાતો થાય છે 😉 ] મારા પસંદીદા 10 અવિસ્મરણીય પુસ્તકોમાં આવી બેઠેલું , સમુદ્રાન્તિકે

ચાલો પેલા તુંકારો કાન દઈને સાંભળીએ : હું છેક કુવા પાસે પહોંચ્યો . થાળા પર ડોલ અને દોરડું પડ્યા છે . તે લેતા પહેલા મારી નગર-સભ્યતાસહજ મેં પૂછ્યું , ‘ બહેન , તારી ડોલ લઉં ? ‘ અચાનક જ આખું જગત બદલાઈ ગયું તેટલી નવાઈથી તે બાળાએ મારી સામે જોયું . ઘોડિયામાં સુતેલું ટબરિયું બાળક ઊંચું થઈને , મને જોઈ પાછું નચિંતપણે ઘોડિયામાં સરી ગયું અને મારા કાને હું માની ન શકું તેવા શબ્દો પડ્યા :

તે લૈ લે ને . આંય તને કોઈ ના નો પાડે.

આ નાનકડી  ખેડુંબાળાના તુંકારે , એક જ સપાટામાં , મારી ઉંમરના કેટલાયે વર્ષો સેરવી લીધા . મારો હોદ્દો , મારી પદવીઓ , મારી કેળવણી અને મારી સભ્યતા વચ્ચેથી સરકતો સરકતો હું પેલા ઘોડિયે સુતેલા બાળક જેવો બની ગયો . જીવનમાં કદાચ પહેલી વખત જ મેં શાસનરહિત સ્થિતિનો અનુભવ કર્યો . મારી સમગ્ર ચેતના નિર્બંધ , મુક્ત બનીને વાડીઓના પર્ણે પર્ણે રમી રહી .

અને હવે શામજી મુખીના ઘરે લખાયેલું એક ગીત તો તમારે માણવું જ પડશે :

ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે

આપણે તો કહીએ કે દરિયા-શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે એમ છલકાતી મલકાતી મોજ

એકલો ઉભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ

તાળું વસાય નહિ એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે

અને ઉપરથી કુદરતની રહેમ છે

આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી

વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ, નથી પરવા સમંદરને હોતી

સુરજ તો ઉગે ને આથમીયે જાય, મારી ઉપર આકાશ એમનેમ છે

ઉપરથી કુદરતની રહેમ છે


રમેશાયણ by ધૈવત ત્રિવેદી

પ્રકાશક : સાર્થક પ્રકાશન / Rs. 50 [ Link , Link , Link ]

પ્રથમ આવૃત્તિ , જાન્યુઆરી 2016 / 80 Pages

એક આગોતરી કબુલાત : આ પુસ્તક ઉર્ફે પુસ્તિકા લીધી ત્યારે અમોને ર.પા એ કોણ છે એ ખ્યાલ હતો પણ નજીકના જ ભૂતકાળમાં અમોને ર.પા અંગે મીલીમીટર જેટલીયે ખબર ન્હોતી ! [ કારણકે હજુ થોડા મહિનાઓ પહેલા સુધી જ અમોને ગઝલ કે કાવ્યોમાં જરા પણ રસ ન્હોતો પડતો ! કાવ્ય/ગઝલ આવી નથી કે ઠેકડો મારીને આગલે પન્ને ગયા નથી !! ] પણ ધીમે ધીમે એ લહેરખીઓ સ્પર્શી રહી છે , એ જગત આકર્ષી રહ્યું છે . . અને એ જ અવઢવમાં અમે ર.પા’નું ‘ છ અક્ષરનું નામ ‘ લઈએ કે નહિ તેની અવઢવમાં હતા કે ત્યાં જ આ નાનકડી ટબુડી જેવી ‘ રમેશાયણ ‘ મળી ગઈ અને અમે જય શ્રી રામ કહીને કુદી પડ્યા 🙂

. . . અને શું મોજ પડી છે ! જાણે કે તિવ્ર સંવેદનોની એક હેલી માથે ખાબકી છે , એક નવું જ જગત દેખાઈ રહ્યું છે . શબ્દો’ની શું તાકાત હોઈ શકે , ભાવ પણ કેવા મોંઘેરા હોઈ શકે અને રજૂઆત’માં પણ શું અદા કે ગમ હોઈ શકે તેનું સાદ્યંત ઉદાહરણ એટલે ર.પા ~ જી હાં હવે અમો પણ તેઓને પ્રેમથી ર.પા જ કહીએ છીએ 🙂 મૂળે આ પુસ્તિકા લેખકનાં જીવનનું એક સંભારણું કમ અજાણ્યાઓ માટેનું પરિચયપર્વ છે . આ નાજુકલી રમેશાયણ ક્યારે પૂરી થઇ જાય છે કે ખબર નથી પડતી ! એમ થાય છે કે હજુ કાઈક કહો , કઈક સંભારો [ માત્ર 10 પન્નાઓ માટે હું એક બેઠકે સમગ્ર પુસ્તક વાંચતા વાંચતા રહી ગયો 😦 ] પુસ્તક પૂરું થયે એક જ શબ્દ નીકળે ” અદભુત ” ~ જય સોનલ


સાંભરે રે . . . બાળપણનાં સંભારણા . . . by અંકિત ત્રિવેદી ( સંપાદન )

પ્રકાશક : નવભારત સાહિત્ય ભારત / Rs. 350 [ Link , Link ]

પ્રથમ આવૃત્તિ જુલાઈ 2011 / 322 Pages

ssbકવિવર અંકિત ત્રિવેદી’નું ફરી એક પાછું ભર્યું ભાદર્યું સંપાદન એટલે આ દળદાર પુસ્તક [ સંપાદનો’ની પણ એક અલગ જ સૃષ્ટિ હોય છે અને અમો તો તેમાં ખુબ સારા ધૂબકા મારીએ છીએ ] પહેલા પ્રેમ / આકર્ષણ’ની વાત હોય કે બચપણ’ની વાત હોય હરેક વ્યક્તિ પાસે એક ઘટના / દ્રષ્ટિકોણ અને અતીતરાગ હોવાનો જ !

