ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

1] ચાલો તો આખરે હું અવતર્યો 😉 મતલબ કે પુન+રાગ+મન પામ્યો ! અને એ પણ એ કારણે કે એકવાર મેં કમીટમેંટ આપેલું કે વર્ષ 2013’ની હોલીવુડ મુવીઝ’નું શક્ય તેટલું સોલીડ સરવૈયું આપવાની કોશિશ કરીશ માટે . . અને તમને તો ખબર જ છે ને કે એક વાર હું કમીટમેંટ આપી દઉં પછી મારું કાઈ નક્કી નહિ 😉 ન પણ પાળું 😀

2] કોઈ કહેશે કે 2014 પૂરું થવા જઈ રહ્યું છે અને આ કમીટમેંટ’વાળા ભાઈ 2013’ની ફિલ્મોનું ગણિત માંડી’ને બેઠા છે !!! તો મારે એટલું જ કહેવાનું કે ભાઈ આ કમીટમેંટ છે , પીપરમેંટ નહિ 😉 . . અરે નાં ભાઈ એવું કશું ખાસ ભારે નથી પણ ખરેખર તો આ લિસ્ટ છેક એપ્રિલ મહિનાની આસપાસ આપવાનું હતું પણ ધીમે ધીમે કરીને વધુ ને વધુ મુવીઝ ઉમેરાતી ગઈ અને ટોટલ મુવીઝ’નો આંકડો ગજબ’નો ગંજાવર બની ગયો !

3] અને વળી પાછો મેં વચ્ચે ત્રણેક મહિનાનો આછો પાતળો બ્રેક લઇ લીધો અને આ અવધી ચ્યુંઈંગમ’ની માફક લંબાયે જ ગઈ ! પણ તેનું એક બીજું સબળ કારણ એ પણ ખરું કે વર્ષ 2013 અદભુત મુવીઝ’નું વર્ષ રહ્યું  . . આ વર્ષે જેટલી ક્વોલીટી મુવીઝ આવી હશે એવો યોગાનુયોગ કદાચ જ કોઈ વર્ષે બનતો હશે [ જેમ કે 2014 પૂરું થઇ રહ્યું છે છતાં પણ 2013’ની સરખામણી’એ અડધી મુવીઝ પણ તેને ટકકર દઈ શકે તેવી નથી ] . . માટે જ મહતમ સારી મુવીઝ જોઈ લેવાના પ્રયાસમાં કુલ 92 [ બા+ણું ] મુવીઝ’નો ખુદરડો બોલાવી દીધો ❗ અને અંદાજે 20+ મુવીઝ કોઈ ને કોઈ અન્ય કારણે આવતા વર્ષ માટે મુકવી પડી !!!

4] ગયા સમયે જયારે વર્ષ 2012’નું લીસ્ટ આપ્યું હતું , તે ઘણુંખરું અધૂરું હતું ! [ Read here ] મતલબ કે મહતમ સારી મુવીઝ તો જોવાયેલી જ ન હતી અને તેનો આંકડો અંદાજે જોવાયેલ મુવીઝ’ની આસપાસ’નો રહ્યો હતો !! માટે તે એક સંપૂર્ણ લીસ્ટ ન કહી શકાયતેથી જ જયારે એ લીસ્ટ બનાવ્યું ત્યારે થોડો કચવાટ રહી ગયેલો અને નક્કી કરેલું કે ચાલો એક ટ્રાય તો મારીએ કે બધી જ મુવીઝ’ને બાથ ભરવા જાઉં તો કેવોક અનુભવ રહે છે ? અને ખરેખર મુવીઝ જોવાનો એક આખો નવો જ દ્રષ્ટિકોણ પામ્યો છું , હું ! તેથી જ આ સમયે ફાઈનલ 20 મુવીઝ નક્કી કરવામાં જ ગજબ’નો ભેરવાઈ ગયેલો પણ આખરે કુલ 24 મુવીઝ’ને તો પરાણે ફાઈનલ 20’માં રાખવી જ પડી !! અને તેના બાદ પણ જે સારી સારી મુવીઝ રહી ગયેલ તે પણ અંદાજે 30’ની ઉપર છે [ મતલબ કે અંદાજે વર્ષ 2013’માં કુલ 50+ મુવીઝ તો એવી હતી કે જે એક વાર તો જોવી જ પડે , કોઈ મુવીઝ’ના રસિયાને 🙂 ]

5] જયારે બ્લોગીંગ થોડું અટકાવ્યું હતું ત્યારે થોડા સમય માટે બનાવેલા અપડેટ પેઈજીસ કોઈ જોશે કે નહિ તેની આશંકા હતી , પણ હર રવિવારે તેને મળતી ક્લિક્સ જોઇને અપડેટ પેઈજ’માં પણ લિમીટ કરતા વધુ લખાતું ગયું અને આખરે કેટલાક મુવી વિષે તો વાતો કરતા કરતા મૂળ પોસ્ટ જેટલું જ લખાઈ જતું હતું 😉 આ ત્રણ પેઈજીઝ’માંથી જયારે ફૂલ બ્લોગીંગ’માં પાછું ફરાશે ત્યારે પણ IMDb ટોપ 250’નું પેઈજ કાયમી રખાશે . . અને ટ્રેઈલર્સ’ની અપડેટ વાળું પેઈજ પણ .

6] ઓકે , તો હવે વધુ બોલબચ્ચન નહિ કરું અને હાં . . . મહતમ મુવીઝ વિષે જાણવા અને માણવા માટે મારી મૂળ પોસ્ટ’ની લિંક તો સાથે આપેલી જ છે , પણ છતાય જો તે લિંક આપવામાં કોઈ ભૂલ હોય અથવા તો આપેલ જ ન હોય તો . . સિમ્પલ છે કે સર્ચબોક્ષ’માં જાઓ અને તમારી મુવીઝ પર પહોંચી જાઓ 🙂 આવો અને આટલો ભર્યોભાદર્યો એન્યુઅલ રીપોર્ટ મેં કદી આપ્યો નથી અને આવનાર ભવિષ્ય’માં પણ આપી શકીશ કે નહિ તે વિષે શંકા રહેશે  . . માટે અત્યારે જ કહી દો તમારા પ્રતિભાવ / તમારા ટોપ મુવીઝ’નું લીસ્ટ અને નાહી નાખો 🙂 જય સિનેમા !


