ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , ,

પુસ્તકો’ની પોસ્ટ્સ બંધ થતા થોડુક નિરાશ થવાયું , પણ આખરે તેની ખોટ પૂરી કરવા તાજેતર’માં વંચાયેલ પુસ્તકો’ની વાતો બ્લોગ પર મુકવાની ઈચ્છા સળવળી અને તે બહાને પુસ્તકો’ની પોસ્ટ્સ જીવંત પણ રહેશે  . . . .

અહીંયા ટૂંક’માં જ આપ સૌ સાથે પુસ્તકો’નો અનુભવ વહેંચીશ અને તેની સાથે સાથે જે કોઈ ટીવી સીરીઝ કે ડોક્યુમેન્ટ્રી કે નાટક કે એવું કાંઇક જોયું હોય તો , તેની પણ વાત કરીશ અને હાં જો લટકામાં ટ્રેઇલર્સ મળશે તો એ પણ ભભરાવતો રહીશ . . . મિક્સ ભેળ’ની આ જ તો મજા છે . . . ભાવ ય ઓછો અને ચટ્કારો પણ ઝાઝો 🙂

તો શરુ કરીએ . . .  Recent Read , Recent Watch .

>>> 6 Books & 1 TV Series [ Last 3 Months ] <<<

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Recent Read


 બિન્દાસ ખુશવંતખુશવંત સિંહ , હુમ્રા કુરેશી સાથે [ ભાવાનુવાદ – આદિત્ય વાસુ ]

Gujarati Translation of Absolute Khushwant

– – પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર , [ Link ] , Rs. 150

ખુશવંત સિંહ વિષે વાંચન’નાં અને પત્રકારત્વ’નાં રસિયાઓ તો જાણતા જ હશે પણ જેઓને આ બંનેમાં રસ ન હોય તેઓ’ને પણ આ પુસ્તક ખુબ જ રોચક લાગશે  . . . આમ તો , આ પુસ્તક તેમની આત્મકથા નથી , પણ અંગત અને જાહેર જીવન’ની વિવિધ ઘટનાઓ / તબક્કાઓ અને સંસ્મરણો’ની સ્મૃતીગાથા છે  . . . જરૂરથી વાંચશો , ભારતે મેળવેલા એક તેજસ્વી અને ફાયરબ્રાંડ પત્રકાર’ની જીવની , તેમની સફર .

તેમની ઝુબાન’માં અને અદા’માં આઝાદી પહેલા’ના ભારત’થી લઈને આઝાદી પછીના ભારત અને ઉદારીકરણ પછીના ભારતની છબી અને છબછબીયા ઝીલાશે કે જે જુના સંસ્મરણો’નો પટારો ખોલી દેશે .

a

 રેવન્યુ સ્ટેમ્પ ( અમૃતા પ્રીતમ‘ની આત્મકથા ) – [ અનુવાદ : જયા મહેતા ]

Revenue stamp – An Autobiography by Amruta Pritam

– – પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર [ Books for you ] , Rs. 140

ભારત’માં લખાયેલી કેટલીક અદભુત આત્મકથાઓ’માની એક  . . . . જયારે આ પુસ્તક પ્રકાશિત થયું હતું , ત્યારે ઘણાએ તેને વિવાદો ઉભું કરનાર ગણાવ્યું હતું , તો ઘણાએ તેને અત્યંત સાહસિક ગણાવ્યું હતું  . . . પણ , મારા મતે આ પુસ્તક હૃદય’થી લખાયેલું હતું અને હૃદયથી જ પ્રકાશિત થયું હતું , તેટલી હદે આ પુસ્તક સત્ય અને લાગણી’થી છલકાયેલું છે  . . . પુસ્તક’ની ભાષા અને તેનો અનુવાદ અત્યંત સમૃદ્ધ છે  . . . એક તબક્કે હું આ પુસ્તક’માંથી એક આખી પોસ્ટ બનાવવાનો હતો , પણ હોડી કિનારે ન પહોંચી ( પણ આશા અમર છે . )

આ સ્ત્રી’એ ખુબ જ વિશાળ દ્રષ્ટિકોણ’થી સમગ્ર આલેખન કર્યું છે અને તેના માટે તેણીએ ખરેખર હૃદય’નાં ઊંડાણ’થી સત્યો પ્રગટ કર્યા છે ( કે જેને ઘણા ઉતાવળીયા લોકોએ પ્રસિદ્ધિ પામવા માટે’નું તેણીનું BOLD પગલું ગણ્યું છે અને તેણી પર ઘણી પસ્તાળ પણ પાડી છે . )

