ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

1] આ પોસ્ટ એક રીતે ગયા રવિવારે અવતરણ પામવાની હતી પણ ભયંકર અફરાતફરી’ની વચ્ચે છેક હવે સાત દિવસ બાદ ખાબકી ! [ માટે જ ગયા રવીવારે ઓસ્કર નોમીનેશન’વાળી પોસ્ટ મુકાઈ હતી ! ]

2] ફરી એક એલાન : કે જે ભૂતકાળમાં વારંવાર નિષ્ફળ થઇ ચુક્યું છે પણ હવે તેને ફરજીયાત પાટે ચડાવવા ફરજ પડી જ છે ! તે એ કે , હવે તમામ પોસ્ટ્સ છેક નીચે જેAt last , at a glanceપ્રકારે મેં આપવાનું શરુ કર્યું છે અને જે રીતે હું મારા અપડેટ્સ પેઈજીઝ’માં આપું છું , તેવી જ રીતે બે થી ત્રણ ફકરા’ઓમાં આવશે [ રેલવેઝ’ની 2 Tier / 3 Tier વ્યવસ્થા મુજબ 😉 ] – આ વખતે હું ખરેખર આ બાબતે મકકમ છું ! [ જોકે પોસ્ટ’માં પિકચર્સ’ની સંખ્યા બાબતે હું બાંધછોડ કરવા નથી માંગતો , કારણકે શબ્દો’થી લાગેલ થાક આ ચિત્ર ઉતારે છેતે શબ્દો’ને દેહ આપે છે . ]

3] 2014’ની મહત્તમ ઇન્ડીયન મુવીઝ જોવાઈ ચુકી છે અને માત્ર ત્રણ’થી ચાર મુવીઝ કે જે બાકી છે તેના માટે નવી પોસ્ટ બનાવવા’નું ટાળવામાં આવ્યું છે , માટે નેકસ્ટ ટુ નેકસ્ટ પોસ્ટ પછી [ વચ્ચે એક બીજી પોસ્ટ’નું પ્લાનિંગ છે ! ] સીધું 2014’ની ઇન્ડીયન મુવીઝ’નું સરવૈયું ઉર્ફે મારું ટોપ 10 આવશે [ કે જે ગયા વર્ષ 2013’નાં સરવૈયા કરતા ઘણું વહેલું કહી શકાશે 🙂 ]


Total Movies – 7 + 3 ~ ~ ~ Pictures – 48 Still & 6 Gif

It would take 4 to 5 minute to load the whole post .


Happy New Year , 2014

થોડાક પ્રશ્નો : આ શું સ્ટોરી હતી ? આ બધુય શું હતું ? નહિહીહીહી ! હું કોણ છું ? ક્યાં છું ? મારો પાસવર્ડ શું છે ? !? શાહરૂખ હજુ જીવે છે ? ફરાહ , ફરાહ’વર અને ફરાહ’ભ્રાતા હજુ લોકોને ગાંડા બનાવે છે ? લોકો ખરેખર આ સર્કસ જોવા થિયેટર’માં જાય છે ? અને પછી કહે છે કે આ એટલુંયે ખરાબ મુવી નહોતું ! હું એમ કહીશ કે પતિ શિરીષ કુંદરે નિષ્ફળ તિસમાંરખા બનાવી તો પત્ની ફરાહે સફળ તિસમાંરખા 😀

h1

3 કલાક લાંબી મુવી ?? ત્રણણણણણણણ કલાલાલાલાલાક ? [ પડઘાઘાઘાઘા ! ] વારેવારે સળગતો એકમાત્ર રંગેલી લટ્ટ વાળો પેલો નંગ શાહરૂખ જ હતો ને ? [ અને પેલી સિક્સ પેક એબ’વાળી ફાઈટ ?? ઓયયયય 👿 ] બાપ રે ! પેલો અનુરાગ કશ્યપ અને વિશાલ દદલાની’નો ભયંકર કેમિયો [ શું આ બંને ખરેખર આવા કોઈ કારસ્તાન’માં સંડોવાયા હતા કે જેને કારણે ફરાહે તે બંનેને બ્લેકમેઈલ કરીને મુવી’માં કેમિયો કરાવી લીધો o_O ] અને પેલી ભયંકર લાંબી સોનું સુદ ભભરાવેલી સગવડિયા બહેરા’ની બાર’ફાઈટ !!?? વિવાન શાહ કે જે . . જેને ને તેને હેક કરતો ફરે છે , તે તેણે કોઈદી કોમ્પ્યુટર સ્ટાર્ટ પણ કર્યું છે ? અને અહીંયા ને ત્યાં ઓવરએક્ટિંગ કરીને આપણી માથે ઉલટી કરતો અને સાપ’ની જેમ ફૂંફાડા મારતો અભિષેક ! [ એક્ટર એવી જયા બચ્ચન’એ તો સાચું કહીને વટાણા વેરી દીધા પણ સાંસદ એવી જયા બચ્ચન’એ ફરી પાછા વટાણા વીણી લીધા 😉 ] અરે ઉભા રો ! બોકવાસ કલાયમેક્ષ તો રહી જ ગયો ! તો અહીંયા કાઈ સારું પણ છે ? છે ને ! થોડોક બોમન અને આખું ‘ મનવા લાગે ‘ ગીત . [ અમથા જેકી શ્રોફ આ બધાયથી નફરત નહિ કરતો હોય ]

Non-The : વધુ જીજ્ઞાશા સંતોષો – આ બંને બ્લોગર’મિત્રો કમ સિનીયર’બ્લોગર મિત્રો પાસેથી :

અધીર અમદાવાદી & નેહલભાઈ

Me :  2 / 10

IMDb : 6 / 10 [ 17,000 + People ] – by Jan. 2015


Kill Dil , 2014

આ શું મુવી હતું ? આ શું પ્લોટ હતો ? આવા એલિયન કેરેકટર્સ ? કિલ દિલ ? ખરેખર ! આવું નામ 😉 ગોવિંદા સાવ વેડફાઈ ગયો , અલી ઝફર તો વેડ્ફાયેલો હતો જ અને રણવીર થોડોક સહનીય લાગે છે પણ આખરે લબાડ સાબિત થાય છે ! અને મારી ફેવરીટ પરીનીતી તો હવે સાવ સ્ટીરીયોટાઈપ થતી જાય છે [ કેટલું વિચિત્ર પાત્ર છે , એનું પાછુ ! ]

એક ડિનર’નું દ્રશ્ય થોડુક વળી સારું છે અને વારેવારે વાગતા પેલા વિયર્ડ રિંગટોન્સ પણ 😉 ને થોડી માત્રા’માં આલોક નાથ પણ – જય બાબુજી 😉 ઘણા લોકોને મ્યુઝીક કૈક અનોખું અને ખાસ લાગ્યું પણ મને જબ્બર વિચિત્ર અને અધુરુ લાગ્યું !!

 Me :  3 / 10

IMDb : 4.7 / 10 [ 1,900 + People ]by Jan. 2015


Happy Ending , 2014

આ ફિલ્મ Krishna D.K., Raj Nidimoru‘ની ડિરેક્ટર બેલડી અને ગમતીલી ઈલીયાના માટે જોવાયેલી ! [ સૈફ હવે ખાસ્સો ફિક્કો પડી ગયો છેઓવરસેઈફ ! ] પણ મોટા પ્રોડક્શન’માં ઘણી વાર ક્લાસ અને બુધ્ધિના ચમકારા’નો ભોગ લેવાઈ જતો હોય છે ! અહીંયા સૈફ અને ઈલીયાના કરતા તો સૈફ અને રણવીર શૌરી’ની જોડી ઘડીક તો મોજ પાડી દે છે [ ખાસ તો પેલો ગોલ્ફ સીન 😉 ] કરીના’નો કેમિયો સાવ બોગસ છે અને પ્રિતી ઝીંટા’નો નાનકડો કેમિયો સુંદર છે , ગોવિંદા મસ્ત સેટઅપ બાદ વેડફાયો છે . સૈફ’નાં ઓલ્ટર ઈગો તરીકે યોગી’ને હજુ થોડોક વધુ એક્સપ્લોર કરાયો હોત તો મજા આવેત ! અને કલ્કી’નું પાત્ર પણ થોડું ઢીલુંઢફ્ફ લાગ્યું 😦

