ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , ,

> ફરી વર્ષ’નો આ મહિનો ગજબ’ની પકડા-પકડી’નો રહ્યો।  . . . મતલબ કે એક સાંધો અને તેર તૂટે ! મારે વર્ષ 2013’ની મહતમ મુવીઝ્નું સરવૈયું આ જ અંતિમ દિવસોમાં આપી દેવું હતું , પણ પહોંચી વળાયું નહિ 😦

> અને એટલે જ હું મારા વિટો પાવર’નો ઉપયોગ કરીને ટોપ ઇન્ડીયન ફિલ્મ્સ – 2013‘નું લીસ્ટ જાન્યુઆરી મહિનાના અંતમાં આપીશ અને ટોપ હોલીવુડ ફિલ્મ્સ – 2013‘નું લીસ્ટ કદાચિત ફેબ્રુઆરી મહિનાના અંતમાં આપીશ  . . . .

> આ મહીને જ બે સુંદર ફિલ્મો હંગર ગેમ્સ – 2 અને હોબીટ – 2 ટોકીઝ’માં જોવાતા જોવાતા રહી ગઈ . . . . અને બીજી પણ ઘણી ફિલ્મો ( જેમ કે : ગ્રેવિટી ) . . . . છેલ્લે છેલ્લે ઘણી અફરાતફરી’માં બ્લોગ’નું ટાઈમિંગ પણ જળવાયું નહિ , માટે જ આ સમયપત્રક લંબાવાઈ ગયું ! . . . .

> તો અત્યાર પુરતું તો નવેમ્બર અને ડીસેમ્બર એમ બે મહિનાની બે બે પોસ્ટ ફરીથી ભેગી કરીને મુકું છું . . . પોસ્ટ પુરેપુરી લોડ થતા થોડી વાર લાગશે પણ આખરે તો મજા જ મહત્વ’ની છે 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Total Movies – 15 ~ ~ ~  Pictures – 36 steady & 16 Movable ( Gif )

It would take 3 to 4 minutes to load the whole post .


 1} Red 2 , 2013

ફ્રેંક ( બ્રુસ વીલીસ ) અને સારાહ ( મેરી લુઇસ પાર્કર ) હવે પેલી ધબધબાટી અને એક્શન’થી ભરેલી ખતરાઓ’વાળી જિંદગી’થી દુર જ રહે છે , પણ ત્યાં જ એક જુના કૌભાંડ’નાં ઉખેળવાથી તેમના પર આફત આવી જાય છે અને તેઓને મને-કમને તેમાં જોતરાવું પડે છે અથવા તો કહો કે ભાગવું પડે છે !

રેડ’નાં પહેલા ભાગ વિષે થોડીક પોસ્ટ્સ અગાઉ જ વાત થઇ હતી અને હવે તે જ વન’માં ( એકાવન , બાવન , ત્રેપન . . . ) પ્રવેશી ચુકેલી ટોળકી નવા ધીંગાણા ખેલવા જઈ રહી છે . . . અને તે પણ , પહેલા ભાગની સરખામણી’એ ઘણી ઉચી કક્ષાએ અને ગ્રાંડ સ્કેલ પર . . . પહેલા ભાગ કરતા પણ અહીંયા વધુ મજા અને એક્શન છે . . . ફિલ્મ’નો પ્લોટ સીલી છે , એટલો જ ટ્વિસ્ટ’થી ભરપુર છે . . . નહિ નહિ ને પાંચ કે છ આંતરરાષ્ટ્રીય શહેરોમાં તેનું ધાંસુ એક્શન’થી સુસજ્જ શુટિંગ થયું છે . . .

3

આ ભાગમાં બ્રુસ વીલીસ અને મેરી લુઇસ પાર્કર’ની જોડીની મીઠી નોંક-ઝોંક મોજ પડાવી દ્યે છે અને માર્વિન વિષે તો પહેલા પણ વાત થઇ હતી કે તેનું પાત્ર બસ મોજે દરિયા છે 🙂 . . . આ ભાગમાં કેથરીન ઝીટા જોન્સ અને એન્થની હોપકિન્સ પણ ઉમેરાયા છે . . . એક મસ્ત ટાઈમપાસ એક્શન કોમેડી .

My Rating : 7.5 / 10 > Home <

IMDb : 6.7 / 10 by 53,000 + People { by Dec. 2013 }


 2} 2 Guns , 2013

બોબી ( Denzel Washington ) અને સ્ટિગ ( Mark Wahlberg ) બંને અંડર-કવર એજન્ટ હોય છે અને બંને’માંથી કોઈને પણ ખબર નથી હોતી કે પોતાનામાંથી બીજો વ્યક્તિ પણ અંડર-કવર છે।  . . . . એક DEA અને બીજો NAVY’માંથી હોય છે।  . . . . . પણ , એક ડ્રગ-ડીલર’ને રંગેહાથે પકડવામાં , અધવચ્ચે જ તેમને ડબલક્રોસ કરવામાં આવે છે।  . . . . છતાં પણ તેઓ કોઈ રીતે કરીને તે ડ્રગ-ડિલર’નાં એક બેંક એકાઉન્ટ’ને ચોરવામાં સફળ રહે છે . . . પણ ત્યાં તેમને એક અલગ જ આશ્ચર્ય મળે છે ! . . . શું હતું તે ? અને વાત શું આટલી જ સરળ હતી ? શું આ બધો મામલો ડ્રગ્સ’નો જ હતો કે પછી કોઈ મોટું માથું પણ આમાં સંડોવાયેલું હતું ? . . . . તેના માટે તો આપને ફિલ્મ હર હંમેશ’ની જેમ જ જોવી પડશે 🙂

ફિલ્મ’ની સ્ટોરી ધાર્યા કરતા ઘણી મસ્ત છે અને તેની સરપ્રાઈઝ આપવાની સ્પીડ પણ  . . . . એક પછી એક રોમાંચ અને એક્શન’થી ભરપુર ઘટનાઓ બનતી જાય છે।  . . . . ડેન્ઝલ અને માર્ક એ બંને કલાકારો ધાંસુ અને ધમાકેદાર એક્ટિંગ કરે છે ( એકેએક દ્રશ્યોમાં એ બંને એકબીજાની સરખામણી’માં ઉણા નથી ઉતરતા ! અને સતત એકબીજા કરતા આગળ રહેવા મથતા રહે છે। )

