ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,


1] હમમ . . કેટલા સમયે પાછી મંથલી સીરીઝ ખરેખર મંથલી બની શકી !!! બ્લોગ’ની થીમ’માં ભલે હું ફેરફાર ન કરી શક્યો હોઉં પણ લખાણ’ની બાબતે મેં ઘણા અખતરા કર્યા છે કે જેમાંના ઘણા ખતરા’માં પણ પરિણમ્યા છે 😉

2] પહેલા ઇન્ડીયન ફિલ્મસ વિષે હું લખતો અટક્યો અને હવે મહત્તમ વેસ્ટર્ન અને વર્લ્ડ સિનેમા વિષે પણ હું ‘ નેનો & સ્વિફ્ટ ‘ પોસ્ટ જ આપીશ , કે જ્યાં જેતે ફિલ્મ’નો અણસાર કમ અંદેશો કમ આંગળી ચિંધ્યા’નું પુણ્ય જેવી વાત જ આગામી સમયમાં નજરે પડશે ! [ પણ તમને તો ખબર જ છે ને કે મારું ક્યારે ફટકે અને હું પાછો ઘમરોળતો થઇ જાઉં , એ નક્કી નહિ 😉 ]

3] જોકે વર્તમાન વર્ષ’ની કેટલીક ક્લાસિક ફિલ્મો વિષે તો હું શબ્દ’બંબાકાર’થી લઈને શબ્દ’સુનામી સુધી વિસ્તરીશ ! [ આમ પણ , ઘણી ક્લાસિક ફિલ્મો’ની વાત IMDb Top 250 પેઈજ પર અઠવાડિયે અઠવાડિયે ચાલે જ છે .]

4] આ સ્ટ્રેટેજી તો ગયા વર્ષથી જ અમલમાં મુકાઈ ચુકાઈ હતી પણ વર્ષાંતે આવતી કેટલીક આઈ શપથ ફિલ્મો બધું સંતુલન ખોરવી નાખે છે ! કહેવાનું ઘણું હોય છે અને કહેવાઈ પણ જાય છે ઝાઝું બધ્ધું !!! [ માટે આ વર્ષે પણ છેલ્લા મહિનાઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે , જોકે આ વર્ષે પણ ગયા વર્ષની માફક જ હજુ સુધી એટલી બધી અફલાતુન ફિલ્મો નથી આવી શકી ! ]

5] આજની પોસ્ટ’માં જ 2012’ની ઘણી બાકી રહી ગયેલી ફિલ્મો આવરી લેવાઈ છે [ જોકે હજુ પાંચ – છ ફિલ્મો બાકી છે .] અને થોડી ઘણી 2015’ની ફિલ્મો પણ  . . . સાથે સાથે જોવાતી રહેતી IMDb સીરીઝ’ની ફિલ્મો પણ  . . . . અને થોડીઘણી ઇન્ડીયન ફિલ્મો પણ .


Total Movies – 19 + (6) ~ ~ ~ Pictures – 48 Still & 3 Gif

It would take 3 to 4 minutes to load the whole post .


Recently Watched

IMDb Top 250 Movies 

Read Here ]


UpdatesIndian Films

[ Read Here ]

Piku , Tanu Weds Manu Returns , Badlapur


Note : All Summaries are sourced from IMDb .


Silver Linings Playbook , 2012

Summary : After a stint in a mental institution, former teacher Pat Solitano moves back in with his parents and tries to reconcile with his ex-wife. Things get more challenging when Pat meets Tiffany, a mysterious girl with problems of her own.

slp

ક્રેઝી કેરેક્ટર્સ અને ક્લાસ એક્ટિંગ ! જેનીફર લોરેન્સ’ને તો ઓસ્કાર મળેલો જ પણ બ્રેડલી કુપર પણ આલાતરીન એક્ટિંગ’નાં વાવટા ખોડી ગયો છે ! વચ્ચે વચ્ચે નાના નાના કેમીયોમાં આવતો ક્રિસ ટકર બસ મોજ પાડી દે છે 🙂 આમેય મારી ફ્રિકવન્સી ડિરેક્ટર એવા ડેવિડ.ઓ.રસેલ સાથે ટયુન થાય જ છે ! BTW : જેનીફર લોરેન્સ એટલી તો અનપ્રીડીકટેબલ લાગે છે કે ઘડીક દુખણા લેવાનું મન થઇ ગયું ! જય અકળતા .

slp

Me : 8.5 to 9 Have Ernest Hemingway call us ,

                                                                . . . and apologize to us too.