જોકે આ મુવી ઈલીયાના માટે જ વધુ જોવાયેલું એટલે એકંદરે મજા પડી [ ખાસ તો પહેલી વાર તેણીના અસલી અવાજ’માં હિંદી સાંભળવાની મજા પડીસચ અ ક્રિસ્પી વોઈસ ! જય દક્ષીણ લલના !! ] સ્ટોરી’માં કાઈ કરતા કઈ ‘ નવીન ‘નથી અને જે છે તેનું પણ કાઈ ખાસ ‘ નિશ્ચલ ‘ નથી ! પણ હાં , ગીતો એક કરતા એક એમ બધા જસ્ટ જબરદસ્ત છેઆખ્ખું આલ્બમ ! દિવ્ય કુમાર’નું જબરદસ્ત છાપરા’ફાડ ડિસ્કો સોંગ ” જી ફાડ કે “[ પણ મને તેની કોરિયોગ્રાફી ન ગમી ! ગોવિંદા’ને અનુરૂપ થોડી વધુ વાઈલ્ડ હોવી જોઈતી હતી ! ] અરિજિત’નું ‘ જૈસા મેરા તું ‘ , પેપોન’નું ‘ ખમ્મા ઘણી ‘, અમિતાભ ભટ્ટાચાર્ય’નું ‘ પાજી તુસ્સી ‘ અને રેખા ભારદ્વાજ’નું ‘ મિલેયા ‘ – અદભુત અને વૈવિધ્યસભર આલ્બમ – હેટ્સ ઓફ ” સચિન જીગર

Me :  5 / 10

IMDb :  5.4 / 10 [ 1,400 + People ] – by Jan. 2015


The Shaukeens , 2014

અક્ષય કુમાર’ની હવે હદ થાય છે ! ફર્ક એટલો જ છે કે : અક્ષય કુમાર એક રીતે પહેલાના જમાના’નાં નિષ્ફળ ગોવિંદા’ની સરખામણી’એ આજનો સફળ ગોવિંદા છે !! બંને હજુ આગલી ઉધારી પર જ જીવે છે ! એક તો રીમેક અને વળી પોતાનો રોલ એટલો બધો લાંબો અને વાહિયાત કે , ગયા જન્મ’નાં પાપ યાદ આવે !!!

s2

જૂની શૌકીન તો નથી જોઈ અને ખાસ એવી ઈચ્છા પણ નથી , છતાયે ત્રણેય ઓલ્ડીઝ’નાં પાત્રમાં ત્રણેય કલાકારો’ની પસંદગી સારી છે , છતાયે સ્ક્રીપ્ટ’માં કાઈ કરતા કાઈ નથી કે જેને આ ત્રણેય વયસ્કો પોતાના ખભે ઉઠાવી શકે !! પણ પિયુષ મિશ્રા ઘણી ઓવરએક્ટીંગ કરે છે ! અને અનુ તથા અનુ’પમ પણ સ્ટીરીયોટાઈપ લાગે છે ! લિસા હેયડ્ન ખરેખર ઉપલો માળ ખાલી હોય તેવા પાત્રમાં બંધ બેસે છે અને તેણીએ આ લોકોને માળ ભાડે પણ આપ્યો હોય છે 😉

s1

Me :  3 / 10

IMDb : 5.6 / 10 [ 1,100 + People ] – by Jan. 2015


Finding Fanny , 2014

ઓકે , તો જયારે પહેલી વાર આ મુવી’નું ટ્રેઇલર જોવાયેલું ત્યારે જ આ એક પ્લીઝંટ સંભારણું બની રહેશે તેવો આછો પાતળો અંદાજો આવી ગયેલો !! સ્ટોરી તો આપ સૌ’ને ખ્યાલ જ છે કે ગોવા’નાં એક દુરદરાઝ’નાં વિલેજ’માં એક એકલસુડા , ધૂની , તરંગી અને “જર્જરીત” પોસ્ટમાસ્ટર’ને અચાનક એક 46 વર્ષ જૂની ” ન પહોંચેલી ” ચિઠ્ઠી મળે છે કે જે તેણે , તેની ગમતી લાડી એવી સ્ટેફની ફર્નાન્ડીઝ ઉર્ફે ફેની’ને મોકલી હતી ! અને આ શું ? આ ચિઠ્ઠી તો તેને મળી પણ નહોતી ! એ સાથે જ વર્ષો જુનો વસવસો લાવાની જેમ બહાર ફાટી પડે છે ! અને હવે આ રોમિયો’ને તેની ફેની સુધી હજુ એક સંદેશ “ઉલટાનું ખુદ તેને જ આખેઆખો” પહોંચાડવાની જવાબદારી ઉપાડે છે , Angie [ દિપીકા ] અને તે માટે એક ગાડીની જરૂર હોય છે , એક ડ્રાઈવર’ની , માલિક’ની અને એક પ્રેરણા’ની !! મતલબ ?? એ તો તમારે જ જોવું રહ્યું ને , ફેનીડાવ 🙂

f9

પહેલા તો મને આ મુવી’નો આળસ મરડીને વાર્તા કહેતો અને સફર’ને જીવંત બનાવતો અંદાઝ ગમ્યો [ આમેય મને રોડ’મુવીઝ ખુબ જ ગમે છેકેમકે તેમાં સંજોગો અને સ્થળો તો બદલે જ છે પણ સાથે સાથે જક્કી એવા બર્ફીલા પાત્રો પણ પીગળે છે અને એક વહેણ’ની શરૂઆત થાય છે ! ] તો સીધા મુદ્દા પર પહોંચીએ ? મને અહીંયા સ્ટોરી’થી લઈને જેમાં તે સેટઅપ થઇ છે તે દુરગામી અને અંતરિયાળ એવું દરિયા’કિનારા વિનાનું ગોવા’નું પોકોલીમ ગામ ગમ્યું , તેના ચિત્રવિચિત્ર અને તરંગી પાત્રો ગમ્યા [ અને તેમના કલાકાર પણ ] , તેમની ઝાળા બાઝી ગયેલી સુસ્ત જિંદગીઓ’માં અને હરિયાળી’ઓથી ઘેરાયેલ અને લીલ બાઝી ગયેલ આંગણા’વાળા ઘરો’માં ડોકિયું કરવું ગમ્યું , અનીલ મહેતા’ની અદભુત સિનેમેટોગ્રાફી’થી લઈને અંતરિયાળ’થી બહારી દુનિયાનું ઝીણું કાંતેલું અને રીચ પ્રોડક્શન ગમ્યું , ઓછા તો ઓછા સંવાદો અને સ્માર્ટ વનલાઈનર્સ ગમ્યા , ટ્વિસ્ટ & ટેલ ગમ્યા , સ્ટોરી’નું નરેશન ગમ્યું , સમગ્ર અને સળંગ ઘટનાક્રમ’માં નાની નાની ત્રણ’થી ચાર અલગ કેડી કંડારતી અને આખરે મંઝીલ સુધી પહોંચતી સ્ટોરીઝ ગમી , હળવી’થી લઈને ફુલીશ’નાં સ્તર સુધી પહોંચતી ફિલોસોફી’નો અંદાઝ ગમ્યો , ભાવ પણ ગમ્યો અને હાવભાવ પણ ગમ્યા . . મતલબ કે અહીંયા બધું જ ગમ્યું [ ભમ્યું કશું નહિ 🙂 ]

