ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , ,

1) આ વખતે અપેક્ષાથી ઘણા ઓછા પુસ્તકો વંચાયા અને તેના પગલે અહી તેટલી ઓછી વાત અને વહેંચણી પણ થઇ , તો તે બદલ પહેલેથી જ ક્ષમા માંગી લઉં અને મને ક્ષમા મળી પણ જશે કારણકે ક્ષમા એ વીરોનું આભુષણ છે 😉

2) પોસ્ટ્સ’નું મહતમ શીડ્યુઅલ પાછલા દિવસોમાં એટલી હદે ખોરંભે ચડી ગયું કે અત્યારે હું બે પોસ્ટ જેટલો પાછળ ચાલુ છું 😦 [ એમાં મુખ્ય કારણોમાં : વ્યસ્તતા , અચાનક આવી ચડેલ કેટલાક દુર્ગમ સંજોગો અને ક્યારેક સાવ નવરાશ હોય તો તે સમયે મન’માં વ્યાપી ગયેલો શૂન્યવકાશ 😉 અત માઝી સટ્કલી !!! ]

3] અને તેનાથી ઉલટું આ સમયે ટીવી શોઝ વધુ જોવાયા [ કદાચિત તે પણ એક કારણ રહ્યું કે પુસ્તકો’ને માર સહન કરવો પડ્યો પણ હવે આગામી સીઝન’માં આવું નહિ બને તેની ગેરેંટી  . . પણ મારી ગેરેંટી’ની કોઈ ગેરેંટી નથી તે ગેરેંટી હું આપું છું 😉 ]

– – –  2 Books & 3 TV Series [ Last 2 Months ] – – –

Pictures : 12 Steady & 7 Movable ( Gif )


Recent Read


વિવેકાનંદ – જીવન’ના અજાણ્યા સત્યો : by શંકર [ અનુવાદ : રાજ ભાસ્કર ]

Gujarati Translation of

The Monk as Man: The Unknown Life of Swami Vivekananda

પ્રકાશક : WBG Publication [ Link , Link ] , Rs. 165

પહેલી વાત તો એ કે આ પુસ્તક સ્વામી વિવેકાનંદ’નાં અગાઉ જે પણ પુસ્તકો આવેલ તેના કરતા અત્યંત જુદું અને પોતાની જ ધૂનમાં રાચતું મનમોજીલું પુસ્તક છે  . . . પૂરું પુસ્તક માત્ર પાંચ જ પ્રકરણો’માં વહેંચાયેલું છે અને એક એક પ્રકરણ ગજબ’નો વિસ્તાર ધરાવે છે [ જુઓ તેમના નામો : સંન્યાસી અને જનેતા , સમ્રાટ – સંન્યાસી – રસોઈયો , સંન્યાસી’નાં ચા-પાણી , સંન્યાસી’નું સ્વાસ્થ્ય અને આખરે 39 વર્ષ પાંચ મહિના અને ચોવીસ દિવસ નામક પ્રકરણ ! ]

સ્વામી વિવેકાનંદ’ની ઘણી વિચિત્ર અને ધૂની કહેવાય તેવી અજાણી હકીકતો અહી લેખકે દુનિયાના ખૂણે ખૂણેથી શોધી બતાવી છે ; જેમ કે સ્વામી વિવેકાનંદ’નાં ભોજન પ્રેમ અને તેમના ચા પ્રત્યેના વળગણ પ્રત્યે આખું એક પ્રકરણ સમર્પિત છે – તેમના ભોજન અંગેની રૂચી અને રસ’નું આટલું રસપ્રચુર વર્ણના તમને બીજે ક્યાય નહિ મળે ! મહતમ:તમને અહીંયા તેમની અસામાન્ય ઉપલબ્ધિઓ કરતા તેમની રોજબરોજની જીવનશૈલી’નો વધુ પરિચય થશે અને ઘણી જગ્યાએ તેટલો જ અચંબો પણ ! . . . પણ પુસ્તક ઘણી જગ્યાએ બસ તેની પોતાની જ ધૂનમાં ચાલ્યું જતું હોય તેવું લાગે છે [ મારો અંગત મત 🙂 ] મતલબ કે ઘણી જગ્યાએ જે તે વિષય’નું ઘણું વધુ પડતું ખેંચાણ થઇ ગયું છે અને ક્યાંક ક્યાંક તેમની જે તે કુટેવો’નું પણ બસ ભક્તિભાવે વર્ણન કર્યે જ રાખ્યું છે ; મતલબ કે ઘણી જગ્યાએ તટસ્થ અવલોકન વિસરાઈ ગયું છે .

