ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,


1] આ પોસ્ટ થોડીક મિક્ષ બની છે કારણકે ક્યાંક થોડુક લખાણ અને કયાંક રસપ્રદ મુવી’ને કારણે વધુ લખાણ ! પણ પાછું થોડુક બહુ પહેલા લખાઈ ચુકાયેલું અને થોડુક હમણાં . . . ઘણું બધું અસ્ત’વ્યસ્ત થઇ ગયું છે [ પોસ્ટ’માં નહિ રે બાબા ! તબિયત’માંજાણે શેર’બજાર હોય તેમ ઉપર નીચે થયા જ કરે છે .]

2] ઘણા મુવીઝ હજુ પણ જોવાના બાકી હોય આવનાર પોસ્ટ્સ તો 100% લખાણ’માં ટૂંકી હશે પણ ઓવરઓલ સાઈઝ’માં નહિ 😉 [ અંદાજે 15 મુવીઝ’ની આસપાસ વાત કરું તોયે પોસ્ટ લાંબી થઇ જાય ને , ભઈ’સાબ ! ]

3] આ મહિના’ના અંતમાં 2014’ની હોલીવુડ મુવીઝ’નું સરવૈયું આપી દેવું હતું પણ હવે લાગે છે કે તેમેંમહિનામાં ઠેલાઈ જશે ! [ ‘ મેં ‘ હું નાં 🙂 ]

4] IMDB Top 250 વિભાગ’માં બોયહુડ અને ધ ગ્રાન્ડ બુડાપેસ્ટ હોટેલ જોવાઈ [ કેમકે , તે 2014’ના વર્ષમાં જ પડતી હતી ] પણ જૂની કોઈ મુવીઝ નથી જોવાઈ ! પણ આવનાર પોસ્ટ સમયે ઓછામાં ઓછી બે જૂની ક્લાસિક મુવીઝ જોવાની ઈચ્છા છે . . તો જય ઈચ્છા , જય સમય 🙂


Total Movies – 9 ~ ~ ~ Pictures – 34 Steady & 7 Gif

It would take 4 to 5 minutes to load the whole post .


The Hunger Games: Mockingjay – Part 1 , 2014

IMDb Summary : Katniss Everdeen is in District 13 after she shatters the games forever. Under the leadership of President Coin and the advice of her trusted friends, Katniss spreads her wings as she fights to save Peeta and a nation moved by her courage.

પહેલા બે ભાગ’થી જે કાઈ પણ ઈમારત બની હતી તેની મોકળા મને પથારી ફેરવી દેતું મુવી એટલે ફાઈનલ ઇન્સ્ટોલમેન્ટ’નો પણ વળી પાછો એવો આ પહેલો ભાગ !!! અહીંયા શરુ’માં એમ થાય કે મધ્ય’માં કઈક થશે , મધ્ય’માં એમ થાય કે અંત’માં કાઈ થશે અને અંત’માં એમ થાય કે , સારું થયું કાઈ ન થયું , પણ અંત તો થયો 😉

h3

આ મુવી એટલું વિચિત્ર ડેવલપ થયું છે કે આખી સીરીઝ’માંથી તમે આવડો આ આખો ભાગ જ ગપચાવી દો , તો પણ કાઈ વાંધો ન આવે . . ખાસ તો જેનીફર લોરેન્સ અહીંયા એટલી ઈરીટેટીંગ લાગે છે કે ઘડીક તો હુર્રીયો બોલાવવાનું મન થાય [ અને મુવીમાં પેલું ટોળું ‘ હુર્રા હુર્રા ‘ કરે જ છે ને 😉 ]

Me :  4 / 10They’ll either want to kill you, kiss you, or be you.

IMDb : 6.9 / 10 [ 1,86,000 + People ] – by April 2015


Laggies , 2014

IMDb Summary : In the throes of a quarter-life crisis, Megan panics when her boyfriend proposes, then, taking an opportunity to escape for a week, hides out in the home of her new friend, 16-year-old Annika, who lives with her world-weary single dad.

ફરીથી , આ મુવી કિરા’ને લીધે જ જોવાયેલું અને જે રીત’નું ફ્લોટિંગ કેરેકટર અહીંયા ખુદને અને મને’તમને કન્ફયુઝ કરતુ રહે , તેવું જ તેણીએ કાબીલેદાદ કંડારી બતાવ્યું છે ! હરેક એક્સપ્રેશન’માં તેણી ઓન ધ સ્પોટ અને બિલીવેબલ લાગે છે . . . સતત મૂંઝવણ’માં અને ગતાગમ’થી પર !!

l3

પણ ઓવરઓલ સ્ટોરી ખાસ્સી શુષ્ક લાગી અને સેમ રોક્વેલ પણ ! કિરા માટે જોઈ શકાય , નહિતર બોલો તારા રા રા 🙂

Me :  6.5 / 10It’s not a joke if it’s not insulting.