IMDb : 7.8 [ by 4,79,000 + people ] by August 2015


Bachelorette , 2012

Summary : Three friends are asked to be bridesmaids at a wedding of a woman they used to ridicule back in high school.

bclrt

જેટલી મસ્ત સ્ટારકાસ્ટ , એટલી જ રાબ જેવી ઢીલી સ્ટોરી ! Kirsten Dunst‘ને કેટલા દિવસે જોયી !! પણ મેદાન મારી જાય છે , Lizzy Caplan જ સ્તો ! જય MOS . જ્યારે Isla Fisher‘નો પેલો Wedding Crashers વાળો સિલી ચાર્મ અહીંયા મિસિંગ છે 😉

bchlrt

Me : 5.5 to 6 And you’re wearing a dress ?

                                                           . . . No, actually it’s a t-shirt .

IMDb : 5.3 [ by 34,000 + people ] by August 2015


Holy Motors , 2012 [ France ]

Summary : From dawn to dusk, a few hours in the shadowy life of a mystic man named Monsieur Oscar.

hm

જબ્બર વિચિત્ર કન્સેપ્ટ અને ધાંસુ એકઝીક્યુશન ! બાપ રે , આગલી કલાકમાં તો ઘડીક ખબર જ નહિ પડે કે આ નમુનો વારેઘડી’એ આ શું વેશ માંડે છે !? હું તમને છેક અડધે પહોંચીને ખુલતું એક રહસ્ય નહિ કહું કારણકે જેમ હું ઘડીક ચીડ ખાઈ ગયેલો તેમ તમેય થોડું ખાવ ને ! [ હું ખાઉં છું અને ખાવા દઉં છું 😉 ]

hm3

મુખ્ય એક્ટર એવા Denis Lavant‘નો ધાંસુ અભિનય અને સોલીડ ઇન્ટેન્સીટી . . અહીંયા વાર્તા ગોતવા ન જતા નહિતર તમે ખોવાઈ જશો , બસ જોયા કરો આ વિચિત્રવર્ય’ની દાસ્તાન ! [ ફેવરીટ પાર્ટ : ગ્રીન ગોબ્લીન ] જબ્બર વિચિત્ર અને વાળ ખેંચાવી દે તેવું છે માટે જોતા નહિ અને જો જુઓ તો છેક સુધી જોજો .

Me : 8 to 8.5 What made me start , the beauty of the act .

IMDb : 7.1 [ by 26,000 + people ] by August 2015


Seeking a Friend for the End of the World , 2012

Summary : As an asteroid nears Earth, a man finds himself alone after his wife leaves in a panic. He decides to take a road trip to reunite with his high school sweetheart. Accompanying him is a neighbor who inadvertently puts a wrench in his plan.

sf

આ મુવી બંને ગમતીલા લીડ એક્ટર્સ એવા Steve Carell અને Keira Knightley કારણે જોવાયેલું [ જસ્ટ સીલી , સિમ્પલ એન્ડ પ્લીઝંટ ] દુનિયાનો અંત થોડાક જ દિવસોમાં ઉલ્કા ત્રાટકવાથી નજીકમાં જ છે અને આ બંને ખોવાયેલા’ઓ એક રસ્તે જાણે’અજાણે નીકળી પડે છે . . . સિનેમેટોગ્રાફી આંખો’નાં નંબર ઉતારી દે તેટલી રમણીય છે . ખાસ તો આ બંને એક્ટર્સ માટે જોવા જેવું .

sf1

Me : 8Wow ! You have a lot of guns ,

                                                 . . . and a lot of potato chips !!

IMDb : 6.7 [ by 76,000 + people ] by August 2015


Liberal Arts , 2012

Summary : When 30-something Jesse returns to his alma mater for a professor’s retirement party, he falls for Zibby, a college student, and is faced with a powerful attraction that springs up between them.

la1

આ મુવી વિષે માત્ર આછો’પાતળો અંદાજો હતો કે કૈક રોમેન્ટિક છે , પણ નાં ! આ તો ટ્વિસ્ટ’ફૂલ રોમેન્ટિક છે !! પહેલી વાત તો આ સમગ્ર કથાનક જ્યાં પાંગરે છે તે યુનીવર્સીટી / કન્ટ્રી’સાઈડ’નો માહૌલ જ બસ ધૂનતાનાનાનાના કરાવી દે તેવો રમણીય છે કે જ્યાં કૈક પાંગરે .

la4

બંને લીડ કેરેક્ટર્સ એકબીજા પ્રત્યે ખેંચાય છે પણ બંને વચ્ચે અંદાજે 15થી 16 વર્ષ’નો ગેપ છે [ સમયનાં એ ગેપ’ની ગણતરી માંડતું દ્રશ્ય જરૂર જોજો કે જ્યાં હીરો વિચારે છે કે હું જયારે 16 વર્ષનો હતો ત્યારે પેલી જન્મી પણ ન્હોતી !!! 🙂 ] પૂરું મુવી મસ્ત એક્ટિંગ , હેપનિંગ સ્કોર અને કન્વર્ઝેશન’થી છલકાય છે – એકદમ મારી ફ્રિકવન્સી સાથે ટયુન થતું . એક વાત : લીડ એક્ટર જ ખુદ ડિરેક્ટર પણ છે !

