ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

  • – પહેલી વાત તો એ કે આ પોસ્ટ બનાવતા બનાવતા નાકે દમ આવી ગયો [ આમ તો દમ ફેફસા’નો સંબંધી છે , પણ . . ] કારણકે આ પોસ્ટ નહિ નહિ ને સાત દિવસ પાછળ ઠેલાઈ ગઈ અને આવનાર પોસ્ટ’નું ટાઈમટેબલ વિખાઈ ગયું !!!
   • પછી તો ઘણી કાપકૂપ કરીને અને બે પોસ્ટ્સ ભેગી કરીને આ લાંબી – લચક પોસ્ટ તૈયાર કરવામાં આવી છે , માટે તમારા કોઈ વાંધા વચકા’ની અરજી સ્વીકારવામાં આવશે નહિ અને આપે આ પોસ્ટ લોડ થવા દેવામાં થોડા સમય’નું બલીદાન આપવું જ પડશે 😉 કારણકે અહીંયા થોડી વધુ ઈમેજીસ અપાઈ છે [ કારણકે , તેના વગર મજા ફિક્કી પડી જાત ! ]
   • આ પોસ્ટ’માં જ ઘણી ધાંસુ ફિલ્મો અપાઈ છે અને આવનાર પોસ્ટ’સમાં પણ ઘણી અદભુત ફિલ્મોનો પરિચય કરાવાશે  . . . કારણકે 2013’નાં પાછલા મહિના’ઓમાં જ ઘણી અદભુત ફિલ્મો આવેલી  . . . . અને તે ક્રમ’ને અનુલક્ષીને હોલીવુડ’ની 2013’ની બેસ્ટ ફિલ્મોનું લીસ્ટ છેકક્ક્ક્કક્ક્ક્ક એપ્રિલ’માં અપાશે 😦
   • Enjoy the fresh trailer of2 Statesat last .
   • Don’t forget to have a glimpse at last about some fun related to an Oscar !

Total Movies – 9 ~ ~ ~  Pictures – 46 steady & 21 Movable ( Gif )

It would take 5 to 6 minutes to load the whole post .


1} Monsters University , 2013

ઓકે તો આ મુવી અગાઉ આવેલ સોલીડ એનીમેશનમોન્સ્ટર્સ ઇન્કની [ અને મારી પ્રિય પિક્ષાર – એનીમેશન ફિલ્મો’માની એક ] પ્રિકવલ છે . . . અને સિકવલ’નું તો ઠીક સમજ્યા , પણ તેનાથી ઉલટું પ્રિકવલ’ની જવાબદારી ઘણી વધી જાય છે , કારણકે તેમાં તમને ગમી ગયેલા જે તે પાત્રો’નું એક પ્રકારે ઘડતર દેખાડવામાં આવે છે।  . . . કે , કેવી રીતે તેઓ આવા બન્યા , વર્તયા અને કેવી રીતે તેઓ દોસ્ત બન્યા અને ધૂમ મસ્તી કરી [ જેમકે અહીંયા ,ગંજાવર સુલીવાન અને નાનકડો માઈક ! ] કે જ્યાં ભવિષ્ય’નાં સ્વરૂપમાં તમે તેમને જે ઊંચાઈ’એ પહોંચેલા જોયા હતા , તે અહીંયા રીતસર પરસેવો પાડી’ને તેમને વિકસતા બતાવવાના છે  . . . અને જરા પણ સંશય વિના અહીંયા તે બંને જોડીદારો’ને બખૂબી બતાવ્યા છે।  . . . સાદા શબ્દો’માં કહીએ તો મુવી રોક્સ 🙂

સ્ટોરી’નો આડકતરો ખ્યાલ આપી દઉં તો  . . . ચિત્ર વિચિત્ર મોન્સ્ટર્સ’ની એક દુનિયા હોય છે અને પાછી તેમની દુનિયા / શહેરો / ઘરો એક જ પ્રકારની ઉર્જા’થી ચાલતા હોય છે અને તે હોય છે , . . . . ડરી ગયેલા મનુષ્યો’ની ચીસો વડે પ્રાપ્ત થતી ઉર્જા’થી !! અને તેમાં પણ ખાસ કરીને બાળકો’નાં ડરી જવાથી નીકળતી ચીસો અને ચિચિયારી’ઓથી ❗ . . . બસ , આ સૌ મોન્સ્ટર્સ ચુપચાપ અજાયબ એવા ભેદી દરવાજા’થી આપણી દુનિયામાં આવીને બાળકો’ને કશું નુકશાન પહોંચાડ્યા વિના તેમને ડરાવી’ને તેમની ચીસો વડે પોતાની ઉર્જા’રૂપી ઇંધણ ભેગું કરી રહ્યા હોય છે અને આ સ્ટોરી છે બે એવા પાત્રો’નાં યુનીવર્સીટી’માં પ્રવેશ અંગેની કે જ્યાંથી ભવિષ્ય’માં તેઓ એક ગ્રેટ મોન્સ્ટર્સ બની’ને નીકળશે અને પોતાની દુનિયામાં હીરો બની જશે 🙂 છે ને બાકી કન્સેપ્ટ 🙂 🙂

MONSTERS UNIVERSITY

મોન્સ્ટર્સ યુનીવર્સીટી’નું સૂત્ર છે  . . . ” We scare , because we care ” 🙂 જાતજાતના અને ભાતભાતના અજાયબ એવા ઢગલાબંધ મોન્સ્ટર્સ અને એવી જ તેમની ચિત્ર-વિચિત્ર વર્તણુક  . . . . જાણે કે તેઓએ એક અજાયબ દુનિયા જ ખડી કરી દીધી છે ! અને તેટલા જ ક્રિસ્પી અને ફાસ્ટ ડાયલોગ્સ  . . . કે બસ મજા જ પડી જાય 🙂

અહીંયા ” Oozma Kapa ” નામે એક મસ્ત ટીમ દેખાડાઈ છે કે જેમાં પોતપોતાના પૂર્વગ્રહો’ને ભુલાવી [ અથવા કહો કે પરાણે ભુલાવી ] સુલીવાન અને માઈક જાણે – અજાણે એકબીજાના જીગરી દોસ્તો બનતા જાય છે  . . . વાત છે , એક ટીમ તરીકે એકબીજાની શક્તિઓ પર વિશ્વાસ મુકવાની તો ખરી જ પણ સાથે સાથે એક્બીઈજાની નબળાઈઓ’ને પણ શક્તિ’માં પલટાવવાની ! . . . . ફિલ્મ એ રીતે એનીમેશન અને સ્ટોરી-ટેલીંગ એમ બંને રીતે મેદાન મારી જાય છે [ છતાં , પણ ક્યાંક સિકવલ કરતા એક ઇંચ પાછળ પણ રહે છે , પણ એટલું તો ચાલે , શું કયો છો ? ] એક વાત મને ગમી હતી એ , એ હતી કે અહીંયા તમને બબ્બે કલાયમેક્ષ જોવા મળશે [ જુદા જુદા નહિ , પણ એક પછી એક ! ]

My Rating : 8 / 10 > Home <

IMDb : 7.5 / 10 by 1,26,000 + People { by March 2014 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

2} Warm Bodies , 2013

જો ફિલ્મ’નાં શીર્ષક’નું દેશી ગુજરાતી કરીએ તો અર્થ થાય . . . ‘ હુંફાળા શરીરો ‘ મતલબ કે જ્યાં હુંફ છે ગરમાગરમ લોહીની અને તેને સતત વહેતું રાખતા ધબધબાટી બોલાવતા હૃદય’ની અને સરવાળે પ્રેમ’ની !

