ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

1] યાદ છે ? છેલ્લે પ્રિડેસ્ટીનેશન , બિગીન અગેઇન’વાળી પોસ્ટ’માં કહેલું કે પોસ્ટ નિરાંતે બનેલી અને મને મારી જ નજર લાગી ગઈ ! [ Beaten by Self-Sight 😉 ] તે છેક એક મહિના બાદ આ પોસ્ટ સંભવ બની અને એ પણ માત્ર છ જ મુવીઝ સાથે !! કારણ ?? અમર , અકબર , એન્થની એવા શરદી , ઉધરસ અને તાવ 🙂

2] છેલ્લા દસ’થી બાર દિવસોમાં બધું જ શિડયુઅલ એ હદે તહેસ’નહેસ થઇ ગયું છે , કે નહિ નહિ ને હું એકાદ મહિના જેટલો પાછળ રહી ગયો ! અને તેના જ ભુગતાન સ્વરૂપે હોલીવુડ’ની આગામી ફિલ્મો’ની પોસ્ટ અત્યંત ટૂંક’માં આવશેમાત્ર સમરી સ્વરૂપે જ ! [ કારણકે નહિ નહિ ને 40’ની ઉપર મુવીઝ હજુ બાકી છે જોવાના o_O ] માટે આવનારી ત્રણેક પોસ્ટ’માં તે બધી મુવીઝ’નું ઉતાવળે તો ઉતાવળે ફીંડલુ વાળવામાં આવશે !

3] આજે પણ માત્ર છ જ મુવીઝ’નો ચિત્તાર થઇ શક્યો છે અને તેમ કરતા યે ધોળે દિવસે તારા દેખાઈ ગયા ! અને પહેલી વાર એવું થયું કે હું અંદાજે ત્રણ’થી ચાર દિવસ લોગ’ઇન ન થઇ શક્યો અને તેમ કરીને ઘણા મિત્રો’ની પોસ્ટ ચુકાઈ જવાયું 😦

4] IMDb Top 250‘વાળી સીરીઝ’માં પણ એક મુવી વધુ ” Bringing Up Baby ” જોવાયું [ એક રીતે કુલ ત્રણ મુવીઝ : ગોન ગર્લ , કિંગ્સમેન અને બ્રિન્ગિંગ અપ બેબી ] તો તેની વાત ત્યાં . .


Total Movies – 6 ~ ~ ~ Pictures – 30 Steady & 6 Gif

It would take 2 to 3 minutes to load the whole post .


John Wick , 2014

જ્હોન વિક ‘ એટલે એક પ્રકારે સેમી-રિવર્સલ ‘ તેરી મહેરબાનીયા ‘ 😉 યાદ આવ્યું , પેલું જેકી શ્રોફ’નું મુવી કે જેમાં એક શ્વાને નાયક’નાં મૃત્યુ’નો પ્રતિશોધ લીધો હતો [ શુદ્ધ ભાષા’નો જય હોં ! ] મતલબ કે , અહીંયા થોડું જુદું છે ! જ્હોન [ Keanu Reeves ] પહેલા એક ગેંગસ્ટર હતો પણ તેના જીવનમાં એક પ્રેમાળ યુવતી’નાં આવવાથી તે બધું છોડી દે છે પણ જેના માટે આ બધું છોડી દીધું હતું તે પ્રેમ જ એક દિવસ મૃત્યુ’ને ભેટે છે ! હવે તે ભયંકર ખાલી થઇ ચુક્યો હોય છે પણ ત્યાં જ મરતા મરતા તેની પ્રેમિકા’એ જે એક ગિફ્ટ મોકલી હતી , તે તેને મળે છે , અને તે હતું એક મસ્ત મજાનું ગલુડિયું , કુરકુરિયું ઉર્ફે બાળ’શ્વાન 🙂 પણ ના’મુરાદ દુનિયા તેને ઝંપવા દે તો ને ! અને તેની પ્રિય વિન્ટેજ ગાડી અને એકમાત્ર યાદગીરી’રૂપી પેલું ‘પપી’ તેની પાસેથી છીનવાઈ જાય છે અને આ ભાઈ’ની કમાન ફરીથી છટકે છે અને પછી શરુ થાય છે , ધાંય ધાંય અને બેંગ બેંગ . . . જેટલા પણ આમાં સંડોવાયા હતા , તે બધાય’ની એક બે ને ત્રણ કરી નાખે છે અને બાકી બધાય નૌ દો ગ્યારા થઇ જાય છે ! [ આંકડાશાસ્ત્ર 🙂 ]

જબરદસ્ત એકશન , બધું જ ઉપર’તળે કરી નાખતી બઘડાટી અને શરુ થાય છે બ’દલા તરવાડી’ની બદલા’ની દાસ્તાન !! કારણકે તે માત્ર કુતરું નહોતું , તે એકમાત્ર કુતરું હતું કે જે તેના પ્રેમ’ની ભેંટ હતી . કિઆનું રીવ્સ’ને ઘણા દિવસે જોવાની મજા પડી , ઓલમોસ્ટ આખું મુવી ડાર્ક શેડ્ઝ’માં જ છે . ઓવરઓલ જોઈએ તો મુવી’નો પ્લોટ અને સ્ટોરી સીધી’સાદી છે , છતાયે મુવી સિમ્પલી સુપર્બ બની શક્યું છે , પણ ક્લાસિક નહિ !

અંડરવર્લ્ડ’ની એક નવી જ દુનિયા અને તટસ્થ સ્થળ તરીકે “કોન્ટીનેન્ટલ” નામક એક હોટેલ મસ્ત દેખાડી છે , બાકી કઈ ખાસ નથી પણ કિઆનું રીવ્સ માટે તમે આ મુવી જોઈ શકો , તે પાક્કું 🙂 મતલબ કે આ દાસ્તાન ” કુત્તે મેં તેરા ખૂન પી જાઉંગા “ની નહિ પણ , ” કુત્તે કે લિયે , મેં તેરા ખૂન પી જાઉંગા “ની છે !

