ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , ,

– ઓકે , ચાલો છેક હવે 2013’ની ઇન્ડિયન મુવી’ઝનુ લિસ્ટ પૂરું થયું . . . એકમાત્ર ધૂમ-3’ને બાદ કરતા ! કારણકે હજુ તેની હોમ-રીલીઝ નથી થઇ . . આમ , પણ તે મારા વિશ-લીસ્ટ’માં નહતું અને જેટલું તેના વિષે જાણ હતી અને જેટલું અનુમાન હતું , તેટલું તો તે મારા ફેવરીટ ફિલ્મ’સની યાદીથી ક્યાય બહાર રહી હશે , એ ચોક્કસ 🙂

  • અરે હાં , છેક છેલ્લે આ પોસ્ટ’ની અંતે એક મસ્ત ફિલ-ગુડ ટિનેજ-મુવી છે કે જે MTV પર રીલીઝ થયેલું અને જેની પાછળ અનુરાગ બાસુ’નું વિઝન હતું , પણ તેના દિગ્દર્શક આકાશ ખુરાના હતા . . . કાલે અમથા જ ચેનલો બદલાવતા બદલાવતા MTV પર તેને જોવાઈ ગયું . . . અને શું મસ્ત હળવું / મોજેમોજ મુવી બનાવ્યું છે – એકદમ ફ્રેશ પાણીપૂરી જેવું – ક્રિસ્પી + રસાળ 🙂 . . . જરૂર જોજો , સમય મળ્યે . . આખ્ખે આખ્ખું આપ્યું છે 😉
  • હવે આવનારી પોસ્ટ’માં વર્ષ 2013’ની ફિલ્મો’નું સરવૈયું મંડાશે [ ઇન્ડીયન ફિલ્મસ ] . . . ત્યારે જોઈશું કે કોણે વિચારે ચડાવ્યા અને કોણે ધક્કે ચડાવ્યા 🙂
  • ALSOShort films by Ritesh Batra [ Link ]

Total Movies – 5 ~ ~ ~  Pictures – 26 steady & 6 Movable ( Gif )

It would take 3 to 4 minutes to load the whole post .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

1} The Lunchbox , 2013

સ્ટોરી તો આપ સૌને ખ્યાલ જ હશે . . . છતાં પણ થોડો છણકો કરી જ લઉં 😉 એક નીરસ ગૃહજીવન વિતાવતી ગૃહિણી અને એક નિવૃત પુરુષ વચ્ચે ભૂલ’થી ખોટા ડબ્બા’નાં પહોંચવાને લીધે પાંગરતી લાગણીઓ અને તેના પડઘા’ની સફર એટલે ” ધ લંચબોક્ષ ” , કે જ્યાં બે પાત્રો એકબીજાને મળ્યા વિના જ એકબીજાની કંપની એન્જોય કરવા લાગે છે અને જાણેઅજાણે એકબીજા સમક્ષ ઉઘડવા લાગે છે .

તો ચાલો , સીધુ જ ફિલ્મ દરમ્યાન મને આવેલ વિચાર અને અનુભૂતિઓ તરફ જઈએ તો ?

l1

– – – – – – – – – – – – – – – – – – – – – – –

જો કોઈ સ્ત્રી ફુલટાઈમ ગૃહિણી [ અહીંયા ઈલા – નિમ્રત કૌર ] હોય તો , તેનું જગત માત્ર બે જ લોકો પર વધુ અવલંબે છે અને તે છે , તેનો પતિ અને તેના બાળકો . . અને અહીંયા તે જ પતિ જાણે તેનામાંથી રસ ગુમાવી ચૂક્યો છે અને ઈલા બાકીની સ્ત્રીઓ’ની જેમ જ તેને , તેણીના અદભુત ભોજન’થી મનાવવા મથી રહી છે , તેનું ધ્યાન ખેંચવા મથી રહી છે ! પણ સામેથી ઓડકાર’રૂપી પ્રતિભાવ આવતો જ નથી  . . . પણ એક દિવસ જયારે ડબ્બો રીતસર’નો ચટાઈ ચટાઈ’ને પાછો આવે છે , ત્યારે તેનું મન રીતસર’નું મહોરી ઉઠે છે કે હાશ , હવે કૈક નવું થશે , નવી શરૂઆત થશે  . . . પણ તેણે તો , તે ડબ્બો ખાધો જ ન હતો !!! અને આમેય તેણે ક્યા કોઈ દિવસ તેના ભોજન’ને [ એક રીતે તેના પ્રેમ અને કાળજી’ને ] આટલું માન આપ્યું હતું ? . . . તો આ કોણ હશે કે જે રીતસર’નું તૂટી પડ્યું ?

la

અને આખરે દેશપાંડે આંટી’ના કહેવાથી તેણી તેને એક ચિઠ્ઠી મોકલે છે [ અને એ બહાને ફરીથી નવી વાનગી સાથે ટીફીન પણ !! ] . . . પેલાને તો જાણ જ નહોતી કે આ ટીફીન તો કોઈ ગૃહિણી’નું છે કે જે ભૂલથી અહીં આવી ચડ્યું છે ! . . . પણ , તે પણ કૈક અનુભૂતિથી દોરવાઈ’ને તેને જવાબ મોકલી આપે છે ! . . . અને આ જ ઘટમાળ’માંથી ક્યારે એક નવી ઘટના જન્મે છે અને બંને એક પત્રસેતુ’થી બંધાઈ જાય છે , તે તેમને પણ ખ્યાલ નથી આવતો ! [ ડબ્બો જાણે કે ચિઠ્ઠી’નો ચાકર બને છે ! ]

પણ અહીંયાથી જ એક એવો સંબંધ પાંગરે છે કે જ્યાં કોઈએ કોઈનું મોં સુધ્ધા નથી જોયું કે નથી આ પહેલા કોઈ વાત કરી ! મતલબ કે મન કે શરીર’થી કોઈ પણ ઓળખાણ નહિ ! અને અહીંથી જ આ જ વિચિત્રતા’ઓ તે બંને માટે એક પ્લસ પોઈન્ટ બની રહે છે અને બીજી કે ત્રીજી ચિઠ્ઠીમાં જ ઈલા તેના દુખદ દાંપત્યજીવન’ની ઘટના સાજન [ સાજન ફર્નાન્ડીઝ – ઈરફાન ખાન ] સમક્ષ ખોલી નાખે છે !

