ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

1] જે પોસ્ટ’થી મેં કહ્યું હતું કે પોસ્ટ નિરાંતે બની હતી , તે દિવસથી ખરેખર’ની વાટ લાગી છે ! અને મંથલી રિવ્યુઝ’ની ત્યારબાદ’ની પોસ્ટ અને અન્ય પોસ્ટ કાં તો ખોરંભે ચડી છે અથવા તો મોડી પડી છે અને ચોવીસે કલાક સતત બાર જ વાગ્યા કરે છે o_O

2] આજની પોસ્ટ તો કદાચિત મારે માટે એટલી મહેનત કરાવનારી બની છે કે [ અને રાહ જોવડાવનારી પણ ] પોસ્ટ બનતા બનતા હું પોસ્ટ’માસ્ટર જેવો બની ગયો 😉 [ ચિઠ્ઠી આયી હૈ આયી હૈ , ચિઠ્ઠી આયી હૈ ! ]

3] આજ’ની જ પોસ્ટ’માંથી , એક મુવી’ની વાત આગલી પોસ્ટ’માં ખસેડવામાં આવી છે અને સરવાળે માત્ર 9 મુવીઝ’ની જ વાત શક્ય થઇ શકી છે ! [ કે જે ગયા પોસ્ટ’માં મેં 15 મુવીઝ’ની આસપાસ હોવાની શેખી મારેલી ! ] પણ જેમ માવઠું આવે છે તેમ હરેક બ્લોગર’ની જિંદગીમાં બ્લોગ’ઠું આવે છે અને તેના જ પરિણામે અમારા જેવા લાંબીબીબીબીબીબી પોસ્ટ્સ બનાવનારા શખ્સ લાંબા થઇ જાય છે ! [ ટૂંકમાં કહું તો , 2014’ની ગ્રેટ મુવીઝ’નું લીસ્ટ કદાચિત મેં’માં ન પણ આપી શકું !! ]


Total Movies – 9 ~ ~ ~ Pictures – 62 Still & 11 Gif

It would take 5 to 6 minutes to load the whole post .


Seventh Son , 2015

સેવન્થ સન માટે શું કહું !? મારી પાસે શબ્દો નથી 😉 આટલું કંગાળ અને ચવાઈ ગયેલું ફેન્ટસી મુવી મેં છેલ્લે ક્યારે જોયું હતું તે મને પણ યાદ નથી ! આ ‘ સપ્તમ’પુત્રે ‘ જેટલી કમાલ ઓરીજનલ લોકેશન્સ’ની પસંદગી’માં અને ઈફેક્ટસ’માં દાખવી છે તેની 10’માં ભાગની પણ જો સ્ટોરી’ના ડેવલપમેન્ટ’માં દાખવી હોત તો તેનો અને મારો એ બંને’નો બેડો પાર થઇ જાત !

SEVENTH SON

જેમ મુખ્ય પાત્રમાં ટોમ વોર્ડ (Ben Barnes) મહાફાલતું લાગે છે અને જરાસરખી પણ છાપ નથી છોડતો , તેવી જ રીતે ચીલાચાલુ પાત્રોમાં બે જબરદસ્ત કલાકારો Jeff Bridges અને Julianne Moore વેડફાઈ ગયા છે !

અન્ય બ્રેકીંગ ન્યુઝ’માં તો એલીસ‘નાં પાત્રમાં Alicia Vikander ભારે સોહામણી લાગે છે , તે દર્શકો’ની જાણ ખાતર 🙂 અને હાં , એકમાત્ર ધાંસુ કહી શકાય તેવું જો કોઈ દ્રશ્ય હોય તો તે છે : એક દૈત્ય’નું બંને મુખ્ય નાયકો પરનું આક્રમણ . એક મિનીટ ઉભા રહો ! ગેમ ઓફ થ્રોન્સ’વાળા કિટ હેરીંગ્ટ્ન’નો એક ફાલતું કેમિયો પણ છે !

Me :  3 / 10 < Wrong questions get wrong answers !

IMDb : 5.5 / 10 [ 25,000 + People ] – by May 2015


Unbroken , 2014

વ્યક્તિ પર વરસતી મુશ્કેલીઓની છડી વધે કે તેને ઝીલનારા માણસની જીજીવિષા ?!  ભૂતકાળની યાદો , વર્તમાન’ની ધીરજ અને આવતીકાલ’ની આશા પર શું માણસ મુશ્કેલીઓ’ને ચીરી શકે ? આવતીકાલ’નાં સ્વપ્નો જોઈ શકે ? ખુદ પર અને ખુદા પર વિશ્વાસ ટકાવી શકે ? . . . જો આ સૌ સવાલો’નો તર્કબધ્ધ જવાબ આપીએ તો મહદઅંશે ‘ નાં ‘ , પણ જો માનવજાતિના ઈતિહાસ પર એક નજર નાખીએ તો કઈ એવા વિરલા’ઓ મળી આવશે કે જેમણે કાળની કેડી પર પોતાનો એક અલાયદો પથ કંડારયો છે ! અને માણસ નામની શક્યતા’નો કોઈ પાર નથી એમ સાબિત કરી દેખાડ્યું છે .

u3

એક આવી જ વ્યક્તિ હતા , લુઈ ઝેમ્પરીની કે જેઓ એક ઓલમ્પિક એથ્લીટ હતા અને ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ સમયે તેઓ એક પ્લેન’ક્રેશમાં દરિયામાં ખાબકતા તેમના અન્ય ત્રણ સાથીદારો સાથે એક રાફટ’માં 47 દિવસો સુધી દરિયામાં મૌત સાથે ટક્કર લીધી હતી ! અને તેટલું પણ જાણે ઓછું હોય તેમ ત્યારબાદ અંદાજે 2 વર્ષ કરતા પણ વધુ તેઓને જાપાનીઝ વોર કેમ્પ’માં યાતનાઓ વેઠીને પરાણે જીવતું રહેવું પડ્યું હતું !!

Film Title: Unbroken

આ અદભુત કથાનક’ને અમારી લાડકી એવી એન્જલીના જોલી‘એ પડદા પર સજીવન કર્યું છે પણ ફિલ્મ રીલીઝ થાય તેના થોડા સમય પહેલા જ લુઈ ઝેમ્પરીની મૃત્યુ પામ્યા [ અંદાજે 95+ની ઉંમરે ] તો શું આ લાર્જર ધેન લાઈફ સાગા’નાં સેલ્યુલોઈડ અવતારે પ્રભાવિત કર્યા ? જો , ટેકનીકલ સેન્સ’માં કહું તો જબ્બર કર્યા પણ જો ભાવિક સ્તરે , લાગણીઓના સ્તરે કહું તો મુવી ખુબ જ કોરું’કટ્ટ લાગ્યું ! પાત્રોને અનહદ મુશ્કેલીઓ અને યાતનાઓમાં જોઇને પણ તેમની એ પીડા મારા સુધી ન પહોંચી ! એ ભાવ’જગત સાથે જોડાણ ન થયું !! [ અને પાછું , સ્ક્રીન’પ્લે ક્રેડીટ’માં કોએન બ્રધર્સ’નું નામ છેયાદ આવ્યું ? મેં ઇનસાઇડ લ્યુઇન ડેવિસ મુવી સમયે આ ડિરેક્ટર ડ્યુઓ’ની વાત કરેલી અને આ મુવી ગયા વર્ષના મારા ટોપ લીસ્ટ’માં પણ આવેલું ! ]

u4

ફિલ્મ’માં જો કોઈ મહત્વ’નાં દ્રશ્યો લાગ્યા હોય તો તે હતા : વોર’કેમ્પ’માં બધા જ લોકોનું લુઈ’ને વારાફરતી મુકકા મારવાનું દ્રશ્ય અને કોલસા’નાં એક કેન્દ્ર પર લુઈ’નું માથા પર લાકડું લઈને ઉભા રહેવાનું દ્રશ્ય !  . . . લુઈ ઝેમ્પરીની નામક દંતકથા માટે જરૂર’થી જોવા જેવું મુવી .

u5

Me :  7 to 7.5 / 10 < A moment of pain is worth a lifetime of glory.

