ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , ,

– આજે બે ખુબ જ સુંદર મુવીઝ’ની વાત હોવાથી પોસ્ટ એઝ યુઝવલ લંબાઈ’ને મસમોટી બની ચુકી છે , માટે તે સબબ કોઈ ફરિયાદ લેવામાં નહિ આવે  . . આજે ફરિયાદ-પેટી’માં રજા રાખવામાં આવે છે 😉

  • અને હાં , આખરે એટ લાસ્ટ જોવાનું ચૂકશો નહિ , નહિતર મજા નહિ આવે [ અરે આ કોઈ ધમકી નથી ! ખાલી એમ કહું છે કે મજા નહિ આવે બસ  . . ]
  • Don’t forget to look at Last . . ! 

Total Movies10 ~ ~ ~ Pictures57 Steady & 9 Movable ( Gif )

It would take 4 to 5 minute to load the whole post .

 


1} Fruitvale Station , 2013

વાસ્તવિક ઘટના પર આધારિત આ મુવી એક બાયોગ્રાફી છે કે જેમાં વાત છે એક અશ્વેત યુવાનઓસ્કર “ની , કે જેનું મૃત્યુ પોલીસ’ની બેદરકારી અને શરતચૂક’થી થયું હતું  . . . ઓસ્કર નાની વયે જ એક દીકરી’નો પિતા બની ચુક્યો હોય છે અને હાલમાં બેકાર થઇ ચુક્યો હોય છે [ ભૂતકાળમાં તે પોલીસમથક’ની હવા પણ ખાઈ ચુક્યો હોય છે અને હવે તે સુધરવા માંગતો હોય છે અને છેક હવે પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને ઠરીઠામ થવા માંગતો હોય છે ! ]

ફિલ્મ’ની શરૂઆત જ સાચુકલા દ્રશ્યો’થી થાય છે [ કે જે પ્રવાસીઓના મોબાઈલ કેમેરા’ઓમાં ઝીલાઈ ચુક્યા હોય છે ] અને ધડામ  . . . !!! અને ફિલ્મ ઓસ્કર’નાં આખરી દિવસ’ની સવાર’થી શરુ થાય છે . . . પૂરી ફિલ્મ માત્ર 85 મિનીટ’ની જ છે અને તે દરમ્યાન ઓસ્કાર’નું પૂરું જીવન અને તેની મનોદશા / મનોમંથન અહીંયા દિગ્દર્શકે દેખાડી દીધુ છે અને ઓસ્કર’નું પાત્ર ભજવતા માઈકલ જોર્ડને જીવી બતાવ્યું છે  . . . પિતા – પુત્રી અને માતા – પુત્ર’નાં દ્રશ્યો ખુબ જ ટૂંકા , અસરકારક અને  ભાવવાહી દેખાડ્યા છે [ ઓસ્કર એક પિતા અને એક પુત્ર તરીકે ] f1 એક નાની ઉંમરે જ બેકાર પિતા બનેલા યુવાન’નું અદભુત ચિત્રણ કરાયું છે  . . . ઘણી નાની ભૂલો’નાં વિષચક્ર’માંથી ધીરે ધીરે તે હવે બહાર નીકળી રહ્યો હોય છે અને હવે જ્યારે એક આખરી આશા’નું કિરણ દેખાઈ રહ્યું હોય છે , ત્યારે જ તેની પાસેથી આ તક પણ છીનવી લેવાય છે અને તે પણ કેટલાક પોલીસકર્મીઓ’નાં ઉતાવળાપણા અને અમાનવીય વ્યવહાર’ને કારણે !!! ફ્રુટવેલ પર ઘટેલી આ ઘટના’ને ઘણા લોકોએ પોતાના મોબાઈલ ફોન્સ’માં ઉતારી લીધી હતી અને તેથી જ આ સઘળું ચિત્ર વધુ સ્પષ્ટ બન્યું , નહિતર પડદા પાછળ શું શું ભીનું નહી સંકેલાયું હોત ? f2 ઓસ્કર’ના મૃત્યુ બાદ ફાટી નીકળેલા તોફાનો’થી વ્યથિત ફિલ્મ’નાં દિગ્દર્શક રયાન કુગલરે આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું અને નિર્ધાર કર્યો હતો કે ખોટેખોટા જાહેર સંપતી’નો નાશ [ તોફાનો થકી ] અને દિશાવિહીન આક્રોશ કરતા તો એક અદભુત ભાવવાહી મુવી જ બનાવવું કે જે સમાજ’ને એક સાચું ચિત્ર બતાવી શકે !

Me : 7.5 to 8 / 10 > Home <

IMDb : 7.5 / 10 by 26,000 + People { by April 2014 }


2} The Past , 2013 [ French Movie ]

મેરી’નાં બે લગ્ન થઇ ચુક્યા હોય છે અને બીજા’નાં ડિવોર્સ પણ થઇ રહ્યા હોય છે અને મેરી હવે ત્રીજા લગ્ન તરફ જઈ રહી હોય છે  . . . મેરી’નો બીજા નંબર’નો પતિ ‘ અહમદ ‘ , ફ્રાંસ તેણી પાસે ડિવોર્સ’ની આ પ્રક્રિયા પૂરી કરવા આવે છે  . . મેરી’ને પહેલા લગ્ન’થી બે દીકરીઓ હોય છે [ એક ટીનેજ અને એક નાનકડી ] અને તેના ત્રીજા થવા જનાર પતિ ‘ સમીર ‘ને ‘ એક નાનકડો દીકરો પણ હોય છે અને તેની પત્ની કોમા’માં હોય છે  . . મેરી’ની દીકરી ‘ લ્યુસી ‘ અહમદ’ને ખુબ જ માનતી હોય છે અને તે તેને મેરી’નાં આ લગ્ન રોકવાનું પણ કહે છે , અને પછી શરુ થાય છે વાર્તાપ્રવાહ કે જ્યાં થોડું રહસ્ય પણ છે , થોડીક લાગણીઓ અને તેમનો ટકરાવ  . . થોડી ગેરસમજ અને ઘણી બધી સમજદારી પણ ! 2011’આવેલ ફોરેઇન ફિલ્મ્સ કેટેગરી’માં ઓસ્કાર વિનર એવી ” A Separation “નાં દિગ્દર્શક તરફથી મળેલ એક નમૂનેદાર સંવાદ’નાં ખજાના જેવી ફિલ્મ એટલે ” ધ પાસ્ટ ” [ તેમની સેપરેશન અને અબાઉટ એલી એ બંને ફિલ્મો મારા વોચ-લિસ્ટ’માં છે . ] . . . . p1 ભૂતકાળ જ્યાં સુધી યાદો અને ફોટામાં હોય ત્યાં સુધી બધું જ મીઠું લાગે છે , પણ જયારે તેને ડખોળવા’નું શરુ થાય છે ત્યારે એ જ પારદર્શક સપાટી’ની નીચેથી ઘણી દુખદ સ્મૃતિઓ અને દુર્ઘટનાઓ નીકળવાનું શરુ કરે છે ! જી હાં , અહીંયા મુવીઝ’માં જેટલા પણ પાત્રો છે , તેઓનો કોઈને કોઈ તબક્કે એક દુખદ / યાદ ન કરવા જેવો ભૂતકાળ હોય છે અને જેણે જાણેઅજાણે આ સૌ લોકોની જિંદગી’ને પ્રભાવિત કર્યા હોય છે !! અહીંયા મહતમ પાત્રો સંઘર્ષરત અથવા તો વધુ પડતા શાંત અને ક્યાંક ને ક્યાંક ખોવાયેલ લાગી શકે , પણ કદાચિત એ અંદરનું જ , એ ભૂતકાળ’નું ઘમાસાણ હોય શકે કે જે અત્યારે વર્તમાન’માં પણ ઝંપવા નથી દેતું અને ક્યાંક ને ક્યાંક અસર છોડી રહ્યું છે . p4 . . . છતાં પણ અહીંયા જે રીતે સંવાદો’થી અને ભૂતકાળ’માં છુપાવેલા સત્યો’નાં ઉજાગર થવાથી જે ઉકેલ મળવા લાગે છે , તે અવર્ણીય છે [ તે તો આપે ફિલ્મ દરમ્યાન તેના એકદમ ધીમા પ્રવાહમાં ખેંચાઈ’ને જ અનુભવવું પડશે ] ખાસ કરીને મેરી’નાં પતિ [ થોડાક સમયમાં જ ભૂતપૂર્વ થનાર ] અહમદ’નું પાત્ર ખુબ જ શાંત દિમાગ’નું અને સમજણ’વાળું બતાવ્યું છે [ એક તબક્કે , મેરી’ની ટીનેજ દીકરી લ્યુસી’ને પણ પોતાના અસલી પિતા કરતા આ ઓરમાન પિતા પર આંધળો વિશ્વાસ છે અને તેને તે કોઈ પણ વાત ખુલ્લા મને કરી શકે છે ! ] કે જ્યાં અહમદ’નો પણ એક ભૂતકાળ છે કે જેનું આછેરું આછેરું વર્ણન વચ્ચે વચ્ચે આવતું રહે છે [ પણ તે દરમ્યાન તે આ સઘળા સંબંધો અને તેમાંથી નીપજતા ગૂંચવાડા’ને સુલઝાવતી એક અહમ કડી બની રહે છે . ]

