ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

1] છેલ્લી પોસ્ટ’માં ખોજ’ની કેડી’એ પગલાં હતા , જયારે આ પોસ્ટ’માં મોજ’ની પગદંડી’એ ઠેકડા છે 🙂 મતલબ કે ફૂલ્ટું મોજ પાડે તેવી એનીમેશન + એક્શન + સાઈ-ફાઈ મુવીઝ’નું બેંગ બેંગ !

2] આ પોસ્ટ’થી અને આ વર્ષ’થી એક નવો અખતરો શરુ કરાયો છે [ મારા માટે અખતરો અને તમારા માટે ખતરો 😉 ] કે જ્યાં પાછલા કેટલાક વર્ષો’ની [ અને ઘણા સમયથી પાસે રહેલી ન જોવાયેલી મુવીઝ ] ઝાઝી બધ્ધી મુવીઝ વિષે માત્ર અછડતો ઉલ્લેખ કરીને રીડર’તર્પણ કરવામાં આવશે 😉 [ મતલબ કે મારે જોવાતું થાય અને તમને તે વિષે થોડું તો થોડું હું કહી શકું ! ] – મતલબ કે આ અખતરા નાના ને નાજુક્લા હશે 🙂 [ જુઓ , આજની પોસ્ટ’માં જ છ ફિલ્મોનો નિવેડો લાવી દિધો છે અને મારોય થોડો ભાર હળવો થાય ને ?! ]

3] આજની પોસ્ટ’માંની મુવીઝ’ને અનુસાર થોડીક ઈમેજીસ વધુ અપાઈ છે . [ માટે પોસ્ટ લોડ થવામાં હરહંમેશ’ની જેમ ! થોડી વાર લાગી શકે , પણ તે સંબંધિત કોઈ પણ ફરિયાદ લેવામાં આવશે નહિહુકમ’થી 🙂 ]


Total Movies – 8+6 ~ ~ ~ Pictures – 52 Still & 12 Gif

It would take 5 to 6 minute to load the whole post .


Teenage Mutant Ninja Turtles , 2014

આ મુવી એટલા માટે જોવાયેલું કેમ કે આ અગાઉ તેનું જ એનીમેશન વર્ઝન જોવાઈ ચુકાયેલું અને બીજી વાર ઓરીજીનલ છ ફીટ ઊંચા કાચબા જોવામાં મમ્મી ખીજાય એમ નહોતા 😉 આ અગાઉ પણ TMNT નામક એનીમેશન’ની વાત થયેલી જ ! યાદ આયા ? [ link ] અને આ વખતે તો લટકામાં ‘ મેગન ફોક્ષ ‘ પણ નૈનો સે બાણ ચલાવી રહી હતી . . માટે જય મેગન 🙂

1

ફિલ્મ’ની સ્પેશીયલ ઈફેક્ટ જેટલી જબરદસ્ત છે તેટલી જ સ્ટોરી ઠીકઠાક છે 😦 ચારેચાર કદાવર અને સ્ફૂર્તિલા મ્યુટંટ કાચબા’ઓ ગજબ’નાં લાગે છે અને ખાસ તો નાના બેય કાચબા’ઓ [ ડાયલોગ મારવામાં અને શોટ મારવામાં પણ ! ] સ્ટોરી’નું જરા એટલે જરા પણ ડેવલપમેન્ટ નથી થયેલું . . બસ ધાંય ધાંય અને બેંગ બેંગ ! હાં , એકશન સીન્સ ‘ બધા એટલે બધા ‘ જબરદસ્ત છે [ ખાસ કરીને બરફ’નાં એવેલાંચ’માં ધડબડાટી બોલાવતી ટ્રક’ની ફાઈટ ! ]

2

કલાયમેક્ષ’માં કાઈ ખાસ દમ નથી કે નથી કોઈ દમ વિલન’માં કે તેના મોટીવ’માં ! મેગન અને સ્પેશીયલ ઈફેકટસ માટે જોઈ શકાય પણ ગજબ’ની અંધાધુંધી અને અફરાતફરી વાળો સ્ક્રીનપ્લે મુવી જોવાની એટલી મજા નહિ પાડે એ વાત ચોકકસ !

3

Me :  5.5 / 10

IMDb : 6 / 10 [ 1,00,000 + People ] – by Jan. 2015


Cloudy with a Chance of Meatballs , 2009

બાપ રે ! આ મુવી કે’દિવસ’નું જોવાનું બાકી હતું [ એકસ-રે’ની જેમ બાપ-રે પણ અસ્તિત્વ ધરાવે છે ! ] મહતમ તો આ મુવી’ના કથાનક વિષે આપ સૌ’ને ખ્યાલ હશે જ કે . . એક ધૂની ધુરંધર’ના ચિત્ર-વિચિત્ર પ્રયોગો’માંના એક એવા પાણીમાં’થી ખોરાક બનાવવાના પ્રયોગ’ની આડઅસર અને અતિ-મહત્વકાંક્ષા’ના ફળસ્વરૂપ મશીન ઓવરલોડ થઇ જાય છે અને પછી રીતસર’નો ખોરાક’નો વરસાદ થાય છે !! પૂરું શહેર જ્યાં જુઓ ત્યાં ભાતભાત’ની વાનગીઓથી ઢંકાયેલું જોવા મળે છે અને આખરે આ બધું અટકાવવાની શરૂઆત કરે છે , ખુદ ગબ્બર મતલબ કે આપણો યુવા વૈજ્ઞાનિક 🙂

શરૂઆત’નું સેટઅપ અને માહૌલ બંધાવવાની સ્પીડ અને રીતભાત થોડીક અંધાધુંધી’વાળી અને થોડીક કંટાળો ઉપજાવે તેવી છે [ તે રીતે મુવી’નો કદાચિત 40% ભાગ થોડોક નીરસ લાગે છે , તેના પાછલા ભાગ’ની સરખામણી’એ ! ] અને સાથે સાથે ચાલતો લવ-ટ્રેક પણ થોડો આઉટ-ઓફ-સાઈટ લાગે છે !! [ ફ્લિન્ટ અને સેમ સ્પાર્કસ – ધૂની યુવા વૈજ્ઞાનિક અને વેધર રિપોર્ટર ] જોકે ત્યારબાદ આ મુવી એક મસ્ત સ્પીડ પકડે છે કે જ્યાં ચારેકોર ખોરાક’નું એક સુનામી આવી ચુક્યું હોય છે ! અને આકાશમાંથી બારે મેઘ ખાંગા થાય તેમ ખોરાક’ની વર્ષા થાય એટલી જ વાર હોય છે ! અને નીકળી પડે છે , આપણી પ્રેમી બેલડી , એક મલ્ટી’ટેલેન્ટેડ પાયલોટ કમ ડોક્ટર કમ કોમેડિયન કમ જે કહેવું હોય તે [ એક મસ્ત મજાનું પાત્ર 🙂 ] બેબી બ્રેન્ટ [ એ કોણ ? એ પણ મજાનું પાત્ર જ છે તમે ખુદ જ જોજો ] અને એક બોલતો વાંદરો ‘ સ્ટીવ ‘ 🙂 સ્ટોરી’નાં એકઝીક્યુશન’વાઈઝ થોડી લુઝ પણ પાત્રો’ની બાબતમાં થોડી રીચ આ એનીમેશન’માં બે બીજા પણ મજાનાં પાત્રો છે – ફ્લિન્ટ’ના મૂંછાળા ડેડી અને એક પોલીસ ઓફિસર . એમાં પણ ફ્લિન્ટ’ના મૂંછાળા ડેડી ટીમ’નું વાતેવાતે ” ફિશિંગ મેટાફોર ” સાથે હરએક વાત કહેવું ભારે મોજ પાડે છે 😀

3

આખી મુવી’માં ફૂડ’ની આંધી – તુફાન – વરસાદ – વાવાઝોડું ગજબ’નાં ક્રિયેટીવ દેખાડ્યા છે [ નુડલ્સ’નું એક વાવાઝોડું જોજો અને વિખ્યાત બાંધકામો પર પડતા જાયન્ટ ફૂડઝ’નાં નમૂનાઓ જોજો ] અને આખરે આવતી બાપ-દીકરાની એક નાનકડી ઈમોશનલ સ્પીચ પણ મજાની છે , પણ ઓવરઓલ જે જામો પડી જવો જોઈએ તે ન પડ્યો [ આખરી 30 મિનીટ બાદ કરતા ! ] સ્ટોરી’ના ટ્વિસ્ટ & ટેલ એ રીતે થોડાક લૂઝ છે પણ એનીમેશન ગજબ’નું ક્રિયેટીવ છે , એ મારા જેવા ફૂડ’લવર’ની જાણ ખાતર 🙂

Me :  7 / 10

IMDb :  7 / 10 [ 1,19,000 + People ] – by Jan. 2015


Into the Storm , 2014

આ મુવી’નું ગુજરાતી અનુવાદ હોઈ શકે : જોડે રે’જો રાજ , વાવાઝોડા’માં 😉 [ વા વાય ને જોડુ ઉડે તેને વાવાઝોડું કહેવાય – જાહેર હિત’માં ! ] એકદમ સીધી સ્ટોરી . . વાવાઝોડું આવ્યું અને આ બધા ગયા ! [ મતલબ કે ગયા કામથી !! ] વાર્તામાં , અમેરિકાના એક શહેર’માં વાવાઝોડા’ની હારમાળા ત્રાટકે છે અને બધું ખેદાન-મેદાન થઇ જાય છે અને તે દરમ્યાન બે વાર્તા’પ્રવાહો ડેવલપ થાય છે – એક છે : એક પિતા કે જે પોતાના દિકરાને બચાવવા નીકળી પડે છે અને બીજું : વાવાઝોડા’ને નજીકથી શૂટ કરવા અને તેનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતી એક ટીમ !

i4

આ મુવી’નો સૌથી મોટો પ્લસ પોઈન્ટ તેની સ્પેશીયલ ઈફેક્ટ છે અને એ સિવાય જો તમે કોઈ બીજી ઈફેક્ટ શોધવા જશો તો તમારી માથે ખોટી ઈફેક્ટ થવાની સંભાવના વધુ રહેશે ! જી હાં , અહીંયા કોઈ એવો હાઈ-ફાઈ ઈમોશનલ ડ્રામા નથી કે જે વાવાઝોડા’ની સાથે સાથે વણી લીધો હોય અને તેથી , આ જ પાસું તેનું પ્લસ અને માઈનસ પોઈન્ટ્સ એમ બંને બને છે ! તે રીતે મહતમ ઘટના પ્રચંડ વાવાઝોડા’ની આસપાસ જ ઘૂમે છે અને બીજી બાજુ કોઈ ડિસ્કવરી’ની ડોક્યુમેન્ટ્રી જોતા હોય તેવું લાગે છે !!

i2

જોકે શરૂઆત’નું સેટઅપ એકદમ ઇઝી-ગોઇંગ છે અને પ્રચંડ વાવાઝોડા’ઓની હારમાળા વચ્ચે સિમ્પલ અને સોબર સ્ટોરી’લાઈન ચાલ્યા કરે છે ! જોકે પોતાના ચિત્ર-વિચિત્ર વાનર’વેડા અને ભયંકર બારકસ’વેડા સતત કેમેરા’માં રેકોર્ડ જ કર્યે રાખતા બે ભાઈઓ’ની જોડી ઘડીક મોજ પાડે છે 🙂 પ્રિ-કલાયમેક્ષ’નું દ્રશ્ય કે જ્યાં નાનકડા પરિવાર’ની વાત છે , તે મસ્ત રજુ થઇ છે અને આખરી કલાયમેક્ષ ખરેખર ધાંસુ રીતે વાવાઝોડા’ઓના પ્રલયકારી ટોળા’ઓએ કબજે કરી લીધો છે – ખાસ તો જયારે પ્રચંડ વાવાઝોડા’નાં કેન્દ્ર’નું દ્રશ્ય આવે છે ત્યારનું દ્રશ્ય !!

Me :  6 to 6.5 / 10

IMDb :  6 / 10 [ 35,000 + People ] – by Jan. 2015


Edge of Tomorrow , 2014

પ્લોટ કઈક આવો છે : એલીયન એટેક થઇ ચુક્યો છે કે જેમાં અતિ ઝડપી અને મહાખૂંખાર કરોળિયા જેવા સ્પીસીસ માનવજાત’નો ખુરદો બોલાવી રહ્યા છે ! મહતમ યુરોપ હાથમાંથી સરકી ચુક્યું હોય છે અને હવે જંગ ઇંગ્લેન્ડ’ના દ્વારે ટકોરા મારતી આવી ચુકી હોય છે . કેઈજ નામક [ ટોમ ક્રુઝ ] એક વોર મીડિયા રીલેશન ઓફિસર’ને સૈન્ય’માંથી આદેશ મળે છે કે તેણે ખુદ યુધ્ધ’સ્થળે જઈને પરિસ્થિતિઓ’ની ભયાનકતા’ને લોકો સમક્ષ પહોંચાડવી ! પણ કેઈજ’નાં ઇનકાર કરવાથી તેને પરાણે સૈન્ય છાવણી’એ પટકી દેવામાં આવે છે અને તેને પહેલા જ દિવસે કવરેજ નહિ પણ સાક્ષાત લડાઈ’માં જ ઉતારી દેવામાં આવે છે !! [ માઈલ્ડ સ્પોઈલર !! ] કે જ્યાં તે ચારેકોર ફેલાયેલી અંધાધુંધી’માં રીતસર’નો હેબતાઈ જાય છે અને લડાઈ’માં મૃત્યુ પામે છે !!! પણ પણ ને પણ , તેની આંખો અચાનક ખુલે છે અને તે પોતાને જીવિત જુએ છે અને એ પણ એક દિવસ પાછળ’નાં સમય’માં ❗ આવું શું કામ થયું ? તેની પાછળ’નું રહસ્ય શું ? તેનો ભેટો જબરદસ્ત સોલ્જર એવી રીટા [ એમિલી બ્લંટ ] સાથે થાય છે અને ત્યાં પણ એક ઔર રહસ્ય ખુલે છે ! શું હતું એ ? શું આ બંને રહસ્યો એકમેક સાથે સંકળાયેલા હતા ? તે તો તમારે જ જોવું રહ્યું ને , આ મેગા’થ્રિલ રાઈડ જેવી ધાંસુ મુવી’માં 🙂

ખરેખર તો આ મુવી સતત એકને એક ઘટમાળ’માંથી એટલી વખત નીકળ્યા જ રાખે છે કે તમે કંટાળી જાઓ ! પણ નાં , પણ બીજી વાર ” નાં “હરેક સમયે હરેક ફ્રેમ પર અને હરેક એક ક્ષણ પર કઈક અલગ જ એંગલ અને કઈક નવું જ ઉમેરણ આ સમગ્ર પુનરાવર્તન પામતી ઘટના’ને આગલી વખતે જબરદસ્ત રોમાંચક બનાવે છે ! એટલી ધડબડાટી’માં પણ શોર્ટ અને ઓન ધ પંચ ડાયલોગ્સ સમગ્ર ઘટનાક્રમ’ને એક બ્લેક હ્યુમર ડ્રામા’માં થોડી ને થોડી વાર પલટાવી દે છે અને વળતી જ ક્ષણે ફરી પાછું , હવે શું?’નું ટેન્શન !! આટલી બધી હડબડાહટ’માં પણ મુખ્ય એવા બે અજાણ્યા પાત્રો ” કેઈજ અને રીટા ” સતત એકના એક દિવસ’માં ઓળખાતા જાય છે અને પાત્રો તરીકે ઘૂંટાતા પણ જાય છે ! આ બંને’ની જોડી ખરેખર રોકિંગ લાગે છે – રીટા એક કડક અને સમય’નો માર ખાધેલી સૈનિક તરીકે અને કેઈજ એક નવસીખીયા’માંથી ધીમે ધીમે આ ચુંગાલ’માં વધુને વધુ સપડાતો જતો એક સામાન્ય પ્રતિનિધિ’માંથી એક સજ્જ સૈનિક તરીકે ! એમિલી બ્લંટ તો હરહંમેશ’ની જેમ ખરેખર હરેક પાત્ર’માં ફીટ બેસે જ છે [ છેલ્લે તેણીને ‘ લૂપર ‘માં જોયેલીમારી મનગમતી એક્ટ્રેસ અને મનગમતું મુવી ! ] પણ ટોમ ક્રુઝ’ને હજુ પણ પચાસ વટાવી ગયેલી ઉંમરે આટલો ફીટ અને ફાઈન જોઇને દિલ ગાર્ડન ગાર્ડન થઇ જાય છે [ ખરેખર તો આ એક જાપાનીઝ નોવેલ પરથી બનેલ મુવી છે : Hiroshi Sakurazaka’ની સાઈ-ફાઈ નોવેલAll you need is kill ” – કે જેમાં નાયક 20-22 વર્ષ’ની આસપાસનો હોય છે અને અહીંયા ?!?! 🙂 જય ટોમ ક્રુઝ !! ]

5

આ બે મહત્વ’નાં પાત્રોને નિખાર આપતા આ બે મસ્ત કલાકારો તો છે જ , પણ લટકામાં દિગ્દર્શન પણ Doug Liman‘નું છે કે જે આ અગાઉ જબરદસ્ત એવી ” The Bourne Identity ” આપી ચુક્યા છે [ અને મનગમતી એવી Mr. & Mrs. Smith અને Jumper  પણ ] તેઓ સતત આ સમગ્ર ગાથા’ને કોઈને કોઈ ટ્વિસ્ટ અને સરવાળે થ્રિલ આપીને આગળ વધાવવા’માં સફળ રહ્યા છે અને તેટલો જ સાથ મળ્યો છે , આ પુરી નોવેલ’ને જરૂરી એવા સુધારા-વધારા કરીને એક ક્રિસ્પી અને ફાસ્ટ સ્ક્રીપ્ટ બનાવવામાં બે ભાઈઓ’નો જોડી એવાબટરવર્થ બ્રધર્સ‘નો ” [ કારણકે એક તબકકે મહતમ ફિલ્મ’માંથી 80% ભાગ તો ફરી ફરીને રીપીટ થયા જ કરે છે અને આ દરમ્યાન બંને પાત્રો’નું ઉર્ધ્વીકરણ , આજુબાજુની પરિસ્થિતિઓ’નો ઘુમાવ અને તે માનસિક તાણ અને છતાં પણ તેટલી જ હળવાશ મુવી’માં તેઓ જાળવી શક્યા છે ! – મતલબ કે વિઝ્યુઅલી તો આ ફિલ્મ એક જલસો છે જ પણ સ્ક્રીપ્ટ’વાઈઝ પણ મોજેમોજ છે ! ]

જી હાં , વિઝ્યુઅલી આ ફિલ્મ એક ગ્રાંડ લેવલ પર પહોંચી છે – જેમકે , ફાઈનલ બેટલ’નું સ્થળ એવા નોર્મંડી બીચ’નો સીન કે જ્યાં હરેક વખતે એકની એક ઘટના અલગ અલગ એંગલ પર અને અલગ અલગ તબકકે ભજવાતી રહે છે , તે ગ્રાંડ અને હોરિબલ દ્રશ્યમાળા . અને એ જ બેટલ’માં ઘડીક તો બધા જ સૈનિકો’નો સોથ વાળી દેતા કરોળિયા અને ઓકટોપસ’નાં હાઈબ્રીડ જેવા ‘ મિમીક’સ ‘ તો બસ જબરદસ્ત છેધાંસુ સ્પીડી અને કાતિલ !! આ જ મિમીક’સના ટોળા’નાં ટોળાઓ દ્વારા ટોમ ક્રુઝ એટલી તો અલગ અલગ વાર મોત’નાં મોં’માં જાય છે કે ઘડીક તો આપણે ચકરી ખાઈ જઈએ [ અહીંયા ખાવાની ચકરી’ની વાત નથી પણ ચકરી ખાવાની વાત છે 😉 ]

મતલબ કે આ કોઈ એવી અઘરી અને જકકી વિડીયો ગેઈમ જેવી જ વાત છે કે જ્યાં આપણે હરરોજ એક’ની એક ગેમ કોઈના કોઈ તબકકે હારતા હોય અને બીજી જ ક્ષણે પાછી એની એ જ ગેઈમ , એ જ લેવલ પર , એ જ પોઈન્ટ પરથી ચાલુ કરવાની !! [ અને કેઈજ અને રીટા આ બંને હરહંમેશ આવી જ રીતે નવો દાવ અને નવી શરૂઆત કરતા હોય છે  ! ] ઘણી જગ્યા’એ મને જાણવા મળ્યું કે આ ફિલ્મ’નો મેઈન કન્સેપ્ટ ‘ ગ્રાઉન્ડહોગ ડે ‘ પરથી પ્રેરિત છે અને પ્રયાસ ‘ સોર્સ કોડ ‘ નામક મુવી પરથી [ જોકે , ગ્રાઉન્ડહોગ ડે છેલ્લા એક વર્ષ’થી પાસે છે પણ પણ ને પણ . . જયારે સોર્સ કોડ તો મારી મનગમતી આલાતરીન મુવીઝ’માં દબદબો ભોગવે છેજોકે ‘ એઈજ ઓફ ટુમોરો ‘ પણ પોતાની જગ્યાએ અડીખમ છે , તે વાત પાકકી ! ] આ બધી માથા’પચ્ચી’માં સાર્જન્ટ ફેરલ [ Bill Paxton ] અને તેની ટુકડી’ની પણ મસ્ત સાઈડ’સ્ટોરી અને ગમ્મત છે કે જે છેક છેલ્લે સુધી વાતાવરણ’ને એક હળવી ફિલ આપે છે 🙂 મતલબ કે , અહીંયા બધું જ છે – મસ્ત પાત્રો / થ્રીલીંગ અને ચિલીંગ સંજોગો / એકશન + હ્યુમર / ધાંસુ સ્પેશીયલ ઈફેક્ટસ અને ટાઈટ સ્ટોરી’લાઈન / રીચ પ્રોડક્શન અને સાઈ-ફાઈ ભભરાવેલું બેંગ બેગ !!! [ જોકે છેક અંત’માં કલાયમેક્ષ બાદ , આખરી મિનિટો’માં તેમણે જે સિચ્યુએશન બતાવી , તે જરાક ગળે ન ઉતરી અથવા તો તમે એમ કહી શકો કે તે થોડીક તર્કબદ્ધ નહોતી 😦 ]

6

Me :  8.5 / 10

IMDb :  8 / 10 [ 2,52,000 + People ] – by Jan. 2015


The Fault in Our Stars , 2014

હેઝલ’ને ખુબ જ નાની ઉંમરે જ થાઇરોડ’કેન્સર’ નિદાન થઇ ચુક્યું હતું કે જેના પરિણામે ફેફસાઓ’ને અસર થતા તેણી’ને સતત એક ઓક્સિજન સિલિન્ડર સાથે લઈને ઘુમવું પડતું ! દરમ્યાન તેની મમ્મી’ નાં અતિઆગ્રહ’થી તે એક કેન્સર-સપોર્ટ’ગ્રુપ જોઈન કરે છે કે જ્યાં તેની મુલાકાત ગસ સાથે થાય છે અને બંને એકબીજા પરત્વે ખેંચાય છે અને એક કેન્સરગ્રસ્ત નાની શી લવસ્ટોરી આકાર લે છે . . .

f1

તો સૌ પહેલા , અ’જાણ્યા’ઓને જાણ કરી દઉં કે આ મુવી એક લોકપ્રિય નોવેલ’નું એડપ્શન હતું [ link ] કે જે એક સમયે અઠવાડિયા’ઓ સુધી બેસ્ટસેલર રહી ચુકી હતી અને હર સમયે થાય  છે તેમ જ આ મુવી પાસે બુક’નાં કથાનક’ને મોટા પડદે ઢાળવાની જબ્બર અપેક્ષાઓ હતી ! જોકે મેં તો બુક વાંચી જ નથી [ ઘણી ઓબ્વીયસ વાત છે ! ] પણ ઓનલાઈન થતા ગણગણાટ’ને જો નજરમાં લઈએ તો મુવી’એ ચાહકો’ની ચાહના સંતોષી છે [ જય સંતોષી માં ! ] તો સીધી જ વાત કરું તો . . મને મુવી’ની સ્ટોરી કરતા યે ઘણા ચડિયાતા તેના બે મુખ્ય બે પાત્રો લાગ્યા – હેઝલ ગ્રેસ [ Shailene Woodley ] અને ગસ [ Ansel Elgort ] આ બંને ઓનસ્ક્રીન એટલા સોણલા અને વાસ્તવિક , ચાર્મિંગ અને ઠરેલ , ફૂલ ઓફ પર્સનાલીટી અને એટીટ્યુડ’થી ભરેલા લાગે છે કે તેમની નાનકડી એવી ઉંમર’ના પડાવે ઉંબરે ઉભેલી મોત છતાં તેમની વાસ્તવિક અને વ્યવહારુ વાતો સાંભળવી ગમે ! એકની પાસે નાની એવી ઉંમરે આવી ગયેલું શાણપણ છે જયારે બીજું પાત્ર પણ મૃત્યુ’ને સાવ નજીકથી અડી ગયું હોવાથી ઝાઝું બધ્ધું જીવી લેવા માંગે છે ! ખાસ તો બંને એકબીજાની સોબત’માં જીવન’ની વધુને વધુ નજીક આવતા  જાય છે અને નીખરતાં જાય છે ! અને આ જ કરીઝ્માં / ચાર્મ અને ઓરીજનાલીટી આ બંને એક્ટર્સે જબરદસ્ત રીતે  ઠાલવી દીધો છે – જાણે કે મુવી દરમ્યાન જેજે ક્ષણો પુરતા આ બંને હાજીર નથી એટલી વાર મુવી ઢીલું પડી જાય છે .