ઓકે તો આ એક ઝોમ-કોમ છે , મતલબ કે ઝોમ્બી રોમ-કોમ !!! આ પ્રકારની કદાચ પહેલી લવસ્ટોરી ! . . . ફરી એકવાર શહેરો’નાં શહેરો ઝોમ્બી બની ચુક્યા છે અને વધેલા લોકો રક્ષણાત્મક જગ્યાઓ’એ સંતાઈ’ને રહી રહ્યા હોય છે  . . . આ બઘડાટી’માં જ જીવતા લોકો અને મરેલા લોકોની એક ટુકડી વચ્ચે ઘમાસાણ બોલી જાય છે અને તે દરમ્યાન જ આપણા મરેલા ઝોમ્બી હીરો’ને પહેલી જ નજરે આપણી જીવંત નાયિકા સાથે પહેલી નજર’નો પ્રેમ થઇ જાય છે  . . . તે ક્ષણોમાં કૈક એવું બની જાય છે કે તે મૃત ઝોમ્બી’માં હૃદય ફરીથી ધડકવાનું શરુ કરી દે છે અને તે દરમ્યાન ટુકડીના બાકીના સદસ્યો મરી જતા , પાછળ વધેલી આ એકમાત્ર છોકરી’ને આપણો ઝોમ્બી હીરો કોઈક રીતે ગુપચાવીને પોતાની દુનિયામાં – ઝોમ્બી દુનિયામાં લઇ આવે છે અને શરુ થાય છે , એક ધબકતો રોમેન્ટિક ટ્રેક 🙂

aaa પહેલી નજરે તો ફિલ્મ કદાચ સાધારણ લાગે , પણ થોડી એવી સ્ટોરી-લાઈન’માંથી પણ આ બે પ્રેમી પંખીડા’ઓએ એક મસ્ત અને ક્યુટ લવસ્ટોરી બનાવી છે  . . . નાની નાની સ્પર્શી જાય તેવી ઘણી ક્ષણો છે .

. .ધીમે ધીમે સંવેદનહીન એવી મૃત દુનિયામાં પ્રેમ’નો અંકુર ફૂટે છે અને ક્રમશ: રોમાંચ , યાદો , ભાવ-અભાવ , પીડા , લાગણી – અભિવ્યક્તિ’ઓની એક દુનિયા આળસ મરડીને ઉભી થાય છે ! અને સરવાળે એક શરૂઆત થાય છે , સ્વપ્ન આવવાની  . . . જી હાં , ઝોમ્બી’ને સપના આવવાની !! એક મસ્ત હળવી મુવી  . . . નિરાંત હોય તો નિરાંતે જોઈ લેવા વિનંતી [ મને તો ટેરેસા પામર’ને જોઇને જ સ્વપ્ન આવી ગયા , ઘડીકવાર 🙂 ]

Nice Quote : You should always be taking pictures , if not with a camera than with your mind !

ddd

My Rating : 7 to 7.5 / 10 > Home <

IMDb : 7 / 10 by 1,25,000 + People { by March 2014 }


3} The Great Gatsby , 2013

અ મુવી 1925’માં F.Scott Fitzgerald દ્વારા લખાયેલ એક ગાથા છે , The Great Gatsby . . . કે જે આટઆટલા વર્ષોથી વિવિધ તબક્કે ભજવાતી રહી છે , તેટલી હદે આ ડ્રામા’એ સિક્કો જમાવ્યો હતો . આ અગાઉ 1974’માં પણ આ મુવી બની ચુકી છે અને હવે ફરીથી ગ્રાંડ સ્કેલ પર તેનું પુનરાગમન થયું છે .

સમય છે , 1920’ના દશક’નો અને શહેર’માં ચારેકોર બસ એક જ વાત’ની ચર્ચા થતી હોય છે અને એ હોય છે કોઈએ પણ ક્યારેય ન જોઈ હોય તેવી ભવ્યાતિભવ્ય પાર્ટી’ની  . . . કોઈ ” ગેટ્સ્બી ” [ Leonardo DiCaprio ] નામક વ્યક્તિ દ્વારા યોજાતી ભભકદાર જલસા’ની  . . . પણ , કોઈએ પણ ક્યારેય તેને જોયો ન હતો અને તેવામાં જ ‘ નીક ‘ [ Tobey Maguire ] નામક એક વ્યક્તિ’ને ખુદ ગેટ્સ્બી જ આમંત્રણ પાઠવીને પોતાના ઘરે બોલાવે છે  . . . સમય જતા , નિક’ને ખ્યાલ આવે છે કે આટલું પ્રચંડ વ્યક્તિત્વ તેની પાસેથી એક જ ઝંખના ઇચ્છતું હોય છે અને તે હોય છે , તેની કઝીન ડેઇઝી [ Carey Mulligan  ] સાથે એક મુલાકાત  . . . જી હાં , ગેટ્સ્બી અને ડેઇઝી જુના પ્રેમીઓ હોય છે અને એકબીજાથી જુદા પડી ચુક્યા હોય છે અને તે દરમ્યાન ડેઇઝી એક કરોડપતી’ને પરણી’ને ઠરીઠામ થઇ ચુકી હોય છે।  . . . હવે નિક , ગેટ્સ્બી અને ડેઇઝી’ને મેળવવાનું નક્કી કરે છે અને પ્રેમગાથા આગળ વધે છે  . . . . શું તેઓ બંને એક થઇ શકે છે ? તે તો તમારે જ જોવું રહ્યું !

ખરેખર તો મુવી લિયોનાર્દો’ને લીધે જ જોવાયેલી  . . . અને તેટલી ઝબરદસ્ત એક્ટિંગ પણ તેણે કરી છે [ એક રીતે પૂરી ફિલ્મ પર તે છવાઈ જાય છે – એક આલાતરીન એકટર ]

આ અગાઉ અદભુત એવી ભવ્ય ફિલ્મ Moulin Rouge ! બનાવીને ડીરેક્ટર Baz Luhrmann છવાઈ ગયા હતા અને હવે આ મુવી’માં પણ રીતસર તેઓએ ભવ્યતા’ની ચરમસીમા દેખાડી દીધી છે [ માત્ર , આ મુવી’ઝ્ની પાર્ટીઓ જ તમે જુઓ તો ખ્યાલ આવે કે આટલી હદે તેનું સચોટ આયોજન કેવી રીતે થયું હશે ! તેટલી હદે ગંજાવર સેટ્સ / મહેલ / કોસ્ચ્યુમ્સ અને એક્સ્ટ્રા કલાકારો’નો ઢગલો – – ગણ્યા ગણાય નહિ અને વીણ્યા વિણાય નહિ 😉 ]

આ મુવી’નું આર્ટ ડીરેક્શન ડીરેક્ટર’ની પત્ની Catherine Martin’એ ખુદ કર્યું છે કે જેઓ અગાઉ કદાચિત ઓસ્કાર પણ જીતી ચુક્યા છે ! [ જેવી રીતે અહીંયા ભણસાલી’નું નામ  ભવ્ય ફિલ્મો બનાવવા માટે જાણીતું છે , તેવું જ Baz’નું પણ ગણી શકાય ! ] પણ , એક બાબતે હું નિરાશ થયો કે જે હતી . . . લિયોનાર્દો સામેની સ્ટ્રોંગ ફીમેલ લીડ’ની કમી / ઉણપ !!! જી નાં ” કેરી મુલીગન ” એક કરીઝમેટીક વ્યક્તિત્વ ધરાવતી એક્ટ્રેસ છે જ , પણ અહીંયા કોઈક પ્રકારે જરાક ડલ લાગે છે  . . . ક્યારેક ક્યારેક તો આ બંને’ની જોડી કરતા લિયોનાર્દો અને ટોબી’ની જોડી’માં વધુ નિખાર અને ઊંડાણ આવે છે 😉  . . . લિયોનાર્દો’નાં ચાહકો માટે આ મુવી જોવા જેવું ખરું [ પણ , હાં ધ્યાન રાખવું કે આ એક પ્યોર ડ્રામા છે – જે લોકોને ન પચતો હોય તેઓએ આનાથી દુર જ રહેવું અને કાયમ ચૂર્ણ’ની પાસે જ રહેવું 😉 ]

ee

ફિલ્મ’નાં એક મસ્ત દ્રશ્યમાં ગેટ્સ્બી અને ડેઇઝી’ની વિરહ પછીની પહેલી મુલાકાત જરૂર જોજો અને હાં , ફિલ્મ’માં અલગ અલગ સિમ્બોલ્સ અને લાઈટીંગ’નાં અલગ દ્રષ્ટિકોણ’થી માનવજીવન અને તેની આસપાસ રચાતી ઘટનાઓ’ને એક અનોખું જ રૂપ અપાયું છે ; જેમ કે ગેટ્સ્બી’ની ડેઇઝી’નાં ઘર પાસેની લીલી લાઈટ પ્રત્યે’નું મૃગજળ’રૂપી ખેંચાણ કે પછી હોર્ડિંગ’બોર્ડમાં સતત તાકી રહેતી બે આંખો  . . . અને મહતમ: અહીંયા લીલો અને ભૂખરો [ સ્કાય બ્લુ ] રંગ થકી અદભુત ભાવસૃષ્ટિ ખડી કરી છે !