. . પણ પણ પણ , આ કક્ષાનું અને આ વિષયનું પુસ્તક સ્વામી વિવેકાનંદ પર તમને આ પહેલા નહિ મળ્યું હોય તેની ખાતરી રાખવી 🙂 હાં , એક વાત અત્યંત અદભુત રીતે અહીંયા અપાઈ છે અને તે છે સ્વામીજીના અંતિમ દિવસોનું અવલોકન અને ત્યારબાદની લોકોની પ્રતિક્રિયાઓ અને મન:સ્થિતિઓ  . . . સમગ્ર પુસ્તકમાં તેમનું જે નિખાલસ પાસું દર્શાવાયું છે , તે જ તેમને મહામાનવ સિદ્ધ કરવા પુરતું છે . આ પુસ્તક’માં તમને સ્વામીજીના ઘણા દુર્લભ પત્રો / તેમણે લખેલા પોસ્ટકાર્ડસ અને તેમના દસ્તાવેજો પણ જોવા મળશે અને લટકામાં તેમના ઘણા પ્રખ્યાત ફોટોઝ પણ [ કે જેમાં તેમનો સંભવિત સૌથી પહેલો ફોટો અને સૌથી છેલ્લો ફોટો , પેલો સૌથી પ્રખ્યાત અદબ વાળેલો ફોટો અને તેની કહાની , તેમના સ્વજનો અને મિત્રો’નો પરિચય સાથેનાં ફોટોઝ અને બીજું ઘણું બધું . . ] એ સાથે જ તેમની વંશાવલી , તેમનું જુનું ઘર , જુનો બેલુર મઠ , તેમના વિદેશી સહયોગી’ઓ અને અનુયાયી’ઓ અને બીજી ઘણી હસ્તીઓ’ની માહિતી ચિત્રો સાથે અહીંયા ઉપલબ્ધ છે !

a

મારે તેમના પર જેટલા પણ સારા પુસ્તકો આલેખાયા હતા તે સબબ એક સુંદર સીરીઝ આપવી હતી , પણ જે એક અન્ય સંપુટ તેમના પર આધારિત લીધો હતો , ત્યાં કઈ વાત જામી નહિ અને બધું અટકી પડ્યું 😦 પણ ભવિષ્ય’માં કોશિશ જરૂર રહેશે – તેમને જાણવાની / મ્હાલવા’ની અને વાંચવાની .

– – – – – – – – – – – – – – – – – – – – –

સ્વામીજી અને તેમના પરિવારે અત્યંત નિર્ધનતા વેઠી હતી અને ઉપરથી થોડા થોડા સમયે કોઈનું મૃત્યુ  . . તેઓએ પોતાની અત્યંત ખરાબ તબિયત’ને પણ અવગણી અનહદ મહેનત થકી પ્રસાર-પ્રચાર અને મઠ’નું કામ હાથ ધર્યું હતું ! નહિ નહિ ને 15 થી 20 જેટલા રોગો સામે તેઓ ઝઝુમતા હતા અને મૃત્યુ પહેલા પણ તેઓ એક વખત હાર્ટ-એટેક’નું હુમલો ખમી ચુકયા હતા અને આખરી દિવસોમાં તો તેઓની એક આંખ સુધ્ધા કામ આપતી બંધ થઇ ગઈ હતી [ બોલો ! છે કોઈને ખબર !! ] સંઘર્ષ’નાં ઘણા દિવસોમાં તો તેઓને બે ત્રણ દિવસો સુધી ભોજન નહોતું મળતું અને એકવાર તો તેઓ ભૂખ્યા બેહોશ થઈને રસ્તા પર પણ પડી ગયા હતા !!!

વાંચો અહીંયા થોડાક કિસ્સા’ઓ કે જે કદાચિત તમે પહેલી વાર જ સાંભળતા હશો  . . .