Me :  7 to 7.5 / 10 < People don’t change. Times do.

IMDb : 7.2 / 10 [ 1,37,000 + People ] – by April 2015


The Homesman , 2014

આ મુવી એટલા માટે જોવાયું કે તે એક વેસ્ટર્ન એડવેન્ચરસ ડ્રામા હતું અને બીજું કે મારા પ્રિય એક્ટર એવા ટોમી લી જોન્સ આ મુવીમાં લીડ રોલમાં તો હતા જ , પણ ડીરેક્શન પણ ખુદ તેમનું જ હતું !! અને આ બધાથી વેગળું . . , કે મહત્તમ વેસ્ટર્ન મુવીઝ’માં કોઈ પુરુષ પાત્ર કેન્દ્ર’માં હોય છે પણ અહીંયા એક સ્ત્રી’પાત્ર કેન્દ્ર’માં છે !! તો વિગતે વાર્તા માંડું તો  . . . 1850‘ની આસપાસનો સમયગાળો છે અને વિસ્તાર છે અમેરિકા’નો જ એક નિર્જન વિસ્તાર એવો નેબ્રાસ્કા ! આપણી નાયિકા ‘ મેરી બી કડી ‘ [ Hilary Swank ] હજુ પણ અવિવાહિત જ હતી અને તેણીનું આ એકલપણું કોઈ રીતે ભાંગતું જ ન હતું ! તેના ને તેના ચક્કર’માં તેણી ઘણી વાર તેનાથી ઉતરતા પાત્ર પાસે પણ ખુદ પોતાના જ વિવાહ’નો પ્રસ્તાવ રજુ કરી દેતી અને તેમ કરીને ઘણી વાર ઓઝપાઈ પણ જતી !! હવે બીજો ઘટના’ક્રમ જોઈએ તો . . . આસપાસ’નાં વિસ્તાર’ની ત્રણ અલગ સ્ત્રીઓ પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચુકી છે અને તેમને આ વિસ્તારથી દુર અઠવાડિયા’ઓનાં દુર્ગમ પ્રવાસ બાદ એક સેવાભાવી ચર્ચ સુધી ‘આઈઓવા‘ પહોંચાડવા’ની હતી પણ કોઈ કરતા કોઈ તે માટે તૈયાર થતું જ ન હતું ! [ ખુદ તેમના પતિઓ પણ નહિ ! ] અને કાઈક હતાશામાં , ગુસ્સા’માં અને સદભાવના’માં તેણી તે સ્ત્રીઓ’ને આઈઓવા પહોંચાડવાનું બીડું ઝડપી લે છે , અને તેણી નીકળી પડે છે એક ખખડધજ ઘોડાગાડી’માં ત્રણ પાગલ સ્ત્રીઓ ને લઈને  . . . અને ત્રીજા ઘટનાક્રમ’માં , નજીક’માં જ તેણી એક ઝાડ પર લટકાવેલા ભૂતપૂર્વ અને ભાગેડુ પ્રૌઢ સૈનિક એવા જ્યોર્જ બ્રિગ્સ‘ને જુએ છે [ Tommy Lee Jones ] અને તેણી એક શરતે જ તેનો જીવ બચાવે છે કે તે તેણીને આ મહિલાઓ’ને તેમની મંઝીલ સુધી પહોંચાડવામાં મદદ કરશે ! રસ્તો લાંબો , ભેંકાર , ખૂંખાર અને અનહદ જવાબદારીઓ’થી ભરેલો હતો , તો પછી આ બંને હોમ્સમેન તેમની મંઝીલ સુધી પહોંચ્યા ? તે માટે તો તમારે જ અનહદ ધીરજ રાખીને આ સફર ખેડવી રહી , દોસ્તો 🙂

શરૂઆત , મધ્ય અને અંત એમ ત્રણેય તબક્કાઓ’માં ઘણી વિકટ અને વિહવળ આ દાસ્તાન રહી ! સૌ’પ્રથમ તો એક પાંખા વિસ્તાર’માં એક એકલી સ્ત્રી [ મેરી બી કડી ] તરીકેની રોજબરોજ’ની સંઘર્ષ’ની દુનિયા અને તેણીનું ડેસ્પરેશન કાબિલેતારીફ ઝીલાયું છે [ ઘણા દિવસે હિલેરી સ્વાંક’ને જોવાનું થયું – આલાતરીન અભિનય , બસ અદભુત ] અને સામે તરફ એ ત્રણ સ્ત્રીઓ કે જેઓ સાન-ભાન ગુમાવી ચુકી હતી , તેમના એ યાતના’નાં દિવસો અને તેમની પીડાઓ’નાં દ્રશ્યો ભલભલા’ને ઝકઝોળી નાખે તેવા હતા [ માનસિક’થી લઈને શારીરિક યાતનાઓ સુધી’ની અસહનીય જિંદગી ] તે સમય’નાં અમેરિકા’ની સ્ત્રીઓ’ની યાતનાઓ’નું એક અજાણ્યું પાસું અને એક ભયાનક વિશ્વ આપણી સામે આવી ઉભું રહે છે, કે કેમ કરીને તેઓ સમજણ’ની પેલે પારના પ્રદેશ’માં ચાલી ગઈ ?! શૂન્યમનસ્ક બની ગઈ !? એક સળંગ વાર્તા કરતા પણ છૂટક ક્ષણો’માં અને ભાવ’વિશ્વ’માં આ મુવી છવાઈ જાય છે . જાણેઅજાણે એક ભેંકાર અને તરછોડાયેલી દુનિયા આપણી સામે આકાર લે છે અને એ ભયાવહ તથા દિગ્મૂઢ વિશ્વ સિનેમેટોગ્રાફર અને ડિરેક્ટર’નાં વિઝન’માં અદભુત રીતે ઝીલાયું છે !