IMDb : 7.2 / 10 [ 56,000 + People ] – by May 2015


Song One , 2014

પહેલું ગીત , પહેલા શબ્દો અને પહેલું ગાયન , જુનો સંબંધ તૂટવાની અણી પર આવે કે પછી નવા સંબંધ’ની શરૂઆત થાય , જાણીતી દુનિયા છોડીને કોઈ નવા જ વિશ્વ’માં આગમન થવું . . આ સઘળા સંજોગો એવા સંજોગોમાં આકાર લેતા હોય છે કે જયારે કદાચિત પરીસ્થીતો અતિ’સામાન્ય હોય અથવા તો અસામાન્ય ! ફ્રેની’નાં [ Anne Hathaway ] નાનકડા કુટુંબ’માં માત્ર તેની મોમ અને તેનો નાનો ભાઈ જ હોય છે અને ત્રણેય વ્યક્તિઓ પોતપોતાના પેશન’માં ખૂંપેલા હોય છે અને એક દિવસ ફ્રેની’ને ખબર પડે છે કે તેના ભાઈ હેન્રી’નો અકસ્માત થયો હોય છે અને હાલમાં તે કોમા’માં હોય છે , હેન્રી એક ઉભરતો અને સંઘર્ષ’રત સોંગ’રાઈટર અને પરફોર્મર હોય છે . 

s3

ફ્રેની હવે એ મથામણો’માં પડે છે કે કેવી રીતે હેન્રી બાહ્ય’જગત સાથે ફરી જોડાય અને એ તંતુ કદાચિત તેના સંગીત’થી જોડાઈ શકાય ! અને ત્યારે જ તેણીને ખ્યાલ આવે છે કે હેન્રી’નો ફેવરીટ પરફોર્મર જેમ્સ ફોરેસ્ટર હોય છે [ Johnny Flynn ] અને આમ પણ તેણી હેન્રી’નાં ભાવજગત સાથે જોડાયેલ તમામ ધ્વની / પ્રતિધ્વની રેકોર્ડ કરી રહી હતી કે કદાચિત તે અવાજો તેના મન પર હકારાત્મક અસર કરીને હોશમાં આણે ! તે સંદર્ભ’માં જ ફ્રેની જેમ્સ’ને મળે છે અને જેમ્સ પણ કૈક અનુભૂતિ’થી દોરવાઈને હેન્રી’ને હોસ્પીટલમાં જોવા પહોંચી જાય છે . . .

s4

ઓકે , તો હવે જ મુખ્ય કથાનક શરુ થાય છે અને તે છે ફ્રેની અને જેમ્સ’નું એકમેકના જીવન’માં પ્રવેશવાનું અને પરસ્પર ખેંચાણ’નું ! સ્ટોરી’લાઈન ખુબ જ પાતળી છે પણ મુખ્યત: Anne Hathaway સમગ્ર મુવી’ને પોતાના અદભુત હાવભાવ અને અભિનય’થી કૈક સ્પર્શ આપે છે [ તેણી હરેક દ્રશ્ય’માં ગજબ’ની બિલીવેબલ અને જીવંત લાગે છે અને આમ પણ આ મુવી મોટા ડોળા’વાળી મારકણી આંખોની મલ્લિકા એવી ‘એન્ન’ માટે જ જોવાયેલું 🙂 ] અન્ય પાત્રમાં ફ્રેની અને હેન્રી’ની મોમ ઉર્ફે Karen [ Mary Steenburgen ] થોડા તો થોડા દ્રશ્યોમાં પણ નોંધ લેવડાવે છે [ નીચે રેટિંગ’ની બાજુમાં જે ક્વોટ ટાંક્યું છે , તે તેણીનું જ છે ! ] પણ જેમ્સ ફોરેસ્ટર’નું પાત્ર કઈ ખાસ ન લાગ્યું , તો તે બદલ તમારે જેમ્સ’નો સંપર્ક કરવો 😉 ફિલ્મ એક રીતે મ્યુઝીકલ કહી શકાય . . પણ તેવું વાતાવરણ , તેવો ટેમ્પો જમાવી ન શકી 😦 [ પણ તે બદલ તમારે ટેમ્પો’નાં ડિસ્ટ્રીબ્યુટર’નો સંપર્ક ન કરવો 😀 ]

Me :  6.5 to 7 / 10 < I don’t believe in embarrassment !

IMDb : 5.8 / 10 [ 3,400 + People ] – by May 2015


Calvary , 2014 [ Ireland ]

આયર્લેન્ડ’નાં એક અંતરિયાળ શહેર’ની આ વાત છે , પાદરી જેમ્સ’ની વાત છે અને કેથોલિક ચર્ચ’ને માનતા [ અને છતાં પણ હરેક આસ્તિક’ની જેમ આંખ’મિચામણા કરતા ] તેમજ ઉલાળિયો કરતી [ હાર્ડકોર નાસ્તિકો અને એથીસ્ટો ] એક નાનકડી વસ્તી’ની આ વાત છે – આ વાત છે શ્રધ્ધા’ની , તેમાં પણ રાખવા પડતા પરાણે તેમજ સરળ એમ બે પ્રકારના વિશ્વાસ’ની , કટુતા’ની , હળાહળ નફરત’ની અને જિંદગી તેમ જ ધર્મ’નો ખરો અર્થ સમજવાની અને તે કઠીન રસ્તા પર ચાલવાની અને ચાલતા રહેવાની !! ફાધર જેમ્સ’ને એક કન્ફેશન’માં એક વ્યક્તિ ખુલ્લી ધમકી આપે છે કે નાનપણમાં તેનું યૌન’શોષણ એક પાદરી’એ કરેલું પણ હવે તે મરી ચુક્યો છે અને આમ પણ કોઈ ખરાબ પાદરી’ને મારીને પણ શું ચકચાર વળે ?! માટે આવનાર સાત દિવસ બાદ હું આપનું અર્થાત એક સારા પાદરી’નું ખૂન કરીશ . . . ત્રેવડ હોય તો આવજો દરિયાકિનારે , નહિતર ભાગી છુટ્જો !!

c3

પહેલા જ કહી દઉં કે આ કોઈ થ્રિલર નથી કે નથી અહીંયા કોઈ એકશન’પેકડ ચેઝ કે નથી કોઈ ખૂની’ને શોધવાની રહસ્યમય કવાયત !! આ કહાની છે , તે સાત દિવસ’ની સફર’ની , પીડા’ની , મનોમંથન’ની , ઉથલપાથલ’ની , ગુસ્સા’ની , કન્ફેશન’ની !! . . . જી હાં , આ સાત દિવસ દરમ્યાન ફાધર જેમ્સ લોકો’ને મદદ કરવા , તેમનું કન્ફેશન સાંભળવા , તેમને સધિયારો દેવા , આશા આપવા , માફી આપવા અને મુખ્યત: તો તેઓને સાંભળવા એક’થી ચડે તેવા એક એમ ઘણા દંભી’ઓને , ગુનેગારોને , ખૂની’ને , પોલીસ’ને , નિર્દોષ બાળકોને , વિધવા સ્ત્રી’ને , હોમોસેક્સ્યુઅલ’ને , હાડોહાડ એથીસ્ટ અને કડવા ડોક્ટર’ને , એક અતિ’વૃદ્ધ અમેરિકન લેખક’ને , લગ્ન’બાહ્યેતર સંબંધો રાખનાર સ્ત્રી’ને , અને તેણીને માર મારતા એક હિંસક વ્યક્તિને , એક અતિ’ધનાઢ્ય બેંકર’ને કે જે અતિ’અભિમાની અને અગમ્ય હોય છે , તેને . . . અને આખરે પોતાની જ દિકરી કે જે તાજેતર’માં જ આત્મહત્યા’નો એક નિષ્ફળ પ્રયાસ કરી ચુકી હોય છે !!! , ને મળે છે [ જી હાં , ફાધર જેમ્સ પોતાની પત્ની’નાં મૃત્યુ બાદ પાદરી બન્યા હોય છે ! ]