Me : 8 to 8.5  < Any place you don’t leave is a prison .

IMDb : 6.8 [ by 25,000 + people ] by August 2015


Upside Down , 2012 [ France ]

Summary : Adam and Eden fell in love as teens despite the fact that they live on twinned worlds with gravities that pull in opposite directions. Ten years after a forced separation, Adam sets out on a dangerous quest to reconnect with his love.

ud1

બબ્બે ગ્રેવિટી ! [ ઓઈ માડી વત્તા ઓઈ બાપલીયા !!! ] બે ગ્રહો એકબીજાની સાપેક્ષે પરિભ્રમણ કરે અને સંયુક્ત રીતે સંબંધિત તારાની પરિક્રમા કરે ! બંને ગ્રહો’ની માનવસૃષ્ટિ એકબીજાની ઉપર ટીંગાતી રહે ! મતલબ કે આપણા આકાશમાં તેમની જમીન અને તેમના આકાશમાં આપણી જમીન !! અને આટલું ઓછું ન હોય એમ બંને ગ્રહોમાંથી એક’એક જણ પ્રેમ’માં પડે 😉 કન્સેપ્ટ વાઈઝ – આઈ શપથ + માં કસમ , પણ સ્ટોરી’વાઈઝ કંગાળ . . . ક્લાસિક સ્પેશીયલ ઈફેક્ટ અને બબ્બે ગ્રેવિટી’ની અસરો તથા Kirsten Dunst‘ને જોવા માટે જોવા જેવું મુવી . . . જય ગુરુત્વ , જય આકર્ષણ , જય ગુરત્વાકર્ષણ !

ud2

Me : 7 to 7.5 [ +2 for the Core Idea ] < Now in our world ,

                                               it’s possible to fall up and to rise down .

IMDb : 6.4 [ by 53,000 + people ] by August 2015


Lola Versus , 2012

Summary : Dumped by her boyfriend just three weeks before their wedding, Lola enlists her close friends for a series of adventures she hopes will help her come to terms with approaching 30 as a single woman.

lv

તો આ મુવી Frances Ha‘ની Greta Gerwig‘ની અસર તળે જોવાયેલું . . સ્ટોરી અને એકઝીકયુશન’વાઈઝ તદ્દન દિશાહીન પણ Greta Gerwigનાં આઈલા ચાર્મ માટે જોવા જેવું [ ઓવરઓલ નાં જુઓ તો ચાલે અને કદાચેય જો જોવાઈ જાઓ તો કોઈ ઉઘરાણી કરવા નાં આવે ! ]

Me : 6 I think to love yourself ,

                                         you have to learn how to love other people .

IMDb : 5.4 [ by 6,400 + people ] by August 2015


Focus , 2015

Summary : In the midst of veteran con man Nicky’s latest scheme, a woman from his past – now an accomplished femme fatale – shows up and throws his plans for a loop.

f1

એક સ્વીટ , કોન & ચાર્મિંગ સ્ટોરી , કે જે શરૂઆત’માં તો તેની મસ્ત પેસ અને નેરેટીવ’થી ઈમ્પ્રેસ કરે છે અને સેકન્ડ હાફ’માં પોતાની જ અપેક્ષાઓને સંતોષવામાં સંતોષ ભેળ જેટલી પણ ચટ્ટપટી નથી બની શકતી ! ઘણી ફિલ્મો’માં આવું બનતું હોય છે કે શરૂઆત કરવામાં એકકા હોય છે પણ અંત થતા થતા ફાંફા મારવા પડે છે . . . ખાસ તો આ મુવી Will Smith અને કામણગારી એવી Margot Robbie‘નાં કેરેક્ટર્સ’ને લીધે જ છેક સુધી જોવા જેવું બને છે [ જો કે અમારું સઘળું ધ્યાન Margot Robbie પર જ કેન્દ્રિત હતું , કહેવાય છે ને કે સૌંદર્ય દેખનારની આંખોમાં જ હોય છેમતલબ કે હું મારી આંખોના જ વખાણ કરું છું 😉 ]

f3

Me : 7.5 < Die with the lie .