મેં કહ્યુંને કે અલગ અલગ દ્રશ્યો’માં આ મુવી છવાઈ જાય છે ; જેમકે 1] આ ત્રણેય સ્ત્રીઓને એક જ કેરેવાન’માં બેસાડવી અને રસ્તામાં તેમનો બબડાટ અને વિલાપ સહન કરવો 2] રેડ ઇન્ડિયનો’નું દ્રશ્ય 3] રાત્રી રોકાણ દરમ્યાન બ્રિગ્સ’ના ગાંડા ગદોડવા ! 4] રસ્તામાં એક સમયે મેરી’નું રસ્તો ભૂલી જવું 5] એક પાગલ સ્ત્રી’નું ભાગી જવું 6] એક પાગલ સ્ત્રી સાથે મેરી’નો સંવાદ [ કે મને શું ગમે છે અને મારે શું જોઈએ છે ?! ] 7] બ્રિગ્સ અને ત્રણેય સ્ત્રીઓ’નું નદીમાંનું એક દ્રશ્ય [ ખરેખર સુંદર ] અને મુવી’ની છેક આખરી અડધી કલાક’માં આવતું એક જોરદાર આશ્ચર્ય ! એક ઝટકો !!

h5

. . . સમગ્ર કથાનક’માં હતાશા , ટ્રેજેડી , કોમેડી , એડવેન્ચર , લાગણીઓ’નું ભાવવિશ્વ , યાતનાઓ’ની દિગ્મૂઢ કરી દે તેવી દુનિયા , અકળતા , જવાબદારી અને એવા કઈ કેટલાય અદભુત તત્વો / સંજોગો’નો સમાવેશ થયો છે અને તેટલી જ અદભુત છે સમગ્ર મુવી’ની કાસ્ટિંગ [ એકથી ચડિયાતા પાત્રો અને તેટલા જ આલાતરીન કલાકારોખાસ કરીને પેલી ત્રણેય સ્ત્રીઓ ! ] ફિલ્મ’નો કલાયમેક્ષ એક રીતે કલાયમેક્ષ નથી પણ કઈક અકળ , અધુરપ છતાં પણ કઈક પામી ગયેલ જિંદગી જેવું જ છે ! મુવી ઘણા દ્રશ્યોમાં અકળ અને ધીરજ માંગી લે તેવું છે , પણ કઈક નવું જોવા મળશે એની ગેરેંટી – ખાસ કરીને ટોમી લી તથા હિલેરી’ના ચાહકો માટે મસ્ટ વોચ .

h6

Me :  8 to 8.5 / 10 < People don’t like to talk Death & Taxes !

IMDb : 6.6 / 10 [ 12,000 + People ] – by April 2015


What If , 2014

કોઈના લીધે તમારું બ્રેક’અપ થયું હોય અને હવે તમારા લીધે કોઈનું બ્રેક’અપ થાય તો ? તમે સંબંધ’માં પૂર્ણ વફાદાર હતા , છતાં પણ નિરાશ થયા અને હવે તમને કોઈ મળ્યું ત્યારે એ જ સંદર્ભ’માં એ કોઈ બીજું નિરાશ થાય ત્યારે ? [ જયારે એ ખુદ પણ પૂર્ણ વફાદાર રહી ચુક્યું હોય !! ] હવે બીજો મુદ્દો : સમાન રસ , તર્ક , વિષય’માં શું કોઈ બે વિજાતીય પાત્રો માત્ર મિત્રો રહી શકે ? પેલી ચીલાચાલુ લાઈન મુજબ ‘ ક્યા એક લડકા ઔર એક લડકી સિર્ફ દોસ્ત હો સકતે હૈ 😉 ? ‘ અને ત્રીજો મુદ્દો : શું તમને ક્યારેય એવું લાગ્યું કે આપણી સાથે જે સૌથી સારું કે સૌથી ખરાબ ઘટવાનું હતું તે ઘટી ગયું અને હવે સેચ્યુંરેશન’નો ગાળો શરુ થઇ ગયો , અને ત્યાં જ સૌથી સારા’માં સારું અને સૌથી ખરાબ’માં ખરાબ , અંત’માં ઘટી શકે કે જે એક નવી શરૂઆત તરફ દોરી જાય ??

જોયું !! આને કહેવાય મૂંઝવણ – ‘અકા’ , મગજ’નું દહીં થઇ જવું ! 😉 તમે પ્રેમ’માં ઉંધે’માથે પછડાટ ખાધી હોય અને છતાયે તમે એ જ રસ્તે નીકળી પડો . . . ઉલટા’નું તમે તમારા પ્રિય’પાત્ર સાથે ખુશ હો અને તમને કોઈ બીજું ગમવા માંડે !! – આ સમગ્ર ચીલાચાલુ ફિલોસોફી’થી ભરેલી ઘટના’ઓ અને દુર્ઘટના’ઓને કહેવાય જિંદગી’એ કરેલી સ્હ્ળી 😀 ઓકે , મુવી’નો આ કન્સેપ્ટ ઘણો જુનો છે અને તેના પર ઘણી ફિલ્મો પણ બની ચુકી છે પણ પણ ને ત્રીજી વાર પણ , અહીંયા વાત જુદી છે – બે મસ્ત મજાના પાત્રો’માં ફ્રેશ , ચાર્મિંગ છતાં પણ બિલીવેબલ એવા ડેનિયલ અને ઝોઈ આ મુવીને ઘણું ગમતીલું અને કેરીંગ બનાવે છે . આ બંને પાત્રો કોઈ હાઈલી રોમેન્ટિક નથી કે જેમની સ્ટોરી એપિક રોમાન્સ’નાં સ્તરે પહોંચી હોય ! આ તો માત્ર બે ગમતીલા પાત્રો’ની ગમતીલી પ્રેમ’કહાની છે કે જે સિમ્પલ એન્ડ સોબર છે અને છતાં પણ ચાર્મિંગ છે !