– – – – – – – – – – – – – – – – – – – – –

પોતાના કોઈ સ્વજન’નાં મૃત્યુ’નાં સમાચાર સાંભળી રડી રહેલા સ્વામીજી’ને જોઇને કોઈએ ટકોર કરી : કોઈના મૃત્યુ પર શોક પ્રગટ કરવો એ સંન્યાસી માટે અયોગ્ય છે ! વિવેકાનંદે ઉત્તર આપ્યો કે : આ તમે કેવી વાત કરો છો ? સંન્યાસી છું એટલે શું હું મારા હૃદયને પત્થર બનાવી દઉં ? સાચા સંન્યાસી’નું હૃદય તો તમારા લોકોના હૃદય કરતા વધારે કોમળ હોવું જોઈએ . હજાર વાતો ભલે હોય , પણ આખરે આપણે સૌ માણસ જ છીએ. જે સંન્યાસ હૈયા’ને પત્થર બનાવી દેવાનો ઉપદેશ આપતો હોય , તે સંન્યાસ’ને હું નથી સ્વીકારતો ! [ Page 12 ]

– – – – – – – – – – – – – – – – – – – – –

આટઆટલા દુઃખમાં પણ મારી આસ્તિક બુદ્ધિ લુપ્ત થઇ નહિ , ન તો ઈશ્વર મંગલમય છે એ કથનમાં સંદેહ ઉભો થયો। દરરોજ સવારે ઊંઘ ઉડે કે તરત જ હું એમનું સ્મરણ કરતો હતો। એમનું નામ લેતા લેતા હું પથારી છોડતો હતો . એક દિવસ એ જ પ્રમાણે હું પથારી છોડી જ રહ્યો હતો , ત્યારે બાજુના રૂમમાંથી માતાનો અવાજ સંભળાયો : ચુપ થા છોકરા ! નાનપણથી બસ ભગવાનનું રટણ  . . અરે ભગવાનનું જ તો કરેલું છે , આ બધું ! તેમની વાતથી મને આંચકો લાગ્યો।  ઠરી જઈને હું વિચારવા લાગ્યો : શું ખરેખર ભગવાન છે ? જો છે તો શું એમને અમારો કરુણ પોકાર સંભળાય છે ? હું જે આટલી પ્રાર્થના કરું છું , તેનો કોઈ પ્રત્યુતર કેમ નેથી મળતો ? શિવના સંસારમાં આટલું અકલ્યાણ ક્યાંથી આવ્યું ? મંગલમય’નાં રાજ્યમાં આટલું અમંગલ કેમ  ?

બીજા પણ અનેક વિસ્ફોટક નિવેદનો નોંધાયેલા છે : ચોરીછૂપી’થી કોઈ કાર્ય કરવું મારા સ્વભાવથી વિરુદ્ધ હતું।  ભલે ઈશ્વર નથી અથવા છે , તો તેમને સાદ દેવા માટે કોઈ સફળતા કે જરૂરત’નો પાલવ પકડવો જરૂરી નથી।  હું જયારે પડકાર ફેંકીને લોકો સામે પુરાવો આપવાની દિશામાં આગળ વધુ તો તેમાં ખોટું શું છે ? પરિણામે બહુ જલ્દી એવો કોલાહલ મચી ગયો કે હું નાસ્તિક થઇ ગયો છું અને ચરિત્રહીન લોકોની સંગતમાં શરાબ પીવા તથા વેશ્યાવાડે જવા સુધીના કાર્યોથી પણ શરમાતો નથી ! [ Page 36 ]

