ટૅગ્સ
12 Years a Slave, 2 guns, 47 Ronin, A Good Day to Die Hard, About time, Adore, After Earth, All Is Lost, American Hustle, Annual Report of movies of 2013, August : Osage County, before midnight, Best films of 2013, Best movies of 2013, Best movies of Hollywood, Best of World Cinema, Blue Is the Warmest Color, Blue Jasmine, Captain Phillips, Classic movies of 2013, Dallas Buyers Club, Despicable Me 2, Don Jon, Elysium, Ender’s game, Enough Said, Epic, Fast & Furious 6, Frances Ha, Frozen, Fruitvale Station, G.I.Joe : Retaliation, Gangster Squad, Good movies of 2013, Gravity, Great Cinemas of 2013, Great Movies of 2013, Hansel & Gretel: Witch Hunters, Her, In a World . . ., Inside Llewyn Davis, iron man 3, Jack the Giant Slayer, kick - ass 2, Like someone in love, Lone Survivor, Man of Steel, Monsters University, Mud, Nebraska, Now you see me, Oblivion, Olympus Has Fallen, Oz the Great and Powerful, Pacific rim, Parker, Percy Jackson : Sea of Monsters, Philomena, Prisoners, R.I.P.D, red 2, Rush, Saving Mr. Banks, Short Term 12, Side Effects, Snitch, Snowpiercer, Star trek : Into Darkness, Stoker, The Best Offer, The Bling Ring, The Blue Umbrella, The Book Thief, The Croods, The Grandmaster, The Great Gatsby, The Hangover Part III, The Heat, The Hobbit: The Desolation of Smaug, The Hunger Games: Catching Fire, The Hunt, The Kings of Summer, The Last stand, The Lone ranger, The Past, The Place Beyond the Pines, The Secret life of Walter mitty, The Spectacular Now, The Way Way Back, The Wind Rises, The Wolf of Wall Street, the wolverine, The World's End, This is the End, Thor : The Dark World, Top 20 movies of 2013, Turbo, Wadjda, Warm Bodies, We're the Millers, White house down, World war Z
1] ચાલો તો આખરે હું અવતર્યો 😉 મતલબ કે પુન+રાગ+મન પામ્યો ! અને એ પણ એ કારણે કે એકવાર મેં કમીટમેંટ આપેલું કે વર્ષ 2013’ની હોલીવુડ મુવીઝ’નું શક્ય તેટલું સોલીડ સરવૈયું આપવાની કોશિશ કરીશ માટે . . અને તમને તો ખબર જ છે ને કે એક વાર હું કમીટમેંટ આપી દઉં પછી મારું કાઈ નક્કી નહિ 😉 ન પણ પાળું 😀
2] કોઈ કહેશે કે 2014 પૂરું થવા જઈ રહ્યું છે અને આ કમીટમેંટ’વાળા ભાઈ 2013’ની ફિલ્મોનું ગણિત માંડી’ને બેઠા છે !!! તો મારે એટલું જ કહેવાનું કે ભાઈ આ કમીટમેંટ છે , પીપરમેંટ નહિ 😉 . . અરે નાં ભાઈ એવું કશું ખાસ ભારે નથી પણ ખરેખર તો આ લિસ્ટ છેક એપ્રિલ મહિનાની આસપાસ આપવાનું હતું પણ ધીમે ધીમે કરીને વધુ ને વધુ મુવીઝ ઉમેરાતી ગઈ અને ટોટલ મુવીઝ’નો આંકડો ગજબ’નો ગંજાવર બની ગયો !
3] અને વળી પાછો મેં વચ્ચે ત્રણેક મહિનાનો આછો પાતળો બ્રેક લઇ લીધો અને આ અવધી ચ્યુંઈંગમ’ની માફક લંબાયે જ ગઈ ! પણ તેનું એક બીજું સબળ કારણ એ પણ ખરું કે વર્ષ 2013 અદભુત મુવીઝ’નું વર્ષ રહ્યું . . આ વર્ષે જેટલી ક્વોલીટી મુવીઝ આવી હશે એવો યોગાનુયોગ કદાચ જ કોઈ વર્ષે બનતો હશે [ જેમ કે 2014 પૂરું થઇ રહ્યું છે છતાં પણ 2013’ની સરખામણી’એ અડધી મુવીઝ પણ તેને ટકકર દઈ શકે તેવી નથી ] . . માટે જ મહતમ સારી મુવીઝ જોઈ લેવાના પ્રયાસમાં કુલ 92 [ બા+ણું ] મુવીઝ’નો ખુદરડો બોલાવી દીધો ❗ અને અંદાજે 20+ મુવીઝ કોઈ ને કોઈ અન્ય કારણે આવતા વર્ષ માટે મુકવી પડી !!!
4] ગયા સમયે જયારે વર્ષ 2012’નું લીસ્ટ આપ્યું હતું , તે ઘણુંખરું અધૂરું હતું ! [ Read here ] મતલબ કે મહતમ સારી મુવીઝ તો જોવાયેલી જ ન હતી અને તેનો આંકડો અંદાજે જોવાયેલ મુવીઝ’ની આસપાસ’નો રહ્યો હતો !! માટે તે એક સંપૂર્ણ લીસ્ટ ન કહી શકાય – તેથી જ જયારે એ લીસ્ટ બનાવ્યું ત્યારે થોડો કચવાટ રહી ગયેલો અને નક્કી કરેલું કે ચાલો એક ટ્રાય તો મારીએ કે બધી જ મુવીઝ’ને બાથ ભરવા જાઉં તો કેવોક અનુભવ રહે છે ? અને ખરેખર મુવીઝ જોવાનો એક આખો નવો જ દ્રષ્ટિકોણ પામ્યો છું , હું ! તેથી જ આ સમયે ફાઈનલ 20 મુવીઝ નક્કી કરવામાં જ ગજબ’નો ભેરવાઈ ગયેલો પણ આખરે કુલ 24 મુવીઝ’ને તો પરાણે ફાઈનલ 20’માં રાખવી જ પડી !! અને તેના બાદ પણ જે સારી સારી મુવીઝ રહી ગયેલ તે પણ અંદાજે 30’ની ઉપર છે [ મતલબ કે અંદાજે વર્ષ 2013’માં કુલ 50+ મુવીઝ તો એવી હતી કે જે એક વાર તો જોવી જ પડે , કોઈ મુવીઝ’ના રસિયાને 🙂 ]
5] જયારે બ્લોગીંગ થોડું અટકાવ્યું હતું ત્યારે થોડા સમય માટે બનાવેલા અપડેટ પેઈજીસ કોઈ જોશે કે નહિ તેની આશંકા હતી , પણ હર રવિવારે તેને મળતી ક્લિક્સ જોઇને અપડેટ પેઈજ’માં પણ લિમીટ કરતા વધુ લખાતું ગયું અને આખરે કેટલાક મુવી વિષે તો વાતો કરતા કરતા મૂળ પોસ્ટ જેટલું જ લખાઈ જતું હતું 😉 આ ત્રણ પેઈજીઝ’માંથી જયારે ફૂલ બ્લોગીંગ’માં પાછું ફરાશે ત્યારે પણ IMDb ટોપ 250’નું પેઈજ કાયમી રખાશે . . અને ટ્રેઈલર્સ’ની અપડેટ વાળું પેઈજ પણ .
6] ઓકે , તો હવે વધુ બોલબચ્ચન નહિ કરું અને હાં . . . મહતમ મુવીઝ વિષે જાણવા અને માણવા માટે મારી મૂળ પોસ્ટ’ની લિંક તો સાથે આપેલી જ છે , પણ છતાય જો તે લિંક આપવામાં કોઈ ભૂલ હોય અથવા તો આપેલ જ ન હોય તો . . સિમ્પલ છે કે સર્ચબોક્ષ’માં જાઓ અને તમારી મુવીઝ પર પહોંચી જાઓ 🙂 આવો અને આટલો ભર્યોભાદર્યો એન્યુઅલ રીપોર્ટ મેં કદી આપ્યો નથી અને આવનાર ભવિષ્ય’માં પણ આપી શકીશ કે નહિ તે વિષે શંકા રહેશે . . માટે અત્યારે જ કહી દો તમારા પ્રતિભાવ / તમારા ટોપ મુવીઝ’નું લીસ્ટ અને નાહી નાખો 🙂 જય સિનેમા !
Total movies watched , those released in 2013
~ ~ ~ ~ ~
1] G.I. Joe: Retaliation 2] Iron Man 3 3] Fast & Furious 6 4] Man of Steel 5] A Good Day to Die Hard 6] World War Z 7] Pacific Rim 8] The Wolverine 9] Hansel & Gretel: Witch Hunters 10] Jack the Giant Slayer 11] Olympus Has Fallen 12] Parker 13] Snitch 14] Epic 15] Gangster Squad 16] After Earth 17] Adore 18] The Croods 19] The Hangover Part III 20] Oblivion 21] The Last Stand 22] Despicable Me 2 23] Thor: The Dark World 24] Turbo 25] The Lone Ranger 26] Percy Jackson: Sea of Monsters 27] RED 2 28] 2 Guns 29] White House Down 30] The Heat
31] We’re the Millers 32] R.I.P.D. 33] Kick-Ass 2 34] Now You See Me 35] The World’s End 36] The Blue Umbrella 37] Elysium 38] Monsters University 39] Warm Bodies 40] The Great Gatsby 41] Star Trek Into Darkness 42] Stoker 43] Dallas Buyers Club 44] The Kings of Summer 45] Ender’s Game 46] Fruitvale Station 47] The Way Way Back 48] The Bling Ring 49] Frozen 50] In a World… 51] The Book Thief 52] August: Osage County 53] Like Someone in Love 54] The Past 55] Enough Said 56] Don Jon 57] Before Midnight 58] The Hobbit: The Desolation of Smaug 59] 47 Ronin 60] Oz the Great and Powerful
61] The Grandmaster 62] The Hunger Games: Catching Fire 63] Saving Mr. Banks 64] Gravity 65] The Spectacular Now 66] The Secret Life of Walter Mitty 67] Lone Survivor 68] Side Effects 69] The Wolf of Wall Street 70] American Hustle 71] Prisoners 72] Captain Phillips 73] Snowpiercer 74] 12 Years a Slave 75] About Time 76] All Is Lost 77] Rush 78] The Hunt 79] Wadjda 80] Her 81] Philomena 82] Short Term 12 83] Frances Ha 84] The Wind Rises 85] Blue Is the Warmest Color 86] Nebraska 87] Blue Jasmine 88] Inside Llewyn Davis 89] Mud 90] The Place beyond the pines 91] This is the end 92] The Best Offer .
Yet to watch movies of the year 2013
( As some got released in 2014 & some movies were just missed ! )
~ ~ ~ ~ ~
Disconnect , Enemy , Ilo Ilo , The Great Beauty , Locke , Nymphomaniac Vol. 1 & 2 , Out Of The Furnace , Tracks , Under the Skin , Stories We Tell , Drinking Buddies , Afternoon Delight , Much Ado About Nothing , Upstream Colour , Like father like son , Ida , Blue ruin , Joe , only lovers left alive , The Double , Prince Avalanche .