e

ને છેલ્લે Lana Del Rey’નું એક મસ્ત સોંગ – Young & Beautiful [ કે જે મને ખુબ ગમી ગયેલું , તમે પણ સાંભળો  . . . ]

My Rating : 7.5 to 8 / 10Home < Old Sport 😉

IMDb : 7.4 / 10 by 2,13,000 + People { by March 2014 }


4} Star Trek Into Darkness , 2013

ઓકે , તો સ્ટાર વોર્સ સાગા’ની જેમ જ અન્ય એક જાણીતો પ્લોટ છે , કે જેમાં અંતરીક્ષ’નાં સાહસો’ની ગાથા વણી લેવાયેલી છે અને તે છે , ” સ્ટાર ટ્રેક ” કે જેનું નિર્માણ ઘણા સમય પહેલા Gene Roddenberry‘એ કર્યું હતું અને તેની પરથી ખુબ જ સફળ એવી ટીવી સીરીઝ અને અન્ય કેટલાક મુવીઝ પણ બની ચુક્યા છે  . . . અને તે બાદ આટલા વર્ષો’માં ડીરેક્ટર જે.જે.અબ્રાહમે ફરીથી વર્ષ 2009’માં આ સીરીઝ / ફ્રેન્ચાઇઝી’ને પુનર્જીવિત કરી  . . . 2009’માં આવેલ મુવી ” Star Trek ” એક સોલીડ સ્પેસ એડવેન્ચર હતું અને તમે તે મુવીનો આ બીજો ભાગ જુઓ કે વાંચો , તે પહેલા કહી દઉં કે પહેલો ભાગ થોડોક વધુ મજાનો છે અને તમે આ બંને ફિલ્મો પહેલા અગાઉ’નું [ ટીવી સીરીઝ ] કશું જ ના જોયું હોય , તો પણ તમે અહીંયા કનેકટ થઇ શકશો અને અંત’વિહીન અંતરીક્ષ’માં મોજ કરી શકશો 🙂

a

આ સ્ટોરી છે , એન્ટરપ્રાઈઝ નામક અંતરીક્ષ યાન , તેના જુવાન અને જોશીલા એવા કેપ્ટન કર્ક [Chris Pine ] , અને ફર્સ્ટ ઓફિસર એવા સ્પોક’ની [ Zachary Quinto ] . . . . મુવી’ની શરૂઆત જ એક સોલીડ સિક્વન્સ’થી થાય છે કે જેમાં એક ગ્રહ પર એક સક્રિય જવાળામુખી’ને ફાટવા’થી રોકવાનો હોય છે અને પાછું , તે જ્વાળામુખી’માં સ્પોક ગયો હોય છે [ એક ડીવાઈસ ગોઠવવા ! ] . . . . { ધાંસુ અને ફની દ્રશ્ય છે।  . . જોજો જરૂર }

આ સમયે આ ટોળકી’નું સાહસ શરુ થાય છે , એક એવા ભૂતપૂર્વ જાસુસ કમ ભાગેડુ’ને પકડવાથી કે જે અગાઉ એક આતંકવાદી કૃત્ય’થી ઘણા લોકો’ને મારી ચુક્યો હોય છે , ‘ જ્હોન હેરીસન ‘ [ Benedict Cumberbatch ] અને હવે તે અંતરીક્ષ’નાં કોઈક અલગ જ ખૂણે સંતાઈને બેઠો હોય છે। અને હવે કર્ક / સ્પોક’ની ટીમ એન્ટરપ્રાઈઝ યાનમાં તેને પકડીને અહીંયા લાવવા નીકળે છે। પણ શું આ બધું આટલું જ સરળ છે ? આ ઘટનાક્રમ પાછળ શું કોઈ અન્ય રહસ્ય છે ? આ જ્હોન હેરીસન અસલ’માં કોણ છે ? તે માટે તો તમારે જ જોવું રહ્યું 🙂

મુવી’નાં અંતરીક્ષ / અંતરીક્ષ’યાન’નાં દ્રશ્યો જેટલા અદભુત છે , તેટલી જ અદભુત તેમાં ફિલ્માવાયેલી એક્શન સિક્વન્સ છે  . . . કર્ક અને સ્પોક’ની જોડી’નો બ્રોમાંસ તમને જકડી રાખશે [ જે હદે તેઓ આટલા પુરક વ્યક્તિત્વો છે કે જેમાં એક ઠરેલ અને તર્કવાદી , ત્યાં બીજો ઉતાવળિયો અને અંધાધુંધ સાહસ કરનારો ! પણ તેઓને એકબીજા સાથે જકડી રાખે છે , એકબીજા પર’નો આંધળો વિશ્વાસ – – તે રીતે આ જોડી જ મુવી’ની જાન છે . – – એક’નાં નિયમો / આદર્શો અને બીજાનો જિંદગી’ને કેઝ્યુઅલી લેવાનો ટકરાવ તમને મજા પાડી દેશે 🙂 ] અને આ બંને’ને જ્હોન હેરીસન બનતા વિલને પણ ઠીકઠીક દોડાદોડી કરાવી છે , તે હદે તે કોલ્ડ-બ્લડેડ છે , તે જેટલો વધુ ચુપ રહે છે તેટલો તે વધુ ખતરનાક બની રહે છે !

ફિલ્મ’માં થોડા થોડા તબક્કે આવતા સરપ્રાઈઝ પણ તમને આ સાગા સાથે જકડી રાખશે  . . . પૂરી શીપ’ની ટીમ અહીંયા એકલદોકલ ઝાઝું ધ્યાન નથી ખેંચતી , પણ એક સળંગ ટીમ તરીકે તેઓ ગમે તેના પણ બાર વગાડી શકે છે [ જોગાનુજોગ જુઓ , અહીંયા પણ  બાર વાગી ગયા 😉 ] ફિલ્મ એક તબક્કે પહેલા ભાગ’થી થોડી વધુ ડાર્ક ટ્રીટમેન્ટ પામેલી છે [ છતાં પણ મને પહેલો ભાગ વધુ પસંદ છે – એક રીતે અહીંયા થોડું ઓછું Exploration છે ! ] અહીંયા’નું જીવન કહો કે જગત કહો , એ એક જ છે : Space , the final frontier . . . .

> > Glimpse of Star Trek SAGA – – & – – Characters Special < <

My Rating : 8 / 10 > Home <

IMDb : 7.9 / 10 by 2,64,000 + People { by March 2014 }


5} Mud , 2013

ઓકે તો આ ફિલ્મ વિષે ચર્ચા તો સાંભળેલી જ , પણ ફાઈનલી જોવાનું પણ એટલા માટે થયું કે આમાં મારા પ્રિય કલાકારોમાંનો એક Matthew McConaughey પણ હતો ! અને મુવી ખરેખર ઝક્કાસ નીકળ્યું [ આભાર : અનીલ કપૂર ! ]

1a

વાત છે , બે ટીનેજર છોકરાઓ‘ની અને એક અજાણ્યા વ્યક્તિમડની  . . . . વિસ્તાર હોય છે અમેરિકાના Arkansas પ્રાંત’નાં મિસીસિપી જળવિસ્તાર’નો  . . . કે જ્યાં Ellis [ Tye Sheridan ] પોતાના માતાપિતા સાથે નદીકિનારે જ એક ફ્લોટિંગ હાઉસ’માં રહેતો હોય છે। તેને આ પ્રાકૃતિક નદીકિનારાના વિસ્તારનો એક અજબ’નો જ નશો હોય છે અને તેની સરખામણી’એ તે શહેરી વિસ્તારમાં ખુબ જ ઓછો જાય છે  . . . તક મળ્યે , તે પોતાના હમઉમ્ર દોસ્તાર Neckbone [ Jacob Lofland ] સાથે ચુપચાપ એક  બોટ લઈને નજીકના છુટા-છવાયા દ્રિપો પર રખડપટ્ટી કરવા ચાલી નીકળતો હોય છે અને આવી જ ક્ષણ’માં તે બંને’ને નજીકના એક દ્રિપ પર વૃક્ષો’ની ઉપર સલવાયેલી હાલતમાં રેઢી પડેલી એક બોટ મળે છે , પણ એક દિવસ તે બંને’ને ખ્યાલ આવે છે કે આ બોટ’ની મુલાકાતે આવનાર તેઓ એકમાત્ર જ નથી હોતા ! પણ કોઈક બીજું પણ હોય છે અને તે હોય છે , એક અજાણ્યો વ્યક્તિ  . . . ” મડ ” [ Matthew McConaughey ] . . . .