– – – – – – – – – – – – – – – – – – – – –

પોતાના નાના પુત્રને અને વિવેકાનંદ’ને સાથે લઈને ભુવનેશ્વરી’દેવી કાશીપુર’નાં અંતિમ છડે રહેતા શ્રીરામકૃષ્ણ’ને મળવા પહોંચી ગયા . તે દિવસોમાં ભુપેન્દ્રનાથની ઉંમર માંડ છ વર્ષની હતી [ વિવેકાનંદ’ના નાના ભાઈ ] . ‘ માં મને શ્રી રામકૃષ્ણ’ના ઓરડામાં લઇ ગયા . બીજા માળે એક વિશાળ ઓરડાની વચ્ચોવચ પાથરેલા બિસ્તર પર રામકૃષ્ણ તકીયાનો ટેકો લઈને બેઠા હતા , કમરામાં દાખલ થતા જ એમણે અમારી બંને તરફ જોઇને કહ્યું : ડોકટરે મને બોલવાની મનાઈ કરી છે , પણ તમારી સાથે વાત કરવી મારે માટે જરૂરી છે , તમે આવી ગયા તે સારું કર્યું .  નરેન્દ્ર’ને તમારી સાથે પાછો લઇ જાઓ , ગિરીશ અને તેના મિત્રોએ સાથે મળીને તેને સંન્યાસીનો વાઘો પહેરાવી દિધો હતો મેં તેમને તે સમયે જ રોક્યા હતા – આ કેવી રીતે બની શકે , નરેન્દ્ર ? તારી માતા વિધવા છે , બાળક જેવડો નાનો ભાઈ છે તારે તે લોકોનું ધ્યાન રાખવાનું છે . સંન્યાસી બનવાનું તને શોભતું નથી !

આ વાત સાંભળીને નરેન્દ્રનાથ પોતાની માતાને સાથે લઈને ઘર તરફ રવાના થયા , રસ્તામાં માતાએ આ વાતનો ઉલ્લેખ કરતા નરેન્દ્રનાથે કહ્યું : તેઓ ચોરને કહે છે કે ચોરી કરો અને ઘરવાળાને કહે છે કે જાગતા રહો ! [ Page 40]

– – – – – – – – – – – – – – – – – – – – –

6 ઓગષ્ટ , 1886’નાં રોજ ઠાકુર’ની અંત્યેષ્ટિ-ક્રિયા પછી નરેન્દ્ર કાશીપુર સ્મશાન’થી ઘરે પાછા આવ્યા અને પોતાના કપડા લતા ધોવામાં નાખી દીધા . ધોતીના ખૂણે ઠાકુરની ભસ્મ બાંધેલી હતી . બીજા દિવસે એમણે માતાને કહ્યું : ધોતીના ખૂણે બાંધેલી ભસ્મ મળી કે નહિ ? માં’એ જવાબ આપ્યો કે : હાં , પણ એ તો મેં ફેંકી દીધી !!!

પુત્ર હાહાકાર કરી ઉઠ્યો : એ તો ઠાકુર’નાં અસ્થિની ભસ્મ હતી ! [ Page 55 ]

– – – – – – – – – – – – – – – – – – – – –

[ સન 1891માં સ્વામીજીની બહેન યોગીન્દ્રબાળાએ સિમલામાં 25 વર્ષની વયે આત્મહત્યા કરી લીધી હતી ]

આત્મહત્યા કરનારાઓનો વંશ !! બલરામ બાબુના ઘરે એક વાર સ્વામીજીએ જોગેન મહારાજ’ને કહ્યું હતું ; અમારામાં બુદ્ધિ અને મેઘા કેમ છે , જાણે છે ? અમે બધા આત્મહત્યા કરનારાના વંશજ છીએ ! અમારા વંશમાં અનેક લોકોએ આત્મહત્યા કરી છે . ગાંડપણ અમારા લોહીમાં છે અમે હિસાબકિતાબની ચિંતા નથી કરતા , જે કરવું હોય તે કરી નાખીએ છીએં લાગી જાય તો તીર , નહિતર તુક્કો ! [ Page 56 ]

– – – – – – – – – – – – – – – – – – – – –

મેરી લુઈ બાર્ક’નાં પ્રસિદ્ધ પુસ્તકમાં , અમેરિકા પ્રવાસી વિવેકાનંદ’નાં એક મર્મસ્પર્શી ટેલીગ્રામ’નો ઉલ્લેખ છે . બોસ્ટનથી તે ટેલીગ્રામ મદ્રાસમાં પોતાની પ્રિય શિષ્યા આલાસિંગા પેરૂમલને મોકલવા માટે વિવેકાનાદ લાચાર બની ગયા હતા : ઉપવાસ કરી રહ્યો છું તમામ પૈસા વપરાઈ ચુક્યા છે ઓછામાં ઓછું સ્વદેશ પાછા ફરવા માટે રૂપિયા મોકલો !

