ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , ,


< < શીપ ઓફ થીસીયસ મુવી વિષે ઘણી ઇન્તેઝારી હતી , અને આખરે ઘણા દિવસો બાદ મારું શીપ પણ કિનારે પહોંચ્યું 😉

< < લખતા લખતા , ઉમેરતા અને બધું એકઠું કરતા કરતા ધીમે ધીમે તે લઘુનવલ’માંથી મહાનવલ જેવડી પોસ્ટ બની ગઈ અને મારે આ ફિલોસોફીકલ રીવ્યુ’ને એક અલગ જ સ્લોટ ફાળવવો પડ્યો 🙂

< < તો ચાલો અનુભવવીએ અને લમણાઝીંક પણ કરીએ [ હાં , પણ એક વાત છે કે આ મુવી પહેલે જ કોળીયે શિરા’ની માફક નહી ઉતરે ! જો અહીંયા મન હશે તો માળવે જરૂર પહોંચાશે . . પણ , જો આ મુવી’નો પ્લોટ વિચિત્ર લાગ્યો હોય’ને , ન જોવાની ઈચ્છા થાય તોય કાઈ વાંધો નહિ , કારણકે એક વાત સનાતન છે : પરાણે પ્રીત ન થાય 🙂 ]

Also : Short films with Anand Gandhi [ Link ]

Total Pictures : 15 Steady & 2 Movable ( Gif )


Ship of Theseus , 2013

ડીરેક્ટર આનંદ ગાંધી’નાં શબ્દો’માં આ મુવી’નો પ્લોટ જાણીએ તો  . . .

મારી ફિલ્મમાં ત્રણ જુદી જુદી વ્યક્તિઓની વાર્તા છે. હું એમ કહીશ કે ત્રણ યાત્રા છે. . . પહેલી વાર્તા છે ચક્ષુહિન ફોટોગ્રાફર યુવતીની. સુંદરતા જોનારની આંખમાં હોય એવું કહેવાય છે પણ કોઈની નજર આંખોને બદલે બીજી ઈન્દ્રિયો હોય તો સુંદરતા કેમ માપી શકાય એ આ વાર્તામાં છે. બીજી વાર્તા સાધુની છે , જે સાધુ ઓછા અને શાસ્ત્રી વધુ છે. મૃત્યુ નજીક આવતા માની લીધેલાં જીવનનાં તથ્યો સામે ફરી પ્રશ્ર્નો ઊભા થાય છે. આત્મા, માણસ, જીવન, મૃત્યુ વગેરે શું છે? ત્રીજી વાર્તા યુવાન શેરદલાલની છે જે હંમેશાં કામમાં વ્યસ્ત રહે છે. એ સીમિત રીતે જીવન જીવી રહ્યો છે. એની જિંદગીમાં એક એવી ઘટના બને છે કે એનો દૃષ્ટિકોણ બદલાય છે.

શિશિર રામાવત’નાં શબ્દોમાં , [ તેમની પોસ્ટ મુજબ ] શીપ ઓફ થીસીયસ’ની મૂળ સંકલ્પના અથવા તો મૂળ થીયરી અથવા તો મૂળ તત્વ આ રહ્યું  . . .

‘ શિપ ઓફ થિસિયસ‘ ટાઇટલનો અર્થ શો છે? પ્લુટાર્ક નામના એક ગ્રીક ફિલોસોફર હતા. એમણે એક પાવરફુલ થિયરી રજૂ કરી હતી. ધારો કે જૂના થઈ ગયેલા કોઈ જહાજને રિપેરિંગની જરૂર છે. માનો કે જહાજનું કાલ્પનિક નામ ‘દરિયાદેવ’ છે. એની બનાવટમાં વપરાયેલા એક-એક લાકડાના પાટિયાને કાઢતા જઈને એની જગ્યાએ નવાં પાટિયાં ફિટ કરતા જઈએ તો એક સ્થિતિ એવી આવે કે જહાજમાં એક પણ જૂનું પાટિયું ન બચે. એનાં બધેબધાં પાટિયાં રિપ્લેસ થઈ ગયાં હોય. તો શું હજુય આ વહાણને’દરિયાદેવ’ જ ગણવું? કલ્પના થોડી આગળ વધારો અને માની લો કે ફેંકી દેવામાં આવેલાં પેલાં જૂનાં પાટિયાંને ભેગાં કરીને એમાંથી ફરી એક વહાણ બનાવવામાં આવે છે. આ નવા બનાવેલા જહાજની ઓળખ શી? બન્ને વહાણમાંથી કયા જહાજને ઓરિજિનલ ‘દરિયાદેવ’ ગણવું? આ ફિલોસોફિકલ પેરાડોક્સ અથવા તો વિરોધિતા ‘શિપ ઓફ થિસિયસ’ તરીકે જાણીતી થઈ છે.