Total movies watched , those released in 2013

~ ~ ~ ~ ~

1] G.I. Joe: Retaliation 2] Iron Man 3 3] Fast & Furious 6 4] Man of Steel 5] A Good Day to Die Hard 6] World War Z 7] Pacific Rim 8] The Wolverine 9] Hansel & Gretel: Witch Hunters 10] Jack the Giant Slayer 11] Olympus Has Fallen 12] Parker 13] Snitch 14] Epic 15] Gangster Squad 16] After Earth 17] Adore 18] The Croods 19] The Hangover Part III 20] Oblivion 21] The Last Stand 22] Despicable Me 2 23] Thor: The Dark World 24] Turbo 25] The Lone Ranger 26] Percy Jackson: Sea of Monsters 27] RED 2 28] 2 Guns 29] White House Down 30] The Heat

31] We’re the Millers 32] R.I.P.D. 33] Kick-Ass 2 34] Now You See Me 35] The World’s End 36] The Blue Umbrella 37] Elysium 38] Monsters University 39] Warm Bodies 40] The Great Gatsby 41] Star Trek Into Darkness 42] Stoker 43] Dallas Buyers Club 44] The Kings of Summer 45] Ender’s Game 46] Fruitvale Station 47] The Way Way Back 48] The Bling Ring 49] Frozen 50] In a World… 51] The Book Thief 52] August: Osage County 53] Like Someone in Love 54] The Past 55] Enough Said 56] Don Jon 57] Before Midnight 58] The Hobbit: The Desolation of Smaug 59] 47 Ronin 60] Oz the Great and Powerful

61] The Grandmaster 62] The Hunger Games: Catching Fire 63] Saving Mr. Banks 64] Gravity 65] The Spectacular Now 66] The Secret Life of Walter Mitty 67] Lone Survivor 68] Side Effects 69] The Wolf of Wall Street 70] American Hustle 71] Prisoners 72] Captain Phillips 73] Snowpiercer 74] 12 Years a Slave 75] About Time 76] All Is Lost 77] Rush 78] The Hunt 79] Wadjda 80] Her 81] Philomena 82] Short Term 12 83] Frances Ha 84] The Wind Rises 85] Blue Is the Warmest Color 86] Nebraska 87] Blue Jasmine 88] Inside Llewyn Davis 89] Mud 90] The Place beyond the pines 91] This is the end 92] The Best Offer .


Yet to watch movies of the year 2013

( As some got released in 2014 & some movies were just missed ! )

~ ~ ~ ~ ~

Disconnect , Enemy , Ilo Ilo , The Great Beauty , Locke , Nymphomaniac Vol. 1 & 2 , Out Of The Furnace , Tracks , Under the Skin , Stories We Tell , Drinking Buddies  , Afternoon Delight , Much Ado About Nothing , Upstream Colour , Like father like son , Ida , Blue ruin , Joe , only lovers left alive , The Double , Prince Avalanche .

[ મીઠી નોંધઆ લિસ્ટ’માંથી મહતમ મુવીઝ 2014’માં રીલીઝ થયા છે અને હોમરીલીઝ પણ પામ્યા છે માટે આ સૌ’ની ચર્ચા અને સમાવેશ 2014’ની ફિલ્મોના સરવૈયામાં માંડવામાં આવશે . ]


Failed to impressed despite it’s Legacy / Character – Theme / Actors !

~ ~ ~ ~ ~

A Good Day to Die Hard , The Wolverine , Epic , After Earth , The Hangover Part III , Despicable Me 2 , The Lone Ranger , Kick-Ass 2 , Elysium .


Entertainer / Adorable / Not ‘ The Great ‘ but approaching it !

~ ~ ~ ~ ~

Iron Man 3 [ link ] / Fast & Furious 6 [ link ] / World War Z & Man of Steel [ link ] / The Last Stand & Oblivion [ link ] / 2 Guns & Thor: The Dark World & RED 2 & This is the end [ link ] / Side Effects [ link ] / The Bling Ring [ link ] / Oz the Great and Powerful [ link ] / The Hobbit: The Desolation of Smaug [ link ] .


Honorable Mentions / Amazing Watch / Genuine & Sensible Cinema

~ ~ ~ ~ ~

Pacific Rim & The Croods [ link ] / Star Trek : Into Darkness & Monsters University & Warm Bodies & The Great Gatsby & Stoker & The Kings of Summer & The Place beyond the pines [ link ] / Adore & The Blue Umbrella & Enough Said & Don Jon & The Grandmaster [ link ] / The World’s End & Now You See Me & The Heat [ link ] / Frozen & The Way Way Back & Fruitvale Station & In a World… & The Book Thief & August: Osage County [ link ] / The Spectacular Now & Lone Survivor & The Secret Life of Walter Mitty & Saving Mr. Banks [ link ] / Captain Phillips & The Best Offer [ link ] / Philomena [ link ] / The Hunger Games: Catching Fire [ link ] .

The Secret Life of Walter Mitty


My Final list

of

The 20 greatest movies

of

2013


~ 20 ~

 The Wolf of Wall Street

[ Read here ]

આટલું ગાંડપણ ! આટલું બધ્ધું !! બાપ રે [ કોઈ શાલીન માણસને આ મુવી જોવાની ભલામણ કરી જ ન શકાય – પણ એનો મતલબ એમ નથી કે હું શાલીન નથી 😉 હું સેમી-શાલીન છું 😀 ] છતાં પણ કેટલી બધી બારીકીઓ અને ચિક્કાર રીસર્ચ / રીચ પાત્રાલેખન  – ક્યાય કરતા ક્યાય વિષય’થી ભટકવું નહી અને બેસુમાર ભાગતી આ વાર્તા’ને ધીમા અંત તરફ લઇ જવું – હેટ્સ ઓફ . . એક એવી બ્રેક વગરની ગાડી કે જેને હવે સામેવાળો ભટકાઈને જ બ્રેક મારશે !

આ મુવી પૂરું ત્રણ કલાકનું હતું અને છતાં પણ ક્યાય કરતા ક્યાય તમે એક મિનીટ પુરતું બીજું વિચારો તો નામ બદલી નાખજો ડીરેક્ટર’નું 😉 માર્ટીન’ની ફિલ્મો ટેરેન્ટીનો’ની ફિલ્મોની માફક જ તમને રીતસર’નાં હાઇજેક જ કરી લેશે , એ હદે તેમની દુનિયા અને પાત્રો કઈક અનબીલીવેબલ છતાં પણ ખાસ્સા બિલીવેબલ લાગશે ! લીયોનાર્દો અને માર્ટીન’ની જોડીની આ પાંચમી ફિલ્મ છે ! અને બધી પાછી એક’થી એક ચડીયાતી  . . . મસ્ટ વોચ ઉલટા’નું ક્રેઝી વોચ 🙂

3

~ 19 ~

 Blue Jasmine

[ Read here ]