ધીરેધીરે તે ત્રણેય એકબીજાને પસંદ પડવા લાગે છે અને તે દરમ્યાન મડ પોતાની કેફિયત રજુ કરે છે કે તે એક ભાગેડુ હોય છે અને અહીંયા છુપાઈને પોતાની પ્રેમિકાને ભગાડવાની ફિરાકમાં હોય છે , પણ પોલીસ અને અન્ય કેટલાક માફિયા પણ તેની તલાશમાં હોય છે  . . . અને તે હવે આ બંને છોકરાઓને પોતાની મદદ કરવાનું કહે છે  . . . કેવી રીતે ? શહેરમાં જઈને છુટા છવાયા કેટલાક પાર્ટસ મેળવી લાવવા માટે કે જેથી કરીને તે પેલી બોટ’ને રીપેર કરી શકે અને અહીંયા’થી પોતાની પ્રેમિકા સાથે ઉડનછું થઇ શકે ! . . . . પોતાના માં-બાપ’નાં થઇ રહેલા ડિવોર્સ’થી પરેશાન એલીસ આ ઘટના’માં બે પ્રેમીઓ’નું એક આદર્શ મિલન જુએ છે અને મડ’ને મદદ કરવા તૈયાર થાય છે ! . . . . પણ ધીમે ધીમે , આ ગાથા એટલી સરળ ન રહેતા ગૂંચવાતી જાય છે  . . . કોણ છે આ મડ ? અને તેની પ્રેમિકા ‘ જુનીપર ‘ ? ખરેખર ‘ એલીસ ‘ શું ઈચ્છતો હોય છે ?  આ દરમ્યાન પોતે પાછો પોતાનાથી મોટી એક છોકરી’નાં પ્રેમ’માં પણ પડેલો હોય છે  . . . . આ બધી ગુંચવણો આખરે ક્યાં દોરી જાય છે ? શું આ કોઈ સસ્પેન્સ / મિસ્ટરી ડ્રામા છે ? તો જવાબ છે – નાં અને નાં !

પણ આ એવો ડ્રામા છે કે જ્યાં Manhood , Adulthood , Teenage life & chaos , Mid-life crisis , Romanticism , Freedom , Family , Love , Adventure , Responsibility , murder , Fugitives , Practicality આ બધા જ તત્વો અને ઘટના એકબીજામાં ભેળસેળ થયેલા જોવા મળશે અને તમને એક અલગ જ કોકટેઈલ ફીલિંગ આપશે કે જે તમોએ હજુ સુધી જોઈ નહિ હોય [ મતલબ કે સ્ટોરી એટલી હદે ઓરીજીનલ છે અને તેના કેરેક્ટર્સ પણ ! ]

પૂરી ફિલ્મ પર બે પાત્રો ભરપુર રીતે છવાઈ જાય છે અને તે છે નાનકડો ટીનેજર ‘ એલીસ ‘ અને ચુંબકીય આંખોનો માલિક એવો અજાણ્યો પ્રેમી ‘ મડ ‘ . . . . જાણે અજાણે એલીસ પોતાની અને પોતાના માં-બાપ’ની પ્રેમ’માં મળેલી નિષ્ફળતા’ની કમી પૂરી કરવા મડ’ને અંધાધુંધ સાહસ કરીને પણ સાથ આપે છે  . . . જાણે કે તે મડ’માં જ પોતાનું ભવિષ્ય જોવા માંગે છે અને ઉલટું , જાણે અજાણે મડ પણ ક્યાંક ને ક્યાંક એલીસ’માં પોતાનું જ બાળપણ જુએ છે . [ તે જ નિર્ભયતા , વિચાર્યા વગર કોઈ’ની પણ સાથે પંગો લઇ લેવો અને નિતાંત પ્રેમ’ની તલાશ ! ] . . . . બંને પાત્રો જાણે એક જ ઘટના અને સંજોગો જીવી રહ્યા હોય એવું લાગે છે , સમય’નાં અલગ અલગ પડાવે ! ફિલ્મ’ની પુરેપુરી ગાથા એક પુરુષ’નાં દ્રષ્ટિકોણ’થી વધુ આલેખાયેલી છે કે જે એક નવું જ પરિમાણ અને તથ્ય રજુ કરે છે  . . . પછી તે મડ હોય , એલીસ હોય કે એલીસ’નાં પિતા હોય કે પછી મડ’નો એક અજાણ્યો ઘરડો મિત્ર કે જે નદીકિનારે જ એકલવાયું જીવન જીવતો હોય છે !

1i

ફિલ્મ’નો પ્લોટ તો એટલો ઓરીજીનલ છે જ , પણ છેલ્લે કઈ ફિલ્મ’માં આટલું રીચ કેરેક્ટરાઈઝેશન જોયું હતું , તે યાદ કરવું મુશ્કેલ છે ! એકેએક પાત્ર થોડી તો થોડી મીનીટો માટે પણ જીવંત થઇ ઉઠે છે ! હરએક એક અલગ જ મનોમંથન અને મનોદશા’માં જીવે છે [ એલીસ , તેના માતાપિતા , મડ , એલીસ’નો મિત્ર – અને તેના કાકા , મડ’નો ઘરડો મિત્ર , મડ’ની પ્રેમિકા . . .  ] થોડા સમય માટે પણ , મડ’ની પ્રેમિકા બનતી જુનીપરે [ Reese Witherspoon ] અદભુત અભિનય કર્યો છે અને એલીસ’નાં બિન્ધાસ્ત મિત્ર એવા ‘ નેક્બોને ‘ પણ !

ફિલ્મ’નું એક પાત્ર અદભુત એવી મિસીસિપી નદી પણ છે કે જેની અદભુત લાઈટીંગ સાથે સીનેમેટોગ્રાફી કરી છે , ” Adam Stone “એ  . . . અને આ સમગ્ર ઘટનાક્રમ’ને ચિત્રિત કર્યો છે , અગાઉ પણ એક અર્થસભર ફિલ્મ ” Take Shelter ” આપનાર દિગ્દર્શક ” Jeff Nichols “એ . અને આખરે તેમાં અદભુત બેકગ્રાઉન્ડ સ્કોર પૂરીને તેને જીવંત કર્યો છે , ” David Wingo “એ .

River

છેલ્લે આટલો અદભુત બાળઅભિનય [ કહો કે ટીનેજ-અભિનય ! ] સિકસ્થ સેન્સ’માં જોયો હતો ! બ્રેવો ” Tye Sheridan ” { Matthew McConaughey too 🙂 }

My Rating : 8.5 / 10 > Home < My Recommendation

IMDb : 7.5 / 10 by 66,000 + People { by March 2014 }

ફિલ્મ’નો એક સંવાદ : You can’t trust love . if you’re not careful , it’ll up & run out on you !


6} Stoker , 2013

એક અતિ ભવ્ય મેન્શન’માં ત્રણ જ લોકો રહેતા હોય છે  . . . માતા-પિતા [ Dermot Mulroney & Nicole Kidman ] અને તેમની એકમાત્ર વિચિત્ર એવી છોકરી ” ઇન્ડીયા [ Mia Wasikowska ] એક દિવસ અચાનક જ ઇન્ડીયા’નાં પિતા’નું રોડ-એક્સીડેન્ટ’માં મૃત્યુ થાય છે અને હવે ઇન્ડીયા અને તેની એકલી / અસ્થિર એવી માં જ બચે છે [ ખરેખર તો કોણ અસ્થિર હોય છે , તે કહેવું મુશ્કેલ બની રહે ! ] અચાનક જ થોડા દિવસ’માં ઇન્ડીયા’નાં પિતાના ભાઈ એવા તેણીના કાકા [ Matthew Goode ] ચિત્ર’માં પ્રવેશે છે કે જેના વિષે ઇન્ડીયા અને તેની માં એમ બંને અજાણ હોય છે ! ધીમે ધીમે કેટલાય એવા રહસ્યો ઘટવા માંડે છે અને તેવી જ રીતે કેટલાય એવા રહસ્યો પરથી પડદો ઉઠવા લાગે છે કે આખું ચિત્ર જ બદલાઈ જાય !!!

