ટૅગ્સ

, , , , ,


My Blog will be in hibernation state for coming next 3 to 4 months , but i will regularly update ” The Update Page ” on every Sunday [ Specially made & placed above in 3 categories ( Indian films , Hollywood , IMDb Top 250 ) ] .

I hope all of you will recognize me again when i’ll be back 🙂


મિત્રો અને મૈત્રીઓ 😉 એક ધડાકા’વાળી સુચના છે [ મારા માટે ધડાકો અને તમારા માટે રાહત ! ] કે આવતા ત્રણ’થી ચાર મહિના હું મારા બ્લોગ’ને વિરામ આપી રહ્યો છું . . . કે જ્યાં તમને માથું દુખાડી દેતી અને કમ્પ્યુટર’નાં બાર વગાડી દેતી લાંબી લાંબી પોસ્ટ્સ નહિ જોવા મળે ! એક ખાસ હેતુ સબબ આ યુદ્ધ’વિરામ ! મતલબ કે બ્લોગ’વિરામ રાખવામાં આવી રહ્યો છે 😉 જોકે આ દરમ્યાન પણ એટલા જ મુવીઝ / બુક્સ દરમ્યાન પસાર થવાનું રહેશે , પણ તેનો વિસ્તારમાં ઉલ્લેખ શક્ય નહિ બને , જોકે આ દરમ્યાન ખાસ કરીને મુવીઝ માટે બનાવેલ ત્રણ અપડેટ પેઈજ’ને દર રવિવારે અપડેટ કરતો રહીશ [ બોલીવુડ / હોલીવુડ અને IMDb Top 250’માં સ્થાન પામેલી ક્લાસિક ફિલ્મો ] કે જે ત્રણેય પેઈજીઝ ઉપર જ આપેલા છે કે જે તમે દર અઠવાડિયે જોઈ શકો છો અને કમેન્ટ પણ કરી શકો છો [ હાં , હું બ્લોગીંગ’માં વિરામ લઉં છું , કમેન્ટ’નો પ્રત્યુતર આપવામાં નહિ 🙂 ]

અને જેમકે મેં ઉપર કહ્યું તેમ જયારે હું બ્લોગીંગ’માં પરત ફરું ત્યારે આપ સૌ’નાં હુંફાળા સ્વાગત’ની અપેક્ષા રાખું છું . . અહીંયા લાઈક’નું બટન આ પોસ્ટ પુરતું ડિસેબલ કરું છું , નહિતર વળી પાછું કોઈક લાઈક કરી જશે 😀 [ અરે આવા વિચિત્ર કિસ્સા’ઓ બન્યા છે ; એક બ્લોગને હું ફોલો કરું છું , તેમની બધી પોસ્ટ્સ અચાનક ડિલીટ થઇ ગઈ અને તેઓએ એક પોસ્ટ બનાવીને સૌને પૂછ્યું કે આનો ઉપાય શું ? બેકઅપ કેવી રીતે પરત મેળવવું ? . . . તો તમે નહિ માનો 20’થી વધુ લાઈક આવી 😉 ] એટલે જ મેં અહીંયા હાથ ખંખેરી નાખ્યા મતલબ કે લાઈક ખંખેરી નાખી !

તો ચાલો મિત્રો હું જઉં ? અપડેટ પેઈજ’માં તો મળતા જ રહીશું તથા ત્યાં અને તમારા સૌ કોઈના બ્લોગ પર તો વાતોચીતો થતી જ રહેશે 🙂

! Non The !

હાં , એક મુખ્ય વાત તો કહેતા જ ભૂલી ગયો કે હું વચ્ચે એક પોસ્ટ પુરતો તમારી માથે ત્રાટ્કીશ 🙂 અને તે પોસ્ટ હશે વર્ષ 2013’ની ટોપ 20 હોલીવુડ ફિલ્મોનું . . . અરે એમ કઈ હોતું હશે ! કેટલા દિવસોથી હું આ બધી જ મુવિઝ પાછળ પડ્યો છું અને હવે હાર માની લઉં એમ ? તો તમે ખાંડ ખાઓ છો [ પણ પાછી એ ય મોંઘી છે ! ખોટેખોટી તમારા ઝખમ પર ખાંડ ભભરાવી દીધી 😉 ] . . . અંદાજે 10 થી 15 મુવીઝ જોવાના બચ્યા છે તો ભલે આઠમાં મહિનામાં પણ હું મારું પ્રિય લીસ્ટ તો આપીશ જ , તમારે જ્યાં ભાગી છૂટવું હોય તો ત્યાં છૂટ છે ::: નમ્ર નોંધ પૂરી


Update Page

Indian Films [ Link ]

Updated on every Sunday .


Update Page

Hollywood & World Cinema [ Link ]

Updated on every Sunday .


Update Page

IMDb Top 250 [ Link ]

Updated on every Sunday .


Latest 10 Trailers

[ Link ]

This page is updated as the new trailer arrives .