બચપણ અંગે ફિલોસોફી થઇ શકે પણ બચપણ’માં ફિલોસોફી ન થઇ શકે !! એ તો નિર્દોષ , નિર્દંભ અને નિર્ભેળ જ હોવાનું . કેમકે સમજણ અને બચપણ વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે ! થોડુક હું પણ ફિલોસોફીકલ બની જાઉં તો . . . બાળપણ એટલે નિરાકાર , માણસે કરેલી લીલા , સહજ અને સરળ’નો સરવાળો , સુખ અને દુઃખને સમાન વિસ્મયથી જોતી નજર , કે જ્યાં કલ્પના એ જ કારીગરી અને વિસ્મય એ જ વાસ્તવ ! એકવાર ક્યાંક કમેન્ટ’માં કહેલું કે ” જે મરણ’ને પણ ઘડીવાર પાછું ઠેલે તે સ્મરણ ” અને મને કહેવા દો કે , શ્રેષ્ઠ સ્મરણ તો બચપણ’નું જ . [ આશ્ચર્ય / મુગ્ધતા અને અકળતાથી ભરેલી ચોખ્ખી આંખોનું જગત ] મને છુટ્ટો મૂકી દો એટલે આવું જ થાય , પણ છેવટે પુસ્તક કેવું છે !? . . . ફરી ફરીને વાંચવું ગમે અને માણવું ગમે તેવું .

અહીંયા કેટલાક કિસ્સાઓ અત્યંત સરળ તો કેટલાક અતિ ફિલોસોફીકલ છે , કેટલાક એકદમ વાસ્તવિક તો કેટલાક ખુંચે તેવા કટુ અને કડક છે [ જેમકે ભાવના સોમૈયા’એ તેણીના આલેખનમાં સતત એક પ્રકારની ઉબ જ દર્શાવી છે , જાણે કે તેઓ સ્થિતિપ્રજ્ઞ થઇ ગયા હોય અને કહે કે બચપણ એટલે શું ? ] મારા ખ્યાલે કોઈના બચપણ’માં એવી ખાસ વાત નાં હોય તો પણ તેનો એક પ્રભાવ વર્તાતો હોય છે , તમે તેને અવગણી તો નાં જ શકો [ હાં , એક કિસ્સા’માં ખુબ જ દર્દદાયક યાદો છે પણ તે ઘણી સહજ રીતે અને સ્વીકાર પામેલી છે .કોઈએ કાવ્યની આંખે , તો કોઈએ અનુભવની સાંખે , તો કોઈએ ઠોકર’નાં ઉંહકારે , તો કોઈએ વાસ્તવની ધરતી પર તો કોઈએ સ્વપ્નોનાં આકાશમાં અને કોઇકોઇએ આશા અને અપેક્ષાની બે આંખોએ બચપણને આલેખ્યું છે , ફરી જીવ્યું છે  . [ કેટલાક વિસંગત કિસ્સાઓને બાદ કરતા સમગ્ર પુસ્તક મનનીય બન્યું છે ~ જરૂરથી વસાવવા જેવું ] ~ અંકિત ત્રિવેદી’નું હજુ એક સંપાદન અમો નજીકના જ ભવિષ્યમાં વસાવવા જઈ રહ્યા છીએ . . તબ તક મેલોડી ખાઓ ઔર ખુદ જાન જાઓ 🙂


ધરતીનો છેડો ઘર by રશ્મી બંસલ

[ ભાવાનુવાદ : સોનલ મોદી ]

પ્રકાશક : એકલવ્ય એજ્યુકેશન ફાઉન્ડેશન , અમદાવાદ / Rs. 175

[ Link , Link , Link ]

પ્રથમ આવૃત્તિ , 2013 / 363 pages

Gujarati Translation of

Take me Home by Rashmi Bansal

''

રશ્મી બંસલ’નું પેલું પાસે રહેલું પુસ્તક તે આ જ , ” મને ઘરે લઇ જા ‘અ.કા’ ટેઈક મી હોમ ” . . જેમ ચેતન ભગત , અમીશ ત્રિપાઠી’નાં પુસ્તકો પબ્લીશ થાય ત્યારે લેવાના જ હોય તેમ રશ્મી બંસલ’નાં પુસ્તકો પણ લેવાના જ હોય [ ફૂલ એન્ડ ફાઈનલ , આય સે ! ] હરેક વ્યક્તિમાં એક સાહસિક ઉછાળા મારતો હોય જ છે , જરૂર છે એક મજબુત સઢ’ની અને મકકમ ઈરાદા’ની અને નસીબજોગે જો મંઝીલ તમારું ખુદનું વતન જ નીકળે તો ! તો તો સોના’માં સુગંધ મળે .

કોઈ નસીબદાર જ એવા હોય છે કે જેઓને મુળીયાની દ્રઢતા અને આકાશી ઉંચાઈ એકસાથે મળે અને અહીંયા આવા જ સાહસિકોની મસ્ત વાતો ઉર્ફે વાર્તાઓ આલેખાઈ છે [ મારા રાજકોટ’નાં તો બબ્બે કિસ્સા’ઓ અહીંયા ઉછાળા મારે છે : બાલાજી વેફર્સ અને જ્યોતિ CNC ] એકાદ બે કિસ્સાઓને બાદ કરતા પૂરું પુસ્તક એક બેઠકે પૂરું થઇ જાય તેમ છે [ જોકે મેં કોઈ દિવસ કોઇપણ પુસ્તક કે મુવી એક બેઠ્કે પૂરું નથી કર્યું ~ ચંચલ મન અતિ રેન્ડમ ! ]


એવા રે અમે એવા . . . by વિનોદ ભટ્ટ

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , અમદાવાદ / Rs. 180 [ Link , Link , Link , Link ]

સંવર્ધિત ત્રીજી આવૃત્તિ , 2015 / 202 pages

તમે આ બ્લોગ નિયમિત વાંચતા હશો , તો એક વાત તો ચોક્કસ જાણતા જ હશો કે મને ઘણીવાર મહત્વની બુકસ વિષે જાણકારી હોતી જ નથી ! જયારે પહેલીવાર તેને હાથમાં લેવાનું થાય ત્યારે આકાશવાણી થાય : આઈલા !!! ડિટ્ટો એવો જ ઈતિ’હાસ’ અહી રીપીટ થયો અને મારો હ્રાસ થયો , જી હાં , મને વિનોદ ભટ્ટની આત્મકથા’નું કોઈ પુસ્તક છે તેવો ખ્યાલ જ ન્હોતો :। આથી જ હું આ પુસ્તક સાથે અનુસંધાન સાધી શકું છું અને કહી શકું છું ; એવા રે અમે એવા 🙂

