ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

1] બોયઝ એન્ડ ગર્લ્સ  . . સાંભળો સાંભળો અને ન સાંભળવું હોય તોયે થોડીક વાર પુરતું સાંભળી લો ! આવનાર સમયમાં [ કઠીન સમયમાં ] દરેક મુવી પર વપરાતા શબ્દો’ની સંખ્યા ટૂંકાવા’માં આવશે !! મતલબ ? મતલબ કે હવે અનહદ ચર્ચા કરવાને બદલે શક્ય હોય તો હરેક મુવી માત્ર ત્રણ જ ફકરામાં ચર્ચાશે [ અપવાદ’ને સ્થાન છે 😉 ] પણ એકંદરે કહું તો આ મારા માટે થોડોક બોજો હળવો કરવાની જ વાત છે કે જ્યાં હું મહતમ મુવીઝ જોઈ શકું અને તેના પર ગામ-ગપાટા કરી શકું 🙂

2] પોસ્ટ’ની લંબાઈ હવેથી ઘટી જશે , એવા વહેમ’માં તમે રાચતા હો તો તમે મને જાણતા નથી ! [ પૂંછડી વાંકી ને વાંકી રહે તેવું જ કાંઇક 😉 ] . . . આજની જ પોસ્ટ’માં 18 મુવીઝ / શોર્ટ ફિલ્મ’ની વાતો ધાબડી દીધી છે ❗  મતલબ કે હવેથી એવી ટૂંક નોંધો આવશે કે જે ઓવરઓલ લાંબી હશે !!!

3] આજની પોસ્ટ’માં છેલ્લા છ મહિના’ કેટલાક એવા મુવીઝ્ની પણ વાત છે કે જે હું ચર્ચતા ભૂલી ગયો અથવા તો ઈરાદા’પૂર્વક એવું કર્યું . . અને આવનારી ઘણી પોસ્ટ્સ’માં થોડું થોડું કરતા એમાંથી ઘણી મુવીઝ ઉમેરાઈ જશે . . તો થઇ જાવ તૈયાર [ સીટ કે પેટી જે કાઈ હાથમાં આવે તે બાંધીને ]

4] ખાસ નોંધ : પોસ્ટ’ની અંતે એક ઝક્કાસ ફ્યુઝન ટાઈપ’નો ” માટી-બાની ” ગ્રુપ’નું એક ગીત મુક્યું છે [ કે જે મને પ્રિમા તરફથી ભલામણ પામ્યું હતું – થેન્ક્સ અગેઇન , પ્રિમા 🙂 ] આ પોસ્ટ વાંચો કે ન વાંચો , પણ એ ગીત જરૂર જોજો , એમની મસ્તી / કૌશલ્ય અને સરળતા તમને સ્પર્શી જશે , એ ગેરેંટી મારી !


Total Movies – 18 ~ ~ ~ Pictures – 51 Steady & 2 Movable ( Gif )

It would take 3 to 4 minute to load the whole post .


1] Adore , 2013

a1

બ્રિટીશ નોવેલ ” ધ ગ્રાન્ડમધર્સ ” પરથી બનેલ બોલ્ડ સબ્જેક્ટ’વાળું અદભુત મુવી એટલે ” Adore ” . . બે સખીઓ [ લીલ – નાઓમી વોટ્સ  અને રોઝ – રોબીન રાઈટ ] નાનપણથી લઈને જુવાની અને ત્યારબાદ પણ એકબીજા સાથે લાગણી અને સમજણ’નાં સ્તરે જોડાયેલી રહે છે અને આ જ મેચ્યોરીટી’ની કસોટી ત્યારે આવે છે કે જયારે લીલ’નો પુત્ર રોઝ’નાં પ્રેમ’માં પડે છે અને તેની પ્રતિક્રિયા સ્વરૂપે રોઝ’નો પુત્ર લીલ તરફ આકર્ષાય છે . . .

કેવી રીતે આ સંજોગો મંડાય છે , તેનો સામનો થાય છે અને આખરે તેમાં જ સઘળું ભેરવાઈ જાય છે , તે માટે તો તમારે જ જોવું રહ્યું . . Christophe Beaucarneની ઓસ્ટ્રેલીયા’નાં ન્યુ સાઉથ વેલ્સ ટાપુ’ને ફિલ્માવતી ઝક્કાસ સિનેમેટોગ્રાફી અને આ નાજુક વિષય’ને અદભુત નજાકત બક્ષનાર દિગ્દર્શિકાAnne Fontaine ને Hats Off .

a2

 

Me : 8 / 10

IMDb : 6.2 / 10 [ 13,900+ people ] – June 2014


2] Kick-Ass , 2010

આ મુવી વિષે ઘણું સાંભળ્યું હતું અને જે હદે ઈંતેઝારી હતી , તે અપેક્ષાએ તે ખરું નીવડશે કે નહિ તેની જીજ્ઞાશા પણ . . પણ ખરેખર મુવી’એ ઝલસા પડાવી દીધા , ખાસ તો માત્ર 13 જ વર્ષનીChloë Grace એ તો જે સપાટો બોલાવ્યો છે કે વાત જ પૂછો માં !