IMDb : 6.6 [ by 99,000 + people ] by August 2015


Ant-Man , 2015

Summary : Armed with a super-suit with the astonishing ability to shrink in scale but increase in strength, cat burglar Scott Lang must embrace his inner hero and help his mentor, Dr. Hank Pym, plan and pull off a heist that will save the world.

a1

એન્ટ’મેન વિષે બહુ ઇન્તેઝારી હતી . પહેલું કારણ તો અમે ‘ Honey, I Shrunk the Kids ‘થી જ ઝીણી વસ્તુઓ અને ઝીણવટ’ભરી દુનિયાના ફેન હતા અને બીજું તે ડીરેક્ટર એવા એડગર રાઈટ [ કે જેઓ પાછળ’થી ક્રિયેટીવ મતભેદ થતા નીકળી ગયા ] માટે , બીજા કારણથી અધુરી રહેલી અપેક્ષાઓ ખુબ વધી જવા પામી પણ આખરે કીડી’ને કણ અને મને મણ મળી રહ્યું [ મણ જેવી નહિ હોં ! 😉 ]

પહેલી જ નજરે જોતા આ માર્વેલ ફ્રેન્ચાઈઝી’થી થોડુક અલગ મુવી લાગે કેમકે આ કોઈ પ્રકારે સુપર’હીરો ઓરીજીન મુવી નથી પણ પહેલેથી લઈને છેક છેલ્લે સુધી એકહેઈસ્ટ મુવી ‘ છે . એન્ટ’મેન બનવાથી લઈને તે પાછળ’નો બધો જ કન્સેપ્ટ , વિઝન અને ટેકનોલોજી , પ્રયત્નો . . આ બધું જ સીધેસીધું હેન્ડ’ઓવર થાય છે [ કે જે મને ન ગમ્યું ! જાણે કે બેટ્મેને રોબીન’ને વારસો આપ્યો !! ]

a4

પણ મુવી સ્ક્રીપ્ટ’વાઈઝ સુપર ચાર્મિંગ અને ફની છે [ કે જેની સીધી ટકકર આયર્નમેન’ની પર્સનાલીટી સાથે થવાની ] એઝ યુઝઅલ વિલન’નાં કન્સેપ્ટ કે કેરેકટર’માં કઈ દમ નાં લાગ્યો . પણ બધે’બધ્ધી નેનો સિક્વન્સ [ સ્યુટકેઈસ’થી લઈને પેલી ટોય ટ્રેઈન’વાળી ] આલાતરીન અને ઉફ’યુમ્માં છે .

Me : 8 This is not some cute tech like the Iron Man suit !

IMDb : 7.8 [ by 1,00,000 + people ] by August 2015


Fifty Shades of Grey , 2015

Summary : Literature student Anastasia Steele’s life changes forever when she meets handsome, yet tormented, billionaire Christian Grey.

f1

આ મુવી અને જે નોવેલ પરથી તે બનેલું તે બંને ખાસ્સા ચર્ચાસ્પદ , હોટ’ટોપિક અને બ્લોકબસ્ટર’ની હદે સેલેબલ હતા : વિષય હતો સેક્સ્યુઅલ ફેન્ટસી’નો / સેડિસ્ટ બિહેવિયર’નો . . પણ નાં ! ફિલ્મે જે હદે હોબાળો અને ચર્ચા જગાવી હતી તેના પ્રમાણમાં આ મુવી તો તદ્દન કન્ફ્યુંઝીંગ નીકળ્યું [ નથી આ ઇરોટીકા કે નથી આ કોઈ પોર્ન ફેન્ટસી ! ] ઉલટાનું મુવીમાં કાઈ સ્ટોરી જેવું જ નથી કે જેની ફરતે કૈક રસપ્રદ કે રહસ્યમય સંકળાઈ શકે ! [ જોકે આ મુવીના અંદાજે બે’થી ત્રણ ભાગ હજુ આવવાના જ છે , પણ આ ભાગ’માં કાઈ નથી તો આપણે શું કામ ભાગમભાગ કરવી !જસ્ટ પ્લેઈન & રિપિટેટિંગ ]

f2

Me : 3 to 4  < Enlighten me, then .

IMDb : 4.2 [ by 1,78,000 + people ] by August 2015


Insurgent , 2015

Summary : Beatrice Prior must confront her inner demons and continue her fight against a powerful alliance which threatens to tear her society apart with the help from others on her side.

ins1

અદ્દલ પ્રિકવલ એવી ડાઈવર્જન્ટ જેવું જ . . આગળ વધવા જેવું ઘણું બધું , પણ ક્યાંક’ને ક્યાંક તેના ખુદના મુળિયા જ વધવા ન દે ! પોટેન્શિયલ ઘણું પણ બે બિંદુ’ઓમાંથી જે જોઈએ તે કરંટ ડેવલપ ન થાય [ ઉપ્પ્સ ! થીયરી , ઓહ વાઈવા !! ] ખુદ અભિનય’ની એકકી એવી Shailene Woodley પણ ક્યાંક ઢીલી પડી જાય છે , અને બાકીની ધરખમ એક્ટ્રેસ એવી Kate Winslet અને Naomi Watts પણ તદ્દન વેડફાઈ ગઈ છે [ વાઈ’ફાઈ ચાલુ ન થાય ત્યારે તે વેડ’ફાઈ કહેવાય છે ! ] પણ મુવી પૂરૂ થયે [ અને સરસ એવું સ્ટીમ્યુલેશન પૂરું થયે ] ફરી એમ થાય કે આવતા ભાગમાં બધું કવર થઇ જશે [ ફિનાલે’નાં બે પાર્ટ્સ ] માટે આવતા વર્ષે આગલા ભાગ પણ જોવાશે , લાંબડી એવી Shailene Woodley’ને કારણે 🙂

ins2

Me : 6 to 6.5Amity is to forgive . Others and yourself .

IMDb : 6.4 [ by 86,000 + people ] by August 2015


Ted , 2012

Summary : As the result of a childhood wish, John Bennett’s teddy bear, Ted, came to life and has been by John’s side ever since – a friendship that’s tested when Lori, John’s girlfriend of four years, wants more from their relationship.

td1

ટેડ ઘણા દિવસોથી પાસે પડ્યું હતું , પણ પાસે જવાતું જ નહોતું ! અને જયારે જવાયું અને જોવાયું ત્યારે ભયંકર કંટાળો આવ્યો !! કન્સેપ્ટ સાથે મારી ફ્રિકવન્સી ટયુન નાં થઇ [ જોકે મિલા કુનીસ સાથે જરૂર થઇ 🙂 કોઈ ‘ મિલા ‘ ગયા ! ] આ મુવી એવા મુવીઝ’માં સામેલ થઇ શકે કે જેની શરૂઆત સરસ હોય પણ અંત તરફ ફસકવા માંડે અને આપણું ચસકવા માંડે ! માટે હવે ટેડ – 2 નહિ જોવાય એવી ગ્રીષ્મ પ્રતિજ્ઞા હું કરું છું .

td2

Me : 4 to 5 That’s my bad , I was sending a Tweet .

IMDb : 7 [ by 4,28,000 + people ] by August 2015


The Boy Next Door , 2015

Summary : A recently cheated on married woman falls for a younger man who has moved in next door, but their torrid affair soon takes a dangerous turn.

bnd1

ઓકે , તો આ મુવી જે.લો‘ને કારણે જોવાયેલું [ એની તમને અને મને બધાને ખબર જ છે ] પણ ડિરેક્ટર Rob Cohen પર થોડો ઘણો એતબાર હતો પણ એ પણ અગ્યાર’બાર થઇ ગયો , કેમકે એના ખાતામાં એટલીસ્ટ ટાઈમપાસ મુવીઝ’ની લાઈન તો હતી જ [ DragonHeart , Daylight , The Fast and the Furious , xXx , Stealth , The Mummy: Tomb of the Dragon Emperor ] સ્ટોરી રીતસર’ની ઢસડાય છે અને છોલાવાનું આપણા ભાગે આવે છે ! બાકી તો હું એટલું જ કહીશ કે જય જેનીફર , જય 45+

bnd2

Me : 4 I’m not following you , . . I live next door !

IMDb : 4.6 [ by 19,000 + people ] by August 2015


Cinderella , 2015

Summary : When her father unexpectedly passes away, young Ella finds herself at the mercy of her cruel stepmother and her daughters. Never one to give up hope, Ella’s fortunes begin to change after meeting a dashing stranger.

c1

સિન્ડ્રેલા’ની વાતો અને વાર્તા કેટ’કેટલી વાર વંચાઈ હશે અને જોવાઈ હશે [ હજુ હમણાં થોડા સમય પહેલા જ ઇન્ટુ ધ વુડ્સ’માં તેની ટ્વિસ્ટેડ ટેલ હતી ] માટે જ થતું કે અહીંયા પણ કાઈ મજા નહિ આવે , પણ નાં ! આ તો મજા આવી 🙂 બિલીવેબલ , ચાર્મિંગ , ભોળું અને મકકમ ! હિંમત રાખો અને કરુણા છલકાવો , એ ટેગલાઈન’ને ઘણી હદ સુધી મુવી સાર્થક ઠેરવે છે .

