ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , ,

1] મુવીઝ’ની પોસ્ટ’માં થોડાક વધુ રિવ્યુઝ ઉમેરવા હતા માટે થયું કે લાવ વચગાળામાં થોડીક શોર્ટ ફિલ્મ’સ વહેંચી લઉં .

2] શોર્ટ ફિલ્મો’ની પોસ્ટ’સ નિયમિત કરવાનો ઈરાદો છે , જોઈએ હવે આ ઈરાદો ક્યાં સુધી ટકે છે ?! 😉


Brain lapse [ by  ]

જ્યાં શબ્દો વિરામ પામે છે , ત્યાં ચિત્રો ઘટનાઓને આકાર આપે છે . . . ક્ષણે’ક્ષણ’માં જીવંત થતું અદભુત અને અકળ એનીમેશન .


Postcards from Pripyat, Chernobyl [ by  ]

સર્જન પછીનું વિશ્વ તો ખ્યાલ છે પણ વિસર્જન પછી’નું વિશ્વ કેવું હોય ? અણું’થી જ સર્જન અને અણુ’માંથી જ વિસર્જન  . . . ચેર્નોબિલ’ની એ દુનિયા ત્યાં જ થંભી ગઈ ! એ દુર્ઘટના બાદ ત્રીસ ત્રીસ વર્ષોના વ્હાણા વીતી ગયા અને હવે છે તો માત્ર , આકૃતિ અને પ્રકૃતિ !!


Latte Motion

કળામાં કૃતિ કે કૃતિ’માં કળા ? હરેક સર્જન’નું સર્જન કલ્પના કરે છે અને અંતરીક્ષ’ની જેમ કલ્પના પણ કદાચિત અવ્યાખ્યાયીત પદ છે !

ખોજ’માં મોજ મળે કે મોજ’માં ખોજ મળે . . કાશ , આવું રોજે’રોજ મળે 🙂 આ ‘ કોફી વિથ કરણ ‘ નહિ પણ ‘ કોફી વિથ કારણ ‘ છે !

[ Stop-motion animation created by Japanese company Ajinomoto General Foods using 1,000 cups of coffee to promote its latte drink flavoringMaxim Stick. ]

– – – Making of this Short Film – – –     


365One Year, One Film, One Second a Day [ by  ]

હરેક ઘટના’ની એક ક્ષણ હોય છે અને હરેક ક્ષણ એક ઘટનાને જન્મ આપી શકે છે . . જો એક ક્ષણમાં જ એક પૂરી ઘટના આકાર લઇ લે તો !? અદભુત કલ્પનાઓ’ને ઘટનાઓમાં જન્મ આપતું આ ક્ષણ’માં ‘મણ’ ચીતરી આપતું એનીમેશન .


Haring [ by  ]

યાદ આવે પેલું નસીરુદ્દીન શાહ’નું ” ભવ’ની ભવાઈ “નું કથન ?

હજુ ગંધ કેમ બંધ નથી થઇ !? હજુ બંધ કેમ ગંધ નથી થઇ ?! 😉 😀

[ હું નાનો હતો ત્યારે આ ડાયલોગ ખુબ બોલ બોલ કરતો ! ]