આટ’આટલા નેગેટીવ કેરેક્ટર્સ તમે નજીકની કોઈ પણ મૂવીઝમાં નહિ જોયા હોય છતાં પણ ફાધર જેમ્સ’નું પાત્ર તમને આ કથાનક’માં ચસકવા નહિ દે તેટલો જબરદસ્ત પ્રભાવ તેમના વ્યક્તિત્વ’નો અહીંયા ઝીલાયો છે . ફાધર જેમ્સ કોઈ અતિ’માયાળુ અને નમ્ર વ્યક્તિ નથી પણ તેઓ એટલા માટે પાદરી બન્યા હોય છે કે તેઓ ખરેખર પોતાના દુઃખમાંથી કૈક શીખ્યા છે , કૈક પામ્યા છે અને તેઓ મોટા સ્તર પર લોકોને તે અનુભૂતિ , તે વિશ્વાસ પહોંચાડવા માંગે છે . એક અનહદ ઓફબીટ મુવી . ફાધર જેમ્સ’નાં પાત્રમાં ” Brendan Gleeson ” છવાઈ ગયા છે , જાણે કે આ મુવી તેમની આભા અને અભિનય માટે જ હજુ બનવું બાકી હતું ! હરેક’નાં અલગ અલગ અને વિચિત્ર કહી શકાય તેવા કન્ફેશન’નો ભાર પોતાના સ્મૃતિપટ પર ઝીલતા રહીને પણ કરુણાવતાર ઇસુ પર’ની શ્રધ્ધા કાયમ રાખવી એક તબક્કે તેમના માટે અતિ’મુશ્કેલ નીવડી રહે છે .

c4

આ મુવીમાં એકસાથે જ ચર્ચ’માં ઘુસી ગયેલા દુષણો અને તે સાથે જ આજે પણ ફાધર જેમ્સ જેવા સાચા પાદરી હોઈ શકે છે , એ બંને વિરોધાભાસી તથ્યો’નો ખુબ જ સુંદર ચિત્તાર અપાયો છે . એકરીતે કહું તો મહત્તમ દ્રશ્યો સંવેદનશીલ અને વિસ્ફોટક બન્યા છે કે જાણે હમણાં જ કાઈ બનશે ! બાપ’દિકરીના આત્મહત્યા અને સંબંધ પરના સંવાદ’નાં દ્રશ્યો , ધમકી’વાળું મૂવીનું પહેલું જ દ્રશ્ય અને બાર’માં ડોક્ટર’ની પાદરીને એક પેરેલાઈઝડ છોકરાની અકળાવી દેનાર વાત . . . એ મુવીના અત્યંત અદ્ભુત દ્રશ્યોમાંના એક બન્યા છે અને તેટલી જ અદભુત છે બોઝિલ કરી દેતી છતાં પણ અત્યંત સુંદર એવી આયર્લેન્ડ’ની સિનેમેટોગ્રાફી [ Larry Smith ] થ્રિલર ન હોવા છતાં દ્રશ્યે દ્રશ્યે જે ઉત્કંઠા’નો માહૌલ વધતો જાય છે , તે અત્યંત કાબીલેદાદ છે ! Hats off to DirectorJohn Michael McDonagh‘ એક જબરદસ્ત ઓફબીટ મુવી [ માટે જરા સંભાળીને ]

Me :  8.5 to 9 / 10I think there’s too much talk about sins and not enough about virtues.

IMDb : 7.5 / 10 [ 29,000 + People ] – by May 2015


’71 , 2014 [ England ]

વાત છે , 1971’ની  . . ઉત્તર આયર્લેન્ડ’માં ત્રીસ ત્રીસ વર્ષ ચાલેલા રમખાણો’ની (1969’થી 1998) અને ’71’ની સાલમાં , એક આવા જ રમખાણ’માં ફસાઈ ગયેલા એક નિર્દોષ બ્રિટીશ સૈનિક’ની કે જે ત્યાં એક પીસ’કીપિંગ ફોર્સમાં ગયો હતો . આ રમખાણો અને દેખાવો ” The Troubles ” તરીકે ઓળખાયા હતા કે જે બે જૂથ વચ્ચે ફાટી નીકળ્યા હતા : એક કે જે , યુનીયનીસ્ટ / પ્રોટેસ્ટંટ તરીકે ઓળખાતું હતું અને બ્રિટન સાથે જ જોડાઈ રહેવા માંગતું હતું અને બીજું કે જે : રીપબ્લીકન / નેશનાલીસ્ટ તરીકે ઓળખાતું હતું કે જે યુનાઈટેડ આયર્લેન્ડ તરફ ઢળેલું હતું અને છુટું પાડવા માંગતું હતું . ફિલ્મ’નું કથાનક 1971’માં સેટ થયેલું છે કે જેના બીજા જ વર્ષે 1972’માં લોહીયાળ રમખાણો થયા હતા કે જેના પરથી Paul Greengrass‘એ 2002’માં એક સજજડ ફિલ્મ બનાવેલી ” Bloody Sunday ” [ કે જે વિશ’લીસ્ટ’માં છે અને જોવાની બાકી છેજિંદગી નાની અને જોવાનું જાજુ ! ]

2

એકરીતે જોવા જઈએ તો આ એક હાર્ડકોર થ્રિલર કહી શકાય કે જેમાં ભારોભાર એકશન’નો મસાલો ભભરાવી શકાય તેમ હતું , પણ તેમ ન કરીને જ આ ફિચરફિલ્મ’થી પોતાનું ડેબ્યુ કરી રહેલા ડિરેક્ટર Yann Demangeએ એક વાસ્તવિક ઘટનાત્મક પરિસ્થિતિઓ’ને જબરદસ્ત રીતે કચકડે કંડારી બતાવી છે ! સતત એ તનાવ , અફરાતફરી અને વિસ્ફોટક માહૌલ’ની ગંધ વર્તાય છે . જેમકે સુમસામ રસ્તા પર આપણો ઘાયલ સૈનિક ચારેકોર જોઇને , લથડાતો કોઈ સુરક્ષિત ખૂણો ગોતતો હોય તેટલી ક્ષણો દરમ્યાન રીતસર તમે પણ આસપાસ જોવા માંડો અને તે ડર / અસુરક્ષિતતા અનુભવો [ અને ખરેખર તો તે જ કસબી અને કલાકાર’નો સાચો કસબ બતાવે છે . ] કે જ્યાં મુખ્ય પાત્ર’માં Jack O’Connell‘એ પોતાનો જીવ રેડી દીધો છે ; એક એવા અબુધ અને અજાણ સૈનિક તરીકે કે જેણે ઠીકથી પોતાની ટ્રેઈનીંગ પણ પૂરી નહોતી કરી અને એક વિસ્ફોટક અને સંવેદનશીલ જગ્યાએ ‘ સમાજ’નું ઉલટાનું ટોળા’નું ‘ બિહામણું રૂપ તેણે જોઈ લીધું , કે જ્યાં ડાયરેક્ટ એક્શન જ છે અને નથી તો કોઈ પરિણામ’ની પરવા કે તેના એંધાણ !! એક તરફ મૌત’નો ડર તો બીજી બાજુ પોતાના નાના ભાઈની ચિંતા ( કે જે પોતાની માફક જ અનાથાશ્રમ’માં હાલમાં રહી રહ્યો હતો ) તો ત્રીજી બાજુ એવી અસુરક્ષા કે પોતાના જ સૈનિક’બંધુઓએ પોતાને તરછોડી નહિ દિધો હોય ને !?