f17

અહીંયા વાત જીવન’ની થાય છે , સફર’ની થાય છે પણ તેનું કેન્દ્ર છે , કોઈ’નાં કોઈનું મોત ! હાં , ટ્વિસ્ટ પણ મોત’થી આવે છે અને શરૂઆત , મધ્યમ અને અંત પણ મોત’ની આસપાસ જ ઘુમરી ખાય છે અને જીવન’નો મોત સાથેનો આ ફેરફૂદરડી’નો મેટાફોર મને ખુબ ગમ્યો કેમકે એક તબક્કે મૃત્યુ જ આ બધાય’ની ઠરી ગયેલ જિંદગીઓ’માં જીવન ફૂંકે છે અને પરીવર્તન’નો પવન ફૂંકે છે ! એક તબક્કે તો એક મૃત્યુ થઇ પણ જાય છે અને કોઈને ખબર પણ નથી પડતી ! ખુદ મરનાર’ને પણ નહીં !! [ અને લટકામાં પાછી બીજાઓની ગાળો ખાવી પડે છે 😉 – જે લોકોએ ફિલ્મ જોઈ લીધી હશે તેમને ખ્યાલ જ હશે ! એક મસ્ત ટ્વિસ્ટ ! ] અને હરેક સફર’માં કોઈના કોઈ પાત્રો અને થોડા નમૂનાઓ હોવાના જ ! તો અહીંયા પણ છે , એક બાઘા’ની હદે નિર્દોષ અને નિર્ભેળ વૃદ્ધ કુંવારો પોસ્ટમાસ્ટર [ નાસિરુદ્દીન શાહ ] , એક લગ્ન સમયે જ વિધવા થયેલી આંખોમાં સ્વપ્નો અને સ્વપ્નોમાં ઈચ્છા’ઓને જીવતી યુવતી [ દિપિકા ] , એક પ્રેમ’માં ચોટ ખાયેલો , મોડો પડેલો , ભોઠો પડેલો અને પાછો ફરેલો નિષ્ફળ અને હવાતિયા મારતો પ્રેમી [ અર્જુન કપૂર ] , દિકરાના લગ્ન’નાં દિવસે જ દિકરાને અને ઘણા વર્ષો પહેલા પતિ’ને ગુમાવનાર આધેડ અને કૈક છુપાવતી સ્ત્રી [ ડિમ્પલ ] અને એક ઝનૂની અને પોતાના ચિત્ર માટે પ્રેરણા મેળવવા મથતો સ્વકેન્દ્રી ચિત્રકાર [ પંકજ કપૂર ] , જેને શોધવાની છે તે ફેની અને એક આંગળી દેખાડતો છોકરો 🙂

આ સફર તો ફેની’ને શોધવાની હતી પણ તે દરમ્યાન હરેક’ને કાઈ ને કાઈ મળે છે . . કોઈને આશા , તો કોઈને ધ્યેય , કોઈને પ્રેરણા , તો કોઈને રોજબરોજ’ની ઘટમાળ’થી છુટકારો , કોઈને આંચકો , તો કોઈને સજા , કોઈને રહસ્ય , તો કોઈને સહાનુભુતિ અને આખરે . . કોઈને નવું જીવન – નવી આશા તો કોઈને મૃત્યુ અને અંત  . મુખ્ય પાંચે પાંચ કલાકારો’એ મસ્ત મજા કરાવી દીધી છે પણ સિનિયર્સ એવા ‘ પંકજ , નાસીર અને ડિમ્પલે ‘ અર્જુન અને દીપિકા’ને ખરેખર હંફાવી દીધા છે [ બાય ધ વે , દીપિકા આટલી ખુબસુરત તો રામલીલા’માં યે નથી લાગી ! ] ફિલ્મ’માં બે કેમિયો છે , એક સારો અને એક ખરાબ – રણવીર સિંહ’નો ઓકેઇશ અને બીજો કેમિયો’થી થોડો વધુ એવો પાદરીના પાત્રમાં ‘ આનંદ તિવારી ‘ 🙂 ઘણા લોકોને દીપિકા’નું નરેશન ન ગમ્યું કેમકે તેમના મત મુજબ આ સ્ટોરી નાસીર’ની હતી અને તેમનો ઘૂંટાયેલ અવાજ પણ વધુ બંધ બેસેત પણ મને દીપિકાનું નરેશન ગમ્યું અને ખાસ તો પંકજ કપૂર અને નાસીરુદ્દીન શાહ’નું એકમેક’થી સાવ સામા છેડા’ની બે અલગ જ જિંદગી જીવતા પાત્રો ગમ્યા .

યાદગાર દ્રશ્યોમાં : 1] જયારે નાસીર’ને ચિઠ્ઠી મળે છે કે જે ઘણા વર્ષો પહેલા નહોતી મળી , તે સમય’ના હાવભાવ ! 2] દીપિકા અને અર્જુન’નું શરુઆત’નું ગાડી પાસે’નું દ્રશ્ય , સંવાદ અને ઝીઝક !

3] સતત ઇન્સ્પીરેશન માટે તાગતો આખેઆખો પંકજ કપૂર 😉 4] દીપિકા અને અર્જુન’નું રાત્રી’માં ખેતર’વાળુ દ્રશ્ય અને દીપિકાનું આકાશમાં તાગતું રહેવું .

5] ડિમ્પલ’નાં પાત્રની એન્ટ્રી અને સ્કર્ટ’નું જરાસંધ થવું ! 6] રસ્તામાં બિલાડી સાથે થયેલ ઘટના 🙂 7] જયારે અર્જુન’ને તેના પિતાની ગન ગાડીમાંથી મળે છે અને . . 🙂 8] પેલી પેટ્રોલ અને બ્રાંડી’વાળી સિક્વન્સ અને આખરે ચિત્ર’નું બનવું અને ડિમ્પલ ! 9] વન ફિંગર બોય [ એકલ અંગુલી બાળ 🙂 ]

f21

Me :  8 to 8.5 / 10

IMDb :  6 / 10 [ 3,500+ People ] – by Jan. 2015


P.K. , 2014

પીકે વિષે એક લીંટી’માં એમ કહી શકાય કે તે મીઠી પીપરમીંટ જેવી છે કે જે તરત મીઠો સ્વાદ આપે પણ બાદમાં ખાટો અને છેલ્લે તૂરો અહેસાસ કરાવે ! એક એવી ફિલ્મ કે જે સવાલો ઉભા કરે પણ ખુદ તેની પાસે કોઈ તર્કબધ્ધ જવાબો ન હોય !! જે મજા કરાવે પણ બાદ’માં એવું લાગે કે ખોજ’નાં ઓઠા હેઠળ પોતાનો બોજ હળવો કરાવીને તમારી માથે મોજ’નું ખોટું મીંડું ચડાવી ગયું હોય o_O પીકે થીયેટર’માં જોવાયાના બે કારણો હતા : એક કે , ચાર’થી પાંચ મહિના સુધી એક પણ મુવી થીયેટર’માં જોયું ન હતું અને બીજું કે , સાંભા આમીર નહિ પણ ખુદ ગબ્બર એવા રાજકુમાર હિરાની !

તો મિત્રો , આ પોસ્ટ સ્પોઈલર’થી ફાટફાટ રહેશે , તો કૃપયા જેઓએ હજુ ફિલ્મ નાં જોઈ હોય તેઓ ‘ પીકે ‘ પુરતું આગળ નાં વાંચેતો ચાલો સીધું ધાંય ધાંય અને બાય બાય કરીએ ! ધાંય ધાંય શબ્દ’પ્રયોગ પરથી તો તમે સમજી જ ગયા હશો ને કે હું થોડી તડાફડી કરવાનો છું 😉 તો શરૂઆત કરીએ , રીમોટવા’થીકારણકે બધાય’ની જડ આ રીમોટવા જ છે 😉 પહેલું તો એ કે તેઓ એક સ્પેસ’શીપ બનાવી શકે એટલા ઉત્ક્રાંતિ પામી ચૂકેલ સજીવો હોય [ આમીર & એલીયન સન્સ લી. ] પણ રીમોટ હજુ બહાર લટકાવીને જ રખડતા હોય [ પછી સમડી ચીલ’ઝડપ કરે જ ને ! ચાલો કપડા નથી પહેરવા તો કાઈ નહિ પણ એટલીસ્ટ એક ખિસ્સા’વાળી ચડ્ડી જ કરાવી લેવી હતી ને 😀 :: વચ્ચે એ એવી ફિલોસોફી પણ ઝાડી લે કે પેલો કાગડો પણ નિવસ્ત્ર છે , છતાયે તે કેટલો સહજ અને કુદરતી લાગે છે ! – વાત સાચી , પણ કાગડા પાસે રીમોટ નથી ને 😉 ] બીજું : જો રીમોટ ફટાફટ મળી ગયું હોત તો ભગવાન વિશેની તેની કલ્પના / સત્ય / અવધારણા શું હોત ? સમાજે બનાવેલ અને ‘બનાવેલ’ ભગવાન’ની કલ્પના કેવી હોત ? અને પછી આગળ એ માનવ’જાત અને સંસ્કૃતિ / સભ્યતા / રીતભાત / બોલચાલ વિષે શું ખોજ ચલાવેત ? [ ભાઈ , આખરે તો તેના માટે જ તેને પૃથ્વી પર મોકલાયો હતો , ને ?! કે આ સજીવો કોણ છે ? તેની સભ્યતા અને ઉત્ક્રાંતિ’નું ગણિત શું છે ? વિજ્ઞાન શું છે અને સમાજ’ની સમજ શું છે ? ] ખરેખર , તો આ મુવી’નાં શરૂઆત’નાં કન્સેપ્ટ’થી આગળ વધીને એવું કહેવાયું હોત કે એક એલીયન અહી ભૂલો પડી જાય છે અને પછી આ ચિત્ર’વિચિત્ર દુનિયામાં તેની રોજબરોજ અને તેના રોજબરોજ’નાં છબરડા કેવી સ્થિતિઓ’ને જન્મ આપે છે તો તે એક માણવાલાયક ફિલ્મ બની રહેત , પણ આ લોકોને વાર્તા’ની આ ગાડી મૂળ આપણા સમાજ’માં ચાલી રહેલા ધાર્મિક પાખંડો , ગેરરીતિઓ અને ચિંતન’નાં અભાવે જડ’બુદ્ધિ બની રહેલા સમાજ તરફ વાળવી હતી [ કે જે અત્યંત જરૂરી છે ] અને તેમાં એલીયન દ્રષ્ટિકોણ બતાવવો હતો [ કે જે પણ આવકાર્ય છે ] પણ પણ ને પણ , આ બધુય ભેગું કરવામાં એ લોકોએ ભયંકર વેવલા’વેડા કર્યા છે – કેમકે નથી તો આ કોઈ ઉપદેશાત્મક ફિલ્મ લાગતી કે નથી કોઈ હૃદય સોંસરવો ઉતરી જતો કટાક્ષ કે નથી કોઈ સામાજિક મુવી કે ન કોઈ પ્રણયકથા !! [ આ તો છે માત્ર , પીકે . . કે જે રાખે છે ઝીંકે 😉 ]