એક એવું પુસ્તક કે જેની પર આત્મકથા’નો ઘણીવાર દેખાતો અદ્રશ્ય ભાર ન વર્તાય . . એ જીવન સરળ ન્હોતું પણ સહજ તો જીવાયું જ હતું , એની સાબિતી છે કે એક પણ પન્ને’થી તમે વિના મલકાયે નહિ જઈ શકો . ઉપરાંત અહીંયા તો બંને પ્રમુખ રસ કરુણરસ અને હાસ્યરસ’નું પણ અદભુત સંતુલન સધાયું છે , કે જે ગજબની હથોટી માંગી લે છે . અન્યો પર કટાક્ષ કરવો તો સહેલો છે પણ જાત પર પણ કટાક્ષ કર્યા બાદ પણ લેખક વાંચકની નજરોમાંથી જરા પણ ખસતો નથી , ઉલટાનું એ નિખાલસતા  ચહેરા પરના એ હાસ્ય સાથે ગજબનો યોગ સર્જે છે . જુના જોગીઓની આત્મકથા વાંચવાની મજા જ કઈ ઔર હોય છે [ ઓલમોસ્ટ , ગુજરાતીમાં જેટલી પણ પ્રમુખ આત્મકથાઓ લખાઈ છે , તેનું 90% લીસ્ટ તૈયાર થઇ ચુક્યું છે અને હવે બસ હાથમાં આવે એટલી વાર ! હમણાં જ એક બુકફેર’માંથી એક પ્રમુખ ગુજરાતી સર્જક’ની ત્રણ અલગ અલગ ખંડો’માં વહેંચાયેલી આત્મકથા / સંસ્મરણો વસાવાઈ અને બીજી ત્રણ ચરિત્રકથાઓ પણ ]

મારા માનવા પ્રમાણે આત્મકથા પણ એક ઊંચા દરજ્જા’નો સાહિત્યપ્રકાર છે કે જ્યાં , ખુદ સર્જક સર્જનમાં પરિણમે છે . [ જરા વિચાર કરો , એકબાજુ ગુણવંત શાહ છે , તો એક બાજુ બક્ષી તો બીજી બાજુ વિનોદ ભટ્ટ ~ જીવન’ની કેવી અલગ અલગ મૌસમ અને બદલતા મિજાજો ! ] એક અફસોસ રહી ગયો કે આત્મકથા લખાઈ ગયાના વર્ષ બાદ પણ ઘણા વર્ષો’નું સરવૈયું હજુ બાકી રહી ગયું છે , જો એ પણ મળી શક્યું હોત તો , વિનોદદાદા પાસેથી . . . ~ સ્મૃતિઓમાં મોજીલી અને જીવંત ડૂબકીઓ લગાવતું વિનોદી પુસ્તક , જરૂરથી વાંચવા અને વહેંચવા જેવું વિનોદી પુસ્તક .


Recent Watch


Breaking Bad , [ 2008 to 2013] – All 5 Seasons

બ્રેકીંગ બેડ વિષે હું શું કહું !? કેમકે આ સીરીઝ જોવાયે ને સાતેક મહિના’ની માથે થઇ ગયું અને એ પણ પહેલી ત્રણ સીઝન એકસાથે અને ત્યારબાદ લાંબા ગાળા બાદ બાકીની બે સીઝન એકસાથે ! અને દરમ્યાન કઈ ટપકાવવાનું પણ વિસારે પડી ગયું [ નોટ્સ & પોઈન્ટ્સ , બાબુ’મોશાય ! ] માટે બધી વાતો અસ્તવ્યસ્ત અને સમસ્ત’ને ફરતે ફરતી રહેતી હોય એવું લાગે , તો લાગે બાગે લોહીની ધાર આપણા પર નામ નહિ 😉

વોલ્ટર વ્હાઈટ [ Bryan Cranston ] ચાલીસીથી પચાસ’ને આરે પહોંચવામાં છે , બીબાઢાળ અને નીરસ જિંદગી’નો ઓવરડોઝ થઇ રહ્યો હોય છે ! પારિવારિક જીવનમાં એક અપંગ પુત્ર અને આ ઉંમરે બીજા બાળકને જન્મ આપવા જઈ રહેલી એક પત્ની જ હોય છે અને સાળી + સાઢુભાઈ‘નાં નામે એકમાત્ર સંબંધી ! પોતે એક કેમેસ્ટ્રી જીનીયસ હોય છે પણ પ્રયોગશાળા’માં તેનું સ્વર્ગ મળવાને બદલે તે એક શિક્ષક તરીકેની નીરસ જોબ નિભાવી રહ્યો હોય છે [ તેના મતે ] . . . પણ કહે છે ને કે ચાલીસ વટો એટલે ખરું જીવન અને કવન શરુ થાય છે , અહીંયા પણ કૈક એવું જ થયું : એક ધમાકેદાર એન્ટ્રી પડી : ફેફસાના કેન્સર’ની !!! અને નાના એવા પરિવારમાં બઘડાટી બોલી જાય છે , ઘણા પ્રશ્નો ઉભા થાય છે – ખાસ તો વોલ્ટર’નાં મનમાં . . કે જો હું મરી જાઉં તો મારા અપંગ દીકરાનું ભવિષ્ય શું ? નવજાત બાળક સાથેની મારી પત્ની’નું શું ? અને જો હું બચી પણ જાઉં તો પણ આ માંદગી કેટલુ નાણું ઓહિયા કરી જશે !?

bb3

. . . આ જ બધી  અફરાતફરી’માં વોલ્ટર જાણેઅજાણે પોતાના એક જુના વિદ્યાર્થી જેસી પીંક્મેન [ Aaron Paul ] સાથે ભટકાય છે કે જે કેમેસ્ટ્રી’નાં છુટાછવાયા નોલેજ થકી ક્રિસ્ટલ મેથ પ્રકારનું ડ્રગ્સ બનાવતો હોય છે કે જેમાં તે ખુબ જ કાચો અને અણઘડ હોય છે પણ આ એક નાનકડી પડીકી હજારોના દામ’માં વેંચાતી હોય છે . . અને વોલ્ટર પોતાની લક્ષ્મણરેખા ઓળંગે છે ! તે અને જેસી એક ખટારા વાન’માં ન્યુ મેક્સિકો’નાં આ શહેર’ની દુર ભાગોળે રણમાં આ ક્રિસ્ટલાઈન ડ્રગ બનાવવા મચી પડે છે અને પહેલે જ ધડાકે વોલ્ટર’નાં ધાંસુ કેમેસ્ટ્રી નોલેજને કારણે તે ડ્રગ’ની 90%થી વધુ ગુણવત્તાનું મળે છે અને હવે શરુ થાય છે એ ખેલ કે જે શરુ તો વોલ્ટર’નાં મોતની સંભાવના’થી થયો પણ વિસ્તરે છે કેટલાયના મોત સુધી !!!