f6

જેટલા પીસફુલ , લાઈવ અને બિલીવેબલ પાત્રો છે તેટલું જ મસ્ત એનું ડીરેક્શન [ Josh Boone ] અને સ્ક્રીનપ્લે એડપ્શન છે [ Michael H. Weber and Scott Neustadter : Screenwriters ofThe Spectacular Now and (500) Days of Summer ” ] ખરેખર તો આ મુવી મોત’ની આસપાસ મંડરાતુ હોવા છતાં તેમાં હરઘડી એક જીવ ફૂંકાયેલ રહે છે અને તે આભારી છે , આ બે પ્રેમીપંખીડાઓ’ની એકબીજા સાથેની ચિત્રવિચિત્ર વાતો’થી અને સંવાદો’થી અને મસ્ત એવા ક્વોટ’સથી !  જેમકે ;

I know that love is just a shout into the void & that oblivion is inevitable ! – – Pain demands to be felt – – If you want the rainbow , you have to deal with rain – – & – – Pillows don’t break 🙂

f4

આ બંને ટીનેજર્સ , અન્ય ટીનેજર્સ કરતા કૈક અલગ જ ટીનેજ ક્રાઈસીસ’માંથી પસાર થઇ રહ્યા હોય છે અને તે જ કારણે [ અને એકબીજાના સંગાથ’ને લીધે ] તેઓ જીવન’ને વધુ મહત્વ આપી રહ્યા હોય છે , એકબીજાને વધુ સમજી રહ્યા હોય છે અને મૃત્યુ’ને એકસાથે આવતું જોઈ રહ્યા હોય છે અને જાણેઅજાણે એ માટે તૈયાર પણ થઇ રહ્યા હોય છે કે બંને’માંથી એક વહેલું નીકળી જવાનુ છે , આ સફર’માંથી ! અને બીજાએ કેન્સર કરતાયે મોટા એવા આ દર્દ’ને જ્યાં સુધી અને જેટલું પણ જીવે ત્યાં સુધી સહન કરવાનું છે ! અને તેને જ તાદ્રશ્ય કરતા કેટલાક સુંદર દ્રશ્યો’માં એક એવું દ્રશ્ય એટલે : જયારે ગસ પોતાના જીવતા પોતાની શ્રદ્ધાંજલિ સાંભળે છે , ચર્ચમાં – હેઝલ અને બીજા એક મિત્ર પાસેથી !! , પણ મારું પ્રિય દ્રશ્ય એ રહ્યું કે મુવી’ની સાવ અંતમાં એક પાત્ર બીજા પાત્ર માટે એક ચિઠ્ઠી છોડતું જાય છે કે જેમાં તે પાત્ર’ની જીવંતતા અને બીજા પાત્ર માટે તેના મહત્વ’નું વર્ણન છે , તેની વાત છે !

f5

મુવી’નાં ગંભીર વિષય છતાં તે લાઈટ એટ હાર્ટ છે – પછી તે લુક’વાઈઝ હોય [ હેઝલ’નો ઓક્સીજન’નાં સિલિંડર સાથેનો કેન્યુલા લુક કે પછી સતત મોં’માં સળગાવ્યા વિનાની સિગારેટ સાથેનો ગસ’નો મેટાફોર’વાળો લુક 🙂 ] કે લોકેશન’વાઈઝ [ એન ફ્રેંક’નાં ઘર’ની મુલાકાત દરમ્યાન’નું દ્રશ્ય પણ ખાસ્સું અસરકારક રહ્યું ] કે પછી પશ્ચાદભૂ’માં ફૂટી નીકળતા ક્યુટ મેસેજીસ 🙂 હરેકે હરેક ફ્રેમ’માં આ મુવી પાસે પોતાનો એક ચાર્મ છે , છતાયે હેઝલ’નાં પ્રિય લેખક અને ગસ’નાં એક અંધ મિત્ર’ની વાતથી મુવી થોડુક આડે પાટે ચડતું હોય તેમ લાગે છે [ ખાસ કરીને લેખક’વાળું પાત્ર થોડુક અધુરૂ લાગ્યું અને વાત / વિષય’માં થોડીક ઉણપ લાગી ! ] જયારે બીજા સહાયક પાત્રોમાં , હેઝલ’ની માં’નું પાત્ર ખાસ્સું અદભુત રહ્યું ! [ Laura Dern ] નાના તો નાના પાત્રમાં તેણી વિના મુવી અધૂરું રહી જાત , તેટલું અદભુત ડેવલપમેંટ તેણીના પાત્રનું હતું .

f2

હાં , એક વાત તો કહેતા ભુલાઈ જ ગયી કે હરેક પ્રેમીપંખીડા’ઓનો એક સિક્રેટ કોડ / શબ્દ કે લાઈન હોય છે કે જેમાં થોડામાં ઘણું વ્યકત થઇ જતું હોય છે ! અહીંયા પણ છે – Okay !!

Me :  8 / 10

IMDb :  8 / 10 [ 1,48,000 + People ] – by Jan. 2015


Chef , 2014

એક બહુ જાણીતો શેફ ‘ કાર્લ ‘ [ Jon Favreau ] રાતોરાત ફેંકાઈ જાય છે જયારે અણછાજતા સંજોગો’માં તેનો પંગો એક અત્યંત લોકપ્રિય અને જાણીતા ફૂડ ક્રિટિક સાથે થાય છે ! ક્રિટિક સાથેની આ માથાપચ્ચી’માં તેને કયાંયથી કોઇપણ માનભરી ઓફર નથી મળતી ! ત્યારે તે પોતાની ભૂતપૂર્વ પત્ની’નાં કહેવાથી એક ફૂડ ટ્રક શરુ કરે છે અને કન્ટ્રી રાઈડ પર નીકળે છે કે જે દરમ્યાન તેનો નાનકડો દીકરો પર્સી પણ તેની સાથે હોય છે [ કેમકે કાર્લ અને તેની પત્ની ઇનેઝ’નાં ડિવોર્સ થઇ ચુક્યા હોય છે અને ઘણા દિવસોની ગધ્ધા’મજુરી અને દોડધામ’ને કારણે કાર્લ પોતાના દીકરાને સમય નહોતો આપી શક્યો – માટે જ તેની સાથે સમય પસાર કરવા અને પોતાની સર્જનાત્મકતા’ને ઉજાગર કરવા તે કૈક નવામાં જ ઝંપલાવે છે ! ]

જો સીધી અને યમ્મી વાત કરું તો આ મુવી એક ધાંસુ ફિલ-ગુડ મુવી છે કે જેમાં બધા જ નાઈસ એલિમેન્ટ છે – સિમ્પલ & સોબર સ્ટોરી’લાઈન , મસ્ત & ગમતીલી કાસ્ટિંગ , મસ્ત રાઈટ’અપ અને સુપર્બલી સેટઅપ સ્ક્રીનપ્લે , નાની નાની ક્ષણો’થી ભરેલી મોટી મોટી ખુશીઓ આપતી સિક્વન્સ , કુલ અને સ્ટાય્લીશ સાઉન્ડટ્રેક , ઝકકાસ ફૂડ પોર્ન અને મસ્ત મજાની ક્રોસ કન્ટ્રી રોડ ટ્રીપ [ ન્યુ ઓર્લીઅન્સ , માયામી અને ઓસ્ટીન’નાં ક્લાસી લોકેશન્સ પર ] , એક મસ્ત ફેમીલી ડ્રામાં ઉલટાનું એક મસ્ત મજાનો ફાધર-સન ડ્રામાં ! મતલબ કે અહીંયા ફૂડ , ફેમીલી અને એડવેન્ચર એમ બધ્ધે બધ્ધું છે અને લટકામાં યમ્મી એવી મોજ 🙂