2 Guns

એક સિમ્પલ સ્ટોરીને પણ કેમ એક રસાળ અને મોજીલી એક્શન ફિલ્મ બનાવી શકાય , તે આનું ઉદાહરણ કહી શકાય . . તે હદે તેમાં તુમાખી અને સ્ટાઈલ ઠુંસી ઠુંસી’ને ભર્યા છે ,પરફેક્ટ ટાઈમપાસ।

My Rating : 7 / 10 > Home <

IMDb : 6.8 / 10 by 60,000 + People { by Dec. 2013 }


  3} We’re the Millers , 2013

ઓકે તો , . . આ એક એડલ્ટ કોમેડી છે ( તો પહેલા તો તમારી બંને બાજુ જોઇને ચાલવું અને પછી જ પાટા ઓળંગવા – રેલ્વે પ્રશાસન ) . . . ચાર અલગ અલગ લોકો એક નકલી ફેમીલી બનાવીને મેક્સિકો પાર’થી અમેરિકામાં ડ્રગ્સ લઇ આવવાનું નક્કી કરે છે ( મજબુરીમાં ) . . કે જેમાં એક નાનો ડ્રગ ડીલર હોય છે , પિતા તરીકે . . . એક સ્ટ્રિપર હોય છે , માં તરીકે . . . એક એકલો / ડફોળ છોકરો અને એક ઘર’વિહીન છોકરી ( મતલબ કે ચાર પણ ચુમ્માલીસ જેવા ! )

. . . ફિલ્મના પહેલા ભાગમાં જરા પણ એક્સાઈટમેન્ટ નથી અને સ્ટોરી ધીમે ધીમે અને આડા-અવળી ચાલ્યે રાખે છે . . . પણ બીજા ભાગમાં રફતાર પકડાય છે , અને થોડું ટેન્શન / મિસ-અન્ડરસ્ટેન્ડિંગ /ભાગાભાગી’નો માહોલ રચાય છે . . . આ ચારેય કલાકારોમાં સૌથી મસ્ત કામ જો કોઈનું હોય તો તે છે . . . તે છોકરાનું કે જે સાવ નિર્દોષ / ડફોળ હોય છે અને ખરેખર મોજ પડાવી દે છે – Kenny (Will Poulter ) { એક કરોળિયો જયારે તેને બાઇટ કરે ત્યારનું દ્રશ્ય જોજો 😉 } નાની છોકરી’નું પાત્ર ભજવતી એમ્મા રોબર્ટ્સ પણ એકદમ ઇઝી ગોઇંગ અને મસ્ત-મોજીલી લાગે છે !. . . . નાની નાની મોમેન્ટસ ઘણી છે પણ સરવાળે ફિલ્મ ઘણી જગ્યાએ હાંફવા લાગે છે . . . એકવાર જોવા જેવું ખરું 🙂

My Verdict : 6 / 10 > Home <

IMDb : 7.1 / 10 by 1,21,000 + People ( by Dec. 2013 )


 4} Kick-Ass 2 , 2013

ઓકે , તો જે લોકોએ પહેલો ભાગ કે જે 2010’માં આવ્યો હતો . . . તે જોયો હશે તે જ લોકો આ ભાગ’થી અપેક્ષા ધરાવતા હશે અને ભગ્ન-હૃદયે કહેવું પડશે કે અહીંયા જરા પણ મજા ન આવી . . . . પહેલો ભાગ જેટલો સીલી , વિચિત્ર , ઈમોશન , ફૂલ ઓફ એન્ટરટેઈનમેન્ટ ‘થી ભરચક હતો , તેટલો તો આ ભાગ નથી જ !!

10

. . . . સુપરહીરો’ની દુનિયા’થી પ્રભાવિત સામાન્ય લોકો’માના પણ એક સુપરહીરો બનવાની કોશિશ કરે છે અને તેમણે કેવું કેવું વેઠવું પડે છે , તે તો પહેલા ભાગમાં જ દેખાડી દીધુ હતું અને અહીંયા પણ તેનો વિસ્તાર સવિશેષ કરાયો છે . . . પણ , કોઈ રીતે બધું જ સળંગ એક હાર’માં નથી પરોવાતું ! જીમ કેરી’નું  પાત્ર પણ અહીંયા ઉમેરાયું છે પણ તેમાં પણ મજા ન આવી . . . ફિલ્મ’ની ખરી જાન હતી ‘ હીટ ગર્લ ‘ ( માત્ર તેર વર્ષ’ની ટેણકીપહેલા ભાગમાં ) જયારે અહીંયા તે પણ થોડીક આઉટ ઓફ ટચ લાગે છે અને કિક-એસ બનતો ‘ ડેવ ‘ પણ . . . . અને છેલ્લે , 2010’માં આવેલ પહેલો ભાગ મિસ કરવા જેવો નથી . . . ઓરીજીનલ અને વિચિત્ર , છતાં પણ બિલીવેબલ 🙂

My Verdict : 6 / 10 > Home <

IMDb : 6.8 / 10 by 86,000 + People ( by Dec. 2013 )


5} Despicable Me 2 , 2013

હવે ગૃ ( Gru ) ડફોળ વિલન નથી રહ્યો કે જે પહેલા ભાગમાં હતો , પણ નાની નાની ત્રણ દત્તક લીધેલી છોકરીઓ’ને કારણે તે હવે એક આદર્શ પિતા બનવા તરફ જઈ રહ્યો છે અને સારા કામમાં મન પરોવી રહ્યો છે . . . પણ ત્યાં જ તેને , એક નવા જ ખૂંખાર વિલન’ને પકડવાનું કામ સોંપાય છે કારણકે તે વિલન’સ’ના બધા જ દાવપેચ અને પેંતરા’ઓમાં ઉસ્તાદ રહી ચુક્યો હોય છે ! . . . સાથે સાથે નાનકડી ટેણકી’ઓ ગૃ માટે એક સારી છોકરીઓ પણ શોધવામાં લાગી હોય છે . ( અને પોતાનાઓ માટે નવી મમ્મી પણ ) . . અને આ બાજુ કોઈ ચુપચાપ ગૃ’નાં મીનીયન’સ ચોરવા માંડ્યું હોય છે ! . . . કોણ હોય છે તે ? શું નાનકડી બચુડી’ઓને નવી મમ્મી મળશે ? . . . એ તો તમારે જ જોવું રહ્યું 🙂