કાફે'માં અહમદ અને લ્યુસી  . . એક અદભુત દ્રશ્ય

કાફે’માં અહમદ અને લ્યુસી . . એક અદભુત દ્રશ્ય

ફિલ્મ’માં બેકગ્રાઉન્ડ સ્કોર નહીવત છે , છતાં પણ સઘળા પાત્રો અને તે બોઝિલ વાતાવરણે જે અસર ઉભી કરી છે , તે બદલ અદભુત એવા કલાકારો તો ખરા જ , પણ દિગ્દર્શક અને સ્ક્રીન રાઈટર એમ બેવડો રોલ નિભાવનારાઅસગર ફરહાદીને પણ સેલ્યુટ છે  . . . પણ તે જ રીતે મારું બીજું પ્રિય એવું ટેકનીકલ પાસું સમાન એવી સીનેમેટોગ્રાફી [ Mahmoud Kalari ] ખુબ જ અદભુત અને ટુ ધ પોઈન્ટ છે [ ઘણા દ્રશ્યોમાં સાંજ અથવા તો વાદળછાયું વાતાવરણ અને એકધારે વરસતો વરસાદ ક્યાંક ને ક્યાંક બોઝિલ જિંદગી’નું રૂપક દર્શાવે છે ! ] તેજ રીતે દિગ્દર્શકે તૂટેલી બેગ અથવા તો સાઉન્ડ’પ્રૂફ કાચ / ધુમ્મસ’વાળા કાચ અથવા તો છેલ્લે તૂટેલા કાચ દર્શાવીને આ ગૂંચવાયેલી જિંદગીઓ’ને એક રૂપક’થી  [ Metaphor ] સાંકળવાનો એક અદભુત પ્રયાસ કર્યો છે ! ફિલ્મ’નો વાર્તાપ્રવાહ ક્યારે ધીમા’માંથી અચાનક જ વેગીલો બનીને તમને અચંબિત કરી દેશે , કે ઘડીક તમે પણ તેમની સમસ્યાઓ અને મૂંઝવણ’માં ભાગીદાર બની રહેશો , તે હદે સ્ક્રીનપ્લે અને સંવાદો સમૃદ્ધ છે . . એક તબક્કે મુવી’માં થોડું રહસ્યમય તત્વ પણ અનુભવાતું લાગે કે જ્યાં અચાનક જ તે કોઈ અલગ જ ટ્રેક પર ચાલી નીકળતી લાગે , પણ ફરી તે જ અસમંજસતા તમને ભાન કરાવી દે કે આનું જ નામ કદાચ જિંદગી કહેવાતું હશે [ કે જ્યાં સુધી તેની પાછળ દોડ્યા રાખો ત્યાં સુધી તમને દોડાવે , પણ જયારે થાકીને બેસી જાઓ ત્યારે જ કોઈ ઉકેલ અચાનક નીકળી આવે ! ]

Mother & Daughter

Mother & Daughter

ફિલ્મ’નાં ત્રણ પ્રમુખ સ્ત્રી પાત્રો છે કે જેમાંથી માત્ર બે જ મહતમ સમય તમારી સમક્ષ રહેશે [ કારણકે , ત્રીજું પાત્ર સતત આ બંને પાત્રો સાથે તેમની વાતો’માં , યાદોમાં અને કરણી’માં રહે છે  . . . છેક છેલ્લે તે સ્ત્રી પાત્ર આપણી નજર સમક્ષ આવે છે અને તેટલા જ સમય દરમ્યાન પણ પોતાની એક અલગ જ છાપ પણ છોડી બતાવે છે ] કે જ્યાં મેરી અને લ્યુસી’માંથી , લ્યુસી એક ટીનેજ લાઈફ’માં જ આવનારી જિંદગી’થી ઘણોખરો સંઘર્ષ વેઠી રહી છે અને સતત તેને એક વાત કોરી ખાઈ રહી છે [ લ્યુસી‘નાં પાત્રમાંPauline Burlet એ અદભુત અદભુત અભિનય કર્યો છે , તે હદે તેણીની આંખો તમારી સાથે સંવાદ સાધે છે . . તે આંખોમાં એક અલગ જ દર્દ બોલે છે .] , ત્યાં મેરી આ બધા ગૂંચવાડા’ઓમાંથી ફરી એકવાર એક નવી જ કેડી કંડારવા જઈ રહી છે [ બે બે નિષ્ફળ લગ્નજીવન અને ત્રણ ત્રણ સંતાનો બાદ પણ . . – ફરી મેરી‘નું પાત્ર ભજવતીBérénice Bejo એ સુપર્બ અભિનય કર્યો છે – – આ પહેલા તેણી ‘ ધ આર્ટીસ્ટ ‘ મુવીમાં વાહવાહી લુંટી ચુકી છે ! ] . . . .

અને આ બંને સ્ત્રી પાત્રો’ની સામે બે પુરુષ પાત્રોમાં એક સમજદાર અને સમય’નો માર વેઠી ચુકેલો ‘ અહમદ ‘ [ અને તેથી જ હવે ઘણો સ્વસ્થ રહી શકતો ] અને બીજો અકળ અને ઘણો અંતર્મુખી રહેનાર ‘ સમીર ‘ છે , કે જેમના પાત્રો અનુક્રમે ભજવ્યા છે ‘ Ali Mosaffa ‘ અને ‘ Tahar Rahim ‘એ [ તે રીતે ફિલ્મ’નો શરૂઆત’નો ભાગ અહમદ ઉપર વધુ રહે છે { ભૂતકાળ } અને પાછળ’નો ભાગ સમીર પર વધુ રહે છે { આવનાર ભવિષ્ય } અને આ બંને કડીઓને જોડનાર અથવા તો અસર કરનાર પાત્રો તરીકે રહે છે , બંને સ્ત્રીઓ { અને ત્રીજી પણ ! } ]

. . . હાં , એક વાત તો કહેવાની રહી ગઈ કે ફિલ્મ’માં છતાં પણ ઘણા દ્રશ્યો મૌન’થી લથબથ છે કે જ્યાં બસ આપણે શાંત રહીને બસ જોવું જ રહ્યું કે શું ઘટી રહ્યું છે ! છતાં પણ આ મૌન’ની સામે કલબલાટ’નાં પર્યાય સમા બે બાળકો પણ અદભુત અભિનય કરી બતાવે છે [ આમ તો અભિનય અને બાળકો તો એકબીજાની વિરુદ્ધ કહી શકાય , કારણકે બાળકોમાં અભિનય ન હોય , તેઓ તો બસ સહજ જ હોય ! ] p11 . . . હાં , તેઓનો પણ ભૂતકાળ છે [ બાળકોનો ભૂતકાળ ? ] હાં , તેમના માતાપિતા’ના તૂટેલા સંબંધો થકી રચાતો ભૂતકાળ અને તેમાંથી જન્મતો એક વિચિત્ર અસરો છોડનારો ભવિષ્યકાળ !!! કે જેમાનું એક બાળક નવી મા’ને તો સ્વીકારી લે છે , પણ કદાચિત નવા ઘર’ને નથી સ્વીકારી શકતો . . કે જ્યાં એક ઘણો વિરોધ કરે છે ત્યાં બીજું બાળક ચુપચાપ આ બધું જોતું રહે છે અને ઘટનાક્રમ’માં પરાણે ગોઠવાતું રહે છે !