સુપરહીરો’ઝ્ની દુનિયામાં રાચતા સામાન્ય લોકોનું સુપર મુવી  . . એટલે કિક-એસ ! કૈક નવીન જ કન્સેપ્ટ અને ધમાકેદાર ટ્રીટમેન્ટ. . એક્શન વિથ એન્ટરટેઈનમેઇન્ટ [ ઢીશુમ  . . . ]

Me : 8 / 10

IMDb : 7.8 / 10 [ 3,35,000 + people ] – June 2014


3] The Blue Umbrella , 2013 – Short Film / Animation

ડીઝની’ની એક મસ્ત શોર્ટ એનીમેશન મુવી , કે જેનું મુખ્ય કેન્દ્રીય હિરોઈક પાત્ર છે એક છત્રી ! કે જેની આંખોમાં [!] એક બીજી નાજુક નમણી છત્રી વસી જાય છે અને પછી શરુ થાય છે તેને મળવાની / એક નજર જોવાની અને પામવાની દોડ.

જે રીતે અહીંયા એકથી એક વસ્તુઓ જીવંત અને અદભુત બતાવી છે , તે જોતા તેઓ ખભો થાબડવા’નાં હકદાર છે .

Me : 8 / 10

IMDb : 7.6 / 10 [ 2,900 + people ] – June 2014


4] That Day After Every Day , 2013 – Short Film

આ ફિલ્મ વિષે તો હું અગાઉ વાત કરી જ ચુક્યો છું [ ખુદ હી ઢૂંઢ લો ! ] કે સ્ત્રીઓ ખુદ પોતાના જ પડખે ઉભી રહી જાય તો ભલભલા’ની પુંગી બજાવી શકે છે .

tdae

વધુ નહિ કહું તમે જાતે જ જોઈ લો એ મજબુરી’થી ખુમારી તરફ’નું પ્રયાણ , અનુરાગ કશ્યપ’નાં દિગ્દર્શન’માં .

Me : 8.5 / 10

IMDb : 7.8 / 10 [ 60 + people ] – June 2014


5] Mr Hublot , 2013 – Short Film / Animation

mr-hublot

એક અજબ જ નગર – જાણે કોઈ યંત્રનગરી અને તેમાં વસનારા વિચિત્ર યંત્રમાનવો  . . અને એમાં આપણા હુબ્લોટ’ભાઈને એક ગલુડિયું જડી જાય છે , પણ સબૂર ! એ કોઈ સામાન્ય ગલુડિયું નથી ! . . . તો ? ખુદ હી દેખ લો 🙂

2013’ની ઓસ્કર વિજેતા શોર્ટ એનીમેશન મુવી .

Me : 7 / 10

IMDb : 7.2 / 10 [ 1,600 + people ] – June 2014


6] Masterchef , 2014 – Short Film

રીતેશ બત્રા‘ની [ લંચબોક્ષ’વાળા ] હજુ એક શોર્ટ ફિલ્મ  . . .

ફૂટપાથ પર જેની દુનિયા વસેલી છે એવા એક નાનકડા ટેણીયા’ની માસ્ટરશેફ બનવાની ઈચ્છા . .

જાતે જ સુંઘી લો અને મમળાવો 🙂

Me : 7 to 7.5 / 10

IMDb : 7 / 10 [ 20 + people ] – June 2014


7] Enough Said , 2013

ઈવા [ Julia Louis-Dreyfus ] એક ડિવોર્સી છે અને પોતાની એકમાત્ર પુત્રી’ને હોંશે હોંશે ઉછેરે છે , તેને તેના પતિ’થી કોઈ ફરિયાદ નથી અને તેણી ઘણા સમય પર તેની સલાહ પણ લે છે , પણ હવે તે પણ લગ્ન કરીને ઠરીઠામ થઇ ચુક્યો હોવાથી ઈવા પોતાના માટે પણ એક સાથીદાર’ની શોધમાં હોય છે કે જે તેણીને સમજી શકે અને તેને ખુશ રાખી શકે . . . તેણી આવકના સ્ત્રોત તરીકે મસાજ’નું કામ કરતી હોય છે અને તેમાંથી જ તેને એક નવી સહેલીનો પણ ભેટો થાય છે અને એક નવા જોડીદાર’નો [ James Gandolfini ] પણ કે જે થોડો હટ્ટોકટ્ટો હોય છે પણ તેની કંપની તેને ખુબ જ ગમતી હોય છે અને અહીંથી જ નવા ટ્વિસ્ટ અને ટેલ કહાનીમાં ભળે છે . . .

