ટૅગ્સ

, , , , , , , , , , , ,


Total Movies – 10 ~ ~ ~ Pictures – 39 Still & 6 Movable ( Gif )

It would take 4 to 5 minute to load the whole post .


Jack Ryan: Shadow Recruit , 2014

આ મુવી જોવાયેલું ક્રિસ પાઈન’ને લીધે [ કે જે સ્ટાર ટ્રેક’માં હતો ] અને કિરા’ને લીધે . . . પણ પણ ને પણ , નથી આ મુવી કોઈ સોલીડ એક્શન ડ્રામા કે નથી કોઈ ધાંસુ સ્પાય થ્રિલર ! તો આ મુવી છે શું ? તેનો વિચિત્ર લાગે તેવો પ્લોટ શું છે ? અને આખિર’માં દાળ’માંથી નીકળતું આખેઆખું કોળું શું છે ? – જોયું કેવું વિચિત્ર લાગ્યું ને ?! બસ આ મુવી આવું જ વિચિત્ર છે 😉 વધુ આ મુવી માટે મારી પાસે કહેવા જેવું કશું ય નથી અને આમેય મેં આ ત્રણ ચાર લીટીમાં કહ્યું છે પણ શું ? 😀

j1

છતાય પણ થોડો વિચિત્ર થઈને કહું તો જેક એક અંડરકવર એજન્ટ બનીને એક મોટા કાવતરા’ને નિષ્ફળ બનાવવામાં મચી પડ્યો હોય છે , એવું મોટું કાવતરું કે જે એકેય એંગલ’થી મને ન સમજાયું 😉 કદાચ આ પણ એક કાવતરું હોઈ શકે 😉

Me :  4 / 10

IMDb :  6.2 / 10 [ 66,000 + People ] – by Nov. 2014


Mr. Peabody & Sherman , 2014

એક છે અનાથ બાળક [ શર્મન ] અને તેને દત્તક કોણે લીધો છે ? એક કૂતરા’એ ! નાં , એક જીનીયસ કૂતરા’એ !!! એક ચાલાક , ચપળ અને માયાળુ એમ ત્રણે ત્રણ ગુણોનું અદભુત મિશ્રણ ધરાવતો એક કૂતરો [  મિ. પિબોડી ] કે જે એક બાપ’થી પણ સવાયો નીકળે છે . આ એ ઘટના છે કે જ્યાં માણસે કૂતરાનું નહિ પણ કૂતરા’એ માણસનું જતન કર્યું છે !

હકીકતે તો વાત એ છે કે , મિ. પિબોડી’એ એક અદભુત ટાઈમ-મશીન બનાવ્યું હોય છે કે જેના દ્વારા તે શર્મન’ને ઇતિહાસમાં લઇ જઈને જે તે સમયની સંસ્કૃતિ અને ઘટનાઓનો સગી આંખે ચિત્તાર આપીને તેમાંથી અનુભવનું ભાથું બંધાવતા હોય છે અને તે બહાને શર્મન’ને માનવીય ભૂલો અને માનવતા’નું ગણિત શીખવાડતા હોય છે , પણ એકવાર આ ટાઇમ-ટ્રાવેલ’માં ગૂંચવાડો ઉભો થાય છે અને વાત છેક ત્યાં સુધી પહોંચી જાય છે કે મિ. પિબોડી’એ શર્મન’ને પાછો આપી દેવાની નોબત આવી શકે તેમ હોય છે ! પણ તેવું તો આખરે શું થયું ? શું મિ. પિબોડી તેમ થવાથી રોકી શકશે ? તે માટે તો તમારે જ જોવું રહ્યું એક લાગણીઓ’થી ભરપુર એનીમેશન . . .

p4

એક વિચિત્ર કન્સેપ્ટ હોવા છતાં મુવી ખાસ્સી બિલીવેબલ લાગી શકી તો તેનું કારણ ” મિ. પિબોડી “નું પાત્ર છે , પણ એક તબકકે વાર્તા’નો પ્રવાહ બિનજરૂરી ચીલે ચડી જાય છે પણ આખરે કલાયમેક્ષ’માં મસ્ત મજા આવે છે ,  તે આપના અને આપણા સૌ’ની જાણ ખાતર 🙂

