ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , ,

પહેલા તો બંને મહિના’ની પોસ્ટ્સ અલગ અલગ હતી , પણ થોડું મોડું થતા બંને પોસ્ટ્સ’ને  એક કરવી પડી . . . પોસ્ટ લોડ થવામાં થોડી વાર લાગશે . . . પણ એટલી વારમાં આપ બ્રશ કરી શકો છો , ચા બનાવીને પી શકો છો , મેગી બનાવી શકો છો , વાળ ઓળી શકો છો . . . . .

જોયું બે થી ત્રણ મિનીટ’માં શું શું થઇ શકે છે 😉 . . . . બીજી ટીપ્સ આવતી પોસ્ટ’માં આપીશ , ત્યાં સુધી તમે પણ મને ટીપ્સ આપી શકો છો , અને મારું માથું ભમાવી શકો છો 🙂

Watch wonderful trailers of two wonderful films at last .


Total Movies14 ~ ~ Pictures59 Steady & 10 Movable ( Gif )

It would take 2 to 3 minutes to load the whole post .


1} B.A. Pass , 2013

સ્ટોરી થોડી ડેરિંગ ટ્રીટમેન્ટ અને કથાવસ્તુ ધરાવે છે . . . વાત છે , Sexual Exploitation’ની અને એ પણ પ્રવાહ’થી વિપરીત Male Sexual Exploitation‘ની , મતલબ પુરુષ’ના જાતીય શોષણ’ની , એક સ્ત્રી દ્વારા !

મુકેશ ( શાદાબ કમાલ ) યુવાનીમાં પગ મુકતા જ અનાથ બની ચુક્યો હોય છે અને તેની માથે પોતાની બે બહેનો’ની જવાબદારી પણ આવી પડે છે . . . બહેનોને હોસ્ટેલ’માં મૂકી તે પોતાની ફઈ’ને ત્યાં દિલ્હી ભણવા ( અને કામ વેંઢારવા અને મ્હેણાં સાંભળવા ) આવે છે . . . અને આ જ ઘટનાક્રમ’માં તેને સારિકા ( શિલ્પા શુક્લા ) નામક એક વયસ્ક મહિલા’નો ભેટો થાય છે , અને તેણી તેની મજબુરીઓ’નો લાભ ઉઠાવી તેનું જાતીય શોષણ કરે છે અને ત્યારબાદ રીતસર તેને અલગ અલગ જગ્યાએ જવા પણ મજબુર કરે છે . . . અને એક દુખદ ઘટનાક્રમ’ની શરૂઆત થાય છે !

ભારતીય સિનેમા’માં કદાચ આ રસ્તા પર પહેલું જ ખેડાણ છે , આ ફિલ્મ ” રેલ્વે આંટી ” નામની શોર્ટ સ્ટોરી પર આધારિત છે અને ફિલ્મ’ના બંને લીડ એક્ટર્સ પોતપોતાના પાત્રોમાં જબ્બર અભિનય કરે છે , જેટલું શાદાબ કમાલે ચહેરા પરના ભોળપણ અને મુગ્ધ હાવભાવ’નું ચિત્રણ કર્યું છે તેટલું જ તેને ટક્કર આપતું અકળ હાવભાવ’નું ચિત્રણ ( અને ખંધુ પણ ) શિલ્પા શુક્લા’ના મોં પર પણ છે .

રોજબરોજ’ની સામાન્ય દુનિયા’ની બહાર ( અને અંદર પણ ) એક આવી કોઈ દુનિયા પણ સંભવી શકે , તે જ સંજોગો’ની વિષમતા દર્શાવે છે ! . . . એકવાર જોવા જેવું ખરું અને હાં , અહીંયા દીપ્તિ નવલ’નો પણ એક કેમિયો છે પણ તેમાં કાઈ વાત જામી નહિ !

My Verdict : 7 / 10 < Home >

IMDb : 6.5 / 10 by 900 + People { by to Nov. 2013 }


2} Bhaag Milkha Bhaag , 2013

ઓકે . . . પહેલી વાત કે સ્ટોરી તો બધાને ખબર જ હશે અને બીજી વાત કે , . . . ત્રણ કલાકનું પિક્ચર ??? બાપ રે બાપ . . . ભાગ રે ભાગ 😉  . . . તો સીધી વાત અને નો બકવાસ વાળી વાત એ છે કે જેટલી મને આ ફિલ્મ’થી આશા હતી એ બધી પારેખ થઇ ગઈ ! જોયું ને કેવી ગોળ ગોળ વાત થઇ ગઈ ! . . . મતલબ કે , એવો ગોળ કે જે વર્તુળ પણ નથી અને મીઠો પણ નથી ❗ ઓકે ચાલો હવે તમને બોર નહિ કરું ( હાં , પણ બોલે એના બોર વેંચાય 😉 ) કે મને ફિલ્મ એટલી ન ગમી . . . ફિલ્મ રાકેશ મહેરા’એ બનાવી કે પછી ફરહાને આટલી બધી મહેનત કરીને એબ્સ બનાવ્યા કે પછી તે મહાન ભારતીય એથ્લેટ પર આધારિત હતી . . . તેનાથી કોઈ ફર્ક નથી પડતો કારણકે ફિલ્મ પૂરી થયા બાદ મારા મતે ભારત’ના ઉતમ એથ્લીટ પૈકીના મિલ્ખાસિંહ’નું કાઈ વિશિષ્ટ ચિત્રણ ન થયું . . .

3 ફિલ્મ ઘણી જગ્યાએ બસ મહાનતા’ના ગાણા ગાતી કથા જ બની રહી છે . . . ત્રણ ત્રણ વાર તેમના કહેવાતા લવ ઇન્ટરેસ્ટ’ની વાતો કઈક પરાણે ઘુસાડી દીધેલી લાગી ( સોનમ વાળો ટ્રેક તો સાવ બંડલ અને ટાઈમપાસ જ છે ! , ભલે ને પછી સાચો હોય !! ) . . . અને ભાગલા બાદ’ની તે દુખદ / દર્દનાક ઘટના કે જે  મિલ્ખા’ની બહેન સાથે તે રેફ્યુજી કેમ્પ’માં બનેલી તેનો સાવ અછડતો ઉલ્લેખ અને પાછળ’થી તે વાત’નું શું થયું , તેના પર સાવ મીંડું ? . . . . અને તેઓ ઓલમ્પિક’માં મેડલ એટલા માટે ચુકે છે કે . . . ( સ્પોઈલર : કે પાછળ’થી ભાગ મિલ્ખા’ની બુમ આવે છે ! તો પછી તેમણે પહેલા કેમ કહ્યું નહિ ? કેમકે આ હાદસો તો પહેલા પણ ટ્રેન’માંથી ભાગતી વખતે થઇ ચુકેલો અને પકડાઈ ગયેલા ! અને હવે હું જયારે દોડતો હોઉં ત્યારે કોઈએ આવું કરવું નહિ ! – – મતલબ કે તેઓ એવોર્ડ જીતતા જીતતા રહી ગયેલા , તેનું આવું કારણ !! . . . ખરેખર તો રેસિંગ’માં સાવ છેલ્લી છેલ્લી ઘડીઓમાં એવું ઘણું થઇ જતું હોય છે કે જેમના કોઈ કારણ નથી હોતા . . . બસ થઇ જતું હોય છે . તેમના કોઈ ખુલાસા ન આપવાના હોય ! ) . . . કદાચ એક સામાન્ય ગાથા’ને ( કે જે અસલી જીંદગીમાં અલગ જ ભવ્ય ભૂતકાળ ધરાવતી હોય છે ) તોડી-મરોડીને ભવ્યતા આપવામાં તેની રહીસહી સાદગી પણ ચાલી ગઈ !