બે દિવસ પછી જે વ્યક્તિ શિકાગોમાં હલચલ મચાવી દેવાની હતી અને વિશ્વવિજેતા બનવાની હતી , તે જ વ્યક્તિ આહાર વગર મોતનો સામનો કરી રહી હતી : અત્યંત ભયંકર દેશ છે આ અમેરિકા ! અહી ભિક્ષા માંગવી તે ગુનો છે . ભિક્ષા માંગવાથી જેલમાં જવું ફરજીયાત છે ! [ Page 112 ]


માણસાઈ’ની થાપણસુધા મૂર્તિ [ અનુવાદ : જેલમ હાર્દિક ]

Gujarati Translation of

The day i stopped drinking milk

પ્રકાશક : આર.આર.શેઠ [ Link , Link ] Rs. 125

બોધકથાઓ’નો જાદુ જ અનેરો હોય છે અને એમાય વળી એ બોધકથાઓ સત્યઘટના’ઓ જ હોય તો ? તો તો સોનામાં સુગંધ મળે . . મહતમ તો લોકો જયારે બોધકથાઓ વાંચતા હોય છે ત્યારે થોડી જ વારમાં તે બોધ હવામાં ઉડી જતો હોય છે [ અથવા તો ઉડાડી દેવામાં આવતો હોય છે ] અથવા તો ઉતાવળીયા લોકો જોયું ન જોયું કરીને આગળ ચાલી જતા હોય છે ! પણ જયારે ભાગદોડી ભરી આ જિંદગીમાં કોઈ થોડી વાર ઉભું રહીને પોતાનો હાથ લંબાવે છે ત્યારે માલુમ થાય છે કે બધા જ લોકો ખરાબ નથી હોતા . . ઈશ્વર હોય કે ન હોય પણ સારા માણસો જગત’નાં કોઈ ખૂણે હજુ ધબકે છે અને એ સારા લોકો જ જાણે-અજાણે ઈશ્વર’નું સર્જન કરી નાખતા હોય છે !

સુધા મૂર્તિ’નાં મહતમ પુસ્તકો મારી કને છે , ખાસ કરીને આવા સત્યઘટના’ઓથી ભરપુર પુસ્તકો  . . કે જ્યાં લોકોએ એક દાખલો બેસાડ્યો છે કે તમારા એક પ્રયત્ન’થી અથવા તો ભાર દઈને કહેવા દો કે તમારા એક સારા અને ઉદાત પ્રયત્ન’થી કોઈની જિંદગીમાં જો થોડું પણ અજવાળું ફેલાતું હોય તો આ સોદો ખોટો નથી 🙂 આવા નાના અને ઝડપથી પુરા થઇ જતા [ અને ઝડપ’થી અસર કરી જનારા પણ ] પુસ્તકો મારી સૌપ્રથમ પસંદ છે  . . . હાં , પુસ્તક’નાં પ્રથમ પ્રકરણ’થી જે જબરદસ્ત શરૂઆત થાય છે તે પાછળ’થી થોડી ઢીલી પડેલ લાગી શકે પણ આ એક કિસ્સો જ તમને અચંબિત કરી દેવા પુરતો છે ❗ એકાદ બે અન્ય વાર્તા’ઓ / કિસ્સા’ઓ કદાચિત પુનરાવર્તન પામ્યા છે અથવા તો પહેલા કશે વંચાઈ ચુક્યા છે , છતાં પણ આ પુસ્તક વાંચવા જેવું તો ખરું ખરું ને ખરું જ હોં 🙂

ઘણા સમય પહેલા કૃતાર્થ’ભાઈના બ્લોગ પર વહેંચાયેલા આ ત્રણ કિસ્સાઓ ત્યાં જ વાંચો તો કેવું 🙂 [ એમાનો સૌથી પહેલો કિસ્સો જ એટલો જોરદાર અને જબરદસ્ત છે કે મનમાં ઘડીક તો અનીલ કપૂરનો પેલો રામ-લખન વાળો બેકગ્રાઉન્ડ સ્કોર સંભળાવવા લાગે  . . . ધીના ધીન ધા 😉 ]

[ ટીકીટ ] & [ એક અનોખો ગણેશોત્સવ ] & [ સંસ્કારો’નો વારસો ]