_EST3045.NEF

એક મસ્ત રિફ્રેશિંગ મિડલ એઈજડ લવ ડ્રામા ! આ મુવી જોવાનું શરુ થયું ત્યારે આટલી મજા આવશે અને કૈક નવું જોવા મળશે તેવી ખાતરી નહોતી  . . બંને કલાકારોનું મસ્ત પરફોર્મન્સJames Gandolfini‘નું હજુ થોડા દિવસો પહેલા જ અવસાન થયું [ મેં તેની ત્રણેક મુવી જોઈ હશે – ખરેખર એક મસ્ત અને ઉમદા એક્ટર ચાલ્યો ગયો ! ]

2

Me : 7.5 to 8 / 10

IMDb : 7.1 / 10 [ 29,800 + people ] – June 2014


8] Don Jon , 2013

એક જુવાનીયો છે કે જે તંદુરસ્ત છે , મન-દુરસ્ત પણ છે , મોજીલો છે , કુટુંબ’ને ગણકારે છે અને તેને માને પણ છે , ઝક્કાસ દોસ્તો છે – પાર્ટી કરે છે , જીમ’માં જાય છે , ચર્ચ’માં પણ જાય છે . . તો હવે બચ્યું શું ? તો હજુ એક વાત કે જે તમે ન જાણીને પણ જાણતા હોય છો , તે એ કે . . . . . . . . . . મહતમ [ 99.99 % – અને બાકીના 0.01 % ખોટું બોલતા હોય છે ! ] જુવાનીયા’ઓએ ક્યારેક ને ક્યારેક કરેલી જ હોય છે , મતલબ કે જોયેલી હોય છે . . જી હાં , ” પોર્ન મુવીઝ / પિક્ચર્સ ” ❗

DON JON

આપણો જોન પણ એકંદરે એક નોર્મલ વ્યક્તિની કક્ષામાં ઘણોખરો ફીટ થાય છે , સિવાય કે તેને પોર્ન’નું ગજબ’નું વળગણ હોય છે અને આ જ વળગણ તેની સાથે કેવા કેવા કારસા ઘડે છે , તે તો તમારે જ જોવું રહ્યું ! ” Joseph Gordon-Levitt “ની ડીરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ , એટલે તો જોવી જ રહી અને હાં , લટકામાં ” સ્કારલેટ જહોન્સન ” પણ ખરી , એટલે વધુ જોવી રહી 🙂 { અને સ્કારલેટ જહોન્સન આટલી અદભુત અગાઉ કોઈ મુવીમાં નહિ લાગી હોય [ ડાલ મારા . . ઉપ્સ , માર ડાલા ! ] }

DON JON

ખરેખર મુવી સાચે જ સરસ છે , કોઈ ચીપ વલ્ગર પોર્ન મુવી’ની વાત કરતા કરતા આખું પોર્ન મુવી દેખાડી દે તેમ નથી ! પણ ખરેખર આ બધી બબાલ શું છે ? આ વળગણ શું છે ? તેના વગર કેમ રહી શકાય ? પરાણે નહિ પણ સમજીને . . અને સાચા પ્રેમ સાથે તેને કેમ પાછળ મુકીને જીવનમાં આગળ વધી શકાય તેના માટે આ મુવી જોવી જ રહી  . . અરે હાં , જુલીયન મુર’નું પણ મસ્ત કામ છે [ 52 વર્ષે પણ આટલી મસ્ત લાગે છે , બોલો ! . . . જય જુલીયન 🙂 ]

Me : 7 to 7.5 / 10

IMDb : 6.7 / 10 [ 1,24,000 + people ] – June 2014


9] Star Wars: Episode III – Revenge of the Sith , 2005

સ્ટાર વોર્સ સીરીઝ’નાં એપીસોડ્ઝ મેં કાંઇક આમ જોયા – 1 / 2 / 4 / 5 / 6 / 3 !! પણ ખરેખર લાગ્યું કે આમ જ જોવાય 😉 ખરેખર તો આ ભાગ પહેલા ત્રણ ભાગમાં સૌથી ડાર્ક છે કે જેમાં એનાકીન કેવી રીતે ડાર્થ વેડર બને છે , તેની વાત છે [ ડાર્થ વેડર કોણ ? – ભાઈ એ તો તમારે જ જોવું પડે ને ભઈલા અને ભઈલી’ઓ 😉 ]

ફોર્સ અને ડાર્ક ફોર્સ’ની અવિરત લડાઈ ચાલુ છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે ડાર્ક ફોર્સ ક્યારનું નષ્ટ થઇ ચુક્યું છે , તો પછી આ બધું નકારાત્મક બળ ક્યાંથી આવે છે ? કોણ છે કે જે આ ડાર્ક ફોર્સ’નો માલિક ? [ કે જેને ‘ સીથ ‘ કહેવાય છે ] આ બંને ફોર્સ વચ્ચેની નાજુક કડી એનાકીન હોય છે કે જેનો એક ફેંસલો સમગ્ર ગેલેક્ષી’માં અજબ’નાં ફેરફાર લાવી દેશે ! ધાંસુ એવા ટેણીયા માસ્ટર યોડા કેમ કશું નથી કરતા ? [ મારું ફેવરીટ કેરેક્ટર ] ઓબી વાન કેનોબી શું પોતાના શિષ્ય’ને રોકી શકશે ? [ કેમ બાકી નામ ?મારા બાબા’નું નામ એમના પરથી પાડીએ તો આમ થાય , ઓબી વાન નૈરોબી 😀 ]

91255_R

નકારાત્મક સંજોગોમાં એક વ્યક્તિ કેવી રીતે પોતાના નિર્ણયોથી એક ઘટમાળ’નો આરંભ કરે છે અથવા તો ભવિષ્યમાં તેનો જ એક અંશ આ જ સંજોગોમાં કેવી રીતે શાણું પગલું લે છે , તેનું મસ્ત ઉદાહરણ એટલે એનાકીન અને લ્યુક ! ખરેખર તો છ’એ છ ભાગ મસ્ત છે , તમતમારે જોઈ નાખો અને ધોઈ નાખો 😉