ટ્રેઈન અને સ્ટેશને પિતા-પુત્ર'નું એક સુંદર સંવાદો'વાળું દ્રશ્ય

ટ્રેઈન અને સ્ટેશને પિતા-પુત્ર’નું એક સુંદર સંવાદો’વાળું દ્રશ્ય

 ફિલ્મ’નો એક અદભુત સંવાદ

When two people see each other after 4 years & still fight together , it shows that there is something unsolved between them !

ધ પાસ્ટ'નું અંતિમ દ્રશ્ય  . . . કેટલાક યાદગાર દ્રશ્યો'માનું એક

ધ પાસ્ટ’નું અંતિમ દ્રશ્ય . . . કેટલાક યાદગાર દ્રશ્યો’માનું એક

Me : 8.5 to 9 / 10 > Home <

IMDb : 8 / 10 by 18,000 + People { by April 2014 }


3} The Way Way Back , 2013

ડંકન’નાં માં-બાપ’નાં ડિવોર્સ થઇ ચુક્યા છે અને હવે તે , તેની માતા સાથે તેણીના નવા બોયફ્રેન્ડ સાથે [ અને તેની દીકરી સાથે પણ ] ઉનાળું દિવસોમાં એક બીચ હાઉસ પર જતા હોય છે . . ડંકન’ને આ નવો વ્યક્તિ [ સ્ટીવ કેરેલ ] જરા પણ પસંદ નથી ! ડંકન જિંદગી’થી નિરાશ સાવ એકલો રહેતો હોય છે , જાણે કે તે છે જ નહિ ! અને ડંકન’નો આ નવો થનાર ઓરમાન પિતા રસ્તામાં જ તેને કહે છે કે , તું દસ માર્ક્સ’માંથી માત્ર ત્રણ જ માર્ક છો [ મતલબ કે તું લબાડ છો અને તારામાં કાઈ દમ નથી ! ] . . ડંકન અહીંયા આવીને પણ આમથી તેમ રખડ્યા કરે છે , અને ત્યાં જ તેને એક વોટર પાર્ક જોવા મળે છે અને તેની મુલાકાત થાય છે , પાર્ક’નાં બિન્ધાસ્ત એવા સંચાલકઓવેન ‘ [ Sam Rockwell ] સાથે . . અને અહીંયા’થી જ તેની જિંદગીમાં કૈક નવી હવા ફૂંકાય છે . . જિંદગી કઈક જીવવા જેવી લાગે છે . .

મુવી’નો સૌથી મોટો પ્લસ પોઈન્ટ જો કોઈ હોય તો , તે છે વોટર પાર્ક’નાં બિન્ધાસ્ત સંચાલક કમ મેનેજર’નું પાત્ર ભજવતો ” સેમ રોક્વેલ ” ( ઓવેન ) ! જે ઈઝ’થી તે સારાયે માહોલ’ને મોજમાં લાવી દે છે કે ઘડીક તો મહાનિરાશ અને દુખી એવા ‘ ડંકન ‘ના મોં પર પણ એક મસ્ત સ્માઈલ આવી જાય છે , જાણે કે  ‘ બિન્ધાસ્ત ‘ શબ્દ’ને માનવદેહ આપવો હોય તો તે છે , માત્ર ને માત્ર ‘ ઓવેન ‘ . . . તેના પણ કૈક સીરીયસ ઈશ્યુ છે , તેની પણ કૈક લોચાવાળી જિંદગી છે પણ આખરે તો તેને જોતા જ એક હાસ્ય ફરી વળે છે [ પછી તે સાચું હોય કે પછી પીઠ પાછળ’નું ! ] . . . એક તબક્કે ફિલ્મ’ની સ્ટોરી કરતા તમને તેના પાત્રો વધુ ગમી જશે , તે હદે તેમને ડેવલપ કરાયા છે અને તે રીતે સુપર્બ ડાયલોગ્સ , વન-લાઈનર્સ અને સ્ક્રીન-પ્લે લખાયો છે [ હેટ્સ ઓફકેટલાક દ્રશ્યો’એ તો રીતસર મને ખુબ હસાવ્યો – – જેમકે ; વોટર પાર્ક’માનું એક ‘ Hold . . . Just Hold ‘ વાળું દ્રશ્ય 😉 ]

ફિલ્મ એક તબક્કે જ્યાં તમને મોજ કરાવશે , ત્યાં જ અચાનક તમને ગંભીર પણ કરી દેશે [ જાણે કે વોટર પાર્ક’ની આડાઅવળી રાઈડ ! ] ઘણીવાર એક બોઝિલ હવા બંધાય છે , પણ જેવા તમે વોટર પાર્ક નજીક આવો છો કે તે હવા ક્યાંક ઉડનછું થઇ જાય છે  . . . જાણે કે ત્યાં બધા જ ઉકેલો તમને મળી જશે ! ફિલ્મ એક હવાની તાજી લહેરખી જેવી બની છે , અને તેનું શ્રેય ડીરેક્ટર જોડી એવી Nat FaxonJim Rashને પણ ઘણું જાય છે [ ફિલ્મ’માં તે બંને’નો નાનકડો મસ્ત રોલ પણ છે , મજ્જાજાજા પડી જાય તેવો 🙂 ] ww અહીંયા અંદાજે સાત’થી આઠ અલગ અલગ પાત્રો છે અને દરેક’નો નાનો તો નાનો પણ કૈક અલગ જ સોલીડ રોલ છે , છતાં પણ સેમ રોક્વેલ સિવાય જો કોઈએ પાછું વધુ ધ્યાન ખેંચ્યું હોય તો તે છે , નાનકડા ટીનેજ લવ કપલ એવાડંકન અને સુઝાના ” [ સુઝાના’નાં પાત્રમાં અદભુત એવી એના સોફિયા રોબબ્રીજ ઓફ ટેરીબીથીયા ફેઈમ ] THE WAY, WAY BACK અને આખરે કલાયમેક્ષ’માં એક ગીત બેકગ્રાઉન્ડ’માં વાગતું રહે છે , જરૂર સાંભળજો  . . Souls can not be fooled .

Me : 8 / 10 > HomeDon’t die wondering Man

IMDb : 7.4 / 10 by 66,000 + People { by April 2014 }


4} The Bling Ring , 2013

આ કથાનક સત્ય ઘટના આધારિત છે અને વિસ્તાર છે . . અમેરિકાનો સેલેબ્રીટી’ઓનો માનીતો પોશ એરિયા એવો લોસ એન્જલીસ’નો હિલ એરિયા . . ચાર છોકરીઓ અને એક છોકરો એમ પાંચ ટીનેજર્સ’ની એક ટોળકી , બસ માત્ર મોજ ખાતર તફડંચી કરતા કરતા ક્યારે તેના વ્યસની બની જાય છે કે વાત પૂછો માં ! ધીમે ધીમે તેઓ મોટા મોટા સેલેબ્રીટી’ઓના ઘરમાં બિન્ધાસ્ત ઘુસવા લાગે છે અને તેમના વોર્ડરોબ’ની હરેક વસ્તુઓ ફેંદી મારે છે [ પેરીસ હિલ્ટન’નાં ઘરમાં આઠ વખત અને લિન્ડસે લોહાન’નાં ઘરમાં પાંચ વખત ! ] . . કારણકે મહતમ સેલેબ્રીટી’ઓને ખ્યાલ જ આવતો નથી કે તેમની કોઈ વસ્તુઓ ગુમ થઇ છે , તે હદે તેમની પાસે વસ્તુઓ’નો ગંજ ખડકાયો હોય છેb1 ઓકે , તો મુવી’માં પહેલેથી લઈને છેલ્લે સુધી બસ આ લોકોએ બિન્ધાસ્ત લીધા જ કર્યું છે  . . . જોયું નથી ને ઉપાડ્યું નથી 😉 અહીંયા કોઈ એટલું કેરેક્ટર ડેવલપમેન્ટ નથી , કે નથી કોઈ રસપ્રદ વળાંક ! છતાં પણ આ મુવી તમને ઝકડી રાખે તો તેનો શ્રેય માત્ર દિગ્દર્શકસોફિયા કોપોલાને જ જવો જોઈએ , તે ઇઝ’થી તેણીએ આ મુવી બનાવ્યું છે . . અહીંયા તમને જોવા મળશે , એક અલગ જ અર્થવિહીન એવું સેલીબ્રેટી’ઓનું જગત કે જ્યાં તેઓએ એક એવી દુનિયા ઉભી કરી દીધી છે કે જેમનું આંધળું અનુકરણ કરતા લોકોની એક આખેઆખી યુવાજમાત ઉભી થઇ ગઈ છે . . કે જેઓને બસ આ સેલેબ્રીટી’ઓની માફક તૈયાર થવું છે , તેમની માફક ચિક્કાર પૈસો ઉડાડવો છે . . ખુબ દારુ ઢીંચીને ચિક્કાર રખડવું છે . . કે જેમની માટે દિવસ કાઢવો તો અઘરો છે , પણ રાત્રી એમની માલિકીની છે [ રાત પડી નથી કે મોજ શરુ થઇ નથી આ નિશાચરો’ની ! ]