એકરીતે આ મુવી એકલતા’નું મહાકાવ્ય છે , કે જ્યાં એક વ્યક્તિ એકલો પડી ગયો છે [ સાજન – ઈરફાન ખાન ] , બીજો વ્યક્તિ એકલો પાડી દેવામાં આવ્યો છે [ ઈલા – નિમ્રત કૌર ] , ત્રીજો વ્યક્તિ એકલો જન્મ્યો છે [ અનાથ એવો શેખ – નવાઝુદ્દીન સિદ્દીકી ] અને ચોથા પાત્ર તરીકે બે સ્ત્રીઓ તેમના બીમાર જીવનસાથી’ને કારણે પરાણે એકલી પડી ચુકી છે ! [ દેશપાંડે આંટી – ભારતી આચરેકર અને ઈલા’ની મમ્મી – લીલેટ દુબે ] . . . કે જ્યાં એકને કોઈ કુટુંબ’માં બચ્યું નથી , એક’નું કુટુંબ તૂટી ચુક્યું છે , એક કુટુંબ બનાવવા માટે ફાંફા મારી રહ્યો છે અને અન્ય’નું કુટુંબ બસ તૂટવામાં જ છે [ મૃત્યુ’ને કારણે ]

. . અહીંયા પુરુષ પાત્રો એકરીતે ભાગ્યશાળી રહ્યા છે , કારણકે તેમના સ્વજનો મૃત્યુ પામ્યા છે અથવા તો છે જ નહી ! ત્યાં બીજી બાજુ સ્ત્રી પાત્રો , તિરસ્કૃત થઈને અથવા તો બીમારી / મરણ’નો માર ઝીલીને એકલતા ભોગવી રહી છે  . . . તેઓ ધીમું મોત જોઈ રહ્યા છે / છુપી બેવફાઈ’નાં રૂપમાં પાંગરતી વિરહ’ની વેદના અનુભવી રહ્યા છે ! માટે જ . .  ક્યારેક અતિ બોલીને અથવા તો લાગણીશૂન્ય થઈને તેઓ જીવનરસ ગુમાવી રહ્યા છે [ વાસ્તવિક જીંદગીમાં પણ મોટાભાગે સ્ત્રીઓ’ને જ આવી પરિસ્થિતિ’ઓમાંથી પસાર થવાનું આવતું હોય છે , કદાચિત માટે જ ઉપેક્ષિત સ્ત્રીઓ વધુ બોલબોલ કરતી હોય છે , કેમકે તેમનું નજીકનું સ્વજન / કુટુંબ જ તેમને સાંભળતું હોતું નથી અથવા તો સંભાળતું હોતું નથી ! ]

ll

હવે જો મુવી’નું બીજું ધ્યાન ખેંચતું પાસું લઈએ તો , તે છે ” ભોજન ” . . કે જે શારીરિક અને માનસિક એમ બંને રીતે પોષિત કરે છે ! શારીરિક તો ખરું જ , પણ માનસિક પણ એ રીતે કે તે આપણા કોઈ પ્રિય દ્વારા ખાસ આપણા માટે બનાવાયું હોય છે કે જાણે તે એક પ્રકારે આપણા રોમરોમ’માં સુગંધ રૂપે વ્યાપી’ને આખરે આપણને સાચો ઓડકાર અપાવે છે [ ઓડકાર એ રીતે , એક પ્રકાર’નો ટહુકો જ છે કે જે આભાર વ્યક્ત કરે છે  . . અહીંયા રાક્ષસી ઓડકાર’ની વાત નથી , તેને તો ડકાર કહેવાય 😉 ] . . . મુવી’ની શરૂઆત’માં ભોજન’ની એક રાહ હોય છે  . . . પેલી’ને પહોંચાડવાની અને પેલાને સુંઘવા’ની ! પણ ધીમે ધીમે તે સ્તર પસાર થાય છે અને તેઓ માનસિક સ્તરે એકબીજા સાથે જોડાતા , હવે રાહ શરુ થાય છે . . . પેલી’ને કશું કહેવાની , કશું વહેંચવાની , કઈ પણ કહેવાની [ કશું પણ રેન્ડમ / વિચિત્ર ] તેને ખાતરી છે કે સામેવાળો સાંભળે છે , આપણને સમજે છે [ એટલીસ્ટ , સમજતો નહિ હોય તો પણ કઈ નહિ કહે ! અને એ બહાને ઘણું કહી પણ દેશે ! ] જાણે એક પ્રકારની ધરપત બંધાઈ ચુકી છે  . . વિશ્વાસ / આશ જન્મી ચુકી છે અને જ્યાં આશા હોય છે ત્યાં ચાતક નજરે જોવાતી રાહ પણ હોય છે . . . રાહ ત્યાં રાહત અને ચાહ ત્યાં ચાહત ! આમ અહીંયા ભોજન’રૂપી રાહ’માંથી ચાહ પ્રગટે છે !