4 બધા લોકોથી વિપરીત મને ફરહાન અખ્તર’નું આ પરફોર્મન્સ કઈક વિચિત્ર લાગ્યું ( સમગ્ર ફિલ્મ’માં તે મિલ્ખાસિંહ તરીકે એકદમ ફીટ બેસે છે , પણ ઈમોશનલ દ્રશ્યોમાં જાણે તે હવાઈ ગયો છે ! – – – જ્યારે તે ઘણા વર્ષો બાદ પાકિસ્તાન સ્થિત પોતાના વતન જાય છે , અને રોઈ પડે છે . . . તે દ્રશ્યમાં જે ઉભરો હોવો જોઈએ તેના કરતા વિપરીત તે દ્રશ્યમાં ફરહાન સાવ સામાન્ય લાગે છે ) તેના કરતા ઉલટું તો સાઈડ કેરેક્ટર્સ’માના દિવ્ય દત્તા અને પવન મલ્હોત્રા જાણે Effortless અભિનય કરે છે અને ખરેખર પાત્રો’ની અંદર ઉતરી ગયા હોય એવું લાગે છે .અને ફરહાન અને પવન મલ્હોત્રા વચ્ચેનાં દ્રશ્યો’નું ટ્યુનીંગ આંખે ઉડીને વળગે છે .

5

નજીકના જ ભૂતકાળની એક અન્ય બાયોપિક સમાન ગાથા યાદ આવી ગઈ કે જે એક ક્લાસિક ફિલ્મ તરીકે યાદ રહી ગઈ હતી . . . ” પાનસિંહ તોમર ” . . . આ બંને ફિલ્મોની સરખામણી કરીએ તો ડ્રામા અને ‘મેલો’ડ્રામા વચ્ચેનો ફરક સમજાઈ જાય

My Verdict : 7 / 10 < Home >

IMDb : 8.2 / 10 by 15,500 + People { up to Nov. 2013 }

જયારે નહેરુ મિલ્ખાસિંહ’ને પૂછે છે કે તમારે શું જોઈએ ? મિલ્ખા : મારા નામ  પર એક દિવસ’ની રજા જાહેર કરો 🙂


3} Celluloid , 2013

2013’નાં વર્ષની ભારતીય ટેરેટરી’માંથી ઓસ્કર’માં સૂચિત એક નામ હતું . . . ” સેલ્યુલોઈડકે જે કથા હતી મલયાલમ સિનેમા’ની પહેલી ફિલ્મ બનાવનાર સર્જક’ની . . . ‘ J.C.Daniel ‘ કે જેમણે મલયાલમ જગત’ની / ભાષા’ની પહેલી મુક ફિલ્મ બનાવેલ . . . ” Vigathakumaran ” { ફિલ્મ ભલે મુક હતી પણ છતાયે તે મલયાલમ’ભાષી દ્વારા બનાવેલ પ્રથમ ફિલ્મ તરીકે માન્ય રહી છે } . . . અહીંયા સર્જક’ની પોતાના વિસ્તાર / ભાષાક્ષેત્ર’માંથી પહેલી ફિલ્મ આપવાના સંઘર્ષ’ની અને ફિલ્મ બનાવવા સમયે તેમણે સહન કરવા પડેલ જાતીભેદ અને ભ્રષ્ટ વર્ણવ્યવસ્થાની પણ વાત છે અને ત્યારબાદ અન્ય જુના જોગીઓની માફક જ તેમનો પાછલી જિંદગીમાં કરવો પડતો સંઘર્ષ પણ દર્શાવ્યો છે . . . કેમકે એક સમયે તેમની ફિલ્મ’ને પ્રથમ મલયાલમ ફિલ્મ તરીકે માન્યતા જ નહોતી મળી !

ફિલ્મ’માં લીડ એક્ટર તરીકે પેલો ‘ ઐયા ‘ મુવીવાળો પૃથ્વીરાજ સુકુમારન છે અને તેણે સુંદર પર્ફોરમન્સ પણ આપ્યું છે , પણ એક સળંગ સર્જન તરીકે ફિલ્મ ઘણી ઢીલી ઢફ બની છે . . . અને એક હદે અત્યંત ઉદાસીન પણ લાગે છે , જાણે કે કોઈ ડોક્યુમેન્ટ્રી જોતા હોઈએ ( આજના સમયમાં તો ડોક્યુમેન્ટ્રી પણ અત્યંત અદભુત બને છે ! ) . . . છેલ્લે , આ ફિલ્મ ઓસ્કર’ની રેસમાં અત્યંત કંગાળ સાબિત થાત , તેમાં કોઈ બેમત નથી ( મતલબ કે મારા મતે 🙂 )

My Verdict : 6.5 / 10 < Home >

IMDb : 7.4 / 10 by 240 + People { up to Nov. 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

4} Sixteen , 2013

જોયું . . . આ ફિલ્મ’નું નામ પણ અજાણ્યું લાગ્યું ને ! પણ ફિલ્મ એટલી અજાણી નહિ લાગે . . . ઉલટાનું આ ફિલ્મ એટલી તો Happening છે કે કોઈ પણ કડાકૂટ વિના જ તમને બસ મોજ અને લટકામાં ખોજ કરાવી દેશે 🙂 વાત છે , ચાર ટીનેજર’ની અને જિંદગીના સૌથી સૌથી સૌથી રોમાંચક ગાળા એવા ટીન-એજ’ની . . . એવો ગાળો કે જ્યાં સ્વપ્નો પણ હોય છે અને દુ:સ્વપ્નો પણ . . . સાહસ પણ હોય છે અને દુ:સાહસ પણ . . . બેફિકરાઈ પણ હોય છે અને પછી કરવી પડતી ફિકર પણ . . . કે જ્યાં મોટું થવું ગમે જ નહિ , બસ આમ જ દોસ્તો’નાં ટોળામાં સાતમાં આસમાનમાં વિહરતા રહીએ અને જયારે જમીન પર પગ મુકવાનો થાય ત્યારે બાકીની આખી જિંદગી એ જ આકાશ’ની તરફ તાક્યા રહેવું પડે  ( યાદોના સ્વરૂપે . . . સુખદ કે દુખદ ! )

8

અહીંયા ચાર પાત્ર છે અને કઈક નવી વાત એ છે કે ચારમાંથી ત્રણ છોકરીઓ છે . . . મતલબ કે ટીનએજ’ની મહતમ વાતો / દ્રષ્ટિકોણ / ભૂલો / પેશન / ઈચ્છાઓ અને રોમાંચ ત્રણ છોકરીઓની દ્રષ્ટિએ કહેવાઈ છે . . . નજીકના સમયમાં આવેલ બ્રોમાંન્સ મુવીઝ’થી ( Bromance – કે જેમાં ત્રણ થી ચાર લોકોની વાત હોય – પુરુષો’ના સંદર્ભમાં ) વિપરીત અહીંયા મહતમ વાત હોમાંન્સ‘ની ( Homance – સ્ત્રીઓના સંદર્ભ’માં – – એક રીતે તેમની ટોળકી અને તેમની વાતો ) વાત છે !