. . . એક તબક્કે જે છોકરીએ લિન્ડસે લોહાન’ની જ્વેલરી ચોરી હતી , તે જયારે પકડાય જાય છે ત્યારે અફસોસ કરવાને બદલે એમ પૂછે છે કે ; આ જાણીને લિન્ડસે’એ શું કીધું ? લિન્ડસે’એ મને જોઈ ? અને હદ’ની વાત તો હવે આવે છે કે . . આ લોકો’એ જે લિન્ડસે’ને ત્યાં ખુબ ચોરી કરી હતી , તે લિન્ડસે જ એક દિવસ શોપ – લીફટીંગ કરતી એક જ્વેલરી’ની શોપ’માંથી ઝડપાઈ ગઈ ! [ ચોર પણ ત્યાં અને માલિક પણ ત્યાં 😉 ]

સ્ટારકાસ્ટ’માં જો કહીએ તો રેબેક્કા અને નીકી’ની ભૂમિકામાં અનુક્રમે ‘ Katie Chang ‘ અને ‘ Emma Watson ‘ ગજબ’ની આત્મવિશ્વાસુ લાગે છે , તે હદે તેઓએ પડદા પર તે પાત્ર આત્મસાત કર્યું છે અને જો મારા પ્રિય બે પાસાઓ એવા સીનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ સ્કોર’ની જો વાત કરું તો તે બંને ગજબ’નાં જીવંત છે [ મહતમ , ફિલ્મ’માં એક પ્રકારનું જબ્બર હીપહોપ ચાલ્યા કરે છે કે જે એક પ્રકારે આ લોકોની બેફિકરાઈ પણ દર્શાવે છે ! ] અને જયારે આખરે આ લોકો ઝડપાઈ જાય છે , ત્યાર બાદ’ની ઘટનાઓ પણ રસપ્રદ છે , જરૂર જોજો [ Negative publicity loversવધુ નથી કહેતો 🙂 ]

Me : 7 to 7.5 / 10 > Home < I am a firm believer in Karma !

IMDb : 5.7 / 10 by 43,000 + People { by April 2014 }


5} Frozen , 2013

નોર્વે આસપાસ’નાં એક એરેન્ડ્લ નામક રાજ્યમાં એક રાજાને બે પુત્રીઓ હોય છે કે જેમાની મોટી દીકરી નાનપણ’થી જ બરફ સર્જવાની એક અદભુત શક્તિ ધરાવતી હોય છે , પણ એકવાર એક નાનકડી દુર્ઘટના ઘટના ઘટી જતા તેને સહુથી દુર રખાય છે કે જ્યાં ઓછામાં ઓછા લોકો તેને મળી શકે  . . . તેને તેની અતિપ્રિય એવી નાની બહેન’થી પણ દુર રખાય છે  . . . સમય વિતતા હવે તેણીને રાજકુમારી ઘોષિત કરવાના પ્રસંગે જ તેનાથી એક દુર્ઘટના ઘટી જાય છે અને તેની આ બધાથી દુર પહાડો તરફ ભાગી છૂટે છે પણ હવે આખુયે નગર બરફ’નાં દુર્ગમ ઘેરામાં આવું ચુક્યું હોય છે . . માટે જ હવે આ આફત’માંથી એરેન્ડ્લ’ને બચાવવા અને પોતાની મોટી બહેન’ને પોતાની સાથે પાછી લાવવા નાની બહેન પહાડોમાં ચાલી નીકલે છે અને પછી . . . fr3 ઓકે , તો ફરી એક ડીઝની’ની પ્રિન્સેસ’વાળી થીમ  . . . પણ અહીંયા પણ કઈક અનોખું છે અને તમને એ જ જૂની ડીશ ફરી નવા અંદાજ’માં માણવા મળશે।  . . . આખરે આવી હતી ડીઝની’ની જ ‘ ટેંગલ્ડ ‘ [ કે જે હાથોથી નિર્મિત એક અદભુત નઝરાણુ હતુંવાંચો અહીંયા ] . . અહીંયા તમને જોવા મળશે આગલી બધી જ ડીઝની ફિલ્મોથી હટકે એક અલગ જ સેટ્પીસ , મતલબ કે દુનિયાની છેવાડા’ની જગ્યા એવી નોર્વે’નું ભૂમિ કે જ્યાં લીલોતરી અને બર્ફાની જમીન’નો મસ્ત મેળાપ છે . . ફરીથી અહીંયા કોઈ બે પ્રેમીઓ’ની વાત માંડવાને બદલે બે બહેનો’ની વાત છે . . તેમના સંબંધો’ની , જીવન પ્રત્યે’ની તેમની દ્રષ્ટિ’ની , એક જ ઘટના’ની તેમની પર પડતી બે અલગ અલગ અસરો’ની . . અને સરવાળે જીવન પ્રત્યે કેળવાતા તેમના દ્રષ્ટિકોણ’ની  , કે જ્યાં એક બહેન સુપરપાવર ધરાવે છે અને તેની આસપાસ જ તેનું જીવન કેન્દ્રિત થઇ જાય છે , ત્યાં બીજી બહેન કશું જ નથી ધરાવતી [ સિવાય કે બેફિકરો મોજીલો સ્વભાવ 🙂 ] , frzn પણ યાદ રહે કે અહીંયા મોટી બહેન કોઈ દુષ્ટ પાત્ર નથી [ બધાને કોઈને કોઈ મથામણ રહેતી જ હોય છે ] નાનપણ’થી જ તે એટલી સેન્સીટીવ રહી ચુકી છે કે નાનામાં નાની ઘટના પણ તેને માટે દુર્ઘટના બની શકે છે  . . . જયારે તેણીને તેની શક્તિઓ વિષે જણાવાયું હતું , ત્યારે તેણીને ડર અને ચિંતા’થી દુર રહેવાની સલાહ અપાઈ હતી કે જેનું જ વિના કારણે [ જાણે અજાણે ] મસમોટું રૂપ તેણીના માતાપિતા’એ આપી દીધુ અને સરવાળે દિનપ્રતિદિન તે ભય’નાં ઓથાર’માં જીવવા લાગી ! . . તો શું બંને બહેનો’નાં સંબંધો સામાન્ય બની શકશે ? . . બનશે જ , કારણકે સારું છે કે એનીમેશન મુવીઝ રીયાલીટી’ને પ્રતિબિંબીત નથી કરતા 😉

ફ્રોઝન એક ડીઝની’ની રમતિયાળ મુવી તો છે જ , પણ સાથે તે એક મસ્ત મ્યુઝીકલ મુવી પણ બની છે [ પતિ – પત્ની’ની જોડી એવી ” Robert Lopez and Kristen Anderson Lopez ” દ્વારા કે જેમણે શબ્દો પૂર્યા છે . ] એકેએક ગીતો મસ્ત શબ્દો અને મ્યુઝીક’થી જીવંત બની ઉઠ્યા છે [ એમાં પણ જયારે એલ્સા આ રાજ્ય’થી દુર પહાડીઓ’માં પોતાની એક અલગ સ્વતંત્ર દુનિયા વસાવે છે , ત્યારનુંLet it Goગીત બસ ઝક્કાસ છેખાસ કરીને તેની પિયાનો બીટ્સ સાંભળજો ]

બંને બહેનો નાની હોય છે , ત્યારનુંLet’s build snowmanઅને બહારી દુનિયા’માં પ્રવેશવા સમયે’નુંLove is an open doorગીત પણ એટલું જ સુંદર છે . . અને હર હંમેશ હું જેમ એનીમેશન અંગે કહું છે , તેમ એનીમેશન’ની અસલી મજા તેના સમાંતર ચાલ્યા આવતા સહાયક પાત્રો પણ છે , અને અહીંયા પણ તેવા બે પાત્રો છે  . . . એક , ઓલેફ નામનો મોજીલો સ્નોમેન અને બીજા , જીવંત પથરાઓ એવા ” ટ્રોલ્સ ” ! એમાં પણ ઓલેફ તો એવો સ્નોમેન છે કે જેને ઉનાળો પસંદ છે અને તેને બીજાઓને જાદુ કી ઝપ્પી દેવી ખુબ પસંદ છે [ પછી ભલેને તે પોતે પીગળી જાય 🙂 ] તે રીતે ઘણો સમય તે સ્ક્રીન પર છવાઈ જાય છે [ બંને રાજ્કુમારીઓની સરખામણીએ ]

ફિલ્મ’ની મુખ્ય થીમ ” સાચા પ્રેમ ” પર આધારિત છે અને મુખ્ય પ્રવાહ’થી વિપરીત એમ બે પ્રેમીઓ પર તેનું ફોકસ કરવાને બદલે તે અહીંયા બે બહેનો પર કેન્દ્રિત થયું છે ; કે જ્યાં એક બહેન ઘણા વર્ષોથી જે સંઘરી’ને બેઠી છે અને બીજી’માં તે જ તત્વ બહાર નીકળવા ઠેકડા મારે છે . . એક જ પરિસ્થિતિ , એક માટે ભય સર્જે છે જયારે બીજી માટે કુતુહલ અને આશ્ચર્ય ! એક મસ્ત સંવાદ છે : Beware of frozen heart ! બરફ’થી ન ડરો , પણ ઠંડાગાર એવા હૃદયો’થી ચેતવા જેવું ખરું !

Me : 8 / 10 > Home < True Love can thaw frozen heart

IMDb : 7.9 / 10 by 1,79,000 + People { by April 2014 }

Honorable Mention : Won Two Oscars


6} Like Someone in Love , 2013

[ Japanese Movie by Iranian Director ]

અકિકો એક ગ્રામ્ય-વિસ્તાર’ની યુવતી છે અને વધુ આગળ ભણવા તેણી ટોક્યો આવી હોય છે , પણ પૈસા’ની તંગી’ને લીધે મજબુરી’માં તે પ્રોસ્ટીટ્યુશન’માં ધકેલાય છે . . એક રાત્રે તેની દાદી તેને મળવા ટોક્યો આવે છે , પણ અકિકો’ને ફરજીયાત એક ગ્રાહક પાસે જવાનું કહેવાય છે . . તે દરમ્યાન અકિકો’ની , પેલા ગ્રાહક’ની [ કે જે એક વૃદ્ધ પ્રોફેસર હોય છે ] અને અકિકો’નાં જડસુ બોયફ્રેન્ડ’ની વાત આગળ ધપે છે . l2 હવે પહેલી વાત તો એ કે આ મુવી જો ક્યારેય જોવાનું થાય તો પ્લીઝ પ્લીઝ ને ત્રીજી વાર પ્લીઝ . . . અઢળક ધીરજ રાખીને જોજો , કારણકે આ એક અલગ જ જગત છે , અહીંયા ડીરેક્ટર’ની એક અલગ જ સોચ અને અલગ જ વિઝન છે કે જે મુવી’નાં અંતમાં ફરીથી સારાયે કથાવસ્તુ અને તેના અંતને દર્શકોના હાથમાં સોંપે છે  . . . ફિલ્મ’ની શરૂઆત જ એક એવા દ્રશ્ય’થી થાય છે કે જે નહિ નહી ને 15 મિનીટ ચાલે છે , પણ જેમાં સંવાદ બોલનાર’નો ચહેરો દેખાતો જ નથી [ જાણે કે બધું પડદા પાછળ જ ચાલી રહ્યું છે ! ] ધીમે ધીમે તમારે તે માહૌલ પકડવો પડે છે કે આ સારીયે વાત શું છે ? તે દરમ્યાન સમગ્ર વાતાવરણ’નો થોડો થોડો ખ્યાલ આવવા લાગે છે કે આ એક બાર’નું દ્રશ્ય છે અને અહીંયા કોલ-ગર્લ્સ’ની વાતો અને તેમની દુનિયાની વાતો છે . . પણ નાં નાં , અહીંયાથી ફરી કથાવસ્તુ ચકરાવો લે છે અને કથા બીજા પ્રવાહ તરફ આગળ વધે છે . . અકિકો [ મુખ્ય સ્ત્રી પાત્ર – કોલગર્લ કમ સ્ટુડન્ટ ! ] પેલા અણગમતા ગ્રાહક’ને મળવા ચાલી નીકળે છે , પણ રસ્તામાં તે તેનો મોબાઈલ ઓફ કરતા પહેલા તેમના વોઈસ-મેસેજીસ સાંભળવાના શરુ કરે છે કે જેમાંના મહતમ તો તેની દાદી’નાં હોય છે કે જે એક દિવસ પુરતી ટોક્યો આવેલી હોય છે અને તેની પૌત્રી’ને મળવા માંગતી હોય છે અને તેના ,માટે તેણી સ્ટેશન’ની આસપાસ જ રાહ દેખતી હોય છે ! અને ત્યારબાદ કથાવસ્તુ પ્રવાહ પકડે છે , પેલા ગ્રાહક તરફ કે જે એક વૃદ્ધ પ્રોફેસર હોય છે  . . અને ત્રીજો પ્રવાહ આગળ ધપે છે , પ્રોફેસર , અકિકો અને તેણીના જૂની વિચારસરણી’વાળા બોયફ્રેન્ડ’ની વચ્ચે !

જે લોકો વાર્તાપ્રવાહ’નાં ઉર્ફે કથાવસ્તુ’નાં , તેના નેરેટીવ્સ’નાં , એકેએક ઝીણી ડીટેઈલ્સ’નાં , તેમના નીકળતા અલગ અલગ ભાવાર્થો’નાં શોખીન હોય તેમના માટે આ મુવી એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે  . . . અહીંયા મહતમ દ્રશ્યો long Take‘માં લેવાયેલા છે કે જે ધીમે ધીમે શરુ થઈને ઓગળે છે અને કથાવસ્તુ’થી તમારો પરિચય કરાવે છે કે જેમાં ચિક્કાર સંવાદ / વાતો અથવા તો મૌન ભરેલું હોય છે અને ક્યારેક તે રહસ્ય’ની હવા બાંધે છે અથવા તો કંટાળા’ની ! . . અહીંયા ફિલ્મ’ની શરૂઆત’નું દ્રશ્ય પણ વિચિત્ર છે કે જે તમને શું ચાલી રહ્યું છે , તે શોધવા મજબુર કરશે , જયારે ફિલ્મ’નું અંતિમ દ્રશ્ય અચાનક જ ક્યારે પૂરું થઇ જશે અને આખરે થયું શું ? તે બાબતે તમને અવઢવ’માં નાખી દેશે !

. . . પણ એક વાત તો ચોક્કસ રહેશે કે આટલું જબરદસ્ત સ્ટોરી-ટેલીંગ તમે ક્યારેય જોયું નહિ હોય !! ફિલ્મ’નાં અંતિમ દ્રશ્ય વિષે ડીરેક્ટર ” Abbas Kiarostami ” કહે છે કે . .

I make one film as a filmmaker, but the audience, based on that film, makes 100 movies in their minds.” That’s the best way to describe this movie as it adheres more to an emotional rather than narrative logic.