3

ફિલ્મ’નું કેમેરાવર્ક જ એટલું શેકી અને સામી જ ક્ષણે તેટલું જ કેન્દ્રિત છે કે તમને અનિશ્ચિતતા તથા આશંકા’નું વાતાવરણ જણાવા લાગે અને તેટલો જ અદભુત છે , બેકગ્રાઉન્ડ સ્કોર [ David Holmes ] જેમકે ; એક દ્રશ્યમાં જયારે અચાનક જ બોમ્બ’નો વિસ્ફોટ થાય છે ત્યાર બાદનું ઘાયલ સૈનિક’ની અસમંજસ’ની ક્ષણોનું દ્રશ્ય રીતસર’નું જીવંત થઇ ઉઠે છે . તે મૂંઝારો રીતસર’નો હાવી થઇ જાય છે અને તેનાથી તદ્દન ઉલટું શરૂઆત’નાં દ્રશ્યોમાં જયારે આપણો સૈનિક પોતાના ભાઈને જતા પહેલા મળવા જાય છે તે દ્રશ્યાવલી પણ અનહદ સાત્વિક અને જીવંત છે [ એટલી જ ક્ષણોમાં તે નાનું બાળક તમને તેની ચિંતા કરવા મજબુર કરી દેશે ] અને આનાથી તદ્દન ઉલટું જયારે સૈનિક’ને તે અશાંત વિસ્તારમાં એક રફ અને ભારાડી છોકરો મળે છે અને તેને તે એક સુરક્ષિત જગ્યાએ લઇ જવાનો પ્રયાસ કરે છે , ત્યારે ; એમ આ બંને દ્રશ્યોમાં બે અલગ અલગ નાના છોકરા સાથેના દ્રશ્યો / સંવાદ અને કેમેસ્ટ્રી લાજવાબ છે ! મુવીના અન્ય તમામ સહાયક પાત્રો પણ એટલા જ વ્યવસ્થિત અને કહાનીને એક અંગત સ્પર્શ આપીને આગળ ધપાવનારા છે . [ જેમકે ; એક ડોક્ટર પિતા’પુત્રી , અસમંજસ’માં રાચતો સેમ અને ખૂંખાર કેપ્ટન બ્રાઉનીંગ ]

4

પોલીટીક્સ / ગેરમાન્યતાઓ / ઝનુન / કટ્ટરતા / યુધ્ધ / રમખાણો’ની ખરી ભીષણતા તથા વ્યર્થતા’ને , તેની તત્કાલીન અસરોથી લઈને દુરગામી અસરો’નું અદભુત અભિનય તેમજ સટીક દિગ્દર્શન’માં ઝીલતું ગંભીર મુવી એટલે ” ’71 ” [ ઘણા લોકોને અંત વાસ્તવિક નથી લાગ્યો પણ મને અંત અને તેની દિશા ગમી . આખરે તો અનુભવ જ અભિગમ’ને જન્મ આપે છે . ]

Me :  8 to 8.5 / 10 < Posh cunts telling thick cunts to kill poor cunts .

IMDb : 7.2 / 10 [ 17,000 + People ] – by May 2015


Tracks , 2014 [ Australia ]

એક 27 વર્ષની છોકરી દુર્ગમ ઓસ્ટ્રેલીયન ડેઝર્ટ પસાર કરીને અંદાજે 1700+ માઈલ’ની સફર ખેડીને છેક ઇન્ડીયન ઓશન’ને કિનારે પગ પખાળવા નીકળે છે અને શરુ થાય છે સફર’ની શરૂઆત અને શરૂઆત’ની સફર ! આ મુવી ‘ રોબીન ડેવિડસન ‘ નામની એક્સપ્લોરર દ્વારા લિખિત પુસ્તક આધારિત છે કે જેમાં 1975’ની શરુઆતમાં આરંભેલી તેણીની સફર’ના અનુભવોની વાત છે કે જેમાં તેણે પગપાળા ચાર ઊંટો અને પોતાના લાબ્રાડોર’ની સાથે ઓસ્ટ્રેલીયન ડેઝર્ટ ઓળંગ્યું હતું [ જોકે તેણી પોતાને એક્સપ્લોરર ઓળખાવવું પસંદ કરતી નથી , ઉલટાનું પુરા મુવી દરમ્યાન છેક આખરમાં તેણીનો રણ ઓળંગવાનો ખરો મોટીવ ખુદ તેણીને અને આપણને જાણવા મળે છે ! ]

t12

શરૂઆત’માં તો , તેણી પાસે ન તો ઊંટો હતા કે નહોતા જરૂરી પૈસામાત્ર તે અને તેનો એકમાત્ર હમદર્દ ‘ ડીગીટી ‘ નામનો લાબ્રાડોર કુતરો ! શરૂના ઘણા મહિના ઊંટો મેળવવામાં અને ખાસ તો તેમને ટ્રેઈન કરવામાં અને તેમનાથી પરિચિત થવામાં લાગ્યા અને ત્યારબાદ પણ ઊંટો તો હાથમાં ન જ આવ્યા [ કેમકે તેણી સાથે દગો થયો ! ] ફરી પાછી એ જ ટાંટિયાતોડ અને તનતોડ મહેનત અને તો પણ માંડ એક ઊંટ મળ્યું ! પણ ત્યારબાદ નસીબ’નું પાંદડું નસીબજોગે હવા ફૂંકાતા ફર્યું અને રોબીન’ની પ્રાથમિક જરૂરિયાતો પૂરી થઇ પણ હવે વધુ એક મુશ્કિલ હાજર થઇ – પૈસા . . પૈસા . . પૈસા [ લાયા . . લાયા . . લાયા 😉 ] ફંડિંગ મેળવવા આખરે તેણીને પોતાની સાથે સમાધાન કરવું પડ્યું , કેમકે નેશનલ જ્યોગ્રાફિકે તેનું ફંડિંગ મંજુર તો કર્યું પણ તેની સાથે વચ્ચે વચ્ચે એક ફોટોગ્રાફર પણ સાથે રહેશે તેવી શરત સાથે !

t14

પણ સમાધાન શેનું ? પોતાની અનહદ કિંમતી એકલતા’નું !! જી હાં , સ્ટોરી’નો ખરો ટ્વિસ્ટ તો હવે આવે છે – રોબીન લોકોથી , ભીડથી , ઘોંઘાટ’થી , અપેક્ષાઓથી , ધારણાઓથી અને આખરે તો ખુદ’થી ભાગી ચુકેલી વ્યક્તિ હતી અને તે જ ઘણા કારણોમાંનું એક કારણ હતું કે તેણીએ આ દુર્ગમ એકલવાયી સફર આરંભી હતી કે . . અથવા તો તે સફર’માં ક્યાંક ખોવાઈ જશે અથવા તો સામે છેડે કૈક નવું મેળવશે !