ઇન્ડિયા , કદીયે કહો તો કદી , પણ કોઈ’ની સાથે ભળી હોતી નથી  . . . તે અત્યંત દુરથી પણ કોઈની વાતો / ગુસપુસ સાંભળી શકે છે  . . . તેણી તેની માતાથી પણ દુર રહેતી હોય છે।  . . પણ ચાર્લી’નાં આવવાથી પરિસ્થિતિઓ બદલાવવા માંડે છે।  . . . ઇન્ડીયા’નું શું રહસ્ય હોય છે ? ચાર્લી કોણ છે અને અત્યાર સુધી તે ક્યા હતો ? નજીકના ઘણા લોકો એક પછી એક ગાયબ થવા લાગે છે ! બસ હવે વધુ નહિ કહું કારણકે આગળ તો તમારે જ આ સાયકો-થ્રિલર ડ્રામા જોવો રહ્યો  . . !

અને જેટલું વધુ તેના વિષે જાણશો તેટલી ઓછી મજા અથવા તો થ્રિલ તમને અનુભવાશે  . . . આ મુવી આપણું ‘ ઝિંદા ‘ જેના પરથી બન્યું હતું તે હોલીવુડ મુવી ‘ ઓલ્ડબોય ‘નાં કોરીયન ડીરેક્ટરChan-wook Park “ની પહેલી ઈંગ્લીશ મુવી છે , કે જેમાં ત્રણ જ પાત્રો મુખ્ય છે અને તેમાય પાછા માત્ર બે જ પાત્રો વધુ સમય તમારી આંખો સમક્ષ રહે છે  . . .

f

ઇન્ડીયાનું પાત્ર ભજવતીMia Wasikowska ‘ વિના આ ફિલ્મ’ની કલ્પના કરવી પણ મુશ્કેલ છે , તે હદે તેણી અહીંયા ભેદી / અકળ / ગુઢ અને છેલ્લે ઉઘડતું નહિ પણ ક્રમશ: બીડાતું જતું હોય તે પાત્ર તરીકે રજુ થઇ છે ! ફિલ્મ’નો મહતમ ભાગ અકળ એવા મૌન’થી લથબથ છે , છતાં પણ જે થ્રિલ’ની હવા બંધાય છે , તે માટે તો તમારે જ મુવી જોવું રહ્યું !

સામાન્ય’માં સામાન્ય દ્રશ્યો કે જેમના અંતે કઈ કરતા કઈ બનતું ન હોય , તેમાં પણ અહીંયા જે ગુઢ-તત્વ નિર્માણ થતું ગયું છે , તે બદલ ડીરેક્ટર’ને હેટ્સ ઓફ કહી શકાય અને મને કહેવા દો કે ડીરેક્ટર જેટલી જ મહેનત સિનેમેટોગ્રાફર [ Chung-hoon Chung ] અને જેમણે બેકગ્રાઉન્ડ સ્કોર [ Clint Mansell ] આપ્યો છે , તેમણે પણ કરી છે , { કોઈ પણ મુવી સાથે હું સીનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ સ્કોર થકી વધુ સહેલાઈથી જોડાઈ શકું છું અને મહતમ સમયે હું આ બંને મુદ્દાઓ’ની વાત કરતો હોઉં છું , એ તો તમે હવે જાણતા જ હશો . } જે હદે તેઓએ અહીંયા વિવિધ કેમેરા એંગલ’સ’ અને ટોન’થી પૂરું ચિત્ર દેખાડયું છે , તે ખરેખર તમને દંગ કરી દેવા માટે કાફી છે ! નજીક’નાં વર્ષોમાં આટલું ધીમે ધીમે બંધાતું અને આખરે શાંત કલેજે વિનાશ કરતુ સિનેમા તમે નહિ જોયું હોય  . . .

c

ઇન્ડિયા અને ચાર્લી’નાં એક પિયાનો વગાડવાના દ્રશ્ય’નો ખાલી દાખલો લો તો તમને એકેએક દ્રશ્ય અને તેની પાછળ’ના ગુઢાર્થ’ની ચરમસીમા સમજાઈ જશે ! આ સનકી’ઓની એવી દુનિયા છે કે જ્યાં એક પાત્રે મહારથ હાંસલ કરી લીધી છે અને બીજું પાત્ર ધીમા પગલે પદાર્પણ કરી રહ્યું છે !

. . . . ફિલ્મ જે દ્રશ્ય’થી શરુ થાય છે , તે જ દ્રશ્ય’થી તે અંત પામે છે પણ એક જ દ્રશ્ય’નાં બે અલગ અલગ અંતિમો અહીંયા તમને દેખાશે , તે હદે તે દ્રશ્ય કાબિલેતારીફ છે  . . .

અને આખરે ફિલ્મ’નો એક ગુઢાર્થ ભર્યો સંવાદ

Just as a flower does not choose it’s color , we are not responsible for what we have come to be .

My Rating : 8 / 10 > Home <

IMDb : 6.9 / 10 by 57,000 + People { by March 2014 }


7} Dallas Buyers Club , 2013

Matthew McConaugheyની ઉપરાઉપરી બીજી મુવી।  . . આઈલા ! અને આ બે જ ફિલ્મો’માં મને જે મેકઓવર અને બબ્બે ધાંસુ કિરદારો જોવા મળ્યા છે કે વાત પૂછો માં ! ‘ મડ ‘થી વિરુદ્ધ આ એક બાયોગ્રાફી છે કે જ્યાં વાસ્તવિક ઘટનાઓ આકાર લે છે અને કહે છે ને કે . . . સત્ય કલ્પના કરતા વધુ વિચિત્ર હોય છે કે જે ભલભલા’ના ચિત્ર બગાડી નાખે છે ❗

aa

આ વાત છે , 1980 થી 1990’ના દશકા’ના સમયગાળાની  . . . અમેરિકા’નાં ટેક્ષાસ રાજ્ય’નાં ડલાસ’ની  . . . કે જે ગાળામાં એઇડ્સ નામના રાક્ષસ’નો જબ્બર ભરડો કસાઈ ચુક્યો હતો અને લોકો એઇડ્સ’થી ટપાટપી મરી રહ્યા હોય છે  . . . લોકો’ને અણછાજતી એક જ માહિતી હોય છે કે એઇડ્સ તો . . . ‘ ગે ‘ અથવા ‘ ટ્રાન્સસેક્સ્યુઅલ  ‘ લોકોને જ થતો હશે ! અને અહીંયાથી જ આ મુવી’નું એ લાર્જર ધેન લાઈફ પાત્ર બની ગયેલું કિરદારRon Woodroof  ‘ [ Matthew McConaughey ] ઘટનામાં પ્રવેશે છે  . . . કે જે ખુદ એક જબ્બર નશેડી અને અનહદ બિન્ધાસ્ત જિંદગી જીવતો એક સામાન્ય ઈલેકટ્રીશીયન હોય છે [ દારુ , સિગરેટ’સ , અનહદ લફરાઓ અને બેફામ ઉડાવ’ગીરી ] . . . કે જે ખુદ કદી કોઈ ‘ ગે ‘ એન્કાઉનટરમાં ફસાણો નથી હોતો કે પછી તે કોઈ સીરીંજ મારફતે ડ્રગ્સ લેતો હતો , છતાં પણ એક દિવસ કોઈ HIV પોઝીટીવ સાથેના સંબંધે તે ખુદ એઇડ્સ’નો ભોગ બની ઉઠે છે અને એ વાતે સજ્જડ થઇ જાય છે કે તે હવે થોડા દિવસો’નો જ મહેમાન છે ! જાણે હવે તેના અને  સામેની ‘ ગે ‘ અથવા તો ‘ ટ્રાન્સ-જેન્ડર ‘ કોમ્યુનીટી’માં કોઈ ફર્ક જ નથી રહ્યો  . . . બસ હવે એક જ વાત સામાન્ય રહી ગઈ છે કે તેઓ બધા જ હવે ધસમસતા મોત’ના મોં’મા જઈ રહ્યા હોય છે !