IMDb : 6.5 / 10 [ 16,000 + People ] – by April 2015


Boyhood , 2014

IMDb Summary : The life of Mason, from early childhood to his arrival at college.

રિચર્ડ લિંકલેટર’ની ફિલ્મો કાં તો તમને બાંધી રાખશે અથવા તો ગોંધી રાખશે ! કારણકે મહત્તમ તે સમય’ને પણ એક પાત્ર , એક પરિમાણ તરીકે રજુ કરીને એક સળંગ અસર અને પરિણામે જિંદગી’નો પ્રવાહ દેખાડવાનો પ્રયત્ન કરશે [ આ અગાઉ આવી જ રીતે બીફોર સીરીઝ’ને પણ તેણે 20 વર્ષ’નાં ગાળામાં ફિલ્માવી હતી અને જે મારી પસંદીદા ટ્રાયોલોજી’સમા સ્થાન પામે છે ] પણ આ સમયે બોયહુડ’ને તેણે સળંગ બાર બાર વર્ષો’નાં એકધારા ગાળામાં દર વર્ષે થોડું થોડું કરીને એક સળંગ ઘટનાક્રમ તરીકે શૂટ કરી છે કે જે એક્સપેરીમેન્ટલ સિનેમા’નું એક માસ્ટરપીસ બની રહ્યું છે . .

b5

બોયહુડ તે રીતે કોઈ ચોક્કસ મુદ્દો કે વિષય’નો વિસ્તાર કરતી કોઈ વાત કે વાર્તા નથી પણ તે જિંદગી’નો કપાઈ ચુકેલો એ રસ્તો છે કે જેમાંથી જેવા પણ હોય તેવા સંજોગોમાં પસાર થવાનું બન્યું હતું , આશ્ચર્ય અને મુગ્ધતા’ની મોસમ’માં ખરવા’નું અને નિરખવા’નું બન્યું હતું અને આપણો નાનકડો ટેણીયો પણ એવો જ ડિટેચ્ડ અને અંતર્મુખી છે કે જે ઓછું બોલે છે પણ જુએ છે જાજુ ! અનુભવે છે જાજુ પણ વ્યક્ત કરે છે ઓછું ! એકરીતે બોયહુડ’નું જે રીતે નરેશન છે , એકઝીક્યુશન છે અને વાત’નો વિસ્તાર છે તે પરથી હું કહી શકું કે મહત્તમ લોકોને આ મુવી હથોડો લાગશે o_O પણ મને એક તરુણ’થી યુવાન થવાની આ સફર ખુબ જ ગમી , એ ચેતોવિસ્તાર અને વિસ્તરણ ખુબ જ ગમ્યું . ભાવ અને મનોભાવ’ની એ અવ્યક્ત અને શાંત ઝરુખે વાટ નીરખતી સફર ખુબ ગમી [ પણ તમારી ગેરેંટી હું નથી આપતો , હો બાપલીયા ! પછી સ્ક્રીન પર પથરા’વાળી ન કરતા 😉 ]

b3

મુવીમાં ઘણા દ્રશ્યો કે ઘટનાક્રમ એવા આવે છે કે આપણને એમ લાગે કે હમણાં કઈક બનશે , પણ નાં !!! એ ક્ષણ / એ પડાવ નીકળી જાય છે – અદ્દલ જિંદગી’ની જેમ જ – જેમકે આપણે પાછું વાળીને ડોકિયું કરીએ તો જેતે સમય’નાં ચોક્કસ ગાળામાં જેતે પાત્રો અને સંજોગો મહત્વ’નાં લાગે પણ આ તબક્કે વર્તમાન’માં તેનાથી વિશેષ સામાન્ય બીજું કાઈ ન હોય !! જાણે કે જિંદગી વધ્યે જાય છે અને ઘટનાઓ ઘટે જાય છે , અને તેનું મહત્વ પણ ! જાણે કે સતત અથાગ’નો તાગ મેળવવાની કોઈ કવાયત . . . મેસન’ની જિંદગીમાં સતત તેના ઘરથી માંડીને , પરિવાર , મિત્રો , સ્કુલ , આસપાસનું પરિસર , તેના શોખ  અને કુતુહલ બધું જ મુળિયા સોતું ઉખડતું જ રહે છે અને નવી ભૂમિ’માં રોપાતું જ રહે છે . . જાણે’અજાણે એક અનાસક્ત ભાવ કેળવાતો રહે છે .