વુડી એલન‘ની ફાલતું મુવી પણ તમને કઈક નવી જ દુનિયામાં વિહાર કરાવી શકે છે તેવું જાણકારો’નું કહેવું છે ! જયારે અહીંયા તો પાત્રો’થી લઈને ચિત્રવિચિત્ર ઘટનાઓને જન્મ આપતા અજબ પાત્રો પણ ઠાંસી ઠાંસીને ભરેલા પડ્યા છે . . એક ક્ષણમાં હસવું આવે અને બીજી ક્ષણે મૂંઝાઈ પડાય અને ત્રીજી જ ક્ષણે ફસડાઈ પડાય , તો તો સમજી જ લેવું કે આ તો જિંદગી’નું જ બીજું રૂપ 🙂

Cate Blanchett‘ની ઘણી છૂટ્ટક મુવીઝ જોવાયેલી , પણ ફૂલ ફ્લેજ્ડ રોલ’માં પહેલેથી લઈને છેક છેલ્લી ફ્રેમ સુધી છવાઈ જનારા આ પાત્રમાં તેણીને જોઇને ધન્ય થઇ જવાયું ! એક માણસ અલગ અલગ પરિસ્થિતિઓ’માંથી નીકળતા નીકળતા કેવો અજબ ગજબ બનતો જાય છે કે તેનું મૂળ રૂપ જ કશે ખોવાય જાય છે – જાણે કે તે કઈ ઔર જ બની જાય છે . . . ભૂતકાળથી ભવિષ્યમાં ઝોલા ખવડાવતી અને ભ્રમ’થી વાસ્તવિકતામાં પટ્કાવતી એક ધાંસુ ગ્રે હ્યુમરસ્ટીક સ્ટોરી .

3

~ 19 ~

 Rush

[ Read here ]

વિજળી’નાં વેગે સરકતી અને અચાનક મોત’ના મોં’માં પણ લઇ ને પટકતી રમત એટલેફોર્મ્યુલા વન ! અને આ જ રેસ’ની ચેમ્પીયનશીપ’ને જીતવા બે કાબીલેદાદ ડ્રાઈવર્સ જીવ લગાવી દે છે , તે ત્યાં સુધી કે હરેક ચેમ્પિયનશીપ’માં આ બે લોકોની જ વાત થાય છે – બીજાઓ તો જાણે ગણતરીમાં છે જ નહિ !

પણ આ બંને એકબીજાથી વિરુદ્ધ પ્રકૃતિ’નાં માણસો ખુદ એકબીજા માટે શું માને છે ? શું તે બંને એકબીજાને સમજે છે કે પછી ધિક્કારે છે ? કે પછી તે બંને’નું હોવું એકબીજાનું પુરક છે ? આ બધા સવાલોને મસ્ત રીતે વણીને ઝક્કાસ એવી ફોર્મ્યુલા વન’ની રમત’ને પડદા પર ઈલેક્ટ્રીફાયિંગ રીતે જીવંત કરી છે , ડીરેક્ટર રોન હાર્વડે . એક વ્યક્તિ ક્ષણ’માં જીવે છે અને બીજો વાસ્તવિકતામાં અને આખરે આ ક્ષણ’થી લઈને વાસ્તવિકતા સુધીનો સેતુ બંધાય છે . એ કેવી રીતે ? મેલડી ખાઓ ખુદ જાન જાઓ 🙂

3

~ 18 ~

American Hustle

[ Read here ]

અહીંયા છેતરપીંડી પણ છે અને મલમપીંડી પણ ! અહીંયા ડ્રામા પણ છે અને મેલોડ્રામા પણ !! અહીંયા રહસ્ય પણ છે અને નવું રહસ્ય ખડું કરી દેતો ઉકેલ પણ !!! અહીંયા સંબંધો’નો ગૂંચવાડો પણ છે અને ઘટનાઓ’માં સલવાયેલા વ્યક્તિઓ પણ 😮 એકબીજા સાથે ભેરવાતા અને શિંગડા’ઓ ભેરવતા પાત્રો’ની અહીંયા વણઝાર છે .

ડેવિડ ઓ રસેલ’ની મુવીમાં તમને કોઈ પાત્ર સીધું ને સટ્ટ નહિ મળે , કઈક ને કઈક વેશ અને વ્યવહાર’માં વિચિત્રતા દેખાઈ જ આવશે 🙂 ચૂનો ચોપડતા ચોપડતા મલમ ચોપડવા માંડે અને તમને ખબર જ ન પડે કે ફરી તમારો ચૂનો ચોપડાઈ ગયો હોય ❗ સતત ઉતારચડાવ વાળી બેનમુન એવી નમૂનાઓ’થી ભરપુર મુવી એટલે અમેરિકન હ્સલ . . . ધાંસુ સ્ક્રિપ્ટ અને મસ્ત પાત્રો માટે મસ્ટ વોચ .

3

~ 18 ~

 All Is Lost

[ Read here ]

અહીંયા લાઈફ ઓફ પાઈ’ની માફક કોઈ ફિલોસોફી કે જીવનદર્શન’ની વાત નથી કે નથી અહીંયા કુદરત કે ઈશ્વરીય’તત્વ’નાં સ્વીકાર’ની વાત . . સમાન વાત તો એ જ કે , અહીંયા પણ નિરંતર સંઘર્ષ’ની વાત છે – કે જો થોડી ક્ષણો પણ ચુક્યા તો ગયા જીવથી ! લાઈફ ઓફ પાઈ’માં જ્યાં સતત વૈવિધ્ય [ સમુદ્ર’સૃષ્ટિ અને વિવિધ સમુદ્રી પડકારો ] અને વાઘ’રૂપી સતત સજાગ શત્રુ હતો ત્યાં અહીંયા અનંત અને અફાટ એવા દરિયા જેવી જ એકલતા નાયક’ની સમક્ષ પડકાર આપતી બતાવાઈ છે !

નથી અહીંયા કોઈ વાર્તા’ની શરૂઆત છતાં પણ તમે નાયક અને તેના પડકારો સાથે તાદાત્મ્ય અનુભવશો એ જ આ મુવી’નું નોંધનીય તત્વ છે  . . અંદાજે 99% મુવી સંવાદ’વિહીન છે , છે તો બસ માત્ર અથાગ પ્રયત્નો આવતીકાલ જોવાના , ઘરે પહોંચવાના . રોબર્ટ રેડફોર્ડ’નું બેનમૂન કામ અને તેની પ્રિય બોટ સાથે તેનો દરિયા વિરુદ્ધ’નો સંઘર્ષ એટલે ટાંચા સાધનો સાથે બનેલી એક અદભુત મુવી .

3

~ 17 ~

 Mud

[ Read here ]

કશાક’ની ખોજમાં અને કશાક’નાં ઉકેલમાં રહેતો એક તરુણ . . અને અચાનક જ એક દિવસ તેને મળી જાય છે કોઈની જિંદગી બચાવવા’નો મોકો અથવા કહો કે જિંદગી બનાવવાનો મોકો . . પોતાની આસપાસ જિંદગીઓ નિષ્ફળ જતા તેણે જોઈ છે અને તેની ધીમી અસર’રૂપે પડેલી માર પણ ! પણ હવે તે એક અજાણ્યા જ માણસ માટે અંધાધુંધ સાહસ કરી છૂટવા માંગે છે ! શું કામ ? તેનાથી તેને શું મળશે ? શું તેને પોતાને પણ ખબર છે કે બીજાની તો ઠીક પણ પોતાની જિંદગી ક્યા જઈ રહી છે ?