Recent Watch


24: Indian Version – Season 1

આ સીરીઝ એટલા માટે જોવાઈ કેમકે એક તો તે હોલીવુડ ટીવી સીરીઝ’નું ઓફિશિયલ એડપ્શન હતું અને બીજું મુખ્ય કારણ ” ઝક્કાસ . . ” શબ્દ’ની ઓફિશિયલ પેટન્ટ ધરાવતો ‘ અનીલ કપૂર ‘ 🙂 યસ . . ઇન્ડીયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી’એ જોયેલા જુજ સદાબહાર અભિનેતા’ઓમાનો એક [ સદા ઘર’ની બહાર રહેતા રહેતા લોકોને સદાબહાર કહેવાય છે : આભાર ]

24b

શરૂઆત’નાં એપીસોડસ ગજબ’ની પકડ ધરાવે છે પણ આખીરના એપીસોડસ થોડાક અનુમાન લગાવી શકાય તેવા બન્યા છે [ અને એક રીતે ક્યાંક ક્યાંક સીરીઝ’નાં 24 હપ્તાઓ પુરા કરવા આ બધી મથામણ કરતા હોય તેવું પણ લાગે ! ] . . . પૂરી સીરીઝ’માં અનીલ કપૂર તો બરાબર’નો નિખર્યો જ છે , પણ બાકીના પાત્રો જલ્દી માનસપટ પરથી ભૂંસાય જાય તેવા છે  . . ઓકે , નો ડાઉટ કે પ્રોડક્શન અને કલાકારોની વરણી ખુબ સુંદર રીતે કરાઈ છે પણ છતાયે ક્યાંક ક્યાંક રોજબરોજ’ની ક્રાઈમ સીરીઝ [ જેમકે , સી.આઈ.ડી 😉 – – ઢુંઢો દયા , ઢુંઢો 😉 ] જેવો જ ઘાટ ઘડાયો હોય તેવું લાગે !

24a

જેમકે શબાના આઝમી’નાં પાત્ર’ની એન્ટ્રી અને તેણી સંબંધિત પ્લોટ તો સાવ કરતા સાવ લબાડ છે [ ગુજરાતી ભાષાનો એક સમૃદ્ધ શબ્દ : ” લબાડ ” ! – – એક શક્યતા મુજબ આ શબ્દ મરાઠી છે ! ] . . જો આ સીરીઝ’માં અનીલ કપૂર નાં હોત તો , આટલી બધુ ધ્યાન પણ નાં ખેંચાયું હોત ! . . હવે બીજી સીઝન આવવામાં જ છે , તો જોઈએ કે શું થાય છે અને શું વધુ પડતું થાય છે !


Koffee With KaranLatest Season / Year 2014

a1 ઓકે  . . તમે કાઈ કહો તે પહેલા જ કહી દઉં કે આ શો જેટલો વગોવાયો છે તેટલો લબાડ નથી ! જી હાં , મેં તો અમથા જ ટાઈમપાસ કરવા આ શો જોવાની શરૂઆત કરી હતી , પણ ખરેખર ધર્યા કરતા વધુ મજા આવી . . જો તમને બોલીવુડ અને તેમાં રહેતા ચિત્ર વિચિત્ર પ્રાણીઓ જેવા સેલેબ્રીટી’ઓમાં જરા સરખો પણ રસ હોય તો આ શો જોવાની મજા વધી જશે  . . .

કોઈ પણ કરતા કોઈ પણ એપિસોડ’નો સ્ક્રીનપ્લે જરાપણ ઢીલો પડતો નથી અને દરેક કલાકારો સાથે કરણ જોહર જે રીતે તેનું ટ્યુનીંગ બેસાડી દે છે તે જોતા તો એક હોસ્ટ તરીકે તેને ફૂલ માર્ક્સ આપવા પડે ! . . . જોકે મારી તો કોફી વિથ કરણ’ની આ પહેલી જ સીઝન હતી અને ખરેખર એક મસ્ત ટાઈમપાસ થયો [ ક્યારેક ક્યારેક જૂની સીઝન’માંથી મસ્ત એપીસોડસ પણ જોઈ લેવાય છે 🙂 જેમકે સાજીદ ખાન , રીતેશ દેશમુખ અને બોમન ઈરાની’વાળો એપિસોડ ! ]