w5

વોલેસ [ Daniel Radcliffe ] પ્રેમ’માં દગો ખાઈ ચુક્યો હોય છે અને હવે છેક એકાદ વર્ષ બાદ એક પાર્ટી’માં શેન્ટ્રી’ને [ Zoe Kazan ] મળે છે કે જે તેને ગમી જાય છે , સ્પર્શી જાય છે પણ તેણી’નો તો ઓલરેડી એક વેલસેટ બોયફ્રેન્ડ હોય છે . . શેન્ટ્રી’નાં આગ્રહ પર બંને માત્ર મિત્રો બની રહેવાનું સ્વીકારે છે અને પછી શરુ થાય છે ઘટનાઓ અને ઘટમાળ’નો ઘટનાક્રમ ! અને તમને તો ખબર જ છે કે પ્રેમ થતો નથી પણ થઇ જાય છે 😉 આ બંને સિમ્પલ અને અંતર્મુખી જોડી’ને જ ટક્કર આપતી એક ક્રેઝી જોડી પણ આ મુવીમાં છે : એલન & નિકોલ [ ખાસ કરીને એલન’નાં પાત્રમાં , એડમ ડ્રાઈવર 🙂 ] કેનેડા’નાં અને આયર્લેન્ડ’નાં રમણીય બેકગ્રાઊંડ’માં સેટ થયેલી એક મસ્ત રોમ-કોમ .

w2

ખાસ કરીને આ મુવી મોમેન્ટસ અને તેના લીડ કેરેક્ટર્સ માટે યાદ રહી જશે : જેમકે શુદ્ધ ઉચ્ચારો’વાળો ઝડપી બોલતો છતાં પણ શાંત રહેતો ડેનિયલ રેડકલીફ અને એક બાળક જેવી અગમ્ય માસુમિયત’વાળા ચહેરા’વાળી ઝોઈ કઝાન ! અને બંને’ની ઘણી સ્વીટ મોમેન્ટસ : જેમકે એક ડ્રેસ’નું ચેંજિંગ’રૂમ વાળું દ્રશ્ય અને રાત્રી’નું એક બીચ પરનું દ્રશ્ય .

w6

Me :  8 / 10 < 99% honesty is the foundation of any relationship !

IMDb : 6.9 / 10 [ 31,000 + People ] – by April 2015


The Skeleton Twins , 2014

બે જોડિયા ભાઈ-બહેન . . વર્ષો’થી મળ્યા નથી અને વાત સુધ્ધા નથી થઇ !! અને એક દિવસ મેગી’ને [ Kristen Wiig ] ફોન આવે છે કે તમારા ભાઈ માઈલો’એ [ Bill Hader ] આત્મહત્યા’ની કોશિશ કરેલ છે પણ હવે ભયમુક્ત છે !! હવે જોગાનુજોગ જુઓ , જયારે ફોન આવ્યો ત્યારે તેણી પણ હાથમાં ઢગલો ટીકડી’ઓ લઈને , બસ . . . !!! આ બંને ભાઈ’બહેન’ની જિંદગી કૈક ખોવાયેલી અને મૂંઝાયેલી હોય છે [ ટપોરી ટોન’માં કહું તો , યે દોનો કી વાટ લગેલી થી , બાપ ! ] . . કારણ ? ઘણા વર્ષો પહેલા પપ્પા’નું સ્યુસાઈડ અને કૈક વિચિત્ર એવી સ્વ’માં જ રાચતી & વિહરતી ઓવર’પોઝીટીવ મમ્મી !!અને આવી જ કઈ’કેટલીય ઘટનાઓ’નાં ઘાત-પ્રતિઘાત સ્વરૂપે આ બંને’ની જિંદગીઓ કૈક ઔર રસ્તે જ નીકળી પડે છે , પણ હવે મેગી , માઈલો’ને પોતાને ઘેર લાવે છે , કઈ કરતા કઈ આશા કે ગતાગમ ન હોવા છતાં તે બંને કઈ નવું કે વિચિત્ર બનશે તેની રાહ’માં એકબીજા સાથે ગોઠવાય છે . . મેગી’નાં લગ્ન થઇ ચુક્યા હોય છે , પણ તેણીની પણ કૈક અગમ્ય ટ્રેજેડી હોય છે . . શું હતું તે ? શું આ બંને દિશા’શૂન્ય ભાઈ’બહેન’ને દિશા મળશે કે બંને ફરી ભૂલા પડી જશે ? એ તો તમારે જ જોવું રહ્યું , ને !

આ મુવી એક પ્રકારે ગ્રે’કોમેડી છે અને તેટલી ટ્રેજિક પણ છે ! એક તબક્કે આ બંને’ની મૂર્ખાઈ , બદનસીબ અને હાથે કરીને કુહાડા પર પગ દેવાની વૃતિ આ બંને ભાઈ’બહેન’ને સહાનુભુતિ’ને પાત્ર તેમજ અવગણવાને પાત્ર પણ બનાવે છે . . જાણે’અજાણે આ બંને એક’ની એક ભૂલ દોહરાવતા જ રહે છે , પરિણામ’ની જાણ હોવા છતાં !! તેઓ કશાક’થી ડરીને હંમેશા ભાગતા ફરે છે , જાણે કે અરીસો પણ તેમની ભૂલો પકડી પાડશે ! તેઓ સતત પોતાના બદનસીબ’ને એક્સ્ટેન્શન આપતા રહે છે . . . પણ આખરે આ અબોલા , સિક્રેટ્સ તૂટે છે પણ એક નવા ખળભળાટ’ની તૈયારી સાથે .