13

સિકવલ’નો આ જ લોચો હોય છે , કે તે જાણે-અજાણે પહેલા ભાગ સાથે સરખાવાઈ જાય છે અને તે રીતે જોઈએ તો આ બીજો ભાગ ઘણો રિપીટેટીવ અને બોઝિલ લાગે છે . . . જે ચાર્મ અને મસ્તી પહેલા ભાગમાં હતી , તે મારા મતે તો અહીંયા પરાણે ઘુસાડેલી લાગી ( જો કે નાના ભૂલકાઓ’ને તો આ એનીમેશન મજા પડાવી દેશે , મિનીયન ટોળકી’ના પ્રતાપે 🙂 )

14

મિનીયન નામક સર્જને આ ફિલ્મ’ને ધાંસુ સફળતા અને ચિક્કાર નાના-મોટા ચાહકો કમાવી આપ્યા હતા . . . અને એટલે જ અહીંયા તેમનો ભાગ થોડો વધારે રખાયો છે ( પણ છતાયે એટલી મજા ન આવી 😦 ) . . . હા , નાનકડી બચુડી ‘ એગ્નસ ‘ ભારે ગમતીલી અને નિર્દોષ લાગે છે , So Cute 🙂

My Rating : 7 / 10 > Home <

IMDb : 7.5 / 10 by 1,28,000 + People { by Dec. 2013 }


6} Thor: The Dark World , 2013

હમણાં હમણાં’નાં આવેલા સુપરહીરોઝ’માં થોર એટલે એવો સુપરહીરો કે જે NRE છે ! મતલબ કે જે પૃથ્વી બહારથી વગર વિઝા’એ ખાબકી પડ્યો છે 😉 પૃથ્વી પાસે થોડા હૈ , હથોડે કી જરૂરત હૈ”નાં નાતે એક હથોડા’ની જરૂરત હતી , એટલે આવી પહુંચ્યા આપણા ભીમ’નું રિમિક્ષ વર્ઝન . . . હથોડા’વાળા હીરો  . . . વીજળીના દેવ  . . ઓડીન કે બેટે . . ” થોર ” . . . . . તો આ બધું શરુ કરતા પહેલા જ તમને સાર કહી દઉં તો આ બીજા ભાગ કરતા , મને તો પહેલો ભાગ થોડુક ઝાઝો ગમ્યો હતો  . . . . તેમાં નાદાનીયત અને સાહસ’નો સુભગ સમન્વય હતો।  . . . અને સરવાળે તેમાંથી મળતી સમજણ’નો પણ !

thor

આ સમયે એક નવી જ મુશ્કેલી ઉભરે છે , નવે નવ મહાસતાઓ પર  . . . અને એ છે , ” ઇથર ” – – એક મહાપ્રલયકારી તત્વ કે જે સમગ્ર બ્રહ્માંડ’ને ફરીથી અંધકાર’માં ગુમનામ કરી શકે છે  . . . ઉજાસ વગરની એક ઘનઘોર દુનિયા , કે જ્યાં વર્ષો પહેલા રાજ ચાલતું હોય છેડાર્ક એલ્વ્સ“નું।  . . . કે જેને થોર’નાં દાદાએ પરાજિત કરીને પેલા ઇથર’ને ક્યાંક ગુપ્ત જગ્યાએ ધરબી દીધું હતું।  . . . . અને હવે આટલા વર્ષે તે ઇથર અકસ્માતે જ કોઈકના હાથમાં આવી ચડે છે।  . . . . અને તે પાછી હોય છે , થોર’ની પ્રેમિકાજેન ” ( નાતાલી પોર્ટમેન ) . . . . . અને આ બાજુ , મુખ્ય એલ્વ્સ ” મેલ્કીથ ” વર્ષો પુરાણી નિંદ્રામાંથી જાગી ઉઠતા જ થોર’ની દુનિયા ” એસ્ગાર્ડ ” પર હુમલો કરે છે।  . . . . અને , આગળ તો આપે જ જોવું રહ્યું।  . . . . કે શું થોર બધે પહોંચી વળશે ? આ બધામાં પેલો બદમાશ બિલાડા જેવો થોર’નો સાવકો ભાઈ ” લોકી ” શું કરતો હતો ?

માર્વેલ સ્ટુડિયો’માંના મારો ફેવરીટ હીરો’ઝમાનો એક એટલે , થોર  . . . . અને પાછું આ સમયે ફિલ્મ’નું ડીરેક્શન સંભાળ્યું છે , પ્રસિદ્ધ ટીવી સીરીઝ ” ગેમ ઓફ થ્રોન્સ “નાં કેટલાય ડિરેક્ટર્સ પૈકીમાંના એક એલન ટાયલરે . . . . પણ , વળી પાછું જે રોમાંચ આપણને તેમના પાસેથી અપેક્ષિત હતો , તે અહીંયા જરા ટૂંકો પડ્યો . . . . ફિલ્મ’નો ફર્સ્ટ હાફ થોડોકકક ધીમો છે।  અને પાછું નાતાલી પોર્ટમેન પણ થોડી ઉદાસ ઉદાસ લાગી હોય તેવું લાગ્યું।  . . . ફિલ્મ’ની ઈમોશનલ કોર પણ જરા ઢીલી છે ( ફિલ્મ’માં બે ત્રણ બનાવ એવા બને પણ છે કે જ્યાં બ્રેક-ડાઉન પોઈન્ટ આવી શકે , પણ  . . . ) . . . . ફિલ્મ’માં અન્ય કોઈ પણ એવેન્જર્સ મેમ્બર્સ‘ની હાજરી સુધ્ધા નથી અને આટઆટલી ધબધબાટી આખી દુનિયામાં બોલતી હોય છતાં પણ ક્યાય પેલો કાણીયો ” કેપ્ટન ફ્યુરી ” નથી દેખાતો !!

થોર’નાં જેટલા પણ મિત્રો છે , તે બધા પણ બસ મહેમાન કલાકાર’ની જેમ જ દેખાય છે।  . . . . મુખ્ય વિલન ‘ મેલ્કીથ ‘ પણ જરાક ઓછો ડરામણો અને ખૂંખાર લાગે છે ( હાં , પણ તેના યાન મસ્ત હતા।  . . . ગુલેલ જેવા . ) . . . . થોર એક તબક્કે વિશ્વસનીય અને સાહસિક તો જરૂર લાગે જ છે પણ ફિલ્મ’ની ખરી જાન તો થોર’નો સાવકો ભાઈ બનતો લોકી ( ટોમ હિડ્લસ્ટન ) જ છે . . . . એ જ તેના જરીપુરાણા અકળ અંદાજમાં  . . . .તેના મનમાં ક્યારે શું ચાલતું હોય તેનો કોઈને અણસાર સુધ્ધા ન આવવા દે તેની જ ફિરાકમાં ( ખરેખર તો થોર સીરીઝ’ને લોકી’એ જ એન્ટી હીરો તરીકે લોકપ્રિય બનાવી છે ! ) અને આ વખતે તો તેણે મોજ-મસ્તીથી ધબાધબ વન-લાઈનરો પણ એટલા જ ફટકાર્યા છે ( જેન’ની દોસ્ત બનતી કેટ ડેનીંગ્સે પણ મોજ પડાવી દીધી અને પેલા ભેજાબાજ પ્રોફેસર એરિક સેલ્વી’એ પણ 🙂 ) . . . . . ફિલ્મ’ની ખરી મજા આખરી કલાકમાં આવે છે કે જ્યાં મહદઅંશે એટલી ધબધબાટી બોલે છે કે ઘડીક અહીંયા તો . . . ઘડીક ત્યાં ( ટેલીપોર્ટેશન’નો કમાલ છે।  . . . તમતમારે જોજો , હું નથી કહેતો 😉 )

પણ હર હંમેશ’ની જેમ જ અમારા રાજકોટ’ની ગેલેક્ષી ટોકીઝ’વાળાઓએ ફિલ્મ’નાં અંતે આવતી એન્ડ ક્રેડીટ ગપચાવી નાખી કે જેમાં આવનારી ફિલ્મો’નો અણસાર હોય છે 😦 પણ હું પણ કાઈ ગાંજ્યો જાય તેવો નથી 🙂 . . . . તેમાં એવું આવે છે કે થોર’નાં મિત્રો પેલા ઇથર’ને એક વ્યક્તિધ કલેક્ટર ” ( Benicio Del Toro ) પાસે લઇ જાય છે અને કહે છે કે આને અમારા વતી સાચવો।  . . . . . કલેકટર એ વ્યક્તિ છે કે જે અનંત શક્તિ ધરાવતા છ ” ઈન્ફીનીટી સ્ટોનભેગા કરવા મથતો હોય છે , કે જેમાંનું એક ‘ ઇથર ‘ તો તેને મળી ગયું।  . . . બીજું તો , થોરના પહેલા ભાગમાં હતું , તે ” ટેસેરેક્ટ ક્યુબ ” ( કે જે મેળવવાનું બાકી છે।  ) અને આશરે મારા ખ્યાલે ત્રણ ચાર વર્ષોમાં માર્વેલ યુનિવર્સ’ની સીરીઝો બાદ આ જ કલેકટર એક મહા ભયાનક અને ખૂંખાર વિલન તરીકે ઉભો થાશે { છ એ છ ઈન્ફીનીટી સ્ટોન મેળવીને } અને પછી  . . . .

My Rating : 7.5 / 10Theater >

Any Theater Moment ? :

કદાચિત બે અઢી મહિના સુધી થીયેટર’માં કોઈ મુવી જોયું નહોતું . . . અને થોર આવ્યું ત્યારે પણ ગેલેક્ષી’ માં માત્ર એક જ શો હતો અને મને માંડ માંડ ટીકીટ મળી . . . અને ,તે દિવસે ખચાખચ ટોકીઝ’માં મુવી જોવાની મજા આવી।  . . .

હાં , પણ મહતમ લોકો ચંબુ હતા ( તે આપની જાણ ખાતર 😉 )

IMDb : 7.6 / 10 by 1,08,000 + People { by Dec. 2013 }


 7} The Heat , 2013

ઘણા સમય બાદ જોવાયેલું એક ધમાકેદાર ક્રેઝી’એસ્ટ મુવી . . . . સોલીડ સ્ક્રીપ્ટ વિથ સોલીડ ક્રેકિંગ ડાયલોગ્સ . . . ફિલ્મ’ના મહતમ દ્રશ્યોમાં તો હું હસી હસીને બેવડો વળી ગયો , તેટલી હદે આ મુવી સીલી અને સોલીડ છે ( સીલી લોકો’ને સીલી વસ્તુઓ વધારે આકર્ષેજેમ કે હું . . . યારા સીલી સીલી 😉 )

. . . વાત છે , એક બોરિંગ અને એકલવાયી ફેડરલ એજન્ટ એશ્બર્ન’ની ( સાન્દ્રા બુલોક ) અને લોકલ પોલીસ ઓફિસર મલીન્સ’ની ( મેલીસા મેક્કાર્થી ) ઉટપટાંગ અને વિચિત્ર જોડી’ની { કે જ્યાં , બંને’ને એકબીજા સાથે મજબુરીથી એક જ કેસ પર કામ કરવું પડે છે .}. . . બંને એકબીજાથી જુદી અને વિચિત્ર તો ખરી જ ,પણ જે ધબધબાટી બોલાવે છે , તે તો તમારે જ જોવું રહ્યું . . . ધ હીટ’ની ખરી જાન છે . . . ” મેલીસા મેક્કાર્થી ” . . . ફિલ્મ તેના વગર એકદમ ડલ થઇ જાત ( જેમકે , હેંગઓવર’માં પેલો દાઢી બાવો છે તેવી રીતે ! ) , હાં પણ ફિલ્મ’માં ઢગલાબંધ ગાળો છે , તો ન ફાવતું હોય તો ન જોવા વિનંતી ( એનો મતલબ એમ નથી કે મને દરરોજ ગાળો પડે છે ❗ )

. . . અરે હાં , યાદ આવ્યું કે આવડી આ તો હેંગઓવર’નાં ત્રીજા ભાગમાં પેલા દાઢી બાવા સાથે જ હતી . . . આઈલા 🙂 ફાઈનલી , ફિલ્મ ફૂલ ઓન રીફ્રેશમેન્ટ છે . . . તો મગજ’ને જાજો ભાર દીધા વિના તમતમારે જોઈ નાખો . બે સોલીડ ફની દ્રશ્યોમાં . . . એક તો મું’ફટ મલીન્સ તેણીના બોસ’ની ઓફિસમાં જ તેના બોસની પટ્ટી ઉતારે છે ( બાપ રે ! ) અને બીજું . . . એશ્બર્ન અને મલીન્સ એક પબ’માં જે જલસા અને તોફાન-મસ્તી કરે છે કે . . . ( વાત પૂછો મા . .  ) અને , હાં 2015માં આનો બીજો ભાગ પણ ઘોષિત થઇ ચુક્યો છે 🙂

My Verdict : 8 / 10 > Home <

IMDb : 6.6 / 10 by 68,000 + People ( by Dec. 2013 )


 8} Now You See Me , 2013

તમારી સાથે છેતરપીંડી થાય કે તમારી સાથે કોઈ ચાલાકી થઇ જાય , છતાં પણ તમે ખુશ થઇ જાવ અને આશ્ચર્ય’નાં સાગરમાં ગોથા ખાવા મંડો।  . . . . . એટલે ” જાદુ ” . . . . જી હા , હજુ પણ કોઈ પણ ઉંમરે જાદુગર’ને તમારી સાથે હાથચાલાકી’ના નામે સ્ટેજ પર જાદુ કરતા જોવો એ એક અલગ જ રોમાંચ છે।  . . . છેતરાવા’ની એક મજા છે અને દિગ્મૂઢ થવાની એક ક્ષણ છે।  . . . . આ કોઈ જાદુ નથી તે જાણવા છતાં , તેના પર વિશ્વાસ મુકવાનું મન થઇ જાય તે જ કોઈ ઓછો જાદુ નથી !

n3

એક રહસ્યમય વ્યક્તિ ચાર અલગ અલગ જાદુગરો’ને એકઠા કરે છે।  . . . . તેમને મળ્યા વગર જ એક પછી એક કડીઓ ગોઠવતો જાય છે।  . . . . પહેલો હોય છે , પત્તા’ઓનો અઠંગ ખેલાડી , બીજો હોય છે ‘ હિપ્નોટીઝ્મ ‘નો ક્સબધારી , ત્રીજો હોય છે , હાથચાલાકી’નો બાદશાહ અને ચોથી હોય છે એક છોકરી , કે જે ગમે તેવા ટ્રેપ ( સકંજા )’માંથી પણ ભાગી’ને નીકળી શકે।  . . . . . અને હવે આ ચારેય જાદુગરો જગત’નાં ઈતિહાસમાં ખુબ જ મોટા પાયે ત્રણ શો’ઝ કરવા જઈ રહ્યા હોય છે।  . . . . કે જેમાં પહેલા જ શોઝ’માં તેઓ અમેરિકામાં બેઠા બેઠા જ હજારો લોકોની સામે જ પેરીસ’ની એક બેંક લુંટી લે છે।  . . . . અને મચી જાય છે અફરાતફરી।  . . . . . પોલીસ પણ તેમને કઈ કરી શકતી નથી અને પુરાવાના અભાવે તેઓ’ને છોડી મુકવા પડે છે।  . . . પણ , પડદા પાછળ તેઓ ( પોલીસ ) એક જાદુ’ની ટ્રીક્સ’નો ભાંડો ફોડતા એક નિષ્ણાંત’ની મદદ લેવાનું વિચારે છે।  . . . . . પણ , હવે બીજો શો’ઝ શરુ થાય છે , અને તેમાં પણ એક અલગ જ ધબધબાટી મચી જવાની છે એ નક્કી।  . . . . . તે લોકો શું કરવાના હતા ? તેમની પાછળ કોનો હાથ અને પીઠબળ છે ? તેમનો ખરો ઉદ્દેશ શું હતો ? કે પછી આ બધું માત્ર તરકટ હતું ? . . . . . તે તો તમારે જ જોવું રહ્યું 🙂

Woody Harrelson , Mark Ruffalo , Jesse Eisenberg , Isla Fisher , Mélanie Laurent , Morgan Freeman જેવા એકથી ચડે તેવા અને જોવા ગમતા કલાકારોનો શંભુમેળો।  . . . . પહેલી જ ઘડીથી રોમાંચ અને એક્શન શરુ ( આપણે બીજું શું જોઈએ ? ) . . . . હર ઘડી આવતો એક નવો જ ટ્વિસ્ટ અને શકમંદ’નાં પાંજરામાં આવતો નવો જ ખેલાડી ! . . . . આપણે ત્યાં આવતા સડેલા ધૂમ-છાપ ફિલ્મોને લોકો કોન-થ્રિલર ગણી’ને જોવા બેસી જાય છે પણ હકીકતે તેમણે અસલી મજા તો માણી જ હોતી નથી !!! . . . . પૂરી ફિલ્મ બધા જ કલાકારો પર એકસમાન ફેલાયેલી છે અને તે રીતે ફિલ્મ’નો અસલી હીરો તેની સ્ટોરી છે ( યાદ કરો।  . . . વાર્તા રે વાર્તા , ભાભો ઢોર ચારતા 😉 ) . . . . જાદુ + થ્રિલ’ની મસ્ત મજા લેવા માટે મસ્ટ વોચ 🙂

My Verdict : 7.5 / 10 > Home <

IMDb : 7.3 / 10 by 2,26,000 + People ( by Dec. 2013 )

અને છેલ્લો સવાલ : ખરી મજા શેમાં છે ? જાદુ જોઇને છેતરાવામાં કે જાદુ’ની પાછળ શું ટ્રીક હતી તે જાણવામાં ?


 9} The World’s End , 2013

પાંચ સ્કુલ / કોલેજ’નાં જમાના’ના દોસ્તો।  . . . અને આ બધાયે એકવાર ગ્રેજ્યુએશન’નાં દિવસ બાદ એવી શરત મારી કે પોતાના નાનકડા શહેરમાં’ના જ 12 દારુ’નાં પબ પર એક પછી એક બીયર પીવી અને છેલ્લે ટલ્લી થઈને મોજમસ્તી કરવી।  . . . બારેબાર પબ પર જઈને બીયર પીવી નાનીસુની વાત નહોતી ! અડધા તો વચ્ચે જ બેહોશ થઇ ગયા અને રહી ગયો એકમાત્ર ” ગેરી કિંગ ” ( Simon Pegg – આપણી ફિલ્મ’નો અકળ , મોજીલો અને જલસા’પાણી વાળો હીરો ! ) . . . . તે હવે એટલા વર્ષોના વ્હાણા વીતી ગયા હતા કે બધા જ ભૂલી ગયા પણ ગેરી’ને હજી તે સપનું કોરી ખાતું હતું।  . . હજુ તેને ત્યાં જવું હતું અને બારેબાર પબ પર બીયર પીને ગાંડા ગદોડવા હતા।  . . . . જેમ તેમ કરીને , પરાણે તે બાકીના ચારેયને મનાવી’ને પોતાના જુના અને નાનકડા શહેર આવવા મનાવી લ્યે છે અને વળી પાછુ તે જ જુનું અભિયાન શરુ કરે છે।  . . . . 12 પબ’ઝ અને દરેક જગ્યાએ એક છલોછલ ભરેલો બીયર’નો ગ્લાસ !!! પણ શહેર’માં કૈક અલગ જ રંધાઈ રહ્યું હોય છે।  . . . બધા જ મિત્રો’ને શહેર પહેલા જેવું જ અને તેથી જ કૈક વિચિત્ર લાગતું હોય છે ( જાણે કે અહીંયા કઈ બદલાયું જ નથી અને સમય થંભી ગયો છે ! ) . . . . અને એક એવું રહસ્ય બહાર આવે છે કે બીયર પીવાનું તો બાજુએ રહી જાય છે પણ જીવ બચાવવાના સાંસા પડી જાય છે અને શરુ થાય છે , ભાગાભાગ અને મારામારી।  . . . . જલસાભર્યા અંદાજમાં 🙂

a

આ ફિલ્મ કોર્નેટો ટ્રાયોલોજી તરીકે ઓળખાતી Simon Pegg અને Edgar Wright‘ની જોડીની ત્રીજી અને અંતિમ ફિલ્મ છે। ( હકીકતે તો કોર્નેટો ટ્રાયોલોજીમાં’ની Shaun of the Dead – 2004 અને Hot Fuzz – 2007 પહેલા જ જોવાવાની હતી , પણ 2013’ની બધી જ સારી ફિલ્મો જોઈ લેવાનું પહેલેથી જ નક્કી હોય આ ફિલ્મ પહેલા જોઈ લેવાઈ 🙂 – અને આ ત્રણેય ફિલ્મો એકબીજાથી જુદી પણ છે – સળંગ નથી। )

ફિલ્મ’ના પાંચે પાંચ મિત્રોના કિરદારમાં દરેક અભિનેતા ધાંસુ ફીટ થાય છે।  . . . અને એમાય મુખ્યત્વે બે મિત્રો ગેરી કિંગ ( Simon Pegg ) અને એન્ડી’ની ( Nick frost ) જોડી તો મોજે દરિયા કરાવી દે છે – બંને વચ્ચેનું લવ – હેઇટ રીલેશન એટલું સોલીડ અને ક્રિસ્પી દેખાડ્યું છે કે મજા આવી જાય।  . . . . વન-લાઈનર્સ અને ડાયલોગ્સ પણ એટલા ફની અને ક્રિયેટીવ છે કે સ્ક્રીપ્ટરાઈટર’નું નામ જાણવાનું મન થાય ( ખુદ , Simon Pegg & Edgar Wright ❗ ) ફિલ્મ’ને છેક સુધી જરા પણ ઢીલી ન પડવા દેવામાં નામ છે , Simon Pegg’નું  . . . . એટલી હદે તેણે ગાંડા ગદોડતા લીડર’નું પાત્ર ભજવ્યું છે અને તેટલો જ તે બિલીવેબલ અને રસપ્રદ લાગે છે કે જાણે ‘ જબ વી મેટ‘ની કરીના ઉર્ફે ” ગીત ” ! ‘

f

બે મસ્ત દ્રશ્યોમાં  . . . . એક તો પબ’માં થતી નાનકડી ફાઈટ અને બીજું – એક છાપરા નીચે સંતાઈને થતું ઈરીટેટીંગ અને મોજીલુ એવું ચર્ચાનું અને ઉલટ-તપાસ’નું દ્રશ્ય ( જરૂર જોજો અને યાદ કરજો 🙂 ) . . . . છેક છેલ્લે , કલાયમેક્ષ’ને કૈક અલગ જ મોડ અપાવી દીધો અને થોડું ગંભીર વાતાવરણ ઉભું કરી દીધું , પણ તેનાથી ફિલ્મ’ની હળવી અને મોજીલી બાજુમાં કઈ પણ ઘટાડો થતો નથી . . . . ક્રિયેટીવ / ફની / પુરપૂરાટ ભાગતી ઈન્ટેલીજંટ કોમેડી’નાં શોખીન રસિકો માટે મસ્ટ વોચ 🙂

My Verdict : 8 / 10 > Home <

IMDb : 7.1 / 10 by 71,000 + People ( by Dec. 2013 )

એક તબક્કે એન્ડી ગુસ્સે ભરાઈને કંટાળા’મિશ્રિત ભાવથી પૂછે છે : આ બધું શા માટે ? . . . ગેરી કિંગ : To have a good time 🙂 { આ બધું શા માટે નહિ ? }


 10} This is the End , 2013

ફિલ્મ પૃથ્વી’નાં પ્રલય’ની આસપાસ રચાતી એક એડલ્ટ કોમેડી છે।  . . . અને વધુ નવાઈ’ની વાત એ કે જેટલા પણ અહીંયા કલાકારો છે તે બધા જ અહીંયા પોતાના મૂળ સ્વરૂપે , અસલી નામ’થી ફિલ્મ’માં ગોઠવાયેલા છે ( જેમકે અમિતાભ કોઈ ફિલ્મ’માં અમિતાભ તરીકે જ અભિનય કરે।  . . ) અને મુખ્ય કલાકાર જેમ્સ ફ્રેંકો’નાં નવા ઘરની પાર્ટીમાં ઘણા બધા કલાકારો જેમ કે Jonah Hill , Seth Rogen , Jay Baruchel , Danny McBride , Craig Robinson , Emma Watson , Rihanna . . . આવ્યા છે અને ચારેબાજુ બસ જલસા જ જલસા છે  . . . . ત્યાં તો બહાર ધમાચકડી મચી જાય છે અને ચારેબાજુ ધરતીકંપ થવા માંડે છે અને મોટા મોટા ખાડાઓ પડવા લાગે છે।  . . .ચારેબાજુ બસ આગ જ આગ।  . . . પ્રલય જ પ્રલય।  . . . પૃથ્વી’નો જજમેન્ટ ડે આવી ગયો છે।  . . . . બધા જ અહી થી તહી ભાગવા જ માંડે છે , અને હવે ઘરમાં સંતાઈને બેઠા છે , માત્ર ચારથી પાંચ જ લોકો ( જેમ્સ ફ્રેંકો , સેઠ રોજન , જોનાહ હિલ , જય , અને ક્રેગ રોબીન્સન . . . ) . . . . હવે અહીંયા જ આ લોકોએ બચીને રહેવાનું છે।  . . . જેટલું પણ પાણી અને ખોરાક બચ્યો છે , તેમાં જ।  . . . . અને પછી શરુ થાય છે।  . . . .ધમાચકડી / મારામારી / બેવકૂફી / બદમાશી અને ડફોળાઈ’ની દાસ્તાન 🙂

જેટલા પણ અહીંયા ભેગા થયા છે , એ બધાએ જે શાંતિ’થી ગાંડા કાઢ્યા છે કે તમને ફરીથી યાદ આવી જાય કે સ્ક્રીપ્ટ’માં દમ હોય તો દમ’ની ખાંસી પણ મટી શકે છે 😉 { જોયું મેં નાનકડું સ્ક્રિપ્ટીંગ કરી નાખ્યું !દમ મારો દમ } . . . . અહીંયા જેટલા પણ જાણીતા કે અજાણ્યા એકટરો ભેગા થયા છે તેમણે શાંત ઝરુખે ગજબ’ની અશાંતિ ઉભી કરી દિધી છે ( ઘર’ની બહાર પ્રલય ચાલુ હોય અને ઘર’ની અંદર આ લોકો પ્રલય મચાવતા હોય !!! ) . . . . દરેકે પોતપોતાની જૂની ફિલ્મો’ની પણ ઘણી ફિલમ ઉતારી છે અને એકબીજા પર , પણ ઘણા ચાબખા માર્યા છે ( જો તેમની જૂની ફિલ્મો ખ્યાલ હશે તો જોવાની વધુ મજા આવશે। )

કેટલીક સિચ્યુએશન તો એટલી વિચિત્ર અને ગજબ છે કે . . . આપણે હસવું કે હસી કાઢવું તે ખબર જ નથી પડતી ! . . . Danny McBride‘એ તો બધાયને આ સ્થિતિમાં પણ નેજે પાણી લેવડાવી દીધા છે ( તેટલો બધાયને ત્રાસ આપ્યો છે અને મોજ કરી છે – – તેની એન્ટ્રી જ જબરદસ્ત છે : જોજો જરૂર ) . . . . અને આ બધીય ધમાચકડી વચ્ચે પણ એમ્મા વોટસન’નો એક નાનકડો અને મસ્ત કેમિયો છે।  . . . . પૂરી ફિલ્મ’માં આ લોકોએ વિચિત્ર તો વિચિત્ર રીતે પણ મિલ્કી-બાર નામની ચોકલેટ’નું મસ્ત પ્રમોશન કર્યું છે ( આને પ્રમોશન કર્યું કહેવાય – – – ફિલ્મ’ની વાર્તા/સ્પીડ’ને કશી અડચણ પડ્યા વિના પણ।  . . . રાકેશ રોશન’ને કૈક શીખવા જેવું ખરું 😉 )

My Verdict : 7.5 / 10 > Home <

IMDb : 6.9 / 10 by 1,50,000 + People ( by Dec. 2013 )

છેક છેલ્લે , બેકસ્ટ્રીટ બોયઝ’નું પેલું મહાજાણીતું ગીત આવે છે ( Backstreet Boys are back ) ત્યારે ખરેખર મજા પડી જાય છે { કેવી રીતે આવે છે , તે તો ફરીથી તમારે જ જોવું રહ્યું 🙂 }


Below 6 / 10


 11} Turbo , 2013

આ એનીમેશન’માં વાત છે , . . . જયારે સૌથી ધીમી એવી ગોકળગાય ફોર્મ્યુલા-વન રેસિંગ કાર’ની જેમ સ્પીડ પકડી’ને ખરેખરી રેસ’માં ઉતરે છે ત્યારે શું થાય છે ??? . . . . . પહેલી નજરે આખો પ્લોટ જ નવીન અને રસપ્રદ લાગે , પણ ફિલ્મ એટલી હદે રોચક નથી બની ! . . . . મહતમ ફિલ્મ કંટાળાજનક બની રહી છે કે જે નજીકના ભૂતકાળ’માં આવેલી એનીમેશન ફિલ્મો’થી વિરુદ્ધ છે . . .

ફિલ્મ’નું એક દ્રશ્ય સરસ છે કે જયારે બધી જ ગોકળગાયો સભા ભરીને બેઠી હોતી હોય છે , ત્યારે દર વખતે કોઈ કાગડો આવીને એકને ઉઠાવી જાય છે અને તેઓ હલી સુધ્ધા નથી શકતા , અને છતાં પણ નવી સભા ખુલ્લા’માં જ ગોઠવે રાખે છે 😉

My Rating : 2 / 10 > Home <

IMDb : 6.4 / 10 by 24,000 + People { by Dec. 2013 }


 12} The Lone Ranger , 2013

Gore Verbinski અને Johnny Depp‘ની જોડીએ હંમેશા ધમાલ જ મચાવી છે ( પાઈરેટ’સ સીરીઝ અને રેન્ગો ) પણ અહીંયા જબ્બર ઉલાળિયો થઇ ગયો . . . ફિલ્મ એટલી તો લાંબી અને ધીમી લાગે છે કે તમે ખુદ ‘લોન’ રેન્જર બની જાવ છો 😉 વાત છે , એક જોડી’ની . . . એક રેડ ઇન્ડીયન અને એક ગોરા રેન્જર’ની ( સૈનિક ) . . . અને તેમના બુરાઈ સામેનાં જંગ’ની .

. . . ફિલ્મ’નું મહતમ ફોકસ જ્હોની ડેપ કરતા રેન્જર બનતા ‘ આર્મી હેમર ‘ પર કરાયેલું છે કે જે બહુ જ ડલ અને બં’ડલ’ એક્ટિંગ કરીને તમને બોર કરી દેશે !! . . . આ ફિલ્મ’ની પાછળ એટલું  તો બજેટ ફાળવાયું હતું કે ફિલ્મ ફ્લોપ જતા ભલાભલા’ની જમીન હલી ગઈ . . . .

છેક છેલ્લે , આવતી ટ્રેઇનો વચ્ચે થતી ફાઈટીંગ સિક્વન્સ ખરેખર જબરદસ્ત છે અને મોજ પડાવી દ્યે છે . . . અને હાં , ટોન્ટો નામનો ઘોડો પણ જબરો દેખાડ્યો છે , જરાક જોઈ લેજોને 😉 , એક છેલ્લી વાત . . આ ફિલ્મ Quentin Tarantino’ની વર્ષ 2013’માં આવેલ મનપસંદ ટોપ-10 ફિલ્મોમાંની એક છે

My Rating : 5 / 10 > Home <

IMDb : 6.6 / 10 by 90,000 + People { by Dec. 2013 }


 13} R.I.P.D. , 2013

R.I.P.D , મતલબ Rest in peace Department . . . મૃત્યુ પછી’નું પોલીસખાતું ! . . . કે જે મરી ચુક્યા હોય પણ કોઈ રીતે હજી પૃથ્વી પર જ રહી ગયા હોય અને છુપાતા ફરતા હોય તેમને તેઓ પકડે અને પાછા ઉપર લઇ આવે . . .

s3

એક રીતે જોઈએ તો હેલો બ્રધર ( સલમાન વાળું ) અને મેન ઇન બ્લેક’નાં મિશ્રણ જેવી ફિલ્મ . . . . ફિલ્મ એટલી તો રેઢીયાળ બનાવી છે કે આપણે ક્યારે Rest in peace થઈ જઈએ ખબર જ નાં પડે 😉

My Verdict : 2 / 10 > Home <

IMDb : 5.5 / 10 by 44,000 + People ( by Dec. 2013 )


14} Percy Jackson: Sea of Monsters , 2013

પર્સી જેક્શન’નાં પહેલા ભાગ વિષે અગાઉ પણ લખાયું હતું ( Link ) કે આ વાત છે , દેવતાઓ’ના માનવો થકી થયેલા સંતાનો’ની।  . . અને ખાસ તો , ” પોસેઈડન ” પુત્ર પર્સી જેક્શન‘ની।  . . . આ વખતે પર્સી અને તેના દોસ્તોનું સાહસ એટલા માટે ખેડાય છે કારણકે , મુખ્ય ટ્રેઈનીંગ કેમ્પ’નાં રક્ષણ કરતા જાદુઈ ઝાડ’ને કોઈએ ઝેર આપી દીધુ હોય છે અને ધીમે ધીમે ચારેબાજુ’ની સુરક્ષા ઘટવા માંડે છે અને જો જલ્દી ન કરાય તો આ પવિત્ર ઝાડ તો નષ્ટ થશે જ , પણ આ બધા જ દેવતાઓના સંતાનો પણ મુશ્કેલીમાં મુકાઈ જશે !

ફિલ્મ પહેલા ભાગ કરતા પણ વધુ કંટાળા’જનક છે।  . . . ખુબ જ ધીમે ધીમે બધું જ ડેવલપ થાય છે અને છેક છેલ્લે જયારે સૌથી મોટી મુશ્કેલી સામે આવે છે ત્યારે જરા પણ રોમાંચ તો શું . . ડર પણ નથી લાગતો ! ફિલ્મ એકદમ નીરસ અને ફિક્કી લાગે છે।  . . . ખુદ પર્સી જેક્શન’નું પાત્ર જ બીબાઢાળ જેવું લાગે છે।  . . . ન જુવો તો વાંધો નહિ , તમતમારે

My Rating : 3 / 10 > Home <

IMDb : 5.9 / 10 by 36,000 + People { by Oct. 2013 }


 15} White House Down , 2013

ફરી વ્હાઈટ હાઉસ પર હુમલો . . . . . ઓકે , . . . તો જેમણે ” Olympus has fallenજોઈ હશે તેમને આ ફિલ્મ એટલી થ્રીલીંગ અને ચિલીંગ નહિ લાગે . . . પણ , એક ફર્ક એટલો જરૂર પડશે કે અહી જયારે વ્હાઈટ હાઉસ પર હુમલો થાય છે ત્યારે મચેલી ધબધબાટી’માં આપણો હીરો ( ચેનીંગ ટેટમ ) અને પ્રેસિડેન્ટ ( જેમી ફોક્ષ ) એમ બંને સાથે એક્શન કરે છે , બંને સાથે દુશ્મનો’ને પાઠ ભણાવે છે  . . .

ફિલ્મ ઈમોશનલી ડલ છે।  . . . થોડુક એન્ટરટેઈનીગ અને ફની છે { ફિલ્મ’માં કેનેડી અને મેરિલીન મનરો વચ્ચેના રોમાંસ’ને વટાવવાનો ખુબ જ પ્રયત્ન કરાયો છે ! }  . . . પણ , આખરે આ બધો લોટ બંધાયા બાદ પણ રોટલી રૂપી ફિલ્મ ‘ ચવળ ‘ બની ગઈ છે।  . . ફિલ્મ રાત્રે નીંદ ન આવતી હોય તો , એકવાર જોવા જેવી ખરી 😉 . . . . અને હીરો ‘ ચેનીંગ ટેટમ ‘ ગજબ’નો થાકી ગયો હોય તેવો ઢીલો ઢફ્ફ લાગે છે।  . . . થોડીક નિંદર કરતો જા મારા ભાઈ , નહિ તો આવા દુ:સ્વપ્નો ચાલુ જ રહેશે

My Rating : 5 / 10 > Home <

IMDb : 6.3 / 10 by 71,000 + People { by Dec. 2013 }


Winner : The Heat , The World’s End

Pleasant / Surprise / Daring / Something New WATCH :

Red 2 , Thor – The Dark World , Now you see me , This is the End

Looser : Turbo , R.I.P.D. , Percy Jackson : Sea of Monsters 


at LAST . . !

} Top Bollywood Movies of 2013 by Rajeev Masand

} Upcoming Big Movies of Hollywood in 2014PREVIEW