એક છે , અનુ ( Izabelle Liete ) કે જે ધનિક / સ્વતંત્ર – સ્વછંદ અને મારફાડ છે , કે જે નજીકના ભવિષ્યમાં સુપરમોડેલ બનવા ઈચ્છે છે અને તેણી હરએક વાત કોઇપણ જાતના ખચકાટ વિના કોઈને પણ કહી શકે છે . . . બીજી છે , નિધિ ( Mehak Manwani ) , કે જે એક મુગ્ધ સપનાઓ જોતી નાજુક નમણી છે અને તેનું નજીકના ભવિષ્ય’નું એક જ સપનું છે કે તેણી’નું કોમાર્ય કોઈ સુંદર રાજકુમાર સાથે એક પરફેક્ટ જગ્યાએ સ્વપ્નવત સંજોગોમાં ભંગ થાય ! . . . ત્રીજી છે , તનીશા ( Wamiqa Gabbi ) કે જે આ બંને’થી વિપરીત અને કેટલાય કિસ્સાઓમાં તેમના કરતા ક્યાય વધુ એક મેચ્યોર છોકરી છે કે જે . . તેની જ ઉંમરના છોકરાઓ’ને જરા પણ પસંદ નથી કરતી ! તેને તો એક એવો પુરુષ જોઈએ છે કે સ્માર્ટ / હેન્ડસમ / વિદ્વાન અને સેન્સ ઓફ હ્યુમર’થી ભરપુર હોય . . કે જે તર્ક / વાર્તાલાપ’માં તેણીની ટક્કર લઇ શકે . . . અને આ ત્રણેય કાનુડીઓ સાથે છે , એક ચોથું પાત્ર , એક છોકરો , અશ્વિન ( Highphill Mathew ) કે જે એક સામાન્ય ઘરમાંથી આવે છે અને તેનું કોઈ પણ સ્વપ્ન નથી કારણકે તેના બાપા ( કહો કે ખડૂસ બાપા ! ) તેની પાછળ પડ્યા હોય છે કે તેણે કલેકટર બનવાનું છે . . . અને એવા તો પાછળ પડ્યા હોય છે કે બિચારાની પથારી ફેરવી નાખે છે !!!

આ ચારેય પાત્રો ભજવનાર કલાકારો’એ જે એક્ટિંગ કરી છે , કે આજના કહેવાતા ચમનીયા કરોડિયા કલાકારો’ને પણ શરમ આવે . ટીનએજ સમયના અલગ અલગ વ્યક્તિત્વો’માંથી . . . એક છે , ડેરિંગ-બાજ , બીજું મુગ્ધ , ત્રીજું પોતાની ઉંમર કરતા મેચ્યોર અને ચોથું એક રોજબરોજ’નો સામાન્ય છોકરો , કે જેને કોઈ છોકરીએ સ્માઈલ પણ આપ્યું હોય તો તેનું આખું અઠવાડિયું ઝક્કાસ જાય

તનીષા’નું પાત્ર ભજવતી વામિકા’એ આ બધામાં રોલો પાડી દીધો છે , એ હદે તેણી રિફ્રેશિંગ અને સ્પોટ ઓન એક્ટર લાગે છે ( ભવિષ્ય’માં તક મળે તો ખુબ આગળ નીકળી શકે . . . પણ જો મળે તો ! ) અને માત્ર તેણીના સિવાય મહતમ લોકોની આ પહેલી ફિલ્મ છે . . . બાકીના ત્રણેય કલાકારોની તો ખરી જ , પણ લેખક / દિગ્દર્શક એવા રાજ પુરોહિત’ની પણ ખરી 🙂

13

એક વાર નહિ પણ બે વાર જોવા જેવું . . . મસ્તી અને મોજ સાથે જ્ઞાન પણ મળશે લટકામાં !

My Verdict : 7.5 / 10 < Home >

IMDb : 6.1 / 10 by 650 + People { up to Nov. 2013 }


5} Shuddh Desi Romance , 2013

સ્ટોરીમાં તો . . . જેઓએ નથી જોયું , તેમને પણ કહેવામાં નહિ આવે , કારણકે થોડી પણ હિન્ટ’થી મજા બગડી જશે ! . . . માટે મેલોડી ખાઓ ખુદ જાન જાઓ 🙂

શુદ્ધ દેશી રોમાન્સ’નું ખરું નામ શુદ્ધ દેશી ભાગમભાગ હોવું જોઈતું હતું 😉 જે રીતે ત્રણેય મુખ્ય કલાકારો એકબીજાથી અને પરિસ્થિતિઓ’થી ભાગતા ફરે છે , એ જોતા ખોટું ન કહેવાય ! { અને રિશી કપૂર કહે પણ છે કે ( રાજસ્થાની છાંટ’વાળી હિન્દી’માં ) : તુમ લોગ ભગતે બહુત હોં 😉 – હાં ‘ ભાગતે ‘ નહિ , પણ ‘ ભગતે ‘ ! }

ફિલ્મ’નાં ત્રણેય પાત્રો ઘણી મોટી મોટી વાતો અને ઘટનાઓ આસાનીથી પચાવી શકે છે અને મોટું મન રાખીને ભુલાવી પણ શકે છે ( એટલીસ્ટ , ભારતીય સમાજના સંદર્ભે ) પણ જવાબદારી’ની વાત આવે ત્યાં તેમનો જવાબ એક જ હોય છે . . .  નાસી છૂટો ! તેઓ જવાબદારી નિભાવી શકે છે પણ લગ્ન નામના પ્રમાણપત્ર’માં જાણે જવાબદારી શબ્દ આગળ ” પરાણે ” જોડાઈ જાય છે . . . એમને આ બધું કઈક વિચિત્ર લાગે છે ! . . . એક પાત્ર . . ચાલો ત્યારે લગ્ન કરી લઈએ , છોકરી સારી છે ( બીજું આપણે શું જોઈએ ? ) . . . બીજું પાત્ર . . . ઘરવાળા’ઓએ દેખાડી દીધો અને ઘર/ધંધો બરાબર છે , એટલે લગ્ન કરવામાં કાઈ વાંધો નહિ ( એમ ભોળપણ’માં માને છે ) . . . અને ત્રીજું પાત્ર તો , કેટલાય ફટકાઓ વેઠી ચૂકેલું હોવાથી લગન બગન’ની તો વાતો જ નહિ કરવાની એવું માને છે અને આ ત્રણેય એકબીજામાં ભેરવાઈ જાય છે . . . એકબીજાથી ભાગતા ભાગતા !