b4

મુવી વિષે હું વધુ નહિ કહું કારણકે તે કહેવાનો નહિ પણ અનુભવવાનો અનુભવ છે , કેમકે અનુભવ વિના કહ્યે ઘણું બોલી જતા હોય છે , માત્ર તેના પડઘાઓ જ ગુંજતા રહે છે , યાદોના સ્વરૂપે !  . . મેસન’થી લઈને તેના માં’બાપ અને તેની બહેન એમ દરેકે’દરેક’નો આલાતરીન અભિનય અને સમય’નાં વિવિધ તબક્કાઓને સળંગ જોડતું અદભુત એડીટીંગ [ 12 વર્ષ’નાં સતત શુટિંગ’નું સ્ટ્રોંગ ટેકનીકલ પાસું પણ જો ન હોત તો પણ આ મુવી અદભુત બની રહેત , તેમાં કોઈ શંકા નથીમેસન’ની બહેન’નું પાત્ર ભજવતી સામંથા તો અસલી જિંદગીમાં ખુદ ડિરેક્ટર રિચર્ડ લિંકલેટર’ની જ પોયરી છે 🙂 [ નાનપણ’ના શરૂઆત’નાં તબકકામાં તેનું પાત્રાલેખન અને અભિનય પણ કાબીલેદાદ છે . મુવી દરમ્યાન મને એક વિચાર એવો પણ આવ્યો હતો કે મેસન’ની સાથે સાથે સામંથા’નું પણ આલેખન થયું હોત તો એક બીજું જ સબળ પાસું જોવા મળેત , એક બાળકીથી એક યુવતી થવા સુધીની સફરનું ! ] બાય ધ વે : આ મુવીનું સૌથી રસપ્રદ પાત્ર જો કોઈ મને લાગ્યું તો તે હતું : આ બંને ટેણીયા’ઓના બાપા ઉર્ફે તેમની મમ્મી’નાં એક્સ-હસબંડ ! ઉર્ફે ઈથન હોક 🙂 બંને બાળકો સાથે તેની મુલાકાત અને વાતચીતનાં જેટલા પણ દ્રશ્યો છે તે ખુબ જ જીવંત અને સાહજિક છે .

b6

Me :  8.5 to 9 / 10 < Moment seizes us.

IMDb : 8.1 / 10 [ 1,89,000 + People ] – by April 2015

IMDb Top 250 : Currently in midst of 200 to 210 .


The Hobbit: The Battle of the Five Armies , 2014

IMDb Summary : Bilbo and Company are forced to engage in a war against an array of combatants and keep the Lonely Mountain from falling into the hands of a rising darkness.

જે.આર.આર.ટોકીન’ની જબરદસ્ત ફેન્ટસી’ને છ છ મુવીઝ’માં મોટા પડદે કંડારવું એટલે !!?? ઝીણું અને રીચ પ્રોડક્શન / વૈવિધ્યતા’થી ભરેલું કાસ્ટિંગ અને ચિક્કાર સ્પેશીયલ ઈફેક્ટ’થી આ શબ્દો’ની મહાગાથા પડદા પર જીવંત થઇ ઉઠી ! જાણે કે પિટર જેક્શન’નો જન્મ જ આ ગાથાને જીવંત કરવા થયો હતો ! એ હોબીટ , બેગ’એન્ડ’નાં એ ઘરો , એલ્ફ’નું ઐશ્વર્ય , અવર્ણીય કુદરત , સાહસ અને ઈરાદાઓ’ની એ સાહસગાથા ફરી ક્યાં જોવા મળવાની !?

h3

એક રીતે હોબીટ’ની આ પૂરી ગાથા માત્ર બે જ ભાગો’માં પતાવી શકાઈ હોત કારણકે આ ત્રીજો ભાગ તો માત્ર ને માત્ર યુધ્ધ’રૂપી અનિવાર્ય પરિણામ જ છે અને તેટલા માટે સ્ટોરી’ના કોઇપણ ડેવલપમેંટ માટે અહી ત્રણે’ત્રણ ભાગોમાંથી સૌથી ઓછો અવકાશ છે . . અને સૌથી મહત્વ’નાં પાત્ર એવા બિલ્બો બેગીન્સ [ કમાલ’નો ‘ માર્ટીન ફ્રિમેન ‘મારો પસંદીદા કલાકારોમાંનો એક , ‘ માર્ટીન મુક્ત’માનવ ‘ ] તો એક તબક્કે પડદા પરથી વિના ‘ રીંગ ‘ ગાયબ થઇ જાય છે 😉 [ મતલબ કે તેનું પાત્ર ઘણું ટૂંકું છે અહીંયા ! ] . . . શરૂઆત’નું પેલું ગેન્ડાલ્ફ ધ ગ્રે અને ગેલેડ્રિયલ ‘એલ્ફ’ની ઘટનાવાળી સિક્વન્સ પણ કઈ અર્થ વિનાની લાગી !! અને ડ્રેગન’વાળો શરૂઆત’નો હિસ્સો બીજા ભાગના અંતમાં પણ દર્શાવી શકાયો હોત !!! અને આવું તો કઈ કેટલુંયે . . .