. . . આ સીઝન’માં મને સલમાન , આમીર અને રીના , અક્ષય કુમાર , ઇમરાન હાશ્મી અને મહેશ ભટ્ટ , ઝોયા અખ્તર અને રોહિત શેટ્ટી‘વાળા એપીસોડસ વિશેષ ગમ્યા . [ આ શો’ની જો પેરોડી કરવી હોય તો તેનું નામ ” કોફી વિના કારણ ” થઇ શકે 😉 અને જો આ શો’નું ગુજરાતી સંસ્કરણ કરવું હોય તો તેનું નામ ” ચા વિથ ચરણ ” થઇ શકે ! c] અને છેલ્લે જુઓ અહીંયા : જયારે રોહિત શેટ્ટી અને ઝોયા અખ્તર બંને આવ્યા હતા  . . ત્યારે વાતમાંથી વાત નીકળતા કરણ જોહરે કહ્યુંકે તેણે હમ આપકે હૈ કૌન અંદાજે 16 વખત જોયું હતું , ત્યારે ઝોયા અખ્તર’નું મોં જોવા જેવું હતું 🙂 અને પછી ચર્ચા’નો જે દૌર પેલા ટફી નામના પોમેરીયન કુતરા પર અને પેલા ડ્રામેટિક કલાયમેક્ષ પર લંબાય છે કે ઘડીક વાર તો મજા પડી ગઈ 😀


Sherlock – All Three Seasons [ 2010 , 2012 , 2014 ]

ટીવી સીરીઝ મોડે’થી જોવાના ફાયદા એ કે જેટલી પણ સીરીઝ હોય એ તમને બેક ટુ બેક જોવા મળે  . . અને આ તો પાછું દર બબ્બે વર્ષે ઓન એર થાય ! યસ અહીં વાત ચાલી રહી છે , BBC પર ચાલી રહેલી ઓલટાઈમ ક્લાસિક કેરેક્ટરશેરલોક હોમ્સ “ની કે જેની પહેલી સીઝન છેક 2010’માં ઓન એર થયેલી , ત્યારબાદ 2012 અને 2014’માં અને હવે ચોથી સીઝન આવશે 2016’માં  . . .

1

અહી ફર્ક માત્ર એટલો છે કે શેરલોક હોમ્સ’ની કહાની એ જુના વિક્ટોરિયન યુગ’વાળા લંડન’ને બદલે 21’મી સદીના આધુનિક એવા લંડન’માં સેટ થઇ છે અને ખરેખર મારી વાત માનતા હો તો શું મજા આવી છે અથવા તો કહેવા દો કે શું રોમાંચ આવ્યો છે [ રોમાંચ’ને અંગ્રેજી’માં થ્રિલ કહેવાય , ચાલો થ્રિલીએ 😉 ] . . એક એક એપિસોડ દોઢ દોઢ કલાકનો અને એક સિઝનમાં આવા ત્રણ ત્રણ એપીસોડસ . . અને પાછો હરેક એપિસોડ સર આર્થર કોનન ડોયલ’નાં તે જુના ડ્રાફ્ટ પર જ આધારિત [ મતલબ કે ઉન તો પેલું જુનું જ , ખાલી ગૂંથણી નવી ! ]