z7

Side Talk : ઘણા લોકો’ને એકબીજાથી પ્રેમ હોય છે , પણ લગ્ન નથી કરતા અને ઘણા લોકોના લગ્ન થઇ જાય છે , પણ ( મહતમ ભારતમાં ) પ્રેમ નથી થતો . . . પણ જરૂરી શું છે ? પ્રેમ કે લગ્ન ? તો સદીઓ જૂની ભારતીય પરંપરા કહે છે કે વિવાહ’ની પરંપરા . . . અને અને છેલ્લા બસ્સો-ત્રણસો વર્ષનો અજડ ભારતીય સમાજ કહે છે કે એકવાર લગ્ન કરી નાખો બાકી બધું આપમેળે થઇ જશે ! ( અમારે સૌરાષ્ટ્ર’માં અનહદ કજોડા’ઓ સર્જવામાં કહેવાતા વડીલો’નો ( બધા જ નહિ , હોં ) ડાયનોસૌર ફાળો હોય છે . . . મહતમ તો , ” છોકરીઓ ” જ તેમાં વધેરાઈ જાય છે અને ચીલાચાલુ મફતિયા છોકરાઓ ઠેકાણે પડી જાય છે . . . લંપટ અને નાલાયક છોકરા હોય તો તેઓ કહેશે કે . . . લગ્ન બાદ સુધરી જશે અને પાતળા છોકરાઓ હોય તો કહેશે કે એ તો લગ્ન બાદ લોહી ભરાઈ જશે ❗ – – શું છોકરીઓ કોઈ બ્લડ બેંક ચલાવે છે ? . . . માઈલા 😉 )

અને હવે થોડુક ફિલ્મ’ની વાત કરીએ તો . . . ત્રણેય પાત્રોમાંથી સૌથી વધુ કોઈ જો સોલીડ લાગતું હોય તો તે માત્ર ને એકમાત્ર પરીનીતી ચોપરા છે ( સોલીડ સ્ક્રીન પ્રેઝન્સ , ક્રિસ્પી / કોન્ફીડેન્ટ ડાયલોગ ડીલીવરી , ચાર્મિંગ & બબલી લુક ) . . . જયારે સુશાંત અને વાણી કપૂર ક્યાંક ક્યાંક ડચકા ખાતા હોય તેવું લાગે છે . . . અને રિશી કપૂર તો બસ હરફનમૌલા અને ઉસ્તાદ કલાકાર છે ( સુપર્બ પરફોર્મન્સ ) . . . બીજા છે ડીરેક્ટર મનીષ શર્મા કે જેમણે જયપુર જેવા મસ્ત રંગબેરંગી શહેરમાં સ્ટોરી અને માહૌલ સેટ કર્યો ( દિલ્હી / મુંબઈ / બેંગ્લોર જેવા મેટ્રો’ને સાઈડલાઈન કરતા . . ) અને ત્રીજા છે , લેખક જયદીપ સાહની કે જેમણે આ પાત્રો’ને , તેમની ચિત્ર વિચિત્ર વર્તણુક’ને અને તેમના મોં’માં મસ્ત ડાયલોગ્સ ભરીને ફિલ્મ’ને એક હદ સુધી ક્રિસ્પી અને સડસડાટ બનાવી છે ( એ રીતે ફિલ્મ તમને ક્યાય બોરિંગ નહિ લાગે અને ક્યાય પણ ચીલાચાલુ મેલોડ્રામા નથી કે નથી કોઈ વેવલાવેડા . . . પણ બીજા ભાગમાં સ્ટોરી’ને કઈક વધુ ટચ આપવા અને કઈક નવીન જ એન્ડીંગ આપવા ફિલ્મ આખરે થોડીક કન્ફયુઝ થઇ ગઈ હોય તેવું લાગ્યું )

અને હાં , છેલ્લે છેલ્લે આવતો બે કપલ્સ વચ્ચે સર્જાતો પ્રિ – ક્લાયમેક્ષ પણ કાંઇક નવીન અને ફની છે ( આખું વર્ષ આવેલ કેટલાય ચીલાચાલુ અને એકની એક ફિલ્મો’ની સામે અહીંયા કઈક નવી જ હવા ફુંકાણી છે ! )

My Verdict : 7.5 / 10 < Home >

IMDb : 5.9 / 10 by 2,200 + People { up to Nov. 2013 }


6} The Attacks of 26/11 , 2013

ઓકે . . . તો આ ફિલ્મ’થી ડાયનોસોર છાપ આશાઓ હતી કે રામુ આ વિષય પર એવી તો ઝક્કાસ ફિલ્મ બનાવશે કે તેમનો જુનો સ્પર્શ જીવંત થઇ ઉઠશે ! પણ ફિલ્મ એકંદરે ડોક્યુમેન્ટ્રી પણ નથી લાગતી ( આજકાલ તો ડોક્યુમેન્ટ્રી પણ શ્વાસ થંભાવી દે તેવી આવે છે ! – જોયું બીજીવાર કહેવું પડ્યું 😉 )

. . . મહતમ ફિલ્મ બસ ચાલી જ જાય છે , ક્યાય કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી લાગતું . . . આટલી બધી લાશો’નાં ઢગલા પડતા જાય છે , અને અહીંયા બસ જોવાયે જ રખાય છે . . . કાઈ ફિલ નથી થતું ! . . . તો શું મને લકવો થઇ ગયો છે કે ફિલ્મ જ લકવાગ્રસ્ત છે ? . . . એમાં કોઈ શંકા નથી કે રામુ પાસે એક અલગ જ વિઝન છે અને તેથી જ ઘણા સમયે રામુ’ની ફિલ્મ જોવાઈ .

. . નાના પાટેકર’નું કિરદાર પણ કાંઈક વધુ પડતુ ઓવરએક્ટિંગ કરતું લાગ્યું ! ( જયારે તે પંચ સમક્ષ બધું વર્ણન કરતા હોય છે , ત્યારે તો મહાવિચિત્ર લાગે છે ! અને સામે જે પંચ બેઠું હોય છે , તે તો . . . બસ વાત જ જવા ધ્યો ! ) . . . . ભારત પર થયેલ સૌથી મોટા ફટકાઓ’માનો આ એક ફટકો હતો કે જેના પર દિલ અને દિમાગ એમ બંને હલી જાય તેવું મુવી બનાવવાની જરૂર હતી , પણ પણ ને પણ . . . .

My Verdict : 6 / 10 < Home >

IMDb : 6.5 / 10 by 2,100 + People { up to Nov. 2013 }


7} Lootera , 2013

મારી પ્રિય ફિલ્મો’માની એક એટલે ‘ ઉડાન ‘ . . . અને હવે તે જ ડીરેક્ટર વિક્રમાદિત્ય મોટ્વાણે ફરીથી હાજર થયા , ત્યારે અપેક્ષાઓ ખુબ જ ઉચી હતી કે જે એક તબક્કે પૂરી ન થઇ ! ફિલ્મ ચર્ચામાં હતી ત્યારે જ વાત વહેતી થઇ હતી કે તેની વાર્તા ઓ’હેન્રી’ની શોર્ટ સ્ટોરી The last leaf પર આધારિત છે અને મેં તે સ્ટોરી વાંચેલ પણ હતી ( ફરી પાછું મારી મનગમતી સ્ટોરી’ઓમાની એક 🙂 )

e

. . . ફિલ્મ એક મંદ ગતિએ વહેતા વાયુ જેવી શાંત કથા માફક શરુ થાય છે અને પ્રારંભ’માં એટલું મસ્ત માહોલ બાંધી આપે છે કે તમે તે સમયગાળાને રીતસર મહેસુસ કરી શકો ( આઝાદી બાદના બંગાળ’નું એક ગામ ) . . . અને તે જ રીતે મધ્યાંતર બાદ’નાં ડેલહાઉસી’નાં એ જ સુપર શાંત અને બરફથી ઢંકાયેલા ધોળા સન્નાટા’ને પણ . . . ફિલ્મ એક સાદી / ધીમી પણ વિષમ અને સંજોગો’નો માર ખાધેલી લવસ્ટોરી છે . . . . સ્ટોરી તો , ઓલમોસ્ટ સૌને ખબર જ હશે અને તદુપરાંત જો કહીશ તો થોડો ફોડ પણ પડી જશે તેથી નહિ કહું . . . . માટે સીધા ફિલ્મ’ની વાતો પર આવીએ તો . . .