>> Must Read <<

[ પુસ્તક’નો એક સુંદર અંશ ‘ અક્ષરનાદ ‘ પર : Link  ]

[ અમૃતા પ્રીતમ વિષે એક સુંદર પોસ્ટ્ : Link  ]


 2 સ્ટેટ્સચેતન ભગતઅનુવાદ : વિજય દવે ]

2 StatesChetan Bhagat

– – પ્રકાશક : આર આર શેઠ [ Flipkart , Infibeam , Amazon ] , Rs. 150

મારા માટે ચેતન ભગત’ને વાંચવું એટલે  . . . ” મોજ , મોજ અને મોજ ” ( વિદ્યા બાલન એન્ટરટેઈનમેન્ટ’થી શોભે  . . . વિનય’થી નહિ ! – 21મી સદી’નું સૂત્ર 😉 )  . . . . અને 2 સ્ટેટ્સ , એ રીતે ફૂલ ઓન મસ્તી છે કે જેવી હંમેશા તેમને વાંચવામાં રહી છે।  અત્યાર સુધીનું તેમનું મારું પ્રિય પુસ્તક ” 5.1 સમવન ” જ રહ્યું છે અને કદાચિત રહેશે જ  . . . અને એક રીતે જ્યાંથી 5.1 સમવન પૂરું થાય છે , ત્યાંથી જ આ પુસ્તક 2 સ્ટેટ્સ શરુ થાય છે ( મતલબ કે ક્રિશ’નાં IIT પૂરું કર્યા બાદ IIMA અને અનન્યા સાથેના સંબંધ અને તેમના લગ્ન અંગેની સફર )

ચેતન ભગત એટલે ચિક્કાર અવલોકન  . . રોજબરોજનું  ( કામ’નું કે પછી નકામ’નું ) . . . વાંચતા વાંચતા મોં પર મલકાટ આવી જાય તેવી સરળ રજૂઆત  . . . અહીંયા વાત છે , ક્રિશ ( ઉતર ભારતીય છોકરો ) અને અનન્યા’ની ( દક્ષીણ ભારતીય છોકરી ) , તેમના ચિત્ર-વિચિત્ર પ્રેમની , ભવિષ્યમાં લગ્ન માટે માં-બાપ’ને મનાવવા’મા પડતા રમુજી સંઘર્ષ’ની  . . . અને ઉતર ભારત અને દક્ષીણ ભારત’નાં લોકો’ની એકબીજા માટે ધારી લીધેલ ધારણાઓ’ની અને સંસ્કૃતિ’ભેદની  . . .

>> Plesant Read <<

b

 રેવોલ્યુશન 2020ચેતન ભગતઅનુવાદ : વર્ષા પાઠક ]

Revolution 2020Chetan Bhagat

– – પ્રકાશક : આર આર શેઠ [ Books on click , Amazon , Flipkart ] , Rs. 150

પણ ‘ રેવોલ્યુશન 2020 ‘માં ચેતન ભગત ક્યા માર ખાઈ ગયા , તે ખ્યાલ જ ન આવ્યો ( તેમના ઝીણવટ’ભર્યા અવલોકનો અને ફની નેરેટીવ’નો અહીંયા સદંતર અભાવ જણાયો – – અને પ્રમુખ એવા વાર્તા’તત્વ’નો પણ ) . . . પૂરી સ્ટોરી વાંચી લીધા બાદ ઘણી સામાન્ય લાગે છે ( થોડીક ક્ષણો અને ઘટના’ઓને બાદ કરતા ) અને ગોપાલ , આરતી અને રાઘવ એમ ત્રણ પાત્ર’માંથી એક પણ પાત્ર તમારા મન પર છવાઈ જાય તેમ નથી લાગતું . . . પણ હાં , હમણાં’નાં સમયમાં જે એન્જીનીયરીંગ કોલેજો’નો રાફડો ફાટ્યો છે , તે સમગ્ર ઘટનાક્રમ’ની ચેતન ભગતે ખુબ જ સરસ રીતે દુખતી રગ દબાવી છે  . . . . ફાઈનલી , ચેતન ભગત’નું સૌથી નબળુ પુસ્તક ( મારા મતે )


 સપના’નાં સોદાગરોરશ્મી બંસલ [ ભાવાનુવાદ – સોનલ મોદી ]