Me :  7 to 7.5 / 10

IMDb :  7 / 10 [ 25,000 + People ] – by Nov. 2014


The Raid: Redemption , 2011

સૌ પ્રથમ તો પહેલા જ કહી દઉ કે [ સૌ પ્રથમ અને પહેલા બંને ભેગા આવે ખરું ? 😉 ] આ મુવી કાચા પોચા હૃદય ધરાવતા નર-નારી’ઓ માટે નથી ! [ એનો મતલબ એ પણ નથી કે મારું હૃદય ટાટા સ્ટીલ’નું બનેલું છે ! ]

પોલીસમેન’ની એક ટુકડી શહેર’નાં [ જકાર્તા – ઇન્ડોનેશિયા ] એક કુખ્યાત બિલ્ડીંગ પર ચુપચાપ છાપો મારવા જાય છે [ છાપો ચુપચાપ જ હોય , નહિતર એ સવારનું છાપું બની જાય 😉 ] એ બિલ્ડીંગ’માં શહેર’નાં કુખ્યાત ગુંડાઓ અને તેમને સંઘરનાર માફિયા ડોન રહેતો હોય છે ! પણ તે લોકોને ખબર પડી જાય છે કે પોલીસ’ની રેડ પડી છે અને પછી શરુ થાય છે , ઉઘાડી કત્લેઆમ  . . . ખૂનખરાબો એટલે કેવો ? જેવો તમે કોઈ પણ એક્શન મુવીમાં જોયો નહિ હોય ! રીતસર’નો જેમ 100 માણસો’ની રસોઈનો ઓર્ડર આવ્યો હોય અને રસોડામાં શાકભાજી કેવી રીતે કપાય ! બસ તેવો જ !!

r4

પોલીસ’ની ટુકડી કોઇકાળે બહાર નીકળી શકે તેમ નથી – બસ હવે તો મારો અથવા મરો ! સુપર્બ એટલે સુપર્બ એક્શન સિક્વન્સ / હાથોહાથ’ની અત્યાર સુધી નાં જોયેલી હોય તેવી ઝક્કાસ ફાઈટસ [ કદાચ આવી તો જેકી ચેન’નાં મૂવીઝમાં ય નથી હોતી ! ] મુવીના પ્લોટ’માં સંવાદો’ની જગ્યા કદાચિત 10%ની આસપાસ હશે અને બાકી છે નિરંતર બઘડાટી – એક તબક્કે તો આપણે થાકી જઈએ એટલી – હેટ્સઓફ ! પહેલી નજરે તો આ મુવી કોઈ ચીપ એક્શન મુવી લાગી શકે પણ ખરેખર આખરે તે એક ફોલાદ’ની ઓલાદ બની છે – એમાં પણ આખર’ની મેડ ડોગ અને હીરો વચ્ચેની લડાઈ તો રીતસર રૂંવાડા ઉભા કરી તેવી છે [ અંદાજે 15 મિનીટ’થી વધુ ચાલતી ફાઈટ’માં મેડ ડોગ ખરેખર હડકાયા કૂતરા કરતા પણ ખતરનાક લાગે છે ! ]

Me :  7.5 to 8 / 10

IMDb :  6.5 / 10 [ 6,600 + People ] – by Nov. 2014


The Raid 2 : Berandal , 2014

r5

બીજી વાર ‘ , પહેલી વાત તો એ કે 2011’માં આવેલી ‘ ધ રેઇડ ‘ની સિક્વન્સ બનાવવાની કોઈ જરૂર જ નહોતી ! કેમ કે તે સમગ્ર ઘટનાક્રમ એટલા માટે સ્પેશીયલ બની જતો હતો કેમ કે બધી બઘડાટી બિલ્ડીંગ’ની અંદર જ આકાર લેતી હતી , જયારે અહીંયા મુવી બહાર’ની દુનિયામાં આકાર લે છે ! પહેલા ભાગ’ની તોતિંગ અપેક્ષાઓ’થી પ્રભાવિત થઈને વાત કરું તો આ મુવી થોડી ઢીલી અને ખાસ તો કાઈ મોટીવ વિનાની લાગી ! કે જ્યાં પહેલો ભાગ માત્ર 1.5 કલાકની આસપાસ એવો મજબુત પકકડ વાળો હતો ત્યાં અહીંયા પૂરી મુવી 2.5 કલાક લાંબી છે !!!