h10

પણ પણ ને પણ , ફરી વખત આ ભાગમાં પણ કૈક સ્પર્શી જાય તેવું છે , એ ફીલિંગ અને એ ભાવાનુબંધ વર્તાય છે . અંત તરફ વધતી અને સરવાળે સર્જન તરફ વધતી આ ગાથા એક સ્મૃતિઓ’ને જગતને રીતસર’ના ઢંઢોળે છે કે ફેન્ટસી’ના સાહિત્ય’નો એક યુગ પૂરો થયો [ અદ્દલ , હેરી પોટર વખતે થયું હતું તેમ જ 😦 ] અદભુત એટલે અદભુત સ્પેશીયલ ઈફેક્ટસ , ક્લાસિક લડાઈ’ના દ્રશ્યો અને તેનું નિરંતર આલેખન [ ક્યાય પણ લય તૂટ્યા વિના ! ] અને અઢળક પાત્રો વચ્ચે પણ બાંધ્યે રાખતી એક સફર .

Me : 7.5 to 8 / 10 < One day I’ll remember , everything that happened .

IMDb : 7.6 / 10 [ 2,43,000 + People ] – by April 2015

છ છ મુવીઝ’નાં અદભુત સંભારણા આલેખતું આ ગીત ફરી એ સ્મૃતિઓ’ના વાદળો ઉમટાવે છે .


Furious 7 , 2015

IMDb Summary : Deckard Shaw seeks revenge against Dominic Toretto and his family for the death of his brother.

f3

ધાંસુ એક્શન અને મસ્ત કોમિક ટાઈમિંગ છતાં આ સિરીઝ’માં હંમેશા કોઈ વાત જો ખટકતી હોય તો તે છે . . સાવ લુઝ કન્સેપ્ટ’ની આસપાસ બંધાતી સ્ટોરી’લાઈન ! મતલબ કે મોટીવ’માં કાઈ દમ નાં હોય , થ્રેટ’માં કાઈ દમ ન હોય અને છતાયે આ બધાય’ની ટોળકી’એ આકાશ-પાતાળ એક કરી નાખ્યા હોય o_O આ સમયે પણ વિલન’નાં કન્સેપ્ટ’માં કે પછી કોઈ પણ વ્યક્તિ’ને દુનિયાના કોઈ પણ ખૂણેથી ટ્રેક કરી દેતી ટેકનોલોજી’નાં કન્સેપ્ટ’માં કોઈ દમ નથી !!

f2

ડ્વાયન જહોન્સન’નું કામ પણ ઓછું છે ! પણ , વિન ડિઝલ અને મિશેલ’ની જોડી એઝ’યુઝઅલ રોકિંગ લાગે છે [ આમેય મિશેલ રોડ્રીગ્યુઝ અમારી મન’ની માણીગર છે : ગજબ’ની મોહક લાગે છે કે વાત જવા ધ્યો ! અને જોર્ડાના પણ ખરી , લટકામાં 😉 ] અને ફિલ્મ’ની મુખ્ય વાત એવા પૌલ વોકર’નાં મૃત્યુ છતાં ફિલ્મ’માં ક્યાય એવું ન લાગે કે કશુક ગપચાવી દીધું છે , તે વાત બદલ તેઓને હેટ્સ’ઓફ . . અને મુવી’નાં સૌથી જબરદસ્ત એક્શન સીન’માં પણ પૌલ વોકર જ છે કે જ્યાં તે ખીણ’માં પડતી બસ પરથી શ્વાસ થંભાવી દે તેવો કુદકો મારે છે ! અને બીજો એવો જ ક્રેકિંગ એક્શન પીસ એટલે અબુ’ધાબી’નાં ત્રણ સ્ક્રાય’ક્રેપર્સ’માંથી સ્પોર્ટ્સ કાર’ની છલાંગ !