Gujarati Translation of I Have a Dream

– – પ્રકાશક : એકલવ્ય એજ્યુકેશન ફાઉન્ડેશન , અમદાવાદ [ Books for you ] , Rs. 150

રશ્મી બંસલ’નાં બે અદભુત પુસ્તકો ‘ ખભે કોથળો ને દેશ મોકળો ‘ અને ‘ શૂન્ય’માંથી સર્જન ‘ બાદ આ પુસ્તક પણ ઈન્ટરવ્યુ’ઝની સીરીઝ સમાન જ લાગતું હતું કે જ્યાં લોકોએ કૈક હટકે સફળતા મેળવી હોય  . . . પણ , એકવાર આ પુસ્તક શરુ કર્યા બાદ આ પુસ્તક તમને હૃદય’થી સ્પર્શી જશે તેટલી હદે આ પુસ્તકે મને આશ્ચર્ય’માં અને અવઢવ’માં નાખી દીધો છે  . . . કારણકે , અહીંયા શરુઆત થઇ હતી સમાજસેવાથી અને અંત’માં જઈને ધીરજ’નાં મીઠા ફળ જેવો નફો મળ્યો  . . . . જુઓ ત્રણ નાનકડા સાર સમાન ઘટનાઓ’નો ઘટનાક્રમ।  . . .

1) શાહીન મિસ્ત્રી – વિદ્યાર્થી કાળમાં જ શાહીને ઝુંપડપટ્ટી’માં બાળકોને ભણાવવાનું શરુ કરી દીધું હતું . પંદર બાળકોથી શરુ થયેલ એ પ્રવૃત્તિ આજે તો પાંત્રીસો બાળકોની સંખ્યાએ પહોંચી છે . હાલમાં આકાંક્ષા’ની છ શાળાઓ અને અઠ્ઠાવન સેન્ટર્સ છે. ભારતના જાગૃત યુવાનોને દેશ માટે કૈક કરી છૂટવાની પ્રેરણા આપવાનું શાહીને બીડું ઝડપ્યું છે .

2) બિંદેશ્વર પાઠક – ચુસ્ત બ્રાહ્મણ કુટુંબ’નાં ફરજંદ બિંદેશ્વર’ને બાળપણમાં ‘ સ્વશુદ્ધિકરણ ‘ માટે દાદીમાં’એ ગાયનું છાણ ખવડાવ્યું હતું !! કારણ ? તેઓ ‘ અસ્પૃશ્ય ‘ને અડી ગયા હતા . આ જ બ્રાહ્મણે જતે દિવસે એક એવી ચળવળ ચલાવી કે જેને ભારતભર’માં ‘ સુલભ ‘ તરીકે ઓળખ મળી છે . ‘ મેલું ઉપાડનાર ‘ પાયખાના’ના સફાઈ કામદારો’ને આ ક્રાંતિ દ્વારા સામાજિક મોભો મળ્યો છે .

3) હરીશ હાન્ડે – હરીશ હાન્ડે’ને ઘણા ગાંડો કે ધૂની વૈજ્ઞાનિક માને છે . Ph.D.ના અભ્યાસ દરમ્યાન તે શ્રીલંકા અને ભારતનાં ગામડાઓમાં અડ્ડો જમાવીને બેસી ગયો હતો . કારણ ? ભારતને ભગવાને આપેલ સૌથી મોટી ભેટ એવી સૌરઉર્જાને ગામડાઓ સુધી સસ્તા ભાવે પહોંચાડવાની ધૂન એના મગજ પર સવાર થઇ ગઈ છે . હાલમાં , ‘ સેલ્કો ‘ દ્વારા તેમણે કર્ણાટક’માં 1,20,000 સૌર વીજ પેનલ્સ બેસાડી છે તથા ધીમે ધીમે આખા ભારતના ગામડાઓમાં આ સસ્તી ઉર્જાનો સ્ત્રોત પહોંચાડવા ઈચ્છે છે .

>> Must Read <<

c

 થિંક એવરેસ્ટઅતુલ કરવલ અને અનીતા કરવલ { અનુવાદ : સૌરભ શાહ }

Gujarati Translation of Think Everest

– – પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર [ Gujarati Books , Books onClick ] , Rs. 275