s5

આ સીરીઝ’નું જો સૌથી ધ્યાનાકર્ષક કોઈ પરીબળ હોય તો તે છે , શેરલોક’નાં પાત્રમાં ”  Benedict Cumberbatch “ની પસંદગી ! [ જાણે કે તેણે આ સીરીઝ માટે જ જન્મ લીધો છે ! અદભુત’ની કક્ષાના હાવભાવ અને ધાંસુ એરોગન્સ ] શેરલોક’નાં પાત્રને જે ધૂની / વિચિત્ર / અતરંગી / અભિમાની / ચાલાક – અતિચાલાક / અકળ બતાવવાની જે કોશિશ અહીંયા કરાઈ છે તેને આ વ્યક્તિ’એ ડંકા’ની ટોચે જીવી બતાવી છે . . એ ત્યાં સુધી કે તેણે મારા મન’માં રોબર્ટ ડાઉની જુનીયર’ની પેલી મહાધમાકેદાર શેરલોક હોમ્સ’ની છબીને પણ હલબલાવી નાખી છે ! [ વખતોવખત શેરલોક હોમ્સ’નું પાત્ર અને તેની નવી નવી આવતી સીરીઝ અને મુવીઝે જ ખરેખર આ કમાલ’નાં કેરેક્ટર’ને હજુ સુધી એટલું જ જીવંત અને રોમાંચક રાખ્યું છે , કે જ્યાં હમણાં’ની શેરલોક હોમ્સ’ની મુવીઝ’માં રોબર્ટ ડાઉની જુનીયર’ના રૂપમાં શેરલોક હોમ્સ’નાં પાત્ર’નું જે વાઈલ્ડ વર્ઝન રજુ થયેલું તેનું જ થોડું જુદું છતાં થોડું એક્સટેંડેડ વર્ઝન એટલે આ મહાખેપાની બેનેડિક્ટ ! ] BBC પર જ આવતી જૂની ટીવી સીરીઝ The Adventures of Sherlock Holmes જોવાની બાકી છે અને 1985’માં આવેલી યંગ શેરલોક હોમ્સ જોયેલ છે અને લટકામાં રમણલાલ સોની અનુવાદિત શેરલોક હોમ્સ’ની પાંચ પાંચ કિતાબો’ની અમો માલિકી ધરાવીએ છીએ ! હવે આનાથી વધુ હું શું રોમાંચિત થાઉં 😉 જય શેરલોક !

શેરલોક હોમ્સ એટલે જાણે અવલોકન'નો અવતાર  . . અવલોકન'નું કાવ્ય !

શેરલોક હોમ્સ એટલે જાણે અવલોકન’નો અવતાર . . અવલોકન’નું કાવ્ય !

આ અદભુત ડિટેક્ટીવ ડ્રામા’નું બીજું એક મુખ્ય આકર્ષણ કહો તો આકર્ષણ અથવા તો મજબુત કડી કહો તો કડી , એ છે શેરલોક અને ડો.વોટસન’ની જોડી . . તે હદે તે બંને અહીંયા રીતસર’નાં છવાઈ ગયા છે [ ડો.વોટસન’નું પાત્ર ભજવતા માર્ટીન ફ્રીમેન વિના હવે તો આ પાત્ર’ની કલ્પના પણ થઇ શકે તેમ નથી , તેટલી હદે તે વ્યક્તિ અહીંયા ખીલી ઉઠ્યો છે અને તેટલું જ શેરલોકે તેનું લોહી પણ પીધું છે 😉 ]

એક વિચિત્ર પેટર્ન મેં અહીંયા એ પણ જોઈ કે દરેક સીઝન’નો પહેલો એપિસોડ ઝબરદસ્ત રહેતો અને તેટલી જ વિરુદ્ધ રીતે બીજો એપિસોડ થોડો આઉટ ઓફ લાઈન ચાલ્યો જતો અને વળી પાછો ત્રીજો એપિસોડ તેની મૂળ રીધમ મેળવી લેતો  . . . આ નવે નવ એપીસોડસ’માં મારો પ્રિય એપિસોડ એટલે સીઝન 2’નો પહેલો એપિસોડA Scandal in Belgravia

અને શેરલોક’ની વાત નીકળે તો પછી એનું પણ માથું ભમાવી દેતો મોરીઆર્ટીકેમનો પાછો રહે ?  . . જ્યાં અગાઉ’નાં પુસ્તકો અને મૂવીઝમાં તેનું એક રહસ્યમય , અત્યંત વિદ્ધાન અને કુટિલ પાત્રાલેખન રહેતું ત્યાં અહીંયા તેનું પાત્ર એક તબક્કે બેટમેન સીરીઝ’નાં જોકર’ને મળતું આવે છે [ કે જે બસ અંધાધુંધી અને વિનાશ નોતરે છે અને જેનું અનુમાન લગાવવું પણ મુશ્કેલ છે ! ] . . .

zm

જરૂર જરૂર અને જરૂર’થી જોવા જેવી એક ક્લાસિક ટીવી સીરીઝ !

Must

Must Must

Must Must Must

WATCH