bb

ડોકટરો’ની એક ટુકડી , તેની પાસે માત્ર 30  દિવસ જ હોવાનું કહી હાથ ખંખેરી લે છે પણ રોન છુપા બારણે AZT નામની એક એઇડ્સ પ્રતિરોધક દવા લેતો રહે છે [ કે જે દર્દી’ઓ પરના સિલેક્ટીવ ટ્રાયલ માટે આવી હોય છે અને ઘણી મોંઘી હોય છે – – પણ આગળ જતા ઘણી સાઈડ ઈફેક્ટ ઉભી કરનારી પણ હોય છે !] અને જેમ હમણાં જ કહ્યું તેમ , તે 30 દિવસ તો ખેંચી કાઢે છે , પણ મરવાના વાંકે [ અનહદ બીમાર થઈને ]   . . . .હવે તે કોઈની સલાહ પ્રમાણે જ અંધારામાં તીર છોડતો હોય , તેમ મેક્સિકો’નાં એક દવાખાનામાં સારવાર લેવા દાખલ થાય છે કે જયાંના ડોક્ટર’નું લાઇસન્સ પણ જપ્ત થઇ ચુક્યું હોય છે અને તે પોતાની મનસુફી પ્રમાણે [ અને રીસર્ચ પ્રમાણે પણ ] લોકોની એઇડ્સ’ની સારવાર કરતો હોય છે અને આશ્ચર્યજનક રીતે રોન’ની તબિયત’માં સુધારો થાય છે અને તે પણ કોના પ્રતાપે ? માત્ર થોડા સારા ખોરાક / વિટામીન / અને પ્રોટીન’નાં સપ્લીમેન્ટ’નાં કારણે !!! [ કે જે ઘણા નિર્દોષ અને નોન-ટોક્ષિક હોય છે  . . જયારે AZT ઘણી ટોક્ષિક / ઝેરી અસરો ધરાવતું હોય છે . ]

હવે તે આ જ નુસખા’ને અન્ય પીડિતો પર અજમાવવા મેદાને પડે છે [ સીમાપાર’થી સ્મગલિંગ કરીને લવાયેલી ટોનિક દવાઓ ] અને ” Dallas Buyers Club ” નામે એક ક્લબ ખોલીને પડદા પાછળ તેમને એક અદભુત [ થોડા સમય માટે જ પણ , સારો અને તંદુરુસ્ત ] સમયગાળો આપે છે કે જ્યાં તેઓ પોતાની જિંદગી થોડી લંબાવી શકે છે અને ચિત્ર-વિચિત્ર મોંઘી અખતરા સમી મલ્ટીનેશનલ દવાઓ’નાં બેવડા મારથી બચી પણ શકે છે  . . . પણ ત્યાં જ અસંખ્ય લોકો આનો લાભ લેતા થયા હોઈને અમેરિકા’નું FDA ડીપાર્ટમેન્ટ આની સામે આંખો લાલ કરે છે [ અલબત , મલ્ટીનેશનલ દવાઓ’ની કંપનીઓ’ની દોરવણી’થી જ સ્તો ! ] કારણકે આ ઉપચાર અને પદ્ધતિ FDA માન્ય નથી અને આ દવાઓ પણ હજુ ટેસ્ટેડ ડીકલેર નથી થઇ ! આ દરમ્યાન રોન’ની મુલાકાત ‘ રેયોન ‘ [ Jared Leto ] નામની એક ‘ ટ્રાન્સજેન્ડર ‘ પુરુષ સાથે પણ થાય છે  . . . કે જેને શરૂઆત’માં તો રોન ધિક્કારતો હોય છે પણ આખરે આ બધી નોન-ટોક્ષિક દવાઓ વેંચવા તે અને રેયોન હાથ મિલાવે છે અને જોતજોતામાં તો એક નાનકડો ઈતિહાસ રચી નાખે છે .

cc

. . . પણ , FDA સામેની લડત લાંબી ચાલે છે , પણ રોન તેનો પીછો છોડવા માંગતો નથી અને આમને આમ તે થોડા નહિ પણ સાત સાત વર્ષ વધુ જીવી જાય છેકે જ્યાં શરૂઆત’માં તેની સામે માત્ર ત્રીસ દિવસ’નો જ સમય આપ્યો હોય છે ! . . . એક રીતે તમને લોકોને મહતમ સ્ટોરી મેં કહી દિધી , પણ ખરું પૂછો તો તમે જયારે પણ આ મુવી જોશો ત્યારે તે તમને સરપ્રાઈઝ કાર્ય વિના નહિ રહે અને ખાસ તો રોન’નું પાત્ર ભજવતો Matthew McConaughey તમારા દિમાગમાં સજ્જડ ચોંટી જશે ! તે હદે તેણે Effortless Charm ઉભો કરી બતાવ્યો છે 🙂

ફિલ્મ’માં Matthew McConaughey’એ એક દારૂડિયો / ચેઈન સ્મોકર અને એક આવારા રોમિયો’નું પાત્ર ભજવ્યું છે કે જેને ઉપસાવવામાં જ તેણે નહિ નહીને અંદાજે ત્રેવીસ કિલોની આસપાસ પોતાનું શરીર ઉતાર્યું છે [ ધ મશીનીસ્ટ’નો ક્રિસ્ટીયન બેલ યાદ આવી ગયો’ને ? ] અને પાત્ર’માં એ જે ઘુસ્યો છે કે અસલી રોન વુડરૂફ પણ આવે તો છક્કડ ખાઈ જાય ! તેનો આ સ્વિચઓવર એક પણ તબક્કે તમારું ધ્યાન સ્ટોરી પરથી તેના બોડી પર નથી લઇ જતો , તે હદે તે અહીંયા બિલીવેબલ લાગે છે . [ અને સાથે અન-બિલીવેબલ 🙂 ]  . . તેની બોલવાની / ચાલવાની કે માત્ર જોવાની અદા જ તમને તેના પાત્ર’માં ખેંચી લેશે [ એક લબાડ’માંથી એક લડાયક યોદ્ધો ! ] . . . એક રીતે આ ફિલ્મ’માં તેણે ગાભા કાઢી નાખે તેવું પરફોર્મન્સ આપ્યું છે !

ff

અને તેની સામે જ તેના જેવો જ અદ્દલ મેકઓવર કરીને [ અને આશરે 15 કિલોની આસપાસ પોતાનું વજન ઉતારીને ] એક ટ્રાન્સ-જેન્ડર’ના પાત્રમાંJared Letoએ રંગ રાખી દીધો છે , તે હદે તેણે એક ટ્રાન્સ-જેન્ડર ચરિત્ર ઉપસાવ્યું છે [ ફરી પાછું , તે તેણીની ચાલ હોય કે અદા હોય  . . . કે પછી ઊંડે ઊંડે ચાલતી કોઈ ગડમથલ હોય ! ] ફિલ્મ’માં રોન અને રેયોન’ની કેમેસ્ટ્રી એક તબક્કે રોન’ની ડોક્ટર ઈવ [ Jennifer Garner ] સાથેની જોડીને પણ ઝાંખી પાડી દે છે  . . . બે એકબીજાથી વિરુદ્ધ જ ચરિત્રો / વ્યક્તિત્વ છતાં પણ જાણે એક જ નાવ’માં સવાર ! ધીમે ધીમે રોન . . રેયોન અને તેના જેવા [ ‘ ગે ‘ અથવા ‘ ટ્રાન્સસેક્સ્યુઅલ  ‘ – એઇડ્સપીડિતો ] અનેક’ને નિહાળે છે , અનુભવે છે અને એક તબક્કે તેમના માટે દિલ ખોલીને લડે પણ છે અને એઇડ્સ સામેની લડત’ને એક નવું જ પરિમાણ આપે છે  . . .

gg

પણ યાદ રહે , આ કોઈ ઉપદેશાત્મક ચરિત્રગાથા નથી કે જ્યાં કોઈ સંત સમાન આલેખન થયું હોય ! રોન હજુ પણ તેવો જ લબાડ અને લસ્ટી છે।  હજુ પણ  તેના વાણી વ્યવહારમાં કોઈ ફેર નથી પડ્યો . . . પણ તે કોઈને છેતરતો નથી કે નથી ખોટા સ્વપ્નો દેખાડતો [ ક્લબ મેમ્બર’શીપના ઓઠા હેઠળ જ તે પુરા પૈસા ચૂકવ્યા બાદ જ લોકોને દવાઓ’નો ડોઝ આપે છે – અને તે દવાઓ મેળવવા પાછું ચિત્ર વિચિત્ર રીતે ધૂમ સ્મગલિંગ કરે છે] પણ હા , તેણે એક નવી જ દુનિયા જોઈ લીધી છે [ અને તેનો ફટકો પણ સહન કરી ચુક્યો છે – – તેના જ શબ્દોમાં તે હવે એઇડ્સ’નાં વાઇરસ સાથે પરણી ચુક્યો છે અને ક્યાય છટકી’ને નથી જઈ શકવાનો ! ] અને તેનો એક અલગ જ દ્રષ્ટિકોણ પણ તે સમજી ચુક્યો છે  . . . તેનું એક જ સૂત્ર છે : Dare to Live !

ફિલ્મ’નાં કેટલાક અદભુત દ્રશ્યોમાં

dd 1] જયારે રોન’ને પહેલી વાર ખબર પડે છે કે તેને એઇડ્સ છે અને તે રસ્તામાં ગાડીમાં જ ધ્રુસકે ધ્રુસકે વિચિત્ર રીતે રોઈ પડે છે ! 2] રોન તેના એક જુના મિત્ર’ને [ હવે દુશ્મન ] પરાણે રેયોન સાથે હાથ મિલાવવા મજબુર કરે છે ! [ જોકે તે હજુ સુધી રેયોન’ને અડ્યો સુધ્ધા નથી હોતો !!! ]

3] પણ , આખરે એક ઘટના બાદ રોન , રેયોન’ને ગળે મળે છે અને બંને લોકો ગળગળા થઇ જાય છે 4] રોન અને ડોક્ટર ઈવ’ની નાનકડી ડેટ 5] અને એક તબક્કે રોન , હોસ્પિટલ’માંથી ભાગી છૂટે છે , તે સમયનું દ્રશ્ય [ જરૂર જોજો – એક નજારો જોવા મળશે 😉 ]

સમગ્ર મુવી અથવા તો કહો કે ઘટનાક્રમ।  . . . એક અજબ જ બોઝિલ છતાં પણ હળવા સુર’માં કહેવાયો છે કે જે એક અદભુત છાપ છોડી જાય છે , અહીંયા કોઈ ખોટી લાગણીઓની ઉઘરામણી નથી કરાઈ કે નથી કોઈ રોદણાંવેડા કરાયા  . . . છતાં પણ , મૂવીની ઇઝીનેસ તમને સ્પર્શી જશે , તેની ગેરેંટી મારી 🙂

ee

My Rating : 8.5 / 10 > Homeજય Matthew McConaughey 😉

IMDb : 8.0 / 10 by 77,000 + People { by March 2014 }


8} The Kings of Summer , 2013

જો [ Nick Robinson ] અને પેટ્રિક [ Gabriel Basso ] , બેય છોકરાઓ તેમના માતાપિતા’થી એક નહીને બીજા કારણો’થી થાક્યા હોય છે , ત્રાસ્યા હોય છે . . . અને એક દિવસ તેમને નજીકના જ જંગલ’માં એક અદભુત જગ્યા મળતા જ તેઓ ત્યાં પોતાનું એક વુડ-હાઉસ બનાવવાનું નક્કી કરે છે અને પોતાની એક અલગ જ દુનિયા બનાવવાનું નક્કી કરે છે કે જ્યાં પોતાનું રાજ  જોય અને પોતાના જ નિયમો હોય  . . . અને શરુ થાય છે , નવી જિંદગી અને નવા સાહસ’ની શરૂઆત  . . . તેઓ એક ત્રીજા જ ઘનચક્કર છોકરા બીયાજીઓ [ Moises Arias ] સાથે ઘરથી ભાગી જાય છે અને જંગલ’માં જ પોતાની નવી દુનિયા વસાવે છે !

1

આ ફિલ્મ તમને યાદ રહી જાય કે પછી તમારી યાદોમાં રહી જાય તો તેનું મુખ્ય કારણ એ કે પૂરી મુવી જાણે શાંત ઝરુખે ફિલ્માવાયેલી હોય તેવું લાગે છે  . . . સિમ્પલ અને સોબર સ્ટોરીલાઈન , ગમતીલા કેરેકટર્સ અને કુદરત’ના અદભુત દ્રશ્યો’થી સજાવાયેલી સિનેમેટોગ્રાફી ! [ Ross Riege ] ત્રણેય ટીનેજર’માંથી મને ” Nick Robinson “નું કામ વધુ ગમ્યું , એ હદે તેણે પોતાનું પાત્ર આત્મસાત કર્યું છે અને ‘ બીયાજીઓ – Moises Arias ‘ બનતા પેલા ટેણીયા’ને તો તમે જાણતા જ હશો , એમ હું ધારું છું [ પેલો હન્ના મોન્ટાના સીરીયલ’માં આવતો તે  . . .  ] પૂરી મુવીમાં હળવા , હાર્ટ – વોર્મિંગ અને રમુજી દ્રશ્યો’ની ઠેકઠેકાણે છાંટણી કરાઈ છે અને એક તબક્કે તમે કોઈ ઇઝી – ગોઇંગ ઈન્ડી મુવી જોતા હોય તેવું પણ લાગશે ! ખળખળ વહેતી નદી / ઝરણાઓ , દુર દુર સુધી લહેરાતી લીલોતરી અને સોના’ના વરખ મઢેલા ખેતરો’ની હારમાળાઓ અને ઉપર ખુલ્લું આકાશ  . . . જાણે અહીંયા જંગલ’માં કોઈ સમયચક્ર જ નથી ! [ No Time in Woods ! ]

2

જાણે પોતાની જ એક અલગ દુનિયા , નિયમો અને કલ્પનાઓ’નો ખુલ્લો પટ  . . . ઈચ્છા થાય તો અમલ કરો નહિતર બીજી જ ક્ષણે તે નિયમો ગયા તેલ લેવા 😉 ત્રણેય ભેરુ’ઓ ધરાઈ ધરાઈ’ને જે ક્ષણો માણે છે કે ઘડીક તમનેય નજીક’નાં કોઈ જંગલ’માં જવાનું મન થઇ જાય 😉

પૂરી મુવી થોડાક માટે ક્લાસિક બનતા રહી ગઈ  . . . કેટલાય ઈશ્યુ કે પ્રતિક્રિયાઓ કે જે ઘટવી જોઈતી હતી તે અહી ઢીલી ફિલ્માવાયેલી હોય તેમ લાગ્યું [ જેમ કે છોકરાઓ જંગલ’માં જતા રહ્યા બાદ’ની તેમના માતાપિતા’ની પ્રતિક્રિયા ! ] ફિલ્મ બે મોરચે અદભુત કેડી કંડારે છે એક ટીનેજ-લાઈફ’નાં મુદ્દાઓ અને બીજું અદભુત એવી કુદરતી સંપંદા’ઓથી છલકાતી સ્વતંત્ર અને નિયમોથી મુક્ત એવી કલ્પનાતીત જિંદગી  . . એક વાર તો જોવું જ રહ્યું અથવા તો જવું જ રહ્યું [ જંગલમાં 😉 ]

3

એક દ્રશ્ય’માં : જો’ને તેના પિતા કહે છે કે – ટીનએજ લાઈફ’થી Manhood તરફ જવામાં ઉતાવળ કર માં ! વહેલા મોડા તારે ત્યાં પહોંચવાનું જ છે ! તું ઈચ્છે કે નાં ઈચ્છે !!!

My Rating : 7.5 / 10 > Home <

IMDb : 7.2 / 10 by 27,000 + People { by March 2014 }


9} The Place Beyond the Pines , 2013

પહેલીવાર આ ફિલ્મ’ની સ્ટોરી તમને વધુ પ્રમાણમાં નહિ કહું , કારણકે જેટલું તમે તેના વિષે ઓછું જાણશો તેટલું તે તમને વધુ સરપ્રાઈઝ કરશે [ જિંદગી’નું કામ જ એ છે – સરપ્રાઈઝ આપવાનું : તમને ગમે કે ના ગમે ! ] એક સ્ટંટમેન‘ને ઘણા સમયે ખ્યાલ આવે છે કે તેને એક ભૂતપૂર્વ સંબંધ’થી એક બાળક જન્મ્યું હોય છે , તેનું જીવન હવે જાણે બદલાઈ જાય છે અને હવે તે આદર્શ પિતા બનવા પ્રયત્ન કરે છે  . . . જ્યાં બીજીતરફ એક આદર્શ પોલીસ અધિકારી છે કે જેની એક ભૂલ’ને કારણે ઘણું બધું બદલી જાય છે અને ત્રીજા તબક્કામાં બે પુત્રો’ની વાત છે કે જેમનું કથાનક તેમના પિતા’ઓએ જાણે -અજાણે આલેખ્યું હોય છે !