r7

અને વચગાળા’ના સમયમાં તો હીરો ખાસ્સો એવો સમય ઓફ-સ્ક્રીન રહે છે ! અંદાજે સ્ટોરી’ને પૂરી સેટ કરતા કરતા 30 – 40 મિનીટ અર્થવિહીન લાગી  . . પણ પણ ને પણ [ પણ પણ વાળી ટેગલાઈન વારેવારે વાપરું છું તો કોઈક કહેશે કે આને પૈણવા ઉપડ્યો લાગે છે 😉 ] કલાયમેક્ષ વળી પાછો પ્રિકવલ’ની જેમ જ ખૂંખાર અને જબરદસ્ત છે અને રીતસર’ની બઘડાટી બોલી જાય છે !! પણ મુવી છતાં પણ IMDb ટોપ 250‘માં સ્થાન મેળવી શકી હતી , એ જ આ મુવીનો વધતો જતો પ્રભાવ દેખાડે છે – તો જોઈ નાખો અને ધોઈ નાખો . . . ઢીશુમ !

r6

Me :  7 to 7.5 / 10

IMDb :  8.2 / 10 [ 51,000 + People ] – by Nov. 2014

Honorable Mention : Once were listed in IMDb Top 250 .


Divergent , 2014

આ મુવી જોવાયાના બે કારણ : 1] બેસ્ટસેલર નોવેલ પરથી બનેલી એપોકેલીપ્સ’ની થીમ અને 2]  Shailene Woodley . . . વાર્તા’માં તો સર્વત્ર ભયાનક વિનાશ બાદ’નો સન્નાટો છે અને આ વાત છે , બાકી રહેલ રહ્યાસહ્યા શિકાગો’ની કે જ્યાં હવે સમાજ પાંચ જુથમાં વહેચાઈ ગયો છે અને લોકો એક જૂથ’માંથી બીજા જુથમાં નિમણુક / પસંદગી પામ્યા બાદ પરત ફરી શકતા નથી .

આ વ્યવસ્થા કામ પણ કરી રહી છે કે જેમાં . . . 1] નિસ્વાર્થ લોકો 2] પ્રમાણિક 3] બહાદુર 4] ચતુર 5] શાંતિ’વાહકો તરીકે વિભાજન થતું હોય છે ! યોગ્ય ઉંમર બાદ હરેક પુખ્ત લોકો જે તે ટેસ્ટ’માંથી ઉતીર્ણ થઈને જે તે જૂથ’માં જાય છે પણ જે લોકો એકસાથે બે કે ત્રણ જૂથના લક્ષણો દર્શાવે છે તેઓ ‘ ડાયવર્જન્ટ ‘ કહેવાય છે અને આ સમાજ’નાં બે પ્રમુખ જૂથો બહાદુરો અને ચતુરો તેમને વિદ્રોહ કરનારા માને છે અને વહેલી તકે તેમનો સફાયો બોલાવી દે છે , પણ આ બધું તેટલું આદર્શ પણ નથી , પડદા પાછળ કૈક રહસ્યમય ષડ્યંત્ર’ની શરૂઆત થઇ ચુકી હોય છે !

જોયુંને ભૂતકાળમાં આવેલ ઘણી પોસ્ટ-એપોકેલીપ્ટીક થીમ’નું મિશ્રણ સમાન ભેળ જેવી મુવી લાગે છે ને ?! 🙂 આ બધું શું કામ થયું ? તેનું જવાબદાર કોણ ? આ જૂથો’ની રચના શું કામ થઇ ? તે કાઈ કરતા કાઈ જણાવાયું નથી માટે જ કદાચ એક હદ સુધી એક રહસ્યમય માહૌલ બંધાય છે પણ આખરે એક તબક્કે મુવી તદ્દન સામાન્ય બની જાય છે – મતલબ કે જે પણ પ્લોટ શરૂઆત’માં બિલ્ડ-અપ થાય છે તે પ્રમાણે આખરે નીકળતું નથી 🙂 Shailene Woodley આ પાત્રમાં ઘણી સામાન્ય લાગે છે [ ઘણે અંશે મિસફિટ લાગે છે ] અને કેટ વિન્સલેટ ? તો તેનો જવાબ છે કે તેણી તો અતિ ચીલાચાલુ લાગે છે – તેણીના પાત્રમાં કાઈ ઊંડાણ જ નથી કે નથી કોઈ એવું બેકગ્રાઉન્ડ !! ઓવરઓલ આવનાર સિકવલ માટે પ્લેટફોર્મ બંધાયું છે પણ તે સિકવલ પણ જરૂર જોવાશે કારણકે ધીરજની ખબર હોય કે નાં હોય પણ તેના ફળ મીઠા હોય છે 🙂

Me :  6 / 10

IMDb :  6.9 / 10 [ 1,76,000 + People ] – by Nov. 2014


Non-Stop , 2014

ઓકે તો આ એક પ્લેન થ્રિલર છે [ પણ પ્લેઈન થ્રિલર નહિ હોં ! ] મતલબ કે એકવાર પ્લેન હવામાં ‘ચડે’ એટલે બધાના શ્વાસ ‘ચડે’ તેવી કોઈ સ્હ્ળી થાય 😉 સાદી ભાષામાં કહું તો [ જોકે ભાષા કદી સાદી નથી હોતી ! ] પ્લેન હાઈજેક રે બાબા !!