bb4

Bryan Cranston‘ને સૌથી પહેલું જોવાનું થયું હતું મુવી ગોડ્ઝીલા’માં , કે જ્યાં તેનું પાત્ર એકદમ સામા છેડાનું અને મર્યાદિત હતું પણ જયારે આ જ વ્યક્તિને બ્રેકીંગ બેડ’માં જોવાનું થયું ત્યારે મગજ ઘુવડ’ની માફક ઓલમોસ્ટ ઊંધું ફરી ગયું . . રીતસર’ની લેયર બાય લેયર એક વ્યક્તિ કેવી રીતના અલગ અલગ મૂડ’સ્વીંગસ’માંથી નીકળીને કૈક નવતર જ બની જાય છે કે તમે હસી પણ પડો અને તમારું ખસી પણ જાય !!! વોલ્ટર વ્હાઈટ’થી હાઈઝેનબર્ગ સુધીની , મજબુરી’થી મજબૂતી સુધીની , બીબાઢાળ જેવી જિંદગીમાં’થી અનિશ્ચિતતા’નાં ઘોડાપુર’માં વહેવા સુધી , મોતના એ દિવસોમાં ખરેખરા જીવંત થઇ ઉઠવાની આ સમગ્ર બઘડાટી જો તમે એ વ્યક્તિના ચહેરા પર કંડારાતી જુઓ તો ખ્યાલ આવે કે જો કાંચીડો રંગ બદલી શકે તો એક માણસ કેવા’થી લઈને ક્યાં સુધીનાં હાવભાવ બદલી શકે !

bb7

મોતના એ દિવસોમાં તેને ખરેખર પેશન’નો એક પટારો મળી જાય છે , એક ધૂન સવાર થઇ જાય છે – ક્યારેક તે ઠેસ લાગતા આગળ થઇ જાય છે તો ક્યારેક પરિસ્થિતિઓ એવો વળાંક બદલે છે કે પોતે કુદી પડ્યા કે કોઈએ ધક્કો માર્યો એવી ફારસ જેવી પણ પાછા વાળીને જુઓ તો કૈક કરી બતાવ્યું હોય તેવી પ્રાઉડ મોમેન્ટ દીસે છે ! . . અને આ બધું સરળ ન્હોતું ! કુટુંબ’થી છુપાવીને , રેડીયેશન’નાં મારમાંથી નીકળતા નીકળતા , ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સી’નાં એજન્ટ એવા ચતુર કાગડા જેવા સાઢું ‘ હેન્ક શ્રેડર ‘ની નાક નીચેથી નીકળતા નીકળતા , લોકલ ગેંગથી લઈને નેશનલ માફિયાથી લઈને ઇન્ટરનેશનલ ડ્રગ’ડીલીંગ’નાં જાયન્ટ કિલર જેવા લોકોથી બચતા બચાવતા આ વ્યક્તિ ક્યાંનો ક્યા પહોંચે છે , તે હરેક ક્ષણોની પોરવાયેલી માળા જેવી દાસ્તાન જુઓ તો ખ્યાલ આવે કે સ્ટોરી , કન્સેપ્ટ , ડેવલપમેન્ટ , ટ્વિસ્ટ , થ્રિલ , નરેશન , સ્ક્રીપ્ટ’રાઈટીંગ , કેરેક્ટર બિલ્ડીંગ કોને કહેવાય !!!

bb6

આ સમગ્ર સીરીઝ જેટલી સ્ક્રીન’પ્લે વાઈઝ રીચ હતી , તેના કરતા પણ વધુ કેરેક્ટર્સ વાઈઝ બઘડાટી બોલાવી દે તેવી હતી – આમ જુઓ તો પુરા દસ મેઈન કેરેક્ટર્સ પણ નહિ , પણ એકેએક કેરેક્ટર ઉંચાઈઓ’એ પહોંચેલું . [ સ્કાયલર , હેન્ક , મરી , વોલ્ટર જુનીયર , માઈક , ગસ ફ્રીંગ , ટુકો , જેસી અને સૌથી યાદગાર બેટર કોલ સોલ 😀 – આ કમાલના કેરેક્ટર પરથી એક સ્પીન ઓફ સીરીઝ પણ અત્યારે ઓન એર છે કે જે નજીકનાં ભવિષ્યમાં જોવાની તગડી ઈચ્છા છે . ]  – ખુદ વોલ્ટર’ને હરેક કેરેક્ટરે તગડી ટકકર આપી છે – ખાસ તો તેની પત્ની બનતી આલાતરીન એક્ટ્રેસ એવી સ્કાયલર વ્હાઈટે [ Anna Gunn ] વોલ્ટર જેટલો બહારની દુનિયા સાથે સંઘર્ષરત હતો તેના કરતા ક્યાય વધુ તે પોતાની પત્ની સાથે ઘર્ષણ’માં ઉતર્યો હતો [ ઓલમોસ્ટ , બેએક સીઝન તો આ બંનેની બઘડાટી’ની જ છે ] અને બીજો એક્સ-સ્ટુડંટ કમ ક્રાઈમ પાર્ટનર કમ જવાબદારી કમ પુત્ર સમાન કમ દુશ્મન એવો જેસી . . ઘણું કહેવું છે અને ઘણું બધું ભૂલી ચુકાયું છે પણ પેશન’થી લઈને કંટ્રોલ સુધી વિસ્તરતી આ દાસ્તાન ખરેખર નેવર બીફોર કહી શકાય એવી હતી  . વોલ્ટર વ્હાઈટ એ નામ સાંભળતા જ એક લાર્જર ધેન લાઈફ મેમરીઝ એન્ડ મોમેન્ટસ’નું કાતિલાના સુનામી નજરો સમક્ષ તગતગવા માંડે છેવિથ હેટ & ગોટી [ જોવાય તો જરૂર જોજો પણ ખાસ્સી એવી ધીરજ અને સહનશક્તિ’નું કોકટેઈલ સાથે રાખીને – ખાસ્સી એવી એક્સ્પલીસીટ અને એક્ષટ્રીમ છે , માટે જરા સંભાળીને ! ] હાં , જે લેવલ / હાઈટ બ્રેકીંગ બેડ’એ હાંસિલ કરી હતી તે પ્રમાણેનો તેનો એન્ડ ન રહ્યો [ એટલીસ્ટ મને તો એવું લાગ્યું ] જાણે કે થોડાક ફિલ્મી ટચ સાથેનું સાયોનારા લાગ્યું !

