ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , ,

1] ફરીથી મંથલી રિવ્યુઝ’ની સીરીઝ શરુ થઇ રહી છે , જોઈએ કે ક્યાં સુધી ચાલે છે ? 🙂 આજે આપણી 8 ફિલ્મો’ની વાત છે કે જે મહદઅંશે લોકોએ જોઈ લીધેલી જ હશે . . . તો આપના વ્યુઝ અને કાઉન્ટર વ્યુઝ જાણવાની ઇન્તેઝારી તો રહેશે જ .

2] અને હવે એક ખુશખબરી , ખાસ તો પુસ્તક’પ્રેમીઓ માટે : ” RR Sheth , અમદાવાદ ” એક ધાંસુ યોજના લઈને આવ્યા છે કે જેમાં માત્ર 5000 રૂ. ભરીને તમે આજીવન દર વર્ષે રૂ. 1000 / ની. બુક્સ મેળવી શકશો . . જી હાં , આજીવન 🙂

વધુ વિગત માટે મૂળ સ્થાને જ પહોંચી જાવને [ Link ]


Total Movies – 8 ~ ~ ~ Pictures – 32 Still & 4 Movable ( Gif )

It would take 2 to 3 minute to load the whole post .


Indian Films


Ek Villain , 2014

પહેલી વાત તો એ કે આ મુવી’નાં ત્રણેય લીડ એક્ટર્સ’માંથી એકેય’નું પાત્ર મને ગળે ન ઉતર્યું !! અને બીજી વાત [ પહેલી વાત આવે એટલે બીજી વાત આપોઆપ આવે ! ] એ કે શ્રધ્ધા અને સિદ્ધાર્થ’નો લવ ટ્રેક અને પેલા સીરીયલ કીલર’ની સ્ટોરી’નો ક્યાય કરતા ક્યાય મેળ બેસતો નથી !!! આ બંને સાવ નોખી નોખી ઘટના છે અને પરાણે એકબીજામાં ગૂંચવાઈ ગયેલી પતંગો’ની જેમ ભેરવાઈ ગયેલી છે ! આ મુવી આટલું બમ્પર ઓપનીંગ અને બીઝનેસ લાવી શકી તેનું બમ્પર કારણ એટલે તેના ગીતો અને ખાસ તો ” તારી શેરી’ઓ : મતલબ કે તેરી ગલિયા 😉 ” [ મારું ભડાકે દે તેવું ફેવરીટ ગીતખાસ તો મને ઇન્ટેન્સડ સોંગ્સ વધુ ગમે અને આટલી હાઈ પીચ’માં આટલો ઠહેરાવ ! હેટ્સ ઓફ ટુ ‘ અંકિત તિવારી ‘ – હમણાં જ PK’નું અંકિત તિવારી’એ સિંગેલું ગીત ‘ દિલ દરબદર ‘ સાંભળ્યું ?? વધુ એક માસ્ટરપીસ ! – પહેલી બે લિટી કે જે ગીત’નો ઉઘાડ કરે છે , એ તો બસ અદભુત છે – સાંભળીને કહેજો , જરા . ]

શ્રધ્ધા’એ ચુલબુલી દેખાવા માટે ખરેખર વધુ પડતો ચુલબુલો અભિનય કર્યો છે [ ઓવરએક્ટિંગ રે બાબા ! – તમને યાદ આવે પેલી ગજીની’ની અસીન ? તે પણ આવી જ ચુલબુલી . . પણ મને બિલીવેબલ લાગેલી અને પાછી એ પણ સ્વર્ગસ્થ થઇ ગયેલી ! મતલબ કે ચુલબુલા લોકો’નાં હાલ બુરા થાય છે 😉 ] હાં પણ , પેલો દર્દ અને હમદર્દ’વાળો ડાયલોગ મસ્ત હતો , નહિ ? અને પેલો એંગ્રી બર્ડ’વાળો શોટ પણ 😀