[ મીઠી નોંધ : આ લિસ્ટ’માંથી મહતમ મુવીઝ 2014’માં રીલીઝ થયા છે અને હોમરીલીઝ પણ પામ્યા છે માટે આ સૌ’ની ચર્ચા અને સમાવેશ 2014’ની ફિલ્મોના સરવૈયામાં માંડવામાં આવશે . ]
Failed to impressed despite it’s Legacy / Character – Theme / Actors !
~ ~ ~ ~ ~
A Good Day to Die Hard , The Wolverine , Epic , After Earth , The Hangover Part III , Despicable Me 2 , The Lone Ranger , Kick-Ass 2 , Elysium .
Entertainer / Adorable / Not ‘ The Great ‘ but approaching it !
~ ~ ~ ~ ~
Iron Man 3 [ link ] / Fast & Furious 6 [ link ] / World War Z & Man of Steel [ link ] / The Last Stand & Oblivion [ link ] / 2 Guns & Thor: The Dark World & RED 2 & This is the end [ link ] / Side Effects [ link ] / The Bling Ring [ link ] / Oz the Great and Powerful [ link ] / The Hobbit: The Desolation of Smaug [ link ] .
Honorable Mentions / Amazing Watch / Genuine & Sensible Cinema
~ ~ ~ ~ ~
Pacific Rim & The Croods [ link ] / Star Trek : Into Darkness & Monsters University & Warm Bodies & The Great Gatsby & Stoker & The Kings of Summer & The Place beyond the pines [ link ] / Adore & The Blue Umbrella & Enough Said & Don Jon & The Grandmaster [ link ] / The World’s End & Now You See Me & The Heat [ link ] / Frozen & The Way Way Back & Fruitvale Station & In a World… & The Book Thief & August: Osage County [ link ] / The Spectacular Now & Lone Survivor & The Secret Life of Walter Mitty & Saving Mr. Banks [ link ] / Captain Phillips & The Best Offer [ link ] / Philomena [ link ] / The Hunger Games: Catching Fire [ link ] .
My Final list
of
The 20 greatest movies
of
2013
~ 20 ~
The Wolf of Wall Street
[ Read here ]
આટલું ગાંડપણ ! આટલું બધ્ધું !! બાપ રે [ કોઈ શાલીન માણસને આ મુવી જોવાની ભલામણ કરી જ ન શકાય – પણ એનો મતલબ એમ નથી કે હું શાલીન નથી 😉 હું સેમી-શાલીન છું 😀 ] છતાં પણ કેટલી બધી બારીકીઓ અને ચિક્કાર રીસર્ચ / રીચ પાત્રાલેખન – ક્યાય કરતા ક્યાય વિષય’થી ભટકવું નહી અને બેસુમાર ભાગતી આ વાર્તા’ને ધીમા અંત તરફ લઇ જવું – હેટ્સ ઓફ . . એક એવી બ્રેક વગરની ગાડી કે જેને હવે સામેવાળો ભટકાઈને જ બ્રેક મારશે !
આ મુવી પૂરું ત્રણ કલાકનું હતું અને છતાં પણ ક્યાય કરતા ક્યાય તમે એક મિનીટ પુરતું બીજું વિચારો તો નામ બદલી નાખજો ડીરેક્ટર’નું 😉 માર્ટીન’ની ફિલ્મો ટેરેન્ટીનો’ની ફિલ્મોની માફક જ તમને રીતસર’નાં હાઇજેક જ કરી લેશે , એ હદે તેમની દુનિયા અને પાત્રો કઈક અનબીલીવેબલ છતાં પણ ખાસ્સા બિલીવેબલ લાગશે ! લીયોનાર્દો અને માર્ટીન’ની જોડીની આ પાંચમી ફિલ્મ છે ! અને બધી પાછી એક’થી એક ચડીયાતી . . . મસ્ટ વોચ ઉલટા’નું ક્રેઝી વોચ 🙂
~ 19 ~
Blue Jasmine
[ Read here ]
વુડી એલન‘ની ફાલતું મુવી પણ તમને કઈક નવી જ દુનિયામાં વિહાર કરાવી શકે છે તેવું જાણકારો’નું કહેવું છે ! જયારે અહીંયા તો પાત્રો’થી લઈને ચિત્રવિચિત્ર ઘટનાઓને જન્મ આપતા અજબ પાત્રો પણ ઠાંસી ઠાંસીને ભરેલા પડ્યા છે . . એક ક્ષણમાં હસવું આવે અને બીજી ક્ષણે મૂંઝાઈ પડાય અને ત્રીજી જ ક્ષણે ફસડાઈ પડાય , તો તો સમજી જ લેવું કે આ તો જિંદગી’નું જ બીજું રૂપ 🙂
Cate Blanchett‘ની ઘણી છૂટ્ટક મુવીઝ જોવાયેલી , પણ ફૂલ ફ્લેજ્ડ રોલ’માં પહેલેથી લઈને છેક છેલ્લી ફ્રેમ સુધી છવાઈ જનારા આ પાત્રમાં તેણીને જોઇને ધન્ય થઇ જવાયું ! એક માણસ અલગ અલગ પરિસ્થિતિઓ’માંથી નીકળતા નીકળતા કેવો અજબ ગજબ બનતો જાય છે કે તેનું મૂળ રૂપ જ કશે ખોવાય જાય છે – જાણે કે તે કઈ ઔર જ બની જાય છે . . . ભૂતકાળથી ભવિષ્યમાં ઝોલા ખવડાવતી અને ભ્રમ’થી વાસ્તવિકતામાં પટ્કાવતી એક ધાંસુ ગ્રે હ્યુમરસ્ટીક સ્ટોરી .
~ 19 ~
Rush
[ Read here ]
વિજળી’નાં વેગે સરકતી અને અચાનક મોત’ના મોં’માં પણ લઇ ને પટકતી રમત એટલે – ફોર્મ્યુલા વન ! અને આ જ રેસ’ની ચેમ્પીયનશીપ’ને જીતવા બે કાબીલેદાદ ડ્રાઈવર્સ જીવ લગાવી દે છે , તે ત્યાં સુધી કે હરેક ચેમ્પિયનશીપ’માં આ બે લોકોની જ વાત થાય છે – બીજાઓ તો જાણે ગણતરીમાં છે જ નહિ !
પણ આ બંને એકબીજાથી વિરુદ્ધ પ્રકૃતિ’નાં માણસો ખુદ એકબીજા માટે શું માને છે ? શું તે બંને એકબીજાને સમજે છે કે પછી ધિક્કારે છે ? કે પછી તે બંને’નું હોવું એકબીજાનું પુરક છે ? આ બધા સવાલોને મસ્ત રીતે વણીને ઝક્કાસ એવી ફોર્મ્યુલા વન’ની રમત’ને પડદા પર ઈલેક્ટ્રીફાયિંગ રીતે જીવંત કરી છે , ડીરેક્ટર રોન હાર્વડે . એક વ્યક્તિ ક્ષણ’માં જીવે છે અને બીજો વાસ્તવિકતામાં અને આખરે આ ક્ષણ’થી લઈને વાસ્તવિકતા સુધીનો સેતુ બંધાય છે . એ કેવી રીતે ? મેલડી ખાઓ ખુદ જાન જાઓ 🙂
~ 18 ~
American Hustle
[ Read here ]
અહીંયા છેતરપીંડી પણ છે અને મલમપીંડી પણ ! અહીંયા ડ્રામા પણ છે અને મેલોડ્રામા પણ !! અહીંયા રહસ્ય પણ છે અને નવું રહસ્ય ખડું કરી દેતો ઉકેલ પણ !!! અહીંયા સંબંધો’નો ગૂંચવાડો પણ છે અને ઘટનાઓ’માં સલવાયેલા વ્યક્તિઓ પણ 😮 એકબીજા સાથે ભેરવાતા અને શિંગડા’ઓ ભેરવતા પાત્રો’ની અહીંયા વણઝાર છે .
ડેવિડ ઓ રસેલ’ની મુવીમાં તમને કોઈ પાત્ર સીધું ને સટ્ટ નહિ મળે , કઈક ને કઈક વેશ અને વ્યવહાર’માં વિચિત્રતા દેખાઈ જ આવશે 🙂 ચૂનો ચોપડતા ચોપડતા મલમ ચોપડવા માંડે અને તમને ખબર જ ન પડે કે ફરી તમારો ચૂનો ચોપડાઈ ગયો હોય ❗ સતત ઉતારચડાવ વાળી બેનમુન એવી નમૂનાઓ’થી ભરપુર મુવી એટલે અમેરિકન હ્સલ . . . ધાંસુ સ્ક્રિપ્ટ અને મસ્ત પાત્રો માટે મસ્ટ વોચ .
~ 18 ~
All Is Lost
[ Read here ]
અહીંયા લાઈફ ઓફ પાઈ’ની માફક કોઈ ફિલોસોફી કે જીવનદર્શન’ની વાત નથી કે નથી અહીંયા કુદરત કે ઈશ્વરીય’તત્વ’નાં સ્વીકાર’ની વાત . . સમાન વાત તો એ જ કે , અહીંયા પણ નિરંતર સંઘર્ષ’ની વાત છે – કે જો થોડી ક્ષણો પણ ચુક્યા તો ગયા જીવથી ! લાઈફ ઓફ પાઈ’માં જ્યાં સતત વૈવિધ્ય [ સમુદ્ર’સૃષ્ટિ અને વિવિધ સમુદ્રી પડકારો ] અને વાઘ’રૂપી સતત સજાગ શત્રુ હતો ત્યાં અહીંયા અનંત અને અફાટ એવા દરિયા જેવી જ એકલતા નાયક’ની સમક્ષ પડકાર આપતી બતાવાઈ છે !
નથી અહીંયા કોઈ વાર્તા’ની શરૂઆત છતાં પણ તમે નાયક અને તેના પડકારો સાથે તાદાત્મ્ય અનુભવશો એ જ આ મુવી’નું નોંધનીય તત્વ છે . . અંદાજે 99% મુવી સંવાદ’વિહીન છે , છે તો બસ માત્ર અથાગ પ્રયત્નો આવતીકાલ જોવાના , ઘરે પહોંચવાના . રોબર્ટ રેડફોર્ડ’નું બેનમૂન કામ અને તેની પ્રિય બોટ સાથે તેનો દરિયા વિરુદ્ધ’નો સંઘર્ષ એટલે ટાંચા સાધનો સાથે બનેલી એક અદભુત મુવી .
~ 17 ~
Mud
[ Read here ]
કશાક’ની ખોજમાં અને કશાક’નાં ઉકેલમાં રહેતો એક તરુણ . . અને અચાનક જ એક દિવસ તેને મળી જાય છે કોઈની જિંદગી બચાવવા’નો મોકો અથવા કહો કે જિંદગી બનાવવાનો મોકો . . પોતાની આસપાસ જિંદગીઓ નિષ્ફળ જતા તેણે જોઈ છે અને તેની ધીમી અસર’રૂપે પડેલી માર પણ ! પણ હવે તે એક અજાણ્યા જ માણસ માટે અંધાધુંધ સાહસ કરી છૂટવા માંગે છે ! શું કામ ? તેનાથી તેને શું મળશે ? શું તેને પોતાને પણ ખબર છે કે બીજાની તો ઠીક પણ પોતાની જિંદગી ક્યા જઈ રહી છે ?