એક રીતે જોવા જઈએ તો ફિલ્મ’નું કથાનક અત્યંત સામાન્ય છે અને આપણી ઘણી હિન્દી મુવી’ઝમાં આવો મનમોહન દેસાઈ રૂપી ડ્રામા ભભરાવેલો દેખાશે , પણ ત્યાં જ આ ફિલ્મ તમને માત આપી જાય છે [ મને નહી હો ! કારણકે મારી પાસે પાસવર્ડ છે 😉 કે જે અમિતાભ કે શશી કપૂર પાસેય નહોતો 😀 ] ફિલ્મ એટલી સામાન્ય હોવા છતાં આખરે તમારા દિલોદિમાગ પર એક છાપ છોડી જાય છે  . . . તેનું એક કારણ સબળ એવું ટેકનીકલ પાસું તો ખરૂ જ [ ઝક્કાસ સીનેમેટોગ્રાફીSean Bobbitt અને અદભુત એવો મેડીટેશન થઇ જાય તેવો બેકગ્રાઉન્ડ સ્કોરMike Patton ] , પણ બીજું પાસું એય ખરું કે ફિલ્મ એક તબક્કે લાગણી’થી ઘણી ભરચક છે કે જ્યાં મેલોડ્રામા કર્યા વિના પણ જીવન’ની એકેએક ક્ષણો’નો , ઘટના’ઓનો અને વ્યક્તિઓ’નો અદભુત પરિચય કરાવ્યો છે ! કોઈ એક વિશેષ વ્યક્તિ વિના જીવન’માં શું કમી રહી જાય છે ? કોઈ એક સારી વ્યક્તિ’ની ભૂલ પણ કેટલી મોંઘી પડી શકે છે ? આ દુર્ઘટના’ઓનો સિલસિલો એટલો તો અસર છોડનારો રહે છે કે એક તબક્કે આ સઘળી ઘટનાઓ’નાં મૂળ રૂપી જે ઘટના ઘટી હતી , તે દિવસ દુ:સ્વપ્ન તરીકે જીવન’માં વણાઈ જાય છે !

55

ફિલ્મ એક રીતે ત્રણ શોર્ટ ફિલ્મોનો ગુચ્છો પણ કહી શકાય કે જ્યાં એક ઘટના બીજી ઘટના’ને જન્મ આપે છે અને એક ગલત કદમ જિંદગી’ને એક અલગ જ કેડી કંડારવા મજબુર કરે છે  . . . . પૂરી ફિલ્મ’માં જો સૌથી ધાંસુ પરફોર્મન્સ કોઈનું હોય તો તે છે ” રયાન ગોસ્લીંગ “નું ! તેના ભાગે પૂરી મુવી’માં ઘણો ઓછો સ્ક્રીનટાઈમ આવ્યો છે , પણ જેટલી પણ ફ્રેમ્સ’માં તે છે તેમાં રીતસર તેના ઝક્કાસ હાવભાવ અને અભિનય’થી તમને તેની કથની અને કરણી પર વિશ્વાસ કરવા અને સરવાળે તેના પ્રત્યે સહાનુભુતિ રાખવા મજબુર કરી દેશે  . . . . તેવું જ અને સામા છેડાનું બીજું એવું અદભુત પરફોર્મન્સ છે , ” બ્રેડલી કુપર “નું  . . . કે જે એક આદર્શવાદી અને તરવરાટ’વાળો નવોસવો પોલીસ’કર્મી છે કે જે કૈક બદલવા માંગે છે , પણ તેના એક પગલાથી ઘણી જિંદગીઓ અલગ જ મુકામે પહોંચી જાય છે  . . . તે રીતે ત્રીજો અને આખરી ભાગ થોડો ધીમો અને અસર-વિહીન લાગ્યો , કે જ્યાં પહેલા બંને ભાગ એકબીજામાં ગજબ’ની તન્મયતાથી ગૂંથાઈ જાય છે ત્યાં ત્રીજો ભાગ થોડો ખચકાટ’વાળો લાગે છે।  . . . જોકે આખરે એક સુંદર અંત અપાયો છે કે જે તો તમારે જ જોવો રહ્યો [ અને એ રીતે તમે મારી સાથે સહમત છો કે નહી તે જાણવું રહ્યું 🙂 ]

પૂરી ફિલ્મ’માં ” Father – Son relationship “નું એક અજીબ અને વિચિત્ર એવું જબરું ચિત્રણ કરાયું છે  . . . ફિલ્મ મહતમ સમય તમને એકેએક મુદ્દાઓ પર વિચારવા મજબુર કરશે . . ફિલ્મ’માં નાની નાની અદભુત મોમેન્ટસ ખુબ જ છે [ જેમકે , પોતાનું બાળક જયારે પહેલી વાર આઈસક્રીમ ખાય ત્યારે પોતે ત્યાં જરૂરથી હોવો જ જોઈએ એવો એક બાપ’નો હઠાગ્રહ . . કેમકે ભવિષ્યમાં જયારે જયારે તે બાળક આઈસક્રીમ ખાય ત્યારે ત્યારે તેને તેનાં પિતાનું મુખ યાદ આવવું જોઈએ ]

66 અને આખરે ફિલ્મ’નાં ત્રણેય અલગ તબક્કા’ઓ એક નહીને તો બીજી રીતે પણ સ્થળ / સમય અને સંજોગો’ની રીતે એકબીજા સાથે જોડાયેલા લાગશે તેટલી હદે તેમાં સામ્ય દેખાડાયું છે [ તે બદલ ડીરેક્ટર Derek Cianfrance‘ને હેટ્સ ઓફ ]

My Rating : 7.5 to 8 / 10 > Home <

IMDb : 7.4 / 10 by 1,22,000 + People { by March 2014 }


Below 7.5 / 10


10} Elysium , 2013

સમય છે , ઈ.સ 2154 . . . પૃથ્વી ભૂખમરા , ગરીબી , બેકારી , રોગચાળા , ગુનાખોરી અને વસ્તીવધારા’થી ખદબદી ચુકી છે। અને પેલી બાજુ અત્યંત ધનાઢ્ય લોકો પૃથ્વી’ની કક્ષામાં જ એક કુત્રિમ ઉપગ્રહ’નું નિર્માણ કરીને ત્યાં રહેવા ચાલ્યા ગયા હોય છે કે જયા કોઈ પ્રકારનો રોગચાળો , ગુનાખોરી કે પ્રદુષણ નથી  . . . જેનું નામ છે ” ઇલીસીયમ

2013’નાં વર્ષમાં આ ફિલ્મ’નો ખુબ ઇન્તેઝાર હતો , કારણકે આ ફિલ્મ મારી પ્રિય ફિલ્મો’માની એકDistrict 9 “ના ડીરેક્ટર’ની બીજી જ ફિલ્મ હતી અને વધુમાં આ એક Sci-Fi મુવી હતી  . . . . પણ જેમ હરહંમેશ થાય છે તેમ જ ક્યાંક કૈક થોડુક બફાઈ ગયું [ અરે બટેટુ નહિ , તે બફાયું હોત તો પણ સુકીભાજી ખાવા મળેત 😉 ] ફિલ્મ’ની સ્ટોરી થોડી પ્રીડીકટેબલ લાગે છે , પણ તે જ રીતે પાછી સ્પેશીયલ ઈફેક્ટ ધાંસુ છે  . . . અને હાં , પેલું ઇલીસીયમ મસ્ત દેખાડ્યું છે [ જરાક ધ્યાન’થી જોવા વિનંતી 🙂 ]

My Rating : 6.5 to 7 / 10 > Home <

IMDb : 6.7 / 10 by 1,85,000 + People { by March 2014 }


Winner :

Mud , Dallas Buyers Club , Star Trek : Into Darkness

Pleasant / Surprise / Daring / Something New WATCH :

Monsters University , Warm Bodies , The Great Gatsby , Stoker , The Place beyond the pines

Looser :

– – – – –


at Last . . !

   • Trailer of 2 States

– – – Wonderful Icon Infographic of previous 85 best picture oscar winners

[ Source : Beutler Ink ]

az


Advertisements