જો આ ત્રણેય વાર્તાઓ’ને થોડીક વિસ્તારથી કહીએ તો , [ કહાની’નાં વર્ણન’નાં આ શબ્દો બેઠે-બેઠા શિશિર રામાવત’ના બ્લોગ પરથી લીધેલ છે – – કેમકે , જો ગુજરાતી ભાષામાં જ , જો તેઓ પહેલેથી જ વર્ણવાયેલા હોય તો ફરીથી શું કામ વર્ણન કરવું ? ]

પહેલી વાર્તા એક અંધ ફોટોગ્રાફર યુવતીની છે. એકલી એકલી સંપૂર્ણ કોન્ફિડન્સ સાથે એ મુંબઈમાં ફર્યા કરે ને કેવળ ધ્વનિ તેમજ આંતરિક સમજના આધારે ફોટોગ્રાફી કરતી રહે. એણે ખેંચેલી અફલાતૂન તસવીરોનું એક્ઝિબિશન પણ ગોઠવાય છે. એક દિવસ એની નિર્જીવ આંખમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ થાય છે. એ દેખતી તો થાય છે, પણ હવે એ ફોટોગ્રાફી કરી શકતી નથી. એ તો કાળા અંધકાર વચ્ચે ફક્ત અવાજોના જોરે તસવીરો ખેંચવા ટેવાયેલી હતી. આંખો મળતાં જ એની તસવીરો ખેંચવાની આંતરસૂઝ નષ્ટ થઈ ગઈ!

બીજી વાર્તા એક મધ્ય વયસ્ક સાધુની છે. સાધુ એક્ઝેક્ટલી જૈન નથી. ડિરેક્ટરે અહીં નામ દઈને ધર્મને ડિફાઇન કર્યો નથી, તે જરૂરી પણ નથી. સાધુ વિચક્ષણ છે, ધારદાર તાર્કિક દલીલો કરી શકે છે. ગંભીર બીમારીમાં એ ધરાર દવા લેતા નથી, કેમ કે એ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દવા બજારમાં મૂકતા પહેલાં નિર્દોષ પ્રાણીઓ પર જે રીતે અત્યંત ક્રૂર પદ્ધતિથી અખતરા કરતી હોય છે તેની સામે એમનો તીવ્ર વિરોધ છે. આત્યંતિક અહિંસાવાદી કહી શકાય એવા આ સાધુ લગભગ મૃત્યુની ધાર સુધી ફેંકાઈ જાય છે. તો હવે શું કરવાનું? દવા લીધા વગર મરી જવાનું? કે જિંદગીભર જે મૂલ્યોને નજર સામે રાખ્યાં છે એની સાથે સમાધાન કરી લેવાનું?

ત્રીજી વાર્તા આખો દિવસ શેરબજારમાં રમમાણ રહેતા યુવાનની છે. એણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડી છે. એને ખબર પડે છે કે મુંબઈમાં ગરીબ દર્દીઓની જાણબહાર એનાં શરીરમાંથી કિડની કાઢી લઈને વેચી મારવાનું કૌભાંડ ચાલે છે. આવા એક કેસનું પગેરુ શોધવા એ છેક સ્વિડન પહોંચે છે.