9/11‘ની ઘટના બાદ હરેક પ્લેન’માં એક એર માર્શલ પણ સફર કરતો હોય છે કે જે કોઇપણ સંજોગોમાં અનિચ્છનીય બનાવ ઘટતો રોકી શકે  . . પણ અહીંયા તો કેવું બન્યું ! આપણા હીરો’ને [ Liam Neeson ] એક મેસેજ આવે છે કે હર 20 મિનીટ’માં હું એક યાત્રી’ને મારીશ જો તમે મને 150 મીલીયન નહિ આપો તો ! અને પછી શરુ થાય છે પકડાપકડી અને ધમા’ચકડી !

જે રીતે શરૂઆત થઇ છે અને મિનીટ દર મિનીટ થ્રિલ’નાં વાયરા’ઓ ફૂંકાય છે તેની સાપેક્ષ’માં આખરે નિલોફર વાવાઝોડા જેવું થયું [ કોઈએ નિલોફર’નો અર્થ નિરવ લોફર છે એમ ન કરવો 😉 ] મતલબ કે છેલ્લે જે કઈ પણ સિક્રેટ ખુલ્લું પડ્યું તેમાં ટાય ટાય ફીશ થઇ ગયું [ એટલીસ્ટ મને તો એ ગળે ન જ ઉતર્યું – મોટીવ પણ અને ટેકનીક્સ પણ !! ] લિયામ અને ચુલબુલી વન’માં વિહાર કરતી જુલીયન માટે એક વાર અચૂક જોવા જેવું મુવી [ અચૂક એટલે એ કે જેને જોઇને જોઇને પેટ’માં ચૂક ન આવે ] એક ભલામણ : આ જ ડિરેક્ટર’નું 2011’માં આવેલ ‘ Unknown ‘ મને ખરેખર ખુબ ગમેલું – એકવાર ખરેખર જોવા જેવું . [ મણ જેવી ભલા’મણ પૂરી ]

Me :  7 / 10

IMDb :  7 / 10 [ 1,30,000 + People ] – by Nov. 2014


Noah , 2014

નોહા એક બિબ્લીક્લ પાત્ર છે ; જેમ કે આપણા રામાયણ અને મહાભારત’નું પાત્ર હોય તેમ અહીંયા બાઈબલ અને તેની અલગ અલગ ગાથાઓ’માં આવતું એક પાત્ર કે જેની માથે પરોક્ષ જવાબદારી હોય છે , દુનિયાભર’નાં એ તમામ નિર્દોષ જીવોને બચાવવાનું અને નવી દુનિયામાં વસાવવાનું – એક જળપ્રલય બાદ !

મગજ’માં કઈક ટ્રીન ટ્રીન થયું ? અદ્દલ આપણા મનુ’મહારાજ જેવું જ પાત્ર કે જેમાં સૃષ્ટિ’ના તમામ પ્રાણી-પંખીઓ ‘ને એક વિશાળ નૌકામાં ચડાવાય છે અને ભગવાન મત્સ્યાવતાર તરીકે આવીને તેમની નૌકા કિનારે લગાવે છે 🙂 અહીંયા પણ પૃથ્વી પર દુરાચારી’ઓ ખદબદી રહ્યા છે અને ઈશ્વરે નોહા’ને સ્ફૂરણા કરી કે એક વિશાળ નૌકા’નું સર્જન કરે , જળપ્રલય આવવામાં જ છે ! આ ફિલ્મ’ની વર્ષ’ની શરૂઆત’થી જ રાહ હતી : કારણકે આ એક માયથોલોજીકલ ગાથા હતી અને પ્રિ-એપોકેલીપ્ટીક / પોસ્ટ-એપોકેલીપ્ટીક જગત’નું દર્શન હતું . અને ડિરેક્ટર તરીકે Darren Aronofsky‘નું ઘણું મોટું નામ હતું કે જેઓ આ અગાઉ Requiem for a Dream , The Fountain , The Wrestler , Black Swan જેવી અઘરી અને જબરદસ્ત મુવીઝ આપી ચુક્યા છે . [ અને આ બધી મુવીઝ મારા વોચ’લીસ્ટ’માં ઓલરેડી છે જ ! ખાસ તો છેલ્લી – કાળો હંસ ! ]

no4

ડિરેક્ટર ‘નાં કહેવા મુજબ આ એક બાઈબલ’નાં પાત્ર આધારિત કથા તો છે જ પણ માત્ર નોહા’નાં પાત્ર અને તેની ઘટનાઓ પુરતી જ ! બાકીની સ્ટોરીમાં સમગ્ર ગાથા બાઈબલ’થી ઘણી જુદી પડે છે [ ખાસ કરીને ક્રિયેટીવલી ] આ મુવી’નું જો કોઈ જબ્બર આકર્ષણ હોય તો ઈન્ટરવલ પહેલા આવતા અસલી સ્થળો’એ કરાયેલ શુટિંગ અને તેને અદભુત રીતે જીવંત કરી દેતી સિનેમેટોગ્રાફી !! [ Matthew Libatique ] જળપ્રલય પહેલા’ની વાત સુંદર રીતે નરેટ કરાઈ છે પણ જળપ્રલય જોઈએ તેટલો પ્રચંડ અને પ્રલયકારી નથી દર્શાવાયો ! રસેલ ક્રો , જેનીફર કોનેલી અને એમ્મા વોટસન’નાં પાત્રોમાં જાન છે પણ અન્ય પાત્રો’નાં પન્ના થોડા ટૂંકા જણાયા અને કદાચ એટલે જ મુવી એક સુંદર શરૂઆત’ને બાદ કરતા આખરે ઘણી ઢીલી પડી રહી !

The story of creation : MUST WATCH

Me :  7 / 10

IMDb :  6 / 10 [ 1,39,000 + People ] – by Nov. 2014


Hercules , 2014

હર્ક્યુલસ જોવાના બે કારણો : માયથોલોજીકલ પાત્રો અને તેમની ગાથાઓ પ્રત્યે’નું ખેંચાણ અને ડ્વાયન જહોન્સન [ મારા મનપસંદ એક્ટર્સ પૈકી’નો એકરેસલીંગ’ની દુનિયામાંથી સીધો અહી ખાબક્યો હોવા છતાં તેની એક્ટિંગ ઘણી સરળ અને સહજ રહી છેભલે એણે એક્ટિંગ’નાં ખૂંટા ન ખોડી દીધા હોય પણ તેની ફિલ્મોનું હંમેશા એક આકર્ષણ તો રહ્યું જ છે ! શરૂઆત થઇ હતી – સ્કોર્પિયન કિંગ’થી , એક મસ્ત ઇઝી ફેન્ટસી ફિલ્મ ] અહીંયા હર્ક્યુલસ’ની ગાથા એક અલગ જ અંદાઝ અને અલગ જ દ્રષ્ટિકોણ’થી દર્શાવાઈ છે : મતલબ કે માત્ર એક માણસ તરીકે , નહિ કે ઝીયુસ’નાં એક ડેમીગોડ દીકરા તરીકે !

h2 h3

હર્ક્યુલસ અને તેના સાથીઓ સોના’ની અવેજીમાં ભાડુતી સૈનિકો તરીકે કામ કરતા હોય છે અને એક દિવસ તેને એક રાજ્ય તરફથી કહેણ આવે છે કે તમારે એક બળવાખોરો’ની વિરુદ્ધ’માં અમારી સેના’ની આગેવાની લેવાની છે અને તેમને પ્રશિક્ષિત પણ કરવાની છે . . હર્ક્યુલસ ક્યાંથી આવ્યો હોય છે ? તેના આ મિત્રો કોણ હોય છે ? તેનો ભૂતકાળ શું હોય છે ? અને ભવિષ્ય’માં આવનાર પડકાર અને તેની પાછળનું કારણ શું હોય છે ? તે તો યુગો યુગો’ની પરંપરા પ્રમાણે તમારે જ જોવું રહ્યું ને ?!