Me : 7.5 / 10

IMDb : 7.7 / 10 [ 3,75,000 + people ] – June 2014


10] On Her Majesty’s Secret Service , 1969

મોટા ભાગના લોકોએ આ બોન્ડ મુવી નહિ જોઈ હોય ! પણ ઘણા શોખીન લોકો આ મુવી’થી અજાણ નહિ હોય , તેનું એક કારણ એ પણ ખરું કે શોન કોનેરી‘એ આ મુવીમાં બોન્ડ બનવાની નાં પાડી દીધી  હતી અને એ કારણે નવાસવા બોન્ડ બનેલાGeorge Lazenby “માં કોઈને રૂચી પણ ન રહી હતી અને કદાચિત બોન્ડ મુવીઝ’નું વધુ પડતું Exploitation થઇ ગયું હતું ! છતાં પણ આ મુવી સુપરડુપર હીટ તો નહી પણ ખાસ્સી એવી ધ્યાનાકર્ષક રહેલી અને ઠીકઠાક વકરો પણ કરેલો . . .

આ મુવી વિષે હું કઈ નહિ કહું , કારણકે જેમ હું પ્લોટ’થી અજાણ રહેલો અને મને જે એક અચાનક નવી જ ફીલિંગ્સ મળેલી , તે કઈક અજબ જ હતી . . . જેમકે કોઈ ટ્રેઇલર / પ્લોટ હિંટ / એકટર -એક્ટ્રેસ / વિલન્સ અને લોકેશન્સ  વિષે મને કાઈ કરતા કઈ ખ્યાલ જ ન હતો ! પણ હાં , એક વાત ખરી કે બોન્ડ તરીકે આ ભાઈ જેવાતેવા તો નથી જ લાગતા અને જે મુખ્ય બોન્ડ-વિલન [ Telly Savalas ] અહીંયા દેખાડ્યો છે એ બાકીની ઘણી બોન્ડ મુવીઝ’ની સરખામણીએ ઘણો સોલીડ લાગ્યો ! . . પૂરી સ્ટોરીલાઈન પણ સરસ ડેવલપ થઇ છે અને બોન્ડ-ગર્લ’નું પાત્ર અને ડેવલપમેન્ટ પણ ઝક્કાસ છે  . . જો થોડી ઘણી પણ હિંટ આપું તો આ મુવીથી જ બોન્ડ સીરીઝ’ને એક નવો જ ઢાળ મળ્યો અને એની એક બાબત ” કેસીનો રોયાલ ” સાથે મેળ ખાતી હતી !

3

ફિલ્મ લોકેશન્સ અને એક્શન સિક્વન્સ’ની બાબતે ઘણી રિચ અને ક્લાસી છે અને આજની તારીખે તો આ મુવી ઘણી અજબ જ નોસ્ટાલ્જિક ફીલિંગ્સ આપે છે . . . ન જોઈ હોય તો ખરેખર જોવા જેવી .

Trivia : આ એકમાત્ર એવી બોન્ડ મુવી છે કે જે પહેલેથી લઈને છેક છેલ્લે સુધી યુરોપ’માં ફિલ્માવાયેલી છે / આ બીજા નંબર’ની સૌથી લાંબી બોન્ડ મુવી છે , પહેલી કઈ ? કોઈ કહી શકશે ? / ડીરેક્ટર પીટર હંટ અગાઉ’ની ઘણી બોન્ડ ફિલ્મોમાં એડિટર તરીકે રહી ચુકેલા . / George Lazenbyની પહેલી જ મુવી હતી અને તે કદાચિત સૌથી યંગ બોન્ડ બનવાવાળો કલાકાર છે .

Me : 7.5 to 8 / 10

IMDb : 6.8 / 10 [ 44,000 + people ] – June 2014


11] Sex and the City , 2008

HBO પર ઘણા સમય પહેલા જયારે આ જ સીરીઝ તરીકે આવતી ત્યારે એકાદ બે એપિસોડ સિવાય ખાસ કઈ નહિ જોવાયેલું અને હવે તે આખી સીરીઝ જોવી એટલી શક્ય પણ ન હોવાથી [ ખાસ તો રસ ઉડી જવાને કારણે – ઉનાળામાં ગરમીને કારણે ઘણું ઉડી જાય છે ! ] આ મુવી જોવાનું નક્કી કર્યું .

2

પણ એક તબક્કે પ્રોમિસિંગ લાગતું મુવી એટલું અપીલિંગ ન લાગ્યું . . ઘણી જગ્યાએ તંતુ તૂટતો હોય તેવું લાગ્યું અને વિષય પરની પકડ છૂટતી જણાઈ . .

1

છતાં પણ સાવ નાખી દેવા જેવું નથી , એક સારું ટાઈમપાસ મુવી કહી શકાય ! જોકે સારાહ જેસિકા પાર્કર’નું કામ ઘણું સારું છે .