હવે વાત કરીએ થોડા ભોપાળા અને મુદ્દાઓ’ની :: 1] પીકે પેલી ગણિકા’નો હાથ ઝાલીને તેની બધી ભાષા અને તેણીની બધી લઢણ [ ભોજપુરી ] પોતાનામાં ડાઉનલોડ કરી શકે છે પણ તે સર્વત્ર સામાન્ય એવો મહાવરો ” તારી મદદ તો ભગવાન જ કરી શકે છે ” ને તાર્કિક રીતે નથી સમજી શકતો ❗ 2] તે પેલા સરદારજી’નો હાથ ઝાલીને થોડી જ ક્ષણોમાં બધી હકીકત જાણીને [ તાર્કિક + ભાવુક ] ફેંસલો કરીને પોતાના પૈસા આપી દે છે પણ અગાઉ’ની ઘટનાના સંદર્ભ’માં એટલું નથી સમજી શકતો કે ભગવાન’ની વિભાવના અહીંયા અમૂર્ત સ્વરૂપ’માં લેવાની છે [ ત્યાં તમે મૂર્તિઓ સમક્ષ પોતાની વેદનાઓ ઠાલવો , તે ન ચાલે ! ] અને મુખ્યત : જો તેણે આ બધું ભાષાજ્ઞાન એક ગણિકા પાસેથી મેળવ્યું હોય તો તેણીની ભાવસૃષ્ટિ / માન’અપમાન’નાં અનુભવો / મજબુરી / રોજબરોજ વેઠવી પડતી અવહેલના એ સઘળા ઈમોશન્સ / સંઘર્ષ / કોમન સેન્સ / સુખ-દુખ’ની લાગણીઓ અને આખરે વાસ્તવિકતા’નું સ્વાર્થી ગણિત તે કેમ ન સમજી શક્યો ?? [ આ બાજુ તે અનુષ્કા’નો હાથ પકડીને તેના ભૂતકાળ’ની વાતો જાણી લે છે !! – સરફરાઝ વિષે ! ]

મતલબ કે આ બધું કમઠાણ મુખ્ય વિષય પર વાળવા જતા તેઓ ઘણા લોજીક’ને ટ્રેજિક બનાવી નાખે છે ! હું એમ નથી કહેતો કે ફિલ્મ’નું ઇન્ટેશન ખોટું છે પણ હું એમ કહું છું કે ફિલ્મ’નું ગણિત ખોટું છે . ઉલટાનું , તમારી પાસે આ બધી પોલંપોલ’ને ખુલ્લું પડતી દમદાર સ્ક્રીપ્ટ હોય તો ભલે ને વધુ એક આવી મુવી બનાવતા [ આ જ વિષય પર OMG આવી ચુકી હોવા છતાં હું તેને આવકાર્ય ગણું છુંપ્રેમ જેવા ટોપિક પરથી જુઓને કેટલી ફિલ્મો બને જ છે ને !? તો ભગવાન’ને નામે ચાલતા ધતિંગ અને ભવાડા પર કેમ નહિ ? ] ઉલટું અહીંયા જેટલો ચીલાચાલુ વિરોધ ફિલ્મ’નાં ધાર્મિક મુદ્દાઓ વિષે થયો છે , તેટલો હર વખતે આમીર જે રીતે પોતાના કપડા’ની વ્યવસ્થાડાન્સિંગ કારમાંથી કરી લે છે , તેના પર નથી થયોp1 [ અને , બીજું કે આમીર જેટલી વખત કપડા બદલાવે છે તેના મુજબ તો કેટલી ડાન્સિંગ કાર હોવી ઘટે ! અને તે પણ ખુલ્લી બારીઓ વાળી 😉 – – મતલબ કે તેઓ એક ગંભીર વિષય ઉપાડવાના પ્રયાસમાં ચીપ હ્યુમર તરફ વળી જાય છે અને પાછા વળવાના પ્રયાસમાં હવાતિયા મારે છે ! – – અને જો વાત ધાર્મિક લાગણીઓ દુભવવાની અને તેને સંગત વિરોધ’ની થતી હોય તો અહીંયા કાઈ કરતા કાઈ જ એવું નથી ! પણ કહેવાયું છે ને કે કંકાસી વ્યક્તિ એક હાથ’થી પણ તાલી વગાડી શકે છે o_O જય તાલી ! ] હજુ એક મુદ્દો : આખરે કલાયમેક્ષ’માં પેલા બાબા’ની અને સરવાળે ધાર્મિક પાખંડો’ની પોલ છતી કરવાના ખેલ’માં અને સરવાળે પીકે જીત્યો કે પેલા બાબા ? . . એ બધાનો મદાર જગ્ગુ’નો પ્રેમી સાચી દાનત’નો નીકળે છે કે નહિ , માત્ર તેના પર જ અવલંબે છે ! [ મતલબ કે પેલો સાચો નીકળ્યો તો પીકે સાચો અને ખોટો નીકળ્યો તો બાબો સાચો 😉 અરે ભાઈ એકલ’દોકલ લોકોથી તો સરકાર યે નથી ચાલતીઅને તમે અહીંયા એક પર દાવ માંડી’ને બેઠા છો ! જય દાવ ]