h1

હર્ક્યુલસ’નાં પાત્રમાં કૈક અલગ જ લુક’માં ડ્વાયન જહોન્સન એકદમ કુલ લાગે છે અને લોકેશન’વાઈઝ પણ મુવી ઘણી રીચ છે અને નાની નાની મોમેન્ટસ અને સહાયક પાત્રોમાં પણ મુવી એ રીતે નિરાશ નથી કરતી . એકશન સીન’સ એકદમ ધાંસુ છે અને એટલા સ્પીડી પણ ! [ આદિવાસીઓ’નાં એક કબીલા સાથેની લડાઈ ખરેખર જબરદસ્ત છે ! ] મૂળ તો આ મુવીથી એટલી બધી આશા નહોતી છતાં પણ મુવી’એ મને ઘણો પ્રભાવિત કર્યો ! કદાચિત આવનાર સમય’માં આની કોઈ સિકવલ આવે ! જય ડ્વાયન જહોન્સન , જય રોક 🙂 અને હાં , આ મુવી’નાં ડિરેક્ટર ‘ Brett Ratner ‘ની બીજી ઓળખ એટલે મારી પ્રિય ‘ Rush Hour ‘ ટ્રાયોલોજી’નાં ડિરેક્ટર 🙂

Me :  7 / 10

IMDb :  6.2 / 10 [ 59,000 + People ] – by Nov. 2014


How to Train Your Dragon 2 , 2014

મારા કેટલાક અતિ પ્રિય એનીમેશન’માનું એક એટલે 2010’માં આવેલુંHow to train your dragon ” . તેટલી હદે તે મુવી મોજે-દરિયા’ઓમાં લહેર કરાવી તેવું હતું 🙂 અને જ્યારથી તેની સિકવલ’ની વાત સાંભળી હતી ત્યારથી તેનો ઈંતેઝાર હતો , પણ મોટા પડદે તેને જોવાનો મેળ ન પડ્યો 😦

2

અહીંયા વાત છે . .  પહેલા ભાગ પછી 5 વર્ષ વીતી ચુક્યા છે કે જ્યાં પહેલા વાઈકિંગ્સ અને ડ્રેગન્સ વચ્ચે ખૂંખાર લડાઈઓ ચાલતી જ રહેતી હતી ત્યાં હવે હિક્કઅપ’નાં પ્રયાસોથી બંને પ્રજાતિઓ એકબીજા સાથે એક જ પરિસર’માં એકબીજાની પૂરક બનીને રહેવા માંડી હોય છે . હરેક વાઈકિંગ’ને પોતાનો એક મિત્ર-કમ-સાથીદાર એવો ડ્રેગન હોય છે અને સર્વે લોકો / ડ્રેગન્સ આનંદમય જિંદગી વિતાવી રહ્યા હોય છે અને આ બાજુ હિક્કઅપ’ને આગામી સરદાર બનાવવાની પણ જાહેરાત થઇ ચુકી હોય છે પણ હિક્કઅપ’ને સરદાર નહોતું બનવું અને તેને તો બસ કેટલાય દુરદેશાવાર’ની નવી નવી જમીનો શોધવી હતી અને નવા નવા ડ્રેગન શોધવા હતા . . અને તેને એક અજાણી ભોમકા મળે છે પણ ખરી . . કે જ્યાં કેટલાક શિકારીઓ ડ્રેગન પકડતા હોય છે અને તેને પોતાના મુખીયા ‘ ડ્રેગો ‘ને હવાલે કરતા હોય છે ! આ ડ્રેગો એક મહાશક્તિશાળી દુષ્ટ હોય છે કે જેણે હજારો ડ્રેગન’ને પકડ્યા હોય છે અને હવે જ શરુ થાય છે . . .  એક નવા જ સાહસ’ની / દુ:સાહસ’ની / ભૂતકાળ’ના વર્તમાન સાથેના મિલન’ની / કૈક પામવાની અને ભવિષ્ય’માં કૈક ગુમાવવાની !

આ ભાગમાં જ ઘણા નવીન પાત્રો ઉમેરાયા છે અને રીતસર’નો પહેલા ભાગનો બાળ હિક્કઅપ જુવાની’માં ડગલાં માંડી રહ્યો છે . એક પ્રમુખ અને જબરદસ્ત પાત્ર આ ભાગમાં વિદાઈ લઇ રહ્યું છે અને તેનું જ સમકક્ષ એવું પાત્ર આ ભાગથી પદાર્પણ પણ કરી રહ્યું છે [ જોકે આ કોઈ મોટું સ્પોઈલર નથી પણ છતાં જો તમે તમારી જાતે જ જાણો તો એક સુંદર હળવો આંચકો મળી શકેહાં , કેટલાક આંચકાઓ ખમવા ગમે તેવા હોય છે 🙂 ] મુવી’ની લંબાઈ’ની રીતે જોતા [ 100 મિનીટ ] શરૂઆત’નું સેટઅપ બતાવવામાં ઘણો સમય રોકાઈ ગયો છે કે જ્યાં બીજા ભાગ’માં અને ત્રીજા ભાગમાં મુવી ખરેખર’ની રફતાર પકડે છે !