a3

પણ પણ ને પણ તેણીને એવી તે કઈ જીવલેણ બીમારી થઇ હતી કે તે જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી હતી ? અને તેણીને એવો તો કયો ઈલાજ મળી ગયો કે તે કાઈ થયું જ ન હોય તેમ વળી પાછી કૂદાકૂદ કરવા લાગી 🙂 પણ હાં , ઘણેખરે અંશે સિદ્ધાર્થ અને રીતેશ’માંથી રીતેશ બાજી મારી જાય છે [ અને ઘણાખરા’ને મારી પણ જાય છે 😉 ] – – કદાચ આ મૂવીની સિકવલ બને તો તેનું નામ શું હોઈ શકે ? ::: બે વિલન 😀

a4

Me :  6 / 10

IMDb :  6.5 / 10 [ 7,000 + People ] – by Nov. 2014


Mardaani , 2014

જેના મુકકા’માં પણ દમ હોય અને અવાજ’માં પણ દમ , એ તો મારી પ્રિય એવી રાણી જ હોય ને ! [ ખોંખારો ! ]  શરૂઆત’થી લઈને છેક ઘણા સમય સુધી મર્દાની’એ એક બહુ જ દબાયેલો / વણચર્ચાયેલો ટોપિક તેની ગંભીરતા પ્રમાણે હેન્ડલ કર્યો , પણ છેક આખીરમાં તે એક વન ટુ વન દુશ્મની’માં પરિવર્તિત થતો એક્શન ડ્રામા થઇ ગયો ! તરુણી’ઓના અપહરણ અને તેમને એક અલગ જ દુનિયામાં નાખી દેવાના આ કારસા’ને વધુ વિસ્તાર’થી ચર્ચી શકાયો હોત પણ આખરે મુવી એક એક્શન મુવી’માં તબદીલ થઇ ગઈ . . .

છતાં પણ ફિલ્મ ગજબની પકકડ અને થ્રિલ ધરાવે છે , એ નક્કી ! સતત એક ‘ હવે શું થશે ? ‘નો માહૌલ જળવાઈ રહે છે . ઘણા દ્રશ્યો એકદમ ઓથેન્ટીકેટ ફિલ્માવાયા છે ; જેમકે પ્યારીને [ શેલ્ટર હોમ’માં રહેતી નિરાધાર બાળકી ] જયારે પૂછવામાં આવે છે કે તને કઈ કેક ફાવશે ? ત્યારે પ્યારી કહે છે : કાલાખટ્ટા !!! અને જયારે શિવાની’નાં પતિ’ને જુઠ્ઠા આરોપ’માં સલવાડી’ને બેફામ અપમાન કરીને મારવામાં આવે છે , ત્યારબાદ : શિવાની તેના પતિ’ની આંખોમાં જુએ છે , તે દ્રશ્ય !

ફિલ્મ’નાં એક સંવાદ મુજબ આ બધું જરૂર અને જરૂર’થી રોકી શકાય [ બાળકો વિરુદ્ધ’નાં ગુનાઓ અને અન્ય ગુનાઓ ] પણ જો તમારી પાસે એક ચીજ હોય તો . . અને તે છે : “ નિયત ” . અને હાં અહી પેલો ‘ એક વિલન ‘ ખાસ્સો પ્રભાવશાળી લાગે છે [ તાહિર રાજ ભસીનખોટા કામ’માં તો ખોટા કામ’માં પણ એકદમ ફોકસ્ડ , ઠંડે કલેજે પરસેવો અવરાવી દેતો અને ગુમનામ !

b4

Me :  7.5 to 8 / 10

IMDb :  7.7 / 10 [ 3,600 + People ] – by Nov. 2014


Mary Kom , 2014

તો પહેલા જ ધડાકે કહી દઉ તો મને ફિલ્મ ખાસ્સી સામાન્ય લાગી !! ભારત’નાં ખિલાડીઓ’નો સંઘર્ષ અને તેમની મહેનત’ને બિરદાવતી ઘટનાઓ / પ્રયાસ સરાહનીય જ છે પણ મારા અંગત મતે તેમના પર ફિચર ફિલ્મો નહિ પણ એક વાસ્તવિકતા’ની ઝલક આપતી ડોક્યુમેન્ટ્રી બનવી જોઈએ – ડોક્યુમેન્ટ્રી મહદઅંશે પોતાના લક્ષ્ય પરથી ભટકતી નથી અને નથી તેને કોઈ ચિત્રવિચિત્ર માર્કેટિંગ’નાં ફંડા અપનાવવા પડતા [ આપ સૌને તો ખ્યાલ હશે જ ને કે મને ભાગ મિલ્ખા ભાગ પણ એટલી નહોતી ગમી ! ]