bb5

એક બઘડાટી બોલાવી દે તેવો સંવાદ જોઈએ :: Walter White : Who are you talking to right now? Who is it you think you see? Do you know how much I make a year? I mean, even if I told you, you wouldn’t believe it. Do you know what would happen if I suddenly decided to stop going into work? A business big enough that it could be listed on the NASDAQ goes belly up. Disappears. It ceases to exist, without me. No, you clearly don’t know who you’re talking to, so let me clue you in. . . ( Contd. in below Gif )

bb1

[ બાય ધ વે : IMDb’ની ટોપ 250 ટીવી સીરીઝ’નું લીસ્ટ રીલીઝ થઇ ચુક્યું છે કે જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી કે જેમાં બ્રેકીંગ બેડ’ની પોઝીશન 3’જા નંબર પર છે – અને એય અંદાજે સાડા આઠ લાખ લોકોના રેટિંગ સાથે !!!!!!! કે જેમાંની ટોપ 10 સિરીઝમાંથી ત્રણ જોવાઈ ચુકી છે – બ્રેકીંગ બેડ , ગેમ ઓફ થ્રોન્સ અને શેરલોક  . . . અને એક સીરીઝ જોવા માટે તૈયાર પડી છે 🙂 ]


Chale Chalo: The Lunacy of Film Making , 2003

[ Documentary of Making of LAGAAN ]

મને યાદ નથી છતાં પણ યાદ છે કે કોઈ વાંચકમિત્ર’એ , આ સીરીઝ’ની જ એક પોસ્ટમાં ભલામણ કરેલી કે જો લગાન મુવી ગમી હોય તો તેના પર બનેલી ડોક્યુમેન્ટ્રી પણ એટલી જ રસપ્રદ અને જીવંત લાગશે અને લાગી , 100% લાગી  . . ભઈસાબ 🙂 ફરી એ જબરદસ્ત કમઠાણ જોવાની મજા આવી  . કેવડો પટ અને કેવડો પથારો ! ઓહોહો !! [ હરેક સફળ કે નોંધપાત્ર ફિલ્મો’ની હોમરીલીઝ સમયે સાથે તેમની મેકિંગ પણ જો રીલીઝ થાય તો મોજ પડે . પણ તેના માટે પેશન જોઈએ અને કૃતિમાં ખરેખર દમ જોઈએ તો જ નૌકા ભવસાગર પહોંચે , નહિતર કિનારે આવીને વહાણ ડૂબવાનું છે જ ! ] બીજા કોઈના ધ્યાનમાં આવી જ ભારતીય ડોક્યુમેન્ટ્રી હોય તો કહેજો ભૈસાબ , શરમાતા નહિ આપણું જ ઘર છે , હોં !

lgn


Permanent Roommates – Season 1 & 2 [ 2015-2016 ]

એકદા હું એક ઈંગ્લીશ બ્લોગ વાંચી રહ્યો હતો અને તેણે એક ઇન્ડિયન ડ્રામાનાં ભરપુર વખાણ કર્યા હતા , મેં નામ વાંચ્યું અને ભયંકર અજાણ્યું લાગ્યું ! પછી શોધખોળ શરુ થઇ અને જોઉં તો આ શું !? આ સીરીઝ એક વેબ-સીરીઝ હતી [ કે જે સીધી ઓનલાઈન ઓનએર થાય ] અને તે IMDb ટોપ ટીવી’નાં લીસ્ટ’માં લીસ્ટેડ હતી !! બોલો , આપણા ગામની ખબર બાજુના ગામમાંથી મળે છે 😉 પછી શું , દે ધનાધન [ સમજી ગયા ને !? ] અને શું મજા પડી છે , રીતસર’નો જલસો પડ્યો છે 🙂

pr3

વાત છે એક જોડીની [ તાન્યા અને મીકેશ ] કે જેઓ લોંગ’ડીસ્ટન્સ રીલેશન’માં હતા પણ હવે તાન્યા’ને આ સંબંધનું કોઈ ભવિષ્ય નથી લાગતું અને તે મીકેશ’થી રૂબરૂ થતા ખચકાય છે પણ એમ કેડો મૂકી દે તે મીકેશ શેનો ! અને પછી શરુ થાય છે , એવી ક્રેઝી લમણાઝીંક કે જે મોજ પાડી દે છે . . મીકેશ’નું કેરેકટર જુજ એવા કેરેક્ટર્સ’ની યાદીમાં દાખિલ થઇ ચુક્યું છે કે જેઓનો એક અલગ જ ચાહકવર્ગ હોય [ મી ટુ 🙂 ] કૈક અલગ જ છે , આ અલગારી , ડફોળ નંગ ! [ મીકેશ’નું પાત્ર ભજવતો સુમિત વ્યાસ ખરેખર દિલ જીતી જાય છે , જોકે પહેલા તો હું તેને એક સામાન્ય એકટર જ ગણતો પણ . . ]

pr4'

અને બીજું આવું જ ખતરનાક પાત્ર છે , ‘ પુરુષોત્તમ ‘ [ દીપક કુમાર મિશ્રા ,કે જેઓ ખુદ ચાર એપિસોડ માટે ડીરેક્ટર’નાં રાજાપાઠમાં પણ છે ! ] પુરુષોત્તમ’નું આ પાત્ર ખીચડી’નાં પ્રફુલ’ને ટકકર દે તેવું છે : ભોળું અને ડફોળ [ એ સ્ક્રીન પર હજુ તો આવે ત્યાં જ મોજ પડી જાય 🙂 ] જોકે બીજી સીઝન પહેલી સીઝન કરતા થોડી ઓછી ક્રેઝી છે પણ મીકેશના પપ્પા અને દાદા બધું સરભર કરી દે છે [ દર્શન જરીવાલા અને અસરાની ]. . . વધુ નથી કહેતો પણ અજાણ્યા થઈને જ જોઈ લો , જાણીતા અને માણીતા થઇ જશો 🙂 મસ્ત , અલમસ્ત અને મસ્ટ વોચ .