CINDERELLA

મુખ્યત: તો એક્ટ્રેસ Lily James‘એ સિન્ડ્રેલા’નાં પાત્રને ખુબ સુંદર નીખાર્યું છે . એ લીરીકલ ફલો સાથે કુદરતી સ્થળો અને કમાલની CGI ઈફેક્ટ’નાં અદભુત મિશ્રણ સાથે જાણે કે પૂરું કથાનક જીવંત થઇ ઉઠ્યું છે ! જોકે અપર’માં’નાં કિરદાર’માં Cate Blanchett ઓકેઇશ લાગે છે . આ મુવી મેમરી , વર્ડ્ઝ અને પ્રોમિસ’નાં સહારે તમને તમારા ખરા ‘ સ્વ ‘ની ઓળખાણ અને સ્વીકાર કરતા શીખવાડે છે [ બે કમાલ’ની સિક્વન્સ : મોટા ઘેર’વાળા ગાઉનમાં સિન્ડ્રેલા’ની ડાંસ’સિક્વન્સ અને પેલી હંસ , ઉંદર , કાંચીડા અને કોળા’માંથી મેજિકલ ઘોડાગાડી’નું ટ્રાન્સફોર્મેશન ]

c4

Me : 7.5 Cinder Wench , Dirty Ella . . Cinderella !

                                          | Enjoy it , While it lasts .

IMDb : 7.1 [ by 64,000 + people ] by August 2015


Robot & Frank , 2012

Summary : Set in the near future, an ex-jewel thief receives a gift from his son: a robot butler programmed to look after him. But soon the two companions try their luck as a heist team.

rf1

સરસ વાર્તા અને નાજુક ઘડામણ . . આ મુવી કેટલાયે દિવસોથી વિશ’લીસ્ટ’માં હતું અને વચ્ચે ફ્રેંક’ની જેમ વિસ્મૃતિ’માં પણ ચાલી ગયું હતું ! પણ ફરી પાછું કહી કિસી રોઝ , કિસી મોડ પે ટકરાના હો ગયા અને બે જ બેઠકમાં મુવી લસરતા શીરા’ની જેમ સ્મૃતિ’માં ઉતરી ગયું 🙂

rf2

રોબોટ અને ફ્રેંક’ની અનયુઝઅલ જોડી ખરેખર મજા કરાવી ગઈ , નાં . . આ કોઈ કોમેડી કે હેઈસ્ટ મુવી નથી કે નથી કોઈ થ્રિલર કે ગમગીન મુવી . રોબોટ’ની કંપની’માં તેના અણગમા છતાં પણ ફ્રેંક જીવંત થઇ ઉઠે છે અને છતાં પણ એ ક્ષણો ખરેખરી શાંતિ અને સંતોષ આપી રહેનારી બની છે , એક વિચિત્ર , અગોચર તંતુ બંધાઈ રહ્યો છે . . સજ્જ કલાકારો ( કમાલ’નો Frank Langella ) , સિમ્પલી સોબર રોબોટ ( Peter Sarsgaard’નો ઓથેન્ટીકેટ રોબોટિક વોઈસ ) અને આહા કરાવી દે તેવો કન્ટ્રીસાઈડ’નો રમણીય માહૌલ [ + અદભુત સિનેમેટોગ્રાફી તો ખરી જ ! ] શાંત ઝરુખે બેસીને નિહાળવા જેવો ડ્રામાં .

rf3

Me : 8.5  < Some things take time , Frank .

IMDb : 7.1 [ by 48,000 + people ] by August 2015


Mission: Impossible – Rogue Nation , 2015

Summary : Ethan and team take on their most impossible mission yet, eradicating the Syndicate – an International rogue organization as highly skilled as they are, committed to destroying the IMF.