– – – – – – – – – – – – – – – – – – – –

ઓકે તો , અહીંયા મારે કાઈ કરતા કાઈ જ કહેવાનું રહેતું નથી , એટલું બધું વાર્તાતત્વ ઉપર ઠલવાઈ ગયું , તો પછી કોઈ કહેશે કે આમાં જોવાનું શું રહ્યું ? પણ યાદ રાખો કે ટીવી / ફોટા આપણે જોઈએ છીએ પણ તેમને સ્પર્શવા’નું , અનુભવવાનું તો આપણને જિંદગીમાં જ મળે છે  . . . . હા , તે રીતે આ મુવી તમને તેમની અંદર જ લઇ જશે ! જાણે તમે કોઈની નજીક અદ્રશ્ય રહીને તેમની જિંદગીને જોઈ રહ્યા હોય અને તેની અસરો તમારી પર પડી રહી હોય , તે હદે અહીંયા વાસ્તવિક ચિત્રણ થયું છે ! ફિલ્મ એક તબક્કે તમારી ધીરજ’ની ખુબ જ કસોટી કરી લેશે , પણ વાસ્તવિક જીવન એવું જ હોય છે કે ક્યારેક જાણે સમય થંભી ગયો હોય અને એક એક ક્ષણ દિવસ જેટલી લાગતી હોય અને બીજી બાજુ એટલી રાપોડી બોલી ગઈ હોય કે દિવસ આંખ’નાં પલકારાની માફક ક્યા ઉડી ગયો હોય તેનો કોઈ ખ્યાલ જ ન આવે  . . . મતલબ કે એવું લાગે કે જીવન તો આપણે જીવી રહ્યા છીએ , પણ તેની લગામ કોઈ ઔર’નાં હાથમાં રહેલી લાગે .

11

ક્યારે શું ઘટે . . કઈ માન્યતાઓ અચાનક તમને જ પડકારી બેસે . . અથવા તો હજુ ગઈકાલ સુધી જેમની સાથે જીવ્યા હોય કે પછી જે આપણા જીવન’ની પ્રમુખ વિચારધારા હોય તેની સામે જ પ્રશ્ન ઉભો થાય ! . . . તો પછી અત્યાર સુધી જે જીવાયું હતું , તે શું હતું ? બસ પ્રશ્નો પ્રશ્નો અને અફાટ એવા અનુતર પ્રશ્નો ! [ મેં હમણાં જ અનીલ જોશી’ની કોલમ ‘ કાવ્ય વિશ્વ ‘માં વાંચેલું કે સવાલો મહત્વના છે , નહિ કે જવાબો ! . . . સવાલ સાચો ઉઠવો જોઈએજવાબ ખોટો મળશે તો ચાલશે  . ] . .જીવન આખરે તો એક ગૂંચવાયેલો સવાલ જ છે , નહિ ? [ જૂની ગાંઠો ઉકેલી રહ્યા હોય , ત્યાં તો નવી બની ગઈ હોય  ]. . . આવું શા માટે થયું ? ખરેખર તેની કાઈ જરૂર હતી ? મારી સાથે જ શું કામ થયું  ? ઘણા લોકો કર્મ’નાં સિધ્ધાંત’ને આનું એક કારણ ગણે છે કે સારા કર્મ’નું પરિણામ સારું અને ખરાબ’નું ખરાબ  . . . પણ મને તેનો એક નિયમ જરા પણ નથી ગમતો , તે એ કે આ જન્મ’ના કર્મોનું ફળ તમને આવતા જન્મે ભોગવવું પડે ! . . . શું કામ ? અહીંયા આ જન્મ’માં જ કેમ નહી ?  . . . અને અહીંયાથી જ આ ફિલ્મ તમને આંચકો આપે છે . { અહીંયા હું સમગ્ર ઘટનાક્રમ’નો ઉલ્લેખ ત્રણ અલગ ઘટનાઓ તરીકે નહિ , પણ એક સમગ્ર ઘટના તરીકે કરું છું – ભલે આપણે જીવન’ને ભૂત / વર્તમાન / ભવિષ્ય’માં વહેંચીએ છીએ , પણ આખરે તો જીવન સળંગ દોરી સમાન જ હોય છે કે જેમાં ભૂત / વર્તમાન અને ભવિષ્ય’ની ગાંઠો પડતી જાય છે ! }