આવા મસ્ત મૂંઝાયેલા સવાલો અને એક નવી જ થીમ સાથે નદીકિનારે પાંગરેલી પ્રણયગાથા એટલે ‘ મડ ‘ . . ‘ મડ ‘ એટલે એ વ્યક્તિ કે જે ખુદ નિષ્ફળ ગયો છે છતાં પણ એક સફળ વ્યક્તિ જેવો તેનો ગરુર છે અને એ વ્યક્તિ પણ કે જે જીવનમાં આવેલ એકમાત્ર સાચા પ્રેમ’ની તક’ને ઝડપી લેવા માંગે છે . . મડ અને એલીસ’ની એક મસ્ત અને પુરક જોડીની દાસ્તાન એટલેમડ ” [ મડ’માં ઊંડે ઉતરીને વાંચવું હોય તો મૂળ પોસ્ટે પહોંચો બાપલ્યાવ 🙂 ]

3

~ 17 ~

 Dallas Buyers Club

[ Read here ]

બેફામ જીવાતી જિંદગી’નો અચાનક જ અંત જોઈ લેવો અને ઝબકી’ને જાગી જવું , એવું જ કઈક આપણા નાયક’ની સ્થિતિ છે ; જોકે એકરીતે તેને પ્રતિનાયક વધુ કહી શકાય ! એઇડ્સ’નાં આતંક’ના શરૂઆત’ના દિવસોમાં તેના વિષે માહિતી ઓછી અને ગેરમાન્યતાઓ વધુ હતી અને ઉલટા’નો પાછો ફાર્મા’ઉદ્યોગ’નો દબદબો અને સરવાળે કેટલાય પીડિતો’નું મોત તરફ આખરી પ્રયાણ . . આપણા આ ભાઈ પણ આડા-અવળા ઓલા ને પેલા જે પણ રસ્તાઓ મળે તેને અજમાવીને એઇડ્સ’ને અને ફાર્મા કંપનીઓ’ને ગજબ’ની ટક્કર આપે છે અને જીવન’માં ખરેખર અમુલ્ય વર્ષો ઉમેરે છે .

Matthew અને Jared’ની આલાતરીન જોડી’નું ધમાકેદાર પરફોર્મન્સ . એક કલાકારનું પોતાના પાત્ર પ્રત્યે કેટલું અને કેવડું સમર્પણ હોઈ શકે તેનું આ ફિલ્મ જવલંત ઉદાહરણ છે અને તે પણ બબ્બે પાત્રો દ્વારા . . [ વધુ તો મૂળ પોસ્ટ’માં જઈને વિગતે જ વાંચી લો ને વ્હાલાઓ 🙂 ]

3

~ 16 ~

Frances Ha

[ Read here ]

ફ્રાન્સેસ એટલે જાણે ઋષિ’દા’ની ફિલ્મોનું કોઈ ગમતીલું પાત્ર 🙂 કે જેની હરેક સફર / હરકત / પ્રતિક્રિયા અને પ્રતિભાવ તમને નિહાળવો ગમે . . તમને તેના અસ્તિત્વ’નું હરેક પાસું મોજીલું અને જીવંત લાગે . . છતાં પણ વ્યક્તિઓ / વિશેષ વ્યક્તિઓ તેણીના જીવનમાંથી સરકતા જાય છે અને તેણી’નો સંઘર્ષ દિનપ્રતિદિન વધતો જ રહે છે . આ કોઈ આરંભ’થી શરુ થઈને અંત ઉપર પૂરી થતી મુવી નથી , પણ અહીંયા અચાનક જ વાર્તાપ્રવાહ’માં ઝંપલાઈ જવાય છે અને અચાનક જ કોઈ દિવસ જિંદગી’ની જેમ સ્ટોપ & સ્તબ્ધ !

ફ્રાન્સેસ’નું આ માસુમ / ચાર્મિંગ અને અનડેટેબલ પાત્ર ગ્રેટા ગ્રવિંગે એટલી સહજતાથી નીખાર્યું છે કે ભવિષ્યમાં તેણી આ પાત્રથી જ વધુ ઓળખાશે . એક સામાન્ય જીવન’નું જીવંત પાત્ર .

3

~ 16 ~

 About Time

[ Read here ]

મારો મનગમતો ટાઈમટ્રાવેલ’નો કન્સેપ્ટ  . . છતાં પણ કોઈ એક્શન નહિ / રહસ્ય નહિ !! માત્ર ને માત્ર , એક શુદ્ધ ડ્રામા – વાહ મજા પડી ગઈ 🙂 સૌપ્રથમ શરૂઆત થાય છે સાચા પ્રેમ’ને મેળવવાની  . . પ્રથમ મુલાકાત’ને / પ્રથમ મિલાપ’ને અને તે દરમ્યાન થયેલ છબરડાઓ’ને સુધારવાની [ ભૂતકાળમાં જઈને ] પણ આ બધાનો મતલબ શું ? શું તેનાથી જીવન’માં કોઈ રચનાત્મક ફેર પડે છે ? અરે હાં ! માટે જ પિતાએ આ રહસ્ય પુત્રને જણાવ્યું હતું !

પણ હવે દીકરો શું શું કરે છે , ક્યારે ક્યારે કરે છે ? અને શું તે મૃત્યુ’ને પણ રોકી શકે છે કે કોઈ મોટી દુર્ઘટના’ઓને પણ ? શું જીવન’ની હરેક ક્ષણ અસામાન્ય બનાવી શકાય છે કે પછી સામાન્ય જીવન જ અણમોલ ભેટ છે કે જેમાં અવનવી ભૂલો / આપત્તિ આવનાર ભવિષ્ય’ને વધુ બહેતર બનાવે છે ? શું હરેક ભૂલ સુધારવી જરૂરી છે કે પછી તેના થકી મળતો બોધ જરૂરી છે ? – આવા તો કઈ કેટલા સવાલો અને મૂંઝવણ’નો મીઠો ઉકેલ એટલે સ્નેહ’થી નિતરતી આ અદભુત મુવી ‘ અબાઉટ ટાઈમ ‘ . . . મસ્ત પાત્રો [ અને તેમાંના કલાકારો ] / રીચ લોકેશન અને છતાં પણ સરવાળે જળવાતી એક સાદગી ! – એક મસ્ત મજાનું ફીલગુડ મુવી 🙂

3

~ 15 ~

The Wind Rises

[ Read here ]

એનીમેશન એટલે મારો પહેલો પ્રેમ ! અને સ્ટુડીઓ ઘીબ્લી’નું એનીમેશન એટલે મારો પહેલો અને આદર્શ પ્રેમ 🙂 ધ વિન્ડ રાઈઝીસ એક અત્યંત ખુબસુરત રીતે ફીલ્માવાયેલો ડ્રામા છે કે જે એનીમેશન’માં ન ફિલ્માવાયો હોત તો તેની વિઝનરી અને સ્વપ્નસમાન ભાસતી માવજત’નો ધ એન્ડ થઇ જાત . મારા ખ્યાલે સ્વપ્નો’નું આબેહુબ નિરૂપણ અને અભિવ્યક્તિ એનીમેશન સિવાય શક્ય જ નથી !