Me : 6 / 10

IMDb : 5.4 / 10 [ 84,800 + people ] – June 2014


12] Two Lovers , 2008

 Joaquin Phoenix અને Gwyneth Paltrow જેવા ધુરંધર કલાકારો માટે આ મુવી જોવાયેલું  . . અને ઘણી હદ સુધી સંતોષકારક પણ રહ્યું !

2

એક માણસ બે સ્ત્રીઓ વચ્ચે કેવો ઝઝૂમે છે અને કહાનીમાં કેવા કેવા ટ્વિસ્ટ આવે છે , તે આ બોઝિલ વાતાવરણ’વાળી મુવીમાં ડીરેક્ટરે અદભુત રીતે ઉભું કરી બતાવ્યું છે . . .

થોડી ટેન્સ , ડ્રામેટીક અને ઘણી કન્ફ્યુઝીંગ . . Vinessa Shaw‘નું કેરેક્ટર પણ ઘણું અદભુત રહ્યું , અને હાં ફિલ્મ’નો અંત મને ગમ્યો 🙂

Me : 7 to 7.5 / 10

IMDb : 7.1 / 10 [ 24,800 + people ] – June 2014


13] Flirting with Disaster , 1996

મેલ’ને [ બેન સ્ટીલર ] હવે પોતાના અસલી માં-બાપ શોધવાની ધૂન ચડે છે [ તે દત્તક લીધેલો હોય છે ] કારણકે તે પોતાના મુળિયા શોધવાની ફિરાકમાં ને ફિરાકમાં રહેતો હોય છે  . . . અને હવે તેના માબાપ’નો પત્તો લગાવનારી એજન્સી’ની જ એક શોધકર્તા [ Téa Leoni ] સાથે તે અને તેની પત્ની [ Patricia Arquette ] તેમને મળવા નીકળે છે .

બસ સ્ટોરી પૂરી ? નાં , હવે તો અસલી બઘડાટી ચાલુ થાય છે 🙂 એમ કાઈ ડેવિડ રસેલ’ની મુવી સીધી-સટ્ટ નાં હોય ! આ બધા લોકો અને રસ્તામાં બે પોલીસ અધિકારી’નું ‘ ગે ‘ કપલ પણ એમની સાથે જોડાય છે અને શરૂઆત થાય છે એક એડવેન્ચર’ની કે જે ડીઝાસ્ટર’થી ભરપુર હોય છે  . . .

3

કહાની જેટલી રસપ્રદ નથી તેના કરતા તેના પાત્રો વધુ રસપ્રદ છે ! જેટલી મસ્ત શરૂઆત છે , તેટલું ફાઈન ફિનિશિંગ નથી એ વાત કહી દઉં  . . .

Me : 7 to 7.5 / 10

IMDb : 6.8 / 10 [ 12,800 + people ] – June 2014


14] This Is 40 , 2012

”  Leslie Mann ” મને ‘ Knocked Up ‘ સમયે જ ગમી ગયેલી [ કૈક વિચિત્ર સેન્સ’માં ! ] અને આ મુવી પણ પાછું ” Judd Apatow “નું હતું કે જેઓ આવા વિચિત્ર અને વાનરવેડા’થી ભરપુર મુવી બનાવવા માટે જાણીતા છે . . તો બસ જોઈ નાખ્યું અને ખરેખર વિયર્ડ પણ એટલું જ નીકળ્યું અને મજા પણ એટલી જ આવી 😉

Pete અને Debbie ચાલીસીમાં પ્રવેશી રહ્યા હોય છે અને જીવન’નાં કેટલાક મુશ્કેલ સંજોગો પણ એ જ અરસામાં ઉભા થઇ રહ્યા હોય છે . . જેમકે તેમની બંને પુત્રીઓ , પૈસા’ની થોડી ખેંચ , ઉંમર’નું વધવું અને એકબીજામાંથી રસ ગુમાવવો , અને ઘણા ચિત્રવિચિત્ર સગા-સંબંધી તો ખરા જ  . . .

આ મુવી’ની જાન આ બંને લીડ કલાકારો જ છે , એમાં કોઈ શક નથી , પણ બંને નાનકડી ટેણકી’ઓએ પણ જબરો રંગ રાખ્યો છે . . નાની નાની મસ્ત મોજીલી મોમેન્ટસ ઘણી છે પણ કેટલીકવાર એવું લાગે કે મુવી થોડુક નાનું હોત તો વધુ મજા આવેત !