22

. . તે સાધુ કહે છે કે , કોઈ ઈશ્વર નથી  . . કોઈ સ્વર્ગ કે નર્ક નથી . . કે કોઈ કર્તા કે વિનાશક નથી  . . કોઈ તમારો ફેંસલો નહિ કરે કે તમને બચાવશે !! . . છે તો બસ માત્ર તમે જ અને માત્ર તમારા કાર્યો ઉર્ફે કર્મતમે જે પણ કાઈ કરો છો [ જાણે કે અજાણતા જ ] તેની એક અસર પડે છે [ નાના તો નાના સ્તરે ] . . અને , કાળક્રમે એક વિચારધારા , એક વર્તણુક એક માનવસભ્યતા’નો [ કે પછી અસભ્યતા’નો ] ઉદભવ થાય છે . . તમારી પાસે છે , માત્ર આજ જ [ નહિ ભૂતકાળ કે નહિ ભવિષ્યકાળ  – – – કારણકે એકમાં યાદ હોય છે અને બીજામાં સ્વપ્ન ! ] . . માત્ર વર્તમાન જ તમને કર્મ [ કાર્ય ] કરવાની આઝાદી આપે છે અને તે ક્ષણ’માં જ તમારે નક્કી કરી લેવાનું હોય છે કે તમારો રસ્તો શું હોઈ શકે અને ભવિષ્ય પર તેની શું સારી / માઠી અસરો હોઈ શકે ? . . . બસ તમારે એક જ વાત સમજવાની છે કે તમારું કર્મ અને તમારી જ જવાબદારી ! અહીંયા માત્ર કારણ’નો જ સિધ્ધાંત ચાલે છે . . કશું જ અહીંયા અકારણ નથી થતું ! ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં તે ઘટના’નાં બીજ રોપાઈ ગયા હોય છે [ જે તે સમયે તમને તેનો અણસાર આવ્યો હોય અને તેને તમે અવગણ્યું હોય તે પણ શક્ય બની શકે ]

. . . . એક જ સભાનતા રાખવી ઘટે કે સત્ય શું છે ? અને તમારું કર્મ શું હોય શકે ? જો આ બધા બખડજંતર છતાં તમને કોઈ અસંતોષ રહી ગયો કે પછી કોઈ ફરિયાદ રહી ગઈ હોય તો પણ એક સવાલ ઉઠશે જ , અને તે છે. . કે તેના નિવારણ માટે તમે શું કર્યું ? ખરા દિલથી કર્યું ? સાચી દિશામાં કર્યું ? [ કેટલું કર્યું અને કેટલા લોકોએ કર્યું , તેનો કોઈ અર્થ નથી ] . . પણ અર્થ છે માત્ર એક જ કે , શું તમે કોઈ પ્રયત્ન કર્યો ? થોડો તો થોડો , પણ શું તમે માર્યો હ’થોડો 🙂

માણો આ અદભુત રચના . . .

There are no celestial beings I know of.
There is no god.

Neither heaven, nor hell.
Neither a preserver, nor an owner of this universe.

Neither a creator nor a destroyer.
No eternal judge.

There is only the law of causality.
I take responsibility for my actions and their consequences.

The smallest of creatures have a life-force just like mine.
May I always have such compassion.

May I never cause any harm to anybody.
The truth is multi-faceted, and there are many ways to reach it.

May I find balance in this duality.
I pray, may my karma of ignorance be shed.

May my true self be liberated from the cycle of life and death.
And attain moksha.

ચાલો , હવે ફિલ્મ’માંથી મને ફિલોસોફી’રૂપી જે ખીચડી મળી હતી , તેને મેં તમારી માથે ઝીંકી દીધી [ તમારે એ નક્કી કરવાનું છે કે તમને એ ગરમ પડી કે પછી પડી જ નહી 😉 ] એક તબક્કે મને ફિલ્મ’નાં આખરી બંને ભાગ કરતા પહેલો ભાગ થોડો ઓછો ગમ્યો [ કે પછી થોડો ઓછો સમજાયો ! ] જ્યાં બાકીના બંને ભાગોમાં કૈક ને કૈક તરત જ ક્લિક થાય છે , કે જે તરત જ જનસમૂહ’ને સ્પર્શી શકે છે અને સવાલો ઉભા કરી શકે છે , તે પહેલા ભાગમાં થોડું વિચિત્ર અને ગૂંચવાયેલું લાગ્યું 😦