ફિલ્મ પહેલી નજરે ઓલમોસ્ટ પરફેક્ટ કહી શકાય ( જાહેર દ્રષ્ટિ’એ ) , પણ જો મારી અંગત દ્રષ્ટિ’એ વાત માંડું તો એક યુગલ તરીકે બંને કલાકાર ઓનસ્ક્રીન ખુબ સરસ દેખાય છે ( જોડીમાં એકબીજાની પુરકમાં ) પણ અંગત સ્તરે ( મતલબ કે અલગ અલગ ) બંને પાત્રો ડચકા ખાતા હોય તેવું લાગ્યું . . . સોનાક્ષી શાંત અને હળવા દ્રશ્યોમાં સુંદર અભિનય કરે છે પણ વિષમ સંજોગોના દ્રશ્યોમાં રીતસર ફાંફા મારતી હોય તેવું લાગે છે અને તેથી તદ્દન ઉલટું હળવા અને પ્રણય દ્રશ્યોમાં રણવીર એકદમ કૃત્રિમ લાગે છે જયારે તંગ અને ગંભીર દ્રશ્યોમાં તેટલો જ કન્વીન્સીંગ લાગે છે . હળવા અને ધીમા સંવાદો’વાળા દ્રશ્યોમાં રણવીર રીતસર ઇરીટેટ કરતો હોય તેવું લાગે છે અને તેનો એકપણ ડાયલોગ સંભળાતો નથી !! { આમેય રણવીર મને ઝાઝો માફક નથી આવતો અને મને માફકસર રહેવાની આદત છે 😉 }

અન્ય પાત્રોમાં . . . સોનાક્ષી’ના બંગાળી જમીનદાર પિતાના પાત્રમાં વરુણ ચંદ સુપર ગ્રેસફુલ લાગે છે . . .  એક રુઆબદાર છતાં પણ દીકરી’માં જ જેનો જીવ હોય તેવા જમીનદાર’નાં પાત્રને તેઓએ અદભુત સજીવન કર્યું છે . . . તદ્દન તે જ રીતે રણવીર’નાં મિત્ર’ના નાનકડા રોલમાં દેવ આનંદ’નાં કેફ’માં રહેતો મોજીલો મિત્ર ( વિક્રાંત મેસી ) . . . અને આશ્ચર્યજનક રીતે તદન નાનકડા / બિનજરૂરી રોલમાં દિવ્યા દત્તા વેડફાઈ ગઈ છે . . . મહેન્દ્ર શેટ્ટી’ની સીનેમેટોગ્રાફી એટલી સરસ છે કે તમને ગુગલ’માં તેમની ખોજ કરવાનું મન થાય . . . પણ પણ પણ , આ બધામાં જો કોઈ સૌથી વધુ રોલો પાડી જતું હોય તો તે છે , ફિલ્મ’નું સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર આપનાર અદભુત ( અને મારા પ્રિય ) અમિત ત્રિવેદી . . .

f

મહતમ લોકો’ની સ્મૃતિમાં ‘ સંવાર લૂ . . ‘ એ જ ગીત રહ્યું હશે પણ ખરેખર તો અન્ય બધા જ ગીતો આ મુખ્ય ગીત કરતા પણ અત્યંત કર્ણપ્રિય અને સતત આસપાસ ગુંજતા રહે તેવા છે ( અનકહીઅમિતાભ ભટ્ટાચાર્ય , શિકાયતે –  કે.મોહન & અમિતાભ ભટ્ટાચાર્ય ,  ઝીંદાઅમિત ત્રિવેદી , અને છેક છેલ્લે એન્ડ ક્રેડીટ’માં આવતું મારું પ્રિયતમ ગીત મનમરઝીયા – શિલ્પા રાવ ) ખરેખર જો આ ચારેય ગીત જો તમે લુપ’માં સાંભળતા રહો તો કોઈક અલગ જ દુનિયામાં પહોંચી જાવ !

g

ફિલ્મ’નાં કલાયમેક્ષ માટે હું અત્યંત ઉત્સાહિત હતો કે ફિલ્મ કેવી રીતે ઓ’હેન્રી’ની અદભુત શોર્ટ સ્ટોરીને પડદા પર જીવંત કરશે . . . પણ ત્યાં જ થોડી નિરાશા થઇ અને ફિલ્મ મારે માટે પિક્ચર પરફેક્ટ થતા થતા રહી ગઈ ! એક પાત્ર બીજાને એ પ્રેમ આપે છે કે જે તેને ક્યારેય નથી મળ્યો અને બીજું પાત્ર , તેને એ આશા આપે છે કે જેનાથી તે જિંદગીમાં નવા સ્વપ્ન અને રંગ ભરી દે . . . તો છેલ્લે કોણ વધી ગયું , એ તો તમારે જ જોવું રહ્યું .

My Verdict : 8 / 10 < Home >

{ 8 = 6+1+1 , +1 for Amit Trivedi , +1 for Mahendra Shetty }

IMDb : 7.4 / 10 by 4,600 + People { up to Nov. 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

8} Bombay Talkies , 2013

બોમ્બે ટોકીઝ ” ભારતીય સિનેમાના 100 વર્ષ પુરા કરવાના ઉપક્રમે બનાવાઈ હતી અને તે પણ ચાર ચાર દિગ્દર્શકો દ્વારા ચાર અલગ અલગ શોર્ટ ફિલ્મ્સ બનાવીને ( હાં , પણ એક તબક્કે આ ફિલ્મ’ને 100 વર્ષ પુરા થવા અંગે કાઈ લાગતું વળગતું નથી , એવું મને લાગ્યું ! )

1st ShortAjeeb Dastaan Hai Yeh by Karan Johar

વાત છે , એક યુગલ’ની ( નીરસ લગ્નજીવન જીવતા બે લોકો , કે જે મીડિયા ફિલ્ડ સાથે સંકળાયેલ હોય છે . ) અને એક ‘ ગે ‘ યુવાન’ની . . . આ શોર્ટ’ની સ્ટોરી તો હું તમને નહિ કહું , પણ મારા આશ્ચર્ય વચ્ચે ચારેયમાંથી આ શોર્ટ’ને મેં બીજો નંબર આપ્યો એ હદે તે શોકિંગ અને એકદમ ટાઈટ સ્ટોરી-ટેલીંગ’થી સજ્જ છે . . . કરણ જોહરે પોતાની ચીલાચાલુ ફોર્મ્યુલા’થી હટીને એક સોલીડ પરફોર્મન્સ આપ્યું છે .

b1

. . મુદ્દો છે કે તમારું સ્ટેન્ડ શું છે ?જે તે સંજોગો વિષે તમારું વલણ  ) ,  ક્યા છે ? તમને પોતાને પણ કાઈ ખબર છે કે તમે શું છો ? અને તેના વિષે તમને ગર્વ છે કે શરમ છે ? બીજાના સત્ય’ને આસાનીથી જીરવી લેતા તમે , શું તમારા આસપાસના સત્ય’ને તે જ સહેલાઈથી પચાવી શકશો ? . . . રાણી , રણદીપ હુડા અને સાકીબ સલીમ’નો મસ્ત અભિનય .

Verdict7.5 / 10

2nd Short ) Star by Dibakar Banerjee

અને આ રહ્યું મારું આ ફિલ્મ’માં પહેલે નંબરે આવતું શોર્ટ . . . થોડુક અઘરું અને ધીમું ( પણ , જેમ જેમ રસ ઓગળે અને પ્રવાહ ઉકેલાતો જાય તેમ તેમ કઈક અલગ જ અનુભૂતિ મહેસુસ થાય ) . . . દિબાકર બેનર્જી , નવાઝુદ્દીન અને સરપ્રાઈઝ તરીકે કેટલાય દિવસો બાદ અદભુત એક્ટર ‘ સદાશિવ અમરાપુરકર ‘ !! ( એક જબરદસ્ત ક્રેકિંગ , કન્ફ્યુંઝીંગ છતાં પણ ગજબના આત્મ-વિશ્વાસથી ભરપુર રોલમાં ! )

c1

. . . અહીંયા પણ સ્ટોરી એટલી સિમ્પલ નથી અને એક તબક્કે તમને કંટાળો પણ અવરાવી દેશે . . . છતાં પણ આખિર સુધીમાં એક જબ્બર સત્ય / પોઈન્ટ તમને ચીંધી દેશે . . . કે તમે શું કરવા ઈચ્છો છો અને ખરેખર તમે ક્યા છો ? શું તમે તમારું 100% આપો છો કે પછી બધેય લડી લેવાના મુડમાં છો ? 😉 એક પ્રતિક તરીકે ” એમુ ” પક્ષી પણ જોરદાર રીતે દેખાડયું છે ( ખરેખર જોરદાર ) . . . . અને ફિલ્મ / જિંદગી માટે આખરે તો સ્ટોરી / મજા જ મહત્વની છે , તેના વિના બંને બેકાર છે ! ( મારા મતે )

નવાઝુદ્દીન અને સદાશિવ અમરાપુરકર’નું સોલીડ દ્રશ્ય અને જાનદાર અભિનય . અને હાં , આ શોર્ટ પાછું સત્યજીત રે’ની શોર્ટ સ્ટોરી Patol Babu Filmstar પર આધારિત છે .

Verdict8.5 / 10

3rd Short ) Sheila Ki Jawani by Zoya Akhtar

અહીંયા વાત છે સ્વપ્ન’ની ( એક રીતે દિવા’સ્વપ્ન’ની ) . . . તેને પૂરું કરવા પાછળ પડતી મુશ્કેલી’ની / રસ્તાની / જુનુન’ની  . . . . . એક નાનકડો છોકરો કે જેના બાપા તેને એક ટફ પુરુષ બનાવવા ઈચ્છતા હોય છે , પણ તે નાનકાને તો ડાન્સર બનવું હોય છે , કેટરીના’ની માફક . . . અને તેણે એકલવ્ય’ની જેમ જ તેણીને પોતાના ગુરુપદે સ્થાપી દીધી હોય છે ( સ્વપ્ન’માં જ ) . . . શું તે ડાન્સર બની શકશે ? શું સ્વપ્ન ક્યારેય હકીકત બનશે ? તો ખુદ જ જોઈ લ્યો 🙂

અંત તરફ જતા જતા આ શોર્ટ થોડુક ઢીલું પડી ગયું હોય તેવું લાગ્યું અથવા તો અગાઉ’નાં શોર્ટ સાથે તેની સરખામણી થઇ ગઈ અને થોડું ઢીલું લાગ્યું ! પણ નમન જૈન અને ખુશી દુબે કે જે બંને ભાઈ બહેન’નું પાત્ર ભજવે છે , તે બંને વચ્ચેની કેમેસ્ટ્રી અદ્ભુત છે . ( અને સહજ અભિનય પણ ) . . છોકરા અને છોકરી વચ્ચેના ઉછેર-ભેદ અંગે વાત કરતી આ શોર્ટ’માં સારા એવા સવાલ ઉઠાવવા’માં આવ્યા છે . . . જેમ નાનપણ’થી આપણા મનમાં ભગવાન’નું  કંડીશનીંગ થાય છે તેમ જ એક પ્રકારનું અલગ જ  કંડીશનીંગ અને બાયસિંગ છોકરા/છોકરી’માં રોપાઈ જાય છે ! ( તેમના ઉછેર / સ્વપ્નાઓ / અંગત જીવન / કારકિર્દી અને પસંદ-નાપસંદ અંગે  )

Verdict7 / 10

4th Short ) Murabba by Anurag Kashyap

સૌથી વધુ જેની પાસેથી આશા હોય છે તે જ અમર નથી નીકળતી ! મતલબ કે પૂરી નથી થતી 😉 . . . ડીટ્ટો અનુરાગ કશ્યપ’વાળી શોર્ટ સાથે થયેલું લાગ્યું 😦 . . . . વાત છે , બાપા’ની આખરી ઈચ્છા એવી અમિતાભને પોતાના ઘરનો મુરબ્બો ખવડાવાની . . . કે જેના માટે છોકરો થોડાક પૈસા અને કપડા લઈને પહોંચી જાય છે અમિતાભના બંગલે !. . . . પછી શરુ થાય છે , હાડમારી અને સાઠમારી’નો દૌર . . . આ શોર્ટ કઈક બાઉન્સ બેક થયું હોય એવું લાગ્યું અને પરાણે પ્રીત થતી હોય એવો ઘાટ થયો !

પણ , હાં પાછું અહીંયા જ , બે પાત્રો’માં વિજય ( વિનીતકુમાર સિંહ ) અને બાબુજી ( સુધીર પાંડે ) જબરદસ્ત પ્રાણ ફૂંકે છે ( બરખુરદાર . . ! ) કે જ્યાં સ્ટોરી ઘણી નબળી હોવા છતાં , વિનીત કુમાર ચહેરા પરના હાવભાવ’ની જે રેન્જ દેખાડે છે તે જોતા તેના પર માન થઇ જાય ( Hats off ) . . . અને ત્યાં જ છેલ્લે છેલ્લે , બાબુજી જે રોન કાઢે છે , તે તો તમારે જ જોવું રહ્યું 🙂

Verdict7.5 / 10

– – – – – – – – – – – – – – – – – – – – –

અને છેલ્લે , એન્ડ ક્રેડીટ્સ’માં આવતું ઘણા બધા જાણીતા કલાકારોવાળું ભારતીય સિનેમા’ને ટ્રીબ્યુટ’વાળું ગીત એટલું તો ફાલતું અને ચીલાચાલુ છે કે આપણે ઉભા થઈને ચાલવા માંડીએ 😉