આવા મસ્ત મૂંઝાયેલા સવાલો અને એક નવી જ થીમ સાથે નદીકિનારે પાંગરેલી પ્રણયગાથા એટલે ‘ મડ ‘ . . ‘ મડ ‘ એટલે એ વ્યક્તિ કે જે ખુદ નિષ્ફળ ગયો છે છતાં પણ એક સફળ વ્યક્તિ જેવો તેનો ગરુર છે અને એ વ્યક્તિ પણ કે જે જીવનમાં આવેલ એકમાત્ર સાચા પ્રેમ’ની તક’ને ઝડપી લેવા માંગે છે . . મડ અને એલીસ’ની એક મસ્ત અને પુરક જોડીની દાસ્તાન એટલે ” મડ ” [ મડ’માં ઊંડે ઉતરીને વાંચવું હોય તો મૂળ પોસ્ટે પહોંચો બાપલ્યાવ 🙂 ]
~ 17 ~
Dallas Buyers Club
[ Read here ]
બેફામ જીવાતી જિંદગી’નો અચાનક જ અંત જોઈ લેવો અને ઝબકી’ને જાગી જવું , એવું જ કઈક આપણા નાયક’ની સ્થિતિ છે ; જોકે એકરીતે તેને પ્રતિનાયક વધુ કહી શકાય ! એઇડ્સ’નાં આતંક’ના શરૂઆત’ના દિવસોમાં તેના વિષે માહિતી ઓછી અને ગેરમાન્યતાઓ વધુ હતી અને ઉલટા’નો પાછો ફાર્મા’ઉદ્યોગ’નો દબદબો અને સરવાળે કેટલાય પીડિતો’નું મોત તરફ આખરી પ્રયાણ . . આપણા આ ભાઈ પણ આડા-અવળા ઓલા ને પેલા જે પણ રસ્તાઓ મળે તેને અજમાવીને એઇડ્સ’ને અને ફાર્મા કંપનીઓ’ને ગજબ’ની ટક્કર આપે છે અને જીવન’માં ખરેખર અમુલ્ય વર્ષો ઉમેરે છે .
Matthew અને Jared’ની આલાતરીન જોડી’નું ધમાકેદાર પરફોર્મન્સ . એક કલાકારનું પોતાના પાત્ર પ્રત્યે કેટલું અને કેવડું સમર્પણ હોઈ શકે તેનું આ ફિલ્મ જવલંત ઉદાહરણ છે અને તે પણ બબ્બે પાત્રો દ્વારા . . [ વધુ તો મૂળ પોસ્ટ’માં જઈને વિગતે જ વાંચી લો ને વ્હાલાઓ 🙂 ]
~ 16 ~
Frances Ha
[ Read here ]
ફ્રાન્સેસ એટલે જાણે ઋષિ’દા’ની ફિલ્મોનું કોઈ ગમતીલું પાત્ર 🙂 કે જેની હરેક સફર / હરકત / પ્રતિક્રિયા અને પ્રતિભાવ તમને નિહાળવો ગમે . . તમને તેના અસ્તિત્વ’નું હરેક પાસું મોજીલું અને જીવંત લાગે . . છતાં પણ વ્યક્તિઓ / વિશેષ વ્યક્તિઓ તેણીના જીવનમાંથી સરકતા જાય છે અને તેણી’નો સંઘર્ષ દિનપ્રતિદિન વધતો જ રહે છે . આ કોઈ આરંભ’થી શરુ થઈને અંત ઉપર પૂરી થતી મુવી નથી , પણ અહીંયા અચાનક જ વાર્તાપ્રવાહ’માં ઝંપલાઈ જવાય છે અને અચાનક જ કોઈ દિવસ જિંદગી’ની જેમ સ્ટોપ & સ્તબ્ધ !
ફ્રાન્સેસ’નું આ માસુમ / ચાર્મિંગ અને અનડેટેબલ પાત્ર ગ્રેટા ગ્રવિંગે એટલી સહજતાથી નીખાર્યું છે કે ભવિષ્યમાં તેણી આ પાત્રથી જ વધુ ઓળખાશે . એક સામાન્ય જીવન’નું જીવંત પાત્ર .
~ 16 ~
About Time
[ Read here ]
મારો મનગમતો ટાઈમટ્રાવેલ’નો કન્સેપ્ટ . . છતાં પણ કોઈ એક્શન નહિ / રહસ્ય નહિ !! માત્ર ને માત્ર , એક શુદ્ધ ડ્રામા – વાહ મજા પડી ગઈ 🙂 સૌપ્રથમ શરૂઆત થાય છે સાચા પ્રેમ’ને મેળવવાની . . પ્રથમ મુલાકાત’ને / પ્રથમ મિલાપ’ને અને તે દરમ્યાન થયેલ છબરડાઓ’ને સુધારવાની [ ભૂતકાળમાં જઈને ] પણ આ બધાનો મતલબ શું ? શું તેનાથી જીવન’માં કોઈ રચનાત્મક ફેર પડે છે ? અરે હાં ! માટે જ પિતાએ આ રહસ્ય પુત્રને જણાવ્યું હતું !
પણ હવે દીકરો શું શું કરે છે , ક્યારે ક્યારે કરે છે ? અને શું તે મૃત્યુ’ને પણ રોકી શકે છે કે કોઈ મોટી દુર્ઘટના’ઓને પણ ? શું જીવન’ની હરેક ક્ષણ અસામાન્ય બનાવી શકાય છે કે પછી સામાન્ય જીવન જ અણમોલ ભેટ છે કે જેમાં અવનવી ભૂલો / આપત્તિ આવનાર ભવિષ્ય’ને વધુ બહેતર બનાવે છે ? શું હરેક ભૂલ સુધારવી જરૂરી છે કે પછી તેના થકી મળતો બોધ જરૂરી છે ? – આવા તો કઈ કેટલા સવાલો અને મૂંઝવણ’નો મીઠો ઉકેલ એટલે સ્નેહ’થી નિતરતી આ અદભુત મુવી ‘ અબાઉટ ટાઈમ ‘ . . . મસ્ત પાત્રો [ અને તેમાંના કલાકારો ] / રીચ લોકેશન અને છતાં પણ સરવાળે જળવાતી એક સાદગી ! – એક મસ્ત મજાનું ફીલગુડ મુવી 🙂
~ 15 ~
The Wind Rises
[ Read here ]
એનીમેશન એટલે મારો પહેલો પ્રેમ ! અને સ્ટુડીઓ ઘીબ્લી’નું એનીમેશન એટલે મારો પહેલો અને આદર્શ પ્રેમ 🙂 ધ વિન્ડ રાઈઝીસ એક અત્યંત ખુબસુરત રીતે ફીલ્માવાયેલો ડ્રામા છે કે જે એનીમેશન’માં ન ફિલ્માવાયો હોત તો તેની વિઝનરી અને સ્વપ્નસમાન ભાસતી માવજત’નો ધ એન્ડ થઇ જાત . મારા ખ્યાલે સ્વપ્નો’નું આબેહુબ નિરૂપણ અને અભિવ્યક્તિ એનીમેશન સિવાય શક્ય જ નથી !
અહીંયા પવન પણ એક પાત્ર તરીકે ઉભરે છે – સુસવાટા’ઓમાં પણ અને મંદ મંદ વહેતી લહેરખીઓ’માં પણ . . એ જ કે જે પર્ણ’ને પણ જમીન પરથી અધ્ધર કરે છે અને સ્વપ્ન સમાન ભાસતા વિમાન’ને પણ !! એક વ્યક્તિ’નું પેશન / સંઘર્ષ અને પ્રેમગાથાની બેનમૂન કહાણી એટલે ધ વિન્ડ રાઈઝીસ . . [ કદાચિત આ માસ્ટર એનીમેટર Hayao Miyazak ‘ની આખરી મુવી છે 😦 ]
~ 14 ~
Wadjda
[ Read here ]
દિનપ્રતિદિન સ્ત્રી શબ્દ’નો મહતમ અર્થ વધુ ને વધુ એ થઇ રહ્યો છે કે : એ કે જેનાં પર મહતમ કોઈ ને કોઈ અર્થવિહીન પ્રતિબંધ લાદી શકાય અને જેમના વિષે તેમની ઈચ્છા’વિરુદ્ધ મનઘડંત કાયદા’ઓ બનાવી શકાય !!! આવા જ એક સ્ત્રી’વિષમ વાતાવરણ’માં એક નાનકડી છોકરી ‘ વાજ્દા ‘ એક સાઈકલ’નું સ્વપ્ન જુએ છે કે જેની તેણીને પહેલેથી જ મનાઈ છે . . તેણીની માં પણ એક પુત્ર’ને જન્મ ન દઈ શકવાને કારણે તેના પતિ’નાં બીજા લગ્ન રોકવાની વ્યર્થ મથામણો’માં પડી છે અને પોતાની જોબ બચાવવામાં પણ ! આ બાજુ વાજ્દા’ને જાણ થાય છે કે સ્કુલ’માં કુરાન સંબંધિત જ્ઞાન’ની પ્રતિયોગિતામાં જો પહેલું ઇનામ મળે તો સાઈકલ ખરીદી શકાય તેમ છે ! અને તેણી મંડી પડે છે . . પણ શું તેણીને ઇનામ મળે છે ? તેણીના સ્વપ્ન’નો સાકાર અને સ્વીકાર થાય છે ?
એક નાનકડી છોકરી અને બીજી મહિલા’નાં મન’માં રહેતી નાનકડી છોકરી’નું ( દિગ્દર્શક ! ) સંયુક્ત સાહસ એટલે એક વાર જરૂર અને જરૂરથી જોવા જેવી મુવી ” વાજ્દા ”
~ 13 ~
Snowpiercer
[ Read here ]
વર્લ્ડ ક્લાસ ફિલ્મો બનાવવામાં હોલીવુડ’ને પણ ઘડીભર હંફાવી દેવામાં બે દેશો ખુબ ઝડપથી ઉભરી રહ્યા છે , જેમાનું એક નામ તો ઘણું જુનું અને જાણીતું છે : ઈરાની સિનેમા અને બીજું નામ તે : કોરિયન સિનેમા ! જી હાં , કોરિયન મુવીઝ મહતમ કિસ્સાઓમાં ધૂની / વિચિત્ર અને સરવાળે કૈક જબ્બર ક્રેઝી બનાવવા માટે જાણીતું છે – ખાસ કરીને થ્રિલર અને સાઈકો ટાઈપ મુવીઝ બનાવવામાં 🙂 તેમની પાસે કૈક નવું જ અને ખળભળાવી નાખનારું હોય હોય અને હોય જ . .
અને આવા જ એક જાણીતા કોરિયન ડીરેક્ટર’ની પહેલી ઈંગ્લીશ મુવી એટલે આ ‘ સ્નોપિયર્સર ‘ . અકળ એવો ક્રેઝી પ્લોટ / ક્રેઝી પાત્રો / અનહદ હિંસા અને બીજી જ પળે ગજબ’નો સન્નાટો ! અને ધાંસુ કલાકારો અને આખરે એઝ યુઝઅલ કમાલ’નો ટ્વિસ્ટ’થી છવાયેલ કઈક અજબ જ વિચારધારા’વાળો કલાયમેક્ષ !!! એક ખુબ જ ઓછા બજેટ’માં એક ચિલીંગ અને થ્રિલીંગ મુવી કેવી રીતે બની શકે તેનું ઝક્કાસ ઉદાહરણ એટલે આ ક્લાસિક મુવી .