f1

પણ બાકીના એક્શન સીન્સ’માં નિરાશ થવાય તેમ છે [ કારણકે મહત્તમ’માં કોઈ લોજીક જ ફીટ નથી થતું – મને ખ્યાલ છે કે અહીંયા લોજીક’ની વાત ન કરવાની હોય ! પણ વાત કરવાની હોય ત્યાં લોજીક જોવાનું ન હોય ! જોયું , કેવી ઈલ્લો’જીકલ વાત થઇ ! ] ક્લાયમેક્ષ પણ રાત’માં ગોઠવાયેલ હોવાથી અત્યંત ધૂંધળો અને ઓઝપાઈ ગયેલ લાગે છે [ અને પાછો ગજબ’નો લાંબો પણ છે અને ઓવર’ડ્રામેટાઈઝ કરેલો પણ લાગે છે ] મતલબ કે સો વાત’ની એક વાત કરું તો ફાસ્ટ & ફ્યુરીઅસ સીરીઝ’નો આ સાત’મો ભાગ તેના છઠ્ઠા ભાગ કરતા ક્યાય નબળો છેસ્ટોરી’વાઈઝ પણ અને એક્શન’વાઈઝ પણ . . . અને હાં , મુવીના બે નવા પાત્રો રામઝી અને મિ.નોબડી’માં બે મસ્ત કલાકારો Nathalie Emmanuel [ જય ગેમ ઓફ થ્રોન્સજય શ્યામા 😉 ] અને Kurt Russell વેડફાઈ ગયા છે !

f5

Wiz Khalifa’sSee You Again ” : Remembering Paul Walker

Me : 7.5 / 10 < One last ride

IMDb : 8 / 10 [ 98,000 + People ] – by April 2015


The Grand Budapest Hotel , 2014

IMDb Summary : The adventures of Gustave H, a legendary concierge at a famous hotel from the fictional Republic of Zubrowka between the first and second World Wars, and Zero Moustafa, the lobby boy who becomes his most trusted friend.

એક એવું જગત કે જે જેન્ટલ છે , સાથે સાથે થોડુક મેન્ટલ પણ છે અને લટકામાં સેન્ટી’મેન્ટલ પણ છે ! કે જે થોડુક તરંગી , સનકી , નિરાળું અને ડૂબકી મારવું ગમે તેવું ગમતીલું છે !! આવું ‘ અહો વિચિત્રમ: ‘ જગત તો વેસ એન્ડરસન’ની દુનિયામાં જ આજકાલ તો જોવા મળે છે 🙂 યાદ આવ્યું ? મુનરાઈઝ કિંગડમ ?? [ વાંચો અહિયાં ] આ એકમાત્ર સર્જક જ આજકાલ આવી ફિલ્મો બનાવે છે કે જે તરંગી હોવાની સાથે રંગ’બિરંગી પણ હોય છે , કે જેની સામાન્ય’માં સામાન્ય વાત અને વાર્તાને પોતાના ધૂની સ્પર્શ’થી તે કઈક અવનવા વિશ્વ’માં પલટાવી નાખે છે .

gb6

. . અહીંયા પાત્રો બોલે છે ઓછું , પણ ઘુરે છે ઝાઝું ! અહીંયા પાત્રો કરતા સંજોગો ચાર ચાસણી ચડી જાય છે અને તેની જ અસર હેઠળ આ સામાન્ય પાત્રો પારસ’સ્પર્શ પામીને મુવી પૂરું થયે તમારા મનોજગત’માં રાસડા લેવા માંડે તો નવાઈ ન પામતા ! ઘડીક તમે હક્કા’બક્કા રહી જશો , તો ઘડીક છક્કા છૂટી જશે , તો ઘડીક હસી હસીને અટ્ટહાસ્ય કરશો તો ઘડીક ગંભીર થઇ જશો તેવો ટ્રેજિક’થી લઈને કોમિક સુધી’નો મેજિકલ વાર્તાપ્રવાહ તમને રસતરબોળ કરી દેશે , એ પાક્કું 🙂

સ્થૂળ’થી લઈને સુક્ષ્મ અને બૌદ્ધિક’થી લઈને ફાલતું એમ હરેક પ્રકાર’ની કોમેડી’થી તમે અહીં તરબતર થઇ જશો ! ઘટના અને ઘટનાક્રમ’થી લઈને સંજોગો અને હાવભાવ’ની નિરાળી સૃષ્ટિ ઘડીક તો તમને ચસકવા નહિ દે , એ હદે આ મુવી ઝીણી ઝીણી ડીટેઈલ્સ’વાળા રીચ અને પરીકથા જેવા પ્રોડક્શન’થી ભરેલું છે . ઝુબ્રોવ્કા જેવા કાલ્પનિક દેશ’ની એ ભૂમિ અને સમય એ હદે જીવંત થયો છે કે ઘડીક તો તમારું મન ત્યાં વિહરવા માંડે . સ્ટોરી અને તેનો કન્સેપ્ટ ઘણો પાતળો અને સામાન્ય છે પણ જે રીતે તેનું એકઝીકયુશન થયું છે તે એક ડિરેક્ટર’નું પોતાના સ્ટોરી’ટેલીંગ’માં વિશ્વાસ અને આત્મ’વિશ્વાસ’ની સાબિતી આપે છે .