બંને લીડ પાત્રો એવા Kristen Wiig અને Bill Hader‘નું અદભુત પરફોર્મન્સ . એક સુંદર દ્રશ્ય કે જ્યાં આ બંને ભાઈ’બહેન એક ગીત લીપ’સિંક કરીને ગાય છે , તેવું જ તે બંને’નું સિન્ક્રોનાઈઝેશન રહ્યું – ક્રેકિંગ કેમિસ્ટ્રી [ ગીત પણ મસ્ત હતું કે . . ” કોઈ હશે કે નહિ હોય પણ આપણે બંને એકબીજા માટે જરૂર રહેવાના ” ] તેવી જ રીતે , જયારે આ બંને’ની મમ્મી તેમની સાથે ડીનર લેવા આવે છે , તે દ્રશ્ય પણ મસ્ત છે  . . અને હેલોવીન’ની એક ઇવેન્ટ પણ ! . . . અંત વાસ્તવિક છતાં પણ મેજિકલ છે ! બંને કંઈક ગુમાવે છે પણ અમુલ્ય એવું કૈક મેળવીને .

s3

Me :  8 / 10 < The Gruesome Twosome ! 

IMDb : 6.9 / 10 [ 18,000 + People ] – by April 2015


Kingsman: The Secret Service , 2015

બોન્ડ , બોર્ન , સોલ્ટ , xXx , મિશન ઈમ્પોસીબલ સીરીઝ’નો ઈથન હંટ અને પેરડી’ઝમા ઓસ્ટીન પાવર્સ તથા જ્હોની ઈંગ્લીશ’નાં આટ-આટલા સ્પાય’મુવીઝ શું ઓછા હતા , તે આ કિંગ્સમેન આવ્યા !? પણ આવ્યા તે શું સોલીડ આવ્યા ! 🙂 કિંગ્સમેન’ની દુનિયા એટલે શાલીનતા અને બઘડાટી’નો ગજબ’નો વિરોધાભાસ ! એકબાજુ મેનર્સ છે તો બીજી બાજુ લોહિયાળ ઘાતકતા ! કિંગ્સમેન એક સ્વતંત્ર ઇન્ટરનેશનલ સિક્રેટ સર્વિસ એજન્સી છે કે જે કોઈને જવાબદાર નથી [ ક્યારેક તો ખુદને પણ નહિ ! ] અને આ કિંગ્સમેન નામક સંસ્થા અને તેના પાત્રો’નું સર્જન કર્યું છે , માર્વેલ’ની જેમ જમર્વનામક એક પ્રોડક્શન હાઉસ કમ સ્ટુડિયો’એ કે જેણે આ અગાઉ કિક-એસ અને વોન્ટેડ જેવી બે બઘડાટી બોલાવી દે તેવી બેંગ બેંગ એક્શન મુવીઝ આપી હતીCreator : Mark Millar [ અને લાઈટ હાર્ટેડ એવી બ્રુસ વીલીસ’ની રેડ સીરીઝ પણ કેમ ભૂલાય ? મસ્ત-અલમસ્ત ] પણ આ મુવી જોવાનું મુખ્ય આકર્ષણ હતું , ડિરેક્ટર ‘ મેથ્યુ વોન ‘ કે જેની ત્રણ ત્રણ મુવીઝ મારી ફેવરીટ’નાં લિસ્ટ’માં હતી અને છે [ અતિ’ગમતીલી ફેન્ટસી એવી સ્ટાર’ડસ્ટ , બેંગ’ઓન એવી કિકએસ , અને ક્લાસિક એવી એક્સ’મેન : ફર્સ્ટ ક્લાસ ]

વાર્તા’માં તો . . . ધીમે ધીમે જગત’નાં કેટલાક જાણીતા ચહેરા’ઓ અને ખ્યાતનામ હસ્તીઓ / સત્તાધારી’ઓ ગાયબ થઇ રહ્યા હતા અને બીજી બાજુ એક નામ સર્વત્ર છવાઈ રહ્યું હતું : વેલેન્ટાઇન [ Samuel L. Jackson ] – એક બિલિયોનેર , કે ટૂંક સમયમાં જ કમ્યુનિકેશન ફિલ્ડ’માં બઘડાટી બોલાવી દેવાનો હતો – બધું જ મફત આપીને ! ફ્રિ ટોક / ફ્રિ ઇન્ટરનેટ !! પણ શું કામ ? વ્હાય ધીસ કોલાવેરી ડી ??? પહેલી વસ્તુ તો કોઇપણ ગાથા કે ફિલ્મ એટલી જ ઉંચાઈ’એ પહોંચે કે જેટલો તેનો પ્રતિનાયક ઉર્ફે વિલન પહોંચે ! જેટલો તે અકળ , વિચિત્ર અને ધૂની તેટલી જ વધુ બઘડાટી અને તેટલું જ અઘરું તેને રોકવું ! અને વેલેન્ટાઇન પણ એવો જ છે કે જે સતત બોલ્યા જ રાખે છે , પણ છે તોતડો !! કે જે લોહી’ની નદીઓ વહેવડાવી દે છે પણ જો તે ખુદ લોહી જોઈ લે તો ઉલટી થઇ જાય !! પોતે એક બિલિયોનેર છે પણ સતત એક યાંકી લુક’માં જ ફર્યા રાખે છે !! બર્ગર સાથે વાઈન પીએ છે !

. . અને જેમકે મેં કહ્યું તેમ , જેટલો વિલન ઉંચો તેટલી બઘડાટી વધુ અને જેટલી વિલન’ની સાઈડ’કિક ઉંચી એટલો વિલન ખુદ ઉંચો ! અને અહીંયા એટલી જ જીવલેણ અને ઘાતક સાઈડ’કિક તરીકે છે Gazelle [ Sofia Boutella : કે જે રિયલ લાઈફ’માં એક કમાલ’ની એથ્લીટ ડાન્સર છે – જય નૃત્યાંગના ! ] , એક એવી એથ્લીટ છોકરી કે જેના પગ નથી , પણ તેના સ્થાને છે ઘાતક બ્લેડ્ઝ ! [ મતલબ કે તેણી હાથચાલાકી નહિ પણ પગ’ચાલાકી કરે છેમાટે તેણીને ‘પગી’ પણ કહી શકાય 😉 ] યસ , આ બંને’ની જોડી વિયર્ડલી અમેઝિંગ છે અને તેટલી જ જબરદસ્ત છે , તેની ટકકર લેનારી કિંગ્સમેન’ની જોડી : હાર્ટ અને એગ્ઝી [ Colin Firth, Taron Egerton ] એક જેન્ટલમેન છે તો બીજો રખડું અને નવરો !! મતલબ કે એક ટ્રેઈન્ડ છે તો બીજો ડ્રેઈન્ડ છે ! કોલીન ફર્થ’ને આ અગાઉ ક્યારેય એકશન મુવીઝ’માં નહોતો જોયો પણ અહીંયા તેના કાસ્ટિંગે ખરેખર પાસું બદલી નાખ્યું [ બાર’ની તેની છત્રી’ફાઈટ જસ્ટ જબરદસ્ત છે ] પણ ઘણા બધા લોકોથી વિપરીત મને એગ્ઝી’નું પાત્ર કઈ ખાસ ન લાગ્યું [ મતલબ કે તેની કોઈ ખાસ ખૂબી ન લાગી કે જેના દમ પર તેને કિંગ્સમેન બનાવી શકાય ! ]

k4

ફિલ્મ’ની ખરી મજા તેના ઓલ્ડ ચાર્મ’માં છે , જાણે કે આપણે કોઈ જૂની બોન્ડ ક્લાસિક જોઈ રહ્યા હોય ! બધું જ પ્રિડીકટેબલ હોય અને છતાં પણ તમને ટ્વિસ્ટ મળે  . . સ્ટોરી’માં કાઈ એવું કોમ્પ્લેક્ષ ન હોય છતાં પણ તમને રસ પડે , એ જ આ મુવી’ની ખરી મજા છે : સ્માર્ટ સ્ક્રીપ્ટ અને રમતિયાળ / વેધક ડાયલોગ્સ’થી એક પ્રકાર’નો કરંટ સતત વહેતો લાગશે [ ડબિંગ’ની જગ્યાએ જો તમે ઈંગ્લીશ’માં જોયું હોય તો ખ્યાલ આવશે કે હું શું કહું છું !પણ ડબિંગ પણ મસ્ત’મોજીલું છે , હો !? ] ફિલ્મ’માં ઘણે ઠેકાણે તેનો ટોન અને કલેવર બદલાય છે અને છતાં પણ મુવી વહ્યે રાખે છે અને તેનું મુખ્ય કારણ હોય તો ઘણી બધી મોજીલી ઘટમાળ જેવી સિક્વન્સીઝ : જેમકે એગ્ઝી’ની ટ્રેઈનીંગ , ગઝેલ’ની એન્ટ્રી અને કાપાકાપી’ના દ્રશ્યો [ જાણે ભાજી’મૂળા કાપતી હોય એમ કાળો કેર વર્તાવે છે 😉 ] વેલેન્ટાઇન’ની એક વિચિત્ર ઇઝીનેસ અને કુલ એટીટયુડ , હાર્ટ’નો કાતિલ ઠહેરાવ તથા ધીરજ અને એગ્ઝી’ની સામાન્યતા 🙂

. . પણ મારી બે મનપસંદ સિક્વન્સ જો કોઈ રહી હોય તો તે હતી 1] ચર્ચ’ની એક અતિ’હિંસક કાપાકાપી’વાળી લડાઈ કે જેનું સળંગ શુટિંગ જ તમને છ્કક કરી દે !! [ ક્લાસિક કેમેરા મુવમેન્ટ અને જબરદસ્ત કોલીન ફર્થ – – એ દ્રશ્ય’માં અનહદ હિંસા છે , છતાં પણ તે જસ્ટિફાઈડ છે કે જે તમે જોશો તો ખ્યાલ આવશે ] અને બીજું દ્રશ્ય : કે જ્યાં કઈ કેટલાય’ની ખોપરીઓ’નાં ફુવારા ઉડી જાય છે !! [ આઈલા ? આવું દ્રશ્ય ?? : ફરી પાછું કહું છું આ પણ જસ્ટિફાઈડ છે અને ઉલટાનું આર્ટીસ્ટીક છે , બોલો !? મેલડી ખાઓ , ખુદ જાન જાઓ અથવા તો પહેલે ઇસ્તમાલ કરે ફિર વિશ્વાસ કરે 😀 ] પણ એક વાત ન પચી : વિલન ઉર્ફે વેલેન્ટાઈન’નો ક્રેઝી આઈડીયા કે જેના વડે તે દુનિયામાં ઉથલપાથલ મચાવી દેવાનો હતો – સિમકાર્ડસ !!

Me :  8 to 8.5 / 10 < Manners maketh man .

IMDb : 8.2 / 10 [ 1,00,000 + People ] – by April 2015

Honorable Mention : Currently between 240 to 250 in IMDb Top 250


Gone Girl , 2014

એક છોકરી , કે જે જતી રહી અથવા તો બસ હવામાં ઓગળી ગઈ ! . . જતી રહી તો એવી જતી રહી અથવા તો કહો કે , શું ઓગળી ગઈ . . કે તમે તમારા જ મોં’માં તમારા જ આંગળા ચાવી જાઓ o_O યસ , આ એક થ્રિલર છે , ઉભા રહો આ એક સાયકો થ્રિલર છે , હજુ થાક્યા ન હો તો થોડીક વાર હજુ ઉભા રહો , જી હાં , આ ડેવિડ ફીંચર’નું મુવી છે [ ઓય બાપલીયા ! ] . . . એમી [ Rosamund Pike ] અને નીક [ Ben Affleck ] બંને ખાસ્સા લાંબા એવા ગમતીલા ડેટિંગ બાદ લગ્ન કરે છે , બંને લેખન’પ્રવૃતિના ક્ષેત્રે જ સંકળાયેલા હતા , એમાં પણ એમી તો નાનપણ’થી જ એક ચાઈલ્ડ’સેલીબ્રીટી તરીકે ઉછરી હતી ! જી હાં , તેણીના નામ પરથી એક ” અમેઝિંગ એમી “ નામક એક ચિલ્ડ્રન બુક સીરીઝ પબ્લીશ થઇ હતી અને તે ખાસ્સી લોકપ્રિય પણ રહી હતી , પણ હવે પાંચ વર્ષ’નાં લગ્ન બાદ પરિસ્થિતિ’ઓ કઈક જુદી જ છે ! નીક આ દરમ્યાન ન્યુયોર્ક’માં બેકાર થઇ ગયો હોય છે અને તેની માં’ને કેન્સર હોવાનું માલુમ થતા જ તેને [ અને તેને લીધે એમી’ને પણ પરાણે ] ન્યુયોર્ક છોડીને મિસુરી’નાં એક નાનકડાં શહેર’માં વસવાટ કરવા આવતું રહેવું પડે છે ! આ પાંચ વર્ષો દરમ્યાન તેઓ બંને’નું કામ ખૂટી ગયું હોય છે , ધીરજ ખૂટી ગઈ હોય છે અને બંને’ના લગ્ન’જીવન’ની ખરેખરી વાટ લાગી ગઈ હોય છે !! . . અચાનક જ એક દિવસ , લગ્ન’ની પાંચમી જ એનીવર્સરી પર નીક’ને માલુમ થાય છે કે એમી ઘર’માંથી ગાયબ હોય છે અને ઘર’નાં એક ખૂણા’નું ફર્નીચર પણ તૂટેલું હોય છે અને તે પોલીસ કમ્પ્લેઇન કરે છે કે એમી’નું કદાચિત કિડનેપિંગ થયું છે ! અને પછી જે સનસનાટી’ની શરૂઆત થાય છે , કે જાણે લાગે કે આ તો બસ શરુઆત હતી . . . પિક્ચર તો અભી બાકી હૈ મેરે દોસ્ત 🙂

ફિલ્મ’નું ઓપનીંગ દ્રશ્ય જ ગુઢ છે અને એક સંવાદ બોલાય છે : ” What have we done to each other ? ” !! છેલ્લે તમને ખ્યાલ હોય તો મેં સ્ટોકર (2013) નામક એક મુવી’ની વાત કરી હતી કે જ્યાં શરૂઆત અને અંત એક જ દ્રશ્ય’થી થાય છે , મતલબ કે એક જ દ્રશ્ય માટે –  શરુ થાય ત્યારે તેનો ભાવાર્થ અલગ હોય અને પૂરું થાય ત્યારે ભાવાર્થ’રૂપી ગુઢાર્થ કૈક ઔર જ હોય !! અહીંયા પણ તેવી રીતે જ છે , જાણે કે સમય’નું એક ચક્ર ફરી ગયું હોય અને બધું જ ઉપર’નીચે થઇ ગયું હોય !

મૂળે તો મહત્તમ’ને ખ્યાલ જ હશે કે મુવી બેસ્ટસેલર નોવેલ “ ગોન ગર્લ ” પરથી જ બન્યું છે અને તેના લેખીકા ‘ Gillian Flynn ‘ એ જ મુવી’નાં સ્ક્રીન’રાઈટર પણ છે ! મુવી’ની હરેક ઝીણવટ અને માહૌલ’માં લેખકનો એ શબ્દ’બ્રહ્મ અને શબ્દ’ભ્રમ ઝીલાય છે અને વેબ પર વાંચેલી ઘણી સ્ટોરીઝ’ને માનીએ તો થોડા’ઘણા અંત’ને સિવાય મુવી ડીટ્ટો ટુ ડિટ્ટો એક પરફેક્ટ એડપ્શન છે અને તેનો ઘણો શ્રેય ડિરેક્ટર ડેવિડ ફીંચર’ને પણ જાય છે . તેમની મહતમ ફિલ્મો એક ડાર્ક વર્લ્ડ’માં પનપતી હોય છે , મનુષ્ય’નાં અંતર’મન’નાં ગુઢ અને છક્કડ ખવડાવી દે તેવા રહસ્યો’ને અને તેમની તીવ્ર સંવેદના અને ઈચ્છાઓ’ને તેઓ ઓનસ્ક્રીન એક ખરેખરું બળકટ રૂપ આપી દે છે  . . કે ઘડીક તો આંખોને વિશ્વાસ નથી બેસતો અને લોકો તેમની મુવીઝ અને મુવી’મેકિંગ પ્રત્યે દિગ્મૂઢ થઇ જાય છે , તણાઈ જાય છે અને આ વખતે પણ તે સ્ટોરી’નું સેટઅપ હોય , વચ્ચે વચ્ચે આવતું લાઈટ કે ડાર્ક હ્યુમર હોય (નીક’નું પેલું વિચિત્ર સ્માઈલ) , કટાક્ષ હોય કે પછી કોઈ વાસ્તવિક મુદ્દો (લગ્ન’જીવન અને મિડીયા’ઓબ્શેશન) ઉછાળેલો હોય . . અને વાર્તા’ને અંતે એક નવી વાત સાથે વાર્તા ફરી શરુ થતી હોય ! તેમની મુવીઝ’માં હંમેશા એક ડાર્ક કેરેકટર હાવી થતું હોય છે અને આખરે રીતસર’નું છવાઈ જતું હોય છે ! મનોજગત’માં છપાઈ જતું હોય છે !!