~ 12 ~
Like Someone in Love
[ Read here ]
એક ભણી રહેલી નાની વય’ની પ્રોસ્ટીટ્યુટ અને એક વૃદ્ધ . . બે અલગ જ દુનિયાઓ અને ભાવવિશ્વ ! અને જીવન’નાં એક વળાંક પર આ બંને થોડો સમય સાથે વિતાવે છે . શું છે તેમની જરૂરિયાત ? તેમની મજબુરી ? તેમનો ઝુકાવ અને તેમની ઈચ્છા’ઓ , કે તેઓ ભેગા થયા [ અથવા થવું પડ્યું ! ] અકિકો પ્રોફેસર’ની દુનિયામાં પ્રવેશ કરે છે , છતાં પણ પ્રવેશતી નથી ! તેને એક જ ઉતાવળ છે કે જલ્દીથી હું કામ પૂરું કરીને જઈ શકું કે જેથી કરીને દાદીને મળી શકાય ! પણ પ્રોફેસર જુદી માટીના છે – તેઓ શું ઈચ્છતા હોય છે ? તેઓએ શા માટે અકિકો’ને બોલાવી હશે ? કોઈ કરતા કોઈ ઉત્તરો જલ્દી’થી નહિ મળે , બસ વાર્તાપ્રવાહ’માં તણાયે જાવ , કદાચિત કિનારા’રૂપી ઉકેલ મળી પણ આવે .
એક ખુબ જ ધીમી રાહે ઉઘડતો અને બંધાતો માહૌલ / કૈક અકળ છતાં વાસ્તવિક લાગે તેવા પાત્રો અને સરવાળે નિરુપતું સિનેમા’રૂપી ભાવવિશ્વ [ ઝાઝું બધ્ધું વાંચો મૂળ પોસ્ટ પર ]
~ 11 ~
Her
[ Read here ]
આ ધીમું ઓગળતું અને માહૌલ બાંધતું સિનેમા છે કે જે તમને સ્થિર કરી દે . . સમય’ને ધીમો પાડી દે અને તમને તેની સાથે રસઐકય કરી દે !! સ્પાઈક જોન્ઝે’ની આ લેટેસ્ટ મુવી પણ કઈક અજબ એવા જગત’માં જ ડોકિયું કરાવે છે કે જ્યાં એક માણસ અને આર્ટિફીશીયલ ઈન્ટેલીજન્સ’નાં પ્રણય’ની વાત છે કે જ્યાં સંબંધ બાંધવાની કોઈ અપેક્ષા નથી છતાં પણ સંબંધ બંધાઈ જાય છે અને બંને ખરેખર હરેક ઘટના અને ક્ષણો’ને એક જીવ’ની પેઠે માણે છે .
ઘટનાક્રમ અને પાત્રો’ની અભિવ્યક્તિ આ મુવી’નું ખુબ જ દાદ માંગી લે તેવું પરીબળ બન્યું છે કે જે ખુબ જ અઘરી વાત છે કે જ્યાં નાયક’ની સામે કોઈ ન હોવા છતાં એ જ ભાવ / અભિભાવ’ને જીવંત કરવાના છે ત્યાં તેનાથી ઉલટું આ જ બધું પ્રતિબીંબિત કરવાનું છે , માત્ર ને માત્ર અવાજથી પેલી OS’એ !! શાંત ઝરુખે માણવા જેવી શાંત કોલાહલ સમાન મુવી .
~ 10 ~
The Past
[ Read here ]
જયારે એક ભૂતકાળ મુંઝવી મારતો હોય ત્યાં એકસાથે ચાર પાંચ લોકો’નો ભૂતકાળ [ મૂળ તો સ્મૃતિઓ અને ભૂલો ] અંદરોઅંદર ઉલઝાય ત્યારે શું ઉથલપાથલ મચી હશે તેનો તો અંદાજો લગાવવો જ ભારે પડી શકે !! વ્યક્તિ હંમેશા ભવિષ્ય’માં આગળ વધતો હોય છે પણ તેનું મન તેના ભૂતકાળમાં ઊંડે ઉતરતું રહેતું હોય છે . . સતત ચાલતી આ છણાવટ ક્યારેક વર્તમાન’ની સપાટી પર ડોકાઈ આવે છે અને નવી મુશ્કેલીઓ’રૂપી ફણગા ફૂટી નીકળે છે !! મેરી તેના ત્રીજા લગ્ન કરવા જઈ રહી હોય છે અને તે દરમ્યાન તેના બીજા લગ્ન’નાં ઓફિશિયલ ડિવોર્સ પણ થવા જઈ રહ્યા હોય છે અને જેની સાથે તે પ્રણયસુત્રે બંધાવવાની હોય છે તેની પૂર્વપત્ની કોમામાં સરી પડી હોય છે !
ઉલઝન અને ગેરસમજણ જેમ ધરબાતી જાય તેમ વધુ ને વધુ કનડે છે – જો શરૂઆત’ની અફરાતફરીને કોઈ સમજણ’થી ઉકેલવા’વાળું હોય , જો કોઈ ભૂલોનો સ્વીકાર કરવાવાળું હોય તો આ જ ઉલઝનો એક રાહત’રૂપી છુટકારા તરફ દોરી જાય છે . . સંબંધો અને ભૂતકાળ’માં ઉલ્ઝાયેલા વ્યક્તિઓ’ની જિંદગીઓને સુલઝાવતો એક મેચ્યોર ડ્રામા એટલે ” ધ પાસ્ટ ” [ વધુ ભૂતકાળમાં જાઓ મૂળ પોસ્ટ પર જઈને 🙂 ]
~ 09 ~
Nebraska
[ Read here ]
એક મહદઅંશે વિસ્મૃતિ’નો ભોગ બનેલો વૃદ્ધ અને તેને લાગતી લોટરી [ ખોટી જ સ્તો ! ] અને તેની આ લોટરી વટાવવા છેક બીજે છેડા’ના શહેર સુધી જવાની જીદ તેના પુત્ર’ને / પરિવારને / વતન એવા નાનકડા શહેર અને શહેરવાસીઓને તથા તેને ખુદને કેવી કેવી પરિસ્થિતિઓમાં મુકે છે , તેનો અદભુત અને કૈક ગુમસુમ એવો વિચિત્ર ચિત્તાર આપતી મસ્ત મુવી એટલે નેબ્રાસ્કા !
પૂરી મુવી’નાં શ્વેત / શ્યામ છબીકલા’ના પ્રતાપે 😉 અને તેના ધાંસુ ડેવલપ થયેલા પાત્રોને કારણે આ વિસ્મૃતિ’ગ્રસ્ત વૃદ્ધ’ની સફર મારી સ્મૃતિઓમાં હંમેશા રહેશે . . ઓરીજીનલ સ્ક્રીનપ્લે’ની ગુણવત્તા માટે આ લોકોને કોઈ ન પહોંચે તેટલી હદે તેમની પાસે સ્ટોરી’ઝનો ખડકલો હોય છે અને રાઈટર્સ હોય છે રાજા ! એક સામાન્ય પ્લોટ પરથી ગૂંથતા ગૂંથતા તેઓ એક એવું અદભુત સર્જન કરી નાખે છે કે મુવી પૂરું થયા બાદ પણ ક્યાય સુધી તમારા મન’માં ચાલતું રહે છે અને જે તે દ્રશ્ય યાદ કરીને હોઠો પર મંદ મુસ્કુરાહટ આવી જાય છે 🙂
~ 08 ~
Gravity
[ Read here ]
ફરી પાછુ મહતમ મુવી એક જ કલાકાર પર ખેંચી જવાની મોટી ચેલેન્જ અને તેમાં અપેક્ષાઓ કરતા પણ સવાયા ઉતરવું . . એ કાઈ નાની સુની વાત ન કહેવાય ! એક જ મંચ – અંતરીક્ષ અને એક જ મુખ્ય કલાકાર – સંઘર્ષરત સાંદ્રા !! અદભુત અને કાવ્યમય સ્પેશીયલ ઈફેક્ટસ અને તેમાં લાગણી અને અભિવ્યક્તિઓ’નું અનુપમ ગૂંથણ ! આટલું અદભુત અંતરીક્ષ તો ક્યારેય નહોતું જોયું . . જ્યાં એક તરફ શાંતિ છે તો બીજી તરફ સન્નાટો ! જ્યાં એક તરફ પૃથ્વી’રૂપી આરંભ છે ત્યાં બીજી તરફ અનંત એવું અનંત ! આખરે તો અનંત એવા સંઘર્ષ’માંથી જ પૃથ્વી’રૂપી જીવન ધબકે છે ને !
આલ્ફાન્સો એક ડીરેક્ટર તરીકે તો ક્યારના આગળ નીકળી જ ચુક્યા હતા પણ હવેથી તેઓ એક એવા પડાવે પહોંચ્યા છે કે જ્યાંથી તેમની હરેક મુવમેન્ટ અને આવનાર મુવી વિશેની હરકત પવનવેગે ફેલાશે ! . . . તેમના નવા મુવી’ની રાહમાં 🙂
~ 07 ~
Inside Llewyn Davis
[ Read here ]
આ મુવી છે , કોએન બ્રધર્સ’નું – મતલબ કે તમને કૈક હટકે જોવા મળશે એની ગેરેંટી ! કઈક વિચિત્ર જોવા મળશે એની વોરંટી 🙂 એક ફોક સિંગર હોય છે કે જેને હજુ સફળતા મળી હોતી નથી અને તે કોઈ નાં કોઈ પબ કે બાર’માં ફોક સોંગ્સ ગાતો રહે છે . . કે જ્યાં તેના સાંજ પડે સુવાના પણ ઠેકાણા હોતા નથી અને તે હરહંમેશ કોઈ અન્યના ઘરે જ રાત વિતાવતો હોય છે – બસ કોઈ તેને એક સોફો આપી દે સુવા સારું!!! વળી બીજો દિવસ શરુ અને સાંજ પડ્યે અન્ય સ્થળ ગોતવાની કવાયત !!! અને આ બધું ઓછું હોતું ત્યાં બીજી કેટલીય મુશ્કેલીઓ તેને ઘેરી વળે છે અને માઠી બેસવાની શરુ થાય છે .
પૂરી મુવી’નો માહૌલ એક ક્લાસિક મુવીને છાજતો છે કે જ્યાં સીનેમેટોગ્રાફી’થી લઈને પાત્રાલેખન અને બેકગ્રાઉન્ડ સ્કોરથી લઈને સ્ક્રીનપ્લે સુધીનું બધું જ ઓથેન્ટિક છે . ઓસ્કર આઈઝેક જાણે કે આ મુવી માટે જ હજુ જોઈએ તેટલી સફળતા નહોતો મેળવી શક્યો અને આવનારા સમયમાં લોકો તેને આ મુવીથી જ ઓળખવાના છે , એ પાક્કું ! આ મુવી માટે જે ફોક સોંગ લખાયેલા છે અને ગવાયેલા છે , એ એટલા તો કર્ણપ્રિય અને ઠહેરાવ’વાળા છે કે ઘડીભર તમને તે સાંભળતા રહેવા જ ગમે .