gb7

અહીંયા સ્ટોરી કરતા પણ પ્રોડક્શન , સિનેમેટોગ્રાફી , કેરેકટર્સ , ફોટોગ્રાફી , ટ્વિસ્ટ અને ટેલ , કોમેડી નહિ પણ ‘ વિચિત્ર કોમેડી ‘ બે ડગલા આગળ રહે છે અને એ જ તેની મનમોહક સરળતા અને તેટલી જ પરાણે ગમતી વિચિત્રતા પણ છે 🙂 મુખ્ય સંચાલક કમ હોટલ’નાં પ્રાણ એવા Ralph Fiennes અને એક સામાન્ય લોબી બોય એવા નવોદિત Tony Revolori‘ની કમાલ’ની વિચિત્ર અને ગમી જાય તેવી અગમ્ય જોડી આ મુવી’નો જીવ છે અને નાના નાના પાત્રોમાં ઘણા જાણીતા અને માનીતા એક્ટર્સ’ની તો વાત જ જવા ધ્યો ! અને હાં , ઝીરો અને અગાથા’ની મેજિકલ યેટ સિમ્પલ લવ’સ્ટોરી તો તેમની કેક જેવી જ સ્વીટ અને સોફ્ટ છે 🙂 એક અદભુત મેજિકલ ટાઈમપાસ મુવી [ છતાં પણ મને ‘ મુનરાઈઝ કિંગડમ ‘ થોડુક ચડિયાતું લાગ્યું , એ મારી વિચિત્રતા છે 🙂 ]

Me :  8.5 / 10Don’t flirt with herTake your hands off my Lobby Boy

IMDb : 8.1 / 10 [ 3,24,000 + People ] – by April 2015

IMDb Top 250 : Currently in midst of 180 to 190 .

gb11

Tremendous Special effects & making of Production


The Interview , 2014

IMDb Summary : Dave Skylark and producer Aaron Rapoport run the celebrity tabloid show “Skylark Tonight.” When they land an interview with a surprise fan, North Korean dictator Kim Jong-un, they are recruited by the CIA to turn their trip to Pyongyang into an assassination mission.

ઓકે , તો આ એક એડલ્ટ કોમેડી છે , ખૂની કોમેડી છે , તો લાગતા વળગતા’ઓએ આગળ’થી જ વળાંક લઇ લેવો નહિતર અકસ્માત થવાની પૂરી સંભાવના છે o_O જયારે એક પ્રખ્યાત અને સિલી શો’ઝના એન્કર અને પ્રોડ્યુસર’ને નોર્થ કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ’નો ઈન્ટરવ્યું લેવાનો મોકો અને તે બહાને તેનું કાસળ કાઢી નાખવાનો દુર્લભ મોકો મળે છે ત્યારે શું શું છબરડા અને દુસાહસો મંડાય છે , તેની મસ્ત-અલમસ્ત વાત માંડતી મુવી એટલેધ ઈન્ટરવ્યું ‘ . આ મુવી’ની જો કોઈ જાન હોય તો તે છેજેમ્સ ફ્રાંકોતેની લઢણ અને તેની અદા જ આ મુવીને ફાલતું’ની હદે રોચક બનાવે છે . આ મુવી જેટલું ફાલતું બને છે તેટલું જ મોજ પડાવે છે !

i4

. . . મસ્ત વનલાઈનર કમ ડાયલોગ્સ [ ખાસ કરીને લોર્ડ ઓફ ધ રીંગ’નો સંદર્ભ વાળા 😉 ] ઉર્ફે ચબરાક સ્ક્રીપ્ટ’રાઈટીંગ આ મુવી’નો લાઈવ વાયર છે કે જે સતત એક કરંટ વહેતો રાખે છે અને એમાં પણ James Franco અને Seth Rogenની ટોળકી’નો તો તમને ખ્યાલ જ છે કે આં અગાઉ પણ આ લોકો અને તેમના મિત્રો’એ મસ્ત ટાઈમપાસ એડલ્ટ કોમેડીઝ આપી હતી [ જેમ કે ; 2013’નું પેલું ” ધિસ ઈઝ ધ એન્ડ “ (વાંચો અહીંયાઅને પાઈનેપલ એક્સપ્રેસ ! ] ફિલ્મ એક તબક્કે કલાયમેક્ષ’ની પહેલા થોડુક લથડીયા ખાય છે પણ અંતમાં મોજેમોજ 🙂

i5

. . . એક રીતે આ સ્લેપસ્ટીક કોમેડી ગજબ’નું સાહસ કહેવાય , હોં ! [ આપણે પાકિસ્તાન’નાં કોઈ શાસક પર આવું કાઈ બનાવી શકીએ ખરા ? માત્ર જીજ્ઞાસા 🙂 ] બાય ધ વે : પાત્ર તરીકે સેઠ રોજન’નું પાત્ર થોડુક ઢીલું મતલબ કે ઓછું વાઈલ્ડ લાગી શકે પણ ડિરેક્ટર તરીકે તેની હથોટી બેસતી જાય છે , એ નક્કી .

