ટૅગ્સ

, , , , , ,

ખુલાસો ન થાય તેવો ખુલાસો 

કાઈ દ્ય્શ ન્હોતી પડતી , તો થયું કે લો તમે પણ લેતા જાવ  . . .

ઠપકારી એક નાનકડી શોર્ટ પોસ્ટ ઓન શોર્ટ નોટીસ 😉


The Alchemist’s Letter [ by  ]

એક પિતા પોતાના પુત્રને પોતાની જ ભૂલોમાંથી જીવન’નાં પાઠ શીખવે તેના જેવો પદાર્થપાઠ તેને કયાંથી મળી શકે !? ભૂલો અને અનુભવો’નું એ ભાથું આ સ્વર્ગીય એનીમેશન’માં તાદ્રશ જુઓ તો દંગ રહી જવાય ! કે જ્યાં ભૂલ’રૂપી અનુભવોનો પારસમણી આવનાર જીવન’ને કંચન’મય બનાવે છે .

એ નજાકત , ઝીણવટ અને સૌંદર્ય એનીમેશન સિવાય જીવંત થઇ જ ન શકે . મસ્ટ વોચ .


5 mètres 80 [ by  ]

જિરાફ એટલે ? થોડુક રહસ્યવાદી થઈને કહેવું હોય તો , લાંબી ગરદન અને લાંબા પગ’વાળું હરણ 😉

પણ નાં , આ ગેંગ્સ ઓફ જિરાફ’પુર તો કૈક ઔર જ છે o_O


The Beard [ by  ]

ધીમી રાહે ઉગેલી અને ધીંગી ધારે સજાવેલી દાઢી’ને સાફ થતા આટલી જ વાર લાગે . .

કેટલી ? આટલી જ !!! [ સ્ત્રી ધારે તો શું શું કરી શકે , તેનો એક નાનો નમુનો 🙂 ]


When i grow up [ by  ]

નાના બાળકોની નાની દુનિયાનું મોટા સ્વપ્નો’નું અદભુત જગત  . . . હું આમ કરીશ , હું આમ બનીશ , હું અહીંયા જઈશ . . .

ખુલ્લી આંખે દેખાતી તારલાઓ’ની એ ખોવાયેલી દુનિયાએક ખરી ફેન્ટસી .


365 Paintings for Ants with Lorraine Loots [ by  ]

કીડી’ને કણ , હાથીને મણ અને માણસને પણ ! મતલબ !? જો માણસ કઈ એવું કરે કે કીડીને મણ મળે તો !!

સર્જક સર્જન કરે છે ત્યારે શું શું મધમીઠું બનાવી નાખે છે , તેનું નાનકડું નેનો ઉદાહરણ

જય એન્ટ’વુમન 🙂