mi1

પહેલી જ મુદ્દા’ની વાત : કે મને ગયો ભાગ ‘ ઘોસ્ટ પ્રોટોકોલ ‘ આ ભાગની તુલના’એ વધુ ગમ્યો હતો ! [ જોયું , હું મુદ્દા’ની વાત પહેલા કરું છું ! ] બીજી વાત : પેલો પ્લેન’માં બહાર ટીંગાવા’નો સ્ટંટ તો માત્ર શરૂઆત’માં આવતો એક કેમિયો હતો [ મતલબ કે કોઈ મહત્વ’ની સિક્વન્સ’નાં ભાગરૂપે નહિ 😦 ] ત્રીજી વાત , મુવી’નો મેઈન સ્ટંટ ખરેખર પેલો પાણીમાં શ્વાસ રોકી રાખવા વાળો હતો [ બ્રેથ’ટેકિંગ , આઈ સેય ચિનપ્પા , માઈન્ડ ઈટ ] અને ચોથી વાત , એ કે મુવી’માં Rebecca Ferguson‘નું [ Ilsa Faust ] ટોમ ક્રુઝ’ની સમકક્ષ જે રીતનું પાત્રાલેખન થયું તે બહુ જ ગમ્યું [ મસ્ત સ્ટંટ & બોડી’લેંગ્વેજજોકે Paula Patton’ને મિસ કરવામાં આવી 😦 ]

મને મિશન ઈમ્પોસીબલ સીરીઝ’નાં બીજા ભાગ સિવાય બાકીના બધાયે બહુ જ ગમ્યા છે [ આમેય મને ત્રણ ટોમ ખુબ ગમે : ક્રુઝ , હેન્કસ અને જેરી’વાળો 🙂 ] પણ વળી પાછું વિલન અને તેના પ્લોટ’માં કાઈ ખરખરો કરવા જેવું નથી [ મારું બેટું , હમણાથી ઘણી ફિલ્મો’માં આવું જ થયા કરે છે ; હવે જોઈએ સ્પેકટર’માં Christoph Waltz કૈક સ્પેક્ટેકયુલર કરે છે કે નહિ ! ]

mi5

Me : 8 to 8.5 I’m not in the plane, I’m ON the plane! Open the door !

IMDb : 7.8 [ by 73,000 + people ] by August 2015


The Giant Mechanical Man , 2012

Summary : An offbeat romantic comedy about a silver-painted street performer and the soft spoken zoo worker who falls for him.

gmm1

એક સામાન્ય લવસ્ટોરી અને માટે જ અસામાન્ય . . . સીધી અને સાદી [ કશી જ હોહાં નહિ ] બસ ધીરે ધીરે વહેતી જાય , થોડું થોડું ભીંજવતી જાય અને સ્પર્શતી જાય અને થોડુક યાદ અપાવી જાય [ સંઘર્ષ’ની અને ખાલીપણા’ની ] પણ તમને તો ખ્યાલ જ છે ને કે બે ખાલી મળીને એક ભરેલું વ્યક્તિત્વ બને છે . સ્વ’ના સ્વીકાર’ની તો વાત છે જ , પણ સ્વજન’નાં સ્વીકારની પણ વાત છે . . ક્યારેક રડી પડવા કરતા પણ આંખ ભરાઈ આવવી વધુ દિશાહીન મહેસુસ કરાવે છે પણ કોઈ ગમતીલું મળી જાય તો આ જ રસ્તાઓ પર આંખ તેમની વાટ જોતી થઇ જાય છે ! બંને કલાકારો’નું સિમ્પલ અને સોબર પરફોર્મન્સ [ ખાસ તો Jenna Fischerખરેખર નેચરલ લાગે છે , ખાસ તો તેણીનું હાસ્ય 🙂 ] એક ડીસન્ટ , મેચ્યોર અને ફિલગુડ કરાવે તેવી લવ’સ્ટોરી .

gmm2

Me : 8 to 8.5 Sometimes I just feel invisible !

IMDb : 6.7 [ by 7,000 + people ] by August 2015


The Second Best Exotic Marigold Hotel , 2015

Summary : As the Best Exotic Marigold Hotel has only a single remaining vacancy – posing a rooming predicament for two fresh arrivals – Sonny pursues his expansionist dream of opening a second hotel.

sbm1

પ્રિકવલ’ની જેમ આ મુવી પણ સારા અને માણવાલાયક કલાકારોથી સજ્જ છે પણ ફરી એ જ દિશાહીનતા ! સ્ટોરી ચારથી પાંચ અલગ અલગ ટ્રેકસ પર ચાલતી રહે છે [ અને મને આ સ્ટાઈલ ગમે પણ છે ખરી . ] પણ પાછું અંતમાં બધુય મંઝીલ પર પહોંચાડતા પહોંચાડતા લોજીક અને મેજિક એ બંને’ના ત્રાજવા ખોરવાય છે અને આખરે જીત થાય છે ટ્રેજિક’ની 😉 Judi Dench અને Maggie Smith હરહંમેશ’ની જેમ અપેક્ષાઓ સંતોષે છે , પણ આ વખતે Bill Nighy‘નાં કેરેક્ટર’ની બેન્ડ વાગી ગઈ છે ! અને બાકીના બધાય ઓલ્ડીઝ’ની પણ !