અહીંયા જે રીતે બઘડાટી મચી જાય છે અને આપણો સેલીબ્રેટી શેફ રાતોરાત ન ઘર’નો , ન ઘાટ’નો બની જાય છે , તે ખરેખર જોવા જેવું છે [ એક તબકકે ટેકનોલોજી જ તેનો ડાટ વાળે છે અને આખરે એ જ એનો હાથ ઝાલી પ્રસિધ્ધ બનાવે છેટ્વીટર અને વાઈન જેવી સોશિયલ મીડિયા’નું અહીંયા બહુ જ સંતુલિત એડવર્ટાંઈઝમેંટ થયું છે – નહિ કે આપણી જેમ કે મુવી પૂરી થાય ત્યાં સુધીમાં 50 – 60 એડ્ઝ’નો ખડકલો આપણી ઉપર કરી દીધો હોય 😉 ] આ મુવી’નો આત્મા ફૂડ હતો , માટે જ તેને પુરતો ન્યાય અપાશે કે નહિ તે પણ ચર્ચા’નો એક વિષય હતો પણ ખરેખર મોં’માં આંગળા નાખી જાય તેવી રીતે અહીંયા હરેક ફૂડ આઈટમ બની છે , રીપ્રેઝેન્ટ થઇ છે , ગાર્નીશ થઇ છે અને આખરે દિલ’થી ડિલીવર થઇ છે [ શુદ્ધ ગુજરાતી’માં પીરસાઈ છે 🙂 ] અને તેને ટેકો આપતો બીજો એટલો જ મહત્વ’નો પ્લસ પોઈન્ટ એટલે બાપ-દીકરા’નો પહેલી નજરે સરળ દેખાય છતાં અંદર’થી ભારે ગૂંચવાયેલો સંબંધ ! અને તેને પણ એટલી જ ઈઝ’થી ધીમે ધીમે ઉકેલાતો અને બંધાતો બતાવાયો છે [ ટેકનોલોજી ગીક એવા નાનકડા ટેણીયા પર્સી’નાં પાત્રમાં Emjay Anthony‘એ ખરેખર ઝક્કાસ એક્ટિંગ કરી છેઆ ટેણિયાઓ પણ મારા બેટાવ ક્યાંથી આટલો મસ્ત અભિનય કરતા શીખ્યા હશે ?? ] ફૂડ ટ્રક’માં શેફ , પર્સી અને એક સહાયક શેફ માર્ટીન એમ આ ત્રણેય જે એડવેન્ચર સાથે મજા લુંટે છે કે ઘડીક તો મનેય ફૂડ ટ્રક કાઢવાનું મન થઇ ગયું 😉 [ સફર તો હરહંમેશ સરખી જ હોય છે પણ તેને સ્પેશીયલ બનાવે છે સાથીદાર ! માટે જય સાથી !]

c3

હું એક ફૂડી છું , મને રોડ ટ્રીપ પસંદ છે અને મને ફિલ્મો પણ આઈ શપથ પસંદ છે ! બીજું શું જોઈએ , મારે ? 🙂 હું તો હાર્ડ’કોર વેજીટેરીયન છું , છતાં પણ આ મુવી’માં નોનસ્ટોપ બનતા નોન’વેજ જોઇને પણ મને કોઈ ખલેલ ન પહોંચી એ જ મુવીનો ચાર્મ અને સાદગી દેખાડે છે ! ” Jon Favreau ” એક એકટર , ડીરેક્ટર અને પ્રોડ્યુસર એમ ત્રણેય તબક્કે મેદાન મારી જાય છે અને તેનો લાભ નાના નાના પાત્રોમાં દેખાતા મોટા સ્ટાર્સ’નાં ફળ સ્વરૂપે મળ્યો છે [ Scarlett Johansson‘નો કેમિયો મને ગમ્યો , પણ Robert Downey Jr.‘નો કેમિયો થોડો વિયર્ડ લાગ્યો , ત્યાં વળી પાછું Sofía Vergara’નું પાત્ર મસ્ત’મજાનું લાગ્યું ] ઓવરઓલ પૂરી મુવી પર ત્રણ તત્વો છવાઈ જાય છે – ફૂડ / રોડ ટ્રીપ અને બાપ-દીકરો [ ખાસ કરીને મને બાપ-દીકરા’ની સ્ટોરી બહુ જ ગમી .તેના વગર સ્વ’ને જાણવાની અને અહં’ને છોડવાની આ સફર અધુરી રહી જાતએક તબક્કે બાપ દીકરાને કહે છે કે આપણે પાર્ક’માં ગયા , રાઈડ’માં બેઠા , મુવી જોયું . . તને મજા આવી ને ? ત્યારે દીકરા’એ કહ્યું કે મને તો તમારી સાથે રહેવામાં જ મજા આવે છે અને તમારી સાથે વાતો કરવામાં !! મને તમે જોઈએ છીએ અને બધ્ધું’જ તમારી સાથે જોઈએ છીએ ]

Me :  8 / 10

IMDb :  8 / 10 [ 73,000 + People ] – by Jan. 2015


The Lego Movie , 2014

ઓકે , તો સૌ કોઈ’એ લેગો બ્લોકસ અને લેગો ગેઈમ વિષે તો ક્યાંક ને ક્યાંક જોયું અથવા સાંભળ્યું તો હશે જ ને !? પેલા નાની નાની ઇંટો’વાળા બ્લોકસ કે જેમને એક પછી એક ઉપર-નીચે-આજુબાજુ તમારી કલ્પના પ્રમાણે ગોઠવે જાઓ અને તમારો મનપસંદ આકાર / વસ્તુ બનાવે જાઓ , યાદ આયા એસા એસા ? 🙂 તો આ મુવી એ જ ધુરંધર ગેઈમ પરથી બની છે કે જ્યાં બધા જ પાત્રો / વિસ્તારો અને કુદરતી સ્થળો સુધ્ધા આ લેગો બ્લોકસ વડે બનાવેલાં છે અને એ પણ મોં’માં દસે દસ આંગળી નાખી જાઓ એટલી બારીકાઈથી ❗ તે રીતે આ લોકોએ એનીમેશન’ની એક નવી દુનિયા જ ખોલી નાખી છે કે જેને જોઇને આપણે ઘડીક તો ચકરી જ ખાઈ જઈએ ! [ જોયું ! આ બીજી વાર ચકરી’નું નામ આવ્યું 😉 ]

વાર્તા એકદમ સીધીસાદી છે , કે જ્યાં એક માસ્ટર’બિલ્ડર ‘ પ્રેસિડેન્ટ બીઝનેસ ‘ સમગ્ર લેગો’લેન્ડ’નો બેતાજ બાદશાહ બની બેઠો હોય છે , જી હાં બની બેઠો હોય છે . . મતલબ ? મતલબ કે સૌ જન’સામાન્ય તેના જ બનાવેલા નીતિ’નિયમો અને ધારાધોરણો મુજબ જ રોજબરોજ’ની જિંદગી ઘડિયાળ’ને કાંટે મશીન’ની જેમ જીવતા હોય છે – મતલબ કે સૌ’ની સવાર એક જેવી જ પડે , સૌ એક જેવો જ નાસ્તો કરે , સૌ’ને જે કામ સોંપાયું હોય તે ચુ કે ચાં કર્યા વિના કોઇપણ જાતનો સવાલ કર્યા વિના બસ કરતા જ રહેવાનું અને હદ તો એ થઇ ગઈ કે સૌ એક અત્યંત જડસુ ઘરેડ’માં ગોઠવાઈ ગયા છે તેની જાણ બહાર જલસા’થી બસ દિન-રાત કામ જ કરે રાખે છે અને જયારે સોંપેલું કામ પૂરું થાય , ત્યાં જ એક સુચના આવે કે તોડી નાખો બધું કામ અને કડડભૂસ . . ફરીથી પાછું એ જ કામ શરુ !! બધા એક જ ગીત ગાય / એક જ ઘરેડ જેવો ટીવી શો’ઝ જુવે [ એક’નો એક હપ્તો – રોજેરોજ ] અને ત્રણ-ચાર રૂટીન’માં સેટ થઇ ગયેલા નાસ્તા’ઓ કરે !!! અને આ બધી વ્યવસ્થા [ કે પછી પરાણે પ્રીત’વાળી અવ્યવસ્થા ? ] જાળવવામાં પ્રેસિડેન્ટ બીઝનેસ’ની મદદ કરતો હોય છે , તેનો જમણા હાથ જેવો ‘ બેડ કોપ ‘ અને તેની રોબોટ આર્મી ! . . પણ અહીંયા જ કહાની’માં ટ્વિસ્ટ આવે છે : એક જૂની આગાહી મુજબ એક દિવસ એક સ્પેશીયલ વ્યક્તિ આવીને એક ખાસ હથિયાર મેળવશે કે જેના દ્વારા તે પ્રેસિડેન્ટ’નાં સામ્રાજ્ય’નો ખાત્મો બોલાવશે !

l5

પણ તે સ્પેશીયલ વ્યક્તિ કોણ હશે ? તો જવાબ છે – આપણી ગાથા’નો અતિ’થી પણ વધુ અતિ સામાન્ય અને રોજબરોજ’ની ઘરેડ’ને અસામાન્ય રીતે ચાહતો એક સામાન્ય વર્કર : એમેટ ! એક દિવસ અચાનક જ તેને પેલા રહસ્યમય હથિયાર સાથે ભેટો થાય છે અને પછી તેને બળવાખોરો’નાં એક જૂથ દ્વારા લેગો’લેન્ડ’માંથી ઉઠાવી લેવાય છે અને મહાન માસ્ટરબિલ્ડરો’નાં સમુદાયની સમક્ષ તેને હાજર કરાય છે ! પછી ? પછી તો તમને પૌરાણિક આગાહી મુજબ ખ્યાલ જ છે ને કે શું કરવાનું છે ? 😉

સૌ પહેલા જયારે આ મુવી વિષે જાણ મળી હતી કે . . આવું કોઈ મુવી બનવાનું છે , ત્યારે જરા કરતા જરા પણ આનંદ કે આશ્ચર્ય કે ઉત્તેજના નહોતી થઇ અને આખરે મારી કને મુવી આવી પહોંચ્યું છતાં પણ ઘણા દિવસો સુધી મેં તેને જોવાનું ટાળ્યું હતું [ કેમકે મને સ્મુધ એનીમેશન વધુ જોવા ગમે છે , લાઈવ કેપ્ચર કરતા પણ વધુજયારે આ તો લેગો બ્લોકસ’માંથી બનાવેલ એનીમેશન હતું ! મતલબ કે કોઈ ચાન્સ હી નહી ભીડુ’લોગ ! ] પણ જયારે તેની એક ઝલક જોવાઈ ત્યારે રીતસર આ મુવી’એ મને મારી સીટ સાથે ચોંટાડી દીધો ! [ મારી બેઠક’ને જ ખબર છે કે મારી બેઠક’ને બાંધી રાખવા વાળું મુવી જેવું તેવું નાં હોય 😉 ] ફિલ્મ’ની પહેલી જ ફ્રેમ’થી ધાંસુ સેટ’ડીઝાઈન , જબરદસ્ત પાત્રો અને સ્થિર ભાવ’વાળા ચહેરાઓ પર અદભુત કક્ષાના હાવભાવ’નું ઘડીએ ઘડી સર્જન કરતા રહેવું એ કોઈ ચમત્કાર જેવું જ ભાસે ! અને તેની સાથે સાદો પણ એટલો જ ઇન્ટરેસ્ટીંગ વાર્તા’પ્રવાહ કે જેની લીંટી’એ લીંટી’એ ચબરાકી’થી લખાયેલા તેના ક્લાસિક ડાયલોગ્સ અને વન-લાઈનર્સ ! કે ઘડીક તો તમે ખડખડાટ હસવા જ માંડો – [ છેલ્લે કઈ મુવી’એ મને આટલો ઊંઘતા ઝડપી લીધો હતો , તે યાદ નથી ! એકેએક ફ્રેમ’માં તમને આ લોકો’ની મહેનત જણાઇ આવશે , તે હદે હરેક દ્રશ્ય / પાત્ર અને સંજોગો ક્રિયેટિવીટી’નાં મીની અણુ-વિસ્ફોટ જેવા ભાસે છે ! તેઓએ એક અદભુત એનીમેશન તો બનાવ્યું છે જ પણ સાથોસાથ પૂરી સ્ક્રીપ્ટ પણ એટલી મુશ્કેટાટ છે કે તમને આગલી ઘડી’એ શું મંડાશે અને શું મોજ પડશે તેનો આતુરતા’થી ઇન્તેઝાર રહેશે . ]

l8

આ એનીમેશન’માં આશ્ચર્ય તો છે જ , પણ સાથોસાથ ઘડી’એઘડી પોતાનું રૂપ બદલાતા ઝક્કાસ પ્લોટ / લોકેશન અને તેના એટલા જ વિચિત્ર પાત્રો પણ છે  [ જેમ કે , અચાનક કોઈ સામાન્ય શહેર’માંથી સીધા કાઉબોય’ની વેસ્ટર્ન દુનિયામાં અને ત્યાંથી સીધા વાદળોના બનેલા એક ગુપ્ત શહેરમાં અને ત્યાંથી અચાનક હોબીટ’વાળા પેલા ડવાર્ફ’નાં લીલોતરી’થી ભરપુર મેદાનો’માં ! ] અને જેમ જેમ દુનિયા બદલાતી જાય તેમ તેમ તેના લીજેન્ડરી પાત્રો પણ એન્ટ્રી મારતા જાય – જેમકે બેટમેન / વન્ડર’વુમન / સુપરમેન / ડમ્બલડોર / ગેન્ડાલ્ફ / ટ્રાન્સફોર્મર / જેક સ્પેરો / પેલી ખતરનાક શાર્ક – જો’ઝ / પોઝીટીવ થીંકીંગ કરતી ‘ કિટી ‘ નામની બિલાડી અને ઘણું બધું 😉 અને આ બધામાં સોનામાં સો મણ’ની સુગંધ ઉમેરતા તેના ધાંસુ ડાયલોગ કમ વન-લાઈનર કમ પંચ મારી દેતા શોટ’સ ! [ કદાચિત કોઈ ઓરીજીનલ મુવીમાં પણ આટલું રીચ સ્ક્રીનપ્લે અને ડાયલોગ રાઈટીંગ નહિ હોય ! ]

યાદગાર પાત્રો અને દ્રશ્યોમાં : 1] એમેટ’ની રોજબરોજ’ની જિંદગી’ની ઘટમાળ 2] Everything is Awesome‘નું ગીત અને તેનું સોલીડ સેટઅપ !

3] વાઈલ્ડસ્ટાયલ નામની એક જબરદસ્ત બળવાખોર છોકરી જયારે એમેટ’ને ઉપાડી જાય છે ત્યારે થતું ચેઝ’નું દ્રશ્ય [ આ વાઈલ્ડસ્ટાયલ પણ ઘણું જબરું પાત્ર છે , હોં ! 🙂 એમાં પણ તેણીની એન્ટ્રી પડે છે ત્યારે તેણીની ઝુલ્ફો જે રીતે ઉડે છે . . ઓહોહોહો : કર્ટસીરમેશ મહેતા 😀 ] 4] જયારે વાઈલ્ડસ્ટાયલ અને વિટ્રુંવિયસ એમેટ’નાં ખાલી દિમાગમાં પ્રવેશે છે , ત્યાર’નું દ્રશ્ય અને આગળ’ની ઘટમાળ [ ફરી પાછું , આવિટ્રુંવિયસપણ કમાલ’નો બંદો છે 🙂 દેખાવે ડમ્બલડોર જેવોએના અનુસંધાનમાં જ લોકો ક્યારેક તેને ડમ્બલડોર તો ક્યારેક ગેન્ડાલ્ફ કહીને ખીજવતા હોય છે ]

5] જો સ્ટાર વોર્સ સીરીઝ જોઈ હોય તો અહીંયા આવતો હાન સોલો’નો એક મસ્ત કેમિયો છે – જરૂર’થી જોજોજસ્ટ જબરદસ્ત 😀 6] અને સાઈડ કેરેક્ટર્સ’માનું વળી એક જબરદસ્ત પાત્ર : બેટમેન !! જી હાં અહીંયા બેટમેન’ની એન્ટ્રી જેટલી જબ્બર છે એટલું જ આખી મુવી દરમ્યાન હસાવી હસાવી’ને ગોટા વાળી દેવું તેનું પાત્ર અને તેની ઘડામણ છે .