i3

 

Me : 7.5 / 10 < They hate us because they ain’t us ! / Me so solly !

IMDb : 6.8 / 10 [ 1,96,000 + People ] – by April 2015


Magic in the Moonlight , 2014

IMDb Summary : A romantic comedy about an Englishman brought in to help unmask a possible swindle. Personal and professional complications ensue.

યાદ છે કે આ અગાઉ પણ હું કહી ચુક્યો હતો કે વુડી એલન’ની મુવીઝ’માં સ્ટોરી થોડીક આછી પાતળી હોઈ શકે પણ પાત્રો . . . પાત્રો તો એવા સજાવેલા અને મઢાવેલા હોય કે બસ મોજ પડી જાય ! અને તે સમયે મેં એ પણ કહ્યું હતું કે વુડી એલને જેટલા ક્લાસિક મુવીઝ આપ્યા છે તેટલા જ સામાન્ય મુવીઝ આપ્યા છે !! આ વ્યક્તિ મશીન’ની જેમ માનવીય અને સ્પર્શી જાય તેવી મેજિકલ ફિલ્મો બનાવ્યે જ જાય છે [ 50+ ફિલ્મો , 15’થી વધુ ઓસ્કાર નોમીનેશન અને ચાર વાર ઓસ્કાર વિજેતા o_O ] પાત્રો’ની જેમ જ , જે વાતાવરણ’માં સ્ટોરી ડેવલપ થાય છે તે પણ એટલું સિમ્પલ છતાં પણ મેજિકલ હોય છે કે વાત જવા ધ્યો ! [ જેમકે , અહીંયા સાઉથ ઓફ ફ્રાંસ’નાં સ્વર્ગીય સ્થળો : એક દિન તો ગુજારીએ ફ્રાંસ મેં 😉 ]

m5

એક પ્રખ્યાત જાદુગર’ને એક યુવતી’ને એક્સપોઝ કરવા જયારે બોલાવાય છે ત્યારે જે મસ્ત-માહૌલ ઉભરે છે , તે તો તમને આ મુવી જયારે જોશો ત્યારે જ ખ્યાલ આવશે . . . કોલીન ફર્થ એક નાસ્તિક અને એક શુધ્ધ બૌધ્ધિક’નાં પાત્રમાં અને એમ્મા સ્ટોન એક સિમ્પલ , મેજિકલ અને જીવંત યુવતીના પાત્રમાં એકબીજા સાથે મસ્ત ટક્કર લે છે . આ મુવી એટલું તો ટોકેટીવ ઉર્ફે વાચાળ છે કે ઘડીક તો મોજેમોજ પડી ગઈ [ હું બોલતો નથી પણ બોલતી મુવીઝ ઉર્ફે ટોકી’ઝ મને ખુબ જ ગમે છે : કે જ્યાં ખુબ માત્રામાં સંવાદો અને વાદ’વિવાદ હોય ! યાદ છે , બિફોર સીરીઝ ?? ]

m3

મહતમ રીતે સ્ટોરી આ બે પાત્રો ઉપર જ ફરે છે અને નિખરે છે અને ઘડીક તો કટાક્ષ’નો અને આકર્ષણ’નો જે માહૌલ બંધાય છે કે આ માહૌલ’માં ખોવાઈ જવાનું મન થવા માંડે ! ગ્લોબલી આ મુવી વુડી એલન’ની પાછલી મુવી ‘ બ્લુ જાસ્મીન ‘ની સરખામણી’એ ક્રિટીકલી થોડી ઉણી ઉતરી છે પણ મારા બે પ્રિય કલાકારો’ની ઉપસ્થિતિ’માં અને રીચ સ્ટોરી’ટેલીંગ તથા ચતુર સ્ક્રીન’પ્લે’ની જાદુઈ અસર તળે મને તો આ મુવી ખુબ જ ગમી ગઈ !!!