p5

હવે સીધું હોલસેલ’નાં ભાવમાં કહી દઉં તો : 1] ફિલ્મની શરૂઆત’ની સિક્વન્સ એવી જગ્ગુ અને સરફરાઝ’ની પ્રેમકહાની એકદમ ફાલતું અને લબાડ છે કે જેનો માત્ર ને માત્ર ઉપયોગ તેઓ કલાયમેક્ષ’માં વેવલા’વેડા ઉઘરાવવામાં કરી શકે ! 2] રાજકુમાર હિરાની’નાં ડીરેક્શન / વિઝન અને હકારાત્મકતા પર મને માન છે , પણ મુન્ના’ભાઈની બે ફિલ્મોને બાદ કરતા તેઓએ ગજબ’ની ઓરીજનાલીટી ગુમાવી છે [ મુન્ના’ભાઈમાં પણ ભાવનાત્મક વિષય હતો પણ છતાયે તે એટલું જ મેજિકલ અને બિલીવેબલ હતું ] જયારે 3 ઈડિયટ્સ’ને હું એક એન્ટરટેઈનર જ ગણી શકું કેમકે તેમાં અતિશયોક્તિ’ઓનો ખડકલો હતો જયારે પીકે’થી રાજકુમાર હિરાણી’એ રીતસર’નો ધબડકો કર્યો છે ! તેઓએ હવે ચોપરા કેમ્પ છોડીને કઈક પોતાનું ઓરીજીનલ અને ડેરિંગ કરવું જોઈએ , નહિતર ખોખાઓ’માં બીઝનેસ તો પડ્યો જ છે ! 3] અને હવે ચાર ફિલ્મો’માં તેઓ એકની એક મેથડ રીપીટ કર્યે જ જાય છે કે જ્યાં એક ખડૂસ સમાજ અને તેનો એક જબ્બર ખડૂસ પ્રતિનિધિ [ ડો.અસ્થાના , લકી સિંઘ , ડિન વાઈરસ અને અહીંયા બાબા ] અને તેની સામે પડેલો એક ચાર્મિંગ અને હકારાત્મક નાયક [ મુન્ના અને સર્કીટ’ની જોડી , રેંચો અને મિત્રો , પીકે અને જગ્ગુ ]. . મોજ આવતી જાય ને ખોજ થતી જાય અને છેલ્લે ખાધું પીધું ને રાજ કર્યું !!! p64] તેમની કહાનીઓમાં પ્રતિનાયક [ મુન્ના’ભાઈ સીરીઝ’માં – ડો.અસ્થાના અને લકી સિંઘ ] ખુબ દમદાર રહ્યા પણ 3 ઈડિયટ્સ’થી તેઓએ ડીન વાઈરસ’ને એક જોકર જેવા કેરીકેચર’થી ચીતરવાનું શરુ કર્યું અને હવે અહીંયા પીકે’માં તો બાબા [ સૌરભ શુકલા ] સાવ એટલે સાવ લબાડ લાગે છે ! [ તેનાં કરતા તો પેલો સિંઘમ’વાળો બાબા સરસ હતો 😉 ] તેમની ચારેય ફિલ્મો’ની સરખામણી’માં પીકે’નો કલાયમેક્ષ અત્યંત વેવલો , ફિક્કો અને ઈમોશનલી મેનીપ્યુલેટીવ લાગે છે ! અને એમાયે સાવ અંત’માં અનુષ્કા ઉર્ફે જગ્ગુ જયારે પીકે નામક પોતાની બુક’નું પબ્લિક રીડીંગ કરતી હોય છે , ત્યારનો બુક’નો કવર ફોટો જોયો ?! 🙂

એકંદરે આ એક સેમી-એન્ટરટેઈનર મુવી કહી શકાય કેમકે જયારે આપણે મજા માણવા લાગીએ ત્યારે તે ઉપદેશ આપવા માંડે છે [ મને OMG પણ તેની મૂળ ક્ષમતા કરતા થોડી ઊણી ઉતરતી લાગી હતી કેમકે તેની પાસે દેવાલાયક અને કહેવાલાયક ઘણું હતું કે જે ફિલ્મ’ની આખિર સુધીમાં છૂટી ગયું હતું . . પણ , હવે પીકે’ને જોયા બાદ OMG’ની વેલ્યુ આપોઆપ વધી જાય છેતે રીતે OMG ઘણી સાહસિક અને વધુ વેધક હતી ! ] એક તબકકે પીકે’નું ધ્યાન તેને જે માટે મોકલવામાં આવ્યો હતો તેમાંથી ભટકીને રીમોટ પર ચાલ્યું જાય છે અને બાદમાં તેના પરથી પણ ભટકીને અનુષ્કા ઉર્ફે જગ્ગુ પર ચાલ્યું જાય છે [ માટે , આ ભાઈ’ને જો જગ્ગુ મળી ગઈ હોત તો જય ભગવાન અને નાં મળી હોત તો જાય ભગવાન 😉 ]

ફિલ્મ છૂટક છૂટક સિક્વન્સ’માં ગજબ’ની જીવંત અને મજા પાડે તેવી છે : જેમકે આમીર ઉર્ફે પીકે જગ્ગુ’ને જેલમાં પોતાની બધી જ આપવીતી અને સફર’નું સફરિંગ સંભળાવે છે – તે સમગ્ર સિક્વન્સ [ એકંદરે ઇન્ટરવલ પહેલાનો ભાગ – ખાસ તો પેલા વાળંદ’નું પેન્ટ સરખું કરવું 😛 ] ખાસ તો તેમાં મને સંજય દત’નું કામ બહુ ગમ્યું [ જેટલી પણ વાર તે સ્ક્રીન પર છે તેટલી વાર એક મુસ્કાન છવાઈ જાય છેપછી તેની બોલવાની વિયર્ડ સ્ટાઈલ હોય કે નાચવાની ! મુન્નાભાઈ સીરીઝ’ની ખરી જાન સંજય અને અર્શદ’ની ક્રેકિંગ જોડી હતી ! યુનિક & એપિક 🙂 ]

હિરાની’ની ફિલ્મોનો હરેક વખતે અલગ તકિયાકલામ અહીંયા સાવ આઉટ ઓફ ફોકસ અને ફિક્કો લાગે છેરોંગ નંબર ! [ જાદુ કી ઝપ્પી , ગાંધીગીરી , ઓલ ઈઝ વેલ ] અને તેના પરથી ડેવલપ થતી અને વધુ મુંઝવી દેતી સ્ટોરી પણ . ચંપલ અને કોન્ડોમ’વાળી સિક્વન્સ પણ મસ્ત છે અને પેલી શરૂઆત’ની ટીકીટ’વાળી ઘટના પણ ! પણ હરેક સમયે જેલ’માં જતા રહેવાની વાત અપચો કરાવે તેવી છે ! ગીતો બધા જ મસ્ત છે , પણ કાં તો તેમની જરૂર જ નથી [ અનુષ્કા અને સુશાંત’નું પહેલું ગીત ] અથવા તો મિસપ્લેસ થયા છે [ ઠરકી છોકરો ગીત ધાંસુ છે , પણ ન મુકાયું હોત તો પણ કાઈ વાંધો ન આવેત ! ] આમ કરતા કરતા જ પૂરું મુવી અઢી કલાક’ને વટી જાય છે [ અહો આશ્ચર્યમ ! : અનુષ્કા’નો બોયકટ લુક અદ્દલ પ્રિતી ઝીંટા’નાં ‘ લક્ષ્ય ‘ મુવી જેવો જ છે ! અને પીકે’નાં રહસ્ય કરતા ય વધુ રહસ્ય વાળી વાત એ હતી કે આ બોયકટ લુક’ની જરૂર શી હતી ? 😉 ]

Me :  7 to 7.5 / 10

IMDb : 8.6 / 10 [ 39,000 + People ] – by Jan. 2015

Bonus : Must Watch Spoof OfP.K.


Haider , 2014

[ Disclaimer : Minimal posters sourced from ” minimalmoviepostersindia ” ]

ઓકે , તો આ પોસ્ટ સ્પોઈલર્સ’થી ભરપુર રહેશે [ જયારે લખવાની શરૂઆત કેમ કરવી , એ ખ્યાલ ન આવે ત્યારે ‘ ઓકે ‘ શબ્દ સવાર / બપોર / સાંજ જમ્યા પહેલા પાણી સાથે લઇ શકાય છે 😉 ] તો આ હતી વિશાલ ભારદ્વાજ’ની શેકસપીયર’નાં એડપ્શન’ની ટ્રાયોલોજી’ની છેલ્લી ફિલ્મ [ હેમલેટ પરથી હૈદરજોકે એક તબક્કે કિંગ લિઅર પરથી વાત આગળ વધવાની હતી પણ આખરે જય હૈદર થયું ! ]

હૈદર એટલે પાત્રો’ની જબ્બર જમાવટ , સંજોગો’ની કાતિલાના કરવટ અને મેલાતી કરવત , વાસ્તવિકતા અને વાર્તા’નો સરવાળો , એક ઠંડો સન્નાટો કે જે ત્યારે ભેદાય છે કે જયારે કોઈ રૂદન તળિયેથી ઉઠીને સપાટી’એ ડોકાય છે ! આ ડૂમા’ઓ અને ડુસકા’ઓની ન સંભળાતી દુનિયા છે – એક ટ્રેજેડી કે જે દુર્ભાવના’ઓથી પ્રેરાઈને દુસ્વપનો’માંથી દુર્ઘટના તરફ દોરી જાય છે ! કે જ્યાં બદલાની , વેર’ની આગ તો શમી જાય છે પણ હવે તેનાથી યે આગળ’નાં પ્રદેશમાં એકલા સળગવાનું છે ! આ વાત છે , ઠંડા પ્રદેશ’માં નિરૂપાયેલા ઠંડા બદલાની ! આદર્શો’ની અને વાસ્તવિકતાની , ઈચ્છાઓ’ની અને તેના પરિણામોની , દોરવણી’ની અને દોરવાઈ જવા’ની ! જેમકે હૈદર એક તબક્કે કહે છે કે :

दिल की सुनु तो तू है , दिमाग की सुनु तो है नहीं !