5

આ ભાગ’માનું એક પ્રમુખ આકર્ષણ એટલે અત્યંત સોહામણું અને નાના બાળ જેવું નિર્દોષ એવું ડ્રેગનટૂથલેસ ‘ . આ અત્યંત શક્તિશાળી અને કાબિલેતારીફ ડ્રેગન’ને કોઈ પહેલી નજરે જોઇને કહી જ ન શકે કે તેની ક્ષમતા શું હશે ? તેની ઝડપ શું હશે અને તેનો સપાટો શું હોઈ શકે ?? હિક્કઅપ અને ટુથલેસ’ની જોડી એટલે જાણે બે શરીર અને એક જીવ ! તે હદે તે બંને એકબીજામાં વણાઈ ગયા છે અને એકબીજાને સમજી ચુક્યા છે . અને આ કેમેસ્ટ્રી મુવી’માં ચોખ્ખી દેખાય પણ છેખાસ તો ટુથલેસ’નાં એક્સ્પ્રેશન કાબિલેતારીફ ઝીલાયા છે . . પહેલા જ ભાગની જેમ અહીંયા પણ પ્રચંડ વાદળા’ઓની વચ્ચે સરરર કરતા નીકળતા આ બંને ભેરુબંધો’ને જોવા એ એક લ્હાવો છે , જી હાં , હું આ બંને’ને ભેરુબંધ તરીકે ઓળખાવાનું જ પસંદ કરીશ – નહિ કે એક માલિક અને એક પાલતું તરીકે !

1

સ્ટોરી’માં આગળ જોઈએ તો એક પછી એક બે ટ્વિસ્ટ છે અને બંને ટ્વિસ્ટ ખરેખર વાર્તાપ્રવાહ’ને અજબ જ વળાંક આપે છે – તે રીતે સ્ટોરી / સડસડાટ જતું એડીટીંગ અને ક્લાસિક એનીમેશન તેની પ્રિકવલ’ને યોગ્ય ન્યાય આપે છે , છતાં પણ પહેલા ભાગ જેવો કોઈક જાદુ અહીંયા ખૂટે છે ! બધું જ બરાબર છે છતાયે કૈક મેજિકલ ફીલીંગ નથી આવતી [ એ તો તમને જો કાઈ એવું જણાય તો આપણો ટોલ-ફ્રિ નંબર તો આપને ખ્યાલ છે જ 😉 અરે કમેન્ટ એરિયા રે બાબા ! ]

4

અહીંયા મુખ્યત: બે નવા પાત્રો એન્ટ્રી મારે છે : ડ્રેગો અને વાકા . ડ્રેગો’ની તો વાત થઇ ગઈ પણ વાકા કોણ ? એ તો તમે જ જોઈ લેજો 🙂 પણ હાં , વાકા’નું પાત્ર એ રીતે અસરકારક નીવડે છે પણ ડ્રેગો’માં કોઈ એવી લાર્જર ધેન લાઈફ ફીલિંગ નથી આવતી !! અને આ બે નવા પાત્રો’ની સાથે બે મહાકાય અને પ્રચંડ ડ્રેગન્સ પણ ધાંસુ એન્ટ્રી મારે છે – ખરેખર જબ્બર બનાવ્યા છે , હોં બાકી !! [ એની પાસે તો ગોડ્ઝીલ્લા પણ ટૂંકો પડે ! ]

3

મૂળ તો આ હિક્કઅપ અને ટૂથલેસ’ની વાત છે , તેમની ઉડાન’ની વાત છે અને માટે જ તે બંને’ને ન્યાય આપતી ફલાયિંગ સિકવન્સ પણ ખરેખર ચિલીંગ અને હટકે જ છે ! પિક્ષાર અને ડિઝની’ની માફક ડ્રીમવર્કસ પાસે હજી થોડા વર્ષો સુધી કોઈ જબરદસ્ત કેરેકટર નહોતું પણ હવે આ ડ્રેગન સીરીઝ સ્ટુડિયો’ને જબ્બર નામના અપાવશે , એ પાક્કું .

ht1'