Me : 7 to 7.5 / 10

IMDb : 6.2 / 10 [ 81,000 + people ] – June 2014


15] Oz the Great and Powerful , 2013

ઓકે , તો કેટલા લોકોએ 1939’માં આવેલી ક્લાસિક ” ધ વિઝર્ડ ઓફ ઓઝ ” જોયેલ છે ? [ જે લોકોએ જોયેલ છે તેઓ હાથ ઉંચો કરો અને તેવો ફોટો મને મારા મેઈલ પર મોકલી દો 😉 ] છેક 1939’માં આવેલ તે નિર્દોષ મ્યુઝીકલ મુવી હજુ જો તમે આજે પણ જુઓ , તો પણ તેનાથી મુગ્ધ થઇ જાઓ એટલી ગેરેંટી મારી ! [ 75 વર્ષે હજુ આજે પણ તે મુવી તમને તેની નાનકડી નાજુકલી દુનિયામાં અચંબિત કરી દેશેકદાચિત તેને જ ક્લાસિક ટચ કહેવાયતે મુવી હજુ આજે પણ IMDb Top 250’માં દબદબા’ભેર પોતાની જગ્યા રોકીને બેઠું છે !!!ડોરોથી’નો પેલો આંટી એમ’નો ટહુકો હજુ આજે પણ મારા કાનમાં સંભળાય છે ! ] કે જેમાં એક નિર્દોષ રમતિયાળ છોકરી ” ડોરોથી ” એક વાવાઝોડા’ના પ્રપાત’માં એક અજાણી જાદુઈ દુનિયામાં પહોંચી જાય છે અને ત્યાંથી પાછા પોતાની દુનિયામાં આવવા માટે તે ત્યાના મહાન જાદુગર ” ઓઝ “ને મળવા રાહ પકડે છે અને રસ્તામાં તેને એક ચાડિયો / ટીન’નું એક પુતળું અને એક કાયર સિંહ’નો ભેટો થાય છે અને ગાથા આગળ વધે છે  . . . એ  જ અદભુત મુવી’ની પ્રિકવલ એટલે આપણી આ ” ઓઝ : ધ ગ્રેટ & પાવરફુલ ” કે જ્યાં ખુદ પેલો જાદુગર ‘ઓઝ’ આ જાદુઈ દુનિયામાં કેવી રીતે આવી પહોંચે છે અને કેવી રીતે તે એક મહાન જાદુગર બને છે તેની વાત છે .

આપણો જાદુગર ઓઝ પણ એક વાવાઝોડા’ના સપાટા’માં અહી આવી પહોંચે છે અને તેને અહીની ભવિષ્યવાણીની જાણ થાય છે કે તેના હાથે જ દુષ્ટ ડાકણ’નો નાશ થશે અને તેનું રાજ સ્થાપાશે [ એક રીતે આપણો આ હીરો તકસાધુ અને ચાલાક હોય છે પણ હૃદય’નાં કોઈ ખૂણે હજુ તેનામાંથી માનવતા મરી પરવારી હોતી નથી ! ] જો મુવી’નાં બે ભાગ પાડીએ તો બીજો ભાગ ક્યાય વધુ સોલીડ અને સ્ટોરી’ને ખરેખર આગળ વધારનારો છે  . . . અદભુત એટલે બસ અદભુત સ્પેશીયલ ઈફેક્ટ’નો જલસો પાડી દીધો છે [ જયારે ઓઝ બલુન’માં અહી આવી પહોંચે છે અને એક ધોધ’માં પટકાય છે , તે દ્રશ્ય જોજો  ]

ફિલ્મ’નાં સઘળા પાત્રો તેની સ્ટોરી કરતા વધુ ચડિયાતા બન્યા છે [ મતલબ કે સ્ટોરી કરતા તેના પાત્રો વધુ રસપ્રદ છે , જયારે સળંગ સ્ટોરી થોડી ઢીલી પડે છે ! ] જેમ કે એક નાનકડી ચાઇનીઝ ક્રોકરી’ની ઢીંગલી [ તેનો ઇન્ટ્રોડકટરી સીન જોજો – ખુબ જ નજાકત’થી ભરેલો છે ] બીજો એક પાંખો’વાળો વાંદરો ” ફિન્લે ” [ ખુબ જ અદભુત બનાવ્યો છે – ખાસ કરીને તેનો ચહેરો ! ]

5

. . . જાદુગર ઓઝ તરીકે જેમ્સ ફ્રાંકો થોડોક આઉટ ઓફ સાઈટ લાગે છે , પણ મૂવીની આખિર’માં તેનું પાત્ર ખરો રંગ પકડે છે  . . સમગ્ર ફિલ્મ’માં નાની નાની મોમેન્ટસ ઘણી બધી છે [ જેમ કે ‘ નક ‘ નામનો એક ઠીંગણો માણસ જયારે કિલ્લામાં પ્રવેશે છે ત્યારે ચોકીદાર જોડેની જીભાજોડી 🙂 ]

નોંધ : પહેલા ‘ ધ વિઝર્ડ ઓફ ઓઝ ‘ જોવી અને ત્યારબાદ આ મુવી  . . મજા વધી જશે 🙂

એક મસ્ત સંવાદ : જયારે ઓઝ રાજકુમારીને કહે છે કે હું કઈ નહિ કરી શકું કારણકે હું સૌને મુર્ખ જ બનાવતો આવ્યો છું ! ત્યારે તેણી કહે છે કે સૌથી પહેલા તો તું તારી જાત’ને જ મુર્ખ બનાવી રહ્યો છો , તેનું કાંઇક કર !

Me :  7.5 / 10

IMDb : 6.4 / 10 [ 1,44,000 + People ] – June 2014


16] 47 Ronin , 2013

પહેલા તો ” રોનીન ” એટલે એ સામુરાઈ યોદ્ધો , કે જેના માસ્ટર મૃત્યુ પામી ચુક્યા છે અથવા તો તેઓ પોતે કોઈ મિશન’માં નિષ્ફળ થઇ ચુક્યા છે અને આ વાત છે આવા જ 47 રોનીનો’ની કે જેમણે કર્તવ્ય અને નિષ્ઠા માટે મોત’ની પણ પરવા ન કરી  . . .