પહેલી વાત તો મેરીકોમ પ્રત્યે મને ખાસ્સો અહોભાવ અને ગૌરવ’ની લાગણી છે પણ અહીંયા મેરીકોમ ક્યાય નથી દેખાતી , માત્ર પ્રિયંકા જ દેખાય છે [ હું પ્રિયંકાની અભિનય ક્ષમતા પર સવાલ નથી ઉઠાવતો અને ભૂતકાળમાં પણ મેં ફરહાન’ની ક્ષમતા પર પણ સવાલ નહોતો ઉઠાવ્યોપણ આ બધું બસ કમર્શીયલાઈઝડ લાગે છે ! ] મારા મતે આ મુવી માટે માત્ર ને માત્ર મણિપુરી ચહેરો જ હોવો જોઈતો હતો , બીજો કોઈ કરતા કોઈ નહિ ! બીજું અહીંયા મણીપુરની વિસ્ફોટક અને ઝંઝાવાતી જીવન’નાં ખુબ જ ઓછા પાસાઓ દર્શાવાયા છે ! ત્રીજું અહીંયા મેરી’ની ઓફીશીયલ ટ્રેનીંગ શરુ થયા બાદથી પહેલા ટાઈટલ સુધી પહોંચવા’ની વાત સાવ ટલ્લે ચડાવી દેવાઈ છે ! અને ચોથું અને ગોથું ખવડાવી દે તે : કલાયમેક્ષ અત્યંત મેલોડ્રામેટીક છે !

પણ હાં મેરીકોમ’નાં પતિ’નું પાત્ર ભજવતો ‘ દર્શન કુમાર ‘ અને મેરી’ના કોચ બનતા ‘ સુનીલ થાપા ‘ પોતપોતાના પાત્રો સાથે ખાસ્સા એકરૂપ અને સહજ લાગે છે . મેરી અને ઓનલેર’ની લવ / સ્ટ્રગલ લાઈફ’નાં ફ્લેશબેક એકદમ સ્વિટ મોમેન્ટસ’થી ભરેલા છે પણ આખરે પડદા પર  એક શૂન્ય’માંથી સર્જન પામેલા ખેલાડીની કોઈ અસામાન્ય વાત મહેસુસ નથી થતી 😦 પણ પણ ને ફરી પાછું પણ , મને ‘ ઝીદ્દી દિલ ‘ ગીત ગમ્યું . જય થોઈ 🙂

c5

Me :  6 / 10

IMDb :  6.8 / 10 [ 4,100 + People ] – by Nov. 2014


Daawat-e-Ishq , 2014

બે લોકો પાસેથી વધુ પડતી આશા હતી 1] હબીબ ફૈસલ { ડીરેક્ટર } 2] ગમતીલી એવી પરીનીતી !!! પણ એમાં જ મારી પડતી થઇ ! આદિત્ય અને પરીનીતી પાત્રો તરીકે ભારે ચાર્મિંગ અને ગમતીલા લાગે છે – એક ટોપિક પણ મસ્ત ઉપાડ્યો છે , પણ આખરે . . . સ્ટોરી’માં કઈ કરતા કઈ સોલીડ કહેવા જેવું છે જ નહિ ❗ આ શું ? સાવ આમ ? તમે આટલા બધા ચાર્મિંગ હો એટલે આવું કરવાનું , પરીનીતી ? [ o_O ]

નાની નાની મોમેન્ટસ ઘણી છે , પણ થોડી મેલોડ્રામેટિક પણ છે [ અને સાવ આમ તો કોઈ કરતા કોઈ દહેજ ન માંગતું હોય અને દરેક તો નહિ જઓકે ગુજરાત’માં દહેજ’નું એટલું જોર નથી પણ તેના પ્રતિરૂપ એવા ‘ કરિયાવર ‘નું શું કહેવું છે આપે ? 😉 – અહીંયા “આપ” એટલે દિલ્હી’નો પક્ષ નહિ પણ તમે લોકો યાર ! ] મતલબ કે આ લોકોએ આંખો’માં ધૂળ નથી નાખી પણ આપણને આખે ને આખા ધૂળ’નાં ખાડામાં જ નાખી દીધા છે ! ધૂલ કા ફૂલ , તેમાં 😉

d2

Me :  5.5 / 10

IMDb :  6.4 / 10 [ 1,700 + People ] – by Nov. 2014


1 – Nenokkadine , 2014

પહેલા વાર્તા : એક રોકસ્ટાર છે , ગૌતમ [ મહેશબાબુ ] ગજબ’નો સફળ પણ હરહંમેશ કશાક’ની તલાશમાં ! શેની તલાશ ? તેના માંબાપ’ના હત્યારાઓ’ની તલાશમાં  . . એ ત્રણ લોકો કે જેને તે હરહંમેશ શોધ્યા જ કરતો હોય છે , પણ તેને તેના ખુદના માંબાપ’ના ચહેરા યાદ નથી !! આવું શા માટે થયું ? લોકો અને તેની આસપાસનો ઈતિહાસ તો એમ કહે છે કે તેને કોઈ માંબાપ હતા જ નહિ , મતલબ કે તે તો જયારે મળ્યો ત્યારથી અનાથ હતો !! તો આ બધું શું છે ? ખરેખર તેના કોઈ માતાપિતા છે ? અને છે , તો શું તેમનું ખૂન થયું છે ? શા માટે થયું ? હરહંમેશ જે ત્રણ લોકોને તે જોતો આવ્યો છે તેઓ કોણ છે ? તે તો તમારે જ જાતે જોવું રહ્યું . . .

હવે આ બધી વાર્તા શું કામ માંડી અને મહેશબાબુ મને ક્યા ભટકાઈ ગયા તે વાત 🙂 અચાનક જ હું પ્રિમાં’ની ટેગલાઈનમાં કહું તો ‘ રખડતા ભટકતા ‘ આ મુવીના IMDb પેઈજ પર જઈ ચડ્યો અને તેના રેટિંગ જોઉં છું તો શું જોઉં છું !? 8.5 + અને તે પણ 20,000 + લોકો દ્વારા [ આઈલા !!! – આઈલા એ કોઈ નાથુલા’ની જેમ ઘાટ નથી અને ‘ આ ઈલા ‘ પણ નથી 😉 ] અને પાછી ગમતીલી એવી ‘ ક્રિતી સેનોન ‘ પણ હતી તો થયું કે ચાલો ઝંપલાવીએ આ વહેણમાં . . જોઈએ કે આપણે ધોવાઈ જઈએ છીએ કે પછી આપણે તો પહેલેથી જ ધોવાયેલા હતા , આ શું આપણને ધોવાનો ? 😉 તો પછી ડર હતો એ જ થયું કે ફિલ્મ’માં ખોટેખોટો હાઈપ જ ઉભો કરાયો છે પણ હાં ટીપીકલ સાઉથ સ્ટાઈલ ગપોડી’વેળા નથી  . . એમ તો મુવી થોડું અને ઘણું એમ બંને રીતે ધ્યાન ખેંચે એમ છે પણ કુલ 2.5 કલાકની મુવી થોડા ચીલાચાલુ’વેડા ઓછા કરીને અને થોડો ફાલતું રોમેન્ટિક ટ્રેક ઘટાડીને એડિટ કરાઈ હોત તો ખાસ્સી ચુસ્ત બની હોત !

e2

ફિલ્મ’માં એ રીતે વારેતહેવારે ઘણા ટ્વિસ્ટ મુકીને એમને અને આપણને એમ બંનેને ખાસ્સી એવી મહેનત કરાવી છે અને ઘણેખરે અંશે એ સરપ્રાઈઝ પણ કરે છે . . . એમ તો મહેશબાબુ’ની ફિલ્મ ખાસ્સી ઇન્ટેન્સડ હોય છે અને કઈક ધૂની પણ [ એમ તો મેં ત્રણ ચાર મુવીઝ જોયેલી છે એમની  ‘ બીઝનેસમેન  ‘ નામની એક મુવી જોજો સમય મળ્યે . . ચિત્રવિચિત્ર કન્સેપ્ટ છે 🙂 ]

Me :  6 to 6.5 / 10

IMDb :  9 / 10 [ 26,500 + People ] – by Nov. 2014


Filmistaan , 2012 [ Released in 2014 ]

ફિલ્મીસ્તાન ! જી હાં હિંદુસ્તાન’નો એક બીજો મતલબ  . . કે જ્યાં પડદા પર સર્જન પામતી ઘટનાઓ વાસ્તવિક જીવન’ને પ્રભાવિત કરે છે અને ક્યારેક તો તેમના જીવન’નો જ એક ભાગ બની જાય છે ! આ વાત છે , એક આવા જ રસિયા’ની કે જે મુવીઝ’નો દીવાનો હતો . તેની રગેરગ’માં ફિલ્મો જ આંદોલિત થઈને તેના હૃદય’ને ખરા અર્થમાં ધબકાવતી હતી . પોતે ખુદ એક સ્ટ્રગલર હતો કે જે હરહંમેશ એક તક’ની રાહમાં અહીંયાથી ત્યાં ઓડીશન આપતો રહેતો હતો અને આખરે તે એક સહાયક દિગ્દર્શક’ની ભૂમિકામાં એટલા માટે ગોઠવાય છે કે ક્યારેક કોઈ તેને એક તક આપે !! આવા જ એક શિડયુઅલ દરમ્યાન તે અમેરિકી કસબીઓ’ની સાથે રાજસ્થાન’ની બોર્ડર પર એક ડોક્યુમેન્ટ્રી શૂટ કરવા જાય છે અને ત્યાં જ સીમા પાર’ના એક ષડ્યંત્ર’નાં ભાગ’રૂપે તાલીબાનીઓ પેલા અમેરિકી નાગરિકોની ગેરસમજણ’માં તેને જ અપહરણ કરી પાકિસ્તાનમાં લઇ જાય છે . . સવાર પડે છબરડો સમજાતા તેને થોડો સમય સીમાની બાજુમાં જ સ્થિત એક ગામડામાં મુસ્લિમ પરિવારને ત્યાં ઘરકેદી તરીકે રખાય છે .

f1

અને પછી શરુ થાય છે , સની અરોરા’ની [ Sharib Hashmi ] અસલી સંઘર્ષ’વાળી જિંદગી કે જ્યાં તો તે માત્ર કહેવા પુરતું જ સંઘર્ષરત હોય છે પણ હોય છે તે હરહંમેશ’ની મુજબ પોતાની જ મસ્તીમાં 🙂 પોતાના જ કેફ’માં અને મુવીઝ’નાં નિજાનંદ’માં . . . અને ત્યાં જ તેનો ભેટો થાય છે તે જ ઘરના મોટા દીકરા સાથે કે જે પાકિસ્તાનમાં ભારતની મુવીઝ્ની પાઈરસી કરતો હોય છે અને . . . આગળ તો તમારે જ જોવું રહ્યુંને રસિયાઓ 🙂