t15

એકરીતે એમ કહી શકાય કે રોબીન’ને લોકોનો , ભીડનો ફોબિયા હતો અને તેણી પેલી અનંત એકલતા વિશાળ આકાશ’ની નીચે અફાટ રણ’નાં મૌન’માં શોધવા જઈ રહી હતી ! કશાક કારણથી તેણી ખુદ તો સ્તબ્ધ હતી જ પણ આ નિસ્તબ્ધ કરી મુકે તેવા રણ’માં કશુક ખોળતી હતી . મુવી’નાં પ્લોટ પરથી એવું લાગે કે આ કોઈ જબરદસ્ત મુશ્કેલીઓ’થી ભરેલો ટ્રાવેલોગ હશે કે જેમાં એક્સપ્લોરર કોઈ સપનું સિધ્ધ કરતો હશે અથવા તો દુર્ગમ પર વિજય મેળવતો હશે – પણ નાં , આ કોઈ ટ્રાવેલોગ નથી પણ આ ઘટના / મુવીને હું એક સ્મૃતિઓના પ્રદેશમાં કરાયેલી યાત્રા જરૂર ગણાવીશ . . મુશ્કેલીઓ તો અહીંયા પણ હતી પણ તેનાથી વધુ મુશ્કેલીઓ તેણી તેના અસ્તિત્વ સાથે અને દુર્ગમ યાદો’ની સાથે કરતી રહેતી હોય છે . .

t17

જેમ આપણે શૂન્યમનસ્ક થઈને કોઈ હેતુ , કોઈ મંઝીલ વગર ઘણીવાર ચાલતા રહેતા હોય છે તેવી રીતે જ આ યાત્રા મોટા ફલક પર રોબીન સાથે ભજવાઈ રહી હતી ! શું હતી તે પીડિત કરનારી યાદો ? રોબીન’ને શેની તલાશ હતી ? આ સફર’નો ખરો હેતુ અને ધ્યેય શું હતો ? શું તેણીને પ્રસિદ્ધિ’ની કોઈ તલાશ હતી ? કે પછી તે કાઈ સાબિત કરી દેખાડવા માંગતી હતી ? આ પ્રશ્નો તો ઘણે અંશે અગમ્ય એવી આ ઓફબીટ મુવી જોયે જ તમે મેળવી શકશો .

ત્રણ વ્યક્તિઓ’એ [ અને પાંચ જાનવરો પણ ખરા ! ] આ મુવીને એક અલગ ઊંચાઈ આપી છે : રોબીન’નાં પાત્રમાં અત્યંત વર્સેટાઈલ એક્ટ્રેસ એવી Mia Wasikowska [ આ પહેલા સ્ટોકર (2013) મુવી’માં તેણી વિષે વાત કરેલી , યાદ આવ્યું ? ] કોરા ટ્રાવેલોગ કરતા કૈક અનોખું કંડારનાર ડિરેક્ટર John Curran અને રણ’ની અફાટ દુનિયા સાથે તેના રંગો , વૈભવ , દુર્ગમતા , સિમ્પ્લીસીટી’થી લઈને તેની કોમ્પ્લેક્ષીટી , સાતત્ય’થી લઈને તેનું આભિજાત્ય , મેક્રો’શોટ્સ’થી લઈને ક્ષિતિજ સુધી મૃગજળ’માં વિસ્તરતા લોંગ’શોટ્સ એમ સઘળા પરિમાણ’ને જીવંત કરનારા સિનેમેટોગ્રાફર એવા Mandy Walker [ કે જેઓ અગાઉ Australia મુવી’માં પણ ઓસ્ટ્રેલીયા’ને સજીવન કરી ચુકેલા ! ]

રોબીન’નાં ભાવ અને મનોભાવ’ની દુનિયા [ એક તબકકે તેણી લોકોથી ભાગી છૂટવા એમ કહે છે કે ; I can deal with pigs really easily but nice people confound me ] ઊંટો’ની દુનિયા અને તેમની વર્તણુકો , પાલતું લાબ્રાડોર સાથે’નું ભાવ’વિશ્વ [ એક તબક્કે ભૂતકાળ ફરી વર્તમાનમાં પુનરાવર્તન પામે છે ; દુખદ ઘટનાઓમાં ] ઓસ્ટ્રેલીયા’નાં મૂળ રહેવાસી એબોરીજનલ લોકોની ખોવાયેલી અને સ્થિર દુનિયા અને ફોટોગ્રાફર્સ’ની હર ક્ષણે ફોટોઝ પડ્યા રહેવાની વૃતિ ! , ઘણી વાર વસ્તુ’થી લઈને વ્યક્તિઓ’નું ખોવાઈ જવું અને મળી જવું , ગિલ્ટી ઇલ્યુઝન્સ , હરેક સવારે એક આશંકા સાથે ઉઠી જવું અને એ સ્તબ્ધતા અને નીરવતા’ને મહેસુસ કરવી તથા સકળ વિશ્વ અકળ મહેસુસ થતા અજાણ્યા હોવાની અનુભતી થવી !

t6

જેમ વાણી મૌન થાય છે તેમ આંખો પણ સ્થિર થતી જાય છે . . . સફર તો ચાલતી જ રહે છે પણ વ્યક્તિ સ્થિર થતો જાય છે . હર સમયે કશુક ખોવાઈ જવાનો ડર અને સાથે જ કોઈના મળી જવાનો પણ ડર !! તમે એકલા પડી ગયા છો કે તમને એકલા રહેવું ગમે છે !? ખરેખર તો આપણે બધા જ સાદ્યંત એકલા જ છીએ !? શું આ નિરર્થક રઝળપાટ’થી ભાગીને શરુ થયેલી કોઈ નવી રઝળપાટ છે ? કે પછી થોડોક અવકાશ મેળવવા અવકાશમાં ઓગળી જવાની કવાયત ? . . . આવી તો કઈ કેટલીયે વિચારધારા અને ફિલોસોફી આ મુવી’માં તમને અદભુત અભિનય અને યાદગાર દ્રશ્યાવલી’ઓ સાથે જોવા મળશે .

t15

યાત્રા કે સફર શરુ થાય ત્યારે ભલે તેનો કોઈ અર્થ ન હોય . . .

, પણ સફર’નાં અંતે કોઈ અર્થ જરૂર મળે છે .

Me : 8.5 / 10. . . Words are overrated .

IMDb : 7.2 / 10 [ 13,000 + People ] – by May 2015


Paddington , 2014

પેડીંગ્ટ્ન એટલે વર્ષ 2014’નું સૌથી મીઠડું સરપ્રાઈઝ ઉર્ફે એક જેન્ટલમેન ઉપ્પ્સ ! એક જેન્ટલ’બેર ! જી હાં , અહીંયા કેન્દ્રસ્થાને છે , એક સિવીલાઇઝ્ડ અને પરાણે મીઠડું લાગે તેવું બોલકું રિંછ 🙂 પેરુ’નાં ઘનઘોર જંગલોમાં રહેનારી આ દુર્લભ પ્રજાતિ’નાં આ નાનકડા સદસ્ય’ને વિચિત્ર સંજોગોમાં લંડન આવવું પડે છે , એક ઘર’ની તલાશમાં , એક પરિવારની તલાશમાં !

p3

અને અહીંયા તેને ભેટો થાય છે બ્રાઉન પરિવાર’નો કે જેમાં ભાત’ભાતનાં સદસ્યો હોય છે ! કોઈક અતિ’કાળજીવાળું , કોઈક સ્વપ્નશીલ  , તો કોઈક ધૂની , તો કોઈક સાહસી તો કોઈ સ્વ’ધૂનમાં રચ્યું’પચ્યું . . . શું પેડીંગ્ટ્ન’ને એક ઘર , એક પરિવાર મળશે ? અને લટકામાં એક મ્યુઝીયમ ક્યુરેટર પેડીંગ્ટ્ન’ને મારીને તેનું સ્ટફડ બોડી પોતાના મ્યુઝીયમ’માં રાખવા તેની પાછળ પડી જાય છે !! અને પછી સર્જાય છે નાદાન અને નિર્દોષ અફરાતફરી’નો માહૌલ . . એક ફન’રાઈડ !