અહીંયા પવન પણ એક પાત્ર તરીકે ઉભરે છે – સુસવાટા’ઓમાં પણ અને મંદ મંદ વહેતી લહેરખીઓ’માં પણ  . . એ જ કે જે પર્ણ’ને પણ જમીન પરથી અધ્ધર કરે છે અને સ્વપ્ન સમાન ભાસતા વિમાન’ને પણ !! એક વ્યક્તિ’નું પેશન / સંઘર્ષ અને પ્રેમગાથાની બેનમૂન કહાણી એટલે ધ વિન્ડ રાઈઝીસ . . [ કદાચિત આ માસ્ટર એનીમેટર Hayao Miyazak ‘ની આખરી મુવી છે 😦 ]

3

~ 14 ~

 Wadjda

[ Read here ]

દિનપ્રતિદિન સ્ત્રી શબ્દ’નો મહતમ અર્થ વધુ ને વધુ એ થઇ રહ્યો છે કે : એ કે જેનાં પર મહતમ કોઈ ને કોઈ અર્થવિહીન પ્રતિબંધ લાદી શકાય અને જેમના વિષે તેમની ઈચ્છા’વિરુદ્ધ મનઘડંત કાયદા’ઓ બનાવી શકાય !!! આવા જ એક સ્ત્રી’વિષમ વાતાવરણ’માં એક નાનકડી છોકરી ‘ વાજ્દા ‘ એક સાઈકલ’નું સ્વપ્ન જુએ છે કે જેની તેણીને પહેલેથી જ મનાઈ છે . . તેણીની માં પણ એક પુત્ર’ને જન્મ ન દઈ શકવાને કારણે તેના પતિ’નાં બીજા લગ્ન રોકવાની વ્યર્થ મથામણો’માં પડી છે અને પોતાની જોબ બચાવવામાં પણ ! આ બાજુ વાજ્દા’ને જાણ થાય છે કે સ્કુલ’માં કુરાન સંબંધિત જ્ઞાન’ની પ્રતિયોગિતામાં જો પહેલું ઇનામ મળે તો સાઈકલ ખરીદી શકાય તેમ છે ! અને તેણી મંડી પડે છે . . પણ શું તેણીને ઇનામ મળે છે ? તેણીના સ્વપ્ન’નો સાકાર અને સ્વીકાર થાય છે ?

એક નાનકડી છોકરી અને બીજી મહિલા’નાં મન’માં રહેતી નાનકડી છોકરી’નું ( દિગ્દર્શક ! ) સંયુક્ત સાહસ એટલે એક વાર જરૂર અને જરૂરથી જોવા જેવી મુવી ” વાજ્દા

3

~ 13 ~

 Snowpiercer

[ Read here ]

વર્લ્ડ ક્લાસ ફિલ્મો બનાવવામાં હોલીવુડ’ને પણ ઘડીભર હંફાવી દેવામાં બે દેશો ખુબ ઝડપથી ઉભરી રહ્યા છે , જેમાનું એક નામ તો ઘણું જુનું અને જાણીતું છે : ઈરાની સિનેમા અને બીજું નામ તે : કોરિયન સિનેમા ! જી હાં , કોરિયન મુવીઝ મહતમ કિસ્સાઓમાં ધૂની / વિચિત્ર અને સરવાળે કૈક જબ્બર ક્રેઝી બનાવવા માટે જાણીતું છે – ખાસ કરીને થ્રિલર અને સાઈકો ટાઈપ મુવીઝ બનાવવામાં 🙂 તેમની પાસે કૈક નવું જ અને ખળભળાવી નાખનારું હોય હોય અને હોય જ . .

અને આવા જ એક જાણીતા કોરિયન ડીરેક્ટર’ની પહેલી ઈંગ્લીશ મુવી એટલે આ ‘ સ્નોપિયર્સર ‘ . અકળ એવો ક્રેઝી પ્લોટ / ક્રેઝી પાત્રો / અનહદ હિંસા અને બીજી જ પળે ગજબ’નો સન્નાટો ! અને ધાંસુ કલાકારો અને આખરે એઝ યુઝઅલ કમાલ’નો ટ્વિસ્ટ’થી છવાયેલ કઈક અજબ જ વિચારધારા’વાળો કલાયમેક્ષ !!! એક ખુબ જ ઓછા બજેટ’માં એક ચિલીંગ અને થ્રિલીંગ મુવી કેવી રીતે બની શકે તેનું ઝક્કાસ ઉદાહરણ એટલે આ ક્લાસિક મુવી .

3

~ 12 ~

 Like Someone in Love

[ Read here ]

એક ભણી રહેલી નાની વય’ની પ્રોસ્ટીટ્યુટ અને એક વૃદ્ધ . . બે અલગ જ દુનિયાઓ અને ભાવવિશ્વ ! અને જીવન’નાં એક વળાંક પર આ બંને થોડો સમય સાથે વિતાવે છે . શું છે તેમની જરૂરિયાત ? તેમની મજબુરી ? તેમનો ઝુકાવ અને તેમની ઈચ્છા’ઓ , કે તેઓ ભેગા થયા [ અથવા થવું પડ્યું ! ] અકિકો પ્રોફેસર’ની દુનિયામાં પ્રવેશ કરે છે , છતાં પણ પ્રવેશતી નથી ! તેને એક જ ઉતાવળ છે કે જલ્દીથી હું કામ પૂરું કરીને જઈ શકું કે જેથી કરીને દાદીને મળી શકાય ! પણ પ્રોફેસર જુદી માટીના છે – તેઓ શું ઈચ્છતા હોય છે ? તેઓએ શા માટે અકિકો’ને બોલાવી હશે ? કોઈ કરતા કોઈ ઉત્તરો જલ્દી’થી નહિ મળે , બસ વાર્તાપ્રવાહ’માં તણાયે જાવ , કદાચિત કિનારા’રૂપી ઉકેલ મળી પણ આવે .