m6

ઘણા દ્રશ્યો ખુબ જ સુંદર કંડારાયા છે : જેમકે કોલીન ફર્થ ઉર્ફે જાદુગર’નું અંત’માં તેની આંટી સાથેનું એક મૂંઝવણ’વાળું છતાં પણ ઉકેલ તરફ દોરી જતું એક લાંબુ સંવાદ’નું દ્રશ્ય ! અને આખરે એક પ્રપોઝ’નું વિચિત્ર દ્રશ્ય 😉 આ કહાણી કારણ વિરુધ્ધ અકારણ’ની , પ્રેમ વિરુદ્ધ વ્હેમ’ની , બૌધ્ધિકતા વિરુધ્ધ સામાન્યતા’ની અને લોજીક વિરુધ્ધ મેજિક’ની છે . એક સરળ અને સહજ છતાં પણ પહેલી જ નજરે કૈક ગમાડી જાય તેવી પ્યોર છે ! ખાસ કરીને ગમતીલી એમ્મા સ્ટોન માટે અને તેને વધુ ગમતીલી બનાવનાર વુડી એલન માટે જોવા જેવું મુવી 🙂

Me :  8 to 8.5 / 10 < We need our illusions to live ! 

IMDb : 6.6 / 10 [ 29,000 + People ] – by April 2015


Exodus: Gods and Kings , 2014

મોઝીસ ઉર્ફે મુસા’ની એ હજારો હિબ્રુ ગુલામો’ને છોડાવીને તેમના મૂળ વતન’માં લઇ જવાની અને રસ્તામાં એ સમુદ્ર’ની વચ્ચે રસ્તો કરી જવાની અભૂતપૂર્વ દાસ્તાન કોણે નહિ સાંભળી હોય ?! હજુ પણ એ ટાઈમ’લેસ ક્લાસિકટેન કમાન્ડમેન્ટ્સનજરો સમક્ષ તરવરે છે , એ લાર્જર ધેન લાઈફ સાગા ! પણ વળી પાછું આ સમયે રિમેક’માં બહેતરીન ડિરેક્ટર ” રિડલી સ્કોટ “નું નામ હોવાથી આ મુવી પ્રત્યે ખુબ જ આશાઓ અને અપેક્ષાઓ હતી કે જે દુર્ભાગ્યે પૂર્ણ નથી થઇ !!

સમગ્ર મુવી’માં જબરદસ્ત સેટ’અપ , સુપર્બ સ્પેશીયલ ઈફેક્ટ અને આલાતારીન કાસ્ટિંગ તો છે જ , પણ એ સ્પર્શ અને લાગણી નથી અનુભવાતી ! આખું મુવી ખાલી ખાલી અને કોરું’કટ્ટ લાગે છે . . જાણે કે તેઓએ સમગ્ર કથાનક પડદા પર કોતરી દીધું પણ તેને ઝીલવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે 😦 અહી ઘટનાઓ’ની હારમાળા છે પણ અસર’ની ગેરહાજરી છે ! મુવી પૂરું થયે પણ કૈક અધુરપ લાગે છે ! અને ખાસ તો એ દ્રશ્ય કે જ્યાં સમુદ્ર ઓળંગવા’નો હતો તે પણ વિચિત્ર રીતે સામાન્ય લાગે છે [ તેને બદલે ” ટેન કમાન્ડમેન્ટ્સ ” સમયે આટલી સ્પેશીયલ ઈફેક્ટસ નહોતી પણ એ દ્રશ્ય હજુ પણ આંખો સમક્ષ તરવરે છે . ]

e3

મોઝીસ અને ઈશ્વર વચ્ચેનો સંવાદ અને ચર્ચા / વિવાદ પણ ખાસ્સો શુષ્ક લાગે છે , યંત્રવત લાગે છે ! પુરા કથાનક’માં ધ્યેય , અસર , પ્રેરણા જેવા જીવન બદલી નાખનારા તત્વો’નો ખુબ જ ઓછો પ્રભાવ ઉભો થયો છે . ફેરો રામ્સીસ એટલો ક્રેઝી અને દુષ્ટ નથી લાગતો [ અને તેના પાત્રમાં Joel Edgerton પણ ખાસ્સો સામાન્ય લાગે છે ! ] જયારે મોઝીસ’નું પાત્ર Christian Bale‘એ સારું નીખાર્યું છે પણ બાકીનું કાસ્ટિંગ દમદાર હોવા છતાં ખુબ જ ટૂંકા સમય માટે પડદા પર આવે છે અને અલપઝલપ થયા કરે છે ! Christian Bale માટે જોઈ શકાય . . .

Me :  6 to 7 / 10 < Don’t ever just say what people want to hear .

IMDb : 6.1 / 10 [ 77,000 + People ] – by April 2015