ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,


1) કઈક કહેવું હતું માટે બ્લોગ શરુ થયો પણ વાતો મુવીઝ’ની વધુ થઇ [ અને તે પણ ઉપરછલ્લી 😉 ] પણ મારો પ્રથમ મિત્ર અને માર્ગદર્શક તો મારા પુસ્તકો જ રહ્યા છે . વચ્ચેનાં ગાળા દરમ્યાન પાસે જેટલા પણ પુસ્તકો હતા તેમની સૂચી બ્લોગ પર મુકવાની ખુબ ઈચ્છા થઇ હતી .

2) પણ અસ્તવ્યસ્ત જગ્યાએ પડેલા પુસ્તકો’ને ગોઠવીને તેમને બ્લોગ પર મુકવામાં આળસ થતી હતી પણ આખરે થયું કે ચાલો શરૂઆત તો કરીએ , કદાચ એ બહાને ધીમે ધીમે પણ ધકકાગાડી આગળ વધશે 😉

3) અને તે દરમ્યાન જ વૈશ્વિક કૃતિઓ’નાં અનુવાદ સંબંધિત પુસ્તકોને સૌ’પ્રથમ બ્લોગ પર મુકવાનું મન થઇ આવ્યું ! હાલમાં તો આજ’ની પોસ્ટ સહીત હજુ એક પોસ્ટ તૈયાર થઇ ચુકી છે અને ભવિષ્ય’માં ત્રીજો ભાગ મુકવાની ઈચ્છા પણ છે [ જો અનુકુળ રહેશે તો . ]

4) વધુને વધુ વૈશ્વિક કૃતિઓ હું ગુજરાતીમાં વાંચી શકું , એ મારી પ્રથમ નેમ રહી છે , મને ખ્યાલ છે કે અનુવાદ અને સંક્ષેપ’માં મૂળ કૃતિ’નો સ્પર્શ અને લઢણ મહદ અંશે ખોવાઈ અને ખોરવાઈ જાય છે પણ મહત્તમ કૃતિઓ હું તેની મૂળ ભાષામાં તો વાંચવામાંથી રહ્યો ! તેના કરતા જેતે કૃતિ’નું હાર્દ અને માવજત મને ગમશે , તેને ભવિષ્ય’માં તેના મૂળ રૂપમાં વાંચવાનું વધુ વાજબી રહેશે . [ જોકે ઘણી કૃતિઓના અનુવાદ અદભુત બની રહ્યા છે , એક અલગ જ માઈલસ્ટોન સ્થાપિત થઇ શક્યો છે . જેમકે : One Hundred Year of Solitude’નો રવીન્દ્ર ઠાકોર’નો અનુવાદ ]

5) તો હવે આ સૂચીમાંથી તમને ક્યા પુસ્તકો ગમ્યા , હજુ મારી પાસે ક્યા ક્યા પુસ્તકો ઘટે છે ? – તમારી કોઈ ભલામણ ? , તમારું મનપસંદ પુસ્તક કયું ? એ બધા જ જવાબો તમે કમેન્ટ’રૂપે ટહુકી શકો છો 🙂 [ જોકે હજુ બીજો ભાગ આવવામાં છે , એ જરા ધ્યાનમાં રાખજો ]

અન-ગત નોન-ધ ‘અકા’ અંગત નોંધ

[ અહીંયા દર્શાવેલા પુસ્તકોમાંથી ઘણા વંચાયા છે અને ઘણા બાકી છે . ]


1] અપહ્યતલેખક : રોબર્ટ લુઇસ સ્ટીવેન્સન , અનુવાદક : રવીન્દ્ર ઠાકોર

[ KidnappedRobert Louis Stevenson ]

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , પ્રથમ આવૃત્તિ – વર્ષ 1994

કિંમત : રૂ. 70

2] અમે ત્રણલેખક : જેરોમ કે જેરોમ , અનુવાદક : ધનસુખલાલ મહેતા

[ Three men in a BoatJerome K. Jerome ]