એક ખુબ જ ધીમી રાહે ઉઘડતો અને બંધાતો માહૌલ / કૈક અકળ છતાં વાસ્તવિક લાગે તેવા પાત્રો અને સરવાળે નિરુપતું સિનેમા’રૂપી ભાવવિશ્વ [ ઝાઝું બધ્ધું વાંચો મૂળ પોસ્ટ પર ]

3

~ 11 ~

Her

[ Read here ]

આ ધીમું ઓગળતું અને માહૌલ બાંધતું સિનેમા છે કે જે તમને સ્થિર કરી દે . . સમય’ને ધીમો પાડી દે અને તમને તેની સાથે રસઐકય કરી દે !! સ્પાઈક જોન્ઝે’ની આ લેટેસ્ટ મુવી પણ કઈક અજબ એવા જગત’માં જ ડોકિયું કરાવે છે કે જ્યાં એક માણસ અને આર્ટિફીશીયલ ઈન્ટેલીજન્સ’નાં પ્રણય’ની વાત છે કે જ્યાં સંબંધ બાંધવાની કોઈ અપેક્ષા નથી છતાં પણ સંબંધ બંધાઈ જાય છે અને બંને ખરેખર હરેક ઘટના અને ક્ષણો’ને એક જીવ’ની પેઠે માણે છે .

ઘટનાક્રમ અને પાત્રો’ની અભિવ્યક્તિ આ મુવી’નું ખુબ જ દાદ માંગી લે તેવું પરીબળ બન્યું છે કે જે ખુબ જ અઘરી વાત છે કે જ્યાં નાયક’ની સામે કોઈ ન હોવા છતાં એ જ ભાવ / અભિભાવ’ને જીવંત કરવાના છે ત્યાં તેનાથી ઉલટું આ જ બધું પ્રતિબીંબિત કરવાનું છે , માત્ર ને માત્ર અવાજથી પેલી OS’એ !! શાંત ઝરુખે માણવા જેવી શાંત કોલાહલ સમાન મુવી .

3

~ 10 ~

 The Past

[ Read here ]

જયારે એક ભૂતકાળ મુંઝવી મારતો હોય ત્યાં એકસાથે ચાર પાંચ લોકો’નો ભૂતકાળ [ મૂળ તો સ્મૃતિઓ અને ભૂલો ] અંદરોઅંદર ઉલઝાય ત્યારે શું ઉથલપાથલ મચી હશે તેનો તો અંદાજો લગાવવો જ ભારે પડી શકે !! વ્યક્તિ હંમેશા ભવિષ્ય’માં આગળ વધતો હોય છે પણ તેનું મન તેના ભૂતકાળમાં ઊંડે ઉતરતું રહેતું હોય છે . . સતત ચાલતી આ છણાવટ ક્યારેક વર્તમાન’ની સપાટી પર ડોકાઈ આવે છે અને નવી મુશ્કેલીઓ’રૂપી ફણગા ફૂટી નીકળે છે !! મેરી તેના ત્રીજા લગ્ન કરવા જઈ રહી હોય છે અને તે દરમ્યાન તેના બીજા લગ્ન’નાં ઓફિશિયલ ડિવોર્સ પણ થવા જઈ રહ્યા હોય છે અને જેની સાથે તે પ્રણયસુત્રે બંધાવવાની હોય છે તેની પૂર્વપત્ની કોમામાં સરી પડી હોય છે !

ઉલઝન અને ગેરસમજણ જેમ ધરબાતી જાય તેમ વધુ ને વધુ કનડે છે – જો શરૂઆત’ની અફરાતફરીને કોઈ સમજણ’થી ઉકેલવા’વાળું હોય , જો કોઈ ભૂલોનો સ્વીકાર કરવાવાળું હોય તો આ જ ઉલઝનો એક રાહત’રૂપી છુટકારા તરફ દોરી જાય છે . . સંબંધો અને ભૂતકાળ’માં ઉલ્ઝાયેલા વ્યક્તિઓ’ની જિંદગીઓને સુલઝાવતો એક મેચ્યોર ડ્રામા એટલે ” ધ પાસ્ટ ” [ વધુ ભૂતકાળમાં જાઓ મૂળ પોસ્ટ પર જઈને 🙂 ]

3

~ 09 ~

Nebraska

[ Read here ]

એક મહદઅંશે વિસ્મૃતિ’નો ભોગ બનેલો વૃદ્ધ અને તેને લાગતી લોટરી [ ખોટી જ સ્તો ! ] અને તેની આ લોટરી વટાવવા છેક બીજે છેડા’ના શહેર સુધી જવાની જીદ તેના પુત્ર’ને / પરિવારને / વતન એવા નાનકડા શહેર અને શહેરવાસીઓને તથા તેને ખુદને કેવી કેવી પરિસ્થિતિઓમાં મુકે છે , તેનો અદભુત  અને કૈક ગુમસુમ એવો વિચિત્ર ચિત્તાર આપતી મસ્ત મુવી એટલે નેબ્રાસ્કા !

પૂરી મુવી’નાં શ્વેત / શ્યામ છબીકલા’ના પ્રતાપે 😉 અને તેના ધાંસુ ડેવલપ થયેલા પાત્રોને કારણે આ વિસ્મૃતિ’ગ્રસ્ત વૃદ્ધ’ની સફર મારી સ્મૃતિઓમાં હંમેશા રહેશે . . ઓરીજીનલ સ્ક્રીનપ્લે’ની ગુણવત્તા માટે આ લોકોને કોઈ ન પહોંચે તેટલી હદે તેમની પાસે સ્ટોરી’ઝનો ખડકલો હોય છે અને રાઈટર્સ  હોય છે રાજા ! એક સામાન્ય પ્લોટ પરથી ગૂંથતા ગૂંથતા તેઓ એક એવું અદભુત સર્જન કરી નાખે છે કે મુવી પૂરું થયા બાદ પણ ક્યાય સુધી તમારા મન’માં ચાલતું રહે છે અને જે તે દ્રશ્ય યાદ કરીને હોઠો પર મંદ મુસ્કુરાહટ આવી જાય છે 🙂

3

~ 08 ~

Gravity

[ Read here ]

ફરી પાછુ મહતમ મુવી એક જ કલાકાર પર ખેંચી જવાની મોટી ચેલેન્જ અને તેમાં અપેક્ષાઓ કરતા પણ સવાયા ઉતરવું . . એ કાઈ નાની સુની વાત ન કહેવાય ! એક જ મંચ – અંતરીક્ષ અને એક જ મુખ્ય કલાકાર – સંઘર્ષરત સાંદ્રા !! અદભુત અને કાવ્યમય સ્પેશીયલ ઈફેક્ટસ અને તેમાં લાગણી અને અભિવ્યક્તિઓ’નું અનુપમ ગૂંથણ ! આટલું અદભુત અંતરીક્ષ તો ક્યારેય નહોતું જોયું . . જ્યાં એક તરફ શાંતિ છે તો બીજી તરફ સન્નાટો ! જ્યાં એક તરફ પૃથ્વી’રૂપી આરંભ છે ત્યાં બીજી તરફ અનંત એવું અનંત ! આખરે તો અનંત એવા સંઘર્ષ’માંથી જ પૃથ્વી’રૂપી જીવન ધબકે છે ને !