7] અને પેલા બદમાશ પાત્રો’માં પ્રેસિડેન્ટ બીઝનેસ અને બેડ કોપ જલસા પાડી દે છે – એમાં પણ ઘડીક ગુડ કોપ બનતો અને ઘડીક બેડ કોપ બનતો , એવી સ્પ્લીટ પર્સનાલીટી’વાળો બેડ કોપ તો મજા પાડી દે છે !

આ મુવી જેટલા સહાયક પાત્રો . . ઉપ્પ્સ ! જબરદસ્ત સહાયક પાત્રો મેં કોઈ મુવીમાં નથી જોયા – હરેક’ની એક અલગ અદા અને એક અનોખું એટીટ્યુડ , બોલચાલ’ની અને વર્તવા’ની છટા અને જેટલો પણ પોતાના ભાગે આવતો સ્ક્રીન’ટાઈમ હોય , બસ રીતસર’નાં છવાઈ જાય . અને મુખ્ય વાત કે આટલા પ્રભાવશાળી પાત્રો’ની વચ્ચે પણ આપણો કોમનમેન એવો એમેટ ઓઝપાઈ નથી જતો , ઉલટાનું તેની બેવકૂફી અને સરળતા’નાં અજોડ સમન્વય’થી છવાઈ જાય છે , એ જ તેનું રીચ કેરેક્ટરાઇઝેશન દર્શાવે છે . . અને આ ધાંસુ સર્જન પાછળ યોગદાન છે , Cloudy with a Chance of Meatballs , 21 Jump Street અને 22 Jump Street જેવી ફિલ્મો’ની ડીરેક્ટર બેલડી ” Phil Lord, Christopher Miller “નું .

આ મુવી જેટલી સહજતા , થ્રિલર , એક્શન , કોમિક ટાઈમિંગ , ધાંસુ અને સ્પીડી એનીમેશન , રીચ કેરેક્ટરાઇઝેશન , બાઉન્ડ સ્ક્રીપ્ટરાઈટીંગ , ચબરાકિયા ડાયલોગ્સ અને ઈમોશનલ વેલ્યુ ફરી ક્યારે જોવા મળે તેની શંકા હંમેશા રહેશે ! પણ છતાયે છેક આખીરમાં એક નવતર પ્રયોગ જેવો અપાયેલ ટ્વિસ્ટ મને ન ગમ્યો , કેમકે તેનાથી સમગ્ર કથાનક’ની દિશા જ બદલાઈ જતી હતી ! શું હતો તે ? તે તો તમને ખ્યાલ જ છે ને 🙂

Me :  9 / 10 > My Mega recommendation <

IMDb :  7.9 / 10 [ 1,71,000 + People ] – by Jan. 2015

Honorable Mention : Once were listed in IMDb Top 250 .


Lucy , 2014

એક ખતરનાક ડ્રગ માફિયા લ્યુસી અને અન્યો’નાં પેટમાં એક અતિ’કિંમતી અને દુર્લભ ડ્રગ’ને સંતાડી યુરોપ’માં પહોંચાડવા માંગતો હોય છે પણ તે દરમ્યાન જ એક દુર્ઘટનામાં લ્યુસીના પેટમાં જ તે ડ્રગ’ની કોથળીઓ ફાટી જતા તે અતિ સક્રિય ડ્રગ તેણીના શરીર’માં ફેલાઈ જાય છે ! આ ડ્રગ’માં તે તત્વ હોય છે કે જે નવજાત શિશુઓ’નાં જન્મ સમયે માતાના શરીરમાં બને છે અને કે જે શિશુ’ઓના મગજ’નાં વિકાસ માટે અત્યંત જરૂરી હોય છે અને સ્તનપાન વડે તેઓને મળે છે !! અને પેલા 10% મગજ’નાં વપરાશવાળી મિથ પ્રમાણે લ્યુસી’ની પહોંચ હવે તેણીના મગજ’નાં એ ખુણાઓ સુધી પહોચે છે કે જ્યાં હજુ સુધી કોઈ નથી પહોંચ્યું !! અને તેણી ધીમે ધીમે પોતાના મગજ’ની સર્વાધિક ક્ષમતા હાંસિલ કરવા તરફ આગળ ધપે છે . . .

મોજ મહત્વ’ની છે કે ખોજ ? તો જવાબ છે : ખોજ સાથેની મોજ 🙂 [ જેવી રીતે ચટણી વગર ભજીયા’નું અસ્તિત્વ હંમેશા સંદેહજનક રહે છે , તેમ જ 😉 ] તો અહીંયા પણ એમ જ છે : થોડીક ખોજ અને થોડીક મોજ [ બંને તેના મહતમ લેવલ પર નથી પહોચી શક્યા , તે વાત અલગ છે ! ] કારણકે લ્યુસી’ને એક એક્શન’પેક મુવી કહેવી કે પછી સાઈ-ફાઈ મુવી કહેવી કે પછી એક્ક્ષપ્લોરીંગ મુવી કહેવી ? તેની પળોજણ’માં જ લ્યુસી જે મુકામ પર પહોંચવી જોઈતી હતી ત્યાં ન પહોંચી 😦 જોકે મને બહુ મજા આવી કેમકે એક તો તેમાં સ્કારલેટ હતી અને જબ્બર સ્પેશીયલ ઈફેક્ટ હતી [ મતલબ કે મેં મોજ માટે મુવી જોઈ હતી – ખોજ તો હું સપના જોતા જોતા પણ કરી લઈશ 😉 ] શરૂઆત’ની એક્શન અને બેંગ બેંગ બાદ કરતા , જો તેઓએ મુવીના બાદના હિસ્સા’માંથી એકશન સિન્સ બાદ કર્યા હોત અને માત્ર ને માત્ર એક વ્યક્તિ’ની ઉલટાનું તેના દિમાગ’નાં વધુ ને વધુ – વધુ ને વધુ પડળો ખોલતા જ ગયા હોત તો વધુ મજા આવી હોત ! અને જેટલું પણ છેલ્લે દેખાડ્યું છે [ માનવ’દિમાગ’ની ક્ષમતા અને શક્યતાઓ – શક્યતાઓ’ની ક્ષિતિજ’ને પાર અને કલ્પનાઓ’ની ઉડાન’ની પેલે પાર ] તેમાં વધુ ઊંડાણ ભરી શકાયું હોત , પણ માત્ર ને માત્ર વધુ પડતા એક્શન’નાં ફુગાવાથી મુખ્ય વિષય પરથી ધ્યાન હતી જાય છે – રસભંગ થાય છે !

ly1

જેટલો રોમાંચક આ મુવી’નો વિષય છે , તેટલું જ સબળું પાસું તેનું લીડ પાત્ર ભજવતી ” Scarlett Johansson ” છે [ કદાચિત આટઆટલા સાઈ-ફાઈ રોલ્સ કર્યા બાદ પણ તેણી અહીંયા એટલી જ બિલીવેબલ લાગે છે કે જેટલું આ પાત્રમાં ઊંડાણ હોવું જોઈએ ] આ મુવી ઘણી બધી સિક્વન્સ’માં વહેંચાયેલું છે કે જ્યાં ઘડીક માહૌલ બંધાય છે તો ક્યાંક ઘડીક વેડફાય છે ! પણ આખરી અડધી કલાકમાં કલાયમેક્ષ’માં જો માનવ’દિમાગ તેની 100% ક્ષમતા હાંસિલ કરે તો શું શું થઇ શકે ? અને શું શું કરી શકે ? તેની એક મસ્ત મજાની નાનકડી ઝલક દેખાડી છે [ સમય’ની ચાદરકે જે ખરેખર તો આલાતરીન સ્પેશીયલ ઈફેક્ટસ’થી જીવંત થઇ ઉઠે છે ! ] આ પૂરી મથામણ વચ્ચે લ્યુસી સમય’ની પરિકલ્પના અને તેનું ગણિત સમજાવવાની પણ કોશિશ કરે છે અને માનવજાત’નાં હાલનાં સંજોગો અને અંજામ’ને જ્ઞાન’નાં વિસ્ફોટ સાથે નહિ પણ અજ્ઞાન સાથે સાંકળે છે કેમકે તેણીના મુજબ : જ્ઞાન નહિ પણ અજ્ઞાન અંધાધુંધી ફેલાવે છેજ્ઞાન તો તમને અખિલ સાથે જોડે છે અને સમય’નાં વિશ્વ’માં તમને વિહાર કરાવે છે [ મેં કહ્યુંને કે આ બધી ફિલોસોફીકલ અને વાસ્તવિક જગત’ની વાતોનું સંકલન અને ચર્ચા થઇ હોત તો વધુ મજા આવેત પણ મુવી’નો મહતમ હિસ્સો બિનજરૂરી એક્શન’માં વેડફી નાખ્યો છે 😦 ]

વિઝ્યુઅલી આ મુવી માઈન્ડ’બ્લોઇંગ અને માઈન્ડ’ગોબ્લીંગ છે ! શરૂઆત થાય છે , લ્યુસી’નાં શરીર’માં ડ્રગ ફેલાવાથી થતી આંતરિક અફરાતફરી’ની સિક્વન્સ , તેણીની ક્ષમતાઓ વધવાથી તેણીના પૃથ્વીના પંચતત્વો સાથેના જોડાણો’ની વિધવિવિધ સિક્વન્સ , એક પછી એક લેવલ્સ પાર કરતા કરતા હાવભાવ અને મનો’દૈહિક સ્થિતિ’ઓ , તેણીની આંખો’ની કિકી’નો બદલાવ , ઇલેક્ટ્રોમેગ્નેટિક કિરણો’ને જોઈ શકવું અને તેની પર નિયંત્રણ પ્રાપ્ત કરવું [ ખરેખર કિકએસ દ્રશ્ય છે ! ]

જડ’થી લઈને ચેતન સમગ્ર વસ્તુ’ઓ પર નિયંત્રણ અને આખરી ક્ષણોમાં જયારે લ્યુસી પોતાની 100% ક્ષમતા હાંસિલ કરે છે ત્યાર’ની ઘટમાળ અને પરિણામ . . અન્ય યાદગાર દ્રશ્યોમાં : જયારે તે તેણીની માં’ને ફોન કરે છે અને પોતાને ગદગદિત મહેસુસ કરે છે , તે ઈમોશન સીન અને એક ધાંસુ કાર-ચેઇઝ’નું દ્રશ્ય !

જોકે આ અગાઉ પણ આ જ થિમ’ની આસપાસ મુવીઝ આવી ચુક્યા છે [ Limitless , Akira અને Transcendence – આ ત્રણેય બાકી છે અને પાસે પડ્યા છે , બસ રાહ છે મારું મગજ ખુલવાની 😉 ]

Me :  7.5 / 10

IMDb : 6.4 / 10 [ 1,75,000 + People ] – by Jan. 2015At last . . . At a glance !


Mulan II , 2004

IMDb Summary : Preparing for their wedding Shang and Mulan are suddenly sent off on a secret mission Mushu starts to meddle and a surprise attack by Mongolians doesn’t help either.

પહેલાં ભાગ કરતા કાચું , એનીમેશન’માં થોડુક ફિક્કું , સ્ટોરી’વાઈઝ ઢીલું અને કલાયમેક્ષ’માં પણ ઓકેઇશ !

Me : 5 / 10 | | IMDb : 5.7 / 10


Wonder Woman , 2009

IMDb Summary : A modern man’s trespass of the island of the Amazons enables an imprisoned war god to escape and Princess Diana wins the responsibility to recapture him.

ધાર્યા કરતા ક્યાંય વધુ સારું નીકળ્યું – એનીમેશન ટીવી દરજ્જા’નું છે [ કારણકે કદાચિત તેના માટે જ લો બજેટ’માં બનેલું ] – એક્શન જબરદસ્ત છે અને ટ્વિસ્ટ & ટેલ પણ ! લીડ કેરેક્ટર્સ’નું ડેવલપમેંટ પણ મસ્ત છે – ઓવરઓલ આવનારી ‘ વન્ડર વુમન ‘ માટે એક બેઝ બની રહે અને તે સબબ કઈક જાણવા પણ મળે .

Me : 7 / 10 || IMDb : 7.3 / 10


Doctor Strange , 2007

IMDb Summary : A crippled and embittered doctor travels to a hidden community in Tibet where he learns of his true destiny as the Sorcerer Supreme of his world.

આ મુવી પણ માર્વેલ દ્વારા ડીકલેર થઇ ચુક્યું છે અને પાછું લીડ રોલ’માં ” Benedict Cumberbatch ” છે ! [ એટલે મજા આવી જશે , એ પાક્કું ! ] પણ એનીમેશન’માં કાઈ મજા ન આવી ! ખાસ્સું ફિક્કું રહ્યું – અને સ્ટોરી’વાઈઝ અને નરેશન’વાઈઝ પણ મુવી ખાસ્સું ઓફબીટ લાગ્યું 😦 મોટીવ’માં પણ કાઈ દમ નાં લાગ્યો અને અચીવમેંટ’માં પણ કાઈ નહિ !

Me : 5 / 10 || IMDb : 6.8 / 10


Romancing the Stone , 1984

IMDb Summary : A romance writer sets off to Colombia to ransom her kidnapped sister, and soon finds herself in the middle of a dangerous adventure.

rs

આ મુવી ડિરેક્ટર’નાં નામ’માં Robert Zemeckis‘ને કારણે જોવાયેલું , પણ ખતરનાક ધબડકો થયો 😉 કેરેક્ટર્સ’વાઈઝ કે સ્ટોરી’વાઈઝ આ મુવી એકદમ લબાડ છે – પણ હાં , લોકેશન’વાઈઝ મસ્ત છે ! જો કોઈને ટ્રેઝર’હંટ જોવો હોય અને છતાં પણ ” ” જોવો હોય તો આ મુવી જરૂર જોવું 😉

Me : 5 / 10 || IMDb : 6.9 / 10


Out of the Furnace , 2013

IMDb Summary : When Rodney Baze mysteriously disappears and law enforcement doesn’t follow through fast enough, his older brother, Russell, takes matters into his own hands to find justice.

આ મુવી 2013’માં ચુકાઈ ગયેલું ! જે રીતે આ સમગ્ર પ્લોટ જે માહૌલ’માં ફીટ કરાયો છે અને જે સંજોગો દેખાડયા છે તે કાબિલેદાદ છે – ક્રિસ્ટીયન બેલ’નું વધુ એક જબરદસ્ત પરફોર્મન્સ ! પૂરી સ્ટોરી એકરીતે સામાન્ય અને સરળ લાગી શકે પણ જેમકે મેં કહ્યું તેમ આસપાસનો માહૌલ અને મુખ્ય પાત્ર’ની મસ્ત ઘડામણ અને મથામણ’ને કારણે તેને એક ઉંચાઈ મળે છે – વ્યક્તિ અને સંજોગો’ની અથડામણ શું શું નીપજાવે છે , તેનું આલાતરીન ચિત્રણ . ક્રિસ્ટીયન બેલ’નાં ફેન્સ માટે જોવા જેવું  – ઝક્કાસ સિનેમેટોગ્રાફી અને જીવંત બેકગ્રાઊંડ સ્કોર અને અદભુત ઝોઈ સલ્ડાના !

Me : 8 / 10 || IMDb : 6.8 / 10


Ilo Ilo , 2013 [ Singapore ]

IMDb Summary : Singapore, late 90s. The friendship between the maid Teresa and young boy Jiale ignite the mother’s jealousy, while the Asian recession hits the region.

આ મુવી પણ 2013’માં ચુકાઈ ગયેલું અને ખરેખર વસવસો રહી ગયો કેમકે આ મુવી મારી ટોપ મુવીઝ ઓફ 2013’માં નિર્વિવાદ પણે સ્થાન પામી શકેત !! વાત છે , 1990’નાં દશક’નાં સિંગાપોર’નાં એક મંદી’નો માર સહન કરી રહેલ કુટુંબ’ની , તેના એક તોફાની / બારકસ / અતિ’ચંચળ છોકરાની અને તેના માટે ખાસ રખાયેલી ફિલીપ્પ્ન ઈમીગ્રંટ એવી નેની’ની ! પૂરી મુવી એટલી તો વાસ્તવિક લાગે છે કે એક ઘડી તો તમે ભૂલી જ જાઓ કે તમે કોઈ મુવી જુઓ છો ! હરેકે-હરેક મુદ્દાઓ એટલી સહજતા’થી અને વાસ્તવિક રીતે પ્રસ્તુત થયા છે કે આપણે કોઈક નજીકના જ પરિસર’માં ઘટી રહેલી ઘટના જોઈ રહ્યા હોઈએ ! પેલા બારકસ ટેણીયા’નો અદભુત અદભુત અભિનય . . ક્લાસિક વર્લ્ડ મુવીઝ જોનાર શોખીનો માટે મસ્ટ વોચ .

Me : 8.5 / 10 || IMDb : 7.3 / 10