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , પહેલી આવૃત્તિ 1960’નું પુનર્મુદ્રણ નવેમ્બર 2004

કિંમત : રૂ. 110

3] પાસ્કુઅલ ડયુરેટનો પરિવાર લેખક : કેમીલો જોન સેલા , અનુવાદક : રવીન્દ્ર ઠાકોર

[ The Family of Pascual DuarteCamilo José Cela ]

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , પહેલી આવૃત્તિ 1991

કિંમત : રૂ. 32

1


4] લેડી ઓફ ધ કેમીલીઆઝલેખક : એલેકઝાન્ડર ડુમા , અનુવાદક : વલ્લભ ચંદારાણા

[ Lady with the CamelliasAlexandre Dumas ]

પ્રકાશક : શબ્દલોક પ્રકાશન , પ્રથમ આવૃત્તિ 1996’નું પુનર્મુદ્રણ 2000’માં

કિંમત : રૂ.100

5] બરાબસલેખક : લાગર ક્વિસ્ટ , અનુવાદક : એસ.એસ.દલાલ

[ BarabbasPär Lagerkvist ]

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , પ્રથમ આવૃત્તિ 1999

કિંમત : રૂ. 50

6] આઉટસાઈડરલેખક : આલ્બેર કામૂ , અનુવાદક : રવીન્દ્ર ઠાકોર

[ The OutsiderAlbert Camus ]

પ્રકાશક : શબ્દલોક પ્રકાશન , પ્રથમ આવૃત્તિ 1972’નું ત્રીજું પુનર્મુદ્રણ 2007

કિંમત : રૂ. 85

2


7] સ્નો કન્ટ્રીલેખક : યાસુનારી કાવાબાતા , અનુવાદક : રવીન્દ્ર ઠાકોર & જયેન્દ્ર પંડ્યા

[ The Snow CountryYasunari Kawabata ]

પ્રકાશક : શબ્દલોક પ્રકાશન , પ્રથમ આવૃત્તિ ઓક્ટોબર 1991

કિંમત : રૂ. 50

8] મેઘ અને ધરતીલેખક : આલબર્તો મોરાવિયા , અનુવાદક : અશોક હર્ષ

[ Conjugal LoveAlberto Moravia ]

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , દ્રિતીય સંવૃધિત આવૃત્તિ 1999

કિંમત : રૂ. 60

9] ડેવિડ કોપરફિલ્ડલેખક : ચાર્લ્સ ડિકન્સ , અનુવાદક / સંક્ષેપક : શ્રીકાન્ત ત્રિવેદી

[ David Copperfield – Charles Dickens ]

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , સંક્ષેપ / દ્રિતીય આવૃત્તિ એપ્રિલ 2010

કિંમત : રૂ. 80

3


10] પ્રણયયજ્ઞ લેખક : પ્રોસ્પર મેરીમી , અનુવાદક : વલ્લભ ચંદારાણા

[ CarmenProsper Mérimée ]

પ્રકાશક : આદર્શ પ્રકાશન , પ્રથમ આવૃત્તિ ઓક્ટોબર 1993

કિંમત : રૂ.60

11] શૂટિંગ પાર્ટીલેખક : એન્તવ ચેખોવ , અનુવાદક : હોરમઝદીયાર શાપુરશા દલાલ

[ Shooting Party –  Anton Chekhov ]

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , પ્રથમ આવૃત્તિ 1994

કિંમત : રૂ. 60

12] સૌંદર્યો હજુ જન્મ્યા નથીલેખક : યી કવે આમ્હ્ર , અનુવાદક : ડો.પ્રવીણ દરજી

[ The Beautyful Ones are not yet BornAyi Kwei Armah ]

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , પ્રથમ આવૃત્તિ 1990’નું પુનર્મુદ્રણ 2009

કિંમત : રૂ. 150

4


13] ટોલ્સટોયની 23 વાર્તાઓલેખક : લીઓ ટોલ્સટોય , અનુવાદક : જીતેન્દ્ર દેસાઈ

[ Twenty Three TalesLeo Tolstoy ]

પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર , પહેલી આવૃત્તિ 1967’નું અગિયારમું પુનર્મુદ્રણ 2012

કિંમત : રૂ. 75

14] ત્યારે કરીશું શું ?લેખક : લીઓ ટોલ્સટોય , અનુવાદક : નરહરિ દ્રારકાદાસ પરીખ

[ What shall we do then ? – Leo Tolstoy ]

પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર , પહેલી આવૃત્તિ 1928’નું ત્રીજું પુનર્મુદ્રણ 2010

કિંમત : રૂ. 75 / –

5


15] અનન્યા : ( વૈશ્વિક વાર્તાઓ’નાં અનુવાદ ) – અનુવાદક : શરીફા વીજળીવાળા

[ The Colonel’s Lady by Somerset Maugham ( સમરસેટ મોમ ) , The Girls in Their Summer Dresses by Irwin Shaw ( ઈરવીન શો ), Judas by Frank O’Connor ( ફ્રેંક ઓ’કોનર ) , The Drunkard by Frank O’Connor ( ફ્રેંક ઓ’કોનર ) , Hair Cut by Ring Lardner ( રીંગ લાર્ડનર ) , Through the Quinquina Glass by William Sansom ( વિલિયમ સેનસમ ) , The Shadow by Vina Shanteshwar ( વીણા શાંતેશ્વર ) , The Far The Near by Thomas Wolfe ( ટોમસ વોલ્ફ ) , The Secret by Alberto Moravia ( આલ્બેર્તો મોરાવીઆ ) , Swaddling Clothes by Yukio Mishima ( યુકીઓ મિશીમા ) , Idiots First by Bernard Malamood ( બર્નાર્ડ માલામુડ ) , The Lottery by Shirly Jakson ( શર્લી જેક્શન ) , Blizzard by Isaac Singer ( ઇઝાક સિંગર ) , The Curious Case of Benjamin Button by Frances Scott Fitzgerald ( ફ્રાન્સીસ સ્કોટ ફીટ્સજેરલ્ડ ) , A Rhinoceros, Some Ladies, and a Horse by James Stephens ( જેઈમ્સ સ્ટીવન્સ ) ]

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , પ્રથમ આવૃત્તિ 2000

કિંમત : 100

16] પોલીએનાલેખક : એલીનોર પોર્ટર , અનુવાદક : રશ્મીબહેન ત્રિવેદી

[ Pollyanna by Eleanor H. Porter ]

પ્રકાશક : એન.એમ.ત્રિપાઠી પ્રા. લિ. , ચોથી આવૃત્તિ 2006

કિંમત : 130

6


17] ખજાનાની શોધમાં લેખક : રોબર્ટ લુઈ સ્ટીવન્સન , અનુવાદક : મૂળશંકર મો. ભટ્ટ

[ Treasure IslandRobert Louis Stevenson ]

પ્રકાશક : આર.આર.શેઠ , સંવર્ધિત આવૃત્તિનું પુનર્મુદ્રણ જુલાઈ 2011

કિંમત : રૂ.50

18] અજાતશત્રુ લિંકનલેખક : મણીભાઈ ભ.દેસાઈ

પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર , પહેલી આવૃત્તિ 1971’નું છઠ્ઠું પુનર્મુદ્રણ 2011

કિંમત : રૂ. 30

19] કોન-ટિકિલેખક : થોર હાયરડાલ , અનુવાદક : મહેન્દ્ર મેઘાણી

[ Kon-TikiThor Heyerdahl ]

પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર , પહેલી આવૃત્તિ 1952’નું ચોથું પુનર્મુદ્રણ 2010

કિંમત : રૂ. 70

7


20] શેરલોક હોમ્સ લેખક : સર આર્થર કોનન ડોઈલ , અનુવાદક : રમણલાલ સોની

[ Sherlock HolmesSir Arthur Conan Doyle ]