આલ્ફાન્સો એક ડીરેક્ટર તરીકે તો ક્યારના આગળ નીકળી જ ચુક્યા હતા પણ હવેથી તેઓ એક એવા પડાવે પહોંચ્યા છે કે જ્યાંથી તેમની હરેક મુવમેન્ટ અને આવનાર મુવી વિશેની હરકત પવનવેગે ફેલાશે ! . . . તેમના નવા મુવી’ની રાહમાં 🙂

3

~ 07 ~

 Inside Llewyn Davis

[ Read here ]

આ મુવી છે , કોએન બ્રધર્સ’નું – મતલબ કે તમને કૈક હટકે જોવા મળશે એની ગેરેંટી ! કઈક વિચિત્ર જોવા મળશે એની વોરંટી 🙂 એક ફોક સિંગર હોય છે કે જેને હજુ સફળતા મળી હોતી નથી અને તે કોઈ નાં કોઈ પબ કે બાર’માં ફોક સોંગ્સ ગાતો રહે છે  . . કે જ્યાં તેના સાંજ પડે સુવાના પણ ઠેકાણા હોતા નથી અને તે હરહંમેશ કોઈ અન્યના ઘરે જ રાત વિતાવતો હોય છે – બસ કોઈ તેને એક સોફો આપી દે સુવા સારું!!! વળી બીજો દિવસ શરુ અને સાંજ પડ્યે અન્ય સ્થળ ગોતવાની કવાયત !!! અને આ બધું ઓછું હોતું ત્યાં બીજી કેટલીય મુશ્કેલીઓ તેને ઘેરી વળે છે અને માઠી બેસવાની શરુ થાય છે .

પૂરી મુવી’નો માહૌલ એક ક્લાસિક મુવીને છાજતો છે કે જ્યાં સીનેમેટોગ્રાફી’થી લઈને પાત્રાલેખન અને બેકગ્રાઉન્ડ સ્કોરથી લઈને સ્ક્રીનપ્લે સુધીનું બધું જ ઓથેન્ટિક છે . ઓસ્કર આઈઝેક જાણે કે આ મુવી માટે જ હજુ જોઈએ તેટલી સફળતા નહોતો મેળવી શક્યો અને આવનારા સમયમાં લોકો તેને આ મુવીથી જ ઓળખવાના છે , એ પાક્કું ! આ મુવી માટે જે ફોક સોંગ લખાયેલા છે અને ગવાયેલા છે , એ એટલા તો કર્ણપ્રિય અને ઠહેરાવ’વાળા છે કે ઘડીભર તમને તે સાંભળતા રહેવા જ ગમે .

3

~ 06 ~

 Before Midnight

[ Read here ]

ટ્રાયોલોજીસ’મા એક શિરમોર ટ્રાયોલોજી એટલે ” બિફોર સીરીઝ ” કે જ્યાં પહેલા બંને ભાગો મુગ્ધ આકર્ષણ / પ્રેમ અને ક્ષિતિજે ડોકાતી મુશ્કેલીઓ તથા એકબીજા સાથે જીવન વિતાવવાના આકર્ષણ સબબ હતા , ત્યાં આ ભાગમાં બંને’નું લગ્નજીવન તેમના શિખરે પહોંચી ગયું છે કે જ્યાંથી તો તેઓ કદાચ નીચે જઈ પટકાશે અથવા તો હજુ એક ઔર શિખર’ને આંબવા મથશે ! આ લોકો’ની સ્થિતિ હવે મધદરિયે પહોંચેલા વહાણ જેવી છે કે જેમાં વ્યથા અને થાક ઝાઝા છે પણ એટલો જ છે એકબીજાને સંભાળી લેવાનો વિશ્વાસ પણ !

જે લોકોએ પહેલી બંને મુવીઝ જોઈ હશે તેમને આ મુવીએ ત્રીજા ભાગમાં જે સટ્ટાક કરીને કલેવર બદલ્યો તેનું સાનંદાશ્ચર્ય  જરૂર થયું હશે . . ફરી પાછુ ઈથન અને જુલી’નું દમદાર અને બટક’બોલું પરફોર્મન્સ 🙂 . . આ સીરીઝ બાદ કુલ વીસ વર્ષો’નાં ગાળામાં પથરાયેલી આ સમગ્ર ગાથા ફરી જોવાની મહેચ્છા હૃદય’ને ખૂણે ફરી સળવળી રહી છે એ તમારી જાણ ખાતર 😉

3

~ 05 ~

Blue Is the Warmest Color

[ Read here ]

હોમોસેક્સ્યુઅલ સબ્જેક્ટ પર આવી મુવી જોવાનું બન્યું નથી ! છે તો એજ દુનિયા કે જ્યાં સમલૈંગિક લોકો’નાં એકબીજા પ્રત્યેના ખેંચાણ’ની વાત છે પણ દ્રષ્ટિકોણ જુદો છે . . અહીંયા માત્ર આ બે જ વ્યક્તિઓની એકબીજા પ્રત્યેનાં લગાવ’ની અને પ્રેમની વાત છે . પહેલી નજરનું ખેંચાણ અને અનેક સંઘર્ષ બાદ એ જ સ્વપ્ન’ને જીવવું અને ત્યારબાદ એ જ સ્વપ્ન સમાન જિંદગીને કડડભૂસ થતી જોવી , એ આ ગાથા’નો મેઈન પોઈન્ટ છે .

બંને લીડ એક્ટ્રસે એકબીજાના પાત્રને નોખો જ સ્પર્શ આપ્યો છે [ એ રીતે તમને ક્યાય લાગે જ નહિ કે બંને સ્ત્રીઓ જ બે પ્રેમીજનો’નાં પાત્રમાં આટલા ઓતપ્રોત થઇ શકે ! ] મુખ્યત: મૂળ વાર્તાપ્રવાહ’ને વળગી રહેનાર અને તેમાંથી અનેક દિશાઓ ખોલી નાખનાર આટલા ઇન્ટેન્સડ મુવીઝ ખુબ જુજ જોવા મળે છે !