pr5


Man’s World – Season 1

mw1

ટૂંકમાં કહું તો કન્સેપ્ટ સારો હતો પણ એટલી સચોટ ઈમ્પેક્ટ ન રહી ! જોકે તેઓએ જે પણ મુદ્દાઓ ચર્ચામાં લીધા છે , તેમના માટે હેટ્સઓફ . Y-Films [ યશરાજ ] આમ પણ તેમની ફિલ્મો કરતા ટીવી સીરીઝ’ની દુનિયામાં કૈક હટકે કરવા માટે જાણીતું છે .

mw3

જોકે તમામ ભારતીય યુવકો અને પુરુષોને આ સીરીઝ જોવાની હું અપીલ કરું છું કેમકે તે બાદ એક નવી દ્રષ્ટિ જરૂર મળશે , એ વાત પાકકી ! [ વચ્ચે વચ્ચે અહીંયા પરીનીતી , રીચા ચઢ્ઢા , કલ્કી , ભૂમિ પડનેકર બધાના મસ્ત મજાના કેમિયો પણ છે . ]

mw4


Bang Baaja Baaraat – Season 1

bbb1

બંને પ્રેમ’માં [ પવન અને શહાના ] અને લગ્ન’ની તડામાર તૈયારી પણ શરુ . . પણ બંને’નાં ઘરેથી કોઈને પણ ખબર નથી અને આ બંને તેઓને લગ્નના ત્રણ દિવસ પહેલા જ જાણ કરે છે અને બંને નંગ’નાં ચાર નંગ જેવા પેરેન્ટ્સ’ની એન્ટ્રી થાય છે અને બધું ચડે છે ચકડોળે !

bbb2

યશરાજ’ની વધુ એક વેબ-સીરીઝ [ હવે કાઈ થોડી કોઇપણ વેબસીરીઝ નજરમાંથી જતી રહે !? ] વન ઓફ ધ બોલ્ડેસ્ટ , પણ ઘણી જગ્યાએ ખાસ્સી એવી લુઝ થઇ જાય છે ! Angira Dhar સ્પાર્કલીંગ બ્યુટીની સાથે સાથે એક્ટીંગ’માં પણ સ્પાર્ક વેરતી જાય છે , જ્યાં સામા છેડે Ali Fazal થોડો ઓવરએક્ટિંગ કરતો લાગે છે ! [ મને આ વ્યક્તિ હંમેશા ઓવરએક્ટિંગ કરતો લાગ્યો છે ! કે પછી સૌન્દર્ય’ની જેમ ખામી પણ જોનારની આંખોમાં જ હોય છે 😉 ]

bbb3

પણ આનંદની વાત એ છે કે લેખન અને દિગ્દર્શન આનંદ’નું છે ! માટે આવનાર સિઝનમાં સુધારાને અવકાશ છે . [ કોણ આનંદ ? સર્ચ કરીને જોઈ લ્યો ને બાબા . . ]


TVF PitchersSeason 1

હજુ તો પરમેનન્ટ રૂમમેટ્સ’નું આશ્ચર્ય શમ્યું ન્હોતું , ત્યાં તો આ પીચર્સ આવી ટપક્યા , ફરી એ જ IMDb ટીવી’નાં લીસ્ટ’માં અને તે પણ પરમેનન્ટ રૂમમેટ્સ’થી પણ ઘણા ઊંચા સ્થાને !! [ અત્યારે હું આ લખી રહ્યો છું ત્યારે તે 9.5’નાં ફાડું રેટિંગ સાથે 25’માં નંબર પર છે !! અને હજુ એક વધુ સરપ્રાઈઝ , 27’માં નંબર પર હજુ એક ઇન્ડીયન ટીવી સીરીઝ છે અને મોટાભાગે તમે સૌએ તે જોઈ જ હશે ~ સારાભાઇ વર્સેસ સારાભાઇ 🙂 જય રોસેશ , જય મોમાં 😀 ]

p3

વાત છે ચાર ચતુરો’ની અને તેમનાં પોતાના સાહસ + સ્વપ્ન + સ્ટાર્ટઅપ’ની [ એક માર્કેટિંગ’નો ખાં , બીજો કોડીંગ’નો , ત્રીજો એન્જીનીયર અને ચોથો મેનેજમેન્ટ’નો ] બધાય મોટાભાગે ક્યાંક’ને ક્યાંક ગોઠવાયેલા છે અથવા તો સલવાયેલા છે અને એમાંથી બહાર નીકળીને અથવા તો છટકીને તેઓને પોતાનું કઈક સાહસ કરવું છે કે જેમાં મુળિયા ય પોતાના હોય અને ફળ પણ ! અને શરુ થાય છે બઘડાટી અને મોજેમોજ !

p4

ક્લાસિક સ્ક્રીન’પ્લેનાં ચતુર ચબરાકિયા જેવા ચમકદાર સંવાદો’ની રમઝટ એવી તો બોલે છે કે કાઈ બોલો માં ! અને વધારામાં અવનવી સિચ્યુએશન’નો એવો તો રાફડો ફાટે છે કે હજુ એક સાંધે ત્યાં તેર તૂટે ( 1/13 🙂 ) જબરદસ્ત સ્ટારકાસ્ટ , ટ્વિસ્ટ & વીટ , સોલીડ સ્ટાર્ટ & એંગેજીંગ એન્ડ ~ કે તમે બીજા એપિસોડ’ની આતુરતાથી રાહ જુઓ [ એકતા & સન્સ / બ્રધર / સિસ્ટર મુર્દાબાદ ~ જય નવી ભારતીય ટીવી સીરીઝ 🙂 ]

p5 p6

નવીન , યોગી , જીતુ અને માંડલ એ ચારેચાર’નો બ્રોમાન્સ નોર્મલ નથી , પણ એબનોર્મલ છે એટલે જ જલસા-પાણી થઇ જાય છે [ અને દર એપિસોડ આવતા કોઈ નવા જ સાઈડ કેરેક્ટર્સ પણ ગજબની મોજ પાડી દે છે ! :: જેમકે ડંજન માસ્ટર , જીતુ’નાં પપ્પા , યોગી સાથે કામ કરતા એક વિચિત્ર બુઢોઉ , રસ્તોગી અને રાજેશ શર્મા’નું એક વેપારી કિરદાર – અને બે ચાર્મિગ કેરેક્ટર્સ’માં સૌમ્યા અને શ્રેયા પણ ]

p7 p8

બીજી સીઝન’ની ફાટી આંખે રાહ જોવાઈ રહી છે ~ ઉપરવાલે તુમ સુન રહે હો નાં ! સુન રહા હૈ ના તું , જો રહા હું મૈ | વધુ તો હું શું કહું ? ખાલી એટલું જ કે ; તુમ બીયર હો , હમ સબ બીયર હૈ 😀


On Air with AIB – Season 1

સ્માર્ટ’માંથી ક્યારે તમે ઓવરસ્માર્ટ થઇ જાવ તેની ખબર તમને ન પડે પણ સામેવાળાને પડે 😉 યસ , AIB’ની પોતાની એક સ્ટાઈલ અને એરોગંસ છે પણ જો એ જ ખટકવા માંડે તો સમજી લેવું પડે કે પાપનો ઘડો ભરાઈ ગયો છે 😀 ઓવરઓલ , સમગ્ર શો જોવાની મજા આવી પણ ક્યાંક ને ક્યાંક થોડું ઓવર થઇ જતું હોય એવું લાગ્યું [ જેમકે છ દડાની ઓવર વાઈડને લીધે સાત દડાની થઇ જાય છે , તેમ જ ! ] છતાં પણ બીજી સીઝન પણ જોવાશે કેમકે તેમના આ કન્સેપ્ટ અને એકઝીક્યુશન’નો કોઈ હરીફ માર્કેટમાં નથી !

aib

બે’ની જોડીમાં હોસ્ટ થતા આ શો’માં કેટલીકવાર બંને એન્કર્સ વચ્ચે કોઈ તાલમેલ જ નથી હોતો , એવું લાગે છે [ મોટાભાગે Gursimran Khamba ચુકી જાય છે અને Tanmay Bhat સંભાળી લે છે ~ Ashish Shakya તો હજી પણ ઠીક છે પણ Rohan Joshi’માં કોઈ બહુ ખાસ મજા નથી આવતી :: ઓવરઓલ Tanmay Bhat’નો ભાર સૌથી વધુ પડે છે 🙂 ]


BakedSeason 1

નામ બેકડ છે પણ સીરીઝ ઘણી જગ્યાએ અધકચરી લાગે છે , ત્રણ જણા [ ઓની , બોડી અને હેરીસ ] મિડનાઈટ ફૂડ ડિલીવરી સર્વિસ ચાલુ કરે છે અને પછી એઝ યુઝઅલ તેમની વાટ લાગે છે ! કન્સેપ્ટ મસ્ત પણ એક્ઝીક્યુશન સુસ્ત !! સ્ક્રીનપ્લે’માં પણ કોઈ દમ નહિ કે ન કોઈ સ્પાર્ક વેરે તેવો બ્રોમાન્સ [ જોકે હેરીસ’નાં પાત્રમાં Pranay Manchanda અને તારા બ્રારા તરીકે Kriti Vij મજાના લાગે છે ] બીજી સીઝન જોવાની કોઈ ખાસ ઈચ્છા નથી પણ ફટકે તેનું નામ જ માણસ એ ન્યાયે હું ભટકી પણ શકું છું 😉

bkd2


The Flash – Season 1 , Season 2 ( Running )

એક સમયે જયારે માર્વેલ’ની એજન્ટ્સ ઓફ શિલ્ડ જોયેલી ત્યારે , ઓઈ બાપલીયા થઇ ગયેલું ! [ અંદાજે 22થી 23 એપીસોડસ ] અને ત્યારે નક્કી કરાયેલું કે બહુ બહુ તો 10 એપીસોડસ તો બહુ થઇ ગયા , પણ નાં ! ‘ માણસ માત્ર ફરીફરીને ભૂલને પાત્ર ‘ એ ન્યાયે અમો ફરી એક મોટી સીરીઝ’માં ભેરવાઈ બેઠા , નામ છે  . . ઝબકારો / ચમકારો / પલકારો ઉર્ફે ફ્લેશ 🙂 વીજળીને ચમકારે એક સુપરહીરો પેદા થયો અને મોતીડું પરોવાઈ ગયું ! DC કોમિક્સ તેની ફિલ્મોની સરખામણીએ ટીવી સીરીઝ’માં વધુ સફળ પુરવાર થઇ છે તેનું એક ઉત્તમ ઉદાહરણ એટલે ફ્લેશ નામક હળવી અને સુપાચ્ય ટીવી સીરીઝ .

સુપરહીરોઝ’ની દુનિયાનો સૌથી [ ઓલમોસ્ટ ] સીધોસાદો અને ડફોળ સુપરહીરો એટલે ફ્લેશ [ એની પાસેના અવિશ્વસનીય પાવર્સ’ની તેને ખુદને ખબર નથી ! અન્યથા બાકીના બધા સુપરહીરોઝ તેની પાસે પાણી ભરે ! ] બેરી’ની માં’નું તેની સામે જ કોઈ સુપરનેચરલ ઘટનામાં ખૂન થઇ જાય છે અને તેના નિર્દોષ પિતા તેમાં સલવાઈ જાય છે ! ત્યારબાદ ડિટેકટીવ જો વેસ્ટ તેને પોતાના ઘરે લઇ આવે છે અને મોટો થઈને તે CSI એક્સપર્ટ બને છે . એકદા તે પોતાની લેબમાં કૈક કામ કરતો હોય છે . . . દુર ડો. હેરીસન વેલ્સ’નું અતિ’મહત્વકાંક્ષી પાર્ટીકલ એક્સીલરેટર તેના ફાઈનલ ટેસ્ટ’નાં દિવસે જ ફાટીને ધુમાડે જાય છે અને તે જ સમયે એક વીજળીનો ગરમાગરમ લીસોટો બેરી સોંસરવો ઉતરી જાય છે અને ભાઈ 9 મહિના કોમા’માં જતા રહે છે ! અને જાગીને જુએ તો જગ દીસે નહિ 😉 મતલબ કે ભાઈ હવે ધ ફ્લેશ બની ગયા , વીજળીક ગતિએ ભાગનારા  . . સટ્ટાક અને ગાયબ !!! વધુમાં બોડી હિલીંગ પાવર તો ખરો જ અને કઈ કેટલુંયે . . .