z1

. . . જેટલું હું સમજ્યો ત્યાં સુધી અંધ યુવતી’વાળો પહેલો ભાગ અનુભૂતિ’ની દુનિયા ઉજાગર કરે છે . મતલબ કે અનુભૂતિઓ’થી ઇન્દ્રિયો અને માણસ ઘડાય છે , નહી કે માણસ’થી અનુભૂતિઓ ! . . જે જગત દ્રષ્ટિ આવ્યા પહેલાનું હતું , તે દ્રષ્ટિ આવ્યા બાદ બદલાઈ ગયું [ મતલબ કે પહેલા દ્રષ્ટિ હતી અને હવે આંખો આવી ! ] હવે તે અનુભૂતિ નથી કે જે દ્રષ્ટિવિહીન અગોચર વિશ્વ’માં હતું ! જાણે આંખો આવ્યા બાદ સ્પર્શ અને ધ્વની’ની સંવેદના ચાલી ગઈ !!! [ અને સરવાળે સહજ એવો અહેસાસ’રૂપી આત્મા ] મતલબ કે સીધા શબ્દોમાં કહું તો , તે અંધ યુવતી પહેલા જે તે દ્રશ્ય / ઘટના’ને કંડારતી , તેમાં તેનું સમગ્ર અસ્તિત્વ નિચોવાઈ જતું [ તેને તે અડતી , સૂંઘતી , સાંભળતી , પૂછતી , મૂંઝાતી , અથડાતી – કુટાતી , વિસ્મય પામતી  . . . જાણે કે તે સમગ્ર ઘટનાક્રમ પોતાનામાં જીવતી અને અંતે ખુદ એક ઘટના બની જતી !! ]

જયારે હવે આંખોના આવ્યા બાદ . . માત્ર એક દ્રશ્ય અને બીજી બાજુ ક્લીક’નું એક બટન દબાવ્યું અને વાત પૂરી !!! જાણે કે એક યાત્રા અધુરી રહી ગઈ . . તે અજાણ્યાપણા’ની મજા જતી રહી [ પોતાના પાડેલા ફોટા’ઓની તે પોતાના બોયફ્રેન્ડ સાથે ચર્ચા કરતી , કે અહીંયા પિક્ચર’માં શું ઝડપાયું ? પ્રકાશ’ની અસર કેવી રહી ? એન્ગલ બરોબર છે ? . . ક્યારેક ક્યારેક તો તે તેની સાથે ઝઘડી પડતી અને પોતે સાંભળેલી વિગતો’એ આધારે સારા ફોટા પણ ડીલીટ કરાવી નાખતી ! ]

z2

. . . . જયારે સાધુ’વાળા ભાગમાં એક પડકાર એ છે કે . . . સિદ્ધાંતો / વિચારધારા તમે ઘડ્યા છે કે પછી જીવન’નાં વિવિધ તબક્કાઓ’એ ? શું જીવન’નાં કોઈ અલગ જ પડાવે તેનો કોઈ ઔર અર્થ હોઈ શકે ? શું સમગ્ર જીવન જ એક મહાસિધ્ધાંત’નું ઉદાહરણ નથી ! છેલ્લે , તમારી વિચારધારા ચાલશે કે પછી જીવનધારા ? જીવન છે તો સિધ્ધાંત છે કે પછી સિધ્ધાંત છે તો જીવન છે ? સિદ્ધાંતો’નાં નિર્વાહ માટે સમાધાન થઇ શકે ? કરી શકાય ? અને હાં તો કેટલું ? એટલું કે ભૂતકાળ’નું સમગ્ર જીવન જ ભૂંસાઈ જાય અને નવેસર’થી એકડો ઘૂંટવો પડે ? સાધુ’વાળા આ ભાગમાં એક રસપ્રદ પાત્ર આવે છે , ચાર્વાક નામે [ તર્ક’નાં જીવંત દાખલા સમાન ] . . . કે જ્યાં તેની અને સાધુ’ની જ્ઞાન-સંગત અને સાથે સાથે તર્ક-સંગત સતત ચાલતી રહે છે  . . . જાણે બેઉ’નાં સંવાદો થકી સત્ય’નું એક અલગ જ જગત રચાય છે અને નવા સત્યો બંધાય છે અને જુના તૂટતા જાય છે !

2b

. . . જેમ કે , કોર્ટ’નાં પરિસર’માં સાધુ એક અળસિયા’ને નીચેથી ઉપાડી નજીકના એક છોડ પર મુકે છે , ત્યારે બંને વચ્ચે છેડાતી ચર્ચા [ જુઓ નીચેનો વિડીયો ] . . કે પછી સાધુ જયારે મૃત્યુશૈયા પર પોઢેલા હોય છે , ત્યાર’નો આક્રોશ !