1

સમગ્ર ગાથા જાપાન’નાં અદભુત પરિપ્રેક્ષ્ય’માં સેટ કરાઈ છે અને સ્પેશીયલ ઈફેક્ટ તથા કુદરતી દ્રશ્યો’નો અદભુત સુમેળ સધાયો છે ! એક રીતે મને ફેન્ટસી એડવેન્ચર ખુબ જ ગમે અને લટકામાં આ તો જાપાન’નાં તે ઐતિહાસિક માહૌલ’માં સેટ કરાઈ છે , એટલે ભયો ભયો  . . .

2

પણ લોચો ત્યાં વાગે છે કે કિઆનું રીવ્સ જેવો સોલીડ હીરો હોવા છતાં સમગ્ર ઘટનાક્રમ’માં તેના પાત્ર’ને એટલો નિખાર નથી મળતો !!! અને ઘટનાક્રમ ખરેખર રોમાંચક હોવા છતાં તેટલો રોમાંચ નથી લાગતો 😦 જાપાને જે રીતે તેના સામુરાઈ કન્સેપ્ટ’ને ફિલ્મો થકી જીવંત રાખ્યો છે , તેના માટે તેમની ફિલ્મ ઇન્ડસ્ટ્રી’ને હેટ્સ ઓફ . સામુરાઈ કન્સેપ્ટ પર આલાતરીન મુવી જોવી હોય તો નામ છે , ટોમ ક્રુઝ’નુંધ લાસ્ટ સામુરાઈ ” [ ન જોઈ હોય તો જોઈ નાખો અને જોઈ હોય તો બીજી વાર જોઈ નાખો 🙂 ]

Me :  6.5 to 7 / 10

IMDb : 6.3 / 10 [ 70,000 + People ] – June 2014


17] Ip Man 2: Legend of the Grandmaster , 2010

જે કોઈ પણ લોકો માર્શલ આર્ટ સંબંધિત મુવીઝ’નાં શોખીન હશે તેઓએ ” Ip Man ” મુવી વિષે જરૂર સાંભળ્યું હશે , કારણકે તે મુવી ” સંબંધિત વિષયમાં “ ઘણું ઊંચું સ્થાન ભોગવે છે અને ઘણા વર્ષોથી IMDb ટોપ 250’માં છે અને આ ભાગ તેની જ સિકવલ છે . . આ ગાથા છે , દક્ષિણી ચીન’નાં એ મહાન કુંગ ફૂ યોદ્ધા’ની કે જેનું નામ હતું ” યીપ મેન ” અને તે દક્ષિણી ઘરાના’ની વિંગ ચુન કળા’માં એક જબરદસ્ત માસ્ટર હતો . . કે જ્યાં પહેલા ભાગમાં એ ગાળાની વાત છે કે જયારે બીજા વિશ્વ’યુદ્ધ સમયે જાપાને ચીન પર હુમલો કરી દીધો હતો અને હવે આ ભાગમાં એ સમય’ની વાત છે કે જાપાન હારી ચુક્યું છે અને હવે સંઘર્ષ’નો બીજો કારમો ગાળો ગરીબી / ભૂખમરો / બેરોજગારી તરીકે શરુ થયો છે .

આ બને સમય દરમ્યાન યીપ મેન’નો પોતાની કલા બચાવવાનો / તેને સંવૃદ્ધ કરવાનો અને તેને આગળ’ની પેઢીના હાથોમાં આપવાનો કઠીન પડકાર આવી ઉભો હોય છે ! ” Donnie Yen ” યીપ મેન તરીકે એટલી હદે આંખોમાં વસી ગયા છે કે એમ લાગે કે અસલી યીપ મેન પણ આવા જ લાગતા હોવા જોઈએ , તે હદે એક લેજેન્ડ’નું નિરૂપણ તેમણે અહી કરી બતાવ્યું છે [ બંને ફિલ્મો’માં થઈને ] અને ઈતિહાસ’નાં આ ભૂલાયેલા પાત્રને એક અનેરી ઊંચાઈ આપી છે .

તેઓ [ Ip Man ] કુંગ ફૂ’ને એટલી હદ સુધી આત્મસાત કરી ચુક્યા છે કે જાણે તેઓ યુધીસ્થીર બની ચુક્યા છે [ યુદ્ધ’માં સ્થિર / શાંત અને અડગ ] . . એક સાચો યોદ્ધો લડવા માટે નહિ પણ કઈક શીખવા માટે , જીવનમાં ઉંચે ઉઠવા માટે અને પ્રકૃતિના તાલ સાથે પોતાનો લય મેળવવા માટે કુંગ ફૂ શીખે છે કે જે તેને આખરે સન્માન અને ચરિત્ર’નાં પાઠ ભણાવે છે .

