ટૅગ્સ
2 guns, Despicable Me 2, Hollywood, kick - ass 2, Monthly Reviews, Now you see me, Percy Jackson : Sea of Monsters, Preview - Upcoming movies of 2014, R.I.P.D, Rajeev Masand, red 2, The Heat, The Lone ranger, The World's End, This is the End, Thor : The Dark World, Turbo, We're the Millers, White house down
> ફરી વર્ષ’નો આ મહિનો ગજબ’ની પકડા-પકડી’નો રહ્યો। . . . મતલબ કે એક સાંધો અને તેર તૂટે ! મારે વર્ષ 2013’ની મહતમ મુવીઝ્નું સરવૈયું આ જ અંતિમ દિવસોમાં આપી દેવું હતું , પણ પહોંચી વળાયું નહિ 😦
> અને એટલે જ હું મારા વિટો પાવર’નો ઉપયોગ કરીને ટોપ ઇન્ડીયન ફિલ્મ્સ – 2013‘નું લીસ્ટ જાન્યુઆરી મહિનાના અંતમાં આપીશ અને ટોપ હોલીવુડ ફિલ્મ્સ – 2013‘નું લીસ્ટ કદાચિત ફેબ્રુઆરી મહિનાના અંતમાં આપીશ . . . .
> આ મહીને જ બે સુંદર ફિલ્મો હંગર ગેમ્સ – 2 અને હોબીટ – 2 ટોકીઝ’માં જોવાતા જોવાતા રહી ગઈ . . . . અને બીજી પણ ઘણી ફિલ્મો ( જેમ કે : ગ્રેવિટી ) . . . . છેલ્લે છેલ્લે ઘણી અફરાતફરી’માં બ્લોગ’નું ટાઈમિંગ પણ જળવાયું નહિ , માટે જ આ સમયપત્રક લંબાવાઈ ગયું ! . . . .
> તો અત્યાર પુરતું તો નવેમ્બર અને ડીસેમ્બર એમ બે મહિનાની બે બે પોસ્ટ ફરીથી ભેગી કરીને મુકું છું . . . પોસ્ટ પુરેપુરી લોડ થતા થોડી વાર લાગશે પણ આખરે તો મજા જ મહત્વ’ની છે 🙂
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
Total Movies – 15 ~ ~ ~ Pictures – 36 steady & 16 Movable ( Gif )
It would take 3 to 4 minutes to load the whole post .
1} Red 2 , 2013
ફ્રેંક ( બ્રુસ વીલીસ ) અને સારાહ ( મેરી લુઇસ પાર્કર ) હવે પેલી ધબધબાટી અને એક્શન’થી ભરેલી ખતરાઓ’વાળી જિંદગી’થી દુર જ રહે છે , પણ ત્યાં જ એક જુના કૌભાંડ’નાં ઉખેળવાથી તેમના પર આફત આવી જાય છે અને તેઓને મને-કમને તેમાં જોતરાવું પડે છે અથવા તો કહો કે ભાગવું પડે છે !
રેડ’નાં પહેલા ભાગ વિષે થોડીક પોસ્ટ્સ અગાઉ જ વાત થઇ હતી અને હવે તે જ વન’માં ( એકાવન , બાવન , ત્રેપન . . . ) પ્રવેશી ચુકેલી ટોળકી નવા ધીંગાણા ખેલવા જઈ રહી છે . . . અને તે પણ , પહેલા ભાગની સરખામણી’એ ઘણી ઉચી કક્ષાએ અને ગ્રાંડ સ્કેલ પર . . . પહેલા ભાગ કરતા પણ અહીંયા વધુ મજા અને એક્શન છે . . . ફિલ્મ’નો પ્લોટ સીલી છે , એટલો જ ટ્વિસ્ટ’થી ભરપુર છે . . . નહિ નહિ ને પાંચ કે છ આંતરરાષ્ટ્રીય શહેરોમાં તેનું ધાંસુ એક્શન’થી સુસજ્જ શુટિંગ થયું છે . . .
આ ભાગમાં બ્રુસ વીલીસ અને મેરી લુઇસ પાર્કર’ની જોડીની મીઠી નોંક-ઝોંક મોજ પડાવી દ્યે છે અને માર્વિન વિષે તો પહેલા પણ વાત થઇ હતી કે તેનું પાત્ર બસ મોજે દરિયા છે 🙂 . . . આ ભાગમાં કેથરીન ઝીટા જોન્સ અને એન્થની હોપકિન્સ પણ ઉમેરાયા છે . . . એક મસ્ત ટાઈમપાસ એક્શન કોમેડી .
My Rating : 7.5 / 10 > Home <
IMDb : 6.7 / 10 by 53,000 + People { by Dec. 2013 }
2} 2 Guns , 2013
બોબી ( Denzel Washington ) અને સ્ટિગ ( Mark Wahlberg ) બંને અંડર-કવર એજન્ટ હોય છે અને બંને’માંથી કોઈને પણ ખબર નથી હોતી કે પોતાનામાંથી બીજો વ્યક્તિ પણ અંડર-કવર છે। . . . . એક DEA અને બીજો NAVY’માંથી હોય છે। . . . . . પણ , એક ડ્રગ-ડીલર’ને રંગેહાથે પકડવામાં , અધવચ્ચે જ તેમને ડબલક્રોસ કરવામાં આવે છે। . . . . છતાં પણ તેઓ કોઈ રીતે કરીને તે ડ્રગ-ડિલર’નાં એક બેંક એકાઉન્ટ’ને ચોરવામાં સફળ રહે છે . . . પણ ત્યાં તેમને એક અલગ જ આશ્ચર્ય મળે છે ! . . . શું હતું તે ? અને વાત શું આટલી જ સરળ હતી ? શું આ બધો મામલો ડ્રગ્સ’નો જ હતો કે પછી કોઈ મોટું માથું પણ આમાં સંડોવાયેલું હતું ? . . . . તેના માટે તો આપને ફિલ્મ હર હંમેશ’ની જેમ જ જોવી પડશે 🙂
ફિલ્મ’ની સ્ટોરી ધાર્યા કરતા ઘણી મસ્ત છે અને તેની સરપ્રાઈઝ આપવાની સ્પીડ પણ . . . . એક પછી એક રોમાંચ અને એક્શન’થી ભરપુર ઘટનાઓ બનતી જાય છે। . . . . ડેન્ઝલ અને માર્ક એ બંને કલાકારો ધાંસુ અને ધમાકેદાર એક્ટિંગ કરે છે ( એકેએક દ્રશ્યોમાં એ બંને એકબીજાની સરખામણી’માં ઉણા નથી ઉતરતા ! અને સતત એકબીજા કરતા આગળ રહેવા મથતા રહે છે। )
એક સિમ્પલ સ્ટોરીને પણ કેમ એક રસાળ અને મોજીલી એક્શન ફિલ્મ બનાવી શકાય , તે આનું ઉદાહરણ કહી શકાય . . તે હદે તેમાં તુમાખી અને સ્ટાઈલ ઠુંસી ઠુંસી’ને ભર્યા છે ,પરફેક્ટ ટાઈમપાસ।
My Rating : 7 / 10 > Home <
IMDb : 6.8 / 10 by 60,000 + People { by Dec. 2013 }
3} We’re the Millers , 2013
ઓકે તો , . . આ એક એડલ્ટ કોમેડી છે ( તો પહેલા તો તમારી બંને બાજુ જોઇને ચાલવું અને પછી જ પાટા ઓળંગવા – રેલ્વે પ્રશાસન ) . . . ચાર અલગ અલગ લોકો એક નકલી ફેમીલી બનાવીને મેક્સિકો પાર’થી અમેરિકામાં ડ્રગ્સ લઇ આવવાનું નક્કી કરે છે ( મજબુરીમાં ) . . કે જેમાં એક નાનો ડ્રગ ડીલર હોય છે , પિતા તરીકે . . . એક સ્ટ્રિપર હોય છે , માં તરીકે . . . એક એકલો / ડફોળ છોકરો અને એક ઘર’વિહીન છોકરી ( મતલબ કે ચાર પણ ચુમ્માલીસ જેવા ! )
. . . ફિલ્મના પહેલા ભાગમાં જરા પણ એક્સાઈટમેન્ટ નથી અને સ્ટોરી ધીમે ધીમે અને આડા-અવળી ચાલ્યે રાખે છે . . . પણ બીજા ભાગમાં રફતાર પકડાય છે , અને થોડું ટેન્શન / મિસ-અન્ડરસ્ટેન્ડિંગ /ભાગાભાગી’નો માહોલ રચાય છે . . . આ ચારેય કલાકારોમાં સૌથી મસ્ત કામ જો કોઈનું હોય તો તે છે . . . તે છોકરાનું કે જે સાવ નિર્દોષ / ડફોળ હોય છે અને ખરેખર મોજ પડાવી દે છે – Kenny (Will Poulter ) { એક કરોળિયો જયારે તેને બાઇટ કરે ત્યારનું દ્રશ્ય જોજો 😉 } નાની છોકરી’નું પાત્ર ભજવતી એમ્મા રોબર્ટ્સ પણ એકદમ ઇઝી ગોઇંગ અને મસ્ત-મોજીલી લાગે છે !. . . . નાની નાની મોમેન્ટસ ઘણી છે પણ સરવાળે ફિલ્મ ઘણી જગ્યાએ હાંફવા લાગે છે . . . એકવાર જોવા જેવું ખરું 🙂
My Verdict : 6 / 10 > Home <
IMDb : 7.1 / 10 by 1,21,000 + People ( by Dec. 2013 )
4} Kick-Ass 2 , 2013
ઓકે , તો જે લોકોએ પહેલો ભાગ કે જે 2010’માં આવ્યો હતો . . . તે જોયો હશે તે જ લોકો આ ભાગ’થી અપેક્ષા ધરાવતા હશે અને ભગ્ન-હૃદયે કહેવું પડશે કે અહીંયા જરા પણ મજા ન આવી . . . . પહેલો ભાગ જેટલો સીલી , વિચિત્ર , ઈમોશન , ફૂલ ઓફ એન્ટરટેઈનમેન્ટ ‘થી ભરચક હતો , તેટલો તો આ ભાગ નથી જ !!
. . . . સુપરહીરો’ની દુનિયા’થી પ્રભાવિત સામાન્ય લોકો’માના પણ એક સુપરહીરો બનવાની કોશિશ કરે છે અને તેમણે કેવું કેવું વેઠવું પડે છે , તે તો પહેલા ભાગમાં જ દેખાડી દીધુ હતું અને અહીંયા પણ તેનો વિસ્તાર સવિશેષ કરાયો છે . . . પણ , કોઈ રીતે બધું જ સળંગ એક હાર’માં નથી પરોવાતું ! જીમ કેરી’નું પાત્ર પણ અહીંયા ઉમેરાયું છે પણ તેમાં પણ મજા ન આવી . . . ફિલ્મ’ની ખરી જાન હતી ‘ હીટ ગર્લ ‘ ( માત્ર તેર વર્ષ’ની ટેણકી – પહેલા ભાગમાં ) જયારે અહીંયા તે પણ થોડીક આઉટ ઓફ ટચ લાગે છે અને કિક-એસ બનતો ‘ ડેવ ‘ પણ . . . . અને છેલ્લે , 2010’માં આવેલ પહેલો ભાગ મિસ કરવા જેવો નથી . . . ઓરીજીનલ અને વિચિત્ર , છતાં પણ બિલીવેબલ 🙂
My Verdict : 6 / 10 > Home <
IMDb : 6.8 / 10 by 86,000 + People ( by Dec. 2013 )
5} Despicable Me 2 , 2013
હવે ગૃ ( Gru ) ડફોળ વિલન નથી રહ્યો કે જે પહેલા ભાગમાં હતો , પણ નાની નાની ત્રણ દત્તક લીધેલી છોકરીઓ’ને કારણે તે હવે એક આદર્શ પિતા બનવા તરફ જઈ રહ્યો છે અને સારા કામમાં મન પરોવી રહ્યો છે . . . પણ ત્યાં જ તેને , એક નવા જ ખૂંખાર વિલન’ને પકડવાનું કામ સોંપાય છે કારણકે તે વિલન’સ’ના બધા જ દાવપેચ અને પેંતરા’ઓમાં ઉસ્તાદ રહી ચુક્યો હોય છે ! . . . સાથે સાથે નાનકડી ટેણકી’ઓ ગૃ માટે એક સારી છોકરીઓ પણ શોધવામાં લાગી હોય છે . ( અને પોતાનાઓ માટે નવી મમ્મી પણ ) . . અને આ બાજુ કોઈ ચુપચાપ ગૃ’નાં મીનીયન’સ ચોરવા માંડ્યું હોય છે ! . . . કોણ હોય છે તે ? શું નાનકડી બચુડી’ઓને નવી મમ્મી મળશે ? . . . એ તો તમારે જ જોવું રહ્યું 🙂
સિકવલ’નો આ જ લોચો હોય છે , કે તે જાણે-અજાણે પહેલા ભાગ સાથે સરખાવાઈ જાય છે અને તે રીતે જોઈએ તો આ બીજો ભાગ ઘણો રિપીટેટીવ અને બોઝિલ લાગે છે . . . જે ચાર્મ અને મસ્તી પહેલા ભાગમાં હતી , તે મારા મતે તો અહીંયા પરાણે ઘુસાડેલી લાગી ( જો કે નાના ભૂલકાઓ’ને તો આ એનીમેશન મજા પડાવી દેશે , મિનીયન ટોળકી’ના પ્રતાપે 🙂 )
મિનીયન નામક સર્જને આ ફિલ્મ’ને ધાંસુ સફળતા અને ચિક્કાર નાના-મોટા ચાહકો કમાવી આપ્યા હતા . . . અને એટલે જ અહીંયા તેમનો ભાગ થોડો વધારે રખાયો છે ( પણ છતાયે એટલી મજા ન આવી 😦 ) . . . હા , નાનકડી બચુડી ‘ એગ્નસ ‘ ભારે ગમતીલી અને નિર્દોષ લાગે છે , So Cute 🙂
My Rating : 7 / 10 > Home <
IMDb : 7.5 / 10 by 1,28,000 + People { by Dec. 2013 }
6} Thor: The Dark World , 2013
હમણાં હમણાં’નાં આવેલા સુપરહીરોઝ’માં થોર એટલે એવો સુપરહીરો કે જે NRE છે ! મતલબ કે જે પૃથ્વી બહારથી વગર વિઝા’એ ખાબકી પડ્યો છે 😉 પૃથ્વી પાસે થોડા હૈ , હથોડે કી જરૂરત હૈ”નાં નાતે એક હથોડા’ની જરૂરત હતી , એટલે આવી પહુંચ્યા આપણા ભીમ’નું રિમિક્ષ વર્ઝન . . . હથોડા’વાળા હીરો . . . વીજળીના દેવ . . ઓડીન કે બેટે . . ” થોર ” . . . . . તો આ બધું શરુ કરતા પહેલા જ તમને સાર કહી દઉં તો આ બીજા ભાગ કરતા , મને તો પહેલો ભાગ થોડુક ઝાઝો ગમ્યો હતો . . . . તેમાં નાદાનીયત અને સાહસ’નો સુભગ સમન્વય હતો। . . . અને સરવાળે તેમાંથી મળતી સમજણ’નો પણ !
આ સમયે એક નવી જ મુશ્કેલી ઉભરે છે , નવે નવ મહાસતાઓ પર . . . અને એ છે , ” ઇથર ” – – એક મહાપ્રલયકારી તત્વ કે જે સમગ્ર બ્રહ્માંડ’ને ફરીથી અંધકાર’માં ગુમનામ કરી શકે છે . . . ઉજાસ વગરની એક ઘનઘોર દુનિયા , કે જ્યાં વર્ષો પહેલા રાજ ચાલતું હોય છે ” ડાર્ક એલ્વ્સ“નું। . . . કે જેને થોર’નાં દાદાએ પરાજિત કરીને પેલા ઇથર’ને ક્યાંક ગુપ્ત જગ્યાએ ધરબી દીધું હતું। . . . . અને હવે આટલા વર્ષે તે ઇથર અકસ્માતે જ કોઈકના હાથમાં આવી ચડે છે। . . . . અને તે પાછી હોય છે , થોર’ની પ્રેમિકા ” જેન ” ( નાતાલી પોર્ટમેન ) . . . . . અને આ બાજુ , મુખ્ય એલ્વ્સ ” મેલ્કીથ ” વર્ષો પુરાણી નિંદ્રામાંથી જાગી ઉઠતા જ થોર’ની દુનિયા ” એસ્ગાર્ડ ” પર હુમલો કરે છે। . . . . અને , આગળ તો આપે જ જોવું રહ્યું। . . . . કે શું થોર બધે પહોંચી વળશે ? આ બધામાં પેલો બદમાશ બિલાડા જેવો થોર’નો સાવકો ભાઈ ” લોકી ” શું કરતો હતો ?
માર્વેલ સ્ટુડિયો’માંના મારો ફેવરીટ હીરો’ઝમાનો એક એટલે , થોર . . . . અને પાછું આ સમયે ફિલ્મ’નું ડીરેક્શન સંભાળ્યું છે , પ્રસિદ્ધ ટીવી સીરીઝ ” ગેમ ઓફ થ્રોન્સ “નાં કેટલાય ડિરેક્ટર્સ પૈકીમાંના એક એલન ટાયલરે . . . . પણ , વળી પાછું જે રોમાંચ આપણને તેમના પાસેથી અપેક્ષિત હતો , તે અહીંયા જરા ટૂંકો પડ્યો . . . . ફિલ્મ’નો ફર્સ્ટ હાફ થોડોકકક ધીમો છે। અને પાછું નાતાલી પોર્ટમેન પણ થોડી ઉદાસ ઉદાસ લાગી હોય તેવું લાગ્યું। . . . ફિલ્મ’ની ઈમોશનલ કોર પણ જરા ઢીલી છે ( ફિલ્મ’માં બે ત્રણ બનાવ એવા બને પણ છે કે જ્યાં બ્રેક-ડાઉન પોઈન્ટ આવી શકે , પણ . . . ) . . . . ફિલ્મ’માં અન્ય કોઈ પણ એવેન્જર્સ મેમ્બર્સ‘ની હાજરી સુધ્ધા નથી અને આટઆટલી ધબધબાટી આખી દુનિયામાં બોલતી હોય છતાં પણ ક્યાય પેલો કાણીયો ” કેપ્ટન ફ્યુરી ” નથી દેખાતો !!
થોર’નાં જેટલા પણ મિત્રો છે , તે બધા પણ બસ મહેમાન કલાકાર’ની જેમ જ દેખાય છે। . . . . મુખ્ય વિલન ‘ મેલ્કીથ ‘ પણ જરાક ઓછો ડરામણો અને ખૂંખાર લાગે છે ( હાં , પણ તેના યાન મસ્ત હતા। . . . ગુલેલ જેવા . ) . . . . થોર એક તબક્કે વિશ્વસનીય અને સાહસિક તો જરૂર લાગે જ છે પણ ફિલ્મ’ની ખરી જાન તો થોર’નો સાવકો ભાઈ બનતો લોકી ( ટોમ હિડ્લસ્ટન ) જ છે . . . . એ જ તેના જરીપુરાણા અકળ અંદાજમાં . . . .તેના મનમાં ક્યારે શું ચાલતું હોય તેનો કોઈને અણસાર સુધ્ધા ન આવવા દે તેની જ ફિરાકમાં ( ખરેખર તો થોર સીરીઝ’ને લોકી’એ જ એન્ટી હીરો તરીકે લોકપ્રિય બનાવી છે ! ) અને આ વખતે તો તેણે મોજ-મસ્તીથી ધબાધબ વન-લાઈનરો પણ એટલા જ ફટકાર્યા છે ( જેન’ની દોસ્ત બનતી કેટ ડેનીંગ્સે પણ મોજ પડાવી દીધી અને પેલા ભેજાબાજ પ્રોફેસર એરિક સેલ્વી’એ પણ 🙂 ) . . . . . ફિલ્મ’ની ખરી મજા આખરી કલાકમાં આવે છે કે જ્યાં મહદઅંશે એટલી ધબધબાટી બોલે છે કે ઘડીક અહીંયા તો . . . ઘડીક ત્યાં ( ટેલીપોર્ટેશન’નો કમાલ છે। . . . તમતમારે જોજો , હું નથી કહેતો 😉 )
પણ હર હંમેશ’ની જેમ જ અમારા રાજકોટ’ની ગેલેક્ષી ટોકીઝ’વાળાઓએ ફિલ્મ’નાં અંતે આવતી એન્ડ ક્રેડીટ ગપચાવી નાખી કે જેમાં આવનારી ફિલ્મો’નો અણસાર હોય છે 😦 પણ હું પણ કાઈ ગાંજ્યો જાય તેવો નથી 🙂 . . . . તેમાં એવું આવે છે કે થોર’નાં મિત્રો પેલા ઇથર’ને એક વ્યક્તિ ” ધ કલેક્ટર ” ( Benicio Del Toro ) પાસે લઇ જાય છે અને કહે છે કે આને અમારા વતી સાચવો। . . . . . કલેકટર એ વ્યક્તિ છે કે જે અનંત શક્તિ ધરાવતા છ ” ઈન્ફીનીટી સ્ટોન ” ભેગા કરવા મથતો હોય છે , કે જેમાંનું એક ‘ ઇથર ‘ તો તેને મળી ગયું। . . . બીજું તો , થોરના પહેલા ભાગમાં હતું , તે ” ટેસેરેક્ટ ક્યુબ ” ( કે જે મેળવવાનું બાકી છે। ) અને આશરે મારા ખ્યાલે ત્રણ ચાર વર્ષોમાં માર્વેલ યુનિવર્સ’ની સીરીઝો બાદ આ જ કલેકટર એક મહા ભયાનક અને ખૂંખાર વિલન તરીકે ઉભો થાશે { છ એ છ ઈન્ફીનીટી સ્ટોન મેળવીને } અને પછી . . . .
My Rating : 7.5 / 10 < Theater >
Any Theater Moment ? :
કદાચિત બે અઢી મહિના સુધી થીયેટર’માં કોઈ મુવી જોયું નહોતું . . . અને થોર આવ્યું ત્યારે પણ ગેલેક્ષી’ માં માત્ર એક જ શો હતો અને મને માંડ માંડ ટીકીટ મળી . . . અને ,તે દિવસે ખચાખચ ટોકીઝ’માં મુવી જોવાની મજા આવી। . . .
હાં , પણ મહતમ લોકો ચંબુ હતા ( તે આપની જાણ ખાતર 😉 )
IMDb : 7.6 / 10 by 1,08,000 + People { by Dec. 2013 }
7} The Heat , 2013
ઘણા સમય બાદ જોવાયેલું એક ધમાકેદાર ક્રેઝી’એસ્ટ મુવી . . . . સોલીડ સ્ક્રીપ્ટ વિથ સોલીડ ક્રેકિંગ ડાયલોગ્સ . . . ફિલ્મ’ના મહતમ દ્રશ્યોમાં તો હું હસી હસીને બેવડો વળી ગયો , તેટલી હદે આ મુવી સીલી અને સોલીડ છે ( સીલી લોકો’ને સીલી વસ્તુઓ વધારે આકર્ષે – જેમ કે હું . . . યારા સીલી સીલી 😉 )
. . . વાત છે , એક બોરિંગ અને એકલવાયી ફેડરલ એજન્ટ એશ્બર્ન’ની ( સાન્દ્રા બુલોક ) અને લોકલ પોલીસ ઓફિસર મલીન્સ’ની ( મેલીસા મેક્કાર્થી ) ઉટપટાંગ અને વિચિત્ર જોડી’ની { કે જ્યાં , બંને’ને એકબીજા સાથે મજબુરીથી એક જ કેસ પર કામ કરવું પડે છે .}. . . બંને એકબીજાથી જુદી અને વિચિત્ર તો ખરી જ ,પણ જે ધબધબાટી બોલાવે છે , તે તો તમારે જ જોવું રહ્યું . . . ધ હીટ’ની ખરી જાન છે . . . ” મેલીસા મેક્કાર્થી ” . . . ફિલ્મ તેના વગર એકદમ ડલ થઇ જાત ( જેમકે , હેંગઓવર’માં પેલો દાઢી બાવો છે તેવી રીતે ! ) , હાં પણ ફિલ્મ’માં ઢગલાબંધ ગાળો છે , તો ન ફાવતું હોય તો ન જોવા વિનંતી ( એનો મતલબ એમ નથી કે મને દરરોજ ગાળો પડે છે ❗ )
. . . અરે હાં , યાદ આવ્યું કે આવડી આ તો હેંગઓવર’નાં ત્રીજા ભાગમાં પેલા દાઢી બાવા સાથે જ હતી . . . આઈલા 🙂 ફાઈનલી , ફિલ્મ ફૂલ ઓન રીફ્રેશમેન્ટ છે . . . તો મગજ’ને જાજો ભાર દીધા વિના તમતમારે જોઈ નાખો . બે સોલીડ ફની દ્રશ્યોમાં . . . એક તો મું’ફટ મલીન્સ તેણીના બોસ’ની ઓફિસમાં જ તેના બોસની પટ્ટી ઉતારે છે ( બાપ રે ! ) અને બીજું . . . એશ્બર્ન અને મલીન્સ એક પબ’માં જે જલસા અને તોફાન-મસ્તી કરે છે કે . . . ( વાત પૂછો મા . . ) અને , હાં 2015માં આનો બીજો ભાગ પણ ઘોષિત થઇ ચુક્યો છે 🙂
My Verdict : 8 / 10 > Home <
IMDb : 6.6 / 10 by 68,000 + People ( by Dec. 2013 )
8} Now You See Me , 2013
તમારી સાથે છેતરપીંડી થાય કે તમારી સાથે કોઈ ચાલાકી થઇ જાય , છતાં પણ તમે ખુશ થઇ જાવ અને આશ્ચર્ય’નાં સાગરમાં ગોથા ખાવા મંડો। . . . . . એટલે ” જાદુ ” . . . . જી હા , હજુ પણ કોઈ પણ ઉંમરે જાદુગર’ને તમારી સાથે હાથચાલાકી’ના નામે સ્ટેજ પર જાદુ કરતા જોવો એ એક અલગ જ રોમાંચ છે। . . . છેતરાવા’ની એક મજા છે અને દિગ્મૂઢ થવાની એક ક્ષણ છે। . . . . આ કોઈ જાદુ નથી તે જાણવા છતાં , તેના પર વિશ્વાસ મુકવાનું મન થઇ જાય તે જ કોઈ ઓછો જાદુ નથી !
એક રહસ્યમય વ્યક્તિ ચાર અલગ અલગ જાદુગરો’ને એકઠા કરે છે। . . . . તેમને મળ્યા વગર જ એક પછી એક કડીઓ ગોઠવતો જાય છે। . . . . પહેલો હોય છે , પત્તા’ઓનો અઠંગ ખેલાડી , બીજો હોય છે ‘ હિપ્નોટીઝ્મ ‘નો ક્સબધારી , ત્રીજો હોય છે , હાથચાલાકી’નો બાદશાહ અને ચોથી હોય છે એક છોકરી , કે જે ગમે તેવા ટ્રેપ ( સકંજા )’માંથી પણ ભાગી’ને નીકળી શકે। . . . . . અને હવે આ ચારેય જાદુગરો જગત’નાં ઈતિહાસમાં ખુબ જ મોટા પાયે ત્રણ શો’ઝ કરવા જઈ રહ્યા હોય છે। . . . . કે જેમાં પહેલા જ શોઝ’માં તેઓ અમેરિકામાં બેઠા બેઠા જ હજારો લોકોની સામે જ પેરીસ’ની એક બેંક લુંટી લે છે। . . . . અને મચી જાય છે અફરાતફરી। . . . . . પોલીસ પણ તેમને કઈ કરી શકતી નથી અને પુરાવાના અભાવે તેઓ’ને છોડી મુકવા પડે છે। . . . પણ , પડદા પાછળ તેઓ ( પોલીસ ) એક જાદુ’ની ટ્રીક્સ’નો ભાંડો ફોડતા એક નિષ્ણાંત’ની મદદ લેવાનું વિચારે છે। . . . . . પણ , હવે બીજો શો’ઝ શરુ થાય છે , અને તેમાં પણ એક અલગ જ ધબધબાટી મચી જવાની છે એ નક્કી। . . . . . તે લોકો શું કરવાના હતા ? તેમની પાછળ કોનો હાથ અને પીઠબળ છે ? તેમનો ખરો ઉદ્દેશ શું હતો ? કે પછી આ બધું માત્ર તરકટ હતું ? . . . . . તે તો તમારે જ જોવું રહ્યું 🙂
Woody Harrelson , Mark Ruffalo , Jesse Eisenberg , Isla Fisher , Mélanie Laurent , Morgan Freeman જેવા એકથી ચડે તેવા અને જોવા ગમતા કલાકારોનો શંભુમેળો। . . . . પહેલી જ ઘડીથી રોમાંચ અને એક્શન શરુ ( આપણે બીજું શું જોઈએ ? ) . . . . હર ઘડી આવતો એક નવો જ ટ્વિસ્ટ અને શકમંદ’નાં પાંજરામાં આવતો નવો જ ખેલાડી ! . . . . આપણે ત્યાં આવતા સડેલા ધૂમ-છાપ ફિલ્મોને લોકો કોન-થ્રિલર ગણી’ને જોવા બેસી જાય છે પણ હકીકતે તેમણે અસલી મજા તો માણી જ હોતી નથી !!! . . . . પૂરી ફિલ્મ બધા જ કલાકારો પર એકસમાન ફેલાયેલી છે અને તે રીતે ફિલ્મ’નો અસલી હીરો તેની સ્ટોરી છે ( યાદ કરો। . . . વાર્તા રે વાર્તા , ભાભો ઢોર ચારતા 😉 ) . . . . જાદુ + થ્રિલ’ની મસ્ત મજા લેવા માટે મસ્ટ વોચ 🙂
My Verdict : 7.5 / 10 > Home <
IMDb : 7.3 / 10 by 2,26,000 + People ( by Dec. 2013 )
અને છેલ્લો સવાલ : ખરી મજા શેમાં છે ? જાદુ જોઇને છેતરાવામાં કે જાદુ’ની પાછળ શું ટ્રીક હતી તે જાણવામાં ? ❗
9} The World’s End , 2013
પાંચ સ્કુલ / કોલેજ’નાં જમાના’ના દોસ્તો। . . . અને આ બધાયે એકવાર ગ્રેજ્યુએશન’નાં દિવસ બાદ એવી શરત મારી કે પોતાના નાનકડા શહેરમાં’ના જ 12 દારુ’નાં પબ પર એક પછી એક બીયર પીવી અને છેલ્લે ટલ્લી થઈને મોજમસ્તી કરવી। . . . બારેબાર પબ પર જઈને બીયર પીવી નાનીસુની વાત નહોતી ! અડધા તો વચ્ચે જ બેહોશ થઇ ગયા અને રહી ગયો એકમાત્ર ” ગેરી કિંગ ” ( Simon Pegg – આપણી ફિલ્મ’નો અકળ , મોજીલો અને જલસા’પાણી વાળો હીરો ! ) . . . . તે હવે એટલા વર્ષોના વ્હાણા વીતી ગયા હતા કે બધા જ ભૂલી ગયા પણ ગેરી’ને હજી તે સપનું કોરી ખાતું હતું। . . હજુ તેને ત્યાં જવું હતું અને બારેબાર પબ પર બીયર પીને ગાંડા ગદોડવા હતા। . . . . જેમ તેમ કરીને , પરાણે તે બાકીના ચારેયને મનાવી’ને પોતાના જુના અને નાનકડા શહેર આવવા મનાવી લ્યે છે અને વળી પાછુ તે જ જુનું અભિયાન શરુ કરે છે। . . . . 12 પબ’ઝ અને દરેક જગ્યાએ એક છલોછલ ભરેલો બીયર’નો ગ્લાસ !!! પણ શહેર’માં કૈક અલગ જ રંધાઈ રહ્યું હોય છે। . . . બધા જ મિત્રો’ને શહેર પહેલા જેવું જ અને તેથી જ કૈક વિચિત્ર લાગતું હોય છે ( જાણે કે અહીંયા કઈ બદલાયું જ નથી અને સમય થંભી ગયો છે ! ) . . . . અને એક એવું રહસ્ય બહાર આવે છે કે બીયર પીવાનું તો બાજુએ રહી જાય છે પણ જીવ બચાવવાના સાંસા પડી જાય છે અને શરુ થાય છે , ભાગાભાગ અને મારામારી। . . . . જલસાભર્યા અંદાજમાં 🙂
આ ફિલ્મ કોર્નેટો ટ્રાયોલોજી તરીકે ઓળખાતી Simon Pegg અને Edgar Wright‘ની જોડીની ત્રીજી અને અંતિમ ફિલ્મ છે। ( હકીકતે તો કોર્નેટો ટ્રાયોલોજીમાં’ની Shaun of the Dead – 2004 અને Hot Fuzz – 2007 પહેલા જ જોવાવાની હતી , પણ 2013’ની બધી જ સારી ફિલ્મો જોઈ લેવાનું પહેલેથી જ નક્કી હોય આ ફિલ્મ પહેલા જોઈ લેવાઈ 🙂 – અને આ ત્રણેય ફિલ્મો એકબીજાથી જુદી પણ છે – સળંગ નથી। )
ફિલ્મ’ના પાંચે પાંચ મિત્રોના કિરદારમાં દરેક અભિનેતા ધાંસુ ફીટ થાય છે। . . . અને એમાય મુખ્યત્વે બે મિત્રો ગેરી કિંગ ( Simon Pegg ) અને એન્ડી’ની ( Nick frost ) જોડી તો મોજે દરિયા કરાવી દે છે – બંને વચ્ચેનું લવ – હેઇટ રીલેશન એટલું સોલીડ અને ક્રિસ્પી દેખાડ્યું છે કે મજા આવી જાય। . . . . વન-લાઈનર્સ અને ડાયલોગ્સ પણ એટલા ફની અને ક્રિયેટીવ છે કે સ્ક્રીપ્ટરાઈટર’નું નામ જાણવાનું મન થાય ( ખુદ , Simon Pegg & Edgar Wright ❗ ) ફિલ્મ’ને છેક સુધી જરા પણ ઢીલી ન પડવા દેવામાં નામ છે , Simon Pegg’નું . . . . એટલી હદે તેણે ગાંડા ગદોડતા લીડર’નું પાત્ર ભજવ્યું છે અને તેટલો જ તે બિલીવેબલ અને રસપ્રદ લાગે છે કે જાણે ‘ જબ વી મેટ‘ની કરીના ઉર્ફે ” ગીત ” ! ‘
બે મસ્ત દ્રશ્યોમાં . . . . એક તો પબ’માં થતી નાનકડી ફાઈટ અને બીજું – એક છાપરા નીચે સંતાઈને થતું ઈરીટેટીંગ અને મોજીલુ એવું ચર્ચાનું અને ઉલટ-તપાસ’નું દ્રશ્ય ( જરૂર જોજો અને યાદ કરજો 🙂 ) . . . . છેક છેલ્લે , કલાયમેક્ષ’ને કૈક અલગ જ મોડ અપાવી દીધો અને થોડું ગંભીર વાતાવરણ ઉભું કરી દીધું , પણ તેનાથી ફિલ્મ’ની હળવી અને મોજીલી બાજુમાં કઈ પણ ઘટાડો થતો નથી . . . . ક્રિયેટીવ / ફની / પુરપૂરાટ ભાગતી ઈન્ટેલીજંટ કોમેડી’નાં શોખીન રસિકો માટે મસ્ટ વોચ 🙂
My Verdict : 8 / 10 > Home <
IMDb : 7.1 / 10 by 71,000 + People ( by Dec. 2013 )
એક તબક્કે એન્ડી ગુસ્સે ભરાઈને કંટાળા’મિશ્રિત ભાવથી પૂછે છે : આ બધું શા માટે ? . . . ગેરી કિંગ : To have a good time 🙂 { આ બધું શા માટે નહિ ? }
10} This is the End , 2013
ફિલ્મ પૃથ્વી’નાં પ્રલય’ની આસપાસ રચાતી એક એડલ્ટ કોમેડી છે। . . . અને વધુ નવાઈ’ની વાત એ કે જેટલા પણ અહીંયા કલાકારો છે તે બધા જ અહીંયા પોતાના મૂળ સ્વરૂપે , અસલી નામ’થી ફિલ્મ’માં ગોઠવાયેલા છે ( જેમકે અમિતાભ કોઈ ફિલ્મ’માં અમિતાભ તરીકે જ અભિનય કરે। . . ) અને મુખ્ય કલાકાર જેમ્સ ફ્રેંકો’નાં નવા ઘરની પાર્ટીમાં ઘણા બધા કલાકારો જેમ કે Jonah Hill , Seth Rogen , Jay Baruchel , Danny McBride , Craig Robinson , Emma Watson , Rihanna . . . આવ્યા છે અને ચારેબાજુ બસ જલસા જ જલસા છે . . . . ત્યાં તો બહાર ધમાચકડી મચી જાય છે અને ચારેબાજુ ધરતીકંપ થવા માંડે છે અને મોટા મોટા ખાડાઓ પડવા લાગે છે। . . .ચારેબાજુ બસ આગ જ આગ। . . . પ્રલય જ પ્રલય। . . . પૃથ્વી’નો જજમેન્ટ ડે આવી ગયો છે। . . . . બધા જ અહી થી તહી ભાગવા જ માંડે છે , અને હવે ઘરમાં સંતાઈને બેઠા છે , માત્ર ચારથી પાંચ જ લોકો ( જેમ્સ ફ્રેંકો , સેઠ રોજન , જોનાહ હિલ , જય , અને ક્રેગ રોબીન્સન . . . ) . . . . હવે અહીંયા જ આ લોકોએ બચીને રહેવાનું છે। . . . જેટલું પણ પાણી અને ખોરાક બચ્યો છે , તેમાં જ। . . . . અને પછી શરુ થાય છે। . . . .ધમાચકડી / મારામારી / બેવકૂફી / બદમાશી અને ડફોળાઈ’ની દાસ્તાન 🙂
જેટલા પણ અહીંયા ભેગા થયા છે , એ બધાએ જે શાંતિ’થી ગાંડા કાઢ્યા છે કે તમને ફરીથી યાદ આવી જાય કે સ્ક્રીપ્ટ’માં દમ હોય તો દમ’ની ખાંસી પણ મટી શકે છે 😉 { જોયું મેં નાનકડું સ્ક્રિપ્ટીંગ કરી નાખ્યું ! – દમ મારો દમ } . . . . અહીંયા જેટલા પણ જાણીતા કે અજાણ્યા એકટરો ભેગા થયા છે તેમણે શાંત ઝરુખે ગજબ’ની અશાંતિ ઉભી કરી દિધી છે ( ઘર’ની બહાર પ્રલય ચાલુ હોય અને ઘર’ની અંદર આ લોકો પ્રલય મચાવતા હોય !!! ) . . . . દરેકે પોતપોતાની જૂની ફિલ્મો’ની પણ ઘણી ફિલમ ઉતારી છે અને એકબીજા પર , પણ ઘણા ચાબખા માર્યા છે ( જો તેમની જૂની ફિલ્મો ખ્યાલ હશે તો જોવાની વધુ મજા આવશે। )
કેટલીક સિચ્યુએશન તો એટલી વિચિત્ર અને ગજબ છે કે . . . આપણે હસવું કે હસી કાઢવું તે ખબર જ નથી પડતી ! . . . Danny McBride‘એ તો બધાયને આ સ્થિતિમાં પણ નેજે પાણી લેવડાવી દીધા છે ( તેટલો બધાયને ત્રાસ આપ્યો છે અને મોજ કરી છે – – તેની એન્ટ્રી જ જબરદસ્ત છે : જોજો જરૂર ) . . . . અને આ બધીય ધમાચકડી વચ્ચે પણ એમ્મા વોટસન’નો એક નાનકડો અને મસ્ત કેમિયો છે। . . . . પૂરી ફિલ્મ’માં આ લોકોએ વિચિત્ર તો વિચિત્ર રીતે પણ મિલ્કી-બાર નામની ચોકલેટ’નું મસ્ત પ્રમોશન કર્યું છે ( આને પ્રમોશન કર્યું કહેવાય – – – ફિલ્મ’ની વાર્તા/સ્પીડ’ને કશી અડચણ પડ્યા વિના પણ। . . . રાકેશ રોશન’ને કૈક શીખવા જેવું ખરું 😉 )
My Verdict : 7.5 / 10 > Home <
IMDb : 6.9 / 10 by 1,50,000 + People ( by Dec. 2013 )
છેક છેલ્લે , બેકસ્ટ્રીટ બોયઝ’નું પેલું મહાજાણીતું ગીત આવે છે ( Backstreet Boys are back ) ત્યારે ખરેખર મજા પડી જાય છે { કેવી રીતે આવે છે , તે તો ફરીથી તમારે જ જોવું રહ્યું 🙂 }
Below 6 / 10
11} Turbo , 2013
આ એનીમેશન’માં વાત છે , . . . જયારે સૌથી ધીમી એવી ગોકળગાય ફોર્મ્યુલા-વન રેસિંગ કાર’ની જેમ સ્પીડ પકડી’ને ખરેખરી રેસ’માં ઉતરે છે ત્યારે શું થાય છે ??? . . . . . પહેલી નજરે આખો પ્લોટ જ નવીન અને રસપ્રદ લાગે , પણ ફિલ્મ એટલી હદે રોચક નથી બની ! . . . . મહતમ ફિલ્મ કંટાળાજનક બની રહી છે કે જે નજીકના ભૂતકાળ’માં આવેલી એનીમેશન ફિલ્મો’થી વિરુદ્ધ છે . . .
ફિલ્મ’નું એક દ્રશ્ય સરસ છે કે જયારે બધી જ ગોકળગાયો સભા ભરીને બેઠી હોતી હોય છે , ત્યારે દર વખતે કોઈ કાગડો આવીને એકને ઉઠાવી જાય છે અને તેઓ હલી સુધ્ધા નથી શકતા , અને છતાં પણ નવી સભા ખુલ્લા’માં જ ગોઠવે રાખે છે 😉
My Rating : 2 / 10 > Home <
IMDb : 6.4 / 10 by 24,000 + People { by Dec. 2013 }
12} The Lone Ranger , 2013
Gore Verbinski અને Johnny Depp‘ની જોડીએ હંમેશા ધમાલ જ મચાવી છે ( પાઈરેટ’સ સીરીઝ અને રેન્ગો ) પણ અહીંયા જબ્બર ઉલાળિયો થઇ ગયો . . . ફિલ્મ એટલી તો લાંબી અને ધીમી લાગે છે કે તમે ખુદ અ‘લોન’ રેન્જર બની જાવ છો 😉 વાત છે , એક જોડી’ની . . . એક રેડ ઇન્ડીયન અને એક ગોરા રેન્જર’ની ( સૈનિક ) . . . અને તેમના બુરાઈ સામેનાં જંગ’ની .
. . . ફિલ્મ’નું મહતમ ફોકસ જ્હોની ડેપ કરતા રેન્જર બનતા ‘ આર્મી હેમર ‘ પર કરાયેલું છે કે જે બહુ જ ડલ અને બં’ડલ’ એક્ટિંગ કરીને તમને બોર કરી દેશે !! . . . આ ફિલ્મ’ની પાછળ એટલું તો બજેટ ફાળવાયું હતું કે ફિલ્મ ફ્લોપ જતા ભલાભલા’ની જમીન હલી ગઈ . . . .
છેક છેલ્લે , આવતી ટ્રેઇનો વચ્ચે થતી ફાઈટીંગ સિક્વન્સ ખરેખર જબરદસ્ત છે અને મોજ પડાવી દ્યે છે . . . અને હાં , ટોન્ટો નામનો ઘોડો પણ જબરો દેખાડ્યો છે , જરાક જોઈ લેજોને 😉 , એક છેલ્લી વાત . . આ ફિલ્મ Quentin Tarantino’ની વર્ષ 2013’માં આવેલ મનપસંદ ટોપ-10 ફિલ્મોમાંની એક છે ❗
My Rating : 5 / 10 > Home <
IMDb : 6.6 / 10 by 90,000 + People { by Dec. 2013 }
13} R.I.P.D. , 2013
R.I.P.D , મતલબ Rest in peace Department . . . મૃત્યુ પછી’નું પોલીસખાતું ! . . . કે જે મરી ચુક્યા હોય પણ કોઈ રીતે હજી પૃથ્વી પર જ રહી ગયા હોય અને છુપાતા ફરતા હોય તેમને તેઓ પકડે અને પાછા ઉપર લઇ આવે . . .
એક રીતે જોઈએ તો હેલો બ્રધર ( સલમાન વાળું ) અને મેન ઇન બ્લેક’નાં મિશ્રણ જેવી ફિલ્મ . . . . ફિલ્મ એટલી તો રેઢીયાળ બનાવી છે કે આપણે ક્યારે Rest in peace થઈ જઈએ ખબર જ નાં પડે 😉
My Verdict : 2 / 10 > Home <
IMDb : 5.5 / 10 by 44,000 + People ( by Dec. 2013 )
14} Percy Jackson: Sea of Monsters , 2013
પર્સી જેક્શન’નાં પહેલા ભાગ વિષે અગાઉ પણ લખાયું હતું ( Link ) કે આ વાત છે , દેવતાઓ’ના માનવો થકી થયેલા સંતાનો’ની। . . અને ખાસ તો , ” પોસેઈડન ” પુત્ર પર્સી જેક્શન‘ની। . . . આ વખતે પર્સી અને તેના દોસ્તોનું સાહસ એટલા માટે ખેડાય છે કારણકે , મુખ્ય ટ્રેઈનીંગ કેમ્પ’નાં રક્ષણ કરતા જાદુઈ ઝાડ’ને કોઈએ ઝેર આપી દીધુ હોય છે અને ધીમે ધીમે ચારેબાજુ’ની સુરક્ષા ઘટવા માંડે છે અને જો જલ્દી ન કરાય તો આ પવિત્ર ઝાડ તો નષ્ટ થશે જ , પણ આ બધા જ દેવતાઓના સંતાનો પણ મુશ્કેલીમાં મુકાઈ જશે !
ફિલ્મ પહેલા ભાગ કરતા પણ વધુ કંટાળા’જનક છે। . . . ખુબ જ ધીમે ધીમે બધું જ ડેવલપ થાય છે અને છેક છેલ્લે જયારે સૌથી મોટી મુશ્કેલી સામે આવે છે ત્યારે જરા પણ રોમાંચ તો શું . . ડર પણ નથી લાગતો ! ફિલ્મ એકદમ નીરસ અને ફિક્કી લાગે છે। . . . ખુદ પર્સી જેક્શન’નું પાત્ર જ બીબાઢાળ જેવું લાગે છે। . . . ન જુવો તો વાંધો નહિ , તમતમારે।
My Rating : 3 / 10 > Home <
IMDb : 5.9 / 10 by 36,000 + People { by Oct. 2013 }
15} White House Down , 2013
ફરી વ્હાઈટ હાઉસ પર હુમલો . . . . . ઓકે , . . . તો જેમણે ” Olympus has fallen ” જોઈ હશે તેમને આ ફિલ્મ એટલી થ્રીલીંગ અને ચિલીંગ નહિ લાગે . . . પણ , એક ફર્ક એટલો જરૂર પડશે કે અહી જયારે વ્હાઈટ હાઉસ પર હુમલો થાય છે ત્યારે મચેલી ધબધબાટી’માં આપણો હીરો ( ચેનીંગ ટેટમ ) અને પ્રેસિડેન્ટ ( જેમી ફોક્ષ ) એમ બંને સાથે એક્શન કરે છે , બંને સાથે દુશ્મનો’ને પાઠ ભણાવે છે . . .
ફિલ્મ ઈમોશનલી ડલ છે। . . . થોડુક એન્ટરટેઈનીગ અને ફની છે { ફિલ્મ’માં કેનેડી અને મેરિલીન મનરો વચ્ચેના રોમાંસ’ને વટાવવાનો ખુબ જ પ્રયત્ન કરાયો છે ! } . . . પણ , આખરે આ બધો લોટ બંધાયા બાદ પણ રોટલી રૂપી ફિલ્મ ‘ ચવળ ‘ બની ગઈ છે। . . ફિલ્મ રાત્રે નીંદ ન આવતી હોય તો , એકવાર જોવા જેવી ખરી 😉 . . . . અને હીરો ‘ ચેનીંગ ટેટમ ‘ ગજબ’નો થાકી ગયો હોય તેવો ઢીલો ઢફ્ફ લાગે છે। . . . થોડીક નિંદર કરતો જા મારા ભાઈ , નહિ તો આવા દુ:સ્વપ્નો ચાલુ જ રહેશે ❗
My Rating : 5 / 10 > Home <
IMDb : 6.3 / 10 by 71,000 + People { by Dec. 2013 }
Winner : The Heat , The World’s End
Pleasant / Surprise / Daring / Something New WATCH :
Red 2 , Thor – The Dark World , Now you see me , This is the End
Looser : Turbo , R.I.P.D. , Percy Jackson : Sea of Monsters
at LAST . . !
} Top Bollywood Movies of 2013 by Rajeev Masand
} Upcoming Big Movies of Hollywood in 2014 – PREVIEW
virajraol said:
~>આજે જ મિલર્સની મુલાકાત લેવાનું વિચારતો હતો, હવે લઇ જ લઈશ…
~> જો તમે પણ મીનિયન્સ ના ફેન હોવ(હું તો બહુ જ મો….ટ્ટો ફેન છું…. :D) તો મુવી ની સાથે બનાવેલા ૩+૩=6 શોર્ટ મુવીઝ તમને ખુબ જ ગમશે…
~>ધ લોન રેન્જર નો ઘોડો તો મુવીના બીજા કલાકારો કરતા પણ મને વધારે ગમી ગયો હતો!! 😉
~> ધીસ ઇસ ધ એન્ડ ખરેખર બહુ જ મસ્ત મુવી છે અને એ સિવાય સેથ રોગન ના બીજા પણ ઘણા બધા મુવીઝ એવા છે જે આપણે તો એન્જોય કરીએ જ છીએ પણ જોઇને એવું લાગે કે એ લોકો ને પણ બનાવવાની ખુબ જ મજા પડી હશે!! એ લોકો મસ્તી કરતા કરતા પણ મસ્ત મુવી બનાવતા હોય એવું લાગે.
અને આ મુવી જોતી વખતે જયારે એ લોકો ‘મિલ્કી-વે’ ચોકલેટ ખાતા હોય છે ત્યારે મારા હાથમાં પણ એજ ચોકલેટ હતી!!
વણમાંગી સાબિતી~~~~> http://imgur.com/7SJIgZy
LikeLike
નિરવની નજરે . . ! said:
} મિલર્સ’ થોડાક માટે પાટા પરથી ઉતરી ગયું ! ( ટીમ-એફર્ટ માટે જોવા જેવું ખરું – – અલગ અલગ કરતા સાથે સાથે )
} મિનીયન’સ તો મારા પણ ફેવરીટ છે ( પણ જો ફિલ્મ’માં તેમનો ભાગ કાઢી લઈએ તો પાછળ કઈ વધતું જ નથી !! આ ફિલ્મ માટે હું ખુબ રોમાંચિત હતો , પણ તેણે મને ચિત કરી દીધો ! ) – – શોર્ટ મુવીઝ વિષે તો મને ખ્યાલ નથી ( ખબર નહિ કેમ ? જરા વહેંચજો’ને 🙂 )
} સેઠ અને આ બધા લોકો’માંથી બે ત્રણ તો , સાથે સાથે કોઈ ને કોઈ મુવીમાં હોય જ છે અને તેમનું ટ્યુનીંગ પણ મસ્ત હોય છે . . . સેઠ અને જેમ્સ ફ્રેંકો’ની પાઈનેપલ એક્સપ્રેસ પણ સારી હતી . . .
} અને તમે તો ઘરે’ય થિયેટર જેવો માહોલ ઉભો કરો છોને કાઈ 😉 વિથ સ્નેક્સ & મંચીગ ( બાય ધ વે – હું મંચ ખાઉં છું 🙂 – અને તમારો ફોટો જપ્ત કરવામાં આવે છે ! )
LikeLike
virajraol said:
~> યેસ, સારું હતું એક રીતે, ક્યાંક ક્યાંક સ્ટોરીમાં ભૂલ પણ દેખાઈ આવે…. ખાસ કરીને એન્ડમાં!
~> અને મીનીયન્સના મુવીઝ માટે હું તમને ટૂંક સમયમાં જ મેઈલ કરીશ. (મારે પણ શોધવા પડશે :P)
~> અને હા, સેથની જોનાહ, જેય, જેમ્સ વગેરે સાથે મસ્ત મસ્ત મુવીઝ છે, પાઈનેપલ એક્સપ્રેસ પણ મસ્ત છે, અને હવે તે લોકોનું બીજું એક મુવી ‘ધ ઈન્ટરવ્યુ’ પણ આવવાનું છે ૨૦૧૪માં જ.
~>અને મારે એક મુવી જોતા પણ મીનીમમ અઢી કલાક લાગી જતા હોય છે(મોસ્ટલી), પછી ભલે મુવી કલાકનું જ કેમ ના હોય! 😀
LikeLike
નિરવની નજરે . . ! said:
1} મેઈલ આ મેલ’ને મળી ગયો 😉 2} સેઠ’ની આ અગાઉ’ની એક મુવી 50/50 મારા વિશ-લિસ્ટ’માં છે . ( અરે ઈન્ટરવ્યું’માં તો તે કો-ડીરેક્ટર પણ છે ! )
3} This is the End મુવી મેં 9 દિવસે કટકે કટકે પૂરું કરેલું ( કા.કે , વચ્ચે હું બહારગામ ગયેલો 😉 ) . . . . મારા માટે સૌથી લાંબો સમય ચાલેલું મુવી હતું , Gone with the wind ( ઘડીક તો હંફાવી દીધો – – 4 + કલાક – – ગ્રેટ મુવી। ) . . . થિયેટર સિવાય એક પણ મુવી , નજીકના વર્ષોમાં મેં સળંગ નથી જોયેલું ❗
LikeLike
ccaassistant said:
દર વખતની જેમ મજા આવી.. અને મીનીયન્સ ના .gif મસ્ત મુકી છે.
LikeLike
નિરવની નજરે . . ! said:
થેન્ક્સ દોસ્ત . . . મિનીયનસ’ની ઘણી Gif’માંથી છેવટે મને આ વધુ રસપ્રદ લાગી અને શેર કરી . . . . મુવી’નાં મુખ્ય પાત્ર ‘ ગ્રુ ‘ કરતા પણ મિનીયન ટોળકી આગળ નીકળી ગઈ છે હવે 🙂
LikeLike
Hiren Kavad said:
અરે સોરી મારા બીજા અકાઉન્ટ સી.એ આસીસ્ટન્ટ માંથી કમેન્ટ લાગી ગઇ છે, ભાઇ..! લોગઆઉટ કરવાનુ યાદ જ ના આવ્યુ. સાલુ.
LikeLike
નિરવની નજરે . . ! said:
અરે બ્લોગ તો સરસ બનાવ્યો છે ને કાઈ . . . માહિતી મેળવવાનું ગમશે ( અને લાગતા વળગતા’ઓને ચિંધવા માટે પણ . . )
LikeLike
Hiren Kavad said:
ભાઇ એ તો કંપનીનો છે.. હુ એને જસ્ટ હેન્ડલ કરૂ છુ.
LikeLike
Chirag said:
Now You See Me ની સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ લાગે છે. મૂવી મેળવી લેવામાં આવ્યું છે અને પહેલી ફુરસતે જોવાનો પ્લાન છે. We’re the Millers અને This is the End પણ જોવાની ઇચ્છા છે. થેન્ક્સ નિરવભાઇ. આવી જ રીતે સારા મૂવીસ નો પરિચય કરાવતા રહેશો.
LikeLike
નિરવની નજરે . . ! said:
આ વર્ષે હોલીવુડે સારા કોમેડી’ઝ આપ્યા। . . . હજુ બે ત્રણ કોમેડી જોવાની બાકી છે , પણ તેમના નામ યાદ નથી આવતા !
NYSM એક મસ્ત થ્રિલર મુવી છે કે જેમાં જાદુ’ને એક મસ્ત પ્લોટ તરીકે રજુ કરાયો છે ( પણ , હાં કદાચિત જાદુ વિષય પર બનેલી અત્યાર સુધીની મસ્ટ વોચ તો ક્રિસ્ટોફર નોલન’ની ” ધ પ્રેસ્ટીજ ” જ રહેશે . . . કોઈ શક ? )
Always my pleasure , Dear friend 🙂 { Friends & Readers are the Luxury of this Era . Always welcome , i say 🙂 }
LikeLike
Chirag said:
‘નાઉ યુ સી મી’ અને ‘ધ પ્રેસ્ટીજ’ બંને મૂવી જોયા અને બંને અફલાતૂન છે. બંને મૂવી ધ્યાન રાખીને જોવા પડે એવા છે. મને જો કે એક મૂવી તરીકે ‘નાઉ યુ સી મી’ વધારે ગમી, હા પણ જાદુ ને વિષય તરીકે જોઈએ તો ‘ધ પ્રેસ્ટીજ’ વધારે સારી છે. ‘વી આર ધ મિલર્સ’ પણ જોવાની મજા આવી, મે જો કે હિન્દી માં જોઇ એટલે મોટા ભાગની એડલ્ટ કોમેડી ચળાઈ ગઈ, જે સબ ટાઇટલ્સ વાંચીને ખબર પડી ગઇ.
LikeLike
નિરવની નજરે . . ! said:
જાદુ અને ટ્રીક્સ પર’નું હજુ એક મુવી મારી પાસે પડ્યું છે , પણ તે તો જયારે જોવાશે ત્યારે ખરું ( ત્યારે વાત કરીશ ) . { તે રીતે NYSM એક એન્ટરટેઈનર અને હેઈસ્ટ મુવી હતી , જયારે The Prestige એક ફિલ્મ Thought Provoking movie હતી ( મુશ્કેટાટ બાંધી રાખે તેવી ) }
અને એડલ્ટ કોમેડી’ઝનાં હિન્દી ડબિંગ’માં આ વાત તો રહેવાની જ કે મહતમ સંવાદો એડિટ થઇ જાય . . પણ સામા પક્ષે ઘણા સમયથી આ લોકો ઘણું સારું ડબિંગ આપી રહ્યા છે , તો તેટલા પુરતું તેમની ભૂલ માફ 🙂 { તે રીતે એડલ્ટ કોમેડીઝ હંમેશા ઈંગ્લીશ’માં જ જોવાનું રાખવું , કેમકે તેમાં સંવાદ + ટોન + એક્સપ્રેશન એમ ત્રણ ગણું વૈવિધ્ય અને મજા મળશે . }
LikeLike
RonakHD said:
મોટા ભાગના મૂવીઝ જોયેલા છે એટલે તમારો review વાંચવાની મઝા આવી
Hobbit તમે ખોટું ચૂકી ગયા… it’s awesome…Benedict Cumberbach as Smaug is like made for the role…Gravity ના જોવાયનું તો મને ય દુખ છે એટલે એમાં તો હવે 3D પ્રિન્ટ આવે એટલી જ વાર … 2 Guns વખતે તો અમે થીએટર માં ગણીને 10 જણા હતા એટલે જોવાની મોજ પડી ગયેલી તમારી પોસ્ટ વાંચીને એ યાદ તાજી થઇ ગઈ … તમે Prisoners movieજોજો , ખરેખર મસ્ત છે …. Now waiting 4 The Wolf of Wallstreet…
LikeLike
નિરવની નજરે . . ! said:
} ખરેખર તો મારે હોબીટ’નો પહેલો ભાગ પણ જોવાનો બાકી છે ( પણ આ બીજા ભાગ’નો મેળ ન પડતા , પહેલો ભાગ પણ થોડી વાર માટે ટલ્લે ચડી ગયો ! . . . એકસાથે બંને ભાગ બેક ટુ બેક જોઇશ 🙂 )
} Biggest regret : could’nt watch Gravity 😦
} 2 Guns’માં એક મસ્ત મજાની મસ્તી હતી [ 10 people ! ] અને Prisoners હવે બસ આવતી પોસ્ટ’માં આવશે . . . me too waiting , for the pair of scorsese & Leonardo [ after the amazing ‘ Shutter Island ‘ ]
LikeLike
RonakHD said:
Well Hollywood movie in english on a working day… શરૂઆતમાં તો અમને ટીકીટ પણ નહાતા આપતા પછી ૭ જણા થયા પછી આપી …!!
LikeLike
નિરવની નજરે . . ! said:
માટે જ રાજકોટ’માં કેટલાય મુવી’ઝ બાયપાસ થઇ જાય છે !!! Hoping for the best .
છેલ્લે છેલ્લે , થોર – 2’માં હાઉસફુલ રહેલું , પણ મોટાભાગ’નાં લોકો’ને સ્ટોરી કે કન્સેપ્ટ ખ્યાલ ન હતો . . . બસ એમ જ ચાલ્યા આવેલા કે કઈક ધબધબાટી જોવા મળશે . . . Mango People with mango brain 😉
LikeLike
Prashant Goda said:
1-થોર જેવી શક્તિ મળી જાય તો કામ થઇ જાય PGVCL તાળા લાગી જાય (lol) બધાજ ને ફ્રીમાં વીજળી પુરી પડીએ :)સરસ મુવી ૨ ભાગ જોવાનો બાકી છે.મને પણ માર્વેલ ના સુપર હેરોજ ગમે છે.ખાસ ટોની સ્ટાર્ક (આયનમેન).
2-Now You See Me , 2013 નું JIF આ હાહાહાહાહાહાહાહા……… The Prestige નો લાસ્ટ સીન યાદ આવી ગયો.
LikeLike
નિરવની નજરે . . ! said:
થોર જેવી શક્તિ મળે તો તો ટ્રાન્સફોર્મર પણ ઉડી જાય 😉 માટે હજુ તો PGVCL પર જ આશા રાખવી પડે ! . . . સાચી વાત છે , માર્વેલ’નાં સુપરહીરો’ઝે ગજબ’ની હરણફાળ ભરી છે . . . . ગજબ’નું આયોજન + ટીમ’વર્ક !
જાદુ એટલે . . . આશ્ચર્ય અને લટકામાં અચંબો !
LikeLike