sbm2

Richard Gere‘નાં કેરેકટર’ને તો માત્ર હાઈપ ઉભો કરવા જ નંખાયું હોય તેમ લાગે અને દેવ પટેલ ! ઓવર ઓવર એક્ટિંગ [ અદ્દલ અમિતાભ’નાં મેનેરીઝ્મ કોપી કરેલી દેખાય ] પણ આ બધા બખેડા’માં ટીના દેસાઈ માશા અલ્લાહ સુભાન અલ્લાહ લાગે છે 🙂 હાં, એક ડ્રાઈવર’નું ફિલોસોફીકલ કેરેકટર મસ્ત છે પણ અંતમાં તેનો અંત પણ વિચિત્ર આવે છે 😉 બીજી એક વાત : ફોરેઇનર્સ જયારે ભારતીય ડ્રામાને ભારતની ભૂમિ પર ફિલ્માવે છે ત્યારે ઘણું બધું ઓવર ગ્લોરીફાય કરી નાખે છે અને ઘણું બધું ઓવર ક્રિટીસાઈઝ્ડ !! પણ ફરી પાછું બેકગ્રાઉન્ડ સ્કોર સુપર્બલી ઓથેન્ટીકેટ બન્યો છે .

Me : 7 to 7.5  < There’s no present like the time .

IMDb : 6.6 [ by 12,000 + people ] by August 2015


Jupiter Ascending , 2015

Summary : A young woman discovers her destiny as an heiress of intergalactic nobility and must fight to protect the inhabitants of Earth from an ancient and destructive industry.

ja1

Wachowski Duo . . . આઈ શપથ ! આ લોકો’ની ઈમેજીનેશન અને ફેન્ટસી’ની દુનિયા જોવા જેવી હોય છે પણ આ વખતે આ લોકો સ્ટોરીની બાબતે એવા ગોથું ખાઈ ગયા છે કે આપણે ગોથું ખાઈ જઈએ [ જોયું , આને કહેવાય ગોથિક સ્ટાઈલ 😉 ] પહેલી વાત તો કન્સેપ્ટ’વાઈઝ આ મુવી કમાલનું છે પણ એકઝીકયુશન’વાઈઝ , કેરેક્ટર્સ’વાઈઝ અને પ્લોટ’ની લંબાઈ-પહોળાઈ તો ઠીક પણ ઊંડાણ બાબતે પણ આ મુવી જબ્બર છીછરું છે ! Channing Tatum તો એવો ડફોળ લાગે છે કે જેવા ડફોળે લાગવું જોઈએ અને Eddie Redmayne [ ધ થીયરી ઓફ એવરીથિંગ’વાળો ] એટલો ઓવરએક્ટિંગ કરે છે કે એનો ઓસ્કર પાછો લઇ લેવો જોઈએ !!

ja3

તો અહીંયા છે શું ? રમણી અને નમણી એવી Mila Kunis અને ક્લાસિક સ્પેશીયલ ઈફેક્ટસ . બસ બીજું કાઈ નહિ 😦 ખરેખર આ મુવી ટ્રાયોલોજી સ્ટાઈલ’માં બનવી જોઈતી હતી કે જે ધીરે ધીરે ઉઘડે અને લોકલ’માંથી ગ્લોબલ અને ગ્લોબલમાંથી યુનિવર્સલ બને . આ જ ડિરેક્ટર્સ બેડ્લી’ની Sense8 નામની ટીવી સીરીઝ અત્યારે જબ્બર પ્રત્યાઘાતો જન્માવી રહી છે [ અમેઝિંગ અને ધિક્કાર’વાળા બંને ] Andy Wachowski અને Lana Wachowski આ બંને’ને લાઈફ ટાઈમ જોઈએ એટલું ફંડ ફેન્ટસી / સાઈ-ફાઈ બનાવવા માટે વિના સંકોચ આપવું જોઈએ , એકમાત્ર મેટ્રિક્ષ સીરીઝ બનાવવા બદલ [ જોકે મને એમની Cloud Atlas , Speed Racer પણ એટલી જ ગમેલી ]

ja4

Me : 6.5 to 7 < Lies are a necessity ,

                                        they are the source of meaning of belief and hope.

IMDb : 5.5  [ by 1,04,000 + people ] by August 2015