માનવ’મન’ની અકળતા અને બુદ્ધિ’ના લબકારા મારતી વાત એટલેગોન ગર્લ ” . વ્યક્તિ’ની બુદ્ધિ જયારે અવળે માર્ગે ચાલવાનું શરુ કરે છે ત્યારે તે શું વિનાશ નોતરી શકે અને ક્રમશ: તેની શું ધાર નીકળી શકે તેનો અંદાજ તો ખુદ તે વ્યક્તિ’ને પણ નથી હોતો !! જાણેઅજાણે તે વ્યક્તિ ખુદ વિધાતા બની જાય છે , તેની હરેક કલ્પના’ને તે વાસ્તવ’માં પલટાવવાની ત્રેવડ ધરાવતો થઇ જાય છે અને આ બંને પાત્રો’માંથી એક પાત્ર એવું જ સાયકો છે કે જેને એક તબક્કે ખુદને પણ ખ્યાલ નહોતો કે તેની ક્ષમતા શું છે , ઝીણું કાંતવાની તાકાત શું છે ? મુવી’ની અધવચ્ચે જ રહસ્યો’દઘાટન થઇ જાય છે પણ ખરી વાત ત્યારે જ શરુ થાય છે અને પછી જે માહૌલ બંધાય છે કે જેમ કોઈનું ધીમું મોત આવતું હોય અને થડકો વધતો જ જાય !! જી હાં , જેટલો થડકો રહસ્ય’નાં ઉજાગર થવામાં નથી તેટલો તેના આગલા તબક્કે વધુ ને વધુ વિસ્તરવામાં છે . . આ ઘટમાળ શરુ તો થઇ હતી એક ઘટના’ના પ્રત્યાઘાત સ્વરૂપે પણ પછી તે એટલી ઘટનાઓને જન્મ આપે છે કે મૂળ ઘટના જ ઝાંખી પડી જાય ! તમને એમ લાગશે કે આ બકો કાઈ કહેતો નથી છતાં ય કેમ અટકતો નથી ? 😉 પણ બાળ’મિત્રો સ્ટોરી જ એવી છે કે હું મગ’નું નામ મરી ન પાડી શકું ! મારો એકપણ ઈંગિત ઈશારો તમારી મુવી’ની મજા મારી નાખશે !

g7

આ મુવી’માં બે અલગ અલગ છેડે નીક અને એમી’નાં પાત્રોમાં બંને કલાકારો  Ben Affleck અને Rosamund Pike રીતસર’નાં છવાઈ જાય છે ! એક પાત્ર થોડેઘણે અંશે બોઘુ , લુચ્ચું અને લબાડ છે ત્યાં બીજું તિક્ષ્ણ , ઉન્માદી , ઘાયલ , ભાવશૂન્ય , અનહદ શક્તિશાળી (કે જે સંજોગોને ઉથલપાથલ કરી નાખે) , અભય છે (અને સાથે ભયજનક પણ) . . . એક તબક્કે એક પાત્ર એટલું તો હેબતાઈ જાય છે , દિગ્મૂઢ થઇ જાય છે કે ઘડીક તો દિશાશુન્ય થઈને તાકતું જ રહી જાય છે 😮 [ હું સ્પોઈલર’ને અવગણીને ચિત્તાર આપવાની ભરપુર કોશિશ કરું છું , તે જેમણે મુવી જોઈ લીધું હશે તેમને ખ્યાલ હશે જ ] મારા મતે ,  બેટમેન’નાં જોકર [ ડાર્ક નાઈટ મુવી ] પછીના વર્ષો’માં આટલું પાગલ અને અનુમાન’થી આગળ કેરેકટર કોઈ પણ મુવીમાં નહિ આવ્યું હોય ! બેન અને રોસ્મંડ’નું આલાતરીન પાત્રાલેખન અને અભિનય – ખાસ’મ ખાસ ” રોસ્મંડ પાઈક ” જાણે કે આ મુવી માટે જ હજુ તે જીવતી હતી અને આ એક મુવી’થી જ આવનારા સમય’માં તેણી ઓળખાશે – સ્ટેન્ડિંગ ઓવીયેશન + હેટ્સ ઓફ મારી મનગમતી એક્ટ્રેસ માટે [ છેક , બોન્ડ મુવીના સમયથી 🙂 ]

4

અને કમાલ’નાં સાઈડ કેરેક્ટર્સ તો ખરા જ , ડિટેક્ટીવ બોની ( Kim Dickens ) , નીક’ની બહેન માર્ગો ( કમાલ’ની Carrie Coon ) , ચબરાક વકીલ ટેનર બોલ્ટ ( Tyler Perry ) અને એમી’ના મીડીયોકર માં-બાપ ( David Clennon & Lisa Banes ) પણ ખરા ખેલંદા તો આ નીક અને એમી જ હતા અને એમાં પણ એક તો ખાસ’મ ખાસ ❗ બંને પાત્રો’નું પેરેલલ નરેશન અને એમી’નું વોઈસ’ઓવર આ બંને એલીમેન્ટ્સ જયારે કમાલ’નાં બેકગ્રાઊંડ સ્કોર સાથે ભલે છે ત્યારે થાય છે કે હવે શું થશે ? ધક ધક , ધક ધક  . . . [ અને જયારે એક ભયંકર મર્ડર થાય છે , ત્યારે તો . . બેંગ બેંગ ! ]

g5

Me :  8.5 to 9 / 10 < Amazing Amy !

IMDb : 8.2 / 10 [ 3,67,000 + People ] – by April 2015

Honorable Mention : Currently between 140 to 150 in IMDb Top 250


Advertisements