ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

1] બાળદોસ્તો , જેમકે હું હંમેશા મારી બાળભાષા’માં કહેતો આવ્યો છું કે આ કોઈ પ્રકારે રીવ્યુઈંગ નથી પણ એક પ્રકારે માત્ર મારી અંગત પસંદ / નાપસંદ જ છે  . . . અને એક રીતે કહીએ તો ફિલ્મો પ્રત્યેની મારી ઘેલછા પણ કહી શકાય 😉 કે જેના વિષે મારે સતત કૈક ને કૈક કહેતા રહેવું પડે છે કે પેલી ફિલ્મ’માં તો મોજે દરિયો થઇ ગયો અને પેલી ફિલ્મ દરિયાની માફક ગળી ગઈ !! ફિલ્મો આપણ’ને આપણી પ્રાઈવેટ લીમીટેડ કંપની જેવી જગ્યા’માંથી મલ્ટીનેશનલ કંપની જેવા વિશાળ જગત’માં મુકે છે કે જ્યાં ડગલેને પગલે કૈક નવું જોવા મળે છે / જાણવા મળે છે / છેતરાવા મળે છે અને એ બહાને શીખવા મળે છે  . . . મતલબ કે એક રીતે તે ઘર બેઠા જાત્રા કરાવી દે છે – સારા / નરસા અનુભવો’ની , રહસ્ય’ની / રોમાંચ’ની , પ્રેમ’ની / દોસ્તી’ની , એક્શન’ની / ફેન્ટસી’ની ! મતલબ કે જ્યાં એક નાનકડી સ્ક્રીન કે એક વિશાળ પડદા પર એક અનોખું જ જગત ફૂટી નીકળે છે , અને જે આપણી આંખોમાં વિસ્મય’નું આંજણ આંજે છે . . માટે જ હું કહું છું કે માં તે માં , બાકી બધા સિનેમા 🙂

2] મોડે મોડે , છેક હવે એપ્રિલ’ની શરૂઆત’માં આ સરવૈયું મંડાયું ! આ રહ્યા તેના કારણો  . . . એક કે , હું ખુબ જ ઓછા હિન્દી મુવીઝ ટોકીઝ’માં જોઉં છું [ 2013’માં માત્ર બે જ હિન્દી ફિલ્મો ટોકીઝ’માં ! ] અને હોમ રીલીઝ’ની રાહમાં સઘળું ટાઈમટેબલ લંબાયે જાય છે  . . . બીજું કે , ઘણી અન્ય વ્યસ્તતા અને પોસ્ટ બનાવતા સમયે થયેલ વિલંબ ! . . . ખરેખર તો 2013’ની મારા અંગત મુવીઝ’નું આ લિસ્ટ ફેબ્રુઆરી’નાં એન્ડ’માં આપવાની ઈચ્છા હતી , પણ હવે દેર આયે દુરુસ્ત આયે ઔર હોકે તંદુરુસ્ત આયે 😉

3] આ માત્ર મારી અંગત ગમતીલી અને અણગમતી ફિલ્મો’નું લીસ્ટ છે અને તમને તેની સાથે બિન્ધાસ્ત અસહમત થવાની છૂટ છે  . . . ઘણી જગ્યાએ એવું પણ બને કે જે મુવીને મેં એવરેજ ગણાવ્યું હોય તે તમને બહુ જ ગમ્યું હોય અને જેને મેં ઉત્તમ ગણાવ્યું હોય તે તમારે મન સામાન્ય નીવડ્યું હોય ! . . . તો તેનો પણ એક ઉપાય છે , કે પોસ્ટ’ની અંતમાં આપના પણ મનપસંદ મુવી’ઝનુ લીસ્ટ મારી સાથે વહેંચશો , એટલે ખ્યાલ આવે કે આપણા વિચારો ક્યા ક્યા એકબીજા સાથે મળે છે અને ક્યા ક્યા એકબીજા સાથે નડે છે 🙂

4] તો આ રહ્યું લિસ્ટ [ પહેલા અણગમતી , ત્યારબાદ ઓવર-હાય્પડ / ઓવર-રેટેડ , ત્યારબાદ થોડાક માટે સારી ફિલ્મો બનતા રહી ગઈ હોય તે અને અંત’માં મારી મનપસંદ ફિલ્મો’નો ક્રમ આપેલ છે . ]

Please share your favorite Indian films of 2013 at last in Comment area


Total Pictures : 70 [ Steady ]

It would take 3 to 4 minutes to load the whole post .


Total 53 Indian films watched , released in 2013

1 – Special 26 , 2– Gangoobai , 3– Kai po che! , 4 – Inkaar , 5 – Race 2 6 – Matru ki Bijlee ka Mandola , 7 – Mere Dad Ki Maruti , 8 – David 9 – I, Me aur Main , 10 – ABCD (Any Body Can Dance) , 11 – Chashme Baddoor , 12 – Nautanki Saala! , 13 – Jolly LLB 14 – Commando , 15 – Go Goa Gone , 16 – Aashiqui 2 17 – Ishkq in Paris , 18 – Listen… Amaya , 19 – Shootout at Wadala 20 – Aurangzeb , 21 – Raanjhanaa , 22 – Ghanchakkar , 23 – Fukrey 24 – D-Day , 25 – Gippi , 26 – Grand Masti , 27 – Bhaag Milkha Bhaag 28 – Celluloid , 29 – Sixteen , 30 – Shuddh Desi Romance 31 – Yeh Jawaani Hai Deewani , 32 – The Attacks of 26/11 , 33 – Besharam 34 – Phata Poster Nikhla Hero , 35 – Satyagraha , 36 – Lootera 37 – Chennai Express , 38 – Bombay Talkies , 39 – Madras Cafe 40 – Jayantabhai Ki Luv Story , 41 – Satyanweshi , 42 – Shabdo 43 – Shahid , 44 – he Good Road , 45 – Krrish 3 , 46 – R… Rajkumar 47 – Bullett Raja , 48 – Gori Tere Pyaar Mein , 49 – Club 60 50 – Ship of Theseus , 51 – Goliyon Ki Rasleela Ram-Leela 52 Singh Saab the Great , 53 – The Lunchbox


Worst

OR

Stereotyped MOVIES


Over rated

OR

Over hyped MOVIES

[ Have your cursor on IMAGE ]

 

Over over Hyped , I Presume

Over over Hyped , I Presume


Could have been done better [ C ]

OR

Honorable mentions [ H ]

Have your cursor on IMAGE ]


Best

13 Movies

of

2013

🙂 as per my Opinion 🙂

13) Sixteen , 2013 [ Read HERE ]

એક તો આપણે અહીંયા ટીનેજ મુવી ખુબ જ ઓછી બને છે અને જયારે બને છે ત્યારે આપણે આડેધ થઇ ચુક્યા હોઈએ છીએ 😉 ચાર ટીનેજર્સ’ની એક અલગ જ દુનિયા અને અલગ જ મસ્તી . . . ફિલ્મ એમ થોડી ઘણી ઢીલી કહી શકાય , પણ સ્ટોરી’ની ફ્રેશનેસ અને તેમાં આવતા પાત્રો [ અને સરવાળે તેને ભજવતા મસ્ત ટીનેજ કલાકારો ] ઘણા હેપનિંગ છે  . . . તો આ સરપ્રાઈઝ પેકેજ’ને સરપ્રાઈઝ આપી દો તમતમારે 🙂 3

12) Shabdo , 2013 [ Read HERE ]

 

એક નવો જ કન્સેપ્ટ  . . એક નવી જ દુનિયા . . ધ્વની’ની એક અલગ જ અવની , બંગાળી સિનેમા અમથા જ કાઈ આટલું આગળ નહિ આવ્યું હોય ! જરૂર જોવા જેવું ઉર્ફે સાંભળવા જેવું મુવી એટલે ” શબ્દો ” 3

11) Shuddh Desi Romance , 2013 [ Read HERE ]

ફરી એક ચીલાચાલુ પ્રવાહ’માં નવીન જ કન્સેપ્ટ  . . . ફ્રેશ અને હેપનિંગ કલાકારો [ ખાસ તો પરીનીતી 🙂 એમ તો ત્રણેય લીડ એક્ટર્સ મજાના લાગે છે ] ક્રિસ્પી સ્ક્રીનપ્લે / નવા જ લોકેશન્સ  . . . રાપચિક સોંગ્સ અને હટકે કલાયમેક્ષ  . . . એન્ટરટેઈનમેન્ટ’ની સાથે સ્ટોરી’ની પણ મસ્ત પકડ , કે થઇ જાય શરુ પકડા-પકડ 🙂 3

10) Go Goa Gone , 2013 [ Read HERE ]

મહતમ તો કોઈ પણ નવા વિષય કે પ્રકાર પર , જો બોલીવુડ મુવી બનાવતું હોય તો મહદઅંશે તેની પથારી ફરી જાય છે અને તે ચીલાચાલુ બની જાય છે , પણ અહીંયા પહેલી જ વારમાં ઝોમ્બી-કોમેડી બનાવવામાં આ ડીરેક્ટર બેલડી’એ જબરી કમાલ દેખાડી છે . . મોજીલા સ્ક્રીનપ્લે / ડાયલોગ્સ અને મસ્તી’થી થનગનતા એક્ટર્સ . . એક મજ્જાજાજાજાજા’ની રાઈડ અને મજ્જાજાજાજાજા’ની જિંદગી 🙂 3

9) Bombay Talkies , 2013 [ Read HERE ]

 

ચારેય દિશા’ઓમાંથી એક એક જણ આવ્યા [ જો કે એક લેડીઝ પણ હતા 🙂 ] અને ચાર નાનકડી વાર્તા’યુંમાંથી એક મોટો પીંડ ઘડી કાઢ્યો ! કહો કે એક ટોકીઝ બનાવી કાઢી  . . . ભાઈ આપણને તો દિબાકર બેનર્જી અને કરણ જોહર’ની વાર્તા રે વાર્તા બહુ ગમી અને બાકીની બે સ્ટોરી’ઓમાં ભાભો ઢોર ચારતા થઇ ગયું 🙂 . . . એક થી ચડિયાતા એક મસ્ત કલાકારો / લોકેશન્સ અને માવજત . 3

8) Special 26 , 2013 [ Read HERE ]

નીરજ પાંડે , અક્ષય કુમાર , અનુપમ ખેર , મનોજ બાજપાઈ  . . . બસ બસ હવે ગાભા કાઢી નાખ્યા ! અને હજુ જાણી લો કે અસલી પાવર દિલ’મેં હોતી હૈ !!! કેટલાય દિવસે આવેલ એક ક્લાસિક પકડા-પકડી’નો ચેઈઝી ડ્રામા 😉 જોઈ નાખો અને ધોઈ નાખો  . . તમતમારે ! 3

7) Lootera , 2013 [ Read HERE ]

 

વિક્રમાદિત્ય મોટ્વાણે અને સોનાક્ષી સિંહા  . . . બીજું શું જોઈએ આપણે ? 🙂 ઓ હેન્રી’ની ક્લાસિક સ્ટોરી’નું એડપ્શન અને તે પણ બંગાળ’ની ભૂમિ પર  . . . ધુન્તાનાનાના કરી દે તેવા મધુર ગીતો અને અદભુત સીનેમેટોગ્રાફી  . . . લુંટાય એટલું લુટી જ લો , આ લુંટેરા’વ પાસેથી ! 3

6) Gangoobai , 2013 [ Read HERE ]

વર્ષ 2013’નું સૌથી અણ્જાણ્યું મુવી  . . . જરાય પણ ચર્ચાયા વિના ચર્ચા જગાવી ગયું [ એટલીસ્ટ મારા દિમાગમાં તો ખરૂ જ ! ] મહતમ લોકોને આ ફિલ્મ આવી પણ હશે તે ખ્યાલ નહિ હોય  . . . એકદમ સીધીસાદી સ્ટોરી , છતાં પણ કૈક સ્પર્શી જાય તેવી માવજત  . . મારા પ્રિય અદાકારા સવિતા જોશી તો ખરા જ  . . . એકદમ ઋષિકેશ મુખર્જી સ્ટાઈલ’માં હ્રદયને અડી જાતી અને યાદોમાં રહી જાતી સરળ અને સહજ ગંગુબાઈ ઉર્ફે ગંગુબાઈ નામનું મુવી 🙂 3

5) Jolly LLB , 2013 [ Read HERE ]

કોમેડી ટ્યુનીંગ’માં અવ્વલ દરજ્જો ભોગવતા બે આલાતરીન કલાકારો એટલે બોમન ઈરાની અને અર્શદ વારસી  . . . અને અહીંયા તો પાછા બેઉ ફરી પાછા આમનેસામને છે  . . . મોજ પડી ગઈ , અને લટકામાં પાછા સૌરભ શુક્લા 🙂 અને આ બધાવ જે ધમાચકડી મચાવે છે કે ઘડીક તો મોજેદરીયા થઇ જાય [ નોંધ : દરિયામાં મોજું જ હોય , બુટ નહી 😉 ] . . મસ્ત કોર્ટરૂમ દ્રશ્યો અને ઘણી કડવી વાસ્તવિકતા’ઓનો સામનો કરતો એક અણઘડ વકીલ , એટલે જોલી LLB ! 3

4) Ship of Theseus , 2013 [ Read HERE ]

ઘણું ઓફબીટ મુવી [ પણ એમ તો આપણે અને જિંદગી એ બંને એકબીજા’થી ઓફબીટ જ છીએ ને ! ] ત્રણ અલગ અલગ વાર્તાપ્રવાહો / દર્શન / વિચાર / વર્તણુક  . . . અને સરવાળે મચતું વિચારો’નું ઘમસાણ ! જોવું જ રહ્યું , ભલે થોડુક ભારેભરખમ હોય [ ત્રણ કટકા કરીને બે બે વાર જોજો – કા તો ફિલ્મ સમજાઈ જશે અથવા તો તમને તમે સમજાઈ જશો 🙂 ] 3

3) Kai po che , 2013 [ Read HERE ]

 

મહતમ તો કોઈ બુક્સ કે ગાથા’નું ફિલ્મી સંસ્કરણ કરવા જતા ઓમ ધબાય નમ: થઇ જાય છે , પણ અહીંયા એવું નથી થયું  . . ઉલટા’નું ફિલ્મ ક્યાંક તો બુક કરતા પણ અવ્વલ દરજ્જા’ની બની છે  . . . એકબીજા સાથે અદભુત કોન્ટ્રાસ્ટ રચતા નવા સવા કલાકારો . . અમિત ત્રિવેદી’નું અફલાતુન સંગીત  . . સ્ટોરી’ની સુપર્બ પકડ અને દિગ્દર્શક’નું સુપર નેરેટીવ . . અને ગુંજી ઉઠે છે ” કાઈ પો છે . . ” 3

2) Shahid , 2013 [ Read HERE ]

 

વર્ષ’નું બીજું એક જબરદસ્ત સરપ્રાઈઝ એટલેશાહિદ ” . . એક ઉમદા બાયોપિક  . . . સિસ્ટમ સામે ફરિયાદ કરવાને બદલે તે જ સિસ્ટમ’માં ઉતરીને ગંદકી સાફ કરતા અને નિર્દોષો’ને ન્યાય અપાવતો એક મારફાડ વકીલ એટલે ” શાહિદ આઝમી ” અને તેને અદભુત રીતે જીવી જનાર ” રાજકુમાર રાવ ” . . . ઘણા વર્ષે હંસલ મહેતા નામનું ત્રાટકેલું વાવાઝોડું ! 3

1) The Lunchbox , 2013 [ Read HERE ]

માણસ એકલા એકલા બે કામો બહુ સરસ રીતે કરી શકે છે ; એક તો – જમવાનું અને બીજું ; વાંચવાનું ! જયારે અહીંયા તો જમતા જમતા વાંચવાનું છે 🙂 ઈરફાન અને નવાઝુદ્દીન બંને’ને સાથે જોવાનો અદભુત ચાન્સ  . . . એક નિરાશ ગૃહિણી અને નિવૃત વ્યક્તિ વચ્ચે પણ આવો સેતુ બંધાઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે ડબ્બો ઉર્ફે ” ધ લંચબોક્ષ ” . . . અદભુત અદભુત અને ભલભલા’નાં ભૂત ભગાડી તેવું અદ’ભુત’ મુવી એટલે ‘ ધ લંચબોક્ષ ‘ 3


& Now What’s your Favorite Indian films of 2013 ?