My Verdict : 7.5 / 10 ( Final verdict ) < Home >

IMDb : 6.7 / 10 by 1,400 + People { up to Nov. 2013 }


9} Madras Cafe , 2013

ઘણા સમયે કાંઇક નવો પ્રયત્ન . . . નવી વાત અને કાંઇક નવી ભાત . . . એક થ્રીલર , પણ પોલીટીકલ થ્રીલર . . . રાજીવ ગાંધી હત્યાકાંડ’ની આસપાસ ગૂંથાયેલો વાર્તાપ્રવાહ . . . ફિલ્મ’ની સ્ટોરી તો સૌને ખ્યાલ જ હશે કે જ્હોન એક આર્મી ઓફિસર ઉપરાંત એક ‘ રો ‘ એજન્ટ પણ છે અને આ સમગ્ર ઘટનાક્રમ’ને તેની નજરેથી દર્શાવાયો છે . . . મહતમ ભાગે 90% કલાકારો નવા લેવાયા છે ( રંગભૂમિ’નાં ખરા , પણ આપણી નજરે ન ચડેલા ) . . .

મુખ્ય અભિનેતા જ્હોન કરતા પણ મસ્ત કામ અને છાપ છોડી છે , બે લોકોએ   . . . એક , સિદ્ધાર્થ બસુ‘એ RAW’નાં ડીરેક્ટર તરીકે અને બીજું , ‘ પ્રકાશ બેલાવાડી‘એ બાલા તરીકે  ( આ બંનેના હાવભાવ અને ઉચ્ચાર કાબિલેતારીફ હતા ) . . . જ્હોને ભલે ઘણી વાહિયાત અને બીબાઢાળ ફિલ્મો કરી હોય પણ તેનું સાટું સુજીત સીરકાર સાથે  જોડી બનાવીને પૂરી કરી દીધી છે !

. . . ફિલ્મ’નો પ્લોટ , ઘટનાસ્થળો , કોન્સ્પીરસી થીયરી અને કલાયમેક્ષ એકદમ સટીક રીતે આલેખાયા છે પણ જો ફિલ્મ’ને રાજીવ ગાંધીના હત્યાકાંડ’ના મુખ્ય મુદ્દા તરીકે જ જો જોવાય તો તે રીતે ફિલ્મ’નો પહેલો ભાગ ઓલમોસ્ટ વેડફાઈ જાય છે . . . કે જ્યાં જે તે સમયની શ્રીલંકાની ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિની વાત હતી અને તુરંત જ બીજા ભાગમાં સમગ્ર પ્લોટ એક હત્યાના કાવતરાને ઉકેલવા મથતા ઘટનાક્રમ તરીકે રજુ થાય છે . . . . આમ , ફિલ્મ ન તો થ્રિલર રહે છે , ન તો પોલિટીકલ ડ્રામા !

55

બીજું એ કે , ફિલ્મ’ની ઈમોશનલ કોર એકદમ નબળી છે કે જેમાં જ્હોન’ની અંગત જિંદગીનો ઉલ્લેખ છે અને તે સમગ્ર ઘટનાક્રમ કઈક વિચિત્ર રીતે હેન્ડલ થયો છે . . . .ત્રીજું , ફિલ્મ’ની શરૂઆત જ જ્હોન’નાં પાદરી સાથે થતા વાર્તાલાપ સાથે થાય છે અને ક્રમશ: ઘટના આલેખાય છે , તે વાત થોડીક વિચિત્ર અને આઉટ ઓફ સ્પોટ લાગી . . . ચોથું , ફિલ્મ’ની શરૂઆત’થી જ જ્હોન’ને એક રીતે ગિલ્ટી હોય તેવો દર્શાવાયો છે , તેમાં કાઈ દમ નથી લાગતો !! અને જાણે-અજાણે ફિલ્મ રાજીવ ગાંધી’ને કોઈ નેશનલ હીરો તરીકે ચીતરવા માંગતી હોય તેવો ઘાટ ઘડાયો છે !

My Verdict : 7.5 / 10Home >

IMDb : 7.8 / 10 by 6,700 + People { up to Nov. 2013 }

Zebunnisa Bangash ” દ્વારા ગવાયેલું ધીમું અને મસ્ત ગીત ‘ અજનબી ‘ .

Below 6 / 10

10} Grand Masti , 2013

એક એડલ્ટ કોમેડી . . . પણ , નથી અહીંયા કોમેડી કે નથી કોઈ ક્લાસિક એડલ્ટરી સ્ટોરી . . . બસ છે , તો માત્ર ચમનીયાવેડા ❗ . . . ભંગાર કલાકાર ( આફતાબ અને વિવેક’ને એક જ મુવી’માં સહન કરવા એ ગ્રાંડ મસ્તી નહિ પણ ગ્રાંડ પનીશમેન્ટ કહેવાય ! ) , ભંગાર સ્ક્રીપ્ટ અને ભંગાર પબ્લિક . . . ખરેખર તો પોર્ન’નાં બહાને લોકો’ને જે પણ મળે એ જોઈ લેવું છે , અને પાછો દંભ’ની ચાદર ઓઢ્યે રાખવી છે !!! 

ઓસ્ટીન પાવર્સ નામની હોલીવુડ ફિલ્મ જેમણે જોઈ હશે તેમને ખ્યાલ હશે કે ક્યા દ્રશ્ય’ની બેઠેબેઠી કોપી અહી થઇ ગઈ છે ( આ ઇન્દ્રકુમાર’ની સ્ટાઈલ છે , આ પહેલા પણ તે ઘણી વાર આવું કરી ચુક્યા છે . . . ” ધમાલમુવી તો આખેઆખું ઉપાડી લીધું છે ! દ્રશ્યો સહીત . . . અને પાછું તેમાં પણ બીજી ફિલ્મ’નાં દ્રશ્યો વધારામા ઉમેર્યા ❗ )

My Verdict : 1 / 10 < Home >

IMDb : 4.2 / 10 by 2,300 + People { by to Nov. 2013 }


11} Besharam , 2013

રણબીર , રિશી અને નીતુ જેવા માણવા ગમતા ત્રણ સારા કલાકારો’નું એક વાહિયાત પરફોર્મન્સ . . . સારું થયું આ વખતે પ્રજા થોડી શરમ’માં રહી અને આ બેશરમો’ને ટાટા બાય બાય કરી દીધું 😉 . . . રણબીરે તેની આગલી બધી ફિલ્મો’ની પથારી ફેરવી નાખી , એટલી હદે આ ફિલ્મ ચીલાચાલુ હતી . . . તો ચાલો હું ચાલુ 😉

ખરેખર આવી થર્ડ-ક્લાસ ફિલ્મ’માં ફર્સ્ટ-હેન્ડ કલાકારો’એ શું જોઇને કામ કર્યું હશે , એ જોઇને જ આખરે ફિલ્મ’ને બેશરમ નામ અપાયું હશે !

My Verdict : 2 / 10 < Home >

IMDb : 3.7 / 10 by 2,400 + People { by to Nov. 2013 }


12} Phata Poster Nikhla Hero , 2013

રાજકુમાર સંતોષી’નો ખરાબ સમય ચાલે છે એટલે પોસ્ટર ફાટ્યું પણ પાછું હીરો ન નીકળ્યો અને શાહિદ નીકળ્યો કે જે શહીદ થઇ ગયો . . . ખી ખી ખી 😉

ફિલ્મ શરુ થઇ ત્યારે લાગ્યું કે એક લાઈટ / ઇઝી ગોઇંગ ફિલ્મ હશે અને ટાઈમપાસ થશે પણ ધીમે ધીમે ફિલ્મ એટલી તો કંટાળાજનક થવા લાગી ( ખુબસુરત ઈલીયાના હતી છતાં પણ ! ) કે ફિલ્મ સડસડાટ અડધી-પોણી કલાકમાં જ સ્કીપ કરીને જોઈ નાખી !

હાં , પણ ‘ તું મેરે અગલ બગલ હૈ . . ‘ અને ‘ ધતિંગ નાચ ‘ અને ‘ તું રંગ સરબતો કા ‘ . . . ગીતો સરસ છે ( તો પછી આ લોકો ફિલ્મો શા માટે બનાવતા હશે ? ખાલી ગીતો જ બનાવતા હોય તો ;))

My Verdict : 3 / 10 < Home >

IMDb : 5 / 10 by 1,400 + People { by to Nov. 2013 }


13} Satyagraha , 2013

સત્યઘટના અથવા તો કોઈક એવી મુવમેન્ટ / કાયદો / આંદોલનો / રમત / રાજકારણ પર ભારતમાં જયારે જયારે થોડુક ફિક્શન ઉમેરીને કોઈ ફિલ્મ બનાવવાનો પ્રયત્ન થયો છે ત્યારે ઓમ ધબાય નમ: જ થયું છે ( બે સારા અપવાદો : ચક દે ઇન્ડીયા & અબ તક છપ્પન – – બંને મારા પ્રિય દિગ્દર્શક તરફથી – ” શિમિત અમીન ” 🙂 ) . . . છેલ્લે છેલ્લે , પ્રકાશ ઝ્હાં’એ આ ક્ષેત્રમાં રીતસર ઉતાવળથી ફિલ્મો બનાવીને પથારી ફેરવી નાખી છે !

અન્ના આંદોલન’ની ઘટના પરથી બનેલ આ ફિલ્મ એક તબક્કે દુરાગ્રહ જેવી લાગવા લાગી ! કરીના , અમૃતા , રામપાલ . . . આ લોકો સાવ દિશાવિહીન થઈને સ્ક્રીન પર આમતેમ ભટક્યા કરતા હતા ! . . . અને ઝ્હાં’એ મનોજ બાજપાઈ’ને તો એટલી વાર એકના એક શેડમાં તેમની ફિલ્મોમાં રજુ કર્યા છે કે જાણે સ્ટીરીઓટાઈપ !! . . . અજય અને અમિતાભ’ના કેટલાક સંવાદ’વાળા દ્રશ્યો સિવાય ફિલ્મ એકંદરે પરાણે થતી પ્રીત જેવી બની ગઈ છે

My Verdict : 4 / 10 < Home >

IMDb : 6.1 / 10 by 2,100 + People { by to Nov. 2013 }


14} Chennai Express , 2013

ભવિષ્ય’માં ચેન્નાઈ એક્ષ્પ્રેસ યાદ રહેશે કે નહિ . . . ખબર નથી , પણ એક શબ્દ જરૂર ગુંજતો રહેશે . . . ” બોકવાસ 😀 ” . . . { બોકવાસ ફિલ્મ અને બોકવાસ શાહરૂખ } . . . આ ફિલ્મ’ની અધધધ સફળતા માટે ચાર લોકો જવાબદાર છે ( શાહરૂખ , દીપિકા , રોહિત શેટ્ટી અને આંટા વગર’નું ઓડીયન્સ ! – – કે જેમાંથી દીપિકાને હું તેના સ્પેશીયલ ‘ બોક્વાસ ‘ ઉચ્ચાર માટે માફ કરું છું 😉 )

Side-talk rather Main-talk : નાનપણ’માં એક છોકરો બાપા’એ દીધેલી રમકડાની ગાડીઓ ન ગમતા દક્ષીણ તરફ ભાગી છૂટ્યો . . . એ પ્રતિજ્ઞા લઈને કે એક દિવસ તે એટલી ગાડીઓ હવામાં ઉડાડશે કે તુમ કન્ફયુઝ હો જાઓગે કે . . . ગાડીયા ચલાને કે લિયે હૈ યા ઉડાને કે લિયે 😉 અને એક દિવસ એ છોકરો પાછો તો આવ્યો , પણ તેની સાથે તેના સેંકડો કાળા અને કદાવર મિત્રો પણ લાવ્યો કે જેમને તેણે વચન આપ્યું હતું કે ફિલ્મો’માં તમારી કોઈ જરૂરિયાત હશે કે નહિ હોય પણ તમને હું મારી ફિલ્મો’માં એટલી સંખ્યામાં ઠુંસી ઠુંસી’ને ભરીશ કે તુમ ફિરસે કન્ફયુઝ હો જાઓંગે 😉 . . . હાં , તમે સાચું સમજ્યા એ છોકરો હતો આજના સમયનો સૌથી મોટો હથોડો . . . ” રોહિત શેટ્ટી ” ❗

આ ફિલ્મ એટલું ઢંગધડા વગરનું હતું કે ભવિષ્યમાં ” ઢંગધડા ” શબ્દ’ની બદલે ” ચેન્નાઈ એક્ષ્પ્રેસ ” બોલાશે અથવા તો શબ્દ’ને વધુ ભાર આપવા , તું તો સાવ ” રોહિત શેટ્ટી ” જેવો છો તેવું બોલાશે 😀

ch3

Bokvas . . . Ae ae ae !

હું બોલીવુડ’ની ફિલ્મો’નાં રેટિંગ માટે IMDb પર વધુ વિશ્વાસ નથી કરતો અને તેની સાબિતી મને આ ફિલ્મ દરમ્યાન મળી ગઈ . . . આ ફિલ્મ’નું રેટિંગ છે , 6+ ( 16,600 + લોકો દ્વારા ) . . . અને એમાય પણ સાડા પાંચ હજાર કરતા વધુ લોકોએ ( 5,800 + ) તેને પરફેક્ટ 10 આપ્યા છે . . . નહીહીહી :। { હવે સાચો કળયુગ આવ્યો કહેવાય ! }

વાંચો રોહિત શેટ્ટી’ની જબ્બર ઠેકડી ઉડાડતો એક લેખ 🙂 < < MUST READ

My Verdict : 2 / 10 < Home >

IMDb : 6 / 10 by 16,600 + People { by to Nov. 2013 }


Winner : Lootera , Sixteen

Pleasant / Surprise / Daring / Something New WATCH :

B. A . Pass , Shuddh Desi Romance , Bombay Talkies , Madras cafe

Looser : Grand Masti , Besharam , Chennai Express


at LAST . . !

} Her , 2013 ( by , Spike jonze )

A lonely writer develops an unlikely relationship with his newly purchased operating system that’s designed to meet his every need.

} Tracks , 2013

A young woman goes on a 1,700 mile trek across the deserts of West Australia with her four camels and faithful dog.