આ મુવી એટલું તો સિમ્પલ & સોબર તથા લાઈવ & નાઈવ છે કે ઘડીક તો મજા પડી જાય ! પેડીંગ્ટ્ન નામનું આ રિંછ તમારું મન મોહી લેશે , તે હદે તે મસ્ત’મૌલા , હરફન’મૌલા છે ! આ મુવી એનીમેશન’માં તો અત્યંત જીવંત છે જ , પણ લાગણીઓ’ના પ્રદેશમાં પણ એટલી જીવંત રીતે વિહાર કરાવે છે. ઘણા અદભુત દ્રશ્યો’માં : ફર્સ્ટ હાફ’નાં મહત્તમ દ્રશ્યો , એક બેન્ડ’નાં દ્રશ્યો , ફલડ & ફાયર સિક્વન્સ , કબૂતરો’નાં દ્રશ્યો , વિક્ટોરિયન ગાર્ડસ’નું દ્રશ્ય અને ઘણા બધા . . . અન્ય કલાકારોમાં તો સૌથી વધુ જો કોઈ મજાનું લાગ્યું તો તે મિસિસ.બ્રાઉન’નું પાત્ર ભજવતી ” સેલી હોકિન્સ ” છે – જીવંત અને મીઠડી ! [ યાદ છે , મેં બ્લુ જાસ્મીન સમયે પણ કહેલું ? ]

p4

જો મારી જેમ (બાળ)કુંવારા ન હો અને આપને એક નાનકડું બાળક હોય તો જરૂર બતાવવા જેવું ફન મુવી 🙂

p5

Me :  8 to 8.5 / 10 < A Home is more than a roof over your head .

IMDb : 7.3 / 10 [ 29,000 + People ] – by May 2015


Mommy , 2014 [ Canada ]

એક માં છે (ડી) , એક ટીનેજ છોકરો છે (સ્ટીવ) . . અને નથી તો , બાંધી આવક અને પતિ ! લટકામાં છોકરો પણ ADHD છે ઉર્ફે હાઈપર એક્ટીવ , અનપ્રીડીકટેબલ , કોઈ પણ ક્ષણે હલ્ક’ની જેમ સુપર એંગ્રી થઇ જતો !!! પણ એક વાત નોંધી લો કે આ કોઈ રોતલ ડ્રામા નથી કે જ્યાં રોદણાં’નાં માવઠા વરસતા હોય ! ઘડીક તો એવું લાગે કે એકલપંડે સુપર’કુલ અને ફુલ ઓફ એટીટયુડ’વાળી મોમ ઉર્ફે મોમી જ આ વાવાઝોડા જેવા ઓવર’એક્ટીવ છોકરડા’ને સંભાળી શકશે  ! Die [ Anne Dorval ] તેના નાનકડા પરિવારમાં તેના પતિ અને પુત્ર Steve [ Antoine-Olivier Pilon ] સાથે ધમાચકડી મચાવતી ખુશ હતી પણ પતિ’ના મોત બાદ બધું વિખાઈ ગયું અને હવે આર્થિક જવાબદારી સાથે હાઈપર’એક્ટીવ , એંગ્રી એવા સ્ટીવ’ને પણ સંભાળવું મુશ્કેલ બની રહ્યું હતું . .

ત્યાં જ પડોશ’માં જ એક વિચિત્ર લેડી Kyla [ Suzanne Clément ] અને તેનો પરિવાર પણ રહેવા આવે છે કે જે પણ કૈક અંશે આ બંને માં’દિકરા’ની જેમ જ થોડેઘણે અંશે મિસફીટ અને મુખ્ય પ્રવાહથી વેગળી હોય છેતેણી થોડાક વર્ષોથી થોથવાતી હોય છે !  કાં તો શબ્દ જ નથી નીકળતો અથવા તો બધું રેલાઈ જાય છે , માટે જ તેણી મહત્તમ સમય મૌન અને ખોવાયેલી રહે છે !!! પણ આ ત્રણેય લોકો’નું ટ્યુનીંગ એકબીજા સાથે એટલું મસ્ત ગોઠવાઈ જાય છે કે તમને તેમાં પ્રયત્ન’નો અભાવ લાગે , મતલબ કે સહજ અને સરળ . . અને માટે જ એટલું જીવંત અને ધબકતું વિશ્વ સર્જાય છે . [ અને સરવાળે મુવી પણ ! ]

m5

હવે પહેલી વાત તો એ નોંધી લો કે આ કોઈ સોબર ડ્રામા નથી ! માં’દીકરા’ની આવી બઘડાટી બોલાવતી , ગાળોના વરસાદ વરસાવતી , એકબીજા પર મરી ફીટતી તથા અત્યંત જીવંત અને ધબકતી જોડી  છેલ્લા ઘણા વર્ષોથી મેં ઓનસ્ક્રીન જોઈ નથી ! એક ખૂણે તેણીને ઝીણી ચિંતા કોરી ખાય છે કે જયારે તેણી નહી હોય ત્યારે સ્ટીવ’નું શું થશે ? પણ તે સતત મથતી રહે છે , ખુશ રહે છે , સ્ટીવ’ને સમજાવતી / ધમકાવતી રહે છે અને તે દરમ્યાન જ તેણીને કાયલા’નો સાથ મળે છે , મૌન સધિયારો મળે છે અને આ ત્રણેય મસ્કીટીઅર્સ’ની જોડી ઘડીક તો ખુબ મજા કરે છે , ધરાઈ’ને જીવે છે , ગાંડા ગદોડે છે , હસે છે અને અંતે હસી નાખે છે 🙂