f2

ફિલ્મ પોતાની જ મસ્તીમાં એક અદભુતાઈ’થી રાચે છે અને ખાસ તો એક સ્ટ્રગલ કરતા જિંદાદિલ કલાકાર’નાં પાત્રમાં સની અરોરા ઉર્ફે શારીબ હાશ્મી તેને ગજબનું સ્મરણીય બનાવે છે , તે હદે આ બંદો કેરેકટર’માં ઘુસી ગયો છે ! એકેએક ઘટના અને તેનો પ્રત્યાઘાત / સંવાદો અને તેની અભિવ્યક્તિ’ઓ અને તમામ પ્રકારે બોડી લેંગ્વેજ’માં પણ તે સ્ક્રીન પર છવાઈ જાય છે . ખરેખર શારીબ’ને આવા ગાંડાવેડા કરતા જોવો એ એક લ્હાવો છે , આટલી વિપરીત પરિસ્થિતિઓ’માં પણ તેનું આવું વિચિત્ર વર્તન પણ મહદઅંશે બિલીવેબલ લાગે છે [ એકમાત્ર મશીનગન’વાળા એક દ્રશ્યને બાદ કરતા ! ] ફિલ્મોની દુનિયા તેના માટે એક સ્વપ્ન સમાન છે છતાં પણ તે તેને એક જિંદગી’ની જેમ ભરપુર જીવે છે અને તેની આ જ બેફિકરાઈ અને મસ્તીને બરોબરનો સાથ આપે છે ફરી પાછો એક નવો કલાકાર ” ઇનામુલ હક ” [ પાઈરસી’વાળો પેલો બંદો આફતાબ ] ખરેખર મુવીઝ’ની દુનિયા’ની ચીરસ્મરણીય જોડીઓમાં આ બંને જણા સની અને આફતાબ’નું નામ યાદ રખાશે અને પાછો કલાઈમેક્ષ’નો સીન પણ એક તબકકે તેમનામાં ખરો જીવ રેડે છે . . કઈ રીતે ? એ તો ફરી પાછું તમારે જ જોવું રહ્યું ને !? ફિલ્મીસ્તાન’વાસીઓ 🙂

f3

યાદગાર દ્રશ્યોમાં : 1] જયારે તેને ખબર પડે છે કે તે પાકિસ્તાનમાં છે ત્યારે સહસા બોલી ઉઠે છે  . . અરે ઘર / લોકો / ભોજન અને ચહેરાઓ તો જરાય જુદા નથી લાગતા !!

f4

2] દૂર સીમ’માં વાગતું એક ફોક સોંગ કે જેની તર્જ અદ્દલ ‘ યારા સીલી સીલી ‘ જેવી છે અને એ બહાને ગીત/સંગીત’નાં સીમાડા નથી હોતા એ વાત રજુ થાય છે . 3] પોતાનો જ હોસ્ટેજ વિડીયો બનાવવામાં અપહરણકારોને મદદ કરતો સની 🙂

f5

4] મૈને પ્યાર કિયા ફિલ્મ’ના એક દ્રશ્ય’નું દ્રશ્ય અને અક્ષરે’અક્ષર મોઢે એવા તેના સંવાદો  5] સની અને આફતાબ’ની જુગલજોડીના સંવાદો .

f6

અહીંયા ધીમી તરજે વાગતા અને ક્યારે શરુ થઈને ઓગળી જતા મ્યુઝીક અને બેકગ્રાઉન્ડ મ્યુઝીક’ની પણ એક રીચ ફ્લેવર છે અને ખાસ તો રણ અને સૂર્ય’નાં મેળાપ અને ઉપસ્થિતિ’નાં દ્રશ્યો અદભુત ફિલ્માવાયા છે . . આ મુવી માટે છેલ્લે તો માત્ર એટલું જ કહેવું છે કે માણસ શોખ / પેશન નથી પાળતો પણ શોખ / પેશન જ તેને જીવંત અને ધબકતો / વહેતો રાખે છે . . . માટે પ્રેમથી બોલો માં તે માં અને બાકી જય બોલો સિને’મા’ 🙂

Me :  7.5 to 8 / 10

IMDb :  7.3 / 10 [ 1,200 + People ] – by Nov. 2014


Samrat & Co. , 2014

પહેલો જ ધડાકો : આ મુવીમાં થ્રિલ પણ નથી એક્શન પણ નથી [ કદાચિત રાજશ્રી પ્રોડક્શન છે માટે 😉 ] તો અહીંયા કોણ છે ? STD & CD ! મતલબ કે સમ્રાટ તિલકધારી અને ચક્રધર ! [ હજી એક DD પણ છે , પણ તે તમે જાતે જ ગોતી લેજો ] ફિલ્મ’નાં પ્લોટ’માં તો કાઈ દમ નથી પણ મહતમ મુવી અને તેની સ્ટાઈલ ” શેરલોક ” સીરીઝ અને મુવીમાંથી ભેળસેળ કરીને બેઠ્ઠેબેઠ્ઠી ઉપાડી છે o_O મતલબ કે નથી સમ્રાટ’માં દમ [ Rajeev Khandelwal ] કે નથી તેની કંપની’માં દમ ! [ તો જેને ‘દમ’ હોય તે ઘરમાં જ રહો , બહાર ધૂળ ઉડે છે , રે બાબા 😉 ]

h1

પણ હાં , ચક્રધર’નું પાત્ર કરતો ગોપાલ દત્ત આ મુવીમાં તમારું રસ ટકાવી રાખી શકે ખરો [ That’s the point 🙂 ] કેટલાક સ્માર્ટ વનલાઈનર્સ મસ્ત છે [ જેમકે ; માણસની ઓળખાણ તે જે દેખાડે છે તે પરથી નહિ પણ તે જે છુપાવે છે તે પરથી નક્કી થાય છે ! ] અને પૂરું મુવી જે આર્ટીફીશીયલ બેકગ્રાઉન્ડ’માં શૂટ થયેલું છે તે પણ ઘણું સારું છે . . મ્યુઝીક અને મહતમ સહકલાકારો ઠીકઠાક છે પણ મુવી ક્યારેક સાવ મગજ ન વાપરવું હોય અને છતાં પણ વાપરવું હોય તો એકવાર જોઈ નાખવા જેવું છે 🙂

h2

Me :  5.5 / 10

IMDb :  6.7 / 10 [ 300 + People ] – by Nov. 2014


Dedh Ishqiya , 2014

ઈશ્કિયા એટલે ઈશ્ક અને ઢીચ્કીયાવ’નું મસ્ત કોકટેઈલ ! એ સમયે આ મુવી’ની નજાકત અને બરછટતા’એ એક અનોખો ચીલો ચાતર્યો હતો અને બબ્બન અને ખાલુ’ની એક ધમાકેદાર બરછટ જોડી આપણને મળી હતી . . ‘ ઈશ્કિયા ‘ બીજી વાર , ત્રીજી વાર જેમજેમ જોવાતું ગયું તેમ તેમ વધુને વધુ મોજ પાડતું ગયું હતું , તો આ વખતે દોઢી મજા પડી ? તો જવાબ છે : જો આ ભાગ’ને સ્વતંત્ર ભાગ તરીકે જોઈએ તો મજા પડી પણ જો પહેલા ભાગ’ની સાપેક્ષે જોઈએ તો એ ક્યાંક ઉણું ઉતર્યું !

સ્ટોરી’માં તો નથી ઉતરતો છતાં પણ અછડતો ઉલ્લેખ કરું તો સ્ટોરી થોડી પ્લેઈન અને પ્રીડીક્ટેબલ લાગી અને ક્લાયમેક્ષ  થોડોક ઉતાવળીયે પતાવટ કરનારો લાગ્યો ! વળી પાછા એદિલ તો બચ્ચા હૈની સરખામણી થઇ જ જાય તેવું ટાઈમલેસ ગીત ક્યાં ? પણ પણ ને પણ આ ભાગ ખુદ પોતાના દમ પર હજુ પણ એટલો જ બડ્કમદાર છે , એ નક્કી . . . ખાસ તો આ ભાગમાં અર્શદ વારસી’ને લીધે હજુ પણ ઈશ્કિયા સીરીઝ’માં ધબકાર ટકી રહ્યો તે હદે આ વ્યક્તિ હરહંમેશ મોજ પડાવી દે છે જાણે કે એક બરછટ પાત્રમાં તે જીવંત થઇ ઉઠે છે ! એક એટલે એક મોમેન્ટ’માં પણ તે ફ્રેમ’ની બહાર નથી જતો અને આ વખતે પણ ગયા સમયની જેમ ત્યાં વિદ્યા’એ તો અહીંયા હુમા’એ મસ્ત ટકકર લીધી છે 🙂 [ આ બંને’ની સોલો મુવી’ની રાહમાં અમ જેવા રસિયાઓ ટાંપીને જ બેઠા હોય છે ]

અને બીજું મોજે-મસ્તરામ અને કાતિલાના કેરેકટર કોઈ આ મુવીમાં હોય તો તે આપણો ફેવરીટ એવો અંડરરેટેડ કસબી ‘ વિજય રાઝ ‘ છે  . . એક ગુંડો કે જે પોતાને માટે લોકોની આંખોમાં ડર’ને બદલે માન જોવા માંગે છે અને માટે જ બેગમ પારા’ની પાછળ જીવ લગાવીને અને જીવ રેડીને દોટ્ટમદોટ્ટ કરતો હોય છે 😉 [ કેટલાક ગિફ્ટેડ કલાકારો’ની જેમ વિજય રાઝ’નો અવાજ પણ મને ખુબ જ પ્રિય છે  . . થોડાક બીજા ગણાવું તો ઈરફાન ખાન / અનીલ કપૂર / અમિતાભ / નાના / નસીરુદ્દીન શાહ / સદાશિવ અમરાપુરકર / અમરીશ પુરી / ઓમ પુરી / કાદર ખાન અને બીજા કેટલાય કે જેમના નામ યાદ નથી આવતા 🙂 ]

g5

પણ અહીંયા મને કહેવા દો કે આ મુવીના બે લિજેન્ડરી કલાકારો ઘણા ઉણા ઉતર્યા ! જી હાં , માધુરી અને નસીરુદ્દીન શાહ !! માધુરી તો મને જ્યારથી ટ્રેઇલર રીલીઝ થયું ત્યારથી જ ગજબની મિસફિટ લાગતી હતી  . . જાણે કે એક જાતનો થાકોડો લાગી ગયો હોય અને પાત્ર’માં એ ધબકાર ગાયબ થઇ ગયો હોય !! પણ નસીર સાહેબ ? તો એ તો મને ખાસ ઢીલાઢફ્ફ લાગ્યા [ હવે પછી એઓ ખરેખર પાત્ર’ની અંદર ઘુસી ગયા કે પછી મને એકલાને જ એ ખટક્યું , તે તો રામ જાણે 😉 ] તેમના મુખે બોલાતી ગઝલો’ની સિવાય તેમનામાં કઈક સ્પાર્ક મિસિંગ હતો , કદાચિત પરાણે ઘુસાડેલી તેમની બેક્સ્ટોરી જવાબદાર હોય !

પણ વળી પાછું રીચ લોકેલ્સ અને લોકેશન એ બે’માં વિશાલ ભારદ્વાજ અને અભિષેક ચૌબે છવાઈ ગયા છે [ છેલ્લે કઈ મુવી’માં આટલી હદે એક રીચ સ્ક્રીનપ્લે લખાયો અને ફીલ્માયો છે , એ યાદ કરવા માથું ખંજવાળવું પડે !સૌ’એ પોતપોતાનું જ માથું ખંજવાળવું ! કારણકે બીજાઓનું માથું તો વાંદરા’ઓ જ ખંજવાળે 😉 ]

दिलकशी , उन्स , महौब्बत , अकीदत , इबादत , जुनून और मौत !

दिलकशी , उन्स , महौब्बत , अकीदत , इबादत , जुनून और मौत !

મુવી’ની શરૂઆત’માં જેટલા ઓરીજીનલ , સહજ અને ખડખડાટ હસી પડાય એટલા દ્રશ્યો હતા તેટલા બીજા હાફ’માં રીતસર ખૂટી પડ્યા [ યાદ કરો શરૂઆત’નું ઓલું ‘ હમ કો મન કી શકિત દેના ‘ અને પેલું આઈ-ફોન 5 વાળું દ્રશ્ય 🙂 ] અને છેલ્લે , ખાસ તો આખીયે મુવી’માં જે રીતે એક ગઝલા’વરણ ઉભું કરાયું છે તે કાબીલેદાદ હતું [ અને તેનો ભોગ બનેલો પેલો ઇટાલવી પણ 😉 મસ્ત મનોજ પાહવા ]

Me :  7.5 to 8 / 10

IMDb : 7.5 / 10 [ 3,300 + People ] – by Nov. 2014


Advertisements