ll1

એકલતા જો અંત પામે તો તેના ડગલે ને ડગલે પાછી વ્યાકુળતા આવી પહોંચે છે  . . . પત્ર’ની વ્યાકુળતા , તેના જવાબ’ની વ્યાકુળતા , ડબ્બા’ની વ્યાકુળતા , ડબ્બો સાફ થઈને આવે તેની વ્યાકુળતા , ડબ્બામાં આજે શું ભર્યું હશે તેની સુગંધ લઇ લેવાની વ્યાકુળતા , ખોટી જગ્યા’એ સાચી વ્યક્તિ માટે સાચો ડબ્બો લઇ જતા ડબ્બા’વાળાની રાહ જોવાની વ્યાકુળતા , ઘડિયાળ’નાં કાંટા’ની તેના યોગ્ય સ્થાને જતા જોવાની વ્યાકુળતા , એકબીજાને જાણવાની અને પત્ર દ્વારા માણવાની વ્યાકુળતા , સામેનું પાત્ર કેવું દેખાતું હશે એવી તો નહિ પણ તેને ક્યારે મળાશે તેની વ્યાકુળતા , કેમ કે અહીંયા રૂપ અને ઉંમર એવા બે પ્રમુખ ઉંબરા’ઓ તો ક્યાર’નાં પસાર થઇ ચુક્યા છે  . . . જેમકે મેં કહ્યું તેમ , એક જમે છે અને બીજો ધરાય છે ! ટ્રેઇનીંગ મળવાની વ્યાકુળતા [ શેખ માટે ] , ત્યારબાદ નોકરી મળવાની અને પ્રમોશન મળવાની વ્યાકુળતા , તેના આધાર પર સ્થિર લગ્નજીવન ઝંખવાની વ્યાકુળતા , એક નવો સંબંધ બંધાવવાની વ્યાકુળતા અને આખરે તેને એક નામ મળે તેની વ્યાકુળતા। . . . અહીંયા હરેક પાત્ર કોઈને કોઈ રીતે વ્યાકુળ છે અને સતત કઈ ને કઈ કર્યા જ કરે છે ! અને પાછુ આ બધું થવા સમયે સ્ક્રીન પર માત્ર કોઈ બે પ્રમુખ પાત્રો જ હાજર હોય છે ! અહીંયા ભીડ’માં પણ એકલતા દર્શાવતો આ પ્રયાસ અત્યંત સરાહનીય બન્યો છે !

ll2

ફિલ્મ’માં Contrast ઠાંસી ઠાંસી’ને ભર્યો છે , કે જ્યાં એક પાત્ર યુવાની’નાં પ્રવૃતિઓ’ ધમધમતા સમય’માં નવરું નથી થતું , ત્યાં બીજું પાત્ર નિવૃત્તિ તરફ પ્રયાણ કરી રહ્યું હોય છે ! . . કે જ્યાં એક પાત્ર બોલબોલ કરે છે ત્યાં બીજું પાત્ર મૌન’થી લથબથ છે [ પાછા અહીંયા બે પાત્રો મૌન છે , એક પરાણે મૌન રહે છે અને બીજું પોતાની મરજી’થી મૌન રહે છે ] . . . કે જ્યાં એક’નો પતિ કોમા’માં છે [ દેશપાંડે આંટી  ] છતાં પણ તેણી તેને તો સાચવે જ છે પણ તેના પ્રિય એવા પંખાને પણ સાચવે છે કે જેને તેનો પતિ દિનરાત પથારીમાં પડયો પડયો તાકતો રહે છે ! . . . ત્યાં બીજી સ્ત્રી , [ લીલેટ ] અગાઉ જ તેનો પુત્ર યુવાનીમાં મૃત્યુ પામી ચુક્યો હોય , હવે તેનો બીમાર પતિ મૃત્યુ પામશે ત્યારે શું થશે , તેના વિચારમાં છે . . . કે આ વખતે લાલ એમ્બ્યુલંસ આવશે કે સફેદ એમ્બ્યુલંસ ? હવે તેને ભૂખ લાગશે કે નહિ ? પછી હવે તે શું કરશે ? અને આખરે ત્રીજી સ્ત્રી , ખુદ ઈલા કે જેના માટે તેનો પતિ જીવતે જીવ જ મૃત્યુ પામી ચુક્યો છે અને તે પોતે તેની સાથે શું કરી રહી છે , તેનો વિચાર જ કરતી રહે છે ! અને મનોમન ભૂતાન’ની આદર્શ ખુશી’ઓવાળી જીવન’ની મહેચ્છા કરતી રહે છે કે જેની વાત તેણે તેની નાની દીકરી’નાં પુસ્તક’માં વાંચી હતી ! [ આ ત્રણે ત્રણ સ્ત્રીઓ’ની વાત એકબીજા સાથે અજબ’ની ટકરાય છે અને એકબીજા સાથે અજબ’ની જોડાય પણ છે ! ]

ll3

કે જ્યાં એક પુરુષ પાત્ર મીંઢું અને દગાબાજ છે , ત્યાં બીજું પાત્ર જીવંત અને નાની નાની ખુશીયો’થી પોતાના આવનાર જીવન’ને ભરવામાં મથતું રહે છે અને ત્રીજું પાત્ર તો વળી નહિ મીંઢું કે નહિ જીવંત પણ બસ એક અલગ જ દુનિયામાં વિહરતું રહે છે કે જે બસ અન્ય લોકોની દુનિયામાં કુતુહલ’થી કૈક શોધ્યા કરે છે , કે જે સમય કરતા વહેલો એકલો પડી ગયો છે અને આ શહેર’માં પોતાનું વ્યક્તિત્વ / ઓળખાણ શોધતો ફરી રહ્યો છે . . . કે જેના હાલહવાલ પૂછનાર કોઈ નથી , પણ એક દિવસ એક અજાણી ખૂશ્બો તેના જીવન’ને એક અલગ જ ટ્રેક પર લઇ જાય છે કે જે ટ્રેક પરના ડબ્બા’ઓમાં જ પેલા ડબ્બા’વાળાઓ તે અજાણ્યા ડબ્બા’ઓ લઇ જતા હોય છે ! [ જોયું , ડબ્બા’ઓમાંના ડબ્બા’એ એક ડબ્બો ગોતી લીધો 🙂 ]