અને આખરી અને ત્રીજા ભાગ’નો જો એક જ શબ્દ’માં સાર આપવો હોય તો , તે છે ” પ્રયત્ન ” અને તે પણ એવો કે જે તમારા સમગ્ર અસ્તિત્વ’માંથી આવ્યો હોય  . . . કે જે સાચો અને હલબલાવી નાખનારો હોય  . . . કે જ્યાં તમે તમારા કેન્દ્ર’માંથી વિશ્વ’રૂપી પરિઘ’ને અડી જાઓ અને એ પરિઘ’થી જ તમારા સ્વકેન્દ્ર’ને જુઓ ! . . . જેમકે , અહીંયા નવીન સારો માણસ હોય છે , કોઈને નડવાનું નહિ અને ચુપચાપ પોતાની નાની જિંદગીમાં વધ્યે જવાનું ! પણ જયારે દાદી તેને એક સવાલ પૂછે છે કે તારી સારપ’નો દુનિયા’ને શું લાભ થયો ? ત્યારે ઘડીક નવીન ઓઝપાઈ જાય છે અને તર્ક થકી પોતાને સાબિત કરવા મથે છે . ત્યારે ફરી દાદી તેને કહે છે કે હું તને સ્વાર્થી નથી કહેતી , પણ તારી ભલાઈ’ની અસર સમાજ પર શું છે ? શું કોઈને તેનાથી મદદ મળી ? શું તારું વર્તુળ વિસ્તર્યું ? જો નહિ , તો તારી ભલમનસાઈ શું કામની ❓ પણ જયારે નવીન એક ઘટનાથી આઘાત પામીને પોતાનું સમગ્ર નીચોવી દે છે , ત્યારે પણ એટલો સફળ નથી રહેતો અને રોઈ પડે છે  . . . ત્યારે ફરી એ જ દાદી તેને કહે છે : તે પ્રયત્ન કર્યો , એ જ ઘણું છે અને આટલું તો આટલું , તું કરી શક્યો તે જ ઘણું છે ! [ જાણે થોડામાં ઘણું સમાઈ ગયું અને પગલામાં જગત મપાઈ ગયું ! ]

z3

– – – – – – – – – – – – – – – – – – – –

હવે જો ફિલ્મ’ની ટેકનીકલ ચર્ચા છેડીએ તો પહેલું જ ધ્યાન ખેંચતું પરીબળ પંકજ કુમાર’ની અદભુત એવી સીનેમેટોગ્રાફી છે [ મુખ પરના હાવભાવ હોય કે પછી પહેલું ફૂટતું સૂર્ય’કિરણ હોય કે પછી દુર સુધી લંબાયે જતો અફાટ રસ્તો હોય કે પછી ત્રણે ત્રણ ઋતુઓ’ની આભા હોય કે જ્યાં એક જ શહેર’નાં ત્રણ અલગ જ ચહેરાઓ દેખાડ્યા હોય – બોમ્બે’થી મુંબઈ સુધી અને પછી વિસ્તરતા સ્વીડન સુધી ! અંધ યુવતી’નું ભાવવિશ્વ હોય કે સાધુ’નું સરળ છતાં પણ  ગૂંચવાયેલું જગત હોય કે પછી નવીન’ની રોજબરોજ’ની નાની દુનિયાથી લઈને એક અલગ જ ચીલો ચાતરતી સ્વાર્થી દુનિયા હોય ! ]

અભિનય’માં તો અહીંયા એક થી એક ચડિયાતા અજાણ્યા કલાકારો લેવાયા છે , છતાં પણ સૌથી વધુ જો કોઈ ધ્યાન ખેંચતું હોય તો તે છે , સાધુનું પાત્ર ભજવતાનીરજ કબી ” [ તે હદે અહીંયા તેમનું વ્યક્તિત્વ આ કલાકારે ઉભું કરી બતાવ્યું છે . . . આખરે તમને તેમનું સ્મિત જરૂર યાદ રહી જશે 🙂 ]

y3

અને બીજું પાત્ર છે , નવીન‘નું કે જેને ભજવ્યું છે કો-પ્રોડ્યુસર એવા સોહમ શાહે , ખુદ ! [ તરત છેડાઈ જતો , એક સામાન્ય માણસ . . . કે જેની પાસે મુસીબત માટે કોઈ સમય નથી , પણ જયારે તે સપડાય છે ત્યારે ખરેખર’ની બાથ ભીડે છે ]

y2

અને આખરે , અંધ યુવતી’ના તે પાત્ર સાથે હું થોડી મૂંઝવણ અનુભવી રહ્યો હતો , છતાં પણ ” Aida Elkashef ” નામક તે ઇઝરાયેલીયન કલાકારે તે ભૂમિકામાં અદભુત જીવ ફૂંકી દીધો છે , તેમાં કોઈ કરતા કોઈ સંશય નથી !

y1

દિગ્દર્શકે અહીંયા ઘણા વિરોધાભાસ થકી ઘણી વાતો જોડી છે  

}} જેમકે , એક ભુલભુલામણી જેવી ચાલીઓ’નું જગત અને એક સાંકડી ચાલી’માં ફસાઈ જતો એક જાડિયો ! }} ત્રણ અલગ અલગ ઋતુઓનું જગત !