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , બીજી સંવર્ધિત આવૃત્તિ 2010

કિંમત : હરેક ભાગનાં રૂ. 130


21] હેરી પોટર અને પારસમણીલેખક : જે.કે.રોલિંગ ,અનુવાદક : જાગૃતિ ત્રિવેદી | હરીશ                                  નાયક

[ Harry potter & The Philosopher’s StoneJ.K.Rowling ]

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર , પ્રથમ આવૃત્તિ 2004

કિંમત : રૂ. 175

22] ખોવાયેલાની ખોજમાંલેખક : જુલે વર્ન , અનુવાદક : દોલતભાઈ નાયક

[ Les Enfants du capitaine Grant / In Search of the CastawaysJules Verne ]

પ્રકાશક : આર.આર.શેઠ , પ્રથમ આવૃત્તિ 2012’નું પુનર્મુદ્રણ 2013

કિંમત રૂ. 375


23] પાતાળપ્રવેશલેખક : જુલે વર્ન , સંક્ષેપક / અનુવાદક : મૂળશંકર મો. ભટ્ટ

[ Journey to the Center of the EarthJules Verne ]

પ્રકાશક : આર.આર.શેઠ , પંદરમું પુનર્મુદ્રણ 2009

કિંમત : રૂ. 50

24] સાહસિકોની સૃષ્ટિલેખક : જુલે વર્ન , સંક્ષેપક / અનુવાદક : મૂળશંકર મો. ભટ્ટ

[ The Mysterious IslandJules Verne ]

પ્રકાશક : આર.આર.શેઠ , ચૌદમું પુનર્મુદ્રણ 2009

કિંમત : રૂ. 100

25] સાગરસમ્રાટ – લેખક : જુલે વર્ન , સંક્ષેપક / અનુવાદક : મૂળશંકર મો. ભટ્ટ

[ Twenty Thousand Leagues Under the Sea – Jules Verne ]

પ્રકાશક : આર.આર.શેઠ , સોળમું પુનર્મુદ્રણ 2009

કિંમત : રૂ. 90

11


26] સોનેરી ધૂમકેતુનો પીછો લેખક : જુલે વર્ન , અનુવાદક : હરીશ નાયક

[ Off on a CometJules Verne ]

પ્રકાશક : આર.આર.શેઠ , પ્રથમ આવૃત્તિ 2005નું પુનર્મુદ્રણ 2010

કિંમત : રૂ. 135

27] મિખાઈલ સ્ટ્રગોવલેખક : જુલે વર્ન , અનુવાદક : દોલતભાઈ નાયક

[ Michael StrogoffJules Verne ]

પ્રકાશક : આર.આર.શેઠ , પ્રથમ આવૃત્તિ 2007

કિંમત : રૂ. 170

12


28] એક શિયાળો બરફમાંલેખક : જુલે વર્ન , અનુવાદક : જીગર શાહ

[ A Winter Amid the Ice – Jules Verne ]

પ્રકાશક : આર.આર.શેઠ , પ્રથમ આવૃત્તિ 2011નું ત્રીજું પુનર્મુદ્રણ 2013

કિંમત : રૂ. 75

29] મોં બ્લાં લેખક : જુલે વર્ન , અનુવાદક : જીગર શાહ

[ Dr. Ox’s ExperimentJules Verne ]

પ્રકાશક : આર.આર.શેઠ , પ્રથમ આવૃત્તિ 2012નું બીજું પુનર્મુદ્રણ 2013

કિંમત : રૂ. 90

13

જુલે વર્ન’નાં બાકીના જે બે-ત્રણ પુસ્તકો છે તે લાઈબ્રેરી’માંથી વાંચી લીધા હતા માટે વસાવ્યા નથી , અને બાકી રહેલ એક-બે પુસ્તકો નજીકના ભવિષ્યમાં જ લઇ લેવામાં આવશે .


COMING SOON . . . . . The Second Part