કે જ્યાં પ્રમુખ પાત્રો હિંદુ / મુસ્લિમ અને ક્રિશ્ચિયન છે . . . મુંબઈ’નાં બે અલગ અલગ છેડાના જીવન કરતા [ અતિ ધનાઢ્ય અથવા અતિ ગરીબ એવી ઝુંપડપટ્ટીઓ ] અહીંયા બંને’ને જોડતી કડી સમાન માટુંગા / બાંદ્રા / ડોંગરી જેવા ઇલાકાઓમાં ધબકતું મુંબઈ’નું સામાન્ય જીવન ધબકતું દેખાડાયું છે . . . અહીંયા પાત્રો / સ્થિતિઓ એક પ્રકારે આધુનિક છે , પણ એ બધા જ એક જૂની યાદો જેવા જગત’માં રહે છે . ફિલ્મ’નો ખરો ચાર્મ અહીંયા એ રીતે ઉભર્યો છે કે ક્યાંય પણ SMS / ઈ-મેઈલ્સ જેવા આધુનિક સંદેશાવ્યવહાર વિના જ પત્રોની એક સુગંધી દુનિયા આકાર પામી છે કે જે ડગલે ને પગલે એક Nostalgia જન્માવે છે . ફિલ્મ એ રીતે પુરાણી યાદોનો બગીચો બની રહી છે ! જેમકે CD / DVD’ના જમાનામાં પણ ફિલ્મોની કેસેટો સંઘરતી દેશપાંડે આંટી , અને તેમાં પણ મહતમ વાગતા 90’નાં દશક’નાં ગીતો . . એ.સી રેસ્ટોરંટ’ની જગ્યાએ કુલર’વાળું માટુંગા’નું કાફે , દુરદર્શન’ની તે સદાબહાર જૂની સીરીયલ્સ , ગવર્નમેંટ કોલોની અને તે ગીચ પાડોશ . . . અને આવું તો ઘણું બધું કે જેમાં ક્યાય કરતા ક્યાય જરા સરખો પણ મેલોડ્રામા કર્યા વિના સમગ્ર મુવી એટલી તો વાસ્તવિકતા’ની નજીક બનાવાયેલી છે કે ક્યારે ફિલ્મ પૂરી થઈ જાય તે તમને ખબર પણ નહિ પડે અને સમગ્ર ઘટનાક્રમ તમારા માનસપટ્ટ પર છવાઈ જશે !

અને હવે જો એક્ટિંગ’ની વાત કરીએ તો બસ વાત જ કરો માં . . ! કે પછી વાત જ પૂછો માં ! કે પછી પડતી મેલો 😉 [ જોયું કેવું વાત’આવરણ’ ઉર્ફે વાતાવરણ ઉભું કર્યું 😀 ] મુખ્યત્વે ચાર પાત્રો અહી તમને હલબલાવી નાખે તેવી સ્વસ્થતા’થી ઉભા કરાયા છે . . .સૌથી પહેલા જો ઈરફાન‘ની વાત કરીએ તો તેણે કદાચિત અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ અને સંતુલિત અભિનય અહીંયા કર્યો છે ! માત્ર આંખો’થી અને ચહેરા’ના હાવભાવ થકી પણ જો કોઈ આખી ફિલ્મ ખેંચી કાઢે તો તે ઈરફાન છે .

એક દ્રશ્ય’માં જયારે તે તેના મનગમતા [ માણીગર ] પાત્ર’નું નામ પોતાના મુખે પહેલી વાર બોલે છે , ત્યારે કદાચિત અડધી’એક મિનીટ માટે પણ તેણે જ અકળ ભાવ ઉપસાવ્યા છે , કે તમે છુટ્ટા સિક્કા’ઓના ઘા કરવા માંડો [ જો કે પછી’થી બધા સિક્કા વીણી લેવા , કારણકે પરચુરણ’ની અછત ચાલે છે 😉 ] આ વ્યક્તિ સમગ્ર મુવી’માં એટલો તો અકળ દર્શાવાયો છે કે ઘડીક તો તમે તેનો તાગ જ નાં પામી શકો ! કે જેને કળવો તો ઠીક પણ મળવો પણ મુશ્કેલ છે . . કે જેની પાસેથી કૈક બોલાવવું પણ મુશ્કેલ છે !!! ઈરફાન’ની દેડકા જેવી મોટી મોટી આંખો ઘડીકવાર તો તમારા અસ્તિત્વ’માં ડ્રાઉં કરી જશે 😉

અને તેની સામે અને મુવી’માં ખરેખર સામે અજબ’ની ટક્કર ઝીલી છે , નવતર એવા નવાઝુદ્દીન સિદ્દીકી’એ . . . એ હદે તે અહીંયા જીવંત દર્શાવાયો છે [ ગુડ મોર્નીગ સર ! – એક જ જિંદગી અને એક જ મોકો , આવે એટલી વાર અને મારી દઉં ચોક્કો 🙂 ] તેની આંખોમાં તમને તે અજબ’ની જીજીવિષા દેખાશે કે જેનું ખેંચાણ કોઈ પણ અનુભવી શકે ! પૂરી ફિલ્મ’માં મહતમ તેના અને ઈરફાન’નાં જ સાથે સાથે’નાં દ્રશ્યો છે અને હરેક દ્રશ્ય’માં તે એવી તે ટક્કર આપે છે કે ઘડીક તો તમે ઈરફાન તે દ્રશ્ય’માં છે તે જ ભૂલી જાઓ [ બોમ્બે ટોકીઝ બાદ આ બીજું ધાંસુ પરફોર્મન્સ . . . ] . . . અને આ બંને ધાંસુ’ની ધાંસુ ઘાત જેવા કલાકારો સામે ચુપચાપ એક્ટિંગ’નાં ખીલા ખોડી દીધા છે , નિમ્રત કૌરે ઉર્ફે ઈલા’એ . .

એક રોજબરોજ’ની ચવાઈ ગયેલી જિંદગી કે જ્યાં ક્યાયથી કોઈનો પ્રેમ તો શું , આભાર પણ નથી મળતો તેવી એક ફિક્કી ગૃહિણી’નાં પાત્રમાં કે જેની પાસે બસ એક મઘમઘતી રસોઈ સિવાય કશું જ બચ્યું નથી !!! તેણી , તે હદે કુદરતી લાગે છે કે રીતસર તેના ચહેરા પર તે ભાર વર્તાય છે કે જે ઘણા સમયથી ચુપચાપ વેંઢારતી આવી છે . . . અને ચોથું પાત્ર છે , ચહેરા વગર’ની એવી દેશપાંડે આંટી’નો અવાજ , ભારતી આચરેકર’નાં અફલાતુન લહેકા’માં [ જોજો તમે તે ‘ ઈલા ‘ એવી રાડ નાખે ત્યારે . . . ઈલા એ ઈલા ! ]

– – – – – – – – – – – – – – – – – – – – – – –

આ ફિલ્મ સામાન્ય લોકો’નાં રોજબરોજ’ની , એક સમાન જ ચાલતી રહેતી ઘટમાળ’ની એક એવી અસામાન્ય કહાની છે કે જે થોડી જ ક્ષણો’માં ઘણું બધું કહી જાય છે અને ઘણું બધું જીવી પણ જાય છે . . . ઈલા અને સાજન પત્રવ્યવહાર’માં થોડા તો થોડા શબ્દો’માં , પણ કૈક અજબ જ ફિલોસોફી જીવી જાય છે . તેમની પાસે ભારેભરખમ શબ્દો નથી , કે નથી કોઈ કાવ્યાત્મક અભિવ્યક્તિ . . . પણ તેમ છતાં તેઓ એકબીજાની સંગત’માં જીવંત બની જાય છે . કેટલાક પત્રો તો ખુબ જ સામાન્ય એવી રોજબરોજ’ની વાતો અને દ્રષ્ટિકોણ’થી લખાયેલા છે , છતાં પણ તે તમને સ્પર્શી જાય છે . . . અહી રહેલા પાત્રો કાઈ વેવલા નથી કે જે બસ ટાઈમપાસ કરવા અથવા તો બસ લાઈન મારવા ખાતર જ ફેંકાફેંક કરે છે . . . પણ તે એવા વ્યક્તિઓ છે કે જેમની પાસે કોઈ વ્યક્તિ જ નથી [ જે કોઈ અન્ય છે , તે સપોર્ટીવ છે , પોતાનું નથી કે જ્યાં હૈયાવરાળ ઠાલવી શકાય ] , કોઈ રોમાંચ નથી , કોઈ પેશન નથી . . . તેમનું જીવન બસ એમ જ ચાલ્યે રાખે છે , કઈ પણ નવું ઘટ્યા જ વિના ! નીચેના પત્રમાં જુઓ [ અલગ અલગ પત્રો’નાં અલગ અલગ હિસ્સા’ઓને દર્શાવતો ભાગ ] તેઓ એકબીજા સાથે ખરેખરો સંવાદ કરે છે , એકબીજાને જાણે છે અને એ રીતે તે વ્યક્તિ / ક્ષણ / શબ્દ અને ઘટના’ને જાણે છે અને પિછાણે છે . . . એક સાચા અર્થ’માં તેઓ જીવે છે , ધબકે છે અને ચાતક નજરે એકબીજા માટે રાહ જુવે છે . તેઓ પાસે કહેવા માટે કૈક એવું સામાન્ય છે કે જે સાંભળનાર [ અહીંયા વાંચનાર ] અસામાન્ય બનાવી દે છે . . બે સામાન્ય લોકો એકબીજાની સંગત’માં અસામાન્ય બની જાય છે . . મતલબ કે ખુદ’ની નજર’માં તો તેઓ સામાન્ય છે પણ એકબીજા’ની નજરોમાં / કલ્પનામાં તેઓ કઈક ઊંચું સ્થાન ધરાવે છે .

1] Dear Ila, your husband sounds like a busy man. Life is very busy these days. There are too many people and everyone wants what the other has. / 2] Years ago you could find a place to sit in the train every now and then. But these days it’s different. If (unintelligible name) wakes up now, he will see the difference… and probably go back to his (unintelligible). / 3] When my wife died, she got a horizontal burial plot. I tried to buy a burial plot for myself the other day. And what they offered me was a vertical one. I’ve spent my whole life standing in trains and busses. Now, I’ll have to stand even when I’m dead. / 4] Why don’t you have another child? Sometimes, having a child can help a marriage.

– – – – – – – – – – – – – – – – – – – – – – –

ફિલ્મ’નાં કેટલાક અદભુત દ્રશ્યો’માં

1) સાજન’ને [ ઈરફાન ] જયારે પહેલી જ વાર ડબ્બા’માંથી કૈક અનોખી મહેક આવે છે , તે સમય’નાં હાવભાવ અને ઈલા’ને તે સાંજે જ પૂરો ડબ્બો સાફ થઈને ચટ્ટાક થઇ’ને આવ્યો તેનું સાનંદાશ્ચર્ય ! 2) ટ્રેન અને ઘર’નાં રેડીયો’માં વાગતું એક જ ગીત , અને બંને’નાં મુખ પર’ની મલકાટ

3) પતિ ઘર’માં હોય છે , ત્યારે ઉપર રહેતી આંટી સાથે ચુપચાપ વાત કરવા રસોડા’નો નળ ચાલુ કરી તેના અવાજ’માં પોતાનો અવાજ ભેળવી દઈને વાત કરતી ઈલા 🙂 4) સાજન સાથે દેશપાંડે આંટી’નાં પતિ અને તેમના પંખા’વાળી અર્થહીન વાતો કરતી ઈલા . . . અને જાણે અજાણે તેની અને તેમની દશાઓ એક જેવી જ છે , તેમ કહેવા માંગતી કહે છે કે शायद और कुछ है ही नहीं !

lj 5) ઈરફાન અને નવાઝુદ્દીન’નાં કેટલાક અદભુત હળવા દ્રશ્યો ; જેમકે . . સર , ઓફીસ’વાળાઓ કહે છે કે તમે એક બિલાડી’ને પાટું માર્યું હતું ? . . . ના ના , એ તો એક બુઢ્ઢો હતો ! તેને ધક્કો માર્યો અને તે બસ નીચે આવી ગયો ❗ તે સમયે શેખ’નાં મોં પર જે બાર વાગી જાય છે 😉 6) ટ્રેન’માં અપડાઉન સમયે સુટકેસ પર શાકભાજી કાપતો શેખ ! કેમકે ઘરે જઈને સીધો વઘાર જ કરવાનો રહે [ જે જે લોકો’એ આવી સેવા કરવી હોય તેઓ ઘરે પોતપોતાની પત્નીઓ પાસે નામ નોંધાવી શકે છે 😉 ]

7) સદગત પત્ની’નાં પ્રિય ટીવી સીરીઝ’નાં રેકોર્ડેડ ભાગ જોતો સાજન ફર્નાન્ડીઝ અને જે તે દ્રશ્ય સમયે તેની પત્ની કેવી નિર્દોષતા’થી હસી પડતી તેની મનોમન કલ્પના કરતો તે ! 8) પોતા’નાં ઘરમાંથી સામેના ઘરમાં એક જ ટેબલ પર ભોજન લેતા પરિવાર’ની કલબલાટ જોતો સાજન

lk

9) હંમેશા કોઈ પણ વાત / કહેવત’ની પહેલા ” મારી અમ્મી હંમેશા કહેતી હતી કે . . ” એવું ઉમેરતો શેખ ! અને જયારે સાજન તેને પૂછે છે કે એલા તું તો અનાથ છો , ને ? ત્યારે શેખ કહે છે કે : હાં , પણ આવું કહેવાથી વાત’માં વજન આવે છે 🙂 10) પહેલા ટ્રેઈન’ની અંદર બેસતો કે ઉભો રહેતો સાજન , હવે દરવાજા પાસે લટકતો – હવાની લહેરખીઓ પોતાની ઝુલ્ફોમાં ઝીલી રહ્યો છે !

11) એક દ્રશ્ય’માં સાજન’ને પુછાયેલા બે સવાલો’ની વચ્ચે તેના મુખ પર પ્રગટતી હાવભાવ’ની એ અકળ દુનિયા 12) ભીડ’માં ખોવાયેલા સામાન્ય લોકો’નું એક ચિત્ર અને તેમાં પોતાના હોવાનો અર્થ શોધતો સાજન !

13) લંચ’ટાઈમે પોતાના કેળા / સફરજન લઈને સાજન’નાં લંચ’માં ભાગ પડાવવા આવી જતો શેખ 🙂 14) ઓફીસ’નાં કામ’માં ભૂલ પકડાતા શેખ’ની ભૂલ’ને છાવરતો સાજન !

15) શેખ’નાં નિકાહ સમયે’નું વિચિત્ર ફોટો’સેશન ! 16) અને ફિલ્મ’નો અકળ અંત કે જ્યાં કથાનો પ્રવાહ કઈ દિશામાં જશે અને શું થશે ? તેનું વિસ્મય !

કેટલાક અદભુત સંવાદો 

1) ડિયર ઈલા , જિંદગી ઝડપી અને સંઘર્ષ’મય બનતી જાય છે અને હરેક’ને એ જોઈએ છે કે જે બીજા પાસે છે !

2) પરિસ્થિતિઓ / સંજોગો એટલા ખરાબ હોતા નથી કે જેટલા પહેલી નજરે દેખાય છે .

3) જો આપણે કોઈને કહીએ નહિ અથવા તો આપણી પાસે કોઈ સાંભળનાર ન હોય , તો આપણે યાદો / ઘટના’ઓ ભૂલી જઈએ છીએ !

ln

4) ક્યારેક ખોટી ટ્રેઈન પણ સાચી જગ્યા’એ લઇ જાય છે !

My Rating : 9 / 10 > Homeमेरी माँ हंमेशा कहेती है . . !

IMDb : 8 / 10 by 7,300 + People { by March 2014 }


Below 7.5 / 10


2} Club 60 , 2013

કદાચિત ફારુખ શેખ’ની અંતિમ મુવી ! અને એઝ યુઝવલ અહીંયા પણ એટલા જ મસ્ત અને હેપનિંગ લાગે છે  . . . લોકો હિરોઈનો માટે કહેતા હોય છે પણ અહીંયા હું તેમના માટે કહીશ કે તેમના વાળ એટલે વાળ અને તેમાં પણ તેમની ઉડતી ઝુલ્ફો  . . .

1

સ્ટોરીમાં તો , ડો.તારીક અને તેમના પત્ની હજુ હમણાં જ તેમનો જુવાનજોધ દીકરો ગુમાવીને પુના’થી મુંબઈ શિફ્ટ થયા હોય છે અને આજ ઘણા દિવસો બાદ પણ ડો.તારીક તેમાંથી બહાર આવી શક્યા નથી અને ડીપ્રેશન’નો શિકાર થઇ ચુક્યા હોય છે અને જિંદગી’થી થાકી હારી ચુક્યા હોય છે  . . . પણ , ત્યાં જ એક માથાફરેલ અને વિચિત્ર એવો તેમનો હમઉમ્ર બુઢ્ઢો તેમને ભટકાય છે કે જે તેમને જિંદગી વિષે એક નવો જ પાઠ ભણાવી દે છે કે  . . . ” જિંદગી આપણને પાઠ ભણાવે તે પહેલા જ આપણે જિંદગીને પાઠ ભણાવી દેવો જોઈએ 😉 ”

2

અહીંયા ઘણા ગમતા અને ખાસ તો જોવા ગમતા કલાકારો’નો શંભુમેળો છે।  . . સારિકા , રઘુવીર યાદવ , ટીનું આનંદ।  ફિલ્મ એકંદરે ક્યાંક ક્યાંક ઝોલા ખાય છે , પણ ફારુખ શેખ અને સારિકા’ની જોડી’ના સંવાદો અને ચર્ચા ખુબ જ સુંદર દેખાડાઈ છે  . ફિલ્મ એક મસ્ત સંદેશ આપે છે કે : તમે એકલા જ દુખી નથી  . . . જરા આજુબાજુ જુઓ તો ખ્યાલ આવશે કે ઘણા લોકો પોતાના કુત્રિમ હાસ્ય’નાં ઓઠા તળે પોતાની ગમગીની છુપાવીને બેઠા છે !

My Rating : 7 / 10 > Home < Alvida

IMDb : 7.6 / 10 by 130 + People { by March 2014 }

અલવિદા ફારુખ શેખ  . . . આપની સાથે અમારો સમય ખુબ જ સુંદર વીત્યો .


3} Singh Saab the Great , 2013

ઓકે , તો પહેલી વાત એ કે ગોવિંદા’ની જેમ જ સની દેઓલ મારો ફેવરીટ એક્ટર્સ’માનો એક છે [ કે જેમની કોઈ પણ ફિલ્મ’નો થોડો પણ ભાગ ગમે ત્યાંથી શરુ કરી શકાય ] . . . . અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ’નો અત્યાર સુધી’નો સૌથી ફેમસ એક જ શબ્દ’વાળો ડાયલોગ પણ તેણે જ આપ્યો છે અને તે છે . . ” ઓયેયેયે ” 🙂

ફિલ્મ’ની સ્ટોરી અને થીમ સારી છે , પણ આખરે ફિલ્મ ઘણી વેરવિખેર લાગે છે  . . . જુસ્સેદાર ડાયલોગ્સ અને સની દેઓલ’ની સોલીડ સ્ક્રીન પ્રેઝન્સ છતાં ફિલ્મ અત્યારે બાકી બધી જે મસાલા ફિલ્મો આવે છે , તેના જેવી જ લાગે છે ! સની દેઓલ માટે એકવાર જોવાય , નહિતર કોઈ અફસોસ નહિ !

My Rating : 5 / 10 > Home < Oyeyeye

IMDb : 6.3 / 10 by 1,100 + People { by March 2014 }


4} Goliyon Ki Rasleela Ram-Leela , 2013

પહેલી વાત તો એ કે , આ ફિલ્મ’થી તો મને ક્યારેય આશા હતી જ નહિ [ અને આમેય નિરવ જો આશા રાખે તો , તે નિરાશા { નિર – આશા } જ કહેવાય ને 😉 ] ફિલ્મ’નો ફર્સ્ટ હાફ જ એટલો લબાડ છે કે તમે [ અહીંયા હું ] બીજા ભાગ સુધી તો માંડ પહોંચી શકો ! [ બીજો ભાગ , પહેલા કરતા થોડો વધુ સહનીય છે – સરાહનીય તો નથી જ , પણ . .  ! ] . . . શેક્સપીયર’ના રોમિયો-જુલિયેટ ડ્રામા’ની હમણાં હમણાં આ ફિલ્મ સહીત ઈસક ફિલ્મે પણ પથારી ફેરવી નાખી હતી [ એ ફિલ્મ તો મેં અડધે’થી જ મૂકી દીધી હતી – લબાડ એવા પ્રતિક બબ્બર’ને કારણે ! ] . . . કોઈક હવે આ બાબતે [ રોમિયો-જુલિયેટ ડ્રામા એડપ્શન પર ] જાહેર હિત’ની અરજી કરે તો સારું 😉  . . .

a

રજાડી અને સનેડા ❗ આવી તે કોઈ જાતી’ઓ હતી હશે ? [ ફિલ્મ’માં શબ્દો બદલાવ્યા , તો યે આવા મુકવાના ! 😉 ] એના કરતા તો રજાડી‘ને બદલે ” ભારાડી ” અને સનેડા‘ને બદલે ” વંઠેલા ” શબ્દો મુક્યા હોત તો ય વધુ મજા આવેત 😀

ભાગો . . . બા આવી !

ભાગો . . . બા આવી !