જી હાં ડીરેક્ટર ખુદ ઈરાનીયન ફિલ્મ મેકર છે પણ આખર સુધી તેમને તેમની આ સ્ટોરી તેમના પોતાના શહેર તહેરાન’માં ફીટ થતી ન લાગતા , ફિલ્મ થોડો સમય સુધી સ્થગિત રહેલી , પણ આખરે તેમને તેમનું જોઈતું શહેર અને જોઈતા પાત્રો મળી ગયા કે જે હતું , જાપાન’નું ટોક્યો શહેર કે જ્યાં એકલવાયા લોકો’ની સંખ્યા અઢળક છે કે જેમને પૂછનારું કોઈ નથી અથવા તો તેઓ સમાજથી દુર ગુમનામ જીવન જીવે છે . . . અહીંયા એક પાત્ર છે , અકિકો’નું કે જે ગામડેથી અહીંયા સોશ્યોલોજી’નું ભણવા આવી છે અને પૈસાની તંગી’ને લીધે મજબુરીથી પ્રોસ્ટીટ્યુશન’માં પ્રવેશી છે , જયારે બીજી બાજુ અતિજ્ઞાની એવા પ્રોફેસર છે કે જેમની પત્ની મૃત્યુ પામી ચુકી છે અને તેમની દીકરી અને પૌત્રી હવે તેમને મળવા આવતા નથી અને તેઓ એકલવાયું જીવન વિતાવે છે અને અકિકો’માં તેમને તેમની પૌત્રી દેખાતા તેની સાથે તેઓ સમય વ્યતીત કરવા માંગે છે ! l13 કથાવસ્તુ હ્જુ અહિયાથી આગળ વધીને અકિકો , પ્રોફેસર અને તેણીના બોયફ્રેન્ડ સુધી આગળ વધે છે કે જે એક ગેરસમજ’માં પ્રવર્તે છે [ તે દ્રશ્યો જોવા જેવા છેબે લોકો સંવાદ કરે છે અને ત્રીજી વ્યક્તિ આંખોથી બોલી રહી છે , તેની મૂંઝવણ અને ડર દ્વારા ] . . . ટોક્યો’નાં મહતમ દ્રશ્યો કાર’ની વિન્ડ-સ્ક્રીન અથવા તો વિન્ડો દ્વારા રિફલેકટ કરીને દર્શાવાયા છે કે જે એક પ્રકારે પાત્ર’ની મનોવ્યથા અને તેની મજબુરી / મુડ / લાગણીઓ દર્શાવે છે  . કોઈને કોઈ રીતે પૂરી ફિલ્મ’માં રીફ્લેક્શન દર્શાવાયું છે  અને તેનો એક Metaphor તરીકે જબ્બર પ્રયોગ કરાયો છે [ કાર’માં વિન્ડ-સ્ક્રીન / વિન્ડો અને ઘરમાં અરીસાઓ / બારી / ટીવી’ની બંધ સ્ક્રીન / ગ્લાસ / કબાટ’ના બંધ દરવાજાઓ  . . . ]

. . . ફિલ્મ’નો મધ્ય હિસ્સો સતત ગાડી’માં જ ફીલ્માવાયેલો છે કે જ્યાં સતત ચર્ચા’ઓ ચાલે છે , મતલબ કે જ્યાં મંઝીલ ખબર નથી પણ મથામણ જરૂર ખબર છે  . . જાણે કે જિંદગી ચાલતી રહે છે ! પ્રોફેસર વિષે પણ ઘણા બાદમાં જાણવા મળે છે અને તે પણ તેમના દ્વારા નહિ પણ તેમની બાજુમાં રહેતી એક બોલકી પડોશણ દ્વારા [ મતલબ કે અહીંયા ઘણું બધું વણકહ્યું છે અને કદાચિત આગળ જતા તેનું રહસ્ય ખુલે પણ ખરું અને ન પણ ખુલે !!!જેમ કે જિંદગી 🙂 ] l12 આ પહેલા પણ અદભુત ફિલ્મો બનાવી ચુકેલા ડીરેક્ટરAbbas Kiarostami ” એવા તો વિચિત્ર છે કે તેઓ ક્યારેય તેમના કલાકારોને અગાઉથી સારીયે સ્ક્રીપ્ટ આપતા જ નથી [ માત્ર આગલા દ્રશ્ય’ની જ કોપી ] અને એ રીતે તેઓ કલાકારોને તો આશ્ચર્ય’માં રાખે છે , પણ ફિલ્મ’નો અચાનક વિચિત્ર અંત લાવીને દર્શકોને પણ પોતાની મેળે તેમનો અંત ધારવા મજબુર કરે છે  . . . અને ફિલ્મ રજુ થયા બાદ જાતે પણ તે ફિલ્મ પર કમેન્ટ કરે છે કે ક્યા કચાશ રહી ગઈ અથવા તો ક્યા કશું ખૂટતું હતું અથવા તો આ દ્રશ્ય’નો અલગ ભાવાર્થ શું હોઈ શકે ? lie

ફિલ્મ’નાં અદભુત દ્રશ્યોમાં

1] જયારે અકિકો’ને પરાણે એક ગ્રાહક’ને મળવા જવું પડે છે અને તે દરમ્યાન તેણી ટેક્સી’માં પોતાની દાદી’એ તેણી માટે મુકેલા રેકોર્ડેડ મેસેજીસ સાંભળતી હોય છે , તે દ્રશ્ય [ એક પછી એક મેસેજ બાદ તેણીના ચહેરા પર ચાલતા મનોભાવો જોજો ] lsl3 2] જયારે તે દુરથી પોતાની દાદી’ની એક ઝલક જુએ છે [ ચાલુ ગાડીએ ] ત્યારે તે એટલી મજબુર મહેસુસ કરે છે [ રેકોર્ડેડ અવાજ સ્વરૂપે તેણી તેની સાથે છે , પણ જીવંત સ્વરૂપે તે ઘણી દુર છે કે તેને અવાજ પણ ન દઈ શકાય 😦 ] 3] પ્રોફેસર અને અકિકો’નાં બોયફ્રેન્ડ વચ્ચેનું દ્રશ્ય 4] જયારે પ્રોફેસર’ને ટ્રાફિક સિગ્નલ પર ઝોંકુ આવી જાય છે ! lsl2 5] બારી પર પથ્થર ફેંકાય છે . . અને આખરી દ્રશ્ય [ કે જેનો ફોડ હું નહિ પાડું 🙂 ]

Me : 8.5 / 10 > Home < What will be , will be

IMDb : 6.8 / 10 by 3,600 + People { by April 2014 }


7} In a World… , 2013

આ વાત છે , ડબિંગ’ની દુનિયાની અને તેમાં ચાલી આવતા પુરુષ-સ્વરો’નાં આધિપત્ય’ની . . અને તેમાં ધીમા પગલે અડીંગો જમાવતીકેરલની [ લેક બેલ ] એક એવા પ્રખ્યાત રેડિયો શો’નાં ઉદઘાટન’ની કે જેના પ્રમુખ શબ્દો છે . . ” In a World  . . . ” અને તેની પાછળ જ આ બધા પ્રમુખ ડબિંગ આર્ટીસ્ટ અને આપણી આ નિષ્ફળ કેરલ પણ પડી હોય છે ! in1 ઓકે આ કોઈ સંઘર્ષ’ગાથા નથી પણ એક ફીલગુડ કોમેડી છે કે જેની પહેલી ગમતી વાત તો એ રહી કે આ એક ઓરીજીનલ પ્લોટ પરથી બની છે  . . . અને લટકામાં મુવી’ની લીડ એક્ટ્રેસ જ લેખક / પ્રોડ્યુસર અને ડીરેક્ટર પણ છે [ અને એ પણ પોતાની પહેલી ફિલ્મ’માં જ ! ] એક મસ્ત મજાની ફ્રેશ કોમેડી’માં હોવું જોઈએ તે બધું જ અહીંયા તમને મળશે  . . . મજાના અને રસપ્રદ પાત્રો , મસ્ત / ટાઈટ સ્ક્રીપ્ટ , ધાંસુ નેરેટીવ , ઘણા મોજીલા દ્રશ્યો અને આ બધા’નાં સરવાળા જેવી મસ્ત અને મોજીલીલેક બેલ ” [ મનમોજીલી અને પાંચ હાથ પૂરી 🙂 ] in2 સાથે સાથે અહીંયા બે બહેનો’ની પણ મસ્ત વાત વણી લેવાઈ છે [ એક તો આપણી કેરલ અને બીજી તે દાની – ફરીથી મસ્ત અને સુપર્બ એક્ટ્રેસ એવી ‘ Michaela Watkins ‘ ] આ બંને બહેનો’ને વિચિત્ર રીતે ટક્કર આપી છે , તેમના સ્વ’માં જ રાચતા એવા સેલ્ફ સેન્ટર્ડ પિતા ‘ સેમ સોટ્ટો ‘એ [ Fred Melamed ] કે જે એક લીજેન્ડરી વોઈસ ઓવર આર્ટીસ્ટ છે અને એક તબક્કે તેમને તેમની ખુદ’ની દીકરી સાથે હરીફાઈ’માં ઉતરવું પડે છે [ એક મસ્ત કેરેક્ટરઆપણા કાદર ખાન જેવું 🙂 મને આ ત્રણ મોટા મોટા ખાન કરતા કાદર ખાન બહુ ગમે ! ] ખરેખર ફિલ્મ લાઈટ વેઇટ કોમેડી બની છે અને તેના એકએક પાત્ર જોવા ગમે તેવા અને નવીન છે  . અહીંયા તમને એક મસ્ત મજાની Nose Kiss પણ જોવા મળશે 😉 [ જોયું મેં નહોતું કહ્યું કે અહીંયા ઘણું બધું નવું છે 🙂 ]