जान दू की जान लू ? मै रहु की मै नहीं !!

किसका जूठ जूठ है ? किसके सच मै सच नहीं !

है ? के है नहीं ? बस यही सवाल है , और सवाल का जवाब भी सवाल है !!

h13

To be or not to be ? વેર લઉં કે ક્ષમા દઉં ? માં અને ચાચા’ને સાથે જોયા છે તે સચ છે કે પછી માં’ની આંખોમાં જે દેખાય છે તે સચ છે ? આ દ્વંદ’નો દ્વંદ છે – પોતાની સાથે લડું ? કે પોતાના સાથે ? આ માં અને ડીલે’માં વચ્ચેની લડાઈ છે ! અહીંયા આર યા પાર નથી , ભૂત કે ભવિષ્ય નથી [ છતાં પણ તેના દુ:સ્વપ્નો અને કોડીલા સ્વપ્નો છે . ] જેમ બ્રહ્માંડ એક જબરદસ્ત અવ્યવસ્થા’ની સુંદર વ્યવસ્થા છે તેમ જ હૈદર પણ તેનો એક અંશ હોવાની અનુભૂતિ થાય છે . . સતત અફરાતફરી / અનિશ્ચિતતા , પ્રેમ અને વિશ્વાસ’નાં અંકુરોને પાંગરવા જ નથી દેતા ! ભૂતકાળની એ દુખદ યાદો , વર્તમાન’નું વિખાઈ જવું અને ધૂંધળું ભવિષ્ય એ ત્રણેય હૈદર’માં કાબિલેતારીફ ઝીલાયું છે ! તે રીતે સમગ્ર કથાનક અસમંજસતા’ની મુખ્ય થિમ’ને અદભુત રીતે જીવંત કરે છે ! અને આ બધી અનિશ્ચિતતા’ની શરૂઆત થાય છે , હૈદર’નાં પિતા એવા ડો.મીર’નાં એક દ્રઢ અને આશંકાઓ’થી દુર એવા નિર્ણય’થી – કે જ્યાં તેમનું લક્ષ્ય સાફ હોય છે અને દુર’ની દ્રષ્ટિ ધૂંધળી ! તેમણે જીવન’ને પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું [ પછી એ સિપાહી’નું હોય કે બળવાખોરો’નું ] કે જેણે નજીકના તમામ જીવન વેરવિખેર કરી નાખ્યા !!

h3

વિશાલ ભારદ્વાજે વાર્તા’ને પણ ઝીલી છે [ હેમલેટ ] અને વાસ્તવિકતા’નાં કેટલાક અંશોને પણ [ બશરત પીર’ની ‘ કર્ફ્યુંડ નાઇટ ‘ ] એ રીતે તેમણે હૈદર’ને એક સામાન્ય એડપ્શન પરથી ઉપર ઉઠાવીને એક કલાત્મક કૃતિ બનાવી દીધી છે કે જેનું હરેક પહેલું , હરેક પાત્રો , સંજોગો અને વાતાવરણ પૂરેપૂરું ભારતીય લાગે છે અને અપીલ આંતરરાષ્ટ્રીય ! હૈદર એટલે રાહ’ની દાસ્તાન . . રાહ પ્રિયજનો’ની અને સુખદ આવતીકાલની , વાત ભૂતકાળની અને ભૂતાવળ’ની , બદલા’ની અને બદલાવ’ની , પ્રેમ અને ધિક્કાર’ની , અત્યંત આદર્શ વચ્ચે પિસાતા આજ’ની અને ખંડેર બની ગયેલ વાસ્તવિક એવા આવતીકાલ’ની [ માં પોતાની નજર સમક્ષ ઘર’ને ખંડેર બનતા જુએ છે અને દિકરો ખંડેર’માં પોતાનું ઘર શોધે છે ! ખંડેર બની ગયેલ ઘર અને 90’નાં દશક’માં ખંડેર બનવા તરફ ગતી કરતા કશ્મીર’નાં રૂપકો ] અહીંયા જીવન ( આરંભ ) કે મૃત્યુ’ની ( અંત ) વચ્ચે શૂળ’ની જેમ ભોંકાતી ‘રાહ’ છે ! [ Wait kills ! ] સતત રાહ જોઈજોઈ’ને આંખો સુકાઈ ગઈ છે , આંસુઓ પણ પાંપણ’નાં ઉંબરા’ને ઓળંગતા નથી ! એ ભરાયેલ ડૂમો સતત અંદર ને અંદર કોરી ખાય છે – નથી ટકવા દેતો કે નથી અટકવા દેતો ! અહીંયા હરેક’ની પાસે કોઈને કોઈ આદર્શ / ઈચ્છાઓ / સ્વપ્નો / મહત્વકાંક્ષા’ઓ છે કે જેના તૂટવાથી / અધૂરા રહી જવાથી કે પછી નિષ્ફળ થવાથી કેન્દ્રબિંદુ એવા હૈદર’ને વેઠવું પડે છે અને એની આડઅસર રૂપે ફરી હૈદર સાથે સંકળાયેલ એ બધાય’ને !

વિશાલ ભારદ્વાજ’નાં હૈદર’માં સમગ્ર કથન અને કવન મને હૈદર કરતા ગઝાલા’નું વધુ લાગ્યું અને તે રીતે હૈદર’નાં પાત્ર પર ગઝાલા છવાઈ જાય છે [ ભાવ’ની રીતે , હાવભાવ’ની રીતે અને પ્રભાવ’ની રીતે પણઅને તે રીતે શાહિદ પર તબ્બુ છવાઈ જાય છે ] આ ગાથા , મૂંઝવણ , વ્યથા અને ટકરાવ કયારેય ( હૈદર-આર્શી ) કે ( હૈદર-અને તેના પિતા ડો.મિર’ની ) કે પછી ( હૈદર-તેના ચાચા’ની ) હતી જ નહિ , પણ તે તો હતી [ હૈદર-ગઝાલા’ની !!! ] તે રીતે શેકસપીયર’નાં હેમલેટ’માં ” Oedipus Complex “નો અણછ્ડતો ઉલ્લેખ અને અસર છે [ સિગ્મંડ ફ્રોઈડ’નાં મતે દિકરા’નું માતા તરફ અને દિકરી’નું પિતા તરફ પ્રચંડ શારીરિક ખેંચાણ , લગાવ , ઝનુન ] પણ અહીંયા મને વિશાલ ભારદ્વાજ’ની હૈદર’માં તેનાથી ઉલટું ” Jocasta Complex “નો પ્રભાવ વિશેષ લાગ્યો [ મતલબ કે માતા’નું દિકરા તરફ ] અને તે રીતે સ્ત્રી’ની એક અકળ બાજુ પણ વિશાલે બખૂબી વર્ણવી દીધી કે , જે સ્ત્રી તેના પતિને અંતર’નાં ઊંડાણ’થી નથી ચાહતી કે પછી ધિક્કારે છે કે પછી અવગણે છે તે જ સ્ત્રી તેના સંતાન’ને આકાશ’ની ઉંચાઈ અને સાગર’નાં ઊંડાણથી પણ વધુ પ્રેમ કરે છે , પોતાનું સર્વસ્વ નીચોવીને ! તેણીનો એક અંશ તેમાં કેદ થઇ જાય છે . . તેનું શરીર અને જીવન તો આગળ ગતિ કરે છે પણ મન તેના અંશ’માં જ રહી જાય છે ! [ પ્રેમ’થી પ્રેત તરફ ! ] આમ તે પહેલા પણ અધુરી રહી ગઈ હતી અને હવે પણ અધુરી રહી જાય છે ! [ અહીંયા ગઝાલા’ના સંદર્ભ’માંહૈદર અને ખુર્રમ વચ્ચે  ]