. . . . કમનસીબે આવનારી પેઢી ભવિષ્ય’માં સંજય લીલા ભણસાલી’ને ખામોશી અને બ્લેક જેવી અદભુત ફિલ્મોને બદલે રેઢીયાળ એવી રાઉડી રાઠોડ અને રામ-લીલા’નાં સર્જક તરીકે યાદ કરશે 😦 પૂરી મુવી’માં હિન્દી + ગુજરાતી ભાષા’નો એટલો વઘાર કરેલો છે કે હજુ ઓડકાર આવે છે ! ગીતો એક તબક્કે સારા છે , પણ લોકોએ જેમ તેને ક્લાસિક બનાવી દીધા છે તેટલા તો નહિ જ !!! [ એમાય પેલું ઢીંચક્યાવ ગીત તો . . . વાત જ જવા દો ! ]

. . . મહતમ ગીતો’નાં મુખડા અથવા તો અંતરા જ સારા છે અને બાકી જગ્યાએ રીતસર ફીંડલા વાળી દીધા છે ! હાં , કોરિયોગ્રાફી અને કેટલાક સેટ-પીસ અદભુત છે  . . . એમ તો દિપીકા પણ સુંદર’ની સુંદર ઘાત લાગે છે પણ આ ફિલ્મ’ની જગ્યાએ તેણીએ આ વેશમાં ફોટોશુટ કરાવ્યું હોત તો વધુ મજા આવેત અને વધુ મહેનત પણ ન પડેત 😉

d

રણવીર સિંહ આ ફિલ્મ’માં એટલો તો લબાડ લાગે છે કે જેટલો તો ઉદય ચોપડા પણ ધૂમ’માં નહોતો લાગતો [ ઓવરએક્ટિંગ’નો ખજાનો  . . . હું ડોન સુ , બાપુ 😉 ] અને પેલું ” તતડ તતડ ” ગીત તો મારા ખ્યાલે , સંજય લીલા ભણસાલી વિચારી રહ્યા હશે ત્યારે પાછળ વીજળી’નાં વાયરમાં શોર્ટ સર્કીટ થતા , તડતડાતી બોલી હશે તેમાં જ તેમને પણ તતડ તતડ સુજી ગયું હશે 😉

આ ફિલ્મ ઝાકમઝોળ’ની ઓઠા હેઠળ એટલું તો ચીલા-ચાલુ બનાવેલું હતું કે તેનું નામ રામ-લીલા નહિ પણ ચાલુ-ચીલા હોવું જોઈતું હતું !!

અને હવે મુરબ્બી સલીલ દલાલ’નાં શબ્દો’માં તેમની પ્રતિક્રિયા જાણીએ [ Same Pinch , Sir 😉 ]

My Rating : 3 to 4 / 10 > Home < Anti – BLACK !

IMDb : 6.4 / 10 by 5,300 + People { by March 2014 }

b

c


5} Jai Ho , 2014

ઓકે . . . ચાલો માન્યું કે , ફિલ્મ’ની સ્ટોરીલાઈન સારી છે કે  . . . તમે ત્રણ’ને મદદ કરો અને એ બીજા ત્રણ’ને મદદ કરે ! પણ એમાં આવડું મોટું પિચ્ચર બનાવી નાખવાનું , બકા ? એના કરતા તો આ મુવી નાં બનાવ્યું હોત અને એમાંથી શિખામણ લઈને બીજા ત્રણ લોકોએ પણ ફાલતું ફિલ્મ ન બનાવ્યા હોત , તો કેવડી મોટી સેવા થાત 😉

અને આ ડેઇઝી શાહ’ને કોણ ગોતી લાવ્યું છે ? મૂકી આવો પાછી , જ્યાંથી લીધી હતી ત્યાં’થી [ મ્યુઝીયમ’વાળા શોધતા હશે 😉 – કોઈએ ઇલેક્ટ્રિક કરંટ આપ્યો હોય તેમ ડાન્સ કરે છે ! આજુબાજુ’વાળા આપણી પાછળ રહી ગયા કે ધીમા પડી ગયા , તે કાઈ જોવા’નું જ નહી ?? ] . . અને વારેઘડી’એ સલમાન જે વિચિત્ર રાડો પાડે છે , એ તમે સાંભળી ? કોઈક આને મીઠા’વાળા પાણીના કોગળા કરાવો અથવા તો સન્ની દેઓલ પાસે [ સન્ની લીઓન નહિ હોં , પાછા ! ] રાડો નાખવાની ટ્રેઈનીંગ લેવા માટે છ મહિનાનો કોર્ષ કરાવો 😉

My Rating : 3 / 10 > Homeપરાજય હો !

IMDb : 6.3 / 10 by 5,900 + People { by Feb. 2014 }


Winner : The Lunchbox   Pleasant Watch : Club 60

Looser : Ram Leela , Jai Ho


at Last . . !

} Real Fm – [ TV Movie – by MTV ] – You can watch Whole movie here .

Created by : Anurag Basu  Director Akarsh Khuranna

[ My Take on This Movie : Such a Lovely Movie / Fresh air / Nice casting / Easy going crispy Script / Lovely Music / Teen Movie / Nice concept . . . What else you need ? Do Watch this Movie , you won’t regret it 🙂 ]

Summary : The story revolves around three close friends, who help each other out in achieving their goals. Rhea, the protagonist, is a 22-year-old girl who is happy-go-lucky and loves her two friends. Her dad, who runs a radio station, suffers a heart attack. In the wake of an emergency, coupled with a dwindling radio station, she takes it upon herself to turn things around. Along with her two friends, she not only saves the station but also brings about a welcome change in the programming with audience-generated live music content. A beautiful film about confident girls and the camaraderie they share, it also brings to you music from across India, in its truest sense.

The Melodious Song , played at last


} Hawaa Hawaai , 2014 – Directed by Amol Gupte [ Updated ]