જી હાં , આ એક ટ્રાવેલોગ છે , પણ જેવો તેવો નહિ  . . . એક તો એ દુનિયાના ઉતુંગ શિખર એવરેસ્ટ’નાં આરોહણ’ની વિજયગાથા છે અને બીજું તે સનદી અધિકારી શ્રી અતુલ કરવલ દ્વારા ખેડાયેલી છે ( ભારત’ના સૌ પ્રથમ સનદી અધિકારી દ્વારા – IAS / IPS . . . ) . . . . ભારત’નાં પ્રથમ IPS અધિકારી દ્વારા અને લટકામાં ગુજરાત’નાં IPS અધિકારી દ્વારા।  . . . ઘણા સમયથી સેવેલ સપનું જયારે હકીકત’માં પલટાવા’ની ક્ષણ નજીક આવે છે ત્યારથી તે છેક શિખર’નાં આરોહણ’ની ઘડી નજદીક આવે છે ત્યાં સુધીની એક અદભુત રોમાંચગાથા।  . . . પુસ્તક ખુબ જ અદભુત સ્વસ્થતા’થી આલેખાયેલું છે ( તે હદે તેમાં દોરવણી , માર્ગદર્શન અને ઘટનાઓ’નું સુંદર આલેખન કરાયું છે। ) . . . . પુસ્તક’ને એક અનેરી ઉંચાઈ’એ પહોંચાડતું એક બીજું જમા પાસું એટલે , ડગલે ને પગલે આવતું તેમના પરિવાર’જનોનું સ્મરણ , ચિંતન / ચિંતા , સુખદ સ્મૃતિઓ’નું વર્ણન  . . .

think everest એક બાજુ તેઓ ઉપર’ને ઉપર ચઢાણ કરી રહ્યા છે અને બીજે તબક્કે ખુબ જ અદભુત ચિંતનયાત્રા ખેડીને મનોમન જીવન’નાં અદ્ભુત રહસ્યો ઉકેલી રહ્યા હોય છે  . . . તન’થી પણ ચઢાણ અને મન’થી પણ ચઢાણ  . . . જો , પુસ્તક’માં બ્લેક & વ્હાઈટ ફોટો’ઝના સ્થાને કલરફૂલ ફોટો’ઝ હોત તો પુસ્તકને ચાર ચાંદ લાગી જાત , તેવો મારો નમ્ર મત છે।

>> Must Read <<


JSK – || જય શ્રી કૃષ્ણ  || : જય વસાવડા

– – પ્રકાશક : રીમઝીમ ક્રિયેશન / નવભારત સાહિત્ય મંદિર , Rs. 500

[ Gujarati books , Books for you , Amazon ]

પુસ્તક વિષે તો મહતમ લોકો જય વસાવડા’નાં બ્લોગ થકી જ જાણતા હશે , માટે વધુ કાઈ કહેવાનું તો થતું નથી ( મતલબ કે પુસ્તક’ની શરૂઆત પણ કૃષ્ણ અને અંત પણ કૃષ્ણ )  . . . કાનજી’ભાઈ વિશેની જાણીતી / અજાણી વાતો’નો રીતસર અહીંયા ઢગલો થયો છે  . . . કેટલાક લેખ તો ખુબ જ અદભુત અને હૃદયસ્પર્શી છે . . . . થોડાક લેખ મને એવું લાગ્યું કે પહેલા પણ કદાચિત વંચાઈ ચુકાયા છે ( કદાચિત તેમની કોલમ’માં જ વાંચ્યા હશે ) . . . પુસ્તક તન અને મન’થી મતલબ કે કન્ટેન્ટ અને કવર એમ બંને રીતે રિચ છે , માટે કિંમત પણ જરા વધુ છે ( 500 / . . . પણ મેં તો તે સમયે છૂટ’નો લાભ લઈને 250 /માં મેળવ્યું હતું . ) . . . ઘણી જગ્યાએ એવું લાગ્યું કે વિષય કદાચિત થોડો વધુ લંબાવાઈ ગયો છે અને રીપીટેશન થઇ રહ્યું છે ( મારી પોસ્ટ’ની જેમ જ 😉 ) પણ આખરે તો પુસ્તક એ લેખક’નો જ દસ્તાવેજ હોય છે ( તેમાં લાંબા / ટૂંકું ન હોય )

. . . પ્યારા કાનજી વિષે હજુ મારે ગુણવંત શાહ અને નગીનદાસ સંઘવી અને ઓશો’નાં પુસ્તકો વાંચવાના બાકી છે  . . . માટે , તે તરફ હવે નજર મંડાઈ છે , માટે વહેલી આવે તે સવાર કે જયારે થાઉં હું સવાર , રાખી પુસ્તક’ને ખોળે મસ્તક અને દઉં તેના દ્વારે દસ્તક  . . .