એક મસ્ત સંવાદ : I wish there was a bubble that we could just step into , where there was no judgment or past or present .

Me : 7.5 to 8 / 10 > Home < Sister Code 🙂

IMDb : 6.8 / 10 by 11,000 + People { by April 2014 }


8} The Book Thief , 2013

પહેલી અજીબ અને કૈક નવીન જ વાત તો એ કે મહતમ ફિલ્મ મૃત્યુ’નાં નરેશન’માં કહેવાઈ છે ; મતલબ કે સમગ્ર ઘટનાક્રમ’નું વર્ણન યમરાજ કરે છે ! અને પૂરી ઘટના એક બાળકી’નાં અનુસંધાન’માં અને તેના દ્રષ્ટિકોણ’થી કહેવાઈ છે કે જેનાથી તમને આ એક વિશ્વયુદ્ધ આધારિત નરસંહાર’ની વાત હોવા છતા એટલો બધો ખૂનામરકી નહિ જોવા મળે ! સમગ્ર ઘટના જર્મની’નાં એક નાનકડા વિસ્તાર’માં જ ઘુમરાતી રહે છે . . આ એક એવી નિરક્ષર છોકરી’ની વાત છે કે જે આટલા ભયાવહ વાતાવરણ’માં પણ તેનું શબ્દ પ્રત્યેનું કૌતુક અને ખેંચાણ જાળવી રાખવામાં સફળ રહી હતી . . .

જયારે તે પહેલો શબ્દ વાંચવામાં સફળ રહી તે સમયે’નું તેનું ખુશખુશાલ મુખ અને હરેક સમયે જયારે તેને કોઈ નવો શબ્દ જાણવા મળતો તે સમયે’નું તેનું મુખ એ બંને’માં કોઈ ફર્ક ન હતો . . તેટલી હદે તે એક એક શબ્દ પ્રત્યે લગાવ ધરાવતી હતી ! જયારે પણ કોઈ નવો શબ્દ મળે કે તુરંત જ તેણી ઘર’નાં ભંડકિયામાં બનાવેલી વિશાલ દીવાલો’વાળી ડીક્ષનરી’માં તેને ટપકાવી લેતી ! ધીમે ધીમે કરીને તેણીએ સમગ્ર દીવાલો ભરી દીધી . . અને હવે તો અહીંયા એક સાથીદાર પણ મળી ગયો કે જે કદી બહાર જવા’નો જ ન હતો [ હિટલર શાસિત જર્મની’માં એક યહૂદી !!! ] સમગ્ર ઘટનાક્રમ આલેખવામાં ડીરેક્ટરે અજબ હળવાશ દાખવી છે , છતાં પણ કોઈ કરતા કોઈ પાત્ર તમને સામાન્ય નહિ લાગે , તેટલી હદે તેઓએ તેમનું સરળ આલેખન કર્યું છે . bt5 ફિલ્મ’નું કેન્દ્રીય આકર્ષણ છે , નાનકડી ‘ લિઝેલ ‘ [ Sophie Nélisse ] , જી હાં તે હદે તેણી પૂરી ફિલ્મ’નું એક ચાર્મિગ કેરેક્ટર છે  . . એક અનાથ / નિરક્ષર છોકરી કે જે વિશ્વયુદ્ધ’નાં તે ગાળામાં જર્મની’નાં એક સામાન્ય પરિવાર’માં મોકલવામાં આવે છે  . . ધીમેધીમે તેનું નવા માતાપિતા સાથે , મિત્રો સાથે , પેલા યહૂદી સાથે અને અંતે પુસ્તકો સાથે’નું જોડાણ પરિપક્વતા પામે છે ! ફિલ્મ તે રીતે એકદમ શાંત અને ધીરગંભીર વાતાવરણ ઉભું કરે છે કે જે તમને એક અજબ જ ફીલગુડ અહેસાસ કરાવશે [ આટલા યુદ્ધગ્રસ્ત વાતાવરણ’ની વચ્ચે પણ ! ] . . લિઝેલ’નાં નવા પ્રેમાળ ઓરમાન પિતા કહે છે કે માણસ’ની ખરી ઓળખ તેના શબ્દો’થી જ થાય છે , જેટલું તે તેના શબ્દો’નું માન રાખશે તેટલું જ માન તેને પણ મળશે . . તેઓ કહે છે કે વૃક્ષો અને માણસ બંને જીવંત છે પણ માણસો એ રીતે આગળ છે કે તેમની પાસે શબ્દો છે , અભિવ્યક્તિ છે . . અને એક સારા માણસે તેની વિશેષ કાળજી લેવી જોઈએ  . . . અને આમ નાનકડી ટેણકી’નું બાળપણ [ અને એ રીતે તેનું ઘડતર ] મમ્મી-પપ્પા / રૂડી [ દોસ્ત ] / મેક્ષ [ યહુદી – શબ્દ દોસ્ત ] અને પુસ્તકો વચ્ચે વિકસે છે !

. . અને બીજી અનહદ સુંદર વાત એ કે ફિલ્મ’ની સિનેમેટોગ્રાફી ખરેખર બે ગોથા ખવડાવી દે તેવી ઝક્કાસ છે  . . વિશ્વયુદ્ધ સમયેનું તે જર્મની [ વિષાદગ્રસ્ત છતાં પણ અત્યંત સુંદર ] . . ફિલ્મ’નાં ઘણા દ્રશ્યો યાદગાર છે . . 1] કે જ્યાં લિઝેલ અને રૂડી એક કાલ્પનિક પત્ર’ની વાત કરે છે કે જ્યાં હિટલર’ની મમ્મી હિટલર’ને ધમકાવતી હોય તેવો માહોલ છે 🙂 2] ભંડકિયા’માં ચારેય લોકો ક્રિસમસ’ની ઉજવણી કરવા બહારથી બરફ એકઠો કરે છે [ પેલા યહૂદી માટે ! ] . . 3] લિઝેલ’નું પહેલું પુસ્તક હોય છે – કેવી રીતે કબર ખોદવી ? ! 4] ઘણા મહિનાઓ બાદ ભંડકિયા’માંથી નીકળીને તારા’જડિત રાત્રી જોતો પેલો યહૂદી !

Me : 8 / 10 > Home < Nein Papa . . .