2

બંને ફિલ્મો ખુબ જ અદભુત છે , પણ સિકવલ પહેલા ભાગ કરતા થોડી ઉણી ઉતરતી લાગી શકે ! છેલ્લે એક વાત શુદ્ધ ગુજરાતીમાં :: આ ” યીપ મેન ” બ્રુસ લી‘નાં ગુરુ થાય 🙂

Me :  7.5 to 8 / 10

IMDb : 7.6 / 10 [ 44,700 + People ] – June 2014


18] The Grandmaster , 2013

Kar Wai Wong એટલે ચાઇનીઝ સિનેમા’નું એક આદરણીય નામ કે જેમના નામ પર અનેક ધાંસુ ફિલ્મો બોલે છે , અને હવે તેઓ પણ ચાઇનીઝ કુંગ ફૂ માસ્ટર ” યીપ મેન ” પર પોતાની શૈલી મુજબ ફિલ્મ લઈને આવ્યા છે . યીપ મેન વિષે તો હવે આપ જાણી જ ચુક્યા છો અને બે બે સુંદર ફિલ્મો પણ તેમના પર બની ચુકી છે , છતાં પણ તેમણે આ જોખમ લીધું છે અને ખરેખર તેમણે એક ક્લાસિક મુવી યીપ મેન પર આપી છે . કે જ્યાં અગાઉ’ની મૂવીઝમાં એક સરળ ચિત્રણ હતું , ત્યાં આ મુવીમાં એક કલાત્મકતા અને ફિલોસોફી’નું ચિત્રણ આંખે ઉડીને વળગે છે .

આ મૂવીની જાન તેની ધાંસુ સીનેમેટોગ્રાફી અને તેના ક્લાસિક કેમેરા એંગલસ છે અને તેની સાથે તાલ મિલાવતા સુપર્બ બેકગ્રાઉન્ડ સ્કોર તો ખરો જ . . અહીંયા યીપ મેન’નાં જીવન’ની સાથે સાથે અન્ય કલા’ઓના માસ્ટર્સ અને તેમની કલાઓ અને ખાસ તો ઉતર ઘરાના’નાં [ ગોંગ ઘરાનું ] ચિત્રણ વણી લેવાયું છે અને ઈન્ટરવલ બાદના ભાગમાં યીપ મેન [ Tony Chiu Wai Leung ] અને ગોંગ ઘરાના’ની આખરી વારસદાર ગોંગ એર’ની [ Ziyi Zhang ] પરસ્પર’ની અભિવ્યક્તિઓ’ની વાત છે . . ઘણી વાર એવું લાગી શકે કે પૂરી મુવીમાં યીપ મેન’ની વાતો થોડી ઓછી છે , પણ તે પહેલું ક્યાંય ખલેલ પડતો હોય તેવું લાગ્યું નહિ . યીપ મેન અને ગોંગ એર વચ્ચે’નો સંવાદો’થી ભરપુર કલાયમેક્ષ ઘણો ઉચ્ચ કક્ષાનો છે .

સ્લો મોશન’માં ફિલ્માવાયેલી એકેએક ફાઈટ જોવાલાયક છે અને યીપ મેન તરીકે’નું પાત્ર ભજવતા ”  Tony Chiu Wai Leung ખરેખર પોતાની હાજરી’ની નોંધ લેવડાવે છે . યીપ મેન’નાં મતે કુંગ ફૂ એટલે  . . . ક્ષણ’માં કણ વીણી લેવાની ચપળતા / ઝંઝાવાત’માં ઉભા રહેવાની અડગતા [ આંતરિક અને બહારીય ]  , તકેદારી , નાજુકતા , ઠહરાવ , પ્રતિબધ્ધતા , માન /સ્વમાન , વિશ્વાસ , અહેસાસ અને કર્મ ! મતલબ કે સો વાત’ની એક વાત : માસ્ટર તો ઘણા હોય છે , પણ ગ્રાંડમાસ્ટર તો એક જ હોય છે !

5

ફિલ્મ’નાં કેટલાક અદભુત સંવાદો જોઈએ તો . . .

1] Break from what you know & you will know more 2] No Instrument is as lovely as a voice , Words always sound better sung 3] To say there are no regrets in life , is just to fool yourself ! How boring it would be without the regrets !! 4] Good men can be found among roughs & hidden masters too !

6

Me :  8 / 10

IMDb : 6.5 / 10 [ 17,000 + People ] – June 2014


at Last . . !

*} Boondan Boondan

[ Maatibaani ft. Ankita Joshi & Noor Mohammed Sodha ]

બે તાના રીરી જેવી છોકરીઓ , એક જોડીયા પાવા’વાળો અને એક એકલો મસ્તરામ  . . અને જે સુર છેડ્યા છે કે મેઘા’ને આવવું જ રહ્યું [ ખરેખર તો વર્ષા’ની ચાતક નજરે જોતા આપણે સૌએ આ ગીત ગાવું જોઈએ 🙂 ]

. . . આ તાના-રીરી દ્વારા છેડાયેલો આજનો આધુનિક રાગ-મલ્હાર  . . . અને પેલા પવન’ની લહેરખી’ઓમાં ઝૂમતા લીમડા નીચે પેલા જોડિયા પાવા’વાળા ભાઈની તો શું મસ્તી છે !

Boondan Boondan