Recent Watch


Game of Throne – SAGA ( Season 1 , 2 ,3 ) [ Link & Info. ]

મહાભારત વિષે એમ કહેવાય છે કે જે અહીંયા છે , તે બધે જ હશે પણ જે અહીંયા નથી તે ક્યાય નહિ હોવાનું !!! પણ , 21મી સદી’માં આ ટીવી સિરીઝે આ સ્લોગન કે વાયકા’ને છાતીના પાટિયા બેસાડી દ્યે તેટલી હદે પોતાના નામે ચડાવી દીધી છે ❗ ❗ ❗ જેમ હોલીવુડ’ની સામે બોલીવુડ’ની ફિલ્મો’ની ગુણવત્તા પાણી ભરે , તેમ HBO દ્વારા બનાવેલી આ સીરીઝ સામે હોલીવુડ પણ એક પગથીયું નીચે ઉભું રહે  . . . . આ વાત છે , એક સિંહાસન આસપાસ રચાતી ગાથાની।  . . . છળ – કપટ’ની , નિર્દયતા’ની – બર્બરતા’ની , દયા’ની અને ડાકણ’ની ( દયા ડાકણ’ને ખાય , તે કહેવત’ને અનુસરીને ! ) , સાહસ’ની – દુ:સાહસ’ની , બેવકૂફી’ની – આયોજન’ની , આશ્ચર્ય’ની – અચંબા’ની ( મોં’માં આંગળા નાખી જાવ તેટલી હદે મળતા ઝાટકાઓ’ની ) , સત્ય’ની – કડવા સત્ય’ની , જાદુ’ની – ડ્રેગન’ની  . . . .

Season 1

Season 1

આ અદભુત સીરીઝ’ની પહેલી સીઝન મારી પાસે હતી જ , પણ શરૂઆત કરવાનો મૂડ નહોતો થતો , પણ જયારે વિરાજભાઈ’એ પણ ફરી આ સીરીઝ’ની યાદ અપાવીને ભરપુર વખાણ કરી નાખ્યા એટલે પછી કર્યા કંકુના 🙂 { GOT વિષે ત્યાં જ જાણી લેજોને 🙂 }. . . અને ખરેખર કહું તો પાછલા બે મહિનાથી હું આ સીરીઝ’ને રોજ થોડું થોડું કરીને જોતો હતો કેમકે , ત્રણ સીરીઝ’નાં થઈને કુલ ત્રીસ એપિસોડ’સ થાય અને સાચું કહું તો રોજેરોજ જે જલસા પડ્યા છે કે વાત પૂછો માં 🙂 એક વખત તો એવો આવ્યો કે આ સીરીઝ પૂરી થવા આવી અને પછી થયું કે હવે શું ? હવે ચોથી સીઝન ક્યારે ? જાણે એક પ્રકારનો શૂન્યાવકાશ થઇ ગયો ❗ કારણકે ગમે તેવો મૂડ હોય કે પછી નાદુરસ્ત તબિયત હોય , જો એકવાર તમે જોવાનું ચાલુ કરો કે પછી ગયા કામથી !  . . . .એક પ્રકારે અફસોસ થયો કે સાલું આ સીરીઝ પહેલા કેમ ન જોવાઈ ? પણ , પછી મજાની વાત એ રહી કે ત્રણે ત્રણ સીઝન મે બેક ટુ બેક જોઈ અને સોરઠી ભાષામાં કહું તો રીતસર’નો ધરાઈ ગયો 😀 અને છેલ્લી વાત કે ભવિષ્યમાં ગેમ ઓફ થ્રોન્સ જેવું અદભુત સર્જન નાના પડદે કે મોટા પડદે જોવા મળે તેમાં ભારોભાર શંકા રહેશે , તેટલી હદે આ શો ગાભા કાઢી નાખે તેવો અદભુત છે .

Season 2

એટલી હદે આ સીરીઝ’નું સ્ટોરી’ટેલીંગ જબરદસ્ત છે કે કેટલીકવાર તો માત્ર બે જ લોકો સંવાદ કરતા હોય તો પણ તમને ચસકવા કે હલવા ન દે !!! તે હદે તેના સંવાદો રીચ છે અને તેટલી જ હદે તેમાં આવતા એકેએક ક્વોટ’સ  . . . અને તે જ રીતે તેમાં આવતા એકથી ચડિયાતા એક એવા પાત્રો અને તેના’માં પ્રાણ ફૂંકતા અદભુત કલાકારો  . . . . બાય ધ વે , જે લોકોએ આ સીરીઝ જોઈ છે , તેમને કહું તો મારા પ્રિય પાત્ર છે . . .  ટાયવીન લેનીસ્ટર & આર્યા સ્ટાર્ક .

Season 3

Season 4 – Coming soon : this April

[ Game of Thrones : Season 4 – Unofficial posters ]

They will Return

They will Return

They will Pay

They will Pay

They will Remember

They will Remember

> Must <

>> Must Must <<

>>> Must Must Must <<<

Watch

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –