ટૅગ્સ

, , , , , , , , ,

1] કેટલા દિવસે શોર્ટ મુવીઝ જોઈ , બાપ રે !? [ શોર્ટ મુવીઝ’નું પાણીપુરી જેવું જ હોય છે અને એ વાત પરથી યાદ આવ્યું કે કેટલાલાલા દિવસ થયા , મને પાણીપુરી ખાધે ??!! ] અને તે જ રીતે કેટલા દિવસે શોર્ટ મુવીઝ’ની પોસ્ટ બની !! [ અરે દેવા , ઉઠા રે લે બાબા  . . . મેરેકુ નહિ રે 😉 ]

2] મને ખાસ તો SOLUS અને Wanderers ખુબ જ ગમી [ એક’માં એનીમેશન’ની સાદગી છે અને બીજામાં વિરાટ’નું દર્શનMust Watch ]

NOTE : All these movies are in HD , so if it buffers slowly then turn it off .

## For early features on Short films , CLICK HERE .


S O L U S

એક સ્પેસ’ક્રાફટ’ની સફર . . અફાટ અંતરીક્ષ’માં , એક વસવાટ યોગ્ય ગ્રહ’ની તલાશમાં . અદભુત એવું થોડામાં ઘણું કહી જતું એનીમેશન . વામન’નું વિરાટ તરફ’નું પ્રયાણ .

https://vimeo.com/identityvisuals/solus


Home Sweet Home

જયારે એક ઘર પોતાના મુળિયા ઉખેડે ત્યારે !? તે સફર કેવી હોઈ શકે કે જ્યાં તેનો બનાવનાર નહિ પણ તે ખુદ નક્કી કરશે કે તેનું ગંતવ્ય , તેનું સ્વપ્ન’વત સ્થળ શું હશે ?


Criterion Designs

ઘણી બધી ફિલ્મો’ની ઉલટા’નું ક્લાસિક ફિલ્મો’નું અને પ્રસિદ્ધ ઘટનાઓ’નું એનીમેશન અવતરણ ! એક સેકંડ માટે તો એક સેકંડ માટે , અને એ ક્ષણ કંડારાઈ ગઈ !!


Breakfast in Paris

જયારે એક મમ્મી ખતરનાક બનીને બ્રેકફાસ્ટ ખવડાવવા પાછળ પડે છે ત્યારે સાક્ષાત કાળ પણ સાક્ષી બનીને જોતો રહે છે 😉  ” માં તે માં , બાકી ખાય ઉપમા ” !!


Wanderers

કૈક શોધ’નારા , કઈક ખોળનારા . . . અગમ્ય અને અલભ્ય’ની તલાશમાં નીકળનારા એવા અંતરીક્ષ’નાં મરજીવા’ઓ . . . ગ્રાંડ સ્પેશીયલ ઈફેક્ટસ અને માઈન્ડ બ્લોઇંગ દ્રશ્યો’થી છકકડ ખવડાવી દે તેવી શોર્ટ મુવી ! [ અહીંયા વાર્તા અને વિષય કરતા વિઝન જબરદસ્ત છે ! ]

[ OR – YouTube Version ]