}} અંધાધુંધી’થી ભરેલા મુંબઈથી કાયદા’નાં સ્વર્ગ સમાન સ્વીડન સુધી ફેલાતી ઘટના .

}} ઘોંઘાટ’ભરી સાંકડી ગલીઓથી લઈને છેક શાંતિ’ની વિશાળ ખીણો’થી ઘેરાયેલ હિમાલય સુધીનું વિશ્વ !

એક ઘટના સ્થિર છે , બીજી ચાલે છે અને ત્રીજી દોડે છે !

– – – – – – – – – – – – – – – – – – – –

ફિલ્મ ‘નાં કેટલાક અદભુત વાદ અને સંવાદ

}} Does reality exist when no one is looking ?

}} We invent God, soul… heaven, afterlife…even life-imitating technology, all sorts of transcendence to cope with the idea of an absolute end. And then, we die for an idea that promises us some sort of immortality. Charvaka

}} you know how you doubt sometimes , if what you remember is you experience , some dream or something somebody told you that you pictured so well that it became your own memory .

– – – – – – – – – – – – – – – – – – – –

પણ ફિલ્મ એમ કાઈ અનહદ સંપૂર્ણ પણ નથી [ Picture Perfect ] . . . જેમ કે , પૂરી ફિલ્મ દરમ્યાન નહિ નહિ ને ત્રણ થી ચાર અલગ અલગ ભાષાઓ બોલાય છે કે જે દરમ્યાન સબટાઈટલ્સ પણ નથી અપાતા ! . . ઘણા વિષયો બસ એમ જ છેડાઈ જાય છે [ તે સબબ પુરક માહિતી પણ નથી અપાતી ] . . આખરી ત્રીજા ભાગમાં નવીન અચાનક જ સ્વીડન પહોંચી જાય છે અને મથવા લાગે છે [  તે દરમ્યાન પણ ઘણા દ્રશ્યો વિચિત્ર અને સમય બગાડનારા છે ] . . . ત્રણે ત્રણ ભાગ હજુ થોડા ટૂંકાવી શકાયા હોત . . ત્રણેય ભાગને અંતે જયારે તેમને જોડતી કડી સમાન કલાયમેક્ષ આવે છે , તે પણ થોડો અસાહજિક અને ન સમજાય તેવો છે [ અહીંયા , પણ આનંદ ગાંધી તેમની તે પ્રિય રીત કે જ્યાં અગાઉ નાની નાની ઘટનાઓ આલેખે અને બાદમાં તેને અસ્તિત્વ’ની એક કડી’ની માફક સમગ્ર અસ્તિત્વ’માં ભેળવી દે છે  . . પણ તેને પુરતું રજુ નથી કરી શક્યા ! . . કે યુવતી’ની તે મથામણ’નું શું થયું ? સાધુ સાથે એવું તે શું થયું કે . . . ? ]

અને છેલ્લે , મુખ્ય થીયરી ” શીપ ઓફ થીસિયસ ” અંગે કે જ્યાં એક એક ભાગ બદલાઈને નવા ભાગ આવતા નવું જહાજ , જુનું નાં કહી શકાય તેવી વાત છે . . પણ જો આ થીયરી માનવશરીર’ને લાગુ પાડો તો જબરો ગોટાળો થવાની સંભાવના રહે ❗ કારણકે માણસ’નું હોવું – ન હોવું / તેનું અસ્તિત્વ / તેની વિચારધારા / વર્તણુક એ તેના મગજ [ અને પડદા પાછળ કહો તો ” મન ” ] પર અવલંબે છે , નહી કે શરીર’નાં અન્ય અંગો / અવયવો પર  . . . તમે તે અન્ય અંગો લીવર / કોર્નિયા [ આંખ ] કે પછી કીડની બદલી પણ નાખો તો શું ? શું અંગ – પ્રત્યારોપણ’થી જ તમારામાં’નું કશું ચલાયમાન થશે અને તમારી વિચારધારા બદલાશે ??? . . છતાં પણ ફિલ્મ મને ખાસ્સી વિચારોત્તેજક લાગી , એટલે મેં તમારી સાથે લમણાઝીંક કરી 🙂