h4

તે રીતે ગઝાલા’નાં હાથ’ની મહેંદી , તેણીની આંખોમાં પડેલા કુંડાળા અને તેમાં અનિમેષ જોવાતી હૈદર’ની રાહ સાથે અજબ’નો ટકરાવ સર્જે છે – એક મેટાફોર રચાય છે ! અને આ ફિલ્મ જ છે , મેટાફોર’ની – – સફેદ બર્ફ અને તેમાં ઉડતા લાલચટ્ટાક લોહીની / કબ્રસ્તાન’ની આખરી લડાઈ’ની કે જ્યાં ઉપર પણ મોત છે અને નીચે પણ મોત છે / હૈદર’નું ખંડેર બની ગયેલ ઘર’માં આવવું અને આખરે એક ઘર’ને ખંડેર બનાવીને નીકળી જવું / આર્શી’નું પેલું ઉન’નું મફલર – કે જ્યાં ઘડીક આર્શી પોતાના પિતા તરફ તો ઘડીક હૈદર તરફ ઝૂલે છે અને આખરે તે ગૂંથણ વેરવિખેર થઇ જાય છે ! / ખુદ પોતાની જ કબર ખોદતા લોકો / એક સંવાદ’માં : યે કિસકા ઝનાઝા હૈ ? જવાબ : મુર્દે કા ! / AFSPA CHUTZPAH’નો કાવ્યાત્મક કટાક્ષ છે [ ચુત્ઝ્પા એક હિબ્રુ શબ્દ છે કે જે ખરેખર તો આમ લખાય છે : HUUTS PAH ] / અહીંયા ટકરાવ છે , ડહાપણ [ હૈદર’નાં દાદા ] , શાણપણ [ હૈદર’નાં ચાચા – ખુર્રમ ] , પણ અને ગાંડ’પણ [ હૈદર ] , ભોળપણ [ હૈદર’નાં પિતા ] આ બધા પુરુષો’નો અને તેમાં ફંગોળાય છે , એક સ્ત્રી [ હૈદર’ની માં ગઝાલા ] ( તે રીતે હું ખુલ્લેઆમ ગઝાલા’નાં પાત્રની વધુ નજીક છું અને મને આ સંઘર્ષ ગઝાલા’નો વધુ લાગે છે : ગાણિતિક રીતે કહું તો – ગઝાલા > હૈદર 🙂 )

હવે ફૂલ્લી ફિલ્મી વાતો કરીએ 🙂 એક ગણગણાટ મુજબસૌથી વધુ વાર એડપ્શન પામેલી કોઈ ગાથા હોય તો તેમાં બીજો નંબર આવે છેશેકસપીયર’ની હેમલેટ’નો [ પહેલો નંબર કદાચિત સિન્ડ્રેલા’નો છે ! ] અને વિશાલ ભારદ્વાજે અહીંયા રીતસર’નાં ગાભા કાઢી નાખ્યા છે , એમણે વાર્તાને કશ્મીર’નું ખોળિયું અને પાત્રોની મનોવ્યથા’નું સુંદર ચિત્રણ ( આધી બેવાHalf Widow / તલાશી’ની આદત અને તેનો ફડકો ! ) તો પહેરાવ્યું જ પણ તેમાં પોતાના અદભુત’ની કક્ષાના સંગીત દ્વારા રીતસર’નો પ્રાણ ફૂંક્યો છે . [ જેહલમ , સો જાઓ , ગુલો મેં રંગ , બિસ્મિલ , દો જહાં , આજ કે નામ , આઓ નાં , ખુલ કભી તો . . . કેટલા જબરદસ્ત ગીતો ! અરિજિત’થી લઈને સુખવિંદર’થી લઈને સુરેશ વાડેકર અને આખરે રેખા ભારદ્વાજ’નાં સ્વરમાં ‘ રાત મેં જિનકે બચ્ચે બિલખતે . . ‘ ( એક અદભુત સમાપન ) ] , વાયોલીન’નાં નાદથી ભરેલો બેકગ્રાઉન્ડ સ્કોર , Opinion , Impression અને Character development’થી ધીમેધીમે બંધાતો પહેલો હાફ , આટલું ઘેરું / કાવ્યાત્મક અને સ્થિર થતા થતા ડહોળાઇ ગયેલું કશ્મીર પહેલા નહોતું જોયું [ થેન્ક્સ ટુ સિનેમેટોગ્રાફર : પંકજ કુમાર ] , ગુલઝાર’નાં અદભુત શબ્દો અને ફૈઝ અહમદ’ની અદભુત રચનાઓ ! અને અદભુત સ્ક્રીપ્લે [ આ ફિલ્મ પરથી જે વિવાદ શરુ થયો હતો ‘ બોયકોટ હૈદર ‘ તેવું અહીંયા કાઈ કરતા કાઈ નથી ! મને એ યાદ નથી કે છેલ્લે કઈ ફિલ્મ’માં વિરોધ થયો હતો અને તેમાં કઈ કરતા કઈ સાચું અને ઠોસ નીકળ્યું હતું ! ] , આ મુવી કોઈ રીતે એન્ટી-ઇન્ડીયન નથી પણ આ એક  એન્ટી-વોર મુવી છે [ તે રીતે એક અફસર જયારે કહે છે કે : બે હાથીઓ’ના લડવાથી ઘાસ છુંદાવાનું જ છે ! ત્યારે તે હકીકત ભલે ઘણી વસમી લાગે પણ સાચી છે અને અહીંયા તે જ રીતે હૈદર’નાં કથાનક’માં કશ્મીરી પંડિતો’ની વાત એટલા માટે નથી આવતી કેમ’કે તેનું અહીંયા કોઈ લોજીક જ નથી બનતું ! જેમકે આવો જ કોઈ ડ્રામા કશ્મીરી યુવાન પંડિત પર ફિલ્માવાય અને તેમાં હૈદર’ની વાત ઉઠાવાય તો કેટલી બેહુદી લાગે !? મતલબ કે બંને કોમ’ની વાત અલગ દ્રષ્ટિકોણ માંગે છે અને બંને પાસે તેમની વ્યથાઓ છે . ]

એકથી એક ચડિયાતા પાત્રો અને તેમાંના જબરદસ્ત કલાકારો [ શાહિદ’નું અત્યાર સુધીનું બેનમૂન પરફોર્મન્સ – મહત્તમ આંખોથી , વન & ઓન્લી તબ્બુ , કેકે , કુલભૂષણ ખરબંદા , આશિષ વિદ્યાર્થી અને . . . ભોળી તથા સાહસિક એવી આર્શી’નાં પાત્ર’માં શ્રધ્ધા – પ્લકેડ , લવેડ , કિકેડ 🙂 અને પેલી રૂહ્દાર’ની એન્ટ્રી !? ( ઇન્ડીયન સિનેમાની કેટલીક જબરદસ્ત એન્ટ્રીઝ’માની એક – જય જબરદસ્ત ઈરફાન 🙂 ) અને આખરે  પેલા સલમાન ભાઈ’ઓ 😉 ]

હેમલેટ’નાં હૈદર’માં રૂપાંતર’માં પહેલું પાસું ચર્ચાઈ ગયું : Oedipus Complex , બીજું પાસું તે : સ્વગત બબડાટ / સ્વ સાથે મથામણ [ Soliloquy & Monologue ] – અને તે પણ આબાદ રીતે જીવંત થઇ ઉઠ્યું છે , અહીંયા શાહિદ’નાં અફલાતુન અભિનય’માં . એક તો ઉપર ક્વોટ થયેલી પંક્તિઓ અને બીજું તે કશ્મીર’નાં લાલ ચોકમાં હૈદર’નો જનતા જોગ સંદેશ / બળાપો / કટાક્ષ [ તે દ્રશ્ય’માં શાહિદ અદ્દલ તેના પિતા પંકજ કપૂર જેવો ભાસે છેઅદભુત દ્રશ્ય અને અદભુત અદાકારી ! ઘડીક મને એમ પણ થયું કે હૈદર’નાં પિતાના પાત્રમાં પંકજ કપૂર’ને લીધા હોત તો !? જોકે નરેન્દ્ર ઝાં પણ અદભુત અભિનય કરે છે . ] અને ત્રીજું પાસું તે : મૂંઝવણ / અનિશ્ચિતતા / અસ્પષ્ટતા ઉર્ફે ડીલેમાં – Dilemma ! [ કે જે અહીંયા થોડીક ઓછી દર્શાવાઈ છે ! હૈદર’ની મૂંઝવણ કરતા અહીંયા તેની અકળામણ અને પાગલપન વધુ દર્શાવાયુ છે . ] અને આખરે વાત થાય અંત’ની , તો તે મૂળ પ્લે કરતા જુદો છે [ કે જે પરફેક્શન વિરુધ્ધ ક્રિયેટીવીટી’નો મુદ્દો કહેવાય પણ તેમાં વિશાલ ભારદ્વાજ’ને ક્રિયેટીવીટી’ને અંતર્ગત ફૂલ માર્કસ આપવા પડે , તેટલી હદે તેમણે મૂળ કથાનક’ને વફાદાર રહીને તેનું ભારતીયકરણ કર્યું છેહેટ્સ ઓફ ! ]