m11

મુવી’નાં આ ત્રણેય પાત્રો અદભુત રીતે એકમેક સાથે ગુંથાયા છે : ડી’નાં પાત્રમાં Anne Dorval‘એ એટલો આલાતરીન અભિનય કર્યો છે કે તેણીની એક આંખે અલ્લડતા હોય અને બીજી આંખે આંસુ ! અને કાયલા’નાં પાત્રમાં Suzanne Clémentએ થોથરાઈ જવાની અને મૌખિક હાવભાવ’ની જે રેંજ દર્શાવી છે કે ઘડીક તો તમે માની જાવ કે તેણીને ખરેખર કોઈ બીમારી હશે ! અને ફાઈનલી સુપર લાઈવ અને હાઈપર એક્ટીવ એવો સ્ટીવ ! Antoine-Olivier Pilon‘એ સ્ટીવ’નાં પાત્રમાં જે પ્રાણ ફૂંક્યો છે કે મુવી ખતમ થયે પણ તમને તેનું સરપ્રાઈઝ કરી દેતું હાસ્ય નજરે પડે ! તે એટલો તો બેફીકર , ધૂની અને જીવંત છે કે તેની માં કહે છે તેમ ‘ તે ગમે તેવો હોય પણ તમે તેની સાથે કંટાળો નહિ અનુભવો ! ‘ તેની સાથે વિતાવેલી હરેક ક્ષણ તમે ભૂલી નહિ શકો ‘ [ આ ત્રણે કલાકારો’ને અને મુવી’ને ઓસ્કર નોમીનેશન ન મળ્યું તેમાં જ ભારે આશ્ચર્ય છે ! ] અને બીજી વાત કે આવી અનહદ જીવંત , કુલ છતાં પણ માનવીય સ્પર્શ’થી ભરેલી , જેટલી નિર્દોષ તેટલી જ મેચ્યોર મુવી બનાવનાર ડિરેક્ટર Xavier Dolan માત્ર 26 વર્ષ’નો જ છે [ આ તેની 5′ ફિલ્મ છે !!!!! ] અને આ સારીયે ઘટમાળ અને ઘટનાઓને અંજામ દેતા પાત્રો , તેણે પોતાના વતન એવા ક્યુબેક [ કેનેડા ]માં જ કંડારી બતાવ્યા છે અને તે પણ અદભુત બેકગ્રાઉન્ડ સ્કોર અને નેરો વિન્ડો’માં પણ ક્લાસિક સિનેમેટોગ્રાફી સાથે ! [ નેરો વિન્ડો’નો આ કન્સેપ્ટ અગાઉ ‘ ધ ગ્રાન્ડ બુડાપેસ્ટ હોટેલ ‘માં પણ ફિલ્માવાયેલો હતો ] અને મુવીમાં બે તબક્કે આ નેરો વિન્ડો એક્સ્પાંડ થાય છે અને એ પણ ડ્રીમ સિક્વન્સ તરીકેમોમી અને સ્ટીવ’ની અલગ અલગ [ પણ જયારે જયારે આ વિન્ડો ખુલે છે , વિસ્તૃત થાય છે ત્યારે ઘડીક તો એ કઠ્માળ રૂપી ઘટમાળ જેવી જિંદગી’માંથી છૂટ્યા હોઈએ એવું લાગે છે !આ જ ડીરેક્ટર’ની Laurence Anyways (2012) પણ વિશ’લીસ્ટમાં છે , જેની સદરહુ નોંધ લેવી 🙂

1:1’નાં આસ્પેક્ટ રેશિયો’નાં આ નેરો વિન્ડો’થી જે તે ક્ષણ અને પાત્ર પર તેણે એઝ અ ડિરેક્ટર , એટલું બધું ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે જયારે મૂળ 4:3’નાં આસ્પેક્ટ રેશિયો પર દ્રશ્યાવલી આવે ત્યારે ચોંકી ઉઠીએ !! સ્લો મોશન / ક્લોઝ ટેઇકસ / એંગલ્સ / મેક્રો શોટ્સ અને ડીટેઈલીંગ’થી મુવી આલાતરીન બન્યું છે . નરેશન , ઘટનાક્રમ અને સરપ્રાઈઝીસ એ દરેક તબક્કે મુવી એક વ્હેંત ઊંચું ઉઠે છે [ ફિલ્મ’નાં કલાયમેક્ષ અને પ્રિ’કલાયમેક્ષ તો ખરેખર જબરદસ્ત છે કે તમે રીતસર જેતે ક્ષણ’નું સરપ્રાઈઝ અને આંચકો  અનુભવી શકો ! ] દ્રશ્યો’ની તો વાત જ જવા ધ્યો : માં’દીકરા’ની એક ઇન્ટેન્સડ લડાઈ / આ ત્રણેય લોકોનું ડીનર અને ડાંસ’નું દ્રશ્ય / કાયલા અને સ્ટીવ’ની વચ્ચે બઘડાટી બોલી જવી / ત્રણેય’નું એકસાથે હોવું / મોમી’ની અને સ્ટીવ’ની ડ્રીમ સિક્વન્સ અને અંત’નાં દ્રશ્યો  . . .

m4

આ મુવી અનહદ ઓફબીટ છે માટે જ તેટલી જુદી અને વિચિત્ર પણ છે , જરા પણ સોબર નથી પણ જબ્બર બોલ્ડ છે , એક જ ચીલે ચાલનારી નહિ પણ ચીલો ચાતરનારી છે ! આ સફર આશા’ની છે તેટલી જ ભય’ની છે , વાસ્તવિકતા’ની છે તેટલી જ સ્વપ્ન જોવાની છે . અહી જેટલી અનિશ્ચિતતા ઘેરાય છે તેટલો જ લવ’હેઇટ રીલેશન વધુ ગાઢ થાય છે – – એક માસ્ટર’પીસ [ અને માટે જ બાબુજી જરા ધીરે ચલના . . 😉 ]

Me :  8.5 to 9 / 10 < We still love each other, right? 

IMDb : 8.2 / 10 [ 12,800 + People ] – by May 2015


Avengers: Age of Ultron , 2015

a11

એવેન્જર્સ . . આ મુવી જયારે 2012’માં જોવાયેલું ત્યારથી લઈને અત્યાર સુધી આ મુવી’નાં બીજા ભાગની કાગ’ડોળે રાહ જોવાતી હતી અને આખરે મેં પણ લેનીસ્ટર’ની જેમ મારું ઋણ ચૂકવી દીધું 😉 ઓકે તો અહીંયા , વાતો સ્પોઇલર્સ‘થી ફાટફાટ થશે , માટે જે લોકોએ મુવી ન જોયું હોય તેઓ ડેલી’ની બહાર જ રહે o_O સૌથી પહેલી જો કોઈ વાત હોય તો એ , એ છે કે એવેન્જર્સ : એજ ઓફ અલ્ટ્રોન’ની સરખામણી તેના પૂર્વજ એવા ‘ એવેન્જર્સ – 2012 ‘ અને માર્વેલ યુનિવર્સ’ની સાથે જ થઇ જવાની . . અને એવી સરખામણી જો કરીએ તો આ બીજો ભાગ 2012’માં આવેલ પહેલા ભાગ કરતા થોડોક [ એટલે થોડોક ] ઉણો ઉતરે છે !! એ વાત પણ વ્યાજબી છે કે આટઆટલા સુપરહીરોઝ’ને સરખું એટેન્શન આપીને કોઈ મુવી બનાવવી અને તેને જાળવી રાખવી સહેલી નથી . . .

a17 a18

પ્રથમ તો થોડીક ગૂંચવાયેલી અને ન ગમેલી વાતો . . 1] બધા જ એવેન્જર્સ’ને ટક્કર મારે તેવો સુપર વિલન એટલે કે ” અલ્ટ્રોન ” – સૌ’પ્રથમ તો તેની બનાવટ પાછળ’નાં લોજીક / રો-મટીરીયલ અને સરવાળે તેમાં રહી ગયેલી ઉણપ’ને કારણે તેનું સર્જન કેમ થયું તે સઘળું ખુબ જ ઉતાવળે અને અંધાધુંધી’માં દર્શાવી દીધું છે ! તેનો મોટીવ / મહત્વકાંક્ષા ચવાયેલી અને વિચિત્ર લાગે છે અને ખાસ તો તેનું જે મેટલ’બોડી છે તેનું સર્જન અને તેનો ખાસ લુક કેવી રીતે બન્યો , તે બધું ગપચાવી દેવાયું છે [ મને ખ્યાલ છે કે આ બધું દેખાડવા જઈએ તો મુવી , મુવીવીવીવીવી બની જાય !આમ પણ સૌથી પહેલું વર્ઝન અંદાજે 3.5 કલાક’ની આસપાસનું હતું અને તેમાંથી આટઆટલા ફેરફાર થયા ! ] લોકી જેવા અકળ અને ખંધા વિલન’ની સરખામણી’એ અલ્ટ્રોન ખાસ્સો ફિક્કો લાગે છે [ પણ તેનું ફિઝીક ખાસ્સું ઇમ્પ્રેસિવ બતાવાયું છે ! ]