~ 06 ~
Before Midnight
[ Read here ]
ટ્રાયોલોજીસ’મા એક શિરમોર ટ્રાયોલોજી એટલે ” બિફોર સીરીઝ ” કે જ્યાં પહેલા બંને ભાગો મુગ્ધ આકર્ષણ / પ્રેમ અને ક્ષિતિજે ડોકાતી મુશ્કેલીઓ તથા એકબીજા સાથે જીવન વિતાવવાના આકર્ષણ સબબ હતા , ત્યાં આ ભાગમાં બંને’નું લગ્નજીવન તેમના શિખરે પહોંચી ગયું છે કે જ્યાંથી તો તેઓ કદાચ નીચે જઈ પટકાશે અથવા તો હજુ એક ઔર શિખર’ને આંબવા મથશે ! આ લોકો’ની સ્થિતિ હવે મધદરિયે પહોંચેલા વહાણ જેવી છે કે જેમાં વ્યથા અને થાક ઝાઝા છે પણ એટલો જ છે એકબીજાને સંભાળી લેવાનો વિશ્વાસ પણ !
જે લોકોએ પહેલી બંને મુવીઝ જોઈ હશે તેમને આ મુવીએ ત્રીજા ભાગમાં જે સટ્ટાક કરીને કલેવર બદલ્યો તેનું સાનંદાશ્ચર્ય જરૂર થયું હશે . . ફરી પાછુ ઈથન અને જુલી’નું દમદાર અને બટક’બોલું પરફોર્મન્સ 🙂 . . આ સીરીઝ બાદ કુલ વીસ વર્ષો’નાં ગાળામાં પથરાયેલી આ સમગ્ર ગાથા ફરી જોવાની મહેચ્છા હૃદય’ને ખૂણે ફરી સળવળી રહી છે એ તમારી જાણ ખાતર 😉
~ 05 ~
Blue Is the Warmest Color
[ Read here ]
હોમોસેક્સ્યુઅલ સબ્જેક્ટ પર આવી મુવી જોવાનું બન્યું નથી ! છે તો એજ દુનિયા કે જ્યાં સમલૈંગિક લોકો’નાં એકબીજા પ્રત્યેના ખેંચાણ’ની વાત છે પણ દ્રષ્ટિકોણ જુદો છે . . અહીંયા માત્ર આ બે જ વ્યક્તિઓની એકબીજા પ્રત્યેનાં લગાવ’ની અને પ્રેમની વાત છે . પહેલી નજરનું ખેંચાણ અને અનેક સંઘર્ષ બાદ એ જ સ્વપ્ન’ને જીવવું અને ત્યારબાદ એ જ સ્વપ્ન સમાન જિંદગીને કડડભૂસ થતી જોવી , એ આ ગાથા’નો મેઈન પોઈન્ટ છે .
બંને લીડ એક્ટ્રસે એકબીજાના પાત્રને નોખો જ સ્પર્શ આપ્યો છે [ એ રીતે તમને ક્યાય લાગે જ નહિ કે બંને સ્ત્રીઓ જ બે પ્રેમીજનો’નાં પાત્રમાં આટલા ઓતપ્રોત થઇ શકે ! ] મુખ્યત: મૂળ વાર્તાપ્રવાહ’ને વળગી રહેનાર અને તેમાંથી અનેક દિશાઓ ખોલી નાખનાર આટલા ઇન્ટેન્સડ મુવીઝ ખુબ જુજ જોવા મળે છે !
~ 04 ~
12 Years a Slave
[ Read here ]
અશ્વેત લોકો પરના દમન’નો એક આખો યુગ હજુ પણ તેઓની સ્મૃતિઓમાં અને હ્રદય’માં ધબકે છે . . એકમાત્ર વર્ણ’ની વિભિન્નતા’ને કારણે કરોડો લોકોનું જીવન દોઝખને ય શરમાવે તેવું બની ચુક્યું હતું ! એક આવી જ સત્યઘટના કલ્પનાઓ’ને પણ શરમાવે તેવી વાસ્તવિકતા સાથે રજુ કરાઈ ડીરેક્ટર સ્ટીવ મેક્વીન દ્વારા કે જેમાં વાત છે એક વ્યક્તિના બાર બાર વર્ષો , ગુલામ તરીકે રહેવાની પીડાની ! [ અને અસંખ્ય એવા અભાગિયાઓની પણ કે જેમનું તો સમસ્ત જીવન જ તેમાં હોમાઈ ગયું ]
21’મી સદી અગાઉની સદીઓ કરતા ક્યાય વધુ સહિષ્ણુ અને સ્થિતિસ્થાપક રહી તેનું ઉત્તમ ઉદાહરણ એટલે શ્યામ દિગ્દર્શક અને તેની જ ફિલ્મ’માં પોતાના શ્વેત પૂર્વજો’નું આતતાયી હુબહુ ચિત્રણ કરતા આજના શ્વેત કલાકારો ! માનવતામાં વિશ્વાસ ધરાવતા લોકો માટે એક મસ્ટ વોચ મુવી . . . ઈતિહાસ કેટલી ક્રૂર યાતનાઓથી ખદબદતો હતો અને એક માણસ’ની જિંદગી’નું મુલ્ય એક કોડી કરતા ય ઉતરતું હતું તેનો જીવંત દાખલો એટલે આ મુવી . એટલીસ્ટ 21’મી સદીએ માનવ જિંદગી’નું આયુષ્ય વધાર્યું હોય કે નહિ પણ તેના મુલ્ય વિષે વિચારતા જરૂર કરી દીધા છે એ વાત પાક્કી !
~ 03 ~
The Hunt
[ Read here ]
બાળકો સાથે દુષ્કર્મ’ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે અને આ જ થીમ પર બની છે આ ક્લાસિક મુવી . . પણ ઉભા રહો ! અહીંયા તો જેના પર આરોપ લાગેલ છે તે તદ્દન નિર્દોષ છે !!! હવે શું થશે ? ઉલટાનું આ આરોપ લાગ્યો જ કેમ ? અને વળી પાછું નાના અને નિર્દોષ બાળકો આવડું મોટું જુઠ કેવી રીતે બોલી શકે ??? તો વાત શું છે ?
એક આલાતરીન ડેનીશ મુવી . . સમાજ ગમે તેલો આધુનિક થઇ જાય / ટેકનોલોજી રોકેટ’ની ઝડપે આગળ વધતી હોય પણ જયારે માનવીય સંબંધો અને મૂંઝવણો’ની વાત આવે છે ત્યારે ભલભલા ફસડાઈ પડે છે ! તો શું આખરે સત્ય સામે આવે છે ? શું સમાજ આ ઘટના પરથી કોઈ સબક લઇ શક્યો કે પછી તેને પચાવી શક્યો ? તે માટે તો તમારે આ મુવી જોવું ( જ + જ ) રહ્યું .
~ 02 ~
Prisoners
[ Read here ]
બાળકો . . જગત’નું શ્રેષ્ઠતમ અને નિર્દોષ સર્જન ! અને આજ બાળકો સાથે જયારે કોઈ દુર્ઘટના બની જાય ત્યારે ભલભલા’ની ફિલોસોફીઓ વેરવિખેર થઇ જાય છે અને સરવાળે જીવન પ્રત્યેનો સમૂળગો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય છે . . . અહીંયા , બાળકો એક પછી એક ગુમ થઇ રહ્યા હોય છે ! ન કોઈ ધમકી કે ન કોઈ ખંડણી’ની માંગણી ! બસ એક જ ક્ષણ’માં તેમનું અસ્તિત્વ ગાયબ અને ત્યારબાદ તેમના માતાપિતા’ને જીવનભર વેઠવી પડતી ભયાનક સ્મૃતિઓ’ની સજા !
. . . અદભુત , અદભુત અને બસ અવાચક કરી દે તેવું અદભુત મુવી . . . ઘડીક તો તમારા શ્વાસ અધ્ધર કરી દેશે અથવા તો તમને સૂન્ન !!!
~ 01 ~
Short Term 12
[ Read here ]
વર્ષ 2013’ની ઈન્ડી ફિલ્મો’માં સરટોચની ઈન્ડી મુવી એટલે શોર્ટ ટર્મ 12 . . તેટલી હદે જે પણ લોકોએ આ મુવીને જોઈ છે તેઓ આ મુવી પર સમરકંદ – બુખારા ઓવારી ગયા છે ! દર્દ જેમ ઘૂંટાય છે , જેમ જુનું થાય છે તેમ વધુ ને વધુ ઊંડા અને ટીસ છોડી મૂકતા ઘા કરે છે . . જાણે કે જીવન એ દુર્ઘટના’ના પ્રતાપે એકની એક ટેપ પર જ સતત ફરતું રહે છે ! જીવન’ની નવી શરૂઆત હંમેશા ભૂતકાળના આ ઘાવ થકી એક ઝટકો વેઠે છે અને જાણેઅજાણે વ્યક્તિ એકલો પડી જાય છે !
પણ જો સહિયારો આપનાર વ્યક્તિ પણ આ જ મનોવેદના’માંથી નીકળ્યો હોય તો ? શું તે પણ આમાંથી ઉભરી ચુક્યો હશે ? આવા તો કઈ કેટલાય સવાલો’નો એક નિરુત્તર કરી દેતી મુવી એટલે શોર્ટ ટર્મ 12 . જીવન’ની દુ:સ્વપ્ન સમાન ક્ષણો / ઘટના’ઓની સામે બરાબર’ની ઝીંક ઝીલતા પાત્રો એટલે શોર્ટ ટર્મ 12’નાં પાત્રો . અહીંયા હરકોઈ કશાક આત્યંતિક દુખ’માંથી નીકળ્યું છે અને જીવન પ્રત્યે એક નવો જ અભિગમ કેળવ્યો છે . અને તે કોના પ્રતાપે ? હૂંફાળી અને માયાળુ એવી ગ્રેસ’નાં પ્રતાપે . . . ગ્રેસ અને તેના સાથીઓની આ સફર તો તમારે જોવી જ રહી .
તો આ હતોતોતોતોતો . . . હું 🙂
તમારો પડઘો શું છે ? પસંદ શું છે અને મનપસંદ શું છે ?
ફરી પાછો કહું છું કે કહી નાખો અને નાહિ નાખો 🙂
~ ~ ~
What’s your favorite ?
renxkyoko said:
Wow ! I might have to agree with whatever you’ve chosen. they’re all good.
LikeLike
નિરવ said:
Oh ! you’ve to believe me 🙂 they all came through my heart , the special one . The Memories maker movies 🙂
LikeLike
Prashant Goda said:
વેલકમ…………………………………………………………
હું તમને આજે જ યાદ કરતો હતો, કે આ નીરવભાઈ ક્યારે ટુર પૂરી કરી ને આવશે.
ટોપ ૨૦ માં તો માત્ર gravity એક જોઈ છે.
પોસ્ટ વાંચવાની બાકી છે.
LikeLike
નિરવ said:
અરે આપના વેલકમ’નું વેલકમ 🙂
માત્ર ગ્રેવિટી ? જલ્દી કરો ને જોઈ નાખો . . એકથી એક ચડીયાતી છે , નહિતર પૈસા પાછા [ નહી આપું 😉 ]
LikeLike
Prempriya said:
Welcome back !!
LikeLike
નિરવ said:
આભાર પ્રેમપ્રિયા મેમ 🙂
આશા છે આપને પોસ્ટ વાંચવાની મજા પડી હશે અને હાં , આમાંથી કોઈ પણ મુવી જુઓ તો ફીડબેક જરૂર આપશો .
LikeLike
Hiren Kavad said:
લાંબી વાટ પછી લાંબુ લીસ્ટ…!
મારી ફેવરીટ અને જોયેલી એમાંની તો
વુલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ આ વર્ષમાં ફર્સ્ટ આવે..!
બાકી લીયો ની જ ધ ગ્રેટ ગેટ્સ બી.
રશ,
ગ્રેવીટી,
ડાલાસ બાયર્સ ક્લબ,
આયર્ન મેન,
ડોન જોન (તો ભુલાય જ નહિ)
તમારા લીસ્ટમાંથી તો મેં માંડ ૩૦% ટકા મુવી જોય હશે. એટલે હવે એક સારૂ લીસ્ટ મળી ગયો..! મુવીના લીસ્ટ સાથેની લીંકોને લીધે ફરી જુની અને મીસ ના કરાય એવી પોસ્ટ વાંચવા મળી. અને હજુ વાંચી રહ્યો છુ..! (કામ કરતા કરતા ટાઇમ મળે એટલે 😉 )
LikeLike
નિરવ said:
લાંબી વાટ તો લાગે જ ને ! આ લિસ્ટ બનાવતા મારી ‘ વાટ ‘ લાગી ગયેલી 😉
એક રીતે મારી પસંદીદા 24 મુવીઝ એકબીજાને જબ્બર ટક્કર આપે તેટલી જોરદાર છે અને વ્યક્તિ’એ વ્યક્તિ’એ તેમના સ્થાન જબરદસ્ત આડાઅવળા થઇ શકવાની સોલીડ ચાન્સ પણ ખરો . . પણ જો આપે નોંધ્યું હોય તો મારા પહેલા 5 થી 6 મુવીઝ’માં માનવીય લાગણીઓ / અભિવ્યક્તિઓ’ની વાત વધુ છે – મતલબ કે હું આવા પાત્રાલેખન અને સ્ક્રીનપ્લે’થી ઘણો આકર્ષાઉ છું . . . જયારે ટેકનીકલી અત્યંત પરફેક્ટ ગ્રેવિટી ઘણી પાછળ આવે છે [ મારા લિસ્ટ’માં ! ] . . . એ રીતે જ મારી કૈક ગણતરી’માં વુલ્ફ’નું સ્થાન મારે અહીંયા રાખવું પડ્યું , નહિતર તેને પણ મેં ઘણી પસંદ કરેલી અને અંદાજે 8.5/10 આપેલા !
જૂની પોસ્ટ વાંચતા જાઓ તેમ તેમ ટહુકો કરતા જાજો 🙂 અને આ લીસ્ટ’માંથી જોવાય જાય તેમ તેમ પણ . . .
LikeLiked by 1 person
Hiren Kavad said:
ચોક્ક્સ પણ તમારા લીસ્ટ માંથી ૫૦% મુવીઝ પણ જોવી મારા માટે અઘરૂ છે. એમ પણ મુવી બાબતે હું બવ ચુઝી છુ.
LikeLike
નિરવ said:
ખરેખર હું પણ બહુ ચૂઝી છું ! પહેલા તો કોઈ અણગમતું મુવી નીકળતું તો પણ દિવસો સુધી તેને ભાંડતો રહેતો 😉 પણ હવે જયારે બ્લોગ’રૂપી સંભારણા’ઓમાં આ સૌ મુવીઝ’ને સ્થાન આપ્યું છે ત્યારે મહતમ મુવીઝ જોવાની કોશિશ રહે છે . . . જોઈએ હવે , આ ગાડું ક્યા સુધી પહોંચે છે 🙂
LikeLiked by 1 person
ચેતન ઠકરાર said:
Great work with passion…
LikeLike
નિરવ said:
આભાર ચેતનભાઈ , આપનું રીબ્લોગ કરવું ઘણું ગમ્યું 🙂
હરેક વ્યક્તિને નાનું મોટું કોઈને કોઈ પેશન હોય તો સમય જતા ક્યાંક ને ક્યાંક તેને રચનાત્મક પ્રકારે ઘણું શીખવા મળે છે . . અને આપ સૌ લોકોનો પ્રેમ / પ્રોત્સાહન પણ ખુબ મળે છે .
LikeLike
ચેતન ઠકરાર said:
Niravbhai… mane movies no books jetlo j shokh chhe…. tamara list mathi 70% me joyeli chhe… baki na name suggest karva mate thank u.
LikeLike
નિરવ said:
વાહ આપને પણ મુવીઝ પસંદ છે ! અને 70% મુવીઝ જોયેલી પણ છે ?! આ જાણીને ખુબ જ આનંદ થયો 🙂
આપને પસંદ પડેલ મુવીઝ જરૂર જણાવશો .
LikeLike
ચેતન ઠકરાર said:
Reblogged this on crthakrar and commented:
Great work with passion by Nirav…
LikeLike
riteshmokasana said:
Welcome back..ઈન્ટરવલ પછી હીરોની ધમાકેદાર એન્ટ્રી !!!
LikeLike
નિરવ said:
આભાર રીતેશભાઈ 🙂
ઈન્ટરવલ ખરો , પણ હીરો નહિ 😉 હીરો તો આપ સૌ વાચક’મિત્રો છો કે જે આ ‘ ફટા પોસ્ટર ‘ને સહન કરો છો 😀
LikeLike
saksharthakkar said:
Welcome back.
બોસ, બહુ મહેનતનું કામ છે….
આટલી બધી મુવીઝ જોવાની…
અને એનાથી પણ વધારે મહેનતનું કામ છે…. એના વિષે આટલી સરસ પોસ્ટ બનાવવી…
તમારા બ્લોગ પર જ્યારે આવું છું ત્યારે મારું મુવીનું To-do લીસ્ટ વધતું જાય છે… અત્યારે આંકડો ૨૩ પર પહોચી ગયો છે…
બહુ મહેનત કરાવો છો યાર…
thank you 🙂
LikeLike
નિરવ said:
સાચી વાત છે , સાક્ષરભાઈ . . . ક્યારેક તો શું લખવું એ જ સૂઝતું નથી !! શરૂઆત ક્યાંથી કરું અને ક્યા અટકું ?? પણ છેલ્લે જયારે કૈક સ્ફુરે છે ત્યારે અટકાતુ નથી 😉
તમે સૌ મિત્રો તો મારા બ્લોગ પરથી ‘ ટુ ડુ ‘નું લિસ્ટ બનાવો છો પણ ક્યારેક તમે સૌ તો મને કોઈ મુવી રિકમેન્ડ કરો . . મેં કાઈ બધી જ મુવીઝ નથી જોયેલી 😉
LikeLiked by 1 person
saksharthakkar said:
હમણાં તો તાજા તાજા ગમેલા બે મુવી recommendations:
1. Filmistaan
2. Gone Girl
LikeLike
નિરવ said:
બાપ રે . . ! ફિલ્મીસ્તાન તો હું અત્યારે જ જોઈ રહ્યો છું o_o
અને ” જતી રહેલી છોકરી ” તો હજુ મળવામાં ઘણી વાર લગાડશે 😉
LikeLike
dipti said:
welcome back! happy new year પણ સાચુ કહુ તો મને આ movies કરતા book મા વધારે રસ છે. અને એ કરતા એ તમારા આપેલા book review મા. ખાસ કરિને ગુરુદેવ્ રવિન્દ્રનાથ ટાગોર નો તમે આપેલો book review….. આભાર સર. 🙂
LikeLike
નિરવ said:
આભાર દીપ્તિ’જી . . આપની નિખાલસતા ગમી 🙂
બુક્સ’નો પરિચય કરાવવાની કોશિશ’માં હંમેશા રહું છું પણ તે માટે કોઈ પુસ્તક પ્રથમ તો મને સ્પર્શી ગયું હોય અથવા તેના કેટલાક અંશો મિત્રો સાથે વહેંચવા લાયક હોય તો જ હું તે સબબ પોસ્ટ બનાવું છું ! માટે જ પુસ્તકો સંબંધિત પોસ્ટ્સ ઓછી થાય છે 😦
ટાગોર’દાદા’ની પોસ્ટ્સ આપને પસંદ પડી , તે બદલ આનંદ’ની લાગણી થઇ , હજુ પણ જો કોઈ સારું પુસ્તક તેમના પર હશે તો જરૂર તેનો પરિચય કરાવવા પ્રયત્ન કરીશ .
LikeLike
dipti said:
આભાર અને કૈ ક અંશે માફી કેમ કે, આપે આટ્લી સરસ પોસ્ટ movies વિશે બનાવી ને હુ…. પણ મારો રસ નો વિષય પુસ્તકો જ છે. 🙂
LikeLike
નિરવ said:
ખરેખર તો હું પણ એક રસપ્રદ પુસ્તક વિષે જાણીને જેટલો આનંદ અનુભવું છું , તેટલો એક મુવી માટે નથી અનુભવતો . . . પણ પણ ને પણ મુવીઝ’ની પણ એક દુનિયા છે કે જેણે મને ઘણું શીખવ્યું છે . . અવલોકન કરતા , સંવેદન ઝીલતા , ધીરજ ધરતા અને ખાસ તો આપણાથી કૈક જુદું / વિચિત્ર હોય તેનો સ્વીકાર કરતા 🙂
LikeLike
tapanhd said:
Khhob mehnat padi hashe aa lekh lakhta…pn eni maja pn kaik alag j aav hashe tamne…
Jetla pn movies select krya 6 tame bdha superb 6, emathi je koi baki rahi gaya hashe e vaheli take joi nakhva padshe.
The Hunt film no ullekh aatlo upar joine aanand thayo. Indie filmo khoob saras hoy 6. Short Term 12 nathi joi shakyo hju pn Kings Of Summer joyu hatu ane khoob gamelu.
Aatla bdha movies vishe shudhh Gujarati ma lekh kandarva badal daad devi pade.
– tapan (English ma gujarati lkhanro vachak)
LikeLike
નિરવ said:
સાચી વાત તપનભાઈ કે આ પોસ્ટ બનાવતા ખુબ જ સમય લાગ્યો [ કોઈ દિવસ કહ્યું નથી પણ આજે કહું તો : અઠવાડિયું 🙂 ] અને એ વાત પણ સાચી કે સંપૂર્ણ પોસ્ટ તૈયાર થઇ જાય પછી તેનો રોમાંચ જ કઈ ઔર હોય છે !
કદાચિત ” ધ હંટ ” જેવું પાવરફૂલ સિનેમા આવનાર સમય’માં પણ આવતું રહેશે પણ ખાસ તો તે સબ્જેક્ટ કે જેના પર તેની સમગ્ર થીમ ડેવલપ કરેલ હતી , તેનો જોટો જડવો મુશ્કેલ છે ! ખાસ તો પેલી નાનકડી છોકરી અને આપણો નાયક – લીટરલી માર સૂટીયા !!!
મેં કદાચિત ઉપરની જ એક કમેન્ટ’માં કહ્યું તેમ મારા ટોપ 5 ને ધ્યાન’થી જોશો તો તેમાં માનવીય સંબંધો , સમાજ અને પરિવેશ’નો પ્રતિઘોષ પાડતા જ મુવીઝ છે કે જેને કોઈ પણ એવી વ્યક્તિ પણ જોઇને ચલિત અને વિચલિત થઇ શકે કે જેઓ મુવીઝ’ને નાપસંદ કરે છે !
શુદ્ધ ગુજરાતી’માં લખવાનું કારણ એ જ કે મને હંમેશા મુવીઝ વિષે મારી માતૃભાષામાં વાંચવાની ઇન્તેઝારી રહેતી . . માટે અન્ય ક્યાય’થી તે મહેચ્છા ન સંપૂર્ણ પૂરી નાં થઇ શકી તો ખુદ મેં જ કંકુ’ના કરી નાખ્યા 😉
અને છેલ્લે : કમેન્ટ’નો મારો આગ્રહ ગુજરાતીમાં ખરો , પણ તે માત્ર આગ્રહ જ . . હઠાગ્રહ નહિ – ઈંગ્લીશ’માં લખો કે ગુજરાતીમાં લખો કે ગુજ્લીશ’માં લખો . . શરત માત્ર એક જ કે કમેન્ટ દિલ’થી હોવી જોઈએ 🙂
LikeLiked by 1 person
RonakHD said:
speechless (wordless)…!!
Just keep doing this man, I enjoy your post visually.
🙂
LikeLike
નિરવ said:
આભાર રોનક સ્પીચલેસ થવા માટે અને મને કરવા માટે 🙂 તમારી સૌ’ની સાથે મને મારી મજા વહેંચીને ખરેખર મજા પડે છે !
મહતમ મેં સારા સારા મુવી’બ્લોગર્સ [ હોલીવુડ મુવીઝ’ના ] એવા જોયા છે કે જેઓ માત્ર એક જ પિક્ચર’થી પૂરી પોસ્ટ પૂરી કરી દે છે [ જોકે તેઓ શબ્દો’ના મહારથી હોય છે ] પણ મને શબ્દ અને દ્રશ્ય’ની જુગલબંધી વિશેષ ગમે છે , માટે જ મારી હરેક પોસ્ટ ચિત્રિત હોય છે 🙂
પણ તમે કહ્યું નહિ કે આ સૌ મુવીઝ’માંથી તમારી પસંદ કઈ કઈ છે ? કઈ કઈ જોવાઈ ચુકી છે અને બાકી છે ? Any list , my friend ?
LikeLike
RonakHD said:
મેં 2013 માં 113 મૂવીઝ અને TV શોઝ જોયા છે, આ રહી મારા લીસ્ટની લિન્ક, 7 કે તેથી ઉપર વાળા મને ગમ્યા, 6 વાળા હજી કૈક સારું કરી શક્યા હોત.
http://www.imdb.com/search/title?my_ratings=restrict&explore=title_type,genres&year=2013,2013
LikeLike
નિરવ said:
વાઉ 113 મુવીઝ અને શો’ઝ ! મેં હજુ એક વર્ષ’માં કેટલા મુવીઝ જોયા તેનું ટ્રેક-લીસ્ટ નથી બનાવ્યું પણ આવતા વર્ષે બનાવવાનો ઈરાદો છે .
પણ રોનક અહી આપેલ લીસ્ટ તો જનરલ લાગે છે ! તારું કોઈ અંગત લીસ્ટ હોય તો થોડો વધુ ખ્યાલ આવે .
LikeLike
RonakHD said:
અરે હા!! એ મારું લીસ્ટ હતું પણ મારા લોગ ઇન વગર ના જોવાય એ તો હું ભૂલી જ ગયો હતો…
LikeLike
RonakHD said:
List સાંજ સુધી માં આપુ…લખતા વાર લાગશે almost 90 મૂવીઝ છે
LikeLike
નિરવ said:
વાર ભલે લાગે પણ ‘ વાર ‘ તહે’વાર’ બની જવો જોઈએ 😉 . . . 90 મુવીઝ !! વાહ રે વાહ , મિત્ર તમે આપણા સૌ મુવી’રસિયાઓનું માન જાળવ્યું હોં !
LikeLike
RonakHD said:
Here is my list of movies of 2013 watched & rated by me, in some movies you might think I’m too generous(!) but that’s how I felt about that movie…
1.The Hunger Games: Catching Fire (2013) 8/10
2.The Conjuring (2013) 8/10
3.Frozen (2013) 8/10
4.The Wolf of Wall Street (2013) 9/10
5.The Hobbit: The Desolation of Smaug (2013) 9/10
6.Lone Survivor (2013) 8/10
7.Her (2013) 8/10
8.American Hustle (2013) 8/10
9.Percy Jackson: Sea of Monsters (2013) 7/10
10.Thor: The Dark World (2013) 8/10
11.Prisoners (2013) 8/10
12.We’re the Millers (2013) 8/10
13.12 Years a Slave (2013) 9/10
14.The Great Gatsby (2013) 8/10
15.Man of Steel (2013) 8/10
16.Rush (2013) 9/10
17.Fast & Furious 6 (2013) 8/10
18.Iron Man 3 (2013) 8/10
19.World War Z (2013) 7/10
20.About Time (2013) 8/10
21.Star Trek Into Darkness (2013) 8/10
22.Dallas Buyers Club (2013) 9/10
23.This Is the End (2013) 8/10
24.Now You See Me (2013) 8/10
25.Kick-Ass 2 (2013) 6/10
26.Pacific Rim (2013) 7/10
27.Locke (2013) 8/10
28.Oblivion (2013) 7/10
29.Gravity (2013) 9/10
30.Don Jon (2013) 8/10
31.Ender’s Game (2013) 7/10
32.Hansel & Gretel: Witch Hunters (2013) 6/10
33.Elysium (2013) 7/10
34.Warm Bodies (2013) 7/10
35.Saving Mr. Banks (2013) 8/10
36.The Wolverine (2013) 6/10
37.Pain & Gain (2013) 5/10
38.The Lone Ranger (2013) 7/10
39.The World’s End (2013) 7/10
40.Despicable Me 2 (2013) 8/10
41.Captain Phillips (2013) 8/10
42.Out of the Furnace (2013) 6/10
43.The Internship (2013) 7/10
44.Jobs (2013) 6/10
45.Anchorman 2: The Legend Continues (2013) 8/10
46.G.I. Joe: Retaliation (2013) 7/10
47.Escape Plan (2013) 8/10
48.Riddick (2013) 7/10
49.RED 2 (2013) 7/10
50.Olympus Has Fallen (2013) 7/10
51.Oz the Great and Powerful (2013) 7/10
52.White House Down (2013) 7/10
53.Gangster Squad (2013) 7/10
54.Monsters University (2013) 7/10
55.2 Guns (2013) 7/10
56.The Croods (2013) 7/10
57.Blue Jasmine (2013) 7/10
58.Jackass Presents: Bad Grandpa (2013) 6/10
59.Epic (2013) 7/10
60.After Earth (2013) 6/10
61.Last Vegas (2013) 7/10
62.Scary Movie 5 (2013) 5/10
63.The Hangover Part III (2013) 7/10
64.Identity Thief (2013) 7/10
65.Nebraska (2013) 8/10
66.Jack the Giant Slayer (2013) 7/10
67.Philomena (2013) 8/10
68.Cloudy with a Chance of Meatballs 2 (2013) 7/10
69.Dhoom: 3 (2013) 6/10
70.Parker (2013) 7/10
71.A Good Day to Die Hard (2013) 7/10
72.The Last Stand (2013) 7/10
73.21 & Over (2013) 6/10
74.Turbo (2013) 7/10
75.The Starving Games (2013) 3/10
76.Snitch (2013) 7/10
77.The Smurfs 2 (2013) 6/10
78.The Right Kind of Wrong (2013) 6/10
79.Chennai Express (2013) 7/10
80.Yeh Jawaani Hai Deewani (2013) 7/10
81.Krrish 3 (2013) 6/10
82.Special 26 (2013) 8/10
83.Race 2 (2013) 6/10
84.D-Day (2013) 8/10
85.Kai po che! (2013) 8/10
86.Madras Cafe (2013) 9/10
87.Raanjhanaa (2013) 7/10
88.Go Goa Gone (2013) 8/10
89.Nautanki Saala! (2013) 8/10
90.Vishwaroopam (2013) 10/10
91.Table No. 21 (2013) 7/10
92.ABCD (Any Body Can Dance) (2013) 8/10
93.War Chod Na Yaar (2013) 7/10
94.Mere Dad Ki Maruti (2013) 7/10
95.Commando (2013) 6/10
LikeLike
નિરવ said:
ઘણું રીચ અને વૈવિધ્યસભર લીસ્ટ , દોસ્ત 🙂
હું માનું છું કે આપણને ગમે અને સ્પર્શે તે રીતે જ મુવી જોવાની મજા આવે [ અને રેટિંગ આપવાની પણ ]
. . આવતા વર્ષે આપના બ્લોગ પર ફૂલ રીપોર્ટ વાંચવાની રાહમાં .
LikeLike
yuvrajjadeja said:
ભાઈ ભાઈ…. ફિલ્મ રિવ્યુ વિશેની આથી ઉત્તમ પોસ્ટ બીજી કઈ હોઈ શકે? (જવાબ – ન જ કોઈ શકે. જવાબ પૂરો) મને વાંચતા કલાક લાગ્યો, તમને લખવામાં તો કલાકો લાગ્યા હશે ને ? પણ દરેક ફિલ્મ પ્રેમીને એક ઉત્તમ ગાઈડલાઈન પૂરું પાડવાનું રૂડું કામ કરો છો બંધુ.
હું પણ કેટલીક ફિલ્મો જોવા પ્રેરાયો… જેમકે ઓલ ઈઝ લોસ્ટ… અમેરિકન હસલ , મડ અને બ્લ્યુ જાસ્મીન . હર તો ક્યારનુંય જોવું છે, કોમ્પ્યુટર માં મહિનાઓથી પડ્યું છે, પણ જોવાનો હજુ સુધી મેળ નથી પડ્યો. આ બધામાં એક મૂવી મેં જોયેલું છે- લાઈક સમવન ઇન લવ. ( એ પણ તમારી પોસ્ટથી જ પ્રેરિત થઈને )
LikeLike
નિરવ said:
સમય એટલે ? બાપ રે થઇ જાય તેટલો સમય , યુવરાજભાઈ’બંધુ 🙂
અરે વાહ તમે તો મારું માન રાખ્યું ! ખરેખર તમને તે મુવીઝ ગમી ?
હર’ને હર હર મહાદેવ કહીને જોઈ નાખો 😉
અને છેલ્લે એક અઘરો સવાલ : શું તમને પણ લાઈક સમવન ઇન લવ ગમી ?? થોડીક ઓફબીટ અને સ્લો છે , પણ એક સાચા સિનેમા’નું નિતાંત ઉદાહરણ પ્રસ્તુત કરે તેવી કૃતિ છે .
LikeLike
yuvrajjadeja said:
ઓહ યસ અફકોર્સ ખૂબ ગમી…. મારા માટે કોઈ પણ ફિલ્મનું સ્લો હોવું ઘણે અંશે ક્ષમ્ય છે. મારા માટે સૌથી વધુ અગત્ય ફિલ્મનો ફ્લેવર છે, જસ્ટ લાઈક આઈસ્ક્રીમ ! પહેલી સ્પૂનમાં ફ્લેવર ગમી જાય પછી આખો કપ આરામથી પૂરો થઇ જાય… કે પછી વ્હિસ્કી ! 😉 વેલ, જવા દો ઉદાહરણ દેવા નહીં ફાવે…. પણ જ્યાં સુધી કોઈ ફિલ્મ પોતાના ફલેવરને ન્યાય આપી રહી હોય, ત્યાં સુધી તેનો ક્લાસ જળવાય છે.
– લાઈક સમ વન…. એક ક્લાસ સર્જન છે. બસ તેને માણતા આવડવું જોઈએ. ફિલ્મની બાબતમાં તો એવું કે જેટલો તમારો ટેસ્ટ માર્યાદિત… એટલી ઓછી ફિલ્મો તમે માણી શકો… હું તો ગુજરાતી ફિલ્મો પણ બડી લિજ્જતથી માણું છું 🙂
LikeLike
નિરવ said:
ખરેખર તો મને સ્લો મુવીઝ અકળાવે છે પણ જેમ જેમ તેમાં ઊંડા ખૂપતા જઈએ તેમ તેમ તમારા આઈસક્રીમ’ની જેમ એક ફ્લેવર ઉઘડતી અને ઓગળતી જાય છે [ કદાચિત મેં પહેલા પણ આપની સાથે જ શેર કરેલું કે હું પણ આઈસ્ક્રીમ ધીમે ધીમે ઓગાળી’ને જ ખાઉં છું 🙂 ]
હમમ . . ❗ ઉદાહરણ ❗ 🙂
ખરેખર તો હું જોરશોરથી જેમની ભલામણ કરી દેતો હોઉં છું , તે મુવીઝ માટે મને એક ડર એ પણ રહેતો હોય છે કે બીજાને પણ એટલું જ ગમ્યું હશે ?? પણ આપને તે મુવી ગમ્યું તે બદલ અમો રાહત’ની લાગણી અનુભવીએ છીએ 🙂
અને હાં , જેમ કે તમે કહ્યું તેમ મુવીઝ આપણી થાળીમાં જે પણ પીરસે અને હાથ ઝાલીને જે પણ જગત’નો પરિચય કરાવે તે માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ . . .
LikeLiked by 1 person
SHAILESH LIMBACHIYA said:
સોરીઆ કૉમેંટ વધારે જગ્યા વધારે રોકસે પણ હૂ મારા પાછલા ઍક વર્ષ મા જોયેલા મૂવીસ નુ લીસ્ટ અહિ મૂકવાની લાલચ રોકી સક્તો નથી. સાથે મારા 10 માથી રેટિંગ પણ છૅ.
NO. NAME RATING OUT OF 10
1 SMURFS 6
2 BLACK FRIDAY 9
3 28 DAYS LATER 8
4 RAAM LEELA 6
5 DARK CITY 6
6 R… RAJKUMAR 6
7 INGLORIOUS BASTARDS 8
8 TANU WEDS MANU 8
9 50 FIRST DATES 6
10 STUDENT OF THE YEAR 5
11 ZANJEER 2013 4
12 WILD THINGS 5
13 BAND BAAJA BAARAT 8
14 CHILDREN OF MEN 8
15 SHUDH DESI ROMANCE 7
16 THE MACHINIST 6
17 HEROINE 5
18 THE ARTIST 7
19 ARTHUR CHRISTMAS 6
20 DEPARTMENT 5
21 CAPE FEAR 6
22 INSOMNIA 7
23 KILLING ME SOFTLY 4
24 THE HOBBIT-AN UNEXPECTED JOURNEY 7
25 THE EVIL DEAD 1981 5
26 B A PASS 6
27 THE SAWSHANK REDEPMPTION 9
28 THE MOTORCYCLE DIARIES 9
29 12 YEARS A SLAVE 8
30 INCEPTION 9
31 THE EXORCIST 6
32 CAPTAIN PHILLIPS 7
33 GRAVITY 7
34 REIGN OF FIRE 7
35 THE FIGHTER 7
36 RAANJHANA 9
37 BHAAG MILKHA BHAAG 9
38 BATTLE LOS ANGELES 5
39 SHAADI KE SIDE EFFECTS 6
40 THE GOOD ROAD 5
41 MADRAS CAFÉ 7
42 PACIFIC RIM 7
43 WORLD WARZ 5
44 SILVER LININGS PLAYBOOK 7
45 MATRU KI BIJLI KA MANDOLA 6
46 DJANGO UNCHAINED 6
47 LUNCHBOX 7
48 THE A-TEAM 4
49 MAMA 7
50 KINGDOM OF HEAVEN 7
51 BHOOTNATH RETURNS 7
52 THELMA AND LOUIS 7
53 KRRISH 3 6
54 THE CONJURING 7
55 THE HOBBIT-DESOLATION OF SMAUG 6
56 THE EVIL DEAD 2014 6
57 DROHKAAL 8
58 QUEEN 8
59 2 STATES 6
60 KAI PO CHHE 9
61 LIFE OF PI-2nd time 9
62 THE LAST STAND 6
63 THE HANGOVER PART 3 4
64 WE ARE THE MILLERS 6
65 WARM BODIES 6
66 THE GREY 5
67 DESERT FLOWER 7
68 DHOOM 3 6
69 THE WOLVERINE 6
70 WIZARD OF OZ 7
71 HUMSHAKALS 3
72 THE AMAZING SPIDERMAN 2 6
73 LEGION 7
74 EK VILLAIN 8
75 PRISONERS 8
76 HATE STORY2 4
77 GHOST TOWN 6
78 MASTRAM 5
79 SINGHAM RETURNS 6
80 GODZILLA 2014 6
81 MY TUTOR 5
82 MARDAANI 7
83 ESCPAPE PLAN 6
84 KICK 6
85 SNOWPIERCER 8
LikeLike
નિરવ said:
‘ ભલે પધાર્યા ‘ની જેમ હું કહીશ કે ‘ ભલે મુકો ‘ 🙂
શૈલેશભાઈ આ બ્લોગ એટલા માટે જ બનાવ્યો છે કે વિચાર-વિનિમય થઇ શકે [ માટે જ લિસ્ટ-વિનિમય પણ 😉 ]
ખરેખર આપ પણ એક આદરણીય મુવી રસિયા છો [ અમારી માફક જ સ્તો 😉 ] ફરી એક વાર કહીશ : ઘણું વૈવિધ્યસભર અને રીચ લિસ્ટ . જોકે તમારા લિસ્ટ’માં ઘણા એવા મસ્ત મસ્ત મુવીઝ છે કે જે ઘણાણાણાણાણા સમયથી પાસે પડ્યા છે , પણ ” છેલ્લા તે મોડા”નાં ધોરણે હજુ જોવાતા જ નથી પણ આપ તે મુવીઝ જોઈ ચુક્યા છો તે બદલ આનંદ’ની લાગણી થઇ 🙂
LikeLike
SHAILESH LIMBACHIYA said:
આપણીપણ મૂવીસ જોવાની રેંજ વિશાળ છૅ.
LikeLike
નિરવ said:
માન ગયે મુગલ-એ-આઝમ 😉
LikeLike
SHAILESH LIMBACHIYA said:
snowperiecer અને પ્રિજ઼નર્સ તમારા recommendation ના લીધે જ્ જોવાઈ છૅ. બાકી આવી સરસ મૂવીસ છ્ટી જાત. Drohkaal & Motorcycle diaries ના જોવાઈ હોય તો જોઈ લેજો.
LikeLike
નિરવ said:
આભાર શૈલેશભાઈ , આપને મારી ભલામણ ગમી 🙂 [ માટે જ સ્તો આ બ્લોગ શરુ થયો 🙂 ]
હું જે મુવીઝ’ની વાત કરતો હતો કે જે પાસે છે પણ હજુ નથી જોવાયા . . . તેમાનુ એક એટલે ” મોટરસાયકલ ડાયરીઝ ” !!! અંદાજે બે વર્ષ થઇ ગયા પણ . . .
પણ હાં ‘ દ્રોહકાલ ‘ મારી પાસે નથી તો તેની ભલામણ માટે આપનો આભાર 🙂
LikeLike
SHAILESH LIMBACHIYA said:
દ્રોહ્કાલ ની ઍક કમલ હાસન સ્ટારર તામિલ રીમેક પણ છૅ જેને નૅશનલ અવૉર્ડ પણ મળેલ.
LikeLike
નિરવ said:
અરે વાહ એ તો આજે જ આપની પાસેથી જાણ્યું ! ખાંખાખોળા કરતા નામ પણ મળ્યું : ‘ Kuruthipunal ‘ .
ચાલો તો હવે બંને ફિલ્મોનો ઇન્તેઝાર રહેશે . . . કમલ હસન તો આમેય આપણા માટે બારેમાસ કલાકાર’ની કેટેગરી’માં આવે છે 🙂
LikeLike
Chirag Panchal said:
આ લિસ્ટમાંથી ઓલ ઇસ લોસ્ટ અને ગ્રેવિટી જોઈ છે, જો કે મને ગ્રેવિટિ કરતાં ઓલ ઇસ લોસ્ટ વધારે ગમી, ગ્રેવિટી ઠીક લાગી કદાચ ડિસ્કવરીના પ્રોગ્રામ રેગ્યુલર જોતાં લોકો માટે એમાં કઈ નવું નહોતું.
બાકી આ લિસ્ટમાંથી એક પછી એક મૂવી જોવામાં આવશે.
હાલમાં જોયેલા મુવીઝમાંથી મને ગમતા થોડા નામ કહું તો : મેન ઓન આ લેજ, ધ સ્ટિંગ, ધ ટેલેંટેડ મી. રિપલી, ટાવર હેઇસ્ટ, ધ ગેમ, કોન્ફિડેન્સ, વાઇલ્ડ થિંગ્સ, નોનસ્ટૉપ વગેરે વગેરે છે.
LikeLike
નિરવ said:
ચિરાગભાઈ ગ્રેવિટી તો મને ખુબ ગમી પણ તેની સાપેક્ષે ઘણી ઓછી ચર્ચામાં રહેલી ‘ ઓલ ઈઝ લોસ્ટ ‘ એક જબ્બર સરપ્રાઈઝ નીવડી . . .
અને જો તમારા તાજેતર’માં જોયેલા મુવીઝ’માંથી કહું તો . . ધ સ્ટિંગ, ધ ટેલેંટેડ મી. રિપલી , ધ ગેમ પાસે છે પણ હજુ જોવાયા નથી અને વાઈલ્ડ થિંગ્સ ઘણું વહેલા જોવાઈ ગયું હતું [ ડેનીસ રિચર્ડ’ને કારણે ! ]
અને છેલ્લે વધ્યું , નોન-સ્ટોપ . . તો તે હું આજે જ જોઈ રહ્યો હતો 🙂
LikeLike
Sisodiya Devendra said:
બોસ તમારા બ્લોગ વાંચીને પછી મૂવી જોવાની માજા જ કઈ ઓર છે.
LikeLiked by 1 person
નિરવ said:
બસ… એ જ તો જોઈએ! 😃🙏
LikeLike