સમાપન’માં . . . અહીંયા હરેક’ની મૂંઝવણ છે , અલગ દ્રષ્ટિકોણ છે , અલગ જ ઘૂટન અને પીડા છે અને આખરે મળતી સજા છે ! આખરે બે પાત્રો જીવતા રહી જાય છે પણ તેઓ જીવંત નથી રહેતા ! હવે તેમનું ભૂત / વર્તમાન / ભવિષ્ય એ ત્રણે ત્રણ ખંડેર બની ચુક્યા હોય છે  . તેઓ સ્મૃતિભગ્ન બની ચુક્યા હોય છે [ હૃદયભગ્ન તો પહેલેથી હતા જ ! ]

Me :  8.5 to 9 / 10

IMDb :  8.6 / 10 [ 24,000+ People ]by Jan. 2015

Noteકદાચિત હૈદર IMDb Top 250’માં એન્ટ્રી પામશે , થોડાક જ અઠવાડિયા’ઓમાં

[ જોકે ‘ ક્વિન ‘ IMDb Top 250’માં નથી પ્રવેશી શક્યું 😦 ]


At last . . . at a glance !


Bangalore Days , 2014

b1

બેંગ્લોર ડેયઝ , એટલે 2014’ની મલયાલમ ભાષાની એક ધાંસુ અને ક્રીટીકલી અક્લેઈમ્ડ મુવી ! માટે જ આ બંદા ત્યાં બિન્ધાસ્ત થવા ગયા ! મતલબ કે સત’નાં પારખા કરવા 😉 આ વાત છે ત્રણ કઝીન્સ કમ ફ્રેન્ડઝ’ની [ આઘે’આઘાના ! ] અને તેમના જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણ’ની , અભિગમ’ની અને પડશે એવા દેવાશે’નાં ઇઝી એપ્રોચ’ની ! પણ જેટલા મજાના પાત્રો છે એટલી મજાની સ્ટોરી નથી [ ઘણી ખેંચી છે ! તાંબાના તાર’ની જેમ ]

b2

સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ સ્કોર આલાતરીન કક્ષાનો છે ! આટલા વિધવિવિધ એંગલ’થી તમે બેંગ્લોર નહિ જોયું હોય તેની ગેરેંટી ! ફિલ્મ ઘણી જગ્યાએ ઓવરસ્માર્ટ લાગે  છે અને કોઈ પણ એક મુદ્દો પુરેપુરો હેન્ડલ નથી થતો એવું લાગ્યા કરે છે ! પણ એક વાત તો પાકકી છે કે , પ્રાદેશિક ફિલ્મો’ની કક્ષામાં બંગાળી અને મરાઠી બાદ મલયાલમ’ભાષી ફિલ્મો ઘણી આગળ આવતી જાય છે ! [ આખરી ઈકરાર : આ મુવી મુખ્યત: નઝરીયા નઝીમ માટે જોવાયેલી અને અંશત: બેંગ્લોર માટે 🙂 ]

b3

Me : 7 / 10

IMDb : 8.3 / 10 [ 2,200 + People ] by Jan. 2015


North 24 Kaatham , 2013

ફરી એક મલયાલમ મુવી ! આ વાત છે , એક અતિ ચોખલા માણસની ! હરી  . તેને પોતાના શરીર અને આજુબાજુ’નાં પરિસર વિષે એક પ્રકારનો Obsessive-compulsive disorder હોય છે [ અતિશય ચોખ્ખાઈ અને સ્વચ્છતા ] અને તે એટલી હદે વકરી ચુક્યો હોય છે કે તે માણસોના સમૂહ’માંથી રીતસર’નો બહાર મુકાઈ ગયો હોય છે ! [ છેલ્લે તેણે કોની સાથે હાથ મિલાવ્યો હશે તે પણ એક સવાલ હતો ! Extremely Isolated ! ]

પણ એક સમયે કિસ્મત કરવટ બદલે છે અને આ ભાઈને એક બીજા શહેરમાં એક સોફ્ટવેર કોન્ફરન્સ અટેંડ કરવા પરાણે જવું જ પડે છે અને તે દરમ્યાન ટ્રેઈન’માં કૈક એવા સંજોગો બદલાય છે કે તેને મધરાતે પોતાની મંઝીલ’થી ઘણે દુર એક વૃધ્ધ અને અજાણી છોકરી સાથે પ્લેટફોર્મ પર ઉતરી જવું પડે છે ! અને પાછું તે દરમ્યાન નજદીક’નાં ઘણા વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટ’ની હડતાલ હોય છે અને પછી પગપાળા , રીક્ષામાં , લીફ્ટ માંગીને , બસ’માં , બોટ’માં , એકદંડિયા પુલ પર લટકીને , ભાગતા ભગાવતા અને કઈક એવા ચિત્રવિચિત્ર હથકંડા’ઓ અપનાવીને તે આખી સફર ખેડે છે ! આ સફર હતી હરી’નાં આંતરિક બદલાવની , અદભુત એવા કેરળ’નાં સૌંદર્ય’ની , અનુભવોની , જીવન’ની , મૃત્યુ’ની , ક્ષોભ’ની , વિક્ષોભ’ની , સંવેદન’ની , લાગણી’ની , દરકાર’ની , સ્વાર્થ’ની અને પરમાર્થ’ની !

હરિની કુટેવ બની ગયેલ ટેવો’નું અદભુત ડીટેઇલીંગ , અદભુત સિનેમેટોગ્રાફી , સ્પર્શતું બેકગ્રાઉંડ મ્યુઝીક , સંજોગો , સુંદર ઘડામણ પામેલા પાત્રો . . આ ફિલ્મ’ની સાદગી અને મિઠાશ તમારી સ્મૃતિઓ’માં રહી જશે !  Fahadh Faasil, Nedumudi Venu, Swathi Reddy આ ત્રણેય મુખ્ય પાત્રો’નો મસ્ત અભિનય  – જરૂરથી જોવા જેવું એક રોડ મુવી .

n2

Me : 8 to 8.5 / 10

IMDb : 7.5 / 10 [ 5,00 + People ] by Jan. 2015


Mr. and Mrs. Iyer , 2002

એક અંતરિયાળ સફર દરમ્યાન મિસિસ ઐયર [ ચુસ્ત તમીલીયન બ્રાહ્મણ – પ્યોર વેજીટેરીયન ] અને નાનકડા બાળ’ને સફર કરવી પડે છે અને તે દરમ્યાન એક સાથી મુસાફર રાજા‘ને તેણીના માતાપિતા તેમની દિકરીનું ધ્યાન રાખવાની વિનંતી કરે છે . રસ્તામાં હિંદુ-મુસ્લિમોના દંગા ફાટી નીકળે છે અને કટ્ટર’વાદીઓ બસમાંના મુસ્લિમો’ને વીણીવીણી’ને મારવા માંડે છે અને આ દરમ્યાન જ મીસીસ ઐયર’ને ખ્યાલ આવે છે કે રાજા પણ એક મુસ્લિમ હોય છે ! અને તેણી હડ્બડાટ’માં તેનો જીવ બચાવવા તેને પોતાના પતિ મિ.ઐયર તરીકે ઓળખાવે છે અને પછી સંઘર્ષ તથા માન્યતાઓ’ની આ સફર ઘણું સફર કરતી કરતી આગળ વધે છે , નવા મુલ્યો બંધાય છે અને પૂર્વગ્રહો તણાય જાય છે !

આ મુવી કેટલા દિવસોથી બાકી હતું !!! અપર્ણા સેન’નું ચુસ્ત ડીરેક્શન અને એક સંવેદનશીલ વાત અને સ્પર્શી જતી વાર્તા ! અદભુત લોકેશન્સ , જબ્બર ઇન્ટેન્સીટી અને અત્યંત વાસ્તવિક પાત્રાલેખન – કોંકણા સેન અને રાહુલ બોઝ’નો જબરદસ્ત અભિનય  . જરૂરથી જોવા જેવું મુવી .

Me : 8 to 8.5 / 10

IMDb : 8 / 10 [ 3,300 + People ] by Jan. 2015