3

~ 04 ~

12 Years a Slave

[ Read here ]

અશ્વેત લોકો પરના દમન’નો એક આખો યુગ હજુ પણ તેઓની સ્મૃતિઓમાં અને હ્રદય’માં ધબકે છે . . એકમાત્ર વર્ણ’ની વિભિન્નતા’ને કારણે કરોડો લોકોનું જીવન દોઝખને ય શરમાવે તેવું બની ચુક્યું હતું ! એક આવી જ સત્યઘટના કલ્પનાઓ’ને પણ શરમાવે તેવી વાસ્તવિકતા સાથે રજુ કરાઈ ડીરેક્ટર સ્ટીવ મેક્વીન દ્વારા કે જેમાં વાત છે એક વ્યક્તિના બાર બાર વર્ષો , ગુલામ તરીકે રહેવાની પીડાની ! [ અને અસંખ્ય એવા અભાગિયાઓની પણ કે જેમનું તો સમસ્ત જીવન જ તેમાં હોમાઈ ગયું ]

21’મી સદી અગાઉની સદીઓ કરતા ક્યાય વધુ સહિષ્ણુ અને સ્થિતિસ્થાપક રહી તેનું ઉત્તમ ઉદાહરણ એટલે શ્યામ દિગ્દર્શક અને તેની જ ફિલ્મ’માં પોતાના શ્વેત પૂર્વજો’નું આતતાયી હુબહુ ચિત્રણ કરતા આજના શ્વેત કલાકારો ! માનવતામાં વિશ્વાસ ધરાવતા લોકો માટે એક મસ્ટ વોચ મુવી . . . ઈતિહાસ કેટલી ક્રૂર યાતનાઓથી ખદબદતો હતો અને એક માણસ’ની જિંદગી’નું મુલ્ય એક કોડી કરતા ય ઉતરતું હતું તેનો જીવંત દાખલો એટલે આ મુવી . એટલીસ્ટ 21’મી સદીએ માનવ જિંદગી’નું આયુષ્ય વધાર્યું હોય કે નહિ પણ તેના મુલ્ય વિષે વિચારતા જરૂર કરી દીધા છે એ વાત પાક્કી !

3

~ 03 ~

 The Hunt

[ Read here ]

બાળકો સાથે દુષ્કર્મ’ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે અને આ જ થીમ પર બની છે આ ક્લાસિક મુવી  . . પણ ઉભા રહો ! અહીંયા તો જેના પર આરોપ લાગેલ છે તે તદ્દન નિર્દોષ છે !!! હવે શું થશે ? ઉલટાનું આ આરોપ લાગ્યો જ કેમ ? અને વળી પાછું નાના અને નિર્દોષ બાળકો આવડું મોટું જુઠ કેવી રીતે બોલી શકે ??? તો વાત શું છે ?

એક આલાતરીન ડેનીશ મુવી  . . સમાજ ગમે તેલો આધુનિક થઇ જાય / ટેકનોલોજી રોકેટ’ની ઝડપે આગળ વધતી હોય પણ જયારે માનવીય સંબંધો અને મૂંઝવણો’ની વાત આવે છે ત્યારે ભલભલા ફસડાઈ પડે છે ! તો શું આખરે સત્ય સામે આવે છે ? શું સમાજ આ ઘટના પરથી કોઈ સબક લઇ શક્યો કે પછી તેને પચાવી શક્યો ? તે માટે તો તમારે આ મુવી જોવું ( જ + જ ) રહ્યું .

3

~ 02 ~

Prisoners

[ Read here ]

બાળકો . . જગત’નું શ્રેષ્ઠતમ અને નિર્દોષ સર્જન ! અને આજ બાળકો સાથે જયારે કોઈ દુર્ઘટના બની જાય ત્યારે ભલભલા’ની ફિલોસોફીઓ વેરવિખેર થઇ જાય છે અને સરવાળે જીવન પ્રત્યેનો સમૂળગો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય છે . . . અહીંયા , બાળકો એક પછી એક ગુમ થઇ રહ્યા હોય છે ! ન કોઈ ધમકી કે ન કોઈ ખંડણી’ની માંગણી ! બસ એક જ ક્ષણ’માં તેમનું અસ્તિત્વ ગાયબ અને ત્યારબાદ તેમના માતાપિતા’ને જીવનભર વેઠવી પડતી ભયાનક સ્મૃતિઓ’ની સજા !

. . . અદભુત , અદભુત અને બસ અવાચક કરી દે તેવું અદભુત મુવી  . . . ઘડીક તો તમારા શ્વાસ અધ્ધર કરી દેશે અથવા તો તમને સૂન્ન !!!

3

~ 01 ~

Short Term 12

[ Read here ]

વર્ષ 2013’ની ઈન્ડી ફિલ્મો’માં સરટોચની ઈન્ડી મુવી એટલે શોર્ટ ટર્મ 12 . . તેટલી હદે જે પણ લોકોએ આ મુવીને જોઈ છે તેઓ આ મુવી પર સમરકંદ – બુખારા ઓવારી ગયા છે ! દર્દ જેમ ઘૂંટાય છે , જેમ જુનું થાય છે તેમ વધુ ને વધુ ઊંડા અને ટીસ છોડી મૂકતા ઘા કરે છે . . જાણે કે જીવન એ દુર્ઘટના’ના પ્રતાપે એકની એક ટેપ પર જ સતત ફરતું રહે છે ! જીવન’ની નવી શરૂઆત હંમેશા ભૂતકાળના આ ઘાવ થકી એક ઝટકો વેઠે છે અને જાણેઅજાણે વ્યક્તિ એકલો પડી જાય છે !

પણ જો સહિયારો આપનાર વ્યક્તિ પણ આ જ મનોવેદના’માંથી નીકળ્યો હોય તો ? શું તે પણ આમાંથી ઉભરી ચુક્યો હશે ? આવા તો કઈ કેટલાય સવાલો’નો એક નિરુત્તર કરી દેતી મુવી એટલે શોર્ટ ટર્મ 12 . જીવન’ની દુ:સ્વપ્ન સમાન ક્ષણો / ઘટના’ઓની સામે બરાબર’ની ઝીંક ઝીલતા પાત્રો એટલે શોર્ટ ટર્મ 12’નાં પાત્રો . અહીંયા હરકોઈ કશાક આત્યંતિક દુખ’માંથી નીકળ્યું છે અને જીવન પ્રત્યે એક નવો જ અભિગમ કેળવ્યો છે . અને તે કોના પ્રતાપે ? હૂંફાળી અને માયાળુ એવી ગ્રેસ’નાં પ્રતાપે  . . . ગ્રેસ અને તેના સાથીઓની આ સફર તો તમારે જોવી જ રહી .

3


તો આ હતોતોતોતોતો  . . . હું 🙂

તમારો પડઘો શું છે ? પસંદ શું છે અને મનપસંદ શું છે ?

ફરી પાછો કહું છું કે કહી નાખો અને નાહિ નાખો 🙂

~ ~ ~

What’s your favorite ?

What’s your opinion on this take ? Say it 🙂