2] મહત્તમ એટલે મહત્તમ , મહત્વ’નાં દ્રશ્યો અનહદ ડાર્ક શૂટ થયેલા છે – મતલબ કે અંધારામાં અંધાધુંધી મચાવનારા !! [ યાર, આ વધુ પડતી ડાર્ક ઈફેક્ટ તો ઝેક સ્નાયડર’નું કામ છે 😉 અને તમે તો મસ્ત મોજીલા માર્વેલ’વાળા છો ! ] 3] કલાયમેક્ષ’નો કન્સેપ્ટ અનહદ વિચિત્ર છે [ પુરા શહેર’ને ઉડાડવું અને આખરે ઉડાડી મુકવું !! ]

4] જોડિયા ભાઈ’બહેન ક્વીકસીલ્વર અને સ્કારલેટ વિચ , એ બંને ઘણા વિચિત્ર ડેવલપ થયા છે [ ક્વીકસીલ્વર’નું તો સમજ્યા પણ સ્કારલેટ વિચ’નાં પાવર્સ કેવી રીતે ડેવલપ થયા અને તેનું મુખ્યત: સબળ પાસું શું છે , એ સઘળામાં મજા ન આવી ! ] 5] ફ્યુરી’નો ખુબ જ ઓછો સ્ક્રીન’ટાઈમ [ ખરેખર તો તે જ આ સઘળા સુપરહીરોઝ’ની વચ્ચે ભયાનક’માં ભયાનક સ્થિતિમાં પણ સ્થિતિપ્રજ્ઞ બની રહે છે જયારે અન્ય ઘણી વખત નાસીપાસ થઇ જાય છે ! ] 6] વોર’મશીન પર ટાઈમવેસ્ટ !!! 7] થોર’નું પેલા રહસ્યમય ઝરણામાં જવું અને આખો કન્સેપ્ટ જ ઉડી જવો !! [ અને ઓવરઓલ પણ થોર’નાં ઘણા સામાન્ય દ્રશ્યો ] 8] સૌથી મહત્વ’નાં નવા એવેન્જર એવા ‘ વિઝન ‘ પર ખુબ ઓછો ભાર અને ઓછો સ્ક્રીન’ટાઈમ ! 9] આયર્નમેન’નું પાત્ર અહીંયા સીધું જ આયર્નમેન-3 પછી દેખાય છે તો તે દરમ્યાન’ની વચ્ચેની બધી જ વિગતો ગાયબ છે [ તેની પેલી આયર્ન’કોર રૂપી રીએક્ટર કઢાવી લેવાની અને પેપર પોટ્સ’ની પેલી મિસ્ટ્રી પણ ! ]

a3

પણ પણ ને ત્રીજી વાર પણ , હવે વાત થશે , ગમતીલા ગુલાલ’ની ઉર્ફે મસ્ત મોજીલી ક્ષણો / ઘટના’ની . . 1] બઘડાટી અને ધડબડાટી’નાં ગુણાકાર જેવી હલ્ક અને હલ્ક’બસ્ટર’ની ફાઈટ [ ગાભા કાઢી નાખે તેવી હોં ! જબરદસ્ત વેરોનીકા સ્યુટ અને ક્લાસિક એકઝીકયુશન ]

a4 2] હલ્ક અને નતાશા’ની બધ્ધે’બધ્ધી સ્વીટ મોમેન્ટસ અને તેમનો નાજુક લવ ટ્રેક તથા તેમની સ્પર્શ’ની ક્ષણો ! અને તેમનો ભગ્ન સ્મૃતિઓ’થી છવાયેલો ભૂતકાળ 3] આખેઆખી વીજળી’નાં ચમકાર જેવી અદભુત નતાશા ઉર્ફે બ્લેક વિડો ઉર્ફે સ્કારલેટ જહોન્સન અને તેણીનું કનિંગ સ્માઈલ 4] નતાશા રોમાંનોવ’નાં ભૂતકાળ’ની હિંટ્સ અને તેના પરથી કદાચિત બ્લેક વિડો પરના સોલો મુવી બનવાની સંભાવના .

5] પહેલા ભાગમાં મને જો કોઈ સૌથી નબળો એવેન્જર લાગ્યો હતો , તો તે હતો ‘ હોક આઈ ‘ ; પણ અહીંયા જે રીતે તેનું પાત્ર ડેવલપ થઈને એક સુખદ આશ્ચર્ય આપે છે , તે મધ્યાંતર’નાં દ્રશ્યો મજાના રહ્યા અને ઓવરઓલ એટીટ્યુડ પણ !!

6] કેપ્ટન અમેરિકા’નું કેરેક્ટર હજુ પણ એટલું જ બિલીવેબલ લાગે છે , અહીંયા પણ ઘણે તબક્કે કેપ્ટન અમેરિકા ન્યાય’સંગત અને આયર્નમેન તર્કસંગત મુદ્દે એકમેક’ની સામે ટકરાય છે અને તે હરેક દ્રશ્યોમાં ટોની’નાં ચાર્મ સામે કેપ્ટન’ની સિમ્પલીસીટી સચોટ અને સિમ્પલ લાગે છે ; જેમકે યુદ્ધ’ને લડ્યા પહેલા જ જીતી લેવાની કોશિશ ઘણીવાર મોટા યુદ્ધ’ને જન્મ આપે છે !

7] આયર્નમેન’ની ઉમદા આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ એવી ” જાર્વિસ “નો માઈન્ડ’સ્ટોન’ના સથવારે માનવદેહ લેવાની કથાનો અદભુત ટ્વિસ્ટ [ ભવિષ્યમાં તે ઘણો દિગ્ગજ એવેન્જર બનીને ઉભરી શકે છેજોઈએ હવે કે 2018’માં આવનાર ત્રીજા ભાગમાં રૂસો બ્રધર્સ તેનું કેવું પાત્રાલેખન કરે છે !! ] 8] આખિર’માં હલ્ક – નતાશા’ની ઈમોશનલ વિદાય 9] અને આટઆટલા ગંભીર ગૌતમ’માં (!) આયર્નમેન’નાં બૌદ્ધિક ચમકારા અને લવારા 😉 10] અને હાં, પેલી થોર’નો હ’થોડો થોડો પણ ઊંચકવાની સિક્વન્સ અને તેના જ પ્રતિફલ સ્વરૂપ વિઝન’વાળી સિક્વન્સ !

ઓવરઓલ , જોસ વ્હેડ્ન લિખિત અને દિગ્દર્શિત આ બીજા ભાગમાં પહેલા ભાગ જેવું સીટ સાથે સજ્જડ ચોંટાડી રાખીને પણ સીટ પર ઠેકડા મરાવે તેવું ફેક્ટર ગાયબ હતું અને મહદ અંશે તેમ થવાનું પણ . . કેમકે , આ બીજો ભાગ થોડીક ઉદાસીન અને વેરવિખેર થઇ ગઈ હોય તેવી માર્વેલ યુનિવર્સ તરફ વધતો લાગે છે છતાં પણ એક્શન બિયોન્ડ ધ લીમીટ છે અને એક તબક્કે અસમંજસ તરફ આગળ વધતો કલાયમેક્ષ આખરી ક્ષણોમાં ખરેખરી બઘડાટી બોલાવે છે . . અને , આ સમયે કોઈ આફટર ક્રેડીટ સીન નહોતું , તે પણ એક આશ્ચર્ય રહ્યું !

Me :  8 to 8.5 / 10You’re unbelievably naive … Well, I was born yesterday.

IMDb : 8.2 / 10 [ 1,31,000 + People ] – by April 2015

IMDb Top 250 : Currently midst of 240 to 250 [ by May 2015 ]

Tribute to the Marvel cinematic universe