IMDb : 7.6 / 10 by 38,000 + People { by April 2014 }


9} August: Osage County

સ્ટોરી છે એક વિચિત્ર પરિવાર’ની અને તેમના પુન: ભેગા થવાની , એક એવા પ્રસંગે કે જેને પ્રસંગ કહેવો ઉચીત નહિ કહેવાય ! વાયોલેટ [ Meryl Streep ] અને ચાર્લી [ Chris Cooper ] જિંદગી’નાં અંતિમ તબકકા’માં હોય છે . . બંને વચ્ચે કોઈ ખાસ લગાવ કે પ્રેમ નથી હોતો અને સ્થિતિ ત્યારે વધુ વણસે છે કે વાયોલેટ’ને મોઢા’નું કેન્સર થાય છે અને એક હદે તેણી ગજબ’ની ચીડ્ચીડી બની જાય છે . . ખુબ સ્મોકિંગ કરતી રહે છે અને ડ્રગ્સ પણ લેતી રહે છે . . આ બધાની વચ્ચે પણ તેમની ત્રણ છોકરીઓ હજુ તેની ખબર કાઢવા કે તેણીનો હાલ પૂછવા નથી આવી [ ત્રણેય છોકરીઓ મધ્યવયસ્ક ઉંમરે પહોંચી ચુકી હોય છે અને વધુ પણ , . . સૌથી નાની છોકરી તેમની સાથે જ રહેતી હોય છે ] . . એક દિવસ અચાનક જ ચાર્લી કોઈને કશું કહ્યા વિના જ ઘરેથી ચાલ્યો જાય છે અને આ ત્રણેય છોકરીઓ ફરીથી ઘરે ભેગી થાય છે અને તેમની માસી અને માસા પણ  . . . પછી એવું તે શું થાય છે ? આ લોકોની હિસ્ટરી શું હોય છે ? તેમના પરસ્પર’નાં સંબંધો અને તેમનો ભૂતકાળ કેવો હોય છે , તે તો તમારે જ જોવું રહ્યું 🙂 ફિલ્મ પોતે 2008’નાં પુલિત્ઝર એવોર્ડ વિજેતા ડ્રામા પર આધારિત છે , કે જેનું નામ પણ ઓગસ્ટ : ઓસેજ કાઉન્ટી હતું અને તેના લેખક Tracy letts હતા .

ફિલ્મ’ની ખરી જાન છે , ‘ મેરિલ સ્ટ્રીપ ‘ . . યસ જે હદે તેણી એક મૂડ’માંથી બીજા મૂડ’માં સ્વીંગ કરે છે . . જે હદે તેણીએ કશુ અંદર દબાવી રાખ્યું છે કે જયારે તે બહાર આવે છે ત્યારે ભૂકંપ સર્જાઈ જાય છે . . એક અતીવીચિત્ર કુટુંબ’નાં સભ્યો જયારે ઘણા વર્ષે ભેગા થાય છે , ત્યારે એકબીજાની જે વિચિત્રતા’ઓ અને રહસ્યો સામે આવે છે કે ઘડીક તો બઘડાટી બોલી જાય છે  . . . ફિલ્મ’નાં બધા જ પાત્રો એટલી ચોકસાઈ’થી અને વિચારીને સર્જાયા છે કે જયારે તેઓ એકબીજા સાથે ટકરાય છે ત્યારે ઘડીક તો સ્ક્રીન-રાઈટર પ્રત્યે તમને માન થઇ જાય ! ફિલ્મ પહેલેથી લઈને છેલ્લે સુધી સતત ટોકેટીવ છે અને ક્યાય કરતા ક્યાય તેનો સુર નથી ગુમાવતી . . તમને એવું લાગે કે ફિલ્મ’નો મુખ્ય સુર કહેવાઈ ગયો ત્યાં જ અચાનક કોઈ નવીન જ ટ્વિસ્ટ તમારી આંખો પહોળી કરી નાખશે 😉

ફિલ્મ તે રીતે એક સેડ પ્રકારની વિચિત્ર કોમેડી કહી શકાય ! કે જયારે કહી ન શકાય કે જિંદગી ટ્રેજેડી છે કે કોમેડી ? [ કદાચિત એમ કહી શકાય કે જે હસી કાઢે તેના માટે કોમેડી અને જે અવાચક રહી જાય તેના માટે ટ્રેજેડી 🙂 ] . . ત્રણેય છોકરીઓ’નો તેમની માં સાથે’નો ટકરાવ અને તેણી માટેની કાળજી , ઘડીક તો અસમંજસ’માં મૂકી દેશે . . આ ફિલ્મ એક રીતે મારા માટે ઘણું અજબ જ આશ્ચર્ય નીવડ્યું ! ફિલ્મ’નાં ઘણા દ્રશ્યો લાંબા અને સળંગ છે કે જેમાનુ એક તો મારું પ્રિય પણ છે અને તે છે ડાઈનીંગ ટેબલ પર બેઠેલા કુટુંબ’નાં સૌ સભ્યો અને જે રીતે ધીરે ધીરે તેમની વચ્ચે વાતો વાતોમાંથી ધબધબાટી બોલી જાય છે કે વાત જ પૂછો માં ! [ કદાચિત તે દ્રશ્ય અડધા કલાકેક જેટલું લાંબુ હશે પણ તમને ચસકવા નહિ દે તેની ગેરેંટી ! ]a3 જુલિયા રોબર્ટસ અને મેરિલ સ્ટ્રીપ’નાં દ્રશ્યો ફિલ્મ’ની ખરી પકડ ધરાવે છે . . મેરિલ માટે તો હું એમ પણ કહી શકું કે આ રોલ માટે તેણી ઓસ્કાર’ની હકદાર હતી . . એકવાર મેરિલ સ્ટ્રીપ માટે ફિલ્મ જરૂર જોઈ શકાય 🙂

Me : 8 / 10 > Home <

IMDb : 7.4 / 10 by 30,000 + People { by April 2014 }


Below 7.5 / 10


10} Ender’s Game , 2013

પૃથ્વી પર પચાસ વર્ષો પહેલા એલિયન્સ’નો હુમલો થયો હતો અને આપણે તેમને મારી હઠાવ્યા હતા  . . . હવે આટલા વર્ષો બાદ આપણે ઘણા આધુનિક અને શક્તિશાળી થઇ ચુક્યા હોય છે અને હવે આપણે જ તેઓ પર હુમલો કરવાની ફિરાક’માં હોય છીએ કારણકે હવે તે હુમલો કરે અને આપણે તેમની સામે લડીએ તેના કરતા તો તેઓને જ તેમના ઘરમાં પરાજિત કરવા સહેલા પડે ! અને આ પૂરેપૂરું અભિયાન અને તેની દોરવણી / સંચાલન હોય છે , બાળકોના હાથમાં ❗ જી હાં હવેનું સૈન્ય બાળકોનું બનેલું હોય છે અને તેઓ જ વિડીયો ગેમ રમવાની માફક હાઈટેક હથીયારો વડે ઘડીના છઠ્ઠા ભાગમાં બધી જ લડાઈઓ આટોપી લે છે !

છેક 1985’માં આવેલી નોવેલ ” Ender’s Game ” નું આ ફિલ્મી એડપ્શન છે [ તે નોવેલ તે દિવસોમાં ઘણી બ્લોક્બસ્ટર રહેલી ! અને Sci-Fi કથાઓમાં આજે પણ તેનું નામ આદરપૂર્વક લેવાય છે . ] પણ ફિલ્મ એટલી રોમાંચક નથી , પણ હાં અંતરીક્ષ’નાં દ્રશ્યો’નું ફિલ્માંકન મસ્ત છે  . . . છેક આખરી ઘડીઓમાં ફિલ્મ થોડી જામે છે અને મુખ્ય વિષય છેડાય છે [ પણ ત્યાં સુધી ફિલ્મ આપણને છેડે છે 😉 ] . . મારા પસંદીદા કલાકારોમાંનો એક હેરીસન ફોર્ડ અહીંયા ઘણો ડલ અને બોરિંગ લાગે છે અને બેન કિંગસ્લે’નું તો પૂછો જ માં [ તે પણ એવો જ લબાડ લાગે છે ! ] પણ હાં , મુખ્ય બાળપાત્ર ભજવતા Asa Butterfield‘માં દમ જરૂર છે [ તો તેની નોંધ લેવા વિનંતી 🙂 ]

Me : 5 / 10 > Home <

IMDb : 6.8 / 10 by 1,00,000 + People { by April 2014 }


Winner : The Past , Like Someone in love

Pleasant WatchThe Way Way Back , Frozen , In a world . .  , The Book Thief , August : Osage county

Not so Winner : Ender’s Game


at Last . . !

*} The Evolution of Film by SCOTT EWING in just three minutes

*} Batman : Strange days ~ SHORT MOVIE

( On the occasion of celebrating Batman’s 75th Anniversary )