– – – – – – – – – – – – – – – – – – – –

અંગત નોંધ : મુખ્યત: અહીંયા તે સાધુ’એ પ્રાણીઓ પર થતા મેડીકલ એક્સપેરીમેન્ટ સબબ અરજી કરી હતી . તેમનું કહેવું હતું કે આ સમગ્ર ઘટનાક્રમ બધી જ મર્યાદાઓ ઓળંગી ગયો છે અને તેમની વાત શતપ્રતિશત સાચી પણ છે  . . . ફિલ્મ’નાં એક અત્યંત ભયાનક દ્રશ્ય’માં એક લેબોરેટરી’માં શેમ્પુ’ની / દવાની હાનીકારક્તા કેટલી છે , તેનો પ્રયોગ ચાલી રહ્યો હતો અને તે કેવી રીતે સિદ્ધ થતું હતું ? તો સાંભળો . . સસલા’ને પકડીને તેનું માથું મુશ્કેટાટ બાંધી દેવાયા બાદ તેની આંખોમાં આ અર્ક નખાતો હતો ❗ . . જો તેને નુકશાન પહોંચે તો , ફરીથી પ્રયોગ શરુ ! . . સાધુ અહીંયા’થી જ તમને મૂળ’સોતા હચમચાવી નાખે છે . . કહે છે કે આ બધું વાપરવાનું બંધ કરવું પડશે।  . . . આંખ મીંચીને કોઈ પણ એવી પ્રોડક્ટ ન લો કે જેમાં નિર્દોષ પ્રાણીઓ આહત થયા હોય [ જો હું મારી અંગત વાત કહું તો , { દવાઓનો ઉપયોગ બાદ કરતા } હું ચામડું નથી વાપરતો  . . . નહિ બેલ્ટ / પર્સ કે ચપ્પલ’માં  . . . મારી પાસે એકમાત્ર ચામડાનો પટ્ટો છે કે જે 11 વર્ષ પહેલા લેવાયેલો , પણ ત્યાર પછી કશું જ નહિ ! . . . ખાસ તો લેધર’નાં બ્રાંડેડ શુઝ પાછળ પાગલ લોકો વિચારે કે તેઓ કઈ દિશામાં વધી રહ્યા છે 😦 ] પ્રાણી-પંખીઓ આ પૃથ્વી પર આપણા સહ્ચારી’ઓ છે , તેઓ આપણી પહેલા અહીંયા આવેલા અને આપણે આપણી જ ભૂલથી જો નાશ પામીશું , તો પણ તેઓ તેમનું અસ્તિત્વ ટકાવી રાખશે જ [ કદાચ નહિ પણ !!! કેમકે પ્રકૃતિ’ની આ સઘળી કડીઓ’નું નખ્ખોદ વાળ્યા બાદ જ આપણો નાશ થશે 😦  ]

આનંદ ગાંધી આ ઝલદ દ્રશ્ય’ની સફાઈ આપતા કહે છે કે આ દ્રશ્ય એટલા માટે એડિટ ન કરાયું અને દેખાડાયું કારણકે લોકોને કહેવા કરતા બાવડું પકડીને સીધું બતાવી જ દેવાથી જે અસર પડે છે તેની અસર ઘણા સમય સુધી રહે છે Show , Don’t tell them . . . જેમકે અહીંયા રીતસર’નાં ઝકઝોળી નાખ્યા !

My Rating : 8.5 to 9 / 10 > Home <

IMDb : 8.1 / 10 by 2,000 + People { by March 2014 }

અંતે આટઆટલી લખણાઝીંક [!] કર્યા બાદ માત્ર ત્રણ જ શબ્દોમાં આ મુવી’ઝનો [ કે પછી આપણા હોવાના મતલબ’નો કે અસ્તિત્વ’નો ] સાર કૈક આવો હોઈ શકે . .

અનુભૂતિ , મથામણ અને પ્રયત્ન !


at Last . . !

Watch Whole Movie on Youtube

Advertisements