યાદગાર દ્રશ્યો’માં : 1] ફરી પાછી હિક્કઅપ અને ટૂથલેસ’ની વાદળો’ને ચીરતી અને ગોથા ખવડાવી દે તેવી ઓપનીંગ ફલાયિંગ સિક્વન્સ 2] ડ્રેગન પર સવારી કરીને બાસ્કેટબોલ જેવી જ રમાતી એક રમત , ફર્ક ખાલી એટલો જ કે અહીંયા બોલ’ને બદલે જીવતા ઘેંટા હોય છે 😉

3] વાકા અને તેના ડ્રેગનો’નો રહેણાંક વિસ્તાર [ અવતાર મુવી જેવું જ આબેહુબ અને અજાયબ કરી દેતી સૃષ્ટિ ! ] 4] પેલો કદાવર આલ્ફા ડ્રેગન ! 5] કલાયમેક્ષ’માં કલેવર બદલતું અને નવો બનતો આલ્ફા ડ્રેગન !

Me :  8 to 8.5 / 10

IMDb :  8.1 / 10 [ 1,08,000 + People ] – by Nov. 2014

Honorable Mention : Once were listed in IMDb Top 250 .


Rio 2 , 2014

મેં પહેલા પણ કહેલું કે એનીમેશન’માં હું એનીમેશન પહેલા જોઉં છું ને બાદમાં સ્ટોરી ! એ રીતે અહીંયા એનીમેશન તો રિચ અને ફૂલ ઓફ ઈમેજીનેશન છે જ , પણ સ્ટોરી’માં કાઈ કરતા કાઈ એવું ખાસ નથી કે જે એક મહિના બાદ પણ યાદ રહે !! મને રિયો’નો પહેલો ભાગ પણ ખાસ નહોતો ગમ્યો અને આ ભાગથી પણ એટલી આશાઓ ન હતી – જોકે આ તો મારો દ્રષ્ટિકોણ છે , કદાચિત તમને આ મુવી ગમી પણ શકે !

પહેલા ભાગ’ની સરખામણી’એ [ રિયો ડી જાનેરો શહેર ] આ ભાગ એમેઝોન’નાં જંગલો’માં આકાર પામ્યો હોય ખાસ્સો કલર્સ’થી તરબતર છે અને એટલી હદે તેમણે વિવિધ સિક્વન્સ અને સોંગ્સ પણ મસ્ત બનાવ્યા છે [ ખાસ તો , રિયો’નું સેલીબ્રેશન સોંગ અને એમેઝોન’નાં જંગલ’માં બે પ્રજાતિઓ વચ્ચે રમાતી ફૂટબોલ’ની સિક્વન્સ ]

સ્ટોરી’માં કહું તો બ્લુ અને તેનું નાનું પરિવાર એમ સમજતા હોય છે કે તેઓ જ માત્ર આખરી બચ્યા છે , તેમની પ્રજાતિ’માં ! પણ જેવી તેમને ખબર પડે છે કે એમેઝોન’નાં જંગલ’માં તેમની પ્રજાતિના વધુ સદસ્યો પણ હોવાની ભાળ મળી છે કે તેઓ તે તરફ ઉડી પડે છે . . અને બાકી તો આપ સમજુ છો જ 🙂 સ્ટોરી’માં તો મને ખાસ રસ નાં પડ્યો પણ આસપાસનું વાતાવરણ અને સહાયક પાત્રો’માં રિયો’એ છેક સુધી રસ જાળવી રાખ્યો એમ કહેવાય , જેમકે ; કિડીખાઉં , ઝેરીલી દેડકી અને એક સ્લો મોશન કાચબા’ઓની જોડી ! અને તેનાથી ઉલટું આ સ્ટોરી’નો મેઈન હીરો ‘ બ્લુ ‘ આ બધાની વચ્ચે ખાસ્સો ફિક્કો લાગે છે . . . અને હાં , જો તમે હિંદી વર્ઝન જુઓ તો એક વાત તમને જરૂર સરપ્રાઈઝ કરશે અને એ છે : ફીમેલ લીડ’માં સોનાક્ષી’નો અવાજ ! કે જે ખાસ્સો રમણીય નહિ પણ રણકીય લાગે છે , મતલબ કે રણકાર’વાળો 🙂 અને મેલ લીડ’માં કોનો અવાજ છે ? જે કોઈએ મુવી જોયું તે કહી શકશે ? તમારા માટે ગૃહકાર્ય 🙂

Me :  6 / 10

IMDb :  6.4 / 10 [ 36,000 + People ] – by Nov. 2014