અત્યારે તો બીજી સીઝન પૂરી થવામાં છે [ કદાચ ચારેક એપીસોડસ બાકી છે ~ બંને સીઝનમાથી ઓછામાં ઓછા 7થી 8 એપીસોડસ સાવ આઉટ ઓફ ટ્રેક અને ટાઈમપાસ જેવા છે , તેમને અવગણીને સીઝન થોડી નાની કરી શકી હોત .] પણ પહેલી સીઝન ખરેખર ઓન ધ રોક્સ રહી ! થ્રીલીંગ અને ચિલીંગ મોમેન્ટસ’થી ભરપુર અને હરેક એપીસોડ સાયન્ટીફિકલી ટકોરા’ની ધાર જેવો ! ધીમેધીમે ફ્લેશ અને તેની ટીમ [ મોજીલો ટેક’જીનીયસ રમોન , ક્યુટી એવી બાયોમેડીકલ જીનીયસ કૈટલીન તથા અકળ અને ધાંસુ એવો બેનમુન ડો.હેરીસન વેલ્સ ~ ખરેખર પહેલી સીઝન આટલી ઝક્કાસ રહી તેનું મુખ્ય કારણ આ વેલ્સ’નું પાત્ર ભજવતો Tom Cavanagh જ છે : હેટ્સ ઓફ ] એક પછી એક મેટાહ્યુમનને ઠેકાણે પાડતા જાય છે [ કે જેઓ પાર્ટીકલ એક્સીલરેટરની આડપેદાશ હતા ] અને એક રહસ્યમાંથી બીજા રહસ્યમાં ધકેલાતા જાય છે . બેરીને હરહંમેશ એક જ વિચાર કોરી ખાતો હોય છે કે તેની માંને કોણે મારી અને હું તેને કેમ ન બચાવી શક્યો ? અને એ જ કોરી જતી વાત તેને આખરી મંઝીલ સુધી પહોંચાડે છે કે જે તો તમારે જ જોવી રહી  . બાય ધ વે , શું હું આઈરીસને ભૂલી ગયો !? ભુલાતું હશે કાઈ ! બેરી’નો ફર્સ્ટ ક્રશ , ફર્સ્ટ લવ એવી અદભુત રમણી Candice Patton [ કોઈ પંખો ચાલુ કરો , જય અશોક દવે 🙂 ] જોકે કેટલાક કેરેક્ટર્સ સાવ ચવન્નીછાપ બન્યા છે : ડોક્ટર કોલ્ડ , ટ્રીકસ્ટર , મિક રોરી . . પણ એની સઘળી અસર જયારે પેલો મહાકાય ગોરીલો ગ્રોડ એન્ટ્રી મારે છે ત્યારે પૂરી થઇ જાય છે ! અને વાતો વાતોમાં હું Patty Spivotને તો ભૂલી જ ગયો [ એ કોણ ? એ તમારે ફરી પંખો ચાલુ કરીને શોધવું જ રહ્યું 😀 ]

f3

પણ બીજી સીઝન એટલી અદભુત નથી લાગી રહી કે જ્યાં બેરી’નો સામનો એક નવા જ સ્પીડસ્ટર એવા ઝૂમ સાથે થાય છે કે જે બેરીને પણ ક્યાંય આટી જાય તેટલી ઝડપે પોબારા ગણી જાય છે ! છતાયે દર અઠવાડિયે ફ્લેશ’નાં એપીસોડસ જોવાનું વળગણ થઇ ગયું છે અને તેનો મહત્તમ શ્રેય સ્ક્રીનપ્લે / કાસ્ટિંગ / સ્પેશીયલ ઈફેક્ટસ અને અઢળક વોર્મ મોમેન્ટસને તો જાય જ છે પણ મુખ્ય કિરદાર ભજવતા Grant Gustinને પણ જાય છે . [ છતાયે આવનારી જસ્ટીસ લીગ મુવીમાં ફ્લેશ તરીકે કોઈ ઔર જ ફ્લેશ બન્યું છે ! છે ને લબાડ આ બધા !! DC વાળાએ બેટમેન Vs. સુપરમેન’માં તો સારો એવો માર ખાધો જ છે પણ હવે અમારું ઓલટાઈમ ફેવરીટ જસ્ટીસ લીગ ન બગાડે તો સારું ! નહિતર બાવાના બેય બગડશે 😦 ]


Sherlock ~ The Abominable Bride , 2016

ખરેખર તો 2016 એ શેરલોક’ની ઓફિશિયલ ચોથી સીઝન માટેનું વર્ષ છે પણ ખબર નહિ ને આ સ્પેશીયલ ક્રિસમસ એપિસોડ વચ્ચે ઓન એર થઇ ગયો [ ચોથી સીઝન’નું શુટિંગ હવે શરુ થયું બોલો ! કદાચ 2016’નાં અંતમાં અથવા તો 2017’ની શરૂઆતમાં ચોથી સીઝન હાથમાં આવે . ] પણ સીધી ને સટ્ટ વાત કહું , તો આ એપિસોડ જાણે પોતાનો જ ભાર ખમી નાં શક્યો હોય તેમ લાગ્યું ! બધું જ છે છતાં પણ કૈક સખત મિસિંગ છે , જાણે કે ચાર્મ છે પણ ચાર્મિંગ નથી !! આ એપિસોડ’નું લિંક-અપ ત્રીજી સીઝન’નાં છેલ્લા એપિસોડ સાથે અને વિક્ટોરિયન યુગ સાથે બતાવાયું છે અને માટે જ શેરલોક પેલી હેટ અને પાઈપ સાથે દેખાડાયો છે . ઓવરઓલ , પોતાના જ ક્લાસ સામેં પછડાટ ખાઈ જાય છે , આ એપિસોડ ! છતાં પણ જોવા જેવો તો ખરો જ કેમ કે આખરી એપિસોડ’ની ઘણી ક્લુ’ઝ અહીંયા દેખાડાઈ છે અને એક ખુલાસો પણ .